________________
૨૮૨
જે વસ્તુ વાસ્તવમાં હેય નહીં પણ વિવની પેઠે ક્ષણિક હેય એ વસ્તુનું ભાસવું એને મામા કહે છે.
યથા. અંગ સહિત યદ્યપિ તમે, છે અનંગ નરરાજ;
છે દીરઘ દ્રગ તદપિ સહુ, કહે સૂક્ષ્મદ્રગ આજ.
આમાં રાજાને અંગ સહિત કહીને અનંગ કહેવાથી શ્રવણ માત્રમાં વિરોધ ભાસે છે. પરંતુ આંહી અંગ સહિતપણું એ છે કે સ્વામી, અમાત્ય, સુહદ, કેશ, દેશ, દુર્ગ અને સેના એ રાજ્યના સમાંગ છે અને આહીં અનંગતા કામરૂપપણું છે. ઉત્તરાર્ધમાં દ્રગ નામ દષ્ટિનું છે. એ રાજા દીર્ઘ દ્રગવાળો છે તે પણ સૂક્ષમ દ્રગ છે. આ કથનમાં પણ શ્રવણ માત્રથી વિરોધ ભાસે છે, પરન્તુ વિચાર દશામાં સૂક્ષમ દષ્ટિ તે સૂક્ષમ વિચાર છે, એથી વાસ્તવમાં વિરોધ નથી. પરન્તુ વિરોધ અલંકારને આભાસ મનરંજન હોવાથી અને લંકાર છે.
યથા. સહે શીદ સંકષ્ટ કવિ, છે શિવરાજ પ્રતાપી, જા દારિદ્રવિષ ટાળશે, વારણ વારણ આપી.
વારણ” શબ્દના બે અર્થ છે. “વારણ”-વિષ ઉતારવાને ઉપાય, અને વારણ-હાથી. આમાં શ્રવણ માત્રથી પુનરૂક્તિ દોષને આભાસ છે. રસને આભાસ હેય ત્યાં રસાભાસ અને ભાવને આ ભાસ હોય ત્યાં ભાવાભાસ છે. એનાં ઉદાહરણે રસપ્રકરણમાં લખી ગયા છીએ. ભૂષણ, દૂષણ, રસ અને ભાવ વિના પણ વસ્તુને આભાસ થાય છે.
આ આભાસ અલંકારમાં જે જે અલંકારો આભાસ સ્વરૂપથી પ્રષ્ટ થાય છે, તે તમામને આમાં સમાવેશ થઈ જાય છે.
૩૨. જશવંતજશેષણકાર” લખે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com