________________
ઉપમા.
૩૩૯
આહીં પણ “રેકવા" એ એક શબ્દથી પ્રતિપાદન કરવાથી એકતા બુદ્ધિ થઈને સાધારણ ધર્મ છે. બિંબ અને પ્રતિબિંબ ભિન્ન ભિન્ન થાય છે. તથાપિ સહશતાથી એક છે, એ ન્યાયથી એવા ધર્મોને વિંવર્ધવાવાપન્નધર્મ કહે છે. આ
૩પતિ , જે ધર્મ ઉપમેય અને ઉપમાનમાંથી એકમાં રહેતે હેય અને બીજામાં આરેપિત હોય એ વારિત વર્ષ કહેવાય છે.
યથા.
नीरज इव विकसित नयन. આમાં વિકાસ ક્રિયારૂપ ધર્મ વાસ્તવમાં નીરજમાં જ પ્રસિદ્ધ છે. નયનમાં તે આરોપિત છે, કેમકે નયનમાં ઉન્મીલન ક્રિયા છે, એ વિકાસક્રિયાથી ભિન્ન છે.
वस्तुप्रतिवस्तुभावापन्नधर्म. ઉપમેય અને ઉપમાન બન્નેમાં રહેવાવાળે એકજ ધર્મ અને પ્રતિ બેવાર કહેવામાં આવે એ રસ્તુતવહનુમાવાપન્ન ધર્મ છે. “આપન્ન”ને અર્થ પ્રાપ્ત, વસ્તુ ઉપમેય, પ્રતિવસ્તુ ઉપમાન અને ભાવ સ્થિતિને પ્રાપ્ત થએલ જે ધર્મ એ વસ્તુ પ્રતિવસ્તુ ભાવાપન્ન ધર્મ છે. એ ધર્મ ભિન્ન ભિન્ન શબ્દથી કહે એ પુનરૂકિત નિવારણ માટે છે.
યથા,
વાયુથી વિધૂનિત થએલી માલતીની પેઠે સીતા દશશીશના ભયથી કંપિત થવા લાગી.”
આમાં સીતા અને માલતીની ઉપમેય ઉપમાનતા છે, તે એના કંપિત થવા રૂપ ક્રિયા સાધને કંપન અને વિનિત પર્યાય શબ્દથી બન્ને પ્રતિ બે વાર કહેલ છે. આહીં એકજ ધર્મના પર્યાયથી બે વાર કહેવાથી પણ ઉપમાની સિદ્ધિ છે, એથી વતરિવામાવાપન્ન થયે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com