________________
કાવ્ય શાસ્ત્ર, વિષે પક્ષિ સગવાન છે, એવી પ્રતીતિ થાય છે, તેમ આ પદ્ય પૂર્વાધમાં કાવ્ય અને ઉત્તરાર્ધમાં કાવ્ય નહી એવી રીતે વિશ્વ પ્રસિદ્ધ અનુભવને અભાવ છે. તથા દોષને અવ્યાખવૃત્તિપણુ પણ અયુક્ત છે. માટે અંશભેદ કલ્પના પણ અયુક્ત છે. શર્યાદિકની પેઠે આત્માના ધર્મગુણનું તથા હારાદિકની પેઠે શોભાવનારા માત્ર અલંકારેનું શરીરને વિષે ઘટકત્વ પણ અનુપપન્ન છે. “સરસવ મિતિયાદિ
ચઢળે નિત” જે રસવાલું તેજ કાવ્ય એ પ્રકારે જે સાહિત્યદર્પણમાં નિર્ણય કર્યો છે તે પણ યુક્ત નથી. કેમકે વસ્તુતાએ જેમાં વસ્તુ માત્ર અથવા અલંકાર માત્ર મુખ્ય છે, એવાં કાવ્યોને અકાવ્યતાની આપત્તિ પ્રાપ્ત થશે. ઈષ્ટપત્તિ પણ માની શકાય નહિ; કેમકે તેમ માનતાં મહાકવિઓને સંપ્રદાય આકુલ વ્યાકુલ થઈ જશે. કેમકે “જલ પ્રવાહના વેગ નિપતન, ઉત્પતન ભ્રમણ તેમજ કપિ બાલેના વિલાસ મહા કવિજને વર્ણન કર્યા છે, પણ તેમાં કઈ રસ નથી. યથાકથંચિત્ પરંપરાએ રસને સ્પર્શ તેઓમાં છે એમ પણ માની શકાય નહી. કેમકે એવી રીતને રસસ્પર્શ તે “શ્ચારિ” “જmોધતિ” ગાય ચાલે છે, મૃગ દેડે છે, ઈત્યાદિ વાક્યમાં પણ સંભવે માટે ત્યાં પણ લક્ષણને અતિ પ્રસંગ થઈ જશે. કેમકે પદાર્થ માત્ર વિભાવ અનુભાવ વ્યભિચારીમાં જે તે એક રૂપજ હોય છે. માટે પરંપરાએ રસસ્પર્શ ત્યાં પણ સંભવે છે, તે અતિ પ્રસંગ આવશે માટે દકત લક્ષણ પણ સમીચીન નથી.
બસાહિત્યસરકાર” લખે છે – तत्र निर्दोष शब्दार्थगुणवत्त्वे सति स्फुटम् । गद्यादिवन्धरूपत्वं काव्यसामान्यलक्षणम् ।।
શ્રુતિ કટુત્વાદિ દોષ રહિત તથા સૈકુમાર્યાદિ ગુણો સહિત શબ્દ અર્થ જેમાં હેય એ જે ગદ્યપદ્યાદિ રૂપ બંધ અથાત્ પ્રબંધ તે કાવ્ય. એ રીતે કાવ્યનું સામાન્ય લક્ષણ જાણવું.
दोषे सति गुणैः किंवा किंवालंकरणैरपि ।
अतो निर्दोषसाद्गुण्यमेवात्राद्रियतां बुधैः॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com