________________
ઉભેક્ષા.
૫૮૭ છે. મૃગની નાભિમાં કસ્તૂરી થાય છે. અને પવન ગંધગ્રાહક પ્રસિદ્ધ છે. કારણકે “ગળ્યવાહ” પવનનું નામ છે. અને આહીં શ્રીરામ ભગવાન અને સમીર એ બન્ને રૂપથી કહેનાર કવિ સમીરને ઉક્ત બલથી પ્રધાનતાએ કરીને જુએ છે, આમ સર્વત્ર જાણી લેવું જોઈએ. ક્યાંઈ વિષય અનુરક્ત હોય છે, ત્યાં એને વિષય વિષયીભાવ સબંધથી લાભ થાય છે.
अनुक्तविषया वस्तूत्प्रेक्षा-यथा. કોઈ કહે કવિ આજનિશિ નારીનું અંજન, લાગ્યું રતિકેલિમાં જણાવે છે મન રંજન, રજતાચલ જાણીને આવી ચડી જાણે ધાઈ,
ધુરવા દઢ થઈ રહે સુધા સ્વાદે લલચાઈ. આહીં ચન્દ્રનું કલંક વિષય છે, એ અનુરક્ત છે. એથી આ અનુક્તવિષયા છે. सिद्धास्पदा तथा असिद्धास्पदा हेतूत्प्रेक्षा-यथा.
જાણું કઠણ આંગણમાં, ચાલી તેથી રાતા છે પાય મુખશુતિ ઈચ્છે તેથી, શશિ કમલને વૈર દુ:ખદાય.
આંહીં નાયકાના ચરણની અરૂણતાને હેતુ સ્વભાવ છે. કઠિણ આંગણામાં ચાલવું હેતુ નથી. સ્વભાવની જગાએ કઠિણ આંગણામાં ચાલવું એ હેતુ ઠરાવ્યું છે. આંહી અન્ય હેતુ ઠરાવવામાં કઠિણ આંગણુમાં ચાલવાને આશ્રય કરેલ છે, એ આશ્રયસિદ્ધ છે; કેમકે નાયિકા કઠિણ આંગણામાં ચાલે છેજ. એથી આ સિદ્ધાસ્પદા હેતુભેક્ષા છે, અહીં આશ્રયતા આરીતિથી છે કે જેમ સ્થંભ બનાવવાને માટે કાષ્ટને આશ્રય કરો, કેમકે એ કાષ્ટનોજ સ્થંભ બનાવવામાં આવે છે, આમાં બલ તે કોમલ અંગને કઠિણ વસ્તુને સંયાય થવાથી શ્રમજનિત અરૂણિમા હોવાનો સંભવ છે, અને “મુખશુતિ” આમાં શશિના ઉદયમાં કમલનું કુમળાઈ જવું અને કમલના વિકાસ સમય શશિનું લુતિહીન હોવું એજ વેરભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com