________________
૪૧૮
કાગ્યશાસ્ત્ર, નાવના કિરાયાને આતર કહે છે. અહીં લક્ષ્મણની મિત્રતાને આતર અવસ્થાન્તર છે. તેથી એ આતર ગુહને મેક્ષાદિ દેવારૂપ કાર્યમાં સમર્થ થયે.
અલંકારદાહરણકાર આ પ્રમાણે લખે છે –
उपमानोपमेययोरन्यतरत्वेन परिणतौ परिणामः ।।
ઉપમાન અને ઉપમેયનું બન્યતન અર્થાત્ એકનું અન્યના રૂપથી પરિણામ હોય ત્યાં પરિણામ અલંકાર છે.
યથા. રાહુત્રાસથી શશિ બન્યા, તારું આનન નાર; તેથી ચક્ષુ ચકર થઈ, ચાહે પતિને પ્યાર.
પરિક્ષા . જશવંતજભૂષણકાર” લખે છે – સંખ્યા એટલે ગણના. ગણનાને એ સ્વભાવ પ્રસિદ્ધ છે કે જે વિષયમાં જેની ગણના કરવામાં આવે છે, એમાંએ વિષયનો નિયમ થઈ જાય છે. જેમ યુધિષ્ઠિર આદિ પાંચ પાંડવ છે. અહીં યુધિષ્ઠિર આદિને પાંડુ પુત્રતાના વિષયમાં પાંચ કરીને ગણવામાં આવે છે. તેથી પાંડુપુત્રતાને યુધિષ્ઠિર આદિ પાંચમાં નિયમ થઈ જાય છે. ત્યારે અન્યત્ર વર્જન અર્થસિદ્ધ છે કે છઠ્ઠામાં પાંડુપુત્રતા નથી. પરિ” ઉપસર્ગને અર્થ “વર્જન”. છે. ચિન્તામણિકોષકાર કહે છે “પરિવર્ગને”. પરિસંખ્યા એ શબ્દસમુદાયને અર્થ “વર્જનવાળી સંખ્યા”. અહીં પિતાના આશ્રયમાં વર્જન કરવામાં રૂઢિ છે. લોકસંખ્યા તે વિષયનું અન્યત્ર વર્જન કરીને પોતાના આશ્રયમાં પણ એ વિષયનું વર્જન કરે છે. એ અલૈકિકતા હોવાથી અલંકાર છે.
- જ્યાં સંખ્યા પિતાના આશ્રમમાં પણ વર્જિત થાય એવી વાત વર્ણન કરવામાં આવે એ પરિસંથા ગઢાર છે.
યથા. બન્ધન કામિનીકેશને, હરિને વનવાસ દેખે દંડ યતિકરે, રામ રાજમાં ખાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com