________________
૩૮૪
કાવ્યશાસ્ત્ર.
આમાં પ્રશ્ન કરવાવાળાએ જાણેલમરણ ઇત્યાદિથી અન્ય પૂછયું છે. ઉત્તર દેવાવાળાએ પ્રાણવિયેગરૂપ મરણ આદિના સ્વરૂપથી, મરણ આદિના સદશ દરિદ્રતા આદિ કહેલ છે, કારણ કે કાર્ય કરવામાં મરણ અને દરિદ્રતાના તુલ્ય ત્રીજું કેઈપણ નથી એથી તૃતીય ઉત્તર ગોળાર થયે.
એ ત્રણે ઉત્તર અનુભવસિદ્ધ ચમત્કારી હોવાથી પ્રાચીન અલંકાર માનેલ છે, અન્ય પણ કોઈ ઉત્તર ચમત્કારી મળી આવે તે એને પણ અલંકાર માની લેવો જોઈએ.
ઉત્તરના પ્રથમ ઉભય પ્રકારના વિષયમાં તે કુવલયાનંદકાર પરમતથી આ પ્રાચીન લક્ષણકારિકા લખે છે –
प्रश्नोत्तरान्तराभित्रमुत्तरं चित्रमुच्यते પ્રશ્નથી અભિન્ન અને ઉત્તરાન્તરથી અભિન્ન જે ઉત્તર એને ચિત્ર અર્થાત્ અલંકાર કહે છે.
તૃતીય પ્રકારના વિષયમાં રૂટ આ પ્રમાણે લખે છે – यत्र ज्ञातादन्यत् पृष्टस्तत्त्वेन वक्ति तत्तुल्यम् । कार्येणानन्यसमख्यातेन तदुत्तरं ज्ञेयम् ॥
જ્યાં જાણેલ વસ્તુથી અન્ય વસ્તુ પૂછવામાં આવેલ છે એ ઉત્તર દેવાવાળો જ્યાં જાણેલ વસ્તુના સદશ અન્ય વસ્તુને જાણેલ વસ્તુના સ્વરૂપથી કહે એ ઉત્તર અલંકાર છે. કાવ્યપ્રકાશકાર આ પ્રમાણે લખે છે:--
ઉત્તર યુતિમાત્રત, प्रश्नस्योनयनं यत्र क्रियते तत्र वा सति ।
असकृद्यदसंभाव्यमुत्तरं स्यात्तदूत्तरम् ॥
જ્યાં ઉત્તરના શ્રવણ માત્રથી પ્રશ્નનું ઉન્નયન કરવામાં આવે ત્યારે ઉત્તર અલંકાર છે. “જયન” એટલે “ઉપર લેવું ” ચિ. ન્તામણિ કોષકારે કહ્યું છે કે “વનયન વયે ૩જયઃ પર્દ્રાવાર્તાનને” ઉન્નયન શબ્દનો અર્થ ઉન્નય અર્થાત્ “ઉપર લેવું”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com