________________
. .
પ્રાચીન સતાવ.
પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ
વાય એને એમ પ્રશ્ન કરીએ કે કયા વિષયના ચતુરની રચનાને કાવ્ય કહેવું? તે એને અવશ્ય કહેવું પડશે કે “કાવ્યમાં ચતુર.” બસ, પછી અન્યોન્યાશ્રય દેષ આવી જશે. કેમકે એના કહેવા પ્રમાણે અર્થ એ થયો કે જે કવિ બનાવે એ કાવ્ય અને કાવ્ય બનાવે તે કવિ. કવિની સાધારણ રાતદિવસની વાતચિતમાં પણ આ લક્ષણની અતિવ્યાપ્તિ થાય છે. નિરસ વચનરચનાના કાવ્યથવામાં કવિજી આ પ્રમાણ આપે છે કે જે વાકય વ્યવહારમાં કહેવામાં આવે છે. “અમુક કાવ્ય નિરસ છે, જેનાથી નિરસ વાક્યનું કાવ્ય થવું સ્પષ્ટ છે. મારી સમજ પ્રમાણે વાયવ્યવહારનું પ્રમાણ આ વિષયમાં માનનીય નથી. કેમકે વાક્ય વ્યવહારમાં ને “શબ”ને મરેલા મનુષ્ય કહે છે, પરંતુ વાસ્તવિકમાં મૃતકને મનુષ્ય સમજવું એજ અનુચિત છે. હવે બાકી એ રહી ગયું કે નિરસ વચનની રસનાને વાસ્તવિકમાં કાવ્ય કહેવું કે નહિ એ વાતને વિચાર આગળ કરવામાં આવશે.
સૂરતમિત્રે સાહિત્યપરિચયમાં ચાર લક્ષણ લખ્યાં છે. એ એક એક ઉપર પૃથક્ પૃથક્ વિચાર કરીએ છીએ.
ત્તત્ત રાય , અતિચાપત વિચાર” જ્યાં અલક્ષ્યમાં લક્ષણના ધર્મો મળી જાય ત્યાં અતિવ્યામિ દોષ જાણવો. જે લક્ષમાં બે અથવા અધિક ધ કહેવાયા હોય અને એમાં એક વા અધિક ધર્મ પૃથફ પૃથફ અલક્ષ્યમાં પ્રાપ્ત થાય પણ સર્વ ધર્મ એકજ અલક્ષ્યમાં ન પ્રાપ્ત થાય તે એવા લક્ષણમાં અતિ વ્યાપ્તિ દેષ આવતું નથી. જ્યારે લક્ષ્યના વિષયમાં જે કાંઈ કહેલું હોય તે તમામ અલક્ષ્યમાં પણ પ્રાપ્ત થાય ત્યારે અતિવ્યાપ્તિ દોષ થાય છે.
૧ જે બે વસ્તુઓના વર્ણન એ પ્રકારે હોય કે પહેલાના વર્ણનમાં બીજાને આશ્રય અને બીજાના વર્ણનમાં પહેલાનો આશ્રય લેવામાં આવે તે એવા વર્ણનમાં જે દેવ થાય છે, એને “અન્યોન્યાશ્રય” કહે છે. જેમ કાઈ કહે છે કે “ધન તે છે, જે ધનીની પાસે છે ” અને “ધની તે છે કે જેની પાસે ધન છે.” પહેલા વાકયમાં ધનનું વર્ણન ધનીના આશ્રયથી કર્યું. અને બીજા વાકયમાં ધનીનું વર્ણન ધનના આશ્રયથી કર્યું. આવા વર્ણનથી વર્ણનીયના વિષયમાં કાંઈ નવી વાત જાણવામાં આવતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com