________________
અ. ન્યારૂ
羞緊張懸繼無樣縣縣器
પરમાત્માની પ્રતિમા છે તેને ગ્રહણ કરે. ગ્રહણ કરો. પછી પ્રતિમાના પ્રભાવથી તે વહાણ વીતભય પાટણે નિર્વેિદને પહોંચ્યું. ત્યાં જઈને તેણે દેવના કહ્યા પ્રમાણે ઉલ્લેષણ કરી; અટલે નગરને રાજા, બ્રાહ્મણ, તાપસ વગેરે અનેક એકઠા થયા. દરેક જણે પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને તે પેટી ઉઘાડવા માંડી પણ ઉધડી નહિ; તેમ કરતાં મધ્યાન્હ સમય થયો, એટલે રાણીએ ભેજન માટે રાજાને બોલાવવા દાસીને મોકલી. રાજાએ બધો વૃત્તાંત કહેવરાવ્યો એટલે રાણી પ્રભાવતી ત્યાં આવી. તેણીએ વિચાર્યું કે આમાં દેવાધિદેવ અરિહંત પ્રભુની પ્રતિમા હોવી જોઈએ, બીજ બ્રહ્માદિક દેવોની હોય તેમ લાગતું નથી, તેથી અરિહંત પ્રભુના જ સ્મરણથી આ પેટી ઉઘડવી જોઈએ. આમ વિચારી તે સંપુટની ચંદનાદિકથી પૂજા કરીને તે આ પ્રમાણે બોલી
'प्रातिहार्याष्टकोपेतः, प्रास्तरागादिदूषणः।
देयान्मे दर्शनं देवाधिदेवोऽहस्त्रिकालवित् ॥१॥ અષ્ટ પ્રાતિહાર્યવડે સહિત, રાગાદિ દૂષણને દૂર કરનારા અને ત્રિકાલજ્ઞ એવા દેવાધિદેવ શ્રીઅરિહંત પ્રભુ મને દર્શન આપે.
આ પ્રમાણે બેલતાં જ તે સંપુટ ઉઘડી ગયો અને જિનપ્રતિમા તેની મેળે પ્રગટ થઈ. (જુઓ ચિત્ર નિં. ૫) પછી પ્રભાવતી રાણી પ્રતિમાને પોતાના ઘર દેરાસરમાં લઈ ગઈ અને તેની ત્રણે કાલ પૂજા કરવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
Wwwmbrary.org