________________
૪૦૨
કાવ્યશાસ્ત્ર,
उद्दिष्टानां पदार्थानामनुदेशो यथाक्रमम् । यथासंख्यमिति प्रोक्तं संख्यानं क्रम इत्यपि ॥
ઉદિષ્ટ અર્થાત પહેલાં કહેલ પદાર્થોની સાથે અનુદેશ અર્થાત પાછળ કહેલ પદાર્થોનો યથાક્રમ સબંધ એને યથાસંખ્ય એમ કહે છે અને આને સંખ્યાન અને ક્રમ પણ કહે છે.
કાવ્યપ્રકાશકાર પણ ઉપર પ્રમાણેજ કહે છે.
અલંકારરત્નાકરકાર એક અર્થક્રમને જ ક્રમ માનતાં આ લક્ષણ કહે છે –
__ क्रमेणारोहावरोहादि क्रमः ॥ કમથી આરોહ અવરેહ આદિ ક્રમ અલંકાર છે, આરેહ-ચઢવું, અવરેહ-ઉતરવું.
શારો ન્યથા. સિંહહૃદય હરકંઠમાં, ખલાસના કરી વાસ,
કમસહ વધતું જાય વિષ, ઉ સ્થાનમાં ખાસ.
આહીં કાલકૂટની હૃદયાદિ ઉત્તરોત્તર ઉચ્ચ સ્થાન પ્રાપ્તિને આરેહકમ છે.
- અવરોહ–જથા. સુરપુરથી શિવ શિવથી ગિરિ, ધરણી સિધુમાં જામી, સ્થાનભ્રષ્ટ થઈ જાય જડ, અધો અર્ધગતિ પામી.
આહીં ગંગાની શિવશિર આદિ ઉત્તરોત્તર અધ:સ્થાન પ્રાપ્તિ અવહ છે. લક્ષણમાં આદિ પદ ધરવાથી સૂચિત થાય છે કે આરેહાવરેહને અતિરિક્ત પણ ક્રમ છે.
યથા. થાયે ધનાથી દાદુ વધતે, દાદુથી કરમા કહેવાઈ; કરમા શિરે કબીર નામદે, એથી ઉત્તમ મીરાંબાઈ
આંહિ કવિએ પ્રસિદ્ધ હરિભક્તનું તારતમ્ય કહ્યું. ત્યાં ધને જાતિને જાટ, દાદૃ પિંજારા, કરમા જાટણ, કબીર વણકર, નામદે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com