________________
૩૮૦
કાવ્યશા. આમાં વિધિથી કરીને નિષેધની ઉક્તિ છે, જે કાવ્યમાં વિધિ નિષેધ બન્ને હોય ત્યાં મિશ્રા છે એમ સમજવું મહારાજા ભેજ રેધનું ઉદાહરણ આ પ્રમાણે આપે છે –
યથા. મળી પનઘટ મારગમહીં, લઈ ખાલી ઘટ નાર;
આમાં ક્રિયાથી પતિનું વિદેશગમન રોકવામાં આવ્યું છે. ઉક્તિ નથી. અહીં અપશુકન દ્વારા રેકવાથી પ્રતિકૂલ છે. વાલ્મટ આ પ્રમાણે લખે છે –
उक्तिर्यत्र प्रतीतिर्वा, प्रतिषेधाय जायते ।
आचक्षते तमाक्षेपमलंकारं बुधा यथा ॥
જ્યાં ઉક્તિ અર્થાત્ વચન, અથવા પ્રતીતિ, પ્રતિષેધને માટે થઈ જાય એને પંડિત કે સાક્ષેપ અલંકાર કહે છે. વેદવ્યાસ ભગવાન આ પ્રમાણે લખે છે – प्रतिषेध इवेष्टस्य यो विशेषाभिधित्सया ।
तमाक्षेपं ब्रुवन्त्यत्र । વિશેષ પ્રતિપાદનની ઈચ્છાથી અર્થાત વર્ણનીયનું વિશેષપણું બતાવવાની ઈચ્છાથી ઈષ્ટનો પ્રતિષેધ “હુર” અર્થાત્ નિષેધ જેવું જે વર્ણને એને ગાલેન કહે છે.
યથા. હું કાંઈ દૂતી નથી, સુણે શ્યામ ધરી ધ્યાન,
છે ત્યાં સ્ત્રીતન તાપ અતિ, અહનિશ અગ્નિ સમાન. આહીં દૂતી પિતાના દૂતીપણાનો નિષેધ કરે છે, પરંતુ વાસ્ત વમાં આમાં દૂતીપણાનો નિષેધ નથી. કેમકે એ આહીં દૂતવજ કરે છે. એથી એ નિષેધ આભાસ રૂ૫ છે. અને આહીં દૂતીના સત્ય કથન જ્ઞાપન રૂપ વિશેષની પ્રતીતિ થાય છે.
કાવ્યપ્રકાશકાર” આ પ્રમાણે લખે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com