________________
વિધ.
૪૫૭ સાસંદામાન અર્થાત સાથે નહી મળનારની જે યુકિતથી સંગતિ કરવામાં આવે એ વિષ “કાવ્યપ્રકાશગતકારિકાકાર” આ પ્રમાણે લખે છે -
विरोधः सोऽविरोधेऽपि विरुद्धत्वेन यद्वचः
અવિરોધમાં પણ વિરૂદ્ધતાથી કરીને જે વચન તે વિરોધ ગર, પ્રકાશકારે વૃત્તિમાં લખ્યું છે કે વાસ્તવમાં વિરેાધ ન રહેતાં પણ વિરૂદ્ધના જેવું કહેવું.
નવિન નલિનીના કિસલયે, વલય મૃણાલ મુદામ;
તુજ વિરહે દેવદહન છે, જીવે કેમ કરી વામ. આમાં વિયોગદશામાં કમલિની કિસલય અને મૃણાલ તાપકારી થાય છે. એથી વિયેગ દશામાં કમલિની કિસલય અને મૃણાલના તાપની સાથે વિરેાધ નથી. આવા તાપ કરવાવાળાને અગ્નિમાં રૂઢિ છે જેની એવું દવદહનરૂપ વિરૂદ્ધ વચનથી કહ્યું છે, એથી વિરોધ ભાસે છે.
સર્વસ્વકાર” આ પ્રમાણે લખે છે – હિતામાā વિરોધઃ વિરૂદ્ધની આભાસતામાં વિરોધ
રૂટ આ પ્રમાણે લખે છે –
यस्मिन्द्रव्यादीनां परस्परं सर्वदा विरुद्धानाम् । एकत्रावस्थानं समकालं भवति स विरोधः ॥
જ્યાં પરસ્પર સર્વદા વિરોધવાળા વ્યાત્રિકોની સમકાલમાં એકત્ર સ્થિતિ હોય એ વિરોધ ચાર, સમકાલનું ઉદાહરણ આ પ્રમાણે છે:–
યથા. નૃસિંહત્વ ધરતા નિજ તનમાં, એ હરિ વસે અમારા મનમાં.
રૂટ અન્ય ઉદાહરણ માનીને અન્ય લક્ષણ આ પ્રમાણે આપે છે – ૫૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com