________________
એ
Sજ
છે.
રહેલી પુતલી જેવી દેવદત્તા પણ અહીં જોવામાં આવતી નથી, ગ્રીષ્મ ઋતુમાં દુર્લભ એવો મરુદેશના પાણી જે હાથીને મદ આ સ્થાને પડેલો જોવામાં આવે છે. તેથી જરૂર અહીં ચંડપ્રદ્યોત રાજા અનિલગ હાથી ઉપર ચડીને આવ્યો હશે એમ જણાય છે અને પ્રતિમા તથા દાસીને લઈગયો સંભવ છે.
આ પ્રમાણે વિચાર કરતાં ઉદાયી રાજાને ઘણો ક્રોધ ચડ્યો તેથી તત્કાલ દશ મુગટબદ્ધ રાજાઓને સાથે લઈમોટા સૈન્ય સાથે અવંતી ઉપર ચડાઈ કરી, બંને વચ્ચે પરસ્પર મોટું યુદ્ધ થયું. અંતે ઉદાયને બાવડે ચંડપ્રોત રાજાને હાથી ઉપરથી નીચે પાડી હાથવડે પકડીને બાંધી લીધે, અને તેના કપાળમાં તપાવેલી લોઢાની સળીથી “આ મારી દાસીને પતિ છે” એવા અક્ષરે લખ્યા. પછી તેને બંદીખાને નખાવીને ઉદાયન રાજા પ્રદ્યોતના મહેલમાં જ્યાં જિનાલય હતું ત્યાં ગયો, જિનેશ્વરદેવને નમસ્કાર કરી, સ્તુતિ કરીને પ્રતિમાજી ઉપાડવા માંડી, પરંતુ પ્રતિમાજી તે સ્થાનથી ખસ્યા નહિ. રાજાએ કહ્યું કે- હે નાથ! મેં એવો શું અપરાધ કર્યો છે કે જેથી આપ મારી સાથે આવતા નથી?'-તે વખતે તેનો અધિષ્ઠાયક બેલ્યો-“હે રાજા! તારૂં નગર ધૂળની વૃષ્ટિથી સ્થલરૂપ થઈ જવાનું છે, તેથી હું ત્યાં આવીશ નહિ, માટે તું શોક ન કરીશ.” આ સાંભળી રાજા અવંતીથી પાછો ફર્યો, રસ્તામાં જ ચોમાસું આવ્યું એટલે રાજાએ ત્યાં છાવણી નાખી, તે સ્થાને દશપુર નગર વસ્યું.
એક વખતે પર્યુષણ પર્વ આવતાં ઉદાયન રાજાએ પિસહ લીધો હતો તેથી તે દિવસે રસેઈયાએ ચંડ ધોતને પૂછયું કે, “આજે તમે શું જમશે ?' આ સાંભળી અવંતીપતિ ભ પામી વિચારમાં
For Private & Personal Use Only
WWWnetron