________________
ઉપમા.
૩૫૧
યથા. વિદ્રમસ્થિત મુકતાફલ, અથવા સુન્દર પ્રવાલયુત ફૂલ અધરવર્તી હસવાનાં, ત્યારે તેઓ બનશે સમતુલ્ય.
કલ્પના એટલે બનાવટ. ચિન્તામણિ કોષકાર કહે છે: -પના વિનાયામ” એ કલ્પના બે પ્રકારની છે. માનસિક અને કાયિક, “રાધામુખથી છૂટી” આમાં માનસિક કલ્પના છે. “વિદ્ગમસ્થિત” આમાં કાયિક ક૯૫ના છે. કારણ કે વિદ્યુમ સ્થિત મુકતાફલ અથવા પ્રવાલયુકત વેતપુષ્પ વાસ્તવમાં નથી માત્ર કલ્પના છે. પરંતુ એવી કલ્પના હાથથી કરીને બતાવી શકાય છે એથી એ કાયિક કલ્પના કહેવાય છે. જોકપ્રસિદ્ધ ઉપમાનને ઉપમેય કરવામાં આચાર્ય દંડી પ્રસિદ્ધિને વિપર્યાસ લેવાથી “
વિનોપમાં” કહે છે. એને પર્યાય વિપરીતામાં છે.
- વિપરોપમાંચથા. તુજઆનન સરખું આ, જે અંભેરૂહ પ્રકાશને પામે,
દંડીના ઉક્ત ઉદાહરણમાં વિપરીતાપમા નિમિત્તસંકેત સ્થાનમાં નાયકાને સખીનું પ્રભાત સૂચન પણ થઈ શકે છે. પરકીયા નાયિકા નાયકની સાથે તળાવ કિનારે સંકેત સ્થાનમાં રાત્રિ નિગમન કરે છે ત્યાં કમલ વિકસેલાં જોઈ સખીએ નાયિકા પ્રતિ પ્રભાત સૂચન કરેલ છે.
આચાર્યદંડીએ પરસ્પરેપમાનું પ્રજન અન્યને ઉત્કર્ષ કહેલ છે, જેથી વિપર્યાપમામાં ઉપમેયના ઉત્કર્ષરૂપ પ્રોજન અર્થસિદ્ધ છે. પ્રસિદ્ધ ગુણવાળું ઉપમેય પ્રાચીનેએ માનેલ છે. એ પ્રથમ લખી ચૂક્યા છીએ. એ ઉપમેયને ઉપમાન કરવામાં ઉપમેયને પ્રસિદ્ધિમૂલક ઉત્કર્ષ સિદ્ધ થાય છે.
પરસ્પરોપની. આચાર્યદંડી પરસ્પરોપમાને અન્યોન્યાના માનીને આ પ્રમાણે એનું લક્ષણ આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com