________________
પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ.
આટલી વાત આ સબંધમાં અમે પણ કહીએ છીએ કે કાવ્યનાં આહૂલાદત્પાદકતાના કારણેમાંથી સર્વથી ઉત્તમ તથા પ્રધાનકારણ રસ છે; અને એ પણ અમે સ્વીકારીએ છીએ કે રસયુક્ત કાવ્યથી જે આનંદ પ્રાપ્ત થાય છે તે બીજા પ્રકારના કાળેથી કદાપિ નથી થઈ શકતો. રસયુક્ત કાવ્યને આનંદ એક ભિન્નજ પ્ર. કારનો હોય છે. એ આનંદ વસ્તુ તથા અલંકારપ્રધાન કાવ્યત્પા દિત આહૂલાદની અપેક્ષાએ અધિક ચિરસ્થાયી તથા ઉચ્ચતર છેણીને છે. અને એને કાંઈ સ્વાદ પણ રજ છે. તે પણ કાવ્યત્વનો હેતુ વાક્યનું રસાત્મક થવું આવશ્યક નહી માનવામાં આવે.
અહી આ વાત ઉપર પણ કાંઇ વિચાર કરે જોઈએ કે આ લક્ષણની અયુક્તતા ઉપર લેકએ ધ્યાન કેમ નથી દીધું અને આને કેમ અંગીકાર કરતા આવ્યાં ? એના મુખ્ય કારણ ત્રણ જાણવામાં આવે છે. પહેલું કારણ તો એ કે રસ શબ્દને વિશેષ અર્થ માનીને સાહિત્યકારેએ એનું લક્ષણ કર્યું છે. એ સિવાય આ શબ્દ આનંદ, આહલાદને પણ વાચક છે. એટલા માટે અને અર્થોમાં ગડબડ થઈ જાય છે. તેમજ સંભવ છે કે કાવ્યનું લક્ષણ કરતાં તથા સમજતી વખત રસનો અર્થ આનંદ ધ્યાનમાં ન રહે. બીજું કારણ એ છે કે રસયુકત કાવ્યને આનંદ અધિક રિચત્તાકર્ષક હોવાના કારણે થી લેકે એના ઉપર અધિક પ્રીતિ રાખે છે અને ધ્યાન દે છે; તેમજ એને બહુધા રચે છે તથા ભણે છે, તે એવી દશામાં
રસપુર” વિશેષણને પિતાની રૂચિને અનુસાર પામી એને પ્રસતાપૂર્વક અંગીકૃત કરી લે તે કાંઈ આશ્ચર્ય નથી, ત્રીજું કારણ એ છે કે રસયુકત કાવ્યને અધિક પામવાથી કાવ્યના સબંધમાં રસનું જ ધ્યાન વિશેષ રહે છે, જેમ કઈ કઈને સો વખત દેખે તેમાં એંશી વખત લાલ કપડાંથી દેખે અને વશ વખત બીજાં કપડાંથી દેખે તો એ માણસના ધ્યાનમાં લાલ કપડાં જ બહુધા રહેશે, એ નિ:સંદેહ છે. જે રસને અર્થ એક વિશેષ પ્રકારને લોકોત્તર આનંદ માનીને રસયુ વાવા” કાવ્યનું લક્ષણ કર્યું હોય તે નિ:સંદેહ માનનીય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com