________________
ઉત્તર
૨૮૩ “ઉત્તર” એટલે પ્રતિવચન. એ જ્યાં કેત્તર હોય ત્યાં ઉત્તર અલંકાર થાય છે. એના ત્રણ ભેદ છે. જ્યાં પ્રશ્ન જ ઉત્તર બની જાય એ મિત્ર ઉત્તર. અનેક પ્રશ્નને એકજ ઉત્તર અપાય એ ઉત્તરાંતર, અને પ્રશ્નાર્તા જે વસ્તુ જાણે છે, એના રૂપથી એનાં સદશ અન્ય વસ્તુને ઉત્તર આપનાર કહે અને એ એવી વસ્તુ હોય કે એ કાર્યમાં એના જેવી ત્રીજી વસ્તુ ન હોય એ ઉત્તર પણ અલંકાર બનવાને યોગ્ય છે. આ ત્રણ પ્રકારના ઉત્તર લેક વિલક્ષણ હેવાથી પ્રાચીને અલંકાર માનેલા છે.
યથા.
કં નામયતિ શત્રુના, ભુજબલથી રણરામ
કે નામયતિ શત્રુના, ભુજબલથી રણરામ. શત્રુ, સન્ધિ અથવા વિગ્રહ બેમાંથી એક કરે છે. સંધિમાં શિર નમાવે છે અને વિગ્રહમાં ધનુષ નમાવે છે, એ વિષયના સંદેહમાં કોઈ પ્રશ્ન કરે છે કે રામ ભગવાન “કં નામયતિ” અથૉત્ કેને નમાવે છે, એને ઉત્તર આપે છે કે “કં નામયતિ” “કં” નામ મસ્તક, મતલબ મસ્તકને નમાવે છે. આમાં ઉત્તર પ્રશ્નથી અભિન્ન છે, અર્થાત્ પ્રશ્ન જ ઉત્તર છે, એથી નથમ ઉત્તર ગવાર,
યથા. કે જગતમહર કે અચલ, કે હણ બ્રખે કુરંગ,
કે ઘનયાચક કે અમિત, સમજી લ્યો સારંગ.
જગતનું અંધારું હરનાર કેશુ? ઉત્તર–સારંગ (સૂર્ય). અચલ કોણ? ઉત્તર–સારંગ (પહાડ). હરિણુ મારીને કેણ ખાય? ઉત્તર-સારંગ (સિંહ). મેઘને યાચક કોણ? ઉત્તર– સારંગ (પપહે). ઈતિ વિનાનું કેણુ? ઉત્તર-સારંગ (આકાશ). આમાં અનંત નેને એકજ ઉત્તર હોવાથી ધિત ઉત્તર ગુજાર.
યથા. કહે મરણુ શું ? દરિદ્રતા, સ્વર્ગ શું? ઉત્તમ નાર; શું આભૂષણ પુરૂષનું, વિર્વે યશવિસ્તાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com