________________
કાવ્ય શાસ્ત્ર. કરવી. કારણ કે એવી રીતના માનવામાં ગેરવતા અને જન્માન્તરીય માનવામાં પ્રમાણને અભાવ અને કાર્યની અન્યથા પ્રાપ્તિ થાય છે. લેકમાં પણ બલિષ્ટ એવા શાસ્ત્રાદિક પ્રમાણેથી કારણુતાને નિર્ણય થાય છે છતાં પાછલથી પ્રાપ્ત થએલ વ્યભિચારનું નિવારણ કરવાને વાસ્તુ અને કાર્યની અન્યથા સિદ્ધિ ન હોવાને લીધે જન્માન્તરીય ધમધમોદિ કારણ ક૨વામાં આવે છે. નહીં તે વ્યભિચાર પ્રાપ્ત થવાથી પૂર્વે સ્વીકારાએલ કારણુતાના નિર્ણયમાં ભ્રમ ઉત્પન્ન થાય છે અને કેવળ અદૃષ્ટ એ જ કારણ કહેવું શક્ય નથી. કારણ કે કેટલાક સમય કાવ્ય કરવાને અશક્ત પુરૂષને કેઈ પ્રકારે વ્યુત્પત્તિ અને અન્ય ભ્યાસ પ્રાપ્ત થાય છે, ત્યારે તેમાં પ્રતિભાની ઉત્પત્તિ દેખાય છે.
મમ્મટના મત પ્રમાણે શક્તિ, નિપુણતા અને અભ્યાસ એ ત્રણે કાવ્ય બનાવવામાં તદ્દન જરૂરનાં છે.
જગન્નાથના મત પ્રમાણે કાવ્યનું કારણ અર્થાત્ સાધન માત્ર કવિમાં રહેલી પ્રતિભા છે, પણ નિપુણતા અને અભ્યાસ કાવ્ય બનાવવામાં એટલા બધા ખાસ જરૂરનાં નથી.
મમ્મટને મત વિશેષ વ્યવહારિક હોવાથી પસંદ કરવા લાગ્યા છે, કારણ કે જે મનુષ્યમાં નિપુણતા અથવા અભ્યાસની જરાપણું છાયા વિના એકલી શક્તિ હોય તે તે સારી કવિતા બનાવી શકશે એતદ્દન અસંભવિત જણાય છે. સારાંશમાં મમ્મટને શક્તિ, નિપુણતા, અને અભ્યાસ એ ત્રણેની સમષ્ટિવાળે હેતુ સારી કવિતા બતાવવા માટે જરૂરને ગણવામાં આવશે.
ચન્દ્રલેકકાર” પણ લખે છે – प्रतिभैव श्रुताभ्याससहिता कविता प्रति,
हेतुर्पदम्बुसंबद्धबीजव्यक्तिलतामिव. જેમ મૃદુ (માટી), અબુ અને બીજના વેગથી લતાની વ્યક્તિ થાય છે, તેમ શાસ્ત્રોના અભ્યાસ સહિત કવિતા બનાવવાની નૈસર્ગિક શક્તિ કવિતાને પ્રગટ કરે છે.
કેઈએક લખે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com