________________
૧૦૭
કાબ છે. સમય બતાવે છે, એથી તેની પરપુરૂષ સાથે રમણ કરવાની ઈચ્છા તેની માતા ન જાણે તેમ વ્યંજિત થાય છે.
लक्ष्यार्थ व्यंग्यथी व्यंग्य.
યથા
સહી દંત નખ દેહે, ધન્ય ધન્ય કરી કરણ મુજ માથે હદ હિતસ્વિની થઈને, રાખી આવી તું નેહ લાલ સાથે.
આહીં “ધન્ય ધન્ય” અને “હિતસ્વિની” એ શબ્દ પિતાના મુખ્યાર્થીને બાધ કરી “ધિક્ ધિક અને અહિત ઈચ્છનારી” એ અર્થ પ્રકટ કરે છે એ લદ્યાર્થ. અને દંત અને નખના ક્ષત શરીરે સહન કરી લાલથી સનેહ રાખી આવી અર્થાત્ સંગ કરી આવી એ વ્યંગ્ય. હવે પિતે દુઃખી થએલ છે અને દૂતીના અપરાધને જાણે છે છતાં તેને છૂપાવે છે એ બીજે વ્યંગ્ય.
व्यंग्यथी व्यंग्य.
યથા, નલિની પત્ર નિશ્ચલ છે, તે પર બક બેઠા છે તૐ ત્રાસ; જાણે મતપાત્રે, વિમળ શંખને અડગ હોય વાસ.
આહીં નલિની પત્ર નિશ્ચલ છે અને તેના ઉપર બગલે ભય તજીને બેઠા છે જેથી સ્થાન નિર્જન છે, એ વ્યંગ્ય નીકળે છે, અને પાસે રહેલા નાયકને “ ત્યાં વિહાર કરવા ચાલે” એવું સૂચવવા રૂપ બીજે વ્યંગ્ય પ્રક્ટ થાય છે.
વય મે કાવ્યના ત્રણ ભેદ છે. ૧ ઉત્તમ, ૨ મધ્યમ, અને ૩ અધમ.
उत्तम काव्यनां लक्षण. કાવ્ય પ્રકાશકાર લખે છે – इदमुत्तममतिशयिनि व्यङ्गये वाच्या निर्बुधैः कथितः
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com