________________
કાવ્ય હેતુ.
પ
शक्तिः कवित्वबीजरूपः संस्कारविशेषः, यां विना काव्यं न प्रसरेत् प्रसृतं वा उपहसनीयं स्यात्, लोकस्य स्थावरजङ्गमात्मकलोकवृत्तस्य, शास्त्राणां छन्दोव्याकरणाभिधानकोश कला चतुर्वर्गगजतुरगखङ्गादिलक्षणग्रन्थानाम्, काव्यानां च महाकविनिबन्धानाम्, आदिग्रहणादितिहासादीनां च विमर्शनाद् व्युत्पत्तिः, काव्यंकर्तुं विचारयितुं च ये जानन्ति तदुपदेशेन करणे योजने च पौनः पुन्येन प्रवृत्तिरिति त्रयः समुदिताः, न तु व्यस्ताः, तस्य काव्यस्पोद्भवे निर्माणे समुल्लासे च हेतुर्न तु हेतवः ।
એ શક્તિ કવિત્વના ખીજરૂપ એક જાતના સંસ્કાર છે; કે જેના વિના કવિતા ફેલાય નઠુિ અને કદાપિ ફેલાય તેા હાસ્યપાત્ર થાય. લેાક એટલે સ્થાવર અને જંગમ વસ્તુઓ. શાસ્ત્ર એટલે છન્દ, વ્યાકરણ, કાશ, કલા, ધર્મ, અર્થ કામ અને માક્ષ, હસ્તી, અશ્વ ખડ, વીગેરેના જેમાં સમાસ થએલા છે તે.
કાવ્ય એટલે પ્રખ્યાત કવિઓના અનાવેલ ગ્રન્થા, આદિ એટલે પુરાણ, ઇતિહાસ વગેરે કાવ્ય મનાવનાર અથવા વિચારનારના ઉપદેશ પ્રમાણે વર્તન કરવુ' તે ત્રણે કારણેા ભેગાં (ભિન્ન નહિ) કવિતા મનાવવામાં તથા તેની નિપુણતાના હેતુરૂપ છે પણ હેતુઓ રૂપ નહિ.
રસ ગંગાધરકાર લખે છેઃ
કાવ્યનું કારણ કવિમાં રહેલી પ્રતિભા એજ છે. પ્રતિભા એટલે કાવ્ય રચનામાં અનુકૂળ એવા શબ્દ અને અર્થની ઉપસ્થતિ અર્થાત પ્રાપ્તિ.
એ પ્રતિભાના હેતુ કાઈ વખતે દેવતા તથા મહાપુરૂષના પ્રસાદ ઇત્યાદિ જન્ય જે અદૃષ્ટ તે છે, ને કેાઈ વખતે વિલક્ષણુ એવી યુત્પત્તિ અને કાવ્ય કરવાના અભ્યાસ એ બન્ને છે. પણ ત્રણે મળીનેજ કારણ એમ કાંઇ નથી, કારણકે ખાલકને વ્યુત્પત્તિ અને અભ્યાસ વિના પણ કેવળ મહાપુરૂષના પ્રસાદથી જ પ્રતિભાશક્તિ પ્રાપ્ત થાય છે. અને તેમાં જન્માન્તરીય વ્યુત્પત્તિ અને અભ્યાસની કલ્પના ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com