________________
૨૨૮
વ્યા
,
પાદ આદિમાં છે.
ભરત ભગવાને ચમકના ઘણું ભેદે માન્યા છે, અનુપ્રાસાદિ તમામ એમાં આવી જાય છે. કાવ્યપ્રકાશગતકારિકાકાર આ પ્રમાણે લખે છે –
अर्थ सत्यर्थभिन्नानां वर्णानां सा पुनः श्रुति । यमकं पादतद्भागवृत्ति, तद्यात्यनेकताम् ।।
અર્થવાળે હેય, ત્યારે ભિન્ન અર્થવાળા વર્ગોની પુનઃ કૃતિ તે યમક. એ પાદ (ચરણ) અથવા ચરણના ભાગમાં વર્તવાથી તર’ અર્થાત્ તે અનેક્તાને પ્રાપ્ત થાય છે.
એક અર્થવાળા વર્ગોની પુન: કૃતિમાં લાટાનુપ્રાસ મના છે. એથી અલગપણું બતાવવા યમક વિશેષનું આ સ્વરૂપ કહ્યું છે કે બન્ને અર્થવાળા હોય તે ભિન્ન અર્થવાળા હોવા જોઈએ.
આ કથનથી એ સિદ્ધ થયું છે કે એકમાં એક અર્થ હોય, એકમાં એક અર્થ ન હોય, અને બને અર્થ વિનાના હેય ત્યાં તે ચમક જ થાય છે, પરંતુ બને અર્થવાળા હોય ત્યાં ભિન્ન અર્થવાળા જોઈએ. એ રીતિથી યમકના ત્રણ પ્રકાર થાય છે.
યથા.
છે સમર સમરસ સુભટ.” આમાં સમર શબ્દની પુનઃ કૃતિ છે. એમાં પ્રથમ “સમર” શબ્દનો અર્થ યુદ્ધ અને બીજા સમર શબ્દનો અર્થ કાંઈ નથી; કેમકે ત્યાં “સમરસ” એટલે સંપૂર્ણ શબ્દ સાર્થક વિવક્ષિત છે. “સમરસ” શબ્દનો અર્થ સમાન રસ અર્થાત એકરસ છે.
યથા મધુપરાજિપરાજિતમાનિની.” એટલે ભ્રમની પંક્તિએ માનિનીને જીતી લીધી. અથોત ઉ દીપનતાથી માનિનીનું માનમોચન કરાવ્યું. આમાં પરાજિ શબ્દની પુનઃ કૃતિ છે. એ શબ્દને આંહી બને જગાએ કાંઈ પણ અર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com