________________
શબ્દ શક્તિ.
૯૩
આંહી વેદ એજ બ્રહ્મ અને યદુનાથ એજ ધન હાવા છતાં વેદ બ્રહ્મતુલ્ય અને યદુનાથ ધન જેવા કહી વેદની અને બ્રહ્મની તેમજ યદુનાથની અને ધનની જુદાઇ બતાવી, પણ અર્થ તા અભિન્નતા પ્રતિપાદકજ થાય છે.
प्रयोजनवती लक्षण लक्षणा सारोपा.
યથા.
વ્હાલા વૃજવઠ્ઠલનાં દર્શન અમારે મન,
મહા સુખરૂપ સદા ઠરવાનુ ઠામ છે. પાપીને પવિત્ર પાત્ર બનાવી પ્રસિદ્ધ રીતે, મુક્તિ આપનારૂં માત્ર કેશવનું નામ છે. અધમ ઉધારણ દયાળુ દીનમન્ધુ તણું, શ્રદ્ધાયુક્ત સેવન એ દાસતા દામ છે. ગાન કરવાને ર્યેાગ્ય ગુણેા ગિરિધારી તણા, ધ્યાન કરવાને યોગ્ય શ્યામ અભિરામ છે.
આંહી વૃજવલ્લભનાં દર્શન એ કારણુ અને સુખ કાર્ય હાવાથી કાર્ય કારણુ સંબંધે તાદાત્મ્ય સમધની પ્રતીતિ થાય છે. વૃજવલ્લભનું દર્શન એજ સુખ છે, સ્વરૂપથી તે જુદાં નથી છતાં સુખને ખો પદાર્થ બતાવ્યા, સુખ આરેપ્યમાન અને દર્શન આરાપ્ય વિષય હાવાથી સારોપા, મુક્તિ આપનાર માત્ર કેશવનું નામ છે અર્થાત્ બીજાનું નથી એ ધ્વનિ નીકળવાથી હશળક્ષના ફળ પ્રત્યક્ષ છે જેથી મોબનવતી.
निरूढाउपादान लक्षणा साध्यवसाना.
યથા.
።
કાળા દાડે છે અને, લાલ કૂદતા જાય;
ભાલાંના માર્યા ભલા, ભડ પણ હાય પૌંડાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
""
www.umaragyanbhandar.com