________________
૮૮
કાવ્ય શાસ્ત્ર.
સુધા, પ્રાણ અને મૃત્યુ આરોગ્યમાનની સાથે આરાધ્ય વિષય–આનંદ શાન્તિ, સુખ તથા દુ:ખ પણ છે.
એકની સમતા બતાવવાને માટે બીજાને મુખ્ય સ્થાન આપવામાં આવે ત્યાં સધ્ધિવસાના સમજવી, અથવા જ્યાં આરામ્યમાનઉપમાન હોય અને આરોગ્ય-વિષય ઉપમેય ન હેાય છતાં આરા વિષયને પ્રકટ કરે તે સાધ્યવસાના જેમકે—
99
- ચા
વારંવાર વિનવુ શૃંગાર સજવાની મને, ઝેર જેવી વાત મ્હેર લાવી કંઈ હે નહીં; અધ મુખ રાખી:મુંગી મરી રહે એક માજી, ભૂલ્યે પણ ખાનપાન કેરૂ નામ લે નહી; વેરણ આ વખત કરેલી સજ્જ શમ્યા પર, અગણિત અંગારા મિછાવી દુ:ખ દે નહીં; કરે છે પ્રયાણુ તણી ઇચ્છા મુજ પ્રાણ ધન; ખખર એ આજ શુ તે સાંભળેલ છે નહીં ? આંહી સખીને વેરણુ કહી, પુષ્પને અંગારા કહ્યા. સખી અને પુષ્પની સમતા બતાવવાને માટે વેરણ તથા અગારાને મુખ્ય સ્થાન આપ્યું. એટલા માટે સય્યવસાના સમજવી. આમાં વેરણુ અને અ ગારા આરાપ્યમાન છે, સખી અને પુષ્પ આરાપ્ય નથી, છતાં આરોગ્યના વિષય જે દુ:ખ તે દેખાઇ આવે છે.
હવે પ્રથમ યોજ્ઞનવતી રક્ષળા ના શુદ્ધા અને ગૌળો એવા જે એ ભેદ લખી ગયા તેમાં જ્યાં મુખ્ય અને લક્ષ્ય અર્થમાં સાદૃશ્ય વિનાના ક્રિયા સંબંધ જણાતા હાય ત્યાં ગુફ્તા અને જ્યાં ગુણવ વાચ્યું તથા લક્ષ્ય એ ઉભય અર્થાંમાં સાદૃશ્ય સંબંધ જણાતા હાય ત્યાં તોળી સમજવી.
शुद्धा उदाहरण.
યથા
“ગેાપ કૃષ્ણ મુજને સખી, મળ્યા માર્ગ મેઝાર; કરથી વીંટી કાઢીને, હોં હૃદયના હાર.
p
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com