________________
કાવ્ય નિરૂપણ.
૨૫ તેને સ્પષ્ટ રૂપથી પ્રકાશિત કરવાનું સાહસ અનુચિત જાણી પ્રથમ દેડાદોડ કરી અંતે નાક ઉપર આંગળી રાખી ગયા છે, કે જેથી જીજ્ઞાસુઓ વાંચીને ગુંચવાડામાં પડી જાય છે અને એનું નિવારણ કરી અભિષ્ટાથ સુધી નથી પહોંચી શકતા. અંતમાં નિરાશ બનીને કાવ્યકળાકવિદ કહેવરાવવાના અભિલાષીઓને ભિન્નભિન્ન ગ્રન્થના લક્ષણો અને ઉદાહરણેને કંઠ કરી રાખીને તથા અવસર ઉપર અમુકને આ મત છે એટલું કહી દેવાને પિતાનું મુખ્ય કર્તવ્ય સમજી લેવું પડે છે.
સંસ્કૃત ભાષાના પંડિતેને તે સ્પષ્ટીસ્પષ્ટ કાંઈક બંધ પણ થઈ જાય છે. પરંતુ કેવળ પ્રાકૃત જાણવાવાળાઓને તે એટલું પણ જ્ઞાન થવું કઠિણ છે. કેમકે પ્રથમ તે પ્રાકૃતમાં એવા ગ્રન્થ બહુજ છેડા છે, કે જેમાં કાવ્યના સર્વ અંગેનું વર્ણન મળી આવે, બહુધા લેકોએ તે એક એક બલ્બ અંગેનાંજ પૃથક પૃથક્ વર્ણન કરીને છેડી દીધા છે અને બીજા જે ગ્રન્થો હાલ છે તેની પરિપાટી સંસ્કૃત કરતાં પણ અતિ કઠિણ છે. પ્રાકૃત ભાષાના કવિઓના બનાવેલાં ઉદાહરણે તે બહુધા પ્રશંસનીય છે, પરંતુ જ્યાં ત્યાં લક્ષણોમાં વિશેષ ધ્યાન ન દીધાથી તેઓ પોતાના સમજેલ અર્થને પ્રકાશ પ્રયુક્ત શબ્દો દ્વારા નથી કરી શક્યા, અથવા તો પોતે જ ભૂલ ખાધી છે. આવા વખતમાં પ્રાકૃત ભાષામાં એક એવો ગ્રન્થ લખવાની આવશ્યક્તા જોવામાં આવે છે કે જેનાથી ભણવાવાળાઓને કાવ્ય સબન્ધી આવશ્યક વાતને યથાર્થ બાધ પ્રાપ્ત થાય અને પોતે પક્ષપાત છેડી વિચાર કરવાને અભ્યાસ વધારે.
સર્વથી પહેલાં જે વાતને નિર્ણય થવો આવશ્યક છે તે એ છે કે કાવ્ય કેને કહે છે, અર્થાત્ કાવ્યનું લક્ષણ શું છે? હર કેઈ કાર્ય કરવા પહેલાં મનુષ્ય આટલું સારી રીતે જાણી લેવું જોઈએ કે હું શું કરવા ચાહું છું. નહિ તે એના ઉદ્દેશ્ય સાધનમાં બાધ આવવાની સંપૂર્ણ સંભાવના થશે. જેમ કે ઘર બનાવવાવાળા કારીગરને એવી ખબર ન હોય કે આ ઘર મનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com