________________
૩૯
પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ. કહેવાથી શું? નાટયન જેટલાં અંગો છે તે પણ બહુધા રસના વ્યંજક છે માટે તેમને પણ કાવ્યપણુ પ્રાપ્ત થશે. એણે કરીને કેઈએ માન્યું છે કે રસના ઉદ્દબોધન કરવામાં જે સમર્થ તેજ કાવ્યલક્ષણથી લક્ષ્ય છે, તેનું પણ ખંડન જાણવું. પૂર્વોક્ત ત્રણે મતને લગતું સાધારણ દૂષણ આપે છે કે કાવ્યપદની અર્થ ઉપર પ્રવૃત્તિમાં જે નિમિત્ત તે શબ્દાર્થસમૂહમાંજ રહ્યું છે, અથવા પ્રત્યેકમાં રહ્યું છે. જે કહેશે કે નિમિત્ત સમુદાયમાં રહ્યું છે. તે જેમ “ નૌ” બે છે તે એક કહેવાય નહી. એ વ્યવહારની પેઠે શ્લોકવાકય કાવ્ય નહિ એવા વ્યવહારની આપત્તિ આવશે. કેમકે કાવ્યત્વરૂપ નિમિત્ત સમુદાયમાં રહ્યું છે, કેવલ શબ્દમાં નથી. માટે નિમિત્ત પ્રત્યેકમાં છે એ પક્ષ પણ ઘટે નહી, કેમકે એક પદ્યમાં કાવ્યદ્રય વ્યવહારની આપત્તિ આવશે, માટે વેદપુરાણનું લક્ષણ જેમ કેવલ શબ્દ વિષે ઘટે છે, તેમજ કાવ્યનું લક્ષણ પણ કેવલ શબ્દ વિષે અંગીકાર કરવું તેજ ઉચિત છે. લક્ષણમાં ગુણલકારાદિકનો નિવેશ પણ ઉચિત નથી. કેમકે “ઉહિત મve૪ વિધ” ચન્દ્રમડલ ઉદય પામ્યું. આ દૂતીનું અભિસાર વિધિપર અને અભિસારિકાનું નિષેધ પર તથા વિરહિણનું જીવનના અભાવપરના વાક્યમાં તેમજ નડતમ” સૂર્ય અસ્ત પામ્ય ઈત્યાદિ વાકયમાં ગુણ અલકારને અભાવ છે. માટે આ કાવ્ય અકાવ્ય છે એવી પણ શંકા કરવી નહીં. કેમકે જેમ તમારા અભિમત કાવ્યમાં તેમજ આ વાક્યમાં પણ કાવ્યનું જીવનરૂપ ચમત્કારીપણું સરખું છે. માટે ઉપરનું વાકયા અકાવ્ય કહેશે તે તમે માનેલું કાવ્ય પણ અકાવ્ય કેમ ન હોય? વળી ગુણાલંકારની કાવ્યમાં અનુગતિ પણ નથી. તેમજ “સુ ” દુષ્ટ કાવ્ય છે, આ વ્યવહારને બાધક વિના લાક્ષણિક માનવે તે પણ અયુક્ત છે. “સંયોજમાવવાના સંગી' મૂલમાં પશ્ચિ સંયેગના અભાવવાળો વૃક્ષ શાખાને વિષે પક્ષિ સંગી છે. આની પેઠે અંશ ભેદે કરીને દુષ્ટ કાવ્ય આ વ્યવહારમાં કોઈ બાધક નથી એમ શંકા પણ ન કરવી. કેમકે જેમ મલમાં પક્ષિ સંગે રહિત વૃક્ષ શાખાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com