________________
વિકલ્પ.
૪૫૧
“ વિધિ ” એટલે “ વિધાન ” એક પક્ષના અવલંબન તાત્પર્ય થી નાના વિધાનમાં વિકલ્પ શબ્દની રૂઢિ સમસ્ત શાસ્ત્રમાં છે. જેમ વેદમાં યજ્ઞ માટે વિકલ્પ છે “ શ્રીમ્નેત થયેલો ચનેત ” શાળથી યજ્ઞ કરે અથવા યવાથી યજ્ઞ કરે, આહીં નાના વિધાનના એક પક્ષના અવલંબનમાં નિમિત્ત યથારૂચિ અથવા યથાલાલ છે. તે એવા વિકલ્પ તા રમ્ય ન હેાવાથી અલકાર નથી. નાના વિધાનમાં વિરોધ હાવાથી એક પક્ષનુ અવલખન ચમત્કારી થાય ત્યારે અલકાર થાય છે. એથી અનેક વિધાનમાં વિરોધ હોવાથી એક પક્ષનું ગ્રહણ ક રવામાં આવે ત્યાં વિપ અલંાર છે.
યથા.
નમાવ શિર અથવા ધનુષ, આવ્યું પ્રભુદલ આજ; આજ્ઞાથી વા ધનુરવે, ભર શ્રુતિ દાનવરાજ.
શત્રુપ્રતિ સધિ કરવી, વિગ્રહ કરવા, એમ નીતિશાસ્ત્રમાં નાના વિધાન છે. પરન્તુ સંધિ અને વિગ્રહને પરસ્પર વિશેષ છે, જ્યાં સન્ધિ થશે, ત્યાં વિગ્રહ નહી થાય અને જ્યાં વિગ્રહ થશે ત્યાં સન્ધિ નહી થાય એથી આહીં એક પક્ષનુ અવલંબન કરવામાં આવે છે. “ સર્વસ્વકાર ” આ લક્ષણ આપે છે:— तुल्यबलविरोधिविकल्पे विकल्पः
તુલ્ય ખલવાળા વિરોધીઓના વિકલ્પમાં વિરલ ગહંજાર છે.
યથા.
નાચે મત્ત મયૂર ખનૌ, અવિરલ ઘન વરસત; કરશે કાંત કૃત્તાંત,વા, આજ દુ:ખાના અંત.
વિયોગ દુ:ખ મટાડવામાં કાન્ત કૃત્તાન્ત એ નાના (વિવિધ ) કારણ છે, તેથી ધ્રુવ નિમિત્તથી અહીં એક પક્ષનુ અવલંબન છે. પરન્તુ અહીં એક પક્ષના અવલંબનમાં કાન્ત કૃત્તાન્તના વિરોધ પ્રબલ નિમિત્ત છે એથી વિરુપ અલંજાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com