________________
૫૪
કાવ્ય શાખ. ક્યાં કયાંઈ વિના અલંકારના પણ જે શબ્દાર્થ હોય તે કાવ્ય. આ કહેવાથી કેઈ નિયમ સ્થિર ન થયે. કેવળ એટલી જ વાત વિદિત થઈ કે ચાહે અલંકાર હેય, ચાહે ન હોય, જેના કહેવાની આવશ્યકતા કાંઈ નથી, એથી કરીને એ વ્યર્થ વિશેષણ છે, કાવ્યમાં અલ કારથી કેવળ ઉત્કર્ષ આવે છે પણ કાવ્યત્વ નહિ. દેષ, ગુણ અને અલંકારાદિના વિષયમાં વનિકારે આમ લખ્યું છે.
काव्यस्य शब्दार्थों शरीरं रसादिश्चात्मा गुणाः शौर्यादिवदोषाः काणत्वादिवद्रीतयोऽवयवः संस्थानविशेषवदलंकाराः कटककुंडलादिवत्
શબ્દ અર્થ કાવ્યનું શરીર છે, રસાદિ આત્મા છે, ગુણ શર્યાદિની પેઠે છે, દોષ કાત્વાદિની પેઠે છે, રીતિ અંગેના એક વિશેષ પ્રકારથી આગળ પાછળ સ્થાપિત થવાની પેઠે છે, અને અલંકાર કંકણ કુંડલાદિની પેઠે છે.
આ લક્ષણને ઉલો નીચે પ્રમાણે છે – "शब्द औ अर्थ शरीर गुनौ रस आदिका काव्यको जीव बखानौ सूरता आदिलों है गुण औ पुनि अंधता आदिलों दोपनि जानौ अंगनके कोउ ढंग विशेष सों थापित होन लों रीतिहि मानौ कंकन कुंडल आदि लों आहिँ अलंकृति यों उर अन्तर आनौ."
બીજું લક્ષણ સાહિત્ય પરિચયમાં આ લખ્યું છે – "अद्भुत वाक्यहि ते जहां, उपजत अद्भुत अर्थ लाकोत्तर रचना जहां, सो कहि काव्य समर्थ."
અદ્દભુત વાક્યથી જ્યાં અદ્દભુત અર્થ ઉત્પન્ન થાય અને જ્યાં લોકોત્તર રચના હોય ત્યાં તેને સમર્થોએ કાવ્ય માનેલ છે. “પ્રભુત વાવ” ના બે અર્થ થઈ શકે છે. એક એ કે એના અર્થમાં અદ્ભુતતા હોય, અને બીજું એ કે એના શબ્દોમાં અદભુતતા હેય. એમાંથી જે અહીં પહેલો અર્થ લઈએ તે અભુત” વિશેષણને
૧ આ ધનિકારના લક્ષણનું કાવ્યપ્રકાશકારે કયાંઈ ખંડન કર્યું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com