________________
૪૩૬
કાવ્યશાસ્ત્ર.
મણિકાષકાર ” કહે છે કે “ મિજિત મિત્રને ” આહીં નીર ક્ષીર ન્યાયથી મળી જવું વિવક્ષિત છે.
જ્યાં નીર ક્ષીરની પેઠે મળી જાય એ મિહિત મહાર.
યથા.
હરને શેાધી રહી હરા, હર શેાધે કૈલાસ; મળ્યા રામના યશમહીં, નથી પ્રત્યક્ષ પ્રકાશ.
યથા.
વરણુ વસન સુકુમારતા, સહુ વિધિ રહ્યાં સમાય; પાંખડી લાગી ગુલાખની, તનપર તે ન કળાય.
આહીં એવી શંકા ન કરવી જોઇએ કે તમે નીર ક્ષીર ન્યાયથી મિશ્રણમાં મિલિત અલંકાર માન્યા છે. તેથી આ ઉદાહરણમાં એવુ મળવુ નથી. ખન્ને વસ્તુ ભિન્ન ભિન્ન રહે છે. કેમકે આહીં મિશ્રણથી આવી વિવક્ષા છે કે નીરક્ષીરવત્ ભિન્ન ન દેખવુ.
'
,,
“ કાવ્યપ્રકાશગતકારિકાકાર ” આ લક્ષણ આપે છે:— समेन लक्ष्मणा वस्तु वस्तुना यन्निगूह्यते । निजेनागंतुना वापि तन्मीलितमिति स्मृतम् ॥
સ્વાભાવિક અથવા આગંતુક સમાન ચિન્હવાળી વસ્તુએ કરીને જે વસ્તુનુ નિગડુન કરવામાં આવે એને નિજ઼િત અલંકાર કહે છે.
કાવ્યપ્રકાશકાર ક્રમથી આા પ્રમાણે ઉદાહરણ આપે છે:
યથા.
ચલગ ગતિ વિલાસભર મ'થર, મધુર વકવાણી મુખતિ વર; લીલા વય કૃત સ્વત: સ્ત્રીઓમહીં, આવેલેા મદ્ય નિરખાયે નહીં.
આહીં નેત્રાની ચપલતા ઇત્યાદિ યાવનઅવસ્થામાં સ્વભાવિક છે. એ સમાન ચિાથી યોવન વસ્તુએ કરીને મદવસ્તુનુ ગોપન છે.
યથા.
છે સકંપ તુજ નામ સુણી, હિમગિરિ છુખ્યા વિપક્ષ; ત્યાં નૃપતિ તુજ ભય થકી, નિરખી શકે નહિ દક્ષ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com