________________
પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ શ્રુતિકડુત્વાદિ દેષ છતાં સૈકુમાર્યાદિ ગુણવડે ? તથા અનુપ્રાસ ઉપમાદિ અલંકારેવડે પણ શું ? અર્થાત ગુણ અને અલંકારવૃથા છે. માટે કાવ્યમાં નિર્દોષ અને સત્ એટલે અલંકારેને પણ પિતાના સ્વરૂપમાં અંતભવ કરી દેવાને સમર્થ એવા ગુણો ઉપર પંડિતાએ આદર રાખે. જે સ્ત્રી પુરૂષના શરીરને વિશે અવિવેકાદિ દે હાથ તે સુરૂપસ્વાદિ ગુણ તથા હારાદિ અલંકારે વૃથા છે. માટે અવિવેકાદિ દેષરહિત અને સુરૂપહારાદિ ગુણે સહિત શરીર હોય તેજ શેભે છે. તેમજ કાવ્યમાં જાણવું.
धर्मा रसा लक्षणानि रीत्यलंकृतिवृत्तयः ।
रसिकाहादका ते काव्ये सति च षड्गुणाः॥ કાવ્યમાં કયા ગુણે હોવા જોઈએ અને તે કેટલા પ્રકારના એવી અપેક્ષામાં કહે છે. “ઘ ” ઈત્યાદિ-ધર્મ એટલે માધુર્યાદિ ગુણે તથા રસ એટલે શૃંગારાદિ રસે, લક્ષણ એટલે શોભાદિ અક્ષરસંહતિ તથા રીતિ એટલે ગેડી, પાંચાલી ઇત્યાદિ તથા અલંકૃતિ એટલે અનુપ્રાસ ઉપમાદિ અલંકારે, ને વૃત્તિ એટલે મધુરાદિ અને શકિત આદિ વફ્ટમાણ. એ છ ધર્માદિ પદાર્થો રસિક જનને આહૂલાદ કરનારા છે. માટે કાવ્યમાં છએ ગુણ કહેવાય છે. જેમ સગુણ બ્રહ્મ ઈશ્વરમાં ધર્મ, રસ એટલે અદ્વૈતાનંદરૂપ મોક્ષ, લક્ષણ એટલે અણિમાદિ ઐશ્વર્ય, રીતિ એટલે સત્ પાલનાદિ વ્યવહારમૂલકાશ, અલંકૃતિ એટલે અલંકારસાધ્ય શોભા જેનો અપર પર્યાય છે એવી શ્રી, વૃત્તિ એટલે વેરાગ્યવડે વર્તન. પરમેશ્વરમાં એ છ ગુણે ભક્તિરસિક મુમુક્ષુઓને આહૂલાદ કરનારા છે તેમ કાવ્યમાં પણ જાણવા.
કાવ્યપ્રકાશમાં “તપ” ઈત્યાદિમાં તો રસ, રીતિ અને વૃત્તિ એ ત્રણે લીધેલ નથી અને તમે તે કાવ્યલક્ષણમાં ત્રણે લીધાં છે માટે પરસ્પર વિરોધ કેમ નહી? એનું સમાધાન એ છે કે અમારા કહ્યા પ્રમાણેજ કાવ્યપ્રકાશકારો અભિપ્રાય છે. તે એવી રીતે કે સગુણ નિર્દોષ સાલંકાર અથવા કયાંક ગુઢાલંકારયુક્ત જે શબ્દાર્થ તે કાવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com