________________
કાવ્ય શાસ્ત્ર. મહાભારતમાં આ પ્રમાણે લખેલ છે –
अहन्यहनि भूतानि प्रविशन्ति यमालयम् ।
शेषाः स्थिरत्वमिच्छन्ति किमाश्चर्यमतः परम् ॥ દિનપ્રતિદિન પ્રાણીઓ યમને આલય જાય છે, (મૃત્યુ વશ થાય છે) છતાં બાકી રહેલા સ્થિરતા (જીવવાની ઈચ્છા) ને ચાહે છે એ કેવી અદ્દભુત વાત છે !
આ ઉપદેશ મિત્રના જે છે. કેમકે સમજાવીને કહ્યું છે. સાહિત્યનું આ વચન છે –
વિંટાયેલે શેલત અનંત નક્ષત્રાવલિથી, ચારે તર્ક મચાવે ચકેર છડિદાર સ્વર, નિજના પ્રતાપથી અમાપ જતધ્વાંત હર્યું, દૂર કર્યા તાપ ધરી સહુને શરીર કર. વરખ્ય સુધાથી હરષાવ્યા પત્થરને પણ, વિકસાવ્યાં કુમુદ મુદિત કર્યો નારીનર; પ્રાતઃકાલ થતાં એજ રૂડા રજનીપતિને, સાથ વિના જાતિ જે નીરનિધિ તીરપર.
આ ઉપદેશ સુન્દરીના જેવું છે, કેમકે મનહર છે. આ ઉપદેશ મનને અત્યંત પ્રિય લાગે છે. ઉપદેશનું પ્રયજન મનાવવું છે.
કાવ્ય પ્રકાશકાર લખે છે –
शक्तिनिपुणता लोकशास्त्रकाव्यायवेक्षणात् ।
कान्यज्ञशिक्षयाऽभ्यास इति हेतुस्तदुद्भवे ॥ કવિતા બનાવવાનાં ત્રણ સાધન છે. ૧ શકિત, ૨ લેક, શાસ્ત્ર, અને કાવ્ય વગેરેના અવલોકન દ્વારા પ્રાપ્ત થએલ નિપુણતા, ૩ કવિ અથવા કવિતાના ટીકા કરનારની નીચે હમેશાં કાવ્ય લખવાં અથવા શીખવાં તે.
વૃત્તિકાર લખે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com