________________
એ. મા.?
IN NEW AS A US
જણીએ બોલી કે–“હે પ્રાણેશ! આપણું કુલને ઉચિત કામ કરો, શરમાઓ નહિ. પછી વિદ્યુમ્નાલિદેવે ઢોલ વગાડવા માંડ્યો અને બંને જણીઓએ ગાયન ગાવા માંડયું તથા ત્રણે જણાએ આ પ્રમાણે દેવોની આગળ ચાલવા માંડ્યું. આ વખતે વિદ્યુમ્માલીના પૂર્વ ભવને મિત્ર નાગિલ દેવતા પણ યાત્રાર્થે જતો હતો; તેણે અવધિજ્ઞાનથી પિતાના પૂર્વભવના મિત્ર વિદ્યુનાલીને જોઈને ઓળખે. એટલે તેણે તેને બોલાવ્યો કે–ભદ્ર! તું મને ઓળખે છે?” તે બેલ્યો-“હે તેજસ્વી દેવ! હું તમને ઓળખતો નથી કે તમે કોણ છે ?” પછી તેણે પોતાના પૂર્વભવનું શ્રાવકનું રૂપ બતાવીને પિતાનું તથા તેના પૂર્વભવનું સ્વરૂપ અને જે ધર્મથી પોતાને દેવપણું પ્રાપ્ત થયું તે સર્વ વૃત્તાંત જણાવ્યું.
આ સાંભળી વિદ્યુમ્નાલી બેલ્યો-“હે મિત્ર! હવે હું શું કરું.’ અશ્રુત દેવે કહ્યું- હે મિત્ર! ગૃહસ્થપણે ચિત્રશાલામાં કાઉસમાં રહેલા ભાવ સાધુ શ્રીવીર ભગવંતની પ્રતિમા તું કરાવ, તેથી તને બેલિબીજની પ્રાપ્તિ થશે. તેનું કહેલું સ્વીકારીને તેણે ઘરમાં કાઉસગ્નમાં રહેલા શ્રીવીરપ્રભુને જોયા. પછી તેણે હિમવંત પર્વત પર જઈ ગાશીર્ષચંદન લાવી, તે વડે પ્રભુને જેવા જોયા હતા તેવી જ વીરપ્રભુની ચંદનકાષ્ટમય મૂર્તિ અલંકાર સહિત તૈયાર કરી. કપિલ કેવલી પાસે તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવીને તે પેટીમાં મૂકી. તે વખતે કઈ મુસાફરનું વહાણુ સમુદ્રમાં તોફાન થવાથી છ માસથી ભમ્યા કરતું હતું, તે વિદ્યુમ્માલીના જોવામાં આવ્યું. તેનું સંકટ દૂર કરીને પ્રતિભાવાળી પેટી તેણે આપીને કહ્યું કે તું વીતભયપાટણ જઈ, આ પેટી બતાવીને એવી ઉદૂષણ કરાવજે કે, આમાં
Jain Educa
For Private & Personal Use Only
www.ainelibrary.org