________________
અલંકાર અલંકાર,
છે. આ કાવ્યમાં ઉપમા અર્થની શોભા કરે છે, એથી અહી થગ્રંવાર છે.
કાવ્યને શોભા કરનારા અનુપ્રાસ ઉપમાદિ ધર્મ રસાદિકેને ભલે શભા કરે પણ અલંકારપણું તે કાવ્યને શોભા કરવા માત્રથીજ સિદ્ધ થઈ જાય છે. અનુપ્રાસ ઉપમાદિકેની અલંકારપણા માટે રસપર્યત અનુધાવન કરવાની આવશ્યક્તા નથી.
ધેરીએ અલંકારનું નામ ચિત્ર પણ આપ્યું છે.
કેતર કામને ચિત્ર કહે છે. પાષાણના સ્તંભઆદિમાં વેલ, બુટ્ટા, આદિ કતરણું કરવામાં આવે તે ચિત્ર છે. એ ચિત્રથી તંભાદિની શોભા થાય છે તેમ શબ્દ અને અર્થની રચનાથી શબ્દ અને અથરને શોભા પ્રાપ્ત થાય છે.
“પુચ્છ હલાવવાથી સિધુની નિર્મળતા દૂર કીધી” આ શબ્દ રચનામાં ચિત્ર નથી પણ આને બદલે “પુચ્છ ઉછાલવાથી જલનિધિની સ્વચ્છતા દૂર કીધી.” આમ હેય તે એ શબ્દરચનામાં અનુપ્રાસરૂપ ચિત્ર છે એ શબ્દની શોભા કરે છે.
“અતિ ઉંચા ગજરાજ છે તેને મદની ધારા વહે છે. આ અર્થની રચનામાં ચિત્ર નથી પણ આની જગાએ “ગિરિજેવા ગજરાજ છે, અને જળઝરણ જેવી મદધાર ચાલે છે. આમ હોય તો તેમાં ઉપમા ચિત્ર છે. એ અર્થની શોભા કરે છે. પ્રાચીનોએ એ “ચિત્ર” શબ્દને અર્થ વિચિત્ર મા જણાય છે. જેમ કેતરણવાલા પાષાણુ સ્થંભમાં સ્થંભ અને કતરણ અને પાષણમય છે. તેમ અહી પણ જે શબ્દમાં ઉક્ત ચિત્ર છે તે શબ્દ અને શબ્દનું ચિત્ર બંને શબ્દમય છે, અને જે અર્થમાં ઉક્ત ચિત્ર છે તે અર્થ અને અર્થનું ચિત્ર બંને અર્થમય છે. તેમજ રસ અથવા ભાવ બીજા રસ ભાવને શેભાકર બને ત્યાં રસદાદિ અલંકાર થાય છે. પરંતુ સંચારી દશામાં ભાવ રસના પિષક બને છે, તે પણ તે રસના અવચવભૂત હેવાથી એને અલંકારપણું પ્રાપ્ત થતું નથી. કેમકે મનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com