________________
એ. વ્યા.૩
★落楽隊楽隊楽隊楽隊築業
અને દાસી મરણ પામી. પછી તે જ વસ્ત્રને સફેદ જોઈને રાણીએ ચિંતવ્યું કે –“મને ધિક્કાર છે, મારૂં પ્રથમ વ્રત ખંડિત થયું. આ પાપનો ક્ષય કરવા માટે હું દીક્ષા લઉં. પ્રજાનાં વસ્ત્રનો વર્ણ વિપર્યય જોવાથી મારું આયુષ્ય અલ્પ જ છે.” પછી પતિની આજ્ઞા લઈ તે વ્રત લેવામાં ઉદ્યમવંત થઈતે વખતે રાએ કહ્યું-“દેવી તમે દેવપણું પામે તો મને આવીને ધમને બંધ કરજો.” પછી રાણી ચારિત્ર લઈ સારી રીતે પાળીને અંતે અનશન કરીને સૈધર્મ દેવલોકે દેવતા થઈ. અહીં રાણીએ દીક્ષા લીધા પછી પેલી મૂર્તિની દેવદત્તા નામે કુજા દાસી નિરંતર પૂજા કરવા લાગી. ' હવે દેવ થએલ પ્રભાવતી તાપસનું રૂપ ધારણ કરી રાજાની સભામાં આવી દરરોજ એક દિવ્ય અમૃતફલની રાજાને ભેટ કરવા લાગ્યો. રાજા તે ફલના સ્વાદથી મોહ પામી ગયે. તેથી એક દિવસ તેણે તાપસને કહ્યું કે-“હે મુનિ! આવાં ફલ કયા સ્થાનમાં ઉત્પન્ન થાય છે?? તે સ્થાન મને બતાવો. મુનિએ કહ્યું કે મારે આશ્રમે આવે તો બતાવું.” રાજા વેગથી તે તાપસની સાથે ચાલ્યા. દેવતાએ આગળ જઈ દેવમાયાથી તેવાં દિવ્ય ફલોથી ભરપૂર એક બગીચો બનાવ્યો. રાજાએ તે જોઈને વિચાર્યું કે-“હું તાપસને ભક્ત છું. તેથી તેઓ મારી ફલ ખાવાની ઈચ્છા પૂરી થવા દેશે, મને રોકશે નહીં.” આવું વિચારી રાજા વાનરની જેમ ફલો લેવા દોડ્યો, એટલે અનેક તાપસ દોડી આવી ક્રોધથી લાકડીઓ વડે તેને મારવા લાગ્યા. તેથી રાજા ચારની માફક ત્યાંથી ભાગ્યો. નાસતાં નાસતાં માર્ગમાં સાધુઓને જોયા; એટલે રાજાએ તેમનું શરણ લીધું.
ઉ૫
For Private & Personal Use Only