________________
કાવ્ય શાસ્ત્ર, अलमर्थमलंकर्तुं यद् व्युत्पत्यादिवर्त्मना ।
झेया जात्यादयः प्राहस्तेऽर्थालंकारसंज्ञया ॥ શોભાયમાન અર્થને શભા કરવાવાળાની જે વ્યુત્પત્તિ આદિ માર્ગથી જાતિ આદિ સંજ્ઞાવાલા પ્રકાર છે અને વિદ્વાનોએ અર્થાલં કાર સંજ્ઞાથી સમજવા જોઈએ. આહીં આદિ પદથી રૂઢિમાર્ગનું ગ્રહણ છે. વ્યુત્પત્તિ રહિત નામને રૂઢ કહે છે, એથીજ કેષકારે કહ્યું છે –
व्युत्पत्तिरहिताः शन्दा रूढा आखण्डलादयः । વ્યુત્પત્તિથી રહિત શબ્દ રૂઢ કહેવાય છે, જેમકે આખડલ આદિ. આખડલ નામ ઈન્દ્રનું છે.
લક્ષણ બે પ્રકારનાં હોય છે. એક તે સ્વરૂપ લક્ષણ અને બીજું તટસ્થલક્ષણ સ્વરૂપ તે આકાર અને સ્વભાવરૂપ વસ્તુસ્થિતિ છે. તટસ્થ એટલે કિનારા ઉપર રહેલ, એથી આહીં એ વિવેક્ષા છે, કે સ્વરૂપથી ભિન્ન. “ચતુર્ભુજ ” એ વિષનું લક્ષણ આકારરૂપ હેવાથી સ્વરૂપલક્ષણ છે. અને ચક્રપાણિ” એ વિષ્ણુનું લક્ષણ વિષણુના આકારથી ભિન્ન હેવાથી તટસ્થ લક્ષણ છે. “સચ્ચિદાનંદ” સત્ અર્થાત્ સત્ય, ચિત્ અર્થાત્ ચેતન અને આનંદરૂપ એ બ્રહ્મનું લક્ષણ સ્વભાવરૂપ હોવાથી સ્વરૂપ લક્ષણ છે. “ના ” એ બ્રહ્મનું લક્ષણ સ્વભાવથી ભિન્ન હોવાથી તટસ્થ લક્ષણ છે. “જગત્કતા” બ્રહ્મનું સ્વરૂપ નથી, કિન્તુ કાર્ય છે એથી એ તટસ્થ લક્ષણ છે. અમારા મતમાં વસ્તુનું સાક્ષાત્ જ્ઞાન સ્વરૂપલક્ષણથી થાય છે એવું તટસ્થલક્ષણથી નથી થતું. એથી સ્વરૂપ લક્ષણ મુખ્ય છે. અને નામ તે સ્વરૂપલક્ષણ છે. લક્ષાણું અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ દેષ રહિત હોવું જોઈએ.
___ अतिव्याप्ति दोष. જે વસ્તુનું લક્ષણ કરે એથી અતિરિક્તમાં પણ વ્યાપ્ત થઈ જાય એ લક્ષણ અતિવ્યાપ્તિ દેશવાલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com