________________
અ. ચા.૩
સાધુઓએ તેને આશ્વાસન આપ્યું, એટલે રાજા વિચાર કરવા લાગ્યો કે-“અહે ક્રૂર તાપસએ મને છેતર્યો. તે વખતે પ્રભાવતી દેવે પ્રત્યક્ષ થઈ પોતે કરેલું સ્વરૂપ કહી બતાવ્યું અને દેવ સ્વસ્થાને ગયો. રાજા પણ જૈનધર્મમાં એક ચિત્તવાળો થઈ પોતાના નગર તરફ જવા લાગ્યો, ત્યાં તો તેણે પોતાને રાજસભામાં બેઠેલો જોયે.
હવે તે અરસામાં ગાંધાર નામે એક શ્રાવક શાશ્વત પ્રતિમાને વંદન કરવાની ઈચ્છાથી વૈતારિના મૂળમાં જઈ તપ કરતો હતો. તેના પર શાસનદેવી સંતુષ્ટ થઈ અને તેનું વાંછિત પૂર્ણ કર્યું. વળી પ્રસન્ન થઈને તેણે એક ને આઠ વાંછિતદાયક ગૃટિકા તેને આપી. તેમાંથી એકશૂટિકા મુખમાં નાંખી તેણે ચિતવ્યું કે, “હું વીતભયપત્તનમાં દેવાધિદેવની મૂર્તિને વાંદવા જાઉં? આ પ્રમાણે ચિંતવતાં જ તે મૂર્તિની નજીક દેવતાએ તેને પહોંચાડ્યો. તેની પૂજા કરીને તે ત્યાં સુખે રહ્યો. એક વખતે તે બુદ્ધિમાન ગાંધાર શ્રાવકે પિતાનું મૃત્યુ નજીક જાણીને પોતાની સાધર્મિક દેવદત્તા નામની કુજા દાસીને તે ગુટિકાઓ આપી દીધી અને પોતે દીક્ષા લીધી.
દેવદત્તા સુંદર રૂપની ઈચ્છા રાખતી હતી, તેથી તેણીએ એક ગૃટિકા મુખમાં રાખીને દિવ્ય રૂપનું ચિંતવન કર્યું, એટલે તે તત્કાલ દિવ્ય રૂપવાળી થઈ ગઈ. તેથી રાજાએ તેનું નામ સુવર્ણગુલિકા” પાડયું. વળી તેણીએ એક ગૃટિકા મુખમાં રાખી ચિંતવ્યું કે, “યોગ્ય વર મલ્યા સિવાય મારું રૂપ નકામું છે અને આ રાજા મારા પિતા તુલ્ય છે, તેથી ચંડપ્રધાન રાજા મારે પતિ થાઓ. આવું ચિતવતાં જ પેલી દેવીએ
縣縣縣羅機器儘縣議
૩૬
For Private & Personal Use Only
Vakary.org
Jan Eduk