________________
૧૩
અવ્યાપ્તિ દોષ તથા અસંભવ દોષ.
યથા.
નાયિકા મનહર, નાયિકાનું મન હર એવું લક્ષણ કહેવામાં આવે એ લક્ષણ નાયિકાથી અતિરિક્ત નાયક આદિ અન્યમાં પણ વ્યાપ્ત થાય છે. કેમકે નાયિકા મનહર છે. પરંતુ નાયિકાના સિવાય નાયક આદિ અન્ય પણું ઘણું વસ્તુઓ મનહર છે એમાં એ લક્ષણ આવી જાય છે.
વ્યાતિ તો. જે વસ્તુનું લક્ષણ કરવામાં આવે એના સર્વ દેશોમાં વ્યાપ્ત ન હોય અર્થાત્ ક્યાંઈ વ્યાપ્ત હોય અને ક્યાંઈ વ્યાપ્ત ન હોય એ લક્ષણ અવ્યાપ્તિ દોષવાળું છે.
યથા.
નાયિકા ગૌરી. નાયિકાનું ગૈરી એવું લક્ષણ કહીએ તે નાયિકા કૃષ્ણવર્ણ પણ હોય છે. એમાં આ લક્ષણની અવ્યાપ્તિ થાય છે. શ્યામવર્ણવાની સ્ત્રી શ્રૃંગારરસનું આલંબન થઈ જાવાથી એને પણ નાયિકા કહેવામાં આવે છે.
યથા,
चिलक चिकनई चटकसौं, लफटि सटकलौं आय; नार सलौनी सांवरी, नागनलौं डस जाय.
શ્રીકૃષ્ણ શૃંગારરસના પરમ આલંબન વિભાવ છે. એને વર્ણ પણ શ્યામ છે.
असंभव दोष. જે વસ્તુનું લક્ષણ કરીએ એમાં સંભવ જ ન હોય એ લક્ષણ અસંભવ દોષવાળું છે.
યથા.
નાયિકા ભયજનક. નાયિકાનું ભયજનક એવું લક્ષણુ કહીએ તે એ લક્ષણ કે નાયિકામાં ન હોવાથી અસંભવ દુષવાળું છે. કેમકે ભયને ઉત્પન્ન કરવાવાળી સ્ત્રીને નાયિકાપણું છે જ નહીં. નાયિકાત્વ તે શૃંગારર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com