________________
અ..
હા
. ૩
પડ્યો કે, “કઈ દિવસ નહિ ને આજે રાઈ જમવાનું પૂછે છે તેથી તેનું કોઈ કારણ હશે !” આવું વિચારીને તેણે પૂછ્યું કે, “હે રસોઈયા! આજે પૂછવાને શે હેતુ છે?” રસે બોલ્યો-“સ્વામી! આજે પર્યુષણ પર્વ છે તેથી મારા સ્વામી ઉદાયન રાજાએ ઉપવાસ કર્યો છે, તેથી તમારે માટે જ આજે રસોઈ કરવાની છે? ચંડપ્રઘાત બે -“હે રસેઈયા ! તે પર્વદિવસની વાત યાદ આપી તે સારું કર્યું. મારે પણ આજે ઉપવાસ છે.' રસેઇયાએ તે વાત ઉદાયન રાજાને કરી, એટલે રાજાએ વિચાર્યું કે- ચંડપ્રદ્યોત ઉપવાસી હોવાથી મારો સાધર્મી થયો, તેથી તે જે બંદીખાનામાં હોય તો મારું પર્યુષણ પર્વ શુદ્ધ ન ગણાય.’ આવું વિચારી તેણે બંદીખાનામાંથી બહાર દ્રાવ્યો, અને ખમાવ્યો. તેના કપાળમાં કરેલા અક્ષરોને ઢાંકવા માટે સુવર્ણરત્નમય પટ્ટ બંધાવી તેને અવંતીદેશ પાછો આપ્યો. ચાતુર્માસ વીત્યા પછી ઉદાયન રાજા પિતાની નગરીમાં પાછો આવ્યો. તેણે મૂળ પ્રતિમાની પૂજાના નિર્વાહ માટે બાર હજાર ગામ ભેટ આપ્યાં અને પ્રભાવતીદેવની આજ્ઞાથી તે નવી મૂર્તિની પૂજા કરવા લાગ્યો.
એક વખતે રાજા પિતાની પૈષધશાળામાં પોસહ લઈને રહ્યો હતો, મધ્યરાત્રીએ શુભધ્યાન ધ્યાતાં તેના મનમાં આવો અધ્યવસાય ઉત્પન્ન થયો કે, “જે રાજા વગેરેએ શ્રીવીરપ્રભુની પાસે દીક્ષા અને બીજા સમ્યકુવાદિ વ્રત લીધેલાં છે તેઓને ધન્ય છે, તેઓ વંદન કરવા યોગ્ય છે. જે પ્રભુ અહીં પધારીને મને પાવન કરે તો હું પણ તેઓશ્રીના ચરણકમલમાં દીક્ષા લઈને કૃતાર્થ થાઉં.’
પ્રભુ તેના આવા અધ્યવસાય જાણીને ત્યાં પધાર્યા. ઉદાયન રાજા કેણિક રાજાની માફક મોટા ઉત્સવ
Jan Eduard
For Private & Personal Use Only
www.thebrary.