________________
અ. કયા.૩
ચંડ પ્રધાન રાજા પાસે જઈને તેની આગળ દેવદત્તાના રૂપનું વર્ણન કર્યું, એટલે તેણે તેની માગણી કરવા માટે પિતાના દૂતને તેની પાસે મોકલ્યો. તે ત્યાં જઈને દેવદત્તાની પ્રાર્થના કરી, એટલે દેવદત્તાએ કહ્યું કે, રાજા અહીં આવશે ત્યારે અમારા બંનેનું વાંછિત પૂર્ણ થશે” તે તે વાત ચંડધોતને જણાવી, એટલે ચંડપ્રદ્યોત રાજા અનિલગ નામના હાથી ઉપર બેસી તે જ રાત્રે ત્યાં પહોંચ્યો. બગીચામાં બંને એકઠાં થયાં. રાજા બોલ્યો કે:-“હે પ્રિયે ! તું મારા નગરમાં ચાલ. કુજા બેલી કે-“આ જિનમૂર્તિ વગર હું જીવી શકીશ નહિ; તેથી આ પ્રતિમા જેવી જ બીજી પ્રતિમા કરાવીને તમે અહિં લાવો, એટલે તે પ્રતિમા અહીં રાખીને આ પ્રતિમા આપણે સાથે લઈ જઈએ.” ચંડપ્રદ્યોતે તે વાત કબૂલ કરી અને પોતાના નગરમાં જઈ જાતિચંદનની શ્રીવીરપ્રભુની તેવી જ મૂર્તિ કરાવી; તેમ જ પાંચસે મુનિઓના પરિવારવાળા કપિલ ઋષિને પ્રાર્થના કરીને તે મૂર્તિની વાસક્ષેપપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. પછી વિધિપૂર્વક તે મૂર્તિ સાથે લઈ, હાથી ઉપર ચડીને ચંડપ્રોત વીતભયનગરે ગયો અને તે સુંદર મૂર્તિ દેવદત્તા દાસીને આપી. તેણીએ ચૈિત્યગૃહમાં તે નવીન મૂર્તિ સ્થાપીને મૂલ મૂર્તિ ત્યાંથી ઉપાડીને તે ચંડમોતની સાથે અવંતીમાં આનંદથી આવી પહોંચી.
અહીં ઉદાયી રાજ સવારમાં ચૈત્યગૃહમાં દર્શન કરવા ગયે, પ્રભુને નમીને સામે જોયું તો તેઓના પર ચડાવેલી ફૂલની માળા કરમાએલી જોઈ. તે જોતાં જ આ મૂર્તિ જરૂર બીજી લાગે છે એમ રાજા ચિતવવા લાગ્યો, કારણકે જે અસલ મૂર્તિ આ હોય તો તેની કૂલમાળા કરમાય જ નહીં. વળી થાંભલાની સાથે
For Private & Personal Use Only