________________
એ
સાથે પ્રભુને વંદન કરવા નીકળ્યો. વિધિપૂર્વક પ્રભુની દેશના સાંભળીને ઘેર આવ્યો. ઘેર આવીને વિચાર્યું કે,
અહો ! આ રાજ્ય અંતે નરક આપનારૂં છે, તેથી તે મારા પુત્ર અભિચિને તો ન આપવું.” આવું વિચારી પિતાના ભાણેજ કેશીને રાજ્ય આપ્યું. પછી કેશી રાજાએ જેને નિષ્ક્રમણ મહોત્સવ કરેલો છે એવા ઉદાયન રાજાએ ભગવંત પાસે દીક્ષા લીધી. વ્રત લીધું તે દિવસથી જ તીવ્ર તપસ્યા કરીને ઉદાયન રાજાએ પોતાના દેહને શેષવી નાખ્યો. નિરંતર નીરસ આહાર કરવાથી તે રાજર્ષિને વ્યાધિ ઉત્પન્ન થયે. આ રાજર્ષિ કઈ વૈદ્યના જોવામાં આવતાં વિઘે કહ્યું કે-‘તમે દહીંનું ભક્ષણ કરી તમારા દેહની રક્ષા કરો.” મુનિ પિતાના શરીરમાં નિસ્પૃહ હોવા છતાં, દહીં લેવા માટે ગોચરી જવા નીકળ્યા.
એક વખતે વિહાર કરતાં કરતાં રાજર્ષિ વીતભયનગરે આવી ચડ્યા. ત્યાં મંત્રીએ મુનિ પરના દ્વેષથી કેશી રાજાને જણાવ્યું કે–“રાજન ! આ તમારા મામા તપસ્યાથી કંટાળી તમારું રાજ્ય લેવાને આવ્યા છે, માટે તેઓને વિશ્વાસ કરશે નહિ.” કેશીએ કહ્યું કે- આ રાજય તેમનું જ છે, ભલે સુખેથી લે.” મંત્રી બાલ્યા-રાજય પુણ્યથી જ મળે છે, તો મળેલું રાજ્ય શા માટે પાછું આપવું? તેથી આ રાજર્ષિને કઈ પ્રકારે ઝેર આપો ! મંત્રીની પ્રેરણાથી કેશીએ પિતાના ઉપકારી મામાને કોઈ ગોવાલણી પાસે ઝેરવાળું દહીં અપાવ્યું. તે ઝેર દેવે સંહરી લઈને ઉદયન રાજર્ષિને જણાવ્યું કે–‘તમને ઝેરવાળું દહીં મલશે. માટે તમે દહીં ખાશો નહિ અને દહીંની પૃહા પણ કરશો નહિ.” મુનિએ તે દિવસથી દહીં ખાવું છોડી દીધું. એટલે રોગ વધવા લાગે, તેથી ફરી રોગ દૂર કરવા દહીં લીધું. પેલા દેવતાએ ત્રણ વખત ઝેર સંહરી લીધું.
Jain Education International
For Private & Personal Use Only
Wangbrary.cr