________________
સર્
કાવ્યશાસ્ત્ર.
યા.
સુધાસિન્ધુ રઘુનાથદ્રગ, ભ્રમરી કીકી જ્યાંય, નાવનિરીક્ષકમનતણું, નિમગ્ન થાયે ત્યાંય.
આહીં. રઘુનાથજીનાં નેત્રામાં સુધાસમુદ્રનું રૂપક કરવામાં આવ્યુ છે. તેથી સમુદ્રની આકૃતિ નેત્રામાંજ છે. અને ત્યાં પ્રતીયમાન પલક અવયવમાં સીમાનું અને વરૂણી અવયવમાં વૃક્ષાવલીનુ રૂપક આકૃતિને લઇને છે, નેત્રાની શ્વેતતામાં સુધાની શ્વેતતાનું રૂ પક વર્ણીને લઇને છે, નેત્રાની તરલતામાં સુધાસમુદ્રની તરલતાનુ રૂપક શીલને લઈને છે અને નેત્રતારિકામાં ભ્રમરીનું રૂપક કર્યુ છે. એમાં ગાળાકાર આકૃતિ છે. જલમાં ભ્રમ થાય છે ત્યાં વેગવશથી શ્યામતા જોવી પડે છે. અને નેત્રાના તારામાં શ્યામતાજ છે. આ વણું છે અને આકર્ષણુ શીલ છે. એથી આહીં આકૃતિ, વર્ણ અને શીલ ત્રણેને લઇને રૂપક છે, અને જોવાવાળાના મનમાં નાવનું રૂપક છે. આહીં કેવળ શીલને લઇને રૂપક છે. આમ અન્યત્ર પણ વિ ચારી લેવુ.
सावयवरूपक-यथा.
મૂળ શેષ ફણુ મઢુલી, તંતુ દિગ્ગજો દત; સુમન સુઉડુંગણુ લ શશિ, કીર્તિ લતા ભગવત. આમાં શ્રી ભગવંત (ઇશ્વર) ની કીર્તિમાં લતાનું રૂપક કરવામાં આવ્યું છે. આંહી મૂળ, તંતુ ઇત્યાદિ અંગો સહિત રૂપક હા
વાથી સચવ રપ૪ છે.
निरवयवरूपक - यथा.
કાણુ પુરત મનકામના, અખિલ અર્થિની આજ; જો ન 'હાત તુ જગતમાં, કલ્પતરૂ શિવરાજ.
આહીં અવયવી કલ્પતરૂ છે, શાખાદિ એના અવયવ છે. રાજા અવયવી છે, હસ્તાદિક અવયવ છે, એ આહીં કેવલ અવયવી કલ્પવૃક્ષનું રૂપક છે. એના અવયવ શાખાદિનું રૂપક ન હોવાથી આ નિવપદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com