________________
૪૭૨
કાવ્યશાસ્ત્ર. પક્ષમાં-ઉદયારૂઢ એટલે વૃદ્ધિને પામેલ, કાન્તિયુત-તેજવાળે, રક્તમંડલ-અનુરાગયુક્ત દેશવાળો, મૃદુ કરથી–અલ્પકરથી મનુષ્યનાં મનને રંજન કરે એવા રાજા-નૃપતિ. અને ચન્દ્રપક્ષમાં -ઉદયારૂઢઉદયાચલ પર્વત ઉપર આરૂઢ થએલ, કાન્તિયુત–પ્રકાશયુકત, રક્તમંડલ-લાલ બિમ્બવાળે, મૃદુકરથી જન મન હરે-કેમલ કિરણેથી મનુષ્યના મનને રંજન કરે એ રાજા–બુધવાન (ડો) છે. અને ચન્દ્ર બુધવાન-બુધ નામના પુત્રવાળો છે.
અલંકાર રત્નાકરકારને એ સિદ્ધાન્ત છે કે લેષની પાંચ ભૂમિકાઓ છે. ક્યાંઈ તે અલંકારાંતરને અભાવ હોવાથી કૈલેષનેજ અવકાશતા છે.
યથા,
सर्वदो माधवः पायात् ॥ આના બે અર્થ છે ૧ સર્વ અર્થાત્ સંપૂર્ણ પદાર્થ દેવાવાળા - માધવ-કૃષ્ણ રક્ષા કરે. અન્ય અર્થ સર+માધવ-પાર્વતીપતિ રક્ષા કરે. આહીં કેઈ અલંકાર ન હોવાથી ભલેષને જ અલંકારતાને અવકાશ છે.
કયાંઇ લેષ અલંકારાન્તર ભાન કરાવવાને હેતુ પણ થાય છે.
યથા.
સકલ કલા શશિ બિમ્બ ઇવ, રાજે છે શ્રી રામ,
આહીં *લેષ ઉપમાના ભાન કરાવવા માત્રને હેતુ છે, એથી આહીં. પણ શ્લેષ અલંકારજ છે. ઉપમા તે વિદ્યુતવત્ હેઈ અસ્થિર હોવાથી આભાસરૂપ છે.
કયાંઈલેષ અલંકારાન્તરનું અંગ થાય છે.
યથી,
શુચિ શશિ કલા સહેદરા, સ્થિત સરિતા તટવાસ;
હરિહર વનમાલાભરણ, માંહિ રમા ઈવ ખાસ.
લક્ષ્મી ચન્દ્રકલાની સાક્ષાત્ સહારા છે, એ તો ચન્દ્રકલા સદા શબ્દને વાસ્થાર્થ છે. નાયકા ચંદ્રકલાના સશ છે. એ ચન્દ્રShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com