________________
કાવ્ય વૃત્તિઓ.
૧૮૧ ઉત્સાહ કરનારે છે. આ પદ્યમાં સર્વથા સમાસને અભાવ હોવાથી વૈદભી રીતિ છે, અને વળી ક, ચ, ત, ૫, ગ, જ, દ, બ, ણ, ન, મ, શ, ષ, સ, હ, ય, ર, લ, વ, અનુસ્વાર એટલા સિવાય અન્ય વર્ણને અભાવ છે, માટે ઉપરના લક્ષણ મુજબ મધુરાવૃત્તિ છે, વળી આમાં સંગ નામને શૃંગાર બતાવે છે, તેથી કરીને તેમાં રહેલ માધુર્યની પણ વ્યંગ્યતા છે.
સીતાજીને પૃથ્વી પ્રવેશ થયા પછી સીતાને આગળ ઉભેલાં માનીને રામચન્ટ મનને વિષે શેકયુક્ત વાકય કહે છે –
ये, कुंदं मिलिन्दानां वृन्दं चेन्दीवरं वरं । मन्दं सुन्दरि विन्दन्ती सेन्दिरा धरणीं गता ॥
હે સુન્દરિ! જે તું મુખવડે અર્ધા ઉઘડેલા કુન્દના પુષ્પને, કેમલ હાસ્યથી ચન્દ્રને, કુટિલએવા કેશના સમુહથી ભ્રમરાના સમુહને અને વિશાળ નેત્રથી કમળને પણ તુચ્છ માનતી હતી; આકારથી પણ સાક્ષાત લક્ષ્મી હતી તે તું અત્યારે પૃથ્વીમાં ગઈ માટે મદ્ ભાગ્યયુકત મને ધિક છે.
આમાં ઉપર પ્રમાણેજ રીતિ અને વૃત્તિ સમજવી, પણ અહીંયાં કરૂણારસદ્વારા માધુર્યગુણ રહેલો છે. કેઈએક કૃષ્ણરૂપી નાયકને કહે છે:--
सा शंपां कंपयंतीव चंपकैरपि कंपते ।
अंतरंगमनंगोयमंगनानां यदिङ्गति ॥ હે કૃષ્ણ! તે રાધા અતિશય કાન્તિવડે જાણે વિજળીને કંપાવતી હાય નહી તેમ કંપ્યા કરે છે, કારણ કે આ મદન અંગનાઓના અંતરંગને સ્વાધીન કરી દે છે. અહીંયા પણ ઉપર પ્રમાણે બતાવેલ કરૂણરસના ઉદાહરણ કરતાં આમાં વિપ્રલંભ શૃંગારરસદ્વારા માધુર્યની અધિકતા છે.
સુવર્ણ અને કામદેવ, એ ચંચલ પુરૂષને જ વશ કરે છે, પણ સ્થિર બુદ્ધિવાળાને વશ નથી કરી શકતા. તેથી કરીને હું અદ્વૈત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com