________________
નામલક્ષણ વિચાર. મુનિએ નાટ્યશાસ્ત્ર નામના ગ્રન્થમાં મૂલબૂત ઉપમાદિ ચાર અલંકાર માનેલ છે, ત્યાં એ ચારેનાં લક્ષણ કહેલાં છે. એમાં
જે રોપા અક્ષ નોm” એવા કંઠરવથી પણ કહ્યું છે. એ કોરિકાઓ અને લક્ષણ આગળ લખવામાં આવશે અને ભાવાદિકનાં લક્ષણ પણ ભરતે કહેલાં છે.
ફરી વેદ વ્યાસ ભગવાન ઈત્યાદિ ભરતની શૈલી અનુસાર બનાવતા આવ્યા છે. પરમેશ્વરે સર્વ પદાર્થ રચીને એનાં નામ વ્યવહાર માત્ર પ્રજનથી રાખેલ છે; કવિ કર્મથી નહી. એથી એમાં કેવલ રૂઢ નામ પણ છે. પરમેશ્વરના આપેલ નામ કવિ કર્મથી નથી. પરમેશ્વરકૃત પદાર્થોના વિવેચન કરવાવાલા ન્યાય આદિ શાસ્ત્રકારોને એ પદાર્થોના સાક્ષાત્ સ્વરૂપ પ્રકાશ કરવા માટે નામેથી અતિરિક્ત લક્ષણ બનાવવાની આવશ્યકતા જણાઈ. જેમકે “વારિ જ્ઞાતિ વાયુ અર્થાત્ ચાલવાવાળો. આ વ્યુત્પત્તિથી પવનનું વાયુ નામ રાખવામાં આવ્યું છે. પરંતુ આ નામથી પવનનું સાક્ષાત્ સ્વરૂપ સ્પષ્ટ નથી થતું. જેમકે “પતિ રીવાન વાપુર” “રૂપથી રહિત
સ્પર્શવાળ વાયુ” આ લક્ષણથી સિદ્ધ થાય છે. કેમકે વહેવાવાળી વસ્તુ તે જળ આદિ અન્ય વસ્તુ પણ છે, છતાં તેનું નામ વાયુ નથી. પરન્તુ અલંકાર આદિનાં નામ તે કવિકમથી રાખવામાં આવ્યાં છે. એથી કવિઓએ તે નામથીજ એનું સ્વરૂપ સ્પષ્ટ કરવું જોઈએ. લક્ષણ શબ્દને આ પ્રમાણે અર્થ છે-“ ક્યતે મને રૂતિ અક્ષણ અને સંજ્ઞાને અર્થ આ પ્રમાણે છે. “સભ્ય જ્ઞા સનથ ફરિ સંજ્ઞા જેથી સારી રીતે જાણવામાં આવે એ સંજ્ઞા. સંજ્ઞા તે નામને પર્યાય છે.
આ રીતિથી લક્ષણ અને નામ બનેનું પ્રયોજન એક છે. તેથી નામથી અલંકારના સ્વરૂપનું જ્ઞાન કરાવીને ફરી લક્ષણથી લખાવામાં પુનરૂક્તિ થાય છે. પ્રથમ જે જે કવિઓએ અલંકારોનાં નામ રાખેલ છે, એતે એના સ્વરૂપને સાક્ષાત્ પ્રકાશ કરે એવાજ ગાઈવાળાં છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com