________________
નામલક્ષણ વિચાર. છે, અને લક્ષણોની પ્રચલિતશેલીનું અનુસરણ કરેલ છે. અમારે તે એ સિદ્ધાન્ત છે કે કવિ નામ રાખે એ નામ વસ્તુના સાક્ષાત્ સ્વરૂપને જણાવવાવાળા જ હોય છે. ફરી નામાર્થથી અન્ય લક્ષણ કરવામાં અતિવ્યાત્યાદિ દેષ આવે છે, અને લક્ષણરૂપથી નામને અર્થ કરે તેપણ પુનરૂકિત દેષ આવે છે. એથી અમારૂં અનુમાન છે કે નામ રાખવાવાળા ધેરીએ લક્ષણ બનાવ્યાં નથી. જો કે અન્ય કવિ નામથી ઈતર લક્ષણ કરે છે એની ભૂલ છે. અને જે ઘેરી પોતે જ નામથી ઈતર લક્ષણ કરે તે ધેરીની ભૂલ છે. ઉપમા, ઉમ્બેલા, ઉલેખ ઈત્યાદિ અલંકારેનાં નામ તે એ અલંકારને લખવાવાળા ઘોરીએ રાખેલ છે. અને પરિકર, પરિણામ, પરિસંખ્યા ઈત્યાદિ પદાર્થોનાં નામ સૃષ્ટિના કતાએ અથવા અન્ય શાસ્ત્રોના કર્તાએ રાખેલ છે. પરંતુ એ પદાર્થોમાં અલંકાર માનવાવાળા ધેરીઓએ એજ નામ એ એ અલંકારના સ્વરૂપમાં સ્પષ્ટ પ્રકાશક હોવાથી એ એ અલંકારનાં એજ નામ અંગીકાર કરેલ છે. અલંકાર ગ્રન્થકારીએ અને કોષકારોએ અલંકારોનાં નામેના અર્થ કરેલ છે. પરંતુ કેટલાંક નામને સાક્ષાત અવયવાર્થ નથી થયો. અને કેટલાંક નામના અન્ય અર્થ કરી દીધા છે. એ અર્થ એ અલંકારનાં સ્વરૂપ નથી. કેટલાંક નામેના સાક્ષાત્ અર્થ પણ કર્યો છે. પરંતુ એનું તાત્પર્ય સ્પષ્ટ નથી થએલ. એ તે એ એ અલંકારોના પ્રકરણમાં અમે સ્પષ્ટ કરીશું. જેના ગ્રન્થ અત્યારે મળે છે એમાંથી કેટલાક ગ્રન્થકારેએ નામ અને લક્ષણ નથી રાખેલ. એક જયદેવ કવિએ ચન્દ્રાલેકગ્રન્થમાં
સ્મૃતિ, બ્રાતિઅને સંદેહના નામને જ લક્ષણ રાખેલ છે. એજ એએએ કહ્યું છે કે –
स्यात्स्मृतिभ्रान्तिसंदेहैस्तदवालंकृतित्रयम्
સ્મૃતિ, બ્રાન્તિ અને સંદેહ ચિન્હવાલા ત્રણ અલંકાર છે. વિક્રવૃન્દ સેવિત મહારાજા ભેજ પણ અલંકારાનાં નામના અર્થ સમજેલ નથી. એથી અલંકારનાં નામને રૂઢ પણ માનેલ છે. તેથી જ નિજનિર્મિત “સરસ્વતીકંઠાભરણું” માં અર્થાલંકારના લક્ષણમાં આજ્ઞા કરી છે:–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com