________________
કાવ્ય શાસ્ત્ર. સને ઉત્પન્ન કરવાવાળી સ્ત્રીને જ છે. નામરૂપ લક્ષણ ઉક્ત ત્રણે દોષ રહિત આ રીતિથી છે કે કવિ કઈ વસ્તુનું નામ રાખે એ તો ત્યાં યોગિકજ હોય છે. નવું રૂઢ નામ તો કવિ રાખી જ શકતા નથી. એથી એમાં અસંભવ દેષ તે હેતજ નથી. અને ક્યાંઈ સજાતીય વસ્તુમાં નામના અવયવાર્થની પ્રવૃત્તિ ન હોય ત્યાં ઉપલક્ષણથી એને સંગ્રહ થઈ જાય છે. ઉપલક્ષણ ઉપાદાન લક્ષણને કહે છે. લક્ષણુનું બીજ તો અન્વયને બાધ અથવા તાત્પર્યને બાધ છે.
યથા.
ગંગામાં ઘર, આહીં ગંગા શબ્દને વાર્થ તે પ્રવાહ છે, જેમાં ઘર નહીં બની શકવાથી પ્રવાહમાં ઘરના અન્વયને બાધ છે. એથી ગંગા તીરમાં લક્ષણ કરવામાં આવે છે.
કાગડાઓથી દધિનું રક્ષણ કરે. આંહી પરસ્પર પદાર્થોના અન્વયને તે બાધ નથી, પરંતુ એવું કહેવાવાળાનું તાત્પર્ય સમસ્ત દધિઘાતકેથી દધિનું રક્ષણ કરવામાં છે, પણ કાગડા માત્રથી રક્ષા કરીને માજાદિકેને ભક્ષણ કરવા દેવામાં નથી. એથી અહીં કથન માત્રાનુસાર કાક માત્રથી દધિ રક્ષણને અવય કરીએ તે વક્તાના તાત્પર્યને બાધ થાય છે. એથી કાક શબ્દથી માજીરાદિકેને પણ લક્ષણથી સંગ્રહ છે. ગંગામાં ઘર” એમાં તે ગંગા શબ્દને વાચ્યાર્થ “પ્રવાહ” તેને ત્યાગ કરીને તટ માત્રનું ગ્રહણ છે, એથી લક્ષણલક્ષણ છે અને આહી વાચાર્થ કાકના ત્યાગ વિના મારાદિ અન્સાર્થનું ગ્રહણ છે. એથી એ ઉપાદાન લક્ષણ છે. “કાગડાઓથી દધિની રક્ષા કરે” આહીં યથાશ્રુત વાચ્યાર્થમાં જ વિશ્રામ કરીએ તે આ વક્તાનું તાત્પર્ય મારાદિક સર્વથી દધિરક્ષણમાં છે, એને બાધ થાય છે અને મારાદિકરૂપ લક્ષ્યાર્થના કાકરૂપ વાચાર્યની સાથે દધિઘાતકતા રૂ૫ સબંધ પણ છે. અને પ્રયોજન તો અહી લાઘવથી સમજાવવા રૂપ છે. મારાદિક સર્વ દધિઘાતકેનાં નામ ગણાવવામાં ગૌરવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com