________________
૨૨
કાવ્યશાસ્ત્ર,
યથા. મંજુ રસાલની મંજરી, દશે પરિભૂત સાથ,
આ ઋતુમાં આહીં રહે, નિજ ઈચ્છા સ્ત્રીનાથ.
આહીં વક્તા સખીને ઈષ્ટાર્થ નાયક નાયિકાને રત્સવ સિદ્ધ કરાવે એજ છે. એને સાક્ષાત્ ન કહેતાં એની સિદ્ધિને માટે પરભૂત રસાલમંજરી ખાય છે, એના નિવારણને માટે જાઉં છું. તમે બને આહીં વેચછાથી રહે. એ પ્રકારાતરથી કહેલ છે.
મહારાજા ભેજ આ પ્રમાણે કહે છે: मिषं यदुक्तिभगियावसरो यः सूरिभिः । निराकासोऽथ साकाङ्क्षः पर्याय इति गीयते ॥
જે મિષ, જે ઉક્તિભંગિ અને જે અવસર તેને પંડિતે પર્યાય કહે છે. એ નિરાકાંક્ષા અને સાકક્ષ એમ ઉભય પ્રકારના છે. મિષનો પર્યાય વ્યાજ છે. “ચિન્તામણિકોષકાર' કહે છે –“મિ ને” ઉક્તિભંગિને અર્થ પર્યાયક્તિ છે. ભંગિ શબ્દનો અર્થ વિભાગ છે. ચિન્તામણિકેષકાર કહે છે. “માર્મિમાજિક વિમા વિભાગ તે પ્રકારાન્તર છે.
યથા,
છે રાજા નહિ બેલે રાણી, રાજસુતા ન પઢાવે વાણી, પથિક મુક્તશુક અરિની અટારી, લીલા કરે ચિત્રપ્રતિ ભારી.
આહીં રાજાના અરિનગરની શૂન્યતા પ્રકારાન્તરથી કહેવામાં આવી છે. આચાર્ય દંડીએ “મંજુરસાલ” ઈતિ એ વિષયમાં પર્યાએક્તિ અલંકાર કહે છે અને મહારાજાએ પર્યાય નામથી મિષ અને ઉક્તિભંગિને કહીને મંજુરસાલ” ઈતિ એ મિષનું અને “છે રાજા” ઇતિ ઉક્તિભંગિનું ઉદાહરણ આપ્યું છે. જેથી એ બન્નેને પયોક્તિને પ્રકાર માનનાર ચંદ્રાલોકકાર વ્યાજથી ઈષ્ટ સાધનને પર્યાયક્તિને પ્રકાર કહીને આ લક્ષણ આપે છે.
पर्यायोक्तं तदप्याहुर्यव्याजेनेष्टसाधनम्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com