________________
ઉપદેશ પ્રકાર.
કાવ્યશાસ્ત્ર બુદ્ધિને અત્યંત તીવ્ર મનાવે છે. વિચારને વિમળ કરે છે, એથી સર્વ શાસ્ત્રોમાં કાવ્યશાસ્ત્ર માનનીય છે.
વાણી વિના સંસાર વ્યવહાર ચાલતા નથી. આચાર્ય દંડી કહે છે..
वाचामेव प्रसादेन लोकयात्रा प्रवर्तते ॥
વાણીની કૃપાથીજ લેાક વ્યવહાર પ્રવમાન થાય છે, અર્થાત ચાલે છે. ક્રી આચાર્ય દ’ડીએ કહ્યું છે:—
इदमन्धं तमः कृत्स्नं जायते भुवनत्रयम् । यदि शब्दाव्हयं ज्योतिरासंसारं न दीप्यते ॥
જો શબ્દ રૂપી જ્ગ્યાતિ સંસારના આરંભથી લઇને મહા પ્રલય પન્ત પ્રકાશમાન ન હોત તે ત્રણે લેાકા ( ત્રિભુવન ) માં ઘાર અધકાર થઈ જાત.
કાવ્ય પ્રકાશકાર લખે છેઃ
―
काव्यं यशसेऽर्थकृते, व्यवहारविदे शिवेतरक्षतये । सद्यः परनिर्वृतये, कान्तासम्मिततयोपदेशयुजे ॥
કાવ્ય યશને માટે, વ્યવહારિક જ્ઞાનને માટે, અકલ્યાણના વિધ્વંસ કરવા માટે, પર’સુખની પ્રાપ્તિને માટે અને કાન્તાની પેઠે ઉપદેશને માટે છે.
उपदेश प्रकार.
ઉપદેશના ત્રણ પ્રકાર હોય છે. ૧ પ્રભુસમિત, ૨ મિત્રસમિત ૩ કાન્તાસંમિત અર્થાત્ ૧ રાજાની પેઠે, ૨ સ્નેહીની પેઠે, ૩ સુન્ત્રરીની પેઠે. જગતની અનિત્યતાના સંબંધમાં વેદનુ આ વચન છે— यो वै भूमा तदमृतम् अथ यदल्पं तन्मर्त्यम्.
જે મૂમા અર્થાત્ સર્વવ્યાપી છે, એ મૃત અર્થાત્ નિત્ય છે; અને જે અલ્પ અર્થાત્ સવ્યાપી નથી તમ્મર્ત્યમ્ અર્થાત્ એ નાશ પામવાવાળુ છે. આ ઉપદેશ તા રાજાની આજ્ઞા જેવા છે, કેમકે
વેદની આજ્ઞા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com