________________
કાવ્ય શાસ્ત્ર,
रमणीयता च लोकोत्तराहादजनकज्ञानगोचरता
“અલૈકિક આહ્લાદ ઉત્પન્ન કરવાવાળા જ્ઞાનની ગેચરતાએ રમણીય ” કાવ્યના જે લક્ષણ મળી આવે છે એ સર્વની અપેક્ષાએ આ લક્ષણ ઉત્તમ અને માનનીય છે. સર્વથી માટે પ્રશંસનીય અને ધ્યાન દેવા ગ્ય ગુણ આ લક્ષણમાં એ છે કે અલંકાર, દેષ, ગુણ અભુતતા આદિ સર્વની તકરાને ત્યાગ કરી કાવ્યને મુખ્ય ધર્મ કેવળ “જળીવાર્થપતિ રા” નું હોવું માને છે કે જે નિમિત્ત કાવ્ય બનાવવામાં આવે છે, અર્થાત્ આનંદેત્પાદકતા. જે સૂક્ષ્મ દષ્ટિથી દેખાય તો અલંકારાદિની પ્રતિષ્ઠા અને એના ઉપર ધ્યાન આપવાની આવશ્યક્તા એના દ્વારા વાકયમાં રમણીયતા લાવવાને નિમિત્ત છે. નહિ તે એના પિતાના હાવા ન હોવાથી કાંઈ લાભ હાનિ નથી. એટલા માટે કાવ્યના સમ્યફૂલક્ષણમાં મુખ્ય ધર્મ એ માનવો જોઈએ કે જેની ઉત્પત્તિને અલંકારાદિ સાધક માત્ર છે.
જ્યાં સુધી આ રીતિથી કાવ્યનું લક્ષણ ન કરવામાં આવે ત્યાં સુધી અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિથી એનું રહિત હોવું જે અસંભવ નહી તો દુ:સાધ્ય તે અવશ્યક છે. કેમકે પ્રથમ તો રમણીયતાના સાધકોના ઘણા છે. એમાંથી કયાંઈ એક, કાંઈ અને કયાંઈ અધિક રહે છે. અને બીજું એ કે જેટલા મુખ્ય મુખ્ય સાધક સાધારણ માનવામાં આવે છે એના સિવાય પણ કયાં કયાંઈ કઈ વિશેષ સાધક મળી આવવાની સંભાવના છે. આવી દશામાં જે રમણીયતાના સાધકના હોવાને મુખ્ય ધર્મ માનીને કાવ્યનું લક્ષણ કર્યું હોય તો પ્રથમ તે રમણુંથતાના સર્વ સાધકનું નિશ્ચિત હોવું આવશ્યક છે. પણ તેમાં અતિ મુશ્કેલી રહેલી છે. આ વાતનું પૂર્ણ સ્થાપિત થવું ઉચિત છે કે, આ સાધનેમાંથી એક અથવા અધિક જ્યાં આવશે ત્યાં અવશ્ય રમgયતા થશે. જો કે અમારી સમજમાં એ સ્થાપિત થઈ શકતું નથી, તે પણ એવા ઉદાહરણો ઘણું મળી આવે છે કે જેમાં અલંકારાદિ હોવા છતાં પણ રમણીયતા નથી હોતી. આ કઠિણતાના કારણથી બધા સાહિત્યકારોનાં કરેલાં કાવ્યનાં લક્ષણે અયુક્ત રહી ગયાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com