Book Title: Atmasiddhishastra Part 01
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul
Catalog link: https://jainqq.org/explore/005521/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત // આત્મસિદ્ધિશાસ્ત્રી પ્રવચનમાળા 'ભાગ :- ૧, ગાથા :- ૧ થી ૪ ૨ • પ્રવચનકાર જ પૂજ્ય મુનિશ્રી ભાનુવિજયજી મહારાજસાહેબ સર્વમંગલમ્ આશ્રમ, સામોડીયા (પાટણ). A Brival For Personal & Private Use Only wwa Page #2 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત II આત્મસિદ્ધિશાસ્ત્ર II પ્રવચનમાળા ભાગ : ૧ : પ્રવચનકાર : પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત | આત્મસિદ્ધિશાસ્ત્ર || પ્રવચનમાળા ગાથા: ૧ થી ૪૨ ભાગ:૧ : પ્રવચનકાર : પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ : પ્રેરણા અને આશિષદાતાઃ પૂ. સાધ્વી પ્રિયદર્શનાશ્રીજી મહારાજ પૂ. સાધ્વી ગુણધર્માશ્રીજી મહારાજ : સંકલનકર્તા: પૂ. સાધ્વી દિવ્યદર્શિતાશ્રીજી મહારાજ શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા : પ્રકાશક : સદ્ભુત અભ્યાસ વર્તુળ સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા, પાટણ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ભાગ : ૧ ગાથા : ૧ થી ૪૨ પ્રવચનકાર : પ.પૂ. મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ (ગુરુજી) અધિષ્ઠાતા - સર્વમંગલમ્ આશ્રમ, ગામ: સાગોડીયા, જી. પાટણ (ઉ.ગુ.) તથા સર્વમંગલમ્ પરિવાર આશ્રમ, પાટણ - ૩૮૪ ૨૬૫ સંકલનકાર : સાધ્વી દિવ્યદર્શિતાશ્રીજી મહારાજ શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા પ્રકાશકઃ સદ્ભુત અભ્યાસ વર્તુળ, સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા - ૩૮૪ ૨૬૫ તા.જી. પાટણ (ઉ.ગુ.) વતી, ડૉ. એસ.ટી. કોટક પ્રથમ આવૃતિ - ૬ જૂલાઈ – ૨૦૧૧ પ્રત: ૧૦૦૦ (પ.પૂ. ગુરુજીનો ૮૧ મો જન્મ દિવસ) મૂલ્ય રૂા. ૧૫૦-૦૦. પ્રાપ્તિ સ્થાન સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા - ૩૮૪ ૨૬૫. તા.જી. પાટણ. (ઉ.ગુ.) ફોન: ૦૨૭૬૬-૨૭૭૫૯૪ શ્રી જગદીશભાઈ વોરા જી-૧, ખીરા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, એસ.ટી. રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ) મુંબઈ - ૪૦૦ ૦૫૪. ફોન: ૦૨૨-૨૬૧૩૭૦૮, મોબાઈલ : ૦૯૮૨૧૧ ૩૦૩૦૭ E-mail : jkpaints.bombay@gmail.com શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા ૯, બોલે સ્મૃતિ, ૧૧૫૬, સૂર્યવંશી હોલ લેન, શિવાજી પાર્ક, મુંબઈ - ૪૦૦૦૨૮. ફોન : ૦૨૨-૨૪૪૫૬૪૭૧, મોબાઈલ : ૦૯૩૨૦૦૨૭૨૯૧ : મુદ્રક: શાર્પ ઑફસેટ પ્રિન્ટર્સ ૩૧૨, હીરા પન્ના કૉપ્લેક્સ, ડૉ. યાજ્ઞિક રોડ, રાજકોટ-૩૬૦૦૦૧. ફોન : ૨૪૬૮૪૬૧, મોબાઈલ : ૯૮૨૫૦ ૭૫૦૬૧, અમદાવાદ ફોન : ૨૬૫૮૪૪૧૪ ૧૫ Email: sharpoffset@hotmail.com For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ : વવાણીઆ દેહવિલય: રાજકોટ વિ.સં.૧૯૨૪ વિ.સં. ૧૯૫૭ Main Fકારતક સુદ પૂનમ, રવિવાર"onal & Prote Use Ovy ચૈત્ર વદ-૫, મંગળવાર Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું મંગલ અવતરણ આસો વદ ૧ વિ.સં. ૧૯૫૨ નડિયાદ. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજસાહેબ સર્વમંગલમ્ આશ્રમ, ગામ : સાગોડીયા, જી. પાટણ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ VII પ્રકાશકીય પરમસત્તાની અનુકંપાથી અધ્યાત્મ યુગપુરુષ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની સહજ આત્માનુભૂતિની દશામાં અવતરેલ, અનુપમ આધ્યાત્મિક ગ્રંથરત્ન આત્મસિદ્ધિશાસ્ત્ર” ઉપર શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ, સાંતાક્રુઝ - પાર્લા, મુંબઈના ઉપક્રમે પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજે તા. ૧૮-૧૦-૨૦૦૫ થી તા. ૧૮-૧-૨૦૦૯ દરમ્યાન આપેલ પ્રવચનો ઉપરથી આ મૂલ્યવાન ગ્રંથ “આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ભાગ-૧' પ્રકાશિત કરતાં સતશ્રુત અભ્યાસ વર્તુળ, સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા – પાટણ અત્યંત હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે. નિગ્રંથપણા તરફની ધર્મચિસભર વ્યવહાર ધરાવનાર આદર્શ ત્યાગી, વૈરાગી, તપસ્વી વિરલ સપુરુષ શ્રીમદ્ રાજચંદ્રના શુદ્ધતમ ચૈતન્યના અતલ ઊંડાણમાંથી અવતરેલ આત્મતત્ત્વમય વીણાના સૂરોને કરુણા-પ્રેમ-સંયમની વાત્સલ્યમૂર્તિ અધ્યાત્મયોગી પ.પૂ. ગુરુજી શ્રી ભાનવિજયજી મહારાજે પુનઃ ઝંકૃત કર્યા છે. આત્મસિદ્ધિશાસ્ત્ર એ શ્રીમન્ની આત્માનુભૂતિમાંથી છૂરેલી, સૂત્રાત્મક છતાં સરળ અને સુબોધ શૈલીએ લખાયેલી, કંઠસ્થ કરવામાં સહેલી, આત્મોપનિષદના પ્રકારની અનેક જીવોને પ્રેરણા આપી સન્માર્ગે વાળનારી સર્વોત્તમ કૃતિ છે. શ્રીમન્ના આધ્યાત્મિક શાસ્ત્રજ્ઞાન, અવધાન શક્તિ, નીતિમત્તા અને સંસ્કારિતાથી પ્રભાવિત યુગપુરુષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાની આધ્યાત્મિક ભીડમાં માર્ગદર્શન માટે આત્મા, કર્મ, મોક્ષ, ઈશ્વર, પુનર્જન્મ, ભક્તિ, વિશ્વપ્રલય, વેદ, ગીતા, પશુયજ્ઞ, સર્પ કરડવા આવે ત્યારે શું કરવું? -વગેરે સત્તાવીશ પ્રશ્નો શ્રીમને પૂછાવ્યાં હતાં. વિશદ, તર્કયુક્ત અને ધર્મનિષ્ઠ જવાબોથી સંતુષ્ટ થયેલ ગાંધીજીની મૂંઝવણ મટતાં સમયસરના માર્ગદર્શનથી ધર્માન્તરની મનોદશામાંથી મુક્ત બનેલ ગાંધીજીએ શ્રીમહ્માંથી અખૂટ પ્રેરણા લઈને અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ પ્રમાણ, તપશ્ચર્યા, સર્વધર્મ સમભાવ, અનેકાન્તવાદ વગેરે અપનાવ્યાં. “સત્યના પ્રયોગો'માં ગાંધીજીએ શ્રીમદ્ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ VIII માટે નોંધ્યું છે : “શ્રીમદ્ આ કાળના ઉત્તમોત્તમ ભારતીય પુરુષ છે તથા તેમની તોલે આવે એવો એક પણ આત્મજ્ઞાની પુરુષ મારા જોવામાં આવ્યો નથી.” જગતવંદ્ય વિભૂતિ ગાંધીજી પણ જેમને વંદ્ય ગણે તેવા શ્રીમદ્ દ્વારા “આત્મસિદ્ધિનું અવતરણ આ અવની પરની અદ્ભુત, અલૌકિક અને અસાધારણ ઘટના છે. - જ્ઞાન, ભક્તિ અને ધ્યાનમય યોગશક્તિના પ્રાબલ્ય વડે પ.પૂ. ગુરુજીના સ્વસંવેદન અને સ્વાનુભૂતિના સામર્થ્યથી આ આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપરના પ્રવચનો તત્ત્વજ્ઞાનમય અંત:પ્રેરણાના અમૃતમય ઉદ્ગાર, આત્માની અનંત શક્તિઓ અને શાશ્વત સંપત્તિની પ્રતીતિ કરાવી, પરમાર્થ માર્ગે પરમાનંદને પામવા આત્મ જિજ્ઞાસુઓને માર્ગદર્શન અને પ્રેરણા પૂરા પાડે છે. મુમુક્ષુ જીવોના આત્મકલ્યાણ અર્થેના આ મૂલ્યવાન ગ્રંથ રત્નના પ્રકાશનનો સર્વ શ્રેય આત્માર્થી જીવ શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા, મુંબઈ, પૂજ્ય સાધ્વી મહારાજ સાહેબો સર્વ શ્રી પૂ. સાધ્વી પ્રિયદર્શનાશ્રીજી મહારાજ, પૂ. સાધ્વી ગુણધર્માશ્રીજી મહારાજ, પૂ. સાધ્વી દિવ્યદર્શિતાજી મહારાજ અને શ્રી નિરંજનભાઈ મહેતાને જાય છે. ભારે જહેમત ઉઠાવી શ્રીમતી ભારતીબેને પ.પૂ. ગુરુજીના પ્રવચનો ઉપરથી રાત-દિવસ મહેનત કરી સંકલન કર્યું અને બધાં સાધ્વી મહારાજ સાહેબોએ નાદુરસ્ત તબિયત હોવા છતાં અથાક મહેનત કરી આ આ સંકલનમાં જરૂરી સુધારા વધારા તથા પ્રેસ નકલમાં ભૂલ સુધાર વગેરે દ્વારા સંકલનમાં પ્રેરણાદાયી માર્ગદર્શન અને મદદ પૂરાં પાડેલ છે. દુઃખોમાંથી સંપૂર્ણ મુક્ત બનવા અને નિજસ્વરૂપની સ્થિરતામાં પરમાનંદનો પરમ સ્પર્શ પામવા સદ્ગુરુ સમાન આ સશાસ્ત્રના પ્રકાશન માટે અમે આ સર્વેનો ઋણ સ્વીકાર સહ અંતઃકરણપૂર્વક સહર્ષ આભાર માનીએ છીએ. શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતાએ પ.પૂ. ગુરુજીના પ્રવચનોમાંથી સંકલિત કરી દરેક ગાથાના શબ્દને વિગતવાર સમજાવેલ છે, જેને આ પુસ્તકના અંતે પરિશિષ્ટમાં શબ્દાર્થ” હેઠળ પ્રકાશિત કરેલ છે. ગાથાને સ્પષ્ટતાથી સમજવા માટે અધ્યયન કર્તાને એ અત્યંત ઉપયોગી પૂરવાર થશે, એવી આશા રાખીએ છીએ. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ બનારસ હિંદુ યુનિવર્સિટીના જૈન ચેરના અધ્યક્ષ તથા શાજાપુર (મ.પ્ર.)ની જૈન વિદ્યાના મૂળ ગ્રંથોના અધ્યયન, સંશોધન અને પી.એચ.ડી. માટે પ્રશિક્ષિત કરતી નામાંકિત પ્રાચ્ય વિદ્યાપીઠના સંસ્થાપક, નિર્દેશક આદરણીય ડૉ. સાગરમલજી જૈન સાહેબ દ્વારા પ્રાપ્ત પ્રસ્તાવના આ ગ્રંથનું ગૌરવ વધારે છે. અનેકાંતવાદથી સમન્વયાત્મક અધ્યયન, ધ્યાન અને સાધના દ્વારા સત્યના સાક્ષાત્કાર માટે દીવાદાંડી સમાન જ્ઞાની પુરુષ અને પૂ. ગુરુજીના પરમપ્રેમી ડૉ. સાગરમલજી જૈન સાહેબનો અમે હૃદયપૂર્વક સહર્ષ સાદર આભાર માનીએ છીએ. અનેક રીતે આ ગ્રંથના પ્રકાશનમાં અલગ અલગ રીતે સહકાર આપવા માટે અમો શ્રી રાઈબેન પટેલ, શ્રી જગદીશભાઈ વોરા, ડૉ. મહેન્દ્રભાઈ શાહ, શ્રી અનિલભાઈ દોશી, શ્રી કૌશિકભાઈ દવે, નટુભાઈ પ્રજાપતિ, વિનોદભાઈ પરડવા, અશોકભાઈ, હંસાબેન, કાન્તિભાઈ, કલ્પનાબેન અને સુંદર છાપકામ માટે મુદ્રક શ્રી ધર્મેશભાઈ અને શ્રી અમરભાઈ (શાર્પ ઓફસેટ) – રાજકોટ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. આ પરાવાણી – સરવાણીના ઉદ્ગાતા પ.પૂ. ગુરુજીના ચરણકમલમાં દાસાનુદાસ ભાવે કોટિ કોટિ વંદન કરીએ છીએ. આ પરમહિતકારી ગ્રંથનું અધ્યયન, પરિશીલન અને મનન અનેક આરાધક મુમુક્ષુઓને બોધપ્રદ બને અને આરાધનામાં પથદર્શક થાય, મુમુક્ષુ આત્મા અંતરના અતલ ઊંડાણમાં ખેડાણ કરી જીવનમાં સમતા પ્રાપ્ત કરી, આત્મશ્રેય કરે એ જ મંગલ કામનાઓ સહ, વીર સંવત - ૨૫૩૭ સતુશ્રુત અભ્યાસ વર્તુળ, વિક્રમ સંવત - ૨૦૬૭ સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા, પાટણ. અષાડ સુદ-૬, બુધવાર તા. ૬-૭-૨૦૧૧ પ.પૂ. ગુરુજીનો ૮૧મો શુભ જન્મદિન For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ आत्मसिद्धिशास्त्र का द्वारोत्घाटन -प्रो. डॉ. सागरमलजी जैन * | आत्मसिद्धिशास्त्र एक शास्त्र है। ग्रन्थ और शास्त्रमें मौलिक अन्तर यह है कि ग्रन्थ लिखे जाते है, जबकि शास्त्र प्रकट होते है। शास्त्र अनुभव प्रधान होते है, जबकि ग्रन्थ बुद्धिप्रधान या तर्कप्रधान। आत्मसिद्धिशास्त्र श्रीमद्ाजचन्द्रजी की आत्मिक अनुभूतियों का प्रकटन है। वह स्वभाविक है, उसकी अभिव्यक्ति हुई है, लेखन नहीं क्योंकि वह एक सहज आत्मिक पीडा की ही अभिव्यक्ति है। इसीलिए उसका प्रकटन ही निम्न भावों से होता है __ वर्तमान आ कालमां मोक्षमार्ग बहुलोप। विचारवा आत्मार्थीने, भाख्यो अत्र अगोप्य ।। पुन: उसी सहजता से आत्मार्थी के लक्षण करते हुए कहा गया है आत्मज्ञान समदर्शिता, विचरे उदय प्रयोग। अपूर्ववाणी परमश्रुत, सद्गुरु लक्षण योग्य ।। प्रकृत पुस्तक की विशेषता यह है कि श्रीमद् राजचन्द्रजी की मुमुक्षु आत्माओं को सद्बोध देने के लिए जहाँ इस कृति का अवतरण हुआ, वही इसके हार्द को जनसामान्य को समझाने के लिए परम पूज्य श्री भानुविजयजी म.सा. द्वारा इसकी व्याख्यारूप इन व्याख्यानों का संकलन हुआ। अत: इस कृति को दो-दो सद्पुरुषों की आत्मानुभूति का संस्पर्श हुआ है, अत: यह मात्र एक पुस्तक नहीं है अपितु अध्यात्म से परिपूर्ण एक शास्त्र है। दूसरे एक शास्त्र होने के कारण मात्र जानने और मानने की वस्तु नहीं, अपितु जीने की कला की अभिव्यक्ति है। प्रस्तुत कृति की विशेषता यह है कि इसका अवतरण एक आध्यात्मिक परिवेश में हुआ है । यह आध्यात्मिक परिवेश कैसा होता है, इसे स्पष्ट करते हुए गुरुजी लिखते है कि "ज्यां शब्दों के तर्क असर नथी करता, वाद-विवाद के ग्रन्थों असर नहीं करता, मात्र दृष्टि नो मिलन थाय अने परिवर्तन थाय...अने ते वखते जे घटना थाय छे ते सम्पूर्ण ट्रान्सफरमेशन चेतना नो थाय छे." ऐसी कृतियाँ किसी सिद्धान्त या मान्यता का पोषण नहीं होती, परन्तु एक समग्र सत्य की * બનારસ હિંદુ યુનિવર્સિટીના જૈન ચેરના અધ્યક્ષ અને શાજાપુર (મ.પ્ર.)ની જૈન વિદ્યાના મૂળ ગ્રંથોના અધ્યયન, સંશોધન અને પી.એચ.ડી. માટે પ્રશિક્ષિત કરતી નામાંકિત પ્રાચ્ય વિદ્યાપીઠના સંસ્થાપક નિર્દેશક આ. ડૉ. સાગરમલજી જૈન સાહેબના માર્ગદર્શન હેઠળ १०० साधु-साध्वीमी पी.मेय.31. थयां छे. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ XI अभिव्यक्ति का प्रयत्न होती है। सत्य तो एक ही होता है, उसकी अभिव्यक्ति जब शब्दों के माध्यम से होती है वह सीमित हो जाता है। आत्मसिद्धिशास्त्र पर पूज्य गुरुजी के ये व्याख्यान उस ससीम को असीम बनाने का पुरुषार्थ है । उसमें तार्किकता नहीं, एक आत्मानुभूति अभिव्यक्त होती है। आत्मसिद्धिशास्त्र का अवतरण भी एक समग्र सत्य के अवगाहन हेतु हुआ, वह गच्छ, मत और पंथ से उपर उठकर एक समग्र सत्य को प्रस्तुत करता है, उसमें | विरोध में भी अविरोध को देखने का प्रयत्न हुआ है तथा वीतराग परमात्मा की अनेकांत दृष्टि के पोषण का पुरुषार्थ है। इसलिए श्रीमद्जी कहते है आगल ज्ञानी थई गया, वर्तमानमा होय। थाशे काल भविष्यमां, मार्गभेद नहि कोय ।। श्रीमद्जी एवं व्याख्याकार श्री भानुविजयजी दोनों ही गच्छ, मत, पंथ, संप्रदाय आदि से उपर उठकर सत्य का आख्यान एवं व्याख्या प्रस्तुत करते हैश्रीमद्जी कहते हैं दर्शन षटे समाय छे, आ षट् स्थानक मांही। विचारवां विस्तारथी, संशय रहे न कांइ॥ पुन: वे कहते है गच्छ मतनी जे कल्पना, ते नहीं सद्व्यवहार । भान नहीं निज रुपनु, ते निश्चय नहीं सार ।। पूज्य श्री भानुविजयजी ने भी अपने व्याख्यानो में इसी बात को स्पष्ट किया है कि 'आत्म साधना गच्छ मत एवं पंथ से उपर उठकर ही सम्भव हो सकती है। क्योंकि जब गच्छ, मत और पंथ के आग्रह है, राग भाव है और जब महावीर के प्रति गौतम का रागभाव उनकी वीतरागता में बाधक बना रहा तो हम किस खेत की मूली है ? श्रीमद्जी ने निश्चय व्यवहार, उपादान निमित्त, ज्ञान और क्रिया के संबंध में जो उदार एवं समन्वयात्मक दृष्टि दी है, पूज्यश्री ने उसी बात को अपने इन व्याख्यानों में स्पष्ट किया है। श्रीमद्जी आत्मसिद्धिशास्त्र में अपने भावों को अभिव्यक्त करते हुए कहते है नय निश्चय एकांतथी, आमां नथी कहेल। एकांते व्यवहार नही, बन्ने साथ रहेल ॥ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ XII निश्चयवाणी सांभली, साधन तजवां नो'य। निश्चय राखी लक्षमां साधन करवां सोय ॥ अथवा निश्चय नय ग्रहे, मात्र शब्दनी मांय। लोपे सद्व्यवहारने, साधन रहित थाय ।। श्रीमद्जी की इस अनाग्रही दृष्टि का निर्वाह पूज्य श्री भानुविजयजी ने अपने व्याख्यानों में पूरी प्रामाणिकता के साथ किया है , वे निश्चय और व्यवहार दोनों को साथ लेकर चलते है। वे यह कहते है कि निश्चय जानने योग्य है और व्यवहार करने योग्य है, व्यवहार का परित्याग नहीं किया जा सकता है। श्रीमद्जी आत्मसिद्धिशास्त्र में कहते है - जे सद्गुरु उपदेशथी, पाम्यो केवलज्ञान । गुरु रह्या छद्मस्थ पण, विनय करे भगवान । (१९) इस प्रकार हम देखते है कि श्रीमद्जी ने पूज्यश्रीजी ने सिद्धान्त और व्यवहार के मध्य | एक समन्वय का सूत्र दिया है, सिद्धान्त जानने और मानने योग्य है, किन्तु व्यवहार जीने योग्य है। जगत की व्यवस्था, फिर चाहे वह मुनिजीवन की हो या गृहस्थजीवन की हो, वह तो विशुद्ध रूप से व्यवहार पर चलती है, यदि व्यवहार का लोप होगा तो सामाजिक और धार्मिक व्यवस्थाएँ चरमरा जायेगी। इसीलिए श्रीमद्जीने आत्मसिद्धिशास्त्र में एवं पूज्यश्रीजी ने उसकी अपनी व्याख्या में इस समन्वयतात्म दृष्टि को अपनाया है। श्रीमद्जी आत्मसिद्धि में कहते है - कोइ क्रिया जड थई रह्या, शुष्कज्ञानमा कोइ। माने मारग मोक्षनो, करुणा उपजे जोई॥ इसीकी व्याख्या में पूज्यश्री लिखते है- "परमकृपालु देव (श्रीमद् राजचन्द्रजी) कहे छे. अमे जगतने जोईये छीओ तेमां अमने बे पात्रो जोवा मल्या। कोइक क्रिया जड बन्या छे अने कोइक शुष्क ज्ञानी बन्या छे। क्रिया करे छे पण तेमां जडता छ (सम्यक् समझ नहीं) ज्ञान छे पण शुष्कता छ। नदी होय, पण तेमां नीर न होय तो नदी शोभे नहीं, रात होय पण तेमां चन्द्रमा न होय तो रात शोभे नहीं तेम ज्ञान होय पण तेमां वैराग्य नहीं होय, ज्ञान होय पण तप त्याग न होय तो ज्ञान शोभे नहीं'' (पृ ३१) वस्तुत: वर्तमान युग की सबसे प्रमुख समस्या यही है कि व्यक्ति सत्य को जानता तो है, For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ XIII | किन्तु जीता नहीं है। जानना (ज्ञान) और मानना (श्रद्धा) तो बहुत होता है, किन्तु यदि जीना नहीं होता है, तो वह जानना और मानना व्यर्थ है। ज्ञान और दर्शन चाहे कितना ही हो, किन्तु यदि सम्यक् चारित्र और सम्यक् तप नहीं है, तो मुक्ति संभव नहीं हैं। ज्ञान कितना ही अर्जित कर लिया हो, किन्तु यदि जीया नहीं जाता है तो व्यर्थ ही है। क्रियाविहीन ज्ञान और ज्ञानविहीन क्रिया दोनों ही निरर्थक है। इसीलिए ज्ञानयोग, क्रियायोग और भक्तियोग तीनों की समन्विति में ही मोक्ष प्राप्ति संभव होगी। परमकृपालु देव की यह वाणी पूज्यश्री के प्रवचनों में अति मुखर हुई है। इसीको स्पष्ट करते हुए परमकृपालु देव ने कहा है। बाह्य क्रियामां राचता, अंतर्भेद न कांइ; ज्ञानमार्ग निषेधता, तेह क्रिया जड आइ॥ दूसरी ओर वे यह भी स्पष्टत: कहते है बंध-मोक्ष छे कल्पना भाखे वाणी मांही। वर्ते मोहावेशमां शुष्कज्ञानी ते आंही ।। जिस प्रकार रथ को चलने में दोनो चक्र, पक्षी को उडने में दो पंख और मनुष्य को चलने हेतु दोनों पैर आवश्यक है, उसी प्रकार ज्ञान और क्रिया के समन्वय में ही मुक्ति है। परमकृपालुदेव और पूज्यश्री के जीवन में इन दों का समन्वय स्पष्ट देखा जाता है, किन्तु यह दुर्भाग्य है, कि आज एक पक्षीयता प्रमुख होती जा रही है। आत्मसिद्धि जैसे सद् शास्त्र और परमकृपालुदेव के जीवन दर्शन से यदि एक यही बात सीख सके, तो पूज्यश्री के इन प्रवचनों की सार्थकता होगी। परमकृपालुदेवने स्पष्टत: कहा है त्याग विराग न चित्तमां थाय न तेने ज्ञान । अटके त्याग विरागमां तो भूले निज भान ।। ज्यां ज्यां जे जे योग्य छ तिहां समजवू तेह। त्यां त्यां ते ते आचरे, आत्मार्थी जन अह ।। आत्मसिद्धिशास्त्र और उस पर हुए पूज्यश्री के प्रवचनों की दूसरी विशेषता यह है कि वे बाह्यलक्षी नहीं, आत्मलक्षी है, वे अन्तरावलोकन या अन्तर्दर्शन पर बल देते है, साथ ही 'पर' | में जो अपने पन का मिथ्याबोध और मिथ्याग्रह है उससे मुक्त होने की बात करते है। For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ XIV आत्मज्ञान समदर्शिता, विचरे उदयप्रयोग | अपूर्ववाणी परमश्रुत सद्गुरुलक्षण योग्य | आत्मज्ञान त्यां मुनिपणु, ते साचा गुरु होय | बाकी कुलगुरु कल्पना, आत्मार्थी नहि जोय ॥ आत्मज्ञान या स्वरुपबोध के अभाव में ज्ञान सम्यक्ज्ञान नहीं है, वह मात्र सूचनात्मक ज्ञान है, ऐसा सूचनात्मक ज्ञान तो एक कम्प्यूटर में भी हो सकता है, किन्तु वह तो मात्र शाब्दिक सूचना मात्र है, वह आत्मकल्याण में साधक नहीं है। वह 'पर' के प्रति मिथ्या 'स्व' के आरोपण से मुक्ति नहीं दिला सकता है, 'स्व' (Self) के सच्चे स्वरूप बोध नहीं करवा सकता है। इसलिए आनन्दघनजी ने कहा है आत्मज्ञानी श्रमण कहावे, बीजा तो द्रव्यलिंगी रे । - किन्तु यह आत्मज्ञान ज्ञाता ज्ञेय संबंधरूप ज्ञान नहीं है। क्योंकि उपनिषदों में स्पष्टतः कहा गया है विज्ञांतरे अरे केन विजानीयेत । येन सर्व विज्ञातव्य भवति, तेन किम् विजानीयेत ॥ यद्यपि उपनिषद् एक ओर यह भी कहते है कि यदि विश्व में कोई जानने योग्य या मनन करने योग्य तत्त्व है, तो वह आत्मा ही है। किन्तु यह आत्मज्ञान मात्र अन्तर्दर्शन से संभव है। यह आत्म अनात्म के विवेक से प्रकट होता है। इसीलिए परमकृपालु देव ने आत्मसिद्धिशास्त्र में कहा है भास्यो देहाध्यासथी, आत्मा देहसमान | पण ते बन्ने भिन्न छे, जेम असि ने म्यान ॥ इस आत्म-अनात्म विवेक के लिए श्रीमद्जी ने आत्मसिद्धिशास्त्र में षट्स्थानकों की बात कही है-इन षट्स्थानकों की चर्चा हमे विशेषावश्यक भाष्य आदि पूर्ववर्ती ग्रन्थों में भी मिलती है । ये षट्स्थानक है- १ आत्मा है, २ आत्मा नित्य है, ३ आत्मा कर्ता है, ४ आत्मा भोक्ता है, ५ मोक्ष है और ६ मोक्षमार्ग है । इन षट्स्थानकों की सिद्धि हेतु परमकृपालुदेव श्रीमद्जीने पूर्व पक्ष और उत्तरपक्ष के तर्क भी दिये है । सर्वप्रथम आत्मसिद्धि हेतु कहा गया है कि आत्मा के प्रति शंका भी आत्मा के अभाव में संभव नहीं है। क्योंकि बिना चेतन सत्ता को For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ स्वीकार किये आत्मा के प्रति संदेह भी संभव नहीं है, क्योंकि संदेह एक विचार है और विचार, बिना विचारक अर्थात् चेतन सत्ता के संभव नहीं है। पाश्चात्य विचारक देकार्त ने कहा था I doubt therefore I am. अर्थात् आत्मा के प्रति संदेह भी आत्म अस्तित्व को स्वीकार किये बिना संभव नही है। भगवान महावीर ने अपने प्रथम शिष्य गौतम को भी यही बात समझाई थी । विशेषावश्यक भाष्य के गणधरवाद में इसका उल्लेख है । परमकृपालुदेव ने भी आत्मसिद्धिशास्त्र में यही बात कही है। फिर भी यह ज्ञातव्य है कि आत्मा की यह सत्ता अनुभूतिगम्य है, तर्क या शब्द गम्य नहीं है। उपनिषद् और जैनागम आचारांग आदि इसीका समर्थन करते हैं। आत्मा है किन्तु शब्दों के माध्यम से आत्मा सम्यक् निर्वचन संभव नहीं है । श्रीमद्जीने आत्मसिद्धिशास्त्र में एवं पूज्य श्री ने अपने प्रवचनों में इसे विस्तार से स्पष्ट किया है । पुनः आत्मा को नित्य तथा कर्ता भोक्ता माने बिना स्मृति और बंध मोक्ष आदि संभव नहीं है। आत्मा का कर्ता और भोक्तापना कर्म सिद्धान्त का आधार है। यह सत्य है कि आत्मा तत्त्वतः शुद्ध, बुद्ध है, किन्तु संसारदशा में वह कर्म-मल से युक्त है यह भी उतना ही सत्य है । · उदाहरण के लिए पानी - पानी है और मट्टी-मट्टी है, पानी अलग है और मट्टी अलग है। फिर भी पानी में मट्टी है। इसी प्रकार आत्मा अलग है, कर्म अलग है फिर भी वे दोनो एक दूसरे है । आत्मा अलग है और क्रोधादि कषाय भाव अलग है, फिर भी वे आत्मा में है। उनके शोधन का प्रयत्न मोक्षमार्ग और पूर्ण शुद्धि मोक्ष है। आत्मसिद्धिशास्त्र का यही सार है, जिसे पूज्यश्री ने अपने प्रवचनों के माध्यम से जन साधरण के लिए आत्मसात करने की दृष्टि से सरलतम बना दिया है। इसमें तत्त्वज्ञान की कठिन पेहलियों को सरल ढंग से समझाया है, ये वस्तुत: उनकी अन्तरात्मा के निकले हुए उद्गार है। भाषा सरल एवं बोधगम्य है । पूज्यश्री से ऐसी ज्ञानप्रसादी सदा मिलती रहे और जन-जन उसका आस्वादन कर आत्म तृप्त होता रहे यही शुभभावना है। 卐 XV For Personal & Private Use Only . Page #19 -------------------------------------------------------------------------- ________________ XVI ભૂમિકા શ્રી સાંતાક્રુઝ – પાર્લા - અંધેરી શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ, પરમ કૃપાળુ દેવનો બોધ મુમુક્ષુઓને વિશેષ અને વિશેષ ઉપલબ્ધ થાય, તેના ઊંડા ભાવ અને રહસ્યો સમજાય તે માટે છેલ્લા ૨૭ વર્ષોથી સતત કાર્યરત છે અને સંતોના, ભાષ્યકારોનાં, વિદ્વાનોનાં સત્સંગ-સ્વાધ્યાયનું અવિરતપણે આયોજન કરે છે. પરમકૃપાળુ દેવની અદ્ભુત અને અવનિ પરનાં અમૃત સમાન કૃતિ “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં સર્વ આગમો અને શાસ્ત્રોનો નિચોડરૂપ સાર કૃપાળુદેવે આશ્ચર્યજનક રીતે ૧૪૨ ગાથાઓમાં સમાવી દીધો છે. ઘણાં વર્ષોથી સર્વે મુમુક્ષુઓની ઊંડી અભિલાષા હતી કે દરેક ગાથાનું ઘુંટન કરી કરીને તેના રહસ્યોનાં ચમકારા, અમૃતનું પાન કોઈ જ્ઞાનીના ચરણોમાં બેસીને કરીએ, પરંતુ આ ભગીરથ કાર્યનો યોગ સાંપડતો ન હતો. પરંતુ સૌ મુમુક્ષુઓનાં પુણ્યબળે તે સુવર્ણયોગ આવી ગયો, શ્રી જગદીશભાઈ વોરા સાથે મંડળના સૌ કાર્યકરોએ પ.પૂ. ભાનવિજયજી મહારાજસાહેબને વિનંતી કરી અને પૂજ્ય સાહેબશ્રીએ સંમતિ આપતા આ “આત્મસિદ્ધિશાસ્ત્રનાં મહાપારાયણ નો તા. ૧૮-૧૦-૨૦૦૫ નાં શુભદિને પ્રારંભ થયો. વર્ષથી અધિક ચાલેલા આ જ્ઞાનયજ્ઞમાં પૂજ્યશ્રી સાગોડીયાથી સાંતાક્રુઝ ૧૯ વખત પધાર્યા અને કુલ ૧૧૮ સ્વાધ્યાયોમાં જીજ્ઞાસુઓ અને મુમુક્ષુઓ સમક્ષ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનાં ગૂઢ અને સૂક્ષ્મ રહસ્યોને તેઓશ્રીની સરળ અને સહજ અમૃત વાણીમાં ઉજાગર કરી રસપાન કરાવતા રહ્યા. દરેક સ્વાધ્યાય પછી મુમુક્ષુઓ ધન્યતા અનુભવતા અને આગળનાં સ્વાધ્યાયની ચાતક પક્ષીની જેમ રાહ જોતા હતા. કોઈ સમય પૂજ્યશ્રીની શારીરિક અસ્વસ્થતા હોય તો પણ તકલીફ ઉઠાવીને પ્રવાસ કરતા અને સ્વાધ્યાય આપી મુમુક્ષુઓની જીજ્ઞાસા સંતોષતા. આત્મસિદ્ધિશાસ્ત્ર દ્વારા પરમકૃપાળુ દેવે પ્રબોધેલો વીતરાગ માર્ગ અને માર્ગનું રહસ્ય, પૂજ્યશ્રીએ એક For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ XVII એક ગાથાનું દોહન, વિશેષ અર્થઘટન, સૂક્ષ્મ રહસ્યો પ્રગટ કરી મુમુક્ષુઓ પ્રત્યે વહાવેલ કરુણા માટે મંડળ સદાય તેઓશ્રીનું ઋણી રહેશે. આ ભગીરથ મહાપારાયણની પૂર્ણાહુતિ અત્યંત ઉલ્લાસપૂર્વક અનેક સંતો, મહાનુભવોનાં સાનિધ્યમાં થઈ. આજીવાસન હૉલમાં વિશિષ્ટ રીતે નવપદજીનાં વધામણાં (પૂજન) શ્રી દિપકભાઈ બારડોલીવાળા એ તા. ૧૭/૧/૨૦૦૯ ના રોજ કરાવેલ અને અંતિમ સ્વાધ્યાય યોગી સભાગૃહમાં તા. ૧૮/૧/૨૦૦૯ ના રોજ થયો, જેનો લાભ શ્રી દિલીપભાઈ શાહ (પી.ડી. કન્સ્ટ્રક્શન) લીધેલ. આ ભગીરથ મહાપારાયણ દરમ્યાન શ્રી જગદીશભાઈ તથા સૌ. હેમાબહેને આપેલ સેવા બદલ મંડળ વતી તેમનો આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત મંડળના સર્વે કાર્યકરો, સ્વયંસેવકોએ આપેલ સેવા બદલ મંડળ વતી તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનાં મહાપારાયણ દરમ્યાન પ.પૂ. સાહેબશ્રીએ વહેવડાવેલ અમૃતવાણી, શબ્દશઃ પુસ્તકરૂપે ગ્રંથસ્થ થાય છે તે જાણી અત્યંત આનંદ થાય છે. સર્વે મુમુક્ષુઓ આ ગ્રંથ દ્વારા “આત્મસિદ્ધિશાસ્ત્રનું અમૃતપાન કરી શકશે. સર્વમંગલમ્ આશ્રમ દ્વારા આ ગ્રંથના પ્રકાશન બદલ મંડળ વતી હું અત્યંત હર્ષ વ્યક્ત કરું છું. શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ (શ્રી સાંતાક્રુઝ - પાર્લા- અંધેરી) વતી, મહેન્દ્રભાઈ દોશી (બાપુ) નાં જય પ્રભુ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ XVIII વા વિ? સંતોતિ કઈ દિશા? સંત એ જ દિશા - મહાભારત પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ પ.પૂ. મુનિશ્રી ભાનવિજયજી મહારાજ “સમન્વ યોગા વ્યતે” સાધનાપથ સમજાવતા સર્વમંગલમ્ આશ્રમ સાગોડીયા અને “તમસો મા જ્યોતિમય’ - અંધકારમાંથી અસ્તિત્વનો પ્રકાશ પામવા સર્વમંગલમ્ પરિવાર આશ્રમ પાટણના અધિષ્ઠાતા છે. ૬ જુલાઈ ૧૯૩૧ પૂનામાં અવતરણ, જૈન કુળમાં જન્મ, ૧૨ વર્ષની નાની વયે પોતાના માતા-પિતા સાથે દીક્ષા ગ્રહણ, ૧૭ વર્ષની ઉંમરે મુંબઈમાં જાહેર ધાર્મિક મનનીય પ્રવચનો દ્વારા અધ્યાત્મ ગગનમાં બાલમુનિ તરીકે ઊંચી ઉડાન, સર્વ ધર્મો | અને સતશાસ્ત્રોના અભ્યાસ અને આરાધના થકી સાધકને સાંકડા કૂંડાળામાંથી બહાર આણી, સઘળે વિલસી રહેલ એક પરમ તત્ત્વની અર્થાત્ સત્યની ઝાંખી કરાવવા જ માર્ગદર્શન અને સાધના માટે મુનિશ્રી કાર્યરત છે. જૈન આદર્શને અનુરૂપ જીવન જીવતાં અને માનવસેવાને જ માધવસેવા માની સર્વનું મંગલ થાઓ, સર્વ સ્વસ્થ રહો, સર્વ સુખી થાઓ', એવી શુભ કરુણાસભર | ભાવનાને સાકાર કરવા લોકહિતાર્થે જનકલ્યાણની વિવિધ પ્રવૃતિઓ પૂ.મુનિશ્રીની નિશ્રામાં સાગોડીયા અને પાટણ આશ્રમોમાં ચાલે છે. તેમની જ્ઞાનગરિમા, ભાષાધિકાર અને અધ્યાત્મની સત્યશોધક નવનીત પીરસતી અમૃત વાણીથી પ્રભાવિત ધર્મપ્રેમી | જનતાએ શ્રદ્ધા, આદર અને પ્રેમથી મુનિશ્રીને “ગુરુજી” તરીકે હૃદયમાં પ્રસ્થાપિત કરેલ છે. પૂ.ગુરુજીની અમૃત વાણીમાં વેદોની વાણી, ઉપનિષદોનો ઉદ્ઘોષ અને ઓમકારનો નાદ છે. આગમોનું અમૃત, વીતરાગ પરમાત્માના વચનામૃતો, સંયમનો સાર અને જીવનની ચેતના છે. ઋષતુલ્ય, સૌમ્ય સર્વતોમુખી જ્ઞાનમૂર્તિ પૂ.ગુરુજીએ પોતાને પ્રાપ્ત જ્ઞાન અને સ્વાનુભવને સમાજના એક વર્ગ પૂરતો મર્યાદિત ન રાખતાં સર્વના આત્મકલ્યાણ અર્થે સર્વધર્મસમભાવ અને સદ્ભાવના પાયા ઉપર ઈ.સ.૧૯૬૬ માં સર્વમંગલમ્ આશ્રમ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ XIX સાગોડીયાની સ્થાપના કરી. એમની ઉદ્ઘોષણા છે : “ધર્મ એક છે. ધર્મ સનાતન છે. ધર્મ એ પરબ્રહ્મ પ્રાપ્તિનો એક માર્ગ છે. રસ્તા અનેક હોય પણ છેવટનું વિશ્રામ સ્થાન તો એક જ છે, માટે ધર્મને સંપ્રદાયના વાડામાં કેદ ન કરો. ધર્મને નામે કદી પણ ઝઘડો ન કરો. જ્યાં ઝઘડો છે ત્યાં ધર્મ નથી જ.” - પૂ.ગુરુજીની પ્રેરણાથી અથાક પરિશ્રમ અને અખૂટ ધીરજપૂર્વક સાગોડીયાની ખારીપાટ ૬૮ એકર જમીન ઉપર વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા જમીન સુધારણા થઈ, સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયાને નયનરમ્ય ચિત્તઆકર્ષક નૈસર્ગિક સુંદરવનમાં રૂપાંતરિત કરેલ છે. મનના કોલાહલને શાંત કરી, ભીતરના આંદોલનને ઝંકૃત કરી, આત્મખોજ અર્થે સાધક અહીં પ્રગાઢ શાંતિ અને અલૌકિક આનંદનો અનુભવ કરે છે. ચમત્કાર અને દુન્યવી લાલચથી પોતાની પાસે આવવાનું અનુમોદન ન આપતાં પૂ.ગુરુજી હંમેશા આગંતુકને સમજાવતાં હોય છે કે એક ખૂણે બેઠા બેઠા માણસના જીવનમાંથી રાગ, દ્વેષ, કષાયને ઓછા કરવાનો અમારો પ્રયત્ન છે. અમારે માણસને નરમાંથી નારાયણ કરવો છે. આ અમારું ધ્યેય છે અને એ માટે અમારા પ્રયત્નો છે. પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનવિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં અહીં આશ્રમમાં શિક્ષણ, સેવા તથા આત્મઆરાધનાની પ્રવૃત્તિઓ સુંદર રીતે ચાલી રહી છે. - સદાચાર, ચારિત્ર્ય ઘડતર માટે જીવન જ્યોતિ જ્ઞાનમંદિર (બુનિયાદી માધ્યમિક શાળા) અને જીવન જાગૃતિ સંસ્કાર મંદિર (ગુરુકુળ-છાત્રાલયોમાં વિદ્યાર્થીઓનો સર્વાગી અને સંતુલિત વિકાસ થઈ રહ્યો છે. કોમ્યુટર સેન્ટર, પુસ્તકાલયની સગવડો સાથે શાળામાં સંસ્કાર સિંચન સહ સાચી કેળવણી માટે પૂ.ગુરુજી પ્રયત્નશીલ રહે છે. આશ્રમમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પૂ.ગુરુજીના વડપણ હેઠળ સંતોષજનક ચાલે છે. આરોગ્ય સેવા માટે શ્રી એમ. વસા પરિવાર મોબાઈલ મેડીકલ વાન અને સ્થાનિક મેડીકલ ડીસ્પેન્સરી, મધ્યમ વર્ગ અને નિરાધારોને સહાય કરવા હરિઓમ્ સહાય યોજના, મંદબુદ્ધિ અપંગ સહાય યોજના, તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિઓ, વિધવાઓ માટે સહાય યોજનાઓ, દુષ્કાળ-અતિવૃષ્ટિ-ભૂકંપ વખતે | વિવિધ રાહતકાર્યો પૂ.ગુરુજીની રાહબરી હેઠળ નિયમિત ચાલતા હોય છે. અહિંસા પ્રેમી પૂ.ગુરુજીએ જીવમાત્રનું કલ્યાણ થાય એવી ભાવકરુણાને મૂર્તિમંત કરવા કુમુદ ગૌશાળામાં ગાયોની સેવા શુશ્રુષા અર્થે સુંદર વ્યવસ્થાનું આયોજન કર્યું છે. સૌંદર્યસભર નૈસર્ગિક કુમુદ ગૌશાળા મધ્યે બંસરીવાદક ભગવાન કૃષ્ણની પ્રતિમા | For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ XX અને સમગ્ર ગૌશાળા સંકુલ મન અને ચિત્તને શાંતિ તથા આનંદ આપે છે. - પુષ્પને કહેવું નથી પડતું કે મારામાં સુગંધ છે, તેમ સેવા, સ્વાધ્યાય, સુમિરનથી સ્વરૂપ- સ્થિરતાની સાધનાની અધ્યાત્મ પ્રવૃત્તિઓ અને આત્મબોધદાયક પૂ.ગુરુજીની અમૃતવાણીની સૌરભ ડીસા, પાલનપુર, મહેસાણા, ખેરવા, અમદાવાદ, કોબા, મોરબી, રાજકોટ, વવાણીયા સુધી સીમિત ન રહેતાં મુંબઈ, મધ્યપ્રદેશ, બેંગ્લોર અને અમેરિકા સુધી પ્રસરી છે. પૂ.ગુરુજીના સાંનિધ્યમાં અધ્યાત્મ જીવનનું સર્વોત્તમ શિખર સ્વરૂપરમણતા સિદ્ધ કરવા સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા આદર્શ આધ્યાત્મિક સંકુલ અને દિવ્ય તીર્થધામ છે. પ્રભુભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે સાધના દ્વારા જીવનની શાંતિ અને પરમાર્થનો માર્ગ પામવા વાનપ્રસ્થો માટે સુવિધાજનક વાનપ્રસ્થ આરાધના કેન્દ્ર છે. આત્માર્થી સાધકો માટે સાધક કુટિર, કેશર ધ્યાન કક્ષ – પાંચ કુટિરો, ભગવાન પાર્શ્વનાથનું મંદિર છે. અતિથિઓ માટે આધુનિક સગવડો ધરાવતું અતિથિગૃહ છે. અધ્યયન માટે લાયબ્રેરી, ઓડિયો-વિઝયુઅલ માટે ઓડીટોરિયમ અને સુંદર ભોજનાલયની સગવડ આ પવિત્ર પરિસરમાં આવેલી છે. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ધ્યાન કેન્દ્રમાં પૂ.ગુરુજી આત્મબોધ આપી વીતરાગતાને વરવા જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યનું અમૃત પીરસે છે. પ.પૂ. ગુરુજીને સાંભળવા એ સ્વયં એક મધુરતમ ધ્યાન છે. દર રવિવારે અને સમયાંતરે નિયમિત આયોજાતી ધ્યાન શિબિરોમાં એમની નિશ્રામાં ધ્યાનની ભૂમિ ઉપર પ્રેમના પુષ્પો પાંગરી જીવન ઉત્સવ બને છે. જીવનમાં જ્ઞાન પ્રકાશના અજવાળા પાથરી સાધક પૂ.ગુરુજીના સાંનિધ્યમાં પરમતત્ત્વની ઓળખાણ દ્વારા પરમ સમીપે જવા ધ્યાન સાધના કરે છે. - પૂ.ગુરુજીની પ્રેરણાથી આશ્રમની પવિત્ર ચેતનવંતી ભૂમિમાં એકાંત, અસંગ, મૌનસ્થ દશામાં સ્વાધ્યાય, શાસ્ત્ર અધ્યયન, ભક્તિ, ધ્યાન સાધના અર્થે સાધુ-સંતો અને આત્માર્થી મુમુક્ષુ જીવો આત્મોન્નતિ કરી શકે તે હેતુથી સગવડો આપતા આદર્શ “આત્મ આરાધના કેન્દ્રની શરૂઆત અધ્યાત્મ જગતની નોંધપાત્ર ઘટના છે. દરેક તત્ત્વજ્ઞાની અંતે તો એક “સત્ તત્ત્વની જ ખોજ કરે છે. સર્વદર્શન સભાવ અને અન્ય મત પ્રત્યે ઉદાર, અનેકાંતદષ્ટિ ધરાવનાર પૂ.ગુરુજીએ આત્માર્થી જીવ ભારતીય તત્ત્વજ્ઞાનની પદર્શન વિચારધારાને જાણી અને સમજી શકે એ ઉદ્દેશ્યથી For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ XXI આશ્રમમાં વીતરાગ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરેલ છે. જેમાં વીતરાગ દર્શનની દૃષ્ટિએ ધર્મ, કર્મ, તત્ત્વદર્શન, મોક્ષમાર્ગ, જીવના ક્રમિક વિકાસના ૧૪ ગુણસ્થાન, અનેકાંતવાદ, બાર અનુપ્રેક્ષા, યોગ, ધ્યાન, વીતરાગ વિજ્ઞાનની માહિતીસભર સંક્ષિપ્ત પ્લેટોને પ્રથમ ખંડમાં દર્શાવવામાં આવી છે. બીજા ખંડમાં સસાધના દ્વારા આત્માર્થી સાધક આત્મજ્ઞાન અને આત્મશાંતિ પામે એ હેતુસર પરમતત્ત્વવેતા, અધ્યાત્મયોગી, જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન દર્શનને આલેખેલ છે. અને ત્રીજા ખંડમાં વેદ ઉપર આધારિત ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ, પૂર્વ મિમાંસા-ઉત્તર મિમાંસા (વેદાંત) દર્શનો અને વેદ ઉપર આધારિત ન હોય તેવા ચાર્વાક, જૈન અને બૌદ્ધ દર્શનો ઉપરની વિચારણા તથા ભારતના મહાન સંતો દાર્શનિકોના જીવનચરિત્રવિષે સંક્ષિપ્તમાં માહિતી આપવામાં આવેલ છે. - પ.પૂ. ગુરુજી દ્વારા ૧૯૬૮ માં સ્થપાયેલ સર્વમંગલમ્ પરિવાર આશ્રમ પાટણમાં પૂ.ગુરુજીના આધ્યાત્મિક પ્રવચનો, ચાતુર્માસ દરમ્યાન જ્ઞાન યજ્ઞો, સંતો-વિદ્વાનોના પ્રવચનોનું આયોજન થાય છે. અને સાધકને આત્મકલ્યાણ અર્થે પ્રેરણા, માર્ગદર્શન અને આત્મબોધ મળે છે. ૩૪ ચાતુર્માસ પ્રવચનમાળાઓ થઈ. ૩૬ પુસ્તકોનું પ્રકાશન અને દર ત્રણ મહિને આશ્રમનું મુખપત્ર “પરમ તત્ત્વનું પ્રકાશન ધર્મપ્રેમી જનતાને અધ્યાત્મના પીયૂષ પીવડાવે છે. પૂ.ગુરુજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સમ્યમ્ જ્ઞાન પ્રસારણ યોજના, સદ્ભુત અભ્યાસ વર્તુળ અને શ્રી ગુરુવાણી, આધ્યાત્મિક પુસ્તકોનું પ્રકાશન અને ઓડિયો-વિડીયો સી.ડી. તૈયાર કરે છે. પૂ.ગુરુજીમાં સાધુની સાધુતા ને સંતનું સંતત્વ છે. તેઓ સમાધિના સુંદરેશ્વર છે, મૌનના મુનિ, યોગના યોગેશ્વર, પ્રેમનું પૂર્ણ સ્વરૂપ અને સત્યનું સત્ત્વ છે. તેઓ કૃપાના સાગર, જ્ઞાનની સરસ્વતી, ભક્તિની યમુના અને અધ્યાત્મની ગંગા છે. પ.પૂ.ગુરુજીની દિવ્યસાધનાથી પવિત્ર બનેલી આ તપોભૂમિ સાધકોની શ્રદ્ધાનું કેન્દ્ર તથા માનવીય ગરિમાનું ક્ષેત્ર છે. અધ્યાત્મનું અરણ્ય અને અમૃતનું સરોવર છે. આત્મજ્ઞાનરૂપ દિવ્ય જ્યોતિના ઝળહળતા પ્રકાશથી સનાતન મોક્ષમાર્ગ અને વીતરાગતાને ઉદ્યોત કરનાર પૂ.ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબ માનવતાના મસીહા છે, એવા પ્રેમસ્વરૂપ, કરુણામૂર્તિ પ.પૂ. ગુરુજીને કોટિ કોટિ પ્રણામ. ડૉ. એસ.ટી. કોટક (ડીસા) For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ XXII પુરોવચન ॐ अर्ह नमः શ્રીમણિ-બુદ્ધિ-મુક્તિ-કમલ-કેશર-ચંદ્ર-પ્રભવચંદ્રસૂરિસદ્ગુરુભ્યો નમઃ ‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ।' અધ્યાત્મમાર્ગમાં ત્રણ શબ્દો મહત્ત્વનાં છે. (૧) સાધ્ય (૨) સાધક (૩) સાધન સાધના. (૧) સાધ્ય ઃ અનંતજ્ઞાનાદિગુણથી યુક્ત આત્માનું શુદ્ધ પરમાત્મ સ્વરૂપ. (૨) સાધક : પરમાત્મદશાને પ્રગટ કરવાની રુચિવાળો અને પુરુષાર્થ કરતો મુમુક્ષુઆત્માર્થી (૩) સાધન ઃ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યક્ ચારિત્ર. આત્માના અનંતગુણોમાં જેમ જ્ઞાન ગુણ જીવનું લક્ષણ છે તેમ સમ્યગ્દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય છે ને એ પાયાનો ગુણ છે. ‘સમક્તિ પામે જીવ જે, ભવગણતીએ ગણાય' (વીરવિજયજી મહારાજ) સમ્યગ્દર્શન પામ્યા પછી જીવના ભવોની ગણતરી થાય છે. આ ગુણના પ્રાગટ્ય માટે શ્રુતજ્ઞાન જરૂરી છે. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ માટે સદ્ગુરુ ને સત્શાસ્ત્રો પરમ આધાર રૂપ છે. વીતરાગ પરમાત્માના શાસનના અનેક મહાપુરુષોએ મુમુક્ષુ જીવોના આત્મશ્રેય માટે અનેક સત્શાસ્ત્રોની, ગ્રંથોની રચના કરી છે. શ્રીમદ્ભુએ ‘‘આત્મસિદ્ધિશાસ્ત્ર’’ની અદ્ભુત રચના કરી છે. સમ્યગ્દર્શનની ૬૭ બોલથી વિચારણા શાસ્ત્રોમાં છે. તેમાં સમ્યગ્દર્શનના નિવાસભૂત જે છ સ્થાનક તેને ગુરુ-શિષ્યના સંવાદરૂપે વર્ણવી મુમુક્ષુ વર્ગ ઉપર તેઓએ ઘણો મોટો ઉપકાર કર્યો છે. ‘ઠરે જીહાં સમક્તિ તે થાનક, તેહના વિધ કહીએ રે’ (ઉપા. યશોવિજયજી મહારાજ). સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અને સ્થિરતા થવામાં આ ષટ્કદની વિચારણા અત્યંત મહત્ત્વની છે. આ ગ્રંથ ઉપર પૂ.ગુરુજીએ મુંબઈમાં ૧૯ સત્રોમાં કુલ ૧૧૮ પ્રવચનો આપ્યા. ગ્રંથના ગહન તત્ત્વો જેવા કે નિશ્ચય, વ્યવહાર; ઉપાદાન, નિમિત્ત; દ્રવ્ય, ગુણ, પર્યાય; આદિને બાલ, મધ્યમ (આબાલ-ગોપાલ) આદિ મુમુક્ષુઓ સમજી શકે તે માટે લોકજીવનમાં જીવાતા ઉદાહરણો આપી લોકભોગ્ય બનાવવા પ્રયત્ન કર્યો છે, અને તત્ત્વજ્ઞાનને વધુ સ્પષ્ટ કરવા પુનરાવૃત્તિ પણ કરી છે. તથા ગહન તત્ત્વજ્ઞાનને વ્યાપક સંદર્ભમાં સમજાવવા માટે પ્રાચીન, અર્વાચીનયુગીન, ભારતીય પાશ્ચાત્ય તત્ત્વ ચિંતકો; બૌદ્ધિકો, ભક્તો જેમકે ગણધર ગૌતમસ્વામીજી, મહર્ષિ વેદ વ્યાસ, ભ. ગૌતમબુદ્ધ, શ્રી કુંદકુંદાચાર્યજી, શ્રી હરિભદ્રસૂરીજી, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી આનંદઘનજી, ઉપા. યશોવિજયજી મ., શ્રી શંકરાચાર્યજી, કબીર, For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ XXIII મીરા, નરસિંહ, ભર્તુહરિ, ઉમાશંકર જોષી, દાસ રણછોડ, આઈન્સ્ટાઈન આદિના પદો, મંતવ્યો આપીને તત્ત્વને વિશદ રીતે સ્પષ્ટ કર્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ (સાંતાક્રુઝ, પાર્લા, અંધેરી)ના સર્વેએ પૂજ્ય ગુરુજી પ્રત્યે પોતાના ભાવો વ્યક્ત કરતાં જણાવ્યું કે, સૌમ્ય મલપતી મુદ્રાને પ્રેમ અમીરસ ઢોળતી નજરો, ઋષિતુલ્ય તેજસ્વી પ્રતિભાને જ્ઞાનસભર રસવાણી, ચૈતન્યની અનુભવ વાણી, પરમાર્થની હિતકારી, કદી ન ભૂલાય ગુરુજી, મૂરત આપની ન્યારી. પરમ પ્રેમ અને નિષ્કારણ કરૂણાશીલતાથી વહેતી આપની જ્ઞાન ગંગા સર્વ મુમુક્ષુઓ અને સાધકો ઉપર વરસતી રહે ને આપની કૃપા પ્રસાદીથી, આત્મજાગૃતિથી સહુ નિજાનંદને પામે એ જ અભ્યર્થના.” બુધ જનોને કદાચ આમાં સાહિત્યિક સૌંદર્ય કે વિદ્વદભોગ્યતા ન પણ જણાય પણ સંકલન કર્તાઓનો ઉદ્દેશ એક જ રહ્યો છે કે પૂ. ગુરુજીનો અસ્મલિત ધારા પ્રવાહ જળવાય ને વાચક વર્ગને પૂ.ગુરુજી સાક્ષાત્ પ્રવચન આપી રહ્યા હોય તેવો ભાવ હૈયે સ્પર્શે. | મુમુક્ષુ આત્માઓ આ ગ્રંથના વાંચન, ચિંતન, મનન દ્વારા સદાગમના (જ્ઞાન-જ્ઞાનીના) | બહુમાનપૂર્વક આત્મતત્ત્વના બોધને પ્રાપ્ત કરે, બોધને અનુરૂપ આચરણ કરે, દુષ્કર્મોનો પશ્ચાતાપ કરે, કષાયોનો ત્યાગ કરે, ઇંદ્રિયગણને સંયમમાં રાખે, આશ્રવદ્વારો બંધ કરે અને સભૂતગુણોનું પોષણ કરી, ભવપ્રપંચથી મુક્ત બને, એ જ મંગલકામના. લઘુકર્માને કિરિયા ફલ દીયે, સફલ સુગુરુ ઉપદેશ, સેર હોય તિહાં કૂપ ખનન ઘટે નહિ તો હોઈ કલેશ. (ઉપા. યશોવિજયજી મ.સા. શ્રીપાળરાસ) આ ગ્રંથ સંકલનમાં જે કંઈ ક્ષતિઓ હોય તે અમ છદ્મસ્થોની છે, તથા વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તેનું ત્રિવિધ મિચ્છામિ દુક્કડં. સાધ્વી પ્રિયદર્શનાશ્રી યોગનિષ્ઠ આચાર્ય વિજય કેશરસૂરી મહારાજના આશાવર્તિની, પરમ યોગિની પૂ. સાધ્વીજી જ્ઞાનશ્રીજી મહારાજના શિષ્યા પરમવિદૂષી પૂ. સાધ્વીજી વિનયશ્રીજી મહારાજની ચરણકિંકરી For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ XXIV त्वदीयं तुभ्यं समर्पयामि આત્માર્થી જીવોના શ્રેયાર્થે ભાવકરુણાવશ અત્યંત ઉપકારી પૂ. ગુરુજી શ્રી ભાનુવિજયજી મહારાજના હૃદયમાંથી ઉદ્ભવેલ “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર”ઉપરના પ્રવચન પુષ્પોની આ પ્રવચનમાળા ગ્રંથ રૂપે પૂ.ગુરુજીના કરકમળમાં અર્પણ કરતાં અત્યંત હર્ષ અને ધન્યતા અનુભવીએ છીએ. અનંત ઉપકારી પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિશાસ્ત્રની ૧૪૨ ગાથાઓમાં ૧૪ પૂર્વનો સાર સમાવી, અદ્ભુત રચના કરી, આપણા ઉપર અસીમ ઉપકાર કરેલ છે. આ બધી ગાથાઓ સવિસ્તાર ખોલી ખોલીને સરળ અને સુગમ શૈલીમાં તથા વ્યવહારિક જીવનમાં બનતાં સંયોગોના દૃષ્ટાંતો આપીને અમને અત્યંત પ્રેમ અને કરુણાપૂર્વક જે ઉપદેશ આપ્યો છે, તે બદલ અમે મુમુક્ષુ જીવો આપના અત્યંત ઋણી છીએ. આપે આપનું હૃદય વલોવી અમૃતતુલ્ય ઉપદેશ આપવાનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરેલ છે, તે પાછળ આપની અપાર કરુણા જ છે. સર્વ જીવોનું કલ્યાણ થાય અને કૃપાળુદેવનો બોધ મુમુક્ષુ જીવોમાં સ્પષ્ટપણે હૃદયગત થાય, એ વાત લક્ષમાં રાખી, આપે આત્મસિદ્ધિશાસ્ત્ર ઉપર પ્રવચનો આપેલ છે. ગુરુજી ! આપની કરુણા, પ્રેમ, વાત્સલ્ય અને સમતાભાવોને અમારા જીવનમાં ઉતારવાનું અહોભાગ્ય પ્રાપ્ત થાય તેવી ભાવના ભાવીને, સર્વ દર્શનોના સારરૂપ આ અદ્ભુત આધ્યાત્મિક ગ્રંથ त्वदीयं तुभ्यं समर्पयामि ડૉ. એસ.ટી. કોટક સુશ્રી રાઈબેન ઈ. પટેલ શ્રી નિરંજનભાઈ મહેતા ભારતીબેન એન. મહેતા • શ્રી જગદીશભાઈ વોરા - . મહેન્દ્રભાઈ સી. શાહ શ્રી અનિલભાઈ દોશી શ્રી ઈશ્વરભાઈ કે. ચૌધરી તથા મુમુક્ષુ ભાઈ બહેનોનાં ગુરુજીના ચરણકમળમાં વંદન. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ XXV શ્રી જિનેશ્વર પરમાત્માને નમઃ : સૌજન્યઃ શ્રીમતી ભારતીબેન નિરંજન મહેતા (મુંબઈ) : ણ સ્વીકાર : શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ (શ્રી સાંતાક્રુઝ-પાર્લા-અંધેરી) For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ XXVI ભાવવંદના | ભારતી એન. મહેતા પરમ પૂજ્ય ગુરુજીના ભાવો અને વાણીથી ભાવિત થઈને આલેખાયેલું આ પદ તેમના ૮૧ મા વર્ષમાં મંગળ પ્રવેશ દિને તેમના ચરણકમળમાં મારા હૃદયના અતિ ઉલ્લાસથી અર્પણ. ગુરુજીના ભાવ મને ભીંજવે રે લોલ, ગુરજીની વાણી મને ભીંજવે રે લોલ, એમાં જ્ઞાન - આનંદ છલકાય જો. શ્રદ્ધાનું તેલ અખૂટ ભર્યું રે લોલ, જ્ઞાન-દર્શનની જ્યોત જલકાય જો. ગુરુજીના ભાવ મને ભીંજવે રે લોલ...૧ સમતાનો સાગર ગંભીર ભર્યો રે લોલ, રાગ-દ્વેષનું નહીં નામ નિશાન જો. જ્ઞાની સંતોની વાણી એમાં ભરી રે લોલ, સર્વે સંતોનો ઉપદેશ સમજાય જો . ગુરુજીના ભાવ મને ભીંજવે રે લલ...૨ એમની વાણીમાં બોધ-અમૃત ભર્યો રે લોલ, આત્મસિદ્ધિનો સાર સમજાય જો. એમની વાણીમાં અધ્યાત્મ રસ અભુત ભર્યો રે લોલ, એમાં તત્ત્વનું જ્ઞાન ઘૂંટાય જો. ગુરુજીના ભાવ મને ભીંજવે રે લોલ...૩ કરુણા ને પ્રેમરસ એમાં વહે રે લોલ, ગહન ભાવો, સરળતાથી સમજાય જો. એમની મીઠી નજર સૌને ભીંજવે રે લોલ, એમાં આશીર્વાદ ને ક્ષમાભાવ પરખાય રે. ગુરુજીના ભાવ મને ભીંજવે રે લોલ...૪ એમનો ઉપદેશ સિદ્ધાંતોથી સમજાવતા રે લોલ, જેથી ભાવાર્થ સરળ થઈ જાય જો. એમાં નિશ્ચયનયનો સાર મુખ્ય રહ્યો રે લોલ, વ્યવહાર નય સમજને ગૌણ થઈ જાય જો. ગુરુજીના ભાવ મને ભીંજવે રે લોલ...૫ એમાં આત્માની એકત્વતા મુખે કરી લોલ, બીજા સર્વેથી ભિન્ન થઈ જવાય જો. એમની વાણીમાં સિંહ કેરી ગર્જના રે લોલ, સૌનો આત્મા જાગૃત થઈ જાય જો. ગુરુજીના ભાવ મને ભીંજવે રે લોલ...૬ એ તો પર્યાયની સ્વતંત્રતા સમજાવતા રે લોલ, જેથી આત્મા ભણી દૃષ્ટિ જાય જો. એ તો ભેદજ્ઞાનની અમૂલ્ય વિધિ સમજાવતા રે લોલ, જેથી પરિણતિ વિશુદ્ધ થતી જાય જો. ગુરુજીના ભાવ મને ભીંજવે રે લોલ...૭ એ તો ત્રિકાળી અખંડને સમજાવતા રે લોલ, જેથી ખંડ ખંડ જ્ઞાન વિલીન થાય જો. એ તો આત્મા અને આશ્રવનો ભેદ સમજાવતા રે લોલ, જેથી વિજ્ઞાનઘન સ્વભાવ ખીલી જાય જો. ગુરુજીના ભાવ મને ભીંજવે રે લોલ...૮ એ તો શાંતિનું સ્વરૂપ સમજાવતાં રે લોલ, જેથી સમ્યક્ત્વનું મૂલ્ય સમજાય જો. ગુરુવાણીને પ્રેમે મારી વંદના રે લોલ, એમાં જિન સ્વરૂપ દર્શન થાય જો . ગુરુજીના ભાવ મને ભીંજવે રે લોલ...૯ જિનવાણીને પ્રેમે મારી વંદના રે લોલ અને સદગુરુને કોટિ કોટિ પ્રણામ જો . ગુરુજીના ભાવ મને ભીંજવે રે લોલ...૧૦ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ XXVII - ત્રણ સ્વીકાર : ૨. છે ૧. વીતરાગ દેવ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન જે પરમતારકની અમીદષ્ટિ તથા પવિત્ર છત્રછાયામાં સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા, પાટણમાં આ ગ્રંથરત્ન તૈયાર થયો. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીની અસીમ કરુણા અને પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનવિજયજી મહારાજ સાહેબ, જેઓની કૃપાદૃષ્ટિ અનુજ્ઞાથી આ ગ્રંથરત્નનો આ પ્રારંભ અને પૂર્ણતારૂપ કાર્ય થયું. ૩. પૂ.સા. પ્રિયદર્શનાશ્રીજી મહારાજ અને પૂ.સા. ગુણધર્માશ્રીજી મહારાજ જેઓએ આ ગ્રંથરત્નના સંકલન માટે પ્રેરણા કરી અને અમૂલ્ય માર્ગદર્શન ) આપ્યું. ( ૪. શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ, (સાંતાક્રુઝ, પાલ, અંધેરી) મુંબઈ, જેમના . થકી આત્મસિદ્ધિશાસ્ત્ર પારાયણ નિમિત્તે પ.પૂ. ગુરુજીના પ્રવચનોનું શુભ ! આયોજન થયું. જે આ પવિત્ર ગ્રંથરત્ન માટે નિમિત્ત બન્યું. 1 પ. પ્રસ્તાવના લખી આ ગ્રંથરત્નનું ગૌરવ વધારવા માટે બનારસ હિંદુ યુનિવર્સિટીના જૈનચેરના અધ્યક્ષ તથા પ્રાચ્ય વિદ્યાપીઠ, શાજાપુર (મ.પ્ર.) - ના સંસ્થાપક નિર્દેશક આ. ડૉ. સાગરમલજી જૈન સાહેબ. ૬. પુ.સા. દિવ્યદર્શિતાશ્રીજી મહારાજ અને આત્માર્થી શ્રીમતી ભારતીબેન ! નિરંજનભાઈ મહેતા, જેઓએ અથાગ પરિશ્રમ કરી, ૫.પૂ. ગુરુજીના પ્રવચનો ) ઉપરથી આ ગ્રંથરત્નનું સંકલન કર્યું. અનેક રીતે આ પુસ્તક પ્રકાશનમાં તન, મન અને ધનથી સહકાર આપવા | બદલ સર્વશ્રી ડૉ. મહેન્દ્રભાઈ શાહ, શ્રી જગદીશભાઈ વોરા, શ્રીમતી ભારતીબેન મહેતા, શ્રી નિરંજનભાઈ મહેતા, શ્રી અનિલભાઈ દોશી, શ્રી , કૌશિકભાઈ દવે, નટુભાઈ પ્રજાપતિ, વિનોદભાઈ પરડવા, અશોકભાઈ, હંસાબેન, કાન્તિભાઈ પટેલ, કલ્પનાબેન. સુંદર છાપકામ બદલ મુદ્રક શ્રી ધર્મેશભાઈ શાહ, અમરભાઈ (શાર્પ ઓફસેટ પ્રિન્ટર્સ રાજકોટ) સદ્ભુત અભ્યાસ વર્તુળ સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા - તા.જી. પાટણ (ઉ.ગુ.) For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ XXVIII OPAO aninसिदि. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ XXIX หเy , , • sexy puเเเ เ 3.9 , ๑๒ ++ ครู • n ใน กทม ?. ? 4 เด เ เqyi, ทุ่งใน หเว หรุ เน* แปเรนน - นุง จด 24w แhi มิป) เจ hเจน เจว. 336, ตับ 3 นน เอาเh เขต, กจ เ ๆ เดทเฟฉาย, At (21เร มาก ๆ 44 • น. 6 44, 4 แcan re, หนังส .ก. 3+1 (5 ค น . เR จาร์ต 2, ติ ใe เวคเจ คห มดดเดา, เปิด ด้แจ 4 เเเเเ กห. 4.ฯ , 64นๆ, 23 เเ ลุงเหt, ร ด ต 4. ง For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ XXX ani ani adो .५ . inde. i n . . . और. ८ ये २१.११.३07, hin 0R-, ५॥ Pan... ... . men aur na रियो पो ॥ Mana, २०१३ Ghami . . ५ १३ , २० Carni यो 66 nिer chik40. ॥ १३. 6५५, nam00३५, २५.५९6५॥२३.n ५३५. १२ meena naruni (३१३, प्र.५११ २०९५३ कोर, cuint. 1.13 १५ १४३ ॥५॥ में लिप वि.२५i, Innoint.५०. 7 शेल २-५७, ५ मा ५.main min७. music ५. १४ arth १९०३ , २.५७६२ail man६५०५५R. Ancom .. १५ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ XXXI O99,9g (©ว 24k+, หด าเot ตุฯ, 4 ใน4 จาห80 , 99, เct u0e19 ทเทเRs ใฯ htt, โคะ 499 ทุกt 313 เut us เสีตง. 14 • สาร3 9ะในเท, เน คสเจ, 14 เBsyver.99% 13 ตุเจเจ, cา เ ทุเง ใด ๆ , โลงเม. qnts ที่ เปิด าห% ข (ตเL ทจเy3 ห้งเดิม, เต ต ต jit หtเติมนิดๆ ฝน ๆ ต าหog: 21 at yyy 94 , หe Me 2 เ, คน. ทาเจน, หนูน ๕ คนโ: 23 gay หาเจ , น ด เ hot, คะ หุง ตวง, ทด รูจร ด่น 23 ทจเต๕ket- 1 - 49 เว: tt รุแจง, 2 หเจิ 48 % ทน4, เครหนอ., รินริห๑ hReq. 27 - Gๆ 24 นาเยเด้, ใด 443 4แt เจร, “ดูก จาน . $ 3 ค น . 1% Oces, ego For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ XXXII ५. २०६.१३ni.२ रिक ทาง 4 เมด 46 . (ด-เจ” รู ๔. วเติมหi, ๙ ใน “างเค, หเดิ หลุด 9ะดิน, ขน๘. เด เคเค. 2ง ใy 3-43% ฯโคร, 45 46 ตเทค หลด์ c3 เนศ, 688 เค. 24 , คน, คน , หเ4,44 หi , งาน 41 pet+ , ใน, 4tาด เน รุเดtat < G, เนๆ เเ คริป เดิ ริ ง น *, ดิฯตth: 8. 39 , tet s4 ,กเป็i, Mew,งเ@3, เดิมะ x 4ดเหต, ทา ทาโรเกต - 3y\ คน 440 44 ท่น สเปน อาจหtes ๆ หน4น. ที่ . ตแ : hาเกะ, ตุง -4, 3 44 34 .ทแร็ค, nicknv เจาเต่ 33 มาเดทเg (t. หtch เจ : htui, 6 14. โรงๆ •ก 39 18 sect, ทแ ด 31 5 4 41:39 น. พ( t2h 43เง, 3 เเics น. ส พ นน. 3 For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ રે કેવા કાળાં, ૯૨% Ek કેરળ પાને, તે ૩૧મંત્ એમ વિચારી વ્યંતરે, શોધે ૧૫ મહેશ, ામ હેં ભયું, 4ને નાંણે ગોમ ૩૬ ખાતી દુર્ગાં૦૧, શાક ગામ બાલ ભલે કાળાં, ત્યાં જભાના ૨૧ ૩૮ આવે માં એબી ના ૧૫{બોમ યુનિ, તે બોધે 23 વિના ના, ત્યાં મટે ૩૬તે ૩૭ દીઠા ૧ જેથી નાંૐી, જીવ લટે ૧૨ ખેત ક્ષમા કે ૧૭, ñ` ન અંતરો, ૩૮ . માં પ્રશ્ન દે 33 ચિા, માં દે ને જ્ઞાન, જે ગાને રૂપ માં ૧૪, પાઠ ૧૬ નિર્બી ૪૧ For Personal & Private Use Only ઉપજે તે તુ ાિરા, હેતf anh ગુરૂ હ્ન ત્રંબાદી, ભાળું ૬ નિર આત્મા છે તેનેસ, છે ર્ડો ને ર્મ દેજોતા ભેળું છે, તોલે ઉભે ધર્મ, ૪૩ Eટ સ્થળ સંક્ષેપni, ૧૫ બ પ વેદ, રાખવા પડે, ઘણાં સાથેમોટી જર XXXIII Page #37 -------------------------------------------------------------------------- ________________ XXXIV - Opee, W) คห 4g hi เยน, ท ะเ 3x, 40 vui หุตะ , เน (43% ทใน โผ• เche, Mt. Case 29. 9 t hเคร, เรี ฯ kg. " (9 6 มาเch แน ลิงค์ รุ่น •แฯ า ไ ณ. x2 ! เu Ch. ชง ทเ% 6 at 22เลน (Pt. เct ge ท ด3 เเ คอน, 4% ตน ใ$ะเ. . หn44. - ใai48 49เ ตุเงิน ระโนเป็นก, เหi ใe2ดเจ, เย ด ๆๆ เดๆ, หง2 เดวิด เจ. ** Reเนเจ้าท, 1 chเ Acาเง, uu 65 (G, 8, มาจทพเจ. Y. 6 4y, ts 4g, * หes 3+, ทใน หงๆๆ 12 8 44 sat. 21 6 ใน , 6- เจิต qะ แจ, vix d @y . tel 0,ฯเรีตเจ. 22 For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ દર ન બળે તેને, જાણે ૧ હું બાહ્ય, અને રીકે જે પ્રબન્સ ૧૯ ૧૯૩ 1ાથ-પોવિષે, તો ૧૯૮૦, રૂપમેળ, એ એવા વૈદ નજ ઘર, ૯૩ ૧ટી ના હું, તેથી તેને તા૧, ના, શાળ૧૯, કે શું ૧૬ ગજુદુ હૃષ્ટ દેટમાં, મૂળ દેશ ૧૧, દેહ હેમ જે આગા, ો ન ગામ વિ. દકું ઈ મે૧૧નો જિન છે, દેશળ ગરવાલ્ કે હું કે નહીં, વૅ કુળ ન જાય. શેર, તાર તે, ૧૮૨૦ ભેટ રમાદ આત્મન ૧ મે, આ ૨૩નો ચર્મ ઉવાચ. શાળા સ્વત્વા, આવે. ૐકા ને સંજાલ તેનો પાક છે, ૧ ܫ For Personal & Private Use Only ૧૭ ૧૮ ૧ ૨૯ ામ પાને માં, છતા નહીં ાાિય, દેવ મોશી ઊપધ્યે, દેવો ૧૫ રૂપલ વસ્તુ દીઠ્ઠું છે, è ad પલટાર, આફુસ્તકી પલળી, આત્મા વિષે ન્હાય. ૬૧ 4 મા ૧, XXXV Page #39 -------------------------------------------------------------------------- ________________ XXXVI » ઉલય. તે માત્ર તેમ છે. વળિ ૨ નર્મ, એવળ હતી લે, જેના હમ? ૬૨ જેના તે જલજ ને ઉજવે છે . “ વિના, કમ ૧ ૩ જાન. ૬૩ ઉપદે નહિ તેમ મા વિકમે એ જવ ને, રે - કેમ કે ઈ રકમ જળd, જેને ઉભા - ૧ જેને લઈ, તે ફિલ્મ રદ કક કોંધી , સલાની , 4 કાર, જબ ૧ ૧ ૬૭ એ ત્નિ છે, જે લાવે, બળા વય મહેમાન ને કે ૬૮ જા - hea૩, ૨ નળ બાર, કરે તે દર ૧૦ દિવ• ૬૯ વિશે કઈ વસ્તુને ૧૧૦ . aina un nid, on, }ni niz necar so For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ XXXVII เเ% 9.* 30 we 4 เหน, sv จ รูป: หty 24te4qๆเk Si, รม ฯ : ง เct ใน หจเดี, 49 คน. nu desu, ค. ง4 คร หยด 8นใก, U คงจู "ยแจ, หoes Sai yet.ie, เซี่ . 93 แจ , ฤดใct, โยเ ห นิ 3, ryเ วล94<, , 996. งฯ ตรงๆ 374 ฯ, ห น น xx, วง 3-4ตเk 2, ดิระ เอ . % ริ«ๆ แแe 135 , 6, เรุด ๆ ๆ 3 ? หit 6 6 22:. เจิตเจิ 1. งดู nfl 2,33นะเจ, 299, May 6 มอง, Jesus z๒. งง ๆ ศ 6 ทเง, 3 หtt ยุต , คาเg เจเจ 30 x yตเซ. งด For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ XXXVIII ONLO शि५९५५. ५ भFnl ser, ५ in att सोम 11.37, ५५nिt. २८ ३५. Ska xed one२१५०१ ana vi, Sri- ५. ८. See Annan,marate st: *ต ,ต. เตรม. ต่อจง น. (ป ani.n. १३ ९५० ५. sxen, ३५, બ વી પી . ૪ કરે . ૮૨ २४ none, ५ ३५१.५; in m msvi, marh ruit. ३ काका, ली; १९२९८ ८ ने शाल. - १. २२१९ 0 १२, ५ ५लि, 4 Ms. र admin शेषना२५.१144 ला, ven . ८५ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ XXXIX - જે બવ તો, જલ જે નારે , ૨૩જ કરે અને તે ગામ છે, પાન રે દફળ, ફM વહીવન વિ. ૮૮ ૨૧. ૨ રોજ ફ, જોકે ન બને ને નિલ બળ, નટે મh ૨૩ ૮૯ જન્મ ન જ છે, મારા નાથ, જે જ શm mત, ઉરએ જ ~ ડેવિડ વોર, નાના હિં, અa hળ છે, નિજન સબ જેરા. ૯૧ મોર, ઉ૧, ૬ ળ જતન, ૨૧ છે જ, ૯a અથવા ન દીનપણ, ઉર મળે; તે મન નાચ નો , ને ૧ એ૮ કિ. ૩ ઉમા નિમાં થા છે કે જેમાં મોત, એ નિજના બને, બ જેને ૨. ૯૦ ને એમ કે છે, ૧ ક્ષ ઉમે; જો જમાનો, જે ઉજક ૧૦ ૯૮ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ XL via @ดง 2ing แนว ใ3. ใหเจเค จาน; เขณ, ฯ เจ จิวเจ, cy ให้เy+- y, qาริสา , มาเch (9ะ 3ใจ, หง เตเนส), ex/กิจ ติ งใจ «ง , เหme Kา , ที่เตเy เช่, 43 M4เดง, เงา เริเ• «4 ** $3(e! 4 0% นาน 48, sq ut th ". เด่ น ตะปู, ce เข, วาสเค ที่ ๆ 3X69 ห8, ใน ดฯเตะยุก, 6 ที่เป็ น. 1 เch, จาง หน, จาติตเงิน จาก, sh 9 นุจรี เวน 6 โด 1 8 # หาง 4 ง, หt หุ , 651 2 , ter 6 : : $ เนิดา ดร.4, 33, 3สาวเy, For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ XLI कोपर, danende. प्र0mm५०ने, ini titet 1. in maram, arineet, Par norma, randen ner. १०४ १५. tund, ५४ , ५. Rafi, hrtinof art. १०९ २५inle, Tet mrore, 1. Ani ले . १.. ३५.. 6५६in mata M५, . mat riacTRA (Ah. १०८ बिराल, २०१४३५, को पार ohan . २ शो६. १. Mater anime aa n sh, तर ५६ nand, oni ले ५६. १० २ -- , Moham, से निrmi, ५३anam ५६.nan2026,212 मि.in 6443 , Amittin. ॥2 ३५० २५.९३, ०५:५ साल र १५ ते १८ ल . 113 For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ XLII होनseoni .m. दिल Ran.१ २ .१. hai, asjix. नरलs gen Mewatar. मोrent jot९५३५, nine , onchman५३५. १९ ४ -१५१, २०५५ पर. २ दिगो in.. नि५५ नग, manm aun Mit, २१८0 Pahtanit, ८ Readinar. २१11३1. 6५९ , antaj aun. (५.nninE, १२१ रा. १५ 100-२-५३५०, १४ ॥ ११, 2101 ma , R ५३५.१२. {t meihe मनोदि.१९५५, १ mini 4. ५. निलि -२१० ३५, hindeat. ५२५१४. १२२. मोह-शा ५५, Sonoment nirmanarनि. ११3 For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ XLIII ! દો. વર્ઝ ર, ૨ , અજર, પામવા જશે, જોઈ લો.. ક અને ધરે, તમામ ટી મે, ૨ ૨૨ાન- પદ દેવ ભાઇ, ૧ કપ, ૧૧, નવું જ છે. જે માન ૧૧, ૧૨૬ હ-૧૬ ૧૧૨ રજ બજે મન કી ૧૨૧૧૧૧, ને ૬૧૧ ક. ૧૨૭ 20 સુ મને અવળ, ના ૪ કે જમ્મતિ કોઇ તુરતા ઉદાર ન પડે તેમ છે, આ જ સ્થાન માં તિ, જિક થિ ૨ ૧ ક. ૧૨૮ સામાનિ સમ , સર અ ના ઉતમ નહિ, પરિમાળા. ૧૨૮૯ ને એ પા , ફરો – ઉરવાઈ. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ XLIV નિમ જળ જળ, સધન ૧૫ નર, નિપળ લ , ઈન કરજે ર૧. ૧૩૧ નિમ નો , ન માં નળ છે, અને બાઈ નટ, બજે સહ રહે. ૧૩૨. છ મનન એ ફળ નહિ રહે, જાન નવી ફિ., લેનિની ર. ૧૩૩ રળ રાની છાલ, કાનમાં દમ, ૧૧કાળ નક્કિમ, મજેદ ના મે, ૧૩જ રિસર્ચ ઇવ છે , જે તેમને જે છે, નિઝર ના હિના, વાજા કરતા.૧૩ ઉપsળનું નામ લઈ ને જે તે નિમિન, ઉમે ત્નિ , ૨ટે જ્યાં 1િ , ૧૩૬ રતાળ જ ને, ૧૨ જુ ન મોહ, કામ કરી રે, મ ૨ ક .૧૩૭ દલિશ , રામ , જે, ત્યા, રમે, હોમ મુમુલ પટર, એ ૨૧.૧ ૨૧.૧૩૮ મોહ જાવ તયપ ને, અપવા મકાન, તે કે સન દ૨, બાકી ફીટમે ૧૩૮ Oછમ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ XLV २३nde.n५.५*2017, तेर तान, रा. . २१॥18 ५५ मि.लि. हे तन्द, ५in 13 ५५५.itite. 1 २८ oni An ita, mari Rethi, [in anem.mर on ni M६, ५१९शni. mat. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ XLVI અનુક્રમણિકા પ્રવચન નં. | વિષય | ગાથા નં. | પાના નં. # $ 9 9 @ O S ૦૮-૦૯ ૦૯-૧૦ ૧૦૧ પ્રસ્તાવના. દુઃખનું કારણ – સ્વરૂપનું અજ્ઞાન. ગ્રંથનો વિષય પ્રયોજન. સાધના માર્ગમાં ભૂલો. ક્રિયાજડ કોને કહેવાય? શુષ્કજ્ઞાની કોને કહેવાય? વૈરાગ્યાદિ સફળ ક્યારે થાય? આત્મજ્ઞાનનું કારણ-ત્યાગ વૈરાગ્ય. આત્માર્થી જન કેવો હોય? સંત ચરણ સેવા. સદ્ગુરુના લક્ષણો. સદ્દગુરુના લક્ષણો. પ્રત્યક્ષ સદ્ગુરુની મહત્તા. સદ્ગના ઉપદેશનું માહાભ્ય. સદ્ગુરુનો યોગ ન હોય તો શાસ્ત્રો આધારરૂપ છે. શાસ્ત્રો કઈ રીતે વિચારવા? સાધનામાં બાધક પરિબળ સ્વછંદ. કારણ સમક્તિ. માન રોકાય છે - સદ્દગુરુના શરણમાં. વિનયનું માહાભ્ય. ૧) ૧૧૪ ૧૦. ૧૧ ૧૨૬ ૧૩૬ ૧૪૮ ૧૬૨ ૧૭૩ ૧૮૭ ૧૪ ૧૫-૧૬ ૧૯૯ ૧૭ ૧૮ ૧૯ થી ૨૧ ૨૧૨ ૨૨૪ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ XLVII પાના નં. ૨૩પ ૨૪૭ ૨૫૮ ૨ ૨૭ ૨૮૧ ૨૬ ૨૯૩ २७ ૩/૪ પ્રવચન નં. વિષય ગાથા નં. | વિનય માર્ગનો સમ્ય નિર્ધાર. ૨૨ મતાર્થીના લક્ષણો - ગુરુતત્ત્વ સંબંધી ભૂલ. ૨૩-૨૪ દેવતત્ત્વસંબંધી ભૂલ. ૨૫ શાસ્ત્ર સંબંધી ભૂલ. ૨૬-૨૭ શાસ્ત્ર સંબંધી ભૂલ. સદ્ગુરુયોગમાં વિમુખતા. શાસ્ત્ર સંબંધી ભૂલ. ધર્મસંબંધી ભૂલ તથા શુષ્કજ્ઞાનીનું વર્ણન. | ૨૮-૨૯ | શુષ્કજ્ઞાન-જૈસી પત્થરકી નાવ. . ૩૦-૩૧ મતાર્થી દુર્ભાગ્ય. ૩૨-૩૩ આત્માર્થીના લક્ષણો. સદ્ગુરુ પ્રાપ્તિનો ઉપકાર. ત્રણે કાળમાં પરમાર્થનો માર્ગ એક છે. આત્માર્થીની એક જ ઝંખના. મોક્ષમાર્ગની સાધના. ૩૮ થી ૪૦ સાધનાની પ્રક્રિયા. ૪૧-૪૨ ૩૧૩ ૩૨૬ ૩૩ ૩૪ پی ૩૪૭ ૩પ૭ ૩૬૭ ૩૮૦ ૩૯૦ ૪૦૩ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક - ૧ પ્રસ્તાવના आत्माज्ञानभवं दु:खमात्मज्ञानेन हन्यते । तपसाप्यात्मविज्ञान-हीनैश्छेतुं न शक्यते ॥ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. એક પરમ ગંભીર સાગરમાં આજથી આપણે ઊતરી રહ્યા છીએ. તળાવમાં કે નદીમાં તરવું સહેલું છે, પણ ઘૂઘવાટ કરતા દરિયામાં તરવું કઠિન છે. એ માટે સામર્થ્ય-બળશક્તિ, અંદરનું વીર્ય, પુરુષાર્થ અને કૌશલ્ય પણ જોઈએ. આજથી જે સાગરમાં પ્રવેશ કરી રહ્યા છીએ એ શબ્દોનો, કલ્પનાઓનો, વિચારોનો, વિકલ્પોનો કે ભાવોનો સાગર નથી. એ સમગ્ર અસ્તિત્વનો સાગર છે. આવા અસ્તિત્વના સાગરમાં ડૂબકી મારવી, એ જીવનનો લ્હાવો છે. આ સાગરમાં ડૂબકી મારવા સાહસ, હિંમત અને અભય જોઈએ. મરણીયા થવું પડશે. જેનામાં સાહસ નથી એ અંદર ડૂબકી મારી નહિ શકે. માંહી પડ્યા તે મહા સુખ માણે દેખણહારા દાઝે રે. જેમણે સાહસ કરી ડૂબકી મારી તે મોતી લઈને બહાર આવ્યા અને કિનારે ઊભા રહી જોનારા જોતા જ રહ્યા. મોતીની કિંમત ચૂકવવા જેવું સાહસ જે કરી શકશે તે જ આત્મસિદ્ધિના સાગરમાં ઊતરી શકશે. આજથી આ ૧૪૨ ગાથા પૂરી થાય ત્યાં સુધી આપણે ઊંડા સાગરમાં ડૂબકી મારવાની છે. એ ઊંડા સાગરમાં ડૂબકી મારવા માટે પ્રચંડ સાહસ, પ્રચંડ પુરુષાર્થ, તાલાવેલી, તત્પરતા, તમન્ના, શાંત મન, વિવેક, એકાગ્રતા, સ્થિરતા જોઈએ. આ આત્મસિદ્ધિના પ્રત્યેક શબ્દમાં અનંત જ્ઞાનનો સાગર ભર્યો છે. આત્માની સિદ્ધિ જેમાં કરવામાં આવી છે એવું જે શાસ્ત્ર તે આત્મસિદ્ધિ શાસ્ત્ર. આત્માની સિદ્ધિ થાય તો જ ધર્મ હશે, તો જ ધ્યાન હશે, તો જ યોગ હશે, તો જ ભક્તિ હશે, તો જ અધ્યાત્મ હશે, તો જ સાધના હશે, તો જ સદૈવ, તો જ સદ્ગુરુ, તો જ સદ્ ધર્મ અને તો જ મોક્ષ હશે. પાયામાં આત્મા જ ન હોય તો આ બધું કોના માટે ? આ બધી સાધના અને અવસ્થા એટલા માટે છે કે આત્મા છે. જીવની અનંતકાળની જો કોઈ ભૂલ હોય તો તેણે આત્મા સાંભળ્યો છે, વાંચ્યો છે, જાણ્યો છે, પરંતુ આત્મા સત્ય છે, એવો સંપૂર્ણપણે સ્વીકાર અને અનુભવ કર્યો નથી. આત્મસિદ્ધિની સમાપ્તિમાં જો આત્મા સિદ્ધ થઈ જાય અને આત્મ-અનુભવ થઈ જાય તો આત્મસિદ્ધિનું પારાયણ સફળ. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આત્મા છે એવું જો નક્કી થશે તો તેનું સ્વરૂપ પણ નક્કી થશે અને સ્વરૂપ જે નક્કી થશે તો તેને પ્રાપ્ત કેમ કરવો તેની સ્પષ્ટતા પણ થશે. તમામ શાસ્ત્રોએ માત્ર આત્માને જ ગાયો છે, બીજું કશું ગાયું જ નથી. શાસ્ત્રોના શબ્દ શબ્દ આત્માનું સંગીત ગૂંજે છે. આત્માનો ઝંકાર છે, આત્માની અનુભૂતિની વાત છે, આત્માનો પ્રસાદ છે, માટે એમ કહ્યું કે આત્મા કેવો છે? એનું સ્વરૂપ કેવું છે? એ પછી નક્કી કરીશું પણ પહેલી વાત “આત્મા છે', એ નક્કી થવું જોઈએ. ઊંઘમાં કોઈ પૂછે કે તું કોણ? તે વખતે પણ એમ કહે કે હું આત્મા છું. તલવાર હાથમાં લઈને આપણા ઉપર ઘા કરવાનો હોય અને તે વખતે કોઈ પૂછે કે તું કોણ છે? ત્યારે રણકાર સાથે કહે કે હું આત્મા છું; એવું સામર્થ્ય જે દિવસે પ્રાપ્ત થશે તે દિવસે સાચા અર્થમાં સાધનાની, ઉપાસનાની, ભક્તિની શરૂઆત થશે. બુદ્ધિના લેવલે આત્માનો નિર્ણય થાય તે જ્ઞાન, એટલા માટે જ શાસ્ત્રો, સત્સંગ અને સપુરુષનો યોગ. “આત્મા છે', આ નિર્ણય-નિશ્ચય કરવામાં શાસ્ત્રો સહયોગી, સત્સંગ અને સદ્ગ-સપુરુષ પણ ઉપયોગી. સપુરુષ-સદ્ગુરુ મળ્યા, શાસ્ત્રો વાંચ્યા, સિદ્ધાન્તોની ચર્ચા કરી, પણ “આત્મા છે' એવો નિર્ણય ન કર્યો તો આ બધું નિષ્ફળ જવાનું. અનંત કાળમાં આપણે પુરુષને, સદ્ગુરુને, અરે ! તીર્થકરોને પણ નિષ્ફળ બનાવ્યા છે. आकर्णितोऽपि महितोऽपि निरीक्षितोऽपि, નૂનં રચેતસ માં વિકૃતોડસિમજ્યા. (કલ્યાણ મંદિર સ્તોત્ર) પ્રભુ ! અમે આપના સમવસરણમાં આવ્યા, બેઠા, આપની દેશના સાંભળી, પરંતુ આત્મા છે' એવો નિર્ણય કર્યા વિના બહાર આવ્યા. અમે નિર્ણય નથી કર્યો કે “આત્મા છે.' આ વાત યાદ રાખજો કે જ્યાં સુધી “આત્મા છે', એવો નિર્ણય ન થાય ત્યાં સુધી કોઈ પણ સંયોગોમાં સાધનાની શરૂઆત થઈ શકશે નહિ. કર્મકાંડથશે, ક્રિયા થશે, કર્મથશે, બાહ્ય પ્રવૃત્તિ થશે, સાધના નહિ. સાધના તો ચેતનાની અંતરંગ અવસ્થા છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, बुद्धेः फलं तत्त्वविचारणं च, देहस्य सारं व्रतधारणं च । अर्थस्य सारं किल पात्रदानं, वाच: फलं प्रीतिकरं नराणाम् ॥ ચાર મહત્ત્વનાં સાધન છે. એમાં સૌથી મહત્ત્વનું સાધન છે બુદ્ધિ. બુદ્ધિનો ઉપયોગ તત્ત્વ નિર્ણય કરવા માટે છે, તત્ત્વ વિચારણા કરવા માટે છે. કોઈને શીશામાં ઉતારવા માટે કે ચૂંટણી જીતવા માટે નથી કે કોઈને ખંખેરવા માટે નથી. આ જીવે ઘણી વિચારણા કરી પણ તત્ત્વ વિચારણા કરી નથી; બુદ્ધિ દ્વારા તત્ત્વ વિચારણા કરી, આત્માનો નિર્ણય થાય, તેને For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કહેવાય છે જ્ઞાન. તે વખતે બુદ્ધિ પરિવર્તિત થઈ પ્રજ્ઞા બને છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં એને પ્રજ્ઞા કહી છે, કુંદકુંદાચાર્યજીએ સમયસારમાં પણ એને મહર્ષિ પ્રજ્ઞા કહી છે અને મહર્ષિ પતંજલિએ “પ્રજ્ઞા-પ્રતિમા પ્રજ્ઞાના પ્રસાદ ઉપર આરૂઢ થઈને અમે પરમ તત્ત્વની ઝાંખી કરીએ છીએ, એમ કહ્યું. આનંદઘનજીએ ગાયું છે કે, ઐસા જ્ઞાન વિચારો ચેતન! ઐસા જ્ઞાન વિચારો, નિશ્ચય સ્વલક્ષણ અવલંબી, પ્રજ્ઞા છેની નિહારો, તસ છેની મધ્યપાતી દુવિધા કરે જડ ચેતન ફારો. ચેતન! ઐસા જ્ઞાન વિચારો. તસ જૈનીકર ગ્રહીયે જો ધન, સો તુમ સોડહં ધારો; સોડહં જાણી દટો તુમ મોહં, હૈ હૈ સમ કો વારો.. ચેતન! ઐસા જ્ઞાન વિચારો. સોડહં સોડહં સોડહં સોડહં સોડહં અણુ ન બીસારો. ચેતન! ઐસા જ્ઞાન વિચારો. આ સળંગ પ્રક્રિયા છે, હે ચેતન ! તું એવા જ્ઞાનનો વિચાર કર કે “સોડહં', તે હું છું, તે હું છું, તે હું છું. જેને હું માની બેઠો છું, તે શરીર હું નથી. હું ગરીબ કે તવંગર નથી. હું બ્રાહ્મણ નથી. ક્ષત્રિય નથી કે વૈશ્ય નથી, હું બાળ નથી, યુવાન નથી કે વૃદ્ધ નથી. હું રૂપાળો નથી કે કદરૂપો નથી. હું માંદો નથી ને મરતો પણ નથી. આ બધાથી જુદો એવો હું છું એવો નિશ્ચય, જ્ઞાન દ્વારા એક વખત કરી લો તો ભવના ફેરા ટળી જશે. આનંદધનજીએ કહ્યું કે “નિશ્ચય સ્વલક્ષણ અવલંબી', આત્માનું મુખ્ય લક્ષણ જ્ઞાન છે. આત્મા જ્ઞાતા છે, દ્રષ્ટા છે, જ્ઞાયક છે. આત્મા જાણનારો છે. આંખ જોતી નથી આંખ દ્વારા જોનારો કોક છે. કાન સાંભળતા નથી, કાન દ્વારા સાંભળનારો કોક છે. જીભ સ્વાદ લેતી નથી, જીભ દ્વારા સ્વાદ લેનારો કોક છે. ચામડી સ્પર્શ કરતી નથી, ચામડી દ્વારા સ્પર્શ કરનારો કોક છે. એ શરીરમાં છે અને છતાં શરીરથી જુદો છે. તમને કોઈ પૂછે કે તમારું કોણ? તો તમે ઘણું મોટું લિસ્ટ આપો છો. “આ અમારી પત્ની, પુત્ર, પુત્રી, પરિવાર, સગાસંબંધીઓ છે, આ અમારું કુટુંબ, સાહેબ!' ભાઈ ! આ તમારું નહિ, તમારું તો જ્ઞાન છે. अगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ। सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥ अगोहं नत्थि मे कोइ, नाहमन्नस्स कस्सइ। अवं अदीणमणसो, अप्पाणमणुसासइ ॥ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના જેમાંથી આત્માનો ઝંકાર મળે છે, જેમાંથી આત્માનું સંગીત આવે છે, આત્માની મહેફીલ આવે છે, આત્માની સુગંધ આવે છે, તેવી હજારો ગાથાઓ આજે વિદ્યમાન છે. ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થાધિગમમાં એક નાનકડા સૂત્રમાં ચૈતન્યનું સ્વરૂપ મૂકી દીધું છે. એમણે કહ્યું કે ‘ઉપયોનો હ્રક્ષળક્’ ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. ઉપયોગ શબ્દ યુઝ-વપરાશ એ અર્થમાં નથી; ઉપયોગ એટલે આત્મામાં પોતાનામાં રહેલી પોતાની જોવાની અને જાણવાની આંતરિક શક્તિ, જોવું અને જાણવું એને કહેવાય છે ઉપયોગ. જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એમ ઉપયોગ બે પ્રકારના છે. સૂર્ય ઉગ્યો હોય ને જોનારો ન હોય તો કોણ કહેશે કે સૂર્ય ઊગ્યો છે ? એ જોનારો-કહેનારો જે અંદર બેઠો છે તે આત્મા અને એનું લક્ષણ દર્શન અને જ્ઞાન-જોવું ને જાણવું. આ તમારું લક્ષણ છે. સત્તા તમારું લક્ષણ નહિ. શરીર તમારું લક્ષણ નહિ. બહાર નીકળો છો ત્યારે દર્પણ પાસે જાવ છો. બે-ચાર મિનિટ જેના માટે આધા પાછા થાવ છો એ તમે નહિ. તમે એનાથી જુદા અને જોનારા છો. એ જોનારાને જાણવો, એ પ્રક્રિયાને કહેવાય છે બુદ્ધિની પ્રક્રિયા-પ્રજ્ઞાની પ્રક્રિયા. ૪ પ્રજ્ઞાને છીણીની ઉપમા આપી છે. ધારદાર છીણી જોઈએ, બુઠ્ઠી નહીં. લાકડા કાપતી વખતે કુહાડી કામ કરે, પણ મજબૂત ગાંઠ જો આવે તો કુહાડી કામ ન કરે. તે માટે મોટા ધારદાર છીણા જોઈએ. તે છીણા મૂકી તેના ઉપર મોટા હથોડાના ઘા કરવા પડે. એમાં રેંગી પેંગી માણસ કે ૮૦ વર્ષનો ડોસો ન ચાલે. મજબૂત બાવડાવાળો ઘા કરનારો જોઈએ. એ ધા કરતો જાય, ઘા કરતો જાય અને બે ફાડ થઈ જાય. પ્રજ્ઞા છીણી છે, ગાંઠ તોડનારી છે. શાસ્ત્રમાં એક અદ્ભુત શબ્દ આવ્યો છે, એ છે ‘ગ્રંથિભેદ’. પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે જીવ તીર્થંકરના સમવસરણમાં અનેક વાર ગયો ને ગ્રંથિ સુધી અનેકવાર આવ્યો છે પણ પાછો વળ્યો. ગ્રંથિભેદ ન કર્યો. એ ગ્રંથિભેદ કરવામાં પ્રચંડ સાહસ જોઈએ. પ્રજ્ઞા નામની છીણી અને વૈરાગ્ય નામનો હથોડો જોઈએ. પ્રજ્ઞાની છીણી મૂકીને વૈરાગ્યના હથોડા મારતા જાવ, મારતા જાવ. એક દિવસ એ ગ્રંથિ તૂટી જશે. એક દિવસ નહિ પણ એક ક્ષણમાં તૂટી જશે. આને ગ્રંથિ ભેદની પ્રક્રિયા કહેવાય છે. એ જ્ઞાનમાં, એ પ્રજ્ઞામાં જેની સિદ્ધિ થઈ ને એ નિર્ણય કર્યો કે હું જ્ઞાન સ્વરૂપ, દર્શન સ્વરૂપ, ચારિત્ર સ્વરૂપ, સત, ચિત, આનંદ સ્વરૂપ આત્મા છું, દેહથી ભિન્ન, ઈન્દ્રિયોથી ભિન્ન, પ્રાણથી ભિન્ન, મનથી ભિન્ન, હૃદયથી ભિન્ન, વૃત્તિઓથી ભિન્ન, વિકારોથી ભિન્ન, વિચારોથી ભિન્ન, વિકલ્પોથી ભિન્ન, નોકર્મથી ભિન્ન, દ્રવ્યકર્મથી ભિન્ન, ભાવકર્મથી ભિન્ન, રાગ-દ્વેષથી ભિન્ન, સર્વ અધ્યવસાયોથી ભિન્ન, આ બધાથી ભિન્નજુદો ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. પ્રજ્ઞાના લેવલે આ નિર્ણય થયો પણ આત્મ-તત્ત્વનો અનુભવ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા થયો નથી. અનુભવ એ જુદી વાત છે. જેમ આ મોહનથાળ છે ને આ બાસુંદી છે એ નિર્ણય કર્યો કહેવાય પણ જીભ ઉપર મૂકો ને જે મઝા આવે-સ્વાદ આવે તે અનુભવ જુદો છે. જેમ દૂધમાંથી દહીં અને દહીંમાંથી માખણ બને છે એમ બુદ્ધિ પ્રજ્ઞામાં પરિવર્તિત થઈ જાય. પ્રજ્ઞા નિર્ણય કરી આપે છે કે આ જડ અને આ ચેતન, આ શરીર અને આ આત્મા. આ તું અને આ તારું, આ જુદા કરવાનું કામ પ્રજ્ઞા કરે છે. “જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતનભાવ.” પ્રજ્ઞા નિર્ણય કરી આપે છે કે આ જગતમાં પુદ્ગલ દ્રવ્ય છે અને બીજાં દ્રવ્યો પણ છે, પણ એ બધાથી જુદો સત, ચિત અને આનંદ સ્વરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા તું છો. જે દિવસે આ નિર્ણય થશે તે દિવસે સાધનાના પાયા નંખાશે, મંગલ મુહૂર્ત થશે, મંગલ ચોઘડિયું આવશે. અનંતકાળ વીત્યો. અનંતકાળમાં અનંતવાર સાધના-ક્રિયા કરવા છતાં સાધના નિષ્ફળ ગઈ. જ્ઞાનીઓ કહે છે. “વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછ હાથ હજુ ન પર્યો. તમે વેપારી છો. વેપાર કરો છો, મૂડી રોકાણ કર્યું પણ નફો કેટલો? નફો કરે તે વેપારી. એમ પ્રજ્ઞા દ્વારા જે નિર્ણય કર્યો તે જ્ઞાન-સમ્યજ્ઞાન. પ્રજ્ઞા દ્વારા નિર્ણય કર્યા પછી એ આત્મ તત્ત્વનો ધ્યાનની પ્રક્રિયામાં અનુભવ થવો એનું નામ સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શન આપવાની ચીજ નથી, અંદરની પ્રક્રિયા છે, આંતરિક ઘટના છે. બે પ્રક્રિયા થઈ. એક પ્રક્રિયા પ્રજ્ઞાની અને બીજી પ્રક્રિયા ધ્યાનની. પ્રજ્ઞાની પ્રક્રિયામાં ચેતન તત્ત્વનો સમ્યમ્ નિર્ણય થયો અને ધ્યાનની પ્રક્રિયામાં એનો સ્વાનુભવ થયો. આનંદધનજીએ ગાયું, અવધૂ! અનુભવ કલિકા જાગી, મતિ મેરી આતમ સુમરણ લાગી.” છોડ ઉપર કળી ખીલે તો કળી એમ બોલે છે, “મેં તો આ ગઈ, ફૂલ આનેવાલા હૈ.” ફૂલ કહે છે કે “હમ આ ગયે, ફલ આયેંગે.” કળી જાહેર કરે છે કે ફૂલ આવશે, ફૂલ જાહેર કરે છે કે ફળ આવશે. સમ્યજ્ઞાન થયું એ જાહેર કરે છે કે સમ્યગ્દર્શન થશે, અને સમ્યગ્દર્શન થયું એ જાહેર કરે છે કે એને ચોક્કસ મોક્ષ મળશે જ. મોક્ષ માંગવાની ચીજ નથી. એ આપણી પોતાની મિલ્કત છે. સમ્યગ્દર્શન થયા પછી અંતરની તમામ દશા બદલાઈ જાય છે. શરીર તો એનું એ રહેશે. બહારના સંયોગો એના એ રહેશે પણ તમે બદલાઈ જશો. જે અંદરથી બદલાઈ ગયો તેને શસ્ત્રો સમ્યગ્દષ્ટિ કહે છે. સમ્યગ્દષ્ટિની સેવાની રીત, સમજવાની રીત, મૂલવવાની રીત, વિચાર કરવાની રીત બદલાઈ જાય છે. આજે પાંચ રૂપિયા છોડવા હોય તો કાઠું પડે, શે છૂટે? કેમ છોડાય? પણ જે દિવસે દૃષ્ટિ બદલાઈ તે દિવસે છ ખંડની ચક્રવર્તીની સંપત્તિ છોડતાં એક ક્ષણ પણ નહિ થાય. “રજકણ કે ઋદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો.' ધૂળનો એક કણ કે વૈમાનિક દેવની ઋદ્ધિ બંને પુદ્ગલ છે For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના અને પુદ્ગલનો એક જ સ્વભાવ છે, “સડન-પડન-વિધ્વંસન” એવો રણકાર જેના અંદરથી આવ્યો તે સમ્યગ્દષ્ટિ. સમ્યગ્દષ્ટિજીવને ભોગમાં સુખ નથી દેખાતું, યોગમાં સુખ દેખાય છે. અજ્ઞાની જીવ ગાળો આપે ને સમ્યગ્દર્શન ન હોય તો દશ ગાળ આપવાનું મન થઈ જાય. સમ્યગ્દર્શન જો હોય તો એમ વિચારે કે એના મોઢે ગાળો આપી છે કે, ચાલો જેમ પાણી અને દૂધ પી જઈએ છીએ તેમ ગાળો પી જઈએ. આ સમ્યગ્દર્શનનું સાહસ છે. બીજાનું સાહસ નથી. માટે જ ઉપા. યશોવિજયજી મ.સા. કહ્યું, “ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ તુજ સમકિત દાનમેં.” પ્રભુ! અમારી દીનતા-લાચારી ચાલી ગઈ. બહારના સંયોગો ગમે તેવા હોય, વૃક્ષ નીચે ઊભા હોઈએ, શરીર ઉપર ઢાંકવા કપડું ન હોય પણ અંદરની મસ્તી-ખુમારી કંઈક ઓર છે. પ્રભુ ! તમે અમારા ઉપર કૃપા કરી, સમકિતનું દાન આપ્યું. સમકિત મેળવે છે પોતે, પણ ભક્ત એમ કહે છે કે પ્રભુ! તમે આપ્યું. તે એમ નથી કહેતો કે મેં મારા જોરે, મારા પ્રયત્નથી મેળવ્યું છે. ગુરુદેવ ! આપની કૃપા છે, આપનો અનુગ્રહ છે. આપની કૃપાથી મળ્યું છે. આત્મ તત્ત્વનો નિર્ણય કરાવે, એવું એક દિવ્ય શાસ્ત્ર વિ.સં. ૧૯૫ર આસો વદ એકમ, ગુરુવાર તા. ૨૦-૧૦-૧૮૯૪ના રોજ આ ધરતી ઉપર પ્રગટ થયું, એ છે આત્મસિદ્ધિ શાસ્ત્ર. જેમાં ધ્યાનની, સમ્યજ્ઞાનની, સમ્યગ્દર્શનની પરમ અનુભૂતિની વાત છે. અનંતકાળના જીવના પ્રમાદની વાત, ને ભૂલની પણ વાત છે. આવું આત્મસિદ્ધિ શાસ્ત્ર માત્ર શાસ્ત્ર નથી પણ શાસ્ત્રોની ખાણ છે. સોનું બહાર નીકળી જવું જુદી વાત છે પણ સોનાની ખાણ મળી જવી એ જુદી વસ્તુ છે. કોઈ તમને કહે કે આ ૨૦૦ તોલા સોનું તમે લો અને આ સોનાની ખાણ અમને આપી દો, તો તમે કહો ને કે તું સોનું તારી પાસે રાખ, કારણ અમારી પાસે તો સોનાની ખાણ છે. આ ધરતી ઉપર ૮૦૦વચનામૃત નહિ હોય, બીજા શાસ્ત્રો નહિ હોય, પણ એક માત્ર આત્મસિદ્ધિ શાસ્ત્ર હશે તો બીજા શાસ્ત્રો એમાંથી જીવિત થશે. આ સમગ્ર શાસ્ત્ર અધ્યાત્મનું સંગીત છે, રત્નનો ડાબલો છે. ગામડીયાને એની ખબર ન પડે પણ ઝવેરી એને જાણે. એના એક એક શબ્દ પાસે અટકીને ઊભા રહીએ. તેનું મંથન કરીએ. તેનું ધોલન કરીએ. માખણ કાઢવા માટે દહીંને વલોવવું પડે છે એમ આત્મસિદ્ધિ શાસ્ત્રને વલોવવું પડશે. આ શાસ્ત્ર વહેતી પ્રચંડ નદી છે. નદી જ્યારે વહે છે ત્યારે કચરો તણાઈ જાય છે, તેમ અનંતકાળના આપણા બધા કચરાઓને તાણી જશે. નડિયાદ ગામમાં નાના કુંભનાથ મહાદેવના મંદિરમાં એક સાદા ઓરડામાં આ શાસ્ત્ર પ્રગટ થયું. કૃપાળુ દેવ ફરીને સાંજના ઘેર આવ્યા છે, ત્યારે લાઈટો નહીં હોય. સાથે For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આજ્ઞાંકિત સાધક અંબાલાલભાઈ હતા. તેમનું ભાગ્ય ફળી ગયું. તેમને પુરુષ પાસે માત્ર સાંભળવાનું મળ્યું એટલું જ નહિ, પણ એમની સેવા કરવાનો લ્હાવો પણ મળ્યો. એક વખત જેણે મનથી, વચનથી ને કાયાથી પુરુષની પૂરેપૂરી ભક્તિ કરી છે, સેવા કરી છે, તેમાં તન્મય બન્યો છે, એને મોક્ષ માગવો નહિ પડે, કૃપા માંગવી નહિ પડે. સેવાથી જ કૃપા પ્રાપ્ત થાય છે. કૃપા પ્રાપ્ત કરવા નમ્ર બનવું પડે, અહંકાર ઓગાળવો પડે. અંબાલાલભાઈને આજ્ઞા કરી કે ફાનસ લાવો. તેઓ પૂછતા નથી કે શું કરવા? આપણે ચોખવટ કર્યા વગર રહીએ નહિ કે ફાનસને શું કરવું છે? ફાનસ લાવ્યા તો ખરા પણ થાંભલાની જેમ ફાનસ ઘરી ઊભા રહ્યા. પાસે પાર્કર પેન નહિ, પણ ખડિયો, કલમ અને સાદો કાગળ હતો. ઉંમર ૨૯ વર્ષની હતી. કલમ ચાલી તે ચાલી. બંધ થઈ નહિ. જ્યારે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત.' એ લીટી આવી ત્યારે કલમ અટકી. વચમાં ઊભા રહેવું ન પડ્યું, વિચાર કરવો ન પડ્યો. આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના અલૌકિક છે. અદ્ભુત છે. આત્મસિદ્ધિની રચના કરી છે એમ બોલશો જ નહિ. જાગતિક અસ્તિત્વમાંથી આત્મસિદ્ધિ પ્રગટ થઈ છે. એના માધ્યમ કૃપાળુ દેવ બન્યા છે. રચનાનો પ્રયત્ન નહીં, રચવાની વૃત્તિ પણ નહિ અને પ્રગટ થયું છે. આ પ્રાગટ્યની પાછળ થોડી આંતરિક ઘટનાઓ છે. વિ.સં. ૧૯૫ર આસો સુદ-૧ ના દિવસે કૃપાળુ દેવ આણંદમાં હતા. તે દિવસે જગતને મૂળ માર્ગનું રહસ્ય -“મૂળ મારગ સાંભળો જિનનો રે' એ પદ મળ્યું. જૈન શાસ્ત્રોમાં તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં એક અત્યંત મહત્ત્વનું સૂત્ર છે. “સગર્શન-જ્ઞાન-વારિત્રાMિ મોક્ષના:’ આ પાયાનો સિદ્ધાંત છે. આના ઉપર ૪૫ આગમો છે. ૧૪ પૂર્વો છે, તમામ શાસ્ત્રો છે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેય સાથે મળે તો જ મોક્ષનો માર્ગ છે. એકલા સમ્યજ્ઞાનથી નહિ, એકલા સમ્યગ્દર્શનથી નહિ અને એકલા સમ્યગ્યારિત્રથી નહિ. વ્યવહારમાં કહેવત છે કે લાડવા બનાવવા હોય તો તે માટે “ઘી ગોળને આટો, બાકી બધું દાટો.' એમ મોક્ષ માટે આ ત્રણ તત્ત્વો સાથે જોઈએ જ. તત્ત્વાર્થના આ પહેલા સૂત્ર ઉપર મૂળમાર્ગનું રહસ્ય પ્રગટ થયું. કૃપાળુ દેવના હૃદયમાં ધોલન ચાલ્યું અને આસો વદ-એકમના દિવસે એ નદી સાગર બની ગઈ. આસો સુદ પૂનમે ચંદ્રમા સોળે કળાએ ખીલી ગયો. મૂળમાર્ગમાં પૂરું ન કહેવાયું એ આત્મસિદ્ધિમાં કહેવાયું. બીજી મહત્ત્વની એક વાત છે. આ ધરતી ઉપર શાસ્ત્રો રચાયાં નથી પણ સંવાદ થયો છે. સંવાદ અને પ્રવચન, સંવાદ અને શાસ્ત્ર રચના બંને જુદાં છે. સંવાદ બે વચ્ચે હોય અને એમાં દિલ ખોલીને વાત થાય. એમાં બંને હાજર હોય અગર ન હોય પણ બંનેનો તાલ, સંગીત, પ્રકૃતિ, સ્વભાવ મળી ગયો હોય અને એના વચ્ચે જે કંઈ પ્રગટ થાય એને કહેવાય For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના છે સંવાદ. સંવાદ બે વચ્ચે થાય અને એમાંથી જે પ્રગટ થાય એને કહેવાય છે. શાસ્ત્ર. કહેનારા શુકદેવજી અને સાંભળનારા પરીક્ષિતજી, એમાંથી ભાગવત પ્રગટ થયું. કહેનારા વસિષ્ઠજી અને સાંભળનારા રામચંદ્રજી, એમાંથી યોગવસિષ્ઠ પ્રગટ થયું. કહેનારા અષ્ટાવક્રજી અને સાંભળનારા જનક વિદેહી, એમાંથી અષ્ટાવક્ર ગીતા પ્રગટ થઈ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કહેનારા અને કુમારપાળ સાંભળનારા અને પ્રગટ થયું યોગશાસ્ત્ર. ગૌતમ સ્વામીજીએ પ્રશ્નો પૂછ્યા અને ભગવાન મહાવીર બોલ્યા, એમાંથી પ્રગટ્ય ભગવતી સૂત્ર, એમાં છત્રીસ હજાર પ્રશ્નો પૂછાયા છે. જેની હાજરીમાં શાસ્ત્ર પ્રગટ થાય એવા નિમિત્તો અહીં બે બન્યા એક લઘુરાજ સ્વામી અને બીજા સૌભાગભાઈ. વિ.સં. ૧૯૫૧માં લઘુરાજ સ્વામી સુરતમાં હતા. દસ-બાર મહિનાથી તાવ પણ આવતો હતો, તબિયત બરાબર ન હતી. લલ્લુભાઈ ઝવેરીનું મૃત્યુ થયું. એ મૃત્યુ જોયા પછી લઘુરાજ સ્વામીને વધારે મૂંઝવણ થઈ. એમને થયું કે મારો પણ કાળ નજીકમાં આવી ગયો છે, ઉંમર થઈ છે, દીક્ષા ગ્રહણ કરી છે, વ્રતોનું, નિયમોનું, આચારનું પાલન કરીએ છીએ પણ હજી સમ્યગ્દર્શન (આત્મજ્ઞાન) થયું નથી. આવો એકરાર કરનારા લઘુરાજ સ્વામી સાહસિક પુરુષ હતા. તેઓ કૃપાળુ દેવને પત્ર લખીને વારંવાર વિનંતી કરે છે કે સમકિત વિના દેહ છૂટી જશે તો મારું બધું એળે જશે.” આ વેદના-વ્યથા હતી. હૈયું રડતું હતું. “પ્રભુ! કૃપા કરો. કંઈક આપો.” કૃપાળુ દેવની કૃપા વરસી ને ષટ્રપદનો પત્ર નં.૪૯૩ લખાયો. આઠસો પત્રોમાં આ શિરમોર અને પાયાનો પત્ર છે. એમાં આત્માના છ પદનું વર્ણન છે, આખી સાધનાનું અલૌકિક વર્ણન છે. એક કોપી સૌભાગભાઈને મળી. પત્ર વાંચ્યો. છાતી સરસો ચાંપ્યો. ઊભા થઈને નાચ્યા, પણ પત્ર ગદ્યમાં છે એટલે કંઠસ્થ ન થાય, સ્મરણ રહે નહિ, કટોકટીના કાળમાં યાદ ન રહે તો અમારું શું થશે? એવું તેમને થયું ને વિનંતી કરી કે અમને આ પદ્યમાં આપો, અમે કંઠસ્થ કરી શકીએ, પુનરાવૃત્તિ કરી શકીએ. પદ્યમાં આપવાની વિનંતીના પરિણામે જગતને મળ્યું આત્મસિદ્ધિ શાસ્ત્ર. તેમનામાં પરમ મુમુક્ષુતાની વેદના હતી, તલસાટ હતો. માછલી પાણી વિના તરફડે તેમ તેઓ સમક્તિ વિના તરફડતા હતા. “રોઈ રોઈ અખિયાં રાતી, નયના પ્રભુ દરસનકી પ્યાસી.” (મીરા). આવી અભિપ્સા-ઝંખના-વેદના-તરફડાટતાલાવેલી સિવાય સમ્યગ્દર્શન ન મળે. રોમ રોમમાં આગ લાગવી જોઈએ. “દવ લાગ્યો રે ડુંગરે કેમ ઓલવાય.” (મીરા) એમને વિરહ સાલતો હતો એ અવસ્થામાં એમના ભલા માટે આ પદ્યમાં આવ્યું. તે વખતે ચાર જણ અધિકારી હતા. લઘુરાજ સ્વામી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ ને માણેકભાઈ. આ ચારને આની કોપી મળી, અને એમને આજ્ઞા કરી કે For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આ જેને તેને ન આપશો. આજે તો પ્રિન્ટીંગ પ્રેસમાં છપાઈ ગયું. પૂછવાની જરૂર જ ક્યાં છે? આત્મસિદ્ધિ શાસ્ત્ર પરમ ગંભીર દ્રવ્યાનુયોગનો ખજાનો છે. દ્રવ્યાનુયોગ જૈન દર્શનનો નિચોડ છે. જૈન દર્શનના રહસ્યો આમાં છે. “પ્રવચન સમુદ્ર બિંદુમાં ઊલટી આવે એમ.” (શ્રી રાજચંદ્રજી) પચાસ લાખ રોકડા રૂપિયા બહાર ગામ લઈ જવા હોય તો ખટારો જોઈએ, પણ પચાસ લાખનો ડ્રાફટ ખીસામાં હોય તો કાંઈ ચિંતા ખરી? બોજો ખરો? આત્મસિદ્ધિ એ જૈનદર્શનનો ડ્રાફટ છે. જૈનદર્શનના આત્મવાદ, કર્મવાદ, મોક્ષવાદ, સાધનવાદ, જ્ઞાન અને ક્રિયા, ઉપાદાન અને નિમિત્ત, નિશ્ચય અને વ્યવહાર, મતાર્થી અને આત્માર્થી, જિજ્ઞાસુ અને મુમુક્ષુ, બોધિબીજ, ગુરુશિષ્ય, ભેદજ્ઞાન, મૂળ રોગ અને તેનું પથ્ય, સમર્પણ, જ્ઞાતાદૃષ્ટા આ બધા જ ગંભીર રહસ્યો આમાં સમાઈ ગયા છે. સદેહીની વાત પણ ખરી, જ્યારે દેહમાં હોય. વિદેહીની વાત પણ ખરી જેમ કે “દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત.” અને અદેહીની વાત પણ ખરી “સર્વ જીવ છે સિદ્ધ સમ’ આમ ત્રણેયની વાત આમાં છે. નિશ્ચય-વ્યવહારની, જ્ઞાન-ક્રિયાની અને કર્તા-કર્મની વાત છે, પણ તાણાતાણ કરવાની જરૂર નથી. તેમણે કહ્યું છે કે “નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં, બન્ને સાથે રહેલ.' અમારી વાત એકાંગી નથી, સર્વાગી છે. આ મતની વાત નથી, સંપ્રદાયની વાત નથી, આગ્રહ કે કદાગ્રહની વાત નથી, આ માન્યતાની વાત નથી, માની લીધેલી વાત નથી પણ અમારા અનુભવથી અમે કહીએ છીએ. કબીરજીએ પણ કહ્યું છે કે, કાગળ મસી છુઓ નહીં. અમે અનુભવથી કહીએ છીએ. તમામ શાસ્ત્રોનો સાર સર્વાગીપણે અને અનેકાંતના પાયા ઉપર આત્મસિદ્ધિમાં કહ્યો છે. આપણે આત્મસિદ્ધિના એક એક શબ્દને વાગોળવો છે, ઘૂંટવો છે, પીવો છે, ચાખવો છે અને એનો રસ માણવો છે. આ પ્રસ્તાવના થઈ. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રવચન ક્રમાંક ગાથા ક્રમાંક દુઃખનું કારણ - સ્વરૂપનું અજ્ઞાન - ૨ ૧ પ્રવચન ક્રમાંક - ૨, ગાથા ક્રમાંક - ૧ - જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. (૧) ટીકા : ‘જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો તે પદ જેણે સમજાવ્યું એટલે કે ભવિષ્યકાળે ઉત્પન્ન થવા યોગ્ય એવા અનંત દુઃખો પામત તે મૂળ જેણે છેલ્લું એવાં શ્રી સદ્ગુરુ ભગવાનને નમસ્કાર કરું છું.’ અંબાલાલભાઈની પ્રત્યેક ગાથા ઉપર નાની ટીકા છે. કૃપાળુ દેવની નજર તળે આ ટીકા નીકળી ગઈ છે એટલે સાક્ષીભૂત છે. આત્મસિદ્ધિની યાત્રા બહુ લાંબી છે. કૃપાળુદેવે પહેલી ગાથામાં જીવનના તમામ પ્રશ્નોનો ઉકેલ આપી દીધો છે. બહુ ધીરજથી, શાંતિથી, સ્વસ્થ બનીને સમજવાની ફોશિશ કરીએ. ‘પામ્યો દુઃખ અનંત’ –અનંતકાળથી હું અનંત દુઃખ પામ્યો. આ વાક્યમાં બે પદો સમાવેશ પામ્યા છે. હું અનંતકાળથી દુ:ખો પામ્યો, એનો અર્થ મારું અસ્તિત્વ અનંતકાળથી છે, જન્મથી નથી. હું અજન્મા છું, મૃત્યુથી મારો નાશ નથી. (૧) આત્મા છે. (૨) આત્મા નિત્ય છે. દુઃખનો અનુભવ કરનાર કોઈ છે, એ દુઃખનો અનુભવ કરે છે. એ દુઃખનો અનુભવ અનંતકાળથી કરે છે. દુઃખ જેમ અનંતકાળથી છે તેમ દુઃખ ભોગવનારો પણ અનંતકાળથી છે. દુઃખ ભોગવ્યું એનો અર્થ દુઃખનો ભોક્તા થયો અને દુઃખનો ભોક્તા જો હોય તો તેનો કર્તા પણ હોય. આમ બીજા બે પદો આવ્યા (૩) આત્મા કર્મનો કર્તા છે. (૪) આત્મા કર્મનો ભોક્તા છે. બે પદો બહારથી નીકળે છે, જો વિચાર કરશો તો તે બે પદો અંદરથી સમજાશે. આ સંસારની ચાર ગતિઓમાં દુઃખ અનંત છે. નરકગતિમાં સ્પષ્ટ ઉઘાડું દુઃખ જ છે. પશુગતિમાં મધ્યમ દુઃખ, મનુષ્યગતિમાં સામાન્ય દુઃખ અને દેવગતિમાં દેખાય નહિ પણ આંતરિક દુઃખ પાર વગરનું છે. કોઈ દેવને સારી સંપત્તિ હોય, બીજો દેવ એને જુએ ને એને બળતરા થાય છે. દુ:ખી થવાની તેને જરૂર નથી, પણ ઈર્ષ્યાના કારણે ત્યાં પણ દુ:ખી થાય છે. પત્રાંક ૨૧૩ માં કૃપાળુદેવે કહ્યું છે કે આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ત્રણ પ્રકારના તાપ છે. (૧) આધિનો તાપ (૨) વ્યાધિનો તાપ અને (૩) ઉપાધિનો તાપ. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આધિ એટલે માનસકિ ચિંતાઓ, વ્યાધિ એટલે શારીરિક પીડા અને આધિ અને વ્યાધિને જન્મ આપનારી એમની માતા એટલે ઉપાધિ. મહારાષ્ટ્રમાં સંત તુકારામે એમના એક અભંગામાં કહ્યું છે, “સંસાર ત્રિતાપાતી સગડી.” સગડી એટલે ચૂલો. ચૂલામાં કોલસા બળે તેનો તાપ હોય છે. અમારા આ સંસારરૂપી ચૂલામાં આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રણેય તાપ છે. તમે તાપ સહન કરવા ટેવાઈ ગયા છો માટે તાપ લાગતો નથી. જેને તાપ લાગ્યો તે ઊભા રહ્યા, નીકળી ગયા, સંસારમાંથી વિદાય લીધી. હસતા મોઢે સંસારથી પાછા ફર્યા. સંસારમાં કોને શાંતિ છે? તમને કોઈ પૂછે કે કેમ છો? તો તમે કહોને કે “ઓલ રાઈટ.” પણ જરા ઊંડાણથી જુઓ. ઓલરાઈટ કહેનાર અને પૂછનાર બન્ને દુઃખીયારા ભેગા થયા છે. જગતના જીવો આકુળ વ્યાકુળ છે. અંદરથી વ્યગ્ર છે. તૃષા લાગી છે. તૃષા છીપાવવા સાચું પાણી જોઈએ. એ પાણી મળતું નથી ને ઝાંઝવાના નીર લેવા દોડી રહ્યા છે અને તૃષા છીપાવવા ઇચ્છે છે. ભારે વિચિત્ર વાત છે. સૌરાષ્ટ્રમાં વઢવાણ પાસે ભોગાવો છે. ભોગ લે એ ભોગાવો. એમ કહેવાય છે કે બપોરના બાર વાગે તમે નીકળો તો મોટી નદી વહેતી દેખાય. જોનારને એમ લાગે કે ઢગલાબંધ પાણી છે. લેવા માટે ત્યાં જાય પણ પાણી મળે નહીં. દેખાય ખરું પણ હોય નહીં, તેને ઝાંઝવાના નીર કહે છે. સંસારમાં સુખ દેખાય ખરું પણ હોય નહીં, તે માયિક સુખ. સંસારી જીવો મૂંઝાયેલા છે, વ્યાકુળ છે, વ્યગ્ર છે, કેમ આમ થયું? અજ્ઞાનને લીધે સ્વરૂપ વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. જે સ્વરૂપ સમજ્યા વિના એ અજ્ઞાનની જાહેરાત છે. પરિભ્રમણ એટલે રખડપટ્ટી. ચારે ગતિમાં ફરતાં ફરતાં આપણે આવ્યા છીએ. આ વખતના તંબૂ મુંબઈમાં તાણ્યા છે. હવે પછી તંબૂ ક્યાં તણાશે તેની આપણને ખબર નથી. ક્યાંક તંબૂ તાણ્યા હશે ત્યાંથી ખાલી કરીને અહીંયા આવ્યા અને કેટલા રસથી ઘર બનાવ્યું ! એક ભાઈ કહેતા હતા કે “સાહેબ ! આ મકાન થયું ને તે એટલું મજબૂત, સિમેન્ટ એટલો બધો પાકો, પાણીની પાઈપ હું જાતે હાથમાં લઈને પાણી છાંટતો હતો, કાંકરી ખસે એમ નથી.” ત્રણ દિવસ પછી એમને હાર્ટ એટેક આવ્યો. મકાનની કાંકરી ન ખસી, પણ એમની કાંકરી ખસી ગઈ. શું ભરોસો છે આ જીવનનો? આવું નાશવંત, આવું ક્ષણભંગુર જીવન છે. સંતોએ ગાયું: જિસ ઘર અંદર આઈ ચડાવે સો ઘર નાહીં તેરા, ઐસે ઐસે ઘર બહુત બનાયે, રાહ ચલન જ્યુ ડેરા. લાખો વણઝારો એક લાખ પોઠો લઈને જતો હતો. જ્યાં રાતવાસો કરે ત્યાં ઈદ્રપુરી વસી જાય. ૨૫-૨૫ માઈલ સુધી પ્રકાશ જાય. લોકો જોવા જાય. કોઈકે જોવાના બાકી For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રવચન ક્રમાંક - ૨, ગાથા ક્રમાંક - ૧ રહી ગયા હોય તો બીજે દિવસે સવારે જાય પણ કશું હોય નહીં. વણઝારો ચાલ્યો ગયો. એ વણઝારો જેમ ભટકતો છે તેમ જીવ પણ સંસારની ચારે ગતિમાં રખડે છે. ક્યાંય સ્થિરતા નહીં, ક્યાંય ઠરીને રહેવાનું નહીં. “ખો-ખો ની રમત જોઈ છે ને? છોકરા રમતાં હોય છે. માંડ ઓલો બેઠો હોય પાછળથી બીજો આવીને કહે “ખો'. પેલો તરત ઊભો થઈ જાય. મોત પણ આવું જ છે. દીકરા મોટા થયા, પરણ્યા, ઘરનું મકાન થયું, ઉંમર થઈ ગઈ. માંડ ઠર્યા, એમ થાય કે હવે ઠરીને આપણે રહીશું, પણ મૃત્યુ આવીને કહે “ખો'. ઊઠો, ચાલતા થાવ. ક્યાં ભરોસો છે જીવનનો ! આવી જીવનની અવસ્થા છે. કલાકે કલાકે નહિ, મિનિટે મિનિટે નહિ પણ સમયે સમયે અતુલ ખેદ છે. ખેદ એટલે પીડા, ચિંતા, ભય. આ શબ્દો ન સમજાય તો તમારો પ્રિય શબ્દ ટેન્શન, હેવી ટેન્શન. જીવો સંસારમાં જ્વરાદિ રોગ, મરણાદિ ભય અને વિયોગાદિ દુઃખને અનુભવે છે. એવો અશરણતાવાળો આ સંસાર છે, પણ આ બધાની વચ્ચે એક નાનકડો વર્ગ છે, જેની બહુમતી નથી, જેઓ અલ્પ પ્રમાણમાં છે એવા વીતરાગી પુરુષો, જ્ઞાની પુરુષો, સપુરુષો કહે છે કે અમે અનંત દુઃખમાંથી મુક્ત બન્યા છીએ. અમારા જીવનમાં દુઃખ નથી, કારણ કે દુઃખનું કારણ સ્વરૂપનું અજ્ઞાન, મિથ્યાત્વ અમે દૂર કર્યું છે. યા કારણ મિથ્યાત્વ દિયો ત્યજ, કયું કર દેહ ધરેંગે, અબ હમ અમર ભયે ન મરેંગે. જ્ઞાની પુરુષો કહે છે “અમારા જીવનમાં ભય નથી, દુ:ખ નથી, ચિંતા નથી, વ્યાકુળતા નથી, ડીપ્રેશન નથી. અમે આનંદના સાગરમાં ડૂળ્યા છીએ. આ અમારો અનુભવ છે.” સપુરુષને દેહ હોય, દેહમાં રોગ હોય, તેઓ પ્રતિકૂળતા વચ્ચે હોય તો પણ તેમના મનમાં દુઃખ ન હોય. તેઓ ગૃહસ્થી હોય, ગરીબ હાલતમાં હોય તો પણ દુઃખી ન હોય. આગળ ગાથા આવશે “શુદ્ધ બુદ્ધ ચેતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ.” અમે જે આત્માની વાત કહીએ છીએ એ આત્મા સુખનું ધામ છે, સુખનો સાગર છે, સુખનો ખજાનો છે. દુઃખ બહારથી આવેલું છે, આનંદ એ સ્વભાવ છે. દુઃખ એ વિભાવ છે. દુઃખ સ્વભાવમાં નથી, દેખાય છે ખરું પણ સ્વભાવ નહિ. સ્વભાવ હોય એ ત્રિકાળ હોય. ત્રિકાળ હોય તે જાય નહિ. દુઃખને ટાળી શકાય છે, દૂર કરી શકાય છે, તેમાંથી મુક્ત બની શકાય છે માટે તે સ્વભાવ નહીં. દુખ દોહગ દૂરે ટળ્યા રે, સુખ સંપદશું ભેટ, ધિંગો ધણી માથે કિયો રે, કુણ ગંજે નર ખેટ, વિમલજિન દીઠા લોયણ આજ.(આનંદધનજી) ભગવાન અમે તમારા દરબારમાં આવ્યા, તમારાં લોચન જોયાં તેથી અમારા દુઃખો દૂર થયાં, દુર્ભાગ્ય દૂર થયાં, ચિંતા, પીડા દૂર થઈ. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૩ સુખ દુઃખ પરિસ્થિતિમાં નથી, બહારમાં નથી, તે અંદરમાં છે. આરોપ બહાર થાય છે. આરોપ એટલે હોય નહીં પણ માનવું. અનંત કાળથી કેમ દુઃખી છીએ? એ સમજવા કોશિશ કરજો. “જે સ્વરૂપ સમજ્યા વિના.” “જે શબ્દ છે તે મહત્ત્વનો છે. જે છે તે અસ્તિત્વહોવાપણું. લાઓત્સએ કહ્યું છે કે પરમાત્માના અનેક નામો, અનેક રૂપો હોઈ શકે છે. કોઈ એને પરમાત્મા કહે છે, કોઈ ચૈતન્ય કહે છે, કોઈ બ્રહ્મ કહે છે, કોઈ પરમ તત્ત્વ કહે છે, કોઈ આત્મતત્ત્વ કહે છે. જે એટલે પોતે, પોતે એટલે આત્મા. એ આત્માનું સ્વરૂપ સમજ્યા નથી તેથી અમે અનંત દુઃખ પામ્યા, સમજ્યા હોત તો દુઃખ ન પામત. જ્યારે સ્વરૂપ સમજાશે ત્યારે દુઃખ રહેશે નહીં, અને નહિ સમજાય ત્યાં સુખ દુઃખ રહેશે, એમ જ્ઞાની પુરુષો કહે છે. પાંચમું પદ આપ્યું “મોક્ષ છે.” દુઃખમાંથી મુક્ત થઈ શકાય છે. ગાથા બહુ નાની છે. સવાલ મોટો છે. અને સવાલ જેનો છે તે આત્મા સવાલથી પણ મોટો છે. તે આત્મા નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે. ઘણું બધું સમજાય છે પણ દુઃખનું મૂળ કારણ આત્માનું સ્વરૂપ નથી સમજ્યા, તે સમજાતું નથી. સ્વરૂપને સમજવા નીચેના શબ્દો સમજી લઈએ: (૧) રૂપઃ જે દેખાય છે તે. આપણે જેને જોઈ શકીએ છીએ, જેને આકાર છે, વજન છે, જે દશ્ય છે, જે આપણી પકડમાં આવી શકે છે. જૈન પરંપરામાં તેના માટે પુદ્ગલ શબ્દ વપરાય છે. આ જડ જેને આપણે નજરે જોઈ શકીએ છીએ તે. (૨) અરૂપઃ એક બીજું તત્ત્વ છે અરૂપ. છે ખરું પણ તે દેખાતું નથી. આકાશ છે ખરું પણ દેખાતું નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય દ્રવ્ય છે ખરા પણ દેખાતા નથી. જે કાંઈ દેખાય છે તે આપણું રૂપ નથી, તે પુદ્ગલનું રૂપ છે. પુદ્ગલનું રૂપ જોવામાં આપણે આપણને ભૂલી ગયા છીએ. નાનું બાળક મેળામાં જાય અને તેની માતાથી વિખૂટું પડે તેમ આ જીવ પણ પુદ્ગલના રૂપને જોતાં જોતાં પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. જ્ઞાનીઓ કહે છે કે પોતાને ઓળખી લ્યો અને જાણી લ્યો.” (૩) સ્વરૂપ સ્વ એટલે પોતાનું, રૂપ; સ્વનું રૂપ એટલે આનંદ. સુખ એ સ્વરૂપ છે, સમાધિ એ સ્વરૂપ છે, જ્ઞાન એ સ્વરૂપ છે. પરમ શાંતિ એ સ્વરૂપ છે. પરમ સમતા એ સ્વરૂપ છે. વીતરાગતા એ સ્વરૂપ છે. આ તમારું સ્વરૂપ છે. તમે રૂપ નથી, તમે અરૂપ નથી, તમારું સ્વરૂપ એ તમારું પોતાનું છે. સ્વરૂપ એ રંગ નથી, આકૃતિ નથી, પણ છે. આત્મા આનંદમય છે, સુખમય છે, સમાધિમય છે, જ્ઞાનમય છે, સમતામય છે, શાંતિમય છે. લોકો એમ કહે છે કે “એવું કોઈ સ્થળ બતાવો ને કે જ્યાં શાંતિ મળે.” “ભાઈ ! સૌથી સારી જગ્યા તમારી અંદર છે, ત્યાં શાંતિ મળશે, બહાર શાંતિ નહિ મળે.” એ સ્વનું જે રૂ૫ છે તે માટે શંકારાચાર્યજીએ ગાયું: For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રવચન ક્રમાંક - ૨, ગાથા ક્રમાંક - ૧ ‘વિવાનંવરુપ: શિવોમ્ શિવોઽમ્ ।’ अंगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ, सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा । (जैन दर्शन) હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, જ્ઞાનમય છું, દર્શનમય છું, ચારિત્રમય છું, વીર્યમય છું, આનંદમય છું, સમતામય છું, સમાધિમય છું, નિરુપાધિક અવસ્થા મારી છે. તમે આ છો. આ શબ્દો તમારા માટે છે. બહાર જે જુઓ છો તે રૂપ, તે જડ, તે પુદ્ગલ છે. તે આનંદમય નથી. પુદ્ગલમાં શાંતિ નથી, આનંદ નથી. પુદ્ગલમાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે. એને વજન છે, કદ છે, આકૃતિ છે. એ ભેગા થાય છે, વિખરાઈ જાય છે. એમાં તું ક્યાં આવ્યો ? તું આનાથી જુદો છે. જેની પાસે જે ન હોય તે કદી પણ આપી શકે નહીં. ગળપણ જોઈતું હોય તો ગોળ પાસે જાઓ, ખટાશ જોઈતી હોય તો લીંબુ પાસે જાઓ, ખારાશ જોઈતી હોય તો મીઠા પાસે જાઓ, તીખાશ જોઈતી હોય તો મરચા પાસે જાઓ. મીઠા પાસે જાઓ અને ગળપણ માગો તો ન મળે, લીંબુ પાસે જાઓ અને ખારાશ માગો તો ન મળે, ગોળ પાસે જાઓ અને તીખાશ માગો તો ન મળે. જેની પાસે જે ન હોય તો તે ક્યાંથી આપે ? પુદ્ગલ એમ કહે છે કે અમારા સ્વભાવમાં સુખ નથી, તમે સુખ માગો તો અમે સુખ ક્યાંથી આપીએ ? આ વાત જીવને ક્યારે સમજાશે ? પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હો મિત્ત. (શ્રી દેવચંદજી મ.) પુદ્ગલના અનુભવના ત્યાગથી પરમ આનંદનો અનુભવ થશે. પુદ્ગલમાં સુખ નથી, આનંદ નથી પણ આપણે આપણું બધું સુખ પુદ્ગલમાં-જડ પદાર્થોમાં માનીને બેઠા છીએ. નોટો ગણતા હોઈએ તો કેવો આનંદ ! કેવી મજા આવે છે ! હીરા માણેકના ઘરેણાં પહેરતા હો, કિંમતી વસ્ત્રો પહેરતા હો ત્યારે કેટલો આનંદ અનુભવો છો ! કેવું સરસ લાગતું હશે ! હવે કહો, ઘરેણાં કે વસ્ત્રોમાં આનંદ છે કે આરોપ કરો છો ? નવલખો હાર ગળામાં પહેર્યો હોય અને ખોવાઈ ગયો હોય તો આખી દુનિયા ફરી વળે. મારો હાર ક્યાં ગયો ? મારો હાર ક્યાં ગયો ? પહેરનારી ગાંડી થઈ જાય. પેલો હાર કહેતો હશે કે ‘મારી પહેરનારી ક્યાં ગઈ ?' હારને પડી જ નથી. મોટામાં મોટી કોઈ ભૂલ થઈ હોય તો આપણે બધા અત્યારે આપણું સુખ પુદ્ગલમાં માનીને બેઠા છીએ. જેની પાસે વધારે પુદ્ગલ તે માણસ મોટો. માણસનું માપ પુદ્ગલથી, જડથી નીકળે છે પણ માણસનું માપ સ્વરૂપથી નીકળવું જોઈએ. આનંદ એ સ્વરૂપ છે, આ જેનું સ્વરૂપ છે તે છે આત્મા. તે આત્માને પામ્યા વિના, For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત', આ કડી હાથમાં આવી. આ મૂળ હાથમાં આવ્યું. હવે તમને કોઈ પૂછે કે તમે દુઃખી છો તો તમે કહેજો કે “હા, અમે દુ:ખી છીએ.' પછી એમ પૂછે કેમ દુઃખી છો? તો એમ કહેજો કે આત્માને સમજ્યા વિના દુઃખી છીએ. બીજા રોદણાં ન રોશો કે વહુ બરાબર નથી કે સાસુ બરાબર નથી. ઘર બરાબર નથી, ટાઈલ્સ તૂટી ગઈ છે, ધંધો બરાબર નથી, ધંધામાં ખોટ આવી છે, શેરબજારના ભાવ ઘટી ગયા છે, આવા રોદણા ન રોશો. અનાદિકાળનો આ મોટો ગોટાળો છે. દુઃખ આપણા સ્વભાવમાં છે જ નહિ, તો પણ દુઃખનો પાર નથી. આનંદ આપણો સ્વભાવ છે પણ આનંદનો છાંટોય અનુભવી શકતા નથી, સમજવા કોશિશ કરજો, ભૂલ પકડજો કે ગરબડ ક્યાં થઈ છે ? ગોટાળો ક્યાં થયો છે? આ ગોટાળાને પકડો, આ ગોટાળો નીકળશે તો જ કામ થશે. માટે પરમકૃપાળુ દેવે કહ્યું કે, “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત.” જીવને સ્વરૂપની સમજણ નથી. સ્વરૂપની સમજણ એ જ જ્ઞાન, એ જ ધર્મ, એ જ ભક્તિ અને એ જ ઉપાસના છે. આ સમજણ જીવનનો ખજાનો છે. ધર્મનો, ધ્યાનનો, ભક્તિનો, જ્ઞાનનો પ્રારંભ પણ સમજણથી થાય છે. અખો ભગત કહે છે, સમજ્યા વિનાનું સુખ નહિ જીવને રે, વસ્તુગતિ કેમ કરી ઓળખાય. આ વાત જીવ સમજતો નથી. દુઃખ ટાળવું છે? આનંદના સાગરમાં ઝબોળાવું છે? જો હા છે, તો દુઃખ ટળી શકે તેમ છે, આનંદના સાગર રેલાય તેમ છે. બધા જ્ઞાની પુરુષો કહે છે કે અનંતકાળથી દુઃખ ભલે રહ્યું, પણ અનંતકાળનું દુઃખ એક ક્ષણમાં ટાળી શકાય તેમ છે. એટલા જ માટે ઉપમિતિ ભવપ્રપંચકથામાં સિદ્ધર્ષિ ગણિએ અલંકારી ભાષામાં કહ્યું છે કે વીતરાગ પરમાત્માએ જગતમાં ઢંઢેરો બહાર પાડ્યો છે કે અનંતકાળથી દુઃખ છે પણ દુઃખ તમારા સ્વભાવમાં નથી. તેઓએ સંતોને કહ્યું કે તમે દુનિયાના ખૂણે ખૂણે જાઓ અને જગતના જીવોને કહો કે દુઃખ તમારો સ્વભાવ નથી. તેમાંથી મુક્ત બની શકાય તેમ છે.” સંતોએ એમ પણ કહ્યું કે એક દિવસ અમે પણ દુઃખી હતા, આંસુ સારી રહ્યા હતા. આજે અમારા આંસુ સુકાઈ ગયા. અમે સુખના-આનંદના સાગરમાં ડૂબકી મારી રહ્યા છીએ. શું કરવું પડ્યું ? શેનાથી આ દુઃખ ગયું ? કોઈ દોરા, ધાગા, મંત્ર, તંત્ર કે કોઈ તાવિજથી દુઃખ ગયું ? ના, સ્વરૂપની સમજણથી દુઃખ ગયું. આ સમજણ મેળવવી પડશે. આ જે સમજણ શબ્દ છે તેમાં તમામ સાધના છે. “સમજ પીછે સબ સહેલ હૈ, બિનુ સમજે મુશ્કેલ.” સ્વરૂપ કોનું? સ્વરૂપ પોતાનું અને એટલા માટે વચનામૃતના પહેલા પાના ઉપર મોટા અક્ષરોમાં લખ્યું છે કે, “જેણે આત્મા જાણ્યો, તેણે સર્વ જાણ્યું.” ‘નો એમાં નાડુ, સો સળં ગાળા’ (આચારાંગ સૂત્ર) For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રવચન ક્રમાંક - ૨, ગાથા ક્રમાંક - ૧ ઉપનિષદોમાં સાક્ષી આપી. “વ વિજ્ઞાનં સર્વ વિજ્ઞાતિ મવતિ, सर्वविज्ञातं, अकमविज्ञातं किञ्चिदपि विज्ञातं न भवति.' જે એક આત્માને જાણે છે તે સર્વને જાણે છે. સર્વને જાણતો હોય પણ પોતાના આત્માને જાણ્યો નથી તો બધું જાણવા છતાં તેણે કાંઈ પણ જાણ્યું નથી. દુઃખ ટાળવું છે, દુઃખી રહેવું નથી, તો શું કરવું? તમે નિર્ણય કરી ને સંતો સાથે તાલ મેળવો. તમારું ને તેઓનું ટ્યુનિંગ મળી જાય તો દુઃખ ટળી જાય. તમારું ટ્યુનિંગ દુઃખીયારા સાથે છે. કોઈ સંતો સાથે ચાલ્યા? કોઈ સંતોનું ગીત ગાયું? કોઈ સંતોના ચરણે બેઠા? સંતોએ કહ્યું છે કે આત્માને જાણ્યા સિવાય અનંત દુઃખ પામ્યા છો, તો દુઃખ ટાળવા પોતાનું સ્વરૂપ સમજો. સ્વરૂપ પોતાનું છે. અનંતકાળથી તે પોતાની પાસે છે. આત્મા ટાળ્યો ટળે તેમ નથી. આત્માને ખોવો હોય તો ખોવાય તેમ નથી. પોતે છે, પોતાનું સ્વરૂપ છે, એ આનંદમય છે. આત્મા દૂર નથી. નિકટમાં નિકટ છે. નિકટમાં છે એમ કહેવા કરતાં તમે પોતે આત્મા છો. આત્મા હોવા છતાં આત્માને આજ સુધી ઓળખ્યો નથી ને ખોળવા નીકળ્યા છીએ. બડી આશ્ચર્ય કી બાત હૈ ! આપ આપસે ભૂલ ગયે, ઈનસે ક્યા અંધેર, સમર, સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર. આ વાત પોતાને નહીં સમજાય. પોતાનાથી સમજાતું હોત તો ક્યારનો ય સમજી ગયો હોત. જે પોતે છે તે પોતાને ઓળખતો નથી. જિહાં લગે આતમદ્રવ્યનું, લક્ષણ નવિ જાણું, તિહાં લગે ગુણઠાણું ભલુ, કેમ આવે તાણ્યું. આતમતત્ત્વ વિચારીએ...(ઉપા. યશોવિજયજી મ.) આત્માનું લક્ષણ જાણ્યું નથી, તો કોણ સમજાવશે? કોઈ સમજાવનાર જોઈએ ને! જે સમજ્યા તે સમાયા, જે સમાયા તે સમજાવી શકે. તમારે સ્વરૂપ સમજવું હશે અને પીડા ઊપડશે કે હું અનંતકાળથી દુઃખી થયો છું, દુ:ખી રહ્યો છું. મારે દુ:ખમાંથી મુક્ત થવું છે માટે સ્વરૂપ સમજવું છે. કોની પાસે જવાથી સ્વરૂપ સમજાશે? કોણ સમજાવશે તે સ્વરૂપ? સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” આ ધરતી ઉપર એક કલ્પવૃક્ષ છે, એક અસ્તિત્વ છે, એક તત્ત્વ છે, એક પરમ ચેતના છે, જે એ સ્વરૂપને સમજાવે છે, તેને કહેવાય છે પુરુષ, સરુ. સદ્ગુરુ એટલે આધ્યાત્મિક સત્તા. એમની પાસે ચાવી છે. માસ્ટર કી છે. તેઓ કહેશે કે લે આ સમજણની For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૭ ચાવી. આ સમજીશ ત્યારે તારું અનંતકાળનું દુઃખ ટળશે. સમજાવ્યું તે પદ નમું, પછી એક શબ્દ વાપર્યો છે, “શ્રી” શ્રી એટલે લક્ષ્મી, તમે ધનતેરશે જેને ધોવો છો, જેનું પૂજન કરો છો ને કહો છો કે “ધન્ના શાલિભદ્રની ઋદ્ધિ હોજો, તેનાથી જરાય ઓછી નહીં.” તે શ્રી લક્ષ્મી નહીં, પણ જેમની પાસે કરુણાની લક્ષ્મી છે, પ્રેમની લક્ષ્મી છે, બોધની લક્ષ્મી છે, જ્ઞાનની લક્ષ્મી છે, અનુભવની લક્ષ્મી છે, વીતરાગતાની લક્ષ્મી છે, નિરપેક્ષતાની લક્ષ્મી છે, જેઓને કોઈ અપેક્ષા નથી, જેઓને કાંઈ જોઈતું નથી, કારણ તેઓને કોઈ અતૃપ્તિ નથી, એવા સદ્ગુરુ તે પદને સમજાવે છે. તે પદ એટલે આત્મપદ. જેના માટે યોગીઓ ધ્યાન ધરે છે, તપસ્વીઓ તપ કરે છે, જેના માટે રાજાઓ સંસાર છોડે છે, જેનું વર્ણન વેદો અને પુરાણો કરે છે એ પદની સરુ વાત કરે છે. તેઓનું એક જ કામ છે, તેઓ કહે છે કે આ તમારો માલ, એને ઓળખો. તેઓને આ સમજણ ક્યાંથી મળી ? આ ખજાનો ક્યાંથી મળ્યો ? એ ધન ક્યાંથી આવ્યું ? એ અમૃત ક્યાંથી આવ્યું ? ભગવંત પાસેથી આવ્યું. ભગવંત એટલે વીતરાગ પુરુષ. “નમો અરિહંતાણં.” અરિહંત પરમાત્માને નમસ્કાર હો. સદ્ગુરુ પાસે જે બોધ આવ્યો, જ્ઞાન આવ્યું તે તીર્થંકર પરમાત્મા પાસેથી આવ્યું. અહીં કેટકેટલા સમાયા? સદ્ગુરુ આવ્યા, ભગવંત આવ્યા, શાસ્ત્રો આવ્યા, બોધ આવ્યો, સમજણ આવી, જ્ઞાન આવ્યું. આત્મા આવ્યો અને કર્મમાંથી મુક્ત થવાની કળા પણ આવી. ગાથા ઉતાવળથી બોલશો નહિ, એકેક શબ્દને છૂટો પાડો. આ એક ગાથામાં આખી સાધના છે. આખા જીવનનું રહસ્ય છે. અખૂટ ખજાનો છે. આ ગાથા વાંચ્યા પછી દુઃખ રહેશે નહિ અને આનંદનો સાગર છલકાયા વગર પણ રહેશે નહિ. - સદ્ગુરુ કહે છે કે અમારી પાસે જે ખજાનો આવ્યો છે તે અમે તમારી પાસે મૂકીએ છીએ. એવો અણમોલ ખજાનો, તમારી સંપત્તિ અમે તમને આપવા આવ્યા છીએ. હું શું બોલ્યો ખબર પડી? અમે તો આપવા આવ્યા છીએ. તમે કહો છો, “ના, અમારું દુઃખ ભલે રહ્યું, આ બળતરા ભલે રહી, આ ખંજવાળ ભલે રહી, આ પીડા ભલે રહી. આ દુઃખમાંથી જો તમે મુક્ત કરશો તો અમે દુઃખ ક્યાં રડીશું! ક્યાં ગાઈશું!' જ્ઞાની પુરુષો કહે છે કે અરે, એક વખત તો દુઃખમાંથી મુક્ત બનીને જો. તું આનંદના સાગરમાં ધુબાકા કરીશ. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૩, ગાથા ક્રમાંક - ૨ પ્રવચન ક્રમાંક - ૩ ગાથા ક્રમાંક - ૨ ગ્રંથનો વિષય પ્રયોજન વર્તમાન આ કાળમાં, મોક્ષ માર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય. (૨) ટીકા:આ વર્તમાન કાળમાં મોક્ષમાર્ગ ઘણો લોપ થઈ ગયો છે. જે મોક્ષમાર્ગ આત્માર્થીને વિચારવા માટે (ગુરુશિષ્યના સંવાદરૂપે) અત્રે પ્રગટ કહીએ છીએ. પ્રાચીનકાળમાં કોઈ પણ ગ્રંથની રચનાનો પ્રારંભ કરતાં પહેલા પોતાના ઈષ્ટદેવનેજ્ઞાની પુરુષને યાદ કરી, વંદન-સ્તુતિ કરી પછી ગ્રંથનો પ્રારંભ કરતા. આ પ્રણાલિકાને મંગલાચરણ કહે છે. એક શ્રેષ્ઠ કાર્ય કરવું છે, તેની નિર્વિઘ્ન સમાપ્તિ થાય તથા એ મહાપુરુષો પ્રત્યેનો આપણો વિનય, નમ્રતાભાવ વ્યક્ત થાય તેથી પહેલી ગાથામાં સદ્ગુરુને નમસ્કારરૂપ મંગલાચરણ કર્યું. મંગલાચરણ પછી બીજો પ્રશ્ન એ આવે છે કે આટલા બધા શાસ્ત્રો છે, સિદ્ધાંતો છે તો આ ગ્રંથની રચના કરવાનું શું પ્રયોજન છે? પ્રશંસા, પ્રસિદ્ધિ, ખ્યાતિ મેળવવા, સન્માનપત્ર કે એવોર્ડ મેળવવા કે પૈસા કમાવા માટે આ ગ્રંથની રચના તો નથી કરીને? જ્ઞાની પુરુષોને પૂછાય નહિ કે તમે શા માટે શાસ્ત્રોની રચના કરો છો? નિવેદન કરી શકાય. પૂછવામાં અહંકાર છે. નિવેદનમાં ભક્તિ છે. નિવેદન કરી શકાય કે સાહેબ ! આ શાસ્ત્રોની રચના આપ શા માટે કરો છો? જ્ઞાની પુરુષોના હૃદયમાં બે ધારા ચાલે છે. એક વીતરાગતાની ધારા ને બીજી કરણાની ધારા. વીતરાગતાની ધારા એમને એકાંતમાં લઈ જાય, મૌનમાં લઈ જાય, સર્વસંગ પરિત્યાગમાં લઈ જાય, બહારના કર્તુત્વભાવમાંથી અંદર લઈ જાય, આંતરિક અવસ્થાની સાધનામાં લઈ જાય, ધ્યાનમાં ને સમાધિમાં લઈ જાય. આ વીતરાગતાની ધારા “અંદર જાવ, અંદર જાવ, અંદર જાવ', એમ એમને કહ્યા જ કરતી હોય છે. એકલી એ ધારા જો હોય તો તે વીતરાગ પુરુષો આપણી વચ્ચે ન હોય. જરૂર પણ નથી આપણી વચ્ચે એમને For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૯ આવવાની, પણ આપણી વચ્ચે તેઓને આવવાની જરૂર એટલા માટે છે કે આપણી વચ્ચે કોઈ સત્પાત્ર હોય, મુમુક્ષુ જીવ હોય તો એ આત્માનું કલ્યાણ, તેનો ઉદ્ધાર આવા જ્ઞાની પુરુષના યોગથી થાય છે. જ્ઞાની પુરુષોમાં જે કરુણાની ઘારા હોય છે, તે ધારા બે ભાગમાં કામ કરે છે. એક બહારથી જે દુઃખી છે, ભૂખ્યો છે, તરસ્યો છે, ખાવા પીવાનું નથી, કડકડતી ઠંડીમાં પહેરવા-ઓઢવા વસ્ત્રો નથી, વિકલાંગ છે, રોગી છે, અંધ છે, દુઃખથી ઘેરાયેલો છે, મુશ્કેલીમાં છે, એનું દુઃખ જોતાં હૈયું દ્રવી જાય, એમ થાય કે હું તેનું દુઃખ દૂર કરવા ઉપયોગી થઈ શકું, આવી 'દુ:પ્રાછા ’ હૈયામાં જાગે છે, એને દ્રવ્યકરુણાની ધારા કહે છે. આમાં ધ્યાન શરીર તરફ છે, બહારની પરિસ્થિતિ તરફ છે. બીજી ભાવ કરુણાની ધારા છે તે શ્રેષ્ઠતમ છે. આ જગતના જીવો અનંત દુઃખમાં અટવાયેલા છે. મોહમાં અટવાયેલા છે, રાગ દ્વેષથી, કષાયોથી, વાસનાઓથી, વિકારોથી ઘેરાયેલા છે, આ જ એમના બધા દુ:ખનું મૂળ છે. ભૂખ્યાને અન્ન આપશો, ફેર ભૂખ લાગશે, તરસ્યાને પાણી આપશો, ફેર તરસ લાગશે, પણ કોઈ એવી અવસ્થા હશે કે જેમાં આ બધા દુઃખો ન હોય? હા, છે, દેહ રહિત અવસ્થા. જ્યાં શરીર જ ન હોય. મહાપુરુષો કહે છે કે આપણને સૌથી વધુ આસક્તિ આ શરીર પ્રત્યે છે ને તમામ દુઃખોનું મૂળ પણ આ શરીર જ છે. એવી ઘટના ઘટે કે તમે હો પણ દેહમાં ન હો. તમારું અસ્તિત્વ કોઈ પણ સંજોગોમાં નાબૂદ થઈ શકે તેમ નથી. તમે નિત્ય છો, શાશ્વત છો, સદાજીવી છો. अजो नित्यः शाश्वतोऽयं पुराणो, न हन्यते हन्यमाने शरीरे । (भ.गीता २/२०) દેહમાં ન હોવું ને આપણું (આત્માનું) અસ્તિત્વ હોવું, તેને જ્ઞાની પુરુષો મોક્ષ કહે છે. આ અદ્ભુત અવસ્થા છે. સર્વ દુઃખથી મુક્ત આ અવસ્થા આપણને પ્રાપ્ત થાય એવી ચિંતા જ્ઞાની પુરુષોએ કરી છે. મા તો બાળકને જન્મ આપ્યા પછી ચિંતા કરે, બાપ બાળક હાથમાં આવ્યા પછી ચિંતા કરે, પણ આપણી ઓળખાણ ન હતી, આપણો પરિચય ન હતો, એ વખતે જેમણે આપણા હિતની ચિંતા કરી છે એવા આ જ્ઞાની પુરુષો છે. કર્મ રહિત થયા વગર દેહ રહિત થવાતું નથી, કર્મ રહિત તો જ થવાય કે જો રાગદ્વેષ રહિત થવાય. જગતના જીવો રાગદ્વેષમાંથી કાયમ માટે મુક્ત બને એવો ભાવ જેમનામાં જાગે છે તે કરુણાવંત જ્ઞાની પુરુષોનો આપણા ઉપર અનંત ઉપકાર છે. रागो य दोसोवि य कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयंति। कम्मं च जाइमरणस्स मूलं, दुक्खं च जाइ मरणं वयंति ॥ (ઉત્તરાધ્યયન ૩૨/૭) For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ O પ્રવચન ક્રમાંક - ૩, ગાથા ક્રમાંક - ૨ રાગ અને દ્વેષ જ્ઞાનાવરણાદિ કર્મનું બીજ છે અને કર્મ રાગ-દ્વેષરૂપ મોતનું કારણ છે. જન્મ મરણનું મૂળ કારણ કર્મ છે અને જન્મ મરણ દુઃખનું કારણ છે. જગતમાં મરણ જેવું બીજું કોઈ દુઃખ નથી. બીજા બધા દુઃખો મરણથી હેઠે છે, પણ મરવું કોને પડે ? કર્મ હોય તેને. કર્મ કોને વળગે છે? રાગદ્વેષ હોય તેને. રાગદ્વેષ ક્યાંથી આવે? રાગદ્વેષ મોહમાંથી આવે. મોહ ક્યાંથી આવે છે? મોહ અજ્ઞાનમાંથી આવે છે. આમ અજ્ઞાનમાંથી મોહ, મોહમાંથી રાગ દ્વેષ થાય અને રાગ દ્વેષથી કર્મ બંધાય. કર્મ ભોગવવા જન્મ લેવો પડે. જન્મ થાય તો મૃત્યુ અવશ્ય આવે. આ બધું જો ટાળવું હોય તો અજ્ઞાનમાંથી મુક્ત થવું પડે. જગતના જીવો અજ્ઞાનમાંથી મુક્ત બને એવી જે ધારા અંદરમાં ચાલે તેને કહેવાય છે ભાવકરુણા. વીતરાગતાની ધારામાં તેઓ કશું કહેતા નથી અને ભાવ કરુણાની ધારામાં જ્ઞાની પુરુષો બીજાના હિત માટે કહ્યા વગર રહી શકતા નથી. ભાવ કરુણા એ ગ્રંથ રચનાનું કારણ છે. ૫.ક.દેવ એમ કહે છે કે આત્મસિદ્ધિ કહેવાનું બીજું મહત્ત્વનું કારણ એ છે કે વર્તમાનકાળ સામે જોઈએ છીએ તો ઘણી ઘણી ઘટનાઓ બની છે. ઘણા ઘણા ફેરફારો થયા છે, પણ સૌથી મોટી ઘટના, “મોક્ષનો પ્રસિદ્ધ માર્ગ લુપ્ત થતો જાય છે.' નષ્ટ થયો નથી, પણ ઢંકાઈ ગયો છે, અવરાઈ ગયો છે, દબાઈ ગયો છે, ઓળખવો મુશ્કેલ થઈ ગયો છે. મૂળ માર્ગ ઉપર બહુ જાળા ઝાંખરા બાઝી ગયા છે. ઘાસ ઊગી ગયું છે અને ખાડા ટેકરા થઈ ચૂક્યા છે અને કેડીઓ પડી ગઈ છે. કયા રસ્તે જવું એ મૂંઝવણ થાય છે. મૂળ મારગ જડે તેમ નથી. ચોથા આરામાં (સતયુગમાં) આ માર્ગ ચોકખો હતો. આ જગત સામું જ્યારે જોઈએ છીએ ત્યારે અમારા મનમાં મંથન ચાલે છે. ૩00 વર્ષ પહેલાં આનંદધનજી મહારાજે અભિનંદન સ્વામીના સ્તવનમાં પોતાની આ વેદના પ્રગટ કરી હતી. “મત મત ભેદે રેજો જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ.” જુદી જુદી જગ્યાએ જઈને પૂછીએ કે અમારે મોક્ષનો મારગ જોઈએ છે તો તેઓ કહે કે અમે કહીએ તે જ મોક્ષનો માર્ગ. “જાક જાકુ પૂછીએ સૌ અપની અપની ગાવે, સાચા મારગ કોઉ ન બતાવે.” - ત્રીજી વાત. આ ગ્રંથમાં કયો વિષય કહેવાના છો? જો તે કહો તો ગ્રંથનું માહાભ્ય, ગરિમા, શ્રેષ્ઠતા કેવી છે? આધ્યાત્મિક દર્શન કેવું છે? તે જાણી શકાય અને ચોથી વાત આના અધિકારી કોણ છે? અધિકારી વગર જો રજૂ કરાય તો સમજાય નહીં, ગેરસમજ પણ થાય, તેથી અધિકારી કોણ છે તે જણાવે છે. અમે જે વાત કરવાના છીએ તે ટોળા માટે કરવાના નથી. જે વર્ગ પાસે આ વાત થઈ શકે તેવા એક વર્ગ પાસે અમારે વાત કરવી છે. તે વર્ગને આત્માર્થી કહે છે. આત્માનું ભલુ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૧ થાય, કલ્યાણ થાય, મંગલ થાય, આત્મા અજ્ઞાનમાંથી મુક્ત બને, મોહમાંથી મુક્ત બને, કષાયોમાંથી મુક્ત બને, આસક્તિમાંથી મુક્ત બને, અહંકાર અને મમત્વથી મુક્ત બને, આત્મા બંધનમાંથી મુક્ત બને, આવું ચિંતન જેના મનમાં ચાલે છે તેને કહેવાય આત્માર્થી. આત્માના હિત સિવાય, આત્માના કલ્યાણ સિવાય જેના અંતરમાં બીજું કોઈ પ્રયોજન નથી, એવા આત્માર્થી જીવો માટે આ શાસ્ત્રની રચના કરીએ છીએ, પણ વર્તમાનકાળમાં આત્માર્થી જીવો મળવા દુર્લભ છે. આ વર્તમાન કાળ હુંડા અવસર્પિણીનો ‘દુષમ’ નામનો પાંચમો આરો છે. આને કપરો કાળ, કઠિન કાળ કે કલિયુગ પણ કહે છે. પરમ કૃપાળુ દેવે આ કાળને પંચમકાળ કહ્યો છે. અને તેના થોડા સૂત્રો આપણે જોઈએ. (૧) આ કાળમાં મનુષ્યોની નિગ્રંથ પ્રવચન ઉપરની શ્રદ્ધા ક્ષીણ થતી જાય છે. આ નિગ્રંથ શબ્દ અદ્ભુત છે, શ્રીમદ્ભુએ ગાયું છે કે, ‘ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો.’ ‘કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાય એવા, નિગ્રંથનો પંથ, ભવ અંતનો ઉપાય છે.’ ગ્રંથ એટલે ગ્રંથિ, ગાંઠ. જેમની ગ્રંથિઓ છૂટી ગઈ છે, જેમની ગ્રંથિઓ તૂટી ગઈ છે, ગાંઠો ઓગળી ગઈ છે તે નિગ્રંથ. મુખ્ય ગાંઠો બે છે (૧) રાગ (૨) દ્વેષ. આ રાગ, દ્વેષ, મોહ આદિ દોષો જેમના ચાલ્યા ગયા છે તે પુરુષ નિર્દોષ છે. ‘નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું.’ ‘પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ’, નીતિની વાત અનીતિ કરનાર પણ કહે, પણ તેનું મહત્ત્વ નથી. અહીં નિર્દોષ નરની વાત શ્રીમદ્ભુજીએ કરી. એમણે પ્રભુ મહાવીર કે આદિનાથ શબ્દ ન મૂક્યો પણ નિર્દોષ શબ્દ મૂક્યો. માત્ર સોળ વર્ષની ઉંમરે તેઓએ આ બિનસાંપ્રદાયિકતાની, સર્વ ધર્મ સમભાવની વાત કરી. વળી તેમણે કહ્યું કે જેમણે જીવનમાં આનો અનુભવ કર્યો છે, તેનું વચન માનવા જેવું છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર ગ્રંથની રચના કરતી વખતે કહ્યું કે વીતરાગ પુરુષે કહેલા જે ગ્રંથો છે તેનું મંથન કરીને તથા સદ્ગુરુદેવે જે બોધ આપ્યો છે તેના આધારે તથા સ્વસંવેદન-સ્વાનુભવપૂર્વક અમે આ રચના કરીએ છીએ. આમ નિર્દોષ પુરુષ પણ જોઈએ અને સ્વાનુભવ પણ જોઈએ. તેમનું વચન તે નિગ્રંથ પ્રવચન. આવા નિગ્રંથ પ્રવચન ઉપરની મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જાય છે. (૨) ધર્મના મૂળ તત્ત્વોમાં મત મતાંતર વધશે. સત્ય અને મત બન્નેનો મેળ પડતો નથી. પરમાર્થનો પંથ તો ત્રણે કાળમાં એક જ હોય. ‘એવં સત્ વિપ્રા નદુધા વવન્તિ.’ સત્ય જુદું હોઈ શકતું નથી. ભાષામાં ભેદ હોઈ શકે, જેમ પાણીને કોઈ જળ કહે, કોઈ નીર કહે, For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પ્રવચન ક્રમાંક - ૩, ગાથા ક્રમાંક - ૨ કોઈ વોટર કહો, કોઈ બીઅં પપ્પુ કહે. (૩) જનસમૂહની રુચિ અધર્મ ભણી રહેશે. ત્યાગ, સંયમ, અસંગ, મૌન ઓછા ગમશે. ખાણી, પીણી, હરવું, ફરવું, સીનેમા વધારે ગમશે. સત્તર ભેદી પૂજા ભણાવે ત્યારે પૂછે કે પૂજા પછી અઢારમો ભેદ છે ? અઢારમો ભેદ ‘લાડુ’. પૂજાના સત્તર પ્રકાર ભલે હોય પણ અઢારમા ભેદમાં જ જીવોને રુચિ હોય છે. (૪) સત્ય, દયા, કરુણા, પ્રેમ, સહિષ્ણુતા, સહાનુભૂતિ, સમભાવ એ ઘટતાં જાય છે. (૫) મોહ, રાગ, દ્વેષ, ક્રોધાદિ કષાયો વધતા જશે. (૬) દંભી, પાપી ગુરુઓ મોટું રૂપ ધારણ કરશે, પૂજ્ય રૂપ ધારણ કરશે ને મનુષ્યો તેમનાં ફંદામાં ફસાઈ જશે. (૭) સદ્ગુરુઓને સન્માન ઓછું મળશે. (૮) સમાજમાં દુષ્ટોને સન્માન વધારે મળશે. (૯) તત્ત્વજ્ઞાનના, આત્મજ્ઞાનના રસ્તાઓ છે તે ઓછા થતા જશે. (૧૦) ક્રિયાઓ વધતી જશે, ક્રિયાઓ શા માટે કરીએ છીએ તેનું જ્ઞાન ક્રિયા કરાવનારને પણ નથી હોતું. અજ્ઞાનપૂર્વક ક્રિયા થશે. (૧૧) એકાંતવાદી પક્ષોના હાથમાં માર્ગ ચાલ્યો જશે. વળી આ કાળમાં બીજી એક મોટી વેદના એ પણ છે કે પૂર્વે જેણે ધર્મનો માર્ગ આરાધ્યો છે એવા જીવો ઘણું કરીને આ વર્તમાનકાળમાં દેહ ધારણ કરતા નથી. આરાધક જીવો અલ્પ સંખ્યામાં હોવાથી પરમાર્થ માર્ગ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે તેવો નથી. છેલ્લે છેલ્લે, આરંભ અને પરિગ્રહ વિશેષ ને વિશેષ વધતા જાય છે, તેના કારણે જીવની પાત્રતા હણાય છે. માત્ર બુદ્ધિ વધે એટલે પાત્રતા આવી એવું ન કહેવાય. જ્ઞાનીપુરુષો કહે છે કે ચિત્તની નિર્મળતા ને ચિત્તની શુદ્ધિ થવી જોઈએ અને તે આરંભ પરિગ્રહ ઘટ્યા વિના થાય નહીં. વર્તમાન કાળમાં અસત્ સંગ અને અસત્ પ્રસંગથી જીવને સદ્ગુરુની ઓળખાણ થવી દુષ્કર થઈ ગઈ છે. અસદ્ગુરુમાં મન રોકાઈ જશે. સદ્ગુરુ પડખે હશે તો ધક્કો મારીને જીવ ચાલ્યો જશે. કોણ માર્ગ બતાવશે ? માટે મોક્ષમાર્ગ બહુ દોહ્યલો છે. ‘મોક્ષ માર્ગનો બહુ લોપ થઈ ગયો છે', તો શું કરવું ? તો કહે છે કે ‘વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય.’સમગ્ર સાધના બે શબ્દોમાં આપી છે. (૧) વિચારવું અને (૨) સમજવું. વિચારથી સમજણ પ્રાપ્ત થાય. શ્રીમદ્ભુએ કહ્યું કે ‘એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા.’ શ્રી શંકરાચાર્યે કહ્યું કે ‘અર્નિશ ∞િ પરિચિન્તનીય.’ હે ગુરુદેવ ! અમારે નિરંતર શું ચિંતન કરવું ? શેનું ચિંતન કરવું ? ગુરુદેવે કહ્યું, ‘બ્રહ્મનો વિચાર કરો, આત્મ કલ્યાણનો For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૩ વિચાર કરો.' વિચારમાંથી ધર્મ આવશે. પ્રારંભમાં વિચાર જોઈએ. ખેતરમાં વાવવું હોય તો બીજ વવાય, ઝાડ ન વવાય, બીજમાંથી વૃક્ષ ઊગે છે, એમ વિચાર એ સમગ્ર સાધનાનું બીજ છે. વિચારમાંથી ધર્મ આવશે, ધ્યાન આવશે, ઉપાસના આવશે. આપણને જો સૌથી વધારે કંટાળો આવતો હોય તો તત્ત્વ વિચારનો આવે છે. અમે કહીએ કે તત્ત્વ વિચાર થોડો થોડો કરો તો કહે કે સાહેબ! કરીએ તો છીએ પણ ઝોકું આવી જાય છે. સમાધિ લાગી જાય છે. ગાવાની કે બોલવાની વાત હોય તો બરાબર. તત્ત્વ વિચાર કર્યા વગર સમજણ પ્રાપ્ત નહીં થાય. તત્ત્વ વિચાર કરતાં કરતાં સમજણ પ્રાપ્ત થાય છે અને સમજણ પછી આચરણ થાય છે. જેને વિચાર કરવો છે તેને વિચાર માટે સમય તો જોઈશે ને? વિચાર આંખથી, કાનથી નહીં થાય, મનથી જ થાય, પણ મન પાસે ટાઈમ હોય તો ને? મન નવરું પડે તો વિચાર થાય, પણ મન પાસે અવકાશ નથી. મનમાં પરિગ્રહનું ચિંતન નિરંતર ચાલ્યા જ કરે છે. એક ભાઈ કહે કે “અમને આશીર્વાદ આપો.' અમે કહ્યું કે શેના?” તેઓ કહે કે “ત્રણ પેઢી ચાલે છે હવે ચોથી પેઢી ચાલુ કરવી છે. અમે કહ્યું કે “ભાઈ ! અમે તો એવા આશિષ આપીએ કે તમે આ બધામાંથી મુક્ત થઈ નિગ્રંથ બનો.” એક ભાઈ કહે કે “મારે કંઈ જોઈતું નથી. સિત્તેર વર્ષ થયા છે, ચાલી શકું છું, ખાઈ શકું છું, ઊંઘ પણ સારી આવે છે. ચાર વહુઓ છે. મોટું મકાન છે, બેન્ક બેલેન્સ છે” અમે કહ્યું કે, “તો તમારે શું કહેવું છે?' તેઓ કહે કે “સાહેબ એવા આશીર્વાદ આપો કે આ લીલીવાડી કાયમ લીલી રહે.” જે મન આમાં જે રમતું હોય, આમાં જ રોકાયેલું હોય તો જીવ, તત્ત્વ વિચાર કઈ રીતે કરશે? માટે પરમકૃપાળુ દેવ કહે છે કે સાધના માટે તત્ત્વ વિચાર ને સમ્યક સમજ એ બે મહત્ત્વના પરિબળો છે. તત્ત્વ વિચાર માટે સામગ્રી જોઈએ તેથી શ્રીમજી કહે છે કે અમે એ માટે આ આત્મસિદ્ધિ શાસ્ત્રનો પ્રારંભ કરીએ છીએ. કયા વર્ગ માટે આ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરો છો? આત્માર્થી જીવ માટે. આત્મસિદ્ધિને જીવનમાં, અંતરમાં ઉતારવી હોય તો આત્માર્થી બન્યા વિના નહીં ચાલે. અર્થ એટલે પ્રયોજન, હેતુ, ઈન્ટેન્શન, લક્ષ. શાસ્ત્ર શા માટે? આત્મહિત થાય તે માટે, આત્માનો વિચાર થાય એટલા માટે. જીવનમાં જે કાંઈ નાનામાં નાની સાધના કરો, નાનામાં નાનું વ્રત કરો, મંદિરમાં જાવ, અનુષ્ઠાન કરો, કોઈ પણ ક્રિયા કરો, તેનાથી જગતનો વૈભવ જોઈતો નથી, માન, પ્રતિષ્ઠા, સત્તા જોઈતી નથી, ધન, સંપત્તિ કે સ્વર્ગલોક પણ જોઈતા નથી, ઈદ્રનો વૈભવ પણ જોઈતો નથી, કંઈ જ જોઈતું નથી, એક માત્ર આત્મહિત જ કરવું છે એવો જેનો નિર્ણય છે તેને કહેવાય આત્માર્થી. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રવચન ક્રમાંક - ૩, ગાથા ક્રમાંક - ૨ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્રઅગોપ્ય. આત્માર્થી જીવને સમ્યક સમજ પ્રાપ્ત થાય તેથી આ મોક્ષનો માર્ગ સ્પષ્ટપણે વર્ણવ્યો છે. માર્ગ ગોપવવા જેવો નથી. ગોળ ગોળ વાત નથી કરવી. નેશનલ હાઈવેનો માર્ગ છે. મહારાષ્ટ્રમાં શબ્દ છે “ઘોપટ માર્ગ સમવસરણમાં તીર્થકર ભગવંતે બાર પર્ષદા વચ્ચે આ માર્ગ ઉપદેશ્યો છે. પરમાર્થનો માર્ગ સાચો હોવો જોઈએ અને જો તે મળી જાય તો બધા સંદેહ મટી જાય. શ્રીમદ્જીએ ગાયું છે કે; “મારગ સાચા મીલ ગયા, છૂટ ગયે સંદેહ.” આત્મસિદ્ધિના ઊંડાણમાં જવું છે, એને માણવી છે, ચાખવી છે, કાંઈ જ ગોપવવું નથી, ઘૂંટવું છે. “મને ગુણવર્ધનમ.’ જેમ જેમ મર્દન થાય, ઘૂંટાય તેમ તેમ ગુણનું વર્ધન થાય છે. આત્માર્થીને સમજાય તેટલા માટે સરળતાથી સમજાવ્યું છે ને તેને જે જે પ્રશ્નો ઊઠે, ઉઠવાના છે તે કદાચ પૂછી ન શકે, મૂંઝવણ થાય તેથી બધા પ્રશ્નો તથા જવાબ પણ સાથે આપ્યા છે. આનાથી શું થાય? ગુરુ શિષ્ય વચ્ચે સંવાદ થાય. વિસંવાદ, વિખવાદ ન થાય. પ્રેમ હોય ત્યાં સંવાદ હોય, ભક્તિ હોય ત્યાં સંવાદ હોય, ઉદારતા હોય ત્યાં સંવાદ હોય, સહિષ્ણુતા હોય ત્યાં સંવાદ હોય. ગુરુ શિષ્યના સંવાદરૂપ આ આત્મસિદ્ધિની રચના છે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક - ૪ ગાથા ક્રમાંક - ૩ સાધના માર્ગમાં ભૂલો કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. (૩) ટીકા કોઈ ક્રિયાને જ વળગી રહ્યા છે, અને કોઈ શુષ્કજ્ઞાનને જ વળગી રહ્યા છે. એમ મોક્ષમાર્ગ માને છે, જે જોઈને દયા આવે છે. સાધકના જીવનમાં, સાધનાના માર્ગમાં બે પ્રકારની સૌથી મોટી ભૂલો થાય છે. એનું વર્ણન આ ગાથામાં બતાવવામાં આવ્યું છે. મહેનત, પુરુષાર્થ કરવા છતાં સાધનાના માર્ગમાં જો યથાર્થ પરિણામ આવતું નથી તો ફરી વિચારવું પડે કે ક્યાં ભૂલ રહી જાય છે? ક્યાં ખામી રહી જાય છે? જીવે સાધના કરી નથી એમ નથી પણ બે ભૂલો રહી ગઈ છે. એક જ્ઞાનની અને બીજી ક્રિયાની. ભૂલ ક્રિયામાં નથી, ભૂલ જ્ઞાનમાં નથી, પણ જે ક્રિયાનો કરનાર છે, જે જ્ઞાન પ્રાપ્ત કરનાર છે એના અભિગમના કારણે, એની ભૂલના કારણે ક્રિયાની અને જ્ઞાનની ભૂલ છે, એમ કહેવાય છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માની, સાધનાની, ધ્યાનની વાત આવશે, સમ્યગદર્શનની ને ષપદની વાત આવશે, સમર્પણની ને ગુરુભક્તિની પણ વાત આવશે, નિશ્ચય ને વ્યવહારની વાત આવશે, નિમિત્ત અને ઉપાદાનની વાત આવશે ને પોતાની વૃત્તિના રૂપાંતરની પણ વાત આવશે. આવી ગંભીર વાતોમાં પ્રવેશ કરતાં પહેલાં પોતાનામાં થતી ભૂલો સાધકે અવશ્ય સમજી લેવી જોઈએ. તે સમજવા માટે ત્રણ ગાથા જોતાં પહેલાં પ્રાસ્તાવિક વાત વિચારીએ. સમગ્ર વિશ્વ, સમગ્ર માનવજાત એ રાષ્ટ્ર, જ્ઞાતિ, જાતિ, લિંગ, વર્ણ, ધર્મ, સંપ્રદાય, વિચારોની રીત આદિ ઘણા વિભાગમાં વહેંચાયેલી છે તેમાં બે મોટા વિભાગો છે. (૧) ભૌતિકવાદી-ભોગવાદી (૨) અધ્યાત્મવાદી (ધર્મ પરાયણ માનવો). જેનામાં અધ્યાત્મ નથી, જે અતીન્દ્રિય સૃષ્ટિનો ઈન્કાર કરે છે તે ભૌતિકવાદીનું સમગ્ર ચિંતન, સમગ્ર વલણ, For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ પ્રવચન ક્રમાંક - ૪, ગાથા ક્રમાંક - ૩ સમગ્ર આચરણ, સમગ્ર અભિગમ ભૌતિકતા તરફ છે. તેના જીવનમાં (૧) આહાર (૨) નિદ્રા (૩) ભય (૪) વિષયોપભોગ (૫) સંપત્તિ અને (૬) સત્તા આ છ મહત્ત્વના સૂત્રો છે. તે છની આજુબાજુમાં જ પોતાનો વ્યવહાર ને પ્રક્રિયા ગોઠવે છે. પોતાનું સમગ્ર જીવન અને પ્રકૃતિએ આપેલ તમામ શક્તિઓનો વિનિયોગ એ માટે જ કરે છે. પરમકૃપાળુ દેવે કહ્યું છે કે, “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો.” આવું શ્રેષ્ઠ માનવ જીવન તે આ છની પાછળ ખોઈ નાખે છે. સમગ્ર આધ્યાત્મિક સાધનામાં આધારભૂત તત્ત્વ આત્મા છે અને ભૌતિકવાદીના સમગ્ર જીવનનું આધારભૂત તત્ત્વ શરીર છે. તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને આકાશ એ પાંચ મહાભૂતોમાંથી બન્યું છે. પાંચ મહાભૂતના પૂતળામાં-શરીરમાં જે એક તત્ત્વ છે તેને બાદ કરીને ભૌતિકવાદી પાંચ મહાભૂતોનો સ્વીકાર કરે છે. ચૈતન્યનું શરીરમાં ઊતરવું તેને જન્મ કહે છે ને શરીરમાંથી ચૈતન્યનું નીકળી જવું એને મૃત્યુ કહે છે. ચૈતન્યના કારણે શરીરમાં સ્પંદન તથા ક્રિયાઓ થાય છે ને આ શરીર જેનાથી શોભે છે તે ચૈતન્ય તત્ત્વનો ભૌતિકવાદી ઈન્કાર કરે છે. આત્મા નથી એ ભૌતિકવાદીનું સૂત્ર છે અને આત્મા છે એ અધ્યાત્મવાદીનું સૂત્ર છે. ભૌતિકવાદીએ આત્મા નથી એવો સ્વીકાર કર્યો એટલે કર્મ પણ નથી. કર્મ નથી એટલે બંધ નથી. બંધ નથી એટલે પુણ્ય-પાપ નથી. પુણ્ય-પાપ નથી એટલે પુનર્જન્મ નથી. પુનર્જન્મ નથી એટલે સુખ-દુ:ખના કોઈ કારણો નથી. સુખ-દુઃખનાં કારણો નથી એટલે કર્તવ્ય-અકર્તવ્યનો વિવેક મેળવવાની ધર્મ અને અધર્મને જાણવાની જરૂર નથી. એની સમગ્ર દુનિયા પુદ્ગલમાં છે. જૈન દર્શનમાં એક શબ્દ છે “બહિરાત્મ દશા.” આતમ બુદ્ધ હો કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ, કાયાદિકનો હો સાખીધર રહ્યો, અંતર આતમ રૂપ. સુમતિ ચરણકજ આતમ અર્પણા. (આનંદધનજી મ.) ભૌતિકવાદીની માન્યતા પ્રમાણે આત્મા નથી એવો સ્વીકાર કરશો તો “આત્મા છે' એના પાયા ઉપર જે ધર્મની ઈમારત ઊભી થાય છે તે તૂટી જાય. જીવનમાં ધર્મની જરૂર રહે નહીં. આત્મા છે એવો સ્વીકાર થાય તો ઘર્મની, ધ્યાનની, ભક્તિની, સત્સંગની, સપુરુષની, સમ્યજ્ઞાનની જરૂર. જો આત્મા નથી એમ સ્વીકારે તો બધાનો છેદ મુકાઈ જાય છે. આત્મા નથી એવો જેણે સ્વીકાર કર્યો, તેણે તમામ અતીન્દ્રિય સૃષ્ટિનો અસ્વીકાર કર્યો. અતીન્દ્રિય સૃષ્ટિ એટલે કે ઈન્દ્રિયોની પકડમાં ન આવે, મનની પકડમાં ન આવે, બુદ્ધિની પકડમાં ન આવે, શબ્દોની પકડમાં ન આવે, છતાં જેનું હોવાપણું છે તે. વેદાંતમાં તેનું મઝાનું વર્ણન કર્યું છે. “નેતિ, નેતિ, નેતિ.” ના, એ નથી, એ નથી, એ તેનાથી જુદો છે, ભિન્ન છે For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ઈન્દ્રિય આદિની પકડમાં આવે તેવો નથી પણ તેનો અનુભવ થાય, સાક્ષાત્કાર થાય. અનુભવગોચર વસ્તુ છે રે, જાણવો એહી રે ઈલાજ, કહન સુનન કો કછું નહીં પ્યારે, આનંદધન મહારાજ, નિશાની કહા બતાવું રે, તેરો અગમ અગોચર રુપ. કોઈએ આનંદધનજીને પૂછ્યું હશે કે તમે જે આત્માની વાત કરો છો તે કેવો છે? તેની નિશાની-ચિન્હતો બતાવો. લાચાર છે આનંદધનજી, કારણ તેની નિશાની બતાવી શકાય તેમ નથી. જે દશ્ય છે, જે રૂપી છે, ઈન્દ્રિયોની પકડમાં આવે છે તેનું ચિન્હ, નિશાની જણાવી શકાય. જ્ઞાન એ આત્માનું લક્ષણ છે પણ એ સ્થૂળ ચિન્હ નથી. તેનો આકાર, કદ, વજન નથી, પણ છે, તે અતીન્દ્રિય તત્ત્વનો અનુભવ શબ્દોમાં ન થાય, તેનો અનુભવ ધ્યાનમાં થાય. ધ્યાન અવસ્થામાં જેમણે અનુભવ કર્યો છે એમણે એમ કહ્યું કે એવું એક તત્ત્વ છે જે શરીરથી, ઈન્દ્રિયોથી, પ્રાણથી, મનથી, બુદ્ધિથી ભિન્ન છે, શબ્દોથી અને સમગ્ર પુદ્ગલથી ભિન્ન છે. આધ્યાત્મિક સૃષ્ટિમાં સૌથી મોટું પાયાનું જો કોઈ તત્ત્વ હોય તો આત્મા છે. શાસ્ત્રોમાં જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસ્રવ, સંવર, બંધ, નિર્જરા, મોક્ષ આ નવ તત્ત્વો કહ્યાં છે, પણ આ તત્ત્વોમાંથી જો આત્માને કાઢી લો તો શું રહેશે? આત્મા છે તો પુણ્ય છે, પાપ છે, આસ્રવ છે, બંધ છે, સંવર છે, નિર્જરા છે, મોક્ષ છે. આત્મા છે તો જગતમાં અજીવ છે, પુદ્ગલ છે, તેમ કહેનારો છે. એક મિનિટ માટે કલ્પના કરો જગતમાંથી આત્મા નામનું તત્ત્વ વિદાય લઈ લે તો જગત છે તેમ કોણ કહેશે? ઉપનિષદમાં એક મીઠો વાર્તાલાપ થયો છે. એક વખત ઈન્દ્રિયોને, મનને, બુદ્ધિને એમ થયું કે અમે છીએ તો આ બધું ચાલે છે. આ ઝઘડો જ્ઞાની પુરુષ પાસે પહોંચ્યો. તેમણે કહ્યું કે એક કામ કરીએ કે એક એક તત્ત્વ વિદાય લે અને તેના વગર જો ચાલતું હોય તો સમજવું કે તેના વગર ચાલે તેવું છે. આંખને ઉતાવળ હતી, તેણે કહ્યું કે હું પહેલાં વિદાય લઉં છું. એક વર્ષ નહીં આવું અને આંખ ગઈ. એક વર્ષ પછી પાછી આવી, જોયું કે વ્યવહાર ચાલ્યો. જગતમાં ઘણાં આંધળાઓ છે, તેમનો વ્યવહાર ચાલે છે. પછી કાન ગયા, કાન વગર ચાલ્યું. સ્વાદ વગર પણ ચાલ્યું. મન વગર પણ ચાલ્યું. છેવટે ચૈતન્ય તત્ત્વ-આત્મા કહે છે કે હવે હું જાઉં છું. તમે લહેર કરો. લહેર શું કરે ? કાળો કેર થઈ જાય. આત્મા છે તો આ શરીર અને ઈન્દ્રિયો વગેરે કામ કરે છે. એ આત્માનો ઈન્કાર કરવો એ ભૌતિકવાદીનું પહેલું સૂત્ર છે. તેથી એનો માર્ગ ખુલ્લો થઈ જાય છે. તેની વચમાં વિધિનિષેધ, પુણ્ય અને પાપ, કર્તવ્ય-અકર્તવ્ય કે નિયમો આવતાં નથી. ભગવાન મહાવીર સ્વામીના વખતમાં અજ્ઞાની જીવો આમ બોલતા હતા : For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રવચન ક્રમાંક - ૪, ગાથા ક્રમાંક - ૩ हत्था गया, इमे कामा, कालिया जे अणागया। વો નાફ પરે ત્રોએ થિ વા નલ્થિ વા પુણો II (ઉત્તરાધ્યયનસૂત્ર) “અરે ભાઈ ! જ્ઞાની પુરુષોની વાત સાંભળવાની જરૂર નથી. અમારી વાત સાંભળો અમે તમારા હિતમાં, તમારા ભલા માટે વાત કરીએ છીએ. તેઓ જે વાત કરે છે એ આપણી સારી વાતોમાં, આપણા ભોગમાં, આપણી મઝામાં પથ્થરો નાખે છે. હાથમાં આ કામ ભોગો આવ્યા છે, તેને ભોગવવા ઈન્દ્રિયો પણ આપણને મળી છે, શરીર મળ્યું છે, ભોગવી શકાય તેવી ક્ષમતા મળી છે તો એ ભોગવી લો ને? કોને ખબર છે, પરલોક છે કે નહીં? કોને ખબર છે કે પાપ કે પુણ્ય છે કે નહિ? કોને ખબર છે કે કર્મના ફળો ભોગવવાનાં છે કે નહિ? કોને ખબર છે કે ફરી જન્મ લેવાનો છે કે નહિ?” ભૌતિકવાદીનું કામ વચમાંથી ધર્મને ખસેડવાનું છે. એની વ્યવસ્થા એવી છે કે અતીન્દ્રિય તત્ત્વનો ઈન્કાર જો થાય તો શરીર કેન્દ્રમાં આવે ને કોઈ પણ મર્યાદા વિના ભોગ પરાયણ જીવન જીવાય. આમ ભૌતિકવાદી માટે એનું કેન્દ્ર શરીર છે. આજે આપણે પણ કહેવાતા ધાર્મિક-આધ્યાત્મિકવાદી બોલીએ છીએ કે, આત્મા છે તે નિત્ય છે. તે કર્મનો કર્તા છે. આ બધી વાતો ખરી, પપદ ખરા, નીતિશાસ્ત્ર ખરું પણ આ આપણા રૂપાળા શરીરમાં જો કાંઈ થાય તો આપણને ફફડાટ થાય. શરીર આપણું કેન્દ્ર છે. કૃપાળુદેવે એક અદ્ભુત શબ્દ આપ્યો, “દેહાધ્યાસ', તે શબ્દ સામાન્ય નથી. દેહની સાથે અનાદિકાળથી રહેવાથી હું દેહછું એ પ્રકારની પ્રગાઢ બુદ્ધિ એ દેહાધ્યાસ. જે શરીરમાં આપણે ગયા તે શરીર એ હું છું, એ વાતને અનાદિકાળથી ઘૂંટી અને હું આત્મા છું એ વાત તો આ જીવનમાં ભૂલેચૂકે કોઈ સાધુ સંત પાસે જઈએ તો સાંભળવા મળે. સ્વીકારની અવસ્થા તો પછી થાય. શરીર સાથે તાદાભ્ય બુદ્ધિ થઈ છે. હું દેહ છું એ પ્રકારની માન્યતા સમજ-બુદ્ધિ દઢ થઈ છે, એટલા માટે જૈનદર્શનમાં કહ્યું છે કે હું આત્મા નથી અને દેહ તે જ હું છું તે પ્રકારનો સ્વીકાર, માન્યતા તેનું નામ મિથ્યાત્વ. આ મિથ્યાત્વ બે કામ કરે છે, જે પોતે નથી તેને પોતે છે એમ સ્વીકારે છે. અને જે પોતે છે તે પોતે નથી તેમ સ્વીકાર કરે છે. શરીર પોતે નથી પણ શરીર પોતે છે તેમ સ્વીકારે છે ને પોતે આત્મા છે છતાં તે આત્મા હું નથી તેમ પોતે સ્વીકારે છે. આવો જે સ્વીકાર એને મિથ્યાત્વ કહે છે, દેહાધ્યાસ કહે છે. ભૌતિકવાદીના પાયામાં શરીર છે. શરીરને આહાર જોઈએ, શરીરને નિદ્રા જોઈએ, શરીર છે માટે ભૌતિક સાધનો ભોગ-ઉપભોગ-સંપત્તિ અને સત્તા પણ જોઈએ. શરીરને ભોગ જોઈએ, તેને ભોગ વગર ચાલતું નથી. ભોગ એટલે પાંચ ઈન્દ્રિયોના શબ્દ, રૂપ, For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૯ રસ, ગંધ, સ્પર્શ વિષયો. ભૌતિકવાદીએ આત્માનો અસ્વીકાર કર્યો એટલે પુણ્ય-પાપ આદિ તત્ત્વનો અસ્વીકાર થયો. શરીર પોતે છે, તેથી શરીરને કાંઈ આપો. ભોગવોમાણો. રાત્રે ૧૨ વાગે ખાવાની ઇચ્છા થાય ઘરમાં ન મળે તો તે લારી શોધવા નીકળે. મહમદ બેગડો જે પલંગમાં સૂતો હોય, તેની બન્ને બાજુએ આ તરફ મીઠાઈના થાળને પેલી તરફ પણ મીઠાઈના થાળ મૂક્યા હોય. ઊંઘમાંથી ઊઠે ને જે તરફ હાથ જાય ત્યાંથી મૂઠી ભરે ને મોઢામાં મૂકે. એણે એમ જ માન્યું કે હું શરીર છું ને તેનાં માટે ભોગ જોઈએ. ભોગ માટે અર્થોપાર્જન કરવું પડે. પૈસાની સીધી કિંમત નથી. પૈસો એને જોઈએ છે કે જેને ભોગ જોઈએ છે. પૈસો એ પદાર્થો મેળવવાનું, વિનિમયનું સાધન છે. આજનું ચલણ કરન્સી નોટો છે, સોનું છે, ચાંદી છે, હીરા છે, મોતી છે, પણ જો આવતી કાલે એવી જાહેરાત થાય કે આ માટીનો ઢેખાળો છે તેની કિંમત સો રૂપિયા છે તો મુંબઈના રસ્તા ઉપર ક્યાંય ઢેખાળો જોવા નહીં મળે કારણ અને મૂલ્ય મળી ગયું. પૈસાને જે મૂલ્ય મળે છે એ ભોગની સામગ્રી મેળવવા માટે મળે છે અને એ મૂલ્ય જ્યારે મળ્યું ત્યારે Any How ગમે તેમ કરીને સંગ્રહ કરો, માત્ર પૈસો જોઈએ છે તેમ નહિ પણ સંગ્રહ પણ જોઈએ. સંગ્રહની વૃત્તિ એવી છે કે કવિ દલપતરામે કહ્યું કે, " માખીઓએ મધ કીધું, ન ખાધું ન ખાવા દીધું, લૂંટારાએ લૂંટી લીધું રે. શરીર માટે ભોગ, ભોગ માટે વિષયોના સાધનો, વિષયોના સાધનો માટે અકરાંતિયા વૃત્તિ અને તેના માટે અસંયમ ને અસંતોષ. અસંતોષ હોય તો “હજુ થોડું વધારે એમ થાય અને એ મેળવવા જતાં નીતિ, સદાચાર, સંયમ, ચારિત્ર, તપ નહીં રહે, પરોપકાર નહીં રહે. બધાય માનવીય મૂલ્યો અને બધાય આધ્યાત્મિક મૂલ્યો ખતમ થઈ જાય. ત્રણ અબજ માણસોમાંથી આ પ્રકારનું જીવન જીવનારા મોટા ભાગના માણસો છે. નાનકડો આંગળીના વેઢે ગણી શકાય તેટલો ભાગ ધર્મ તરફ, તત્ત્વજ્ઞાન તરફ વળેલો જોવા મળે છે. જે લોકો પોતાને ધાર્મિક અને આધ્યાત્મિક માને છે, જે લોકો આત્મતત્ત્વનો સ્વીકાર કરે છે તેઓ પણ બે મહત્ત્વની અને મોટી ભૂલો કરે છે. તે બે ભૂલોનું વર્ણન આત્મસિદ્ધિની ૩ થી ૫ નંબરની ગાથાઓમાં કર્યું છે. આ ત્રણ ગાથાઓ અસાધારણ છે. - જ્ઞાની પુરુષો કહે છે કે મોક્ષ પ્રાપ્તિના બે સાધનો છે. “જ્ઞાનક્રિયાભ્યાં નોલ:”‘એક જ્ઞાન અને બીજી ક્રિયા. એકલા જ્ઞાન વડે કે એકલી ક્રિયા વડે મોક્ષ પ્રાપ્તિ નહીં થાય. બન્ને સાથે જોઈએ. બે આંખ જોઈએ, બે હાથ જોઈએ અને બે પગ જોઈએ, એમ જ્ઞાન અને ક્રિયા બને જોઈએ. આધ્યાત્મિક સાધના કરનાર વર્ગમાં એક જ્ઞાનની ભૂલ અને એક ક્રિયાની ભૂલ થતી હોય છે તેથી અહીં એક શબ્દ વાપર્યો “શુષ્કજ્ઞાન' અને બીજો શબ્દ વાપર્યો “ક્રિયાજડ' For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્રવચન ક્રમાંક -૪, ગાથા ક્રમાંક - ૩ કોઈ ક્રિયાજડ થઈ રહ્યાં, શુષ્કજ્ઞાનમાં કોઈ, માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. (૩) પરમકૃપાળુ દેવ કહે છે કે અમે જગતને જોઈએ છીએ તેમાં અમને બે પાત્રો જોવા મળ્યાં. કોઈક ક્રિયાજડ બન્યા છે અને કોઈક શુષ્કજ્ઞાની બન્યા છે. ક્રિયા કરે છે પણ તેમાં જડતા છે. જ્ઞાન છે પણ શુષ્કતા છે. નદી હોય પણ તેમાં નીર ન હોય તો નદી શોભે નહીં, રાત હોય પણ ચંદ્રમાં ન હોય તો રાત શોભે નહીં, તેમ જ્ઞાન હોય અને વૈરાગ્ય ન હોય, જ્ઞાન હોય ને તપ-ત્યાગ ન હોય, જ્ઞાન હોય ને સત્કર્મ-સક્રિયા ન હોય, જ્ઞાન હોય ને ભક્તિ ન હોય, જ્ઞાન હોયને ધ્યાન ન હોય તો જ્ઞાન શોભે નહિ. એ શુષ્કજ્ઞાન, લુખ્ખું જ્ઞાન. જ્ઞાન શોભે છે વૈરાગ્યથી, જ્ઞાન શોભે છે તપ-ત્યાગથી, જ્ઞાન શોભે છે સત્કર્મથી, જ્ઞાન શોભે છે ભક્તિથી, જ્ઞાન શોભે છે ધ્યાનથી ને જ્ઞાન આનાથી રસમય બને છે. મોટા ભાગે તત્ત્વ જ્ઞાનીઓની વાતો ગંભીર મોઢા કરીને ચાલતી હોય છે. એમના મોં પર હાસ્ય જોવા ન મળે. અરે ! બ્રહ્મની વાતો કરો છો, બ્રહ્મ તો આનંદમય છે. તે શોકમય, વિષાદમય નથી. આત્માની વાત કરો તો આનંદ તો આવે ને? મસ્તી તો આવે ને? ખુમારી ને મઝા તો આવે ને? રસ તો આવે ને? જે જ્ઞાનમાં રસ નથી તે જ્ઞાન કશું કામ ન કરી શકે. શુષ્કજ્ઞાન અસરકારક ન બને. સમયસારમાં કુંદકુંદાચાર્યજી કહે છે કે જે તલવાર કાપી ન શકે તે તલવારને કરવી છે શું? તેમ જે જ્ઞાનમાં સામર્થ્ય નથી, જે જ્ઞાન જીવંત અવસ્થામાં કામમાં ન આવે તે જ્ઞાનને કરવાનું શું? આજે તો થોડું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો અહંકાર પોષ્યા કરે, અમને આત્મસિદ્ધિ કંઠસ્થ છે હોં! અપૂર્વ અવસર મોઢે છે, જ્ઞાનસાર અને અધ્યાત્મસાર પણ કંઠસ્થ છે. કૃપાળુ દેવ કહે છે કે આ તે વાત કરી, પૂરી થઈ ગઈ ને? તો હવે અમારી વાત લક્ષમાં લે. હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. તારું જ્ઞાન તો ખોબા જેટલું છે પણ નવ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો પણ તેની ગણતરી અજ્ઞાનીમાં છે. નવપૂર્વોનો અભ્યાસી પણ અજ્ઞાનીના ખાનામાં ગયો. કંઈ કારણ? શુષ્કજ્ઞાન છે માટે. અખાએ તો વાત ઠીક નથી કરી પણ કહ્યું કે, “ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી” એ ખંખેરીને ઊભો થઈ ગયો. એક વાત તો રહી ગઈ. જ્ઞાન ખરું પણ જે જ્ઞાન તપ વગરનું છે, જે જ્ઞાન ત્યાગ વગરનું છે, જે જ્ઞાન વૈરાગ્ય વગરનું છે, પ્રેમ વગરનું છે, સમજણ વગરનું છે, જે જ્ઞાન ભક્તિ વગરનું છે, જે જ્ઞાન ધ્યાન વગરનું છે, તે શુષ્કજ્ઞાન. શેરડીમાંથી રસ કાઢ્યા પછી એના કૂચાનો મોટો ઢગલો પડ્યો હોય અને કોઈ આવીને કહે For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા બાપુ! તમે લઈ જાવ, તો બાપુ કહેશે રાખ તારી પાસે. મારે આ કૂચાને કરવા છે શું? તેમાંથી રસ તો નીકળી ગયો છે. તેમ જે જ્ઞાનમાંથી અધ્યાત્મનો રસ નીકળી ગયો છે તે જ્ઞાન કૂચા જેવું છે. જથ્થો કેટલો છે તે મહત્ત્વનું નથી, પણ ક્વૉલિટી કેવી છે તે મહત્ત્વની છે. એક ભાઈ કહેતા હતા કે આખો મોટો વાટકો ભરીને ચા પીવા આપે છે પણ તે તો રેલ્વેની ચા. આખો વાટકો ભરીને આપો તો પણ શું કામની? પરંતુ અર્ધી રકાબી એકલા દૂધની, સારી ઈલાયચી નાંખેલી, સુગંધવાળી, કડક, મીઠી ચા આપે તો તે ક્વૉલિટી કહેવાય. ક્વૉલિટી મેઈન્ટેઈન કરો, ક્વૉન્ટીટીની જરૂર નથી, ક્વૉલિટીની જરૂર છે. જે જ્ઞાન તમને બચાવે, જે જ્ઞાન તમને રોકે, તે ક્વૉલિટી. જે જ્ઞાન તમને ક્રોધ કરતાં રોકી શકતું નથી, જે જ્ઞાન તમને અહંકાર કરતાં રોકી શકતું નથી, જે જ્ઞાન તમને માયા કરતાં રોકી શકતું નથી, જે જ્ઞાન તમને લોભ કે ઈર્ષ્યા કરતાં રોકી શકતું નથી, જે જ્ઞાન તમને કામવાસના કે અસંયમમાં જતાં રોકી શકતું નથી, એ જ્ઞાન ગમે તેટલું હોય પણ તેને પરમકૃપાળુ દેવ શુષ્કજ્ઞાન કે અજ્ઞાન કહે છે. અમને તો જેમાં સામર્થ્ય છે તેવું સક્રિય જ્ઞાન જોઈએ. ધાર્મિક જગતના મોટા ભાગના લોકો શુષ્કજ્ઞાનમાં અટવાયા છે. તેમનું કામ તો ફક્ત બોલવાનું છે. આત્મા અજર છે, અમર છે, મરતો નથી, આત્મા ખાતો નથી, પીતો નથી. જગતમાં એકલા આવ્યા છીએ ને એકલાં જવાના છીએ પણ એ મરતાં પહેલાં પોક મૂકે છે, હજુ મર્યો પણ નથી. ભાઈ ! આ જ્ઞાન એટલા માટે નથી. જ્ઞાન તો જીવનની ખુમારી છે. જીવનની મસ્તી છે, જીવનનું સંગીત છે, જીવનની મહેફીલ છે, જીવનની પ્રસન્નતા છે. અબ હમ અમર ભયે ન મરેંગે.' આનંદધનજીને આ મસ્તી ક્યાંથી આવી? આ સ્ટેટમેન્ટ ક્યાંથી આવ્યું? થયું શું? ભાન થયું, સમજ આવી. અમે અમર છીએ, અમે નહીં કરીએ. અમે મરતા નથી અને મોત આવે તો અમને મારી શકતું નથી. કવિ નાનાલાલે નાની કડી કહી કે “મૃત્યુ તો મરી ગયું રે લોલ” અમારા માટે મૃત્યુ મરી ગયું છે અને ટાગોરજી કહે છે કે “અમે મૃત્યુનું સ્વાગત કરીએ છીએ કે દોસ્ત આવ.” શરીરમાં જે તત્ત્વ છે તે હું છું તે કદી પણ મરતું નથી. “દેહ વિનાશી હું અવિનાશી અપની ગતિ પકગે.” (આનંદધનજી) આ જ્ઞાન મૃત્યુના ભયથી રોકે છે. મૃત્યુનો ભય તો રોગ છે. જ્ઞાન મૃત્યુના ભયથી મુક્ત કરે છે, જ્ઞાન કલેશથી રોકે છે, જગતના વિપરીત સંયોગોથી રોકે છે, જ્ઞાન અનુકૂળ સંયોગો આવે તેમાં અટવાવા ન દે પણ તેનાથી રોકે છે. જ્ઞાન જગતના અનુકૂળ પદાર્થો મળ્યા હોય તેમાં અહંકાર ન આવવા દે, તેનાથી પણ રોકે છે. બાહ્ય પદાર્થો હાથમાંથી ગયા તો પોક મૂકતાં પણ જ્ઞાન રોકે છે. આ કામ જો જ્ઞાન કરી શકતું ન હોય તો એવા જ્ઞાનને શુષ્કજ્ઞાન કહે છે. અંદર વૃત્તિઓ જોર કરતી હોય અને જ્ઞાન For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક -૪, ગાથા ક્રમાંક - ૩ વૃત્તિઓને રોકી ન શકે તો એ જ્ઞાનને કરવાનું શું? ભર્તુહરિએ પોતાના જીવનની એક નાનકડી ઘટના કહી. તેમણે કહ્યું કે હું સંન્યાસી બન્યો. ગામની બહાર સાંજના ટાઈમે કૂવા પાસે મારો ઉતારો હતો. સામે નદી હતી. સૂવાનો ટાઈમ થયો. મેં રેતી જરા સરખી કરી, ગાદલા જેવું બનાવ્યું. થોડી રેતીનો ઢગલો કર્યો, ઓશિકા જેવું બનાવ્યું. આ ઘટના એક બાઈ જોતી હતી. તે મને ઓળખતી હતી. તેણે તેની સખીઓને કહ્યું કે “જોયા આ પેલા ભર્તુહરિજી, સંન્યાસી થયા, પણ લખણ ન ગયાં, ચાળા ન ગયાં, રેતીની ગાદી બનાવી અને ઓશિકું બનાવ્યું, માથા નીચે રાખવા. મેં સાંભળ્યું ને મને વાત સાચી લાગી. મેં તરત જ બધું ફેંદી નાખ્યું. બાઈએ કહ્યું કે “જોયું, આટલું કહ્યું તેમાં તો એમને ટણી ચડી ગઈ.” ભર્તુહરિએ કહ્યું કે આ બાઈ મને બોધ આપી ગઈ. કોઈ ગાળ આપે ને સામે દશ ગાળ તમે આપી શકો છો પણ એમાં તમારી ખુમારી નથી. અમે કહીએ કે “ગાળ પી જાવ' ત્યારે તમે કહો છો કે “સાહેબ ! ઝેર પીવા તૈયાર છીએ પણ ગાળ પીવા તૈયાર નથી.' રોજ સવારે આત્મસિદ્ધિની ૧૪૨ ગાથાઓનું પારાયણ કરીએ, વચનામૃતનો સ્વાધ્યાય કરીએ પણ જો જીવન વ્યવહારમાં નાના નાના પ્રસંગો કે ઘટના બનતાં સાસુ-વહુ, બાપદીકરો, મા-દીકરી, દેરાણી-જેઠાણી, ભાઈ-ભાઈ એકબીજાનું ખમી ન ખાય અને ક્રોધ કરે, તૂટી પડે તો તે જ્ઞાનને શુષ્કજ્ઞાન કહેવાય. “કરુણા ઉપજે જોઈ” કૃપાળુ દેવ કહે છે કે તેમને જોઈને અમને કરુણા આવે છે. આટલું બધું જ્ઞાન હોવા છતાં જીવ મોહ અને વૃત્તિઓના હાથમાં રમે છે. વર્ષો સુધી મંદિરમાં ગયા, પૂજા કરી, પાઠ કર્યા, પ્રતિક્રમણ કર્યું, સામાયિક કરી, નવકારશી કરી, આ બધું કરો છો તે માટે ધન્યવાદ, પણ અમારે જાણવું છે કે તમારી પ્રકૃતિમાં કંઈ ફેરફાર થયો? મુંબઈના કાળા કાગડા સંઘ કાઢીને કાશીએ જાય પછી પાછા આવે ત્યારે કેવાં હોય? બગલા જેવા, હંસ જેવા ઉજળા? અરે ! કાશીએ જાય તોય કાગડા કાળાં કે ઉજળાં હોવે નહીં રે લોલ, જેના જેવા ઢળ્યાં હોય ઢાળા, તે કોઈ દિ બદલે નહીરે લોલ. કૃપાળુ દેવ કહે છે કે અમે કોઈ જગ્યાએ જાણ્યું કે અજાણ્યે સક્રિયાનો નિષેધ કર્યો નથી પણ સક્રિયા કરતાં કરતાં જે વાત બાકી રહી જાય છે, તેના તરફ તમારું ધ્યાન દોરીએ છીએ. ક્રિયા કરતાં કરતાં તું સારો થા, સજ્જન થા, તું શાણો થા, સમજુ થા, તું સહિષ્ણુ થા ને ઉદાર થા, તું પ્રેમાળ ને સ્નેહાળ થા. તારી વાણી મીઠી થાય, મોટું હસતું હોય. તમે કહો છો “સાહેબ! આ તો બહુ કઠિન છે.” For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૩૩ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા જેમ જેમ સાબુ લગાડો તેમ કપડાંનો મેલ ધોવાતો જાય, રાખથી વાસણ ઘસો વાસણ ઉજળું થાય, કાચના અરીસા ઉપર ડાઘ પડ્યા હોય ને પોતું કરો તો અરીસો (કાચ) ચોખ્ખો થાય, જેમ જેમ ચંદન ઘસો તેમ તેમ સુગંધ આપે, અગરબત્તી જેમ જેમ સળગે તેમ સુવાસ આપે છે, તેમ સાધક સત્કર્મો કરે, વ્રત ને અનુષ્ઠાન કરે, પૂજા, પાઠ, માળા, દેવવંદન, પ્રતિક્રમણ, સામાયિક, આજ્ઞા ભક્તિ વિગેરે ક્રિયા કરે, આશ્રય ભક્તિ, પરા ભક્તિ, પરમ ભક્તિ, ધ્યાન ને તપ કરે તો તેના જીવનમાંથી સુગંધ પ્રસરતી જાય, એ સરળ બની જાય, સૌજન્યમૂર્તિ બની જાય, સહાનુભૂતિવાળો બની જાય, એ શાંત થાય, એ વિવેકી ને સહન કરનાર થાય, એ ઉદાર દિલનો અને ખમી ખાનારો થાય, બાંધછોડ કરવા તૈયાર થાય, પણ જો આવું ન કરે ને એ કહે કે “સાહેબ ! હું પાછો પડું તેવો નામર્દ નથી. અરે ! ઘરના નળિયા વેચાઈ જાય તો પણ હું સમાધાન કરવા તૈયાર નથી, અમારા વડવા કેવા હતા? બાંધછોડ કરે તે બીજા, અમે નહિ” આવો જીવ સંવત્સરી પ્રતિક્રમણ કરે છે, બધા જીવો સાથે ક્ષમાપના કરે છે, મિચ્છામિ દુક્કડ આપે છે, પણ જેની સાથે મન દુઃખ થયું છે, અબોલા છે, તેને ક્ષમાપના- મિચ્છામિ દુક્કડ આપવા તૈયાર નથી. જીવ બીજાની ભૂલ ભૂલવા તૈયાર નથી. આટલા વર્ષો સાધના કર્યા પછી, ક્રિયાઓ કર્યા પછી, જો આટલો ફેરફાર ન થાય તો તેને પરમકૃપાળુ દેવ ક્રિયાજડ કહે છે. આટલા વર્ષો સાધના કર્યા પછી તમારું દિલ જરા પણ ઉદાર ન થાય, તમે ક્ષમા આપી ન શકો, પ્રેમભરી આંખે બીજાની સામું ન જોઈ શકો, તમે સહિષ્ણુ ન થઈ શકો, તમારું મન નિર્મળ ન બને તો જોવું જોઈએ કે ભૂલ ક્યાં રહી જાય છે? ક્રિયા કરતા કરતા, ભક્તિ કરતા કરતા મન નિર્મળ બને છે, ભક્ત ભગવાનમાં તન્મય તદાકાર બને છે, માટે કબીરજીએ કહ્યું કે, મન ઐસા નિર્મલ ભયા, જેસો ગંગા નીર. જેમ જેમ ક્રિયા કરી, ભક્તિ કરી તેમ મન નિર્મળ થયું પણ આગળ વધીને કબીરજીએ વાત કરી “એક દિન ઐસા થા કી કબીર હરિ હરિ કર રહા થા, અબ ઐસી કુછ ઘટના બન ગઈ કી હરિ કબીર કબીર કર રહા હૈ.” આને કહેવાય છે ક્રિયા, સમ્યક્ ક્રિયા, જ્ઞાનીની આજ્ઞાપૂર્વક થતી ક્રિયા. ધાર્મિક ક્ષેત્રમાં મોટો વર્ગ ક્રિયા જડ છે, એને ખબર જ નથી કે આ અમે કેમ કરીએ છીએ? ને શાને માટે કરીએ છીએ? એક મસ્જિદમાં એક નવો જુવાન નમાઝ પઢવા પહેલી જ વખત ગયો, તેણે બાજુમાં રહેલાને પૂછ્યું “ક્યા કરના?” પેલાએ કહ્યું કે “આગેવાલા જો કરતા હૈ વૈસા તુમ કરના.” ભીડ બહુ હતી. આગળથી ધક્કો આવ્યો. એ સમજ્યો કે પાછળ ઊભો હોય તેને કોણી મારવી, તે નમાઝ પઢવાની પહેલી ક્રિયા હશે, એટલે એણે For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રવચન ક્રમાંક - ૪, ગાથા ક્રમાંક - ૩ પણ જોરથી કોણી મારી. પાછળવાળાએ પૂછ્યું “ઐસા ક્યું કરતે હો? યુવાન કહે કે આગે સે ચલી આતી હૈ હમ કુછ જાનતે નહિ.” આને ક્રિયાજડ કહે છે. સૌથી મોટી મુશ્કેલી તો એ છે કે “માને મારગ મોક્ષનો', પોતે જે કરે છે તેને મોક્ષનો મારગ માને છે. આને શું કહેવું? તે એવો આગ્રહી, કદાગ્રહી છે કે ટસ સે મસ નહિં હોતા, સૂનતા ભી નહીં, અપની બાત છોડતા હી નહીં, “જો હમ કહેતે હૈ, કરતે હૈ, વહી સત્ય હૈ” એમ કહે છે. ક્રિયાજડતામાં ને શુષ્કજ્ઞાનમાં મોક્ષનો મારગ માને છે એવા અજ્ઞાની જીવોને જોઈને જ્ઞાનીઓને કરુણા આવે છે, તેથી કહ્યું કે “કરુણા ઉપજે જોઈ.” શુષ્કજ્ઞાનવાળો કેવો હોય તેનું વર્ણન હવે આગળની ગાથામાં આવશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક ગાથા ક્રમાંક ४ ક્રિયાજડ કોને કહેવાય ? - ૫ બાહ્ય ક્રિયામાં રાચતાં, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગનિષેધતા, તેહ ક્રિયાજડ આંઈ. (૪) ટીકા :બાહ્ય ક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાન માર્ગનિષેધ્યા કરે છે, તે અહીં ક્રિયાજડ કહ્યા છે. ૩૫ સાધક જીવનની અને સાધનાના જગતની સૌથી મોટી સમસ્યાઓના ઉકેલ અહીં આત્મસિદ્ધિમાં મૂક્યાં છે. બંધ અને મોક્ષ, જ્ઞાન અને ક્રિયા, નિશ્ચય અને વ્યવહાર, નિમિત્ત અને ઉપાદાન, ગુરુ અને શિષ્ય, મતાર્થી અને આત્માર્થી, જિજ્ઞાસુ અને સાધક વિગેરેનું સ્પષ્ટ વિવેચન અને વર્ણન પરમકૃપાળુ દેવે આત્મસિદ્ધિશાસ્ત્રમાં કરેલ છે. આત્મસિદ્ધિનું વાંચન આપણે વારંવાર કરીએ છીએ તે માટે જ્ઞાની પુરુષો આપણને ધન્યવાદ આપે છે, પણ જ્ઞાનીઓને પૂછવું છે કે મર્મ કાંઈ સમજ્યા ? ગૂઢ રહસ્ય ધ્યાનમાં આવ્યું ? જીવનના પ્રશ્નો ઉકેલાયા ? આત્મસિદ્ધિના અંતમાં શિષ્ય ગુરુદેવને કહે છે, ‘પ્રભુ ! આપે જે વર્ણન કર્યું તેથી મારા અંતરમાં સમાધાન થયું.’ વેદાંતમાં ષસંપત્તિનું વર્ણન આવે છે. શમ, દમ, તિતિક્ષા, શ્રદ્ધા ઉપતિ અને સમાધાન. તેમાં સમાધાન છેલ્લુ સૂત્ર છે. જેના ચિત્તમાં ટેન્શન નથી, જેના ચિત્તમાં ખેંચતાણ નથી, જેના ચિત્તમાં તર્ક વિતર્ક નથી, જેના ચિત્તમાં વાદ વિવાદ નથી, જેના ચિત્તમાં શંકા નથી, સંદેહ નથી, મૂંઝવણ નથી, જેના ચિત્તમાં વિપરીત ભાવ નથી તેને કહેવાય છે સમાધાન. વ્યવહારમાં ઝઘડો ચાલતો હોય અને સમાધાન થાય એનો પણ આલ્હાદ મોઢા પર દેખાય છે તો આધ્યાત્મિક સમાધાન થાય તેનો આનંદ મોઢા ઉપર દેખાય નહિ ? જ્ઞાની પુરુષ કહે છે કે વ્યવહારના સમાધાન તો ઘણાં થયાં પણ આધ્યાત્મિક સાધનામાં જે તારી મૂંઝવણ છે તેનું સમાધાન થયું ? જે દિવસે એ સમાધાન થશે, તે દિવસ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પ્રવચન ક્રમાંક - ૫, ગાથા ક્રમાંક - ૪ આપણા માટે દિવાળી, તે દિવસ આપણા માટે બેસતું વર્ષ હશે, એ દિવસ આપણા માટે આનંદનો ઉત્સવ હશે. જે કંઈ સમસ્યાઓ છે તેને યથાર્થપણે જેમ છે તેમ સમજી લઈએ. તમે શું માનો છો અને તમે શું કરો છો? તે બહુ મહત્ત્વનું નથી, હું શું માનું છું ને શું જાણું છું અને હું શું કરું છું તે પણ બહુ મહત્ત્વનું નથી, પણ જ્ઞાની શું કહે છે તે મહત્ત્વનું છે. અંતિમ સુપ્રિમ ઓથોરીટી તમે પણ નથી અને હું પણ નથી. અંતિમ ઓથોરીટી જ્ઞાની છે અને જ્ઞાની એમ કહે છે કે અમારા માથે સુપ્રિમ ઓથોરીટી તીર્થંકર પરમાત્મા છે. | ‘મર્ડવત્રપ્રસૂતે મધરરચિતં દ્રાવશi વિશામ.” અરિહંત-તીર્થંકર પરમાત્માના મુખમાંથી પ્રગટ થયેલ, ગણધર ભગવંતોએ રચેલ દ્વાદશાંગરૂપ સર્વ શાસ્ત્રને હું નમસ્કાર કરું છું.” આ શબ્દો વીતરાગ પરમાત્માના મુખમાંથી નીકળ્યા છે. આ કહેનાર રેંગીપુંગી, રાજકારણી કે ધંધાદારી નથી પણ જેમનામાં અંશે પણ રાગ, દ્વેષ કે મોહ નથી તેમના મુખમાંથી આ શબ્દો નીકળ્યા છે. શબ્દ વગર નહિ ચાલે પણ શબ્દ જ સમસ્યા પેદા કરે છે. આનંદધનજીએ કહ્યું, ગગનમંડળમેં ગૌઆ વિયાણી, ધરતી દૂધ જમાયા; માખણ થા સો વિરલા પાયા, છાસ જગત ભરમાયા. તીર્થકર દેવની વાણી અમૃત છે. “ગગનમંડળમેં ગૌઆ વિયાણી” -જગતમાં તીર્થકર દેવની વાણી પ્રગટ થઈ. તીર્થંકર દેવની વાણીરૂપી ગાય વિયાણી, “ધરતી દૂધ જમાયા' અને સંતોએ દૂધની જમાવટ કરી અને પછી વલોણું કર્યું. સાહેબ ! મઝા એવી થઈ ગઈ કે માખણ થા સો વિરલા પાયા, છાસ જગત ભરમાયા.” માખણ તો સંતો લઈ ગયા. એમણે ચોરીને લીધું નથી પણ એમને સમજાયું કે માખણ લેવા જેવું છે, છાસ લેવા જેવી નથી. આપણને એમ સમજાયું છે કે લેવા જેવી છાસ જ છે ને માખણ સામે જોવા જેવું નથી. પહેલાના કાળમાં ઘણા લોકોના ઘરમાં વલોણા થતા હતાં. શેરીમાં કહેવા નીકળે કે છાસ લેવા આવજો. કોઈ માખણ લેવા આવવાનું આમંત્રણ આપતું નથી. છાસ આપવાની ચીજ છે. માખણ રાખવાની ચીજ છે. “માખણ થા સો વિરલા પાયા.” માખણ વિરલાને જ મળે છે. શબ્દ વગર નહિ ચાલે. શબ્દના આશ્રય વિના કામ નહિ થાય. છાલ વગર કેળાંને રાખશો શી રીતે ? ખાતી વખતે છાલને કાઢવી પડે છે. રત્નાગીરી કેરી ઠેઠ જામનગર પહોંચે, કેરીનો રસ અંદર કેવી રીતે રહેતો હશે. છાલ ન હોય તો રસ ઢોળાઈ જાય. કુદરતની વ્યવસ્થા તો જુઓ, ઉપર છાલ, અંદર રસ અને ઉપર બૂચ પણ ખરું. આ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ 39 આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અદ્ભુત પેકીંગ જોયું? તમને બરાબર ખબર છે કે આ રસ કાઢી લેવાનો અને ઉપરની છાલ ફેંકી દેવાની. છાલ જોઈએ ખરી પણ છાલ કામમાં આવતી નથી. છાલ વગર રસ રહેશે નહિ. શબ્દ એ છાલ છે. જ્ઞાન અમૃત છે, રસ છે. શબ્દને ખોલવાં પડશે. ત્રણ શબ્દો સમજી લઈએ. જ્ઞાન એટલે શું ? કિરા એટલે શું? અને જડતા એટલે શું? આત્મસ્વરૂપ ચેતનતત્ત્વ દેહાદિ પર વસ્તુથી અને રાગાદિ પર ભાવોથી તથા કર્મ આદિના સર્વ સંયોગો તેમજ સર્વ વિકારોથી ભિન્ન છે, એવો જે અંતરમાં બોધ થવો એને કહેવાય છે જ્ઞાન.” (૧) આત્મસ્વરૂપ એટલે ચૈતન્ય, એ દેહાદિ પર વસ્તુથી જુદો છે. આત્મા દેહથી જુદો છે. નજીકમાં નજીક શરીર છે તે શરીરથી જુદો છે, તો પછી ઘરથી તો જુદો હોય જ, રૂપિયા, નોટો ને ઘરેણાંથી પણ જુદો હોય જ, ટી.વી. બેઠકરૂમ, ફર્નિચર અને ઓફિસથી પણ જુદો હોય જ, કારણ કે તે દેહથી જ જુદો છે. પહેલું ભાન એ થાય કે આત્મા દેહથી ભિન્ન છે અને દેહને વળગીને રહેલા જે પદાર્થો છે તેનાથી પણ આત્મા જુદો છે. આવો બોધ અંદરમાં થવો તેને કહેવાય છે જ્ઞાન. માત્ર નિરાશ થઈને બોલો કે ““આ જીવનમાં કોઈ કોઈનું નથી'', તેને કંઈ બોધ ન કહેવાય. જ્ઞાન તે જીવનની જીવંત અવસ્થા છે. આત્મા દેહાદિ પર વસ્તુથી જુદો તો છે જ, જરા ઊંડાણમાં જઈ વિચારીએ તો એ (૨) રાગાદિ ભાવોથી પણ જુદો છે. આત્મા અને રાગને જુદા કરવા પડશે. દેહ અને આત્મા જુદા તેમ રાગ અને જ્ઞાન, રાગ અને આત્મા બે જુદા, કષાયો અને આત્મા બે જુદા. વૈષ અને આત્મા એ બંને જુદા. ત્યાં ફાડ પાડવી પડશે. દેહથી તો જુદો પાડ્યો પણ રાગથી એને જુદો પાડવો પડશે. પ્રતીતિ થાય કે રાગ મારો સ્વભાવ નથી, રાગ મારું સ્વરૂપ નથી. રાગ મારામાં દેખાય છે ખરો, પણ મારામાં નથી, હું તેનાથી ભિન્ન છું, જુદો છું, અલગ છું, સ્વતંત્ર છું, રાગનો જાણનાર છું. રાગ મારું જ્ઞય છે અને હું રાગનો જ્ઞાતા છું. મારામાં રાગ ઊઠે છે, તે હું જાણું છું ખરો પણ રાગ હું નથી. બહુ અભુત અને મૌલિક વાત છે. એકલો રાગ નહિ પણ રાગાદિક એટલે રાગ, દ્વેષ, મોહ, કષાયો આ બધા રાગાદિક ભાવો છે. દેવચંદ્રજી મહારાજે સીમંધર સ્વામીના સ્તવનમાં ગાયું, જે પરિણામિક ધર્મ તમારો, તેહવો અમચો ધર્મ. પ્રભુ! અમે તમારા શરણોમાં આવ્યા છીએ, દાસ થઈને આવ્યા છીએ, પણ મને એ વાતનો ખ્યાલ છે કે આપણે બન્ને એક ભૂમિકામાં છીએ, પણ ફરક એટલો પડ્યો કે વિભાવથી, રાગદ્વેષથી અમે પકડાઈ ગયા અને તમે રાગદ્વેષથી મુક્ત બન્યા. હવે તમને જોઈને પ્રતીતિ આવી ગઈ કે હું પણ રાગદ્વેષથી મુક્ત થઈશ. હવે ભાન થયું કે રાગ જુદો છે અને જ્ઞાન જુદું છે. જેમ શાક સમારતી વખતે છાલ જુદી પાડો અને ગર જુદો પાડો એમ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રવચન ક્રમાંક -, ગાથા ક્રમાંક - ૪ અંદરમાં કામ થાય છે. જ્ઞાન રાગને જુદું પાડે છે, જ્ઞાન પણ જુદું છે અને રાગ પણ જુદો છે. અને ત્રીજી વાત કર્યાદિનાં સર્વ સંયોગોથી પણ આત્મા જુદો છે. આ બધા સંયોગો જે ઊભા થયા છે તેમાં તમારી બુદ્ધિ અને પુરુષાર્થ છે તે જાણી શકાય તેવું પરિબળ છે અને બીજું ન જાણી શકાય તેવું પરિબળ છે, તે કર્મ છે. કર્મના કારણે સંયોગો ઊભા થાય છે. હાનિ લાભ જીવન મરણ, યશ અપયશ વિધિ હાથ. (તુલસીદાસજી) હાનિ થવી, લાભ થવો, જીવન-મરણ, યશ-અપયશ, વિધિના હાથમાં છે. કર્મતંત્ર આ બધા સંયોગો ઊભા કરે છે. રાગ-દ્વેષનો આપણો પરિણામ તે ભાવકર્મ. તેને કારણે કાર્પણ વર્ગણામાંથી બનેલું કર્યતંત્ર તે દ્રવ્યકર્મ. આ દ્રવ્યકર્મનો ઉદય જગતમાં સંયોગો ઊભા કરે છે. તે સંયોગોથી પણ આત્મા જુદો છે. આવું જ્ઞાન જો થાય તો જીવનમાં સમતા આવે, શાંતિ આવે, સ્વસ્થતા આવે, ઉત્સાહ આવે, સ્કૂર્તિ આવે. જીવનમાં સમાધાન રહે કે ભાઈ આ કર્મના સંયોગો છે, તેમાં થાય શું? અને જે પ્રકારનાં કર્મો હશે તે પ્રકારનાં સંયોગો પ્રાપ્ત થશે. છેલ્લી વાત (૪) સર્વ વિકારોથી આત્મા જુદો છે આવો અંદરમાં બોધ થવો તેને કહેવાય છે જ્ઞાન. શાસ્ત્રો ગમે તેટલા વાંચ્યા હોય, પ્રવચનો ગમે તેટલા સાંભળ્યા હોય અને ગમે તેટલા પ્રવચનો કર્યા હોય પણ અંદર જ્ઞાન પરિણત થયું? પરિણત થવું તે બહુ મોટી, મહત્ત્વની ઘટના છે આપણે જમવા બેસીએ અને બે-પાંચ વાટકા બાસુંદી પી જઈએ પછી પચે નહિ તેનું શું? અર્ધો ગ્લાસ જો પચી જાય અને લોહી થઈ જાય તો પચ્યું કહેવાય. જ્ઞાન ઢગલાબંધ હોય પણ પરિણત જો ન થાય તો જ્ઞાન પચ્યું ન કહેવાય. બોધ એટલે અંદર પરિણત થવું. દેહાદિ સર્વ વિભાવોથી ચેતનતત્ત્વ ભિન્ન છે તેવો જે બોધ થવો તેને કહેવાય છે જ્ઞાન. આ જ્ઞાનને શાસ્ત્ર પરંપરામાં ભાવશ્રુત કહે છે, અને એને જ સમ્યગ્રજ્ઞાન કહે છે. આ સમ્યજ્ઞાન, બોધ અથવા ભાવશ્રુત કે જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે થશે? બહારમાં ક્યાં પરિબળો, ક્યાં સાધનો છે, જેનાથી આ જ્ઞાન પ્રાપ્ત થાય? શાસ્ત્રો વાંચ્યા ન હતા તે વખતે આત્માની તમને ખબર ન હતી, શાસ્ત્રનું વાંચન કર્યું તો આત્મા છે તેની તમને ખબર પડી. શાસ્ત્રો જો ન હોત તો આત્મા છે, નવ તત્ત્વો છે તેવો નિર્ણય કરી શકત? ના. જેના દ્વારા આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય, તેને કહેવાય છે દ્રવ્યશ્રત. દ્રવ્યશ્રતનું બીજું નામ છે સશાસ્ત્ર. સતુશાસ્ત્ર અને આત્મા વચ્ચે જે મેળ કરી આપે એવું એક ત્રીજું તત્ત્વ છે, તે છે સત્પુરુષ. એકલું શાસ્ત્ર તમારા હાથમાં જો આવશે તો કોણ જાણે તમે શાસ્ત્રના શું અર્થ કરશો? બોધ પણ શાસ્ત્રથી થાય છે અને સંપ્રદાય પણ શાસ્ત્રથી જ થયા છે. એમાં શાસ્ત્રોનો વાંક નથી. એ શાસ્ત્રો વાંચતા ન આવડ્યા, શાસ્ત્રોનો મર્મ પકડતા ન આવડ્યો, તેના કારણે થયા છે. સપુરુષના મુખેથી સન્શાસ્ત્રનું શ્રવણ થાય તેને કહેવાય છે દ્રવ્યશ્રુત અને દ્રવ્યશ્રુતથી For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ 3८ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અંદરમાં જે બોધ પરિણત થાય તેને કહેવાય છે ભાવઋત, તેને કહેવાય છે જ્ઞાન, સમ્યગ્રજ્ઞાન. આ સમ્યજ્ઞાનથી અંદર નિર્ણય થઈ જાય છે કે આત્મા દેહાદિ પર વસ્તુથી જુદો છે, આત્મા રાગાદિ પરભાવોથી જુદો છે, આત્મા કર્મ આદિના સંયોગોથી જુદો છે, આત્મા સર્વ વિકારોથી, વિભાવોથી જુદો છે. જુદો છે એનો અર્થ એ થયો કે મારે તેની સાથે કોઈ સંબંધ નથી, એટલે મારે તેની સાથે ભળવું નથી. પાડોશીને ઘેર લાખો રૂપિયા હોય તો પણ ભલે અને લગ્ન ધામધૂમથી થાય તો પણ ભલે અને તેના ઘરમાં કંઈપણ મન દુઃખ થાય તો ય ભલે, પાડોશીના ઘેર જે થવાનું હોય તે થાય. પાડોશી એ પાડોશી. તેમ શરીર મારું પાડોશી, રાગ મારો પાડોશી, વિકાર મારા પાડોશી, શરીરના સંયોગો પણ પાડોશી અને ભાવકર્મો પણ મારા પાડોશી. આ બધાથી આત્મતત્ત્વ ભિન્ન છે એવો બોધ સતુશાસ્ત્રો દ્વારા થશે, માટે દ્રવ્યશ્રુત એ પણ જ્ઞાન અને ભાવથુત એ પણ જ્ઞાન, પણ એમાં જે ભૂલ થાય છે તે ભૂલનું નામ છે શુષ્કજ્ઞાન. જ્ઞાનમાં ભૂલ નથી, જ્ઞાનમાં દોષ નથી, જ્ઞાનમાં જે ભૂલ થાય છે તે આપણા કારણે થાય છે, આપણી વિપરીત સમજના કારણે થાય છે, તેને કહેવાય છે શુષ્કજ્ઞાન. કોને કહેવાય છે ક્રિયા? “જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાનને અનુરૂપ રાગાદિનો ત્યાગ કરીને શુદ્ધ આત્મપરિણતિનું પ્રવર્તવું તેને કહેવાય છે ક્રિયા.” આ જૈન દર્શનની અલૌકિક વાત છે. તમે તો માનો છો કે બહારમાં જે કરીએ છીએ તે ક્રિયા. અંદર જે બોધ થયો, જ્ઞાન થયું તે બોધે નક્કી કરી આપ્યું, તેને અનુરૂપ જીવન જીવવું પડે ને ? જ્ઞાનને અનુરૂપ રાગાદિનો ત્યાગ કરીને, દેહાદિ પર વસ્તુની આસક્તિનો ત્યાગ કરીને, વિકારોનો ત્યાગ કરીને અને કર્મના સંયોગોથી જે સંયોગો ઊભા થયાં છે તે સંયોગોની આસક્તિનો ત્યાગ કરીને, શુદ્ધ આત્મપરિણતિનું પ્રવર્તવું તેને કહેવાય છે ક્રિયા. આસક્તિનો ત્યાગ થશે તો સ્વરૂપમાં રમવાનું થશે. એમને એમ સ્વરૂપમાં રમવાનું નહિ થાય. માત્ર આંખો બંધ કરવાથી સ્વરૂપમાં રમવાનું નહિ થાય. આંખો બંધ કર્યા પછી વધારે દેખાશે. આંખો બંધ નહિ હોય તો મુંબઈ દેખાય પણ આંખો બંધ કરશો તો આખું અમેરિકા દેખાશે, કારણ દિકરો ત્યાં બેઠો છે ને? માત્ર આંખ બંધ કરવાથી કામ નહિ થાય. એક અપેક્ષાએ વિચારીએ તો ત્યાગ એટલે છોડવાનું છે જ નહિ, કારણ કે તમારું છે નહિ. બનારસીદાસ કહે છે કે ધોબીને ત્યાં ચાદર ધોવા આપી અને ભૂલમાં બીજાની ચાદર આપણે ત્યાં આવી ગઈ. આપણું નામ નથી લખ્યું પણ દાદાજી એવું નામ લખ્યું છે, તેથી ખબર પડી જાય કે આ ચાદર આપણી નથી. દાદાજી ફરતા ફરતા આવે ને પૂછે કે મારી ચાદર તમારે ત્યાં આવી છે? આપણે ચાદર આપી દઈએ. એમાં શું ત્યાગ કર્યો? ચાદર For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પ્રવચન ક્રમાંક -૫, ગાથા ક્રમાંક - ૪ પોતાની હતી નહિ અને છોડી દીધી તેમાં નવાઈ શું કરી ? શરીર તમારું છે નહિ અને આસક્તિ છોડી તેમાં શું નવાઈની વાત. આ જગતના પદાર્થો તમારા છે જ નહિ તો તમે ત્યાગ કરવામાં કેમ ગર્વ અનુભવો છો? તમારું છે જ નહિ ત્યાં ત્યાગ શેનો? તારું નથી એમાં તારી આસક્તિ છે, તારું મમત્વ છે, તારી મૂછ છે તેથી તું માત્ર તેની સાથે સંબંધ જોડે છે. તાર બાંધે છે, સાંકળ બાંધે છે, તેની સાથે તન્મય થાય છે, તદાકાર થાય છે અને મારું મારું એ પ્રમાણે તું કહે છે, પણ તારું છે શું? મૃત્યુ આવતાં શરીર સંપત્તિ બધું અહીં પડ્યું રહેશે. સાવ સોનાનાં સાંકળા, પહેરણ નવ નવા વાઘા, ઘોળું વસ્ત્ર એના કરમનું, તે તો શોધવા લાગ્યા. એક રે દિવસ એવો આવશે. (ઉદયરત્ન.મહારાજ) ત્રણસો વર્ષ પહેલાં ઉપા. યશોવિજયજી મહારાજે મહાવિદેહ ક્ષેત્રમાં બીરાજતા સીમંધર સ્વામીને વિનંતિ કરતાં કહ્યું કે, ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે, સ્વામી સીમંધર વિનંતિ, સાંભળો માહરી દેવ રે. પ્રભુ ! આ ભરતક્ષેત્રમાં બાહ્ય ક્રિયાઓ ઘણી થાય છે. પરંતુ જ્ઞાન માર્ગ ગૌણ થતો જાય છે.” દેહાદિ પરવસ્તુનો ને રાગાદિનો ત્યાગ કરીને શુદ્ધ આત્મપરિણતિએ પ્રવર્તવું તેને જ્ઞાની પુરુષો ક્રિયા કહે છે. તો શું કરવાનું આવ્યું? જેમ છો તેમ, જેવાં છો તેવાં, તમે જે છો તેનો અનુભવ કરો. તમારા જે ગુણો છે તેને ભોગવો અને તમે જ્યાં છો ત્યાં આવી જાવ. વ્યવહારમાં દીકરાને જણાવો છો ને કે બેટા ! અમારી ભૂલ થઈ, અમે ઉતાવળ કરી, તને કહેવું ન જોઈએ પણ કહી દીધું, બોલવું ન જોઈએ પણ બોલી ગયા પણ દીકરા હવે તું ઘેર આવી જા. જ્ઞાની પુરુષો કહે છે કે “તું ઘેર આવી જા. તારું ઠેકાણું બહાર નથી. તારું ઠેકાણું શુદ્ધાત્મા છે.” રાગ, દેહાદિ ભાવો અને એની આસક્તિ-મમત્વનો ત્યાગ કરી શુદ્ધ આત્મ પરિણતિએ પ્રવર્તવું તે ભાવક્રિયા છે અને એમાં જે મદદગાર થાય, નિમિત્તરૂપ થાય, સહાયક બને, પુષ્ટિ આપે, આલંબનરૂપ થાય એવી જે ક્રિયા તેને કહેવાય છે દ્રવ્યક્રિયા. જેમ કે સામાયિક, ચતુર્વિશતિ સ્તવ, (દવવંદન) ગુરુવંદન, પચ્ચખાણ, ગુરુભક્તિ, સેવા, તીર્થયાત્રા, પૂજા પાઠ આ દ્રવ્યક્રિયા છે, તે આત્મ પરિણતિરૂપ ભાવ ક્રિયામાં મદદરૂપ થાય છે. સામાયિક સમતા સ્વરૂપ આત્મપરિણતિરૂપ ક્રિયાના ટેકામાં છે. પ્રતિક્રમણ પાપથી પાછા ફરવા સ્વરૂપ આત્મપરિણતિરૂપ ક્રિયાના ટેકામાં છે. દેવવંદન આત્મપરિણતિ રૂપ ક્રિયાના ટેકામાં છે. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૧ દેવવંદન કરતાં કરતાં તમારો ઉપયોગ બહારથી ખસ્યો અને અંદ૨માં ઠર્યો તો જ ખરું દેવવંદન. ઉપયોગનું સ્વરૂપમાં ઠરવું તેનાથી બીજું મોટું કોઈ કામ નથી. એ ઉપયોગ અંદર ઠરતો નથી અને એને બહાર જવા દેવો નથી એ માટે વચલી જે અવસ્થા તેને કહેવાય છે દ્રવ્યક્રિયા. જ્ઞાની પુરુષોએ તેના માટે આવશ્યક શબ્દ વાપર્યોછે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચક્ખાણ આ છ આવશ્યકોમાં તમામ અનુષ્ઠાનો સમાઈ જાય છે. બાકી બધી પેટા શાખાઓ છે. જગતમાં ઘણી ઘટનાઓ ઘટતી હોય છે. ચંદ્રભાગા નદીના કાંઠે પંઢરપુર મોટું તીર્થ છે. મહા સુદ પુનમે ત્યાં મોટો મેળો ભરાય છે. લાખો માણસો આવે છે તમે જુઓ તો હજારો માણસો ઊભા હોય, ન્હાતા હોય, ગાતા હોય, ભજન કરતા હોય, આળોટતા હોય, પૂજા પાઠ કરતા હોય, ત્યાં પંઢરપુરના વિઠોબાજી (વિઠ્ઠલનાથ ભગવાન) પાસે નારદજી ફરતાં ફરતાં આવ્યાં. આ ઘટના ઘટી કે ન ઘટી તેમાં ન પડશો પણ વાત સમજો. નારદજી વિઠોબાજીને કહે છે કે અહોહો ! તમારો બહુ મોટો ઠાઠ છે, આટલા બધા માણસો આપની ભક્તિ કરવા આવ્યા છે ! આ કોલ્હાપુરના મહારાજા, આ સાંગલીના મહારાજા, આ મીરજના મહારાજા તથા આ મોટા મહાનુભાવો, પંડિતો પણ છે.'' વિઠોબા કહે કે ‘‘પાસે આવ, તને કાનમાં કહું, આ બધા આવ્યા છે તે પોતપોતાની ફાઈલ લઈને આવ્યા છે. મારા માટે આવ્યા નથી.'' આમાં કાંઈ સમજાણું ? જીવ જ્યાં જ્યાં જાય ત્યાં પોતાની ફાઈલ લઈને જાય. ‘દિકરો નથી, ને દિકરો આપે આ એમનું કામ છે ?’ જીવ શું ધંધો માંડીને બેઠો છે ? આ ક્રિયા નથી. આત્મપરિણતિ રૂપ પરિણમનમાં સહાયક બને એવી જે ક્રિયા એને કહેવાય છે દ્રવ્યક્રિયા. ફેર વિચારીએ, ભાવક્રિયા કોને કહેવાય ? તો જ્ઞાનને અનુરૂપ રાગાદિનો ત્યાગ કરીને શુદ્ધ આત્મપરિણતિ રૂપ પ્રવર્તવું તેને કહેવાય છે ભાવક્રિયા. અને આ ભાવક્રિયાના ટેકામાં જે હોય તે દ્રવ્યક્રિયા. પરમાત્માની ભક્તિ ભાવક્રિયાના ટેકામાં છે, ભક્તિ કરતાં કરતાં નિર્વિકલ્પ અવસ્થા આવી જાય. સુલસા મહાવીરને યાદ કરતી હતી અને હાથની બંગડીઓ તૂટી જતી હતી. ચંદનબાળા રોઈ અને ભગવાન મહાવીર પધાર્યા. ભગવાનને ૧૭૫ ઉપવાસ થયા છે ને તે ઉપવાસના પારણામાં માત્ર અડદના બાકળા, ન ગંઠોડાનું પાણી કે ન મગનું પાણી, ન લીંબુનું પાણી કે ન સૂંઠની ગોળી. આપણાં પારણામાં તો ઠાઠ હોય છે, બાદશાહી પારણું હોય છે. એક બહેન કહેતાં હતાં કે ‘‘શ્રાવક છઠના પારણે છઠ કરે છે, બહુ સારું કરે છે પણ તેમને છઠનું પારણું જ્યારે હોય ત્યારે આખું ઘર ટેન્શનમાં હોય કારણકે એકાદિ વસ્તુ રહી જાય તો મોટો કલેશ અને કંકાસ થાય, કષાય થાય. પારણું પતી જાય For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પ્રવચન ક્રમાંક - ૫, ગાથા ક્રમાંક - ૪ એટલે અમને આનંદ આનંદ થાય, પછી જ અમે ખાઈએ.” આને શું કહેવું? માટે શાસ્ત્રોએ કહ્યું કે જે કોઈ અનુષ્ઠાનો ભાવક્રિયાના ટેકામાં હોય તેને કહેવાય દ્રક્રિયા. આવશ્યક અનુષ્ઠાન જે કહ્યા છે તે શાસ્ત્રની વિધિપૂર્વક કરવાં અને ગુરુની આજ્ઞાએ કરવાં. શાસ્ત્રમાં સામાયિક, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ, પચ્ચખાણ આદિ દરેકની વિધિ બતાવી છે. આ ક્રિયાઓ કરતો હોવા છતાં એના અંદરમાં આત્મ પરિણતિરૂપ પ્રવર્તન (પરિણમન) ન થાય તો એને ક્રિયા જડ કહે છે. દ્રવ્યશ્રુત, ભાવશ્રુત, દ્રક્રિયા અને ભાવક્રિયાના સમન્વયથી આમ્રવનો નિરોધ થાય. એકલા જ્ઞાનથી પણ નહિ ચાલે, અને એકલી ક્રિયાથી પણ નહિ ચાલે. બન્ને સાથે જોઈએ અને એક જ ટાઈમે જોઈએ. રોટલી આજે ખાવ અને શાક આવતી કાલે ખાવ, ભાત પરમદિવસે અને દાળ ચોથા દિવસે, એ કાંઈ જમવાની રીત છે ? થાળીમાં બધું જોઈએ. તમે સાધના કરવા બેસો તો જ્ઞાન પણ જોઈએ અને ક્રિયા પણ જોઈએ. ભાવશ્રુત પણ જોઈએ ને દ્રવ્યશ્રુત પણ જોઈએ. દ્રવ્યક્રિયા પણ જોઈએ ને ભાવક્રિયા પણ જોઈએ, તે હોય તો આશ્રવનો નિરોધ થાય. અનંતકાળમાં આ મેળ નથી પાડ્યો, તાળો નથી મેળવ્યો, જ્ઞાન હોય તો ક્રિયા ન હોય અને ક્રિયા હોય તો જ્ઞાન ન હોય, આ બધો ગોટાળો કાઢી નાખવો પડે. આશ્રવ એટલે નવા કર્મો આવવા. આશ્રવ નિરોધ એટલે આવતાં કર્મો રોકવા, તેને સંવર કહે છે. દ્રવ્યક્રિયા, ભાવક્રિયા, દ્રવ્યશ્રુત, ભાવકૃત આ ચારેના સમન્વયથી આશ્રવ નિરોધ એટલે સંવર થાય. આવતાં કર્મો રોકાયા પણ બેલેન્સમાં જૂના કર્મો પડ્યાં છે, ખાતામાં બોલે છે કે અમુક ભવમાં તમે આમ કરેલું. ખાતાવહી ચોખ્ખી ચટ છે. એક જન્મમાં તમે શવ્યાપાલકના કાનમાં શીશું રેડ્યું હતું. કર્મ ઉદયમાં આવ્યું એટલે કાનમાં ખીલા ઠોકાણા. ખાતામાં પડેલા જૂના કર્મોનો જ્ઞાનદશાપૂર્વક સમતાભાવે ક્ષય કરવો તેનું નામ સકામ નિર્જરા. આવતાં કર્મો રોકાયા તે પહેલું કામ થયું અને જૂના કર્મોનો ફેંસલો થયો તે બીજું કામ થયું, એટલે આત્મા ખાલીખમ. ‘સર્વર્મક્ષયાન્મોલ:” સર્વ કર્મનો ક્ષય થવો તેને જ્ઞાનીઓ મોક્ષ કહે છે. આવી અવસ્થા જો પ્રાપ્ત કરવી હોય તો જ્ઞાન અને ક્રિયા બન્ને સાથે જોઈએ. બાહ્ય ક્રિયામાં રાચતાં' ક્રિયા વિધિપૂર્વક થવી જોઈએ. એ ક્રિયા અને વિધિ શાસ્ત્રમાં કહેલી હોવી જોઈએ. એમાં જ્ઞાની પુરુષની આજ્ઞા જોઈએ. પોતાને ગમે અને પોતે જાતે પસંદ કરે એ ન ચાલે. શાસ્ત્ર વિરુદ્ધ ન ચાલે. જ્ઞાનીની આજ્ઞા વિરુદ્ધ ન ચાલે. જ્ઞાની પણ સાક્ષી અને શાસ્ત્ર પણ સાક્ષી. એને બાજુ પર રાખીને જે કંઈપણ ક્રિયા થાય તેને કહેવાય છે બાહ્યક્રિયા. જ્ઞાનીની આજ્ઞા વગરની અને શાસ્ત્રમાં નહિ કહેલી એવી જે બાહ્યક્રિયા અથવા For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૪૩ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા શાસ્ત્રમાં કહી હોય તો પણ અંદરમાં બોધ ન હોય, દ્રવ્યશ્રત ન હોય, ભાવૠત ન હોય એવી જે બાહ્ય ક્રિયા એમાં તે રાચે છે. “અંતરભેદ ન કાંઈ” અંતરભેદ બહુ મહત્ત્વનો શબ્દ છે. આત્મવિકાસનો સંબંધ ચિત્તશુદ્ધિ-મનની શુદ્ધિ સાથે પણ છે. એક બાજુમાં શરીર, એક બાજુ આત્મા અને વચ્ચે આ મન છે. મન બન્ને પક્ષે કામ કરે છે. આત્માના પક્ષે પણ કામ કરે છે અને શરીરના પક્ષે પણ કામ કરે છે. શરીર સાથે પણ મન જોડાય છે અને આત્મા સાથે પણ મન જોડાય છે. એટલા માટે એમ કહ્યું કે આ મનનું સાધન શુદ્ધ હોવું જોઈએ. આ તમામ અનુષ્ઠાનો મનની શુદ્ધિ માટે છે, ચિત્ત કહો, મન કહો, અંતઃકરણ કહો, આ પર્યાયવાચી શબ્દો છે. તેના શોધન માટે આ ક્રિયા છે. ચિત્ત શુદ્ધિ ચિત્ત શોધનથી થાય. ચિત્ત શોધન' એટલે શું? મનમાં ઊઠતાં વિચારો, વૃત્તિઓ, મનમાં ઊઠતાં સંકલ્પો એનું અવલોકન કરવું, તેનું પૃથ્થક્કરણ કરવું, તટસ્થપણે જોયું અને તેનું વિસર્જન કરવું તેને કહેવાય છે ચિત્ત શોધન. અંદર વિચાર ઊઠે છે, વૃત્તિઓ ઊઠે છે, સંકલ્પો ઊઠે છે, તે ક્યાં દેખાય છે? મનના પડદા ઉપર. જેમ પીક્સર પડદા ઉપર, ટી.વી.ના પડદા ઉપર દેખાય છે ને? તેમ મન પડદો છે. આપણા મન ઉપર વિચારો દેખાય, વૃત્તિઓ દેખાય તેનું અવલોકન કરવું. જીવ પ્રતિક્રમણ કરે છે અને જગતના જીવો પ્રત્યે મૈત્રીભાવની વાત કરે છે પણ બીજો નીકળે છે ત્યારે તે મોઢું બગાડે છે. ભાઈ ! કઈ રીતે મેળ પડે ? અને આ અવલોકન કરે નહિ અને ક્રિયા કરે, ચલાવે રાખે તેને કહેવાય છે ક્રિયા જડ. જો તો ખરો ! આ તું શું કરે છે? આ ચિત્ત શોધન અર્થે અનેકવિધ ક્રિયાનો જ્ઞાનીઓએ ઉપદેશ આપ્યો છે. ક્રિયા જડ એટલે શું? આત્મશુદ્ધિનું લક્ષ્ય ન હોવાથી ચિત્ત શોધન કરતો નથી. અને એમને એમ ક્રિયાઓ કરે જાય છે, તેને કહેવાય છે ક્રિયા જડ. આ ક્રિયાના સેવનથી મારા આત્મામાં કેટલી જાગૃતિ આવી? આ ક્રિયાઓ કરવાથી મારી કેટલી આંતરિક શુદ્ધિ થઈ? હું કંઈક ચોક્ખો થયો ? મારો ગુસ્સો ઓછો થયો? મારો મિજાજ ઘટ્યો ? આવું ક્રિયા કરનારો વિચારે. એક ભાઈ એમ કહેતા હતા કે “હું ઘરમાં પગ મૂકું તો સૂનમૂન ! ન કોઈ બોલે કે ચાલે. સાહેબ ! આપણો કડપ એવો છે.” મેં કહ્યું કે ““હડકાયું કૂતરું આવે તો પણ આમ જ થાય ને, બીજું શું થાય? તું ઘરમાં જાય અને સૂનમૂન? તારો છોકરો પપ્પા કેમ છો? એમ પૂછતો તારી પાસે આવી ન શકે?” આ જીવ મંદિરમાં પચીસ વખત ગયો પણ કડપ ન ગયો, તો આ ક્રિયા જડ. પ્રતિક્રમણ કર્યું પણ પાપનો ભય ન લાગ્યો તે ક્રિયા જડ. મહા મહિનો હોય, કડકડતી ઠંડી પડતી હોય, તમે તમારા બેડરૂમમાં હો, સવામણનું ગાદલું હોય, કાશ્મીરી સાલ ઓઢી For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પ્રવચન ક્રમાંક - ૫, ગાથા ક્રમાંક - ૪ હોય અને ટ્યૂબલાઈટ હોય, ધીમું ધીમું સંગીત ગુંજતું હોય, તમને ઘસઘસાટ ઊંઘ આવતી હોય, અચાનક ખખડાટ થાય અને મોટો ભોરીંગ નાગ છત ઉપર લટકતો દેખાય તે વખતે ‘‘ભલે રહ્યો’’ એમ તમે કહો કે ફટ દઈને ઊભા થાવ અને આખી શેરીને પણ જગાડો ને કહો ને કે અમારા ઘરમાં સાપ નીકળ્યો, તમે આવો, બહાર કાઢીએ અને સાપ એવો જબરો હોય કે તે ક્યાંક પેસી જાય અને સવાર સુધી બહાર ન નીકળે તો તમે ઊંઘો ખરા ? એ સાપનો ભય લાગે છે ને ? સાપના ભય કરતાં પાપનો ભય વધારે લાગે એને કહેવાય છે ચિત્તની શુદ્ધિ, ન લાગે તો ક્રિયા જડ. ભગવાનના મંદિરમાં ગયા અને ભગવાનની ભક્તિ કરી અને આંખમાં વિરહનાં આંસુ ન આવ્યાં તો ક્રિયા જડ. રોઈ રોઈ અખિયાં રાતી, નયના પ્રભુદર્શનકી પ્યાસી. આ તો બોલે જ જાય, બોલે જ જાય, તમે ગાવ, હું ના નથી કહેતો પણ હૈયું ભીનું થવું જોઈએ, વિરહની આગ સળગવી જોઈએ. મારો પ્રિયતમ મને ક્યારે મળશે ? મારી કેટલી શુદ્ધિ થઈ ? શુદ્ધિ થતી નથી તેનું શું કારણ? આવી અંતર તપાસ કરતો નથી અને ઢગલાબંધ ક્રિયા કરે છે તેને જ્ઞાની પુરુષો ક્રિયા જડ કહે છે. શંકરાચાર્યજીએ ઉપનિષદ ઉપર ટીકા લખી. તેઓ એમ માનતાં હતાં કે ‘ૠતે જ્ઞાનાન મુક્ત્તિ: ।’ બ્રહ્મજ્ઞાન વગર મોક્ષ ન થાય, તે બરાબર પણ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કાંઈ ઉપાય ખરો ? તો કહે છે કે હા, શ્રવણ, મનન અને નિદિધ્યાસન ‘આત્મા વારે શ્રોતવ્યો, મન્તવ્યો, નિવિધ્યાશિતવ્યો ।’ સાહેબ ! વર્ષોથી અમે સાંભળીએ છીએ પણ કાંઈ થયું નથી તેનું કારણ શું? અંતઃકરણ શુદ્ધ નથી, તો શ્રવણ મનનની પ્રક્રિયા માટે અંતઃકરણ એટલે મન શુદ્ધ કરવું પડશે. તો મન શુદ્ધ શેનાથી થાય ? નિષ્કામ કર્મથી, કોઈપણ જાતની ભૌતિક કામના વગર, આત્માના હિતાર્થે જ્ઞાની પુરુષે કહેલ આવશ્યક ક્રિયા કરવી એને કહેવાય છે નિષ્કામ કર્મ. બ્રાનની પ્રાપ્તિ શ્રવણ, મનન અને નિદિધ્યાસન વગર ન થાય અને એ પ્રક્રિયા ચિત્તશુદ્ધિ વગર ન થાય. ચિત્તશુદ્ધિ નિષ્કામ કર્મ વગર ન થાય. આવી ચિત્તશુદ્ધિ થાય છે કે નથી થતી તેવો અંતરભેદ જાણ્યા વગર કર્મ કર્યે જાય છે. ‘અનેક જુગ વીત્યા રે એને પંથે ચાલતાં રે જી ? હજુયે ન આવ્યો મારગડાનો અંત.’ બાહ્ય ક્રિયામાં રાચતાં અંતરભેદ ન કાંઈ.' આ તો ઠીક પણ જડ એવો, ધૂની એવો, આગ્રહી એવો, કદાગ્રહી એવો, પૂરો જ્ઞાની For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૫ હોય તો બરાબર, પણ અંતરભેદ નથી, બાહ્ય ક્રિયામાં રાચે છે અને પાછો જ્ઞાનમાર્ગનો નિષેધ કરે છે. જ્ઞાનનું શું કામ છે? શાસ્ત્રો વાંચીને શું કરવું છે? ગ્રંથ ભણીને શું કરવું છે? સંતપુરુષની શી જરૂર છે? સદ્ગુરુ પાસે જવાની શી જરૂર છે? સલ્ફાસ્ત્રથી માંડીને સપુરુષના ચરણમાં સમર્પણ થાય એ તમામ જ્ઞાન પ્રાપ્તિના માર્ગો છે. તેનો નિષેધ કરે છે. આ ગાથામાં ત્રણ વાતો આવી (૧) બાહ્ય ક્રિયામાં રાચે છે (૨) અંતરભેદ નથી અને (૩) જ્ઞાનમાર્ગનો નિષેધ કરે છે તેને અહીં ક્રિયાજડ કહ્યા છે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૬, ગાથા ક્રમાંક - ૫ પ્રવચન ક્રમાંક - ૬ ગાથા ક્રમાંક - ૫ શુષ્કજ્ઞાની કોને કહેવાય? બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. (૫) ' ટીકા બંધ મોક્ષ માત્ર કલ્પના છે એવાં નિશ્ચયવાક્ય માત્ર વાણીમાં બોલે છે અને તથારૂપ દશા થઈ નથી, મોહના પ્રભાવમાં વર્તે છે. એ અહીં શુષ્કજ્ઞાની કહ્યા છે. બંધ મોક્ષ માત્ર કલ્પના છે, એવાં નિશ્ચયનાં વાક્ય માત્ર વાણીમાં બોલે છે. જીવનમાં કોઈ આંતરિક અવસ્થા નથી, જીવનમાં જ્ઞાન આત્મસાત્ થયું નથી. જીવન જ્ઞાનથી રંગાયું નથી, જીવન ભીનું બન્યું નથી પણ વાણીમાં બોલે છે. આને માયાશલ્ય કહે છે. તત્ત્વાર્થાધિગમમાં એક સૂત્ર છે, "નિઃશન્યો વતી’ (૭/૧૩) વ્રતી-વ્રતવાન કોને કહેવો? નિઃશલ્ય એટલે જેનું હૃદય શલ્ય (કાંટા) વગરનું થયું છે તે વતી. શલ્ય ત્રણ પ્રકારના છે. (૧) માયા શલ્ય -માયા-કપટ એ પણ શલ્ય (૨) નિદાન (નિયાણ):- ભૌતિક કામના એ પણ શલ્ય અને (૩) મિથ્યાત્વ:- વિપરીત માન્યતા એ પણ શલ્ય. આવા ત્રણે ત્રણ શલ્યો જેના અંતઃકરણમાંથી નીકળી ગયા હોય એનું વ્રત વેલીડ એટલે માન્ય ગણાય. જ્ઞાની પુરુષ તેના વ્રતને માન્ય રાખશે, સ્વીકારશે, શાસ્ત્રો એ વાત સ્વીકારશે. હૃદયમાં જુદું ને વાણીમાં જુદું, સમ્યફ સમજણ નહિ અને વાણીમાં માત્ર બોલે છે, પણ તથારૂપ દશા થઈ નથી. કોઈપણ માણસ પોતાને કરોડપતિ કહેવરાવી શકે છે પણ કરોડપતિ હોવું એ જુદી વાત છે. એક ભાઈએ એક પુસ્તક લખેલું કે કરોડપતિ કેવી રીતે થવાય? એ પુસ્તક લઈને તે મોટા ધનવાનને ત્યાં પહોંચ્યો ને કહ્યું કે, “સાહેબ મેં પુસ્તક લખ્યું છે કે કરોડપતિ કેમ થવાય?” “સારી વાત છે પણ તમે ક્યાંથી આવ્યા?'' તો કહે “દસ કિલોમીટર ચાલીને', “ચાલીને કેમ?” “સાહેબ, પૈસા ન હતા !” કરોડપતિ કેમ થવાય તે પુસ્તક લખી શકાય પણ પુસ્તક લખવાથી કરોડપતિ થવાય એ ન બને. દશા હોવી જુદી વાત છે. અને જ્ઞાન હોવું For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૭ જુદી વાત છે. વાણીમાં બોલવું જુદી વાત છે તથારૂપ દશા થવી જુદી વાત છે. બહુ મહત્ત્વની વાત એ કે તે મોહના પ્રભાવમાં વર્તે છે. “વર્તે મોહાવેશમાં', માત્ર મોહ નહિ પણ મોહનો આવેશ, માત્ર કષાય નહિ પણ કષાયનો આવેશ, માત્ર વિષયો નહિં પણ વિષયોનો આવેશ, માત્ર અહંકાર નહિ પણ અહંકારનો આવેશ. આવેશ આવતાં ગુણાકાર થાય છે, આવેશ આવતાં ક્ષમતા વધે છે, આવેશ આવતાં તેની માત્રા અને પ્રમાણ વધે છે. જે મોહના પ્રભાવમાં વર્તે છે, તેને અહીં શુષ્કજ્ઞાની કહ્યાં છે. આ વાત એટલા માટે થાય છે કે સૌથી પહેલાં આપણે આપણને ઓળખીએ. કોઈની સામે જોવા માટે આ વાત નથી અને કોઈ કેવો છે તે નિર્ણય કરવા માટે પણ આ વાત નથી, વ્યક્તિ પોતે પોતાને જાણી લે કે પોતાની અવસ્થા-દશા-સ્થિતિ કેવી છે? બહુ ગંભીર વાત છે. શાંત અવસ્થામાં, ધીરજથી, એકાગ્રતાથી વાતને સમજવા પ્રયત્ન કરજો. બે પાત્રોને સમજી લઈએ, એક છે શુષ્કજ્ઞાની અને બીજા જેઓને તથારૂપ જ્ઞાનદશા પ્રાપ્ત થઈ છે તેવા જ્ઞાની. બન્નેની ક્વૉલિટી જુદી છે. જ્ઞાની શબ્દ બન્નેમાં છે. એક શુષ્કજ્ઞાની અને બીજા, જ્ઞાન દશા જેઓને પ્રાપ્ત થઈ છે તેવા અનુભવજ્ઞાની. શુષ્કજ્ઞાની પંડિત હોઈ શકે, વિદ્વાન હોઈ શકે, શાસ્ત્રજ્ઞ હોઈ શકે, શાસ્ત્રો કંઠસ્થ કર્યા હોય, બીજાને કહી શકતો હોય, બીજા પાસે વાત કરી શકતો હોય, હજારોની મેદનીને વાણી દ્વારા પ્રભાવિત કરી શકતો હોય, તે વિદ્વાન હોઈ શકે છે અને શુષ્કજ્ઞાની પણ હોઈ શકે. પંડિત હોય અને વિદ્વાન હોય તો પણ શુષ્કજ્ઞાની હોઈ શકે છે. જ્ઞાનદશા જેઓને પ્રાપ્ત થઈ છે, તેઓને કહેવાય છે અનુભવજ્ઞાની, બે ક્વૉલિટી જુદી. ચિદાનંદજી મહારાજે એક અદ્ભુત વાત કરી છે, નાનકડી કડીમાં. મહાપુરુષો જ્યારે બોલ્યા છે ત્યારે નાનકડી લીટીમાં જ બોલ્યાં છે. બિનજરૂરી શબ્દો વાપર્યા જ નથી, શબ્દોની બહુ કરકસર કરી છે. જો લૌ અનુભવ જ્ઞાન ઘટ મેં પ્રગટ ભયો નહિ, તૌ લોં મન સ્થિર હોત નહિ, છીન જિમ પીપરકો પાન. વેદ ભણ્યો પણ ભેદ વિના શઠ પોથી પોથી જાણ. “જ્યાં સુધી અનુભવ જ્ઞાન ઘટમાં પ્રગટ થયું નથી', ઘટ એટલે અંતર, ઘટ એટલે હૃદય, ઘટ એટલે ચૈતન્ય, ઘટ એટલે ભીતર. આ ઘટના ભીતર બને છે, અંતરમાં બને છે, ચૈતન્યમાં બને છે. એવી ઘટના જેનામાં ઘટી છે તે શરીરમાં હોઈ શકે છે. પણ ઘટના શરીરમાં બનતી નથી, ઘટના ઘટે છે અંદર. તો જ્યાં સુધી આવું અનુભવ જ્ઞાન ઘટમાં પ્રગટ થયું નથી, ત્યાં સુધી મન સ્થિર થઈ શકશે નહિ. જગતમાં બે વાતો ચાલે છે. પહેલાં મન સ્થિર કરો પછી આત્મ અનુભવ થશે. અને For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પ્રવચન ક્રમાંક - ૬, ગાથા ક્રમાંક - ૫ જ્ઞાની પુરુષ એમ કહે છે કે આત્મ અનુભવ થશે પછી મન સ્થિર થશે. મનને સ્થિર કરવા અલગ પ્રયત્ન કરવાની જરૂર નથી. પીપળનું પાન પવનનું એક ઝોકું આવે ત્યાં હાલતું થઈ જાય તેમ આપણે પણ ““નમો અરિહંતાણં' બોલીએ અને એક ધક્કો લાગે તો નમો સિદ્ધાણં બોલી શકતા નથી. નમો અરિહંતાણ અને નમો સિદ્ધાણં વચ્ચે પણ આટલું અંતર પડી જાય છે. ચિદાનંદજી કહે છે, “વેદ ભણ્યા, શાસ્ત્રો ભણ્યાં, ઉપનિષદ ભણ્યા આગળ વધીને એમ કહો કે નવ પૂર્વો પણ ભણ્યાં, પણ ભેદજ્ઞાન નથી, શરીર અને આત્મા જુદો છે, જડ અને ચેતન જુદાં છે એવો અનુભવ નથી ત્યાં સુધી પોથી જ્ઞાન સાર્થક થતું નથી.' ભેદજ્ઞાન થાય, અનુભવ થાય તે મહત્ત્વની ઘટના છે માટે શિષ્ય કહ્યું કે ષસ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ, મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ. એ ઉપકારનો બદલો પ્રભુ અમે કેવી રીતે વાળીશું? તમારા ચરણોમાં રત્નના ઢગલા મૂકીએ, ઈન્દ્રનું ઈન્દ્રાસન મૂકીએ કે તમારા ચરણોમાં ચક્રવર્તીની સંપત્તિ મૂકીએ તો પણ ગુરુદેવ! તમે જે આપ્યું છે તેનો બદલો અમે તમને નહિ આપી શકીએ. તમે અમને અમારો ખજાનો આપ્યો છે, અમારો વૈભવ તમે અમને આપ્યો છે. કુંદકુંદાચાર્યજી બહુ આનંદ અને ઉલ્લાસમાં આવીને કહે છે કે, અમે તમને જે કહી રહ્યા છીએ તે તમારા વૈભવ વિશે કહી રહ્યા છીએ. તમે જાણો તો ખરા. સંતો ગમે ત્યાંથી બોલે છે. રણકો તો એ જ આવશે ને? “નિશ્ચય સર્વ જ્ઞાનીનો અત્રે આવી સમાય', ઉત્તર પ્રદેશમાં બોલે કે દક્ષિણ ભારતમાં બોલે કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં બોલે, કબીર બોલે કે મીરાં બોલે કે આનંદધનજી બોલે. જેમને અનુભવ થયો છે, એમની વાણી જ અદ્ભુત છે તેમની વાત જ અદ્ભુત છે. નિજ ઘરમેં હૈ પ્રભુતા તેરી.” તારી પ્રભુતા તારા ઘરમાં છે. તું ઓળખતો ખરો ! પદ્મનંદી આચાર્ય પંચવિંશતિની ટીકામાં એમ કહે છે કે તત્પતિ પ્રતિવર્તન વાર્તાપિરિશ્રુતા' ભાઈ આત્મા પ્રત્યે પ્રીતિયુક્ત ચિત્ત વડે જેણે તેની વાર્તા પણ સાંભળી છે તે જીવ નિશ્ચ ભવ્ય છે. ભગવદ્ ગીતામાં કહ્યું કે, __ आश्चर्यवत्पश्यति कश्चिदेनमाश्चर्यवद्वदति तथैव चान्यः । आश्चर्यवच्चैनमन्यः शृणोति, श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् ।। (२/२९) કોઈ આશ્ચર્યવતુ તેને જુએ છે, કોઈ આશ્ચર્યવતુ તેને વર્ણવે છે, બીજો કોઈ આશ્ચર્ય મુગ્ધ બની તેને સાંભળે છે, પણ કોઈક વિરલા જ તેનો અનુભવ કરે છે, અને જેમણે એનો અનુભવ થયો તે આનંદધનજીએ ગાયું. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ४८ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અનુભવ રસમેં રોગ ન શોકા, લોકવાદ સબ મેટા, કેવલ અચલ અનાદિ અબાધિત, શિવશંકરકા ભેટા. અનુભવ જેને થયો તેને આવું કીર્તન થાય, એ બદલાઈ જાય, એની આવી અવસ્થા થાય. એની વાણી જુદી, એનું વર્તન જુદું, એનું હૃદય જુદું, બધું બદલાઈ જાય. પારસમણિ લોઢાને અડે છે તો તે ક્ષણે જ લોઢું આખું સોનું થઈ જાય છે. પચાસ ટકા થાય, તેમ નહિ, થાય તો સો ટકા. એક વખત જેને અનુભવ થાય તેની આખી ચેતના બદલાઈ જાય, એનું રૂપાંતર થાય. શરીર એનું એ રહે પણ એ બદલાઈ જાય. માંહ્યલો જ્યારે બદલાય ત્યારે અવસ્થા જુદી થઈ જાય. ઓળખી લો, તમારો ખજાનો જુદો છે, તમારી સંપત્તિ જુદી છે. યશોવિજયજી મહારાજે કહ્યું, “પ્રભુ મેરો! તું સબ બાતે પૂરો.” જુઓ, સંતો કેવું બોલ્યા છે! આ પૂરો શબ્દ બે અર્થમાં વપરાય છે. તું બધી વાતે પૂરો છે. તેનો અર્થ જુદો થાય, અહીં તે અર્થ નથી. “પ્રભુ મેરો, તું સબ બાતે પૂરો.” તારી પાસે શું ઓછું છે? વીતરાગ પુરુષ પાસે જે છે તે તારી પાસે છે. તું સિદ્ધના જેવો છે. તારામાં અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, અનંત વીર્ય છે, અનંત ગુણો છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રદેશત્વ, પ્રમેયત્વ ને અગુરુલઘુત્વ વિગેરે સામાન્ય ધર્મો છે. અનંતજ્ઞાન, દર્શનનો ભંડાર તું છો. આનંદથી છલકતો તું છો. તે બધી વાતે પૂરો (પૂર્ણ) છો પણ તને ખબર નથી. બસ, સંતોનું આ કામ છે. તેઓ ખબર આપવા આવ્યા છે. તમારો માલ ઓળખાવવા માં આવ્યા છે, તમારો ખજાનો તમને બતાવશે, આવો અદ્ભુત ખજાનો તારી પાસે છે. નિજ ઘરમે હે પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાઓ, પ્રત્યક્ષ રીત લખી તુમ ઐસી, ગ્રહીએ આપ સ્વભાવો. આવા સ્વભાવનો જેને અનુભવ થયો છે તે અનુભવ જ્ઞાની. શાસ્ત્રો અને જ્ઞાની કહે છે. આવી આત્માની વાત જેણે જાણી છે, શાસ્ત્રોમાં જેણે વાંચી છે, બુદ્ધિનો ક્ષયોપશમ છે, સ્મૃતિ તીવ્ર છે, શાસ્ત્રો કંઠસ્થ કર્યા છે, અનુભવ કર્યો નથી પણ બીજાને કહે છે, એને કહેવાય છે શુષ્કજ્ઞાની. એને વધુ કહેવાનું મન થાય. અનુભવ જ્ઞાનીને બહુ કહેવાનું મન ન થાય એટલે પ્રસંગ આવે તો જ બોલે. કોઈ મુમુક્ષુ હોય, જિજ્ઞાસુ હોય તો જ વાત કરે. શાસ્ત્રો જાણવાં, વાંચવાં, બોલવા, ચર્ચા કરવી, વાદવિવાદ કરવો, મતમતાંતર ઊભાં કરવાં, બ્રહ્મજ્ઞાનની વાતો કરવી, જગત મિથ્યા છે તેની વાત કરવી પણ જીવનમાં જે જીવતો નથી અને સાધનાનો રસ જેને નથી તેવા પંડિતને કહેવાય છે શુષ્કજ્ઞાની. ટાગોરજી બહુ જબરો કટાક્ષ કરતાં હતાં. એ એમ કહેતાં હતાં કે વેદાંતીઓ અને પંડિતો જ્યારે ભેગા For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૫O પ્રવચન ક્રમાંક - ૪, ગાથા ક્રમાંક - ૫ થાય ત્યારે કોઈ એમ કહે કે અમે ચાર વેદ મોઢે કર્યા છે, કોઈ કહેશે અમે ત્રણ, કોઈ કહેશે અમે ઉપનિષદ મોઢે કર્યું છે, કોઈ કહેશે મહાભારત મોઢે કર્યું છે, કોઈ કહે કે ભાગવત અમે પી ગયા છીએ, આવા મોટા મોટા પંડિત ભેગા થાય ને કલાકો સુધી ચર્ચા કરે, તર્ક વિતર્ક કરે, અને વાદ વિવાદ કરે, અને પછી વચમાં કોઈ પંડિતની છીંકણીની ડાબલી ખોવાઈ જાય તો ટાગોરજી કહે કે તે આખું ઘર માથે લે છે. ટાગોરજી પૂછે છે, “અલ્યા! આખું જગત મિથ્યા અને તારી છીંકણીની ડાબલી મિથ્યા નહીં !' ક્યા બાત હૈ! તમે દેરાસરમાં ગયા હો, નવા ચપ્પલ પહેર્યા હોય, દર્શન કરતાં કરતાં નજર તો નાખી જ લ્યો છો ને? હું તો મઝાકમાં કહું છું કે દેરાસરમાં જાઓ કે પ્રવચન સાંભળવા જાઓ ત્યારે ફાટેલા, જૂનાં સ્લીપર જ લઈને જજો. અંદર સ્લીપરનો મોહ છૂટ્યો નથી તો સંસારનો મોહ કેમ છૂટશે? જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ મોહનીય કર્મનો ક્ષયોપશમ થયો નથી. મોહનીય કર્મનો ક્ષયોપશમ થયો ન હોવાને કારણે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તેને જ્ઞાનીઓ જ્ઞાન કહેતાં નથી પણ અજ્ઞાન કહે છે. અભુત વાત છે. ઈશાવાસ્ય ઉપનિષમાં ઋષિ એમ કહે છે કે વિદ્યાં વાવિદ્યાં યસ્તત્વેનોમયે સE! अविद्यया मृत्यु तीा विद्ययामृतमश्नुते ॥ ११॥ જગતમાં બે વિદ્યાઓ છે, વિદ્યા અને અવિદ્યા. વિદ્યા એટલે આત્મજ્ઞાન અને અવિદ્યા એટલે વિજ્ઞાન, વિજ્ઞાન તમારી ભૌતિક મુશ્કેલીઓ દૂર કરશે, પણ તમને અમૃતની પ્રાપ્તિ નહિ કરાવે. વિદ્યા પ્રાપ્ત થાય એટલે તમારા હૃદયમાં પ્રેમ ઊભરાય, સ્નેહ ઊભરાય, બધાં સાથે મૈત્રી થાય, કરુણા ઊભરાય, તમે શાણા બનો, શાંત બનો, સ્વસ્થ બનો, તમને સમતા પ્રાપ્ત થાય. તમે ઉદાર બનો, સહિષ્ણુ બનો, તમારામાં સહાનુભૂતિ આવે, સહકારની ભાવના આવે, તમે પરોપકારી બનો. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાન પ્રાપ્ત થાય તેને જ્ઞાન કહેતાં નથી પણ અજ્ઞાન કહેવાય છે. પરમકૃપાળુ દેવે આ વાત આના કરતાં વધુ સ્પષ્ટ શબ્દોમાં કહી. હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહિ. નવ પૂર્વ ભણ્યો પણ જીવને જાણ્યો નહિ, મૂળ મુદ્દો જ રહી ગયો. આખી જાન મુંબઈ આવી પછી ખબર પડી કે વરરાજા અમદાવાદ રહી ગયા છે. વર વિનાની જાન શા કામની? એકડા વિનાના મીંડા શા કામના? જ્ઞાનીને આશ્ચર્ય થાય છે કે આત્મસિદ્ધિમાં આત્મા શબ્દ આવ્યો, સૂયડાંગમાં આત્મા શબ્દ આવ્યો, તો નવપૂર્વમાં કોઈ ઠેકાણે આત્મા શબ્દ નહિ આવ્યો હોય? નવપૂર્વ જે ભણ્યો છે તેણે આત્મા શબ્દ નહિ જામ્યો હોય? નહિ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૫૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા વાંચ્યો કે નહિ સાંભળ્યો હોય? તેણે વાંચ્યો છે, જાણ્યો છે પણ માણ્યો નથી, અનુભવ થયો નથી. આત્મા છે, બ્રહ્મ છે, માયાથી ભિન્ન છે, જગત મિથ્યા છે, સંસાર નાશવંત છે, આમ બધી વાત કરે પણ ભીતર કુછ નહિ, આને કહેવાય શુષ્કજ્ઞાની. નવપૂર્ણ ભણ્યો હોય તો પણ અજ્ઞાની કેમકે તેણે આત્માને અનુભવ્યો નથી. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય તેનાથી જ્ઞાન પ્રાપ્ત થાય. તેનાથી ઉચ્ચ બુદ્ધિમત્તા પ્રાપ્ત થાય. તમે વૈજ્ઞાનિક બનો, ડૉક્ટર બનો, એન્જિનિયર બનો, મોટા ઉદ્યોગપતિ બનો, આઈનસ્ટાઈન બનો, અમેરિકાના પ્રમુખ બનો, હિંદુસ્તાનના વડાપ્રધાન બનો પણ જ્ઞાની નહિ. જ્ઞાની ત્યારે બનાય કે મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય તો. બહુ અભુત વાત છે. જ્ઞાન મેળવ્યું પણ મોહનીય કર્મનો ક્ષયોપશમ થયો નથી. મોહનીય કર્મના ક્ષયોપશમથી અંદરમાં જે બોધ પ્રગટ થાય છે તેને કહેવાય છે અનુભવ. સાહેબ ! યાદ રાખજો કે જ્ઞાન બહારથી આવતું નથી પણ જ્ઞાન અંદરથી પ્રગટ થાય છે. “ભીતર સે આતી હૈ જ્ઞાન કી ધારા.” બહારથી નહિ. જ્ઞાન તો આત્મામાંથી આવશે. શરીરમાંથી કે ઈન્દ્રિયોમાંથી નહિ આવે, પુસ્તકમાંથી નહિ આવે. કૂવાનું પાણી કૂવાના તળિયામાંથી આવે છે પણ ટાંકામાં પાણી બહારથી ભરવું પડે અને ટાંકુ એક લાખ ગેલનથી છલોછલ ભર્યું હોય પણ જો કોકનળ ખુલ્લો રહી ગયો હોય તો ટાંકુ ખાલી થઈ જાય પણ કૂવામાંથી પાણી ઉલેચે જ જાવ, પાણી આવ્યા જ કરશે, કૂવો ખાલી નહિ થાય. આ ક્ષયોપશમ થયા પછી જ્ઞાન અંદરથી બહાર ઊભરાય છે, કારણ જ્ઞાન આત્માનો સ્વભાવ છે, અને જ્ઞાન અનંત છે, ઓછું નથી. જ્ઞાની પુરુષ પાસે અનંત સિવાય વાત જ નથી. જ્ઞાન પણ અનંત, દર્શન પણ અનંત, ચારિત્ર પણ અનંત અને સુખ પણ અનંત. તમારી પરિભાષામાં દુ:ખ અનંત, અમારી પરિભાષામાં સુખ અનંત. અનંત એટલે ખૂટે જ નહિ. સિદ્ધ ભગવાન સિદ્ધ શીલામાં આનંદ અનુભવતાં હશે તો આનંદ ક્યારેક તો ખૂટતો હશે ને? ના. અનંતકાળ હોવા છતાં તેઓને આનંદ, આનંદને આનંદ જ છે. અનંતકાળ ભોગવવા છતાં, એક અંશ પણ આનંદ ઓછો ન થાય. શાસ્ત્રોમાં વિવિધ પ્રકારની વાતો આવે છે તે સમજી લઈએ. વસ્તુત્વ, અસ્તિત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, પ્રદેશત્વ, એને સમજવાની શૈલી જુદી જુદી છે, પરિપાટી જુદી જુદી છે, એક વાત. બીજી વાત વસ્તુ સ્વયં સંપૂર્ણ છે. એક પરમાણુ પણ તેની કેટેગરીમાં સંપૂર્ણ, એક આત્મા તેની કેટેગરીમાં સંપૂર્ણ, એક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય તેની કેટેગરીમાં સંપૂર્ણ, એક નિગોદમાં રહેલો જીવ તેની કેટેગરીમાં સંપૂર્ણ છે, ઈશાવાસ્ય ઉપનિષદમાં એક સૂત્ર આવે છે. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૫૨ પ્રવચન ક્રમાંક - ૬, ગાથા ક્રમાંક - ૫ ॐ पूर्णमदः पूर्णमिदं पूणात् पुर्णमदुच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ આ પણ પૂર્ણ છે, તે પણ પૂર્ણ છે. ‘તમ પૂર્ણ, યમપૂર્ણ’ પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લો તો પણ પૂર્ણ. પૂર્ણમાં પૂર્ણ ઉમેરો તો પણ પૂર્ણ પૂર્ણને પૂર્ણથી ભાગો તો પણ પૂર્ણ. અદ્ભુત વાત છે. આ તત્ત્વ આખું પૂર્ણ છે. શેના તમે દુઃખી થાવ છો? અને શેનાં તમે રોદણાં રડો છો? દુઃખી થવા જેવું છે નહિ, રોદણાં રડવા જેવું છે નહિ. થોડા જાડાં કપડાં પહેરવા પડે તો ભલે, લુખ્ખો રોટલો ખાવા મળે તો ભલે મળે, નાના મકાનમાં રહેવાનું હોય તો ભલે, પણ અંદરથી પૂર્ણ પુણીયા શ્રાવકને જેવી સમાધિ હતી, તેને જેવી શાંતિ અને સુખ હતું, તે મગધના સમ્રાટ શ્રેણિક મહારાજને પણ ન હતું. એક વૃક્ષ નીચે ઊભેલો મુનિ, જેના શરીર ઉપર લજ્જા ઢાંકવા કપડું પણ નથી, ઊભાં છે, ઉપર આકાશ છે, નીચે ધરતી છે. ઉનાળો છે, ગરમી છે, ધગધગતો તાપ પડે છે, છતાં એ મુનિ જેવા સુખી છે તેના જેવું કોઈ સુખી નથી. છ ખંડના ચક્રવર્તીને પણ તેવું સુખ નથી. આ અનુભવની વાત છે. આત્મા સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે તેને દ્રવ્ય પણ કહે છે. દ્રવ્ય એકલું નથી, ગુણ પર્યાયની સાથે છે. તત્ત્વાર્થાધિગમમાં એક સૂત્ર છે. કુપર્યાયવદ્રવ્યમ્ દ્રવ્ય એને કહેવાય છે કે જે ગુણ પર્યાયથી ભરેલ છે. દ્રવ્ય સાથે સહભાવી ધર્મ તે ગુણ છે અને ક્રમભાવી ધર્મ તે પર્યાય છે. દ્રવ્ય નિત્ય છે, ગુણ નિત્ય છે અને પર્યાય અનિત્ય છે. આત્મા સતુ છે તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં સની વ્યાખ્યા કરી “ઉત્પા-વ્યય-ધ્રૌવ્ય-યુક્ત સત’’ આ સત્ જે છે તે ઉત્પાદવ્યય અને ધ્રુવથી યુક્ત છે. ધ્રુવ એટલે શાશ્વત, કાયમ, નિત્ય, ક્યારેય નષ્ટ ન થાય તેવું. ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું, વ્યય એટલે નષ્ટ થવું. પર્યાયમાં ઉત્પાદ્વ્ય ય થાય છે. ધ્રુવના (દ્રવ્યના) પડખેથી પણ જોવાય અને પર્યાયના પડખેથી પણ જોવાય. ઉત્પન્ન થવું, નાશ પામવું અને ટકીને બદલાવું “તક્રિાવાવ્યયે નિત્યમ્ ” એ ટકીને બદલાય છે. વસ્તુ તરફ જોવાની બે રીત છે. ધ્રુવના પડખેથી જોવે એવી દૃષ્ટિને કહેવાય છે દ્રવ્યાર્થિકનય અને પર્યાયની દૃષ્ટિથી જોવે તેને કહેવાય છે. પર્યાયાર્થિક નય. જૈન દર્શનમાં બે નય છે. દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિક નય, નિશ્ચયનય અને વ્યવહારનય. ત્રિકાળ અવસ્થાને જોવી એને દ્રવ્યાર્થિક નય કહે છે અને વર્તમાન અવસ્થાને જોવી તેને પર્યાયાર્થિક નય કહે છે. આ વાત એટલા માટે કરી કે શુષ્કજ્ઞાની ધ્રુવ તરફથી જોવે છે અને વાત કરે છે કે આત્મા નિત્ય છે. આત્મા મુક્ત છે, આત્મા બંધાયેલો નથી, બંધ કલ્પના છે, મુક્ત કલ્પના છે. આત્મા બંધાતો પણ નથી, આત્મા છૂટતો પણ નથી. આત્મા દુઃખી થતો નથી, આત્મા વિકારો કરતો નથી પણ તે પર્યાયનું પડખું ભૂલી જાય છે. સાથે જોવા જેવી તો વર્તમાન For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૫૩ અવસ્થા છે. વર્તમાન અવસ્થામાં અશુદ્ધિ જો હોય તો, દ્રવ્ય આપ્યું આનંદથી ભરેલ હોવા છતાં તેનો અનુભવ નહિ થાય. આનંદનો અનુભવ શુદ્ધ અવસ્થામાં થશે. શુષ્કજ્ઞાની પર્યાયઅવસ્થા ભૂલી જાય છે. બંધ મોક્ષ છે કલ્પના ભાખેવાણી માંહી, વર્તમોહાવેશમાં શુષ્કજ્ઞાનીતે આંહી.” ત્રિકાળી આત્મદ્રવ્ય તરફ નજર ગઈ. નિશ્ચય તરફ નજર ગઈ પણ વ્યવહારમાં વર્તમાન તરફ નજર જતી નથી. વર્તમાનમાં જે અશુદ્ધિ છે તે લક્ષમાં લેતો નથી અને તેની શુદ્ધિ માટે સાધના કરતો નથી. સ્વચ્છંદમાં તે જીવે છે, મોહના આવેશમાં વર્તે છે, અને પોતાને જ્ઞાની કહેવડાવે છે. આને શુષ્કજ્ઞાની કહે છે. બહુ દુઃખની વાત તો એ છે કે બંધ મોક્ષ કલ્પના છે', વિગેરે નિશ્ચયનયની વાત માત્ર વાણીથી કરે છે, પણ વર્તે છે મોહના આવેશમાં અને મોહના આવેશમાં વર્તતો હોવાથી તથારૂપ અવસ્થા તેને પ્રાપ્ત થતી નથી. તેના કારણે તે જાણે છે પણ જીવનમાં જીવતો નથી તે શુષ્કજ્ઞાની. અને જીવનમાં જીવે છે તે અનુભવ જ્ઞાની. કોઈ કવિએ કહ્યું છે કે, જાણ્યું તો તેનું ભલું મોહે નવિ લેપાય, સુખ દુઃખ આવે જીવને હર્ષશોક નહિ થાય. જે મોહથી લપાતો નથી, મોહનો લેપ જેને લાગતો નથી તેણે જાણ્યું કહેવાય. પૂછો કમળને, કમળ એમ કહે છે કે કાદવમાં જન્મ છું, પાણીથી વધુ છું. અને પાણીમાં જ રહું છું મારા ઉપર સેંકડો ગેલન પાણી પડે છે, પણ સાહેબ ! એક પણ છાંટો મને અડતો નથી. જેને મોહ સ્પર્શ કરતો નથી એની અભુત અવસ્થા છે. ચક્રવર્તી છ ખંડની સંપત્તિ ખુમારીથી છોડી દે છે, કંઈ રડતાં નથી, કોઈએ કાઢી મૂક્યાં નથી, ઘરમાં કંઈ પ્રશ્ન થયો નથી. તેઓ તો આનંદથી જાય છે, કારણ જ્ઞાની છે. મોહથી લેપાયેલાં નથી. જ્ઞાનકળા ઘટભાસી જાકુ જ્ઞાન કળા ઘટ ભાસી, તન ધન નેહ રહ્યો નહિ વાકું, ખીણમેં ભયો રે ઉદાસી. સૂર્ય હજુ ઉગ્યો નથી. સૂર્યનારાયણની સવારી આકાશમાં પધરાવાની છે, પણ સૂર્યનારાયણ આવતાં પહેલાં અરુણોદય થાય છે અને અરુણોદય થતાં જગતમાંથી અંધકાર ચાલ્યો જાય છે. જ્ઞાનરૂપી સૂર્ય હજુ ઉગ્યો નથી પણ જ્ઞાનની ભૂમિકા ઉપર પણ જો આવે તો તેને તન, ધનનો સ્નેહ રહેતો નથી અને ક્ષણભરમાં ઉદાસી થઈ જાય છે. ઉદાસી એટલે પડેલ મોટું નહિ પણ ઉદાસી એટલે મસ્તી, ખુમારી, આનંદ. આ અવસ્થા કેમ આવી? હવે એને બરાબર સમજાયું, ભાન થયું, દઢ થયું, નિશ્ચિત થયું. ઊંઘમાં પૂછો કે જાગતાં પૂછો કે હાથમાં તલવાર લઈને પૂછો, તેને નિશ્ચય થઈ ગયો છે કે હું અવિનાશી છું અને જગતના For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૬, ગાથા ક્રમાંક - ૫ તમામ ભાવો વિનાશી છે. હું અવિનાશી ભાવ જગત કે નિશ્ચય સબહી વિનાશી, જગતના બધા ભાવો વિનાશી અને આ પુદ્ગલ ગમે તેટલું સુંદર, રૂપાળુ અને સોહામણું હોય તો પણ વિનાશી એટલે મીરાંએ કહ્યું કે, “મુખડા ક્યા દેખે દર્પનમેં હવે શું મોટું જોયા કરવું? હાડ જલે જેસે લકડેકી મૌલી, બાલ જલે જૈસે ઘાસકી પોલી, (કબીરજી) જ્ઞાનીઓએ કહેવામાં કંઈ બાકી નથી રાખ્યું. “ખીલ્યાં જે ફુલડાં આજે, જરૂર તે કાલ કરમાશે.” આસો સુદ પૂર્ણિમા આવી, આકાશમાં ચાંદો ખીલ્યો અને પછી પાછું ઘોર અંધારું. તો ચાર દિવસના ચાંદરડાની આવી મમતા શા માટે.” “હું અવિનાશી ભાવ જગતકે, નિશ્ચય સબહીવિનાશી, ઐસી ધાર ધારણા ગુરુગમ, અનુભવ મારગ પાસી જાકું જ્ઞાનકળા ઘટ ભાસી.” આને કહેવાય છે જ્ઞાની, જે જાણે પણ છે અને જીવનમાં ઉતારે પણ છે, જીવનમાં જીવે છે, પણ મોહના આવેશમાં આવતો નથી. તે મોહના આવેશમાં વર્તતો નથી પણ સમતામાં વર્તે છે, ધ્યાનમાં વર્તે છે. તે પ્રેમમાં વર્તે છે. તે તપમાં વર્તે છે. તે વૈરાગ્યમાં વર્તે છે. એ અસંગ દશામાં વર્તે છે. તે વિષયોથી પર વર્તે છે. કષાયોથી પર વર્તે છે. એ ઉપશમના સાગરમાં ઝીલે છે. પરથી મુક્ત બની, પોતાના સ્વભાવમાં વર્તે છે. જ્ઞાનીની આંતરિક અવસ્થાનું વર્ણન નહીં થઈ શકે તેમની અનુભવ દશા વર્ણવી નહીં શકાય. જિન્હી પાયોતિનિહિ છિપાયા, ન કહે કોલકે કાનમેં, તાલી લાગી જબ અનુભવ કી, તબ જાને કોઉ સાનમેં, હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં. આવી અંતરંગ અવસ્થા છે. જ્ઞાનીની અલૌકિક અવસ્થા છે. મુંબઈ પાયધૂની ઉપર રેવાશંકર જગજીવનદાસની પેઢી ઉપર કરોડો રૂપિયાનો હીરા માણેકનો વેપાર થતો હોય છતાં જ્ઞાની હોય. તે જ્ઞાનીની શું ખબર પડે ? જ્ઞાનીને ઓળખવો, પારખવો, જાણવો મુશ્કેલ છે. એને સમજવો પણ મુશ્કેલ છે. તમારી ફૂટપટ્ટી લઈ જ્ઞાનીને માપવા અને સમજવા ન નીકળશો. નહીં ઓળખી શકાય. તમે તેને ઓળખશો કઈ રીતે ? તેમની અંતરંગ દશા અલૌકિક છે. જેનાથી જ્ઞાની ઓળખી શકાય તેવા દશ લક્ષણો કોઈ આચાર્ય For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ભગવંતે આ શ્લોકમાં વર્ણવ્યા છે. अक्रोधवैराग्यजितेन्द्रियत्वं, क्षमादयासर्वजनप्रियत्वम् । निर्लोभदाता भयशोकहर्ता, ज्ञानं प्रतिलाभं च दश लक्षणानि ॥ (૧) જ્ઞાની તો તે છે જેની અક્રોધ અવસ્થા છે. ક્રોધ નહિ પણ અક્રોધ. ક્રોધ એટલે તિરસ્કાર, નફરત, ધૃણા, અણગમો, આવેગ, આવેશ. જેનામાં ક્રોધ નથી, ઈમોશન નથી, આવેશ કે અણગમો નથી, ધૃણા નથી કોઈના પ્રત્યે નફરત નથી, પણ જેના અંતરમાં પ્રેમનો સાગર છલકે છે, તેને કહેવાય છે જ્ઞાની. ઈશાવાસ્ય ઉપનિષદમાં શિષ્ય પ્રશ્ન પૂછ્યો છે, પ્રભુ ! ઈશ્વરનો સાક્ષાત્કાર થાય તો શું ખબર પડે?” ગુરુએ કહ્યું, “ખબર નહિ પડે, પણ એક લક્ષણ છે, “તતો ન વિષ્ણુગુપ્ત’ જેને ઈશ્વરના દર્શન થયા છે, તે ધરતી ઉપર જગતમાં કોઈની પણ ધૃણા, તિરસ્કાર કરતો નથી. એક વખત મઝાની વાત થઈ, ઈસુ ક્રાઈસ્ટ પાછા આવ્યા અને અમેરિકા ગયા. અમેરિકાના પ્રમુખને મળ્યા, ને તેમને કહ્યું કે “હું ઈસુ ક્રાઈસ્ટ છું, તમો જે માગો તે આપીશ.” અમેરિકાના પ્રમુખે કહ્યું “આ જગતના નકશામાંથી રશિયા નાબૂદ થઈ જાય તેમ કરો.” “સારું કહી' પછી તેઓ રશિયા ગયા ત્યારે સ્ટાલીન હતો. તેમને પણ કહ્યું કે “કંઈક માગો.' તે કહે “અમે નથી માનતા કે આપ ક્રાઈસ્ટ છો પણ તમે કહો જ છો ને આપવા તૈયાર છો તો અમારી માગણી છે કે જગતના નકશામાંથી અમેરિકા નાબૂદ થઈ જાય.” પછી ફરતાં ફરતાં બ્રિટનમાં આવ્યાં ત્યાં પણ માંગવાની વાત કરી. બ્રિટીશરો બહુ ડાહ્યા હોય છે. તેઓ કહે કે, “તમે ક્યાં ક્યાં જઈ આવ્યાં ને તેઓએ શું માંગ્યું? તેમણે કહ્યું “રશિયા જઈ આવ્યો, તેમણે અમેરિકા નાબૂદ કરવાનું કહ્યું કે, અમેરિકા જઈ આવ્યો. તેમણે રશિયા નાબૂદ કરવાનું કહ્યું.' બ્રિટિશરો કહે, “સાહેબ ! અમારે કંઈ માંગવું નથી એ બન્નેએ જે માગ્યું છે તેની માંગણી પૂરી થઈ જાય.” આ ધૃણા. એક બીજાનું અસ્તિત્વ સહન ન કરી શકાય તેવી અવસ્થાને કહેવાય છે ધૃણા અને ધૃણા જેના પ્રત્યે હોય તે સામેથી ચાલ્યો આવતો હોય તો રસ્તો બદલી નાખે. સાથેવાળા ભાઈને કહેશે “મારે એમનું મોઢું જોવું ન પડે.' પ્રાણી માત્ર પ્રત્યે જેના અંતરમાં પ્રેમ છે તે જ્ઞાની. (૨) વૈરાગ્ય-જગતના બધા પદાર્થો અનિત્ય છે, નાશવંત અને ક્ષણભંગુર છે, એવી સમજણ આવતાં એમના પ્રત્યેની આસક્તિ છૂટી જવી તેને કહેવાય છે વૈરાગ્ય, વારેવારે બોલ્યા ન કરશો કે “જગત નાશવંત છે, સંસાર અસાર છે, સંસારમાં કોઈ કોઈનું નથી, એકલા આવ્યા છીએ, એકલા જવાનું છે.” આવા મરસિયા ન ગાશો. તેના કરતાં આસક્તિ કાઢી નાખો. આસક્તિ રાખવી છે અને મરસિયા ગાવા છે. અરે ! વૈરાગી તો મસ્તીથી જીવે. વૈરાગ્ય કંટાળો થોડો છે! વૈરાગ્ય તો આનંદ છે. છોડ ઉપર ગુલાબનું ફૂલ ખીલ્યું છે. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૫ પ્રવચન ક્રમાંક - ૬, ગાથા ક્રમાંક - ૫ ખીલ્યું છે પણ કાલે કરમાઈ જવાનું છે. ખીલ્યું છે તેને પણ જુઓ અને કાલે કરમાઈ જવાનું છે તેને પણ જુઓ અને બન્નેને જોતાં જો આવડશે તો આસક્તિ નહીં થાય. ફૂલની ટીકા પણ ન કરો અને ફૂલના વખાણ પણ ન કરો. આસક્તિ ન કરો અને અણગમો પણ ન કરો. (૩) જેને ઈન્દ્રિયો પર પોતાનો સંયમ છે તેને કહેવાય છે જિતેન્દ્રિય. એક ભાઈ આવ્યા હતા. મેં પૂછ્યું ‘શું થયું છે ?’ ‘સાહેબ ! વધારે ખવાઈ ગયું, શ્વાસ નથી લેવાતો, બે કલાકે ઠેકાણું પડશે’ ‘મોહનથાળ કોકનો હતો, પેટ તો તારું હતું ને ? તારે નાખતાં વિચાર તો કરવો હતો ને ?’ જીભ ઉપર આટલો પણ કાબૂ રાખી શકતો નથી તે જીવ સાધના કેવી રીતે કરશે? (૪) ક્ષમા ઃ કોઈએ અપરાધ કર્યો હોય તો ક્ષમા આપવી તે જ્ઞાનીનું લક્ષણ છે. ક્ષમા એ જ્ઞાનીનું આભૂષણ છે, ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. खामि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे मिति मे सव्वभूअसुवेरं मज्ज न केणइ । જ્ઞાની પુરુષોએ સવાર-સાંજના પ્રતિક્રમણમાં, ચૌદશે, ચોમાસી ચૌદશે અને સંવત્સરી પ્રતિક્રમણમાં આ ગાથા બોલી સર્વ જીવોની સાથે ક્ષમા માગવાનું કહ્યું છે. (૫) દયા : ‘‘દ્રવ્ય થકી દુઃખીયાની જે દયા ધર્મ હીણાની રે ભાવ’’ રોગ, ભૂખ, તરસ વગેરે ભૌતિક દુઃખોથી પીડાતા દુ:ખી જીવોને જોઈ તેમના દુઃખો દૂર કરવાની ઇચ્છા તે દ્રવ્ય દયા, હિંસાદિ પાપો કરતાં, રાગદ્વેષ વગેરે દોષોથી ભરેલા ધર્મ રહિત જીવોને તેમાંથી મુક્ત કરવાની જે ઇચ્છા તે ભાવ દયા. એ જ્ઞાનીનું પાંચમું લક્ષણ છે. (૬) સર્વજન પ્રિયત્વમ્ જ્ઞાની બધાને વ્હાલો લાગે છે, એ મધુરતાથી ભરેલો છે તેમાં કડવાશ નથી. તેમાં કઠોરતા, કટુતા કે નફરત નથી, એનામાં અણગમો નથી. કે (૭) નિર્લોભ-જેનામાં કોઈ લોભ નથી. લોભ અને જ્ઞાન બન્ને સાથે ન રહી શકે. (૮) દાતા ઃ તેની પાસે જે કાંઈ હોય તે આપવા તત્પર હોય. (૯-૧૦) ભયશોકહર્તા ઃ ભય અને શોકમાંથી મુક્ત હોય. ભગવદ્ ગીતાની શરૂઆતમાં શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે अशोच्यानन्वशौचस्त्वं प्रज्ञावादांश्च भाषसे (२/११) જેનો શોક કરવા જેવો નથી તેનો તું શોક કરે છે, અને ડાહી ડાહી વાતો કરે છે ? જ્ઞાન ગમે તેટલું હોય પણ શોક કરે તે શુષ્કજ્ઞાની. શુષ્કજ્ઞાન આત્મસિદ્ધિનો શબ્દ છે. અને પ્રજ્ઞાવાદ ભગવદ્ ગીતાનો શબ્દ છે. આવા દસ લક્ષણો જેનામાં દેખાય તેને અમે જ્ઞાની કહીએ છીએ. આ દસ લક્ષણો જેનામાં નથી તે પંડિત છે, તે શુષ્કજ્ઞાની છે. છેલ્લી વાત : યશોવિજયજી મહારાજે જ્ઞાનસારમાં એક મઝાની ગાથા આપી છે For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ___ मज्जत्यज्ञ: किलाज्ञाने, विष्टायामिव शूकरः । જ્ઞાની નિમ્નતિ જ્ઞાને, મફત માનસે | (૫/૧). એમણે એમની વાત કરવા માટે બે પાત્રો પસંદ કર્યા. એક તો ભૂંડ, બીજુ પાત્ર હંસ. એમ કહેવું છે કે જેમ ભૂંડ વિષ્ટામાં, ગંદકીમાં, મલિનતામાં, ગટરોમાં ડૂબે છે તેમ અજ્ઞાની સંસારના પદાર્થોમાં ગળાડૂબ ડૂબે છે. સંસારની માયાને અજ્ઞાન કહ્યું છે. સંસાર માટે બીજો શબ્દ અજ્ઞાન. અને અજ્ઞાન માટે બીજો શબ્દ માયા. માયા માટે બીજો શબ્દ સંસારના ભોગો. જેમ ભૂંડ વિષ્ટામાં મજ્જતિ-ડૂબે છે, તેમ સંસારના ભોગોમાં ડૂબેલો હોય તેને અજ્ઞાની કહેવાય અને છતાં વાત કરે જ્ઞાનની, તેને કહેવાય છે શુષ્કજ્ઞાની અને બીજું પાત્ર હંસ. હંસ બધે જોવા મળતાં નથી. તે માનસરોવરમાં રહે છે અને સાચા મોતીનો ચારો ચરે છે. એ બીજું ખાતા નથી. “માનસરોવરનાં મોતી રે, ચૂગે નિત હંસલાજી રે.” કવિએ સરસ વાત કરી કે માન સરોવરના હંસલા માનસરોવરમાં રહે અને સાચા મોતીનો જ ચારો ચરે. ભૂંડ વિષ્ટામાં રહે અને હંસ માનસરોવરમાં રહે, તેમ અજ્ઞાની ભોગોમાં ડૂબે અને જ્ઞાની પોતાના આત્મસ્વરૂપમાં રમે. આત્મસ્વરૂપમાં ડૂબેલો હોય તેને કહેવાય છે અનુભવી, જ્ઞાની. ક્રિયાડ એ જડ છે, એ બાહ્યક્રિયામાં રાચે છે, એ એની ધૂનમાં છે, એ કરે જાય છે, તેને અંતરભેદ નથી, તેના માટે પ્રશ્ન પણ નથી, કારણ કે તે જડ છે. ક્યારેક ક્યારેક તે જ્ઞાનમાર્ગનો નિષેધ પણ કરે છે. તે પંડિત નથી, તે વિદ્વાન નથી, બહુ શાસ્ત્રો વાંચ્યા નથી અને શાસ્ત્રો વાંચવાનો તેને રસ પણ નથી. આવો શાસ્ત્ર વાંચવા બેસે તો એની સેવામાં ચાર જણા હાજર થાય. પહેલાં બગાસું હાજર થાય, પછી બીજા નંબરે ઝોકુ, ત્રીજા નંબરે કંટાળો અને ચોથા નંબરે નિદ્રા ! બહુ વાંચ્યું, કેટલું વાંચવાનું? આ ચારેચાર તેની સેવામાં હાજર. બહુ શાસ્ત્રો વાંચ્યા નથી, રજુઆત કરવાની કળા નથી, એ બીજા માટે બહુ જોખમરૂપ નથી. આવો ક્રિયાજડ બીજાને આધ્યાત્મિક નુકસાન પહોંચાડી શકે તેમ નથી, બીજાને ઉન્માર્ગે તે ચડાવી શકે તેમ નથી, કોઈને ખોટે રસ્તે દોરી શકે તેમ નથી, કારણ કે તેની પાસે શાસ્ત્રોનું જ્ઞાન નથી, પણ સૌથી વધારે જોખમ તો શુષ્કજ્ઞાનીનું છે. તે પોતાને તો નુકસાન પહોંચાડે છે પણ સાથે બીજા હજારો લોકોને જોખમ પહોંચાડી શકે છે. તે હજારોનું અહિત કરી શકશે કારણ કે તેણે શાસ્ત્રો પણ વાંચ્યા છે, વિદ્વાન પણ છે, પંડિત પણ છે, શાસ્ત્રોનો વિસ્તાર પણ કરી શકે છે, બોલવાની કળા પણ છે, વાત કરી શકે તેમ છે, પોતે અજ્ઞાની છે છતાં પણ પોતે પંડિત છે, એવી કલ્પનાથી વાત પણ કરે છે. મોહના આવેશમાં રહે છે, અહંકારથી ઉન્મત્ત પણ છે, લોકસંજ્ઞા પણ છે, માનપ્રતિષ્ઠા For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રવચન ક્રમાંક - ૬, ગાથા ક્રમાંક - ૫ પણ જોઈએ છે, તેમાં અટવાય છે. દંભ, આડંબર કરી શકે તેમ છે. લોકેષણામાં જીવે છે. એને રાગની મીઠાશ છે અને સ્વચ્છંદમાં જીવે છે. તેને જ્ઞાનાવરણીય કર્મનો પ્રચંડ ક્ષયોપશમ છે, પણ મોહનીય કર્મનો ક્ષયોપશમ નથી. લોકો તેને જ્ઞાની કહે છે અને તે પોતાને જ્ઞાની મનાવે છે. આવા લોકો જુદા જુદા મતો ઊભા કરે છે. જુદા જુદા વાડા ઊભા કરે છે. શુષ્કજ્ઞાનીનું આ કામ છે. ક્રિયાજડ ઓળખી શકાશે પણ શુષ્કજ્ઞાની ઓળખવા મુશ્કેલ છે. એ ધ્યાનની વાત કરશે, એ જ્ઞાનની વાત કરશે, એ આત્માની વાત કરશે, આત્મા અજર છે, અમર છે, તેની વાત કરશે, અને બંધ મોક્ષ છે કલ્પના', આત્મા બંધાતો નથી, બંધાણો હોય તો મુક્ત થવાનું હોય ને? મુક્ત જ છે. પરંપારિણામિક ભાવથી એ મુક્ત છે. તેને મોક્ષ ક્યાં મેળવવો છે? એ તો મોક્ષમાં છે. તે કલ્પના કરે છે કે હું બ્રહ્મ, તું બ્રહ્મ, સર્વ જગત બ્રહ્મ અને અંદરમાં માયા ભરી હોય આને કહેવાય છે શુષ્કજ્ઞાની, આવો શુષ્કજ્ઞાની બહુ જોખમી છે. બે વાતો કરી, શુષ્કજ્ઞાની અને ક્રિયાજડ. પાંચ ગાથાઓ પૂરી થઈ ગઈ. ફરી જ્યારે મળીશું ત્યારે આગળની ગાથા વિચારીશું. ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૫૯ પ્રવચન ક્રમાંક - ૭ ગાથા ક્રમાંક - ૬ વૈરાગ્યાદિ સફળ ક્યારે થાય ? વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની, પ્રાપ્તિ તણાં નિદાન. (૬) ટીકાઃ વૈરાગ્યત્યાગાદિ જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિના હેતુ છે, અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય, તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. (૬) આ પ્રવચનો કે વ્યાખ્યાન નથી, પણ ગંભીર અને અટલ સાગરમાં ડૂબકી મારવાની છે. આ ડૂબકી સૌએ સાથે જ મારવી પડશે અને એ માટે આપણી પાસે શાંત અને સ્વસ્થ મન જોઈશે, ધીરજ જોઈશે, જાગૃતિ જોઈશે, તીક્ષ્ણ પ્રજ્ઞા જોઈશે અને ઊંડી સમજણ માટે ક્ષમતા પણ જોઈશે. સામાન્ય રીતે કથા વાર્તા અને સામાન્ય સાધનાની વાત કરતાં કંઈક જુદી જ વાત, અભુત વાત, અપૂર્વ વાત, પરમકૃપાળુ દેવે કરી છે. ગાથા ૪૨ માં “ઉપજે તે સુવિચારણા' આ કડી આવે છે. ત્યાં સુધીની ૪૨ ગાથાઓ જો બરાબર સમજાઈ જાય તો આગળની ૧૦૦ગાથાઓ સમજવામાં સુગમતા થશે. તમામ મર્મો, તમામ ગૂઢ રહસ્યો આ ૪૨ ગાથામાં છે. આ પાયો છે. આમાં સુવિચારણા છે. તત્ત્વ વિચારણા છે, દ્રવ્ય ગુણ પર્યાયની વિચારણા છે, અધ્યાત્મિક વિચારણા છે અને જીવનના ઊંડા રહસ્યોની વિચારણા છે. બીજી વાત સમગ્ર સાધનાની પ્રક્રિયાઓ આ ૪૨ ગાથામાં છે, તે બરાબર સમજાઈ જાય તો સાધના કઈ અને કેવી રીતે કરવી એ કોઈને પણ આપણે પૂછવું નહિ પડે. એવી અદ્ભુત વ્યવસ્થા આ ગાથાઓમાં છે અને ગંભીર રહસ્યો પણ છે. સાધનાનો નિષ્કર્ષ આમાં છે અને અધ્યાત્મ શાસ્ત્રના તમામ સિદ્ધાંતો આ ૧૪૨ ગાથાઓમાં સમાઈ જાય છે. ચર્ચાનો પ્રારંભ કરતાં પહેલાં એક ચેતવણી પરમકૃપાળુ દેવે ૨૨મી ગાથામાં આપી છે. એ ગાથાને પહેલાં જોઈએ છીએ, કેમકે તેનાથી આપણી ભૂમિકા પહેલા તૈયાર થશે. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ SO પ્રવચન ક્રમાંક - ૭, ગાથા ક્રમાંક - ૬ એમાં શાસ્ત્ર સમજવા માટે એક ઊંડી અદ્ભુત ચાવી છે. આ તત્ત્વવિચાર, આ પારમાર્થિક વિચાર, આ આધ્યાત્મિક સત્યો કોણ પામી શકશે? કોણ સમજી શકશે? કોણ લક્ષ કરી શકશે? તેની સ્પષ્ટતા પણ આ ગાળામાં કરેલી છે. આધ્યાત્મિક જગતમાં બે મહત્ત્વના પાત્રો છે. એક પાત્ર મુમુક્ષુ અને એક પાત્ર મતાર્થી. હોય મુમુક્ષ જીવ તે, સમજે એહ વિચાર, હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. આ ગાથામાં બહુ વેદના છે અને સ્પષ્ટતા પણ છે. જ્ઞાની પુરુષોએ, વીતરાગ પુરુષોએ જે કંઈ કહ્યું છે અને કહેશે તે કોણ સમજી શકશે? કોણ લક્ષમાં લેશે? એ સમજવા માટે તીક્ષ્ણ બુદ્ધિ જોઈશે. માત્ર તીક્ષ્ણ બુદ્ધિ જ નહીં, અંતરની અવસ્થા પણ જોઈશે.અંતરની તે અવસ્થાને કહેવાય છે મુમુક્ષુતા. એ અંદરની અવસ્થા છે, ચેતનાની ઘટના છે, પરિવર્તનનો સંકેત છે. આપણું જીવન અહીંથી બદલાય છે. ઘટના ઘટે છે અને એક અવસ્થા પ્રાપ્ત થાય છે. મુમુક્ષતા એટલે માત્ર વૈરાગ્ય નહિ, મુમુક્ષુતા એટલે માત્ર મોક્ષની અભિલાષા નહિ, મુમુક્ષુતા એટલે માત્ર સંસારનો કંટાળો નહિ, મુમુક્ષુતા એટલે માત્ર નિર્વેદ નહિ પણ મુમુક્ષુતા એ અંદરની ચેતનાની એક અદ્ભુત અવસ્થા છે, જે અવસ્થામાં આધ્યાત્મિક સત્ય સમજાય, જે અવસ્થામાં પરમાર્થ સમજાય, જે અવસ્થામાં યથાર્થ સાધના થાય, સખ્ય આરાધના થાય. મુમુક્ષુની સામે મતાર્થી જીવ છે. મતાર્થી અધાર્મિક નથી, મતાર્થી નાસ્તિક નથી, મતાર્થી ધાર્મિક પણ હોઈ શકે અને કર્મકાંડ પણ કરી શકે છે, શાસ્ત્રજ્ઞ પણ હોઈ શકે છે, સાધુ પણ હોઈ શકે છે, આચાર્ય પણ હોઈ શકે છે. અનેક શાસ્ત્રોનો જ્ઞાતા પણ હોઈ શકે છે, હજારો શિષ્યોનો ગુરુ પણ હોઈ શકે છે. આવો હોવા છતાં તે મતાર્થી હોઈ શકે છે. મતાર્થીનું એક જ લક્ષણ, સત્યને સત્ય સમજવાને બદલે, સત્યને યથાર્થ સમજવાને બદલે, અવળું સમજે છે, અવળો નિર્ણય કરે છે. નિર્ણય કરે છે પણ અવળો નિર્ણય કરે છે. તેની ભૂલ અવળું સમજવાની છે. યથાર્થ સમજણમાં આપણને જો કોઈપણ અવરોધ આવતો હોય તો આપણી બુદ્ધિ ઓછી છે તેમ નહિ, પણ મતાર્થીપણું છે. મતનો જે અર્થી છે, મતનો જે ઉપાસક છે, મતમાં પોતાની માન્યતામાં જે અટવાયેલ છે, તેનો જ આગ્રહી છે, એનો જે કદાગ્રહી છે, એનો જ દુરાગ્રહી છે તે સત્યને સમજતો નથી અને ઘણી વખત સત્ય તેની સામે સ્પષ્ટ થાય છે, પણ મતાર્થી અવસ્થા હોવાના કારણે એ સત્યનો સ્વીકાર કરી શકતો નથી. સત્ય જાણું નથી કે સત્ય સાંભળ્યું નથી તેમ નહીં પણ મતાર્થી હોવાના કારણે એને સત્યનો સ્વીકાર નથી. - સાધક જીવનું વિભાજન બે વિભાગમાં કરવામાં આવ્યું. એક મતાર્થી અને એક મુમુક્ષુ. આ બંને પાત્રો ઉપર કામ થઈ શકે છે, પણ મતાર્થી પાત્ર ઉપર કામ થવું ઘણું મુશ્કેલ છે. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા સાધક જીવ છે તે સાધના કરે છે, તેમ મતાર્થી પણ સાધના કરે છે. તે સાધના કરતો નથી તેમ નહિ, ગુરુને પણ માને છે, ધર્મને પણ માને છે, શાસ્ત્રને પણ માને છે, સાધનાનો સ્વીકાર પણ કરે છે, ધ્યાનનો સ્વીકાર પણ કરે છે, પણ તેનો નિર્ધાર અવળો હોય છે. અનંતકાળ આ જીવે જે કાઢ્યો તે એમને એમ કાઢ્યો નથી. માર્ગ મળ્યો નથી તેમ નથી. જ્ઞાની પુરુષ નથી મળ્યાં તેમ નથી, પણ જ્યારે જ્યારે જ્ઞાની પુરુષ મળ્યા છે ત્યારે ત્યારે તેનો નિર્ધાર અવળો હતો. નિર્ધાર એટલે નિશ્ચય, સ્વીકાર. નિર્ધાર એટલે મનમાં જેની સ્વીકૃતિ કરી છે તે. તે સવળી પણ હોઈ શકે અને અવળી પણ હોઈ શકે. સવળી હોય તો માર્ગ બદલાય. અવળી હોય તો જુદા માર્ગ પર જાય, માટે મહાપુરુષોએ કહ્યું છે કે જ્ઞાની પુરુષો મુમુક્ષુ પર કામ કરશે. સંગુરુ મળે બહુ આનંદની વાત, સપુરુષ મળે ઘણાં સૌભાગ્યની વાત, પણ સગુરુ મળ્યા પછી આપણાં પોતાનામાં કામ થઈ શકે અને તેઓ આપણા ઉપર કામ કરી શકે એવી ભૂમિકા સાધકે પૂરી પાડવાની છે. વરસાદ આવશે પણ ખેતર તૈયાર ન હોય તો, ખેડૂત કરશે શું? તેમ સદ્ગુરુ મળશે પણ મુમુક્ષુ તૈયાર ન હોય તો સાધના થશે કેવી રીતે? જીવે આ ભૂલ કરી છે. મુમુક્ષુતાનું ખેતર તેણે તૈયાર કર્યું નથી. મતાર્થી અને મુમુક્ષુ એ બન્ને જુદી જુદી અવસ્થામાં છે. મતાર્થી પણ સાધના કરે છે, એ તપ કરે છે. એ પણ વ્રત અને અનુષ્ઠાન કરે છે, એ પણ કર્મકાંડ કરે છે અને શાસ્ત્રો પણ વાંચે છે. એ પણ સિદ્ધાંતો અને તત્ત્વની વાત કરે છે, એ પણ જ્ઞાનની વાતો કરે છે, એ પણ આત્માની અને પરમાત્માની વાત કરે છે. આટલું બધું થતું હોવા છતાં તેનો નિર્ધાર અવળો છે. માટે પરમકૃપાળુ દેવ કહે છે કે, . હોય મુમુક્ષ જીવતે, સમજે એહ વિચાર. ૪૩મી ગાથાથી ગુરુ શિષ્યના સંવાદથી એ વિચાર, તત્ત્વ વિચાર રજુ કરવાના છીએ. એ અમારો વિચાર હજારો લોકો સાંભળશે પણ મતાર્થી ગ્રહણ નહિ કરે. મુમુક્ષુ જ ગ્રહણ કરશે. આ સુવિચારનો પ્રારંભ થાય અને મતાર્થીપણું ટળી, મુમુક્ષુપણું આવે તો અંદરની અવસ્થા બદલાઈ જશે માટે “હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર’, આ વિચાર મુમુક્ષુ જીવ પ્રાપ્ત કરશે. ફરી પૂછો કે બુદ્ધિ જોઈશે? ભલે બુદ્ધિ રહી. તીક્ષ્ણ બુદ્ધિ જોઈશે? ભલે તીક્ષ્ણ બુદ્ધિ રહી, પણ સમજવા માટે આંતરિક અવસ્થા જોઈશે અને આંતરિક અવસ્થા માટે મુમુક્ષતા જોઈએ તેમ કહે છે. હોય મતાર્થી જીવ તે અવળો લે નિર્ધાર.” આ નડે છે અને એવું નડે છે કે જે સત્ય જાણે છે તે ખોટું જાણે છે, મિથ્યા જાણે છે. માર્થી જીવ વિપરીત જાણે છે અને નિર્ધાર કરે છે. મુશ્કેલી ત્યાં નડે છે કે ખોટું જાણે છે અને પ્રાણ જાય તો ભલે જાય પણ મારી વાત નહિ છોડું, For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૬૨ પ્રવચન ક્રમાંક - ૭, ગાથા ક્રમાંક - ૬ ત્યાં સત્પુરુષ નિષ્ફળ જાય, કારણ કે મતાર્થી છે. તેને સત્યની બહુ ચિંતા નથી, એને મોક્ષની બહુ ચિંતા નથી. તેને સૌથી વધારે ચિંતા પોતાના મતની છે. તે સત્યને ગૌણ કરે છે અને પોતાના મતને મુખ્ય બનાવે છે. એ સત્યનો સ્વીકાર કરી શકતો નથી. સત્ય તેની પાસે આવ્યું નથી તેમ નથી પણ જે જે વખતે સત્ય કહેનારા મળ્યા તે તે વખતે આ મતને મુખ્ય માનતો હતો, એ મતાર્થી હતો. અર્થ એટલે પ્રયોજન, લક્ષ, હેતુ. એને મતનો હેતુ છે, મતનું લક્ષ છે, એને મતનું પ્રયોજન છે. પોતાનો મત સિદ્ધ કરવો છે. એ જ્ઞાની પુરુષ પાસે પણ જીભાજોડી કરશે અને એમ કહેશે કે જ્ઞાની પુરુષના ચરણમાં અમે સમજવા બેઠા છીએ, પણ એ સમજવા બેઠો નથી, પણ પોતે જે માને છે તે સમજાવવા બેઠો છે અને જો સામેનો માની લે તો કહેશે માણસ સમજુ છે અને જો એ ન માને તો કહેશે કે અણસમજુ છે. સમજ અને અણસમજ સામી વ્યક્તિમાં નથી પણ સમજ અને અણસમજ પોતામાં છે. ' મતાર્થી સાધનાને પણ માને છે, પ્રક્રિયાને પણ માને છે, સાધનો પણ જાણે છે, શાસ્ત્રોને પણ જાણે છે અને જે કંઈ જાણે છે તે વિપરીત જાણે છે. મતાર્થી જે દેવ નથી તેને દેવ માને છે, જે ગુરુ નથી તેને ગુરુ માને છે અને જે શાસ્ત્ર નથી તેને શાસ્ત્ર માને છે. જે સાધન નથી તેને સાધન માને છે. જે સાધના નથી તેને સાધના માને છે. માને છે તેમ નહિ પણ હું જે કહું છું તે જ બરાબર છે, તેવો તેનો આગ્રહ છે. એક બહુ ઊંડી વાત તે એ કે તે વ્યવહારથી વીતરાગ પરમાત્માનાં માર્ગમાં, શાસનમાં પણ હોઈ શકે અને મોટો સાધક પણ હોઈ શકે. જ્ઞાની પુરુષો એમ કહે છે કે તમે વ્યવહારથી વીતરાગ પરમાત્માના માર્ગમાં હોવા છતાં મતાર્થી હોઈ શકો છો, માટે મતાર્થીનો સીધો અર્થ જો કરવો હોય તો જેનામાં મિથ્યાત્વ જીવંત છે, મિથ્યાત્વની સત્તા છે એને કહેવાય મતાર્થી. જેનામાં દર્શનમોહનું સામ્રાજ્ય છે તેને કહેવાય છે મતાર્થી. જેમ મદિરાપાન કર્યું હોય અને ઘેનમાં હોય, તમે તેને ગમે તે વાત કરો, તે સમજશે નહિ, તેમ મિથ્યાત્વનાં ઘેનમાં મતાર્થી આધ્યાત્મિક વાત, સત્ય વાત સમજે નહિ અને તેથી બધું અવળું લે છે. ભગવાન મહાવીર પાસે આવતાં પહેલાં અને થોડાક કલાકો પહેલાં ગૌતમ ગણધર ઈન્દ્રભૂતિ મિથ્યાત્વી હતાં, યજ્ઞ મંડપમાં બેઠા હતા, ૫૦૦ શિષ્યો હતાં, મંત્રોનો ઉચ્ચાર કરતાં હતાં. આખા ભારતના સૌથી મોટા વિદ્વાન હતા. યજ્ઞ જેવું મહત્ત્વનું કામ કરતાં હતાં છતાં તે વખતે તેમનો નિર્ધાર અવળો હતો અને મતાર્થીપણું હતું. તેઓ ભગવાન મહાવીર પાસે આવ્યા, હજુ મળ્યાં નથી પણ જોતાની સાથે જ ભગવાન મહાવીર કહે છે, “ઈન્દ્રભૂતિ ! ભલે આવ્યા.' એ શબ્દમાં આમંત્રણ હતું, આહ્વાન હતું અને પછી કહે છે કે તમને જે ગુંચવાડો For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૬૩ થાય છે, તેમાં કારણ શાસ્ત્રના શબ્દો છે. તે શાસ્ત્રના શબ્દોના અર્થ તમને બેસાડતાં આવડતા. નથી માટે ગુંચવાડો થાય છે. આ ઈન્દ્રભૂતિ ભારતના તે વખતના સૌથી શ્રેષ્ઠ વિદ્વાન, સેંકડો શિષ્યોના ગુરુ, હજારો પંડિતો તેમના ચરણોમાં બેસતાં હતાં, પણ એમને આત્મા વિષે શંકા હતી કે આત્મા છે કે નહિ? અને મઝાની વાત, આત્મા છે કે નહિ તે શંકા થઈ તે માત્ર વેદમાં આવેલાં સૂત્રને કારણે થઈ, એમ કહેવા કરતાં તેમનો અવળો નિર્ધાર હતો માટે થઈ. એક વખત જીવ સવળો થઈ જાય તો પરિવર્તન થતાં વાર નહિ લાગે, સમ્યગદર્શન થતાં વાર નહિ લાગે, વીતરાગ અવસ્થા પ્રાપ્ત થતાં વાર નહિ લાગે. આ જીવ અવળો છે, માટે મતાર્થી છે, એ મતાર્થી છે તેના કારણે પરિવર્તનની ઘટના ઘટતી નથી. તમે રોજ ગાવ છો કે “અનંતકાળથી આથડયો વિના ભાન ભગવાન” પણ પૂછો તો ખરા, શા માટે આથડ્યો? બન્યું શું? ઘટના શું ઘટી ? ““લે અવળો નિર્ધાર.'' તમે બધાં પરમકૃપાળુ દેવના ઉપાસક છો પણ તમારો નિર્ધાર કેવો છે તે મને ખબર નથી, પરમકૃપાળુ દેવને પણ તમે તમારો મત બનાવી શકો છો અને એ બાબતમાં તમે સત્યથી દૂર રહી શકો છો, તમે મત ન બનાવશો. પરમકૃપાળુ દેવે કહ્યું કે મત સાથે અમને કોઈ નિસ્બત નથી. અમને તો સત સાથે નિસ્બત છે. અમે જે ધરતી ઉપર આવ્યા છીએ તે સત્ય કહેવા માટે આવ્યા છીએ, મત સ્થાપિત કરવા માટે આવ્યા નથી. અમારા નામથી મત ઊભો કરશો પણ નહિ. કોઈપણ મહાપુરુષ પાછળ મત ઊભો કર્યા સિવાય આપણને ચેન પડતું નથી. આપણી પાસે આપણા મતના બીબા તૈયાર છે. જ્ઞાની પુરુષ આવ્યા નથી કે આપણા મતનાં બીબામાં ઢાળ્યા નથી અને પછી વાત કરીએ છીએ કે અમે સત્ય કહીએ છીએ અને સત્ય સમજીએ છીએ. મહાવીર ભગવાન એમને મળ્યા ત્યારે ઈન્દ્રભૂતિમાં ટર્નિંગ પોઈન્ટ પરિવર્તન બિંદુ આવ્યું. આવો ટર્નીંગ પોઈન્ટ જીવમાં આવે પણ જીવને પોતાનો નિર્ધાર સવળો કરવો પડે. સપુરુષો કહે છે, અમારા બે કામ છે પહેલું કામ મતાર્થીને મુમુક્ષુ બનાવવો. પુરુષ મળ્યા પછી તમે શું કરશો? બે હાથ જોડી તમે બેસી રહેશો, પ્રવચન સાંભળશો. ડોલવા લાગશો, આનંદ આવશે, બહુ સારું બોલે છે તેવું તમારું પ્રમાણપત્ર આપશો? સરસ કહે છે એવું પ્રમાણપત્ર આપીને કહેશો કે એ તો અમને ખબર હતી, એ તો અમે જાણતાં હતાં, પણ નવું કંઈ નથી, એમને સારું કહેતાં આવડે છે. થયું? સદ્ગુરુને ચૂક્યા ! એમની સાથે, એમની ચેતના સાથે તમારે સંબંધ નથી. બીજું કામ મુમુક્ષુને સમ્યગુદૃષ્ટિ બનાવવા, સમ્યગ્દષ્ટિને વીતરાગ બનાવવા. વીતરાગ બનશો તમે, સમ્યગદષ્ટિબનશો તમે, પુરુષાર્થ કરશો તમે, મહેનત કરશો તમે, પ્રચંડ પુરુષાર્થ પણ તમે જ કરશો. પણ સત્પુરુષ તે વખતે હાજર હશે, એમની હાજરીથી કામ થાય છે. સૂર્ય એમ નથી કહેતો કે તમે દરવાજા ઉઘાડો For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૬૪ પ્રવચન ક્રમાંક - ૭, ગાથા ક્રમાંક - ૬ અને બેઠા થાવ. સૂર્ય આકાશમાં આવે છે અને તમે બેઠા થાવ છો. ફૂલ નથી કહેતું કે તમે આવો પણ ફૂલની સુગંધ આવે છે અને તમે તેની પાસે જાવ છો. નદી નથી કહેતી કે તમે મારી પાસે આવો, પણ તમે તરસ્યા થાવ છો અને નદી પાસે જાઓ છો. - સત્પુરુષ સમ્યગ્દષ્ટિ બનાવીને વીતરાગ પુરુષ બનાવવાનું કામ કરે છે. મોહથી મુક્ત બનાવવાનું, અજ્ઞાનથી મુક્ત બનાવવાનું કામ સત્પુરુષ કરે છે. જ્ઞાની પુરુષને જગતનાં જીવો સાથે કોઈ વ્યક્તિગત સંબંધ નથી. તેઓ વિરક્ત છે. સબંધ હોય તો અંશે રાગ થાય, મમત્વ થાય. જ્ઞાની પુરુષની આજુબાજુમાં હજારો માણસો હોય તો પણ તેમને સંબંધ નથી અને સંબંધ જો બાંધે તો મતાર્થીને મુમુક્ષુ બનાવવા અને મુમુક્ષુને સમ્યગ્દષ્ટિ બનાવવા અને સમ્યગ્દષ્ટિને વીતરાગ બનાવવા બાંધે છે. આ એમનું અભિયાન છે. ઘડતરનું કામ તેમને કરવાનું છે. તમારી પ્રશંસા પ્રાપ્ત થાય કે વખાણ પ્રાપ્ત થાય અને તમે માન, મોટાઈ કે પ્રતિષ્ઠા આપો તે પોષવા માટે સત્પુરુષો તમારી સાથે સંબંધ રાખતાં નથી અને છેલ્લી વાત, તમારી કોઈ પણ ભૌતિક ઇચ્છા પૂરી કરવા પુરુષો સંબંધ રાખતાં નથી. આપણી ઘણી બધી માગણીઓ છે, આપણે તો માગતા જ આવ્યા છીએ. એક અર્થમાં આપણે માંગણ જ છીએ, ભગવાન પાસે માંગીએ, સદ્ગુરુ પાસે માંગીએ. સપુરુષ કહે છે કે જો વીતરાગતા પ્રાપ્ત કરવી હોય તો જ અમારી પાસે આવજો. ૨૨ મી ગાથા વચમાં છે આગળ જે વાત કરવાની છે તેને માટે પણ ચેતવણી ત્યાં આપશે અને હવે જે વાત કરવાની છે તેની ચેતવણી પણ ત્યાં આપશે. હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર, હોય મતાર્થી જીવ તે અવળો લે નિર્ધાર | ૨૨ .. “જે મોક્ષાર્થી જીવ હોય જેનું પ્રયોજન મોક્ષ છે, મુક્તિ છે, જેનું પ્રયોજન અજ્ઞાનમાંથી મુક્ત થવાનું છે એવો જીવ એ વિનય આદિ માર્ગનો વિચાર કરશે. આગળ ગાથા છે. જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. આ વિનયની ટોચની વાત થઈ ગઈ. જેમને કેવળજ્ઞાનની અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ હોય, પરિપૂર્ણ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ હોય અને આખી ચેતના પૂરેપૂરી ખીલી ગઈ હોય, જેઓ કૃતકૃત્ય બન્યા હોય, જેમને કંઈપણ કરવાનું બાકી રહેતું ન હોય અને જેમણે બધું જ કરી લીધું હોય, જેઓ મોહથી મુક્ત બન્યા હોય, અજ્ઞાનથી મુક્ત બન્યા હોય એવા વિતરાગ સર્વજ્ઞ ભગવાન (શિષ્ય) છબ0 ગુરુનો વિનય કરે છે. કોઈ કોઈ વખત એવી ઘટના ઘટે કે શિષ્ય સર્વજ્ઞ બને અને ગુરુ છદ્મસ્થ હોય ! આવી ઘટના આ ધરતી ઉપર ઘટી For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૬૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા છે. શિષ્ય આગળ જઈ શકે, તેને આગળ જવાનો પ્રતિબંધ નથી. જૈનદર્શનમાં તો જે પુરુષાર્થ કરશે તે આગળ ને આગળ જશે. ગુરુછધસ્થ રહ્યા છે. એક વાત જ્યાં સુધી તેમને ખબર ન પડે ત્યાં સુધી ભગવાન (શિષ્ય) વિનય કરે. તેમને હવે વિનય કરવાની કોઈ જરૂર નથી. તેઓ કૃતકૃત્ય થયા છે. તેઓ તમામ વ્યવસ્થા-આચારસંહિતા અને કર્મકાંડની બહાર છે. તમામ સીમાઓ અને મર્યાદાની બહાર છે. તેમણે કશું જ કરવાનું નથી, છતાં કહેતા નથી કે મહારાજ ! મને કેવળજ્ઞાન થયું છે. આપણને થોડી મુમુક્ષતા આવી ગઈ હોય તો જાહેર કરીએ છીએ કે અમે મુમુક્ષુ છીએ. આ વિનયનો માર્ગ જુઓ! ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન.” આમાં કોઈ કૃત્રિમતા નથી. તમામ પ્રકારની આચારસંહિતા ને નિયમોની બહાર હોવા છતાં, એક પ્રકારની અવસ્થા એવી આવે છે કે જ્યાં કોઈ નિયમ લાગુ પડતો નથી એવી અવસ્થા હોવા છતાં પોતાના મુખેથી અમે કેવળજ્ઞાની છીએ તેમ શિષ્ય જાહેર કરતાં નથી. પરમકૃપાળુ દેવને એમ કહેવું છે કે અમે આવી ઊંચી વાત કરીએ છીએ તે મુમુક્ષુ જીવ સમજી શકશે, બીજા સમજી નહિ શકે. તમને હજારો વિકલ્પો આવતા હશે કે કેમ સર્વજ્ઞ પરમાત્મા કહે નહિ કે અમને જ્ઞાન થયું છે. સર્વજ્ઞ થાય છતાં વિનય કરવો એમ લખી આપ્યું છે? શાસ્ત્રની આજ્ઞા છે ?' આવા કોઈ વિકલ્પો જ્ઞાની પુરુષ કરતાં નથી. હોય મુમુક્ષુ જીવ તે સમજે એહ વિચાર.” અને જો મતાર્થી હોય તો એવળો નિર્ધાર લે. અસદ્ગુરુ એ વિનયનો લાભ લહે જો કાંઈ. શાસ્ત્રોમાં ગુરુભક્તિની વાત કરી છે, વિનયની વાત કરી છે, આજ્ઞાપાલનની વાત કરી છે, આજ્ઞાંકિતતાની વાત કરી છે, શરણાગતિની વાત કરી છે પણ આ કહેનાર કોણ છે? અંદર કંઈ આકાંક્ષા છે? અંદર કોઈ ઇચ્છા છે? અંદર કોઈ વૃત્તિ કે મોહ છે? મમત્વ છે? કંઈ એને મેળવવું છે? પ્રાપ્ત કરવું છે? આવું જો કંઈ હોય તો આ કહેલા સત્યનો અને શાસ્ત્રમાં કહેલાં સિદ્ધાંતનો જો કોઈ વ્યક્તિગત લાભ લે તો એ મોહનીય કર્મનહિ પણ મહામોહનીય કર્મ બાંધે છે. “લાભ લહે એટલે કે પોતે વિનય શિષ્યાદિ પાસે કરાવે છે અથવા અસદ્ગુરુઓ પોતે સદ્ગુની બ્રાંતિ રાખીને વિનયમાર્ગનો ઉપયોગ કરે છે. આ ગાથાની વિશેષ ચર્ચા ૨૨મી ગાથા આવશે ત્યારે કરીશું. પણ આ ગાથામાં માસ્ટર કી છે. શાસ્ત્રોને જાણવાની, શાસ્ત્રોને ઓળખવાની અને સદ્દગુરુને ઓળખવાની આ માસ્ટર કી છે. મતાર્થી મુમુક્ષુ અને આત્માર્થી, ત્રણેને ઓળખવા પડશે. તેના લક્ષણો દ્વારા તેઓને ઓળખી શકાય. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, એ વાત આત્માર્થી માટે છે. જેને આત્માને જાણવો છે, જેને For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૭, ગાથા ક્રમાંક - ૬ આત્માને અનુભવવો છે, એના ઉપર કરુણા કરી, પરમકૃપાળુ દેવે ગુરુ શિષ્યના સંવાદથી ષપદની રચના કરી છે ‘‘ભાનું ષટ્કદ આંહી’’ આ છ પદની વાતનો હવે આરંભ કરીશું, હવે આજની ગાથા... ૬ વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન, તેમજ આતમજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. ૬ ટીકાઃ વૈરાગ્યત્યાગાદિ, જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિના હેતુ છે, અને જ્યાં આત્મજ્ઞાન ન હોય તો ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય, તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. વૈરાગ્ય ત્યાગ આદિ સાથે જો આત્મજ્ઞાન હોય તો સફળ છે. બે શબ્દો આવ્યા. જો અને તો, જો શબ્દની રચના સાથે તો શબ્દ આવે જ. જો આત્મજ્ઞાન હોય તો વૈરાગ્ય વિ. સફળ અથવા જો આત્મજ્ઞાન ન હોય તો આત્મજ્ઞાનના અર્થે કરવામાં આવતા હોય તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ બની શકે છે. દુનિયાભરના ધર્મો મોટાભાગે સદ્ધર્મની અને સદ્ગુરુની વાત કરે છે. સક્રિયાની વાત કરે છે. અને મોટાભાગના ધર્મો સદ્ગુણની વૃદ્ધિ એ જ ધર્મ છે ને એવા ધર્મની ભલામણ કરે છે. માનવીય સદ્ગુણો તે ‘‘સદ્ગુરુનો સત્કાર, માતાપિતાની સેવા, ન્યાય સંપન્ન વૈભવ’’; ‘‘અહિંસા, સત્ય, સદાચાર’’ આ ધાર્મિક સદ્ગુણો અને ‘‘વૈરાગ્ય, ત્યાગ, પ્રેમ, સદ્ભાવના, તિતિક્ષા, તત્ત્વનો સદ્વિચાર’’ -આ આધ્યાત્મિક સદ્ગુણો. આવા માનવીય સદ્ગુણો, ધાર્મિક સદ્ગુણો સુધી મોટાભાગના ધર્મો પહોંચ્યા છે. અહીં એમ કહે છે કે તમે સદ્ગુણોની વૃદ્ધિ કરી તે સારી વાત, ધાર્મિક પ્રવૃત્તિ કરો તે સારી વાત, આધ્યાત્મિક ગુણો કેળવ્યા તે સારી વાત, પણ એ વાત સમજી લેજો કે આ તમારા સદ્ગુણો, તમારી ધાર્મિક સાધના, આ તમારા વ્રતો અને અનુષ્ઠાનો સફળ ક્યારે થશે ? વૈરાગ્ય, ત્યાગ, કરુણા, દયા, અંતરંગ વૃત્તિવાળી ક્રિયા તો જ સફળ થાય કે જો સાથે આત્મજ્ઞાન હોય તો. બીજી વાત અહિંસા આદિ ગુણો હોય, નીતિમત્તાદિ ગુણો હોય, વૈરાગ્ય આદિ ગુણો હોય પણ આત્મજ્ઞાન ન હોય તો વૈરાગ્ય ત્યાગ આદિ ગુણો સફળ થાય નહિ કારણ કે વૈરાગ્ય ત્યાગ એ અંતિમ પ્રાપ્તવ્ય નથી. એ હેતુ છે, માર્ગ છે. એ સીધો હેતુ નથી પણ પ્રાપ્તિ માટેનો ઉપાય છે. શું મેળવવું છે ? શું પ્રાપ્ત કરવું છે ? માત્ર અનુભવ કરવો છે, આત્મજ્ઞાન થાય અને અનુભવ થાય એના માટે આ સમગ્ર જીવનની પ્રક્રિયા છે. તો વૈરાગ્ય હોય, ત્યાગ હોય, કરુણા હોય, અંતરંગ ક્રિયા હોય, વૃત્તિઓનો નિરોધ કરવા માટેના વ્રતો હોય પણ યાદ રાખજો કે સાથે આત્મજ્ઞાન હોય તો એ સફળ, પણ ધારો કે આત્મજ્ઞાન નથી, એવી અવસ્થા પ્રાપ્ત થઈ નથી તો બીજો વિકલ્પ, બીજું For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા સૂત્ર, આત્મજ્ઞાનની પ્રાપ્તિના એ હેતુ બની જાય તો પણ તે સફળ છે. આત્મજ્ઞાન માત્ર વાંચવાથી પ્રાપ્ત નહિ થાય, આત્મજ્ઞાન માત્ર તત્ત્વચર્ચાથી પ્રાપ્ત નહિ થાય, આત્મજ્ઞાન માત્ર ગ્રંથો કંઠસ્થ કરવાથી કે પારાયણ કરવાથી નહિ થાય. આત્મજ્ઞાન માટે વૈરાગ્ય, ત્યાગ અને અંતરંગ અવસ્થા પણ જોઈશે. આપણે શાસ્ત્રો વાંચતા હોઈએ તો સારું લાગે છે, સમય પસાર થાય છે, સમય સારો જાય છે અને વાંચવાની મજા આવે છે. શાસ્ત્રો મજા માટે છે? ના. શાસ્ત્રો ચિંતન માટે છે. શાસ્ત્રો પરિવર્તનની અવસ્થા માટે છે. શાસ્ત્રો ઘટના માટે છે. તો અંતરની અવસ્થામાં ત્યાગ હોય, વૈરાગ્ય હોય સંસારના પદાર્થો પ્રત્યે મમત્વ ન હોય અને આત્મજ્ઞાન હોય તો સફળ છે. સફળ છે એટલે ? આત્મજ્ઞાન હોય તો વૈરાગ્ય સફળ છે, આત્મજ્ઞાન હોય તો ત્યાગ સફળ છે. આત્મજ્ઞાન હોય તો કરુણા સફળ છે. સફળ છે એટલે ફળ સહિત, પરિણામ સહિત છે. શું ફળ જોઈએ છે? કયું પરિણામ જોઈએ છે? તો પરમકૃપાળુ દેવ કહે છે કે ભવનું મૂળ છેદે તેવું પરિણામ જોઈએ છે. સંસારનું મૂળ છેદી નાખવું છે. જગતમાં વૃક્ષોને કાપવામાં આવે છે શોભા થાય, સારા દેખાય, સુંદર દેખાય એટલા માટે. અહીં એમ કહે છે કે સંસારનું કટીંગ કરવાનું નથી, તેનું મૂળ જ ઉખેડી નાખવાનું છે. આમ આ જ્ઞાની પુરુષોને કહેવું છે. આત્મજ્ઞાન થયા સિવાય ભવનું મૂળ છેદી શકાતું નથી. આનો અર્થ એવો થયો કે, સદ્ગણોની વૃદ્ધિ થઈ આનંદની વાત, નીતિ, ન્યાય, સદાચાર, અહિંસા, સત્ય, અપરિગ્રહ સગુણોનો વિકાસ થયો, તમે શુભ પ્રવૃત્તિ કરો છો આનંદની વાત અને સાથે વૃત્તિઓનું નિરાકરણ થાય તે આનંદની વાત પણ અમારે એ જાણવું છે કે સાથે આત્મજ્ઞાન છે? આત્મજ્ઞાન નથી, કંઈ વાંધો નહિ, પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં હેતુ માટે અમે આ કરીએ છીએ તો લક્ષ બદલાઈ જાય છે, હેતુ બદલાઈ જાય છે. તમામ પ્રવૃત્તિ એક માત્ર આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે જ કરવાની છે. જીવમાં પ્રથમ આ ગુણો જેવા કે ત્યાગની, વૈરાગ્યની, કરુણાની શું જરૂર છે? જરૂર એટલા માટે છે કે એ ગુણો જો આવે તો સદ્ગુરુનો ઉપદેશ પરિણમે. સદૂગુરુનો ઉપદેશ એક વાત અને સદ્ગુરુનો ઉપદેશ અંદર પરિણમવો બીજી વાત. દૂધ પીવો તો દૂધ પચાવવું પડે, તમે મીઠાઈ ખાધી તો અંદરમાં એણે કામ કર્યું? અંદર લોહી બન્યું? ફેરફાર થયો? જ્ઞાન પ્રાપ્ત કરવું એક વાત અને જ્ઞાન પરિણમવું બીજી વાત. આ બંને વચ્ચેનો ભેદ સમજી લેજો. ઢગલાબંધ જ્ઞાન હશે, પણ જ્ઞાન જો પરિણમ્યું નહિ હોય તો નહીં બચાવે. તરસ લાગી હોય અને દરિયાકાંઠે ઊભો હોય, અફાટ પાણી દરિયામાં ભરેલું છે પણ જે તૃષાતુર છે, જેને તરસ લાગી છે તેને એક પ્યાલો પાણી પણ દરિયાનું કામ નહિ લાગે. કારણ? For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પ્રવચન ક્રમાંક - ૭, ગાથા ક્રમાંક - ૬ પાણી ખારું છે. ત્યાં તો એક લોટા જેટલું માટીના મટકામાં જે મીઠું પાણી ભરેલ હશે તે જ પાણી પીવાના કામમાં લાગશે. ઢગલાબંધ શાસ્ત્રો વાંચ્યા હશે એ તમને નહિ બચાવે પણ પરિણમેલું જ્ઞાન તમને બચાવશે. શ્રીપાળ મહારાજા પરદેશમાં જાય છે ત્યારે મયણાસુંદરી એમ કહે છે કે, “સ્વામીનાથ! આપ પરદેશ જાઓ છો. વિદેશની યાત્રાએ જાઓ છો, તમારી યાત્રા સફળ થાય, શુભ મવતુ, વન્યા ભવતુ પણ મારી વિનંતિ છે કે તમારામાં તાકાત અને બળ છે, સામર્થ્ય છે, સત્તા મેળવશો, સંપત્તિ મેળવશો, વૈભવ મેળવશો, દુનિયાભરનું ધન તમે પ્રાપ્ત કરી શકશો, પણ એક વાત યાદ રાખજો કે, એ બધું ક્ષણભંગુર છે.” કઈ પત્ની પોતાના પતિને આવું કહેશે? તે તો કહેશે કે ““શું બેઠા છો? જુઓ, સામે આખો બંગલો થઈ ગયો અને તમારે આવું ને આવું રહ્યું.” આવું અનેક પ્રકારનું માનસિક દબાણ કર્યા જ કરે છે. મયણાસુંદરી બીજી મહત્ત્વની વાત કરે છે કે, “મને ભૂલજો, પણ સ્વામીનાથ ! વીતરાગ પરમાત્માના માર્ગને કદી ભૂલશો નહિ. તમારું કલ્યાણ અને ઉન્નતિ એ માર્ગથી છે.' આ મયણાસુંદરીનું જ્ઞાન પરિણમેલું છે. ઘણાં લોકો કહેતાં હોય છે કે, મારે “આત્મસિદ્ધિ મોઢે, “હે પ્રભુ! હે પ્રભુ' મોઢે. “ઇચ્છે છે જે જોગીજન”, મોઢે. આ પત્રો બધા મોઢે. બાપુ ! ધન્યવાદ. પણ પરિણમેલું કેટલું? કામ કેટલું આવે છે? ક્રોધનો પ્રસંગ હોય તો ક્રોધ કરતાં રોકે? અહંકારનો પ્રસંગ હોય તો અહંકાર કરતાં રોકે? અને દુનિયાનું પ્રલોભન થતું હોય તો તે તરફ ઢળતા રોકે? સુંદર પુરુષ અને સ્ત્રીને જોતાં કામની વૃત્તિથી રોકે? અને કોઈ નિંદા કરે તો અંદરથી ધૃણા કરતાં રોકે અને કોઈ પ્રશંસા કરતાં હોય તો ફુલાઈને ફાળકો થતાં રોકે? જો એ રોકાતું હોય તો એ જ્ઞાન અંદર પરિણમ્યું કહેવાય. જો સજાવેલી તલવાર દુશ્મનો આવે ત્યારે કામમાં ન આવે, એ તલવારને પૂજીને કરવાનું શું? તેમ જે જ્ઞાન રોજની જિંદગીમાં કામમાં ન આવે તો કામનું શું? જ્ઞાન કોઈ ચર્ચાનો વિષય નથી. લોકો તો માને છે કે બે કલાક સ્વાધ્યાય થયો એટલે બહુ મોટું કામ થઈ ગયું. સ્વાધ્યાય કરીને ઊભો થાય અને થોડું પાણી ઠંડુ ન હોય તો પિત્તો જાય. અરે ભલા માણસ! તે સ્વાધ્યાય કર્યો અને ઠંડા પાણી માટે પિત્તો ગયો, એ કેમ ચાલે? ત્યાગથી, વૈરાગ્યથી, કરુણાથી અંદર એક મહત્ત્વની ઘટના ઘટે છે. અંતઃકરણ ઉજ્જવળ થાય છે. અંતઃકરણ સાંખ્ય દર્શનનો અને વેદાંતનો શબ્દ છે. જૈન પરંપરામાં તો મન અથવા ચિત્ત એ શબ્દ છે. સાધનામાં મન ઉજ્જવળ હોય, ચિત્ત શુદ્ધ હોય એ અનિવાર્ય છે, કારણ કે શુદ્ધ મન વિના સદ્દગુરુનો ઉપદેશ પરિણામ પામતો નથી. આટઆટલા વર્ષો સતત For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૬૯. આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા જ્ઞાની પુરુષો પાસે શ્રવણ કરવાં છતાં કેમ કંઈ ફેરફાર થતો નથી? કેમ કોઈ પરિવર્તન આવતું નથી? કેમ કોઈ ઘટના ઘટતી નથી? કોઈ વખત તમને આ વિચાર આવતો હોય તો સમજવું કે ઉજ્જવળ અંત:કરણ આપણી પાસે નથી. જે દર્પણમાં મોઢું જોવું છે તે દર્પણ ચોખું જોઈશે, જે કપડાં પહેરવાં છે તે ડાઘ વગરના જોઈશે, જે ચાદર ઓઢવી છે તે મેલી ન હોવી જોઈએ, તેમ જે અંતઃકરણથી કામ લેવું છે તે અંતઃકરણ નિર્મળ જોઈશે. ત્યાગ અંત:કરણને નિર્મળ કરે છે, વૈરાગ્ય અંત:કરણને નિર્મળ કરે છે. કરુણા, વૃત્તિ જીતવાની ક્રિયા અંતઃકરણને નિર્મળ કરે છે. અધ્યાત્મસારમાં ઉપા. યશોવિજયજી મહારાજે કહ્યું છે કે “શાંતે મનસિ જ્યોતિઃ પ્રવાશો અંતઃકરણ, મન શુદ્ધ થાય એટલે શાંત થાય. શાંત મનમાં એ જ્યોતિ પ્રગટ થાય છે, અને સદ્ગુરુનો ઉપદેશ પરિણામ પામે છે, માટે અમારે એમ કહેવું છે કે વૈરાગ્ય, ત્યાગ જો આત્મજ્ઞાન હોય તો સફળ અથવા આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધનો છે તેમ જો સમજે તો સફળ. ત્રીજી બહુ અભુત વાત, પરમકૃપાળુદેવે કરી છે. જે માત્ર ક્રિયાકાંડ કરે છે, તેને એમ કહ્યું, ભાઈ ! તું વ્રતો અને અનુષ્ઠાન કરે છે, તે માત્ર આત્મજ્ઞાનની પ્રાપ્તિનો હેતુ નથી. બાહ્ય કર્મકાંડમાં આપણું શરીર રોકાય. સ્વાધ્યાય કરતાં હો, પ્રાર્થના કરતાં હો, ભક્તિ કરતાં હો, સામાયિક, પ્રતિક્રમણ કરતાં હો તો માત્ર શરીર રોકાય. તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિનો હેતુ નથી. શું કહેવા માગે છે? તમે ન કરશો તેમ જ્ઞાની પુરુષો કહેતાં નથી, પણ તમે તો તમને જે ગમે તેવો અર્થ કાઢો છો. તમારી પાસે એક ફરમો છે. તેમાંથી જ અર્થ કાઢો. જ્ઞાની પુરુષ કહે છે માત્ર કાયા રોકવી તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનો હેતુ નથી, તો આત્મજ્ઞાનની પ્રાપ્તિનો હેતુ વૈરાગ્ય, ત્યાગ, કરુણા આદિ ગુણો છે, માટે તમે જે ક્રિયાને અવગાહો, કરો, પણ તે ક્રિયામાં અટકીને ઊભા રહેવું નથી. આગળ ગાથામાં આવશે. ત્યાગ વૈરાગ્યમાં અટકીને ઊભા રહ્યા તો વિકાસ ગયો. અહીંથી (મુંબઈથી) અમદાવાદ જવું હોય અને વલસાડ અટકી ગયા, અરે વલસાડ જવા દો ને વડોદરા અટકી ગયા, તો પણ અમદાવાદ તમે જઈ શકતાં નથી. વચમાં ક્યાંય પણ તમે અટકતા નથી. કારણ અમદાવાદ પહોંચવું છે, તેમ આત્મજ્ઞાન પામવું છે. આત્મજ્ઞાન વિના ભવનું મૂળ છેદી શકાતું નથી. જે ક્રિયાજડ છે એને એમ કહ્યું કે ભાઈ ! તારા વ્રતો, અનુષ્ઠાનો, ક્રિયાઓ આદિ જો સફળ કરવાં હોય તો વૈરાગ્ય અને ત્યાગ આદિ ગુણો જોઈશે અને તે પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવો પડશે. ક્રિયાનો નિષેધ નથી કરતાં, ના નથી પાડતાં અને તેમાં કાયકલેશ કરો છો પણ કષાય આદિ ક્ષીણ થતાં નથી, તેથી મોક્ષ મળશે એવો દુરાગ્રહ તમે રાખશો For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૭૦ પ્રવચન ક્રમાંક - ૭, ગાથા ક્રમાંક - ૬ નહિ, આવી ભલામણ ક્રિયાજડને કરી, ચેતવણી આપી, આ તેમની કરુણા છે. જે શુષ્કજ્ઞાની છે તેને લાગે છે કે અમે આત્માને જાણ્યો, હવે અમારે ત્યાગની કે વૈરાગ્યની જરૂર નથી. પદ્મવિજયજી મહારાજે તપપદની પૂજામાં કહ્યું છે કે, ખાવત પીવત મોક્ષ જે માને, તે શિરદાર બહુ જટમાં, તપ કરીયે સમતા રાખી ઘટમાં. ઉપા. યશોવિજયજી મહારાજે સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં કહ્યું છે કે “કોઈ કહે મુક્તિ છે વીણતાં ચીંથરા’, વીણતાં ચીંથરા એ શબ્દ પડિલેહણની ક્રિયા માટે વાપર્યો છે. જૈન મુનિઓ બે વખત પડિલેહણની ક્રિયા કરતાં હોય છે. આ ઉપાધ્યાયજી જૈન મુનિ છે, શાસ્ત્રોના જ્ઞાતા છે, તેઓ એમ કહે છે કે કોઈ કહે ‘‘મુક્તિ છે વીણતાં ચીંથરા.’’ આ ક્રિયા જડ માટે કહ્યું છે. અને ‘કોઈ કહે મુક્તિ છે, જીમતાં દહીથરા.' આ વાત શુષ્કજ્ઞાની માટે કહી. આત્માની વાત કરો અને દહીથરા ખાધા કરો તો મોક્ષ મળશે, બીજું કંઈપણ કરવાની જરૂર નથી. આમ જ્ઞાની બન્નેની આંખ ઉઘાડે છે. શુષ્કજ્ઞાની ત્યાગ રહિત હોય, વૈરાગ્યરહિત હોય, વાચાજ્ઞાની હોય, એને કહે ભાઈ ! વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિના સાધન છે, કારણ વગર કાર્ય ન બને. તમે વૈરાગ્યાદિ પામ્યા નથી તો આત્મજ્ઞાન કેમ પામી શકશો ? માટે તટસ્થપણે, નિષ્પક્ષપાતપણે તમે અવલોકન કરો. વિચારો જેથી તમને પણ ખ્યાલ આવે. આત્મજ્ઞાન થયા પહેલાં આ ચાર ગુણો મુમુક્ષુમાં જોઈએ. (૧) સંસાર પ્રત્યે સંપૂર્ણ ઉદાસીનતા, કંટાળો શબ્દ નથી વાપર્યો. ઉદાસીનતાનો અર્થ જાણીને, સમજીને, વિચારીને અને સમ્યક્ પ્રકારે નિર્ણય કરી સંસારથી વૃત્તિ પાછી વાળવી તેને કહેવાય છે ઉદાસીનતા. આપણે તો કોઈપણ માણસનું મોઢું પડેલું હોય તો પૂછીએ છીએ કે કેમ તમે ઉદાસીન થયા છો ? પડેલું કે ચડેલું મોઢું એ ઉદાસીનતા નથી. છ ખંડનો માલિક ચક્રવર્તી હોય, આખી ધરતી તેની સત્તાતળે હોય, બધી સત્તા હાથમાં હોય, પણ એણે જાણ્યું છે કે તેનો સ્વભાવ અને તેની અવસ્થા કેવી છે ? કોઈ કવિએ કહ્યું છે કે, એક દિન જાના હૈ, ઔર મિટ્ટીમેં મિલ જાના હૈ, ‘મિટ્ટી કહે કુમ્હારકો તું ક્યું રોં દે મોય, એક દિન એસો આયેગો મૈં રોદુંગી તોય.’ આ જ્ઞાનીએ જાણી લીધું છે. વસ્તુઓ તો છે, પદાર્થો તો છે, પણ તેનાથી તે ઉદાસીન છે, એ ઉ૫૨ ઊઠ્યો છે. ઉદાસીન એટલે ઉપર ઊઠવું. પદાર્થોથી ઉપર ઊઠવું, વસ્તુઓથી અને સંયોગોથી ઉપર ઊઠવું, વ્યક્તિઓથી ઉપર ઊઠવું, પરિસ્થિતિઓથી ઉપર ઊઠવું, આને કહેવાય છે ઉદાસીનતા. ઉદાસીનતા તો ખુમારી છે, ઉદાસીનતા તો મસ્તી છે, ઉદાસીનતા જીવનનું સંગીત છે. ઉદાસીનતા મધુર હાલરડું છે, ઉદાસીનતા જીવનનો For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અલૌકિક આનંદ છે અને ઉદાસીનતા એક મહેફીલ છે. ઉતરેલું મોટું અને ધીમો અવાજ એ ઉદાસીનતાનું લક્ષણ નથી. ઘણાં લોકો ધીમા અવાજે બોલે છે ને? ગળું બેસી ગયું હોય અને પૂછીએ કે કેમ? તો કહે ઉદાસીનતા આવી ગઈ છે. ઘરમાં જાય તો છોકરા સાથે વાત ન કરે. છોકરો કહેશે કેમ આમ પપ્પા? તો કહેશે બેટા ! ઉદાસીનતા આવી ગઈ છે. ઉદાસીનતા તો જીવનનો આહ્વાદ અને મસ્તી છે. આ એક ચેતનાની અવસ્થા છે. (૨) દેહની મૂછનું અલ્પત્વ એ બીજો ગુણ. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે સંસારમાં, દુનિયામાં તમામ દુઃખોનું મૂળ કોઈપણ જો હોય તો આ શરીર છે. જન્મ્યા એટલે શરીર મળે, પછી રોગ આવે, જન્મ થયો તો વૃદ્ધાવસ્થા આવશે, જન્મ થયો તો સંયોગો આવશે. જન્મ થયો તો વિયોગ થશે. જન્મ થયો તો પદાર્થો મળશે. જન્મ થયો તો પદાર્થો છૂટશે. જન્મ થયો તો કોઈ તમને ગમશે, જન્મ થયો તો કોઈ નહિ ગમે. જન્મ થયો તો કોઈ ઉપર વહાલ ઉભરાશે અને જન્મ થયો તો કોઈ ઉપર દ્વેષ થશે. વિયોગ થયો, કારણ જન્મ્યા માટે ને? લોકો કહે છે, “અરેરે અધવચ્ચે છોડીને ગયા.” તો ક્યારે છોડીને જાય? અધવચ્ચે જ છોડીને જાય ને? ઘટના તો એમ જ ઘટવાની છે. અધવચ્ચે છોડીને જ જવાનું છે. શું થાય? શરીર છે તો તમામ દુઃખો છે. બીજી આશ્ચર્યની વાત, આ જીવને સૌથી વધારે મૂછ જો હોય તો આ દેહને કારણે. ઉમાસ્વાતી ભગવાને તત્ત્વાર્થસૂત્રની કારિકામાં એક કડી આપી છે. . दु:खनिमित्तमपीदं तेन सुलब्धं भवति जन्म। ભાઈ! આ શરીર તો દુ:ખમાં નિમિત્ત થશે, દુઃખી થવું ન થવું તે તમારી સ્વતંત્રતા છે. જેમ શરીર દુઃખમાં નિમિત્ત છે એમ સમ્યક્દર્શન આદિ પ્રાપ્ત કરવામાં પણ આ શરીર નિમિત્ત બની શકે છે. દુ:ખમાં નિમિત્ત બનાવવું ન હોય તો સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન, અને સમ્યક્રચારિત્ર્ય એની પ્રાપ્તિમાં નિમિત્ત બનાવો. જ્ઞાની પુરુષ કહે છે કે દેહની મૂર્છા ઘટ્યા સિવાય વ્રતની, તપની, જાપની, સ્વાધ્યાયની, ધ્યાનની કોઈ સાધના નહિ થાય. લોકો એમ કહે છે કે શિયાળો જાય, ઠંડી ઓછી થાય પછી આપણે ધ્યાનમાં બેસવું છે. પછી ઉનાળો આવ્યો, તો કહેશે અહાહા ! આ તો શેકાઈ જઈએ છીએ. વરસાદ વરસે પછી ધ્યાન કરશું. વરસાદ વરસે પછી કહે કે વરસાદમાં પલળી જઈએ છીએ તો ધ્યાન કેવી રીતે થાય? ઉનાળામાં નહિ, શિયાળામાં નહિ, ચોમાસામાં નહિ તો પછી ધ્યાન ક્યારે થાય? કઈ ઋતુમાં તું ધ્યાન કરીશ? આ દેહની મૂછ. દેહનો તિરસ્કાર કરવાનો નથી, દેહ પ્રત્યે નફરત કરવાની નથી, દેહને તોડી નાખવાની વાત નથી, પણ દેહ પ્રત્યેની મૂછ ઉઠાવી લેવાની છે. જો ધનની મૂછ જશે તો દાન આપી શકશો અને દેહની મૂછ જશે તો ધ્યાન કરી શકશો, સાધના કરી શકશો. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પ્રવચન ક્રમાંક - ૭, ગાથા ક્રમાંક - ૬ (૩) ત્રીજી વાત-ભોગમાં અનાસક્તિ અર્થાત્ ભાગમાં આસક્ત ન બનવું. ભોગોમાં ગળાડૂબ ડૂબેલા ન રહેવું, એ પણ એક મહત્ત્વની અવસ્થા છે. શાલિભદ્રને વૈરાગ થયો. તેમને ૩૨ સ્ત્રીઓ હતી. તેમણે નિયમ કર્યો હતો કે રોજ એકેક સ્ત્રીનો ત્યાગ કરવો. તેમના બનેવી ધન્નાજીએ આ વાત સાંભળી. તેઓ આઠ સ્ત્રીઓનો ત્યાગ કરી શાલિભદ્ર પાસે આવ્યા ને કહ્યું કે શાલિભદ્ર ત્યાગ આમ ન થાય. છોડવું હોય તો એકી સાથે છોડો. ઘટના એવી ઘટી કે તેઓ બન્ને એકી સાથે બધું છોડી નીકળી ગયા. આ કેમ ઘટ્યું? તેઓ ભોગમાં અનાસક્ત હતા. (૪) ચોથી અને છેલ્લી વાત, માનાદિનું પાતળાપણું. ક્રોધ, માન, માયા, લોભ આદિનું પાતળાપણું. પાતળાપણું એટલે તેનું બળ ઘટી જવું જોઈએ. કહેવત છે કે વીંછીનું જોર એના ડંખમાં, સાપનું જોર એની દાઢમાં, ક્ષત્રિયનું જોર એની તલવારમાં અને વાણિયાનું જોર એની કલમમાં, આની તમને ખબર છે. એમ મોહનું જોર કષાય છે. જો મોહ નબળો પડી જાય તો કષાય પાતળા પડી જાય. ચાર બાબતો (૧) સંસાર પ્રત્યે ઉદાસીનતા (૨) દેહની મૂછનું અલ્પત (૩) ભોગમાં અનાસક્તિ અને (૪) માનાદિનું પાતળાપણું, આ માનાદિનું પાતળાપણું બહુ આકરું પડે. જુઓ, મહારાજ પાસે ગયા, તેમણે આવો એમ પણ ન કહ્યું, સામું પણ ન જોયું, “બેસ' તેમ પણ ન કહ્યું. યાદ રાખજો, પુરુષો કે જ્ઞાની પુરુષો તમારી સામે ન જુએ તોપણ તમે તો કેડો મૂકશો નહિ, કારણ કે એમનું ધ્યેય છે કે તમને મુમુક્ષુ બનાવવા છે, તમને મુમુક્ષુમાંથી સમ્યગ્દષ્ટિ બનાવવા છે, સમ્યગ્દષ્ટિમાંથી વીતરાગ બનાવવાં છે. આવી કડવી ફરજ એમને અદા કરવી છે. બાળક ચાલતું હોય અને બાળક પડી જાય તો તે ઊભું થઈ શકે નહિ. મા સાંભળે છે, જોવે છે કે બાળક રડે છે, પણ કહેશે કંઈ વાંધો નહિ. એને બાળકને ચાલતાં શીખવાડવું છે. સત્પુરુષને તમને વીતરાગતામાં લઈ જવા છે. માટે તમે આવી બધી અપેક્ષા ન રાખશો કે “અમને કેમ બોલાવતા નથી? કેમ માન નથી આપતા? અમને આશીર્વાદ આપીને સુખી થાવ, તમારી લીલી વાડી થાય, તેવું કેમ કહેતા નથી?' આ તમારે જોઈએ છે પણ આવું જ્ઞાની પુરુષો કહેતા નથી. આત્મજ્ઞાન પામતાં પહેલાં પણ તે ગુણો જોઈએ, અને આત્મજ્ઞાન પામ્યા પછી તે ગુણો દઢ થાય છે, કારણ તમામનું મૂળ આત્મજ્ઞાન એમને પ્રાપ્ત થયું છે, શુષ્કજ્ઞાનીને નહિ. જ્ઞાની પુરુષ કહે છે કે તમે માનો છો “અમને આત્મજ્ઞાન છે પણ અંદરમાં ભોગની કામનાનો અગ્નિ બળ્યા કરે છે. પૂજા, સત્કાર, સન્માન, લોકો માને, પૂજે, એવી કામના અંદર સ્કુરાયમાન થાય છે, અને એના કારણે ઓછું વધતું જો થાય તો આકુળતા વ્યાકુળતા પણ થાય છે. આ બધું તમારા ખ્યાલમાં કેમ નથી આવતું? માટે તમારે પણ ત્યાગ, વૈરાગ્યની For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા જરૂર છે. માત્ર જ્ઞાની કહેરાવવું એથી કામ પૂરું નહિ થાય.’ એક જ ગાથામાં મહત્ત્વની વાતો પરમકૃપાળુ દેવે કરી. વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન, તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તણા નિદાન. તેમજ ત્યાગ વૈરાગ્યાદિ ઉત્તમ સાધનોથી આત્મજ્ઞાનની સન્મુખતા થાય અને સન્મુખતા જો થાય તો જીવનમાં આવી અવસ્થા પ્રાપ્ત થાય. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only ૭૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૮, ગાથા ક્રમાંક - ૭ પ્રવચન ક્રમાંક - ૮ ગાથા ક્રમાંક - ૭ આત્મજ્ઞાનનું કારણ-ત્યાગ વૈરાગ્ય. ત્યાગ વિરાગ નચિત્તમાં થાય તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. (૭) ટીકા જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ સાધનો ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય; અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પોતાનું ભાન ભૂલે, અર્થાતુ અજ્ઞાનપૂર્વક ત્યાગ વૈરાગ્યાદિ હોવાથી તે પૂજા સત્કારાદિથી પરાભવ પામે, અને આત્માર્થ ચૂકી જાય. જેમ સંસારમાં સમસ્યાઓ હોય છે, જેમ જીવનમાં સમસ્યાઓ હોય છે, જેમ સંપ્રદાયોમાં સમસ્યાઓ હોય છે, જેમ ધર્મમાં સમસ્યાઓ હોય છે તેમ આધ્યાત્મિકતામાં પણ સમસ્યાઓ હોય છે, અને એ સમસ્યાઓ ઉકેલાવી જોઈએ, ત્યાર પછી જ સાધક સ્વસ્થપણે સાધનાનો પ્રારંભ કરી શકશે. માટે શાસ્ત્રોને અત્યંત મહત્ત્વની વાત કરવી છે પરંતુ એ વાતને યથાર્થપણે સમજતાં પહેલાં થોડી ભૂમિકા સમજી લઈએ. ત્યાગ વિરાગ નચિત્તમાં, થાય ન તેને જ્ઞાન, ત્યાગ અને વૈરાગ્ય જેના ચિત્તમાં નથી તેને જ્ઞાન થતું નથી. જ્ઞાન થતું નથી એટલે? આત્મજ્ઞાન થતું નથી. જ્ઞાન શબ્દનો અર્થ ભૌતિકજ્ઞાન નહિ, વિજ્ઞાન નહિ પણ આત્મજ્ઞાન. જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય આદિ સાધનો ઉત્પન્ન થયા ન હોય તેને જ્ઞાન ન થાય એટલે આત્મજ્ઞાન ન થાય, સ્વરૂપ જ્ઞાન ન થાય, અસ્તિત્વનું જ્ઞાન ન થાય, સ્વનું જ્ઞાન ન થાય, નિજનું જ્ઞાન ન થાય અને જો ત્યાગ વૈરાગ્યમાં જે અટકી જાય, રોકાઈ જાય એટલે આત્મજ્ઞાનની આકાંક્ષા ન હોય, આત્મજ્ઞાનનું લક્ષ ન હોય. આશ્ચર્યની વાત છે કે ત્યાગ છે વૈરાગ્ય છે અને આ બધું હોવા છતાં તેને આત્માનું લક્ષ નથી અને જો આત્માનું લક્ષ ન હોય For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૭૫ તો ને આત્મપ્રાપ્તિનો હેતુ ન હોય તો ક૨શે શું ? આત્મજ્ઞાન આત્માનુભૂતિનું લક્ષ નથી માટે અજ્ઞાન છે અને અજ્ઞાન હોય તો માનમાં અટકે, પ્રશંસામાં અટકે, લોકસંજ્ઞામાં અને લોકેષણામાં અટકે, મનાવવા અને પૂજાવવાની વૃત્તિમાં અટકે. બાહ્ય વૈભવમાં અને બાહ્ય માન્યતાઓમાં અટકે. અજ્ઞાન શું નથી કરતું ? અજ્ઞાન જો હોય તો અજ્ઞાનનો મોટો પરિવા છે એટલા માટે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે ‘અજ્ઞાનં ખલુ કષ્ટ', સૌથી મોટું કષ્ટ જો કંઈ હોય તો તે અજ્ઞાન છે. પ્રાથમિક એક વાત સમજી લઈએ. જ્ઞાન પ્રાપ્તિનું સાધન માત્ર બુદ્ધિ નથી, જ્ઞાન પ્રાપ્તિનું સાધન માત્ર વાંચન, ચર્ચા કે વાદવિવાદ નથી. માત્ર એટલે એટલું જ કારણ નથી, પણ ‘‘આત્મા વારે શ્રોતવ્યો, મંતવ્યો, નિવિધ્યાસિતવ્યો’’ જે આત્મતત્ત્વ છે તેનું શ્રવણ થાય, મનન થાય અને નિદિધ્યાસન થાય તે પણ છે. આ ત્રણે ત્રણ પ્રક્રિયાઓ જો કરવી હોય તો એ માટે સાધક પાસે શુદ્ધ અંતઃકરણની મૂડી જોઈશે. સ્વચ્છ જળમાં જેમ પ્રતિબિંબ પડે તેમ શુદ્ધ-સ્વચ્છ અંતઃકરણમાં, આત્મજ્ઞાનનું પ્રતિબિંબ પડે. તમને ક્યારેય થાય છે કે ઘણું સાંભળીએ છીએ, વર્ષો સુધી સાંભળીએ છીએ પણ અંદ૨માં કાંઈ ઘટતું નથી, પરિવર્તન થતું નથી, પ્રકૃતિ અને વૃત્તિ તો બદલાતી નથી, કર્મ બદલાતું નથી, અવસ્થા એની એ ૨હે છે. તેની પીડા જો જીવનમાં થાય તો તેનું કારણ અંતઃકરણની શુદ્ધિ નથી. અંતઃકરણની શુદ્ધિ ત્યાગ અને વૈરાગ્યથી થાય છે. આ જુદો વિભાગ છે, આ જુદો રસ્તો છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણી સમજ એવી છે કે, તીવ્ર બુદ્ધિમત્તા હોય, ઘણાં શાસ્ત્રો, ગ્રંથો અને સિદ્ધાંતો વાંચ્યા હોય, ઘણી ચર્ચાઓ કરી હોય, ઘણાંના સાનિધ્ય સેવ્યા હોય, ઘણાં શાસ્ત્રો કંઠસ્થ કર્યા હોય તેને જ્ઞાન પ્રાપ્ત થાય, પણ આ પ્રક્રિયા જુદી છે. અહીં પરમકૃપાળુ દેવ એમ કહે છે કે, તીવ્ર બુદ્ધિમત્તા હોય, બહુ આનંદની વાત પણ તીવ્ર બુદ્ધિમત્તા અને શુદ્ધ અંતઃકરણ વચ્ચે ફરક છે. તીવ્ર બુદ્ધિમત્તા હોય પણ અંતઃકરણ શુદ્ધ ન હોય, માત્ર બુદ્ધિ આત્માને સમજવા આત્મજ્ઞાનના કામમાં નહિ આવે. આ બુદ્ધિ ઉપર શ્રવણ, મનન અને નિદિધ્યાસન પ્રક્રિયાની જરૂર છે. જ્ઞાનની પ્રાપ્તિ બુદ્ધિથી થાય છે તે સિદ્ધાંતને બદલે જ્ઞાનની પ્રાપ્તિ અંતઃકરણની શુદ્ધિથી થાય છે. અંતઃકરણની શુદ્ધિ શેનાથી થાય ? તો કહે કે ત્યાગ અને વૈરાગ્યથી થાય. અંતઃકરણની શુદ્ધિ જેટલા જેટલા પ્રમાણમાં થાય તેટલા તેટલા પ્રમાણમાં ત્યાગ અને વૈરાગ્યનું બળ વધતું જાય અને જેટલા જેટલા પ્રમાણમાં ત્યાગ અને વૈરાગ્યનું બળ વધતું જાય એટલા એટલા પ્રમાણમાં અંતઃકરણ શુદ્ધ થતું જાય. કપડાંમાં મેલ છે, કપડું બહુ મેલુ થયું છે. પાણીમાં For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૭૬ પ્રવચન ક્રમાંક - ૮, ગાથા ક્રમાંક - ૭ બોળો, સાબુ લગાડો અને મસળો, થોડીવાર રાખી મૂકો, ધોકો મારો અને પછી જુઓ કે થોડો મળ ઓછો થયો છે, થોડો રંગ ખીલ્યો છે. તો બીજી વખત તમે સાબુ લગાડો. જેમ જેમ સાબુ લગાડો તેમ તેમ કપડું નિર્મળ થાય. જેમ જેમ ત્યાગ વૈરાગ્યની સાધના થાય તેમ તેમ અંતઃકરણ નિર્મળ થાય અને એ અંત:કરણમાં સ્વયં જ્ઞાન પ્રગટે છે. જ્ઞાન બહારથી લાવવાની ચીજ નથી, એ અંતઃકરણમાંથી પ્રગટશે. કેવું અંતઃકરણ જોઈએ? તો શુદ્ધ-નિર્મળ. અંતઃકરણ કહો, ચિત્ત કહો કે મન કહો, એક જ છે. બુદ્ધિથી કે માત્ર વાંચવાથી જ્ઞાન થાય તેમ નથી. જ્ઞાન પ્રાપ્તિ માટે શુદ્ધ મન જોઈએ અને શુદ્ધ મન (અંતઃકરણ) વગર ત્યાગ-વૈરાગ્ય ન થાય. માટે સિદ્ધાંત આવ્યો કે “ત્યાગ-વિરાગ નચિત્તમાં, થાય ન તેને જ્ઞાન.” જીવનમાં ત્યાગ વૈરાગ્ય ન હોય તે શબ્દ ન વાપર્યો, શરીરમાં ત્યાગ વૈરાગ્ય ન હોય તેમ શબ્દ ન વાપર્યો, બહારમાં ત્યાગ વૈરાગ્ય ન હોય તે શબ્દ ન વાપર્યો, શબ્દ વાપર્યો છે ચિત્ત. ચિત્ત એટલે અંતઃકરણમાં ત્યાગ વૈરાગ્ય જોઈએ. બહારમાં ત્યાગ હોય અંદરમાં ત્યાગ ન પણ હોય. ત્યાગ બહારમાં પણ જોઈએ અને અંતઃકરણમાં પણ જોઈએ. પત્રાંક નં ૫૬૯ માં પરમકૃપાળુ દેવે બહુ અદ્ભુત વાત કરી છે. બે મુદ્દાઓ છે. કપડાં બદલવા તેનું નામ ત્યાગ ? બાહ્ય પદાર્થો છોડવા તેનું નામ ત્યાગ ? છોડીને ક્યાંક ચાલ્યા જવું? ગુફામાં જાવ તોય ભલે, એકાંતમાં જાવ તોય ભલે. બધું છોડીને જાવ તોયે ભલે, પણ માત્ર એટલો જ ત્યાગ નથી, ત્યાગ વિશેષ ઘટના છે. આત્મામાં થતાં જ્ઞાનના, દર્શનના, શ્રદ્ધાના, ચારિત્રના, સદ્ભાવનાનાં પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્ય અધ્યાસ તૂટવો તે ત્યાગ છે. તાદાભ્ય એટલે તદાકારપણું, તન્મય થવું. આમ તો લોઢું ઠંડુ છે, તેને હાથમાં લો તો પણ વાંધો નહિ, પણ જો લોટું અગ્નિથી તપેલું હોય તો તેને અડાય નહિ, કારણ કે લોઢું અગ્નિમાં તન્મય થઈ ગયું છે, અથવા અગ્નિ લોઢામાં તન્મય થઈ ગયો છે. જો તેને અડશો તો દાઝયા વગર નહિ રહો. જેમ લોઢું અને અગ્નિ તન્મય થાય છે તેમ અન્ય પદાર્થોની સાથે આ આત્માને તાદાભ્યતા આવે છે, તરૂપતા આવે છે. જાણે એકાકાર અવસ્થા થઈ જાય. પદાર્થ અને આત્મા જુદા છે એવું ભાન એ વખતે ભુલાઈ જાય છે અને એ ભાન વારંવાર જે ભૂલવું અને પદાર્થની સાથે તન્મયતા અનુભવવી તેને કહેવાય છે અધ્યાસ. એકનો એક વિચાર, એકની એક પ્રક્રિયા વારંવાર કર્યા પછી એ લગભગ સ્વાભાવિક થઈ જાય તેને કહેવાય છે અધ્યાસ. છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અદ્ભુત વાત કરી, એટલા માટે જ એમ કહ્યું કે ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. દેહ ને આત્મા બન્ને ભિન્ન છે, પણ જ્યાં જ્યાં દેહ આપણને મળ્યો ત્યાં હું શરીર એ પ્રકારનો ભાવ આત્માએ વારંવાર કર્યો. તમે શરીરથી જુદા છો અને શરીર નથી, શરીર અને આત્મા બન્ને જુદા છે, તમે શરીરમાં છો પણ તમે શરીર નથી. તમે દેહમાં છો પણ દેહ નથી, આવો નિર્ણય જીવે કર્યો નથી. જ્યાં જ્યાં દેહ મળ્યો ત્યાં ત્યાં દેહ સાથે તેણે એકતા અનુભવી છે, તન્મયતા અનુભવી છે. કૂતરાને ખબર છે કે હું કૂતરું છું, ગાયને ખબર છે કે હું ગાય છું, સ્ત્રીને ખબર છે કે હું સ્ત્રી છું અને પુરુષને ખબર છે કે હું પુરુષ છું. વાણિયાને ખબર છે કે હું વાણિયો છું અને મુસલમાનને ખબર છે કે હું મુસલમાન છું. કૂતરું હોય, ગાય હોય, ગધેડું હોય અને તમે કૂતરાને રોટલી ખવરાવવા ઓટલા ઉપર ઊભા રહો ને કૂતરું કૂતરું એમ બોલો તો કૂતરાને ખબર છે તેથી કૂતરું જ આવે, ગધેડું ન આવે. ગધેડાને એટલી ખબર તો છે કે હું કૂતરું નથી. શરીર જુદુ છે અને આત્મા જુદો છે તેની તમને ખબર છે? જો ખબર નથી તો તેને કહેવાય છે અધ્યાસ. એવો અધ્યાસ નિવર્તવો, એવો અધ્યાસ છૂટી જવો, એવું તાદાભ્ય તૂટી જવું, એવી અવસ્થાને જિનેશ્વર પરમાત્મા ત્યાગ કહે છે. જગતનાં કોઈપણ સાહિત્યમાં આવી વ્યાખ્યા નથી. પદાર્થોનો ત્યાગ અનંતવાર કર્યો છે, તમે જીવંત અવસ્થામાં નહિ છોડો તો મોત આવીને છોડાવશે પણ તેને ત્યાગ નહિ કહેવાય. ત્યાગ તો ખુમારી છે, ત્યાગ તો બહાદુરી છે, ત્યાગ તો શૂરવીરતા છે. જીવતાં જાગ્રત અવસ્થામાં પોતાની આસક્તિ છોડે તેને ત્યાગ કહેવાય, મર્યા પછી શું રહેવાનું? કબીરજીએ કહ્યું છે “આપ મૂઆ પીછે ડૂબ ગઈ દુનિયા.” કોણ તમારી સામે જોવાનું? પૂ. ઉદયરત્ન મ. કહ્યું છે કે, કાઢો રે કાઢો, એને સૌ કહે, જાણે જનમ્યો જ નહોતો, એક રે દિવસ એવો આવશે. તે ત્યાગ નથી. ત્યાગ એટલે જે પદાર્થોની સાથે અધ્યાત છે અને અધ્યાસને કારણે એ પોતાને ભૂલી ગયો છે, તે તાદાભ્ય-અધ્યાસ નિવૃત્ત થવો તેને કહેવાય છે ત્યાગ. પરમકૃપાળુ દેવની આ અદ્ભુત શૈલી છે, તેમણે કહ્યું, “અધ્યાસની નિવૃત્તિરૂપ ત્યાગ તો થાય, પણ તેવો ત્યાગ થવા અર્થે બાહ્ય પ્રસંગનો ત્યાગ એ પણ બહુ ઉપકારી છે.” અંતરમાં ત્યાગ થવા માટે, અધ્યાસનો ત્યાગ થવા માટે, બાહ્ય ત્યાગ એ પણ બહુ ઉપકારી છે. જો તેને For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પ્રવચન ક્રમાંક - ૮, ગાથા ક્રમાંક - ૭ કરતાં આવડે તો કાર્યકારી પણ છે. તો બાહ્ય ત્યાગ પણ હોય અને અધ્યાસનો ત્યાગ પણ હોય-તાદાભ્યનો ત્યાગ પણ હોય. બંને મળીને જે ઘટના ઘટે છે તેને કહેવાય છે ત્યાગ. અત્યંતર ત્યાગ એટલે અધ્યાસનો ત્યાગ અને બાહ્ય ત્યાગ એટલે પદાર્થોનો, વસ્તુઓનો ત્યાગ. એવા બંને ત્યાગ મળીને જે ઘટના ઘટે તેને વીતરાગ પરમાત્મા ત્યાગ કહે છે. - સિદ્ધાંત :- ““અત્યંત જ્ઞાન હોય, ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે.' જ્ઞાન આસક્તિ કાઢ્યા વગર નહિ રહે, જ્ઞાન મમત્વ તોડ્યા વગર નહિ રહે, જ્ઞાન અબ્બાસ તોડ્યા વગર નહિ રહે. જ્ઞાન પદાર્થોની સાથે એકતા બુદ્ધિ તોડ્યા વગર ન રહે. તે જ્ઞાનનું સામર્થ્ય છે. હથોડાનો ઘા થાય અને વસ્તુ તૂટે નહિ તેવું બને નહિ, તેમ જ્ઞાન પ્રાપ્ત થાય અને આસક્તિ ન તૂટે તેમ બને નહિ. જ્ઞાન તો છે પણ આસક્તિ છૂટતી નથી એમ જો કોઈ કહે તો તેને કહેવા જેવું છે કે જ્ઞાન થયું છે, તેવો દાવો ન કરશો. જ્ઞાન નિરર્થક નથી, જ્ઞાન અક્રિય નથી, જ્ઞાન નબળું નથી. જ્ઞાન સક્રિય છે. અગ્નિને અડો અને હાથ બળે નહિ તેવું બને નહિ. ધગધગતા લોઢાને અડો અને હાથ બળે નહિ તેવું બને નહિ, તેમ જ્ઞાન પ્રાપ્ત થાય અને ત્યાગ ન હોય તેવું ન બને. જ્ઞાનની સાથે ત્યાગ જોડાયેલ છે. જ્ઞાન રાગને તોડે છે. જ્ઞાન આસક્તિને તથા મમત્વને તોડે છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. બંને ધારા સાથે ચાલે છે. જ્ઞાન રાગની ધારાને તોડે છે. જ્ઞાન ત્યાગ તરફ લઈ જાય છે અને છેલ્લી વાત “અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય' એમ તીર્થંકર દેવે સ્વીકાર્યું છે. અભુત વાત છે. પરમકૃપાળુ દેવ આ અમે કહીએ છીએ એવો દાવો કરતા નથી. આપણે કંઈક કહીએ તેમાં દસ વખત બોલીએ છીએ કે હું આમ કહું છું, હું આમ કહું છું. કોઈ દિવસ જ્ઞાની પુરુષો દાવો કરતાં નથી. એમણે કહ્યું કે યથાર્થ ત્યાગ તે પરમ પુરુષાર્થનું પ્રતીક છે. આસક્તિનો ત્યાગ કરવો તે પરમ પુરુષાર્થનું પ્રતીક છે. અધ્યાસ તોડ્યો તે પરમ પુરુષાર્થનું પ્રતીક છે. અને જ્યારે એવું પરિણામ પ્રાપ્ત થાય તો જ્ઞાને કામ કર્યું તેમ કહેવાય. ત્યાગ વિરાગ નચિત્તમાં થાય ને તેને જ્ઞાન. વિરાગ એટલે વૈરાગ્ય. વિરાગ એટલે રાગની મંદતા. જૈનદર્શનનું એમ કહેવું છે કે જેમ સાપનો કણીયો ઘરમાં રખાય નહિ, બહાર કાઢવો જ પડે, અગ્નિનો કણીયો ઘરમાં હોય તે રખાય નહિ, ભડકો થાય. થોડું પણ દેવું રખાય નહિ, રાખીએ તો મોટું દેવું થાય. તેમ જીવનમાં રાગનો કણીયો પણ રખાય નહિ, રાગ સંસાર ઊભો કરે, માટે વીતરાગ શબ્દ વાપર્યો. થોડો રાગ ગયો તેમ નહિ પણ સંપૂર્ણપણે જેમનામાંથી રાગનો અભાવ થયો છે તેને For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૭૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કહેવાય છે વીતરાગ, પણ તે પહેલાં રાગની મંદતા થાય, રાગનો ઘટાડો થાય, રાગનો રસ તૂટી જાય. આપણને રાગ કરતાં રાગનો રસ બહુ વધારે છે. તે તીવ્રપણે કામ કરે છે. મીઠાઈ ખાધી નથી પણ સામે જ આવી છે, જોઈ જ છે, પણ મોઢે પાણી છૂટે, કારણ રસ છે. રસ હોવાના કારણે પદાર્થો, વસ્તુઓ, સંયોગોમાં જીવ આસક્ત થાય છે અને રસ તો જ તૂટે જો પદાર્થનું સ્વરૂપ જેવું છે તેવું જાણી લેવામાં આવે. આ જૈન દર્શનની વિશેષ વાત છે. ગાયત્ત્વમાવી જ સંવેવૈરાગ્યાર્થિન’ -આ જગતનું સ્વરૂપ જેવું છે તેવું તમે જાણો. લક્ષ્મીનું સ્વરૂપ જેવું છે તેવું જાણો, સ્વજનોનું સ્વરૂપ જેવું છે તેવું જાણો, આખા જગતનું સ્વરૂપ જેવું છે તેવું તમે જાણો. તો શું થશે? જગતનું સ્વરૂપ જાણવાથી વૈરાગ્ય પ્રાપ્ત થશે. પરમકૃપાળુ દેવે ૧૬ વર્ષની ઉંમર પહેલાં ભાવના બોધની પહેલી ગાથામાં કહ્યું, વિદ્યુતલક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ, પુરંદરી ચાપ, અનંગરંગ, શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ. બહુ મહત્ત્વની વાત કરી. ક્યાં રમવા જેવું છે? ક્યાં રાગ કરવા જેવો છે? ક્યાં આસક્તિ કરવા જેવી છે? શું રાચીયે? કેમ એમ? ક્ષણનો પ્રસંગ. આ બધું છે ખરું, પણ ક્ષણ પૂરતું. બીજી ક્ષણે હશે નહિ. કમળનાં પાંદડા ઉપર પાણીનું બિંદુ પડ્યું છે, જોયું ન જોયું ત્યાં ખરી પડે. હાથમાં પાણી લીધું છે, જોયું ત્યાં સરી પડે. પતાસુ પાણીમાં મૂક્યું છે તરત પીગળી ગયું, તેમ જગતનાં પદાર્થો આ પ્રકારના છે. “શું રાચીએ? ક્ષણનો પ્રસંગ!' આ સમજણ આવતાં અંદર વૈરાગ્યનું બીજ પ્રાપ્ત થાય. આ સમ્ય વિચાર છે. સમ્ય વિચાર વગર રિસાઈને, ચીડાઈને ગુસ્સે થઈને, ઘણાં લોકો કજીયો કરીને બહાર નીકળી જાય છે. હવે ઘરમાં પગ નહિ મૂકું. તમારું મોટું નહિ જોઉં, પતી ગયું. હવે વૈરાગ્ય થઈ ગયો ! એ ભાઈ રાતના સૂતો હશે ને ત્યારે બાબો યાદ આવે, બાબો શું કરતો હશે? એની મમ્મી શું કરતી હશે? આ રસ તો રહ્યો, અંદરથી રસ છૂટ્યો નથી. વૈરાગ્યનું બીજ સમ્યગૂ વિચાર છે. સમ્યગૂ વિચારથી જ્યારે અધ્યાસ તૂટે છે, ત્યારે અધ્યાસ તૂટતા રાગ મંદ પડે છે. એવો રાગ મંદ પડતાં જે અંદરમાં અવસ્થા આવે છે, તેને કહેવાય છે વૈરાગ્ય. તાદાભ્ય તૂટતાં પદાર્થ પ્રત્યેનું અંદર મમત્વ જે છૂટે છે તેને કહેવાય છે વૈરાગ્ય. વૈરાગ્યનું બીજ સમ્ય વિચાર અને સમ્યગૂ વિચારનું ફળ સદાચાર, ત્યાગ, વિરાગ, સમ્ય વિચાર, સદાચાર તેનાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેના વગર આત્મજ્ઞાન થાય નહિ. સમ્યમ્ વિચારથી વૈરાગ્ય પ્રાપ્ત થાય, વૈરાગ્યથી અંતઃકરણ શુદ્ધ થાય, ત્યાગથી અંતઃકરણ શુદ્ધ થાય. સદાચારથી અંતઃકરણ શુદ્ધ થાય અને અંતઃકરણ શુદ્ધ થતાં અંદરમાં For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૮૦ પ્રવચન ક્રમાંક - ૮, ગાથા ક્રમાંક - ૭ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. ‘ત્યાગ વિરાગ નચિત્તમાં, થાય ન તેને જ્ઞાન. જો ત્યાગ, વૈરાગ્ય ચિત્તમાં ન હોય તો આત્મજ્ઞાન થતું નથી. ત્યાગ વૈરાગ્યનું અત્યંત મહત્ત્વ છે. બહુ મોટી ઘટના છે. પણ શાસ્ત્રો એમ કહે છે કે આ ઘટના મોટી તો છે પણ અટકે ત્યાગ વિરાગમાં', અટકવાનો રસ્તો પણ અહીં જ છે. ત્યાગ વૈરાગ્ય પ્રાપ્ત થયા પછી એ અટકે પણ છે. અટકે એટલે આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે. ત્યાગ વૈરાગ્ય અંતિમ પગથિયું નથી. ત્યાગ વૈરાગ્ય પછી પણ એક પગથિયું છે અને તે છે આત્મજ્ઞાન. ત્યાગ વૈરાગ્ય સાથે આત્મજ્ઞાન ન હોય તો શું અવસ્થા હોય? શું ઘટના ઘટે? તો એમ કહે છે કે તે પોતાનું ભાન ભૂલે છે. ઉપર વાત કરી કે ત્યાગ વૈરાગ્ય વગર આત્મજ્ઞાન થાય નહિ. ગાથામાં શબ્દ છે કે ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન.' અહીં જ્ઞાન શબ્દ મૂક્યો છે, પરંતુ ઉપરની છઠ્ઠી ગાથા વિરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન', તેમાંથી આતમ શબ્દ લેવો એટલે આત્મજ્ઞાન શબ્દ થયો. ત્યાગ વૈરાગ્ય ચિત્તમાં ન હોય તો આત્મજ્ઞાન ન થાય તે એક પાસુ, પણ “અટકે ત્યાગ વિરાગમાં', અટકે એટલે શું? શું કારણ અટકવાનું? આટલો મોટો ત્યાગ કર્યો અને વૈરાગ્ય થયો તો પણ અટકે? અટકે એટલા માટે કે ત્યાગ વૈરાગ્ય પ્રાપ્ત થવા છતાં આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે. ભાર ક્યાં મૂકવાનો? જોર શેના ઉપર મૂકવાનું? પ્રતિપાદન ક્યાં કરવાનું? તો એમ કહે કે આ બધા સાધનો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અર્થે છે અને તમામ પ્રક્રિયાઓ આત્મજ્ઞાનના અર્થે છે. આ બધુ જ કરતાં જો આત્મજ્ઞાન ન પ્રાપ્ત થયું, આત્મ અનુભવ ન થયો તો બધું કરેલું નિષ્ફળ છે, સફળ નથી. આ માત્ર જૈન પરંપરામાં જ કહ્યું છે એવું નથી. નરસિંહ મહેતાએ પણ કહ્યું છે, તેમણે સીધી વાત કરી છે કે જ્યાં લગી આત્મા તત્ત્વ ચિહ્નો નહિ, ત્યાં લાગી સાધના સર્વ જૂઠી. તેઓએ તો સ્પષ્ટ શબ્દોમાં વાત કરી, ભલે ને તમે સાધના કરો, પણ જ્યાં સુધી આત્મતત્ત્વની અનુભૂતિ નહિ થાય, ત્યાં સુધી તમારી સાધના સફળ નથી. જો આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય તો અજ્ઞાન કહેવાય. સૂર્ય નથી તો અંધારું હોય. જ્ઞાન નથી તો અજ્ઞાન હોય. ત્યાગ વૈરાગ્ય સાથે અજ્ઞાન હોય તો એ અજ્ઞાન આત્મજ્ઞાન તરફ વળવાને બદલે પૂજા, સત્કાર, પ્રશંસા, પ્રતિષ્ઠા, માન, મર્તબો, મોભો એના તરફ લઈ જાય અને એનાથી એ પરાભવ પામે, એ હારી જાય, એ અટકી જાય. અને આત્માર્થ છૂટી જાય. કોઈ પૈસાવાળા હોય, તેમનું કોઈ સન્માન કરે તો ભલે, કારણ પૈસા એની પાસે છે. કોઈ ચૂંટણી જીત્યા હોય અને તેનું સન્માન કરે તો હા, તે ચૂંટણી જીત્યા છે. કોઈ ગવર્નર કે પ્રધાન બને તો કોઈ એનું For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૮૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ભલે સન્માન કરે, એ ગવર્નર થયા છે. પણ કોઈએ સંસાર ત્યાગ કર્યો તો તેનું કોઈ સન્માન કરે કારણ એણે ત્યાગ કર્યો છે, પણ મારું સન્માન થાય તેવો રસ અંદર પડ્યો હોય તો એ રસને પોષનાર અજ્ઞાન છે. તમે ઉપવાસ કર્યો હોય અને તમને કોઈ પૂછે કે આજે શું કર્યું છે? તો તમે કહો કે ઉપવાસ કર્યો છે. અને જો કોઈ કહે કે એમાં શું નવાઈ કરી ? તો તમને ગમશે નહિ, અને જો કોઈ એમ કહે કે અહો ધન્યવાદ, તો સારું લાગે. અરે ! ઉપવાસ ધન્યવાદ સાંભળવા કર્યો છે કે વૃત્તિઓનો ક્ષય કરવા માટે કર્યો છે? પણ જીવને આ ગમે છે, કેમકે અજ્ઞાન છે, અને અજ્ઞાન જો હશે તો જીવની વૃત્તિ આત્મામાં ઠરવાને બદલે બહાર ફરતી હશે. જેના અંતઃકરણમાં ત્યાગ વૈરાગ્ય આદિ ગુણો ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય. એક એક સિદ્ધાંત વિચારજો. કેમ ન થાય? તે ચર્ચાથી ન થાય, વાદ વિવાદથી ન થાય, શાસ્ત્રો કંઠસ્થ કરવાથી ન થાય. કેમ ? તો કહે છે કે મલિન અંતઃકરણરૂપ દર્પણમાં આત્મ ઉપદેશનું પ્રતિબિંબ પડતું નથી. બહુ મોટી વાત કરી. અંદર આત્મ ઉપદેશનું પ્રતિબિંબ પડવું જોઈએ ને? ક્યાંથી પડે? પાણી ડહોળાયેલું હોય, ચાંદીનો સિક્કો ન દેખાય. ચાંદીનો સિક્કો જો જોવો હોય તો પાણીને શાંત થવા દેવું પડે. દર્પણમાં મોટું જોવું હોય તો દર્પણને ચોખ્ખું કરવું પડે. એમ આત્મ ઉપદેશનું પ્રતિબિંબ અંદર પડતું નથી, કારણ અંતઃકરણ મલિન છે, નિર્મળ નથી. ઘણું સાંભળ્યું, ઘણું વાંચ્યું, ઘણી પારાયણ કરી, ઘણા શાસ્ત્રો વાંચ્યા પણ પ્રતિબિંબ પડ્યું નહિ કારણ કે દર્પણ ઉપર બહુમેલ છે. તો ભાઈ ! એ દર્પણને ચોખ્ખું કરવું પડશે. તેમજ ત્યાગ વૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને છે ને પોતાના આત્માનું ભાન ભૂલે છે. ત્યાગ, વૈરાગ્ય ઉત્તમ શ્રેષ્ઠ અવસ્થા છે તેમાં ના નહિ, પણ આત્માના ભાન વગર એ અવસ્થા શોભતી નથી. એટલા માટે આત્મજ્ઞાન નહિ હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે આત્મજ્ઞાન જો ન હોય તો અજ્ઞાન સાથે છે. ત્યાગ ખરો પણ અજ્ઞાન સાથે, વૈરાગ્ય ખરો પણ અજ્ઞાન સાથે. અજ્ઞાન હોવાના કારણે તે આત્મજ્ઞાન તરફ જાય નહિ. તો જાય ક્યાં? બહારમાં જાય, માનમાં, પ્રતિષ્ઠામાં, પ્રશંસામાં, લોકસંજ્ઞામાં, લોકવૃત્તિમાં જાય અને ત્યાગ વૈરાગ્ય આદિનું માન ઉત્પન્ન કરવા અર્થે તેને એમ થાય છે કે મેં આટલો ત્યાગ કર્યો છે તો મને માન મળવું જોઈએ, મને સન્માન મળવું જોઈએ, મને આદર મળવો જોઈએ. માન ન મળે તો જીવને ગમે નહિ, તે અજ્ઞાનની પીડા છે, અને અજ્ઞાનની પીડા હોવાના કારણે માનાર્થે કરે તેથી સર્વ સંયમની પીડા થઈ માટે સંસારનો ઉચ્છેદ થાય નહિ. ઘા ક્યાં કરવો For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૮૨ પ્રવચન ક્રમાંક - ૮, ગાથા ક્રમાંક - ૭ છે? ખબર છે? આ સંસારનો ઉચ્છેદ કરવા માટે. ત્યાગમાં જ અટકવાનું થાય અર્થાત તે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે નહિ. તો બે વાતો કરી. ‘ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન', પહેલું સૂત્ર ત્યાગ વિરાગ જ ચિત્તમાં ન હોય તો આત્મજ્ઞાન થાય નહિ. કારણ અંતઃકરણની શુદ્ધિ વિના કોઈ વિચાર જાગે નહિ, વિચાર વિના વૈરાગ્ય થાય નહિ અને જ્ઞાન વિના ત્યાગ ન થાય, ત્યાગ અને વૈરાગ્ય વિના સદાચાર આવે નહિ અને સદાચાર વિના અંતઃકરણ શુદ્ધ થાય નહિ અને અંતઃકરણ શુદ્ધ ન થાય તો આત્મ ઉપદેશનું, આત્મજ્ઞાનનું પ્રતિબિંબ પડે નહીં. ઉપનિષદમાં પણ કહ્યું છે, આત્મા વારે શ્રોતવ્યો, મંતવ્યો, વિધ્યાસિતવ્યો ! આત્માનું શ્રવણ કરવું, મનન કરવું અને નિદિધ્યાસન કરવું, પણ એ માટે અંતઃકરણને શુદ્ધ કરવું, ચિત્તને શુદ્ધ કરવું. બહુ મોટું કામ છે અંતઃકરણને શુદ્ધ કરવું તે. અંતઃકરણની શુદ્ધિ ત્યાગ વૈરાગ્ય વગર થતી નથી. ત્યાગ વૈરાગ્ય વગર આત્મજ્ઞાન ન થાય એટલે ત્યાગ વૈરાગ્ય જીવનમાં પ્રાપ્ત કરીએ. બીજી વાત કરી જો તમે ત્યાગ વૈરાગ્ય પ્રાપ્ત કર્યા હશે અને આત્મજ્ઞાનની આકાંક્ષા નહીં હોય અને આત્મજ્ઞાન જો પ્રાપ્ત ન થાય તો ત્યાગ વૈરાગ્ય હોવા છતાં ત્યાગ વૈરાગ્યમાં અટકવાપણું થશે. ત્યાગ વિરાગમાં અટકવાપણું થાય એટલે મોટું માઠું પરિણામ આવે. “તો ભૂલે નિજ ભાન” ઉપર જ્ઞાન ન થાય એ વાત આવી અને નીચે વાત આવી કે ભાન ભૂલી જાય. જ્ઞાન ન થાય તે ઠીક છે, પણ ભાન જ ભૂલી જાય. સમજાય છે? જ્ઞાન ન થાય એ તો સમજાય પણ ભાનને ભૂલી જાય. એમ કેમ થાય છે? તો અજ્ઞાન હોવાના કારણે ત્યાગ વૈરાગ્ય આદિનું માન ઉત્પન્ન કરવા અર્થે, બીજાઓ માન આપે તેના માટે સર્વે સંયમ આદિની પ્રવૃત્તિઓ થઈ. અજ્ઞાન હશે તો જશે ક્યાં? અજ્ઞાન કામ કર્યા વગર નહિ રહે, અજ્ઞાન અહંકારમાં લઈ જાય. અજ્ઞાન માનમાં લઈ જાય. અજ્ઞાન સત્તામાં લઈ જાય. અજ્ઞાન લોકેષણામાં લઈ જાય. પોતાની પૂજા, પ્રતિષ્ઠામાં આનંદ આવે. અજ્ઞાનની પીડા જેવી તેવી નથી અને અજ્ઞાનમાં રસ પણ છે કોઈ પોતાની પ્રશંસા કરે તો સારું લાગે ને કહે કે આ ભાઈ સમજુ છે, તેને ખબર પડે છે કે કોને માન આપવું કે ન આપવું. હજારો માણસો હોય, માન પ્રતિષ્ઠા થતી હોય, તેણે આવો ત્યાગ કર્યો, આવો ત્યાગ કર્યો, એમ કહે પછી તે ત્યાગી કહે કે અરે ભાઈ અમે ક્ષુદ્ર છીએ, તુચ્છ છીએ. અમે શું ત્યાગ કર્યો છે? અમારા પહેલાં થઈ ગયા છે તેઓએ મોટો ત્યાગ કર્યો છે. અમે કંઈ પણ ગણત્રીમાં નથી. પણ જો બીજા કોઈ એમ કહે કે તમે ગણતરીમાં નથી તો પિત્તો ફાટી જાય. શ્રીમજીને સમજો. એક એક વાતનો સિદ્ધાંત સ્પષ્ટ કર્યો છે અને એટલા For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૮૩ માટે ત્યાગમાં અટકવું થાય તો સંસારનો અંત ન આવે. આત્મજ્ઞાન વગર હજારો ઉપાય કરવાં છતાં પણ સંસારનો અંત ન આવે, મુક્ત ન થવાય, અને એ આત્મજ્ઞાનને પામે નહિ. ક્રિયાજડને કહ્યું કે ભાઈ ! તું ત્યાગ કરે છે, વૈરાગ્ય પ્રાપ્ત કરે છે, સાધન કરે છે તે સારી વાત છે પણ તે સફળ જો કરવા હોય તો તારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી પડશે. શુષ્કજ્ઞાનીને એમ કહ્યું કે ત્યાગ વૈરાગ્ય આદિ સાધન તારી પાસે નહિ હોય તો તારી પાસે માત્ર વાચા જ્ઞાન હશે, વાણીનું જ્ઞાન હશે. મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ, તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. તો તે વાચા જ્ઞાન-શબ્દોમાં જ્ઞાન છે. પોપટને કોઈએ શિખવાડ્યું કે ‘બિલ્લી આવે તો ઊડ જાના' અને બિલ્લી આવી તો પોપટ બોલ્યો, બિલ્લી આવે તો ઊડ જાના, બિલ્લી પાંજરા પાસે આવી, પણ પોપટ તો બોલે રાખે કે બિલ્લી આવે તો ઊડ જાના. બિલ્લીએ એને પકડી લીધો. આ વાચા જ્ઞાન છે કે આત્મા નિત્ય છે, આત્મા જનમતો નથી, આત્મા મરતો નથી, આત્મા શાશ્વત છે, દેહ મરે છે. દેહ જુદો છે, આત્મા જુદો છે. જગતમાં કોઈ કોઈનું છે જ નહિ. બધા સ્વાર્થી છે. આવું બોલ્યું જાય, પણ ભૂખ લાગે ત્યારે ખબર પડે કે શું થાય છે ? રોટલી ભાણામાં આવે ને ઓછી ચોપડી હોય તો ગુસ્સો આવે કે રોટલી ઓછી કેમ ચોપડી છે ? અલ્યા ! તું હમણાં તત્ત્વજ્ઞાનની વાત કરતો હતો ને ! તે કહે કે ‘વાતની જગ્યાએ વાત, અહીં નહિ. અહીં તો રોટલી ઝબોળીને મળવી જોઈએ. જે તે ચાલે નહિ.’ શાસ્ત્રો એમ કહે છે કે આ વાચા જ્ઞાન છે. શુષ્કજ્ઞાનીને એમ કહ્યું કે આ વાચા જ્ઞાનથી તારું કલ્યાણ નહિ થાય. તારે ત્યાગ વૈરાગ્ય પ્રાપ્ત કરવા પડશે. અને ક્રિયાજડને એમ કહ્યું કે તારે આત્મજ્ઞાન પહેલાં મેળવવું પડશે, ત્યાગ-વૈરાગ્યમાં અટકવાનું નથી. બન્ને વર્ગને એમણે દિવાદાંડી આપી. બન્ને વર્ગને કલ્યાણનો માર્ગ બતાવીને બહુ મોટો ઉપકાર કર્યો છે. ઘણાં સાધકો પાલીતાણા શત્રુંજય તીર્થની ચોવિહાર (નિર્જળા) બે ઉપવાસ કરી સાત યાત્રા કરે છે. તેમની મશ્કરી કરવા જેવી નથી, તેઓ બે હાથ જોડી વંદન કરવા યોગ્ય છે. તેમની અનુમોદના કરવી અને સાથે તેઓને ધીરેથી કહેવા જેવું છે કે તમે આ કર્યું, તે ઘણું સારું કર્યું પણ સાથે તમારા જીવનમાંથી ક્રોધ કષાય ઓછા થાય તો તમારી આ સાધના વિશેષ શોભશે. એમ તેમનું ધ્યાન દોરવા જેવું છે. ક્રિયા જડને કહ્યું કે આત્મજ્ઞાન વગર ક્રિયાઓ શોભશે નહિ અને શુષ્ક જ્ઞાનીને એમ કહ્યું કે વાચાજ્ઞાન છે, શાસ્ત્રોનો ભંડોળ છે, સિદ્ધાંતો વાંચ્યા છે, જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, પણ ભાઈ ! તારામાં ત્યાગ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૮૪ પ્રવચન ક્રમાંક - ૮, ગાથા ક્રમાંક - ૭ વૈરાગ્ય નથી, તારું અંતઃકરણ શુદ્ધ નથી અને અંતઃકરણ શુદ્ધ નથી એટલે સવિચાર નથી, સદ્વિચાર નથી એટલે આત્માનું પ્રતિબિંબ આત્મામાં પડી શકે તેમ નથી. શાસ્ત્રો વાંચ્યા પછી પણ તું બહાર જ ઊભો રહીશ? તું અંદરમાં નહિ જાય તો અંદરમાં ઘટના નહિ ઘટે, અવસ્થા પ્રાપ્ત નહીં થાય. આનંદધનજીએ કહ્યું કે, નિજઘરમેં હૈ પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાવો, પ્રત્યક્ષ રીત લખી તુમ ઐસી, ગ્રહીયે આપ સ્વભાવો. જ્ઞાન વિના તું તારા ઘરમાં પ્રવેશ નહિ કરી શકે. આ કામ જ્ઞાનનું છે. જ્ઞાન હાથ પકડીને રાગથી છોડાવશે. જ્ઞાન હાથ પકડીને આસક્તિ મમત્વ છોડાવશે, અધ્યાસ છોડાવશે, તાદામ્ય બુદ્ધિ છોડાવશે. જ્ઞાનનું સામર્થ્ય અપાર છે. પણ કેવું જ્ઞાન ? ત્યાગ-વૈરાગ્યથી શોભતું. યશોવિજયજી મહારાજે એક સરસ ઉદાહરણ આપ્યું છે. જૈસે શીર પર પાઘડી બાંધે, પહેરણ નહિ લંગોટી.” આદિવાસી રાજા સાથે મોટી પાઘડી બાંધે, પણ પહેરવા લંગોટી ન હોય. સારું ન લાગે, શોભે નહિ. માથે પાઘડી નહિ હોય તો ચાલશે, પણ લંગોટી તો પહેર. એ પહેર્યા વગર કેમ ચાલશે? એમ જ્ઞાન હોય અને ત્યાગ વૈરાગ્ય ન હોય તો લંગોટી નથી પહેરી તેવું લાગે. માથા પર પાઘડી બાંધી છે એટલે જ્ઞાન છે પણ ત્યાગ વૈરાગ્ય નથી. આ સાતમી ગાથામાં ઘણો મોટો ઉકેલ આપી દીધો, ઘણી સ્પષ્ટતા કરી. એક પણ અંગ હીણું નથી ગણાવ્યું. જ્ઞાન પણ જોઈએ અને ત્યાગ પણ જાઈએ. વૈરાગ્ય પણ જોઈએ, અંતઃકરણ શુદ્ધ પણ જોઈએ અને સદ્વિચાર પણ જોઈએ અને અંદરમાં આસક્તિનો ત્યાગ પણ થવો જોઈએ. તાદાભ્ય તૂટવું જોઈએ. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. (૮) એક પછી એક અતિ ગહન અને રહસ્યમય ગાથાઓ આવતી જાય છે. આપણાં મનમાં ઘણી ક્ષતિઓ છે, ભ્રમણાઓ છે. ઘણી બધી માન્યતાઓ અને ખ્યાલો છે. પણ સત્ય તેનાથી જુદું છે. આપણો મત જુદો છે અને તથ્ય એનાથી જુદું છે. એટલા માટે શ્રીમદ્જીના શબ્દો લઈને લડવાની જરૂર નથી, વાદ-વિવાદ કરવાની જરૂર નથી અને તેમને વાદ વિવાદનું સાધન બનાવવાની પણ જરૂર નથી. આપણે એવા અપલક્ષણા છીએ કે આપણાં હાથમાં જે કંઈ આવે તેને વાદ-વિવાદનું સાધન બનાવી દઈએ છીએ. શ્રીમદ્જી અમારી માન્યતા પ્રમાણે આમ કહે છે, તમે જે માનો છો તે બરાબર નહિ. અમે જે માનીએ છીએ તે બરાબર છે. મતલબ કે બધા જ ખોટાં છે, આનો અર્થ એવો થયો. હવે ઘણી અભુત ચર્ચાનો પ્રારંભ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા થાય છે. જૈન દર્શનમાં બે મુખ્ય સિદ્ધાંતો, એક વિવેક બુદ્ધિ અને બીજો સિદ્ધાંત અનેકાંતવાદ. બહુ દુઃખની વાત છે જૈનોને અનેકાંતવાદનો વારસો મળ્યો છે પણ તેની તેઓને ખબર નથી. આઈનસ્ટાઈનને તેની સાપેક્ષવાદની) ખબર છે, પણ આપણને ખબર નથી. અનેકાંતવાદ એ વાદ નથી, અનેકાંતવાદ કોઈ ફીલોસોફી નથી. અનેકાંતવાદ કોઈ વિચારધારા નથી. અનેકાંતવાદ કોઈ મત નથી. કોઈ અભિપ્રાય નથી, પણ અનેકાંતવાદ પદાર્થના ગંભીર સ્વરૂપને, પદાર્થના રહસ્યને સ્પષ્ટ કરનારું એક તથ્ય તત્ત્વ છે. પદાર્થને યથાર્થપણે જો સમજવો હોય, દ્રવ્યને યથાર્થપણે જો સમજવું હોય, અસ્તિત્વને યથાર્થપણે સમજવું હોય તો અસ્તિત્વને સમજવા માટેની શ્રેષ્ઠતમ પ્રક્રિયા અનેકાંતવાદ છે. અનેકાંતવાદ વિચાર નથી, તે તર્ક કે ચર્ચા નથી. જે પદાર્થ છે, જે વસ્તુ છે, જે દ્રવ્ય છે, તેને સમજવાની સાચી પદ્ધતિ છે. તેનાથી વસ્તુને, તત્ત્વને સમજી શકો. દ્રવ્યને, ગુણ, પર્યાયને, અસ્તિત્વને, પ્રદેશને, પરમાર્થને તમે સમજી શકો છો, એ સમજવાની રીતને શાસ્ત્રો અનેકાંતવાદ કહે છે. અનેકાંતવાદ હોય તો આગ્રહ ન હોય, હઠાગ્રહ ન હોય, મતાર્થ ન હોય, દુરાગ્રહન હોય, અને અનેકાંતવાદ હોય ત્યાં પૂર્વગ્રહ પણ ન હોય. આગ્રહથી પર છતાં સત્યનિષ્ઠ એવી અનેકાંતની ખૂબી છે, અનેકાંતવાદ શબ્દ બરાબર નથી. માત્ર અનેકાંત શબ્દ જ બરાબર છે. વાદ નહિ, પણ વાદ એટલે કથન, વાદ એટલે શૈલી. વસ્તુને કહેવાની શૈલી, રીત, યથાર્થ રીતે કહેવાની પ્રક્રિયા તેનું નામ અનેકાંત. તમને કોઈ એમ કહે કે આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય પણ છે તો તમે પૂછો ને કે આ કઈ રીતે? દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ છે. વસ્તુ દ્રવ્ય અને પર્યાય બન્નેથી એકત્રિત થયેલી છે. ખ્યાલમાં આવે છે? આ વાત ખ્યાલમાં નહિ લો તો નહીં ચાલે, છૂટકારો નહિ થાય. ખ્યાલમાં લેવી પડશે અને તમે જૈનકુળમાં જનમ્યા છો અને તમે અનેકાંત ન જાણો તો કેમ ચાલે? અનેકાંત જો જાણતા હો તો આટલા મતમતાંતરો ન હોત. આટલા સંપ્રદાય ન હોત અને અનેકાંત જાણતા હોત તો આટલા લડાઈ ઝઘડા પણ ન હોત. મતમત ભેદે રે જો જઈ પૂછીયે, સૌ સ્થાપે અહમેવ, અભિનંદનજિન દરશન તરસીયે રે! આનંદધનજી થાક્યાં હશે, કોની સાથે વાત કરવી? કોને કહેવું? કોને પૂછવું? જાકુ જાકુ પૂછીયે, સી અપની અપની ગાવે, સાચા મારગ કોઉ ન બતાવે!” અને આ વાત ભગવાન મહાવીરના સિદ્ધાંત માટે, આ વાત જૈનદર્શન માટે અને આ વાત પરમકૃપાળુ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૮૬ પ્રવચન ક્રમાંક - ૮, ગાથા ક્રમાંક - ૭ દેવ માટે એક જ છે. શ્રીમદ્જીની ગાથાનો અર્થ અમે જે કરીએ છીએ તે પરફેક્ટ, યોગ્ય છે અને બાકીના જે કહે છે તે તદ્દન ખોટું છે. સાચા અને ખોટાં, એ બંને વચ્ચે તોલવાનું કોઈપણ સાધન જો હોય તો એક માત્ર સાધન છે અનેકાંત. અનેકાંત ત્રાજવું છે, તેના કાંટે તોલાય. બે મહત્ત્વની ઘટના વચ્ચે વિવેકબુદ્ધિ અને અનેકાંત મહત્ત્વનાં છે. વિવેકબુદ્ધિ ન હોય તો મૂઢતા હોય અને મૂઢતા એને કહેવાય કે કર્તવ્ય શું, અકર્તવ્ય શું તેની ખબર જ ન પડે. શેઠના સાળાને શેઠાણીએ કહ્યું કે ભાઈ ! તું કામ કરવા જાય તો એકી ફેરામાં ચાર પાંચ કામ પતાવવા જોઈએ. તું પ્રત્યેક કામ માટે અલગ-અલગ જાય તે ન ચાલે. શેઠ માંદા હતા અને તે દવા લેવા ગયો. દવા તો લઈ આવ્યો પણ સાથે ખાંપણ પણ લઈ આવ્યો. શેઠાણીએ કારણ પૂછ્યું. તેણે કહ્યું કે તમે નહોતું કહયું કે તારે ચાર-પાંચ કામ સાથે પતાવવાં, એટલે આ લઈ આવ્યો છું, જરૂર તો પડશે જ ને? આને કહેવાય છે મૂઢતા, મૂઢતા ન ચાલે. વિવેકબુદ્ધિ જોઈએ, અને મૂઢતાના કારણે શું કર્તવ્ય છે, શું અકર્તવ્ય છે, શેમાં હિત છે, શેમાં અહિત છે, શું છોડવા જેવું છે અને શું ત્યાગવા જેવું છે, તેની ખબર પડે નહિ, એ કામ મૂઢતાનું છે. અનેકાંત ન હોય તો દૃષ્ટિરાગ હોય. પોતે જે માને છે તે જ સત્ય છે આને કહેવાય છે દૃષ્ટિરાગ, અને દૃષ્ટિરાગ જ્યાં હોય ત્યાં મતાગ્રહ પણ હોય. એટલા માટે શાસ્ત્રોનું એમ કહેવું છે કે (૧) વિવેકબુદ્ધિ અને (૨) અનેકાંતદષ્ટિ જીવનમાં જરૂરી છે. વિવેકી આત્મા પોતાની વર્તમાન દશા કેવી છે તેનો વિચાર કરે અને તે દશા માટે કર્યું સાધન કરવા જેવું છે તે પણ નક્કી કરે. મેડીકલ સ્ટોરમાં જાય તો સ્ટોરનો માલિક કહેશે પ્રીસ્ક્રીપ્શન લાવ્યા છો? તો દવા તમને મળે અને જો તમે કહો કે ફાવે તે આપો ને? મારે ખાવી છે ને? તો તમારી શી હાલત થાય? પ્રીસ્ક્રીપ્શન વગર દવા કામમાં ન આવે તેમ વિવેક વગર સાધન પણ કામમાં ન આવે. ક્રોધ દૂર કરવો હોય તો શું ઉપાય? આસક્તિ દૂર કરવી હોય તો શું ઉપાય? એ બધા ઉપાયો સાધકને પ્રાપ્ત થવા જોઈએ. અને જો વિવેક અને અનેકાંત દૃષ્ટિની પ્રાપ્તિ થાય તો જ તે પ્રાપ્ત થાય. આ બન્ને તથ્યોને આઠમી ગાથામાં અભુત રીતે મૂકી દીધાં છે. આજે ગાથાનો ઉલ્લેખ કરીએ. ચર્ચા આવતીકાલથી થશે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. પરમકૃપાળુ દેવના પ્રત્યે જેમને ભક્તિ છે, જે તેમની ઉપાસના કરે છે તે બીજું કાંઈ ન કરે પણ આઠમી ગાથા જીવનમાં જો ઉતારે તો પણ ધન્ય થઈ જાય. જીવનના મોટાભાગના પ્રશ્નો ઉકેલાઈ જાય, એવી એમાં અદ્ભુત વ્યવસ્થા છે. તમારી દૃષ્ટિ, તમારું આચરણ, For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ८७ તમારો ન્યાય આમાં તોલ્યો છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે સમજે, આચરે વાત પછી કરી, પહેલાં સમજે. આ સમજણમાં જ મોટા વાંધા છે. એટલા માટે તમે જ્યારે વાત કરતાં હો ત્યારે તમે એમ કહેતાં હો છો કે અલ્યા ! સમજતો કેમ નથી ? તું સમજને પહેલાં. અરે, સમજ્યા વગર નહિ ચાલે. અમારા અખાએ સરસ વાત કરી છે. ‘સમજ્યા વગરનું સુખ નહિ જીવને’, સમજ્યા વગર જીવને કરોડો ઉપાય કરવાથી પણ સુખ પ્રાપ્ત ન થાય. પરમકૃપાળુ દેવે મોટો સિદ્ધાંત આપ્યો કે, ‘સમજ પીછે સબ સહેલ છે, અને બિન સમજે મુશ્કિલ.' શું સમજવાનું ? તો જ્યાં જ્યાં, જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે સમજવું. જ્યાં જ્ઞાન જોઈએ ત્યાં જ્ઞાન સમજવું અને ત્યાગ જોઈએ ત્યાં ત્યાગ સમજવો અને જ્યાં વૈરાગ્ય જોઈએ ત્યાં વૈરાગ્ય સમજવો. જ્યાં અહિંસા જોઈએ ત્યાં અહિંસા સમજે, અને જ્યાં સત્ય જોઈએ ત્યાં સત્ય જ સમજે. જ્યાં દાન જોઈએ ત્યાં દાન સમજે અને જ્યાં ક્ષમા જોઈએ ત્યાં ક્ષમા સમજે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે તે સમજે, માત્ર સમજે નહિ પણ તે આચરે. આ કપરું કામ છે. ત્યાં ત્યાં તે આચરે, એટલે ક્રોધ દૂર કરવો હોય તો ક્ષમા જોઈએ અને ક્ષમા આચરવી પડે. અહંકાર દૂર કરવો હોય તો નમ્રતા જોઈએ અને નમ્રતા આચરવી પડે. લોભ દૂર કરવો હોય તો સંતોષ જોઈએ અને પછી તેણે સંતોષ આચરવો જોઈએ. લોભ બરાબર નથી એ તો સમજ્યા, પણ સમજવા માત્રથી ન ચાલે, સંતોષનું આચરણ પણ કરે, તે આત્માર્થી પુરુષનું લક્ષણ છે. (૧) વિવેકદૃષ્ટિ, (૨) અનેકાંતવાદ, (૩) જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં તે સમજે અને (૪) જે સમજે તે આચરે, આ ચાર વાત જેનામાં હોય તેને કહેવાય છે આત્માર્થી. અને આ ચાર જ્યાં ન હોય તેને કહેવાય મતાર્થી. ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૯, ગાથા ક્રમાંક - ૮ પ્રવચન ક્રમાંક - ૯ ગાથા ક્રમાંક - ૮ આત્માર્થી જન કેવો હોય ? ગઈકાલે આઠમી ગાથાના કેટલાંક અંશો જોયાં હતાં. બાકીના અંશો આજે લેવાના છે અને નવમી ગાથાનો પ્રારંભ કરવાનો છે. નવમી ગાથાથી માંડીને ઓગણીસમી ગાથા સુધી પરમકૃપાળુ દેવે ગહન રહસ્યો પ્રગટ કર્યા છે. તમારા મનમાં પ્રશ્નો ઊઠશે કારણ કે આપણે જે માનીએ છીએ તે અને પરમકૃપાળુ દેવ જે કહે છે તે વચ્ચે ઘણું અંતર છે, તાલમેલ નથી, સમન્વય નથી. આપણે જે માનીએ છીએ તે માનતી વખતે આપણે એક દરવાજો ખુલ્લો નથી રાખતાં કે સત્ય મારી પાસે આવશે તો હું સ્વીકારવા તૈયાર છું. આ દરવાજો બંધ કરી દઈએ છીએ. એવી સરળતા, એવી મધ્યસ્થતા હોય, એવી નિષ્પક્ષપાતતા હોય, એવી ઋજુતા હોય, એવું હૃદય ખુલ્લું હોય કે જ્યારે જ્યારે સત્ય મારી પાસે આવશે ત્યારે ત્યારે એ સત્ય હું સ્વીકારી લઈશ. એ સત્યનો હું ઈન્કાર નહીં કરું. શાસ્ત્રોમાં એક વર્ણન આવે છે, કોઈ શિષ્ય કોઈ નગરમાં રહ્યા હોય અને એમણે પ્રરૂપણા કરી હોય અને એ પ્રરૂપણામાં ભૂલ થઈ હોય, શાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણા થઈ હોય અને જ્યારે તે ગુરુદેવ પાસે આવે અને ગુરુદેવ એમ કહે કે તમે આ પ્રકારની જે પ્રરૂપણા કરી હતી એ શાસ્ત્રથી ખરેખર વિરુદ્ધ છે. શિષ્ય કહે કે “હવે શું કરવું?' ગુરુદેવ કહે કે “પ્રાયશ્ચિત કરો.” “શું પ્રાયશ્ચિત કરું?' તો ગુરુદેવ એમ કહે છે કે “જ્યાં તમે પ્રરૂપણા કરી છે ત્યાં તમે જાવ અને ત્યાં જઈને એમ કહો કે મેં જે કહ્યું છે તે શાસ્ત્રથી વિપરીત કહ્યું છે, ખોટું કહ્યું છે, સત્ય કહ્યું નથી.” શિષ્ય એમ કહે છે, “સાહેબ ! બધું થઈ શકશે પણ આ નહીં થઈ શકે. કઠિન વાત છે. જ્યાં મેં ઉપદેશ આપ્યો, પ્રરૂપણા કરી અને મારી સ્મલનાથી મેં અસત્ય કહ્યું, વિપરીત કહ્યું, શાસ્ત્ર વિરુદ્ધ કહ્યું, ત્યાં હું જઈને એમ કહ્યું કે મેં આ ખોટું કહ્યું છે? ખોટું હોવા છતાં હું તે ખોટું નહીં કહું.” જ્ઞાની પુરુષો કહે છે કે તે જીવ આરાધક નથી પણ વિરાધક છે. આ વાતમાં મહત્ત્વ એ છે કે આપણું હૃદય સત્યને સ્વીકાર માટે હર હંમેશ ખુલ્લું હોવું જોઈએ અને વરસો સુધી અસત્ય ઘૂંટ્યું હોય, મત ઘૂંટ્યો હોય, પૂર્વગ્રહ હોય, પોતાનો કદાગ્રહ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૮૯ હોય, પોતાની માન્યતા હોય, પણ સત્યને જાણતાંની સાથે જ તે અસત્યને, મતને છોડવાની તૈયારી થાય તેને શાસ્ત્રમાં સરળતા કહે છે. સરળતાનો, ઋજુતાનો અર્થ માત્ર બીજાને ન છેતરવું તે નહિ, પણ જ્યારે જ્યારે આપણી સમક્ષ સત્ય આવે ત્યારે ત્યારે આપણે જીવનના તમામ પૂર્વગ્રહો, માન્યતાઓ અને તમામ મતો નિઃસંકોચપણે સરળતાથી છોડવા તૈયાર થઈએ અને સત્યનો આપણે સ્વીકાર કરીએ. શાસ્ત્રો અનેક છે, તેમાં અનેક વિભાગો છે, અનેક પ્રરૂપણા છે, અનેક વાતો છે, સાધકના જીવનમાં પણ અનેક પ્રક્રિયાઓ અને અનેક ભૂમિકાઓ છે, વિકાસના ક્રમમાં ચૌદ ગુણસ્થાનકો એ પ્રસિદ્ધ ભૂમિકાઓ છે, પેટા ભૂમિકાઓ અનેક છે. માર્ગાનુસારીથી શરૂઆત થાય અને ચૌદમા ગુણસ્થાન સુધી આરોહણ થાય, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? અને ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સાધક કઈ રીતે, કઈ કઈ ભૂમિકાથી કેવો કેવો વિકાસ કરે છે તેનું વર્ણન છે. આ તો વર્ણવી શકાય, કહી શકાય, પણ એવી અસંખ્ય ભૂમિકાઓ છે જેમાંથી સાધક પસાર થાય છે, તે અસંખ્ય ભૂમિકાઓનું વર્ણન શાસ્ત્રોમાં કરી શકાય તેવું નથી. શ્રી હરિભદ્રસૂરિજીએ ત્રણ પ્રકારના યોગ કહ્યા, ૧. ઈચ્છા યોગ, ૨. શાસ્ત્ર યોગ અને ૩. સામર્થ્ય યોગ. (૧) ઈચ્છા યોગ : ‘તૃમિો’ ધર્મ પ્રવૃત્તિ કરવાની તાલાવેલી છે, શાસ્ત્રોના અર્થને જાણે છે, જ્ઞાની છે પણ પ્રમાદના કારણે વિકલ-પોતાની નબળાઈના કારણે અવિધિપૂર્વક ધર્મપ્રવૃત્તિ કરે છે, તેને ઈચ્છા યોગ કહે છે. એ પોતાની જાતને-નબળાઈને જાણે છે, સ્વીકારે પણ છે. આ વાતને સુરદાસજીએ પરમાત્માને વિનંતિના રૂપમાં કરી. ‘મેરો અવગુણ ચિત્ત ના ધરો, સમદર્શી હૈ નામ તુમ્હારો, ચાહે તો પાર કરો,' મારા અવગુણો ઘણાં છે, આપ હૃદયમાં ન રાખો. આપ તો સમદર્શી છો. આપ પાર કરો તો ય ભલે, ન કરો તો ય ભલે, પણ પ્રભુ ! મારા અવગુણને ચિત્તમાં ધારણ ન કરશો. હું અવગુણથી ભરેલો છું. આવી એક સરળતા, આવી એક નમ્રતા, સૌજન્યતા જેના જીવનમાં આવે છે, તે વ્યક્તિ સત્યનો સ્વીકાર કરે છે. (૨) શાસ્ત્ર યોગ ઃ જેનામાં શ્રદ્ધા છે, સાથે સૂક્ષ્મ બોધ છે, શાસ્ત્રમાં જે વિધિ બતાવી હોય તે વિધિપૂર્વક અપ્રમત્તભાવે યથાશક્તિ ધર્મપ્રવૃત્તિ કરે તેને શાસ્ત્ર યોગ કહે છે. (૩) સામર્થ્ય યોગ : બહુ મહત્ત્વનો છે. સાધના કરતાં કરતાં એવું બળ, એવું વીર્ય ફોરવે છે, એવો શક્તિનો સંચાર થાય છે, એવું સામર્થ્ય થાય છે કે એ જે સાધના કરે છે, તેનું વર્ણન શાસ્ત્રોમાં કરી શકાય તેવું નથી. આને કહેવાય છે સામર્થ્ય યોગ. આત્મામાં અનંત વીર્ય પડ્યું છે, એ વીર્ય ઉછળે છે સાધના કરતાં કરતાં. ખરેખરી For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પ્રવચન ક્રમાંક - ૯, ગાથા ક્રમાંક - ૮ વાત તો એ છે કે જેમ જેમ સાધના કરો, તેમ તેમ ત્યાગનું, વૈરાગ્યનું, જ્ઞાનનું, શ્રદ્ધાનું, વિરતિનું, અનાસક્તિનું અને સંભાવનાનું બળ વધતું જાય છે અને એ જ મૂડી લઈને સાધક આગળ વધે છે. ચોથા ગુણસ્થાનકે જે બળ પ્રાપ્ત કર્યું છે, જે શક્તિ પ્રાપ્ત કરી છે એ મૂડી લઈને તેણે પાંચમા ગુણસ્થાને જવાનું છે. પાંચમા ગુણસ્થાને જે બળ પ્રાપ્ત કર્યું તે લઈને છ ગુણસ્થાને જવાનું છે. એ જ મૂડી વાપરવાની છે. એક અવસ્થા એવી આવી જાય છે કે અફાટ વીર્ય તેનામાં પ્રગટ થાય છે. જેમ દરિયો અફાટ છે અને તેમાં પ્રચંડ મોજાં વહે છે તેમ સાધકમાં સાધના કરતાં કરતાં પ્રચંડ મોજાં વહેતાં થાય છે. જરા ધીરજથી વાત ખ્યાલમાં લેજો. આ અંદરમાં બનતી ઘટના છે, આ અંદરની અવસ્થા છે. હવે શાસ્ત્રો એમ કહે છે તમે અમને પૂછો કે આ જે સાધના કરે છે તેનું તથા આત્માનું વર્ણન કરો ને? તો શાસ્ત્રો કહે છે અને તેનું વર્ણન કરી શકીએ તેમ નથી. પરમકૃપાળુ દેવના જ શબ્દો છે : “જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યાં નહીં પણ તે શ્રી ભગવાન જો', બહુ સ્પષ્ટ વાત કરી કે ખુદ ભગવાન પણ ન કહી શક્યા તો તમે શું કહેશો? કદાચ શાસ્ત્રો જાણમાં હોય અને વકતૃત્વ કળા-ઓરેટરી હોય, સરસ વ્યાખ્યાન કરતાં આવડતું હોય, ઉત્તમ રજુઆત હોય, સાચી રજુઆત કરતાં આવડતી હોય, તો ગર્વ કરવા જેવું નથી, કારણ? જે સત્ય છે તે તો અનંત છે, વિરાટ છે, અપૂર્વ અને અદ્ભુત છે, અનિર્વચનીય છે અને અવકૃતવ્ય છે. શબ્દોમાં લાવી શકાય તેવું નથી અને એટલા જ માટે કહીએ છીએ કે સર્વજ્ઞ પરમાત્મા બધું જ જાણે છે પણ જેટલું જાણે છે તેટલું કહી શક્યાં નથી, એટલા માટે કહી શક્યાં નથી કે વસ્તુ તત્ત્વ અનંત છે. અનંત તત્ત્વને શબ્દોમાં તમે કેવી રીતે લાવી શકો? સાધના કરતાં કરતાં સાધકમાં આત્મબળ વધે છે. જ્ઞાનનું બળ, વૈરાગ્યનું બળ, ત્યાગનું બળ, ધ્યાનનું બળ, સમતાનું બળ, અનાસક્તિનું બળ વગેરે બળ વધતાં જાય છે. જેમ જેમ બળ વધે છે તેમ તેમ એ બળ ઉપર પ્રાપ્ત થયેલી સાધનાની મૂડી લઈને સાધકને આગળ જવાનું છે. તેને તો ચૌદે ચૌદ ગુણસ્થાનકો વટાવવાના છે. તે માટે એની પાસે વિવેક જોઈશે કે આ ભૂમિકા ઉપર શું છોડવા જેવું છે. આ ભૂમિકા ઉપર શું બાધા થઈ શકે તેમ છે? શું અવરોધ આવી શકે તેમ છે? આ ભૂમિકા ઉપર શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે? અને કેવું સાધન કામમાં આવે એવું છે? આવો વિવેક જો પોતાની પાસે ન હોય તો તે શાસ્ત્રોને યથાર્થપણે સમજી શકશે નહિ. શાસ્ત્રો તો દરિયો છે. તેમાં અનેક પ્રકારની વાતો આવે છે. પરમકૃપાળુ દેવના આઠસો વચનામૃત છે. અનેક પડખાંઓથી, અનેક બાજુએથી તેમણે વાત કરી છે. શાસ્ત્રોમાં વિવિધ દૃષ્ટિકોણથી વાત કરી છે. એનો જો તાળો મેળવતાં ન આવડે તો અંદર મૂંઝવણ થશે, ગુંચવણ થશે અને કાં તો હઠાગ્રહમાં એ વાત પરિણમશે. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૯૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા એટલા માટે એક ઉકેલ આપી દીધો કે, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. (૮) ટીકાઃ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે તે સમજે, અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માર્થી પુરુષનાં લક્ષણો છે. (૮) સાધક માટે પોતાની જાતનો વિચાર કરવાની રીત આ છે. પોતાની કઈ ભૂમિકા છે? ત્યાં શું યોગ્ય છે? ત્યાં શું સાધન છે? ત્યાં શું કરવા જેવું છે? ત્યાં શું હેય-ત્યાગ કરવા લાયક છે? ત્યાં શું આદરવા લાયક છે? ત્યાં શું જાણવા લાયક છે? સાધુઓને એમ કહ્યું કે મુનિઓ! અસંગ અવસ્થામાં રહો, એ એક અવસ્થા છે, કારણ તેઓને પોતાની ચિત્તવૃત્તિને પોતાના આત્મસ્વરૂપમાં ઠેરવવાની છે. સ્વરૂપમાં સ્થિર થવા માટે પોતાની વૃત્તિ ડોલાયમાન થાય એવા તમામ પ્રસંગોથી મુનિએ દૂર રહેવું ઘટે, માટે એમના માટે સર્વસંગ પરિત્યાગની વાત કરી. ‘વૃત્તિ વહી નિજ ભાવમાં, પરમાર્થે સમક્તિ.” જે વૃત્તિ બહાર જાય છે, એ વૃત્તિને પાછી વાળવી. આનંદધનજીએ એમની અલંકારિક ભાષામાં કહ્યું : વારો રે કોઈ, પરઘર રમવાનો ઢાળ. ઢાળ આવે ત્યારે સાયકલને પેડલ મારવું ન પડે, એની મેળે ચાલી જાય, ઢાળ છે પણ તેમાં જોખમ પણ છે. બ્રેક મારતા ન આવડે, સાયકલ ચલાવતાં ન આવડે અને બ્રેક જો નિરર્થક થાય તો સાયકલ પણ જાય અને પોતે પણ જાય. વૃત્તિને પરમાં જવું સહેલું છે, વિભાવમાં જવું સહેલું છે. ધ્યાન કરતા હોઈએ અને ધ્યાન કરતાં કરતાં જો વૃત્તિને બહાર જવું હોય તો છાનીમાની વૃત્તિ બહાર જઈ શકે છે, તેને પાછી વાળવી છે અને પોતાના સ્વરૂપમાં ઠેરવવી છે. માત્મસંસ્થ મનઃ કૃત્વાન શિષ્યવપિ વિચિન્તા (ભગવદ્ગીતા) મનને આત્મામાં સ્થિર કરીને પોતાને એ અવસ્થા પ્રાપ્ત કરવી છે. શાસ્ત્રોમાં તો એમ કહ્યું છે કે તમારે શ્વાસોચ્છવાસ લેવો તે પણ ગુરુ આજ્ઞાથી લેવો. એ કેવી રીતે બને ? પરાકાષ્ટાની આ વાત છે પણ એમ કહેવું છે કે સાધક પોતે મટી જાય, તેનો અહંકાર ઓગળી જાય, તેનો મત મટી જાય, સાધનો કરવાનો કદાગ્રહ મટી જાય અને સંપૂર્ણપણે ગુરુને સમર્પિત થઈને રહે. સંતોએ ગાયું, ઐસી આધીનતા કબ હોવે, આધીન થયા હોય તેને મોટા ભૂપતિ શીશ નમાવે. સદ્ગુરુ પ્રત્યે એવી આધીનતા કે પોતાનો કોઈ વિકલ્પ નહિ, મત નહિ માન્યતા નહિ. ગુરુદેવે આજ્ઞા કરી એનો સંપૂર્ણ સ્વીકાર. એમ કહ્યું કે ગુરુ આજ્ઞા વગર શ્વાસ પણ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૯૨ પ્રવચન ક્રમાંક - ૯, ગાથા ક્રમાંક - ૮ ન લેવો. તમને એમ નથી લાગતું કે આટલી બધી પરતંત્રતા અમારા ઉપર લાદો છો ? પરતંત્ર બનાવવા ગુરુદેવને વાત કરવી નથી, પણ કારણ જુદું છે. સાધના કરતાં કરતાં અંદરની વૃત્તિઓનો ઉછાળો આવે છે. તે વખતે સદ્ગુરુ એમ કહેશે કે આનાથી દૂર રહો. એક ભાઈને ગેસ થતો હતો. ડૉક્ટરે કહ્યું કે “વાયુ થાય તેવો ખોરાક ન ખાશો.” ઓલાએ કહ્યું, “ઢોકળા ખવાય કે નહિ?' ડૉક્ટરે કહ્યું, “ઢોકળા ન ખવાય” “તો સાહેબ, પછી ઈડલી ખવાય કે નહિ?” જીવની પસંદગી ઊંધી જ છે. જીવને શું હિત કરનાર છે અને શું અહિત કરનાર છે એ સદ્ગુરુ બરાબર જાણે છે. સાતસો શ્લોક કહ્યા પછી કૃષ્ણ અર્જુનને કહ્યું કે “હે અર્જુન ! તું તારી જેમ ઇચ્છા હોય તેમ કર, અમારે તને કંઈ કહેવું નથી.” પણ અર્જુને કહ્યું, नष्टो मोह: स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत। स्थितोऽस्मि गतसन्देह: करिष्ये वचनं तव ।। હે અશ્રુત ! મારામાં પરિવર્તન થઈ ગયું, મારો મોહ ચાલ્યો ગયો, આપની કૃપાથી મને આત્માનું ભાન થયું અને સંદેહ વગરનો હું થયો. હવે આપના વચન પ્રમાણે હું ચાલીશ. વચન એટલે આજ્ઞા. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. આ એક સાદી વ્યાખ્યા આપી. અહીં બે વાતો કરી છે. સમજણ પણ યથાર્થ જોઈએ અને આચરણ પણ યથાર્થ જોઈએ. સમજણ કેવી જોઈએ? કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં તે સમજે, આ સમજણનું સીધું દઢીકરણ શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. પરમકૃપાળુ દેવે પત્રાંક નંબર પચીશમાં બહુ મહત્ત્વની વાત કરી છે પણ એ તરફ ધ્યાન બહુ ઓછુ જાય છે. શાસ્ત્રોનું ચાર અનુયોગમાં વિભાજન કર્યું છે. દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ અને ગણિતાનુયોગ. મન જો શંકાશીલ થયું હોય તો દ્રવ્યાનુયોગનો વિચાર કરવો યોગ્ય છે. જો તત્ત્વનિર્ણય કરવો હોય, મનની શંકાને દૂર કરવી હોય તો તેણે ઊંડાણમાં જવું જોઈએ. નિઃશંક અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે. તે માટે અધ્યાત્મના ગ્રંથો, દ્રવ્ય, ગુણ, પર્યાય, નય, નિક્ષેપ, પ્રમાણ, સતભંગી, ગુણસ્થાનક, કર્મ, વેશ્યા, માર્ગણા આ વિચારવા યોગ્ય છે. કારણ? મન શંકાશીલ છે. આત્મા છે કે નહિ? છે તો નિત્ય છે કે નહિ? આત્મા કર્મ કરે છે કે નહિ? આત્મા કર્મનું ફળ ભોગવે છે કે નહિ? આવી શંકા જો થતી હોય તો દ્રવ્યાનુયોગનો વિચાર કરવા યોગ્ય છે. જો મન પ્રમાદી બન્યું હોય, વિષયોથી અને વાસનાઓથી ઘેરાયેલું હોય તો તે વખતે ચરણકરણાનુયોગ વિચારવો. ઈન્દ્રિયોને વશમાં રાખવી તથા ચારિત્રનું આચરણ કેમ કરવું તેનું વર્ણન જેમાં આવ્યું હોય તે ચરણકરણાનુયોગના ગ્રંથો કહેવાય. ચરણકરણાનુયોગમાં For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૯૩ બે વાતો આવે છે. કર્મ ઈત્યાદિનું પણ વર્ણન આવે અને અંદર જે વૃત્તિઓ ઊઠે છે તે વૃત્તિઓ કેવી રીતે સાધકને પજવે છે અને વૃત્તિ નિરાકારણ માટે કયા કયા ઉપાયો છે તે વર્ણવ્યા છે. ગુપ્તિનો ઉપયોગ, સમિતિનો ઉપયોગ, દસ પ્રકારના ધર્મનો વિચાર, પરિષહજયનો વિચાર, છ લેશ્યાનો વિચાર, જુદા જુદા જે વિકારો છે તેનો વિચાર, શરીરથી કઈ રીતે વૃત્તિઓ જીતવી તેનો વિચાર સાધકે કરવો. બહુ કષાયો થતા હોય, બહુ રાગ-દ્વેષ થતાં હોય, બહુ વૈરભાવ થતો હોય, બહુ દ્વેષભાવ થતો હોય તો ધર્મકથાનુયોગનો વિચાર કરજો. ભગવાન પાર્શ્વનાથને પૂછી જોજો. કમઠ સાથે એમણે વેર બાંધ્યું ન હતું, પણ કમઠે વેર બાંધ્યું હતું. દસ દસ ભવ સુધી એ વેરની પરંપરા જાળવી. અગ્નિશર્મા ને ગુણસેનને પૂછો, તેની એક ભૂલ થઈ ગઈ તો એનું પરિણામ નવ નવ ભવ સુધી એમને ભોગવવું પડ્યું. ચંડકૌશિકને પૂછો. જરા કષાય કર્યો તેના પરિણામે ચંડકૌશિકને નાગ થવું પડ્યું. બાહુબલીજીને પૂછો કે બાર બાર મહિના ધ્યાનમાં રહ્યા, કેવળજ્ઞાન આજુબાજુ આંટા મારતું રહ્યું. અંદર ન ગયું, કારણ કે અહંકાર નડતો હતો. કષાયો નડતા હોય તો ધર્મકથાનુયોગનો વિચાર કરવા યોગ્ય છે. જડતા હોય, ચેન પડે નહિ, ક્યાંય ગમે નહિ, કંઈ કરવું ગમે નહિ તો પરમકૃપાળુ દેવે કહ્યું કે તું ગણિતાનુયોગનો વિચાર કર. સંક્ષેપમાં જોઈએ તો મન શંકાશીલ થઈ ગયું હોય તેને દ્રવ્યાનુયોગ વિચારવો. વૃત્તિઓ, વાસના, વિકારો પજવતા હોય તેણે ચણાનુયોગ વિચારવો. કષાયોના ભાવ થાય તેણે તો ધર્મકથાનુયોગ વિચા૨વો અને જેને જડતા આવી ગઈ હોય તેણે ગણિતાનુયોગનો વિચાર કરવો. આમ ચાર પ્રકારના અનુયોગ સાધકને આપેલ છે. સાધક માટે આ મહત્ત્વની વાત છે. એમણે કહ્યું કે ચરણાનુયોગના માટે જે પાત્ર હોય તેને દ્રવ્યાનુયોગની ભલામણ કરતાં નથી, દ્રવ્યાનુયોગની જેનામાં યોગ્યતા હોય તેને ચરણાનુયોગની વાત અમે કરતા નથી, તેમને આગળ વધારવા છે. દ્રવ્યાનુયોગની વિચારણા એ શ્રેષ્ઠતમ કોટિની વિચારણા છે. એ શુકલ ધ્યાનનું કારણ છે. દ્રવ્ય, ગુણ, પર્યાયનું ચિંતન શુકલ ધ્યાનની અવસ્થામાં લઈ જાય છે, માટે તેનું મહત્ત્વ છે. ‘જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ’, માત્ર સમજવું તેમ નહિ, પણ ‘ત્યાં ત્યાં તે તે આચરે.’ સમજવાનું કાર્ય કદાચ સહેલું છે, સમજાઈ જાય, પણ આચરવાનું કામ કઠિન છે. મહાભારતમાં એક નાનકડી વાર્તા આવે છે. દ્રોણાચાર્યે પહેલા દિવસે એમના વિદ્યાર્થીઓ પાંડવો અને કૌરવો શાળામાં આવ્યા ત્યારે પહેલો પાઠ આપ્યો. ‘ગુસ્સો ન કરવો અને જુઠ્ઠું ન બોલવું' અને પૂછ્યું કે પાઠ બેસી ગયો તો કહે ‘હા સાહેબ, બેસી ગયો.’ ‘જાવ આવતી કાલે આવજો. આજે રજા. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પ્રવચન ક્રમાંક - ૯, ગાથા ક્રમાંક - ૮ આવતીકાલે પાઠ પૂછવામાં આવશે.” દુર્યોધને કહ્યું કે, “ક્રોધ ન કરવો અને જાકું ન બોલવું તે અત્યારથી યાદ રહી ગયું છે તેમાં આવતીકાલની ક્યાં જરૂર છે?' બીજા દિવસે ફરી પાંડવો અને કૌરવો આવ્યાં. પહેલાં દુર્યોધનને પૂછ્યું કે “પાઠ તૈયાર થઈ ગયો?' તો કહે હા”, “શું તૈયાર થયું ?', તો કહે “ક્રોધ ન કરવો.” એક તમાચો દુર્યોધનને માર્યો અને દુર્યોધને કહ્યું “સાહેબ ! તમે અમારા પગારદાર નોકર છો, અને હું તો ધૃતરાષ્ટ્રનો પુત્ર છું. તમે મને તમાચો મારો તે ન ચાલે અને પાઠ તો તૈયાર થઈ ગયો છે.” અને બીજો તમાચો માર્યો, “પાઠ ક્યાં તૈયાર થઈ ગયો છે? ક્રોધ ન કરવો અને જુઠું ન બોલવું તો તું ક્રોધ તો કરે છે અને પાઠ પણ થઈ ગયો છે તેમ જુઠું બોલે છે.” આવું બન્યું હોય કે ન બન્યું હોય, પણ દંતકથા છે. પછી ધર્મરાજાને પૂછ્યું કે “પાઠ તૈયાર થઈ ગયો છે?' ધર્મરાજાએ કહ્યું, “બહુ મહેનત કરી, આખી રાત મહેનત કરી પણ પાઠ તૈયાર થઈ શક્યો નથી. તેમને પણ એ જ પ્રસાદ-ચમચમતો તમાચો. એક તમાચો પડ્યો, શાંત. બીજો તમાચો પડ્યો, શાંત. ત્રીજો તમાચો પડ્યો, શાંત. ધર્મરાજાએ કહ્યું, “ગુરુદેવ ! હવે પાઠ આવડી ગયો.” પાઠ ઘણો કઠિન છે. આ પ્રયોગ છે. વાંચી જવું તે વાત જુદી છે અને જીવનમાં પ્રસંગ આવે ત્યારે ક્રોધ ન કરવો તથા જુઠું ન બોલવું તે જુદી વાત છે. સમજવું અને આચરવું એ બે વચ્ચે અંતર છે. જ્યાં ત્યાગ વૈરાગ્ય યોગ્ય હોય ત્યાં ત્યાગ વૈરાગ્ય આદિ સમજવું. જ્યાં આત્મજ્ઞાન યોગ્ય હોય ત્યાં આત્મજ્ઞાન સમજવું. શુષ્કજ્ઞાનીને એમ કહ્યું કે તારા માટે ત્યાગ વૈરાગ્ય અનિવાર્ય છે અને ક્રિયાજડને એમ કહ્યું કે તારા માટે આત્મજ્ઞાન અનિવાર્ય છે. આ બંનેનો તાર જીવનમાં મળવો જોઈએ. એમ જે સમજે અને એ પ્રમાણે પ્રવર્તે તે આત્માર્થી જીવ છે. તેનો માર્ગ બહુ સરળ થઈ જશે. સાધના સરળ થઈ જશે. કશી મૂંઝવણ નહિ રહે, કોઈ સમસ્યા નહીં રહે. પરમકૃપાળુ દેવનું એક નાનકડું વાક્ય છે. “માન ન હોય તો મોક્ષ અહીંયા જ છે.” મોક્ષ મેળવવા જવાની જરૂર નથી. જીવને આ માન નડે છે. કબીરજીએ કહ્યું છે કે “જાતે હે પ્રભુ મિલનકો ઔર બીચ મેં બડી લંબી તલવાર.' પ્રભુને મળવા અમે નીકળ્યા હતા અને વચમાં લાંબી લાંબી તલવારો અમને મળી, એકનું નામ છે માન અને એકનું નામ છે મત. આ માન અને મત એ બેનો અર્થી હોય તે યોગ્ય માર્ગને ગ્રહણ કરી શકશે નહિ. ક્રિયામાં જ જેને દુરાગ્રહ થયો છે એવો મતાર્થી અને શુષ્કજ્ઞાનમાં જેને અભિમાન થયું છે તથા જ્ઞાનીપણું માની લીધું છે એવો તે માનાર્થી જીવ પોતાની સાધના પોતે કરી શકશે નહિ. સમજવું પણ યથાર્થ અને આચરવું પણ યથાર્થ. અમે જે વાતો કરીએ છીએ તે એક સાથેની ઘટના છે. સમજે કોક અને આચરે કોક તેવી વાત નથી. જે સમજે તે જ આચરે અને For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૯૫ જેને આચરવું હશે તેણે સમજવું પડશે. સમજવું એ પહેલાં મૂક્યું અને આચરવું એ પછી મૂક્યું. સમજ્યા વગર આચરશો શું? અજ્ઞાની પુણ્ય પાપનો નવિ ભેદ તે જાણે, નયગમ ભંગ પ્રરૂપણા હઠવાદે તાણે.” દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે “પઢમં ના તો સયા' હે મુનિ! જેને અહિંસાની સાધના કરવી છે, જેને જીવ દયાની સાધના કરવી છે તેણે તત્ત્વને જાણવું પડશે. જે જીવને જાણતો નથી, જે અજીવને જાણતો નથી એ કેવી રીતે જીવદયાનું પાલન કરી શકશે? અહિંસાનું આચરણ કરવા માટે નવે નવ તત્ત્વોને જાણવા જરૂરી છે અને નથી જાણતા તેઓ તે આચરણ કરી શકતાં નથી. પહેલાં સમજવું અને પછી આચરણ કરવું. જો સમજશો તો આચરણમાં આનંદ આવશે, સુગમ થશે. હું લાઈટીંગને જાણતો જ ન હોઉં અને સ્વીચ ઊંચી-નીચી કર્યા કરું તો કાંઈ વળે નહિ. મને ખબર પડવી જોઈએ કે વાયર ક્યાં છૂટો પડ્યો છે. ગરબડ ક્યાં થઈ છે, તે પહેલા સમજવું જોઈએ. આમ યથાર્થ સમજને શાસ્ત્રોમાં વિવેકબુદ્ધિ કહે છે. તો ટૂંકમાં સાર એ આવ્યો કે જીવનમાં સાધના કરતી વખતે અથવા શાસ્ત્રોનું વાંચન કરતી વખતે એની ઘડ બેસાડવી પડે. કપડાંની ઘડી વાળો છો ને ! ક્યાંય સળ પડવી ન જોઈએ. કપડામાં સળ પડે તે ન ચાલે. કપડામાં સળ બેસાડવી પડે તેમ શાસ્ત્રમાં ધડ બેસાડવી પડે, આચરણમાં ધડ બેસાડવી પડે અને તે ઘડ ત્યારે બેસે કે જ્યારે બરાબર સમજમાં આવે. યથાર્થપણે સમજે તે જ યથાર્થપણે આચરણમાં મૂકી શકે. આ આઠ શ્લોકોમાં એક પ્રસ્તાવનાની વાત કરીને પરમકૃપાળુ દેવ હવે સીધી સાધનાની વાતનો પ્રારંભ કરે છે. આ નવમી ગાથાથી ઓગણીસમી ગાથા સુધી બધું ગુંચવણ ભરેલ છે. તે સમજીને નિર્ણય કરવો પડે. એક વાર ખંભાતમાં જમણવાર હતો અને જ્ઞાતીના આગેવાનોએ લોકોને કહી દીધું કે સવારે નવ વાગ્યે થાળી વાટકો લઈને જમવા આવજો. આખી જ્ઞાતીને જમવાનું છે. પછી રાતના ટ્રસ્ટીઓની મીટીંગ મળી કે શું બનાવવું? એક ગ્રુપે કહ્યું કે મોહનથાળ બનાવો અને બીજા ગ્રુપે કહ્યું કે બરફી ચૂરમું બનાવો. ચર્ચા ચાલી અને પછી તો બાયો ચડી ગઈ, ચડસાચડસી થઈ. જે મોહનથાળ ગ્રુપના હતા તે કહે બરફી ચૂરમુ કરી તો જુઓ, કેમ થાય છે! તો બરફી ચૂરમાવાળા કહે કે કેમ ન થાય? તમે પણ જોઈ લેજો. સવારે આઠ વાગ્યા, નિર્ણય થયો નહિ, આખી નાત થાળી વાટકો લઈને આવી. બધા કહે કેટલી વાર છે? ક્યાં જમવાનું છે? પણ નિર્ણય થાય તો ને! આ જીવ ચર્ચામાં, માન્યતામાં, કદાગ્રહમાં, પૂર્વગ્રહમાં અટવાઈ જાય છે. તેને ખબર પડવી જોઈએ ને નિર્ણય કરવો જોઈએ. એક માણસ માંદો પડ્યો અને કુટુંબ ભેગું થયું. ત્યાં એક દીકરો એમ કહે કે ભણશાળી For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૯૬ પ્રવચન ક્રમાંક - ૯, ગાથા ક્રમાંક - ૮ સાહેબને બોલાવો અને બીજો દીકરો કહે કે મોદી સાહેબને બોલાવો. ત્રીજો દીકરો એમ કહે કે ત્રિવેદી સાહેબને બોલાવો. વળી ચોથો દીકરો કહે કે પારાંજપેને બોલાવો. બાપાને હાર્ટ એટેક આવ્યો છે, પણ નક્કી થતું નથી કે કયા ડૉક્ટરને બોલાવવો. બાપા ઉકલી જાય, ઠેકાણે પહોંચી જાય પછી ડૉક્ટર આવે તો કરવાનું શું ? આપણે પણ નિર્ણય કરી શકતાં નથી. પ્રત્યક્ષથી કામ થાય કે પરોક્ષથી કામ થાય ? આ કાળમાં સદ્ગુરુ છે કે નહિ, હોય તો કેવા હોય ? તેમને ઓળખવા કેવી રીતે ? જીવને કરવું જ હોય તો કરી શકે છે પણ નખરાથી ન થાય. ગુજરાતીમાં કહેવત છે ‘“જેને નાચવું નથી તેનું આંગણું વાંકુ’' આ આંગણું બરાબર નથી એમ કહેવાના બદલે એમ કહેને કે તારે નાચવું નથી, કરવું નથી એમ કહે ને. જેને કરવું છે તે કરી શકે છે. સાધનાની શરૂઆત ક્યાંથી થાય ? પ્રારંભ બિંદુ ક્યાંથી, શરૂઆતનું બિંદુ શું છે ? ધ્યાનથી સાંભળજો. કર્મથી શરૂઆત નહિ થાય. ક્રિયાથી શરૂઆત નહિ થાય, કર્મકાંડથી શરૂઆત નહિ થાય. તો શરૂઆત ક્યાંથી થાય ? સાધનાનું મંગલાચરણ ક્યાંથી કરવું ? જીવે પહેલા શું કરવું ? પરમકૃપાળુ દેવને બહુ અદ્ભુત વાત કરવી છે અને એ વાત એ છે કેસેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ (૯) ટીકા ઃ પોતાના પક્ષને છોડી દઈ, જે સદ્ગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વરૂપનો લક્ષ તેને થાય. (૯) સેવે એટલે પાસે જાય, બેસે, થોડું સાંભળે તેમ નહિ પણ સેવન કરે. જેમ દવાનું સેવન કરે, ખોરાકનું સેવન કરે, પક્ષી જેમ બચ્ચાનું સેવન કરે. તેમ સેવન કરે. કોનું? ચરણનું. ચરણ એટલે પગ નહિ, પગમાં શું સેવવા જેવું છે ? જો ચરણનો અર્થ પગ કરતા હો તો પગને હાથ અડાડો. આપણે પગને માત્ર હાથ અડાડીને નમસ્કાર નથી કરતાં પણ માથુ અડાડીને નમસ્કાર કરીએ છીએ. તેમાં સરળતા અને નમ્રતા છે. અને તેમાં વિજ્ઞાન પણ છે. જે અંદરની એનર્જી છે તે એનર્જી પગ વાટે જ્યારે બહાર જતી હોય અને તેનો ટચ જો થાય તો જીવનમાં ઘટના ઘટે. ‘સેવે સદ્ગુરુ ચરણને’, સદ્ગુરુના ચરણની એ સેવના કરે, આનંદધનજીએ કહ્યું છે ‘ધાર તરવારની સોહિલી દોહિલી ચૌદમા જિનતણી ચરણ સેવા', તેઓ કહે છે કે તલવારની ધાર ઉપર ચાલવું હજુ સહેલું છે, તો મુશ્કેલ શું ? તો કહે દોહ્યલી જિનેશ્વરની ચરણ સેવા. ચૌદમા તીર્થંકરની ચરણસેવા કરવી દોહ્યલી છે. ગુરુ પાસે જવું સહેલું, તેમનો ઉપદેશ સાંભળવો તે સહેલું છે, તેમની બાહ્ય સેવા કરવી સહેલી છે, આહાર આદિ દાન આપવું સહેલું, વસ્ત્રો વગેરે આપવા સહેલાં. અહીં સેવાનો અર્થ બહુ જુદો થાય છે. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૯૭ ,, સેવા કરવાની પહેલી શરત, કોણ સેવા કરી શકે ? શું કરવું પડે તેના માટે ? કંઈ પૈસા આપવા પડે ? ચરણે કાંઈ મૂકવું પડે ? નમસ્કાર કરવા પડે ? આ તો બધો વ્યવહાર, ભલે કરો, પણ સૌથી મોટી વાત ‘ત્યાગી દઈ નિજ પક્ષ’, પોતાનો પક્ષ છોડીને. શાસ્ત્રોમાં કહ્યું છે કે છ ખંડનો માલિક ચક્રવર્તી, તેને જો વૈરાગ્ય થાય તો તણખલાંને જેમ છોડે તેમ છ ખંડની સાહ્યબીનો ત્યાગ કરી શકે છે. આવો ત્યાગી પોતાનો પક્ષ છોડી શકતો નથી. ભગવાન મહાવીરની સામે તેમના જમાઈ જમાલી પડ્યા હતા, તેઓ એમ કહેતાં હતાં કે ‘‘ભગવાન મહાવીર કહે છે તે ખોટું છે, હું કહું છું તે સત્ય છે.’' તેઓ ૫૦૦ સાધુઓ લઈને જુદા પડી ગયા અને ભગવાન મહાવીર સામે તેમણે જુદો ચોકો માંડ્યો. ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શના હજાર સાધ્વીઓને લઈને જુદી પડી ગઈ. આવા તીર્થંકર પુરુષો સામે, એમના જ કુટુંબીજનો વિરોધમાં પડ્યા અને કહે છે કે ભગવાન મહાવીર કહે છે તે યથાર્થ નથી. હું કહું છું તે મારો મત સાચો છે. બધું કરવા તૈયાર, તડકે તપવા તૈયાર, ઠંડીમાં ઠરવા તૈયાર અને વરસાદમાં ભીંજાવા પણ તૈયાર. બાહુબલીજી કહે છે કે આ બધું શક્ય છે. વેલડીઓ વિંટાય તે શક્ય છે, પક્ષીઓ માળા બાંધે તે પણ શક્ય છે, યુદ્ધના મેદાનમાં ઊતરવું શક્ય છે, બાર મહિના ઊભા રહેવું શક્ય છે, પણ નાનાભાઈના ચરણમાં માથુ મૂકવું તે શક્ય નથી. કેવળજ્ઞાન માટે બાર મહિના મોડા પડ્યા. આપણે અહંકારના કારણે મોડા પડ્યા છીએ પણ આપણને તેનો વસવસો પણ નથી. ચક્રવર્તી છ ખંડની સાહ્યબી છોડી શકે છે, પોતાનો પક્ષ અને પોતાની માન્યતા છોડી શકતાં નથી. શાસ્ત્રોમાં શબ્દ આવે છે નિહવ. આ નિન્હેવ એટલે જે વાત પોતે પકડી છે અને તે વાત ખોટી છે, જ્ઞાની પુરુષ સામે હાજર હોય અને કહેતા હોય કે આ વાત યથાર્થ નથી અને આ વાત યથાર્થ છે એમ જાણવા છતાં પણ એ પોતાની વાતને છોડી ન શકે એવી મજબૂત પકડ જેના મનમાં છે, તેને કહેવાય છે નિન્તવ. સદ્ગુરુના ચરણમાં બેસવું, એટલા માટે સહેલું નથી કે ત્યાં બેસતાં પહેલા પોતાનો પક્ષ, પોતાની માન્યતા છોડવી પડે. જે પોતાનો પક્ષ છે એટલે પૂર્વબદ્ધ પોતાનો મત છે તે છોડવો પડે. પૂર્વગ્રહ યુક્ત મન, વ્યક્તિને જોયા પહેલા જ પોતે પહેલાં પૂર્વગ્રહથી યુક્ત થઈ જાય. પૂર્વ એટલે પહેલા અને ગ્રહ એટલે પકડ. જાણ્યા પહેલા, મળ્યા પહેલા જે પોતાની અંદરમાં પકડ થઈ જાય છે, તે રહી જાય એટલે પહેલાનો મત અને પોતાના મતમાં આગ્રહ અને આગ્રહ સાથે માન. એક કવિએ કહ્યું છે કે – मर्कटस्य सुरापानं, ततो वृश्चिकदंशनम् । तन्मध्ये भूतसञ्चारो, यद्वा तद्वा भविष्यति ॥ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૯, ગાથા ક્રમાંક - ૮ શ્લોક બહુ મજાનો છે. એક તો વાંદરો, તેણે મદિરા પીધી અને દારૂ પીધા પછી તેને વીંછી કરડ્યો. ડીસ્કો ડાન્સ ચાલુ થશે, પછી તો શું બાકી રહે ? અને તેમાં ભૂતનો પ્રવેશ થયો, હવે વાંદરાભાઈ શું ન કરે તે મને કહો. સમજાય છે? યશોવિજયજી મહારાજે કહ્યું છે કે ‘‘એક તો વિષ ને વળી પાછું વધાર્યું.’'ડાલ્ડામાં નહિ, તેલમાં નહિ, પણ ચોખ્ખા ઘીમાં. શું બાકી રહે ? એક તો પોતાનો પક્ષ અને તેમાં આગ્રહ ભળે અને આગ્રહ સાથે પાછું માન ભળે. આ ત્રણે ભેગાં થયા હોય, આવો પક્ષ પોતાનો હોય. સદ્ગુરુ પાસે જ્યારે જાવ ત્યારે એ પક્ષને ત્યાગી દઈને જાવ. જનકવિદેહીને મળવા કોઈ સંન્યાસી આવ્યા. એક કમંડળ અને દંડ તેમની પાસે સાધન હતું, સિક્યોરીટી ઓફિસરને કહ્યું અમારે જનકવિદેહીને મળવું છે. ‘રજા વગર નહિ મળાય !’ તો કહે ‘“પૂછી આવો અને કહેજો કે કોઈ સંન્યાસી આવ્યા છે.’’ ચોકીદાર જનકવિદેહી પાસે ગયા અને કહ્યું ‘‘સંન્યાસી દરવાજે ઊભા છે, આપને મળવા ઈચ્છે છે’’ જનકવિદેહી કહે ‘એમને એમ કહેજો કે બધા શસ્ત્રો હેઠા મૂકીને આવે', ચોકીદારે કહ્યું કે આવો, પણ બધા શસ્ત્રો નીચે મૂકીને આવો. ‘અરે, જનકવિદેહી શું સમજે છે ? મારી પાસે તલવાર, બરછી કંઈ નથી અને હું થોડો આતંકવાદી છું ? કે ટાઈમબોમ્બ લઈને આવું ?' સંન્યાસી હતા, વિવેકી હતા. બીજી વખત કહેવરાવ્યું. ‘મેરી પાસ કુછ હૈ નહિ, કયું આપ ના કહતે હો ?' જનક વિદેહીએ કહ્યું કે ‘હૈ, ઉનકે પાસ બહુત શસ્ત્ર હૈ, યે સબ છોડકે આયેંગે. તબ હમારા મિલન હોગા, ઉનકે બિના નહિ હોગા.’ પછી ખ્યાલ આવ્યો કે હું સંન્યાસી છું અને મારી પાસે તો ઘણાં શાસ્ત્રો છે, હું વેદાંતી છું, વેદો જાણું છું, ઉપનિષદોમાં પારંગત છું, મારો મોટો આશ્રમ છે, મારે હજારો શિષ્યો છે, સંન્યાસીને ભાન થયું કે મારી પાસે મોટામાં મોટું શસ્ત્ર છે તે શાસ્ત્રો. હું શાસ્ત્રોનો ભંડાર લઈને જઈ રહ્યો છું. શાસ્ત્રો ખોટાં નથી, પણ શાસ્ત્રોને શસ્ત્રોમાં ફેરવવા ખોટા છે. આ શાસ્ત્રો લડવા કે પક્ષપાત માટે નથી, મત સ્થાપન કરવા માટે નથી. પરમકૃપાળુ દેવે કહ્યું છે કે, ૯૮ આ શાસ્ત્ર સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવા નિર્મળો. શાસ્ત્રો તો આત્માને નિર્મળ કરવા કહ્યા છે. સંન્યાસીને થયું, વાત સાચી છે. મારી પાસે તલવા૨ તો નથી પણ તલવાર કરતાં પણ વધારે ભયંકર શસ્ત્રો મારી પાસે છે, તે શાસ્ત્રો છે. જનક વિદેહી કંઈપણ કહેશે તેનો શાસ્ત્રો દ્વારા હું વિરોધ કરીશ. તમારી જાણકારી હશે તો ટ્યુનીંગ નહિ થાય. સદ્ગુરુ કંઈપણ કહેશે કે તુરત જ તમે કહેશો કે ‘સાહેબ ! મેં આ પ્રમાણે વાંચ્યું છે એનું શું ?' અને તેઓ એમ કહે કે ‘તમે આ પ્રમાણે વાંચ્યું છે તેનો અર્થ આમ થાય છે', તો તમે નહીં સ્વીકારો. સંન્યાસી વિચાર કરે છે અને વિચાર For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કરતાં કરતાં તે નિર્વિચાર થઈ જાય છે અને જનકવિદેહી પાસે પહોંચ્યા. જનકવિદેહીએ સ્વાગત કર્યું, સત્કાર કર્યો. પોતાના આસને બેસાડી તેમને નમસ્કાર કર્યા. જનકવિદેહીએ કહ્યું કે “જે ત્યાગ ભલભલા કરી ન શકે તેવો મત અને માન્યતાનો મોટો ત્યાગ આપે કર્યો છે. પક્ષનો ત્યાગ આપે કર્યો છે.” - સત્યને જીવનમાં ઝીલવું અને સત્યને સ્વીકારવું એ જીવનમાં તાકાત માંગે છે. ખલીલ જીબ્રાને કહ્યું છે “સત્યને ઘરેણાં ન પહેરાવશો, વાઘા ન પહેરાવશો. સત્યને શબ્દમાં ન મઢશો. જો તેને મઢશો તો સત્ય સત્ય નહિ રહે.' વ્રત ઉપવાસ થઈ શકશે, સમેત શિખર, પાલીતાણા, ચારધામ યાત્રા કરવા જઈ શકશો, અડસઠ તીરથ ફરી શકશો. સહેલું છે આ કરવું, પણ પોતાનો પક્ષ છોડવો અત્યંત મુશ્કેલ છે. સદ્ગુરુ પાસે જાવ તો તૈયાર થઈને જાવ. તૈયાર થઈને એટલે? પોતાનો પક્ષ છોડીને, એ નિષેધાત્મક સિદ્ધાંત અને વિધેયાત્મક રીતે વિનયયુક્ત થઈને ગુરુ પાસે જવું. વિનય મોટી મૂડી છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે “વિનયમૂલો ધમ્મો.' વિનય એ ધર્મનું મૂળ છે અને મોક્ષની પ્રાપ્તિ પણ વિનયથી જ થાય છે. પ્રશમરતિ શાસ્ત્રમાં પૂ. ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે કે, વિનયનું ફળ શુશ્રુષા (ઉપદેશ સાંભળવાની ઇચ્છા) છે. શુશ્રુષાથી શ્રુતજ્ઞાન (આગમ બોધ) પ્રાપ્ત થાય છે, જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિથી આશ્રવ નિરોધ (સંવર) થાય છે. સંવરથી તપ કરવાનું સામર્થ્ય પ્રગટે છે. તપથી કર્મ નિર્જરા થાય છે. કર્મ નિર્જરાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે. ક્રિયા નિવૃત્તિથી અયોગ અવસ્થા થાય છે. યોગ નિરોધથી સંસારનો અંત થાય છે અને તેથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.” મીરાંએ ગાયું છે, “ભવસાગર અબ સૂક ગયો સંસાર સાગર સૂકાઈ ગયો. અને તમે એમ કહો છો કે ભવસાગર તરવો છે, તે મુશ્કેલ છે. અને મીરાં કહે છે કે ભવસાગર રહ્યો જ નથી. સૂકાઈ ગયો છે. “ફિકર રહી નહિ તરનનકી.” તરવાની ફિકર હવે રહી જ નથી. મીરાંને કોઈએ પૂછ્યું કે આટલી બધી મસ્તી તારામાં આવી ક્યાંથી? તેં કઈ દવા ખાધી? શું થયું તને? “મોહે લાગી લગન ગુરુચરણનકી.” મને તો ગુરુના ચરણોની લગન લાગી ગઈ છે. હવે કોને ચિંતા છે ભવસાગરની? અને કોને ચિંતા છે સંસારની? આ ભક્તિ! “મારગ જતાં ગુરુ મળ્યા”, “ગુરુએ અમને અમારી ઓળખાણ કરાવી. વિનયયુક્ત ભક્તિથી છલક્તા હૃદયે સદ્દગુરુના ચરણની ઉપાસના કરી.” ચરણની ઉપાસના એટલે આજ્ઞાની આરાધના, આજ્ઞાની આરાધના સિવાય વિરાધના જાય નહિ. પોતાનો પક્ષ ત્યાગી દઈને જે આજ્ઞાની આરાધના કરે છે તેને લાભ શું થાય છે? શું મળે છે? “પામે તે પરમાર્થને, તે પરમતત્ત્વને પામે છે. નિશ્ચય, વ્યવહાર, ઉપાદાન, For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રવચન ક્રમાંક - ૯, ગાથા ક્રમાંક - ૮ નિમિત્ત, દ્રવ્ય, ગુણ, પર્યાય, ઉત્પાદ, વ્યય, ધ્રુવ, કર્મ, માર્ગણા, ગુણસ્થાનક, લેશ્યા, આ બધા મર્મોની પ્રાપ્તિ થાય છે. તેના કરતાં વિશેષ વાત ધ્યાન સમાધિ છે. સાધના કરતાં શ્રેણીની રચના કરે છે એનાથી વધારે કર્મોનો ક્ષય કરે છે. વૃત્તિઓને તે શાંત કરે છે, પોતાના સ્વભાવમાં ઠરે છે. પામે તે પરમાર્થને અને છેલ્લી વાત. “નિજપદનો લે લક્ષ.’ ત્યારે તેને પોતાનું લક્ષ આવે છે. ચારે કડીઓ મળીને એક ગાથા. ચાર અંશ જુદા જોયા. પહેલું સેવે સદ્ગુરુ ચરણને એક. કેવી રીતે ? ત્યાગી દઈ નિજ પક્ષ બે. શું થાય ? પામે તે ૫રમાર્થને ત્રીજી વાત અને છેવટે શું થાય ? ત્યારે જે પોતાનું પદ છે તે તેને પ્રાપ્ત થાય. તેને ખબર પડે કે હવે મને મારું ઘર મળ્યું, ત્યારે તે પોતાના ઘરમાં પગ મૂકે છે. એક ભક્ત દાસ રણછોડે ગાયું છે, દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂંચી ને ઉઘાડ્યું તાળું. દાસ રણછોડે ઘર સંભાળ્યું, નિજ પદની-આત્મપદની ખબર પડી. ‘‘જડી કૂંચી ને ઉઘાડ્યું તાળું’’ આ મજબૂત મોહનું તાળું, માયાનું તાળું, આસક્તિનું તાળું, મમત્વનું તાળું લાગ્યું છે. દાસ રણછોડને સદ્ગુરુએ જ્ઞાનની કૂંચી આપી અને મોહનું તાળું, માયાનું તાળું વાસનાનું તાળું ખૂલી ગયું. પછી શું થયું ? ‘‘થયું ભોમંડળ અજવાળું’’, અંદ૨માં અજવાળું અજવાળું થઈ ગયું. જ્ઞાનનો પ્રકાશ રેલાઈ ગયો. અંધકાર મટી ગયો અને અજવાળું થયું. ‘દિલમાં દીવો કરો રે દીવો’, આવો દીવો સદ્ગુરુની પ્રાપ્તિથી થાય. ફરી ભલામણ કરું છું. ૯ થી ૧૯ ગાથાઓ ગૂંચવણ ભરી છે, તમને ઘણાં પ્રશ્નો ઊઠશે. એ પ્રશ્નો જ્યારે ઊઠે તે નોંધજો પણ કશો નિર્ણય ન કરતાં. લડશો નહિ મારી સાથે, પણ પ્રેમથી ઉકેલ કરીશું. બાંયો નહિ ચડાવવાની, પ્રેમથી પૂરું કરશું. એક હજાર વખત પૂછશો તો મને રીસ નહિ ચડે. બધા જ પ્રશ્નો પૂછજો. પણ જે કંઈ સમજો તે સાચું જ સમજજો. નહિ તો અખાએ કહ્યું છે કે ‘‘ગાલનું ઓસડ આંખે ઘસ્યું'' તેવું થાય. નવથી ઓગણીસ ગાથામાં માર્ગ છે, આખો નેશનલ હાઈવે છે. આ માર્ગે ચાલે તો કોઈની તાકાત નથી કે રસ્તે જતાં રોકી શકે. ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક - ૧૦ - ગાથા ક્રમાંક ૯ સંત ચરણ સેવા દશમી ગાથાનો પ્રારંભ કરતા પહેલાં નવમી ગાથા સંક્ષેપથી વિચારી જઈએ. સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજપક્ષ, પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. (૯) સદ્ગુરુ પ્રાપ્ત થવા મુશ્કેલ છે, પણ પ્રાપ્ત થયા પછી તેમની સાથે ટ્યુનીંગ ન થાય, તાલ ન મળે, ભાવાત્મક મિલન ન થાય, હૃદયના તાર ન મળે, હૃદયનું જોડાણ ન થાય તો તેને સદ્ગુરુ પ્રાપ્ત થયા હોય તો પણ નિષ્ફળ થાય. જેની પાસે પ્રેમની મૂડી છે, સદ્ગુરુ ઉ૫૨ પ્રેમ છે, એ સદ્ગુરુ સાથે તાલ મેળવી શકશે. ભગવાન કૃષ્ણે ભગવદ્ગીતામાં કહ્યું છે કે, ‘શ્રદ્ધાવાન જીમતે જ્ઞાન, તત્પર: સંયàન્દ્રિય: ।′ (૪/૩૬) શ્રદ્ધાની મૂડી જેની પાસે છે, જે પરમાત્મામાં તત્પર છે, ઈન્દ્રિયો જેની સંયત છે, એ જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. પરમકૃપાળુ દેવ કહે છે કે આ ત્રણે વાતો પ્રેમમાં સમાઈ જાય છે. જેમની પાસે પ્રેમની મૂડી નથી, પ્રેમનું અમૃત નથી તે સદ્ગુરુ સાથે તાલ મેળવી શકતો નથી. વ્યક્તિની સાથે પણ તાલ મેળવવો હોય તો પ્રેમની મૂડી જોઈએ. વ્યવહારમાં તાલ મેળવવો હોય તો પણ પ્રેમની મૂડી જોઈએ, પણ પક્ષ પ્રેમ પ્રગટ થવા દેતો નથી. પોતે માનેલા પક્ષનો આગ્રહ પ્રેમની ધારાને તોડે છે. અને ક્યારેક વ્યક્તિ કરતાં પોતાનો પક્ષ, પોતાનો મત, પોતાની માન્યતા મહત્ત્વની બની જાય છે, સત્ય કરતાં પોતાનો આગ્રહ મહત્ત્વનો બની જાય છે, તેથી જ્યાં સુધી પક્ષનો રાગ છે. ત્યાં સુધી સદ્ગુરુ સાથે જોડાણ થાય નહીં. સૂત્ર સમજી લો, ‘સેવે સદ્ગુરુ ચરણને' પણ કેવી રીતે સેવવા? તો ‘‘ત્યાગી દઈ નિજ પક્ષ.’' પોતાનો પક્ષ, પોતાનો મત, પોતાની માન્યતા છોડીને. શા માટે માન્યતા છોડવી ? જ્યાં સુધી વ્યક્તિની પરિપૂર્ણ અવસ્થા ન આવે ત્યાં સુધી એને જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે તે જ્ઞાન ખંડિત હશે, તે પાક્ષિક હશે, સર્વાંગીણ નહીં હોય, સર્વોત્તમ નહીં હોય અને એ ૧૦૧ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પ્રવચન ક્રમાંક - ૧૦, ગાથા ક્રમાંક - ૯ જે પોતાનું ખંડિત જ્ઞાન છે, એ જ અખંડ જ્ઞાન છે, એવી જે માન્યતા આવે છે, તેથી જ્ઞાનના દ્વાર બંધ થઈ જાય છે. પક્ષ એ ખંડિત જ્ઞાન છે. પક્ષ દુર્નય, એકાંત નય છે, અને એટલા માટે પક્ષનો રાગ જો હશે તો રાગ વચમાં આવશે, અને સદ્ગુરુ સાથે અંદરનું જોડાણ નહીં થાય, અને જ્યાં સુધી આવું જોડાણ, આવો પ્રેમ પ્રગટ ન થાય ત્યાં સુધી દઢતાપૂર્વક આજ્ઞાપાલનની સાધના પણ નહીં થાય. આ વિષે બહુ મહત્ત્વની ચર્ચા આગળ આવવાની છે. સદ્દગુરુ પાસે પોતાનું ધાર્યુ કરાવવું અને પોતાની વાત માન્ય કરાવવી અને એમ કહેવું કે અમારે સદ્ગુરુની આજ્ઞાનું પાલન કરવું છે, અમે આજ્ઞા માન્ય કરીએ છીએ, એના જેવી બીજી કોઈ રમત જગતમાં હોઈ શકે નહીં. અથવા આજ્ઞાપાલનનો અર્થ સ્થૂળ કરે છે, વિપરીત કરે છે. બાબલાનું નામ શું પાડવું તે સદ્ગુરુને પૂછવાની જરૂર નથી. તમે પાડી શકો છો. તમે પાછા એમ કહો છો કે આ નામ જે પાડ્યું છે તે ગુરુદેવના કહેવાથી પાડ્યું છે, આ ઘેલછા છે. દુકાનનું મુહૂર્ત કાઢવું તે સદ્ગુરુનું કામ નથી. પાછા એમ કહે કે અમે દુકાન ચાલુ કરી છે, એ ગુરુદેવે આપેલા મુહૂર્ત પ્રમાણે ચાલુ કરી છે. સદ્ગુરુનું આ કામ નથી. વીતરાગતાની પ્રાપ્તિ માટે અને સંસારના ક્ષય માટે જે જે આજ્ઞા સદ્ગુરુ આપે તે આજ્ઞાનું અખંડપણે પાલન કરવું એને કહેવાય છે આજ્ઞાની આરાધના, આનંદધનજીએ કહ્યું છે કે, કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે, પતિ રંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ. કોઈ સ્ત્રી પોતાના પતિને રાજી રાખવા માટે, ખુશ કરવા માટે, પ્રસન્ન કરવા માટે, વશ કરવા માટે, બહુ તપ કરે. પોતે કષ્ટો પણ સહન કરે, આગમાં ઝંપલાવે-આનંદધનજી કહે છે કે આ પતિરંજન મને મંજુર નથી. મને તો “રંજન ધાતુ વિલાપ', પતિની પ્રકૃતિ સાથે, પતિના સ્વભાવ સાથે, પોતાનો સ્વભાવ મેળવવો, એ જ રંજન કરવાનો સૌથી મોટો ઉપાય જણાય છે. સદ્ગુરુને પણ રંજન કરવાનો સૌથી મોટો ઉપાય એ છે કે એમની પ્રકૃતિની સાથે, એમની અવસ્થાની સાથે પોતાનો તાલ મેળવવો. સદ્ગુરુ નિષ્પક્ષ છે, પ્રેમનો સાગર છે. સદગુરુ નિસંગ. નિસ્પૃહ અને નિરપેક્ષ છે. સદ્ગુરુને કોઈ પક્ષ નથી. એમને કોઈ અપેક્ષા કે સ્પૃહા નથી. એમને કોઈ અભિલાષા નથી. એમને સંબંધો જાળવવા નથી, પણ શિષ્યને સદ્ગુરુ સાથે નાતો જોડવો છે, માટે આ પ્રયત્નો શિષ્ય તરફથી છે, સદ્ગુરુ તરફથી નહીં. વ્યવહારમાં ઘણી વખત એમ થાય છે કે પરણ્યાને પચાસ વર્ષ થયા. અને પછી કોઈ પૂછે કે કેમ છો? તો કહે કે “હજુ ટ્યુનીંગ થયું નથી પચાસ વર્ષે. એક છાપરા નીચે રહીએ છીએ પણ મત અમારા જુદા છે. એમનો મત For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૦૩ જુદો, મારો મત જુદો. એ કહે પીક્સર જોવા જવું છે. હું કહું છું મંદિર જવું છે. મેળ પડતો નથી. એ કહે ઈડલી ખાવી છે, હું કહું છું ઢોસા ખાવા છે.' આ ઈડલી અને ઢોંસામાં તમે જીવનને તોડશો? તમારા પ્રેમની ધારાને તોડશો? જીવનમાં સંગીત હોય તો જ સદ્દગુરુ સાથે મેળ પડશે. - સદ્ગુરુ પોતે નિરપેક્ષ છે. તેમને કોઈ પણ જાતની અપેક્ષા નથી. “આ અમીર છે, આ ગરીબ છે, આ ઉપયોગી છે, આ ભવિષ્યમાં કામ લાગશે.' સદ્ગુરુને આવા વિકલ્પ હોતા નથી. આવા પુરુષ જગતમાં ઓછા મળે છે. સદ્ગુરુ નિરાશ છે. નિરાશ એટલે આશા રહતિ. એમને કોઈ આશા કે ઈચ્છા નથી. સદૂગુરુ પાસે માત્ર પ્રેમનો સાગર છે. શિષ્યને પક્ષની પાળ તોડવી પડશે. આ ધોરિયો ઘણો મજબૂત છે. તે તૂટતો નથી. જો પક્ષની પાળ તે તોડે તો સદ્ગુરુ સાથે પોતે એકાગ્ર થાય, તન્મય થાય, તો જીવનમાં ટ્યુનીંગ આવે. | મુખ્યત્વે પરમકૃપાળુ દેવને બે પક્ષની વાત કરવી છે. (૧) ક્રિયાજડ અને (૨) શુષ્કજ્ઞાની. આ બે મોટા પક્ષો છે. નાના પક્ષો ઘણાં છે. લઘુરાજ સ્વામીએ કહ્યું કે પરમકૃપાળુ દેવે અમારા ઉપર એવી કૃપા કરી કે અમને ક્યાંય ઊભા ન રાખ્યા. ન રાખ્યા દેરાવાસીમાં કે ન રાખ્યા સ્થાનકવાસીમાં. સીધા અમને લઈને આત્મામાં મૂકી દીધા. તમે કહેશો કે “અમારે આત્મામાં નથી જવું, કોઈક પક્ષમાં જવું છે', તેથી આત્મામાં જવાની જે એક અવસ્થા છે તે પ્રાપ્ત થઈ શકતી નથી. કોઈપણ પક્ષ સાધકને અટકાવશે. સદ્દગુરુ મળ્યા હશે તો પણ તેની સાથે ટ્યુનીંગ નહીં થાય. આ ટ્યુનીંગ શબ્દ સમજી લો. મજા તો જીવનના ટ્યુનીંગમાં છે. સંગીતની બેઠક મળી હોય. પચાસ વાજીંત્રો વાગતા હોય. ગાયક ગાય પણ બધાનો તાલમેળ ન હોય તો? ગાનાર મલ્હાર ગાય, વગાડનાર દીપક વગાડે અને તબલા ઉપર ભીમ પલાસી ઠેકો આપે તો કેવો દેકારો થાય. મહેફિલ તો તો જ જામે જો સંગીતમાં તાલબદ્ધતા આવે, લયબદ્ધતા આવે. - સદ્ગુરુની સાથે તાલબદ્ધતા મેળવવી, લયબદ્ધતા મેળવવી, એ શિષ્યની સાધના છે. તમે સદ્ગુરુની પાસે જાવ, એમની પાસે બેસો, એમની સેવા કરો, એમને આહારનું ને વસ્તુનું દાન આપો. તેમની પાસે શ્રવણ કરો. તેમને પ્રશ્નો પૂછીને તેમણે કહેલ વાતનું ચિંતન કરો, સાથે રહો, રાત દિવસ સેવા કરો, પણ ટ્યુનીંગ છે ? અને જો ટ્યુનીંગ નહીં હોય તો કામ નહીં થાય. સદૂગુરુના પક્ષે કોઈ અવરોધ નથી. અવરોધ શિષ્યના પક્ષે છે. અને શિષ્ય પક્ષની પાળ તોડવી પડશે. જેવી પાળ તૂટશે કે તરત જ પ્રેમનો સાગર વહેતો થશે. બે હૈયાનો પ્રેમ જ્યારે ભેગો મળે છે, તેને કહેવાય છે સંધિ. “ઉભય મિલ્યા હુએ સંધિ” બે ભેગા મળે ત્યારે સંધિ થાય. સદૂગુરુનું હૃદય અને શિષ્યનું હૃદય બંને જ્યારે મળે ત્યારે For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પ્રવચન ક્રમાંક - ૧૦, ગાથા ક્રમાંક - ૯ સાધકમાં શિષ્યત્વ પ્રગટે છે, અને આવું શિષ્યત્વજ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે આજ્ઞાપાલનની સાધના સુગમતાપૂર્વક થાય છે, અને અંતમાં એમ કહેવું છે કે જો સદ્ગુરુને સેવ્યા હોત તો આવા દુરાગ્રહમાં પડી જવાનો વખત જીવને ન આવત. એ ક્રિયા જડ કે શુષ્કજ્ઞાની પણ ન થાત, અને આત્મસાધનામાં જીવ જોડાત, અને તથારૂપ સાધનથી એ પરમાર્થને પામત, અને પોતાના નિજપક્ષનું લક્ષ પણ લેત, અને વૃત્તિ આત્મ સન્મુખ પણ થાત. આમાંથી એકે ઘટના ઘટી નથી, એકે પરિણામ આવ્યું નથી. એટલા માટે શિષ્ય પૂછે છે “ગુરુદેવ આપ વાત કરો છો પણ એમ પણ જાણવામાં આવ્યું છે કે પૂર્વે સદ્ગનો યોગ તો ઘણી વખત થયો છે, છતાં જીવનું કલ્યાણ થયું નથી, તો સદ્ગુરુના ઉપદેશનું કોઈ વિશેષપણું નથી? ગુરુદેવ કહે છે તેનો જવાબ બીજા પદમાં આપ્યો છે. સદ્ગુરુ મળ્યા તેની સેવા કરી, તેમની પાસે રહ્યા પણ પોતાનો પક્ષ એણે છોડ્યો નથી, તેના કારણે આ કાર્ય થઈ શક્યું નથી. જે પોતાનો પક્ષ ત્યજી સદ્ગુરુના ચરણને સેવે છે, તે આત્મા પરમાર્થને પામે છે. પૂર્વે સદૂગુરુનો યોગ થયો પરંતુ સગુરુને ઓળખ્યા નથી. ઓળખાણ થવી બહુ મુશ્કેલ છે. આપણે ઘરમાં સાથે રહેનારની પ્રકૃતિને ઓળખીને જીવનમાં સંવાદ સાધી શકતા નથી, તો આપણે સદગુરુને કેવી રીતે ઓળખી શકીએ ? સદ્ગુરુ અલૌકિક છે. તેમને ઓળખવાનું કોઈ સાધન નથી. કેવી રીતે ઓળખશો? અંદરમાં જેમને આત્માનુભૂતિ થઈ છે, અંદરમાં જેમને આત્મદર્શન થયું છે, અંદરમાં જેમને આત્મ સાક્ષાત્કાર છે, અને એના કારણે તેમના જીવનમાં જે અવસ્થા આવી છે, તેમને તમે ઓળખશો કઈ રીતે? પણ ઓળખી શકાય. પરમકૃપાળુ દેવે કહ્યું છે કે, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી શકે છે. તમે ફૂટપટ્ટી લઈને સગુરુને માપવા જશો તો નહિ ઓળખાય. ભાગવતમાં એક મજાની વાત કરી છે. કૃષ્ણ બહુ તોફાન કરતા હતા. યશોદાને ખૂબ મૂંઝવણ થઈ કે આ ઘરનું કામ કરવા દેતો નથી, બાંધી રાખો એક થાંભલા સાથે. યશોદા દોરડું લઈ આવ્યા. કૃષ્ણ કહે બાંધો. એ તૈયાર હતા. દોરડું બાંધે તો તે ચાર આંગળ ઓછું પડે. બધા જ પ્રયત્નો કર્યા; પણ યશોદા કૃષ્ણને બાંધી શક્યા નથી. કૃષ્ણે કહ્યું, “મને બાંધવો એ કામ સહેલું નથી. ચાર આંગળ હર વખતે ઓછા પડશે.' તેમ સદગુરુને ઓળખવા સહેલા નથી. ફૂટપટ્ટી નાની પડશે. વળી તેમની પાસે પોતાનું માન અને પોતાનો મત છોડ્યો નથી, તેથી સગુરુનો ઉપદેશ પરિણામ પામ્યો નથી. જો પક્ષ છોડ્યો હોત તો કામ થઈ જાત. મત, સ્વચ્છેદ અને કુળધર્મનો આગ્રહ દૂર કરીને જો સદ્ગુરુનો ઉપદેશ ગ્રહણ કરશે તો પરમાર્થને પ્રાપ્ત કરશે. દસમી ગાથા બહુ મહત્ત્વની છે તેનો પ્રારંભ થાય છે. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૧૦ ટીકાઃ આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઈચ્છાથી જે રહિત થયા છે; તથા શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે; માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવાં કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયા છે; અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને ષદર્શનના તાત્પર્યને જાણે છે, તે સદ્ગુરુનાં ઉત્તમ લક્ષણો છે. (૧૦) સદ્દગુરુ કેવા હોય? તેમનું સ્વરૂપ કેવું હોય? તેમના લક્ષણો કેવા હોય? તે સમજવા તમને એક સૂત્ર આપીએ છીએ. તે સૂત્ર તમે લક્ષમાં લેજો. તેનાથી તુરત જ તમને ખ્યાલમાં આવી જાય, સમજણ આવી જાય. હૈયામાં ઓળખાણ થઈ જાય તો ઘટના ઘટી જાય અને સદ્ગુરુ ઓળખાઈ જાય તો પ્રેમ થઈ જાય, પક્ષ મુકાઈ જાય, તેમની સાથે ટ્યુનીંગ થઈ જાય તો મોક્ષનો રસ્તો નેશનલ હાઈવે જેવો સરળ અને સીધો થઈ જાય. ગલીકૂચીઓમાં અટવાવવું પડે નહીં. બીજો ઉપાય કરવો પડે નહીં. આ સદ્ગના લક્ષણો છે. તેમાં એક લક્ષણ એવું નથી કે બહારથી ઓળખાય, આ ખૂબી છે. નરસિંહ મહેતાનું પદ છે. વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. નરસિંહ મહેતા એવા ડાહ્યા કે “વૈષ્ણવ જન તો તેને કહીએ'', ત્યાંથી શરૂઆત કરી અને છેલ્લે “કૂળ એકોતેર તાર્યા ત્યાં સુધીમાં એક લક્ષણ એવું નથી મૂક્યું કે ઝટ પકડાય. એમણે એમ કહ્યું હોત તો સારું કે રામનામની ચાદર ઓઢી હોય એ વૈષ્ણવ, રૂદ્રાક્ષની માળા પહેરે એ વૈષ્ણવ, કપાળે મોટો ચાંદલો કરે એ વૈષ્ણવ, પણ આવું એકેય લક્ષણ આમાં નથી. આમાં લક્ષણ તો એ છે કે, જે પીડ પરાઈ જાણે રે; પર દુઃખે ઉપકાર કરે, તોય મન અભિમાન ન આણે રે. જિહ્વા થકી અસત્ય ન બોલે, પરસ્ત્રી જેને માત રે'' એકે લક્ષણ આમાં એવું નથી કે જે બહારથી ઓળખાય. સદ્ગુરુનું એક લક્ષણ એવું નથી કે આપણે બહારથી ઓળખી શકીએ. પાંચ ફૂટની ઊંચાઈ હોય તો તે સદ્ગુરુ, આટલી લાંબી દાઢી હોય તે સદ્ગુરુ, આટલા મોટા વાળ હોય કે માથે ટાલ હોય તે સદ્ગુરુ, માળા ફેરવતા હોય તે સદૂગુરુ. સદ્ગુરુ દૂધ જ પીવે છે, બીજું કાંઈ ખાતા નથી, આવું કહ્યું હોત તો કેટલું સરળ થાત? સદ્ગુરુનું એક લક્ષણ આમાં નથી, પણ જે પાંચ લક્ષણો છે, તે અત્યંત મહત્ત્વના છે. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પ્રવચન ક્રમાંક - ૧૦, ગાથા ક્રમાંક - ૯ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૧. “આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે. આત્મજ્ઞાન શબ્દ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્તા ભોક્તા છે, આત્મા અવિનાશી છે, આત્મા મુક્ત છે, આત્મા અજર છે, આત્મા મરતો નથી, જન્મતો નથી. આ કડીબદ્ધ બોલી જવું એ આત્મજ્ઞાન નથી, પણ શબ્દો છે. આત્મજ્ઞાની એટલે આત્માનુભવ જેને થયો છે તે. શાસ્ત્રોથી, શબ્દોથી જાણ્યો તો ખરો પણ જેને પ્રત્યક્ષ અનુભવ થયો છે, જેને અંદરમાં અનુભૂતિ થઈ છે તે. આનંદધનજીએ કહ્યું. અનુભવ કલિકા જાગી, મતિ મેરી આતમ સમરણ લાગી. જેમ છોડ ઉપર કળી ખીલે છે, તે સંદેશ આપે છે કે ફુલને આવવાની તૈયારી છે. ફૂલ સમાચાર આપે છે કે હવે ફળ આવવાની તૈયારી છે. આત્મ અનુભવ થાય છે, તે કહે છે કે હવે તમારી વૃત્તિને બહારમાંથી અંદર લાવી શકશો, અને અંદરમાં ઠરશો. તમે અંદરમાં ઠરશો ત્યારે સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થશે, અને જેવા સમાચાર મળે છે કે સમ્યકૂચારિત્ર પ્રાપ્ત થયું છે, તેની સાથે ખબર પડશે કે મોક્ષનું ફળ બેસશે. આવી ક્રમિક સાધના જેમના જીવનમાં થાય, આવી ક્રમિક ઘટના જેમના જીવનમાં ઘટે તેને આત્મઅનુભવ થયો છે. આત્માને શાસ્ત્રોથી જાણવો એક વાત, આત્માને વર્ણવવો બીજી વાત, આત્મા વિશે વાત કરવી એ ત્રીજી વાત. ઉપનિષદમાં કહ્યું છે કે, “ઋત્િવતિ ગાત્માન' કોઈક જે આત્માની વાત આશ્ચર્ય મુગ્ધ બનીને કરે છે, કોઈક આત્માની વાત આશ્ચર્યમુગ્ધ બનીને સાંભળે છે, કોઈક જ આત્માની વાત આશ્ચર્ય મુગ્ધ બનીને બીજાને કહે છે, પણ આ બધામાંથી આત્માનો અનુભવ કરનારા કોઈક જ હશે. જેવો આત્માનુભવ થાય કે અંદર ઘટના ઘટે છે, અંદર પરિવર્તન થાય છે, અંદર બદલાઈ જાય છે. છોકરીને ખબર પડે કે મારું સગપણ થયું કે તરત જ તેને ખબર પડી જાય છે કે હવે આ ઘર મારું નથી. અમે મજાકમાં કહીએ છીએ કે સગપણ થયું ન હોય અને પાડોશમાં છોકરો રહેતો હોય અને કેટલો વખત રસ્તા ઉપરથી આવન જાવન કરતો હોય તોપણ કંઈ ન થાય પણ એક વખત તેની સાથે સગપણ જો થાય અને પછી ખબર પડે કે એનું માથું દુઃખે છે તો અહીં દુઃખાવો ચાલુ થઈ જાય, સગપણ થયું ને? સંબંધ થયો ને? સંબંધ થયો એટલે અંદરની અવસ્થા બદલાઈ ગઈ, આત્મામાં એક વખત અનુભવ થાય તો અંદરની અવસ્થા બદલઈ જાય. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અનુભવ રસમેં રોગ ન શોકા, લોકવાદ સબ મેટા, કેવલ અચલ અનાદિ અબાધિત, શિવ શંકરકા ભેટા. અનુભવનો રસ જેણે ચાખ્યો તેના મનના રોગ મટી ગયા. તેનો શોક મટી ગયો. ઘણાં લોકોનું શરીર ઘણું તંદુરસ્ત હોય છે. એંશી વર્ષની ઉંમરે પણ ઘણા તંદુરસ્ત માણસો હોય છે અને એમ કહેતા હોય છે કે હજુ બે લાડુ ખાઈ શકું છું, પણ તેને પૂછીએ કે મનની શું હાલત છે? તે કહે કે એ પૂછશો નહીં. મનમાં ઘણાં ગોટાળા છે. જેવો આત્માનુભવ થાય કે તરત મનના બધાં રોગ ખરી પડે. મન નિરોગી થઈ જાય. શરીર નિરોગી હોવું એક વાત છે. પણ મન નિરોગી હોવું બહુ અદ્ભુત વાત છે. મનના અનેક રોગો છે. ક્રોધ એ રોગ, અહંકાર એ રોગ, માયા એ રોગ, માન એ રોગ, મત એ રોગ, હઠાગ્રહ એ રોગ, કામવાસના એ રોગ, ઈર્ષ્યા એ રોગ, દ્વેષ એ રોગ, હિંસા, અસત્ય એ રોગ, તિરસ્કાર એ રોગ. જેવો આત્મનુભવ થાય કે મનના આ બધા રોગો મટી જાય. મનમાં એકપણ રોગ ન રહે. ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું કે ““જેને આત્માનુભવ થયો છે, તેનું એક લક્ષણ છે, એને જગતમાં કોઈ જીવો પ્રત્યે તિરસ્કાર ન હોય, એને ધૃણા ન હોય, એની આંખમાંથી, એની વાણીમાંથી અને હૈયામાંથી પ્રેમ ટપકતો હોય. એના સમગ્ર અસ્તિત્વમાંથી પ્રેમ ટપકતો હોય. એના જીવનમાં પ્રેમનો સાગર લહેરાતો હોય. તેને ભેદ નથી. પક્ષપાત નથી. મારા તારાપણું નથી. આ મારો છે, અને આ પારકો છે. એવી ગણતરી હવે એને મટી ગઈ છે. એને તો “મિત્તી ને સેલ્વમૂસું', જગતના તમામ પ્રાણીઓ પ્રત્યે અંદર મૈત્રીભાવ હોય. આત્મ અનુભવ થાય અને પરિવર્તન ન થાય? આત્માનુભવ થાય અને અંદરથી બદલાઈ ન જાય? આત્માનુભવ થાય અને અંદર ક્રાંતિ ન થાય? આવું ન બને. ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ! તુજ સમકિત દાનમેં, પ્રભુ ગુણ અનુભવકે રસ આગે, આવત નહિ કોઉ માનમેં. (ઉપા. યશોવિજયજી મ.) આત્માનો અનુભવ થાય કે તેના હૃદયમાં એક મસ્તી આવી જાય. એક ખુમારી આવી જાય. દીનતા, લાચારી ચાલી જાય. એના જીવનમાં ક્યારેય પણ દ્વન્દ્ર અને મૂંઝવણ ન હોય. પહેલું લક્ષણ આત્માનુભૂતિ. આ પાયાનું મહત્ત્વનું લક્ષણ છે. આના ઉપર સદ્ગુરુની ઈમારત છે. સદ્દગુરુના જીવનમાં કોઈપણ સૌથી મોટી ઘટના હોય તો જે આત્માની વાત શાસ્ત્રો કહે છે, જે આત્માની વાત પ્રવચનમાં થાય છે, જે આત્માનું વર્ણન વેદો અને આગમો કરે છે, જે આત્માનું વર્ણન જ્ઞાની પુરુષો કરે છે, એવા આત્માનો એમને પ્રગટ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પ્રવચન ક્રમાંક - ૧૦, ગાથા ક્રમાંક - ૯ અનુભવ થઈ ગયો છે. આ અદ્ભુત વાત છે. અનંતકાળમાં અનંતવાર બાકી બધું જ કર્યું પણ આત્માનો અનુભવ કર્યો નથી. ‘હીરો ઘોઘે જઈ આવ્યો, ડેલે હાથ દઈ આવ્યો.’ બધું જ કર્યું. પણ આ ન કર્યું. ‘હજુ યે ન આવ્યો મારગડાનો અંત.’ જેમણે આત્માનો અનુભવ કર્યો છે, તેમની પાસેથી આત્માની ઝલક મળશે. જેમણે આત્માનો અનુભવ કર્યો છે, તેમની પાસેથી આત્માની વાત મળશે. જેમણે આત્માનો અનુભવ કર્યો છે, તેમની પાસેથી આત્મદર્શનની કેડી મળશે. જે પોતે જાણતો જ નથી અને અનુભવ થયો જ નથી, તેની પાસેથી કેડી ક્યાંથી મળશે ? આત્મજ્ઞાન વિશે જેની સ્થિતિ છે એટલે આત્મા વિશે જેની સ્થિતિ છે. શરીર તો ગમે ત્યાં કામ કરતું હશે, પણ એ રહ્યા છે આત્મામાં. પૂ. હરિભદ્રસૂરિ મહારાજે બે શબ્દો આપ્યા છે. ‘ચિત્ત પાતી ને કાયપાતી.' શરીર તો સંસારમાં છે, શરીર કાર્યોમાં છે, પણ મન તો આત્મામાં છે-સ્થિર થયું છે. આત્મ અનુભવમાં જેમની સ્થિતિ છે એટલે પરભાવની ઈચ્છાથી જે રહિત થયા છે, હવે એમને પરભાવની ઈચ્છા રહી નથી, કંઈ પણ જોઈતું નથી. ‘જાકુ કછું ન ચાહિયે, વો શાહન કો શાહ.' એ મસ્તી એમનામાં આવી ગઈ છે. બીજું લક્ષણ સમદર્શિતા-સમદર્શીપણું. શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કાર, નિંદા, સ્તુતિ, ગમતું અણગમતું આવા ભાવો પ્રત્યે જેને વિષમ ભાવ થતો નથી. માન-અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે. વંદક, નિંદક સમગણે, ઈશ્યો હોય તું જાણ રે. આ સમ્યગ્દષ્ટિ છે. આ જાગ્રત છે. આ હૈયાનો ભોટ નથી, ઉપલો માળ ખાલી નથી, મગજના સ્ક્રૂ ઢીલા નથી. એને બધું સમજાય છે, સંવેદનશીલ છે. કોઈ સ્તુતિ કરે તો પણ ભલે. કોઈ નિંદા કરે તો પણ ભલે. આવી નિર્હન્દુ અવસ્થા જેના અંતરમાં આવી ગઈ છે. પરમકૃપાળુ દેવે અપૂર્વ અવસરમાં ગાયું છે કે, શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. તેમને અંદરમાં સમતા છે, સમતા એ જીવનનો આનંદ છે, જીવનની અવસ્થા છે, એવી સમતા તેમણે પ્રાપ્ત કરી છે. આત્માનુભૂતિ થઈ છે તે એક ઘટના. અને સમતા જીવનમાં પ્રાપ્ત થઈ છે, તે તેમના જીવનની બીજી ઘટના. સમતા એટલે સમભાવ. ભગવાન મહાવીર કહેતા હતા કે 'સમમાવમાવિઅપ્પા, ઇફ મુત્યું ન સંવેદો.’ સમભાવથી જે આત્માને ભાવિત કરે છે, તેને મોક્ષ પ્રાપ્ત થાય જ, તેમાં કોઈ સંદેહ નથી. હવે ત્રીજું લક્ષણ : ‘વિચરે ઉદય પ્રયોગ.’ ડબ્બો પાટા ઉપર ઊભો છે. ડબ્બો પોતે For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૦૯ ચાલતો નથી. એન્જિન જોડાય અને ડબ્બામાં ગતિ આવે. જ્ઞાની પુરુષો પણ એવા છે, શરીર છે, તેમાં જે કંઈપણ કાર્ય થાય તે પૂર્વના પ્રારબ્ધના ધક્કાથી થાય. કર્તાભાવ નથી, કરવાની વૃત્તિ કે ઈચ્છા નથી, માનપાનની અપેક્ષા નથી. કંઈ મેળવવું નથી, કંઈ પ્રાપ્ત કરવું નથી, હરીફાઈમાં ઊતરવું નથી, કોઈની સાથે તુલના કરવી નથી, કોઈના જેવા થવું નથી, કંઈ જ કરવું નથી, સ્વરૂપમાં ઠરવું છે, પણ જે કંઈ થાય છે, તે પૂર્વના ધક્કાથી થાય છે. એક એવી અવસ્થા છે કે જે અવસ્થામાં કર્તાભાવ નથી. અખાએ કહ્યું, કર્તા મિટે તો મિટે કર્મ, એ છે મહા ભજનનો મર્મ. કર્તા મટી જાય તો કર્મ મટી જાય. આ ભજનનો મર્મ છે. તમે કશું જ કરતા નથી, પણ માનો છો કે હું કરુ છું. જ્ઞાની તો ‘વિચરે ઉદય પ્રયોગ', ઉદય શબ્દ છે. પૂર્વના પ્રારબ્ધના વેગથી જ્ઞાનીનું કાર્ય થાય છે. આ ત્રણ લક્ષણો અને એક ચોથું લક્ષણ “અપૂર્વ વાણી” – એમની વાણી અપૂર્વ છે. અપૂર્વ એટલે અલંકારિક, અસરકારક, ઓરેટરી, દિલ જીતી લે તેવી? ના. લોકો તો કહે છે કે મહારાજ બહુ સારી વાર્તા કહે છે, ગાય છે બહુ સારું. અરે ! ગાવું અને વાર્તા કહેવી તે અપૂર્વ વાત નથી. પણ જેમની વાણીમાં આત્માનો ઝંકાર છે, જે શબ્દ સાંભળતાં પરમતત્ત્વ યાદ આવી જાય, અસ્તિત્વ યાદ આવી જાય, પોતાનું સ્વરૂપ યાદ આવી જાય, આને અપૂર્વ વાણી કહે છે તથા પરમશ્રત એટલે જ્ઞાનની તમામ શાખાઓ જાણે છે. આવા તમામ લક્ષણો જેનામાં છે, એમને અમે સદ્ગુરુ કહીએ છીએ. આ બહુ સંક્ષેપમાં વાત કરી, પણ આ વાતની પાછળ ઘણી મહત્ત્વની વાત હવે શરૂ થાય છે. આત્મસિદ્ધિનો પ્રારંભ વર્ષ-૨૯ માં આસો વદ-એકમ ગુરૂવાર-૧૯પર માં થયો ત્યારબાદ આત્મજ્ઞાન સમદર્શિતા-એ દસમી ગાથા ઉપર વર્ષ-૩૧ સંવત-૧૯૫૪ માં ખાસ કરીને સમદર્શિતા ઉપર પરમકૃપાળુ દેવે વિશેષ વિવેચન લખ્યું છે. પત્રાંક-૮૩૭, પાના નં. ૨૨ આ વચનામૃત એટલા માટે વચમાં જોયું છે કે, ૧૯ ગાથાઓમાં જે કંઈપણ પરમકૃપાળુ દેવે કહ્યું તે અત્યંત સંક્ષિપ્તમાં કહ્યું, ૮૩૭માં નિચોડ મૂકી દીધો છે. જે કંઈપણ તેઓએ કહ્યું તેને ખોલતાં આવડવું જોઈએ, અને ખાસ કરીને આત્મસિદ્ધિના પ્રાગટ્ય પછી બે વર્ષ બાદ ૧૯૫૪ માં જેઠ વદ-ચોથ પછી આના ઉપર વિવેચન લખ્યું. આ પરમ રહસ્યમય છે. દોઢથી બે વર્ષના ગાળામાં ઘણું ઘોલન થયું અને પત્રાંક-૮૩૭ માં માર્ગ વિશે, માર્ગની પ્રરૂપણા વિશે, સદ્ગુરુ વિશે, ઉપદેશ વિશે, ઉપદેશક વિશે, ઘણું ઘોલન કરીને નિષ્કર્ષ આપ્યો. આ એટલા માટે વચનામૃત મારે યાદ કરવું છે કે સમગ્ર સાધક જીવનમાં જે કંઈપણ પ્રશ્નો છે તે પ્રશ્નોનો ઉકેલ આમાં આપ્યો છે. પરમકૃપાળુ દેવના હાર્દને, એમના રહસ્યને, એમની અસ્મિતાને યથાર્થપણે જાણવું હોય તો ૮૩૭પત્ર બરાબર For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પ્રવચન ક્રમાંક - ૧૦, ગાથા ક્રમાંક - ૯ સમજવો પડશે. પહેલી વાત સદ્ગુરુ યોગ્ય આ લક્ષણો મુખ્યપણે કયા ગુણસ્થાનકે સંભવે છે? જરા વાત તો કઠિન છે, ગહન પણ છે, ગહેરી છે. શુષ્ક અને રસ વગરની પણ છે, પણ તમારે રસ લેવો પડશે. તમારે જાણવું પડશે, તમારે સમજવું પડશે. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી, પરમશ્રત આ જે લક્ષણો છે તે મુખ્યપણે કયા ગુણસ્થાનકે સંભવે ? અને બીજો પ્રશ્ન સમદર્શિતા એટલે શું? આ બે પ્રશ્નોને લક્ષમાં રાખીને લખ્યું છે. પ્રશ્નકાર પણ પોતે અને ઉત્તર આપનાર પણ પોતે છે. પ્રશ્ન કોક કરે અને ઉત્તર કોક આપે તેમ નહીં. તો સદ્ગુરુ યોગ્ય લક્ષણો દર્શાવ્યા તે મુખ્યપણે ઉપદેશક અર્થાત્ માર્ગ પ્રકાશક એવા સદૂગુરુના લક્ષણો હોઈ શકે, એની વાત કરી. | ઉપદેશક તરીકેના ગુણસ્થાનક બે જ છે. આ બે ગુણ સ્થાનક ઉપર રહેલા ઉપદેશ આપી શકે. બીજા ઉપદેશ પ્રાયઃ ન આપે. ઉપદેશક ગુણ સ્થાનક છડ્યું અને તેરમું છે. છઠું ગુણસ્થાનક એ પ્રમત્ત સંયત (સર્વ વિરતિ) ગુણ સ્થાનક અને તેરમું ગુણસ્થાનક એ સંયોગી કેવલી ગુણસ્થાનક. બારમા પછી તેરમું ગુણસ્થાનક આવે છે. સંપૂર્ણપણે મોહમાંથી મુક્ત બન્યા છે. ૧૪ ગુણસ્થાનકો છે. ગુણનું સ્થાન તે ગુણસ્થાનક, ચૈતન્યનો વિકાસ. તો ઉપદેશ આપવાનું સ્થાન છઠ્ઠ ગુણસ્થાન અથવા તેરમું ગુણસ્થાન. વચમાં આઠમા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધીનો કાળ બહુ અલ્પ છે, બધો મળીને અંતર્મુહૂર્તનો કાળ. ત્યાં વાણી નથી ત્યાં ઉપદેશ નથી. ઉપદેશ આપવાની પ્રવૃત્તિ પણ નથી. માર્ગનો ઉપદેશ આપવાની પ્રવૃત્તિ છઠ્ઠા ગુણ સ્થાનકે હોય છે, તે પહેલા નહીં. છઠ્ઠા ગુણ સ્થાનકે સંપૂર્ણ વીતરાગદશા અને કેવળજ્ઞાન નથી. તે તેરમે ગુણસ્થાને છે. ખરેખર તો અધિકૃત રીતે યથાવત્ યથાર્થપણે માર્ગનું ઉપદેશકપણું તેરમે ગુણસ્થાને હોય, એમનો અધિકાર છે. કારણ સંપૂર્ણ વીતરાગપણું છે અને કેવલ્યની પ્રાપ્તિ પણ છે. કેવળજ્ઞાન અને વીતરાગતા એ બન્ને જેના જીવનમાં હોય એ જ ઉપદેશ આપી શકે. પરમ સદગુરુ શ્રી જિનેશ્વર તીર્થકર આદિ વિશે એવી અવસ્થા ઘટે છે તો બાકી બીજાને ઉપદેશ આપવાના રસ્તા બંધ? કોઈ ઉપદેશ આપી ન શકે ? પરમકૃપાળુ દેવ કહે છે કે ‘તથાપિ છ ગુણસ્થાને વર્તતા મુનિ સંપૂર્ણ વીતરાગતા અને કૈવલ્યદશાના ઉપાસક છે.” જુઓ તેરમા ગુણસ્થાને પરિપૂર્ણ અવસ્થા છે અને છઠ્ઠા ગુણસ્થાને સાધુની ઉપાસકની અવસ્થા છે, તેઓ વીતરાગતાના ઉપાસક છે. કૈવલ્યદશાના ઉપાસક છે, અને એ દશા અર્થે જેમના પ્રવર્તન અને પુરુષાર્થ છે, રાત દિવસ તેઓ એ માટે જ શ્રમ કરે છે, મથામણ કરે છે, મથે છે, અન્ય કોઈ કારણે મથતા નથી, તેઓ તો માત્ર વીતરાગ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૧૧ અવસ્થા અને કૈવલ્ય અવસ્થા પ્રાપ્ત કરવા મથે છે. ભગવાન મહાવીરે શ્રમણ શબ્દ આપ્યો. શ્રમણ એટલે શ્રમ કરનારો, મહેનત કરનારો. શું કોદાળી-પાવડા લઈને ખોદતા હશે? એવી મહેનત કરતા હશે? ના. વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરવા માટે અને કૈવલ્ય અવસ્થા પ્રાપ્ત કરવા માટે એમનો પુરુષાર્થ છે. તે દશા સંપૂર્ણપણે પામ્યા નથી. તો પણ તે દશા પામવાનો માર્ગ અને તેનું સાધન, એ પરમ સદ્ગુરુ શ્રી તીર્થંકર દેવો પાસેથી અને એમના વચનના આશ્રયથી જેમણે જાણ્યા છે, પ્રતીત્યા છે, અનુભવ્યા છે. અને એ માર્ગની ઉપાસના જેઓ કરે છે, અને વિશેષ વિશેષપણે ઉપાસના કરતા જાય છે. તેરમા ગુણસ્થાનકે જે રહ્યા છે તે જિન અને તીર્થંકર આદિ પરમ સદ્ગુરુની અને તેમના સ્વરૂપની ઓળખાણ કોણ કરાવશે? છઠ્ઠા ગુણસ્થાને જે રહ્યા છે, તે ઓળખાણ કરાવશે. એમના નિમિત્તે એમની ઓળખાણ થાય છે. માટે માર્ગનું ઉપદેશકપણું એમના માટે અવિરોધપણે છે. છઠ્ઠા ગુણસ્થાનકે જેઓ છે, એ પણ માર્ગનો ઉપદેશ આપી શકે છે. કારણ ? તીર્થકરદેવના ઉપદેશના આશ્રયથી એમણે પ્રતીતિ કરી છે, અનુભવ કર્યો છે, સાક્ષાત્કાર કર્યો છે. વીતરાગતાના અને કૈવલ્યના ઉપાસક છે. એથી નીચેના પાંચમા અને ચોથા ગુણસ્થાનકનું માર્ગના ઉપદેશકપણું ઘણું કરીને ઘટતું નથી. કારણ કે ત્યાં બાહ્ય (ગૃહસ્થ) વ્યવહારનો પ્રતિબંધ છે. અને બાહ્ય અવિરતિરૂપ ગૃહસ્થ વ્યવહાર છતાં વિરતિરૂપ માર્ગનું પ્રકાશવું તે માર્ગના માટે વિરોધરૂપ છે. આ વચનો કોના છે? આ પ્રતિપાદન કોનું છે? આ કોણે કહ્યું? પરમકૃપાળુ દેવે કહ્યું છે. ચોથાથી નીચેના ગુણસ્થાને તો માર્ગનું ઉપદેશકપણું ઘટે જ નહિ. કેમ? એટલા માટે કે ત્યાં માર્ગની ખબર નથી, ત્યાં આત્માની ખબર નથી, તત્ત્વની ખબર નથી, ત્યાં જ્ઞાનીની ઓળખાણ નથી, પ્રતીતિ નથી અને સમ્ય વિરતિ પણ નથી. આત્માની પ્રતીતિ નથી અને ઓળખાણ, પ્રતીતિ અને સભ્ય વિરતિ ન હોવા છતાં પ્રરૂપણા કરવી, ઉપદેશક થવું તે પ્રગટ મિથ્યાત્વ છે. કગુરુપણું, માર્ગનું વિરોધપણું છે. ત્રણ લક્ષણો આપ્યા. મિથ્યાત્વ છે, કુગુરુપણું છે અને માર્ગનું વિરોધપણું છે. જાણતો જ નથી અને વાત કરે છે. જોયું નથી અને વાત કરે છે. પ્રતીતિ નથી, વીતરાગતાની ખબર નથી, કૈવલ્યની ખબર નથી, સર્વજ્ઞની ખબર નથી, એમના માર્ગની ખબર નથી, દ્રવ્ય ગુણ પર્યાયની ખબર નથી, અને વાત કરે છે. ચોથા પાંચમા ગુણસ્થાનકે એ ઓળખાણ છે, પ્રતીતિ છે, અને આત્મજ્ઞાનાદિ ગુણો અંશે વર્તે છે. અને પાંચમે દેશવિરતિપણાને લઈને ચોથાથી વિશેષ છે, છતાં છઠ્ઠા ગુણસ્થાને સર્વ વિરતિ જેટલી વિશુદ્ધિ ત્યાં નથી. પ્રતિપાદન જે આવશે તે જ્ઞાનમાંથી નહિ પણ આંતરિક શુદ્ધિમાંથી આવશે. એટલા માટે પરમકૃપાળુ દેવ એમ કહે છે કે આત્મજ્ઞાન For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨ પ્રવચન ક્રમાંક - ૧૦, ગાથા ક્રમાંક - ૯ સમદર્શિતા આદિ જે લક્ષણ દર્શાવ્યા તે સંયતિ ધર્મે સ્થિત, વીતરાગદશા સાધક, ઉપદેશક ગુણસ્થાનકે (છઠ્ઠા ગુણસ્થાનકે) વર્તતા અને સરુના લક્ષે મુખ્યતાએ દર્શાવ્યા છે, કારણ કે તેમનામાં આવા ઘણાં પ્રકારના અંદરના અંશો ખીલેલા છે. જરા સમજી લેજો. છઠ્ઠા ગુણસ્થાનકની વાત અને તેરમા સ્થાનકની વાત, અને એટલા જ માટે સર્વાશે સંપૂર્ણપણે તેરમા ગુણસ્થાનકે જે વર્તે છે, એવા વીતરાગ અને કૈવલ્ય સંપન્ન એવા જીવનમુક્ત સયોગી કેવળી એવા જે અરિહંત પરમાત્મા એમના વિશે, આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. આ પાંચે પાંચ લક્ષણો પૂરેપૂરા પરાકાષ્ટાએ ઘટી શકે છે, અને આ જિન, આ અરિહંત, આ તીર્થકર અને પરમ સદ્ગુરુને પણ ઓળખાવનારા જો કોઈ હોય તો વિદ્યમાન એવા સર્વવિરતિધર સદ્ગુરુ છે. એટલે સદ્ગના લક્ષણો મુખ્યત્વે તેરમા ગુણઠાણે છે, પણ ગૌણ અંશમાં છઠ્ઠા ગુણસ્થાનકે પણ છે. આવા લક્ષણો જેનામાં પ્રાપ્ત થયા હોય તે જ માર્ગની પ્રરૂપણા કરી શકે છે, અને એ માર્ગનો ઉપદેશ આપી શકે છે. આટલી વાત જો સ્પષ્ટ થાય તો માર્ગ વિશે આટલા વિવાદો જે થયા, માર્ગમાં આટલા પક્ષપાત જે થયા તે ન થાત. અને માટે એમ કહ્યું કે સમદર્શિતાનો પ્રારંભ છઠ્ઠા ગુણસ્થાને થાય, અને પરાકાષ્ટા તેરમાં ગુણસ્થાને થાય. સંપૂર્ણ વીતરાગ સ્વતંત્રપણે માર્ગની પ્રરૂપણા કરે છે, એટલા માટે આ પત્રના બાકીના અંશો જોતા પહેલા આ પાંચે પાંચ લક્ષણો-સંપૂર્ણપણે તેરમા ગુણસ્થાને વર્તતા સયોગી કેવળી જીવનમુક્ત તીર્થંકર પરમાત્મામાં હોય અને તેના ઘણાં અંશો છઠ્ઠા ગુણસ્થાને સર્વવિરતિધર એવા મુનિમાં, સંયમીમાં હોય, તેથી છકે ગુણસ્થાનકે અને તેરમાં ગુણસ્થાનકે માર્ગનું ઉપદેશકપણું ઘટે. શાસ્ત્રોએ તો સ્પષ્ટપણે કહ્યું છે કે આટલા બધા ભિન્ન ભિન્ન માર્ગો જેથયા તેનું કારણ એ છે કે તેઓ માર્ગને જાણતા નથી અને માર્ગની વાત કરે છે, આત્માને જાણતા નથી અને આત્માની વાત કરે છે, તત્ત્વને જાણતા નથી અને તત્ત્વની વાત કરે છે, વીતરાગતાને જાણતા નથી અને વીતરાગતાની વાત કરે છે ને દાવો પણ કરે છે. એ દાવો કરનારા હાથમાં ઝંડા લઈને ફરનારા કહે છે કે “તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ.' આમ માર્ગ સ્પષ્ટ ન થાય, એટલા માટે પરમકૃપાળુ દેવે કહ્યું છે કે દસમી ગાથા એ મહત્ત્વની ગાથા છે. વિશેષ વિચારણા હવે આપણે પાછા મળીશું ત્યારે કરીશું. આમાં બહુ સ્પષ્ટ વાત છે. સ્પષ્ટ સિદ્ધાંત અને પ્રરૂપણા છે, અને જીવનમાં સમગ્રપણે જે અવસ્થા પ્રાપ્ત થવી જોઈએ તે અવસ્થા પ્રાપ્ત કરવાના શ્રેષ્ઠતમ ઉપાયો આમાં છે. એક એક ગાથામાં એક એક For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૧૩ માર્ગ અને એક એક સ્પષ્ટતા છે. આ જે કૃષ્ણમૂર્તિ છે અને બીજા કહેનારા છે એ એમ કહે છે કે ગુરુ જોઈએ જ નહીં. એક વર્ગ એવો છે કે ગમે તેવા ગુરુ ચાલશે, પણ ગુરુ જોઈએ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક મહેણુ છે કે આ નગુરો છે-ગુરુ વગરનો છે. ઘણાં લોકો એમ કહે છે કે આ નગુરાપણાનું મહેણું ભાંગવાના માટે ગુરુ કરી લઈએ છીએ. આવા ગુરુ શું કરશે? માટે અખાએ કહ્યું, ગુરુ કર્યા મેં ગોકુળ નાથ, ગળીયા બળદને નાખી નાથ. ધન હરે ધોખો ન હરે, અખા એવા ગુરુને શું કરે? સદ્ગુરુ જ પ્રાપ્ત થવા જોઈએ. કુગુરુ કે અસદ્ગુરુ ન ચાલે. કુળગુરુ ન ચાલે. સંપ્રદાય ગુરુ ન ચાલે. બાપા કે દાદાના ગુરુ ના ચાલે. જીવંત ગુરુ જોઈએ, સદ્ગુરુ જ જોઈએ. અને સદ્દગુરુ એવા હોવા જોઈએ કે જેમાં આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી, પરમકૃત આ લક્ષણો હોય. આવાનો ભેટો થાય. તો યશોવિજયજી મહારાજે કહ્યું છે કે આવો ભેટો થાય ત્યારે મારા કપાળમાં મોક્ષનું તિલક ખુદ ભગવાને આવીને કર્યું છે. મોક્ષ મારા બાપનો છે. કોઈ રોકી શકે તેમ નથી. માટે પરમકૃપાળુદેવે કહ્યું છે કે બીજું કંઈ શોધ મા, એક સત્પુરુષને શોધી લે પછી મોક્ષ તમારો છે. ૮૩૭ મો પત્ર આધ્યાત્મિક દસ્તાવેજ છે. અને શ્રીમદ્ઘને ઓળખવા માટેનું સૌથી મોટું શ્રેષ્ઠ સાધન છે, જેમાં સ્પષ્ટપણે તેમણે વાત કરી છે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પ્રવચન ક્રમાંક - ૧૧, ગાથા ક્રમાંક - ૧૦ પ્રવચન ક્રમાંક - ૧૧ ગાથા ક્રમાંક - ૧૦ સદ્ગુરુના લક્ષણો આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ અપૂર્વવાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. (૧૦) ટીકા આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઈચ્છાથી જે રહિત થયા છે. તથા શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે; માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવા કર્મોના ઉદયને લીધે જેની વિચરવા આદિ ક્રિયા છે, અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને ષદર્શનના તાત્પર્યને જાણે છે, તે સદગુરુના ઉત્તમ લક્ષણો છે. (૧૦) આ ગાથાને સ્વસ્થ બનીને, શાંત બનીને વિચારજો. આપણા મનમાં જે પક્ષ છે, માન્યતાઓ છે, સ્વીકૃતિઓ છે તે ખંડિત જ્ઞાન છે. એના વિષે આપણને રાગ છે. પુત્ર પ્રત્યે, પત્ની પ્રત્યે, પતિ પ્રત્યેનો રાગ કદાચ વૈરાગ્ય પ્રાપ્ત થાય તો છૂટી જાય પણ વૈરાગ્ય પ્રાપ્ત થયા પછી પણ જે રાગ છૂટતો નથી તે પોતાના મતનો રાગ છે, પોતાની માન્યતાઓનો રાગ છે. પોતે જે માન્યું છે તે સાચું છે, તે ઠસાવવાની કોશિશ હંમેશા માણસ કરતો હોય છે. ધર્મના નામે, અધ્યાત્મના નામે આટલા બધા ભિન્ન ભિન્ન સંપ્રદાયો ધરતી ઉપર હોઈ શકે નહિ પણ ભિન્ન ભિન્ન સંપ્રદાયો દેખાય છે તે જ્ઞાનના કારણે નહિ પણ પોતાના મતના રાગના કારણે છે. અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર આ બધી જ ક્રિયાઓ કરવા છતાં આપણો પોતાનાં પક્ષ પ્રત્યેનો, મત પ્રત્યેનો અને માન્યતાઓ પ્રત્યેનો રાગ છૂટી શક્યો નથી. સાત ખોટના બાળકને છોડી દેવા તૈયાર થઈશું પણ આપણે ગ્રહણ કરેલા મત અને માન્યતા છોડવા તૈયાર નથી. તેના કારણે કેટલું બધું ખોવું પડે છે! આંતરિક ઘટના ઘટવામાં આટલી વાર લાગે નહીં પણ તે માટે અનંતકાળ કાઢ્યો. “અનંતકાળથી આથડ્યો વિના ભાન For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૧૫ ભગવાન!’ આથડ્યો કેમ ? જગતમાં સાધનો તો હતા ‘સેવ્યા નહિ ગુરુ સંતને મૂક્યું નહિ અભિમાન.’ શબ્દો સ્પષ્ટ છે. પોતાનું અભિમાન મૂક્યું નથી. ધનનું અભિમાન છૂટવું સહેલું છે. ચક્રવર્તીને ચક્રવર્તીપણાનું અભિમાન છોડવું સહેલું છે પણ પોતે જે માને છે તે સત્ય છે એવું જે અભિમાન એ છૂટવું ઘણું મુશ્કેલ છે. માર્ગમાં જો કોઈ અવરોધ હોય તો આ અવરોધ છે. આ દશમી ગાથાથી થોડી ગાથાઓ સુધી ઘણી ગંભીર વાત કૃપાળુ દેવને કરવી છે. આ વાત મહત્ત્વની છે, તે પ્રશ્નરૂપ નથી પણ તેને પ્રશ્ન આપણે બનાવીએ છીએ. જ્ઞાનીની વાણીમાંથી પ્રશ્ન ઊભો ન થાય. જ્ઞાનીની વાણીમાંથી પ્રશ્નો ઊભા કરવાની કુશળતા આપણી પાસે છે. આપણે બહુ હોશિયાર છીએ. જ્ઞાનીની વાણીમાંથી પ્રશ્નો ઊભા કરવાનું કામ આ છદ્મસ્થ જીવોનું છે. જ્યારે આ ચર્ચા ચાલશે ત્યારે તમારા મનમાં પ્રશ્નો ઊઠશે, ઊઠવા દેજો અને એ પ્રશ્નો સ્પષ્ટ પણ થશે. પહેલી વાત સદ્ગુરુવાદ પણ ન ચાલે અને સદ્ગુરુ વગર પણ ન ચાલે. એક શબ્દ છે પ્રચલિત; તે ગુરુગમ. વારંવાર કહેવામાં આવે છે કે સદ્ગુરુ વગર નહિ ચાલે, નહિ ચાલે. એવું હશે ખરું કે જ્ઞાની પુરુષોને તમને પરતંત્ર બનાવવા છે ? એવું હશે ખરું કે અમારા વગર કામ નહિ થાય ? અમારો હાથ પકડો, પછી બરાબર અમારી સેવા કરો, એવું કહેવાનો એમનો ભાવ હશે ? હશે શું ત્યારે ? સદ્ગુરુ શબ્દ બરાબર છે, પણ સદ્ગુરુવાદ શબ્દ બરાબર નથી. સદ્ગુરુવાદમાં આગ્રહ છે અને સાથે સદ્ગુરુ વગર ચાલશે એમ જે માનવું તે પણ એક વાદ છે. સદ્ગુરુ વગર નહિ યાલે ને સદ્ગુરુ વગર પણ ચાલશે તે બન્ને પણ એક વાદ છે. જગતમાં બે મત પ્રવર્તે છે. એક મત એમ કહે છે કે આપણાથી જ પ્રાપ્ત થશે, કોઈની જરૂર નથી. શાસ્ત્રની જરૂર નથી, સદ્ગુરુની જરૂર નથી, સિદ્ધાંતની જરૂર નથી, અભ્યાસની જરૂર નથી, વૈરાગ્યની જરૂર નથી, ત્યાગની જરૂર નથી, આજે પણ એવું કહેનારા છે. તેઓ એક જ દૃષ્ટિકોણથી વાત કરે છે, અને બીજો વર્ગ એમ કહે છે કે સદ્ગુરુ વગર નહિ ચાલે. પરમકૃપાળુ દેવ વચ્ચે ઊભા છે. તેઓ વાદ તરફ પણ નથી અને નકાર તરફ પણ નથી. બે શબ્દો યાદ રાખજો. સદ્ગુરુવાદ અને સદ્ગુરુ વગર ચાલશે તેવો પણ વાદ, બન્નેથી તેઓ અલગ ઊભા છે માટે એ બન્ને પક્ષોને યથાર્થપણે કહે છે. પહેલાં થોડા શબ્દો સમજી લઈએ, વિગતવાર પછી સમજીશું. વારંવાર આટલા શબ્દો આવશે. એક શબ્દ આવશે તે શિષ્યત્વ અને બીજો શબ્દ આત્મબોધ, ત્રીજો શબ્દ ઉપદેશ, ચોથો શબ્દ ઉપદેશક અને પાંચમો શબ્દ માર્ગ, છઠ્ઠો શબ્દ માર્ગ પ્રવર્તક. આટલા શબ્દોની આજુબાજુમાં આ ગાથાઓ છે. વિનંતિ કરીને કહું છું કે For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પ્રવચન ક્રમાંક - ૧૧, ગાથા ક્રમાંક - ૧૦ બહુ ધીરજથી, બહુ શાંતિથી અને ખરેખર તો બહુ પ્રેમથી આ સૂત્રો સમજવા પ્રયત્ન કરજો. આત્મબોધ જ્ઞાન નથી, આત્મબોધ શાસ્ત્ર જ્ઞાન નથી. આત્મબોધ એ આંતરિક ઘટના છે. “ભીતર કુછ હોતા હૈ', અંદર કંઈક થાય છે. આ એક ઘટનામાં એક અજ્ઞાત પરિબળનથી જાણતા તેવું પરિબળ અને એક જ્ઞાત પરિબળ-જાણીતું પરિબળ છે. બન્ને ભાગ ભજવે છે પણ બન્ને જુદા છે. જ્યારે ચર્ચા થશે ત્યારે સ્પષ્ટ થશે કે અજ્ઞાત પરિબળ તે અંદરમાં થતો દર્શનમોહનીય કર્મનો ઉપશમ, તે કેવી રીતે થાય? તે તમે જોઈ શકતાં નથી, થાય છે પણ જોઈ શકતા નથી, જાણી શકતાં નથી, પણ તેનું પરિણામ જાણી શકો. અનંતાનુબંધી ચાર કષાય અને દર્શનમોહ એ પાંચનો ઉપશમ થતાં અંદર જે અનુભવ થાય છે તેને કહેવાય છે આત્મબોધ. આપણે એમ કહીએ કે આત્મા છે, તે નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આત્મા અજર-અમર અને અવિનાશી છે, તે જન્મતો નથી, મરતો નથી, શાશ્વત છે, તે ઉત્પાદુ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત છે. શું આ બોધ નથી? તો કહે છે ના, તે બોધ નથી પણ જ્ઞાન છે. હજારો શાસ્ત્રો કંઠસ્થ હોય તો પણ આ જ્ઞાન. પરમકૃપાળુ દેવે સિંહ ગર્જના કરી. હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહિ” આપણે કયા જ્ઞાનનો ગર્વ કરવો? આપણે કદાચ પાંચ-દશ શાસ્ત્રો-ગ્રંથો વાંચ્યા હશે, કદાચ આત્મસિદ્ધિ કંઠસ્થ કરી હશે, તેમાં આટલો બધો ગર્વ? નવ પૂર્વમાં કેટલું જ્ઞાન છે તેની કલ્પના પણ નહિ કરી શકો. તે જ્ઞાનનો દરિયો છે. પર્યુષણ પર્વમાં આવે છે કે ઈન્દ્ર મહારાજાનો જે ઐરાવત હાથી તેના પ્રમાણ જેટલી કોરી શાહીનો ઢગલો થાય તેટલી શાહીથી જે લખાય તે એક પૂર્વ સામાન્ય રીતે બોલપેનમાં રીફીલની શાહી કેટલાય દિવસ ચાલે છે. બે હાથી પ્રમાણે શાહીથી લખાય તે બીજુ પૂર્વ, ચાર હાથી પ્રમાણ શાહીથી લખાય તે ત્રીજું પૂર્વ. આમ ઉત્તરોત્તર ડબલ ડબલ હાથી પ્રમાણ શાહીથી લખાય તેવા નવ પૂર્વ ભણેલો હોય. જ્ઞાની એમ કહે છે કે “પણ જીવને જાણ્યો નહિ” અને ન જાણ્યો હોય તો “એ સર્વ અજ્ઞાન ભાખ્યું', આ બધું અજ્ઞાન છે. નવ પૂર્વ ભણેલ હોય તો પણ અજ્ઞાની? પૂછવાનું મન થાય કે તમે કહો છો ને? તમારો અભિપ્રાય છે ને? તમારો મત છે ને? પરમકૃપાળુ દેવ કહે છે કે ના અમારો મત નથી “સાક્ષી છે આગમ મહી” આ પરમકૃપાળુ દેવની ખૂબી જુઓ, તેઓ પોતાના નામનો હવાલો આપતા નથી, તેઓ પોતાનું ખાતુ ખોલતાં નથી “સાક્ષી છે આગમો' દશવૈકાલિક સૂત્રમાં એક વાક્ય આવે છે, ‘ગાળી વિ #ારી', અદ્ભુત વાક્ય છે અને આ જે વાત આગમોમાં કહી તે જ વાત ઉપનિષદોમાં પણ કહી, તે તરફ આપણું ધ્યાન જતું નથી. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ઉપનિષદોમાં એમ કહ્યું કે અજ્ઞાનના અંધકારમાં જે અથડાય છે એના કરતાં વધારે જ્ઞાનના પ્રકાશમાં અથડાય છે. ત્યાં અવિદ્યા અને વિદ્યા એમ બે શબ્દો વાપર્યા છે. ___अविद्यायामंतरे वर्तमाना: स्वयं धीरा: पंडितमन्यमानाः। અવિદ્યાના ઘનઘોર અંધકારમાં અને પોતાને પંડિત માનીને ચાલી રહ્યા છે, તેનો બચાવ કેમ થશે ? એને કોણ સમજાવવા જાય? એ સમજવા તૈયાર નથી, યાદ રાખજો, જ્યાં સુધી જીવ સમજવાની આંતરિક તૈયાર નહિ કરે, ત્યાં સુધી હજારો પ્રવચનો થાય તે નિષ્ફળ જશે. કાશીથી ભણીને એક છોકરો આવ્યો. મા કહે, “બેટા ! તું વહેલો કેમ આવ્યો?' છોકરો કહે કે “હું ભણી રહ્યો.” બધું ભણી રહ્યો હોય તેમ કહેવું હોય તો કાશીમાં એક પરંપરા છે. વાદવિવાદમાં તેનો વિજય થવો જોઈએ અને વિજયનું સર્ટીફિકેટ મળે તો સમજવું કે તે બધું ભણ્યો છે. તેણે કહ્યું “મા! મોટા વાદમાં મેં વિજય પ્રાપ્ત કર્યો.” મા વિચક્ષણ હતી. તેણીએ પૂછ્યું બેટા ! તેં વિજય કેવી રીતે પ્રાપ્ત કર્યો? તેણે કહ્યું કે સામો પંડિત જે કંઈ કહેતો હતો તેમાં તેને હું એમ કહેતો હતો કે “હું આ માનતો નથી” આ વિજયની રીત નથી. અભિમાનથી તમામ દ્વાર બંધ થઈ જાય છે, અને એટલા જ માટે એમ કહ્યું કે આ ધરતી ઉપર વિદ્વાનો, પંડિતો, મહંતો કે આચાર્યો કે ગાદીપતિ અને વકતાઓ ભેગા મળે એ ઘટના બહુ કઠિન છે. માટે કહ્યું કે અવિદ્યાના ઘનઘોર અંધકારમાં જે અથડાય છે, તેના કરતાં મને જ્ઞાન થયું છે તેમ માની અહંકારના અંધકારમાં જે અથડાય છે તેને ભગવાન પણ બચાવી શકતા નથી. તો અહીંયા શું કહેવું છે? જ્ઞાન અને બોધ વચ્ચેનો ભેદ સમજો. જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે તીવ્ર બુદ્ધિમતાના લેવલ ઉપર. જ્ઞાનના ઉધાડ માટે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની જરૂર છે. તમે આઈનસ્ટાઈનની બરાબરી ન કરી શકો, તે મોટો વૈજ્ઞાનિક છે. રાજકારણીના ભેજા સાથે આપણું ભેજું કામ ન કરી શકે. તેઓ જાણે છે કે શું કરવું? તેમની અવસ્થા જુદી છે. અબજો રૂપિયાનો ધંધો સેટ કરવો અને સાચવવો અને સંભાળવો તે સાધુ મહારાજનું કામ જ નથી અને તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ તીવ્ર બુદ્ધિનું કામ છે, પણ બોધ માટે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જોઈએ અને દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ પણ જોઈએ, બન્ને સાથે થવા જોઈએ. દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમ જે વખતે આપણે કહીએ છીએ તે વખતે પાંચ શબ્દો ખ્યાલમાં લેવાના છે. જો એક જ શબ્દ કહેવો હોય તો દર્શનમોહનીય કહેજો, અને જરા વિગત આપવી હોય તો ચાર અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ અને પાંચમો દર્શનમોહ (મિથ્યાત્વ) આનો ઉપશમ થવો જોઈએ. આ ઘટના સાથે ઘટશે. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રવચન ક્રમાંક - ૧૧, ગાથા ક્રમાંક - ૧૦ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ તો થયો છે પણ દર્શન મોહનીય કર્મનો ઉપશમ એકવાર પણ થયો નથી. શાસ્ત્રોનું કહેવું છે કે દર્શનમોહનીય કર્મનો ઉપશમ એક વખત થયા પછી મોક્ષના દરવાજે જવાની ઘટના ચાલુ થઈ જાય. જીવને પ્રથમ ઉપશમ સમકિત થાય છે. ઉપશમ સમકિતનો કાળ અંતર્મુહૂર્તનો હોય છે, પછી જીવ જાગ્રત હોય અને મિથ્યાત્વનો કે મિશ્ર મોહનીય કર્મનો ઉદય ન થાય તો તેને ક્ષયોપશમ સમક્તિ પ્રાપ્ત થાય છે. આ અંદરમાં ઘટતી ઘટના છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય તો જ્ઞાન પ્રાપ્ત થાય અને આ જ્ઞાનમાં જોયો ગ્રાહ્ય બને છે. તેનાથી શાસ્ત્રો કંઠસ્થ થાય. ઈન્દ્રભૂતિ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા. તે વખતે એમના જેવા વિદ્વાન પુરુષ ભારતમાં કોઈ ન હતા. તેમને ભગવાન મહાવીર કહે છે, “ઈન્દ્રભૂતિ ! તમારું જાણેલું જ્ઞાન એ તમને સમજવામાં અંતરાયભૂત બને છે, અને તેનું કારણ શબ્દોને ક્યાં બેસાડવા તે તમને આવડતું નથી.” શબ્દો દ્વારા વાત થાય પણ શબ્દો ક્યાં બેસાડવા તેની ખબર નહીં પડવાથી આત્મા વિશે તેમને શંકા હતી. તેઓ યજ્ઞ કરતાં હતાં, તેમને ૫૦૦ શિષ્યો હતાં, કપાળમાં ચાંદલા કરતા હતા, ગીતો ગાતા હતા, ઉપનિષદો બોલતાં હતાં પણ આત્મા વિશે શંકા હતી અને દુઃખની વાત એ હતી કે ૧૧-૧૧ પંડિતો પોતપોતાની શંકા એકબીજાને કહી શકતાં ન હતાં. અજ્ઞાનીને બહુ સહેલો રસ્તો છે કે કમ સે કમ તે બીજાને કહી તો શકે. આ પંડિતોની મોટી મુશ્કેલી છે કે કોઈને પૂછાય નહિ અને જો બીજાને પૂછે તો તે કહેશે કે “આટલું જાણતાં નથી' આ સાંભળવાની તૈયારી તેમની હોતી નથી. મીરાબાઈએ ગાયું છે. જ્ઞાન વિજ્ઞાનની પોટલી માથેથી કોઈ હેઠી મુકાવોને! સમજ્યા! આ શબ્દો. આ જ્ઞાન અને વિજ્ઞાનના પુસ્તકોનાં પોટલાં જે માથે ચડી ગયા છે તે કૃપા કરી કોક હેઠે તો મુકાવો, તો અમે વિચાર તો કરી શકીએ, ચિંતન તો કરી શકીએ. આત્મબોધની ઘટના અને (શાબ્દિક) આત્મજ્ઞાનની ઘટના બને જુદી જુદી છે. આત્મજ્ઞાન હોઈ શકે પણ આત્મબોધ હોય કે ન હોય. આત્મબોધ જ્યાં હોય ત્યાં આત્મજ્ઞાન અવશ્ય હોય. આત્મજ્ઞાન જ્યાં હોય ત્યાં આત્મબોધ હોય તેવું નક્કી નહિ. જ્ઞાન શબ્દ પરમકૃપાળુ દેવે વાપર્યો છે પણ બોધ શબ્દ વાપર્યો નથી. જ્ઞાન શબ્દ બોલીએ ત્યારે શ્રુતજ્ઞાન, વાણી જ્ઞાન, વાચા જ્ઞાન લેવું. આત્મસિદ્ધિમાં આગળ આવશે “મુખથી જ્ઞાન કથે', મુખથી બોધ કથે શબ્દ ન વાપર્યો. જ્ઞાની પુરુષો બિલકુલ યોગ્ય શબ્દ વાપરે છે. મુખથી જ્ઞાન કથે ત્યાં વાંધો શો આવ્યો? તો કહે કે “અંતર છૂટ્યો નમોહ', દર્શનમોહ તો ગયો નહિ. જ્ઞાનની For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૧૯ વાત કરી પણ દર્શનમોહન ગયો. ‘તે પામર પ્રાણી', આટલું કહ્યું હોત તો બરાબર પણ તે જ્ઞાનીનો દ્રોહ કરે છે. જગતમાં કોઈનો દ્રોહ ન કરશો. દ્રોહ એટલે છેતરવાં, વિશ્વાસઘાત કરવો, કોઈનો દ્રોહ કરવાનો નથી તો જ્ઞાનીનો દ્રોહ તો ક્યારેય પણ કરાય નહીં. આત્મબોધની ઘટના શિષ્યના આત્મામાં ઘટે છે, બહાર ઘટતી નથી. આ ઘટના દેહમાં નથી ઘટતી, ઈન્દ્રિયોમાં નથી ઘટતી, મનમાં નથી ઘટતી, આ ઘટના ઘટે છે આત્મામાં ભીતર. - આ આત્મબોધની ઘટના ઘટે છે ત્યાં અજ્ઞાત પરિબળ દર્શનમોહનો ઉપશમ છે, પણ જ્યારે આ ઘટના ઘટે છે ત્યારે બહારમાં કયું પરિબળ કામ કરે છે? કયું સાધન અનિવાર્યપણે કામ કરે છે? એ અંદરની ઘટના ઘટતી વખતે અંદર દર્શનમોહનો ઉપશમ થાય છે. ત્યારે બહારમાં શું પરિસ્થિતિ હોય છે? શું સંયોગ હોય છે? ક્યુ સહાયકારી પરિબળ ત્યાં કામ કરે છે? તે સાધન છે એક માત્ર સગુરુ. સદ્ગુરુ એક માત્ર સાધન અને એના માટે શાસ્ત્રોમાં શબ્દ વાપર્યો નિમિત્ત. નિમિત્ત મઝાનો શબ્દ છે. કુંભાર ઘડો બનાવે છે, કર્તા કુંભાર છે, ઘડો બને છે માટીમાંથી પણ સાધન જોઈએ ચક્ર અને દંડ, દંડ ચક્રને હલાવવા માટે છે. દંડ ગોળ ગોળ ચાકડો ફેરવે એટલે ઘડાને ઘાટ મળે, ચાકડો ફેરવવા માટે દંડ જોઈએ. થોડીકવાર પછી તમે જોશો તો માટીના પીંડામાંથી એક મઝાનું વાસણ, મઝાનો ઘડો કે જો તૈયાર થાય છે પણ તે માટે દંડ અને ચક્ર જોઈએ. ઘટના ઘટે છે માટીમાં પણ જે વખતે ઘટના ઘટે ત્યારે દંડ અને ચક્ર બન્ને હાજર હોય છે, તેને કહેવાય છે નિમિત્ત. આ ઘટના ઘટ્યા પછી તમે ઘડો ખરીદીને લાવ્યા, માટલું જ આવ્યું. કુંભાર આવ્યો? ચાકડો આવ્યો? ના, આપણે ઘડો ખરીદવા જઈએ અને કુંભાર પણ સાથે આવે અને દંડ અને ચક્ર પણ સાથે આવે ખરા ? ના. ઘડો ઘડાઈ ગયો પછી દંડ, ચક્ર છુટ્ટા. કુંભાર પણ છુટ્ટો. સમ્યગદર્શનની અદ્ભુત ઘટના સદ્ગુરુની હાજરીમાં ઘટે છે, છતાં તેઓ કહેવા નહીં આવે કે મેં તમને સમ્યગદર્શન આપ્યું. “આભાર'' એમ ન કહો તો પણ વાંધો નહીં. આ દશમી ગાથાથી થોડી ગાથાઓ પ્રશ્નાર્થ સ્વરૂપે છે. પ્રશ્ન પરમકૃપાળુ દેવનો નથી પણ પ્રશ્ન આપણો છે. પ્રશ્ન સગુનો નથી પણ સદ્ગુરુ માટેનો છે. આવી આત્મબોધની અભુત ઘટના જ્યારે ધરતી ઉપર ઘટે તો કોની હાજરીમાં ઘટતી હશે? તે અમારે જાણવું છે. પરમકૃપાળુ દેવ કહે છે એ ઘટના જેની હાજરીમાં ઘટે તેને કહેવાય છે સદ્ગુરુ. દરેક ચેતના માટે નિશ્ચિત થયેલા સદ્ગુરુ હોય છે. કોઈના માટે નિમિત્ત કારણ ભગવાન મહાવીર હોય છે અને કોઈના માટે નિમિત્ત કારણ ગણધર ગૌતમ સ્વામી હોય અને એ જ આવવા જોઈએ, અને તે જ આવશે. જરા સમજવા કોશિશ કરજો. એ જ આવીને ઊભા રહેશે તમારે બોલાવવા નહિ પડે પણ તમારે શું કરવું? તમારે પારખવું પડે, જાણવું પડે, સમજવું For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પ્રવચન ક્રમાંક - ૧૧, ગાથા ક્રમાંક - ૧૦ પડે. મારા માટે જ આવ્યા છે. માટે જગતમાં એક જ સદ્ગુરુ નથી પણ દરેક વ્યક્તિ માટે અલગ અલગ સદ્ગુરુ છે. ગુરુ વ્યક્તિગત અલગ અલગ છે પણ તેમાં સગુરુપણું અલગ અલગ નથી. વ્યક્તિ જુદી જુદી હોઈ શકે પણ સગુરુત્વ એક જ. સગુરુ તત્ત્વ એક જ, એને કહેવાય સામાન્ય. જેમ સો ઘડા છે-ઘડા જુદા જુદા પણ ઘટત એક જ. સદગુરુપણું હજારો ગુરુમાં એક સરખું, પણ વ્યક્તિ જુદી જુદી નિશ્ચિત, પર્ટીક્યુલર ગુરુ. વ્યક્તિગત સદગુરુ હોઈ શકે, જેનાથી જેને બોધ થવાનો હોય. ભગવાન મહાવીરને નયસારના જન્મમાં, માર્ગ ભૂલીને જંગલમાં આવેલા એક સદ્ગુરુના નિમિત્તે બોધ થયો. આદિનાથને ધન સાર્થવાહના જનમમાં ધર્મઘોષ આચાર્ય ગુરુ તરીકે મળ્યા, તેનાથી બોધની પ્રાપ્તિ થઈ. સદ્ગુરુની અવસ્થા અંદર જુદી જુદી નથી. સદ્ગુરુ વ્યક્તિ તરીકે જુદા જુદા છે. શરીર જુદા હોય, વાણી જુદી હોય પણ અવસ્થા જુદી નથી. પ્રશ્ન શિષ્યના પક્ષે છે, મુમુક્ષુના પક્ષે છે. સદ્ગુરુના પક્ષે કોઈ પ્રશ્ન જ નથી. સદ્ગુરુ એટલા બધા નિરાગ્રહી છે કે તમે એમને હાથ જોડીને કહો “ગુરુદેવ! આ તમારી વાત અમારે સાંભળવી નથી, તેઓ કહેશે કે તમને ગમે તે કરો. ધન્યવાદ. તેઓ તમને વળગશે નહિ કે ના, ના, સાંભળો ને સાંભળો, એમ નહિ કહે. ભગવાન કૃષ્ણ અર્જુનને ગીતાના છેલ્લા અધ્યાયમાં કહ્યું કે “યથેચ્છસિ તથા કુરુ’ તને યોગ્ય લાગે તેમ કર, પણ છેલ્લે અર્જુને કહ્યું કે, “ભગવાન કૃષ્ણ ! આ ઘટના મારામાં ઘટી, મારો મોહ નષ્ટ થયો અને મારા અસ્તિત્વની સ્મૃતિ પ્રાપ્ત થઈ.' શેનાથી થયું? કયા પરિબળથી થયું? તો કહે ““તમારી કૃપાથી થયું.' અર્જુન પોતાની સામે આંગળી ચીંધીને કહી શકત, પણ તેમ ન કહ્યું. તમારા પ્રસાદથી હું સ્થિર થયો, મારા સંદેહ બધા દૂર થયા. મારગ સાચા મિલ ગયા ઓર મિટ ગયા સંદેહ.' સાચો માર્ગ મળ્યો અને સંદેહ બધા મટી ગયા. વર્ષો થયા છતાં આપણે સંદેહના ચગડોળમાંથી બહાર નથી આવતા. આપણે ગોળ-ગોળ ફરીએ છીએ. वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा। તત્ત્વાન્ત મૈવ ઋત્તિ, તિરુપીવાતી II (જ્ઞાનસાર) વાદ અને પ્રતિવાદ આ નિરંતર ચાલે છે. એમાંથી તત્ત્વનો નિશ્ચય થઈ શકતો નથી. ઘાંચીનો બળદ ઘાણીએ સવારથી જોડાયો, સાંજના છૂટવાનો. તેની આંખે પડદા છે. હું ઠેઠ મુંબઈથી વલસાડ પહોંચ્યો, એમ તેને લાગતુ હશે, પણ પાટા છોડે ત્યારે હતો ત્યાંનો ત્યાં. કડવું લાગે તો ભલે, અનંતકાળથી આપણે ખૂબ ફર્યા પણ ત્યાંના ત્યાં છીએ. વહ સાધન બાર અનંત કિયો તદપિ હજુ કછુ હાથ ન પર્યો. ઘાણીના બળદને ગોળ ગોળ ફેરવવો હોય તો તેના આંખે પાટા બાંધવા એ જ ઉપાય For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૨૧ છે. બળદ ઘાણીમાં ફરતો હતો અને ઘાંચી બેઠો હતો. એક વકીલ ત્યાં આવ્યો. તેણે કહ્યું. ‘‘ભાઈ તું બળદને ફેરવ પણ આંખે પાટા શું કામ બાંધે છે ?'' ઘાંચી કહે કે ‘‘બોલશો નહિ, બળદ સાંભળી જશે અને સાંભળ્યા પછી એમ કહે કે પાટા છોડી નાખો તો ગોળ ગોળ નહિ ફરે, એ સીધો ચાલવા માંડશે, આંખે પાટા બાંધ્યા હશે તો ગોળ ગોળ ફરશે.’’ આ રીતે મત અને માન્યતાના પાટા બાંધ્યા હશે તે પણ ગોળ ગોળ ફરશે, પાટા છૂટી જાય તો ગોળ ગોળ નહિ ફેરવી શકાય. જીવનમાં અધ્યાત્મની, ખાસ કરીને આત્મબોધની, આત્મ અનુભૂતિ અથવા આત્મ દર્શનની ઘટના જ્યારે ઘટતી હોય ત્યારે બે કારણ કામ કરે છે. (૧) ઉપાદાન કારણ અને (૨) નિમિત્ત કારણ. આ સમગ્ર વિશ્વની નિયત વ્યવસ્થા છે. તમે આ વ્યવસ્થાને તોડી નહિ શકો, ઉપાદાનમાં ઘટના જ્યારે ઘટતી હોય ત્યારે ઘટના ઘટવામાં જે સહાયક પરિબળ હાજર હોય તેને કહેવાય છે-નિમિત્ત કારણ અને તે અનિવાર્ય છે. બીજ ઊગે છે, બીજ વૃક્ષ બને છે પણ એ બીજ તિજોરીમાં નહિ ઊગે. લાખ રૂપિયાની તિજોરી હશે, તમે તેમાં બીજ પણ મૂકશો તો બીજ નહિ ઊગે. એ બીજને ઉગાડવું હશે તો ખેતરમાં જ ઉગાડવું પડશે. એને પાણી જોઈશે, ખાતર જોઈશે, માવજત જોઈશે. ઊગે છે બીજ, ખીલે છે બીજ, વિકસે છે બીજ. ઘટના ઘટે છે બીજમાં અને બીજમાં જે છૂપાઈને રહ્યું હશે તે જ બહાર આવશે. જમીન તેને બહાર નથી લાવતી, બીજમાં પોતાનું સામર્થ્ય છે, તેમ આત્માનું પણ પોતાનું સામર્થ્ય છે અને એટલા જ માટે એમ કહ્યું કે “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય” સિદ્ધ અવસ્થામાં આત્મ દ્રવ્યનો, તેના અનંતગુણો સાથે, એની અનંત પર્યાયો સાથે પૂરેપૂરો વિકાસ થયો. ચૈતન્ય કમળ પૂરેપૂરું ખીલી ગયું. હવે ખીલવાનું કંઈ બાકી રહ્યું નથી. આત્મા પૂરેપૂરો ખીલ્યો. એના અસંખ્યાત પ્રદેશો, પ્રત્યેક પ્રદેશે અનંત ગુણો, તેની અનંત પર્યાયો, એ આખું આત્મદ્રવ્ય પૂરેપૂરું ખીલ્યું, વિકસ્યું, તે સિદ્ધ અવસ્થા, હવે કંઈ ખીલવામાં બાકી નથી. એ સિદ્ધ અવસ્થામાં જે આત્મ દ્રવ્ય ખીલ્યું, તે આત્મ દ્રવ્ય નિગોદ અવસ્થામાં હતું ત્યારે પણ તેની પાસે તે સામર્થ્ય હતું. અપર્યાપ્ત નિગોદ અવસ્થામાં આપણે હતા અને સિદ્ધો પણ હતા. સિદ્ધો પણ જે ખીલ્યા છે, તેઓ અપર્યાપ્ત નિગોદ અવસ્થામાં જે વખતે હતા ત્યારે પણ ટોટલ મૂડી તેમની પાસે હતી. તેના માટે એક શબ્દ વાપર્યો તિરોભૂત, એ અંદર છૂપાયેલ છે. પીપરના ગાંગડા આવે છે. વૈદક શાસ્ત્રમાં કહ્યું છે કે પીપરના ગાંગડાને ચોસઠ પ્રહ૨ (૧૯૨ કલાક) સુધી ઘૂંટવામાં આવે, લસોટવામાં આવે ત્યારે એ ગાંગડા મટી જાય અને ચોસઠ પ્રહરી પીપર (દવા) બની જાય. તે રાઈના દાણા જેટલી લો તો પણ શરદી મટી જાય. આ ચોસઠ પ્રહરી પીપર થઈ તેમાં શક્તિ આવી For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૨ પ્રવચન ક્રમાંક - ૧૧, ગાથા ક્રમાંક - ૧૦ ક્યાંથી? અંદર જ હતી. એને ઘૂંટવાથી પ્રગટ થઈ. અંદર હોવું તેનું નામ તિરોભાવ અને પ્રગટ થવું તેનું નામ આવિર્ભાવ. અંદરમાં જે છે તે પ્રગટ થાય, અંદરમાં હશે તે પ્રગટ થશે, સિદ્ધ અવસ્થા અંદર હતી. એ આપણી મિલકત છે. તમને કેમ વિશ્વાસ આવતો નથી? એ અંદર તિરોભૂત છે. માટીમાં ઘડો છે પણ તિરોભૂત, બીજમાં વૃક્ષ છે પણ તિરોભૂત, આત્મામાં પરમાત્મા છે પણ તિરોભૂત છે. તો આપણે શું કામ કરવું? એને આપણે ખીલવવાનું છે. એ ખીલે તેવું ખેતર એનું નામ સાધના. તમામ આધ્યાત્મિક ઘટનાઓ ઉપાદાન કારણ આત્મામાં ઘટે છે. દર્શન મોહનીય કર્મનો ઉપશમ જે વખતે થાય તેટલા ટાઈમ દરમ્યાન બહારમાં જે પરિબળ જોઈએ તેને કહેવાય છે નિમિત્ત. નિમિત્ત ઘટના ઘટે તેટલા પૂરતું જ, પછી તે નિમિત્ત તમારી સાથે આવતું નથી. આના ઉપરથી ખ્યાલ કરજો કે સદ્દગુરુ તમને પૂર્ણ સ્વતંત્રતા (Total Freedom) આપે છે. તમને બાંધી રાખવા માંગતા નથી. તમારું કામ થયું, જાવ, ધન્યવાદ ! લીલા લહેર કરો. સિદ્ધ બનો અને લીલા લહેર કરો. આટલી મોટી આત્મબોધની ઘટના એમની હાજરીમાં ઘટી, છતાં પણ તેમનામાં કર્તાભાવ નથી. તત્ત્વને સમજવા પૂરો પ્રયત્ન કરજો. આટલી મોટી ઘટના ઘટી તો પણ ‘ગુમસ્તે વસ્થા: ' તમારો પંથ મંગલમય બનો, એટલું જ કહે છે. ઘટના ઘટે છે ઉપાદાનમાં અને સામે અનિવાર્ય જેની હાજરી હોય અને જેની હાજરીમાં ઘટના ઘટે તેને કહેવાય છે નિમિત્ત. આત્મબોધની ઘટના જેમની હાજરીમાં ઘટે છે તેમના માટે ગુરુ શબ્દ ન વાપર્યો, અસલ્લુરુ શબ્દ ન વાપર્યો, કુગુરુ શબ્દ ન વાપર્યો, પરંપરા ગુરુ શબ્દ ન વાપર્યો, મતગુરુ શબ્દ કે અમારા બાપદાદાના ગુરુ શબ્દ ન વાપર્યો, પણ અદ્ભુત શબ્દ વાપર્યો છે, તે છે સદૂગુરુ. તેમની હાજરીમાં જ ઘટના ઘટે. આ ક્વૉલિટી મેન્ટેઈન કરવાની વાત છે. રસોઈ કરવી હોય તો અગ્નિ જોઈએ, લાકડા હોય કે કોલસા હોય કે ગેસ હોય. કોઈ પણ અગ્નિ જોઈએ. વાવવું હોય તો ખેતર જોઈએ જ. તમે એમ કહો કે અમારે ત્યાં ગ્રેનાઈટ પાથર્યો છે ને, કેમ ન ઉગે ? ન ઊગે, સાહેબ ! ગ્રેનાઈટ નહીં કામનો, ખેતર અથવા માટી જ જોઈએ. ત્રીજી વાત એ કે નિમિત્ત છે તે અવંચક જોઈએ. બે શબ્દો છે (૧) વંચક અને (૨) અવંચક. વંચક એટલે ઠગનાર, દેખાવ કરે પણ કામ ન કરે તે ઠગનાર અને અવંચક-નહિ ઠગનાર. સદ્દગુરુ એ અવંચક છે. હરિભદ્રસૂરિ મહારાજે યોગદૃષ્ટિ સમુચ્ચયમાં ત્રણ પ્રકારે અવંચક કહ્યા છે. (૧) યોગ અવંચક (૨) ક્રિયા અવંચક અને (૩) ફળ અવંચક. અવંચક એટલે કદી પણ નહિ ઠગનારા, એટલે એ નિમિત્ત તે કાર્ય માટે અનુકૂળ છે. કાર્યકારી પણ જોઈએ એટલે કાર્ય કરે જ, એવું જ જોઈએ, એ નિષ્ફળ ન જાય અને એવી જે ઘટના એ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૨૩ બહારના ફેક્ટરમાં બનતી ઘટના છે. તો બે શબ્દો સ્પષ્ટ થયા? ઉપાદાન સ્પષ્ટ થયું ? ઉપાદાનમાં-અંદરમાં ઘટના ઘટશે. તમને બોધ પ્રાપ્ત થશે, લાભ તમને થશે, મોક્ષના દરવાજા તમારા માટે ઊઘડશે. મહારાષ્ટ્રમાં એક સંત હતા, તેમનું નામ ગાર્ગી મહારાજ. એમનો નિયમ હતો, જે ગામમાં સાંજના કથા કરે પછી રાત્રે બે વાગ્યા હોય તો પણ તે ગામમાંથી નીકળી જાય, કહે કે એ ગામનું પાણી પણ મારે પીવું નથી, કારણ કે પાણી પીધું હોય કોઈનું, તો તેમને સાચું કહેવાનું હોય તો આડું આવે. એક ન્યાયાધીશ ટ્રેઈનમાં જતા હતા અને ત્યાં જેનો કેસ ચાલતો હતો તે માણસ પણ હતો, એને ખબર પડી ગઈ, તે મારવાડનો હશે, તે જબરો હોય, લાખો રૂા.ની વાત હતી. ન્યાયાધીશ તેના પક્ષમાં જો ચુકાદો આપે તો લાખો રૂપિયા મળે. ન આપે તો લાખો રૂા. જાય. તેઓ બીજા સ્ટેશને ઊતર્યા, તે સાહેબ પાસે પહોંચ્યો. નમસ્કાર કર્યા, પછી પૂછ્યું ગુડ મોર્નીગ સર, શું લેશો તમે? ચા, કોફી, રબડી? ન્યાયધીશ વિચક્ષણ હતા. હાથ જોડીને કહ્યું, તમે કહ્યું એટલે ધન્યવાદ. મારે કંઈ લેવું નથી. બહુ વિનંતિ કરી પણ તેણે કહ્યું “ભાઈ! એટલા માટે હું લેતો નથી કે જ્યારે હું જજમેન્ટ આપવા બેસીશ તે વખતે તમારી રબડી કે ચા આડી આવશે, પાણી પણ નહિ.' આટલો નિરપેક્ષ ન્યાયાધીશ ! એના કરતાં અનેકગણા નિરપેક્ષ સદ્ગુરુ છે. ઓળખો, સદ્ગુરુ નિરપેક્ષ છે. કોઈ હાથ જોડે તેની પણ તેમને અપેક્ષા નથી. કારણ? કારણ એક જ, તેઓ સંપૂર્ણપણે પરમ કરુણાથી છલકતા છે. સદ્ગનું લક્ષણ એક જ “પરમ કરુણા''. આંખમાં કણા, વાણીમાં કરુણા, વ્યવહારમાં કરુણા. ત્રણ શબ્દો જોવાના બાકી રહેશે. યોગ અવંચક, ક્રિયા અવંચક, ફળ અવંચક. એના પહેલાં થોડી સ્પષ્ટતા કરી લઈએ. સદ્ગુરુ કંઈપણ કરતાં નથી પણ તેમની હાજરીમાં થાય છે. સૂર્ય કંઈ પણ કરતો નથી પણ તેની હાજરીમાં આખું જગત જાગી જાય છે. સાત વાગ્યા અને તમે ન ઊઠ્યા હો તો કંઈ સૂર્યનારાયણ નીચે આવે ને બારણું ખખડાવે ખરા? ના. એમની હાજરીમાં થાય. વરસાદ વરસે, ફૂલનું ખીલવું ન ખીલવું, બીજનું ખીલવું ન ખીલવું તેની મરજીની વાત છે. વરસાદ વરસે છે ને ધરતી ખીલે છે. ઘટના બોધની છે, તે આંતરિક ઘટના છે. યથાર્થ બોધ થાય છે, આત્મ બોધ થાય છે. અહીંથી મોક્ષના માંડવા નંખાય છે, શ્રી ગણેશાય નમ: અહીંથી ચાલુ થાય છે. એ કોની હાજરીમાં થાય છે? એ જેની હાજરીમાં થાય તેને કહેવાય છે સદ્દગુરુ. પણ સદ્ગુરુ જ હોવા જોઈએ. જેમનાથી નહિ પણ જેમના વગર પણ નહીં થાય. શિષ્યના પક્ષે પરમ સમર્પણ છે. શિષ્ય એમ કહે છે. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પ્રવચન ક્રમાંક - ૧૧, ગાથા ક્રમાંક - ૧૦ અહો અહો શ્રી સદગુરુ, કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો અહો ઉપકાર. કંઈ એમ ન કહ્યું કે તમે શું કરવાના હતા? મારામાં હતું ને તે ખીલ્યું. શિષ્યનું પરમ સમર્પણ છે અને સદ્ગુરુની પરમ કરુણા છે. પરમ કરુણા અને પરમ સમર્પણની સંધિ, એનું લગ્ન, એનો મેળાપ એને કહેવાય શિષ્યત્વ, આ શિષ્યત્વની ઘટના છે. આ મારો ચેલો અને હું તેનો ગુરુ એમાં કંઈ વળે નહિ. સગુરુ અકર્તા છે તેઓ કાંઈ કરતા નથી. આ સગુરુનું લક્ષણ છે, એ સ્પષ્ટ કર્યું. કયા શબ્દોથી? વિચરે ઉદય પ્રયોગ', એ અકર્તા ભાવ સૂચવે છે. આ વર્તમાનકાળની વાત છે પણ ભૂતકાળમાં એમણે ભાવકરુણાની સાધના કરી છે. જગતનાં તમામ જીવો અજ્ઞાનમાંથી ને મોહમાંથી મુક્ત થાય, જગતનાં જીવો જન્મ મરણમાંથી મુક્ત થાય, આવી ચિંતા નથી આપણી માએ કરી કે નથી બાપે કરી, નથી પતિ કે પત્નીએ કરી, દીકરાએ કરી નથી. બિમારીની દવા કરી હશે પણ એવી ચિંતા નથી કરી કે જન્મ મરણમાંથી અને મોહમાંથી મુક્ત થાવ. અને ચિંતા કરે છે, તે ઓળખાણ પછી કરે છે, આ મારા પતિ છે, આ મારી પત્ની છે અને આ મારો દીકરો છે, અને આમાંથી કંઈ પણ ન હોય તો મારે શું લેવા દેવા? એમ કહે છે. જેની ઓળખાણ આપણને નથી, જે આપણને મળ્યા નથી, જેનો આપણને પરિચય નથી, આપણે જેઓને કશું જ આપ્યું નથી પણ તેમના હૃદયમાં આપણે હતા. આપણે તેમનાથી દૂર હોવા છતાં આપણા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો કે આ અજ્ઞાન અને મોહ, જન્મ તથા મરણમાંથી મુક્ત થાય, આને કહેવાય ભાવ કરુણા. આ ભૂતકાળની ભાવ કરુણા વર્તમાનકાળમાં અકર્તા હોવા છતાં પણ કાર્યકારી બને છે. એટલા માટે વર્ષો સુધી સદ્ગુરુ બોલ્યાં. એમને એમ નથી થયું કે અમે નહિ બોલીએ. ભગવાન બુદ્ધ પાસે નિર્વાણ આવ્યું છે અને ભગવાન બુદ્ધ વૃક્ષની પાછળ ગયા અને શિષ્યોને કહ્યું, હવે મને બોલાવશો નહિ. એટલામાં એક ખેડૂત દોડતો આવ્યો. ખેડૂતે આનંદને કહ્યું કે આનંદ મને ખબર તો હતી પણ ખેડવામાં પડ્યો હતો તેથી મોડો આવ્યો. તમે ભગવાનને કહો ને કે મને બે શબ્દો કહે. આનંદે કહ્યું કે હવે નહિ બને, ભગવાન બુદ્ધ કહ્યું કે “ના ન પાડશો. બે શબ્દો માટે આવ્યો છે ને? ભલે મને વિલંબ થાય પણ તેના કલ્યાણમાં વિલંબ ન થવો જોઈએ.” આવું જેમનું હૈયું તેને કહેવાય છે ભાવ કરુણાવાન. આવી ભાવ કરુણા જેમનામાં હોય અને છતાં અકર્તા હોય. સોળ વર્ષની ઉંમરે શ્રીમદ્જીએ ઉદ્ઘોષણા કરી. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા રે આત્મ તારો આત્મ તારો, શીઘ્ર એને ઓળખો; સર્વાત્મમાં સમ દૃષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો. આપણે ૮૦ વર્ષની ઉંમરે પણ દેહની ચિંતા કરીએ છીએ, આત્માની ચિંતા કરતા નથી. કુટુંબની ચિંતા કરીએ છીએ, પૈસાની ચિંતા કરીએ છીએ, પહેરેલાં કપડાંની અને પગમાં નાખેલાં ફાટેલાં સ્લીપરની ચિંતા કરીએ છીએ, પણ આત્માની ચિંતા કરતા નથી. સાચવવા અને સંભાળવા જેવો હોય તો આત્મા છે. ‘“રે આત્મા તારો, આત્મ તારો’’ શુ કરવું ? ‘શીઘ્ર એને ઓળખો.’ શીઘ્ર એટલે તુરંત જ. વાયદો ન કરશો. કોને ખબર મૃત્યુ ક્યારે આવે ? ‘વીજળીના ચમકારે મોતી પોરવવું પાનબાઈ', વીજળીના ચમકારે મોતી પોરવી લેવાનું છે. બોધની ઘટના ઘટે તે વખતે સમજ પ્રાપ્ત થવી જોઈએ. એ સમજ ઉપદેશથી પ્રાપ્ત થાય છે અને એ માટે ઉપદેશ જ જોઈએ અને ઉપદેશક પણ સમ્યગ્, યથાર્થ જોઈએ, સદ્ગુરુ જોઈએ. એટલા માટે આત્મજ્ઞાન, સમદિર્શતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી, પરમશ્રુત આ સદ્ગુરુના લક્ષણ કહ્યા. તેરમું ગુણસ્થાનક માર્ગપ્રવર્તક અને છઠ્ઠું ગુણસ્થાનક માર્ગ ઉપદેશક. આપણને કોઈ તેરમાવાળા મળે, કોઈ છઠ્ઠાવાળા મળે તો કામ થઈ જાય. જેમને મળ્યા તેમનું કામ થઈ ગયું. આપણે રખડ્યા. પણ રખડ્યા એટલા માટે કે ‘‘યોગ અવંચક, ક્રિયા અવંચક અને ફળ અવંચક’’ આ ત્રણે અવંચકતા પ્રાપ્ત ન થઈ. ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. ૧૨૫ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૬ પ્રવચન ક્રમાંક - ૧૨, ગાથા ક્રમાંક - ૧૦ પ્રવચન ક્રમાંક - ૧૨ ગાથા ક્રમાંક - ૧૦ સદ્ગના લક્ષણો છે. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. (૧૦) આ દશમી ગાથાનાં ૧. આત્મજ્ઞાન, ૨. સમદર્શિતા, ૩. વિચરે ઉદય પ્રયોગ, ૪. અપૂર્વ વાણી, ૫. પરમશ્રુત, આ પાંચ શબ્દો પુનઃ આપણે યાદ કરી જઈએ. જેમની સ્થિતિ આત્મજ્ઞાન વિશે છે તે આત્મજ્ઞાની. પ્રાપ્ત કરવા લાયક, મેળવવા લાયક આત્મા છે. એ આત્માનું જ્ઞાન જેમની પાસેથી મળે, એમણે આત્માને અનુભવેલો હોવો જાઈએ. જેમને આત્મ અનુભવ ન હોય તો તેમની પાસેથી આત્મજ્ઞાન મળે નહિ. ઝવેરી પાસેથી ઝવેરાત મળે, કંદોઈની દુકાનેથી ફાફડા અને ગાંઠિયા મળે. તેમ જેમની પાસે આત્માનુભવ છે તેમની પાસેથી જ આત્મજ્ઞાન મળશે. આત્માનો અનુભવ નહિ હોય તો આત્મજ્ઞાન નહિ મળે. ચિદાનંદજી મહારાજે એક ગાથા કહી છે : કેવલ આત્મબોધ હૈ, પરમારથ શિવપંથ, તામેં જીનકુમગનતા, સોહી ભાવનિગ્રંથ. કેવળ માત્ર આત્માનો બોધ એ જ મોક્ષનો ઉપાય છે, રસ્તો છે, અને જેની આવા આત્મામાં મગનતા, રમણતા અને સ્થિરતા છે, આત્મામાં જ તન્મયતા, તરૂપતા છે, જે આત્મામાં જ ડૂબેલો છે, આત્મામાં જ જે એકાકાર છે એવા આત્મજ્ઞાની તે સદ્ગુરુનું પહેલું લક્ષણ. એ જ વિચાર એ જ મનન, એ જ ચિંતન અને એ જ ભાવન, એ જ ધ્યાન, એ જ અનુભવ એ જ સ્મરણ અને એ જ સ્મૃતિ, એ જ માહોલ, એ જ રંગ, માત્ર એ એ અને એ જ. નિરંતર શુદ્ધતાનું ધ્યાન કરે, શુદ્ધતામાં કેલિ કરે. ધ્યાન પણ શુદ્ધતાનું ને આનંદ પણ શુદ્ધતામાં. કારણ કે તે આત્મામાં મગ્ન છે. “તમેં જીનકુ મગનતા' –એ આત્મામાં મગ્ન બન્યો છે, ડૂળ્યો છે, તરૂપ બન્યો છે, તન્મય થયો છે. “સોહી ભાવનિગ્રંથ એ જ ભાવ For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૨૭ નિગ્રંથ છે. નિગ્રંથ એટલે સાધુ, મુનિ, યતિ. આનંદધનજી મહારાજે વાસુપૂજ્ય સ્વામીના સ્તવનની સમાપ્તિમાં એક વાત કરી છે કે : આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશ આનંદધન મત સંગી રે. આ એટલા માટે આપણે જોઈએ છીએ કે પરમકૃપાળુ દેવે જે માર્મિક વાત કરી છે એનો બધેથી અણસાર, સંદેશ ને અભિપ્રાય મળે છે. આને સંગતિ કહેવાય. મહેફીલમાં પણ સંગીકારો તબલા, હારમોનિયમ, ઢોલક, સારંગી, દિલરૂબા, સિતાર વિગેરે વાદ્યોની સંગતિ મેળવે છે. આત્મજ્ઞાની શ્રમણ કહાવે', જેને આત્મજ્ઞાન થયું છે, એ શ્રમણ, એ જ સાધુ અને એ જ વિરક્ત. વસ્તુ જેમ છે તેમ છે. તમે જાણો છો કે માનો છો કે સ્વીકારો છો તેમ નહિ, પણ વસ્તુ પોતે જેમ છે તેમ, તે વસ્તુમાં જે વસ્તુત્વ રહ્યું છે તેમ એનું પ્રકાશન કરે છે, તે આત્મજ્ઞાની પુરુષ છે. આ મોટી ઘટના છે. આત્મજ્ઞાનમાં જે મગ્ન છે તેની અવસ્થા બદલાઈ જાય છે. “આત્મજ્ઞાનમેં મગ્ન જો, સો સબ પુદ્ગલ ખેલ ઈન્દ્રજાળ કરી લેખવે, મળે ન તિહાં મનમેળ.” આત્મજ્ઞાનીની આ અંતરંગ અવસ્થા છે. આત્મજ્ઞાનમાં, આત્માના અનુભવમાં જે મગ્ન બન્યો છે તે આમ તો હોય છે જગતમાં, હોય છે સંસારમાં અને હોય છે પુદ્ગલ વચ્ચે પણ તેને તો આ બધો પુદ્ગલનો ખેલ દેખાય છે. તેમાં આત્મજ્ઞાનીને વાસ્તવિક્તા લાગતી નથી. વેદાંતે આને માયા કહી, ભ્રમ કહ્યો. ચિદાનંદજીએ આને પુદ્ગલનો ખેલ કહ્યો. એ ઈન્દ્રજાળ છે. દેખાય છે ખરી પણ હોય નહિ. જાદુગરનો ખેલ જેમ દેખાય છે ખરો, પણ હકીકતે તેમ હોય નહિ. જેમ જાદુગરની બાજી વાસ્તવિક નથી તેમ પુદ્ગલનો આ ખેલ પણ વાસ્તવિક નથી અને એના કારણે “મળે ન તિહાં મનમેળ” ત્યાં મનનો મેળ મળતો નથી. સાથે રહે છે ખરા, સંબંધો છે ખરા, ઉપયોગ થાય છે પણ મન દઈને મળતો નથી. સંસારમાં કહીએ છીએ કે સાથે જીવીએ છીએ, રહીએ છીએ પણ તાલમેળ નથી, મનમેળ નથી. યશોવિજયજી મહારાજે પાંચમી સ્થિરાદષ્ટિમાં એક ઉદાહરણ આપ્યું છે કે, બાલધૂલી ઘર લીલા સરખી, ભવચેષ્ટા ઈહાં ભાસે. ચોમાસામાં વરસાદથી રેતી ભીની થઈ હોય, નાના બાળકો નદી કિનારે જઈ પોતાના પગને વચ્ચે રાખી તેના ઉપર રેતીનો ઢગલો કરે અને પછી નીચેથી ધીમે રહીને પોતાનો પગ કાઢી લે એટલે ઘર તૈયાર. પછી આ ઘરને મગનીયો અડે એટલે છગનીયો રડે કે મારા ઘરને તું કેમ અડ્યો? આ મારું ઘર છે. For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પ્રવચન ક્રમાંક - ૧૨, ગાથા ક્રમાંક - ૧૦ પણ એ ઘર તે ‘બાલ ધૂલી ઘર લીલા સરખી’, બાળક જેમ ધૂળના ઘરમાં ખેલ કરે છે, રમત ૨મે છે, તેમ જ્ઞાનીને ચક્રવર્તી રાજાની સંપત્તિ પણ બાળકના ધૂળના ઘરની રમત સમાન લાગે છે. આત્મજ્ઞાન થતાં અંદરમાં કેવી અવસ્થા થાય છે ? તેઓ પરભાવની ઇચ્છાથી રહિત થાય છે. બે શબ્દો સ્વભાવ અને પરભાવ. પોતાનો જે ભાવ, તેને કહેવાય છે સ્વભાવ અને પોતાનો નહિ પણ પરના, બહારના જે ભાવ, વિકારીભાવ તેને કહેવાય છે પરભાવ. તમામ અધ્યવસાયો, વિકારો, વાસનાઓ, તમામ રાગ-દ્વેષો, તમામ કષાયો તે પરભાવ વિભાવ છે. યશોવિજયજી મહારાજે કહ્યું છે કે સહજ સ્વભાવ લખે નહિ અપનો, પડિયો મોહકે દાવ મેં, જીઉ લાગી રહ્યો પરભાવમેં. જીવ પરભાવમાં લાગ્યો છે, તેના કારણે પોતાનો સહજ સ્વભાવ લક્ષમાં લેતો નથી, જાણતો નથી. શાસ્ત્રો કહે છે, જ્ઞાનીઓ કહે છે, સંતો કહે છે, સાધુઓ કહે છે, સદ્ગુરુ કહે છે પણ પોતાનો સહજ સ્વભાવ તે લક્ષમાં લેતો નથી. તે ખરેખર મોહના દાવમાં પડ્યો છે, મોહના હાથનું રમકડું બન્યો છે. મોહના હાથનું રમકડું જે બન્યો તે સંસારી અને જે મોહના હાથનું રમકડું મઢ્યો તે સદ્ગુરુ. સદ્ગુરુને પુદ્ગલની, પરભાવની, જગતની વસ્તુઓની, સંયોગોની કે બનાવોની ઇચ્છા નથી, અનુકૂળતાની ઇચ્છા નથી, જગતના સુખોની ઇચ્છા નથી. અને ઇચ્છા જેની ગઈ તેનું બધું દુઃખ ગયું. દુઃખ અને ઇચ્છા બંને નજીકના સગા છે. આપણે દુઃખને દૂર કરવું છે પણ ઇચ્છાને ઊભી રાખવી છે. ઇચ્છા એમ કહે છે કે ‘‘દુઃખ મારો દીકરો છે અને મને બહુ વહાલો છે. એક મિનિટ પણ હું મારા દીકરાને મારાથી દૂર નહિ કરું. મને રાખવી હોય તો મારા દીકરાને પણ રાખવો પડશે. જો તમારે દુઃખ ન જોઈતું હોય તો દુઃખને કાઢવાની કોશિશ ન કરશો. એને કશું કહેશો નહિ. દુઃખને કાઢવું હોય તો મને જવા દ્યો. હું જ્યારે જઈશ ત્યારે મારા દીકરાને લઈને જઈશ. એને મૂકીને નહીં જઉં. ઇચ્છા હશે ત્યાં સુધીમાં દુઃખ છે. પરભાવની ઇચ્છા, રાગદ્વેષની ઇચ્છા, જગતના પદાર્થોની ઇચ્છામાં દુઃખ છે. અભિનંદન ભગવાનને દેવચંદ્રજી મહારાજ કહે છે કે, ‘પ્રભુ ! તમે જે અનુભવ કરો છો, તમે જે રસમાં ડૂબ્યા છો, તમે જે રસ માણો છો તેની રીત અમને કહો ને, અમારે એવો અનુભવ કરવો છે' અને ભગવાન એમ બોલ્યા કે ‘દેવચંદ્ર ! અમે જે રસ માણીએ છીએ, આનંદમાં રહીએ છીએ, અમે જે સમાધિમાં છીએ, અમારી શાંતિમાં છીએ તેનું કારણ અમે જડચલ જગની એંઠનો ભોગ છોડી દીધો છે.' For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૨૯ જડચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત; કયું જાણું કર્યું બની આવશે. જગતના પદાર્થો જડ અને નાશવંત છે. તે અનેક આત્માઓએ ભોગવેલા પદાર્થો છે. જ્ઞાની પુરુષ કહે છે કે જમણવારનો એંઠવાડ ખાવા તું તૈયાર નથી પણ આખા જગતના જીવોએ જે પુદ્ગલો ભોગવ્યા છે, ભોગવીને છોડ્યા છે, તે જગતના જડ પદાર્થોનો એંઠવાડ ખાવા તું તૈયાર છો. જ્યાં ઇચ્છા છે ત્યાં મોહ છે અને જ્યાં મોહ છે ત્યાં ઇચ્છા છે. ઘણાં લોકો કંટાળીને, નિરાશ થઈને કે ઘરમાં ઝઘડાં થયા હોય તો કહેતા હોય છે કે અમને કંઈ મોહ રહ્યો નથી. પોતાનું ધાર્યું થયું ન હોય, ઘરમાંથી એકડો નીકળી ગયો હોય અને કોઈ ગણકારતું ન હોય ત્યારે આવું થઈ જાય છે કે અમને હવે સંસારનો મોહ નથી. ધીરે રહીને પૂછીએ કે શું થયું? પછી કહેશે ‘ઘરવાળી માનતી નથી, છોકરો માનતો નથી.' જગતના જે પદાર્થો અને સંયોગો છે તે શ્રેષ્ઠ કોટિના મળેલ હોવા છતાં પણ જેને ઇચ્છા થતી નથી તે મોહથી રહિત છે. ઇચ્છા એ મોહનું ચિન્હ છે. મોહ છે કે ગયો તેવો દાવો આપણે કરતા હોઈએ કે સાધુ અને સંન્યાસી કરતાં હોય તો એટલું જોવાનું કે કોઈ જાતની ઇચ્છા છે ? ઇચ્છા હોય તો સમજી લેજો કે મોહ છે. जहा य अंडप्पभवा बलागा, अंडं बलागप्पभवं जहा य । अमेव मोहाययणं खु तण्हा, मोहं च तण्हाययणं वयंति । (३२ / ६) ભગવાન મહાવીરે અંતિમ દેશના જે આપી તેનો સંગ્રહ ઉત્તરાધ્યયન સૂત્રમાં થયો છે. તેમાં ૩૬ અધ્યયનો છે. તેમાં ૩૨મા અધ્યાયની આ છઠ્ઠી ગાથા છે. તેમાં ભગવાન મહાવીર એમ કહે છે, “જેમ ઇંડામાંથી મરઘી થાય છે અને મરઘીમાંથી ઇંડું આવે છે તે પ્રમાણે મોહમાંથી ઇચ્છા જન્મે છે અને ઇચ્છામાંથી મોહ જન્મે છે.'' મોહને જન્મ આપનાર ઇચ્છા જેમનામાં નથી, પરભાવની ઇચ્છા કે પુદ્ગલની ઇચ્છા જેનામાં નથી, આશંસા જેનામાં નથી, આકાંક્ષા નથી, માન, પ્રતિષ્ઠા, મોભો, લોકસંજ્ઞા, લોકેષણા, ધનની ઇચ્છા, પુત્રની ઇચ્છા, સંપત્તિની ઇચ્છા-આ બધી ઇચ્છાઓ રહિત જેઓ થયા છે અને આત્મજ્ઞાનમાં જેમની સ્થિતિ છે તે સદ્ગુરુ. બે મુદ્દા અહીં છે, પોઝીટિવ વિધેયાત્મક એ કે આત્મજ્ઞાનમાં જેની સ્થિતિ છે અને નેગેટીવ અર્થાત્ નકારાત્મક પરભાવની ઇચ્છાથી જે રહિત છે તે. બંને મળીને એક લક્ષણ જેને કહેવાય છે તે આત્મજ્ઞાન, આત્મબોધ. આત્મજ્ઞાન-આત્મબોધ જ્યારે થાય ત્યારે અંદરમાં એક અવસ્થા આવે છે તેને કહેવાય છે શમ. આ શમ શબ્દ બહુ મહત્ત્વનો છે. એનામાં કોઈ વિષમતા હવે રહી નથી. જગતમાં અનંત જીવો છે અને અનંત જીવો અનંત અવસ્થામાં હોવા છતાં પણ તેને એમ લાગે છે કે For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩) પ્રવચન ક્રમાંક - ૧૨, ગાથા ક્રમાંક - ૧૦ આ બધી ઉપલી અવસ્થા છે, ઉપાધિજનિત અવસ્થા છે. અંદરમાં ચૈતન્ય તો એકસરખું છે, આવો જ બોધ તેને કહેવાય છે શમ. આ વસ્તુને સ્પષ્ટ કરનારી બહુ મઝાની નાનકડી કડી પરમકૃપાળુ દેવની છે. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો. રજકણ-માટીનું કે ધૂળનું કણ એક બાજુ અને વૈમાનિક દેવની રિદ્ધિ બીજી બાજુ, બંનેની તુલના થઈ શકે તેમ નથી. શાસ્ત્રમાં વર્ણન કર્યું છે કે દેવલોકમાં સામાન્ય દેવ પગમાં જે મોજડી પહેરે છે એવી મોજડી આ મૃત્યુલોકમાં લાવવામાં આવે અને આ ઝવેરી બજારમાં વેચવા મૂકવામાં આવે તો ડાહ્યા ઝવેરીઓ એની કિંમત આંતા એમ કહે કે છ ખંડના માલિક ચક્રવર્તીની બધી સંપત્તિ આપી દો તો પણ આ મોજડીની કિંમત થઈ શકે તેમ નથી. રજકણ એટલે એક ધૂળનું કણ હોય અને વૈમાનિક દેવની રિદ્ધિ હોય પરમકૃપાળુ દેવ કહે છે કે “સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો.” આ પુદ્ગલનો સ્વભાવ છે. જીવમાં વિષમભાવ નથી અને પુદ્ગલમાં પણ વિષમભાવ નથી. આ વિષમભાવ જીવમાં દેખાય છે તે કર્મની ઉપાધિના કારણે દેખાય છે. અંદરમાં જે પરમતત્ત્વ છે તે એક જ છે, જુદું જુદું નથી. આવું જે દેખાય છે, એને કહેવાય છે શમ. રજકણ હોય કે વૈમાનિક દેવની રિદ્ધિ હોય, આ બન્ને પણ જેને એક સરખી દેખાય છે એને કહેવાય છે શમ. આવો સમભાવ, એ સદ્ગુરુનું બીજું લક્ષણ છે. શમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપ નહોઈ, અવિનાશીકે ઘરકી બાતા, જાણે ગો નર સોહી, અવધૂનિરપક્ષ વિરલા હોઈ. આ સમરસી ભાવ એમના અંતરમાં છે. આ અભુત ભાવ છે. એને ભગવદ્ ગીતા સમતા કહે છે. જૈન પરંપરા ઉપશમ ભાવ કહે છે. કુંદકુંદાચાર્યજી એને સમરસી ભાવ કહે છે. આવો સમભાવ, ઉપશમભાવ કે સમતાભાવ સદ્ગુરુના જીવનમાં પ્રગટ થયો છે. શત્રુ હોય કે મિત્ર, હર્ષ હોય કે શોક, નમસ્કાર હોય કે તિરસ્કાર એ તમામ ભાવો પ્રત્યે જેમને અંદરમાં વિષમભાવ પ્રર્વતતો નથી એવી જેમની અંતરંગ અવસ્થા છે તેને કહેવાય સમદર્શીપણું. સમદર્શી હૈ નામ તુમ્હારા ચાહે તો પાર કરો. તમે સમદર્શી છો અને અમે તો જેવા છીએ તેવા જ છીએ, પણ તમે જો ચાહો તો અમને પાર કરી શકો તેમ છો. એ દોર તમારા હાથમાં છે. આવું સમદર્શીપણું જેમનામાં For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૩૧ હોય તેને કહેવાય છે સદ્ગુરુ. આત્મજ્ઞાન અને સમદર્શિતા આ બે લક્ષણોમાં બધા લક્ષણો સમાઈ જાય છે. જેને આત્માનો બોધ છે, જેની આત્મામાં સ્થિતિ છે, જે પરભાવની ઈચ્છાથી રહિત છે અને જેને આ પ્રકારની સમતા પ્રાપ્ત થઈ છે, તેઓ જીવન તો જીવે છે, શરીરમાં છે, વ્યવહાર પણ છે, પ્રવૃત્તિ વચ્ચે ઊભા છે, એમની જુદી જુદી બાહ્ય અવસ્થાઓ પણ હોઈ શકે અને કઈ અવસ્થામાં ઊભા છે તે કહી શકાય નહીં. તે બધા વચ્ચે ઊભા છે અને કર્તવ્ય કર્મ કરે છે અને કરતા હોવા છતાં પોતે કશું કરતા નથી, તેવી અલૌકિક દશા છે. આપણે નથી કરતાં તો યે ઘણું કરીએ છીએ, આ ઘણું કરે છે તો પણ કશું કરતાં નથી. અખાએ કહ્યું છે : કર્તા મીટે તો મીટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. કર્મ ટાળી નહિ શકાય. કર્મ તો રહેશે, પણ કર્તાપણું ટાળી શકાય છે. કર્તાપણું મટે તો કર્મબંધન મટી જાય છે. કર્મને ટાળવાની વાત નહિ પણ કર્તાપણું ટાળવાની વાત છે. આપણે તો કર્મ ટાળવાની કોશિશ કરીએ છીએ અને કર્તાને તો ઊભો જ રાખીએ છીએ. ઘણા કહે છે કે ‘સાહેબ ! આ તમારા દિકરાના લગ્ન થયા, અમે ન હોત તો ખબર પડત. ધોળે દિવસે તમને તારા દેખાયા હોત. અમે હતા એટલે થયું ? ‘‘અમે કર્યું’’ એવો પ્રગાઢ કર્તાપણાનો રસ છે, માટે જ્ઞાની પુરુષોએ કહ્યું કે જગતમાં બધા રસ કરતાં અત્યંત મીઠો રસ તે કર્તાપણાનો રસ છે. એક ચિત્રકારે મૃત્યુથી બચવા સરસ ઉપાય ખોળી કાઢ્યો. તેણે પોતાના જેવા એક સરખાં દસ સ્ટેચ્યુ બનાવ્યા, કારણ કે મૃત્યુદેવ જ્યારે લેવા આવશે ત્યારે તેમને એક સરખા સ્ટેચ્યુ જોઈ ગુંચવણ થઈ જશે કે આમાંથી સાચો કોણ ? કોને લઈ જવો ? અને મૃત્યુ આવ્યું. યમરાજા સાચે જ ગુંચવણમાં પડી ગયા કે આમાંથી કોને લઈ જવો ? એ ગયા ચિત્રગુપ્ત પાસે અને કેસ નોંધાવ્યો કે આવી હાલત છે. મૃત્યુલોકમાં ખબર નથી પડતી કે આમાંથી કોને લાવવો ? ચિત્રગુપ્તે સરસ ઉપાય બતાવ્યો. તમે ત્યાં જાવ. બીજું કંઈ કરવાની જરૂર નથી. માત્ર એટલું જ કહેજો કે આવા સુંદર સ્ટેચ્યુ કોણે બનાવ્યાં હશે ? જે એમ કહે કે મેં બનાવ્યાં, બસ એને પકડી લાવવો. મૃત્યુદેવ તો સ્ટેચ્યુ પાસે આવ્યા અને સ્ટેચ્યુના વખાણ કર્યાં. શું સ્ટેચ્યુ છે ? કોણે બનાવ્યા હશે ? આની બરાબરી થઈ શકે એમ નથી. આ સાંભળતા ચિત્રકાર રહી શક્યો નહીં. બોલ્યો કે ‘‘સાહેબ, આ મેં બનાવ્યા છે.’’ ચિત્રકાર પકડાઈ ગયો. આ કર્તાપણાનો ભાવ. જ્ઞાનીપુરુષ વિરાટ કામ કરતા હોવા છતાં તેમનામાં કર્તાપણાની બુદ્ધિ નથી. કરવું એક વાત છે અને કર્તાપણાની બુદ્ધિ બીજી વાત છે. જેમની બુદ્ધિમાંથી કર્તાપણું નીકળી ગયું છે, તેઓને પૂર્વના કર્મના ઉદયને લીધે વિચરવા આદિની ક્રિયા નિરંતર થાય છે. એવી અવસ્થા તેને “વિચરે ઉદય પ્રયોગ’’ કહે For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પ્રવચન ક્રમાંક - ૧૨, ગાથા ક્રમાંક - ૧૦ છે. આ સદ્ગુરુના અંદરના લક્ષણો છે. એમને જ ખબર પડે આપણને ખબર ન પડે. આ ત્રણ આત્મજ્ઞાન, સમદર્શિતા અને વિચરે ઉદય પ્રયોગ એ આંતરિક લક્ષણો છે. બાકીના બે લક્ષણોની બહાર ખબર પડે. તે છે અપુર્વવાણી અને પરમશ્રત. અપૂર્વવાણી જેવું જ્ઞાની બોલે છે તેવું જ અજ્ઞાની પણ બોલે છે. જેવા શબ્દો જ્ઞાની વાપરે છે તેવા જ શબ્દો અજ્ઞાની પણ ઉપયોગમાં લે છે, છતાં જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણી એકદમ જુદી પડે છે, કારણ એક જ કે અજ્ઞાની જે બોલે છે એ વાંચીને બોલે છે અને જ્ઞાની જે બોલે છે તે અનુભવીને બોલે છે. કબીરજીએ કહ્યું : “કાગળ મસી ઓ નહિ, કાગળ અને શાહીને અમે હાથ પણ લગાડ્યો નથી, છતાં અમે જે કહીએ છીએ તે “આંખન દેખી”, નજરો નજર અમારી અનુભૂતિમાં છે, જેનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે, જેનો પ્રગટ અનુભવ કર્યો છે એ અનુભવીને અમે કહીએ છીએ. તુકારામને બ્રાહ્મણો અને પંડિતો બહુ પજવતા હતાં, બહુ હેરાન કરતાં હતાં, તેઓ વારેવારે પૂછે કે તું વેદ ભણ્યો છે? તુકારામ કહે કે હું વેદ ભણ્યો નથી, હું તો અભણ છું. મને કંઈ આવડતું નથી.” તું ઋગવેદ જાણે છે? તુકારામ કહે-“ના”. “યજુર્વેદ જાણે છે?' તો કહે “ના” “ચાર વેદ જાણતો નથી અને છેવટે તુકારામે કહ્યું કે હું વેદ તો જાણતો નથી પણ ‘મામ વોક્ત તે વે’, અમે જે બોલીએ છીએ તે વેદ છે. આવું કહેવાનું સાહસ તુકારામ જ કરી શકે, કારણ કે તે જે બોલે છે તે અનુભવીને બોલે છે. જ્ઞાનીની ભાષા સરસ ન પણ હોય, સુંદર ન હોય, અલંકારિક ન હોય, ઓરેટરી ન હોય, વકર્તુત્વ કે વ્યાખ્યાનની કળા ભલે ન હોય, શબ્દોનો કલરવ એમાં ન હોય, આયોજન ન હોય, એમાં કાલીદાસ, ભવભૂતિ કે બાણ કવિઓના શબ્દો ન હોય અને કાલીઘેલી ભાષામાં બોલતો હોય છતાં જ્ઞાનીનું વાક્ય અનુભવનું વાક્ય છે અને પંડિતનું વાક્ય ગોખેલું વાક્ય છે. અપૂર્વવાણી એટલે જે હૃદયને ટચ કરે, અંદરને સ્પર્શ કરે, અંદર હલબલાવી નાખે, અંદરના તાર ઝણઝણી ઊઠે. આ કામ જ્ઞાનીની વાણી કરશે. પંડિત કે વકતા જ્યારે બોલશે ત્યારે તમે એમ કહેશો કે “કેવું સરસ બોલે છે !' પણ એ વાણી અસરકારક નહીં થાય. પાંચમું લક્ષણ પરમકૃત છે. ષટ્રદર્શનના તાત્પર્યને પણ સદ્ગુરુ જાણતા હોય છે. આ જગતમાં મુખ્ય છ દર્શનો છે. તેમના પેટા ભેદો પણ અનેક છે. (૧) સાંખ્ય-યોગ (૨) બૌદ્ધ (૩) જૈન (૪) ન્યાય-વૈશેષિક (૫) પૂર્વ મીમાંસા-ઉત્તર મીમાંસા (૬) ચાર્વાક અને (૭) વેદાંતદર્શન. પેટા ભેદો સહિત પદર્શનને જે જાણે છે, તેના તાત્પર્યને જે જાણે છે, એવી અવસ્થા જેની છે તે પરમશ્રુતજ્ઞાન છે. આ પાંચ લક્ષણ અર્થાત્ આત્મજ્ઞાન, સમદર્શિતા વિચરે ઉદપ્રયોગ, અપૂર્વવાણી અને પરમશ્રુત જેનામાં છે તેને કહેવાય છે સદ્ગ. આ For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૩૩ સદ્ગુરુની અવસ્થાનું વર્ણન છે. સદ્ગુરુને જો તમે ફૂટપટ્ટી લઈને માપવા નીકળશો તો સદ્ગુરુને માપી નહિ શકો. સદૂગુરુને ઓળખી નહિ શકો. રોજબરોજના જીવનમાં સદ્ગુરુની જરૂર આપણને લાગતી નથી. સદ્ગુરુ વગર અટકીને ઊભા રહ્યા હોઈએ એવો કોઈ દિવસ યાદ આવે છે ખરો? ધન વગર ન ચાલે, સ્ત્રી વગર પણ ન ચાલે, પતિ વગર ન ચાલે અને ડૉક્ટર વગર કે વકીલ, શિક્ષક અને એન્જિનીયર વગર પણ ન ચાલે, અને શાકભાજી, દૂધ વગર ન ચાલે, પણ સદ્ગુરુ વગર ચાલે. એમની શું જરૂર છે? જીવનમાં તેમની આવશ્યકતા શું? ભૌતિક જીવનમાં સદ્ગુરુ વગર ચાલે છે. ધાર્મિક જીવનમાં સદ્ગુરુ વગર ચાલે છે, પણ એક આંતરિક ઘટના એવી ઘટે છે કે જે ઘટના ઘટ્યા પછી ગુરુ વગર ચાલતું નથી. જેમ આંબા ઉપર મહોર આવે અને કોયલ ખાય પછી કોયલને ગાયા વગર ચાલતું નથી. કોણ કોયલને કહેશે કે તું ગા? કોણ એને પૈસા આપે છે? કોણ એનો કાર્યક્રમ ઘડે છે? કોયલની સંગીત સંધ્યા કોણ રાખે છે? પણ કોયલ ટહુકે છે. એ મસ્તીથી ગાય છે. કોયલનો ટહુકો સાંભળનારના દિલને રણઝણતું કરી મૂકે છે. કોયલને ગાવું પડે છે. ગાયા વગર ન ચાલે. કારણ? એણે મહોર ખાધો છે. એ અંદરની ઘટના છે. કોયલને જ કહેશો કે “ગા” તો તે નહિ ગાય, પણ આંબાનો મહોર ખાછા પછી એ ગાયા વગર રહી શકતી નથી. આકાશમાં વાદળ આવે છે અને મોર ધરતી ઉપર ટહુકાર કરે છે. બંને વચ્ચે પ્રેમ થાય છે. હવે મોર વાદળાને જોઈને ટહુકાર કર્યા વગર રહી શકતો નથી. તેણે પ્રયત્ન કરવો નથી પડતો. રાત્રે શરદપૂર્ણિમાનો ચંદ્ર ઊગ્યો હોય અને ચકોર નામનું પક્ષી મસ્તીથી ગાયા વગર રહી શકતું નથી. આ સ્વાભાવિક છે. કોઈ તર્ક કે નિયમની જરૂર નથી. તેમ આંતરિક ઘટના ઘટે તો સદ્ગુરુ વગર નહિ ચાલે. ભૂખ લાગે છે અને ખોરાકની શોધ ચાલુ થાય છે, ધરતી તપે છે અને વરસાદ વરસે છે, આ જેમ સ્વાભાવિક છે, તેમ જેના અંદરમાં મુમુક્ષતા જાગી છે એને સદૂગુરુની ઝંખના ચાલુ થઈ જાય છે. ““ગુરુ પ્રત્યક્ષ કે પરોક્ષ? હાજર કે ગેરહાજર?' એ ચર્ચામાં નહિ પડે. કોયલ ચર્ચામાં નથી પડતી પણ ગાયા વગર રહી નથી શકતી. ચકોર ચર્ચામાં નથી પડતું પણ ચંદ્રમાને જોયા વગર રહેતું નથી. મોર ટહુકો કર્યા વગર રહેતો નથી. ભૂખ લાગે છે ત્યારે ચર્ચામાં પડવાની જરૂર જ નથી. ભોજન શોધ્યા વગર આપણે રહી શકતા નથી. મુમુક્ષતા અંદર પ્રગટ થાય છે ત્યારે બધી ચર્ચાઓ શાંત થઈ જાય છે. જેમ મા રાતના સૂતી હોય, પોતાનું બાળક પોતાને વળગીને સૂતુ હોય, મા નસકોરા બોલાવતી હોય. આકાશમાં વીજળીના કડાકા થતાં હોય, અવાજ ગમે તેટલો થતો હોય પણ માની ઉંઘ ઊડતી નથી, પણ પોતાનું બાળક જેવું થોડુંક ઉહું કરે કે ઝટ મા જાગી જાય છે. કારણ? તે મા છે. મા ને For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પ્રવચન ક્રમાંક - ૧૨, ગાથા ક્રમાંક - ૧૦ પૂછશો નહિ કે તું ઠંડીમાં સૂઈને બાળકને ઓઢાડે છે, તું ભીનામાં સૂવે છે અને બાળકને સૂકામાં સૂવડાવે છે, તું ભૂખી રહીને પણ બાળકને ખવડાવે છે, તું આમ કેમ કરે છે ? તો કહેશે ‘હું મા છું’ માતૃત્વ સ્વાભાવિક છે. એક આઠેક વર્ષની નાની બેબી પોતાના નાનાભાઈને ઝોળીમાં નાખી ડુંગર ઉપર ચઢતી હતી. ચઢાણ જોઈ કોઈ ડાહ્યા માણસે સહજતાથી પૂછ્યું, ‘બેટા ! તને ભાર નથી લાગતો ?’ તે આંખો કાઢીને બોલી ‘‘શું બોલ્યા ? આ તો મારો ભાઈલો છે. ભાઈલાનો ભાર કેવો ?’' આ બધું જેમ સ્વાભાવિક છે તેમ મુમુક્ષુતા જ્યારે પ્રગટ થાય ત્યારે સદગુરુ માટેની ઝંખના પણ સ્વાભાવિક છે. મુમુક્ષુતા જ્યાં સુધી પ્રગટી નથી ત્યાં સુધી જીવને ચાળા થાય છે, તે ચર્ચામાં પડે છે. જ્યારે મુમુક્ષુતા જાગે છે ત્યારે અંદરમાં ઝંખના જાગે છે, સદ્ગુરુ, સદ્ગુરુ, સદ્ગુરુ. ક્યારે મળશે ? ક્યારે મળશે ? વિરહ થાય છે. વ્યથા થાય છે. રડે છે. આંખમાં આંસુ આવે છે. એને પીડા થાય છે. એ જીવી શકતો નથી. એ રહી શકતો નથી. એ અંદર વિરહની વેદના અનુભવે છે. આનંદધનજીએ કહ્યું છે : આનંદઘન પ્રભુ વૈદ્ય વિયોગે કેમ જીવે મધુમેહી ! મધુમેહી અર્થાત્ ડાયાબિટીસનો દર્દી ડૉક્ટર વગર કઈ રીતે જીવશે ? દવા વગર, ઈન્સ્યુલીન વગર નહિ જીવી શકે, એમ મુમુક્ષુ સદ્ગુરુ વગર જીવી ન શકે. મુમુક્ષુતા સુધી શાસ્ત્રો અને ઉપદેશકો લાવી શકશે પણ મુમુક્ષુતા પછી નિજયાત્રા છે, તે સદ્ગુરુ વગર નહિ થાય. શાસ્ત્રો એમ કહે છે કે સદ્ગુરુ પાસે તમે શું લેવા જાઓ છો અને શું મેળવવું છે તે તમે સ્પષ્ટ કર્યું ? એમની પાસે કંઈ નથી, એ ખાલીખમ છે. તેમની પાસે ધન નથી, સત્તા નથી, બળ નથી, રૂપ નથી, સામર્થ્ય કે શક્તિ નથી. ડૉક્ટર પાસે કેમ જઈએ છીએ ? વકીલ પાસે અને આર્કિટેકટ પાસે કેમ જઈએ છીએ ? રાજકારણી પાસે કેમ જઈએ છીએ તે ખબર છે. સદ્ગુરુ પાસે કેમ જઈએ છીએ તે ખબર છે ? હા, સદ્ગુરુ પાસે એટલા માટે જઈએ છીએ કે અંદરથી બોધ પ્રાપ્ત કરવો છે. આત્મબોધ વગર-આત્મજ્ઞાન વગર જીવાય નહિ. એવી અવસ્થા અને એવી વેદના જેને અંદ૨માં જાગી છે તે તરફડ્યા છે. માછલી જેમ જળ વિના તરફડે છે તેમ તે સદ્ગુરુ વગર તરફડે છે. એ રડ્યા છે સદ્ગુરુ વગર. ક્યારે મળશે અમને સદ્ગુરુ ? ‘ક્યારે મને મળશે મનમેલું ?’ આનંદધનજીએ કહ્યું છે કે મનનો મેળ જેની સાથે છે તે મને ક્યારે મળશે ? સાધકના જીવનની ચાર અવસ્થા હોય છે. મુમુક્ષુતા પહેલાની જીવનની એક અવસ્થા, મુમુક્ષુતા પછીની જીવનની બીજી અવસ્થા. આત્મબોધ થયા પછી જીવનની ત્રીજી અવસ્થા અને આત્મબોધ થયા પછી સાતમા ગુણસ્થાનક પછી શ્રપક શ્રેણી મંડાય એ ચોથી અવસ્થા. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૩૫ તે સીધો તેરમે ગુણસ્થાનકે પહોંચે. બીજી અવસ્થાવાળો મુમુક્ષુ મહાત્માને ઝંખે છે, સત્પુરુષને ઝંખે છે. પરમકૃપાળુ દેવ વારંવાર કહેતાં હતાં કે અમને એ વન યાદ આવે છે, એ ભૂમિ યાદ આવે છે, એ વૃક્ષો યાદ આવે છે, જ્યાં બેસીને અમે સત્સંગ કરતાં હતાં, સત્પુરુષ પાસે બેઠા હોઈએ એ પ્રસંગ અમને યાદ આવે છે. મુમુક્ષુતા તે અંદરની વેદના છે. તે અંતરની ઘટના છે અને એવી મુમુક્ષુતા જ્યારે અંદરમાં પ્રગટ થાય છે ત્યારે પોતાના જીવનમાં સદ્ગુરુની અનિવાર્યતા લાગે છે. અનંતકાળમાં સદ્ગુરુની જરૂર નથી પડી પણ જ્યારે મુમુક્ષુતા પ્રગટશે, ત્યારે તમે સદ્ગુરુ વગર જીવી નહીં શકો. અંદર વેદના જાગશે, વ્યથા જાગશે, તરફડશો, તાપ લાગશે, વિરહ લાગશે અને તમે શોધશો, તમારી આંખ ઢૂંઢશે સદ્ગુરુને. મુમુક્ષુને અંદરમાં વેદના જાગી છે, અને બહારમાં આ પાંચ લક્ષણોથી યુક્ત સદ્ગુરુ મળે તો કામ થઈ જાય. મુમુક્ષુ એમ નહીં પૂછે કે સદ્ગુરુની શી જરૂર છે. આપણે પૂછીશું. કારણ આપણને ભૂખ લાગી નથી. ભૂખ ન જોવે ઠંડા ભાત, તરસ ન જોવે ધોબી ઘાટ, નિંદ ન જોવે તૂટી ખાટ, પ્રેમ ન જોવે જાત કજાત. વૈશાખ મહિનો હોય, તરસ લાગી હોય, અંદરથી પાણી પાણી થતું હોય અને કંઠ સુકાતો હોય, ચારે બાજુ નજર નાખતો હોય અને પાણી દેખાતું ન હોય પણ ધોબી કપડાં ધોતા હોય અને પાણી પીવા જાય અને કોઈ કહે કે ‘અલ્યા આ તો ધોબી ઘાટ છે.’ ‘ભલે રહ્યો. અમને સખત તરસ લાગી છે. જીવવા માટે હું પાણી તો પીશ જ?’ ભૂખ્યા માણસને એમ કહો કે ‘સવારના ઠંડા ભાત છે', તો પણ કહેશે, ‘લાવોને, કકડીને ભૂખ લાગી છે.’ મુમુક્ષુતા જ્યારે પ્રગટ થાય છે ત્યારે સદ્ગુરુ વગર તે જીવી શકતો નથી. આવી અવસ્થા જેનામાં પ્રગટ થઈ છે તે છે મુમુક્ષુ અને આવા મુમુક્ષુ માટે પરમકૃપાળુ દેવે દશમી ગાથા કહી, આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ઈજીપ્તમાં એક કહેવત છે કે આ ધરતી ઉપર જ્યારે શિષ્ય જન્મે છે ત્યારે સદ્ગુરુ પણ જન્મ લે છે. ગુરુ-શિષ્ય સાથે જ આવે છે. કંઈ શોધવા જવાની જરૂર નથી. અંદર મુમુક્ષુતા જોઈએ. તો આપણે શું કરવું ? મુમુક્ષુતા પ્રગટ કરવી. આ મુમુક્ષુતા પ્રગટ થશે તો સદ્ગુરુ સામેથી આવીને મળશે અને આપણા જીવનમાં બધા પ્રશ્નો શાંત થશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પ્રવચન ક્રમાંક - ૧૩, ગાથા ક્રમાંક - ૧૧ પ્રવચન ક્રમાંક - ૧૩ ગાથા ક્રમાંક - ૧૧ પ્રત્યક્ષ સદ્ગુરુની મહત્તા પ્રત્યક્ષ સરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર, એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. (૧૧) ટીકા જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જિનની વાત પર જ લક્ષ રહ્યા કરે, અને તેનો ઉપકાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ આત્મબ્રાંતિનું સમાધાન થાય એવા સદ્ગુરુનો સમાગમ પ્રાપ્ત થયો હોય તેમાં પરોક્ષ જિનોના વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન થાય. (૧૧) આત્મસિદ્ધિશાસ્ત્ર ૧૧-૧૨-૧૩ ત્રણે ગાથાઓ સાથે સમજવાની છે. એ ઝૂમખો છે. જેમ લાઈટના દોરડા બહારથી જુદા દેખાય પણ અંદર તેની વ્યવસ્થા આંતરિક જોડાણની હોય છે તેમ ત્રણે ગાથામાં પરસ્પર આંતરિક સંબંધ છે. એક રહસ્યના સાગરમાં આજે ફરીથી ઊતરીએ. રહસ્ય એટલા માટે કે બુદ્ધિથી અને શાસ્ત્રોથી સ્પષ્ટ નહિ થાય, પણ જો અનુભવ થાય તો જ સ્પષ્ટ થાય. એ ઈન્દ્રિયો અને સંબંધોથી પર એવી અવસ્થામાં જાણી શકાય છે તેથી તેને કહેવાય છે રહસ્ય. ખેતરમાં બીજ નાખો છો, એમાંથી ઘેઘૂર વડલો કેમ બને છે તે તમે નહિ કહી શકો. આખો વડલો ખીલ્યો કેવી રીતે? હજારો ડાળીઓ, હજારો પાંદડાં અને ફળ ફૂલ ખીલ્યાં તેની આપણને ખબર નથી, પણ આ રહસ્ય છે. આકાશમાં તારલાઓ છે, એ કેટલા છે તેની ખબર નથી. દરિયાના અતલ ઊંડાણમાં શું છે? દરિયો કઈ રીતે કામ કરે છે? તેની આપણને ખબર નથી, તે રહસ્ય છે, તેમ કેટલાક રહસ્યો એવા છે કે જ્યાં બુદ્ધિ પહોંચી શકતી નથી. ઉમાશંકર જોષીએ કહ્યું, “ક્ષિતિજની પેલે પાર.” આપણે પણ એવા એક રહસ્યમાં ઊતરીએ છીએ. એ રહસ્યમાં ઊતરતા પહેલાં કેટલીક બાબતો અત્યંત સ્પષ્ટપણે સમજી લેવી જરૂરી છે. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પરકૃપાળુ દેવે પોતાનું મહત્ત્વ વધારવા માટે કે તીર્થકર આદિ મહાપુરુષોનું અથવા શાસ્ત્રોનું મહત્ત્વ ઘટાડવાના માટે આ ગાથા કહી નથી. તીર્થકર આદિનું મહત્ત્વ ઘટાડવું અને પોતાનું મહત્ત્વ વધારવું એ તીર્થકરો આદિની ઘોર આશાતના છે અને તે મહામોહનીય કર્મના બંધનું કારણ છે. આ પરમ સત્યને તેઓ બરાબર જાણે છે. શ્રીમદ્જીને પોતાનો કોઈ સંપ્રદાય સ્થાપવો નથી. લઘુરાજ સ્વામીજીએ શ્રીમજીને કહ્યું, પ્રભુ! તમે અમને ક્યાંયના ન રાખ્યા, ન રાખ્યા તપામાં, ન રાખ્યાં શ્વેતાંબરમાં, ન રાખ્યાં દિગંબરમાં કે ન રાખ્યા સ્થાનકવાસીમાં. સીધા અમને ઊંચકીને આત્મામાં મૂકી દીધાં. આ કોઈ સંપ્રદાયની વાત નથી. શ્રીદમજીને પોતાનો કોઈ સંપ્રદાય સ્થાપવો નથી કે પોતાનો મત ઊભો કરવો નથી. એમના નામથી કોઈ સંપ્રદાય સ્થાપે તો એ જુદી વાત છે, પણ તેમને તો વીતરાગ પરમાત્માના માર્ગથી કોઈ અલગ માર્ગ પ્રગટ કરવો નથી. આ ગાથા સમજવા માટે આ ભૂમિકા સમજવી અત્યંત જરૂરી છે, અને શ્રીમદ્જીના નામે કોઈ સંપ્રદાય ઊભો કરે કે મતમતાંતર ઊભા કરે તો એ શ્રીમદ્જીની ઘોર આશાતના થશે, કારણ કે તેનાથી મહામોહનીય કર્મનો બંધ થાય છે. પરમકૃપાળુ દેવ સત્યના પરમ પ્રકાશક હતાં, તેમણે કોઈ ભય રાખ્યો નથી, કોઈની શરમ રાખી નથી. કોઈની શેહમાં તણાયા નથી, કોઈના વિરોધ વચ્ચે એ ડોલાયમાન થયા નથી. કેવા બહાદુર પુરુષ ! સિંહની જેમ તેમણે ગર્જના કરી છે, આજે શ્રીમજીની વાત કરવી બહુ સહેલી છે, કારણ કે ભૂમિકા તેઓએ તૈયાર કરી છે, પણ જે વખતે આજુબાજુમાં પ્રચંડ વિરોધ હતો તે વખતે સત્યને બહાર લાવી, સત્યની ઉદ્ઘોષણા કરવી એ વનરાજના સામર્થ્ય કરતાં પણ વધારે સામર્થ્ય માગી લે તેવું છે. જેમના બંધારણમાં વિશાળતા છે, ઉદારતા છે, મધ્યસ્થતા છે, નિરાગ્રતા છે એવા શ્રીમજી વીતરાગ પરમાત્માને શાસ્ત્રોને અને થઈ ગયેલા મહાપુરુષોને કદાપિ બાજુ પર ન મૂકે. આ વીતરાગ પુરુષનાં વચનામૃતો બોલતાં બોલતાં તેમનું હૈયું ભરાઈ જાય છે. તેઓએ કહ્યું કે, “ઓ કુંદકુંદાચાર્યજી ! અમારી સ્થિર વૃત્તિમાં તમારાં વચનો અમને ઉપયોગી થઈ પડ્યાં.” જે મહાપુરુષ સૌભાગ્યને પણ યાદ કરે છે તે શાસ્ત્રોને, જ્ઞાની પુરુષોને, તીર્થકરોને કે વીતરાગ પરમાત્માના માર્ગને બાજુ ઉપર મુકે ખરા? “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી,” તે કાવ્યમાં છેલ્લી કડીમાં તેમણે કહ્યું કે “જિનેશ્વરતણી વાણી જાણી તેણે જાણી છે,” આ બોલતાં બોલતાં જેમના હૈયામાં અલૌકિક ભાવ ઉત્પન્ન થાય છે, આવું ગાનાર તે મહાપુરુષે આ ગાથા લખી છે. તેઓ એક મહત્ત્વની વાત કરે છે. વર્ષો પહેલાં કે સાત પેઢી પહેલાં આપણાં કુટુંબમાં સાંદિપની કે મહર્ષિ વ્યાસ જેવા કોઈ મહાન શિક્ષક થયા હોય અને આજે વિદ્યાર્થી જો For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પ્રવચન ક્રમાંક - ૧૩, ગાથા ક્રમાંક - ૧૧ ભણતો હોય તો તેના માટે એ શિક્ષક શ્રેષ્ઠ હોવા છતાં તેઓ ભૂતકાળમાં થયેલ હોવાથી આજે એ શિક્ષક કામમાં નહિ આવે, પણ આજે જે શિક્ષક છે તે એના કામમાં આવશે. તમારા કુટુંબમાં સાત પેઢી પહેલાં મોટા વૈદ્ય થયાં હોય અને એ વૈદ્ય શ્રેષ્ઠ છે તેમાં ના નહિ, એ મોટા આયુર્વેદના આચાર્ય છે તેમાં ના નહિ, એ પતંજલિ જેવાં પ્રભાવશાળી છે તેમાં ના નહિ, એ ધનવંતરી વૈદ્ય જેવાં છે તેમાં ના નહિ, પણ આજે તમને જો તાવ આવ્યો હોય તો આજનો વૈદ્ય તમને જોઈશે. એ તમને ફાકીનું પડીકું આપશે. પેલા ધનવંતરી તમને પડીકું આપવા નહિ આવે. આવું તમને ક્યારેક કહેવામાં આવે તો તમે શું એમ માનશો કે ધનવંતરીનું અપમાન થયું ? એમ માનશો કે ધનવંતરીને ગૌણ કર્યા ? એમ માનશો કે ધનવંતરીની આશાતના કરી ? એમ માનશો કે ધનવંતરીને બાજુ પર મૂક્યા ? ચાણક્ય જેવો રાજનીતિજ્ઞ પુરુષ તમારા કુટુંબમાં થયો હોય અને આજે કાયદાની ગૂંચવણ ઊભી થઈ હોય તો પાલખીવાળા જ કામમાં લાગે. પહેલાં થયેલાં કામ ન આવે. આવું જ્યારે કહેવાય ત્યારે શું ચાણક્યને ઓછું મહત્ત્વ આપીએ છીએ ? ઓમકારનાથ ઠાકુરના સાત પેઢી પછી તેમના દીકરાઓ સંગીત શીખવા તૈયાર થાય અને પછી એમ કહે કે અમારે કોઈ સંગીત શિક્ષકની જરૂર નથી કારણ કે અમારા ઓમકારનાથ સંગીતના મહાનિષ્ણાત હતાં. એ શ્રેષ્ઠ હોવા છતાં ઓમકારનાથ ઠાકુર કામમાં નહિ આવે. તેમના પ્રત્યે આદર છે, સન્માન છે, સદ્ભાવ છે, ભક્તિ છે, અલૌકિક પ્રેમ છે પણ વર્તમાનમાં તો હાલના જ સંગીત શિક્ષક કામમાં આવશે. સંગીતનો શિક્ષક જોઈશે તેમાં ના નહિ, વૈદ્ય કે ગણિતનો જાણકાર જોઈશે એમાં ના નહિ, દવા આપી શકે તેવું કોઈ જોઈશે તેમાં ના નહિ, પણ પૂર્વે થઈ ગયેલા નિષ્ણાત પુરુષો વર્તમાનમાં કામ નહિ લાગે. આ ગાથાને સમજવા પૂરી કોશિશ કરીએ અને એ જો સમજાઈ જાય તો પૂરેપૂરી આંટી દૂર થઈ જાય. અને આંટી દૂર કરવા માટે ટીકામાં એમ કહ્યું છે કે ‘‘જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જિનની વાત પર જ લક્ષ રહ્યા કરે, એ ખોટું નથી. આ વીતરાગે કહ્યું છે, જિનેશ્વર પરમાત્માએ કહ્યું છે, તીર્થંકર દેવ અને જ્ઞાની પુરુષોએ કહ્યું છે, ચૌદ પૂર્વધારીએ કહ્યું છે. એ વાત પર લક્ષ ન જાય તેવું ન બને, પણ એ વાત પર લક્ષ રહ્યા કરે એમ કહ્યું, પણ તેમનું મહત્ત્વ નથી એમ નથી કહ્યું, એ ઘટના ઘટી નથી એમ નથી કહ્યું, એ શ્રેષ્ઠ નથી તેમ નથી કહ્યું, પણ તેમના ઉપર જ લક્ષ રહ્યા કરે અને તેમનો ઉપકાર કહ્યા કરે’’, એમ કહ્યું છે. તીર્થંકર દેવોનો, જિનેશ્વર દેવોનો, શાસ્ત્રોનો, સિદ્ધાંતોનો, પૂર્વે થઈ ગયેલા મહાપુરુષોનો, કુંદકુંદાચાર્યજીનો, હરિભદ્રસૂરિ આદિ આચાર્યોનો, યશોવિજયજી, For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૩૯ આનંદધનજી વિગેરે મહાપુરુષોનો ખૂબ ખૂબ મોટો ઉપકાર છે. તેમણે માર્ગનું પ્રવર્તન કર્યું, તીર્થની સ્થાપના કરી, માર્ગ આપ્યો, પરંપરા આપી અને નેશનલ હાઈ-વે તૈયાર કર્યો. પત્થર અને ડુંગરમાં ખોદી ખોદીને બોગદાં તૈયાર કરે છે, તેમ વીતરાગ દેવોએ આ ડુંગર ખોદી ખોદીને પરમાર્થનો માર્ગ તૈયાર કર્યો છે, તો એમનું બહુમાન ન થાય? લક્ષ ન જાય? એ ગમે નહિ? આનંદ ન થાય? તેમને યાદ કરતાં કરતાં સાડાત્રણ કરોડ રોમ બેઠાં ન થાય? નાચવાનું મન ન થાય? જરૂર થાય કે તેમનો આવો અનંત ઉપકાર જરૂર છે, પણ વર્તમાનમાં આત્માની ભ્રાંતિ દૂર કરવી હોય તો જીવંત જ્ઞાની પુરુષ જોઈએ. આવો તાળો પરમકૃપાળુ દેવે મેળવ્યો છે. આ અભુત ગાથા છે. પરમકૃપાળુ દેવે પરમ સત્યની વાત કરી છે, પરમાર્થની વાત કરી છે. આત્મબ્રાંતિની વાત કરી છે, તેનું સમાધાન કરવું છે. તત્ત્વને જાણવું છે. આત્માને સમજવો છે તે અતીન્દ્રિય એટલે ઈન્દ્રિયથી પર છે. શબ્દોથી પર છે. અગોચર છે, વાણીથી પર છે, મનથી પર છે, બુદ્ધિથી પર છે, એવા આત્માને જાણવો છે. શાસ્ત્રો વાંચીને પણ તે સ્પષ્ટ થતું નથી. તે વખતે આત્મા આવી છે તેમ સમજાવનાર જીવંત જ્ઞાની જોઈએ. આ શાસ્ત્ર સર્વ કહ્યા વિશેષે, જીવ કરવા નિર્મળો. જીવને નિર્મળ કરવા આ શાસ્ત્રો ગાયા છે. આ બધા શાસ્ત્રો અનંતવાર વાંચ્યા, પણ પાર ન આવ્યો. આ પરસ્પર વિરોધ નથી. સમજવું જરૂરી છે. શાસ્ત્રોમાં શબ્દો છે. એમાં મર્મ નથી. મર્મ, અર્થ તો જ્ઞાનીના હૃદયમાં છે. મહાભારતમાં મહર્ષિ વ્યાસે એમ કહ્યું કે, સ્મૃતિઓ ભિન્ન ભિન્ન છે, શ્રુતિઓ ભિન્ન ભિન્ન છે, શાસ્ત્રો ભિન્ન ભિન્ન છે, કહેનારાં મહાપુરુષો પણ ભિન્ન ભિન્ન છે, જુદા જુદા વાદો અને સંપ્રદાયો છે, અમારે તત્ત્વને જાણવું છે તો અમારે કોની પાસે જવું? તો તેમણે એમ કહ્યું કે “ઘર્મચ તત્ત્વ નિહિત ગુણાયામ !” ધર્મનું જે પરમતત્ત્વ છે તે જ્ઞાની પુરુષના હૃદયમાં છે. તત્ત્વને જાણવું હશે તો જ્ઞાની પુરુષોના હૃદય સુધી પહોંચવું પડે. ત્યાં પહોંચવાનો રસ્તો પૈસો નથી, અધિકાર કે મોટાઈ નથી, સંપ્રદાય, મત કે માન્યતા નથી. માત્ર પ્રેમના રસ્તે એ હૃદય સુધી પહોંચી શકાય છે. નરસિંહ મહેતા એ કહ્યું કે મારો વહાલો કશાને વશ નથી. એ તો પ્રેમને વશ છે. પ્રેમના પંથ ગ્રંથ ન્યારા ઓધવજી, પ્રેમના પંથ ગ્રંથ ન્યારા. ગોપીઓ ભલે ભરવાડણ રહી, ભલે ગાયના છાણ વાસીદાં કરનાર રહી, ભલે અભણ રહી, પણ કહે છે કે ઓધવજી, પ્રેમના પંથ ન્યારા છે અને પ્રેમના ગ્રંથ પણ ન્યારા છે. આ કહેવાની હેસિયત ગોપીઓમાં નરસિંહ મહેતામાં, આનંદધનજી અને પરમકૃપાળુ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પ્રવચન ક્રમાંક - ૧૩, ગાથા ક્રમાંક - ૧૧ દેવામાં હતી. અદ્ભુત વાત કરી છે. આત્મબ્રાંતિનું સમાધાન કરવું હોય તો સદ્ગુરુનો સમાગમ જરૂરી છે. માત્ર શાસ્ત્રો વાંચીને નહિ થાય. આ કહીને શાસ્ત્રોની આશાતના કરવી નથી. શાસ્ત્રોને બાજુએ મૂકવા નથી, પણ શાસ્ત્રમાં શબ્દો છે, અને તમે તેને જે ઢાંચામાં ઢાળવા હોય તેમાં ઢાળી શકો છો, જે ફ્રેમમાં ફીટ કરવા હોય તેમાં ફીટ કરી શકો છો માટે પરમકૃપાળુ દેવે કહ્યું કે : આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ. સમસ્યા એક જ છે. પ્રશ્ન એક જ છે. દર્દ એક છે. રોગ ઘણાં નથી, પણ અસરો ઘણી છે. રોગ તો એક જ થયો હોય હાર્ટએટેકનો, પણ ઊભો રહી શકતો નથી, બોલી શકતો નથી, ચાલી શકતો નથી, સૂઈ રહેવું પડે છે. શ્વાસમાં તકલીફ છે. લોહીનું પરિભ્રમણ બરાબર થતું નથી. ગભરામણ થાય છે. છાતીમાં દુ:ખે છે. આ તો બધી જુદી જુદી અસરો છે. અહીંયાં રોગ તો એક જ છે, અને તે માત્ર આત્માની ભ્રાંતિ છે, અને તે શાસ્ત્રોથી ભેદી શકાતી નથી. એક વખત એક ઘટના ઘટી ઘટના તો બહુ નાની છે, પણ મઝાની છે. એક ભાઈને એવી ટેવ કે રાત્રે સૂતી વખતે જંગલ જવા માટે પાણીનો મોટો લોટો ખાટલા નીચે મુકે. સવારે ઊઠે, લોટો લઈને બહાર જાય. એક વખત એવું થયું કે થોડાંક છોકરાઓએ લાલ રંગ લોટાના પાણીમાં નાખી દીધો. હવે ભાઈ તો સવારે લોટો લઈને ગયા. પાણી લીધું. નીચે લાલ જોયું અને ધ્રાસકો પડ્યો કે લોહી તૂટી પડ્યું છે. પરાણે ઊભા થયા. પત્નીએ પૂછ્યું કે શું થયું? તો કહે હવે ઉપર જવાની તૈયારી છે. છોકરાને બોલાવ. આટલું બધું લોહી તૂટી પડ્યું હોય તો માણસ જીવતો કેમ રહે? ડૉક્ટરો આવ્યાં ને કહે કે બ્લડપ્રેસર ઘટી ગયું છે, સરક્યુલેશન બરાબર નથી. કોઈ જ્યોતિષી આવ્યા અને કહે કે શનિ નડી રહ્યો છે. અને કોઈ તાંત્રિકો આવ્યા ને કહે કે ભૂતપ્રેત નડી રહ્યા છે, તેમ જાતજાતની વાતો થવા લાગી. પેલો છોકરો ચમનીયો બહાર જાય અને અંદર આવે. કોઈકે પૂછયું અલ્યા ચમનીયા તારે શું કામ છે? તે કહે કે મારો લોટો ક્યાં ગયો? બીજો કહે કે તારે વળી લોટાને શું કરવો છે? છોકરો કહે કે એમાં મેં લાલરંગ પલાળ્યો હતો. ફટ લઈને બાપ બેઠો થઈ ગયો. બ્લડપ્રેશર ગયું, ભૂતપ્રેત ગયાં, ખરેખર એ લોહી નહીં પણ લાલ રંગ હતો. આ જે ભ્રાંતિ થઈ હતી તે ચમનીયાએ દૂર કરી. ચમનીયો જરૂરી છે. આ ભ્રાંતિ દૂર કરવી હોય તો ચમનીયો જોઈશે. એમ વર્તમાન સદ્ગુરુ એ ચમનીયા જેવા છે. તેના વગર ભ્રાંતિ દૂર નહિ થાય. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૪૧ ક્યાં તીર્થકર દેવ ? ક્યાં વર્તમાન સદ્ગુરુ? ગમે તેટલા ઊંચા સદ્ગુરુ હોવા છતાં તીર્થકરના તોલે ન આવે, પણ આત્મભ્રાંતિ દૂર કરવી હશે તો જીવંત સદ્ગુરુ જોઈશે. સદ્ગુરુનો યોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આત્મબ્રાંતિનું સમાધાન થઈ શકતું નથી. જે પરોક્ષ જિનના ઉપકારને યાદ કરીને વર્તમાનમાં ભ્રાંતિના છેદન કરનારા જે સગુરુ છે. એની ઉપેક્ષા જ કરે, એને દૂર રાખે, જુદા રાખે, એને ટાળે અને તેનો સહારો જો ન લે તો તેના અંદરમાં આત્મવિચાર ઉત્પન્ન થાય નહિ. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર, એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. આ એક પ્રક્રિયા છે. સદ્ગુરુના યોગ વિના, જીવંત જ્ઞાનીના યોગ વિના સદ્વ અને સદ્ધર્મનું સ્વરૂપ સમજવું મુશ્કેલ છે. સદૈવ, સદ્ગુરુ અને સદ્ધર્મ આ ક્રમમાં બોલાય છે. એક બાજુમાં સવ અને એક બાજુમાં સદ્ધર્મ અને વચમાં સદ્દગુરુ છે. સગુરુ, સવને પણ ઓળખાવે છે અને સદ્ધર્મને પણ ઓળખાવે છે. સદ્દવને યથાર્થપણે, સમ્યક્ પ્રકારે ઓળખવા હશે તો સરુ જ ઓળખાવશે. સદ્ધર્મની સાધના કરવી છે, તેને યથાર્થપણે ઓળખવો છે તો આ સદ્ગુરુ જ ઓળખાવશે. એ સંદર્ભમાં કબીરજીએ કહ્યું છે : ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગું પાય, બલિહારી ગુરુદેવકી ગોવિંદ દિયો બતાય. ગુરુ પણ છે અને ગોવિંદ પણ છે, કોને પગે લાગું? છેવટે સમાધાન કરે છે કે બલિહારી ગુરુદેવકી, કેમ? તો ગોવિંદ દિયો બતાય. આ ગોવિંદને એમણે ઓળખાવ્યાં. આ પરમાત્માને તેમણે ઓળખાવ્યા. એ ન હોત તો આ પરમાત્માની ઓળખાણ થાત નહિ. માટે જ જો માથું ઝૂકાવવાનું હોય તો એમના ચરણે ઝુકાવું. ઓળખવા છે ગોવિંદને, પણ ગુરુ વગર નહિ ઓળખાય. સદૂગુરુને તો માથે લઈને નાચવા જેવું છે. જેમણે પરમાત્માને ઓળખાવ્યા, તેમના ગીત ગાવા જેવા તો છે ને? તીર્થકરોને માથે ચડાવવા જેવા છે, પણ જેમણે ઓળખાવ્યાં તેમનો પણ મોટો ઉપકાર છે. આ ન મળ્યા હોત તો સદ્વ ઓળખાત નહિ. કબીરજીએ એક બીજી વાત કરી : ગુરુ બિન કોન બતાવે વાટ, બડા વિકટ યમ ઘાટ. ઘાટ બહુ જબરો છે. સંસાર અને જગત યમ ઘાટ સમાન છે. અમે વિહારમાં હતાં. રસ્તો ભૂલી ગયાં. બે માઈલ ચાલ્યા પણ ગામ જ ન આવે. તે વખતે રસ્તામાં મેલાઘેલાં કપડાવાળો આદિવાસી મળ્યો. અમે તેને પૂછ્યું, ભાઈ ! અમે રસ્તો ભૂલી ગયા છીએ. તમે For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પ્રવચન ક્રમાંક - ૧૩, ગાથા ક્રમાંક - ૧૧ રસ્તો બતાવશો? તેણે હા પાડી. આગળ એ ચાલ્યો અને પાછળ અમે ચાલ્યાં. હવે તે વખતે અમે કહીએ કે અમે સાધુ, મહાન, વ્રતધારી અને તપસ્વી, ક્યાં મોટા ભણેલાં અને મોટા લેક્ટર આપનારા અમે અને ક્યાં આ મેલો ઘેલો આદિવાસી? પણ તે કહે તેમજ ચાલવું પડે, કારણ કે તે માર્ગ બતાવનારો છે એણે અમને રસ્તો બતાવ્યો. અમે બે ગાઉ ચાલ્યાં પછી તેણે કહ્યું સાહેબ ! આ રસ્તે ન આવ્યા હોત તો તમારે બાવીશ માઈલ ચાલવું પડત. બાવીશ માઈલ ચાલવાની મહેનતમાંથી જેમણે બચાવ્યા તેને ધન્યવાદ આપવા જેવા નથી? તીર્થંકરદેવ પાસે જવા માટે રસ્તો બતાવનાર સગુરુને શું ધન્યવાદ આપવા જેવા નથી? તીર્થકર દેવનો પરમ ઉપકાર છે, અનંત ઉપકાર છે, તેમાં ના નહીં. અનંત જિનેશ્વર થઈ ગયા છે, તેમણે તીર્થની સ્થાપના કરી છે, એમાં ના નહિ. તેમનાં શબ્દો અને વાણીમાંથી શાસ્ત્રો રચાયાં છે, તેમાં ના નહિ, પણ અમારે આજે જો જાણવું હોય અને અમારી આત્મભ્રાંતિ જો દૂર કરવી હોય તો અમારે આ નાનકડા સગુરુ પાસે પહોંચવું પડશે. એ અમારી ભ્રાંતિ દૂર કરશે. “પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર', આમાં જિનેશ્વરનું સ્થાન નીચે નથી જતું અને સદ્ગુરુનું સ્થાન ઊંચે નથી આવતું. હજુ પણ સમજવા કોશિશ કરો કે પ્રત્યક્ષ સદ્ગુરુના અવલંબનની જરૂર છે. તેઓ પ્રગટપણે અને પ્રત્યક્ષપણે સમજાવશે. કારણ? એ જાણીને આવ્યા છે. એક માણસ મુંબઈમાં રહીને સૌરાષ્ટ્રના પોતાના ગામ શિહોરમાં જાય છે, અને શિહોરમાં રહેનાર તેને પૂછે કે તું મુંબઈ રહીને આવ્યો? તે હા પાડે. કેવું છે મુંબઈ? એ કહેશે ચાલ મારી સાથે, તને મુંબઈ બતાવું. ચોપાટી ઉપર હેંગીંગ ગાર્ડનમાં લઈ જાય ત્યારે ખબર પડે કે મુંબઈ કેવું છે. બતાવનારે મુંબઈ જોયું છે, માટે બતાવે છે. તીર્થંકરનો આશય શો છે? તે સદ્દગુરુએ જાણ્યો છે. શાસ્ત્રોનો આશય શો છે તે સદ્ગુરુએ જાણ્યો છે. કઈ દવા કરવા જેવી છે તે સરુ જાણે છે, કઈ ટ્રીટમેન્ટ કરવી તે સદ્ગુરુને ખબર છે. રોગ કયો છે તે સગુરુએ જાણ્યું છે. આત્મભ્રાંતિ, જે ભ્રમણા છે તે સદ્ગુરુએ જાણી છે તથા તેને કેમ તોડાય તે પણ તેમણે જાણ્યું છે, અને વર્તમાનમાં તેઓ હાજર છે તેથી ઉપાય કરી શકશે. અનન્ય શ્રદ્ધા પ્રગટ્યા વગર સદ્ગુરુનો ઉપદેશ પરિણમે નહિ.” સાંભળવું એક વાત છે અને ઉપદેશ પરિણમવો તે જુદી ઘટના છે. હજાર રૂપિયાની કિંમતની મોંઘી ભસ્મ ખાવી તે સહેલી છે પણ ફૂટી નીકળે છે કે પચે છે તે પાછળથી નક્કી થાય, અને જો ફૂટી નીકળતી હોય તો ભસ્મ ખાવાનો કોઈ અર્થ નથી. અનંત શ્રદ્ધા પ્રગટ થયા વગર સદ્ગુરુનો ઉપદેશ પરિણમે નહિ, ને તેના વિના તીર્થંકર પરમાત્મા પ્રત્યે ભક્તિ પ્રગટ નહિ થાય, શાસ્ત્ર પ્રત્યે For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૪૩ શ્રદ્ધા પ્રગટ નહિ થાય, માર્ગની ઉપાસના નિશ્ચિત નહિ થાય. સદગુરુ દૂર ન કરે ત્યાં સુધી, મનની સમસ્યાઓ અને મનની ભ્રાંતિઓ દૂર નહિ થાય. ધર્મપ્રાપ્તિનું કારણ સદ્દવિચાર છે. ધર્મનો પ્રારંભ કર્મકાંડ કે ક્રિયાથી નહિ થાય, સવિચારથી થશે, આત્મ વિચારથી થશે. સદ્ગુરુ પ્રાપ્ત ન થાય તો એવો આત્મવિચાર યથાર્થપણે ઉદ્ભવતો નથી. માટે પ્રત્યક્ષ સગુરુનો ઉપકાર સમજાવવા માટે પરમકૃપાળુ દેવે કહ્યું કે ભાઈ ! તું તારું લક્ષ થોડું હટાવી દે. જ્ઞાનીપુરુષો, તીર્થકરો, જિનેશ્વરો સાચા; શાસ્ત્રો પણ સાચાં અને ભૂતકાળમાં થઈ ગયેલાં તીર્થકર દેવોનો ઉપકાર પણ શ્રેષ્ઠ, પરંતુ વર્તમાન બોધમાં અને સમ્યકત્વમાં કારણભૂત સદ્દગુરુ તરફ દુર્લક્ષ જો થશે તો માર્ગને તું પામી નહિ શકે. તટસ્થપણે વાતનો વિચાર કરજો. શાસ્ત્રમાં એક શબ્દ છે “શાસ્ત્ર અભિનિવેશ'. આ બહુ મહત્ત્વનો શબ્દ છે. શાસ્ત્રના પોતે જે અર્થ કરે છે તે અર્થ જ સાચા છે એવું જે માનવું તેને કહેવાય છે અભિનિવેશ. એ અભિનિવેશ દૂર કરવાનું કામ શાસ્ત્ર નહિ કરી શકે. જીવંત જ્ઞાની પુરુષ જ કહી શકશે કે શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું નથી, પણ આ પ્રમાણે કહ્યું છે. શાસ્ત્ર આ નહિ બોલે. મોટી મુશ્કેલી એ છે કે જેટલાં વાતો કરે છે તે શાસ્ત્રનાં નામે જ કરે છે. અમે જે કહીએ છીએ તે શાસ્ત્રમાં કહ્યું છે, તેમ શાસ્ત્રને આગળ કરે છે અને વચ્ચે પોતે ઊભા રહે છે. આગળ શાસ્ત્ર અને પાછળ પોતે. મતમત ભેદ રે જો જઈ પૂછીયે રે, સૌ સ્થાપે અહમેવ, અભિનંદન જિન!દરિશણ તરસીએ.(આનંદઘનજી) ધર્મના નામે આટલા વાડા અને કદાગ્રહ ન હોય, ધર્મના નામે આટલી લડાઈઓ પણ ન હોય, આ ધરતી પર સૌથી વધારે યુદ્ધો થયા, તે ધર્મના નામે થયા. સ્ત્રી ખાતર, રાજ્ય ખાતર, ધરતી ખાતર યુદ્ધો થયા હશે, પણ સૌથી વધારે યુદ્ધો ધર્મના ખાતર થયા છે, પણ ખરેખર તો આ ધર્મને નામે નહિ, પણ પોતાની માન્યતાઓ અને સંપ્રદાયના કારણે થયા છે. ધર્મ તો બધાથી પર છે, મુક્ત છે. સંપ્રદાય ચોકઠું છે. ધર્મ અંદરનો ફોટો છે. ડહાપણ તો એને કહેવાય કે જેવો ફોટો હોય તે પ્રમાણે ફ્રેમ કાપવી જોઈએ. આજે જેમ ફેમ છે તેમ ફોટાને કાપે છે. આ ફોટો કાપતાં કાપતાં ફોટો જ રહ્યો નહિ. આજે આવી હાલત થઈ છે. પહેલાંના કાળમાં બળદગાડી કે ઊંટ ગાડીમાં જાન જતી હોય ત્યારે રક્ષણ કરવા માટે મશાલચીઓ સાથે રાખતાં હતાં. તેમની પાસે તેલનો ડબ્બો હોય અને હાથમાં મશાલ હોય. તેઓ થોડી થોડી વારે તેલ રેડ્યા કરે જેથી મશાલ ચાલુ રહે અને તેના અજવાળે For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રવચન ક્રમાંક - ૧૩, ગાથા ક્રમાંક - ૧૧ અજવાળે પાછળના બધા ચાલે, પણ ધીમે ધીમે મશાલચીઓ ટેવાઈ ગયાં. તેઓ તો નીચે જોઈને ચાલ્યા કરે, ઉપર જુએ જ નહિ કે મશાલ ઓલવાઈ ગઈ છે, એટલે પોતે પણ અંધારામાં અને પાછળ આવનારાં પણ અંધારામાં. કોઈકે વાત કરી કે મશાલ ઓલવાઈ ગઈ છે, તો તેઓ કહે કે તારી ઓલવાઈ ગઈ હશે, મારી ઓલવાઈ નથી. એટલે મશાલ પ્રકાશ આપવાના બદલે માથા ફોડવાના ડંડાના કામમાં આવી. મત, માન્યતા, અભિનિવેશ એ ડંડા છે, પણ મશાલ નથી. ધર્મ એ મશાલ છે, માટે એમ કહ્યું કે આત્મવિચાર એ કલ્યાણનું સાધન છે. શાસ્ત્રનો અને મતનો અભિનિવેશ, પોતે જે માને છે તે સાચું છે એવો અભિનિવેશ આ બધી ભ્રમણાઓને ભાંગીને ભૂક્કો કરવાની તાકાત જીવતા સદ્ગમાં છે. પછી એ ભ્રમણાઓ નહિ રહે. તેઓ તીર્થકરોને, જિનેશ્વર પરમાત્માઓને ઓળખાવશે. શાસ્ત્રોમાં કહેલા શબ્દોને તથા તેના મર્મને સમજાવશે અને જીવનમાં કયા પ્રકારની સાધના કરવી એ પણ તમને સમજાવશે. ક્યાં તીર્થકર અને ક્યાં સદ્ગુરુ? સદ્ગુરુ તો બહુ નાના છે. નાનો પણ રાઈનો દાણો. નાનો પણ તણખો, નાનું પણ બીજ, એમાં બધું સમાયેલું છે. વ્યવહારમાં એમ કહે છે ને કે આ જેવા તેવા બાપનો દીકરો નથી, આ તો રાણા પ્રતાપનો દીકરો છે. તેમ સદ્ગુરુ એ તીર્થંકરદેવના લઘુનંદન છે, તેઓ ઓળખાવશે કે જુઓ, આ તીર્થંકર દેવ આવાં છે, અને શાસ્ત્રો આવાં છે. સર્વજ્ઞને પણ સમ્યગૃષ્ટિથી ઓળખો તો જીવન સફળ છે. એક બહુ મહત્ત્વની ગાથા પરમકૃપાળુ દેવે કરી છે. જિન પ્રવચન દૂર ગમ્યતા, થાકે અતિ મતિમાન, અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખદાય. દૂરગમ્યતા એટલે પ્રવેશ ન થઈ શકે તેવાં શાસ્ત્રો. સિદ્ધાંતોને સમજવા અમારી પાસે તીવ્રતમ બુદ્ધિમત્તા છે, એમ આપણે માનીએ છીએ પરંતુ પરમકૃપાળુ દેવ કહે છે, “થાકે અતિ મતિમાન.” અતિ મતિમાન, અતિ બુદ્ધિમાન જે હતાં એ પણ થાક્યા. તમારી બુદ્ધિ કેટલી? જેની પાસે પરમ બુદ્ધિનો વૈભવ હતો, તેઓ પણ થાક્યાં. આવી અવસ્થામાં આ પરમાર્થને, પરમ માર્ગને જો જાણવો હોય તો આખરે અમારે કોના શરણે જવું ?' તો અવલંબન શ્રી સદ્ગુરુ', સદ્ગુરુ એ સુગમ અવલંબન છે. દરિયામાં તરવું મુશ્કેલ છે. ધસમસતા વેગે વહેતી નર્મદા નદીમાં તરવું મુશ્કેલ છે. પણ સ્વીમીંગ પુલમાં તરવું જોખમ વગરનું અને સરળ છે. તીર્થંકરદેવ તો મોટો દરિયો છે. અને જ્ઞાની પુરુષો ધસમસતા વેગે વહેતી નર્મદા જેવા છે. કેવી રીતે તરી શકશો? ક્યાંથી પાર પામી શકશો? સ્વીમીંગ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૪૫ પુલમાં નિરાંતે તરી શકાય. એનો અર્થ એવો નથી કે દરિયાનું કે નર્મદાનું મહત્ત્વ ઓછું છે. નર્મદામાં અને દરિયામાં જતાં પહેલાં એક જ ઉપાય છે અને તે છે સ્વીમીંગપુલમાં તરવામાં નિપુણતા પ્રાપ્ત કરવી. સદ્ગુરુ સ્વીમીંગ પુલ જેવા છે. શાસ્ત્રોમાં આજ્ઞાઓ છે. ‘સાચુ બોલો, સરળ બનો. આ ન ખાશો, આવો વ્યવહાર ન કરશો, આવું જીવન જીવજો', તે બરાબર છે. તેનાથી તમે અધિકારી થઈ શકશો, પણ ભીતરની વાત જો જાણવી હોય તો જીવંત જ્ઞાની પુરુષો પાસે જવું પડશે. શાસ્ત્રો જીવને અધિકારી બનાવે છે, યોગ્ય બનાવે છે, પણ એટલું પૂરતું નથી. હકીકતમાં અંદર ડૂબકી મારવી તે મહત્ત્વનું કામ છે, અને એ ડૂબકી મારતી વખતે જો તીર્થંકરદેવ હાજર હોય તો આનંદની વાત. પૂર્વના જ્ઞાની પુરુષ હાજર હોય તો આનંદની વાત, પણ જો તેઓ હાજર નથી તો વર્તમાનમાં જે સદ્ગુરુ હાજર છે તેનો સહારો લઈ ડૂબકી મારો. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર, એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. એવો લક્ષ ન થાય ત્યાં સુધી આત્મવિચાર નહિ થાય. એવું લક્ષ કરાવવું છે. ભક્તિ ઓછી કરાવવી નથી. શાસ્ત્રોનું અપમાન કરવું નથી. તમે રસ્તામાં ચાલ્યા જાઓ છો. આકાશમાં પતંગ ચગેલો છે. તેને જોતાં જોતાં તમે ચાલો છો, સામેથી સ્કૂટર આવી રહ્યું છે. તે વખતે પાસે ઊભેલા કહેશે કે એય ! જરા જો તો ખરો, સ્કૂટર ફૂલવેગથી આવી રહ્યું છે. તુરત જ તેણે તમારું ધ્યાન છોડાવ્યું, શેમાંથી ? પતંગમાંથી, અને ધ્યાન ક્યાં દોર્યું ? રસ્તા ઉપ૨, સ્કૂટર સામે, તેમ સદ્ગુરુ બધેથી ધ્યાન ખસેડીને, તમારા પોતાના ઉપર ધ્યાન દોરવાનું કામ કરે છે. તેઓ બહુ મોટું કામ કરે છે. તમારો હાથ પકડી તમારા ઘરમાં લઈ જાય છે, અને કહે છે કે આ તમારું ઘ૨. શાસ્ત્રો વાંચ્યા પછી માણસને એમ થઈ જાય છે કે અમે બધું જ જાણીએ છીએ. તમે કોઈપણ વાત કરો તો કહેશે કે અમે સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, આત્મસિદ્ધિ શાસ્ત્ર બધું જ વાંચ્યું છે, પરંતુ તેને લક્ષ સ્પષ્ટ થયું નથી. લક્ષ સ્પષ્ટ થવા માટે, માર્ગ જાણવા માટે અને આત્મભ્રાંતિ દૂર કરવા માટે જે જીવંત સદ્ગુરુ છે, તેની અનિવાર્ય આવશ્યકતા છે, પણ સદ્ગુરુ મળે તે વખતે તેનું ધ્યાન ભૂતકાળ તરફ હોય છે. વર્તમાનકાળમાં આપણે આવતાં નથી અને ભૂતકાળને ગાયા કરીએ છીએ. આપણે એમ કહીએ છીએ કે અમારું ઘર ખાનદાન હતું. જે આવતાં હતાં તેમને અમે જમાડતાં હતાં અને ઘી દૂધની છોળો ઊડતી હતી. તેને પૂછીએ કે આજની શું હાલત છે ? તો For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પ્રવચન ક્રમાંક - ૧૩, ગાથા ક્રમાંક - ૧૧ તે કહે જમવાનાં પણ ફાંફા છે. ભૂતકાળને યાદ કરી વર્તમાનકાળમાં નહિ જવાય. વર્તમાનકાળમાં જે પ્રત્યક્ષ સાધન છે તેનો પ્રત્યક્ષપણે ઉપયોગ થાય તો જ જીવ પોતાનો પુરુષાર્થ ફોરવી શકે. સદગુરુ ભ્રાંતિ દૂર કરે છે, સદ્ગુરુ પરમ જ્ઞાની પુરુષની ઓળખાણ કરાવે છે. સદ્દગુરુ શાસ્ત્રોનો મર્મ આપે છે. સદ્ગુરુ તીર્થંકરદેવની ઓળખાણ કરાવે છે. સગુરુ, સદ્ધર્મ, સશાસ્ત્ર અને સદેવને ઓળખાવે છે. માન્યતાઓથી મુક્ત કરે છે, અને આપણા જીવનમાં રહેલ આગ્રહોથી આપણને પર કરે છે. જીવતો પુરુષ તમને કહી શકે છે. તમે મંદિરમાં ઊભા ઊભા, દર્શન કરતાં કરતાં, આજુબાજુ જોતાં હશો તો, ભગવાનની મૂર્તિ નહિ બોલે કે તું આજુબાજુ કેમ જુએ છે? પણ જોડે કોઈ ઊભું હશે તો, તરત જ કહેશે કે દર્શન કરે છે કે ડાફોળિયા મારે છે? એ તમને જગાડશે. તેનો અર્થ એવો નથી કે તે તીર્થંકરદેવ કરતાં મોટો થઈ ગયો, પણ જીવંત વ્યક્તિ આપણને જાગ્રત કરશે. તીર્થકર સર્વજ્ઞ છે, કેવળજ્ઞાની છે. આપણે કેવા છીએ? તેની તેમને શું જાણ નથી? છે. સારું છે કે એ બોલતાં નથી. એમ નથી કહેતા કે મંદિરમાં આવશે નહિ. પણ સદ્ગ આપણી ભૂલ કહે છે, માટે સદ્ગુરુ આપણને કડવા લાગે છે, અને મૂર્તિ આપણને પ્યારી લાગે છે. જીવંત જ્ઞાની પુરુષ આપણને કહેશે. એક સદ્ગુરુ હાજર હોય તો તે કેટલા કામો કરશે. ૧. ભૂતકાળમાં થઈ ગયેલાં જિનેશ્વરો અને તીર્થંકર દેવોને ઓળખાવશે. ૨. ભૂતકાળમાં થયેલા જ્ઞાની પુરુષોને ઓળખાવશે. ૩. શાસ્ત્રોમાં કહેલા શબ્દોનો મર્મ શું છે તે કહેશે, અને ૪. માર્ગ કેવો છે? ક્યા માર્ગે જવાય? એ તમને સ્પષ્ટ કહેશે. અને જરૂર પડે તો એ હાથ પકડીને તમને દોરી પણ જશે. આવો ઉપકાર જીવંત સદ્ગુરુ કરે છે, માટે એમ કહ્યું પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ પરોક્ષ જિન ઉપકાર.” આ ગાથાનો દુરુપયોગ કરવાની હિંમત નહીં કરતાં. દુરુપયોગ કરશો તો શ્રીમદ્જીની આશાતના થશે. હવે તો પેકીંગ કોકનું, માલ વળી કોકનો અને નામ પોતાનું. આ બહુ મુશ્કેલી થઈ ગઈ છે. ઓળખવું જ મુશ્કેલ છે. માલ કોકનો, પેકીંગ અને સિક્કો કોકનો-આ ધંધો પરમાર્થ માર્ગમાં ન ચાલે. જેનો માલ હોય તેનું જ નામ અને તેનો જ સિક્કો જોઈએ. સદ્ગુરુ તો કહેશે કે જો આ માલ જુદો છે, પેકીંગ પણ જુદું છે અને સિક્કો પણ જુદો છે. તું ચેતી જા. તેઓ તમને ચેતવશે, તેઓ ખ્યાલ આપશે, અને તેઓ તમારી ભ્રાંતિ-ભ્રમણા દૂર કરશે. સદગુરુ ક્યાંય પણ તીર્થંકરદેવ કે થઈ ગયેલા જ્ઞાની પુરુષનું મહત્ત્વ ઓછું આંકવાની વાત કરતાં નથી અને ક્યાંય પણ પોતે મોટા છે, તેવું તેમને સ્થાપિત કરવું નથી. તેમને સંપ્રદાય For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૪૭ સ્થાપવો નથી. આગળ આવવું નથી, મોટાઈ જોઈતી નથી, તેમને કંઈ જ જોઈતું નથી. આ જગતની અંદર જુદા જુદા માણસો જુદી જુદી વાત કરે છે. શાસ્ત્રો એના એ, પણ પોતાના નામે વાતો જુદી જુદી કરે છે. શબ્દના અનેક અર્થ થાય. શબ્દનો તાલ ક્યાં બેસાડવો એ જે જાણે છે તેને કહેવાય છે સદ્ગુરુ. હારમોનિયમ આપણને કોઈ આપે અને આપણે વગાડવા માંડીએ ત્યારે પાડોશી આવીને હાથ જોડે, સાહેબ ! કૃપા કરી બંધ કરો, માથું ચડી ગયું. એ હારમોનિયમ સંગીતકારના હાથમાં આવે તો તમે ડોલવા લાગો છો. શું કર્યું તેણે? તેને સ્વર મેળવતા આવડે છે. સદ્દગુરુ એને કહેવાય જેને બધા સ્વર મેળવતા આવડે છે. આ તીર્થકર, આ જ્ઞાની પુરુષ, આ શાસ્ત્ર, આ માર્ગ, આ મર્મ, આ બ્રાંતિ, આ રોગ અને આ એની દવા. આ સવારે, આ બપોરે અને આ સાંજે લેવાની. અર્ધા કલાક પછી પાણી પીવાનું. વચમાં ખાવાનું નહિ. તીખું, તળેલું અને ખાટું ન ખાવું. આવું બધું શાસ્ત્રો નહિ કહે. આ જ્ઞાની પુરુષ કહેશે, એટલા માટે એમ કહ્યું કે “તમારું લક્ષ જ્ઞાની પુરુષ તરફ આવે, તે માટે આ વાત કરી, છતાં જ્ઞાની પુરુષને પોતાનું મહત્ત્વ વધારવું નથી. તેઓ પોતાની જાતને આગળ કરતાં નથી.” હવે બારમી ગાથામાં એમ કહે છે કે “સગુરુના ઉપદેશ વણ સમજાય ન જિનરૂપ.” ભાઈ ! છેવટે તો જિનેશ્વરના સ્વરૂપને સમજવાનું છે, અને તે સમજાવવાનું કામ સગુરુ કરશે. એમના વગર જિનેશ્વરનું સ્વરૂપ નહિ સમજાય, અને જિનેશ્વરનું સ્વરૂપ સમજ્યા વગર જ્ઞાન જીવનમાં કેવી રીતે કામ કરશે. સાંજના બારમી ગાથાઓ પ્રારંભ થશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પ્રવચન ક્રમાંક - ૧૪, ગાથા ક્રમાંક - ૧૨ પ્રવચન ક્રમાંક - ૧૪ ગાથા ક્રમાંક - ૧૨ સદ્ગુરુના ઉપદેશનું માહાભ્ય સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ સમજ્યાવણ ઉપકાર શો?સમયે જિનસ્વરૂપ. (૧૨) ટીકા સદ્ગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહીં, અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શો થાય? જો સદ્ગુરુ ઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે. (૧૨) આપણે સ્પષ્ટપણે સમજી લેવા જેવું છે કે સદ્ગુરુની જરૂર કોને છે? સદ્ગુરુની જરૂર બધાને નથી, માત્ર મુમુક્ષુને છે, માત્ર આત્માર્થીને અને જીજ્ઞાસુને છે. આ ધરતી ઉપર અબજો માણસો છે. તેમને બધાને સદ્દગુરુની જરૂર નથી, અને ચારે ગતિમાં રહેલા જીવો જો ગણીએ તો તેમની સંખ્યા અનંત છે. નરકગતિમાં અસહ્ય વેદના છે. દેવગતિમાં ભોગવિલાસ વિશેષ છે. તિર્યંચ ગતિમાં કોઈ સમજણનું સ્તર નથી. બાકી રહ્યાં માત્ર મનુષ્યો, તેમની સંખ્યા આ ધરતી ઉપર અબજોમાં છે. તે બધાને સદ્ગુરુની જરૂર નથી, પણ મુમુક્ષુતા જેના અંતરમાં જાગી છે, જે જીજ્ઞાસુ બન્યો છે, આત્માર્થી બન્યો છે, તેને સદ્ગુરુની જરૂર છે, પણ એને સદ્ગુરુની જરૂર શા માટે પડે છે? મુમુક્ષુને હવે સંસાર અસાર લાગે છે. મુમુક્ષુના અંતરમાં હવે અસલિયતનો ખ્યાલ આવી ગયો છે કે આ સંસાર કેવો છે? ફૂલ ખીલ્યું છે, પણ તેની અસલિયત તો એ છે કે તે ચાર દિવસ પછી કરમાઈને ખરી પડશે. ચંદ્ર ઊગ્યો છે અને ધરતી ઝાકઝમાળ થાય છે, પણ અસલિયત તો એ છે કે અમાસનો ઘનઘોર અંધકાર આવશે. માથાના જુલ્ફાવાળ આજે શોભે છે પણ તેમાં અસલિયત તો એ છે કે ઘાસના પૂળાની જેમ એ એક દિવસ બળી જશે. અપને ખાતિર મહેલ બનાયા, આપ હી જંગલ જાકર સોયા.' For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૪૯ પોતાના માટે મહેલ બનાવ્યો છે અને પોતે જ મહેલમાં રહી શકવાનો નથી. પ્લાનિંગ કરી પોતે જ ઘર બનાવ્યું હોય, ધનનું રોકાણ પોતે કર્યું હોય, અને આર્કિટેકનું પણ પોતે જ નક્કી કર્યું હોય અને બંગલો મજબૂત થાય એટલા માટે પોતે જ પાણી છાંટેલ હોય છતાં પણ એ જ્યારે મરણ પામશે ત્યારે તો જંગલમાં જ તેને લઈ જશે. આ સંસાર આ પ્રકારનો છે, તેમ સંસારની અસલિયતને મુમુક્ષુ બરાબર સ્પષ્ટપણે જાણે છે. - તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં કહ્યું છે કે “ગાયત્વમાવી ૨ સંવેવૈરાયાર્થમ ” આ જગતની રચના અને શરીરની વ્યવસ્થા જો તમે જાણી લો તો તેમાંથી સંવેગ અને વૈરાગ્ય થયા વગર રહેશે નહિ. એમ કહેવાય છે કે રોકફેલર પોતાની ઓફિસમાં, પોતાના ટેબલ ઉપર લાખો રૂપિયાની કિંમતી વસ્તુઓ મૂકતો હતો અને તે બધાની વચમાં એક તૂટેલો ફૂટેલો કાચનો ગ્લાસ પણ મૂકતો હતો. લોકો કહેતાં કે આ ઓફિસની કિંમતી વસ્તુઓ સાથે તૂટેલો ગ્લાસ ઠીક નથી લાગતો. તમારું કિંમતી ટેબલ છે. આ ફૂટેલો ગ્લાસ જરા દૂર મૂકો ને? રોકફેલર માર્મિક પ્રત્યુત્તર આપતાં કહેતો કે આ મારો ગુરુ છે. તે મને એમ કહે છે કે જેમ આ કાચનો ગ્લાસ તૂટ્યો છે તેમ એક દિવસ આ બધું તૂટવાનું છે. કાચની કાયારે છેવટ છારની, કૂડી છે માયારે આ સંસારની, શીતલ નહીંછાયારે આ સંસારની. સંસાર આવી છે તે અજ્ઞાની જાણતો નથી, સંસાર આવી છે તે ભોગી જાણતો નથી, પણ આવા સંસારને મુમુક્ષુ બરાબર જાણે છે. મુમુક્ષુ સંસારનું સમ્યગદર્શન કરે છે, એ નિરાશ થતો નથી. વૈરાગ્યમાં નિરાશા નથી, બળાપો નથી. વૈરાગ્ય એ જીવનની મસ્તી અને જીવનનો આહૂલાદ છે. મુમુક્ષુએ તથ્ય અને સત્ય જાણ્યું છે. હવે તેને સંસાર અસાર લાગે છે. તે કંટાળ્યો નથી. કંટાળો તે વૈરાગ્ય નથી. કંટાળો નેગેટીવ એપ્રોચ છે. હવે તેને સંસારમાં રમવું નથી, રહેવું નથી. તેને જનમવું નથી. મરણ તો ટાળી શકાય તેમ નથી પણ હવે નવો દેહ ધારણ કરવો નથી. નવી માતાની કુખમાં જવું નથી, તેમ તેને થયા કરે છે. જન્મમરણ મારે ટાળવા છે અને તેમાંથી મુક્ત બનવું છે. મરવું પડશે, દેહ છોડવો પડશે પણ જન્મ નથી લેવો. આવી ઝંખના એના અંતરમાં થાય છે. મારે મુક્ત અવસ્થા પ્રાપ્ત કરવી છે, જ્યાં આધિ, વ્યાધિ કે ઉપાધિ ન હોય, જ્યાં જન્મ, જરા ને મરણ ન હોય. દુ:ખ ન હોય, ચિંતા ન હોય, ડિપ્રેસન કે સપ્રેસન ન હોય, ટેન્શન અને ચિંતા પણ ન હોય. | મુમુક્ષુને સ્પષ્ટ થઈ ગયું છે કે હવે આ સંસાર ન જોઈએ. જ્યાં જરા નથી, મૃત્યુ નથી, ઉપાધિ નથી, વેદના નથી, એવી કોઈ જગ્યા મારે જોઈએ છે. એવી કોઈ અવસ્થા મારે જોઈએ છે કે જે અવસ્થામાં દેહ ધારણ કરવો ન પડે. આપણને કોઈ દિવસ આવા વિચારો For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ્રવચન ક્રમાંક - ૧૪, ગાથા ક્રમાંક - ૧૨ આવે છે ખરા ? કોઈક વખત કદાચ જરૂર આવ્યા હશે, પણ એ વિચારો પાછળ સમ્ય સમજણ છે? યથાર્થ દર્શન છે? યથાર્થ બાબતનો ખ્યાલ છે કે સંસારમાં આવી ઘટના ઘટે છે? આપણે એકમેકને કહીએ છીએ કે તારા વગર નહિ જવાય. “સાથ હી મરના ઔર સાથ હી જીના, જબ તક ચમકે ચાંદ સીતારે છૂટે ન મેરી પ્રીત.” આવું થતું હશે. અરે ! અજ્ઞાનદશામાં આ બકવાસ કર્યો છે. આકાશમાં ચાંદો અને તારા હોય ત્યાં સુધી તારો પ્રેમ નછૂટે? અલ્યા, તારું જ્યારે હાર્ટ ફેઈલ થશે ત્યારે તો તું રસ્તે પડી જઈશ. મુમુક્ષુને ખ્યાલ છે કે આવી ઘટના સંસારમાં બને છે. તે આ ઘટનાઓને, પરિસ્થિતિને જાણે છે. દેહરૂપ યુગલની અવસ્થાને પણ જાણે છે. પુત્ એટલે પૂરણ અને ગલ એટલે ગલન, ભેગા થવું અને છૂટું પડવું, પુદ્ગલો ભેગા થયા પછી છૂટા ન પડે, તેવું બને નહિ. આવું સંસારનું સ્વરૂપ હોવાના કારણે અને વારંવાર પરિભ્રમણ કરવું પડતું હોવાના કારણે હવે એનાથી એ થાક્યો છે. પરમકૃપાળુ દેવે ઘણા ઠેકાણે કહ્યું છે કે હવે જન્મમરણનો થાક લાગે છે”, આવો થાક જેને લાગે છે તે મુમુક્ષુ છે. એને સંસારમાંથી મુક્ત થવું છે. એને લગની લાગી છે, ધૂન લાગી છે. અત્યાર સુધીમાં એની નોંધપોથીમાં બે શબ્દો જ હતાં-અર્થ અને કામ, પૈસો અને ભોગ. હવે ત્રીજો શબ્દ એમાં ભળ્યો, એ શબ્દ છે મોક્ષ. મોક્ષની પાછળ ધર્મ આવશે. જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે તે કઈ પ્રક્રિયા, કઈ રીતથી, કયા સાધનથી, કયા ઉપાય કરે કે આ મોક્ષ મળે? એ જે પ્રક્રિયા તેનું નામ ધર્મ. હવે અર્થ અને કામ ગૌણ થયા, મોક્ષ મુખ્ય બન્યો અને ધર્મ એના જીવનમાં આવ્યો. જ્યાં સુધી અર્થ અને કામ મુખ્ય છે ત્યાં સુધી ગમે તેટલી અધ્યાત્મની વાતો કરીએ કે સાંભળીએ પણ આપણે તો ઠેરના ઠેર. આ ધરતી ઉપર ઘણી આશ્ચર્યકારક ઘટનાઓ ઘટે છે. અષ્ટાવક્રજીના આઠે અંગ વાંકા, હાથ વાંકા, પગ વાંકા, મોટું અને નાક પણ વાંકા છે. આવા અષ્ટાવક્રજીના ચરણોમાં જનકવિદેહી બેઠા છે. જનકવિદેહીને તેઓ પૂછે છે : मुक्तिमिच्छसि चेत्तात विषयान् विषवत्त्यज । क्षमार्जवदयातोषसत्यं पीयूषवद्भज ॥ તને મુક્તિની ઇચ્છા છે? આ બંધનમાંથી બહાર આવવું છે? આ પિંજરામાંથી બહાર નીકળવું છે? તો વિષયોને વિષવત્ ત્યજ, અને ક્ષમા, દયા, આર્જવ, સંતોષ અને સત્યને પીયૂષવતુ ભજ. તને જો મોક્ષની તીવ્ર આકાંક્ષા ઉત્પન્ન થઈ હોય તો, મારી આ વાત તારા કામની છે, નહિ તો મારી આ વાત તારા કામની નથી. અહીંયા મુમુક્ષુ માટે સદ્ગુરુની, જ્ઞાની પુરુષની જરૂર છે. મુંબઈમાં ઘણા ડૉક્ટરો છે. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૫૧ કેટલાંક લોકો એવાં હશે કે ડૉક્ટરના દવાખાનાનું પગથિયું પણ નહિ ચડ્યા હોય, પણ એક દિવસ એવો આવે અને દસ જણને પૂછે છે કે કયો ડૉક્ટર સારો ? અને આપણે એને પૂછીએ છીએ કે શું થયું છે તમને ? હાર્ટનો પ્રોબ્લેમ છે, હાર્ટનો સ્પેશ્યાલિસ્ટ કોણ છે ? પ્રોબલેમ થયો એટલે સ્પેશ્યાલિસ્ટને શોધે છે. જેઓને પ્રોબલેમ થયો નથી તેઓ સ્પેશ્યાલિસ્ટને શોધતા પણ નથી. ધન્નાજીની માતા ધન્નાજીને કહે છે કે ધન્ના ? બત્રીસ પદ્મિની સ્ત્રીઓ સોનાના થાળમાં મિષ્ટાન્ન લઈને તારા ચરણોની સેવા કરવા ઊભી છે. ધન્નાજી કહે છે કે મા ! મને પોપટનું પિંજરું યાદ આવે છે. પિંજરમાં એક પોપટ છે, તે પોપટ મહારાણીના મહેલમાં છે. મહારાણીને પોપટ બહુ વહાલો છે. એ પોપટને સાચવવા માટે, તેની સેવામાં દસ બાર દાસીઓ અને નોકરો છે. અને છએ ઋતુના મધુર મધુર ફળ સોનાના કટોરામાં તેને ખવડાવવામાં આવે છે. પાંજરું પણ સોનાનું છે, તેમાં હીરા અને માણેક જડ્યાં છે, છતાં એ પોપટ જ્યારે જ્યારે આકાશમાં કોઈ પોપટને ઊડતાં જોવે છે ત્યારે ત્યારે તેને એમ થાય છે કે આ પિંજરું ક્યારે ઉઘડશે ? આ બારણું ક્યારે તૂટશે ? હું ક્યારે મુક્ત બનીને આકાશમાં વિહાર કરીશ. ભલે ખાવાનું ઠેકાણું નથી, રહેવાની જગ્યા નથી. કયા ઝાડ ઉપર ફલેટ બનાવવો એ ખબર નથી ? છતાં તેને આ પાંજરું ઊઘડી જાય, આ દરવાજો ખૂલી જાય, હું બહાર નીકળું અને બધા સાથે ક્યારે આકાશમાં ઊડું ? એ જેમ પોપટને ગમે છે તેમ મા ! મને પણ મુક્તપણે આકાશમાં ઊડવું ગમે છે. મને પણ સ્વતંત્રતા અને સ્વાધીનતા ગમે છે. કોઈ આસક્તિના, માયાના, મમતાના, મારાપણાના, મોહના, સ્નેહના, રાગદ્વેષ અને કષાયોના બંધનો તથા સંબંધો મને ગમતાં નથી. હવે આ પાંજરું મારે છોડી દેવું છે, અને બહાર નીકળવું છે. રત્નજડિતકો પિંજરો રે માતા, તે સૂડો જાણે રે બંધ, કામભોગ સંસારના રે માતા, જ્ઞાનીને મન ફંદ રે, જનની ! હું લેવું સંયમ ભાર. મા ! મને આજ્ઞા આપો, મને જવા દો. તેમનું અંતર જાગી ગયું. ‘દ્રાક્ષ ખાટી છે’, તેમ શિયાળે કહ્યું અને બધાએ તે માની પણ લીધું, પણ કોઈક લુચ્ચો શિયાળ તેનો મિત્ર હતો. તેણે પૂછ્યું કે દ્રાક્ષ ખાટી કેમ છે ? તો કહે કેટલાયે કૂદકા માર્યા પણ દ્રાક્ષ મોઢામાં ન આવી, માટે દ્રાક્ષ ખાટી છે. તમને સંસાર અસાર લાગ્યો હશે પણ દ્રાક્ષ ખાટી છે તેના જેવો. જગતનું વાસ્તવિક સ્વરૂપ સમજાઈ જાય કે સંસાર આવો છે. સંસારની કોઈ નિંદા કરવાની જરૂર નથી, સંસારને વગોવવાની કે સંસારનો દોષ જોવાની પણ જરૂર નથી, For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પ્રવચન ક્રમાંક - ૧૪, ગાથા ક્રમાંક - ૧૨ સંસારની ટીકા કરવાની પણ જરૂર નથી. આ જગતનું સત્ય છે, જગતની અવસ્થા છે, જગતનું સ્વરૂપ છે. આજે યુવાન લાત મારે અને ભીંત તૂટી જાય, પણ પછી જો એને લકવો થાય તો જાતે ખાઈ પણ નથી શકતો. આ સંસાર પણ આવો પરિવર્તનશીલ છે. જ્ઞાની પુરુષો કહે છે કે : जम्मदुक्खं जरा दुक्खं, रोगा य मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ कीसंति जंतुणो ॥ આ સંસારમાં જનમનું દુઃખ, ઘડપણનું દુ:ખ, રોગનું દુઃખ અને મરણનું દુઃખ છે. આ સંસાર જ દુઃખરૂપ છે, ત્યાં પ્રાણીઓ પીડાય છે. આવા સંસા૨થી મુક્ત થવાની વેદના અને વ્યથા મુમુક્ષુના અંતરમાં જાગી છે. તેને થાય છે કે કેવી રીતે મુક્ત થવાય ? સંસારની આધારશિલા મોહ છે, રાગદ્વેષ છે અને ચાર કષાય છે. रागो य दोसोविय कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयन्ति । कम्मं च जाईमरणस्स मूलं, दुक्खं च जाईमरणं वयन्ति ॥ ભગવાન મહાવીર કહે છે રાગ અને દ્વેષ એ કર્મનું બીજ છે, એ સંસારનું બીજ છે. એ રાગ અને દ્વેષ દૂર કરવા જરૂરી છે. મુમુક્ષુમાં એવી ઝંખના જાગે છે કે રાગ દ્વેષ જેનામાં ન હોય તેવા પુરુષને મારે શોધવા છે. પહેલી ઝંખના સદ્ગુરુનો યોગ ક્યારે પ્રાપ્ત થાય અને બીજી ઝંખના રાગ, દ્વેષ, મોહ તથા કષાયોથી મુક્ત, આસક્તિ ને મમત્વથી મુક્ત, વાસનાથી મુક્ત એવા પુરુષની ક્યારે પ્રાપ્તિ થાય ? આવા પુરુષની શોધમાં જે નીકળ્યો છે, તેને કહેવાય મુમુક્ષુ. મુમુક્ષુની બે શોધ છે. એક વીતરાગ પુરુષની શોધ અને એક સદ્ગુરુની શોધ. એમનું સ્વરૂપ જાણે. એ કેવી રીતે વીતરાગ બન્યા ? થોડી આસક્તિ છોડવી પણ જ્યાં મુશ્કેલ છે, રાગ દ્વેષ છોડવા મુશ્કેલ છે, ક્રોધ ઓછો ક૨વો મુશ્કેલ છે, જીતવાની વાત તો જવા ઘો, ઘટાડો કરવો પણ મુશ્કેલ છે, તો તેઓ કેવી રીતે આ ક્રોધ અને અહંકારથી મુક્ત બન્યા હશે ? માયા અને લોભથી, રાગ-દ્વેષથી મુક્ત કેવી રીતે બન્યા હશે ? આવા વીતરાગ પુરુષને જાણવાની ઝંખના જેના અંતરમાં જાગી તે મુમુક્ષુ. ‘વીતરાગ’ માટે જૈન પરંપરાનો બીજો શબ્દ છે જિન. ‘વીતરાગ’ એ હિંદુ અને બુદ્ધ પરંપરાનો પણ શબ્દ છે. ભગવદ્ ગીતાનો પણ શબ્દ છે. જેણે હંમેશ માટે, કાયમ માટે રાગદ્વેષ જીતી લીધા છે તેને કહેવાય છે જિન. જિન કહો, વીતરાગ કહો કે અરિહંત કહો. એ બધા પર્યાયવાચી શબ્દો છે. એ જિનનું સ્વરૂપ સમજવું પડશે, વીતરાગનું સ્વરૂપ સમજવું પડશે, કોણ કરાવશે આ ઓળખાણ ? આ વીતરાગ પુરુષ છે અને વીતરાગ આવા હોય તે કોણ ઓળખાણ કરાવશે. આ ધરતી ઉપર વીતરાગ પુરુષને ઓળખાવવાનું કામ એક જ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૫૩ એજન્સી કરે છે અને તે છે સગુરુ. સદ્દગુરુનું કામ વીતરાગ પુરુષને, જિન સ્વરૂપને સમજાવવાનું છે. સગુરુ મુમુક્ષુને જિનેશ્વરનું સ્વરૂપ સમજાવે છે. સદ્દગુરુનો ઉપદેશ, જ્ઞાની પુરુષનો ઉપદેશ વીતરાગ થવાનો ઉપદેશ છે. રાગનું પોષણ થાય એવો ઉપદેશ સદ્ગુરુ ક્યાંય પણ આપતા નથી. વીતરાગતાનું પોષણ થાય તેવો જ ઉપદેશ સગુરુ આપે છે. હવે આ ગાથા સમજીએ. સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જિન સ્વરૂપ, સમજ્યા વણ ઉપકાર શો, સમજે જિન સ્વરૂપ. (૧૨) બહુ માર્મિક ગાથા છે કે આપણે વીતરાગ પુરુષને સમજવાના છે અને એવા વીતરાગ પુરુષને સમજાવશે કોણ? સગુરુ. વીતરાગ પુરુષની ઓળખાણ માટે સદ્ગનો ઉપદેશ જરૂરી છે. સાધનાનો પ્રારંભ જેને કરવો છે તેણે સૌથી પહેલાં સદ્ગરનો યોગ પ્રાપ્ત કરવો અને પછી વીતરાગ પુરુષને શોધવા. સદ્ગના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહિ. પોતાની મેળે, પોતાની કલ્પનાથી ન સમજાય, શાસ્ત્રો વાંચીને પણ ન સમજાય. આ જિન ભગવાન રહસ્યમય પુરુષ છે. જગતમાં સૌથી મોટું આશ્ચર્ય પિરામીડ નથી, સૌથી મોટું આશ્ચર્ય વિશ્વની સુંદરીઓ નથી. સૌથી મોટું આશ્ચર્ય તો વીતરાગ પુરુષ છે કે જેણે રાગદ્વેષ જીત્યા છે. અનંતકાળથી આપણને રાગદ્વેષે જકડી લીધા છે. આનંદઘનજીએ કહ્યું : જે તે જીત્યારે તેણે હું જિતિયો રે, પુરુષ કિશ્ય મુજ નામ. મને પુરુષ કહેવડાવતાં શરમ આવે છે કારણ તમે જેને જીત્યા એણે અમને જીતી લીધા. પ્રભુ ! તમે રાગ દ્વેષને જીત્યા અને એ રાગદ્વેષે અમને જીતી લીધાં. પ્રભુ! અમે રાગ વૈષને જીત્યાં નથી.” આવું સ્વરૂપ સમજ્યા વિના ઉપકાર શો થાય? બહુ માર્મિક વાત છે. તીર્થંકર પરમાત્માનો આપણા ઉપર મોટો ઉપકાર છે. પણ તે કેવી રીતે સમજાય? વીતરાગ પુરુષને સમજો તો સમજાય. સગુરુના ઉપદેશથી જિનનું સ્વરૂપ જો સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે. જેને જિન થવું છે તેણે જિનને શોધવા પડશે, જાણવા પડશે, અને ઓળખવા પડશે. સદ્ગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂ૫. તમે જ્યારે સદ્ગુરુ પાસે જાવ છો ત્યારે સદ્ગુરુ વીતરાગતાનો બોધ આપે છે. વીતરાગ પુરુષની ઓળખાણ કરાવે છે. તારે વીતરાગ થવાનું છે, એમ સદ્ગુરુ કહેશે. સદ્ગુરુના ઉપદેશથી જિનનું રૂપ કેવું છે? તેને પોતે સમજે અને શું થાય તો તે પામે નિજ દશા” તો એનાથી પોતાની દશાને, નિજદશાને પોતે પ્રાપ્ત કરે છે. સવાલ એ છે કે આપણે આપણા For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પ્રવચન ક્રમાંક - ૧૪, ગાથા ક્રમાંક - ૧૨ સ્વરૂપને શોધવું છે ? સ્વરૂપને પ્રાપ્ત કરવું છે ? સ્વરૂપની ઓળખાણ કરવી છે? જો કરવી છે તો થાય કેવી રીતે ? આ જગતમાં કોની સામે જોઈએ તો આપણી ઓળખાણ થાય ? આ જગતમાં કોની સામે નજર માંડવી ? કે જેની સામે જોતાં આપણી ઓળખાણ થાય ? જ્ઞાનીપુરુષ કહે છે કે જિન સામે જોઈએ તો આપણી ઓળખાણ થાય. આપણી ઓળખાણ જો કરવી હોય તો જિનેશ્વરને, આ વીતરાગને ઓળખવા પડશે. વીતરાગ સામે જોઈને આપણા આત્માની ઓળખાણ થાય. હું પણ આમના જેવો છું. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. આ સદ્ગુરુ ભગવંતે સ્વરૂપ સમજાવ્યું, માટે તેમને નમસ્કાર કર્યા છે. સદ્ગુરુ એમ કહે છે કે વર્તમાનમાં તારી અવસ્થા ગમે તેવી હોય, કર્મથી બદ્ધ હોય, ઉપાધિથી, રાગદ્વેષથી અને કષાયથી યુક્ત હોય અને તારામાં ગમે તે ભર્યું હોય; વિચારો, વિકલ્પો ભર્યા હોય, મમત્વ ભર્યું હોય, તું ગમે તેવો હો પણ અસલમાં તો તું આ બધાથી જુદો છે. તું ધનથી જુદો છે અને ઘરથી પણ જુદો છે. તું દેહથી જુદો ને ઈન્દ્રિયોથી જુદો છે. તું પ્રાણથી પણ જુદો છે, મનથી જુદો, બુદ્ધિથી જુદો, વિકલ્પો, વિચારો ને કષાયોથી પણ જુદો છે. વિભાવોથી જુદો અને તમામ અધ્યવસાયોથી પણ જુદો છે. વર્તમાનમાં આ બધું ભલે તારામાં દેખાતું હોય, પણ તે તારું સ્વરૂપ નથી. ભાઈ ! આ સોનાની લગડી ભલે ગટરમાં પડી હોય પણ એ સોનાની લગડી નહીં મટે. તેને બહાર કાઢો અને નળ નીચે ચોખ્ખા પાણીથી ધુઓ એટલે ચોખ્ખી. જ્ઞાની પુરુષ એમ કહે છે કે તું કર્મથી ભલે બંધાયેલો છે, ભલે રાગદ્વેષથી ભરેલો છે, કષાયોથી ભરેલો છે, પણ તારામાં એ ન હોય, તું એનાથી જુદો છે. કર્મથી જુદો છે, ઉપાધિથી અને રાગદ્વેષ તથા કષાયોથી જુદો છે. આવો ભણકાર કાન ઉપર સદ્ગુરુ પાસેથી આવે છે. દેવચંદ્રજી મહારાજે કહ્યું, પ્રભુ ! રાગદ્વેષે ભર્યો મોહ વૈરી નડ્યો; લોકની રીતમાં ઘણુંયે રાતો, ક્રોધ વશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રમ્યો, ભમ્યો ભવમાંહે હું વિષય માતો. આવો દોષોથી ભરેલો હું છું, પણ જ્ઞાની પુરુષ કહે છે કે આવો હોવા છતાં બીજી વાત તું સાંભળ, અમે તને કહીએ છીએ : શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. અસલમાં તું આ છે. કુંદકુંદાચાર્યજી, અમૃતચંદ્રસૂરિ મહારાજ, હરિભદ્રસૂરિ મહારાજ વગેરે જ્ઞાની પુરુષો કહે છે કે આ વીતરાગ પુરુષો છે, અને આપણે તેના જેવા છીએ. એવી For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રતીતિ જીવનમાં થાય તેને સમ્યગ્દર્શન કહે છે. એ બહુ મોટું કામ છે. શંકરાચાર્યજીએ ઉદ્ઘોષણા કરી કે વિવાનંવરુપ: શિવોડઠમ્ શિવોમ્. હું ચિદાનંદ સ્વરૂપ કલ્યાણમય આત્મા છું ‘7 મે રાદ્વેષી, ન મે જામોધો.’ રાગદ્વેષ કે કામ ક્રોધ મારામાં નથી. ઉપાધિ મારામાં નથી. જેમ માખણ છાશથી જુદું છે, તેમ આ બધાથી હું જુદો છું. જ્ઞાની પુરુષ એમ કહે છે કે ‘જો ! તું ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છો. જો ! તું અમારા જેવો છે. જો ! તું વીતરાગ જેવો છે.’ આ ઉપદેશ જ્ઞાની પુરુષ પાસેથી, શ્રી સદગુરુ પાસેથી જ્યારે મળે છે ત્યારે જિનેશ્વરનું સ્વરૂપ યથાર્થપણે સમજાય છે. મંદિરમાં તો જાઓ છો, ધન્યવાદ. પૂજા પણ કરો છો, આનંદની વાત, અને અડધી કલાક સ્તુતિ કરો છો, તે બહુ આનંદની વાત. હાથ જોડીને બહાર પણ નીકળો છો, બરાબર છે, પણ જેની પૂજા અને ભક્તિ કરો છો તેને ઓળખો છો ખરા ? એ છે કોણ ? તેમની સાથે આપણો સંબંધ શું છે ? તેઓ આપણી જ્ઞાતિના છે. વિશા, દશા, ઓસવાળ એ જેમ જ્ઞાતિ છે તેમ સિદ્ધ પણ જ્ઞાતિ છે. આપણે સિદ્ધની જ્ઞાતિના છીએ. તમને કોઈ પૂછે કે તમે કઈ જ્ઞાતિના ? તો આજથી કહેજો કે અમે સિદ્ધ પરમાત્માની અને વીતરાગની જ્ઞાતિના છીએ. આ અમારી ખરી જ્ઞાતિ છે. એક વખત આનંદથી કહો કે ‘હે વીતરાગ ! હે પરમાત્મા ! હું પણ તમારા જેવો છું.’ પરમાત્મા પણ કહેશે, ‘સાંભળ, તું અમારા જેવો છે. ભલે વર્તમાનમાં તું મેલો છે પણ થઈશ અમારા જેવો.’ આ પ્રતીતિ આવે તેને સમ્યગ્દર્શન કહે છે. દેવચંદ્ર મહારાજ મંદિરમાં ગયાં છે. સુવિધિનાથ ભગવાનની સ્તુતિ કરતાં કરતાં ધ્યાનમાં ઊતરી ગયાં છે, સમાધિમાં ઊતરી ગયા છે, અને સમાધિમાંથી આ શબ્દો આવ્યા છે. દીઠો સુવિધિ જિણંદ, સમાધિ રસે ભર્યો હો લાલ. મેં સુવિધિનાથ ભગવાનને જોયા. કેવા લાગ્યાં ? સમાધિના રસથી ભરેલાં. શેરડીના રસ અને આઈસ્ક્રીમના રસ કરતાં પણ મીઠો રસ, એ સમાધિનો રસ છે. જ્યાં આધિ, વ્યાધિ અને ઉપાધિ નથી, એવા સમાધિના રસથી ભરેલાં પ્રભુ ! અમે તમને દીઠાં. દીઠાં એટલે જોયા. અમે તમને વિનંતી કરીએ છીએ કે જ્યારે મંદિરમાં જાવ ત્યારે ઘડિયાળ તો જોશો જ નહિ. પાંચ-દશ મિનિટ એકીટશે ભગવાન સામે જુઓ. કંઈ બોલવાની કે કરવાની જરૂરી નથી. પરમાત્માને બસ નીરખો, નીરખો, નીરખો ને ધરાઈને જુઓ. અખિયનમેં અવિકારા, જિણંદા તેરી અખિયનમેં અવિકારા, ૧૫૫ રાગદ્વેષ પરમાણુ નિપાયા, સંસારી સવિકારા. આ બધા સંસારી વિકારોવાળા છે. હે પરમાત્મા ! તારી આંખમાં ક્યાંય પણ રાગનો દ્વેષનો વિકાર દેખાતો નથી. એ જોઈને અમારું માથું આપોઆપ ઝૂકી જાય છે. આ તો For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પ્રવચન ક્રમાંક - ૧૪, ગાથા ક્રમાંક - ૧૨ બહારની, મંદિરમાં બનેલી ઘટના પણ તે જ વખતે અંદરમાં ઘટના શું ઘટી? “ભાસ્યો આત્મસ્વરૂપ', તમને જોતાં જોતાં પ્રભુ! અંદરમાં હું મને જ મળી આવ્યો. હું મને યાદ આવ્યો. મને ખ્યાલ આવ્યો કે હું દેહ સ્વરૂપ નથી, હું આત્મ સ્વરૂપ છું, એ ઝણકાર અંદરથી આવ્યો. એ ધ્વનિ અંદરથી આવ્યો, એ ગીત અંદરથી આવ્યું, એ સંગીત અંદરથી આવ્યું, એ તાલ અંદરથી આવ્યો, એ અવાજ અંદરથી આવ્યો, આત્મસ્વરૂપનું મને ભાન થયું. અનાદિકાળથી હું પોતાને ભૂલી ગયો હતો. આપ આપસે ભૂલ ગયા, તો ઈનસે ક્યા અંધેર સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર એટલા માટે આત્મસિદ્ધિની પહેલી ગાથામાં કૃપાળુદેવે કહ્યું કે : જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. પહેલી ગાથામાં લગનનો માંડવો રોપ્યો અને ગીત ગાયાં. બ્રહ્મ સાથે મળવાનું છે, સિદ્ધ સાથે મળવાનું છે. સિદ્ધો સાથે તેમની પંગતમાં બેસવાનું છે. અનાદિથી પોતાના સ્વરૂપને ભૂલી ગયો હતો, તેનું ભાસન થયું. સકલ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ, પ્રભુ! એક બીજી ઘટના ઘટી. આ જેટલી ઉપાધિ છે, માયાની, સંસારની, રાગદ્વેષની, કષાયોની એ બધી ઉપાધિમાંથી મારું મન ઓસર્યું. ઓસર્યું એટલે સમજીને પાછું વળી ગયું, મન ઉપાધિમાંથી પાછું વળી ગયું. સત્તા સાધન માર્ગ, ભણી એ સંચર્યો હો લાલ. અને પ્રભુ! મારી અસલિયત તરફ જવાનો મેં નિર્ણય લઈ લીધો છે. મારી અસલિયત આ સંસારમાં નથી, મારું સ્વરૂપ આ દેહમાં નથી, મારું હોવાપણું રાગદ્વેષમાં નથી, મારી અસલિયતની મને ખબર પડી ગઈ. હવે તો મારે તમારા દરબારમાં આવવું છે, જ્યાં સિદ્ધોનો મેળો છે, ત્યાં મારે આવવું છે, અને ત્યાં જીવવું છે. એટલા માટે આનંદધનજીએ કહ્યું કે, “જહાં સિદ્ધોકા મેલા', જ્યાં સિદ્ધનો મેળો છે ત્યાં અમારે જવું છે. એવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત કરવી છે. દેવચંદ્રજી મહારાજ કહે છે કે પ્રભુ ! તમે ત્રિભુવનના નાથ છો, હું તમારો દાસ છું. હે કરુણાસાગર ! મારી એક અભિલાષા છે કે જે આત્મસ્વભાવ છે, જે આત્મતત્ત્વ છે તે મને સાંભર્યા કરે. હું એને યાદ કર્યા કરું, કાં તમે યાદ આવો, કાં તો મને મારો આત્મા યાદ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૫૭ આવે. એના સિવાય કંઈ યાદ ન આવે. એવી અવસ્થા હે પ્રભુ! હવે જીવનમાં પ્રાપ્ત કરવી છે, આ આકાંક્ષા છે, આ ઝંખના છે, માટે કૃપાળુ દેવે કહ્યું કે, સદ્ગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ, તો તે પામે જિનદશા, જિન છે આત્મસ્વરૂપ. જિન એટલે વીતરાગ પરમાત્મા આત્મસ્વરૂપ છે, નોકર્મથી રહિત, દ્રવ્યકર્મથી રહિત, ભાવકર્મથી રહિત, ટૂંકમાં રાગદ્વેષ વિભાવોથી રહિત. અસલ જે શુદ્ધ આત્મા છે તે જિન છે, વીતરાગ છે, કારણ કે શુદ્ધ સ્વભાવને પામ્યા છે, અને તેથી અમારું મસ્તક ઝૂકે છે. પ્રભુ ! તમે રાગદ્વેષથી રહિત થયા છો. અમે તમારા ગુણાનુવાદ કરીએ છીએ કે “હે પ્રભુ! તમે રાગદ્વેષને જીત્યા છે.” આવો જિનનો સ્વભાવ સમજાય તો અંદરથી આત્માનો રણકાર આવે, ઝંકાર આવે. જેમ સિતારના તાર ઉપર રવિશંકરની આંગળીઓ ફરે અને ઝંકાર ઊઠે તેમ હે પરમાત્મા ! તમને જોતાં અમને અંદરથી આત્માનો ઝંકાર આવે. આટલા વર્ષોમાં આપણને મંદિરમાં કોઈ દિવસ ઝંકાર આવ્યો ખરો? રણકાર તો અંદરથી આવે છે. સદ્ગુરુના ઉપદેશથી પોતાના સ્વરૂપની દશા પામે છે, કારણ કે શુદ્ધ આત્મપણું એ જિનનું સ્વરૂપ છે. શુદ્ધ આત્મા કહો કે જિન કહો. રાગ, દ્વેષ અને અજ્ઞાન જેમના વિષે નથી, તે શુદ્ધ આત્મા છે. જેવા વીતરાગ પરમાત્મા રાગદ્વેષ અને અજ્ઞાનથી મુક્ત છે, તેમ સત્તાની અપેક્ષાએ બધા જીવો પણ એમના જેવા જ છે. મોહનવિજયજી મહારાજે ભગવાનને ઠપકો આપ્યો છે, અરે ! ભક્તોની મસ્તી હોય છે અને મસ્તીમાં બોલે છે, “બાળપણે આપણ સનેહી, રમતાં નવ નવ વેશે', ભગવાન ભૂલી ગયા ! અમે નાના હતાં ત્યારે આપણે સાથે ધૂળમાં રમતાં હતાં. “આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસાર નિવેશે.” તમે પ્રભુતા પામ્યા, તીર્થંકર થયાં, સિદ્ધ બન્યાં, મુક્ત બન્યાં, વીતરાગ થયા અને અમે તો ત્યાંના ત્યાં રહ્યાં. જો ખરેખર સભાવના હોય, પ્રેમ હોય તો આ બાળપણનો સાથી, બાળપણનો ગોઠિયો સંસારમાં રખડે છે, તેને રખડતો બંધ કરો. તમારા જેવો મને બનાવી દો, આ ભક્તિ. પરમાત્માને કહેવાનો ભક્તને અધિકાર છે. અને માટે એમ કહ્યું કે, સહુ કોના મનવાંછિત પૂરો, ચિંતા સહુની ચૂરો, એવું બિરૂદ છે રાજ તમારું, કેમ રાખો છો દૂરે. પ્રભુ ! તમે તમારા પદને કેમ યાદ કરતાં નથી? કોઈ ભક્ત વળી એમ કહ્યું, દાયક નામ ધરાવો છો, તો દેતા શું થાય? સુરતરુની આગેરે, શું બહુ માંગવું? For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પ્રવચન ક્રમાંક - ૧૪, ગાથા ક્રમાંક - ૧૨ કલ્પવૃક્ષ પાસે આટલું માંગવું પડે? પ્રભુ ! તમે તો દાયક છો, દેનાર છો, દાતાર છો, દેતા શું થાય છે? અને અમે તમારી પાસે શું માંગીએ છીએ? અમારું સ્વરૂપ અમને આપો. અને એ પણ સત્તાએ સૌને છે. સગુરુએ વીતરાગને ઓળખાવ્યાં, જિનને ઓળખાવ્યાં અને જિનને ઓળખાવતાં આત્માના સ્વરૂપને પણ ઓળખાવ્યું. માનવ જન્મ પામીને આત્મા અને પરમાત્મા ઓળખી લેવા જેવા છે. મોત આવતાં પહેલાં જીવનમાં આ પ્રકારની અવસ્થા પ્રાપ્ત કરી લેવા જેવી છે, માટે એમ કહ્યું કે “આત્મ હિત કારણે સગુરુનો ઉપદેશ સાંભળ્યા વિના અને સમજ્યા વિના, જિન ભગવંતોનું ભક્તિ કરવા યોગ્ય સહજાત્મ સ્વરૂપ સમજાતું નથી.” આ ભાષા નવી છે. બાકી બધી સાંભળી છે, અને સમજ્યા વગર તેઓનો કરેલો ઉપકાર ટૂરે નહિ. આપણા ઉપર તીર્થંકર પરમાત્માએ કેવો ઉપકાર કર્યો છે? મોક્ષમાં જતાં પહેલાં તીર્થકર નામકર્મની નિકાચના ત્રીજા ભવમાં થાય છે. વિશસ્થાનક તપની આરાધના કરે છે. કરોડો વર્ષ સુધી આવું ઘોર તપ એ તીર્થકરો કરે છે. એમની ક્વોલિટી જુદી છે. એ જીવદળ જુદું છે. એમનું તથાભવ્યત્વ જુદું છે. એમની ઉચ્ચતમ ક્વોલિટી છે. જગતના સર્વ પ્રાણીઓનું હિત થાય, એ જ માત્ર જેમના હૈયામાં એક કરુણાની ભાવના છે, તેવા તીર્થંકર પરમાત્માએ આપણી ચિંતા કરી છે. મા જન્મ આપ્યા પછી ચિંતા કરે છે. પિતા-પપ્પા શબ્દ બોલાય ત્યારે ચિંતા કરે છે, અને પતિ પત્ની પરણે ત્યારે ચિંતા કરે છે. આપણી સાથે તીર્થકર ભગવંતોને કોઈ સંબંધ નથી છતાં તેઓએ આપણી ચિંતા કરી છે. તમે કર્મમાંથી મુક્ત બનો, દુ:ખમાંથી મુક્ત બનો, અજ્ઞાન અને વાસનામાંથી મુક્ત બનો. તમે જાગો અને તમારો ખજાનો પ્રાપ્ત કરો. એવી ચિંતા તેમણે કરી છે. આપણી ચિંતા લેવાદેવા વગર કરી છે, માટે તીર્થંકર પરમાત્મા એ પ્રેમના સાગર છે, કરુણા અને વાત્સલ્યના સાગર છે. ભગવાનની પૂજા કરતાં કરતાં આંગળી અડાડતાં અડાડતાં આવું યાદ કરજો. હૈયું ભરાઈ જશે, આંખ આંસુથી છલકાઈ જશે. પરમાત્મા ! આપે મારી ચિંતા કરી, હું તો નિગોદમાં રખડતો હતો. મારું કંઈ ઠેકાણું ન હતું. આજે તો હું માનવદેહમાં છું. કંઈક પુણ્યનો ઉદય છે. પ્રભુ! નિગોદમાં હતો, એ વખતે પણ તમે મારી ચિંતા કરી છે. મારું હિત તમે ઇચ્છવું છે, મારું ભલું તમે ઇચ્છવું છે. આવી ચિંતા કોઈ ન કરે. મારે જન્મ જ ન લેવો પડે, આવી ચિંતા તમે કરી છે.” “સવિજીવ કરું શાસન રસી ઐસી ભાવદયા, મન ઉત્સસી.” આ પરમાત્માની વિશેષતા છે. આનાથી તીર્થંકર નામકર્મની નિકાચના થાય છે. પરહિતાર્થ રસિકતાથી બંધાયેલા તીર્થંકર નામકર્મનો ઉદય થવાથી તીર્થની સ્થાપના થઈ છે. આપણને મોક્ષ મળે એટલા માટે For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૫૯ તીર્થની સ્થાપના કરી છે. તીર્થંકરદેવે આત્મકલ્યાણનો આખો માર્ગ ઊભો કર્યો છે. આ નેશનલ હાઈ-વે છે. કોઈ વિઘ્ન નહિ, અંતરાય નહિ, એવો માર્ગ છે. સર્વજ્ઞ પરમાત્માની આ અપૂર્વતાનું વર્ણન સગુરુ કરે છે. એ વર્ણન સાંભળતા મુમુક્ષુના હૃદયમાં પરમાત્મા પ્રત્યે બહુમાન ક્રૂરે છે, અને એમાંથી ભક્તિ જાગે છે, આને કહેવાય છે ભક્તિ. થોડા સ્તવનો બોલો, એટલે ભક્તિ માનો છો ને? સારી વાત છે. અમે તો કોઈની ઓછી કિંમત આંકતા નથી પણ આનાથી ઊંચો માલ પણ છે. આ લોઢાનો કટકો અને આ ચાંદીનો ટૂકડો છે. ચાંદી કરતાં સોનું વધારે મોંઘુ છે, અને સોના કરતાં હીરા ને માણેક વધારે મોંઘા છે. લોઢું લોઢાની જગ્યાએ બરાબર પણ ઝવેરાત સાથે સરખામણી ન થાય. પરમાત્માની ઓળખાણ થયા પછી એમનો મારા ઉપર અનંત ઉપકાર છે. મારી ચિંતા એમણે કરી છે. સંસારથી, કર્મથી, રાગદ્વેષથી હું મુક્ત બનું, મોહથી મુક્ત બનું, મુક્ત બનું તેમ નહિ પણ બધાને મુક્ત બનાવું. અભયદયાણું, ચકખુદયાણું, મમ્મદયાણ, સરણદયાણું, બોડિદયાણું, ઘમ્મદયાણ, ઘમ્મદેસયાણ, ધમ્મનાયગા, ધમ્મસારહીશું, ઘમ્મરચાઉરંતચક્રવઢણું. જિણાણું જાવયાણ, તિન્નાખું તારયાણું, બુદ્ધાણં બોયાણ, મુત્તાણું મોઅગાણું.” “પ્રભુ ! તમે આ અદ્ભુત કામ કર્યું.” આ સાંભળતા સાંભળતા રોમ રોમમાં ઉલ્લાસ થાય અને ઉલ્લાસમાંથી જે ભાવ પ્રગટે તેને કહેવાય છે ભક્તિ. ભક્તિ ચેતનાની અવસ્થા છે. ભક્તિ ક્રિયા નથી. મીરાએ ગાયું: નથી રે પીધાં અણજાણી મેવાડના રાણા, ઝેરનાં પ્યાલાં પીધાં અમે જાણી. તમે ઝેર આપો પણ મને તો અમૃતનો પ્યાલો મળે છે. એ અમૃતનું પાન કર્યું છે. હવે તમારા ઝેરના પ્યાલા અમને પજવવાના નથી, આ ભક્તિ કહેવાય. પરમાત્માને યાદ કરતાં કરતાં હૈયું ભરાઈ જાય. નારદજી એમ કહે છે “કંઠ અવળોદ થાય, ભરાઈ જાય, આંખમાં આંસુ આવે. બોલી ન શકો, હૈયું ભરાઈ જાય, રોમાંચ ખડા થઈ જાય.” એ પરમાત્માને યાદ કરતાં, જે શબ્દો નીકળે તેને કહેવાય છે ભક્તિ, ભક્તિ પ્રેમની અભિવ્યક્તિ છે. હૃદય હલબલી જાય અને મન તરબતર થઈ જાય, પછી જે ગીત નીકળે તેને કહેવાય છે ભક્તિ. સદ્ગુરુના ઉપદેશથી વીતરાગ પુરુષ પ્રત્યે આવી ભક્તિ જાગે છે. સદ્ગુરુનો ઉપદેશ શું કામ કરે છે? જીવનમાં પોતાનો આત્મા જાગૃતિ પામીને, જિન સ્વરૂપ જ પોતાનું છે એવો નિર્ણય કરીને, પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થનું મંડાણ કરે છે. આને કહેવાય છે ધર્મ, આને કહેવાય છે ધ્યાન અને યોગ, આને કહેવાય છે તપ, અને મજાની વાત તો એ છે કે જિનની-વીતરાગની ઉપાસના કરતા કરતા એક દિવસ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પ્રવચન ક્રમાંક - ૧૪, ગાથા ક્રમાંક - ૧૨ પોતે જ જિન થઈ જાય છે. જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે, ભંગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે. (આનંદધનજી મહારાજ) રાગદ્વેષથી ભરેલો આ આત્મા છે. જિનનું ધ્યાન કરતાં કરતાં એક દિવસ તેના રાગદ્વેષ ખરી પડે છે, મોહ ખરી પડે છે, આસક્તિ ખરી પડે છે. જેમ ઝાડ ઉપરનું સૂકું પાંદડુ ખરી પડે છે, તેમ ભક્તિ કરતાં કરતાં રાગદ્વેષ ખરી પડે છે. કષાયો, માયા, આસક્તિ અને મોહ ખરી પડે છે. જન્મ, જરા, મરણ ખરી પડે છે, અને શરીર પણ ખરી પડે છે. અંદરની મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય છે. જિન સામે જોઈને તેમની ઓળખાણ થાય તેવી અવસ્થા સદ્ગુરુના ઉપદેશ વગર પ્રાપ્ત થતી નથી. આવો પ્રેમ પ્રગટ થતો નથી. જિનેશ્વરને ઓળખ્યા, સમજ્યાં પછી પ્રેમની ધારા પ્રગટ થશે. પછી એમ લાગશે કે જગતમાં પ્રેમ કરવા જેવું પાત્ર જો કોઈ હોય તો એક માત્ર પરમાત્મા છે. જ્યાં ત્યાં આપીને આ પ્રેમનું ધન આપણે ખોટું વેડફી નાખ્યું છે. આ પ્રેમનું ધન ક્યાંય પણ અર્પણ કરવા જેવું નથી. પરમાત્માના ચરણોમાં જ અર્પણ કરવા જેવું છે. માટે આનંદધનજીએ ગાયું: ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે ઓર ન ચાહું રે કંત, રીઝયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. 28ષભદેવ ભગવાન મારા પ્રિયતમ છે. આ પ્રિયતમ શબ્દ અહીં શોભે. પ્રિયતમ પ્રિયતમ કહેતાં પરણ્યાં અને બીજા દહાડે છૂટા છેડાં લે ત્યાં “પ્રિયતમ” શબ્દ ન શોભે. એક વખત જો તેઓ રીઝયા તો આપણો સંગ છોડે નહીં. આ મારા પરમાત્મા એવા છે કે રીઝયા એટલે રીઝયા. સંગ જ ન છોડે. હાથ છોડે જ નહિ, ઠેઠ મોક્ષમાં લઈ જાય. કોઈ કહેનારો મળે આવો? એવાનો હાથ પકડો જે મોક્ષમાં લઈ જાય. એવાનો હાથ પકડો જે જીવનનો સાથી બની જાય. આ સમજો. આ સમજ્યા વગર પરમાત્માનો આપણા ઉપર કેવો ઉપકાર છે, તે ક્યાંથી ખબર પડે ? એક વખત જો ખબર પડી જાય તો શું સમજાઈ જાય? જિનેશ્વર પરમાત્માનું સ્વરૂપ. તે ઉપાસ્ય બને અને ઉપાસક બનેલો મુમુક્ષુ, આત્મા મટતો જાય અને પરમાત્મા બનતો જાય. વળગેલી ઉપાધિ છૂટતી જાય. સદ્ગુરુનો યોગ નિરંતર રહેવો દુર્લભ છે, પણ જ્યારે યોગ થાય ત્યારે અમે તો એમ કહીએ છીએ કે સદ્ગુરુ મળ્યાં તો તેના ચરણોમાં જ રહેજો. નિરંતર વીતરાગ પુરુષને સમજજો. તેમને સાંભળજો, અને એમ માનજો કે જીવનનો લ્હાવો ખરેખર જો હોય તો આમાં છે. સગુરુની વાણીથી સર્વજ્ઞ ભગવાનની અપૂર્વતા ભાસે છે અને તેની ઉપાસના For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કરતાં પોતે તે અવસ્થાને પ્રાપ્ત કરે છે. છેલ્લી વાત, આ બધાનું કારણ સદ્ગુરુ પ્રત્યે કૃતજ્ઞતાની બુદ્ધિ છે. કૃતજ્ઞતા એટલે કરેલા ઉપકારને ન ભૂલી શકાય એવી અવસ્થા. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન, તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન. પ્રભુ, તમારા ચરણમાં શું અર્પણ કરું? આપવા જેવું મારી પાસે છે શું? હું જ ભિખારી છું. તમને હું શું આપું? પણ પ્રભુ ! તમને ઓળખ્યા, તમને જાણ્યા, મારા ઉપર તમારો ઉપકાર છે, તેની મને સ્મૃતિ થઈ, તેનું મને ભાન થયું. મારા માલિક! તમારા પ્રત્યે પ્રેમનો, સ્નેહનો સાગર ઊછળી રહ્યો છે, તેમાંથી ભક્તિ પ્રગટ થઈ છે, તેથી તમારી હું સ્તવના કરું છું, તમારું ધ્યાન કરું છું અને ધ્યાન કરતાં કરતાં જેમનું ધ્યાન હું કરું છું તેના જેવો બની જાઉં છું. આતમ પરમાતમકુ ધ્યાવે, સો આતમ પરમાતમ પદ પાવે, ભૃગી ઈલિકાને ચટકાવે તો ઈયરી ભમરી પદ પાવે. મહારાષ્ટ્રમાં સંત તુકારામ થયા છે. તેમણે એક અનુભવ કહ્યો છે. કે “ભજન કરતાં પાંડુરંગ, સુકા ઝાલા પાંડુરંગ.' ભગવાન કૃષ્ણનું મહારાષ્ટ્રમાં પ્રિય નામ છે પાંડુરંગ. એમનું ભજન કરતાં કરતાં, ભજન કરનાર તુકારામ મટી ગયો અને પાંડુરંગ બન્યો. કબીરજીએ જુદી વાત કરી, “મન એસોનિર્મલ ભયો જૈસો ગંગા નીર', મન ગંગાનાં પાણી જેવું નિર્મળ થઈ ગયું, પછી શું થયું? “એક દિન કબીર હરિ હરિ કર રહા થા, અબ એક દિન ઐસા હો ગયા કે હરિ કબીર કબીર કર રહા હૈ.' આવી એક અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય. આ ગાથા અદ્ભુત છે. એક એક ગાથા અદૂભુત છે. એને ઘૂંટવી પડે. “મર્દન ગુણવર્ધનમ્.” મહેંદીના પાંદડે પાંદડે રંગ છે, પણ લગાડતા આવડે તો? અને દૂધમાં માખણ છૂપાઈને રહ્યું છે, પણ વલોણું કરતાં આવડે તો? પરમકૃપાળુ દેવના શબ્દ શબ્દ મોક્ષ છે પણ પ્રાપ્ત કરતાં આવડે તો? બારમી ગાથાની આ સમાપ્તિ છે. પરમકૃપાળુ દેવની ખૂબી છે, સદ્ગુરુ યોગ થયો નથી ને? ચિંતા કરીશ નહિ. એક દરવાજો બંધ છે તો તને બીજો દરવાજો ઉઘાડી આપશું, અને એ પણ બંધ થાય તો ત્રીજો દરવાજો. આવતી કાલે ૧૩-૧૪ મી મહત્ત્વની ગાથામાં આ જોઈશું. ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬ ૨ પ્રવચન ક્રમાંક - ૧૫, ગાથા ક્રમાંક - ૧૩ પ્રવચન ક્રમાંક - ૧૫ ગાથા ક્રમાંક - ૧૩ સગરનો યોગ ન હોય તો શાસ્ત્રો આધારરૂપ છે આત્માદિ અસ્તિત્વના, જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્ગુરુયોગનહિ, ત્યાં આધાર સુપાત્ર. (૧૩) ટીકા જે જિનાગમાદિ આત્માના હોવાપણાનો તથા પરલોકાદિના હોવાપણાનો ઉપદેશ કરવાવાળાં શાસ્ત્રો છે, તે પણ જ્યાં પ્રત્યક્ષ સરુનો જોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે; પણ સદ્ગુરુ સમાન તે ભ્રાંતિના છેદક કહી ન શકાય. (૧૩) મતાર્થી અવસ્થા ટાળીને, આત્માર્થી અવસ્થા સિદ્ધ કરવી છે. આ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી જ આત્માના ષપદની વાત થઈ શકશે. પરમકૃપાળુદેવે આ પર્ષદની વાત ગુરુશિષ્યના સંવાદરૂપે કહી છે. ગુરુશિષ્યનો સંવાદ પ્રારંભ કરતાં પહેલાં ૪ર ગાથાઓમાં પૂર્વ તૈયારીની વાત તેઓએ કરી છે. જેમ સંગીતની મહેફીલમાં શાસ્ત્રીય સંગીતનો પ્રારંભ કરતાં પહેલાં અર્ધા કલાક સાજ મેળવાય છે, આ અડધો કલાક માથાના દુઃખાવા સમાન હોય છે. હથોડી હાથમાં હોય, તબલા ઠોકતો હોય, હાર્મોનિયમ વગાડતો હોય, આપણને લાગે સમય બગાડે છે, પણ સમય બગાડતો નથી, સાજ મેળવે છે. સાજ બરાબર હોય તો કલાકોના કલાકો-આખી રાત મહેફીલ જામે છે, તેમ જો ગુરુ-શિષ્યના સાજ મળ્યા હોય તો ગુરુ શિષ્યનો સંવાદ સુંદર થાય છે. મતાર્થી અવસ્થા દૂર થાય, આત્માર્થી અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે સુવિચારણા પ્રગટ થાય છે, એમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી મોહનો ક્ષય થાય છે, અને મોહનો ક્ષય થયા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષના આ અંતિમ ચરણ સુધી યાત્રા કરવા માટે આત્માના પર્પદનો સંવાદ અત્યંત ઉપયોગી છે, અને તેનો પ્રારંભ કરતાં પહેલાં પરમકૃપાળુદેવે અદ્ભુત વ્યવસ્થા આપી છે. આ માત્ર બુદ્ધિશાળીનું કે માત્ર તત્ત્વચર્ચા કરનારાઓનું કામ નથી. જેને અંતઃકરણમાં For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૬૩ શુદ્ધિ થઈ છે, ચિત્તશુદ્ધિ ને મનશુદ્ધિ થઈ છે, કષાયો અને રાગદ્વેષ મોળાં પડ્યાં છે, મંદ થયા છે, ગયા નથી, દર્શનમોહ મોળો પડ્યો છે, મંદ થયો છે, ગયો નથી, તેના માટે આ વાત છે. આ મંદ થાય ત્યારે તેને સાધના માટે અવકાશ મળે છે, એક તક મળે છે, એક ભૂમિકા તૈયાર થાય છે. જમીન ખેડતાં ખેડતાં જ્યારે બળદ થાકે છે અને ખેડૂત પોતે પણ થાકે છે ત્યારે પાંચ મિનિટ વિસામો કરે છે. એ વિસામા પછી તાજગી અનુભવે, તેમ સાધકને પણ એવી તાજગીની જરૂર છે, અને તાજગી હોય તો સંવાદ થાય, કારણ કે તેને મોક્ષ અવસ્થા, અનિર્વચનીય અવસ્થા, દિવ્ય અવસ્થા, અલૌકિક અવસ્થા પ્રાપ્ત કરવી છે. અનંતકાળની આ બધી મુશ્કેલીઓ કાયમ માટે દૂર થઈ જાય, એવી અવસ્થામાં એને જવાનું છે. તેની પૂર્વ તૈયારી બરાબર થવી જોઈએ, તેથી ૪૨ ગાથાઓમાં પ્રાથમિક વાત કરી છે, તે ધીરજથી સમજવી જરૂરી છે. ૧૩મી ગાથામાં એક સમસ્યા રજૂ કરી છે. સાંભળતા સાંભળતા જે જે પ્રશ્નો તમારા મનમાં ઊભા થઈ શકે એ પ્રશ્નો કૃપાળુદેવ જાતે રજૂ કરીને તેનું સમાધાન આપે છે. તેઓ જાણે છે કે કયા પ્રશ્નો ઊભા થશે? આ કડી પછી અને આ શબ્દો પછી, આવા પ્રશ્નો ઊભા થશે. આમ આપણાં પ્રશ્નોને જાણે છે અને આ પ્રશ્નોનું સમાધાન કરવું પડશે, એમ સમજીને પોતે તેનું સમાધાન પણ કરે છે. સગુનો યોગ પ્રાપ્ત થાય તો આનંદની વાત, પણ ન થાય તો વચગાળામાં શું કરવું? નિરાશ થવું? હતાશ થવું? બેસી રહેવું? ગમગીન થવું? આળસુ થવું? નિષ્ક્રિય થવું? કંઈ કર્યા વગર પડ્યા રહેવું? સગુનો યોગ પ્રાપ્ત થાય તો દશેરા ને દિવાળી, પણ સદ્ગુરુનો યોગ પ્રાપ્ત નથી થયો, મુમુક્ષુ ટાંપીને બેઠો છે, તેને તલસાટ છે. જેમ ચાતક પક્ષી મોઢું ફાડીને બેસે છે કે ક્યારે વરસાદ થશે? તેમ મુમુક્ષુ પણ સદ્ગુરુની રાહ જુએ છે, પણ સદગુરુ આવ્યા નથી. વિરહ છે, યોગ થયો નથી, ઝંખના છે પણ મળ્યા નથી. અંદરની તાલાવેલી છે પણ પ્રાપ્ત થયા નથી. તો તે દરમ્યાન કરવાનું શું? તેનો ઉત્તર આ તેરમી ગાથામાં કહ્યો છે. જ્ઞાની કહે છે કે નિરાશ ન થશો. સદ્દગુરુનો યોગ પ્રાપ્ત થશે જ થશે. જેમ પવન વરસાદને ખેંચી લાવે છે તેમ મુમુક્ષતા સદ્ગુરુને ખેંચી લાવે છે. જેમ ગળપણ કીડીઓને ખેંચી લાવે છે. રસોડામાં કોઈ ઠેકાણે સાકરના દાણાં વેરાયા છે, તેની કીડીઓને તો ગમે ત્યાંથી ખબર પડી જાય છે, કારણ તેને સુગંધ આવે છે, અને તમને નવાઈ લાગશે કે સાકરના દાણા ભેગા રેતીના કણ પડ્યા હોય તો એ રેતીના કણને નહિ અડે. એ સાકરના દાણાને જ અડશે. આટલું આપણે કીડી પાસેથી સમજીએ તો પણ ઘણું છે. કીડી જેમ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પ્રવચન ક્રમાંક - ૧૫, ગાથા ક્રમાંક - ૧૩ સાકરના દાણાને પકડે છે તેમ તમે આત્માને પકડો ને? શરીરને શું કામ પકડો છો? ધનને, સંપત્તિને, કુટુંબને, યશ-કીર્તિને શું કામ પકડો છો? માયાને કેમ પકડો છો ? કીડી કહે છે ભલે રેતીના કણ પાસે પડ્યા પણ અમે તેમાંથી સાકર પકડી લઈશું. તેમ તમે કેમ કહેતાં નથી કે ભલે ને સંસાર રહ્યો પણ અમે પરમાત્માને ગોતી લઈશું. આ ધરતી ઉપરની એક અનિવાર્ય ઘટના છે કે કોઈ પણ મુમુક્ષુ એવો નથી કે જેને સદ્ગુરુ મળ્યા નહિ હોય. આજે નહિ તો કાલે, તેને સદ્ગુરુ અવશ્ય મળે છે. વિશ્વનો આ અફર નિયમ છે. વિશ્વનું આ બંધારણ છે કે મુમુક્ષુતા પ્રગટ થાય તો સદ્ગુરુ મળે જ. ચિંતા ન કરશો, ક્યારે મળશે? કોને માનવા? ક્યા કપડામાં જોવાં? કોને સ્વીકારવા? શા માટે મુંઝાવ છો? શોધવાની જરૂર જ નથી. ખોળવાની કે ફૂટપટ્ટી લઈને માપવા જવાની જરૂર નથી. મહાપુરુષો કહે છે કે કમળ ખીલશે તો ભમરાઓ આવશે જ. આકાશમાં ચંદ્રમા ખીલે તો દરિયો ઊછળશે અને મેઘની ગર્જના થશે તો મોરલો ટહુકાર કરશે જ. અવિનાભાવી સંબંધ છે કે મુમુક્ષુતા પ્રગટ થઈ કે સદ્ગુરુ મળે જ મળે, પણ જ્યાં સુધી નથી મળ્યા ત્યાં સુધી પરમકૃપાળુ દેવ જુદા જુદા ઉપાયો આપે છે. જુદા જુદા માર્ગ કરી આપે છે. એક દરવાજો બંધ થાય તો બીજો દરવાજો ખોલી આપે છે. પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ થયો નથી, એ દરવાજો નથી ખૂલ્યો, ત્યાં સુધીમાં બીજો દરવાજો ઉઘાડીને પરમકૃપાળુ દેવ કહે છે, “સદ્ગુરુનો યોગ થયો નથી ત્યાં સુધીમાં એક મોટો આધાર સશાસ્ત્રોનો આપીએ છીએ. આ શાસ્ત્રનો આધાર સુપાત્ર જીવ-સપાત્રતા જેનામાં છે તે જીવ લઈ શકશે. કુપાત્ર લઈ શકશે નહિ.” શાસ્ત્રો એ કલ્પિત કલ્પનાઓ નથી. આપ્તપુરુષોના વચનોનો સંગ્રહ જેમાં થયો હોય એને કહેવાય છે. શાસ્ત્ર. આપ્તપુરુષ પ્રાપ્ત થવા જોઈએ, પણ તે પ્રાપ્ત થયા નથી. આપ્ત એટલે રાગદ્વેષ રહિત, મોહ રહિત અને અજ્ઞાન રહિત. આ જગતમાં જે કંઈ પ્રશ્નો છે તે આ ચાર રાગાદિમાંથી જ ઊભાં થાય છે. રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન, એ ચારેથી જેમની ચેતના સદા માટે રહિત થઈ ગઈ છે, એવી જીવંત ચેતના એને કહેવાય છે આપ્ત. જે વખતે આત્મા રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાનથી મુક્ત થાય ત્યારે તેને વીતરાગતા પ્રાપ્ત થાય છે. તે વખતે જ્ઞાન પોતાની બધી જ મર્યાદાઓ તોડીને અમર્યાદિત બને છે, અફાટ બની જાય છે. જેમ દરિયાને મર્યાદા નથી, તેમ જ્ઞાનને મર્યાદા રહેતી નથી. જ્ઞાનને મર્યાદા લાવનાર ચાર પરિબળો રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન હતાં, તે ચારેચાર દૂર થયાં તેથી જ્ઞાન અફાટ થયું અને એવું જે અફાટ જ્ઞાન, વિરાટ જ્ઞાન અને પરિપૂર્ણ જ્ઞાન તેને શાસ્ત્રીય ભાષામાં કેવળજ્ઞાન કહે છે. એ સર્વજ્ઞ અવસ્થા છે. એવી જે સર્વજ્ઞ અવસ્થામાં દેખાય, અનુભવાય, સ્પર્શ થાય, જે ટચ થાય, જે સાક્ષાત્કાર થાય ને તેમના મુખમાંથી એના સંબંધી જે કંઈપણ શબ્દ નીકળે, For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા તે શબ્દને કહેવાય છે. શાસ્ત્ર. શાસ્ત્રને માથે મૂકી નાચવા જેવું છે. હિન્દુસ્તાનમાં પરંપરા છે. ભાગવત સપ્તાહ હોય ત્યારે તેના ચડાવા બોલાય છે, અને ચડાવામાં લાખો રૂપિયાનો ચડાવો બોલે. મોટા ઘરની પુત્રવધૂ લાખો રૂ. ના કિંમતી ઘરેણાં પહેરી ભરબજારમાં ભાગવતજીને માથે મૂકી નાચતી ઉઘાડે પગે ચાલે છે. આ ભાગવતજીનું બહુમાન છે. આ કોરા શબ્દ નથી પણ આ મોતીના દાણા છે. એ જીવને જગાડનારા છે, એ જાગૃતિ આપનાર છે. સદ્ગુરુ મળ્યા નથી, પણ મળ્યા પછી જે ઘટના ઘટશે તે અલૌકિક હશે. સશાસ્ત્ર પણ જેમને મળ્યાં છે તેમના જીવનમાં જે ઘટના ઘટે છે તે અભુત હોય છે. જ્યાં રાગ નથી, જ્યાં દ્વેષ નથી, જ્યાં મોહ નથી, જ્યાં અજ્ઞાન નથી, જ્યાં જ્ઞાન અફાટ થયું છે, જ્યાં વિરાટ જ્ઞાનનો દરિયો ઘૂઘવાટ કરે છે, એવા જ્ઞાનમાં વિશ્વનું સમસ્ત દર્શન જેમને થયું અને જેવું જાણ્યું, જોયું અને અનુભવ્યું તેવું કહ્યું, તેને કહેવાય છે. શાસ્ત્ર. દોઢસો વર્ષ પહેલાં થયેલાં પરમકૃપાળુ દેવને સોળ વર્ષની ઉંમરે રણકાર આવ્યો. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું. પરમકૃપાળુદેવ જગતના સંતોને પૂછે છે કે અમારે એ પરમતત્ત્વને મેળવવું છે. એ પરમપદને મેળવવું છે. એ પરમ અસ્તિત્વની ઝાંખી કરવી છે. એ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મામાં અમારે ડૂબી જવું છે. એ આનંદના સાગરમાં અમારે નાહવું છે. પ્રભુ! અમે કોને પૂછીએ અને કોના શરણે જઈએ? કોના આધારે આ કામ કરીએ તે અમને કહો તો ખરા? અમને બાહેંધરી તો આપો કે જ્યાં ગયા પછી અમારી છેતરપીંડી ન થાય. સત્ય કેવળ એટલે નિર્ભેળ, અંદર કંઈ ભેળવેલ ન હોય. અત્યારે ચોખ્ખા ઘીમાં વેજીટેબલ ઘીની ભેળસેળ હોય છે. એક માણસ જીવનથી કંટાળ્યો. તેને એમ થયું કે મરી જવું છે. મેડીકલ સ્ટોરમાં જઈ ઝેર લઈ આવ્યો. દશ-વીશ સેકંડમાં જ મરી જવાય તેવું કાતિલ ઝેર ખરીદેલ. ઝેર પીધાં પછી એક મિનિટ થઈ, બીજી મિનિટ થઈ, પણ કંઈ થયું નહિ. તેને નવાઈ લાગી. આ શું થયું? ઝેરમાં પણ ભેળસેળ? એવો જમાનો આવ્યો છે કે માણસને મરવું હોય તો ઝેર ખાઈને મરવા માટે ચોખ્ખું ઝેર પણ નથી મળતું, તો ધર્મ ચોખ્ખો ક્યાંથી મળશે? “સત્ય કેવળ માનવું', કેવળ સત્ય ક્યાંય નિર્ભેળ મળતું નથી. પરમકૃપાળુ દેવે જ કહ્યું કે ચિંતા ન કરશો. “નિર્દોષ નરનું કથન માનો', આ મહાપુરુષની ખૂબી તો જુઓ. અમે કહી શકત કે ભગવાન મહાવીર પાસેથી મળશે, ભગવાન આદિનાથ પાસેથી મળશે, કુંદકુંદાચાર્યજી કે અમૃતચંદ્રાચાર્યજી પાસેથી મળશે, પણ તેમ ન કહેતાં, એમણે એમ કહ્યું કે For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ પ્રવચન ક્રમાંક - ૧૫, ગાથા ક્રમાંક - ૧૩ એવો પુરુષ શોધી લ્યો કે જે નિર્દોષ હોય. નિર્દોષ એટલે દોષ વગરનો, દોષ રહિત એટલે રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન રહિત. સાથે એક વાત જોડી કે, “તેહ જેણે અનુભવ્યું, એવો અનુભવ જેણે કર્યો હોય. મઝા તો અનુભવની છે. મોહનથાળ હાથમાં લઈ ચોપાટી ઉપર ફરો. મોહનથાળ. મોહનથાળ બોલવાથી મઝા ન આવે, પણ જેવી કટકી મોઢામાં મૂકી કે તરત જ મઝા પડે. તેમ આત્માનો અનુભવ થાય ત્યારે ખબર પડે, આત્માની વાત કરવી તે એક વાત છે અને અનુભવ કરવો તે બીજી વાત છે. આત્મજ્ઞાન મગ્ન જો, સો સબ પુગલ ખેલ, ઈન્દ્રજાળ કરી લેખવે, મલે નતિહાં મનમેળ. એવા આપ્ત પુરુષનું વચન તેને કહેવાય છે. શાસ્ત્ર. શાસ્ત્રને જ્યારે અડો ત્યારે તમે પરમાત્માને અડો છો તેવો અનુભવ કરજો. ઘણાં લોકો તો ઓશિકું ન હોય ત્યારે પુસ્તક માથા નીચે મૂકી સૂઈ જાય છે. એક ભાઈને મેં પૂછ્યું કે તમે આવું કેમ કરો છો? તો કહે બધું વાંચવું તેના કરતાં માથા નીચે પુસ્તક રાખી પ્રાર્થના કરું તો બધું જ્ઞાન મારા માથામાં આવે. આ જગતમાં નમૂના પણ જાતજાતના છે. કરોડોના ઝવેરાત કરતાં પણ શાસ્ત્ર કિંમતી છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીના શિષ્ય બાલચંદ્ર મહારાજે કહ્યું કે, अर्हद्वक्त्रप्रसूतं, गणधररचितं, द्वादशाङ्गं विशालं, चित्रं बह्वर्थयुक्तं, मुनिगणवृषभैर्धारितं बुद्धिमद्भिः । मोक्षागद्वारभूतं, व्रतचरणफलं, ज्ञेयभावप्रदीपं, भक्त्या नित्यं प्रपद्ये, श्रुतमहमखिलं सर्वलोकैकसारम् ॥ જ્ઞાની પુરુષોએ કહેલાં જે શાસ્ત્રો છે, એને હું નિત્ય નમસ્કાર કરું છું, વંદન કરું છું, ભક્તિપૂર્વક પ્રેમપૂર્વક બહુમાન કરું છું. આ સંસારમાં સારભૂત કંઈ હોય તો જ્ઞાની પુરુષનાં કહેલાં વચન છે. આવી શ્રદ્ધાને જ્ઞાની પુરુષોએ સમ્યગ્દર્શન કર્યું છે. સમ્યગદર્શન આપવાની ચીજ નથી. સમ્યગદર્શન અંતરની અવસ્થા છે. અંતર ભૂદાઈ જાય છે. દર્શનમોહ અનંત કાળથી અડ્ડો જમાવી બેઠો છે, તે દર્શનમોહ બીસ્તરાં પોટલાં ઉઠાવીને ચાલ્યો જાય છે. વલ્લભભાઈને બ્રિટીશરોએ કહ્યું હતું કે અમે તો તમને સ્વતંત્રતા આપવા તૈયાર છીએ પણ તમે રાજ્ય કરી શકો એવું અમને લાગતું નથી. વલ્લભભાઈએ હાથ જોડી કહ્યું, “સાહેબ ! અમે રાજ્ય કરીએ કે ન કરીએ, કપાઈને મરીએ કે ગમે તે કરીએ, પણ તમે તમારા બિસ્તરાં પોટલા ઉપાડી ચાલવા મંડો, અમારું જે થવાનું હશે તે થશે.' એ મર્દ હતાં. આપણે દર્શનમોહને કહી શકીએ ખરાં કે “તારા બિસ્તરા પોટલા For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧ ૬૭ ઉઠાવ.” આવું કહેવાની આપણે હિંમત અને તાકાત કેળવવી જોઈએ. સર્વ જગતમાં સારભૂત એવા આ શાસ્ત્રનો જન્મ અરિહંત પરમાત્માના મુખમાંથી થયો છે, અને ચાર જ્ઞાનના ધણી એવા ગણધરોએ એની ગૂંથણી કરી છે, રચના કરી છે. અને વિશાળ બાર અંગો પ્રગટ થયા છે. અનેક અર્થોથી એ ભરેલાં છે અને મુનિરૂપી વૃષભોએ એ ભાર ખેંચેલો છે. મુનિને વૃષભની ઉપમા આપી, (વૃષભ એટલે બળદ) અને બુદ્ધિમાન પુરુષોએ તેને ધારણ કરેલ છે. એ મોક્ષનું અગ્ર દ્વાર છે, અને વ્રત તથા ચારિત્ર તેનું ફળ છે. યભાવને પ્રગટ કરનારો પ્રદીપ છે. એવા સશાસ્ત્રોને અમારા વારંવાર નમસ્કાર હોજો. સન્શાસ્ત્રોને અરીસાની ઉપમા આપી છે. પોતાનું મુખ જોવા માણસો અરીસાનોદર્પણનો ઉપયોગ કરે છે. બહેનોને બહાર જવું હોય ત્યારે દર્પણ સામે જુએ છે. ભાઈ બહાર હોર્ન વગાડ્યા કરે અને પાંચ મિનિટમાં આવું છું કહી, અડધો કલાક દર્પણ છોડે જ નહીં ને? એ પાંચ મિનિટ પૂરી થાય જ નહિ. જ્ઞાની પુરુષો કહે છે કે, “ઈસ તન ધનની કૌન બડાઈ, દેખત નયનો મેં મિટ્ટી મિલાઈ.” શેની બડાઈ છે એમાં? દર્પણમાં આપણે આપણા મુખને જોવા જઈએ છીએ-આકૃતિને જોઈએ છીએ, પછી દર્પણ કહે બરાબર છે. તમે નક્કી નથી કરતાં પણ તમારું બરાબરપણું દર્પણ નક્કી કરી આપે છે, તેમ આપણી જાતને અંદરથી જોવી હોય તો અમારે કોની સામે જોયું? તો કહ્યું કે, “આગમરૂપી અરીસામાં જોવું.” અંદર ક્રોધ છે, અહંકાર છે. માયા છે, લોભ છે, કામવાસના અને ઈર્ષા છે, દ્વેષ અને અજ્ઞાન છે, તે કેટલાં છે અને એ ડાઘાં કેટલાં ઓછા થયાં? વીરવિજયજી મહારાજે ગાયું કે “તુજ આગમ અરીસો જોવતાં રે લોલ.” સંતો તો સંસ્કૃતમાં પણ બોલ્યાં, માગધીમાં પણ બોલ્યાં, ગુજરાતી અને હિંદીમાં પણ બોલ્યા. પણ આપણે ન જાગ્યાં તે ન જ જાગ્યાં. આપણા ઉપર કેટલી કૃપા તેઓએ કરી છે ! પ્રભુ ! તમારો આગમરૂપી અરીસો, શાસ્ત્રોરૂપી અરીસો જોતાં અમને લાગે છે કે અમે અસલમાં તમારા જેવા છીએ પણ અમારા ઉપર ઘણા ડાઘા પડ્યાં છે. કામનો ડાઘ, ક્રોધનો ડાઘ, અહંકારનો ડાઘ, ઈર્ષા, અજ્ઞાન અને મિથ્યાત્વનો ડાઘ, કષાય ને પ્રમાદનાં ડાઘ, અમારા આત્મા ઉપર આવા અનેક ડાઘા છે. અમને દેખાતાં ન હતાં, પણ તમારા આગમરૂપી અરીસામાં અમે જોયું ત્યારે દેખાણા. શાસ્ત્રો આ કામ કરે છે. આપણે આપણી જાતને ગમે તે માનીએ પણ વાસ્તવિક્તા શું છે? તે જોવું જોઈએ. જબલપુરમાં ગાંડાઓની હોસ્પિટલ છે. તેમાં ૨૫ વર્ષનો જુવાન છોકરો દેખાવમાં સુંદર, કડકડાટ ઈગ્લીશમાં વાત કરે. એક વખત જવાહરલાલજી ત્યાં મુલાકાતે આવ્યાં. તેમણે ફરતાં ફરતાં આ યુવાનને જોયો. યુવાને જવાહરલાલજી સાથે ઈંગ્લીશમાં વાત કરી. જવાહરલાલજીને આશ્ચર્ય થયું અને મુખ્ય સંચાલક સાથે વાત કરી કે આ યુવાન આટલું For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પ્રવચન ક્રમાંક - ૧૫, ગાથા ક્રમાંક - ૧૩ સરસ ઈગ્લીશ બોલે છે. મને તો એ ગાંડો લાગતો નથી. સંચાલકે કહ્યું, “સાહેબ ! ગાંડો છે તેથી રાખ્યો છે, અને જો પરીક્ષા કરવી હોય તો નાસવાની તૈયારી રાખજો, નહીં તો હડફેટે ચડી જશો, તમે આ યુવાનને કહો કે હું જવાહરલાલ નહેરૂ છું, તેઓએ તેમ કહ્યું, અને તે સાંભળતાની સાથે જ પેલા યુવાનનો પિત્તો ગયો. તમે ખોટા છો. હું જવાહરલાલ નહેરૂ છું. આ યુવાન પોતાને જવાહરલાલ નહેરૂ માનવાના ચિત્ત ભ્રમથી ગાંડો થઈ ગયો હતો. એ ગાંડો ડાહ્યો થયો કે નહિ તે આપણને ખબર નથી, પણ આપણે ગાંડા ડાહ્યા થઈ જઈએ તો આનંદની વાત થશે. ટીકામાં કહ્યું કે, “જે જિનાગમાદિ આત્માના હોવાપણાનો તથા પરલોકાદિના ! હોવાપણાનો ઉપદેશ કરવાવાળાં શાસ્ત્રો છે, તે સુપાત્ર જીવને આધારરૂપ છે. શાસ્ત્રો માટે એક બંધારણ અને વ્યવસ્થા આપી કે કોને કહેવાય શાસ્ત્રો? કયો ગ્રહ નડે છે, તે શાસ્ત્રમાં ન હોય. આપણે જ આપણને નડીએ છીએ, ગ્રહ નડતો નથી. જેમાં આત્માના હોવાપણાનો એટલે કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, આત્મા કર્મથી બદ્ધ છે, કર્મ અનંતકાળથી છે, અનંતકાળના કર્મથી મુક્ત થઈ શકાય છે, વીતરાગ અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે વગેરેનું વર્ણન છે; બહિરાત્મદશા, અંતરાત્મદશા અને પરમાત્મદશા વિગેરેનું વર્ણન જેમાં આવે ને પરલોક આદિનું વર્ણન જેમાં આવે-એવો ઉપદેશ જે કરે તેને શાસ્ત્રો કહ્યાં છે. આવા શાસ્ત્રો પ્રત્યક્ષ સદ્ગુરુનો જોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે, અને જો સદ્ગુરુ હાજર હોય અને તેમના ચરણોમાં નિવાસ કરતાં હો તો શાસ્ત્રો ગૌણ કરવા. પ્રત્યક્ષ સગુરુ એ જ શાસ્ત્ર, તેમનું વચન એ જ શાસ્ત્ર, પણ પ્રત્યક્ષ સદગુરુનો જોગ ન હોય તો શાસ્ત્રો સુપાત્ર જીવોને આધારરૂપ છે, ટીકામાં એક બહુ મોટી સ્પષ્ટતા કરી છે કે શાસ્ત્રો આધારરૂપ છે. અત્યંત કલ્યાણકારી અને મંગલમય છે પણ સદ્ગુરુ સમાન તે ભ્રાંતિના છેદક કહી શકાય નહિ. આ વાત તર્ક કરવાવાળા માટે, કલ્પના કરવાવાળા માટે કે નકાર કરવાવાળાના માટે કરી નથી. પ્રત્યક્ષ સગુરુ હાજર ન હોય તો શું કરવું? આત્મા આદિ તત્ત્વો વિષે જેમાં વિવેચન કર્યું છે તેવા શાસ્ત્રો વાંચવા, પણ ત્યાં કહ્યું કે સુપાત્ર હોવો જોઈએ. સુપાત્રતા એટલે ‘વિદ્યા રાતિ વિન, વિનયવિયાતિ પાત્રતામ.’ જેનામાં વિનય છે, નમ્રતા છે, પોતાની માન્યતા, આગ્રહ, કદાગ્રહ પોતાનો દુરાગ્રહ, પૂર્વગ્રહ, હઠાગ્રહ આ બધા ગ્રહો જેના હઠી ગયા છે, જે અત્યંત નમ્ર છે, હું કંઈપણ જાણતો નથી એવી જેની સ્વીકૃતિ છે, તેને કહેવાય સુપાત્ર. આઈનસ્ટાઈનને કોઈએ પૂછ્યું, “સાહેબ! આપ જગતના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક છો અને આ અબજો માણસોમાં આપના જેવો શ્રેષ્ઠ માનવી કોઈ નથી. તમે ઘણાં તત્ત્વો શોધી કાઢ્યાં છે, તમને For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૬૯ શું અનુભવ છે?” આઈનસ્ટાઈન કોઈ સંતપુરુષના ચરણોમાં બેઠા નથી કે મળ્યા પણ નથી, અને શાસ્ત્રો પણ વાંચ્યા નથી, એવા આઈનસ્ટાઈને પોતાનો અનુભવ જણાવતાં નમ્રતાપૂર્વક કહ્યું કે “મેં જે કંઈપણ જામ્યું છે, તેનાથી અનંતગણું જાણવાનું હજુ બાકી રહી ગયું છે. હું તો દરિયા કિનારે છીપલાં વીણી રહ્યો છું. હું તો કંઈપણ જાણતો નથી.' આ આઈનસ્ટાઈન કહી શકે આપણે ન કહી શકીએ. આપણે તો ગર્વમાં આવીને કહીએ કે મને તો બધું જ મોઢે છે. હું બધું જ જાણું છું. જ્ઞાની પુરુષો કહે છે કે તમારી બુદ્ધિ તમને મુબારક. ગણધરો અને તીર્થકર દેવો પાસે આપણી બુદ્ધિ શું હિસાબમાં? એટલા માટે તો કબીરજીએ કહ્યું કે : ઘરતી કા કાગજ કરું, સમુદ્રકી કરું શાહી, મેરૂકી લેખણ કરું, પ્રભુ ગુણ લખ્યા ન જાય. આ ધરતીને કાગળ કરી, સમુદ્રના પાણીની શાહી બનાવી અને મેરૂ પર્વત જેવડી બોલપેન કરું તો પણ પ્રભુ, આપના ગુણ લખી શકાય નહિ; એવા પરમાત્મા, તેમનું જ્ઞાન પણ અનંત અને આપણે થોડું વાંચ્યું, થોડું જાણ્યું ત્યાં જ્ઞાન જીરવાતું નથી. જ્ઞાન જીરવવું અતિ મુશ્કેલ છે. જે શબ્દને જાણે છે, અર્થને જાણે છે, જેનામાં વિશાળતા છે, જેનામાં નિરાગ્રહતા છે, જે પક્ષપાત રહિત છે, જેની બુદ્ધિ મધ્યસ્થ છે, જેને વૈરાગ્ય ઉત્પન્ન થયેલ છે, જેને ભવની ભીતિ લાગી છે, જેને પાપનો ભય લાગે છે એવો પુરુષ શાસ્ત્ર વાંચનનો અધિકારી કહેવાય. આવા જીવોને પુરુષનો યોગ ન મળે ત્યાં સુધી સન્શાસ્ત્રો આધારભૂત છે. કોઈ પૂર્વના આરાધકને સ્વરૂપ પ્રાપ્તિમાં પણ સન્શાસ્ત્રો કારણભૂત થઈ શકે છે. પૂર્વના આરાધક જીવ મીરાએ બહુ સ્પષ્ટ કહ્યું છે. પ્રીતિ પૂર્વ જન્મની, ભક્તિ આ ભવની, તેને મળે ભગવાન. મીરાં પ્રેમની મૂડી લઈને આવી છે. સુલસા પ્રેમની મૂડી લઈને આવી છે. ભગવાન મહાવીરે સુલસાને ધર્મલાભ કહેવડાવ્યા ત્યારે સુલસા ઝીલી શકતી નથી. કંચૂકી ફાટી ગઈ. રોમાંચ ખડા થઈ ગયા. બંગડીઓ તૂટી ગઈ. ચૌદ રાજલોકના ધણી કે જેમના ચરણોમાં અસંખ્ય દેવો મસ્તક નમાવે છે, તેમણે મારા જેવી શ્રેણિક રાજાના સારથિની પત્નીને યાદ કરી? રાજા રાણીને નહિ, શેઠ શ્રીમંતને નહિ, સુલતાને કીધાં ધર્મલાભ. શ્રેણિક રાજાને નહિ, ચેલણા રાણીને નહિ, શેઠ શાલીભદ્રને નહિ, આ સુલતાને ધર્મલાભ કીધાં! ધન્ય થઈ ગયું મારું જીવન, અને સુલસા ગદ્ગદ્ થઈ ગઈ. અનંત જ્ઞાની એવા પરમાત્માના હૃદયમાં મને જગ્યા મળી. કોઈનાં પણ હૃદયમાં જગ્યા મળે તો આપણે ખુશ ખુશ થઈ જઈએ છીએ. આ ચૌદ ભુવનના ધણીના હૃદયમાં જગ્યા મળી, તેનો આનંદ For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પ્રવચન ક્રમાંક - ૧૫, ગાથા ક્રમાંક - ૧૩ સુલતાને સમાતો નથી. સદ્દગુરુનો યોગ મળવો દુર્લભ છે. કદાચ મળ્યો હોય તો પણ નિરંતર રહેવો દુર્લભ છે. દાદુનો શિષ્ય રઝબ ૨૦ વર્ષનો, બહુ રૂપાળો, બહુ દેખાવડો, પેશાવરમાં જન્મેલો, તેના પિતા મોટા જાગીરદાર હતા. તેના લગ્ન હતા ત્યારે હજારો માણસો ભેગા થયા છે. રજબ ઘોડા ઉપર બેઠો હતો. લગ્નના ઠાઠની વાત શી કરવી? અને દાદુ હજારો માણસો વચ્ચે ત્યાં પહોંચ્યા અને કહ્યું, રઝબ તૂને ગઝબ કીયા, શિરપે બાંધા મોર, આયા થા હરિ ભજન કો ચલા નરકકી ઠોર! એ જ ક્ષણે રઝબ ઘોડા ઉપરથી નીચે ઊતર્યો. દાદુએ કહ્યું ચલો. હજારો માણસોની બરાત વચ્ચે રઝબ દાદુની સાથે ચાલ્યો. રઝબ દાદુનો બની ગયો. દાદુનું મૃત્યુ થાય છે ત્યારે રઝબે આંખો બંદ કરી દીધી. શિષ્યોએ કહ્યું, “આંખો તો ઉઘાડો.” “હવે આંખ ઉઘાડીને શું કરું? જેને જોવા માટે આંખો હતી તે તો ચાલ્યા ગયા. હવે જોવા જેવું જગતમાં રહ્યું પણ શું છે? આ ધરતી ઉપર મારે જોવા જેવાં તો મારા સદ્દગુરુ હતાં, તે તો ગયા. હવે બીજું કંઈ નથી જોવું.' તેણે આંખ ન ઉઘાડી. આવો સદ્ગુરુનો યોગ, આવી ભક્તિ, આવી ઉત્કંઠા પ્રગટેલ ન હોય ત્યારે સશાસ્ત્રો સુષ્ટિવંતને પરમ મિત્ર તુલ્ય છે. શાસ્ત્ર જેવું જગતમાં બીજું કોઈ મિત્ર નથી. હે કુંદકુંદાદિ આચાર્યો, આ ધરતી ઉપર તમે ન હોત તો, સમયસાર ન હોત, નિયમસાર ન હોત, પંચાસ્તિકાય અને પ્રવચનસાર ન હોત, તો અમારી વૃત્તિ સ્વરૂપમાં કેવી રીતે વળત? તમારો મોટો ઉપકાર છે. પરમકૃપાળુ દેવ માથુ ઝૂકાવે છે, “હે કુંદકુંદાચાર્ય, તમારા વચનો વૃત્તિના અનુસંધાનમાં પરમ ઉપકારી થયાં છે.” હે સુધર્મસ્વામી, હે હરિભદ્રસૂરિ મહારાજ, હે યશોવિજયજી મહારાજ, હે દેવચંદ્રજી મહારાજ, તમે ન હોત તો, આ શાસ્ત્રો ન હોત તો અમારું શું થાત ? આ તત્ત્વો અમે ક્યાંથી જાણત? સ્વરૂપ સ્થિરતા થવામાં મોટે ભાગે શાસ્ત્રો પરમ ઉપકારી બને છે. સ્વરૂપમાં સ્થિરતા કરી, પણ ત્યાં સ્થિરતા લાંબો ટાઈમ ટકવી જોઈએ ને? તે માટે પણ શાસ્ત્રો ઉપકારી છે. તમે આજે જે કંઈ બોલો છો કે આત્મા છે. આત્મા નિત્ય છે, કર્તા છે, અજર અમર છે. તે આ શાસ્ત્રો વાંચીને બોલો છો. હે પરમકૃપાળુ દેવ ! તમે “આત્મસિદ્ધિ આપી ન હોત તો અમે ક્યાં જાત? “અપૂર્વ અવસર' ન આપ્યું હોત તો મસ્ત થવા માટે શું ગાત? હવે ગાઈ શકીએ છીએ. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો. For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૭૧ અમે આત્માને ક્યાંથી જાણત? કર્મને ક્યાંથી જાણત? કર્મના સંયોગોને, દ્રવ્યોને અને મોક્ષને ક્યાંથી જાણત? જે કંઈ જાણ્યું તે સદ્ગુરુ અને સશાસ્ત્રોથી જાણી શક્યાં છીએ. તમારા કહેલાં સશાસ્ત્રો કેટલાં બધાં ઉપકારી છે? આવો ભાવ આવે અને શાસ્ત્રો વાંચો ત્યારે અંદરથી આનંદ આવશે. દેવચંદ્રજી મહારાજે ગાયું કે : જે પરિણામિક ધર્મ તમારો, તેહવો અમચો ધર્મ. અરે પ્રભુ! જેવો તમારો ધર્મ તેવો અમારો ધર્મ, પરમ પારિણામિક ભાવે અમારામાં છે, પણ શ્રદ્ધા નથી, એના કારણે વિભાવ વળગ્યો છે, માટે તમારું અને અમારું છેટું પડ્યું છે, પણ હવે છેટા નથી રહેવું, મારા માલિક ! હું તમારા વગર નહિ જીવી શકું. “ધાર તરવારની સોહિલી દોહિલી.” આ રણકાર આનંદધનજીનો છે. અને યશોવિજયજી મહારાજે કહ્યું, “પ્રભુ ! તમે તમારા હાથે મારા કપાળમાં તિલક કર્યું છે, તેથી મને મોક્ષ મળશે, પછી મને ચિંતા શેની?' આ મસ્તી ! આ ખુમારી ! આ યશોવિજયજી, આ આનંદધનજી, આ કબીર, આ મીરાં, આ તુલસી ન હોત, નરસિંહ કે નારદજી ન હોત, રામાયણ ન હોત તો ભારતનું થાત શું? આ સંસ્કૃતિના સૂત્રધાર સતશાસ્ત્રો જીવનમાં પરમ આધારરૂપ છે. ક્યારે? સદ્ગુરુનો યોગ ન હોય ત્યારે. આત્માદિ અસ્તિત્વના, જેહનિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. બિલકુલ સ્પષ્ટ કહ્યું છે. ક્યાંય ભૂલ ન થાય. પ્રત્યક્ષ સગુરુ જ ન હોય ત્યાં આધાર પણ કોને? કોમન વ્યક્તિને નહિ, સુપાત્ર હોય તેને. આજે પણ હજારો શાસ્ત્રો ધરતી ઉપર હાજર છે. કોઈપણ એક શાસ્ત્ર લો, તે તમને બચાવી દેશે. બે ભાઈઓ વચ્ચે મિલ્કતનો ઝઘડો ચાલ્યો. આ મિલ્કત મારી છે. ઓલો કહે મારી છે, મને મળવી જોઈએ. એક દિવસ બપોરે રામાયણની કથા ચાલતી હતી અને આ બંને ભાઈઓ ત્યાં ગયા. દશરથ મહારાજે રામને રાજ્ય આપ્યું. કૈકેયીએ ભરત માટે માંગણી કરી હતી. દશરથ રાજાએ રામજીને પૂછ્યું કે આ રાજ્ય ભરત માટે માંગે છે. તો હું આપું?” રામજીએ કહ્યું કે “તમે મને પૂછો છો એ મારે માટે શરમાવા જેવું છે. રાજ્ય તમારું છે. તમે ઇચ્છો તેને આપી શકો છો. તમારા સેવકને પણ આપી શકો છો અને મને ચામર વીંઝવાનું કહો તો હું તેને માટે ચામર વીંઝવા પણ તૈયાર છું. પિતાજી! મને આપ શા માટે પૂછો છો?' એ વખતે રાજ્ય તો આપ્યું પણ કૈકેયીને ફક્ત એટલું જ મંજૂર નથવાથી રામ વનવાસે ગયા. આ બંને ભાઈઓને થયું કે “આખું રાજ્ય છોડીને રામ વનવાસ ગયા છે, અને આપણે બંને ભાઈઓ સંપત્તિ માટે લડી રહ્યા છીએ ! ચાલો, For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પ્રવચન ક્રમાંક - ૧૫, ગાથા ક્રમાંક - ૧૩ આ બધી સંપત્તિ સત્ કર્મોમાં અર્પણ કરી દઈએ.' રામાયણે બંને ભાઈઓને બચાવ્યા. અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ, તે તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાજ. ૧૪ ઉપરની ગાથામાં સ્પષ્ટ થઈ ગયેલ વાત ફરી શા માટે આ ગાથામાં કહી. ઉપર જે વાત કરી તે સમગ્ર સશાસ્ત્રોની વાત કરી, ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, દ્રવ્યાનુયોગ, ધ્યાનના, યોગના, નિશ્ચયનયની પ્રધાનતાવાળા શાસ્ત્રો, વ્યવહારના શાસ્ત્રો; દ્રવ્ય, ગુણ પર્યાયના શાસ્ત્રો વગેરે અનેક ગંભીર શાસ્ત્રો છે, પણ આ બધા શાસ્ત્રોમાંથી વર્તમાનમાં ઊભેલો જે પાત્ર જીવ છે, તેના માટે શું ઉપયોગી થઈ પડે તેમ છે તે નિર્ણય વાચક નહિ કરી શકે. સદ્ગુરુ એ નિર્ણય કરી શકશે અને કહેશે. સદ્ગુરુએ જે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા આપી હોય તે શાસ્ત્રો મતાંતર એટલે મત માન્યતા, કુળધર્મ એટલે જે કુળમાં જન્મ થયો હોય, તે કુળમાં જે ધર્મ પાળતા હોય, તેને સાર્થક કરવાનો હેતુ આદિ ભ્રાંતિ છોડીને માત્ર આત્મા અર્થે નિત્ય વિચારવાં. આધ્યાત્મિક દ્રવ્યાનુયોગ જેવા ગંભીર શાસ્ત્રોનો અભ્યાસ પ્રત્યક્ષ ગુરુ-જ્ઞાની પુરુષના ચરણોમાં રહીને જ કરવા જેવો છે. નહિ તો શાસ્ત્રો વિપરીત અસર કરી શકે તેમ છે, માટે કહ્યું કે પોતાની મતિ કલ્પના અને પસંદગી પ્રમાણે જો શાસ્ત્રો વાંચે તો એક દોષ સ્વચ્છેદ પોષાય, બીજો દોષ વિપરીત બુદ્ધિ ગાઢ થાય, ત્રીજો દોષ અજ્ઞાન દશામાં જ્ઞાન દશા મનાઈ જાય અને શાસ્ત્ર અભિનિવેશ નામનો ચોથો દોષ ઉત્પન્ન થાય. તેની વિચારણા પછી કરીશું. જ્ઞાનની વાત કરવી તો બહુ ગમે છે. આત્મા જ્ઞાની છે, દ્રષ્ટા છે, ખાતો નથી, પીતો નથી, પરંતુ આચરણમાં ઉતારી શકતો નથી, આચરવાની વાત કરે તો રાજાની ચિઠ્ઠી આવી એવું લાગે, “જૈસે કૂપકી ચિટ્ટિ.' રાજાની ચિઠ્ઠી આવે એટલે ફફડાટ થાય. ગમે નહિ. દ્રવ્યની, ગુણની, પર્યાયની, અનાસક્તિની, સાક્ષી ભાવ, જ્ઞાતા, દ્રષ્ટા, કર્તા, અકર્તા, આદિ જ્ઞાનની વાતોમાં બહુ મઝા આવે, પણ આચરણની વાત કે અભ્યાસ કરવાની વાત આવે તો કડવું લાગે. તે વખતે સદ્ગુરુ હશે તો કહેશે કે ભાઈ, તારા માટે આ શાસ્ત્ર કામનું નથી અને તારા માટે આ શાસ્ત્ર કામનું છે. આ ગાથા બાકી છે. ફરી વિગતવાર ચર્ચા કરીશું. ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક - ૧૬ ગાથા ક્રમાંક ૧૪ શાસ્ત્રો કઈ રીતે વિચારવા ? અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ, તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. (૧૪) ટીકા ઃ અથવા જો સદ્ગુરુએ તે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા દીધી હોય, તો તે શાસ્ત્રો મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવાનો હેતુ આદિ ભ્રાંતિ છોડીને માત્ર આત્માર્થે નિત્ય વિચારવાં. (૧૪) ૧૭૩ તેરમી ગાથાથી એક મહત્ત્વની વાત કરી છે. સાધક, સાધક તરીકે જીવવાનો જ્યારે પ્રારંભ કરે છે, ત્યારે તેના જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. સંસારી જીવને ઘણી સમસ્યાઓ છે, તેમ સાધકને પણ સમસ્યાઓ છે, પણ સાધકની સમસ્યાઓ રચનાત્મક છે, તેનો હેતુ છે, તેના મનમાં ઝંખના છે, તેને કંઈક પ્રાપ્ત કરવું છે, તેના મનમાં તાલાવેલી છે, તેને નિશ્ચિત કોઈ સ્થાને પહોંચવું છે, તેને કંઈક અનુભૂતિ કરવી છે, અનુભવ કરવો છે. તે અનુભૂતિ કરવામાં સાધક પરિબળો અને અવરોધક પરિબળો જાણવા પડે, અવરોધ એટલે અંતરાય કરનારા પરિબળો. સહાય કરનારા પરિબળો પણ છે અને અંતરાય કરનારાં પરિબળો પણ છે, તે બંનેને સાધકે સમજી લેવા જોઈએ. તેરમી ગાથામાં એક મોટું આશ્વાસન આપણને આપ્યું કે સદ્ગુરુ પ્રાપ્ત થશે જ થશે, કોઈ શંકા નહિ. સાધકે મુમુક્ષુતા પ્રગટાવવાની છે, સદ્ગુરુ શોધવા જવાની જરૂર નથી. મુમુક્ષુતા, તાલાવેલી, જિજ્ઞાસા, અભિપ્સા, ઝંખના હશે તો સદ્ગુરુ આવીને આપણા દ્વાર ખખડાવશે. વ્યવહારમાં અલંકારિક ભાષામાં એમ કહેવાય કે જેમ મુમુક્ષુ સદ્ગુરુની શોધમાં છે. તેમ સદ્ગુરુ પણ મુમુક્ષુની શોધમાં છે. જેમ ખેડૂત સારું ખેતર શોધે છે, કારણ કે તેને વાવેતર કરવું છે, જેમ વેપા૨ી સારો ભાગીદાર શોધે છે કારણ કે ધંધો કરવો છે. તેમ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પ્રવચન ક્રમાંક - ૧૬, ગાથા ક્રમાંક - ૧૪ સદ્ગુરુ પણ મુમુક્ષુને-સાધકને શોધે છે. તેઓને જે કંઈ આપવું છે, જે કંઈ રેડવું છે, જે અમૃત વહેવડાવવું છે, જે વાવેતર કરવું છે, તે મુમુક્ષુના હૃદયમાં કરવું છે. સદ્ગુરુની કરુણા અને મુમુક્ષની યોગ્યતા મળીને ગુરુ શિષ્યની સંધિ થાય છે. એટલા માટે આનંદઘનજીએ કહ્યું કે “ઉભય મિલ્યા હોય સંધિ', સદ્ગુરુમાં કરુણા હોય અને મુમુક્ષુમાં પ્રગાઢ વૈરાગ્ય, તીવ્ર તાલાવેલી અને તમન્ના હોય ત્યારે સંધિ થાય. - સદ્ગુરુ પ્રાપ્ત નથી થયા, નથી મળ્યાં ત્યાં સુધી મુશ્કેલી છે. એમના દર્શન આપણને થયા નથી, ત્યાં સુધી સાધકે શું કરવું? કોઈ ઉપાય ખરો? કોઈ આલંબન ખરું? કોઈ ટેકો ખરો? કોઈના શરણે જવા જેવું ખરું? એ દરમ્યાન વચગાળામાં સાધક કરે શું? તે વખતે સદ્ગુરુ કહે છે કે નિરાશ થવાની જરૂર નથી. એક બીજો દરવાજો ખૂલે છે, અને તે એ છે કે, આત્માદિ અસ્તિત્વનાં, જેહનિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. જ્ઞાની પુરુષ વાત કરે છે ત્યારે ક્રમબદ્ધ અને સર્વાગીણ વાત કરે છે. જેમાં આત્માનાં અસ્તિત્વનું પ્રતિપાદન કર્યું હોય તે શાસ્ત્રો લેવા. આ એટલા માટે સ્પષ્ટતા કરી કે શાસ્ત્ર શબ્દથી ઘણાં શાસ્ત્રો આવે તેથી શાસ્ત્ર શબ્દ પૂરતો નથી, તેથી પહેલાં પદમાં તેનું વિશેષણ મૂકી સ્પષ્ટતા કરી. પહેલી વાત તો એ છે કે સમગ્ર સાધનાની આધારશીલા આત્મા છે, અને આત્માનું હોવાપણું બુદ્ધિમાં, સમજણમાં, બોધમાં નક્કી ન થાય ત્યાં સુધીમાં સાધક કરશે શું? મોટા ભાગની સાધના આત્માના હોવાપણાનો નિર્ણય કર્યા વગર થાય છે. સાધના કરે છે તે ખોટું નથી, પણ આત્માનો નિર્ણય જોઈએ. જેમ આપણે સ્ટેશન માસ્તર પાસે જઈએ અને તેઓ પૂછે કે કઈ ટિકિટ આપું? આપણે એમ તો ન કહીએ ને, કે ગમે તે આપો. આપણે નિર્ણય લેવો પડે કે મારે આ શહેરની ટિકિટ જોઈએ છે, તેમ સાધકનો પણ નિર્ણય જોઈશે. પહેલો નિર્ણય આત્માનું હોવાપણું છે. પર્ષદમાં પ્રથમ પદ “આત્મા છે.” આ સતુ ઉપર એટલે અસ્તિત્વ પર ભાર મૂક્યો, હોવાપણા ઉપર ભાર મૂક્યો. જેમ હોવાપણું છે, તેમ પરલોક આદિ પણ છે, તેવો ઉપદેશ જેમાં કરવામાં આવ્યો છે, તેનું નામ શાસ્ત્ર છે. આ શાસ્ત્રની પરિભાષા સમજી લેવી જરૂરી છે. આ પરિભાષાથી ઘણાં શાસ્ત્રો બાકાત થઈ ગયા, દૂર થઈ ગયા. આત્માનું હોવાપણું, પરલોક આદિનું પણ હોવાપણું જેમાં છે તે શાસ્ત્ર. પણ એક વાત અત્યંત મહત્ત્વની છે કે એવાં શાસ્ત્રો પ્રત્યક્ષ સરુનો યોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધાર છે. આ સુપાત્ર શબ્દ કેમ વાપરવો પડ્યો ? યોગ્યતા અને For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૭૫ લાયકાત પ્રત્યેક ક્ષેત્રમાં અત્યંત મહત્ત્વની છે. વસ્તુનો ઉપયોગ કરવાની કળા પાત્રતા, યોગ્યતા, લાયકાત વિના પ્રાપ્ત થતી નથી. એ પાત્રતા જો ન હોય તો શાસ્ત્રોથી હિત, મંગલ કે કલ્યાણ થવાના બદલે બીજી મુશ્કેલીઓ ઊભી થાય છે. સાધનામાં મુખ્ય અવરોધો ચાર છે. ઉપનિષદમાં તે માટે વાસના શબ્દ વાપર્યો છે. જે વૃત્તિ, જે વિચાર, જે વિકલ્પ, જે ક્રિયા વારંવાર કરવાના કારણે અંદરમાં દઢ થઈ જાય તેને કહેવાય છે-વાસના. વિચાર કે વૃત્તિ બદલાવવી સહેલી, ક્રિયા બદલાવવી સહેલી પણ તે વાસનાનું સ્વરૂપ જો ધારણ કરે તો બદલવું કઠિન થઈ પડે છે. પહેલી છે ધનની વાસના. ધન વ્યાપક શબ્દ છે. ધન એટલે ઈન્દ્રિયોનાં સુખો માટે જોઈતી સામગ્રી મેળવવા માટેનું સાધન. ઈન્દ્રિયો છે અને ઈન્દ્રિયોના વિષયો છે, અને વિષયો ભોગવવા માટે તેની સામગ્રી જોઈએ. સામગ્રી ક્યાંથી લાવશો? સામગ્રી મેળવવા માટે વિનિમયનું જે સાધન તેનું નામ ધન. જ્યાં જ્યાં ઈન્દ્રિયો છે અને જ્યાં જ્યાં ઈન્દ્રિયોને વિષયો ભોગવવાની વૃત્તિ છે, ત્યાં ત્યાં ધનવાસના છે. ધનવાસના માત્ર મનુષ્યમાં જ છે તેમ નથી. પશુઓ અને દેવોની અંદર પણ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “તિર્યંચ તરુના મૂળ, રાખી રહ્યો ધન ઉપરે રે, વૃક્ષની નીચે કોઈએ ખજાનો દાટ્યો હોય તો વૃક્ષ વિકાસ પામતું પામતું જ્યાં ખજાનો દાટ્યો છે તેના ઉપર પોતાના મૂળિયા ફેલાવી દે છે. એને બજારમાં ખરીદી કરવા જવું નથી કે ઝવેરી બજારમાં હીરા માણેક લેવા જવું નથી, પણ એ વૃક્ષ પોતાના મૂળિયા ફેલાવી એ ધનને ઢાંકી દે છે. એ વાત નિશ્ચિત છે કે વૃક્ષના કામમાં ધન આવવાનું નથી, તે ધન વાપરી શકવાનું નથી, તો પછી આમ કેમ થાય છે? એને કહેવાય છે ધનની વાસના. માર્ગમાં સૌથી પ્રબળ અવરોધ આવતો હોય તો આ સંગ્રહ કરવાની વાસના છે, તે આપણને અટકાવે છે, રોકે છે. આપણા માર્ગમાં અંતરાય ઊભો કરે છે. એટલા જ માટે એમ કહ્યું કે જ્યાં સુધી ઈન્દ્રિયોના ભોગોની વાસના અંદરમાં મજબૂત હશે ત્યાં સુધી ધન પાછળની દોડ તીવ્રપણે રહેશે જ. તમે ધનની પાછળ દોડો છો કે તમને તમારી વાસના દોડાવે છે? તમે સજ્જન માણસ છો, પણ આ વાસના દોડાવે છે. પ્રબળ છે આ ધનની વાસના. બીજી સંતતિની વાસના છે. આપણો અહંકાર વ્યાપક રૂપમાં કામ કરે છે. અહંકાર આપણા મન, બુદ્ધિ અને ભાવની ઉપર પ્રેસર કરતો હોય છે. તું તો જભ્યો, પણ તારો વારસો જગતમાં અખંડ રહેવો જોઈએ, ઐતિહાસિક પાત્ર બની જવું જોઈએ. શાસ્ત્રમાં એક મઝાની વાત કરી છે કે ચક્રવર્તી છ ખંડ સાધે છે. ત્યારે ઋષભકૂટ પર્વતના પૂર્વભાગ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પ્રવચન ક્રમાંક - ૧૬, ગાથા ક્રમાંક - ૧૪ ઉપર કાકિણી રત્નથી પોતાનું નામ લખે છે. વળી નવો ચક્રવર્તી આવીને જૂના ચક્રવર્તીનું નામ ભૂંસી નાખીને પોતાનું નામ ત્યાં લખે છે અને પછી આગળ જાય છે. કોઈકે જ્ઞાનીને પૂછ્યું કે આવાં કેટલાં ચક્રવર્તીઓના નામો ભૂંસાયા હશે? જ્ઞાની કહે છે કે અનંત ચક્રવર્તીઓનાં નામ ભૂંસાયા છે. આવું હોવા છતાં આપણને એમ જ છે કે હું કાયમ રહું, મારી પરંપરા કાયમ રહે, મારો વંશવેલો ચાલુ રહે. સંતતિ પ્રત્યેની વાસના આટલી પ્રબળ હોય છે. ત્રીજી છે લોકવાસના. આને શાસ્ત્રોમાં લોકેષણા કહે છે. તે સૌથી વધારે અવરોધ કરનારી છે. પરમકૃપાળુ દેવે કહ્યું છે કે “લોકસંજ્ઞા જેની જિંદગીનો ધૃવકાંટો છે, તે પરમાર્થ માર્ગને કદી પામી શકતો નથી.' લોકસંજ્ઞા એટલે મને લોકો માને, મને પૂજે. એક જગ્યાએ કોઈક રાજકીય નેતાનું સન્માન થતું હતું. પચાસ હાર ચડાવવામાં આવ્યાં. કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી તેમણે સેક્રેટરીને પૂછ્યું, “પાંચ હાર ક્યાં ગુમ થઈ ગયા? મેં તો પંચાવન હારના પૈસા આપેલ છે. ચડાવવામાં તો પચાસ જ વપરાણા.” આ શું? પોતાના પૈસા, પોતાનું માથું, પોતાનો માણસ. આમાં શી મઝા આવતી હશે? આ લોકવાસના છે. એને મોટાઈ જોઈએ છે. કાં તો હું લોકોને રાજી રાખું, કાં તો લોકો મને રાજી રાખે, પણ સાહેબ! આ લોકો રાજી થયા નથી અને લોકો કદી પણ તમને રાજી રાખશે પણ નહિ. ભગવાન કૃષ્ણ અને ભગવાન રામજીને પૂછો, મહાવીર સ્વામીજીને પૂછો. લોકોએ એમને રાજી રાખ્યાં? લોકોથી તેઓ રાજી રહ્યાં? આ લોક સંજ્ઞા બહુ જ પ્રબળ છે. આ પ્રબળ સંજ્ઞા માત્ર સંસારી જીવોને જ પજવે છે એવું નથી, પણ સાધુઓને પણ પજવે છે. જ્ઞાનીઓ તથા વિદ્વાનોને પણ પજવે છે. વક્તાઓ અને કથાકારને પણ પજવે છે. ગાદીના મહંતોને પણ પજવે છે. બીજું કાંઈ નહિ, લોકો મને જાણે. તારે કરવું છે શું, જણાવીને? તું તને જાણ ને. લોકસંજ્ઞા જેની જીંદગીનો ધ્રુવકાંટો છે તે પરમાર્થ માર્ગને કદી પામી શકતો નથી.” શૂન્ય થઈ જઈએ, એકદમ શૂન્ય થઈ જઈએ, અને એવી શૂન્યતા જ્યારે જીવનમાં આવે છે ત્યારે પરિપૂર્ણ થઈ જવાય છે. શૂન્ય થઈએ તો પૂર્ણ સાથે આપણો મેળાપ થાય. પૂર્ણ જગતમાં હાજર છે. અહંકાર અને લોકવાસનાથી શૂન્ય થવાય ત્યારે પૂર્ણ સાથે મેળાપ થાય. અને ચોથી પ્રબળ વાસના છે શાસ્ત્ર વાસના. આ વાતને જરા જાગૃતિપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો. નહિ તો ગેરસમજણ જરૂર થશે. મુમુક્ષુ અવસ્થામાં સાધનામાં ઉપયોગી થાય તે માટે શાસ્ત્રો વાંચવા, જાણવા અને અવગાહન કરવાં એ જુદી વાત છે, પણ શાસ્ત્રમાં કહેલ શબ્દોનો પોતાની બુદ્ધિ પ્રમાણે અર્થ કરીને, તેમાં અટવાઈ જવું તથા શાસ્ત્રોના અર્થો બદલવાં તે દર્શનમોહનું કામ છે. અનેક જન્મોમાં ફરતાં ફરતાં અનેક વૃત્તિઓનો આપણે For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૭૭ પ્રગાઢ અનુભવ કર્યો છે, માટે આપણી પાસે પૂર્વના સંસ્કાર છે, અને જ્યારે જ્યારે બુદ્ધિ મળી ત્યારે ત્યારે શાસ્ત્રો વાંચ્યા હશે અને પોતાની બુદ્ધિ પ્રમાણે અર્થ કર્યો હશે તેથી આપણે સ સુધી પહોંચી શક્યા નથી. ઊંડાણથી વિચારજો. દર્શનમોહ જે કામ કરે છે તેની આપણને ખબર નથી. તેનું ગૂઢ કામ છે. જેટલી બુદ્ધિ તીવ્ર, હાઈલી આઈ ક્યુ લેવલ, તેનાથી કાં તો શાસ્ત્રોની સ્પષ્ટતા કરશે, કાં તો પોતાના મનમાં ગૂંચવણો ઊભી કરશે. બુદ્ધિપૂર્વક જે મિથ્યા માન્યતા, વિચારો સ્વીકારવા, એમાંથી જે ઊભાં થાય એને કહેવાય છે મતમતાંતરો, એને કહેવાય છે સંપ્રદાય. ધર્મમાં સંપ્રદાયને અવકાશ નથી. ધર્મમાં મતને અવકાશ નથી, પણ અહીં બે પરિબળો કામ કરે છે. એક દર્શનમોહ અને બીજું પરિબળ છે તીવ્ર બુદ્ધિ. તમે એમ પૂછશો કે જો આ બુદ્ધિની સમસ્યા છે તો શું બુદ્ધિ કાઢી નાખીએ? બુદ્ધિ વગરના અને જડ બની જઈએ? શાસ્ત્રો કહે છે કે ના. એ બુદ્ધિને પ્રજ્ઞામાં રૂપાંતર કરવી છે, દુરાગ્રહમાં રૂપાંતર કરવી નથી, માન્યતાઓમાં રૂપાંતર કરવી નથી, મતાગ્રહમાં રૂપાંતર કરવી નથી. તત્ત્વ જેમ છે, સત્ય જેમ છે એમ સ્વીકાર કરવો તેને કહેવાય છે પ્રજ્ઞા. પ્રથમ ત્રણ વાસનાઓ વૈરાગ્યથી દૂર થશે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ.” આ તમે સાંભળશો અને સમજશો તો કદાચ વૈરાગ્ય ઉત્પન્ન થાય. કદાચ શબ્દ એટલા માટે વાપરું છું કે હજી સુધી થયો નથી, પણ કદાચ થાય. ઘર પ્રત્યે વૈરાગ્ય થાય, ધનની મૂછ ઓછી થઈ જાય, પુત્રવાસના અને લોકવાસના વૈરાગ્યથી દૂર થાય, પણ શાસ્ત્ર વાસના વૈરાગ્યથી દૂર થઈ શકતી નથી. શ્રીમદ્જીએ કહ્યું છે કે વૈરાગ્યથી ધનવાસના દૂર થશે, વૈરાગ્યથી લોકવાસના અને પુત્ર વાસના દૂર થશે, પણ વૈરાગ્યથી શાસ્ત્ર વાસના દૂર નહિ થાય. વૈરાગ્યની પરાકાષ્ટા નગ્નતા અર્થાતુ બધાં વસ્ત્રો પણ છોડ્યાં, દિગંબર થયાં, વૃક્ષ નીચે બેસી ધ્યાન કરે, ગરમીમાં તપે, ઠંડીમાં ઠરે, વરસાદમાં પલળે, વૃક્ષ નીચે ઊભા રહે, પશુઓ આવે છે, અવાજ કરે છે, ડંખ મારે છે. સહન કરે છે. આથી વધારે વૈરાગ્યની વિભાવના કરી શકાય નહિ. આવો વૈરાગ્ય હોવા છતાં તેને શાસ્ત્રના નામે મિથ્યા આગ્રહ હોઈ શકે છે. આ વાસના સતુ પાસે જતાં અટકાવે છે. સત બહુ દૂર નથી. સત સરળ છે. સત તો પ્રગટ છે. સત સમીપ-નજીક છે. પરમ નિધાન પ્રગટ મુખ આગળ; જગત ઉલ્લંઘી હો જાય, જિનેસર. ધર્મ જિનેસર ગાવું રંગશું. (આનંદધનજી મ.) ખજાનો આપણી પાસે છે. સત અપ્રગટ નથી. સત છૂપું નથી. સત્ય કઠિન કે ગહન For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પ્રવચન ક્રમાંક - ૧૬, ગાથા ક્રમાંક - ૧૪ નથી. સત્ય વાંકુ ચૂકું નથી. સત્ય ગુંચવાડાવાળું નથી. સત્ય સરળ છે, સુગમ છે. તમારી નજીકમાં નજીક તમારું શરીર છે, તેથી પણ વધારે તમારી નજીક સત છે. આવું નજીક સત હોવા છતાં મિથ્યા આગ્રહના કારણે સતની પ્રાપ્તિ થતી નથી. શાસ્ત્રવાસનાના કારણે મતમાં, માન્યતાઓમાં અટવાયેલો રહેશે. ઘણી વખત જ્ઞાની પુરુષ પાસે ગયો પણ પોતાનો મત અને માન્યતા લઈને ગયો. હું આ પ્રમાણે માનું છું. તમારે શું કહેવું છે? એને તો પોતે જે માને છે તેના ઉપર જ્ઞાની પુરુષોનો સિક્કો લગાડવો છે. હું જે માનું છું તેના ઉપર તમે સહી કરી આપો. “તું કહે છે એ સત્ય છે', તેવું કહેનારા ગુરુ મળે ત્યારે એમ થાય કે મોક્ષ તો આપણા હાથમાં છે, પણ વાસ્તવમાં એમ નથી. શાસ્ત્રો જ્યારે જીવનમાં આવે છે ત્યારે સાધક સમજતો નથી કે પોતાના જીવનમાં કેવી સમસ્યા, કેવી ગૂંચવણ પેદા થાય છે. બરાબર સમજી લો. શાસ્ત્રનો દોષ નથી પણ તે જેના હાથમાં આવે છે તે વ્યક્તિના તેના પ્રત્યેના અભિગમ ઉપર આધાર છે. જગત શેમાં રોકાયું છે? મોટાભાગનું જગત ધનમાં, પુત્ર વાસનામાં, અને લોકવાસનામાં રોકાયું છે, પણ તેના કરતાં પણ મોટી શાસ્ત્રવાસના છે, તેમાં રોકાયું છે, અને તેથી જ આટલા દર્શનો, આટલી માન્યતાઓ, આટલા મતમતાંતરો છે. એક ભાઈ બાર વર્ષ કાશીમાં વ્યાકરણ ભણીને આવ્યા અને ખીચડી કરવા બેઠા. ખીચડી હાંડલીમાં તૈયાર થઈ. ખદબદ અવાજ આવવા લાગ્યો. તેણે જોયું કે મારા વ્યાકરણ શાસ્ત્રમાં ખદ બદ નામનો પ્રયોગ આવ્યો નથી. આ ખોટું બોલે છે, આ ઉચ્ચાર ખોટો કરે છે. કહ્યું કે ઉચ્ચાર શુદ્ધ કર. હું બાર વર્ષ કાશીમાં વ્યાકરણ ભણેલ છું, વૈયાકરણી છું. બરાબર ભણ્યો છું, ખદબદ શબ્દ વ્યાકરણમાં આવતો નથી. તું ખદબદ કેમ બોલે છે ? હાંડલી ક્યાંથી સમજે કે પંડિતને શું કહેવું છે? તેણે બીજી વખત તથા ત્રીજી વખત કહ્યું. પાછળ ધોકો પડ્યો હતો. તેણે હાંડલી ઉપર પછાડ્યો.હાંડલી તૂટી ગઈ અને ખીચડી પડી ચૂલામાં. આ પંડિતાઈની અને વિદ્વતાની મુશ્કેલી છે. શાસ્ત્રો તમારા હાથમાં આવશે ત્યારે તેના શબ્દોની મુલવણી તમે કેવી રીતે કરો છો? તમે તેનું અર્થઘટન કેવી રીતે કરો છો? તમે તેમાં સાર તત્ત્વ શું સમજ્યા? તમારો તેના પ્રત્યે કેવો અભિગમ છે? તમે એમાંથી શું શોધો છો? શું પરિશીલન, શું અનુશીલન, શું અવગાહન કરો છો? તેના ઉપર આધાર છે. - સદ્દગુરુ અને શાસ્ત્ર, બંને વચ્ચે ફરક છે. તમે મિથ્યા અર્થ કરશો તો સદ્ગુરુ બોલશે પણ અસગુરુ, કુગુરુ કે શાસ્ત્રો નહિ બોલે. સગુરુ હાથ પકડશે કે આ મિથ્યા છે. શાસ્ત્રો નહિ બોલે, માટે એમ કહ્યું કે શાસ્ત્રો સતના સમીપ પણ લઈ જઈ શકે અને શાસ્ત્રો For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૭૯ સતથી વિમુખ પણ કરી શકે. શાસ્ત્રો તટસ્થ અને મધ્યસ્થ છે. માટે આનંદધનજીએ કહ્યું કે, ‘સઉ રે સુનો ભાઈ, વલોણું વલોવે તો, તત્ત્વ અમૃત કોઈ પાઈ.’ સાંભળો ભાઈઓ, વલોણું વલોવો. વિચાર કરો, ચિંતન કરો, મનન કરો, બુદ્ધિને પ્રજ્ઞામાં રૂપાંતરિત કરો. તત્ત્વનું ઊંડાણથી જો ચિંતન કરો તો કદાચ માખણ તમારા હાથમાં આવે. શાસ્ત્રો માખણને પ્રાપ્ત કરવા માટે છે. છાશમાં અટવાવવાની જરૂર નથી. શબ્દો છાશ જેવા છે. એક બહુ મહત્ત્વની વાત પરમકૃપાળુ દેવે આ ગાથામાં કરી છે. હવે આ ગાથા સમજીએ. ‘અથવા’ આ શબ્દ વાપર્યો. અથવા એટલે કંઈક કહેવું છે તે પહેલાં મહત્ત્વની વાત કરી. આત્માદિ અસ્તિત્વના, જેહનિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્ગુરુયોગ નહિ ત્યાં આધાર સુપાત્ર. પછી એ ભાવ ઊઠ્યો આ ગાથામાં કંઈક ખૂટે છે. કંઈક ઓછપ છે. કંઈક ઉમે૨વા જેવું છે. અને ઉમેર્યું. શું ઉમેર્યું ? ‘અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ.’ ઠેર ઠેર વચનામૃતમાં પરમકૃપાળુદેવે સૂચનો આપ્યાં છે. તમે યોગવશિષ્ઠનું વાંચન કરજો. યોગવશિષ્ઠના બે પ્રકરણો, વૈરાગ્ય પ્રકરણ અને ઉપશમ પ્રકરણ, તેનું વાંચન કરજો. વિચાર સાગરનું વાંચન તમે કરજો. પરમાનંદી પંચવિંશતિનું તમે વાંચન કરજો. તમે યોગદૃષ્ટિ સમુચ્ચય ઉપરથી આઠ દૃષ્ટિની જે સજ્ઝાયો છે, તેનું વાંચન કરજો. શાંત સુધારસ અને અધ્યાત્મસારનું ભાવન કરજો. જ્ઞાની પુરુષે જેમના માટે કહ્યું, એમનું વ્યક્તિત્વ જાણીને કહ્યું છે. એમને એમ લાગ્યું કે આને વૈરાગ્યની જરૂર છે, આને ઉપશમની જરૂર છે. વૈરાગ્ય અને ઉપશમ દૃઢ થયા સિવાય આને જ્ઞાન પચશે નહિ. એમણે સમયસારની કે નિયમસારની વાત ન કરી. દ્રવ્યાનુયોગ કે પંચાસ્તિકાયની વાત ન કરી. એમણે એમ કહ્યું કે તમારો વૈરાગ્ય અને ઉપશમ તમે દૃઢ કરો. જેના વૈરાગ્ય-ઉપશમ દૃઢ થયા છે, તેઓ એમાં ને એમાં ન અટકે માટે તેઓને એમ કહ્યું કે તમારે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવો. પરમ ગંભીર શાસ્ત્ર સમયસાર આદિનો તમારે અભ્યાસ કરવો. કારણ તમારે એની જરૂર છે. પણ જેને જૈન દર્શનનો પરિચય નથી, સાંપ્રદાયિક પરિચય નથી, એને પણ માર્ગે વાળવો છે તેથી તેને એમ કહ્યું કે તમે યોગવશિષ્ઠનું વાંચન કરો. પરમકૃપાળુ દેવ જાતે નથી કહેતા કે હું જે કહું છું તે બરાબર છે. તેઓ પૂર્વના જ્ઞાની પુરુષોએ લખેલા શાસ્ત્રોને આગળ કરે છે. તેમણે મનસુખરામ શિવરામ દેસાઈ જેવા વિદ્વાનને ભલામણ કરી કે ‘તમે ષડ્ગર્શન સમુચ્ચય, જે હરિભદ્રસૂરિ મહારાજ રચિત છે તેનું વાંચન અને અધ્યયન કરજો, અવગાહન કરજો.' For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પ્રવચન ક્રમાંક - ૧૬, ગાથા ક્રમાંક - ૧૪ કોઈ દવા તમે તમારી જાતે લો, તેનું પરિણામ કદાચ સારું આવે અને ઘણીવાર ઉલટું પણ આવે, પણ નિષ્ણાત ડૉક્ટરોએ કહ્યું હોય કે આ દવા લો તો તે દવાનું વિપરીત પરિણામ ન આવે, માટે એમ કહ્યું કે શાસ્ત્ર સુપાત્ર જીવને આધાર છે. પણ તેથી વિશેષ આધાર “સરુએ કહ્યાં’ એના ઉપર છે. બહુ આનંદની વાત કે સદ્દગુરુ એમ કહે તમે આત્મસિદ્ધિ વાંચજો, સદ્ગુરુ એમ કહે કે તમે અધ્યાત્મસાર જોજો, સદ્ગુરુ એમ કહે કે જ્ઞાનસાર જોજો, તેનો અર્થ એવો થાય કે આપણાં માટે જે યોગ્ય છે તેની પસંદગી કરીને સદ્ગુરુએ આજ્ઞા કરી. આપણને પણ વાંચતી વખતે આનંદ થાય કે મારા સદ્દગુરુદેવે આ શાસ્ત્રનું અવગાહન કરવાનું કહ્યું છે, એટલે કરું છું. “અથવા સદ્ગુરુએ કહ્યા, જે અવગાહન કાજ', આટલા વાક્યથી પૂરું થતું નથી. વચમાં બીજી ભલામણ, ચેતવણી આપી. “આ શાસ્ત્રો મત મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવાનો હેતુ આદિ ભ્રાંતિ છોડીને માત્ર આત્માર્થે નિત્ય વિચારવાં.” શું કરવા કહ્યાં? મતમતાંતર માટે? અલગ ચોકો કે અલગ વાડા માટે? અલગ માન્યતા માટે? અલગ ગ્રુપ ઊભા કરવા માટે? ના, ના. આ શાસ્ત્ર સર્વ કહ્યાં વિશેષ જીવ કરવા નિર્મળો. આ શાસ્ત્રો નદી છે, આ શાસ્ત્રો ગંગા છે. ગંગામાં સ્નાન કરીને જેમ મળ દૂર કરવાનો છે તેમ શાસ્ત્રરૂપી નદીમાં સ્નાન કરીને આત્માને નિર્મળ કરવાનો છે. આત્મા નિર્મળ કરવા માટે આ શાસ્ત્રો છે. મત મતાંતરોની સ્થાપના કરવા આ શાસ્ત્રો નથી. આટલાં જોરશોરથી જ્ઞાની પુરુષો કહેતાં આવ્યાં છે. હર યુગમાં જ્ઞાની પુરુષો જન્મ્યાં છે, અને તેમણે મત મતાંતરોના ત્યાગ માટે વાત કરી છે, તો સામી બાજુમાં મતમતાંતરો મજબૂત કરનારા પણ જમ્યાં છે, અને તેમણે આ જ કામ કર્યું છે કે જેથી મતમતાંતર મજબૂત થાય. મતમતાંતરના વાડા તૂટે તેવું કામ એક વર્ગે કર્યું છે. જે કુળમાં જન્મ્યા હશો તે કુળની કોઈ ને કોઈ પરંપરા તમને પ્રાપ્ત થશે, તે કુળધર્મ વિશે સરસ વાત આનંદઘનજીએ કહી : બંભણકે ઘર નહાતી ધોતી, જોગી કે ઘર ચેલી, કલમા પઢ પઢ ભઈ રે તુરકડી આપ હી આપ અકેલી, અવધૂ ઐસો જ્ઞાન વિચારી. આ વૃત્તિ, આ બુદ્ધિ જ્યાં ગઈ ત્યાં જે મત હતો, જે માન્યતા હતી, જે પ્રતીતિ હતી, જે સંયોગો હતાં, તેમાં ઢળી ગઈ. બુદ્ધિ હંમેશા મતમાં ઢળી જાય છે, તે સમાં ઢળી નથી. બુદ્ધિ હંમેશા માન્યતામાં ઢળી છે, તે અન્વેષણમાં ઢળી નથી. બુદ્ધિ આગ્રહમાં ઢળી છે, નિરાગ્રહમાં ઢળી નથી. આનંદઘનજીએ કહ્યું છે કે બંભણકે ઘર નાતી ધોતી’–બ્રાહ્મણના ઘેર વૃત્તિ જાય For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૮૧ ત્યારે કહેશે નહાવું ઘોવું, બસ આ આપણો ધર્મ. એક વૈદ્ય સીંગાપોર લોટો લઈને ગયા. લોટાને સાફ કરે, ઘસે અને એમાં જ પાણી પીએ. હિન્દુસ્તાનમાં આવ્યા પછી તેઓ લોકોને કહે “દેખો હમ સીંગાપોર મેં રહે, સબ કિયા, દારૂ પિયા, માંસાહાર કિયા, દુસરા ભી જો કામ થા વો ભી સબ કિયા, લેકિન લોટા બરાબર ચોખ્ખા કિયા.' આનો ધર્મ લોટામાં આવ્યો. કોઈનો ધર્મ લોટામાં તો કોઈનો ધર્મ સોટામાં. પરમકૃપાળુદેવ “ઉદ્ઘોષણા કરે છે. કરી મતાંતર ત્યાજ્ય. શાસ્ત્રો જે વખતે વાંચો તે વખતે કુલધર્મને મતને લઈને બેસો નહિ. જોગી કે ઘર ચેલી', બાવાઓના ઘેર જાય ત્યારે ચલમ ભરે. ચલમ ભરવી, ચિપિયો રાખવો, પછાડવો આ બાવાઓનું મોટું કામ. “કલમા પઢ પઢ ભાઈ રે તુરકડી', મુસલમાનના ઘરમાં ગયાં તો કલમો પઢી પઢીને તે તુરકડી થઈ. આ બુદ્ધિ જ્યાં ગઈ ત્યાં ઢળી ગઈ. બુદ્ધિ સત્ય તરફ ઢાળવી એવું શાસ્ત્ર કહે છે. તે પ્રમાણે જે કરે તે મુમુક્ષુ. આ મોટું કામ છે. ભ્રાન્તિ છોડીને બુદ્ધિને વાળવી પડશે. બહુ દુઃખની વાત છે કે શાસ્ત્રો બ્રાન્તિ દૂર કરવા માટે છે, તેના બદલે શાસ્ત્રોનો ઉપયોગ ભ્રાન્તિ વધારવા માટે કરવામાં આવે તો જીવનો છૂટકારો કેવી રીતે થાય? કયો આધાર છે તેના માટે ? તમામ શાસ્ત્રો આત્માર્થે જ વિચારવાં. આત્માનું હિત કે આત્મલક્ષ રાખી, જ્ઞાની પુરુષ પાસે અભ્યાસ કરવા યોગ્ય છે. અધ્યાત્મ શાસ્ત્રો, ખાસ કરીને દ્રવ્યાનુયોગના પરમ ગંભીર શાસ્ત્રો જીવંત જ્ઞાની પાસે તેના સમીપમાં રહીને અભ્યાસ કરવા યોગ્ય છે. અથવા તેમની આજ્ઞાએ આરાધન કરવા યોગ્ય છે. આવું આરાધન તમે નિત્ય કરજો. જો આ પ્રમાણે ન કરે તો શું થાય? ચાર પરિણામો આવે. પહેલું પરિણામ સ્વચ્છેદ પોષાય.” આગળની ગાથામાં કહ્યું છે કે આધ્યાત્મિક સાધનામાં પ્રવેશ જેને કરવો છે તેણે સૌથી પહેલું કામ શું કરવું પડે કે જે કર્યા વગર આધ્યાત્મિક સાધનાનો પ્રારંભ કોઈ સંજોગોમાં થઈ શકે નહિ, તેથી પરમકૃપાળુ દેવ કહે છે કે “રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. આ અદ્ભુત ગાથા છે. અનંતકાળમાં જીવને જે ભ્રમણા થઈ છે, તેનું જે અહિત થયું છે તે સ્વચ્છંદના કારણે થયું છે. પોતાનો છંદ પોષાય છે, શાસ્ત્રો વાંચતા વાંચતા પણ પોતાનો છંદ પોષાય. પોતાને જે ગમે તેવો અર્થ તારવે. જે માને છે તેવો અર્થ તારવે અથવા કોઈ કોઈ વખત પોતાની બુદ્ધિ વિશેષ છે તેમ માની શાસ્ત્રોનાં અર્થ બદલાવે. બીજું પરિણામ વિપરીત બુદ્ધિ ગાઢ થાય.” પોતાનો મત સ્થાપે, આ મૂર્ખ માણસોના ખેલ નથી. ભણેલા ગણેલા બુદ્ધિશાળીના ખેલ છે. દુનિયામાં કોઈ મત ઓછી બુદ્ધિવાળાએ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પ્રવચન ક્રમાંક - ૧૬, ગાથા ક્રમાંક - ૧૪ સ્થાપ્યો નથી, પણ પ્રખર બુદ્ધિવાળાઓએ જ સ્થાપ્યો છે. મતમતાંતર તેમણે કર્યા છે. દર્શન મોહ અંદર કામ કરે છે, અને બહારથી આ બુદ્ધિની ભૂમિકા લઈને વિપરીત અર્થ કરે છે. તેથી વિપરીત બુદ્ધિ ગાઢ થાય છે. અને ત્રીજું પરિણામ “અજ્ઞાનદશાને જ્ઞાનદશા મનાવે.” મુક્તાબાઈ નવ વર્ષના હતાં. જ્ઞાનેશ્વર, નિવૃત્તિનાથ, સોપાન અને મુક્તાબાઈ એમ ત્રણ ભાઈઓ અને એક બહેન હતાં. ચાંગદેવ ચૌદશો વર્ષના હતાં. તેઓને ચાર વેદ, અઢાર પુરાણો, બધા ઉપનિષદો કંઠસ્થ હતા. દુનિયાભરના શાસ્ત્રોમાં તેઓ નિપુણ હતા. નવ નિધિ તેમના આંગણે ઊભી રહે, અષ્ટમહાસિદ્ધિ તેમની દાસી હતી અને યોગસાધના કરીને પ્રબળ શક્તિઓ તેમણે પ્રાપ્ત કરી હતી, છતાં અંદરથી તેઓ ખાલીખમ હતાં. પહેલી વખત મુક્તાબાઈના સંપર્કમાં જ્યારે આવ્યાં ત્યારે મુક્તાબાઈએ કહ્યું, ચાંગ્યા? આ કાગળ જેમ કોરો છે તેમ તું પણ બિલકુલ કોરો રહી ગયો. નવ વર્ષની મુક્તાબાઈના આવા શબ્દો ચાંગદેવે પ્રેમપૂર્વક સાંભળ્યા, આ તેમની પાત્રતા. મુક્તાબાઈ ચાંગ્યા કહે અને ચાંગદેવ સાંભળે. આપણને કોઈ કંઈ કહી તો જુએ? સાહેબ! જરા બોલતાં તો શીખો, મારું પૂરું નામ આ પ્રમાણે છે, નોંધી લ્યો. હવે પછી બોલતી વખતે સંભાળજો. ચાંગદેવ કોરો રહી ગયો હતો. અજ્ઞાનદશામાં જ્ઞાનદશા મનાઈ જાય, આના જેવું જગતમાં બીજું કોઈ મોટું જોખમ નથી. અજ્ઞાની એટલે અભણ નહિ, મોટો વિદ્વાન પણ અજ્ઞાની હોય. મોટો વક્તા પણ અજ્ઞાની હોય અને મોટો મહંત પણ અજ્ઞાની હોય. એના માટે ભગવતી સૂત્રમાં પ્રમાણ આપ્યું છે. પરમકૃપાળુ દેવે કહ્યું, હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. નવપૂર્વ ભણ્યા હોય છતાં જીવને જાણ્યો ન હોય તેની ખતવણી અજ્ઞાનીના લીસ્ટમાં થાય. આ કહે છે કે વચ્ચે એક ખાતું પાડી બુદ્ધિમાનોનું, એમાં અમને મૂકો. ખાતા બે જ છે. એક અજ્ઞાનીનું અને બીજું જ્ઞાનીનું. નવપૂર્વભણીને પણ જીવને જાણ્યો નથી એ અજ્ઞાનદશા છે. મોટા આચાર્ય હોય અને પાંચસો શિષ્યોના ગુરુ હોય, મોટો આશ્રમ હોય, હજારો તપસ્વીઓના ગુરુ હોય, આવું હોવા છતાં અજ્ઞાન દશા હોય. અજ્ઞાનદશા હોય તો ભલે હોય પણ અજ્ઞાનદશામાં જ્ઞાનદશા મનાવવી તે ભૂલ છે. અજ્ઞાન દશા હોય તો પણ તક છે, અવસર છે પણ અજ્ઞાનદશામાં જ્ઞાનદશા મનાઈ ગઈ તો કોણ સુધારશે? કોણ પરિવર્તન લાવશે? કોણ ક્રાંતિ કરશે? એક ભાઈ અમને વર્ષો પહેલાં કહેતાં હતાં, “સાહેબ ! આમ તો મારી તબિયત સારી For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૮૩ છે. પણ મારા પેટમાં આંતરડા જ નથી. ઘણાં ડૉક્ટરોને બતાવ્યું. ડૉક્ટરો કહે છે આંતરડા છે. પણ હું કહું છું કે આંતરડા નથી.' ડૉક્ટરો તેને સમજાવે છે પણ તે માનવા જ તૈયાર નથી. હવે આને કોણ સમજાવશે ? ઠીક છે. આંતરડા છે, તે માનવા તૈયાર થાય પણ અજ્ઞાન દશામાં જ્ઞાનદશા માની બેસે, તેને કઈ રીતે સમજાવી શકાય? જગતમાં અનંત જીવો અટકી ગયા છે. એમણે બ્રહ્મચર્ય પાળ્યું, એઓ અહિંસક બન્યાં, સત્યનિષ્ઠ અને વ્રતધારી બન્યાં, એમણે કર્મકાંડો કર્યા. તેઓ એકાંતમાં ગયા, મૌન રહ્યા, પ્રાણાયામ કર્યા; યોગસાધના કરી, પદ્યક્રભેદન કર્યું, કુંડલિની જાગૃત કરી, સારું બોલતાં આવડ્યું અને માન્યું કે મારામાં જ્ઞાનદશા છે. ચોથો દોષ તે શાસ્ત્ર અભિનિવેશ. અભિનિવેશ એટલે ખોટો આગ્રહ, કદાગ્રહ. અને તેનું દઢીકરણ તેને કહેવાય છે અભિનિવેશ. બુદ્ધિપૂર્વક ખોટાનું દઢીકરણ. જે ખોટું છે તે ખોટું'' જ સાચું છે, તેવું દઢ કરવું તેને કહેવાય છે દઢીકરણ. મૃત્યુનો ભય આપણને લાગે છે. એ અભિનિવેશ છે. કારણ કે વારંવાર દેહ છોડવો પડ્યો. સાપ કાંચળી ઉતારે તેમ અથવા આપણે જેમ કપડાં બદલીએ છીએ એવી રીતે આપણે દેહ છોડ્યો નથી. આપણને તો દેહ છોડવો જ નથી, અને દેહ છોડતી વખતે આપણને ભય લાગે છે, કંપન થાય છે. મૂંઝવણ થાય છે, વ્યાકુળ થવાય છે. આવા સંસ્કાર લઈને આપણે નવા દેહમાં જઈએ છીએ અને પૂર્વનો ભય ત્યાં પણ કામ કરે છે, અને એ દૃઢ થતાં થતાં જે અવસ્થા થાય તેને કહેવાય છે અભિનિવેશ. એમ શાસ્ત્રો વાંચીને જે ખોટું છે, બુદ્ધિથી વારંવાર ઘૂંટી ઘૂંટીને નિર્ણય જે કર્યો તેને કહેવાય છે અભિનિવેશ. લોકો કહે છે, યજ્ઞમાં હિંસા કરવી કોઈ દોષ નથી. કોઈ પૂછે કે કેમ? તો કહે છે કે શાસ્ત્રોમાં કહ્યું છે કે પશુઓનું સર્જન યજ્ઞ માટે જ થયું છે. હજારો પશુઓનો વધ વિના વાંકે થયો હશે. પહેલી વખત જેણે આ કાર્ય કર્યું હશે તેને ખબર નહિ હોય કે આનું ભયંકર પરિણામ ભવિષ્યમાં શું આવશે? હજારો પ્રાણીઓ ખતમ થાય છે, અને તે પણ શાસ્ત્ર અને ધર્મના નામે. આ અભિનિવેશ નામનો ચોથો દોષ ઉત્પન્ન થાય છે. શાસ્ત્રો કયા અને કેવી રીતે વાંચવા તેની યથાર્થ સમજણ ન હોય માટે કૃપાળુ દેવે કહ્યું, અથવા સદ્ગુરુએ કહ્યાં', આ “અથવા” શબ્દ આટલા માટે વાપરવો પડ્યો કે અમારે જે વાત કરવી હતી તે તેરમી ગાથામાં કહી દીધી હતી. આત્માદિ અસ્તિત્વના, જેહનિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. વાત પૂરી થઈ ગઈ હતી, પણ લાલ લીટી કરીને, આ ચાર બાબતો વચમાં ન આવે For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પ્રવચન ક્રમાંક - ૧૬, ગાથા ક્રમાંક - ૧૪ માટે આ વાત અમારે ફરી કહેવી પડી. જેને સદ્ગુરુનો યોગ મળી આવ્યો છે, તેને તો સદ્ગુરુ આજ્ઞા કરે તે જ શાસ્ત્રો વાંચવા અને તેનું અવગાહન કરવું તેમાં જ તેનું કલ્યાણ છે. કેમ? કારણ કે સદ્ગુરુ વ્યક્તિના વ્યક્તિત્વનું માપ કાઢીને, એની આંતરિક અવસ્થા લગભગ લગભગ જાણીને, એ ભૂમિકાની સાથે શું સંગત છે તેનો વિવેકપૂર્વક નિર્ણય કરીને, ઊંડા ઊતરીને આજ્ઞા કરે છે કે તમારે આ શાસ્ત્રો વાંચવા. આ સગુરુની કાળજી તમારા ખ્યાલમાં આવી ? આવી કાળજી મા કે બાપ ન લે તેવી તેમણે લીધી. તેથી મને આત્માનું ભાન થશે એવો સાધકને ઉલ્લાસ હોય. સદ્દગુરુએ મૂલ્યાંકન કર્યું અને આજ્ઞા કરી કે યોગ વશિષ્ઠનું વાંચન કરજો. આનો અર્થ એવો થયો કે જે જીવે હજુ વીતરાગ માર્ગની પરંપરા જાણી નથી, તેનાથી દૂર છે, તેથી યોગ વશિષ્ઠના બે મહત્ત્વના પ્રકરણો વૈરાગ્ય અને ઉપશમ વાંચવાનું કહ્યું. તેના દ્વારા વૈરાગ્ય અને ઉપશમની પ્રાપ્તિ થાય. જેને યોગસાધના કરવી છે તેને યોગની આઠ દૃષ્ટિ છે તેનું અધ્યયન કરજો એમ કહ્યું. ધ્યાન તરફ જેની પ્રગાઢ રુચિ છે અને જેનામાં દ્રવ્યાનુયોગના ગહન સાગરમાં પ્રવેશ કરવાની ક્ષમતા છે તેને એમ કહ્યું કે દ્રવ્યાનુયોગ તે પરમ ગંભીર શાસ્ત્ર છે અને તેના દ્વારા આત્માનું ભાન થશે, માટે તે નિત્ય વિચારજો એમ કહ્યું. “તે તે નિત્ય વિચારવા', એકપણ શબ્દ વધારે કે ઓછો કરવા પરમકૃપાળુદેવ તૈયાર નથી. તે તે સદ્ગુરુએ જે જે કહ્યાં તે તે નિત્ય વિચારવાં. ઉપનિષદ્ધાં કહ્યું છે કે તમે આહાર લો છો, રોજ નિદ્રા લો છો, રોજ સ્વાધ્યાય પણ કરો છો, કદાચ કોઈ વખત તમને સમય ન મળે તો આહાર કેનિદ્રા ન લેશો. વ્યવસાય ન કરશો પણ સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરશો. આ બધું ઓછું થશે તો ચાલશે પણ સ્વાધ્યાય નહિ થાય તો નહિ ચાલે. આપણે મુંબઈ સમાચાર જેવી રીતે વાંચીએ છીએ તેવી રીતે શાસ્ત્રો ન વંચાય. સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા. પ્રથમ શબ્દ છે વાચના. વાચના એ જૈન પરંપરાનો શબ્દ છે. આચાર્યશ્રી, જ્ઞાની પુરુષ સૂત્રનું વાંચન કરે અને શિષ્યો વિધિપૂર્વક શ્રવણ કરે તે પ્રક્રિયાને વાચના કહે છે. સાંભળવું નહિ પણ શ્રવણ. મન બહુ વ્યાકુળ હશે, મન ચંચળ કે અટવાયેલું હશે, મોહ માયામાં ફસાયેલું હશે, બહુ વિચારોથી આકુળ વ્યાકુળ હશે તો તમે શાસ્ત્રો સાંભળવા છતાં સાંભળી નહિ શકો. હૈયા સુધી શબ્દો નહિ જાય, કાન સુધી જ આવશે. એ સાંભળ્યા પછી એકાંત હોય, મૌન હોય, નિવૃત્તિ હોય, આરંભ પરિગ્રહનું અલ્પત્વ હોય, શાંત ચિત્ત હોય, સ્વસ્થતા હોય, નિવૃત્ત મન હોય તો તેની વારંવાર વિચારણા કરવી. અવગાહન અને ચિંતન કરવું. વિચારણા કરતાં કરતાં કદાચ કોઈ વાત સ્પષ્ટ ન થાય, ન સમજાય તો સંકોચ For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૮૫ રાખ્યા વગર ગુરુદેવને પૂછવું કે હે ગુરુદેવ! આ વાત મને સ્પષ્ટ થતી નથી. આ પૃચ્છના છે. પછી ત્રીજો શબ્દ છે પરાવર્તના, નિત્ય વિચારવાં', શાસ્ત્રો વાંચી બાજુ પર નથી મૂકવાનાં. શાસ્ત્રો વાંચીને આત્માને વૈરાગ્ય અને ત્યાગથી ભાવિત કરવો છે. જ્ઞાનથી અને ધ્યાનથી ભાવિત કરવો છે. આત્મા ઉપર પ્રગાઢ શુભ અને શુદ્ધ સંસ્કાર નાખવા છે, તે માટે પ્રક્રિયા વારેવારે કરવી પડશે, તે માટે પરાવર્તના સ્વાધ્યાય. સ્વાધ્યાયનો ચોથો પ્રકાર છે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા એટલે અત્યંત ઊંડાણમાં જઈ તત્ત્વનું ચિંતન કરવું. એક યુવાને મુનિ જીવન સ્વીકાર્યું. શરીર તંદુરસ્ત અને સ્વસ્થ. થોડા મહિના પછી તેમના સ્વજનો મળવા આવ્યાં. તેમનું શરીર સુકાઈ ગયું હતું. ચિંતા થઈ અને સ્વજનો ગુરુદેવને પૂછે છે કે “ગામમાં શ્રાવકોના ઘર છે કે નહિ? ભિક્ષા બરાબર મળે તો છે ને?' તો કહે કે “હા મળે છે.' પછી પૂછ્યું કે તેઓ સુકાતા કેમ જાય છે?' ગુરુદેવ પણ વિચક્ષણ હતા. તેમણે કહ્યું “શ્રાવકો તો ભક્તિભાવપૂર્વક આહાર આપે છે પણ મુનિ એટલા માટે સુકાઈ જાય છે કે રાત અને દિવસ પ્રગાઢપણે એ તત્ત્વનું ચિંતન ઊભા ઊભા કરે છે. મુનિને કોઈ ચિંતા કે મૂંઝવણ નથી. અમે આજ્ઞા કરી છે, આહાર લો અને આહાર લે પણ છે, હાથમાં કોળિયો હોય અને તત્ત્વના ચિંતનમાં ઊતરી જાય. પાસેના મુનિ કહે કે મુનિરાજ ! હાથમાં કોળિયો છે. ઊભાં હોય અને તેમનું મન તત્ત્વ ચિંતનમાં ચાલ્યું જાય. ઊંઘમાં ગયા હોય તો ઝબકીને બેઠાં થાય.” તમને થતું હશે કે આટલું બધું તત્ત્વચિંતન? અનુપ્રેક્ષા ધ્યાન છે, માત્ર સ્વાધ્યાય નહિ. છે સ્વાધ્યાયનું અંગ પણ જોડાણ છે ધ્યાન સાથે. સ્વાધ્યાય કરતાં કરતાં ધ્યાન. ધ્યાનમાંથી સ્વાધ્યાય અને સ્વાધ્યાયમાંથી ધ્યાન. ધ્યાનની ધારા તૂટી કે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા કરતાં કરતાં એવી અવસ્થા આવી કે ધ્યાનમાં ડૂબી ગયો. કાઠિયાવાડનો શબ્દ છે “ગરી ગયો” અર્થાત ડૂબી ગયો. ધ્યાનમાં ગરી ગયો, ઊંડો ઉતરી ગયો. અનુપ્રેક્ષા (ચિંતન) કરતાં કરતાં ધ્યાન અને ધ્યાનની ધારા તૂટે તો અનુપ્રેક્ષા સ્વાધ્યાય. આ ચાર કર્યા પછી કોઈ પાત્ર મુમુક્ષુ જીવ જો હોય તો એને જે કંઈ પણ શાસ્ત્રો પોતે વાંચ્યા છે તેનું નમ્રતાપૂર્વક તેની પાસે નિવેદન કરે તો તેને કહેવાય છે ધર્મકથા. આ વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ સ્વાધ્યાયના પાંચ પ્રકારો છે, તેથી તે નિત્યવિચારવા. છેવટે ભલામણ કરી કે, “કરી મતાંતર ત્યાજ.” મત અને મતાંતર છોડો. નવા તો ઊભા કરશો જ નહિ. પણ જે લઈને આવ્યા છો તે છોડજો. આપણે કોઈને પૂછીએ કે તમે કોણ? તો કહેશે સ્થાનકવાસી, તમે? દેરાસરી. તમે? દિગંબર. તમે? તેરાપંથી. તમે? ચોથવાળાં, તમે? પાંચમવાળા. તમે? છ કોટિવાળાં. અમે ખરતરવાળા, પણ મહાવીરવાળાં For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રવચન ક્રમાંક - ૧૬, ગાથા ક્રમાંક - ૧૪ તો કોઈ નહિ? જાકુ જાકુ પૂછીયે સબ અપની અપની ગાવે, સાચા મારગ કૌ ન બતાવે. ચૌદમી ગાથામાં ઘણી સ્પષ્ટતા કરી. શાસ્ત્રોનો ઉપયોગ સાધકે કેવી રીતે કરવો? શાસ્ત્રો કેવી રીતે વાંચવા ? શાસ્ત્રો વાંચવાની ભલામણ કરી, પણ શાસ્ત્રો વાંચવાની પ્રક્રિયા અને તેની રીત રસમ પણ આપણને શીખવાડી. જેમ કોઈ સંગીતકાર શિખવાડે કે આમ આંગળીઓ ફેરવવી જોઈએ, તો દિપક રાગ આવે, બિલાવલ આવે, ઠુમરી આવે, આવો રાગ આમ પ્રગટ થાય. તેમ શાસ્ત્રો કેવી રીતે વાંચવા, તે શિખવાડ્યું. આ બહુ મોટી વાત છે. આ કેમીસ્ટ્રી છે. આ વિજ્ઞાન છે. આ વાત કર્યા પછી આગળની ગાથામાં એક મહત્ત્વનો ટર્નિંગ પોઈન્ટ બતાવે છે. તમારે અહીંથી પરિવર્તન કરવું જ પડશે. તે પરિવર્તન કર્યા સિવાય મોક્ષમાર્ગમાં કદી પણ તમારો પ્રવેશ નહિ થાય. વ્રત કે કંપની આ વાત નથી. સમ્યગદર્શનની વાત નથી. આત્મબોધની વાત નથી, પણ એની પહેલાં અનિવાર્યપણે જે ઘટના ઘટવી જોઈએ તેની વાત કરી છે. પાછા મળીશું ત્યારે એ ગાથાથી પ્રારંભ કરીશું. વિનંતી છે કે ધ્યાનથી સમજવા કોશિશ કરજો. પરમકૃપાળુ દેવ પરમ સત્ય વચ્ચે ઊભા છે. તમે કોઈ ઢાંચા કે ફરમા તૈયાર કરીને આવશો નહિ. પરમકૃપાળુ દેવે સિંહની જેમ અદ્ભુત ગર્જના કરી છે. એ વાતને બરાબર સમજીએ. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૮૭ પ્રવચન ક્રમાંક - ૧૦ ગાથા ક્રમાંક - ૧૫, ૧૬ સાધનામાં બાધક પરિબળ સ્વછંદ રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિનનિર્દોષ. (૧૫) ટીકા જીવન અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઈચ્છાએ ચાલ્યો છે, એનું નામ સ્વચ્છંદ છે. જો તે સ્વદને રોકે તો જરૂર તે મોક્ષને પામે; અને એ રીતે ભૂતકાળ અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંનો એક્કે દોષ જેને વિષે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે. (૧૫) આત્મસિદ્ધિશાસ્ત્રની પંદરમી ગાથામાં સિંહગર્જના છે. આ માનવજીવનની સામે સત્યનું પ્રદાન છે. કોઈ હિચકિચાટ નથી. કોઈ શંકા નથી. કોઈ દ્વિઘા નથી. કોઈ દ્વન્દ નથી કોઈ મૂંઝવણ નથી અને સત્યના પાયા ઉપર ઊભા રહીને એમણે ગર્જના કરી છે કે “પામે અવશ્ય મોક્ષ.” આ શબ્દોની પાછળ ભારે હિંમત અને આત્મબળ છે. માત્ર આશ્વાસન નથી પણ તથ્યનું ઉદ્ધાટન છે. તમે કાળની વાત જવા દો, પરિસ્થિતિની વાત જવા દો, કર્મનો બહુ બોજ છે, તેની વાત જવા દો. આ બધા પરિબળો અમે જાણીએ છીએ. છતાં કહીએ છીએ કે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકશો. શું પ્રમાણ? તો પ્રમાણ આપ્યું કે “પામ્યાં એમ અનંત છે.” આજ સુધીમાં અનંત જીવો મોક્ષ પામ્યા છે. તો આનાથી મોટું પ્રમાણ કયું? અનંત જીવો સંસારમાંથી મુક્ત બન્યા છે, પણ સાહેબ, આ કોણે કહ્યું? “ભાનું જિન નિર્દોષ.” આ વાત જેણે કરી છે તે સાક્ષાત્ જિનેશ્વર પરમાત્માએ કરી છે અને તેઓ નિર્દોષ છે. રાગ, દ્વેષ અને મોહ એમ ત્રણ પ્રકારના દોષોથી રહિત છે. જેમની ચેતના રાગ રહિત હોય, દ્વેષ રહિત હોય અને મોહ રહિત હોય એ નિશ્ચિત અજ્ઞાન રહિત હોય જ. અને જે અજ્ઞાન રહિત હોય, એમના જ્ઞાન ઉપરના આવરણો તૂટી ગયા હોય અને સમગ્ર જ્ઞાન, સંપૂર્ણ અસ્તિત્વનું જ્ઞાન પ્રગટ થઈ ગયું હોય, એવી અવસ્થા જેમણે પ્રાપ્ત કરી છે તેમણે કહ્યું છે કે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રવચન ક્રમાંક - ૧૭, ગાથા ક્રમાંક - ૧૫ છે. અને આ રીતથી અનંત જીવો મોક્ષ પામ્યા છે. આટલી બધી મહત્ત્વની વાત જો હોય તો જાણવું જરૂરી છે કે શું કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય? તમામ પ્રકારની સાધનાઓ જેમ કે ધ્યાનની સાધના હોય કે મંત્રજપની હોય, ધર્મની હોય કે સ્વાધ્યાયની હોય, તત્ત્વ ચિંતનની કે પૂજાપાઠની હોય, સ્તોત્ર પાઠની હોય, કે ભક્તિની હોય, પણ સૌથી પહેલાં સાધકે શું કરવું? ક્યાંથી શરૂઆત કરવી? સમ્યક્દર્શનની સાધના અને યોગની વિવિધ પ્રકારની સાધનાઓ કરતાં પહેલાં સાધકે સૌથી પહેલાં શું કરવું જોઈએ? આ ગંભીર પ્રશ્ન લઈને પરમકૃપાળુ દેવ વાત કરી રહ્યા છે, તેનું એક કારણ એ છે કે આજ સુધીમાં અનંત જન્મોમાં અનંત પ્રકારની સાધનાઓ જીવે કરી છે. છતાં તે નિષ્ફળ ગઈ છે. આ ધરતી ઉપર કોઈ પણ જીવ એવો નથી કે જે અકામ નિર્જરા કરતો ન હોય, પુણ્યનો બંધ કરતો ન હોય, શુભભાવ કે શુભ પ્રવૃત્તિ કરતો ન હોય, વર્તમાનમાં ભલે તે નાસ્તિક દેખાતો હોય છતાં પણ કોઈ જન્મમાં એણે ત્યાગ પરોપકારની સાધના કરી હશે. આ જગતમાં અનંતકાળમાં અનંતવાર અનંત પ્રકારની સાધના કરવા છતાં તે સફળ કેમ ન થઈ? નિષ્ફળ કેમ ગઈ? નિષ્ફળ કેમ ગઈ તે નેગેટીવ એપ્રોચ અને સફળ કેમ ન થઈ એ પોઝીટીવ એપ્રોચ છે. એવું શું બાકી રહ્યું હતું જે આ જીવે નથી કર્યું? જ્યાં સુધી આ સ્પષ્ટ નહિ થાય ત્યાં સુધીમાં સાધનાનો પાયો નહિ નંખાય. સાધના આપણે કરીએ છીએ છતાં એવું કંઈક રહી જાય છે જેના કારણે સાધનાનું યથાર્થ પરિણામ આવ્યું નથી. પરમકૃપાળુ દેવે આ ગાથામાં કહ્યું કે તમે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરશો. અનંત જીવો મોક્ષને પામ્યા છે-તેમ નિર્દોષ જિનેશ્વર પરમાત્માએ કથન કર્યું છે, પણ તે મોક્ષ થાય ક્યારે ? - હવે પહેલી કડી લઈએ કે “રોકે જીવ સ્વછંદ તો.” આપણે આ કડી છેલ્લી લીધી, પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યુંજિન નિર્દોષ.” આ પ્રસ્તાવના છે. પણ શેનાથી આ પ્રાપ્ત થાય? શું નથી કર્યું આ જીવે? સ્વછંદ રોક્યો નથી. “રોકે જીવ સ્વચ્છેદ તો”, “તો' શબ્દ વાપર્યો. આ જીવ સ્વચ્છંદનો ત્યાગ કરે, સ્વચ્છંદનો પરિહાર કરે, તો સ્વચ્છંદ શબ્દને સમજી લઈએ. સ્વ અને છંદ આ બે મળીને સ્વચ્છેદ શબ્દ થાય છે. સ્વના બે અર્થો થાય. એક અર્થ સ્વરૂપ, આ ઠેકાણે સ્વરૂપ અર્થ નહિ લેવાય કારણ કે સ્વરૂપનું તેને ભાન નથી તો સ્વચ્છંદમાં સ્વ શબ્દનો શું અર્થ કરશો? સ્વમાં ઘણો જમેલો છે. મૂળમાં અનેક વૃત્તિઓનો સંગ્રહ છે. એ બધું લઈને એક સ્વરૂપ જે તૈયાર થયું તેને કહેવાય છે અહમ્. સ્વ એટલે અહમ્. અનંતકાળમાં સ્વરૂપનું ભાન આત્માને થયું નથી પણ સ્વ એટલે અહમનું ભાન આત્માને જરૂર છે. છંદ એટલે નાદ, નાદ એટલે ટેવ. ટેવ એટલે વૃત્તિ, ટેવ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા એટલે આદત. એનું એ કરવાની ટેવ તેને કહેવાય છે છંદ. કોનો છંદ? અહમનો છંદ. વૃત્તિઓ છે, શાસ્ત્રજ્ઞાન છે, વિવિધ ક્રિયાઓ છે. તેમાં પોતાને ગમે, પોતાનો અહમ્ પોષાય, મનને પસંદ પડે, અહમના કહેવા પ્રમાણે ગમે એવી પોતાની ઇચ્છા, પોતાનું ડહાપણ, તે ડહોળતાં ડહોળતાં આ જીવે ઘણી મથામણ કરી છે પણ પાર નથી આવ્યો, કારણ કે જીવાત્માને સ્વરૂપનું જ્ઞાન નથી. સ્વરૂપનો અનુભવ ન હોય ત્યારે પાંચ સત્તાઓ કામ કરે છે. પહેલી સત્તા-અજ્ઞાનની છે. સૌથી મોટી સત્તા આ અજ્ઞાનની છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, અજ્ઞાન ખલુ કષ્ટમ્.” અજ્ઞાન જેવું જગતમાં બીજું કોઈ કષ્ટ નથી. એક યજ્ઞનો મંડપ હતો. હજારો બ્રાહ્મણો ભેગાં થયા છે. યજ્ઞ ચાલી રહ્યો છે. મંત્રોચ્ચાર થઈ રહ્યા છે, આહુતિઓ અપાઈ રહી છે. ઘી હોમાઈ રહ્યું છે. મોટા મોટા બ્રાહ્મણો તિલક કરી બેઠાં છે. તેમણે ગળામાં માળાઓ પહેરી છે. હજારો માણસો સત્કાર કરે છે અને તેની વચ્ચે સ્વાહા સ્વાહાનો પાઠ ચાલે છે. તે વખતે બે મુનિઓ મંડપની બહાર ઊભા રહીને જોરથી ઉદ્ઘોષણા કરે છે. ‘પદો વષમ, દો ણમ, તત્ત્વ ન જ્ઞાયતે પરમા” બહુ દુઃખો સહન કરો છે, બહુ દુઃખો વેઠો છે, બહુ તકલીફો સહન કરો છે પણ તત્ત્વને જાણતા નથી. યશોવિજયજી મહારાજે ભારે કટાક્ષ કર્યો છે. તેમણે એમ કહ્યું, જો માત્ર કષ્ટ સહન કરવાથી ધર્મ થતો હોય તો. બળદ થાય તો સારું. જે લોકો સાધના કરે છે તેના ચરણોમાં નમસ્કાર કરીને વાત કરીએ છીએ, ટીકા નથી, પણ અહીં અજ્ઞાનની સત્તા છે. દશવૈકાલિકમાં કહ્યું કે અજ્ઞાની પુણ્યને જાણતો નથી. પાપને પણ જાણતો નથી. આશ્રવ, સંવર કે નિર્જરાને જાણતો નથી. બંધના કારણોને જાણતો નથી, મોક્ષના ઉપાયોને જાણતો નથી. તેવો અજ્ઞાની અહિંસાની સાધના કેવી રીતે કરશે? જીવનમાં સૌથી મોટો અવરોધ કોઈપણ હોય તો એ અજ્ઞાનનો અવરોધ છે. માટે આત્મસિદ્ધિશાસ્ત્રના પ્રારંભમાં પરમકૃપાળુ દેવે બહુ પ્રેમપૂર્વક કહ્યું કે : જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. તેમણે સ્વરૂપના અજ્ઞાનની વાત કરી અને અજ્ઞાન શબ્દનો અર્થ આપણે અનેકવાર કર્યો છે. નથી જાણતો તેમ નહિ, નથી ભણ્યો તેનું નામ અજ્ઞાન નહિ. અભણ અને અજ્ઞાની બંને વચ્ચે ફરક છે. અભણ જ્ઞાની હોઈ શકે છે, અને ભણેલો અજ્ઞાની હોઈ શકે છે. ભણેલા માઠું ન લગાડશો. તુકારામ અને કબીર ભણ્યાં ન હતાં. કબીર તો કહે છે કે હું કાગળ અને શાહીને અડ્યો જ નથી, પણ “મેં કહેતા આંખન દેખી, ઔર તુમ કહતે હો પાન મેં દેખી.” હું તો આંખથી જોયેલ કહું છું, અને તમે તો શાસ્ત્રોમાં લખેલા પાનામાં વાંચીને કહો For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પ્રવચન ક્રમાંક - ૧૭, ગાથા ક્રમાંક - ૧૫ છો. કોને જ્ઞાની કહેવો? શાસ્ત્રો ભણે ને જ્ઞાન મેળવે, તે જ્ઞાન નહિ. જ્ઞાન તો આંતરિક અવસ્થા છે, માટે શાસ્ત્ર ન જાણતો હોવા છતાં જ્ઞાની હોઈ શકે છે. અને અન્ય કંઈપણ જાણતો ન હોય તો પણ જ્ઞાની હોઈ શકે છે. તેથી સાચા અર્થમાં જ્ઞાન કોને કહેવાય અને અજ્ઞાન કોને કહેવાય તેનું સ્પષ્ટીકરણ કરીએ છીએ. એક અજ્ઞાનની સત્તા જીવ ઉપર છે. કારણ કે યથાર્થ, સાચું અને વાસ્તવિક એ જાણતો નથી અને જાણતો નહિ હોય તો અજ્ઞાની કરશે શું? અજ્ઞાની પુણ્ય પાપનો ભેદ તે નવિ જાણે, નય ગમ ભંગ પ્રરૂપણા હઠવાદે તાણે. પૂજામાં એમ આવે છે કે અજ્ઞાની પુણ્ય પાપનો ભેદ તો જાણતો નથી, પણ નય, નિક્ષેપ, પ્રમાણ, સપ્તભંગી, નિશ્ચયનય વ્યવહારનય એ બધી વાત કરીને હઠવાદમાં તાણાતાણ કર્યા કરે છે, તેથી અજ્ઞાની અટકીને ઊભો છે. વાંચ્યું ઘણું, સાંભળ્યું ઘણું, કર્યું પણ ઘણું, છતાં અટકીને ઊભો છે. બીજી આપણા ઉપર વૃત્તિઓની અને વાસનાઓની સત્તા છે. અનંતકાળથી આ વાસનાઓની સત્તા આપણા આત્મા ઉપર મજબૂત રીતે કામ કરી રહી છે. તત્ત્વજ્ઞાનમાં જૈન પરિભાષામાં સંજ્ઞા શબ્દ છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા આ ચાર સંજ્ઞાઓ છે. તેમજ બીજી બાર સંજ્ઞાઓ છે. ક્રોધ સંજ્ઞા, માન સંજ્ઞા, માયા સંજ્ઞા, લોભ સંજ્ઞા, ઓધ સંજ્ઞા, દુઃખ સંજ્ઞા, સુખ સંજ્ઞા, મોહ સંજ્ઞા, ધર્મ સંજ્ઞા, શોક સંજ્ઞા, જુગુપ્સા સંજ્ઞા. સંજ્ઞા એટલે મોહને ઓળખવાનું ચિન્હ. આનાથી મોહઓળખાય. આહારની વૃત્તિ રહેતી હોય તો સમજવું કે અંદર મોહ કામ કરે છે. સંગ્રહની વૃત્તિ રહેતી હોય તો સમજવું કે પરિગ્રહ કામ કરે છે. ક્રોધના આવેશ આવે તો સમજવું કે મોહનું શાસન કામ કરે છે. મોહ સોળે કળાએ ખીલ્યો છે, મોહનું જોર છે, મોહનું સામર્થ્ય છે. સંજ્ઞા એટલે ચિન્હ, લક્ષણ. આ સોળ સંજ્ઞાનું શાસન આ જીવાત્મા ઉપર રહેલ છે. ત્રીજી મોહ અને કષાયોની સત્તાઃ તમે ભલે ગમે તે માનતા હો પણ અધિકાર મોહનો છે, અધિકાર કષાયોનો છે. એ આપણને તાણી જાય છે, ખેંચી જાય છે. ભૂલભૂલામણીમાં નાખી દે છે. છેલ્લે કહીએ છીએ કે મારે ક્રોધ નહોતો કરવો અને થઈ ગયો. કેમ? તું બહારગામ ગયો હતો? થાય કેવી રીતે? પણ આ સત્તા કામ કરે છે. ચોથી સત્તા અહંકારની સત્તા અને છેલ્લી પાંચમી સત્તા તે પોતાની ઇચ્છા અને પસંદગી પ્રમાણે પોતાનું ડહાપણ ડહોળવાની સત્તા. આ પાંચ સત્તા તળે જીવ જે પણ કરે છે અને જ્ઞાનીઓ સ્વચ્છંદ કહે છે. ૧. અજ્ઞાનની For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૯૧ સત્તા, ૨. વૃત્તિઓ અને વાસનાની સત્તા, ૩. મોહને કષાયોની સત્તા, ૪. અહંકારની સત્તા, અને ૫. ઈચ્છા પ્રમાણે ડહાપણ ડહોળવાની સત્તા. આ પાંચ સત્તાઓનો સરવાળો તેનું નામ સ્વછંદ છે. આ સ્વચ્છેદ શું છે? તેને વિગતવાર સમજીએ. છંદ એટલે નાદ, ધૂન. કોઈને પીવાની કોઈને જુગાર રમવાની ધૂન લાગી જાય છે. કોઈને સટ્ટો રમવાની તો કોઈને ખટપટ કરવાની ધૂન લાગી હોય છે. કોઈ ઠેકાણે શાંતિથી લોકો રહેતાં હોય ત્યાં કંઈક કરો એમ કહીને હોળી સળગાવે એટલે લડાઈ ચાલુ થઈ જાય. આ પાંચેની સત્તા મળે, આવી અવસ્થામાં જે પણ કંઈ કરવું તેને કહેવાય છે સ્વચ્છંદ. પછી જપ કરતાં હોય, વ્રત કરતાં હોય, યોગ સાધતા હોય, પૂજાપાઠ કરતા હોય, પરમકૃપાળુદેવ તેને સ્વચ્છંદ કહે છે. આ રોગ કંઈ નવો નથી. ઘણો જૂનો છે આ રોગ. પાંચ દસ વર્ષ જો રોગ રહે તો ડૉક્ટરો હાથ ધોઈ નાખે છે. હવે અમારું કામ નથી. પણ તે વખતે કોઈ ડૉક્ટર એમ કહે કે હું આનો સ્પેશ્યાલિસ્ટ છું. ભલે આવો જૂનો રોગ છે પણ તેના ઉપર હું કામ કરીશ. આ સ્વચ્છંદનો રોગ તો અનાદિકાળનો છે. તો ““જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઇચ્છાએ ચાલ્યો છે'' સાચી સમજણ હોત, ડહાપણ હોત, વૃત્તિઓનું શાસન ન હોત, કષાયોનું સામ્રાજ્ય ન હોત અને પોતાના ડહાપણે ચાલત, તો તે માન્ય હતું, બરાબર હતું. પણ સત્તા પાંચેની અને ચાલે છે પોતાના છંદ. સત્તા અજ્ઞાનની અને ચાલે છે પોતાના છંદે. સત્તા વાસનાઓ અને કષાયોની અને કરે છે પોતાના છંદે. સત્તા અહંકારની અને કરે છે પોતાના છંદે. અનંતકાળથી અનંતવાર વિવિધ પ્રકારની ધર્મ સાધના કરવા છતાં એ સફળ ન થઈ તો તેનું એક જ કારણ છે-સ્વછંદ. શું લાગે છે તમને ? તમારી મહેનતને નિષ્ફળ જવા દેવી નથી, નકામી જવા દેવી નથી. તમે જે મહેનત કરો તે સફળ થાય. ખેડૂત મહેનત કરી ખેતરમાં વાવે અને પાશેર પણ અનાજ ન ઊગે તો ખેડૂત રાજી થાય? તેને દુઃખ થાય કે વાવ્યું ઘણું પણ ઊગ્યું નહિં. લાખોનો વેપાર કર્યો પણ નફો થયો નહિ. અનંતકાળમાં અનંતવાર ઘર્મ કરવા છતાં કંઈ પ્રાપ્ત થયું નહિ. તમને થશે કે આ કોણ લૂંટી ગયું? કયો ચોર અંદર બેઠો છે, જે ચોરી કરાવે છે? તેનું નામ છે સ્વછંદ. પરમકૃપાળુ દેવે કહ્યું “રોકે જીવ સ્વછંદ તો” તેમાં રોકે શબ્દ વાપર્યો છે. રોકવું એ બહુ બળવાન શક્તિશાળી માણસનું કામ છે. સહેલું કામ નથી. નદીનું પૂર આવતું હોય તો તેને બે હાથથી રોકવું સહેલી વાત નથી. ફૂલ સ્પીડમાં ૧૨૦ માઈલની ઝડપે આવતી ગાડીને રસ્તા વચ્ચે ઊભા રહીને રોકવી સહેલી વાત નથી. પણ એ ગાડીને પણ કદાચ રોકી શકાય, તૂટેલા પૂલને સાંધી શકાય, નદીના પૂરને રોકી શકાય પણ સ્વચ્છંદ રોકવો ઘણો For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પ્રવચન ક્રમાંક - ૧૭, ગાથા ક્રમાંક - ૧૫ મુશ્કેલ છે. જે સ્વછંદ રોકી શકતો નથી, તે કહે છે કે મને આ પસંદ છે માટે આ કરું છું. મને આમ જ ગમે માટે આ કરું છું. મને જે ગમશે તે જ કરીશ. મને ગમે છે, મને ગમે છે, મને ગમે છે-પણ વાસ્તવિકતા શું છે ? તે વિચારતો નથી. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે. અને એ રીતે ભૂતકાળ અનંત જીવો મોક્ષ પામ્યા છે. આ ઘટના ઘટી છે. એમ રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન એમાંનો એકે દોષ જેમનામાં નથી, એવાં જિનેશ્વર પરમાત્માએવીતરાગ પરમાત્માએ કહ્યું છે. તો જીવે પોતાનું બળ ક્યાં વાપરવાનું? શરૂઆત ક્યાંથી કરવાની? સ્ટારટીંગ પોઈન્ટ ક્યાં છે? સ્ટારટીંગ પોઈન્ટ છે, પોતાનો સ્વછંદ રોકવો તે. પણ સાહેબ ! સ્વચ્છંદ એમ નહિ રોકાય, ઓલો અહંકાર તમને નિરાંતે બેસવા નહિ દે. તમારી માન્યતા, તમારી વૃત્તિઓ કળ કરીને બેસવા નહિ દે. ઘણી વખત તપ કરો, વ્રત કરો, અનુષ્ઠાન કરો પણ વૃત્તિને પોષવા માટે. એટલા જ માટે આપણે ઈચ્છીએ છીએ કે આવતાં જન્મમાં દેવલોક મળે. ઈન્દ્રની પદવી મળે, સાહ્યબી મળે. લોકો એમ માનતા હોય છે કે ચાલો ભાઈ, આ જન્મમાં તકલીફ પડી પણ આવતા જન્મમાં દેવલોકમાં જઈશું. ત્યાં મોટા કુંડ હશે. મોટી મોટી ઈન્દ્રાણીઓ હશે, હીરા માણેક હશે, ત્યાં અમે રહીશું. આમ ધર્મ કર્યો છે ખરો પણ પોતાની ઇચ્છાની ભવિષ્યમાં પૂર્તિ કરવા માટે કર્યો છે. પરિભ્રમણનું કારણ સ્વચ્છંદ છે. એ સ્વછંદ રોકવો એવી વાત પરમકૃપાળુ દેવને સાધકના હૃદય સુધી પહોંચાડવી છે, અને એમને એમ કહેવું છે કે “મને આ ગમે છે માટે હું કરું છું' આ રીતે કરેલી ક્રિયાઓ સ્વચ્છેદે થયેલ ક્રિયાઓ છે. સ્વચ્છંદને રોકવા સર્વ ક્રિયાઓ સદ્દગુરુની આજ્ઞાએ કરવી. ક્રિયાઓ, વિધિ, શાસ્ત્રવાંચન પણ સગુરુની આજ્ઞાએ કરવું, એ આપણી પરંપરા છે. સામાયિક પણ ગુરુ મહારાજની આજ્ઞા લઈને કરવાનું છે. હું સામાયિક કરું? ઈર્યાવહિયં પડિક્કમામિ? પ્રતિક્રમણ કરું? ગુરુદેવ ! ચૈત્યવંદન કરું? પ્રાણાયામ કરવો છે અમને આજ્ઞા આપો. હવે વિધિ ટ્રેડીશન થઈ ગઈ. ઈચ્છામિ ખમાસમણો', ગાડી ગબડાવી ગયા અને ક્રિયા પૂરી થઈ, એમ ન થાય. સામાયિક પારતી વખતે પણ સામાયિક કરનાર પૂછે છે કે સામાયિક પારું? અને ગુરુદેવ કહે છે, “પુનરપિ કાયવ્યમ્.' ફરી કરવા યોગ્ય છે. સામાયિક પારવા જેવી નથી. સામાયિકમાંથી બહાર જવા જેવું નથી. પણ પછી એમ કહે છે કે સંજોગ એવા છે, બેસાય તેવું નથી, ટાઈમ પૂરો થયો છે, અને સામાયિક પાર્યું તો ગુરુદેવ કહે છે કે “આયારો ન મોત્તવો', સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, ચૈત્યવંદન જે કંઈપણ વિધિ કરીએ તે આજ્ઞા લઈને થાય. કાયોત્સર્ગ કરતી વખતે પણ હું કાઉસગ્ગ કરું? અને ગુરુદેવ કહે છે “કરો.” આ જીવનો કોઈપણ રીતે અહંકાર ઓગાળવો છે, અને એટલા માટે કહે છે કે સ્વચ્છેદ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૯૩ ક્રિયાઓ કરવી, સ્વચ્છેદે શાસ્ત્રો વાંચવા અને વાંચીને શુષ્ક જ્ઞાની બની બેસવું, આ સંસારનું કારણ છે, મોક્ષનું સાધન નથી. પંડિતોને ઘણી મુશ્કેલીઓ હોય છે. ભણ્યા તો ખરા, શાસ્ત્રો વાંચ્યા, પંડિત થયા, જોરદાર લેક્ટરો પણ આપે છે. લોકો પણ પંડિતજી, પંડિતજી કહે છે, તાલીઓ પાડે છે, બહુમાન કરે છે, ફૂલહાર ચડાવે છે, કામળી ઓઢાડે છે. પણ તેમના મનમાં ઘણી ગૂંચવણ છે. પણ કોઈને પૂછી શકે નહિ. કોઈ પાસે બેસી દિલ ખોલી વાત કરી શકે નહિ. 'ઈન્દ્રભૂતિ (ગૌતમ સ્વામીજી) વિગેરે અગિયાર ગણધરો અંદર અંદર ભાઈઓ હતા, અને એકમેકના મનમાં સંદેહ અને શંકા હતી પણ એકમેકને પૂછી શકતાં ન હતાં. - ઈન્દ્રભૂતિ ભારતના સૌથી મોટા વિદ્વાન હતા. તેમને “આત્મા છે કે નહિ?'' એ શંકા હતી પણ તેઓ પાસે બેઠેલા વિદ્વાનને પૂછી શકતા ન હતા કે મને આત્મા વિશે શંકા છે. મને સમજાવશો? જો એમ પૂછે કે મને ખબર નથી, હું જાણતો નથી તો ઓલા કહેશે કે પંડિત થઈને તમે આટલું પણ જાણતા નથી? ઈન્દ્રભૂતિને ભગવાન મહાવીર મળ્યાં ન હોત તો ઈન્દ્રભૂતિ ક્યાં હોત? ભગવાન મહાવીર ઈન્દ્રભૂતિને જોતાં એમ કહે છે કે ભાઈ ! તારા મનમાં આત્મા છે કે નહિ, એ પ્રશ્ન છે ને? એ સમસ્યા છે ને? પણ વાંક તારો નથી. વેદના શબ્દોનો યથાર્થ અર્થ તને બેસાડતાં આવડતો નથી, અને તે તારા છંદે અર્થ બેસાડ્યાં છે માટે તારા મનમાં આ સમસ્યા થઈ છે. જો આ શબ્દો આ રીતે ગોઠવે તો તારા મનમાં જે સમસ્યા થઈ છે તે નીકળી જશે. સંગીત એને કહેવાય કે જ્યાં સ્વરોનું અનુસંધાન કરવામાં આવે અને માથાકૂટ એને કહેવામાં આવે કે જ્યાં સ્વરનું અનુસંધાન છૂટી જાય. તારું કોઈ સંગીત નથી, લયબદ્ધતા નથી, શબ્દોને ક્યાં બેસાડવા અને શબ્દોને ક્યાં વાપરવા એ કળા તને આવડતી નથી, અને તું કોઈને પૂછી શકતો પણ નથી. પંડિતોની બહુ મોટી પીડા છે. સંતોને પીડા નથી. સંતો બાળક જેવા નિર્દોષ હોય છે. જાણતા હોય તો કહેશે જાણું છું, અને ન જાણતા હોય તો નથી જાણતો એમ કહે. પંડિત જાણતો હોય તો કહે હું જાણું છું પણ ન જાણતો હોય તો કહેવાય કઈ રીતે કે હું નથી જાણતો? એનો અહં આવીને ઊભો રહી જાય. તે કહેશે “તારું માન છે, તારો મોભો છે, તું પંડિત છે, તું વિદ્વાન છે, હું નથી જાણતો તેમ બોલીશ નહિ, જો નથી જાણતો એમ બોલ્યો અને તારો અહંકાર ઓગળી ગયો તો મોક્ષ તારો છે, તારા હાથમાં છે, પણ તને અહીં રોકી રાખવો, એમાં અમારો આનંદ છે.” શુષ્કજ્ઞાની બનીને બેસવું એ સંસારનું કારણ છે. એથી એ હેય છે. હેય એટલે છોડવા લાયક. સ્વચ્છંદ હેય છે, છોડવા લાયક છે, ત્યજવા લાયક છે. સ્વછંદ જે રોકે તે જરૂર મોક્ષ પામે. સ્વચ્છંદ રોકાયા પછી યથાર્થ સ્વરૂપમાં સમ્યક For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પ્રવચન ક્રમાંક - ૧૭, ગાથા ક્રમાંક - ૧૫ પ્રકારે સાધનાની શરૂઆત થશે. સ્વચ્છંદ રોકાય પછી દર્શન સમ્યક્, જ્ઞાન સમ્યક્, ચારિત્ર સમ્યક્, વ્રત, તપ અને ક્રિયાઓ સમ્યક્, ભક્તિ અને ધ્યાન સમ્યક્, યોગ સમ્યક્, અને સમજ પણ સમ્યક્, સાચી, તથ્ય બને છે. તમે સ્વચ્છંદ રોકયો એ જ મોક્ષનો માર્ગ છે. અને તીર્થંકર આદિ દેવોએ નિઃસ્વાર્થપણે એ જ વાત કરી છે. સવાલ એ છે કે સ્વચ્છંદ આટલો બળવાન અને આટલો જબરો છે, અનંતકાળથી આપણને પજવી રહ્યો છે, અને આપણું બધું નિષ્ફળ બનાવી રહ્યો છે, તો તેને કેમ રોકવો ? ખેતરમાં અનાજ બરાબર તૈયાર થાય, લીલુંછમ ઘાસ તૈયાર થાય અને રાતના ટાઈમે બે ત્રણ પાડાઓ પેસી જાય તો સવાર થતાં થતાં બધું સફાચટ તેમ આપણા સાધનાના ખેતરમાં અનંતકાળથી કેટલાયે પાડાં પેઠાં છે અને બધું સફાચટ કરી જાય છે. ‘આદર્યું આચરણ લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો.’ દેવચંદ્રજી મહારાજે કહ્યું, અમે આચરણ કે સાધના નથી કરી એમ નહિ, અમે શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો છે, તો શું બાકી રહી ગયું ? ‘શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબન વિનુ’, શુદ્ધ શ્રદ્ધા વિના અને આત્માના અવલંબન વગર જેવું કાર્ય થવું જોઈએ તેવું કાર્ય જીવનમાં થઈ શક્યું નથી. અંદ૨માં શાંતિથી વિચારજો. આપણે સાધના કરીએ છીએ છતાં સરળતા કેમ આવતી નથી ? રાગદ્વેષ કેમ જતાં નથી ? મોહ કેમ જતો નથી ? અજ્ઞાનની ધારા કેમ તૂટતી નથી ? આ વિચારતાં એમ ખ્યાલ આવશે કે આપણી સાધના એળે ન જાય તેની કાળજી આપણે લીધી નથી અને એ કાળજી જો આપણે લઈએ તો આપણું કાર્ય સરળતાપૂર્વક પરિપૂર્ણ કરી શકીએ. તો સ્વચ્છંદ કઈ રીતે રોકાય ? શું ઉપાય છે ? કયું બળવાન સાધન જોઈએ ? જેટલો રોગ બળવાન, તેટલી દવા પણ બળવાન. જેટલો ખાડો ઊંડો, પૂરણ પણ તેટલું જ ઊંડું કરવું પડશે. અવરોધ જેટલો બળવાન તેટલો અવરોધ તોડનાર પરિબળ પણ બળવાન હોવું જોઈએ. કોના આધારથી, કોની સહાય અને કોની કૃપાથી ? કોનો હાથ પકડીએ તો સ્વચ્છંદ રોકાય ? સ્વચ્છંદ રોકવા માટે શાસ્ત્ર વાંચવું કે માળા ગણવી ? પૂજાપાઠ કરવા કે કોઈ શાસ્ત્રો કંઠસ્થ કરવાં ? કોઈ તીર્થયાત્રા કરવી ? પાલીતાણ જઈ આવવું? કરવું શું? તે કહો. આ સ્વચ્છંદ શું કરવાથી રોકાય, અને પરમકૃપાળુ દેવ સ્પષ્ટ શબ્દોમાં કહે છે : પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય, For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૬ ટીકા : પ્રત્યક્ષ સદ્ગુરુના યોગથી તે સ્વચ્છંદ રોકાય છે, બાકી પોતાની ઈચ્છાએ બીજા ઘણાં ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણો થાય છે. (૧૬) બહુ સીધી વાત છે. સ્વચ્છંદના ગમે તેટલાં પ્રકાર હોય, ઇચ્છાઓના ગમે તેટલા પ્રકાર હોય, ડહાપણનાં ગમે તેટલા પ્રકાર હોય અને આત્મા ઉપર અજ્ઞાન અને વૃત્તિઓની સત્તા હોય, કષાયો અને મોહની સત્તા હોય, સાથે સાથે અહંકારની પણ સત્તા હોય અને ડહાપણની કે ઇચ્છાની સત્તા હોય તે બધાને ટાળનાર, રોકનાર સાધન એક જ છે, “પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ.” પ્રાપ્તિ નહિ પણ યોગ શબ્દ વાપર્યો. સદ્ગુરુ મળ્યાં એમની પાસે ગયાં, બેઠાં, એમનાં પ્રવચનો સાંભળ્યાં અને સત્સંગ કર્યો. હા કહી, સારું થયું. સાંભળનારે પ્રમાણપત્ર પણ આપ્યું. મહારાજ સારું બોલે છે, ઠીક કહે છે, મઝા આવે છે, આનંદ આવે છે. શાસ્ત્રો કહે કે સદ્ગુરુ તો મળ્યા પણ યોગ ન થયો. મળવું એક વાત અને યોગ થવો બીજી વાત. યોગ એટલે માત્ર પ્રાપ્તિ નહીં પણ સદ્ગુરુની ચેતના સાથે પોતાની ચેતનાનું અનુસંધાન, જોડાણ. એને કહેવાય છે યોગ. ૧૯૫ સદ્ગુરુની ચેતના સાથે આપણી ચેતના મળી જવી. તમારી પરિભાષામાં કહેવું હોય તો ટ્યુનીંગ થઈ જવું. સદ્ગુરુની સાથે આપણું ટ્યુનીંગ થઈ જવું જોઈએ. પાસે ગયા, બેઠાં, વાતો કરી પણ હજુ ટ્યુનીંગ થયું નથી. જ્યાં સુધી ટ્યુનીંગ ન થાય, ત્યાં સુધી યોગ થયો ન કહેવાય. યોગ થવો એટલે ચિત્તમાં અનુસંધાન થવું. યોગ થવો એટલે લય સાધવો, યોગ થવો એટલે ટ્યુનીંગ સાધવું. કોની સાથે ? સદ્ગુરુ સાથે. ઘણી વખત પૂછીએ છીએ કે બાપ દીકરા વચ્ચે કેમ ચાલે છે ? ટ્યુનીંગ નથી. દીકરો જુદું કહે છે, બાપ જુદું કહે છે. કંઈ મેળ પડતો નથી. એ બાપ-દીકરો છે. અહીં ગુરુ શિષ્ય છે પણ ટ્યુનીંગ નથી, અને ટ્યુનીંગ ન હોવાના કારણે સદ્ગુરુ પાસેથી જે ચેતનાનો પ્રવાહ અંદર દાખલ થવો જોઈએ તે પ્રવાહ અંદર દાખલ થઈ શકતો નથી. પ્રવાહ દાખલ થવો તે આધ્યાત્મિક ઘટના છે. સદ્ગુરુની ચેતનામાંથી જે કંપનો, જે ભાવો, જે ઉલ્લાસ આવે છે, તે તમામ ભાવો શિષ્યમાં દાખલ થાય ક્યારે ? ટ્યુનીંગ હોય ત્યારે. આવું ટ્યુનીંગ એને કહેવાય છે યોગ. આવો યોગ જો પ્રાપ્ત થાય તો સ્વચ્છંદ રોકાય. સ્વચ્છંદ રોકનાર પરિબળ માત્ર સદ્ગુરુ સાથેનું ટ્યુનીંગ છે. હવે શંકા કરે છે. ઠીક છે આ ઉપાય. પણ સ્વાધ્યાય કે તપ કરીએ તો કેમ ? મંદિરમાં જઈએ તો કેમ ? પૂજાપાઠ કરીએ તો કેમ ? આમાંથી બતાવોને કયું સાધન કરીએ ? For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પ્રવચન ક્રમાંક - ૧૭, ગાથા ક્રમાંક - ૧૫ આનંદ શ્રાવક બાર વ્રતધારી, ગૃહસ્થ હતાં. તેમને પોતાની પોષધ શાળા હતી. અમે તો ભલામણ કરીએ છીએ, તમે તમારા ઘરમાં ટી.વી. રૂમ બનાવો છો, સ્વીમીંગ પુલ બનાવો છો, ડાન્સીંગ રૂમ બનાવો છો તેને બદલે પૌષધશાળા બનાવો ને? ત્યાં બેસીને ધ્યાન થાય, સ્વાધ્યાય થાય, તત્ત્વચિંતન થાય, ઘરમાં નાનકડું મંદિર બનાવો તો ભગવાનનું સ્મરણ, પૂજા થાય. પૌષધશાળામાં આનંદ સાધના કરે છે. સાધના કરતાં કરતાં એમને વિશેષ પ્રકારનું અવધિજ્ઞાન થયું હતું. ગૌતમસ્વામીજી આહાર લેવા આવ્યા છે અને આનંદ શ્રાવક પૂછે છે કે ગુરુદેવ ! આવા પ્રકારનું જ્ઞાન ગૃહસ્થ અવસ્થામાં રહેલ ગૃહસ્થને થાય ખરું? ગૌતમસ્વામીજી ચાર જ્ઞાનના ઘણી છે. અરે ! અનંત લબ્ધિના નિધાન છે. તમારા ચોપડામાં એમનું નામ પહેલા લખો છો કે ગૌતમસ્વામીની લબ્ધિ હોજો. તમારે એમની સાથે બીજી કંઈ લેવાદેવા નથી. તેઓ પચાસ હજાર શિષ્યોના ગુરુ અને ભગવાન મહાવીરના ચૌદ હજાર શિષ્યોમાં મુખ્ય હતાં. આવી જેમની હાઈટ, આવી જેમની શ્રેષ્ઠતા, તેમને આનંદ શ્રાવક પૂછે છે કે મને આવું જ્ઞાન થયું છે અને ગૌતમસ્વામી કહે છે આનંદ, આવું જ્ઞાન ગૃહસ્થને થઈ શકે નહિ, પણ આનંદે કહ્યું કે પ્રભુ ! મને થયું તો તેમણે કહ્યું કે હું ભગવાન મહાવીરને પૂછીશ. છઠ તપ-બે દિવસના ઉપવાસ હતા. આજે પારણું હતું. અને આહાર લઈને ભગવાન મહાવીર પાસે જઈને કહે છે કે ““આનંદ શ્રાવકને આટલી મર્યાદાવાળું અવધિજ્ઞાન થયું તેમ આનંદ શ્રાવક કહેતાં હતાં. આ સાચી વાત છે ?'' ભગવાન મહાવીરે કહ્યું, હા ગૌતમ, સાચી વાત. તેમને જ્ઞાન થયું છે અને તમે જ્ઞાનીને ના પાડીને આશાતના કરી છે. તમે ફરી આનંદ શ્રાવકને ત્યાં જાવ અને તેમને મિચ્છામિ દુક્કડમ્ કહો. અને ખમાવીને પાછા આવો. આ કહેનાર ભગવાન મહાવીર અને કહ્યું છે ગૌતમસ્વામી ઈન્દ્રભૂતિને. ચાર જ્ઞાનના ધણી, અનંત લબ્ધિના નિધાન એવાં ગૌતમસ્વામી છે. ગૌતમસ્વામીજી કહી શક્યાં હોત કે પ્રભુ! આ વાત રહેવા દો. હું માસખમણને પારણે માસખમણ કરું, હું ચાર મહિનાના ઉપવાસ કરું, ગુફામાં રહીને ધ્યાન કરું, હું ઠંડીમાં ઠરું, બીજું બધું કરું પણ આપે કહ્યું તેમ નહિ થાય. ગૌતમસ્વામીજીએ આવું જ કહ્યું હોત તો તેઓ સ્વચ્છંદી હતા તેમ શાસ્ત્રો લખત. સમજાય છે ? ગૌતમસ્વામી ભગવાનની આજ્ઞા થતાંની સાથે જ છઠનું પારણું કર્યા વગર ચાર માઈલ દૂર ચાલીને આનંદ શ્રાવક પાસે જાય છે, અને કહે છે. શ્રાવક ! તમને જ્ઞાન થયું છે તે વાત સત્ય છે. મેં તમને ના પાડી તે મારો અપરાધ છે. હું તમારી પાસે મિચ્છામિ દુક્કડમાગવા આવ્યો છું. આવા મહાપુરુષોને મોક્ષ ન મળે તો કોને મોક્ષ મળે? જેનામાં આવી વિનમ્રતા છે, તેમણે સ્વચ્છંદ રોકાયો For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કહેવાય. પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. એ સિવાય એટલે પ્રત્યક્ષ સદ્ગુરુના યોગ સિવાય અન્ય ઉપાય કરવામાં આવે તો પ્રાય શબ્દ વાપર્યો એટલે ઘણું કરીને સ્વચ્છંદનું વજન વધી જાય. પોતાની ઇચ્છાએ બીજા ઘણાં ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણો થાય છે. પ્રત્યક્ષ સગુરુના યોગથી સ્વચ્છંદ રોકાય એમ કેમ કહ્યું? સગુરુ નિષ્કારણ કરુણાવંત છે. ત્યાં શું ઘટના ઘટે છે? સામા જીવને ઠપકો આપ્યા વગર, તેનો તિરસ્કાર કર્યા વગર, તેના તમામ દોષો જાણીને, તું દોષિત છો તેમ કહ્યા વગર, તેને ઉતારી પાડ્યા વગર, તેની નિંદા કર્યા વગર, પરમ પ્રેમથી, પરમ કરુણાથી તેને તેના દોષો જેવાં છે તેવાં સમજાવે છે. અને સમજાવીને ઉપદેશ આપે છે કે આનાથી તારું અહિત થશે, ભલું નહિ થાય. અમંગલ થશે. આમ પ્રેમથી તે તે દોષોથી બચાવી લે છે. આ કામ સદ્ગુરુ જ કરી શકશે. બીજા કોઈ ન કરી શકે, માટે શાસ્ત્રો પણ કહે છે કે સદ્ગુરુ દોષોથી બચાવી લે છે. ગંદકીમાં કે વિષ્ટામાં પડેલાં બાળકને મા ઉપાડીને નવડાવે છે, કપડાં બદલાવે છે. આ કામ મમ્મી જ કરી શકે, પપ્પા ન કરી શકે. એમ ગુરુ મા છે. મહારાષ્ટ્રમાં ગુરુને માઉલી કહે છે. સદ્ગુરુ મા બરાબર છે. બહુ પ્રેમથી તેઓ દોષોનો ખ્યાલ શિષ્યને આપે છે. ભગવાન મહાવીર મેઘકુમારને એમ કહે છે કે મેઘ ! રાત્રીમાં મુનિઓએ અવર જવર કરી. એમના જવા આવવાથી તારી નિદ્રામાં ખલેલ પહોંચી અને એટલા માત્રથી તે એવો વિચાર કર્યો કે સવારે ભગવાન મહાવીરની આજ્ઞા લઈને ઘર ભેગા થઈ જવું છે? મેઘકુમારે દીક્ષા લીધી હતી અને બીજે દિવસે સવારે આ વિચાર આવ્યો. પણ એક બચવાની બારી એમણે રાખી. છાનામાનાં નાસી ન ગયાં, પણ ભગવાન મહાવીરને પૂછીને, તેમની સંમતિ લઈને જવાનું વિચાર્યું. ભગવાન મહાવીરને પૂછવા ગયા છે અને ભગવાન મહાવીરે કહ્યું કે મેઘ ! આ તો સાધુઓ છે, સંતો છે, મુનિઓ છે, તેમની ચરણ રજથી તારો સંથારો પવિત્ર બન્યો. પણ તું જે મેઘ બન્યો તેની પાછળ તારા જીવનની અદ્ભુત કરુણાની કથા છે. હાથીના જન્મમાં તે કરુણાની સાધના કરી છે. અદ્ભુત સાધના તું આવા ભાવપૂર્વક કરી શક્યો તો આટલી નાની મુશ્કેલીથી તું નંખાઈ ગયો. ભગવાન મહાવીરે પ્રેમપૂર્વક મેઘને સમજાવ્યા. મેઘકુમાર મહાવીર સ્વામીને કહે છે કે આ બે આંખો સિવાય શરીરના બીજા અવયવોની શુશ્રુષા ગમે તેવું સંકટ પડે તો પણ નહીં કરું. For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પ્રવચન ક્રમાંક - ૧૭, ગાથા ક્રમાંક - ૧૫ પ્રત્યક્ષ સગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. એ પ્રત્યક્ષ સગુરુના યોગ વિના જે પણ કંઈ કરે તેનાથી દોષ ટળવાને બદલે દોષ બમણાં થાય. કમ સે કમ અહંકાર તો થાય જ. એ દશ ઠેકાણે કહે કે સવારે ચાર વાગ્યે ઊઠી જઈએ છીએ. તમારી જેમ પથારીમાં પડ્યા નથી રહેતાં. પલોઠી વાળીને બેસીએ છીએ. પ્રાણાયામ કરીએ છીએ. ધ્યાન કરીએ છીએ. ભાઈ! આ બધું તને કોણે પૂછ્યું હતું? પણ કહ્યા વગર ન રહી શકે. એક અનુષ્ઠાન કર્યું અને બીજો દોષ આવીને ઊભો રહ્યો. જીવને આ ટેવ પડી ગઈ છે. માટે એમ કહ્યું કે, પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. આ સોળમી ગાથાની સમાપ્તિ થઈ. આવતી કાલે સવારથી સતરમી ગાથાનો પ્રારંભ થશે. એક એક શબ્દ ધ્યાનથી સમજજો, સાંભળજો અને વિચારજો. ટ્યુનીંગ જેમ છે તેમ બેસાડજો. સાધક અવસ્થામાં જાગ્રત રહીને જીવનની યાત્રા કરવાની છે. સતરમી ગાથામાં પરમકૃપાળુ દેવ અભુત વાત કરે છે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક - ૧૮ ગાથા ક્રમાંક ૧૭ કારણ સમક્તિ સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. (૧૭) ટીકા ઃસ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરુના લક્ષે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે ‘સમકિત’ કહ્યું છે. (૧૭) ૧૯૯ આત્મસિદ્ધિમાં સમક્તિ શબ્દનો અર્થ ૧૭ મી ગાથામાં અને તે પણ કારણ સમક્તિને ગણીને કરેલ છે. આ ગાથાને બહુ ઊંડાણથી સમજવા પ્રયત્ન કરીએ. કારણ અને કાર્ય આ વિશ્વની સાંકળ છે. કારણ જોગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ, પણ કારણ વિણ કારજ સાધીએ રે, એ નિજ મત ઉન્માદ. (આનંદઘનજી મ.) કારણના યોગે કાર્ય ઉત્પન્ન થાય તેમાં કોઈ વિવાદ કે મતભેદ ન થાય, પણ કારણ વગર કાર્ય થાય તેમ જો કોઈ કહેતું હોય તો તે પોતાના મતનો ઉન્માદ છે. કારણ વગર કાર્ય સાધી શકાય, કારણ વગર ચાલે, તેના વિના કાર્ય સિદ્ધ થઈ શકે એવું કહીને કારણનો નિષેધ કરી કાર્યની અપેક્ષા રાખે એ વાત તો બિયારણ વાવ્યા સિવાય પાક તૈયાર થાય, માટી સિવાય ઘડો તૈયાર થાય અને દૂધ સિવાય ઘી મળી જાય અને ખાધા સિવાય ક્ષુધા તૃપ્તિ થાય તેવી છે. આ શક્ય નથી, કારણમાંથી જ કાર્ય થાય. જે પ્રકારનું કાર્ય થાય તેને અનુકૂળ કારણ જોઈએ, એટલે કારણ અને કાર્ય વચ્ચે ક્વોલિટી ડીફરન્સ ન ચાલે. બંને વચ્ચે ક્વોલીટી મેઈનટેન થવી જોઈએ, જળવાવી જોઈએ. જે પ્રકારનું કાર્ય થવાનું હોય તેને અનુકૂળ જ કારણ જોઈએ. એક શેઠ પાસે એક મઝાનો સંગીતકાર આવ્યો. તેણે પ્રેમથી વાંસળી અલગ અલગ રીતથી વગાડી અને ગાયું. પણ જેની પાસે ગાયું તે હૈયાનો બુઠ્ઠો હતો. એણે તો કહ્યું કે આમાં વળી શું નવાઈ કરી તેં ? આ વાંસળી તો પોલી છે એટલે વાગે જ ને, પણ સાંબેલું વગાડે તો તું સાચો છે એમ જાણું. For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પ્રવચન ક્રમાંક - ૧૮, ગાથા ક્રમાંક - ૧૭ સાંબેલું વગાડવાનું શક્ય બનતું નથી. જે પ્રકારનું કાર્ય હોય તેને તે પ્રકારનું કારણ જોઈએ. કારણ કાર્યની સંધિ તૂટે છે, માટે કાર્ય થતું નથી. સમજવા પ્રયત્ન કરજો. એટલા માટે ખેડૂતો બિયારણની તલાશ બહુ કરે છે. શુદ્ધ બિયારણ જોઈએ. સર્ટીફાઈડ બિયારણ વગર અનાજ ન થાય તેમ શુદ્ધ કારણ વગર શુદ્ધ કાર્યન થાય. સમ્યગદર્શન એ કાર્ય છે. તો સમ્યગદર્શન પ્રગટ થવા માટે સમ્યગદર્શનને અનુકૂળ કારણ કયું? તેની સ્પષ્ટતા પરમકૃપાળુ દેવે સત્તરમી ગાથામાં કરી છે. બહુ મહત્ત્વની ગાથા છે. દર્શનમોહનો ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમ થતાં જે નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ થાય તેને જ્ઞાની પુરુષ નિશ્ચય સમ્યક્ત્વ કહે છે. આ અનુભવની ઘટના છે, તે કહી શકાતી નથી કે કન્વર્ટ કરી શકાતી નથી, બીજાને આપી શકાતી નથી. આ ઘટના સ્વયંમાં-પોતામાં ઘટે છે. પોતે જાણે છે. પોતે જ અનુભૂતિ કરે છે, અને પોતે તેમાં ડૂબે છે. ત્યાં કોઈ હાજર નથી. જે વખતે આ અનુભૂતિ થાય તે વખતે વ્યક્તિ હાજર નથી, શાસ્ત્રો હાજર નથી. વિચારો કે વિકલ્પો હાજર નથી. માત્ર તે એકલો છે. સંપૂર્ણ એકલો છે. સમ્યગદર્શનમાં શું થાય છે? શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ, નિશ્ચયનયની અપેક્ષાએ જે શુદ્ધ ચૈતન્યની વાત કરી છે તે શુદ્ધ ચૈતન્ય સાથે કર્મની, વિકારની, વિભાવની, રાગની, દ્વેષની જે ઉપાધિ છે તેને બાદ કરીને, ગતિ, માર્ગણા, વેશ્યા, ગુણસ્થાનક, આઠ કર્મ તથા તે કર્મબંધના કારણો એ બધાને બાદ કરીને, જે બાકી રહે છે તે શુદ્ધ આત્મ તત્ત્વની જે અનુભૂતિ થાય તે નિર્વિકલ્પ આત્મતત્ત્વની અનુભૂતિ સમ્યગદર્શનમાં થાય છે. આ ધરતી ઉપરની તે અદ્ભુત ઘટના છે. મોક્ષમાં જતાં પહેલાં આ ધરતી ઉપર પોતાના શરીરમાં આ ઘટના ઘટે છે. આ દેહમાં તેનો પ્રત્યક્ષ પ્રગટ અનુભવ થાય છે, સ્વયંનો અનુભવ થાય છે. બીજા પાસે હોય તો, તે પણ જાણી કે જોઈ શકે નહિ. ઘટના પોતામાં ઘટે છે. એ ઘટના જ્યારે ઘટે છે ત્યારે નિર્વિકલ્પ અવસ્થા હોય છે. ત્યાં કોઈ શાસ્ત્રનો કે ચિંતનનો આધાર નથી, કોઈ પુરુષનો આધાર નથી, ત્યાં બધું જ ગેરહાજર, માત્ર શુદ્ધ ચૈતન્ય હાજર. શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ શુદ્ધ ચૈતન્ય પોતે જ કરે છે, પોતાના દ્વારા પોતાની અનુભૂતિ. આવી અલૌકિક ઘટના સમ્યગુદર્શનમાં થાય છે. અહીં ત્રણ શબ્દો આવે છે. અનુભવ જેને કરવો છે તે, જેનો અનુભવ કરે છે તે અને જેના દ્વારા કરે છે તે. જ્ઞાતા, શેય અને જ્ઞાન, દ્રષ્ટા, દશ્ય અને દષ્ટિ. આ ત્રિપુટીનો છેદ મૂકાઈ જાય છે. એ જ જ્ઞાતા, એ જ જ્ઞાન અને એ જ શેય અને તેની જ અનુભૂતિ. જે જાણનાર છે, જે જાણે છે એ પોતાની અનુભૂતિ કરે છે. આ સમ્યગદર્શનની ઘટના છે. આ એક અવસ્થા છે, એક આધ્યાત્મિક પરિવર્તન છે. અંદરમાં થતી અવસ્થા છે. For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૦૧ સૌથી પહેલાં સમ્યગ્દર્શન થાય, ત્યારે દર્શનમોહનો ઉપશમ થાય છે. ઉપશમ એવી ઘટના છે કે અંતર્મુહૂર્ત માટે દર્શનમોહનો અગ્નિ શાંત થઈ જાય છે. અનંતાનુબંધી કષાયનો ઉદય નથી, દર્શનમોહનો દાવાનળ અંતર્મુહૂર્ત માટે સંપૂર્ણપણે શાંત થઈ ગયો છે એવી અવસ્થામાં અંતરમાં જે શુદ્ધ આત્મતત્ત્વની નિર્વિકલ્પ અનુભૂતિ થાય તેનું નામ સમ્યગ્દર્શન. આ અવસ્થામાં ‘‘આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, નિરંજન છે, નિર્વિકાર છે એવા વિકલ્પો નથી. નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા આવો છે અને વ્યવહાર નયની અપેક્ષાએ આત્મા આવો છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મા આવો છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્મા આવો છે, શાસ્ત્રોમાં આત્મા આવો વર્ણવ્યો છે, સમયસારમાં આવો વર્ણવ્યો છે અને પંચાસ્તિકાયમાં આવો વર્ણવ્યો છે, તેવા વિકલ્પો પણ ત્યાં નથી. ઈતને દિન તૂ નાહિ પિછાન્યો, મેરો જન્મ ગમાયો અજાનમેં, અબ તો અધિકારી હોઈ બેઠે, પ્રભુ ગુણ અખય ખજાનમેં, ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ ! તુજ સમકિત દાનમેં, પ્રભુ ગુણ અનુભવકે ૨સ આગે, આવત નહિ કોઉ માનમેં; હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં. (ઉપા.યશોવિજયજી મહારાજ) હવે તો અમે મોક્ષના અધિકારી થઈ બેઠા છીએ. અને એવો અધિકાર અમને સાક્ષાત્ તીર્થંકર પરમાત્માએ આપ્યો છે. મોક્ષ મળશે કે નહિ તે પ્રશ્ન રહ્યો જ નથી. તું જ મોક્ષ સ્વરૂપ છો. અક્ષય સુખનો ખજાનો મારા હાથમાં આવી ગયો છે. નિર્વિકલ્પ દશામાં શુદ્ધ આત્માની અનુભૂતિ થાય છે. તે શુદ્ધાત્મા કેવો છે ? કર્મ, લેશ્યા, ગતિ વિગેરે ઉપાધિથી તે રહિત છે. બધી ઉપાધિ ગઈ. વેદાંતમાં જરા જુદી પરિભાષામાં વાત કરી છે. ‘નેતિ, નૈતિ, નૈતિ.’ એમના પારિભાષિક શબ્દો ‘અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ.’ એનાથી જે પર છે તેવા શુદ્ધાત્માની નિર્વિકલ્પ અનુભૂતિ જે આ સમયમાં થાય તેને કહેવાય છે સમ્યગ્દર્શન. આ તો અંદરમાં થતી ઘટના છે. તેને કંઈ કહેવાની જરૂર નથી. કબીરજી એમ કહે છે કે “મન મસ્ત ભયો અબ ક્યું બોલે ?’ એ દર્શન થઈ ગયું, એક સાક્ષાત્કાર થઈ ગયો. એક ખજાનો મળી ગયો. હવે બોલવાની જરૂર શી ? ગાંઠમાં હીરો બાંધી લીધો, હાથમાં લઈને પાયધુની પર બતાવવા ન જવાય કે લ્યો બાપુ ! જુઓ આ હીરો. એ તો ગાંઠે બાંધીને ઘર ભેગો થઈ જાય. એમ આત્માની અનુભૂતિ જ્યારે થાય ત્યારે અંતરંગ અવસ્થા બદલાઈ જાય છે. "" આ સત્તરમી ગાથા વિશેષ પ્રકારની છે. કારણ કે સમક્તિ શબ્દનો પ્રવેશ અહીંથી થાય છે. સમ્યગ્દર્શન એ મહત્ત્વની ઘટના છે. સમ્યગ્દર્શન એટલે નિર્વિકલ્પ તત્ત્વની For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ - પ્રવચન ક્રમાંક - ૧૮, ગાથા ક્રમાંક - ૧૭ અનુભૂતિ, આ સંપૂર્ણ આંતરિક ઘટના છે. આનંદધનજીએ કહ્યું, આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે. અહીં બધા આલંબનો છૂટી ગયા, બધા સાધનો, વિચારો છૂટી ગયા. શાસ્ત્રો પણ છૂટી ગયા અને બધા ભાવો પણ છૂટી ગયા. માત્ર બાકી રહ્યો શુદ્ધાત્મા. હવે અમે એનો અનુભવ કરી રહ્યા છીએ અને એમાંથી આનંદની છોળો ઊછળે છે. પ્રવાહ અંદરથી વહેતો થાય છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. એવી એક શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ થાય છે, અને “વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સમક્તિ'' બહારમાં ફરતી વૃત્તિ જે બહાર દોડતી હતી તે પાછી વળી અને સ્વરૂપમાં ગઈ અને સ્વરૂપમાં ઠરી એવી શુદ્ધાત્માની અનુભૂતિ, નિર્વિકલ્પ અનુભૂતિ અને જ્ઞાનીઓ નિશ્ચય સમ્યગદર્શન કહે છે. આ ટોટલ આંતરિક ઘટના વર્ણવી શકાતી નથી, કહી શકાતી નથી. જિનહી પાયા તિનહી છિપાયા, ન કહે કોઉકે કાનમેં; તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કોઉ સાનમેં, હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં. જેને મળ્યું તે તેણે છુપાવ્યું. જ્ઞાની પુરુષી છિપાવે છે કારણ કે તેઓ જાણે છે કે હજુ જોખમ છે. આજુબાજુમાં ચોરો ફરી રહ્યા છે. લુંટી લે તેવા છે, અત્યારે બહુ જાહેરાત કરવા જેવી નથી. કાનમાં પણ કહેતા નથી. એવી આંતરિક, ગુપ્ત અને અલૌકિક ઘટના ઘટે છે. તે ક્યારે સમજાશે? જ્યારે તાર સંધાશે, અંદરમાં તન્મયતા આવશે ત્યારે એ સાનમાં સમજી જશે. એને કહેવું નહિ પડે. આવી એક અવસ્થાને જ્ઞાનીઓ નિશ્ચય સમ્યગદર્શન કહે છે. આવું નિશ્ચય સમ્યગ્ગદર્શન પ્રાપ્ત કરવા માટે અનુકૂળ કારણો જોઈએ ને? તેને કહેવાય છે કારણ સમક્તિ. એક કારણ સમક્તિ અને એક કાર્ય સમક્તિ. શુદ્ધ આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ તે કાર્ય સમક્તિ, અને શુદ્ધ આત્માની અનુભૂતિ થવામાં જે મહત્ત્વના ને ચોક્કસ કારણો તેને કહેવાય છે કારણ સમક્તિ. ઉપાદાન આતમ સહિ રે, પુષ્ટાલંબન દેવ, ઉપાદાન કારણપણે રે પ્રગટ કરે પ્રભુ સેવ; જિનવર પૂજો, પૂજો રે ભાવિક જન પૂજો, પ્રભુ પૂજ્યા પરમાનંદ. (દેવચંદ્રજી મહારાજ) આવું સમ્યગ્ગદર્શન પ્રાપ્ત થવામાં જે પરિબળો કામ કરે છે એને પરમકૃપાળુ દેવ કારણ સમ્યક્ત્વ કહે છે. દર્શનમોહનો ઉપશમ થતાં જે નિર્વિકલ્પ શુદ્ધ આત્માની અનુભૂતિ થાય તે For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૦૩ ખરેખર સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શન થવામાં સ્થૂળ ભૂમિકા પર જે અનુકૂળ એવાં કારણો તેને કારણ સમક્તિ કહેવામાં આવે છે. કેમ ? નિર્વિકલ્પ શુદ્ધાત્માની અનુભૂતિ થવામાં તે કારણ છે. અચૂક કારણ છે. આનાથી સમ્યગ્દર્શન થાય જ. કારણ તેને કહેવાય કે જ્યારે તેનાથી, તેની હાજરીમાં કાર્ય થાય. તેના વિના શાસ્ત્રો તેને કારણ કહેતાં નથી. જ્યારે હસ્તમેળાપ થાય ત્યારે લગ્ન થયા કહેવાય. નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય તે કાર્ય અને એ કાર્યમાં અનિવાર્ય ટોટલ ફેક્ટર જે ભાગ ભજવે છે એને કહેવાય કારણ સમ્યક્ત્વ. કયું કારણ ? તો પ્રત્યક્ષ. આ પ્રત્યક્ષ કારણ છે. આ કારણ હોય તો સમ્યગ્દર્શન થાય જ. અનુભવ રસમેં રોગ ન શોકા, લોકવાદ સબ મેટા, કેવલ અચલ અનાદિ અબાધિત, શિવશંકરકા ભેટા, અવધૂ અનુભવ કલિકા જાગી, મતિ મેરી આતમ સમરન લાગી. હવે તો નિરંતર આત્માનું સ્મરણ થવા લાગ્યું. ગોપીઓ કહે છે “નહિ રે વિસારું હરિ, અંતરમાંથી નહિ રે વિસારું.' હવે ભૂલી શકાય જ નહિ. કારણ તારા સિવાય બીજું કોઈ રહ્યું નથી. જે કંઈ છે તે તું છે. આવી શુદ્ધ આત્માની અનુભૂતિ ક્યારે થાય ? ‘સ્વચ્છંદ મત આગ્રહ તજી’, અહીં પહેલો શબ્દ સ્વચ્છંદ આપ્યો પણ તે અધૂરો પડ્યો. તેથી સ્વચ્છંદ શબ્દની જોડે એક નવો શબ્દ મૂક્યો તે છે ‘મતનો આગ્રહ.’ પરમકૃપાળુ દેવ વારંવાર મતાગ્રહની વાત કરતાં આવ્યા છે અને એમણે એમ કહ્યું છે કે અમારો કોઈ મત નથી. વીતરાગ પરમાત્માનો અભિપ્રાય એ જ અમારો મત, અને એ જ અમારો અભિપ્રાય છે, અમારો કોઈ સ્વતંત્ર મત હોઈ શકે નહિ. મત સ્થાપવાની વાત જ નહિ. અમે છીએ જ નહિ. અમે વીતરાગ પુરુષના ચરણના દાસ છીએ. આવી જેમણે ઉદ્ઘોષણા કરી તેઓ કહે છે કે મત સતથી જુદો પડે છે. મત એ છાંટો છે પણ એ છાંટો સત્ય નથી. મત એ અગ્નિનો તણખો છે. અગ્નિ જ કામ કરી શકશે, તણખો કામ ન કરી શકે. એમ આ મત તે છાંટો કે તણખો છે, સત્ય તો નથી જ. સત અને મત બંને વચ્ચે ફરક છે. મત અધૂરો છે, મત ખંડિત છે, મત, અભિપ્રાય, માન્યતા અધૂરા જ્ઞાનનું પરિણામ છે. મત પોતાની સ્વીકૃતિ છે. સત્ ટોટલ વ્યક્તિત્વ છે. સત્ય સમગ્રતામાં છે, સત અખંડ છે, સત્યના કટકા થઈ શકે નહિ. સાહેબ ! કટકા થયા તેને કહેવાય છે મત. આ જીવ અહીં સુધી આવે છે. મત સુધી આવે છે, પણ મતની હદ કુદાવીને પેલી પાર જો ન જાય તો સત્યના દર્શન ન થાય. જીવ મતની બાઉન્ડ્રી કુદાવી શકતો નથી. ક્રિકેટના મેદાનમાં બાઉન્ડ્રી કુદાવે છે પણ જીવનના ક્ષેત્રમાં મતની બાઉન્ડ્રી કુદાવતો નથી. For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પ્રવચન ક્રમાંક - ૧૮, ગાથા ક્રમાંક - ૧૭ - દુનિયામાં કોઈપણ માણસ એવો નથી કે જેને કોઈ મત ન હોય. નાસ્તિકનો ચાર્વાકનો પણ મત છે, અમે પુણ્ય પાપમાં માનતા નથી એ પણ મત છે. અમે માનીએ છીએ કે ખાના, પીના, રોના, સોના', એ પણ મત છે, અને આત્મા છે એ પણ મત છે. આત્મા નિત્ય છે, બ્રહ્મ છે, ઈશ્વર કર્યા છે, આત્મા અરૂપી કે રૂપી છે તે પણ મત છે. સત્ય તો અખંડ હોય. ખલીલ જીબ્રાન એમ કહેતા હતા કે તમે જ્યારે સત્યને શબ્દનાં અલંકાર પહેરાવો છો તે વખતે સત્ય, સત્ય મટી અસત્ય બની જાય છે. જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી સત, જ્યાં સુધીમાં મૌન ત્યાં સુધીમાં સત, માટે જ જ્ઞાની પુરુષો બોલવા તૈયાર નથી. કથા એવી છે કે ભગવાન બુદ્ધને બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ ત્યારે મૌન થઈ ગયા. બોલતાં જ નથી. આ ધરતી ઉપર બુદ્ધત્વનું ફૂલ ખીલ્યું, કમળ ખીલ્યું, એ બોલશે જ નહિ તો એમને એમ ધરતી ઉપરથી ખજાનો જતો રહેશે. દેવો નીચે આવ્યા. પ્રભુ! તમે બોલો. ભગવાન બુદ્ધ કહે છે કે હું બોલીશ અને તમે પામશો જ, એવું માનશો નહિ, અને જે પામવાના હશે તે હું નહિ બોલું તો પણ પામશે.” દેવોએ પ્રાર્થના કરી, તમારા નિમિત્તે જે પામવાના હશે તે તો પામશે. પછી ભગવાન બુદ્ધ બોલ્યાં. સત્યની અનુભૂતિ થાય તો તે મૌનમાં થાય, અનુભૂતિ નિર્વિકલ્પ અને નિર્વિચાર છે, અને જ્યારે જ્યારે એ અનુભૂતિ શબ્દોમાં ઢાળવામાં આવી ત્યારે મતો ઊભા થયાં અને મતનો આગ્રહ થયો. આ જીવ ત્યાં અટક્યો છે. આ જીવ મુનિ બન્યો, સંન્યાસી બન્યો, વિરક્ત બન્યો, સાધુ મહંત બન્યો પણ મતમાં અટક્યો. એક કહે છે ભગવા વસ્ત્ર વગર ન ચાલે, બીજો કહે છે કાળા વસ્ત્ર વગર ન ચાલે. આ આગ્રહ છે. તપ, જપ, વ્રત, અનુષ્ઠાન થઈ શકે, સંસારને લાત મારી શકાય, સંન્યાસી થઈ શકાય. નગ્ન-દિગંબર થઈ શકાય પણ મતનો આગ્રહ છૂટવો બહુ મુશ્કેલ છે. આ મતે આપણને સત્ય પાસે જતાં રોકી રાખ્યાં છે. તમે હિંમત કરશો તો ધન છોડી શકશો, સ્ત્રી છોડી શકશો, કુટુંબ, ઘર, શરીરને પણ તમે છોડી શકશો પણ મતને તમે નહિ છોડી શકો. જ્યાં સુધી તમારું જીવન મતના હાથમાં છે ત્યાં સુધી તમને સત્યની અનુભૂતિ નહીં થાય. સત્ય કઠિન નથી, સત્ય સરળ છે. સત્ય સુગમ છે. આગ્રહ પણ શેનો? મતનો, પણ મત ખંડિત છે, મત અંશ છે, અંશ અંશી નથી. પર્યાય પૂરું દ્રવ્ય નથી. ખંડ એ અખંડ નથી. ભલે ચંદ્રમાં બીજનો હોય પણ બીજનો ને? પૂર્ણિમાનો તો નહિ ને? ચંદ્રમાં ખીલ્યો છે. આપણે દર્શન કરવા જઈએ છીએ, એ વાત સાચી, પણ ચંદ્રમા છે બીજનો, અખંડ તો નહિ. શરદપૂર્ણિમાનો તો નહીં જ ને ? સત્ય એ શરદપૂર્ણિમાનો ચંદ્ર છે, અને મત તે બીજનો ચંદ્ર છે. મતનો આગ્રહ હશે ત્યાં સુધીમાં આપણે પકડાયેલા જ છીએ. માટે શબ્દ વાપર્યો મતાગ્રહ. બે ભેગાં મળ્યાં. એક સ્વચ્છંદ તો હતો અને સ્વચ્છંદને ટેકો આપવા માટે For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૦૫ આ મતાગ્રહ આવી ગયો. તે કહે છે, ‘દોસ્ત ! હવે જીવ ઉપર આપણું રાજ. તારું તું ચલાવ અને મારું જોર હું ચલાવું.' આવો જીવ સત્યને પામી શકે નહિ. એટલા જ માટે વારંવાર કહીએ છીએ કે બધું છોડવું સહેલું પણ સ્વચ્છંદ અને મતાગ્રહ છોડવા મુશ્કેલ છે. સ્વચ્છંદ કઈ રીતે જાય ? કારણ સમક્તિ કઈ રીતે થશે ? નિર્વિકલ્પ અનુભૂતિ શેમાંથી થશે ? આ ઘટના શું કરવાથી ઘટશે ? પરમકૃપાળુ દેવ કહે છે ‘સ્વચ્છંદ મત આગ્રહ તજી’, મને બોલતાં અને તમને સાંભળતાં વાર નહિ થાય. પણ આ બંને છોડતાં કેટલાંય જનમ કરવા પડે ? માટે હિંમત કરી સ્વચ્છંદ અને મતાગ્રહ છોડી દો. જેને સત્ય મેળવવું છે તે કોઈની શેહમાં તણાતો નથી, જેને સત્યની અનુભૂતિ અને સાક્ષાત્કાર કરવો છે તે ક્યાંય ઊભો રહેતો નથી. લોકો તમને કહેશે કે ‘તમે તેરમે ગુણસ્થાને છો, તમે ભગવાન છો.’ પણ તમે તમને જાણો છો કે તમે ક્યાં છો ? ‘મા જાણે બાપ અને આપ જાણે પાપ.’ પોતાને ખબર છે કે પોતે ક્યાં ઊભો છે ? છતાં ડોકું હલાવ્યા કરે. આની બહુ ભારે મીઠાશ છે. હિન્દુસ્તાનમાં પટાવાળા થવું કઠિન છે, પણ ભગવાન થવું બહુ સહેલું છે. પરમકૃપાળુ દેવના ત્રણ શબ્દો સ્વચ્છંદ, મત અને આગ્રહ છે. મતનો આગ્રહ પણ હોઈ શકે છે અને એ સિવાય બીજા ઘણાં આગ્રહો પણ હોઈ શકે છે. આગ્રહ એટલે પકડ, જીદ. બહુ મુશ્કેલી તો એ છે કે જીદ છૂટી શકતી નથી. કહેવત છે કે ‘ગદ્ધા પુચ્છ પકડ્યું તે પકડ્યું.' પછી ભલે ગધેડો લાત મારે અને પડી જાય, પણ છોડે તે બીજા. અરે ભલા, તું કેટલું ખોવા બેઠો છે? વિચાર તો કર. સ્વચ્છંદ, મત, આગ્રહ આ નેગેટીવ સાઈડ છે. સંપૂર્ણ છોડવાની વાત છે. સ્વચ્છંદને છોડો અને મતના આગ્રહને છોડો-પણ આ અધૂરી વાત છે. આ પચાસ ટકાથી વાત પૂરી નહિ થાય, આટલાથી કામ નહિ થાય. એક પોઝીટીવ વાત ઉમેરવી પડશે. ‘વર્તે સદ્ગુરુ લક્ષ’, વર્તે એટલે જીવે. વર્તવું એટલે જીવવું, તે પ્રમાણે ચાલવું. વર્તવું એટલે આચરવું, વર્તમાનમાં નિયમોનું પાલન કરવું. વર્તવું એટલે ચારિત્ર અથવા આચરણ. કેવી રીતે જીવવું? અત્યાર સુધીમાં તો મતના લક્ષે, સ્વચ્છંદના લક્ષે, ભોગના લક્ષે, આગ્રહના લક્ષે, ભૌતિકતાના લક્ષે, ધન, કંચન અને કામિનીના લક્ષે જીવ્યા. હવે જીવવું કેવી રીતે ? હવે સદ્ગુરુના લક્ષે જીવવું. આ નવીન તત્ત્વ ઉમેરાયું. આપણી નોંધપોથીમાં આની નોંધ ન હતી. પૈસો, મકાન, પત્ની, કુટુંબ, પરિવાર, વેવાઈ, સાળો, ધંધો, આવક, જાવક, કપડાંલત્તાં, શરીર, ઘર, દાગીનો, ખાવું, પીવું, કેટલું ગણાવું ? આ બધું તો હતું પણ એક તત્ત્વ ન હતું, સદ્ગુરુ ન હતાં. હવે સદ્ગુરુ ઉમેરાયા, તેથી ફટ દઈને મોક્ષના દરવાજા ખુલ્લા થઈ જશે, જરાય વાર નહિ લાગે. For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પ્રવચન ક્રમાંક - ૧૮, ગાથા ક્રમાંક - ૧૭ સદ્ગુરુ ઉમેરાય તેના પહેલાં તૈયારી શું કરવાની? મકાન સાફ કરવાનું? રંગોળી કરી રાખવાની? શ્રીફળ મૂકવાનું? સવા રૂપિયો મૂકવાનો? શું કરવાનું? બે કામ કરવા પડશે. સ્વછંદ અને મતાગ્રહ છોડવા પડશે. આપણને અનંતવાર સગુરુ મળ્યાં છે. “અત્યારે છે કે નહિ? આ ધરતી ઉપર છે કે નહિ? નથી મળતાં, પહેલાં થઈ ગયા, હવે હોય નહિ.” આ બધી વાતો છોડો. તમે તૈયારી તો કરો, પછી સદ્ગુરુ સામે આવશે. આવીને કહેશે કે “ચાલ બેટા.” પાટણ પાસે કનોડામાં નવિજયજી મહારાજ ગયા અને પાંચ વર્ષના જશવંતની માને કહે છે, “બેન ! આ બાળક હોનહાર છે, એને તમે મને આપો.' મા કહે –“આપ્યો.” અને એ જશવંત ઉપાધ્યાય યશોવિજયજી બન્યા. ધંધુકામાં દેવેન્દ્રસૂરિ મહારાજ પધાર્યા. માતા પાહિની પાંચ વર્ષના ચાંગદેવને (હેમચંદ્રાચાર્યને) લઈને ઉપાશ્રયમાં આવ્યા. ગુરુ મહારાજે માતાને કહ્યું કે “આ પુત્ર મને આપી દો.” માતાએ પુત્ર આપી દીધો. તમે શેની વાતો કરો છો કે સદ્ગુરુ મળતાં નથી. અરે ! તમે તૈયાર નથી. તમે એક વાર તૈયાર તો થાવ. સદ્ગુરુ તમારા આંગણે આવીને ઊભા રહે તો પણ તમે કહો છો કે અમને હમણાં ટાઈમ નથી. કોઈ ભક્ત ભગવાનને કહ્યું, “ભગવાન આટલી આટલી પ્રાર્થના કરીએ છીએ પણ કેમ તમે આવતાં નથી?” ભગવાને કહ્યું, “ભાઈ, હું ઘણી વખત તારે ઝાંપે આવ્યો, પણ બોર્ડ લગાડેલ હતું કે પરવાનગી સિવાય આવવું નહિ, તેથી પાછો વળી ગયો. બીજા ઠેકાણે પણ મને યાદ કર્યો એટલે ફરતો ફરતો હું ત્યાં ગયો હતો, તો ત્યાં બોર્ડ મારેલું હતું કે કૂતરાથી સાવધાન રહેજો, એટલે પાછો વળી ગયો. આવા તો કેટલાય બોર્ડ મારેલાં છે.” સદ્ગુરુ નથી મળતાં એ વાત છોડો. સદ્દગુરુ હાજર છે, પણ પ્રાપ્ત કરવા બહુ મોટી તૈયારી કરવી પડશે. સ્વચ્છંદ, મત, આગ્રહ છોડવાં પડશે. ગામડામાં ખેડૂત એમ કહે છે કે “સાહેબ ! અષાઢ મહિનો આવ્યો, વાડ પાકી કરી, ખેતર ખેડ્યું. હવે હાથ જોડીને બેઠા છીએ, મેઘરાજા ક્યારે પધારશે? તેની રાહ જોઈને તૈયારી કરીને બેઠા છીએ. વાડ, જમીન બધું તૈયાર છે.' તેમ સાધક પણ તૈયાર થઈને બેસે છે. સદ્ગુરુ ક્યારે પધારશે? તમે તૈયાર થઈને બેસશો તો સદ્ગુરુ આવશે ને આવશે જ. તમે મતને પોતાનો માન્યો છે. ખરેખર તો તમારો મત જ ક્યાં હોય છે? તમારી પસંદગી જ ક્યાં હોય છે? ક્યાં જનમવું? એ પણ નક્કી નહિ. તમે જન્મી ચૂક્યા. ખરેખર જો તમને પૂછવાનું રાખ્યું હોત કે તમારે ક્યાં જનમવું છે? તો સાહેબ ! તમે મુંબઈમાં તો નહિ જ, પણ અમેરિકામાં રોકફેલરને ત્યાં, રાષ્ટ્રપતિ બુશને ત્યાં જ તમારી પસંદગી જણાવત, બીજી રેંગીયેંગી જગ્યાએ નહિ, પણ તમને પૂછે છે કોણ? બીજું એ કે મા-બાપ જે For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૦૭ સમજતાં હતાં, માનતા હતા તે એમણે મને કહ્યું અને તમે સ્વીકાર્યું, એ તમારો મત થઈ ગયો. મત માટે તમે સત્યને છોડવા તૈયાર થયાં. મત માટે તમે સત્યની ઉપેક્ષા કરી. મતને બચાવવા તમે સત્યનો દ્રોહ કર્યો. ભગવાન મહાવીરના જમાઈ જમાલી એમ કહે છે કે ભગવાન મહાવીર ખોટાં છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે નવગ્રહ તો છે, શનિ, રાહુ, કેતુ, મંગળ વિગેરે પણ જમાઈ એ દશમો ગ્રહ છે. પણ એ દશમા ગ્રહ કરતાં પણ મતાગ્રહ અગિયારમો ગ્રહ જબરો છે. એની પકડમાંથી તમે છૂટી શકતાં નથી. સાત ખોટનો દીકરો છોડવો સહેલો છે પણ મત છોડવો ઘણો મુશ્કેલ છે. જમાલી તો ગયો, પણ પોતાની લાડકી દીકરી પ્રિયદર્શન પણ એક હજાર સાધ્વીઓને લઈને જમાલી પાછળ ગઈ. તેઓ બધાં જ કહેતા હતાં કે ભગવાન મહાવીર ખોટાં છે અને પ્રિયદર્શન પણ કહેતી કે જમાલી સાચા છે, મહાવીર નહિ. એ બાપાને ભૂલી. આ મતનો આગ્રહ. જમાલી સસરાને ભૂલ્યા એ મતનો આગ્રહ. મતનો આગ્રહ શું કામ કરાવે છે તે સમજી લો. જીવવાનું કેવી રીતે? “સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ.” વર્તે એટલે જીવવાનું, વર્તે એટલે વર્તવું, જીવવું, આચરવું. વર્તે એટલે રહેવું. કેવી રીતે રહેવું ? સદ્ગુરુના લક્ષે રહેવું. સદ્ગના લક્ષે રહેવું એટલે એમનો જ વિચાર, એમનું જ ભાવન, એમનું જ ચિંતન, એમનું જ અવલોકન, એમના જ શબ્દો, એમની આજ્ઞા. બસ એમની જ આજ્ઞા પ્રમાણે જીવવું. અંબાલાલભાઈ કહે છે “સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરુના લક્ષે ચાલે.' હવે લક્ષ એક જ રહ્યું. જેમ લગ્ન થાય એટલે સ્ત્રી પોતાના પતિની અનુગામી થાય છે. પતિના પગલે પગલે ચાલે છે. સીતાજીને કોઈએ પૂછ્યું કે “તમે સુકોમળ છો, જનકવિદેહીના દીકરી છો, ધરતી ઉપર પગ નથી મૂક્યો. પાલખીમાં જ ફર્યા છો, દાસ દાસીઓ વચ્ચે રહ્યાં છો, આજે તમે રામજી પાછળ ઉઘાડે પગે ચાલો છો, તમને પગમાં પીડા થતી નથી ?' સીતાજીએ કહ્યું, “ભાઈ ! મને પીડા થતી નથી પણ આનંદ આવે છે. રામજીની પાછળ હું ચાલું છું, અને તેમની પાછળ ચાલતાં ચાલતાં, પગલે પગલે પ્રસન્ન થઉં છું. એમના પગ જોઉં છું અને જીવનમાં બધા દુઃખને ભૂલી જાઉં છું. મને જનક યાદ નથી આવતાં, મને મિથિલા કે સંપત્તિ યાદ નથી આવતી. મને અયોધ્યા કે મારી મહેલાતો પણ યાદ નથી આવતી. મારા પતિના ચરણને નિરખતી નિરખતી હું જાઉં છું.' આને કહેવાય છે વર્તે લક્ષ. “સદ્દગુરુના લક્ષે વર્તે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગ પરમાત્માએ સમક્તિ કહ્યું છે.” આમાં આત્માની અનુભૂતિ નથી. સમ્યગદર્શન થયું નથી. દર્શન મોહ For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પ્રવચન ક્રમાંક - ૧૮, ગાથા ક્રમાંક - ૧૭ છે, અનંતાનુબંધી કષાય છે, છતાં તેને સમક્તિ કહ્યું છે કારણ કે સમક્તિનું ફૂલ આમાંથી નક્કી ખીલવાનું છે. એ વાત શંકા વગરની છે. આને કારણ સમક્તિ કહ્યું છે. આ થશે તો નિર્વિકલ્પ અનુભૂતિ થશે. વચનામૃત ૭૭૧ માં પરમકૃપાળુ દેવે બહુ મહત્ત્વની વાત કરી છે. આ વચનામૃત ઘણી વખત વાંચી જવામાં આવ્યું છે પણ મુંબઈ સમાચારની જેમ વાંચી ગયા છીએ, પણ તેમ ન વંચાય. વચનામૃતજીનો શબ્દે શબ્દ અદ્ભુત છે. ‘મોક્ષમાર્ગની નિશાની સમ્યગ્દર્શન છે.’ ધજા દેખાય એટલે ખબર પડે કે મંદિર છે. ધૂમાડો દેખાય એટલે ખબર પડે કે અગ્નિ છે. હોબાળો થાય ત્યારે ખબર પડે કે કંઈક થયું છે, તેમ મોક્ષમાર્ગની નિશાની સમ્યગ્દર્શન છે. આ ચિન્હ છે. તેની પ્રાપ્તિ શાથી થાય ? શું કરવાથી થાય ? કેવી રીતે થાય ? આ મોક્ષની નિશાની તો છે, પણ કરવું શું પડે ? ‘ભગવત્ તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવ અજીવનું જ્ઞાન હતું તેથી તેને સમક્તિ કહ્યું છે, એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી.’ આ બધાને જીવાજીવનું જ્ઞાન હતું, તેટલા માટે સમક્તિ કહ્યું છે તેમ નથી. એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. સમક્તિ કેમ થયું ? શું થયું ત્યાં ? કયું પરિબળ ? કયું પોઝીટીવ ફેક્ટર ત્યાં કામ કરતું હતું ? ‘તેમાંથી કંઈક જીવોને તીર્થંકર સાચાં પુરુષ છે', એવો જે સ્વીકાર હતો તે બહુ મોટી વાત છે. આનંદધનજીએ કહ્યું, ભગવાન ! હવે ચિંતા ગઈ, હવે મૂંઝવણ ગઈ. પહેલાં અમે એમ કહેતાં હતાં કે મોહ જબરો છે, કામવાસના જબરી છે, લોભ જબરો છે, કષાય જબરા છે, પણ પ્રભુ ! એ અમારી ભૂલ હતી. અમે એટલા માટે કહેતાં હતાં કે તું નહોતો મળ્યો. હવે તું મળ્યો, તેથી બીક ગઈ, ભય ગયો. હવે શું થયું ? ‘થિંગ ધણી માથે કિયા રે કુણ ગંજે નર ખેટ, વિમલ જિન દીઠાં લોયણ આજ.’ (આનંદઘનજી) પ્રભુ ! મેં તમને જોયાં. ફોજદારની ઘરવાળી શાક માર્કેટમાં જાય અને શાકનો ભાવ પૂછે તો શાકવાળો કહેશે કે ‘‘શું કરવા બહેન પૂછો છો ? આ શાક તમારું જ છે’’ શાકવાળો આવું કેમ કહે છે ? ફોજદા૨ની ઘરવાળી છે માટે કહે છે. ફોજદારની ઘરવાળી છે માટે વટ પડે છે તો તીર્થંકરદેવનો કોઈ વટ જ નહીં. તમે તીર્થંકરદેવને શું સમજો છો ? એ ધિંગોધણી છે. લોકો એમ કહેતા હોય છે કે મનમોહનસિંહ અમારા ગજવામાં છે. તમે એક વખત તો કહો કે તીર્થંકર મારા માથે છે. મારો ધણી છે. એ સામાન્ય નથી. ચૌદ ભુવનનો ધણી છે. ભાગવતમાં મધુર રીતે એક વાત કરેલ છે. ભગવાન કૃષ્ણે ત્રણ જણને બોલાવ્યા. માયાને બોલાવી, કર્મસત્તાને બોલાવી અને મોહને બોલાવ્યો. પછી કહ્યું ‘આ ભક્ત મારા શરણે આવ્યો છે. હવે માયા, તારી સત્તા નહિ ચાલે.’ માયા કહે છે ‘હા માલિક, જેવી For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૦૯ તમારી આજ્ઞા.... કર્મને કહ્યું, “આના ઉપર તમારી સત્તાં નહિ ચાલે, તમે જાવ.” અને કર્મો ગયા. અને મોહને કહ્યું, ‘તમારે આનું નામ ન લેવું. આ મારો છે, મારો ભક્ત છે.” પરમાત્માએ મારો કહ્યો. તમે એક વખત આનંદમાં આવી એમ કહો. “પ્રભુ! હું તારો છું.” તો આનંદ થાય. “કંઈક જીવોને તીર્થકર સાચાં પુરુષ છે.” બસ તેઓ સાચાં મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે. જેમ તેઓ કહે છે, તેમજ મોક્ષમાર્ગ છે, એવી પ્રતીતિ, એવી રુચિ અને શ્રી તીર્થકરના આશ્રયથી અને નિશ્ચયથી તેમને સમક્તિ કહ્યું છે. “કર્મની કેટલી પ્રકૃતિઓ અને નય કેટલાં? સાત કે આઠ? સપ્તભંગી કઈ ? તો સાહેબ! અમે કંઈ જાણતા નથી. અમે એટલું જાણીએ છીએ કે ધિંગો ધણી, ચૌદભુવનનો ધણી માથે છે એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે.” આપણે મુશ્કેલીમાં હોઈએ અને કોઈનું શરણું લઈએ અને કહીએ કે “ભાઈ ! બે દિવસ તમારા ઘરમાં રહેવા દો. વોરંટ આવ્યું છે. મારે છુપાઈને રહેવું છે. મને આશરો આપો.' “તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાન સ્વરૂપ છે.” ભલે તેને જીવ, અજીવ, આગ્નવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ; ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ; નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ વગેરે નયો; ચાતુ અસ્તિ, સ્યા નાસ્તિ, સ્યાત્ અવક્તવ્ય, સ્યાદ્ અતિ અવક્તવ્ય, સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય; ચૌદ ગુણસ્થાન, આ બધુ બોલતાં ન આવડતું હોય પણ તે તીર્થંકર દેવ સાચાં છે, બસ તેમનો જ આશ્રય “એક ભરોસા તેરા.” બસ પ્રભુ! એક તારો જ ભરોસો, તારા ભરોસે જીવવાનું છે, આવો દૃઢ નિશ્ચય જેમણે કર્યો તે પણ એક પ્રકારે, એક દૃષ્ટિથી જીવાજીવના જ્ઞાન સ્વરૂપ છે, આને જીવાજીવના જ્ઞાન સ્વરૂપ કહ્યું. મઝાની એક વાર્તા છે. એક ચોરે ચોરી કરી છે. તેને શૂળી ઉપર ચડાવ્યો છે, બપોરનાં બાર વાગ્યાં છે, તરસ લાગી છે, પીડા સહન થતી નથી અને પાણી પાણી થઈ રહ્યું છે. રાજાએ કહ્યું છે કે આને જે પાણી પાશે તેને પણ આવી શિક્ષા થશે. ત્યાંથી નગર શેઠ નીકળ્યાં. ચોર કહે છે “શેઠ ! મને પાણી પાવને. તરસ સહન થતી નથી.” શેઠે કહ્યું, પાણી ઘરેથી ભરીને લઈ આવું છું, ત્યાં સુધીમાં તું “નમો અરિહંતાણું, નમો અરિહંતાણં એમ બોલ્યા કર.” સૈનિકોએ કહ્યું, “શેઠ! તમે પાણી લાવશો તો તમને પણ શૂળીએ ચઢાવવાની શિક્ષા થશે.” “કંઈ વાંધો નહિ. આનું ભલું થતું હોય તો ભલે મને શૂળીની શિક્ષા થાય.” શેઠ પાણી લેવા ગયા છે. ચોર “નમો અરિહંતાણમુ એ ભૂલી ગયો અને આણે તાણે કંઈ ન જાણું, શેઠનું વચન પ્રમાણું.’ આ રીતે જાપ કરતાં કરતાં એ ચોરનું For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પ્રવચન ક્રમાંક - ૧૮, ગાથા ક્રમાંક - ૧૭ સમાધિ મરણ થયું. તેને શાંતિ થઈ. મરણ પામી દેવલોકમાં ગયો. દેવલોકમાં ગયો તે વાત જુદી છે. પણ “આણું તાણે કંઈ ન જાણું, શેઠનું વચન પ્રમાણું.” શેઠના આ વચનને ચોર પ્રમાણ ગણે છે. તીર્થંકર પરમાત્માને જો પ્રમાણ ગણીએ તો એમના વચનો પણ પ્રમાણભૂત થયા. પરમાત્માના વચનોની રુચિ થઈ, તેઓ ગમ્યા. મીરાંબાઈએ કહ્યું કે “લોકો એમ કહે છે કે સંસાર સાગર ઘણો મોટો છે પણ અમને તો મોટો લાગતો નથી. અમારા માટે તો જુદું જ બની ગયું, ભવ સાગર સુક ગયો હૈ, કોણ કહે છે મોટો છે? સંસાર સાગર સૂકાઈ ગયો. રહ્યો જ નથી.” કોઈ પૂછે છે કે “મીરાં ! કહે તો ખરી, તને થયું શું? આ શાસ્ત્રો કહે છે કે સંસાર સાગર તરવો બહુ મુશ્કેલ છે. અનંત છે, વિશાળ છે અને તું એમ કહે છે કે ભવસાગર સુકાઈ ગયો.” ત્યારે મીરાં કહે છે કે લાગી લગન પ્રભુ ચરનનકી, પ્રભુ ચરનનકી, ગુરુ ચરનનનકી, લાગી લગન હરિ ચરનનકી.” આ ઘટના ઘટી ગઈ. લગન લાગી ગઈ. આથી મીરાંએ કહ્યું, “સંસાર સાગર સૂકાઈ ગયો.' આને કહેવાય છે રુચિ. મને પરમાત્મા વહાલા લાગે છે, એવી પ્રતીતિ અને આશ્રયથી “પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવાજીવનું જ્ઞાન એને અનુક્રમે થાય છે.” કંઈ ન ભણ્યા હોય તો પણ ક્ષપકશ્રેણી માંડી શકાય. આઠમા ગુણસ્થાને જઈ શકાય. મરૂદેવી માતા પાઠશાળમાં દાખલ થયા ન હતા, પણ ક્ષપકશ્રેણી માંડી, કેવળજ્ઞાન પામ્યા. “મા તુષ અને મા રુષ.” આટલા શબ્દો સ્પષ્ટ બોલવાની હેસિયત જેનામાં નથી તેમણે પણ ક્ષપક શ્રેણી માંડી અને ભલભલા વિદ્વાનો ચર્ચા કરતાં જ રહ્યાં કે “પ્રત્યક્ષ છે, પરોક્ષ છે.” આ ચર્ચાનો વિષય નથી. અનુભવનો વિષય છે. “તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષનો ક્ષય થઈ વીતરાગ દશા થાય છે”, માટે છેલ્લો નિષ્કર્ષ તથારૂપ સત્પુરુષના યોગ વિના એ સમક્તિ પ્રાપ્ત થવું ઘણું કઠણ છે, તો શું કરવું? સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ, સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. આ અભુત ગાથા છે. ફરી ઉપસંહાર કરી જઈએ. સ્વછંદ અને મતાગ્રહને તજીને જે સદ્ગુરુના લક્ષે નિરંતર વર્તે છે, તેને વીતરાગ પરમાત્માએ સમક્તિ કહ્યું છે. એટલા માટે કે નિર્વિકલ્પ અનુભૂતિરૂપ જે સમ્યગદર્શન છે, નિશ્ચયનયની દૃષ્ટિથી જે સમ્યગદર્શન વર્ણવ્યું છે, તેવું સમ્યગુદર્શન થવામાં આ સમક્તિ કારણરૂપ થાય છે. આ રસ્તે જ તમારે જવું પડશે. સ્વચ્છંદ મતાગ્રહ તજીને સદ્ગુરુના લક્ષે વર્તીને એની પ્રતીતિ, એની રુચિ અને એનો આશ્રય કરી, તે રીતે જીવતાં જીવતાં દીવા જેવું જ્ઞાન થશે, અને પ્રત્યક્ષ આત્માની અનુભૂતિ થશે. “સમક્તિ તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ', આ સમક્તિનું કારણ છે. For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૧૧ કારણમાંથી કાર્ય થાય. ગોટલામાંથી જ કેરી થાય, ગોટલો જોઈએ. ગોટલો ખવાય નહિ, પીવાય નહિ, સૂંઘાય નહિ, જોવો ગમે નહિ પણ હાફુસ કેરી તૈયાર થાય ત્યારે પડાપડી થાય. આ કેરી ગોટલામાંથી આવી, ગોટલો ન ગમે પણ હાફૂસ કેરી ગમે ને ? આ કારણ છે, તેમાંથી કાર્ય થશે.એવું કારણ જેમણે સિદ્ધ કર્યું તેમને સમક્તિની પ્રાપ્તિ થાય. સત્તરમી ગાથાની સમાપ્તિ થઈ. અઢારમી ગાથાનો પ્રારંભ આજે સાંજે થશે. એક એક વાતને ઊંડાણથી સમજજો. ન સમજાય તો કાગળમાં નોંધ કરી પૂછજો, પણ ગુંચવાશો નહિ. અથવા તો તમારા મતના આગ્રહને મજબૂત બનાવશો નહિ. અમે જે કહી રહ્યા છીએ તે મતાગ્રહ મજબૂત કરવા માટે નહિ પણ આ અગિયારમા ગ્રહને છોડવા માટે કહી રહ્યા છીએ. આ વાત અમારી નથી પણ પરમકૃપાળુ દેવની છે. માટે તેમણે કહ્યું, તમારે પૂર્વ તૈયારી કરવી પડશે. વ્યવહારમાં તમે તૈયારી કરો જ છો. પાંચ વાગ્યાની ટ્રેઈન હોય તો તમે ચાર વાગે ઊઠો છો અને પોણા પાંચે તો સ્ટેશન પર પહોંચી જાવ છો. સદ્ગુરુ આવવાનાં છે, હાજર છે, તમારી પાસે આવશે પણ તમે તૈયારી કરો. શું તૈયારી કરશો ? સ્વચ્છંદ, મત, આગ્રહ તજો, અને નિર્ણય કરો, જ્યારે મળશે ત્યારે તેમના લક્ષે વર્તીશું, એમનો આશ્રય કરીશું. એમની પ્રતીતિ કરીશું. એમની રુચિ કરીશું. તેમના પગલે પગલે અને શબ્દે શબ્દે ચાલીશું. એમની આજ્ઞા પ્રમાણે જીવીશું. સાહેબ ! પછી મોક્ષ નહિ મળે, એવું નહિ બને. ‘પામે અવશ્ય મોક્ષ', આ તમારી એકલાની વાત ક્યાં કરીએ છીએ ? તેમ અનંત મોક્ષને પામ્યાં છે અને આવું જિનેશ્વર પરમાત્માએ કહ્યું છે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૧૯, ગાથા ક્રમાંક - ૧૮ પ્રવચન ક્રમાંક - ૧૯ ગાથા ક્રમાંક - ૧૮ માન રોકાય છે - સના શરણમાં માનાદિક શત્રુ મહા, નિજછંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પપ્રયાસે જાય. ૧૮. ટીકા માન અને પૂજા સત્કારાદિનો લોભ એ મહા શત્રુ છે. તે પોતાના ડહાપણે ચાલતાં નાશ ન પામે, પરંતુ સદ્ગુરુના શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય. (૧૮) સદ્ગુરુના લક્ષે વર્તવું, એવું અહીં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. તમને પ્રશ્ન થશે કે સદ્ગુરુ, સદૂગુરુ, ગુરુ આજ્ઞા પાલન કરો, એવું ભારપૂર્વક શા માટે કહો છો? ઘણાં બધા સાધનો અને ઉપાયો માનને દૂર કરવા માટે છે. સદ્દગુરુથી જ થાય તેવું શા માટે ? તમને એમ લાગશે કે સદૂગુરુ અમારી પાછળ પડ્યા છે અથવા તો એમને કોઈપણ રીતે અમારા જીવનમાં આવવું છે. જે કૃષ્ણમૂર્તિ કહે છે કે આ ગુરુવાદ અને ગુરુગમથી બચવા જેવું છે. આ ગુરુઓ શોષણ કરે છે, આધ્યાત્મિક શોષણ કરે છે, તેમાંથી માનવ જાતને મુક્ત કરવા જેવી છે. આવી ક્રાંતિકારી વાત તેઓ કરે છે, પણ તે એક પક્ષની વાત કરે છે. બે ત્રણ કારણો સમજી લઈએ, જેથી વાતની સ્પષ્ટતા થાય. પહેલી વાત તો એ છે કે સદ્દગુરુ કંઈ કરતાં નથી. તેઓ માત્ર હાજર છે. તેઓ અકર્તા છે. બારીકાઈથી વાત ખ્યાલમાં લેજો. તેઓ માત્ર હાજર છે. તેઓ કંઈ કરતા નથી પણ કાર્ય તેમની હાજરીમાં થાય છે. કોઈએ સંતને કહ્યું કે તમે મને કંઈક આપો જેથી મારો રોગ મટી જાય.” સંતે કહ્યું કે, “હું તમને કંઈક આપું તો તમને રોગ તો મટી જશે પણ મને મહારોગ થશે. અહંકારનો રોગ, કર્તુત્વનો રોગ, મેં દર્દો-રોગ મટાડ્યા તેનો રોગ, ભલું કર્યું તેનો રોગ.” એ રોગથી એમને બચવું છે. સદૂગુરુને સમજી લ્યો. સદ્દગુરુને કંઈ કરવું નથી. ક્રિયા છે, કર્મ છે, પણ કર્તુત્વ નથી. એમના સમગ્ર જીવનની ચર્યા પૂર્વનાં પ્રારબ્ધનાં પ્રયોગથી ચાલે છે. ટ્રેઈનના ડબ્બાને એન્જિન સાથે જોડો, એન્જિન જ્યાં જાય ત્યાં ડબ્બો પણ જશે. પ્રારબ્ધ એન્જિન છે, એ એમને ખેંચી જાય છે. “વિચરે ઉદયપ્રયોગ', એટલે કર્મના ઉદય પ્રમાણે કાર્ય થશે. તેઓ માત્ર પૂર્વના પ્રારબ્ધના વેગથી જીવનની સમગ્ર ક્રિયા કરે છે. For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૩ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા બીજી વાત જગતમાં સદ્ગુરુનાં નિમિત્તે જે પામવાનાં હશે, તે પામશે, તે તેમનું કાર્ય છે. જગતમાં જે જે મુમુક્ષુઓ છે તે તે મુમુક્ષુઓ માટે સદ્ગુરુ પ્રગટ થાય છે, તે જાગતિક નિયમ છે. એ જગતની ગુપ્ત વ્યવસ્થા છે. સદ્ગની હાજરી વગર કાર્ય થતું નથી. સદ્ગુરુ શિક્ષક નથી અને શિક્ષક છે તે સદ્ગુરુ નથી. બન્ને જુદા છે. શિક્ષક એને કહેવાય કે જે સ્થૂળ જગતમાં જુદા જુદા વિષયો ભણાવે, તૈયાર કરાવે. નૃત્યકળા, સંગીતકળા, સાહિત્યની કળા, ભાષાની કળા, વિજ્ઞાન, ગણિત, ઈતિહાસ ભણાવે. ડૉક્ટરની કે વકીલની લાઈન તૈયાર કરાવે તે શિક્ષક. આ શિક્ષકને ભૌતિક સૃષ્ટિ સિવાય કાંઈ લેવા દેવા નથી, અને ભણનારને ભૌતિકતા સિવાય કંઈ જોઈતું નથી. શિક્ષકનું કામ એટલું જ કે તેઓ માત્ર વિજ્ઞાન આદિ વિષયો ભણાવે છે, એને તૈયાર કરે છે, સર્જન કરે છે. સદ્દગુરુ શિક્ષક નથી પણ તે ઉદ્ઘાટક છે, તેઓ ચેતનાનું ઉદ્ઘાટન કરે છે. ધીમે ધીમે જેમ છોડ ઉપર કળી આવે છે, કળી પછી ફૂલ ખીલે છે, ફૂલ પછી ફળ આવે છે. એ જેમ ધીમે ધીમે ખીલે છે તેમ સદ્ગુરુ ચૈતન્યનાં કમળને ખીલવે છે. એમની હાજરીમાં ચૈતન્યનું કમળ ખીલે છે. તેઓ ભણાવતાં નથી, તેઓ શિક્ષણ આપતા નથી, વર્ગ લેતાં નથી પણ તેમની હાજરીમાં ચેતનાનું ઉદ્ઘાટન થાય છે. શિક્ષક અને સદ્ગુરુ વચ્ચે ફરક છે. સદ્ગુરુ શ્રેષ્ઠ શિક્ષક હોઈ શકે પણ શ્રેષ્ઠ શિક્ષક સગુરુ હોય તેવો નિયમ નથી. બીજી અગત્યની વાત શિક્ષકને દશ્ય સૃષ્ટિમાં, ભૌતિક જગતમાં કાર્ય કરવાનું છે જ્યારે સદ્ગુરુને અતીન્દ્રિય સૃષ્ટિમાં કાર્ય કરવાનું છે. સૌથી મોટી સમસ્યા અતીન્દ્રિય સૃષ્ટિમાં પ્રવેશ કરવાની છે. જેને રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આકાર, કદ કે સંસ્થાન નથી, બંધારણ નથી, વજન નથી, જાતિ કે લિંગ કશું જ નથી તે અતીન્દ્રિય સૃષ્ટિમાં પ્રવેશ કરવાનું કામ અત્યંત કઠિન છે. દરિયામાં જઈ શકાય, આકાશમાં પહોંચી શકાય, પણ જે સૃષ્ટિ અતીન્દ્રિય છે ત્યાં ન પહોંચી શકાય. આનંદધનજીએ થોડાં શબ્દો કહ્યાં છે, અનુભવગોચર વસ્તુ છે રે જાણવો એહી રે ઈલાજ; કહન સુનનકો કછુ નહિ પ્યારે, આનંદઘન મહારાજ. નિશાની કહાં બતાવું રે. ભૌતિક સૃષ્ટિમાં જે દેખાય છે જેને રૂપ, રંગ છે તેની અહીં વાત નથી, પરંતુ આ બધાથી રહિત એવું તત્ત્વ, જેને કોઈ માનવા તૈયાર નથી, એ તત્ત્વની અનુભૂતિનું કાર્ય કરવું તે આધ્યાત્મિક સાધનાનું સૂત્ર છે. અતીન્દ્રિય સૃષ્ટિમાં પ્રવેશ કરવાની વાત છે. એટલા માટે એમ કહ્યું કે “અનુભવ ગોચર વસ્તુ છે રે, તે ઈન્દ્રિયોથી પર, મનથી પર, બુદ્ધિથી પર, સિદ્ધાંતોથી પર અને શબ્દોથી પણ પર છે. એ કહેવું હોય તો કહી શકાય તેમ નથી, For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પ્રવચન ક્રમાંક - ૧૯, ગાથા ક્રમાંક - ૧૮ સાંભળવું હોય તો સાંભળી શકાય તેવું પણ નથી. ભગવદ્ ગીતામાં એક અદ્ભુત શ્લોક મૂક્યો છે. કોઈ આશ્ચર્ય મુગ્ધ બનીને આત્માની વાત કરે છે. કોઈ આશ્ચર્યમુગ્ધ બનીને સાંભળે છે અને કોઈ આશ્ચર્યમુગ્ધ બનીને આત્મા છે તેમ પણ કહે છે, પરંતુ અમને એમ કહેવા દો કે આ આશ્ચર્યમુગ્ધ બનીને કહેનારા હજુ અતીન્દ્રિય સૃષ્ટિની બહાર ઊભા છે, અંદર ગયા નથી. એ અતીન્દ્રિય સૃષ્ટિમાં દોરી જવાનું કામ જે કરે છે તે સદૂગુરુ. કોઈ કહેશે સગુરુની શી જરૂર છે? કંઈ જરૂર નથી, પણ જેને અતીન્દ્રિય સૃષ્ટિમાં જવું હશે, પ્રવેશ કરવો હશે, તેને સરુની જરૂર પડશે. અતીન્દ્રિય સૃષ્ટિમાં રહેલું તત્ત્વ જેને રૂપ, રંગ, વજન કે કદ નથી એવા, અરૂપી એટલે જે અવર્ણ, ગંધ, અરસ, અસ્પર્શ છે અને સમયસારજીમાં જેને માટે અલિંગ ગ્રહણ એવો શબ્દ વાપર્યો છે, જે કોઈપણ ચિન્હથી ગ્રહણ ન થાય અને ન પકડાય એવા આત્મામાં, જે ઈન્દ્રિયોની પેલી પાર છે તેવી અતીન્દ્રિય સૃષ્ટિમાં પ્રવેશ કરાવવાનું કામ સદ્ગુરુ દ્વારા થાય છે. ત્રીજી વાત..સગુરુ એ સૃષ્ટિનો અનુભવ કરીને આપણા વચ્ચે આવ્યાં છે. ત્યાં જઈને, ત્યાંથી પાછા ફરીને, અહીં આવ્યા છે. કેટલાક અનુભવીઓ એવા છે કે અંદર ડૂળ્યા તે ડૂળ્યા. આપણને કહેવા આવ્યા જ નથી અને આવવા જેવું પણ નથી, પણ કેટલાક અનુભવીઓ કરુણાથી ખેંચાઈને, કરુણાથી પ્રેરાઈને, અતીન્દ્રિય સૃષ્ટિનો અનુભવ કરીને, સ્થૂલ ભૂમિકા ઉપર આપણી વચ્ચે આવ્યા છે અને અતીન્દ્રિય સૃષ્ટિનો અણસાર આપવાનું કામ કરે છે. તમને ક્યાંથી ઝલક મળશે? તમને અણસાર ક્યાંથી મળશે? કોણ એ દિશા બતાવશે? કોણ ઓળખાણ આપશે? આત્મા નામનો શબ્દ ઘણાંને ખબર નથી, એવા અરૂપી અતીન્દ્રિય આત્મા તરફ દોરી જવાનું કામ, અતીન્દ્રિય સૃષ્ટિમાં ડૂબકી મરાવવાનું કામ, અને ડૂબકી મારતા હોય એમને ધક્કો મારવાનું કામ ગુરુ કરે છે. તમારે અતીન્દ્રિય સૃષ્ટિમાં જવું હશે તો સદ્ગુરુ વગર નહિ ચાલે. એ લઈ જતાં નથી, પણ તેમની હાજરીમાં જવાનું મન થાય છે. તેઓ કહેતાં નથી, પણ એ તરફ દોડવાનું મન થાય તેવું તેમનું અસ્તિત્વ છે, એવી તેમની હાજરી છે, માત્ર હાજરીથી કામ થાય. ક્યા દિવસે સૂર્યએ કહ્યું કે અમે આકાશમાં આવી રહ્યા છીએ, ઊઠો, સવાર થઈ ગઈ. પરંતુ સૂર્યોદય થતાં તમે જાગી જાઓ છો. સૂર્યની હાજરીમાં તમે જાગો છો. સદ્ગુરુની હાજરીમાં ઝણકાર આવે, અંદરથી ધૂન આવે, સદ્ગુરુની હાજરીમાં અંદરથી લગન લાગે, અંદરથી ભાવ અને શ્રદ્ધા થાય, સદ્ગુરુની હાજરીમાં અંદરથી સંવેદના આવે કે ચાલો, અતીન્દ્રિય સૃષ્ટિ અમારે જોવી છે. જગત તો જોયું. ભૌતિક સૃષ્ટિતો જોઈ પણ અતીન્દ્રિય સૃષ્ટિજોઈ નથી. અતીન્દ્રિય સૃષ્ટિમાં જવાનું કામ જેને કરવું છે તેને એવી વ્યક્તિ જોઈશે કે જેણે અતીન્દ્રિય સૃષ્ટિ જોઈ છે, જાણી છે, માણી છે, For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૧૫ અનુભવી છે અને કરુણાના કારણે હાથ પકડીને ત્યાં લઈ જાય છે, તેમને સદ્ગુરુ કહે છે. - સગુરુ એ છે કે જેઓ આપણા જીવનમાં આવીને, આપણા સમગ્ર અસ્તિત્વનું ઉદ્ઘાટન કરે. આપણા ચૈતન્ય બીજને ખીલવે. બિયારણ પેક કરી ખેડૂત તિજોરીમાં મૂકે, અને સો વર્ષ જાય તો પણ બિયારણ બિયારણ જ રહેશે. પરંતુ એક દાણો પણ જો ખેડૂત ખેતરમાં વાવે તો એક દાણામાંથી મોટો છોડ તૈયાર થાય, અને કદાચ વૃક્ષ પણ તૈયાર થાય. આપણી પાસે પણ મૂળભૂત બીજ છે તે ખીલ્યું નથી. નિગોદમાં પણ બીજ હતું અને એકેન્દ્રિયમાં હતાં ત્યારે પણ બીજ હતું. પશુગતિમાં હતા ત્યારે અને આજે મનુષ્ય છીએ ત્યારે પણ બીજ છે. આપણે તેને તિજોરીમાં રાખ્યું છે, ખીલવવા માટે પ્રયત્ન કર્યો નથી. એ બીજને ખીલવવાનું કામ જે કરે છે તેને કહેવાય છે સદ્ગુરુ. સદ્ગુરુ બીજને ખીલવે છે, પ્રગટ કરે છે, અને ખીલવવાની પ્રક્રિયામાં એ સામેલ થાય છે. ચોથી મહત્ત્વની વાત, બાકી બધા ભૌતિક જગતના પ્રશ્નો કદાચ ઉકેલી શકાશે પણ આંતરિક જગતનાં પ્રશ્નો ઉકેલવાનું કામ ભૌતિક સુષ્ટિના વૈજ્ઞાનિકો કરી નહિ શકે. તેના માટે આધ્યાત્મિક સત્તા જોઈએ. વાંચતા નથી આવડતું, તો અક્ષરજ્ઞાન આપનાર છે. સંગીત નથી આવડતું તો સંગીત શીખવનાર છે, નૃત્ય અને ડીસ્કો નથી આવડતા તો શીખવનાર પણ છે, પરંતુ ચૈતન્યમાં ડૂબકી મારવી હોય તો કોણ શીખવનાર છે? આત્મામાં ડૂબકી મારવી છે, સ્વરૂપની અનુભૂતિ કરવી છે તો કોણ શીખવનાર છે? એવી અનુભૂતિ કરાવનાર જે પરિબળ તેને કહેવાય છે સદ્ગુરુ. તમે સદ્ગુરુનું કામ સમજી લ્યો. બધી વાત કરતી વખતે એ વાત ભૂલશો નહિ કે સદ્ગુરુ કંઈ જ કરતાં નથી-માત્ર હાજર હોય છે. હાજર રહેવું અને આખી પ્રક્રિયાને જોવી એ કઠિનમાં કઠિન કામ છે. આપણે તો બોલ્યા અને કહ્યા વગર રહી શકતા નથી. એક બાળક વિકાસ પામતું પામતું વૃદ્ધ થાય, એક બીજ ખીલતું ખીલતું વૃક્ષ થાય, બીજનો ચંદ્રમાં ખીલતો ખીલતો પૂર્ણિમાનો ચંદ્ર બને, એ પ્રક્રિયાને જોવી તેના કરતાં પણ આ જીવ ખીલતો ખીલતો શિવ થઈ જાય અને આત્મા ખીલતો ખીલતો પરમાત્મા થઈ જાય એ પ્રક્રિયાને જોવી તે પરમ ધીરજનું કામ છે. એવું પરમ ધૈર્ય જેમની પાસે છે તેમને કહેવાય છે સગુરુ. વિચાર કરજો, સદ્ગુરુ શિક્ષક નથી. શિક્ષક સર્જક છે પણ ઉદ્ઘાટક નથી, સદ્ગુરુચેતનાનું ઉદ્ઘાટન કરે છે. જેનામાં તાલાવેલી ન હોય એનામાં તાલાવેલી જગાડે છે અને જેને તાલાવેલી લાગી છે તેને પાર પમાડે છે. આ બન્ને કામ કોઈપણ જાતની અપેક્ષા વગર, બદલાની આશા રાખ્યા વગર સગુરુ કરે છે. શિષ્ય તો બધું આપવા તૈયાર છે, પરંતુ સદ્ગુરુને કંઈપણ જોઈતું નથી. આવી તેમની અવસ્થા છે. અહીં એક મહત્ત્વની વાત કરે છે કે, For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૬ પ્રવચન ક્રમાંક - ૧૯, ગાથા ક્રમાંક - ૧૮ માનાદિક શત્રુ મહા, નિજ છંદન મરાય, જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. શરીરમાં રોગ થાય તો ડૉક્ટરો મળશે, અર્થ ઉપાર્જન કરવું હશે તો સલાહકારો મળશે, ઈન્કમટેક્સમાં ગરબડ કરી છે તો ઉકેલનારા મળશે, પરંતુ અંદર ગરબડ થઈ છે તો તેને ઉકેલનાર કોણ મળશે? માટે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે જીવનમાં માન આદિ જે શત્રુઓ છે તેને પોતાના છંદે દૂર કરી શકાતાં નથી. જો પોતાના છંદે દૂર કરી શકતા હોત તો ક્યારનાં દૂર કરી દીધાં હોત. આજે જાત પ્રત્યે જોજો. અંદરમાં નિરીક્ષણ કરજો, અવલોકન કરજો કે અંદરમાં કષાયો છે ખરાં? ચિદાનંદજી મહારાજે લાક્ષણિક શૈલીમાં કહ્યું કે “અવધૂ! ખોલી નયન અબ જાઓ. તું જરા આંખ તો ઉઘાડ, તારી કેવી હાલત થઈ છે ! જેમ કોઈ ઘર અવ્યવસ્થિત થયું હોય, વાળતાં ન હોય, બધું આડું અવળું પડ્યું હોય, અંદર બિલાડાં ફરતાં હોય અને અચાનક ઘરનો માલિક આવે ને કહે કે બેટા ! તું જરા ઘરની હાલત કેવી થઈ ગઈ છે તે તો જો. તેમ જ્ઞાની પુરુષ પણ આપણને કહે છે કે તું જો તો ખરો? તારી હાલત કેવી થઈ ગઈ છે ? અવધૂ! તારા આંતરિક ચક્ષુ ખોલ. આંતરિક નિરીક્ષણ કર, તું તારી જાતને જો. મળી ચાર ચંડાળ ચોકડી, મંત્રી નામ ધરાયા. ચિદાનંદજી મહારાજે કહ્યું કે તું સમજી લે. ચાર ચંડાળ ભેગાં મળે એટલે ચંડાળ ચોકડી થઈ જાય, જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાય, અને જેમ દોરવું હોય તેમ દોરે. આ ચાર ચોકડી એટલે અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધીમાન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ. આ ચંડાળ ચોકડી અહિત કરે છે. “મંત્રી નામ ધરાયા”, તેઓ મંત્રી થઈને બેઠાં છે. આપણને સલાહ આપે છે કે “સાહેબ, સાંભળી નહિ લેવાનું. સણસણતો જવાબ એને આપી દો. તમે ઢીલા નથી, નબળા નથી, પહોંચી વળો તેવા છો. એ તો મગતરા જેવો છે.” અંબાલાલભાઈની ટીકા છે, “માન અને પૂજા આદિનો લોભ એ મહાન શત્રુ છે. તે પોતાને ડહાપણે ચાલતાં નાશ ન પામે, પણ સદ્ગુરુનાં શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય.' આપણને તો શત્રુ હજી બહાર લાગે છે. જ્ઞાની કહે છે કે આપણું ખરેખર અહિત કરનાર પરિબળ બહાર નથી પણ અંદર છે, અને એ પરિબળમાં સૌથી પહેલાં માન શબ્દ મૂક્યો. આમ તો ક્રમ એવો છે કે ક્રોધ, માન, માયા, લોભ, પણ અહીં માન શબ્દ પહેલાં મૂક્યો કારણ કે આ માન અર્થાત્ અભિમાન સૌથી મોટો પરમાર્થ માર્ગમાં અવરોધ કરનાર શત્રુ છે. કહ્યું છે કે “જો માન ન હોત તો, અહીં જ મોક્ષ હોત.” જીવનું કંઈ પણ ખોટું કરનાર જો કોઈ હોય તો તે માન અર્થાત્ અહંકાર છે. ગુરુપૂર્ણિમાનો દિવસ હતો. શિષ્ય ગુરુ પાસે જઈ રહ્યો છે, તેના બન્ને હાથોમાં નોટોના For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૧૭ બંડલ છે. ગુરુના ચરણોમાં તેને મૂકવાં છે. શિષ્ય આવી રહ્યો છે અને ગુરુ શિષ્યને કહે છે છોડી દે, છોડી દે.' શિષ્ય ડાબા હાથનું બંડલ છોડ્યું અને જમણાં હાથમાં રહેવા દીધું. ફરી ગુરુએ કહ્યું “છોડી દે', તો જમણા હાથનું પણ છોડી દીધું. બંને ખાલી હાથે થયાં અને પછી ચાલ્યો આવે છે. પાછું ગુરુ મહારાજે કહ્યું કે “છોડી દે”, પેલાને મૂંઝવણ થઈ. ડાબાનું છોડ્યું, જમણાનું પણ છોડ્યું, હવે શું છોડવાનું હશે? ઊંડો વિચાર કરતાં ખ્યાલ આવે છે કે “આ મેં છોડ્યું છે, એ સ્મૃતિ છોડવાની જરૂર છે.' તમને કંઈ સમજાણું? મેં છોડ્યું તે યાદ રહી જાય છે. છોડ્યા પછીમાં તેને યાદ રાખવાનું કામ ભાન કરે છે, આપણો અહંકાર કરે છે. મેં કંઈ ઓછું છોડ્યું નથી, તમે તો લાખ છોડીને દીક્ષા લીધી, મેં તો દશ લાખ છોડીને દીક્ષા લીધી છે. વધારે છોડ્યું એટલે તમારા કરતાં એક વેંત ઊંચા થયા. પોતે જે છોડ્યું છે તેને ભૂલી જાય, વિસ્મરણ કરે, તે ખરો કહેવાય, પરંતુ આ અહંકાર અને માન તેનું વિસ્મરણ નહિ થવા દે. એટલા માટે કહ્યું કે, પોતાનાં ડહાપણે ચાલતાં આ બધા કષાયો નાશ પામી શકે તેમ નથી. અનંતાનુબંધી માન, ક્રોધ, માયા, લોભ આ ચાર સમ્યકત્વને રોકનાર છે. શાસ્ત્રોમાં ફરી ફરી સમક્તિની વાત આવ્યા જ કરે છે, ઉપાય નથી, કારણ કે પહેલાં દર્શન થવું જોઈએ. સમ્યગ્ગદર્શન મોક્ષનો ભવ્ય દરવાજો છે. એ દરવાજામાંથી મોક્ષમાં પ્રવેશ થઈ શકશે. પરંતુ સમ્યગદર્શન થવામાં અંતરાયભૂત થોડાં કારણો છે. - તેમાં પહેલું કારણ હું જાણું છું તે જ સાચું છે', સમજાય છે? “તમે બહુ ડાહ્યા થશો નહિ, તમને મારા કરતાં કંઈ વધારે સમજણ પડતી નથી. અમે ઘણી દુનિયા જોઈ છે. અને તમે તો હજુ ઊગી નીકળ્યા છો.' હું જાણું છું તે જ સાચું એમ નક્કી કરો એટલે મોક્ષનાં દ્વાર બંધ થઈ ગયા. ‘હું કરું છું તે પણ સાચું જ છે.” હવે તેને ફેરફાર કે પરિવર્તન કરવાનું કહેશે કોણ? જેણે નક્કી કરી લીધું કે જે હું કરું છું અને જાણું છું, તે જ સાચું છે, આવો આગ્રહ જેના જીવનમાં હશે તેણે વિકાસના દરવાજા બંધ કરી દીધા. તેની ભૂલ થતી હશે તો પણ નહિ સુધરે, અને તેને કોઈ સમજાવે તો પણ નહિ સમજે. કારણ કે તેણે નક્કી કરી લીધું છે કે પોતે જે સમજે છે તે જ બરાબર છે. ખોટું હોય તો પણ જે માન્યું છે તે જ સાચું એવું સ્વીકારવું અને તેવું માનીને જીવવું તેને શાસ્ત્રો માન, અભિમાન અથવા અહંકાર કહે છે. આ એક વાત થઈ. પોતાની બુદ્ધિએ ધર્મ સંબંધી પરમાર્થની કલ્પના કરવી એ બીજો મોટો દોષ છે. યશોવિજયજી મહારાજે ૩૦૦ વર્ષ પહેલાં કહ્યું હતું કે... ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે, સ્વામી સીમંધરા વિનતિ. દેવચંદ્રજી મહારાજે પણ કહ્યું કે... દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવધર્મ રુચિ હીન, ઉપદેશક પણ તેહવા, શું કરે જીવ નવીન? For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પ્રવચન ક્રમાંક - ૧૯, ગાથા ક્રમાંક - ૧૮ આનંદધનજી મહારાજે પણ કહ્યું છે કે... ગચ્છનાં ભેદ બહુ નયન નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મોહનડિયાં કલિકાલ રાજે. આ ત્રણે મહાપુરુષોએ કહેલ વાતનો તાળો મળી ગયો. પરમાર્થ સંબંધી કલ્પના કરવી તે વાસ્તવિકતા નથી.” પરમાર્થ સંબંધી કલ્પના, પરમાર્થ લાભની કલ્પના, અવસ્થા ન હોય, ભૂમિકા ન હોય, પ્રાપ્તિ થઈ ન હોય, અંદરમાં અનુભૂતિ થઈ ન હોય પરંતુ માને કે અમને અનુભવ થયો છે, દર્શન થયું છે, પાર પામી ગયા છીએ, હવે કંઈ કરવાનું અંદરમાં બાકી નથી, એવી કલ્પના કરીને પરમાર્થ વિષે વાત કરવી. આ અંતરાયભૂત બીજું કારણ છે. પરમકૃપાળુ દેવે સદ્ગુરુ માટે ટોચની વાત કરતા કહ્યું છે કે “ગુરુ રહ્યાં છઘસ્થ પણ વિનય કરે ભગવાન.” અને સાથે સાથે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે અસગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. અડધી ગાથામાં વાત પ્રામાણિક પુરુષ માટે, નિષ્ઠાવંત પુરુષ માટે છે. અને પછી અડધી ગાથામાં કહ્યું કે જેનામાં તથા પ્રકારની અવસ્થા થઈ નથી, દશા થઈ નથી, સદ્ગુરુ યોગ્ય લક્ષણ નથી, ભૂમિકા પ્રાપ્ત થઈ નથી અને પોતામાં સદ્દગુરુપણાનો આરોપ કરીને, અમે જે સિદ્ધાંત કહીએ છીએ, તેનો જો કોઈ લાભ લે તો “મહામોહનીય કર્મથી બૂડે ભવજળ માંહી.” આટલા કડક શબ્દોમાં પરમકૃપાળુ દેવ જ ચેતવણી આપી શકે. સદ્ગુરુ જેમ શાસ્ત્રને આગળ રાખી વાત કરે છે તેમ અસગુરુ પણ શાસ્ત્રોને આગળ રાખીને વાત કરે છે. એમનો પણ મીડીયા આ શાસ્ત્રો છે. બંને એક જ શાસ્ત્રની વાત કરે છે. સદ્ગુરુ વીતરાગ પરમાત્મા વતી કહે છે પણ અસદ્દગુરુ પોતે વચમાં આવે છે અને તેથી શાસ્ત્રના નામે બહુ મુશ્કેલી ઊભી કરે છે. આવી અવસ્થા હોવાને કારણે પોતાને જે પ્રાપ્ત થવું જોઈએ તે પ્રાપ્ત કરી શકતા નથી. ચિદાનંદજીએ કહ્યું, “જાકુ જાકુ પૂછીયે સૌ અપની અપની ગાવે, સાચા મારગ કોઉ ન બતાવે.” જેને જેને પૂછીએ તે સૌ પોતાની જ વાત ગાય છે. સાચો માર્ગ કોઈ બતાવતું નથી. સાચો માર્ગ મળવો, સાચો રસ્તો મળવો બહુ કઠિન છે, ખોટાં માર્ગો ઊભા થયાં છે. સદગુરુ વગર સાચો માર્ગ શોધવો અત્યંત મુશ્કેલ છે. મહાપુરુષોએ કહ્યું છે કે તીર્થકર દેવો મલિયા’ માર્ગને આપવાવાળાં છે, સન્માર્ગે દોરી જનારાં છે. માર્ગ આપે છે, શરણ આપે છે, બોધિ આપે છે, અને હાથ પકડીને તમને ત્યાં લઈ પણ જાય છે. આવું અદ્ભુત For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૧૯ અને દિવ્ય કામ આ તીર્થંકરદેવો કરે છે. અને તીર્થંકરદેવોને નજર સમક્ષ રાખીને સદ્ગુરુઓ પણ આ જ કામ કરે છે. સદ્ગુરુના કામની જેમ, ઉપરથી સારા દેખાવા રૂપ માયા કરવી એ ત્રીજું કારણ છે. સારા થવું તે જુદી વાત છે અને સારા દેખાવા માટે કરવું એ જુદી વાત છે. જ્ઞાની બનવું જુદી વાત છે અને જ્ઞાનની વાતો કરવી તે જુદી વાત છે. આપણને સારા દેખાવું છે, પણ સારા થવું નથી. જગતમાં સારા દેખાવા માટે જેટલાં પ્રયત્નો થયાં છે, તેના સોમા ભાગે પણ સારા થવા માટે જો પ્રયત્નો થયા હોત તો માનવ જાતિનું ભાવી જુદું હોત, અભુત માનવજાત હોત. ઉપરથી સારા દેખાવું છે પણ અંદરમાં સારા થવું નથી, એવી અવસ્થાને કહેવાય છે માયા. છેતરવું અને કપટ કરવું તે માયાનું એક રૂપ છે. પરંતુ ખરી વ્યાખ્યા એ છે કે ઉપરથી સારા દેખાવાનો ડોળ કરવો અને અંદરમાં સારા ન હોવું અને એમાં જે રસ લેવો તેને કહેવાય છે માયા. આવી માયા જ્યાં સુધી હશે ત્યાં સુધી માર્ગ પ્રાપ્ત નહિ થાય. માનને કેવી રીતે જીતશો? અને માયાને તમે કઈ રીતે જીતશો? પરમાર્થ સંબંધી જે કલ્પના કરી છે, તેને તમે સદ્ગુરુના શરણમાં ગયા વિના કઈ રીતે દૂર કરશો? છેલ્લું કારણ. બીજા જીવો પ્રત્યેનો દ્વેષ, બીજા પ્રત્યેની ધૃણા, તે કઈ રીતે દૂર કરશો? ઈશાવાસ્ય ઉપનિષદમાં સાધકે પ્રશ્ન કર્યો છે. ગુરુદેવ! જ્યારે ઈશ્વરનાં દર્શન થાય છે ત્યારે તેનું લક્ષણ શું? કેમ ખબર પડે કે ઈશ્વરના દર્શન થયા છે? ગુરુદેવ કહે છે કે તેનું લક્ષણ કહી શકાય તેમ નથી. જેને ઈશ્વરના દર્શન થાય તેના મોં પર લાલી આવે તેમ કહીએ તો બહુ સહેલું થઈ જાય. હેમોગ્લોબીન વધવાથી પણ મોં પર લાલી આવે છે. બહારના ફેરફારને લક્ષણો કહી શકાય તેવું નથી. પરંતુ એક વાત છે, જેને ઈશ્વરનાં દર્શન થયાં છે તેને જગતમાં કોઈપણ પ્રાણી પ્રત્યે અંતરમાં ધૃણા થતી નથી, આવી વ્યક્તિએ ઈશ્વર જોયા છે તેમ કહી શકાય.” ઘણા એટલે તિરસ્કાર, નફરત, અણગમો. ઘણી વખત આપણે કહેતાં હોઈએ છીએ કે એનું મોટું મારે જોવું નથી આ તિરસ્કાર છે, ધૃણા છે. પણ તે જોવું જ પડશે. આ જનમમાં તો જવું પડશે, પણ આવતાં જનમમાં એ સાથે આવશે. ઘૂણામાંથી જ હિંસા પ્રગટે છે. હિંસા સીધી થતી નથી. કોઈ માણસ કોઈ માણસને સીધો મારી શકતો નથી. કોઈપણ પ્રાણીને મારવું સહેલું કામ નથી. એના મનમાં પહેલા ધૃણા થાય. તેમાંથી તિરસ્કાર થાય, તેમાંથી દ્વેષ અને તેમાંથી વેરભાવ થાય, અને તેના પરિણામે જે પ્રગટ થાય તે હિંસા. સાહેબ ! ધૃણા બંધ કર્યા સિવાય હિંસા બંધ કરી નહિ શકાય. ધૃણાનો વ્યાપક અર્થ બીજાનું અસ્તિત્વ આપણાથી સહન ન થાય, આ ધરતી ઉપર હું એકલો જ બસ છું, બીજું કોઈ જોઈએ નહિ એવી જે પોતાની ઇચ્છા એવી જે પોતાની વૃત્તિ તે ધૃણાને કારણે છે. પરમકૃપાળુદેવે સોળ વર્ષની ઉંમરે મોક્ષમાળામાં અભુત કાવ્ય લખેલ છે. તેમાં કહ્યું છે કે For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦ પ્રવચન ક્રમાંક - ૧૯, ગાથા ક્રમાંક - ૧૮ ‘નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે; એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે.” આનંદ એ જીવન છે અને જીવન આનંદ માટે છે. આનંદની અનુભૂતિ માટે છે, તમે આનંદ ગમે ત્યાંથી લ્યો, પણ એ આનંદ નિર્દોષ હોવો જોઈએ. શિકારી શિકાર કરે છે, તેને તેમાં મઝા આવે છે, પણ જેનો શિકાર થયો હોય તેને પૂછો કે તારી શું હાલત થઈ ? શિકાર કરનારને મઝા આવી પણ શિકાર થયો તેને કેટલી પીડા થઈ તે તેને પૂછો, માટે એમ કહ્યું કે નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ ગમે ત્યાંથી લો તેની ના નથી પણ તે નિર્દોષ હોવો જોઈએ, જેમાં કોઈની હાય કે પીડા ન હોય, કોઈ બંદ્ધ ન હોય, કોઈ મૂંઝવણ ન હોય, કોઈની આંતરડી કકળતી ન હોય. આ ક્યારે બને? તમને સૌના પ્રત્યે પ્રેમ હોય, અને પ્રેમ ત્યારે જ હોય જ્યારે અંતરમાં ઘણા ન હોય. ઘણાં લોકો કહેતા હોય છે કે અમને ભગવાનના દર્શન થઈ ગયા છે, તે વાત ભગવાન જાણે પણ જેને ભગવાનનાં દર્શન થયાં હોય તેને કોઈ પ્રત્યે ધૃણા ન હોય. આ ચાર બાબતો હું જાણું છું, તે જ સાચું, હું કરું છું તે જ ખરું. ઘરમાં ઘણાં લોકો એવું કહેતા હોય છે કે બસ, નહિ બોલવાનું. મેં કહી દીધું તે જ ફાઈનલ. એ ઘર કેવું ચાલતું હશે? તે તમે જોજો. યાદ રાખજો, ચૌદ પૂર્વધરો પણ દાવો નથી કરતાં કે અમે પૂરેપૂરું જાણીએ છીએ. શાસ્ત્રીય પરિભાષામાં મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યય જ્ઞાન, આ ચાર જ્ઞાન જેમને છે, તેમને પણ સર્વજ્ઞ કહ્યાં નથી, કેવળી કહ્યાં નથી પણ છદ્મસ્થ કહ્યાં છે, કેમકે હજુ દોષો થવાની શક્યતા છે. કેવળજ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સર્વદોષોથી મુક્ત થવાય. જેને જાણવું છે તેણે સમજણનાં દ્વાર, જ્ઞાનનાં દ્વાર ખુલ્લા રાખવાં પડશે, કોઈ તેની સાથે દિલ ખોલીને વાત કરી શકે તેવી અવસ્થા તેણે રાખવી પડશે. આ તો એમ કહે છે કે “અમે જાણ્યું છે તે જ સાચું અને જેને જાણવું હોય તે અમારી પાસે આવે.” હું જે કરું છું તે જ સાચું, એવું તે માને છે તે પહેલી વાત થઈ. બીજી વાત : પોતાની બુદ્ધિએ ધર્મ સંબંધની પરમાર્થવાદની કલ્પના કરવી. આ બહુ મોટું પાપ છે. જાતજાતની કલ્પનાઓ આપણે બુદ્ધિથી ઊભી કરીએ છીએ. “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, પામે તે પરમાર્થને તે વ્યવહાર સંમંત. માર્ગ બદલાવશો નહિ. ઉન્માર્ગની દેશના આપશો નહિ અને સન્માર્ગનો નાશ કરશો નહિ. એ માર્ગ પલટાવશો નહિ. તમારી બુદ્ધિ, અહંકાર અને કર્તૃત્વ ખાતર માર્ગ બદલાવશો નહિ. માન, સન્માન અને તમારી મોટાઈ ખાતર વીતરાગ પરમાત્માનો કંડારેલો જે માર્ગ છે, તે અખંડ માર્ગ ઉપર તમે ક્યારેય જાળાં ઉગાડશો નહિ. માર્ગને બદલાવવો તે સૌથી મોટો અપરાધ છે. For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૨૧ માટે પરમાર્થ સંબંધી જાતજાતની કલ્પના કરવી નહિ અને માર્ગ જેવો છે તેવો સમજવો. ત્રીજી વાત - એ કરી હતી કે ઉપરથી સારા દેખાવાનો ડોળ કરવો, તેને કહેવાય છે માયા. પરમકૃપાળુદેવ એમ ગાઈ શકે કે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ.” આપણે આર્તહૃદયથી આવું ગાઈ શકીએ નહીં.આપણે તેમણે ગાયેલું ગાઈએ પણ અંદરથી માનીએ છીએ કે અમારી ક્વોલીટી જુદી છે. સુરદાસજીએ પણ બહુ કરુણાપૂર્વક ગાયેલું કે.. મો સમ કોન કુટિલ ખલ કામી, જિન તનુ દિયો ઈનકો બિસરાયો, ઐસો નિમક હરામી, મો સમ કૌન કુટિલ ખલ કામી. કેટલી વેદના હશે? કેટલી અંદરથી પીડા હશે? પ્રભુ ! બીજાની વાત તો શું કરું? પરંતુ મારા જેવો કોઈ કુટિલ નથી, કોઈ ખલ નથી, કોઈ કામ નથી. મારી આંખમાં વિકાર જાગે છે, બીજાને છેતરવાનું મન થઈ જાય છે, હું કોઈનો વિશ્વાસઘાત કરું છું. અને સૌથીમોટી વાત એ છે કે “જીન તનુ દિયો, ઈનકો વિસરાયો.” જેણે મને આ નરદેહ આપ્યો, તે તમને જ પ્રભુ ! હું ભૂલ્યો. પ્રભુ ! તમારું સ્મરણ ભૂલ્યો. આવો નિમકહરામી કોણ હોય ? મારાં કરતાં તો કૂતરું સારું, એક રોટલો નાખો તો ઓટલે બેસી જાય, અને રક્ષણ કરે. ઘર માલિક ઊંઘતો રહે પરંતુ એ જાગતો રહે. એ સીક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરે. કટકો રોટલો મળ્યો એટલે એ નિમકહલાલ. હે પ્રભુ! તેં માનવદેહ આપ્યો, પણ અમે નિમકહરામ થયા. આ વેદના, વ્યથા અને અંદરની પીડા છે. પરમાત્માએ આપણને આવું કરવા નથી મોકલ્યાં. સાહેબ! તમે શુદ્ધ થાવ, સ્વચ્છ થાવ, આત્માનું કલ્યાણ કરો એટલા માટે મોકલ્યા છે. બાપે દીકરાને ઉઘરાણી કરવા મોકલ્યો છે, અને દીકરો ઉઘરાણી કરવા જાય છે. જેને ત્યાં ગયો તે વ્યવહારકુશળ માણસ હતો. ખાટલો પાથર્યો, ગાદલું પાથર્યું. ચા, પાણી, બીડી આપી અને રસોઈ તૈયાર કરાવી. લાડુ, દાળ, ભાત, ભજીયાં કરી જમાડ્યો. પછી બે કલાક ઊંધ્યો અને ઊભો થઈ ચાલતો થયો. ઘેર આવ્યો ત્યારે બાપાએ પૂછ્યું, ઉઘરાણી કરીને આવ્યો? ના, બાપા! એ તો ભૂલી જ ગયો. ત્યારે ત્યાં જઈ કર્યું શું? ચા પીધી, લાડુ દાળ, ભાત જમ્યો અને પછી સૂઈ ગયો. બે કલાક આરામ કર્યો. બાપે કહ્યું, ‘તને આટલા માટે મોકલ્યો હતો?' તેવી રીતે આ માનવદેહમાં આવ્યાં તે ખાઈ પીને આરામ કરવા જ આવ્યા છીએ ? કે અહીં પરમાત્માનો ભેટો કરવા આવ્યા છીએ ? પણ આ માનાદિ કષાયો તથા બીજા પ્રત્યે ધૃણા નડે છે. “માનાદિ શત્રુ મહા નિજ છંદે ન મરાય.” કબીરજીએ કહ્યું છે કે... જાતે થે પ્રભુ મિલનકો, બીચમેં બડી લંબી તલવાર, એક કંચન દુસરી કામિની, ઉસને દિયા માર. આ સંતોની વેદના તો જુઓ. તમને વેદના નથી, કેમકે તમે તેનાથી આગળ છો. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ પ્રવચન ક્રમાંક - ૧૯, ગાથા ક્રમાંક - ૧૮ બૂરા દેખનકો ચલા, તો બૂરા ન મિલ્યા કોઈ, અંતર ખોજન દેખીયા, મુજસે બૂરા ન કોઈ. આ બધા દોષો કેવી રીતે જશે? જો મારા પ્રયાસે ગયા હોત તો ક્યારનાય ગયાં હોત. આજે પણ દોષો તો છે જ. જરા જાતનું અંતર નિરીક્ષણ બારીકાઈથી કરજો. જરા બારીકાઈથી જોજો કે કેટલાં સત્સંગો કર્યા? કેટલી પારાયણો કરી? કેટલી વખત અપૂર્વ અવસર ગાયું? કેટલી વખત વચનામૃત સાંભળ્યું, ચર્ચા કરી? અને એકાંતમાં પણ ગયા. કેટલી વખત આ બધું બેસીને વાંચ્યું? પરંતુ અંદર જોજો, ઓલી ચાર ચંડાળ ચોકડી જે બેઠી છે તેમાંથી કોઈએ રાજીનામું આપ્યું? એકપણ ઓછો થયો? રાગદ્વેષે ભર્યો, મોહરી નડ્યો, લોકની રીતમાં ઘણું યે રાતો, ક્રોધ વશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રમ્યો, ભમ્યો ભવમાંહી, હું વિષય માતો, તાર હો તાર, પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજશ લીજે. આવો પોકાર તો કરો કે પ્રભુ મને બચાવો, ખાખી કપડાંવાળો પોલીસ પાછળ પડે તો ભગવાનને કહો છો કે ભગવાન ! મને બચાવો. આ ક્રોધ કે માનની બીક લાગે છે? અને ત્યારે કદી એમ કહ્યું કે પ્રભુ ! મને બચાવો? અનંત વર્ષો ગયા છતાં કષાયો નબળાં ન પડ્યાં. કેમ નબળાં ન પડ્યાં? સાહેબ ! યાદ રાખજો કે, માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય, જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. પોતાનાં છંદથી કે પોતાથી માન, ક્રોધ દૂર થતાં નથી. માનાદિ દૂર કરવાની એક રીત છે, એક પદ્ધતિ છે. જેમણે આ કષાયો જીત્યાં છે, તેમને ખબર છે કે એ કષાયો કેમ જાય. જેઓ માનથી મુક્ત બન્યા છે તેમને માનથી મુક્ત થવાની રીત ખબર છે. તેઓ કહે છે કે જાતાં સદગુરુ શરણમાં, અલ્પપ્રયાસે જાય.” સદ્ગુરુનાં શરણમાં જવાથી, સહેલાઈથી જાય. શબ્દ સમજીને વાપર્યો છે કે પ્રયાસ તો કરવો પડશે, મથામણ કરવી પડશે પરંતુ અલ્પ એટલે બહુ થોડી, પસીનો ઊતરી જાય તેટલી બધી મહેનત નહીં કરવી પડે. અલ્પ પ્રયત્નથી પણ કષાયો જીતી શકાય છે. જો સગુરુ ન હોય તો, એટલે કે તેમનું શરણું ન હોય તો, ગમે તેટલાં પ્રયત્નો કરવાથી પણ કષાયો જીતી શકાતાં નથી. કારણ શું? સગુનો યોગ જ્યારે થાય છે ત્યારે તે ઓઘદૃષ્ટિમાંથી યોગદૃષ્ટિમાં પ્રવેશ કરે છે. ઓઘ દૃષ્ટિ એટલે સામાન્ય દૃષ્ટિ, પ્રવાહની દૃષ્ટિ, લૌકિક દૃષ્ટિ, જગતમાં જે ચાલે છે તે ઓઘ દૃષ્ટિ. આપણે ઓથે ઓધે તો ચાલ્યા. એક ઘેટું આગળ ચાલે અને ત્યાં ખાડો આવે તો તે ઘેટું ખાડામાં પડે. તેની પાછળ બીજું ઘેટું ચાલ્યું, તે પણ ખાડામાં પડ્યું, તેની પાછળ ત્રીજું, તે પણ ખાડામાં પડ્યું. કોઈ ઘેટું બીજા For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૩ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ઘેટાને પૂછતું નથી કે ખાડામાં કેમ પડો છો? આ ગાડરિયો પ્રવાહ છે. આમાં જ આપણને મજા આવે છે. જાગૃત થઈને જીવવું આપણને ગમતું નથી. આ જે ગાડરિયો પ્રવાહ તેને કહે છે ઓઘ દૃષ્ટિ. સંગુરુનો યોગ થવાથી જીવ ઓઘ દૃષ્ટિમાંથી યોગ દૃષ્ટિમાં ટ્રાન્સફર થાય છે. અહીં જીવ સ્ટાર્ટીગ પોઈન્ટ પર આવે છે. તેના જીવનમાં ટર્નીંગ પોઈન્ટ આવે છે, તે વખતે દોષો સહેજે દૂર થાય છે. અહીંથી બહુ મહત્ત્વની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. યોગનાં બીજ ઈહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામો રે, ભાવાચાર જ સેવના, ભવ-ઉદ્વેગ સુઠામો રે. યોગદષ્ટિસઝાયની એક બહુ નાનકડી કડી છે. યોગનાં વીશ બીજો છે. હરિભદ્રસૂરિજી મહારાજે તેનું યોગદષ્ટિમાં વર્ણન કર્યું છે કે કોઈપણ જાતની કામના વગર જિનેશ્વર પરમાત્માનાં ચરણોમાં નમસ્કાર તથા ભાવાચાર્યના ચરણોમાં નમસ્કાર એ યોગનું બીજ છે. સદ્ગુરુ માટે શાસ્ત્રીય પરિભાષામાં શબ્દ છે ભાવાચાર્ય, પરમકૃપાળુદેવ કહે છે કે આવા સદગુરુના શરણમાં જતાં આ બધા દોષો અલ્પ પ્રયાસે જશે. હવે નક્કી તમારે કરવાનું છે. શરણે જવું કે ન જવું, તે તમારી મરજીની વાત છે. મનમાં એમ થાય કે મારે કષાયોમાંથી મુક્ત બનવું છે, તો પહેલાં કષાયો ખટકવા જોઈએ. આંખમાં કણું પડે તો ન ખટકે? જ્યારે ડૉક્ટર પાસે જઈ કઢાવો ત્યારે નિરાંત થાય. કોઈ સાથે અણબનાવ થયો હોય તો પણ ખટકે, કાંટો વાગ્યો હોય તો પણ ખટકે. જે ખટકે છે તેને આપણે દૂર કર્યા વગર રહી શકતાં નથી. તુરત જ ઈલાજ કરીએ છીએ, તેમ કષાયો ક્યારેય ખટકે છે? દુઃખ કે પીડા થાય છે? વ્યથા થાય છે? એમ વિચાર થાય છે કે આટલા વર્ષોથી અમે મંદિરે જઈએ છીએ, પ્રવચનો સાંભળીએ છીએ, ભગવાનની પૂજા કરીએ છીએ, તો પણ આ ક્રોધ અને અહંકાર મારો કેડો મૂકતાં નથી, તે માટે ક્યારેય આંખમાં આંસુ આવ્યા ખરા? રત્નાકર પચીશીમાં સ્પષ્ટપણે કહ્યું છે કે “મેં મુખને મેલું કર્યું દોષો પરાયાં ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા પરનારીમાં લપટાઈને', આવો એકરાર રત્નાકરસૂરી મહારાજ કરી શકે. આપણે એવું ન કરી શકીએ. જ્યારે કષાયો ખટકશે ત્યારે આવો એકરાર કરવાની હિંમત આવશે. ખટક જ્યારે થશે કે મારે કષાયો દૂર કરવા છે ત્યારે એમ થશે કે કોને પૂછવું? તો પરમકૃપાળુદેવ જવાબ આપે છે કે... જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. આટલો સુંદર ઉપાય આ ગાથામાં જોવામાં આવ્યો. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ પ્રવચન ક્રમાંક - ૨૦, ગાથા ક્રમાંક - ૧૯, ૨૦ અને ૨૧ પ્રવચન ક્રમાંક - ૨૦ ગાથા ક્રમાંક - ૧૯, ૨૦ અને ૨૧ વિનયનું માહાન્યા જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. (૧૯) એવો માર્ગવિનય તણો, ભાખ્યોશ્રીવીતરાગ, મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. (૨૦) અસદ્દગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. (૨૧) ટીકા જે સગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાનને પામ્યા, તે સદ્ગુરુ હજુ છઘસ્થ રહ્યાં હોય, તોપણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળી ભગવાન છાસ્થ એવા પોતાના સદગુરુની વૈયાવચ્ચ કરે. (૧૯) એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે, એ માર્ગનો મૂળ હેતુ એટલે તેથી આત્માને શો ઉપકાર થાય છે, તે કોઈક સુભાગ્ય એટલે સુલભ બોધિ અથવા આરાધક જીવ હોય તે સમજે. (૨૦) આવિનયમાર્ગ કહ્યો તેનો લાભ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઈચ્છા કરીને જો કોઈપણ અસગુરુ પોતાને વિષે સદ્દગુરુપણું સ્થાપતો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્રમાં બૂડે. (૨૧) આ ત્રણે ગાથા ગહન અને ગંભીર છે. અલૌકિક સિદ્ધાંતો પરમકૃપાળુદેવે આ ગાથામાં પ્રગટ કર્યા છે. બરાબર સમજવામાં આવે તો લાભ થશે, અને બરાબર સમજવામાં નહિ આવે તો નુકસાન પણ થશે. તટસ્થપણે, સ્વસ્થ મનથી, નિષ્પક્ષપાતપણે આમાં જે કાંઈ જ્ઞાની પુરુષને કહેવું છે તેને સરળતાથી, નમ્રતાથી સમજવાનો પ્રયત્ન સાધકે કરવાનો છે. સત્યને કોઈપણ જાતના અવરોધ અને કદાગ્રહ વગર સ્વીકારવાની પૂર્વ તૈયારી તેને કહેવાય For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨ ૨૫ સરળતા. સરળનો સામાન્ય અર્થ જે કોઈને છેતરે નહિ, પણ ગંભીર અર્થ તો એ છે કે જે સત્યની સન્મુખ છે, અનુકૂળ છે, જેણે પોતાના દ્વાર સત્ય માટે ખુલ્લા મૂક્યાં છે, જે પ્રગટ છે, જેણે પોતાની જાતને ખુલ્લી મૂકી દીધી છે અને કોઈ અવરોધો રાખ્યાં નથી તેને કહેવાય છે સરળ. આવા સરળ બનીને કેટલાંક સૂત્રો સમજવાં પડશે. અહીં એક સમસ્યા છે, એક ગહન પ્રશ્ન પણ છે અને સાથે અપૂર્વ ઘટનાનું વર્ણન પણ છે. આ વાત તર્ક અને વાદવિવાદથી પર છે, શાસ્ત્રોથી પર છે, માન્યતાઓથી પર છે, પણ ઘટના ઘટી છે, બીના બની છે, અને એ બીનાનું અલગ અલગ રીતે પૃથક્કરણ કરવામાં આવ્યું છે. વિશ્વમાં અધ્યાત્મનો એક મહાનિયમ છે. વ્યવહારમાં નાના અને મોટાની વ્યાખ્યા જુદી છે. સેવા કરનાર અને સેવાપાત્ર તેની વ્યાખ્યા જુદી છે, અને આધ્યાત્મિક જગતમાં જે વ્યાખ્યા છે તે વ્યવહારથી જુદી છે. બાહુબલી મુનિ અટકીને ઊભા રહ્યા છે. તેઓ એટલાં માટે અટક્યા છે કે પહેલાં મારાં નાનાભાઈઓએ દીક્ષા ગ્રહણ કરી છે, તેઓ સાધુ બન્યા છે, અણગાર બન્યા છે, મુનિ બન્યા છે. હું વયમાં મોટો છું અને હું પછી દીક્ષા ગ્રહણ કરું છું, તો એમની પાસે જાઉં તો વંદન કરવા પડે. એક બારી ખુલ્લી છે કે જો હું કેવળજ્ઞાની બનીને જાઉં તો વંદન કરવા ન પડે. તેમને કેવળજ્ઞાન એટલા માટે પ્રાપ્ત કરીને જવું છે કે નાના ભાઈઓને વંદન કરવાં ન પડે. આધ્યાત્મિક નિયમ એવો છે કે વયમાં ભલે ગમે તેવડાં હોય, પરંતુ જેઓનો દીક્ષા પર્યાય વધારે હોય, જેઓ કેવળજ્ઞાન પામ્યા હોય તે મોટાં ગણાય. તે દૃષ્ટિએ બાહુબલીના નાનાભાઈઓ મોટા છે. તેમને વંદન કરવું પડે. જેઓ આ નિયમને અનુકૂળ થવા તૈયાર નથી તેમનું કેવળજ્ઞાન અટકી જાય. બાહુબલીજીને તેમના પિતાશ્રી ઋષભદેવ ભગવાન પાસે જવું છે. વિચાર થાય છે કે હું ત્યાં જઈશ તો મારે મારાં નાનાભાઈઓને પણ વંદન કરવા પડશે. હજુ તેમની દષ્ટિઉંમર ઉપર જ છે. શાસ્ત્રો એમ કહે છે કે હવે વ્યાખ્યા બદલાઈ ગઈ. હવે નિર્ગથ થયેલા મુનિઓ જે તમારા વ્યવહારિક રીતે નાનાભાઈ છે પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ તેઓ તમારાથી મોટાં છે. તમે મોટાં હોવા છતાં પણ તમે નાના, આવી વ્યાખ્યા સ્વીકાર કરવામાં જે મન આડું ચાલ્યું છે તેની પાછળ અભિમાન-માન કામ કરે છે. એ અભિમાનનાં કારણે તેમને ઘણી મહેનત કરવી પડી. તેઓ યુદ્ધના મેદાનમાં બાર મહિના તપસ્યા કરી કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહ્યાં, બેઠા નહિ. આખું ચોમાસું પસાર થયું અને પલળ્યાં. કડકડતી ઠંડીમાં ઠર્યા, અંગારા વરસતાં હોય તેવી અસહ્ય ગરમી સહન કરી. સ્થિરતા તો એવી કે પક્ષીઓ પણ ભ્રમણામાં પડી ગયા કે આ જીવંત વ્યક્તિ નથી, આ તો વૃક્ષ છે. ત્યાં કબૂતરો અને ચકલાઓએ માળા બાંધ્યાં. આવું બધું થવા છતાં તેમને રુંવાટે પણ કંપન નથી અને વિકલ્પ નથી. For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ પ્રવચન ક્રમાંક - ૨૦, ગાથા ક્રમાંક - ૧૯, ૨૦ અને ૨૧ આટલી ઉગ્ર સાધના હોય તો કેવળજ્ઞાન થવું જોઈએ, પણ ન થયું. એક નાનકડી વાત આડી આવી. “તરણાં ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ રે.’ આ તરણાંએ અટકાવ્યાં. બાહુબલી જેવાં હાથીને અહંકારરૂપી કીડી તાણી ગઈ. ભગવાન ઋષભદેવે તેમને જગાડવા તેમની બ્રાહ્મી અને સુંદરી બે બહેનોને મોકલી. બન્ને બહેનો ત્યાં જઈને અલંકારિક ભાષામાં કહે છે કે “વીરા મોરા, ગજ થકી ઊતરો, ગજ ચઢે કેવળ ન હોય.” આ શબ્દો સાંભળી બાહુબલીજી વિચારે છે કે “ય ગય રથ સહુ પરિહર્યા.” મેં તો હાથી ઘોડા રથ બધું છોડ્યું છે, ધરતી ઉપર ઊભો છું, મારી બેનો જૂઠું ન બોલે, તો કયો હાથી ? અરે, અહંકારરૂપી હાથી ઉપર ચઢ્યો છું. અહંકારરૂપી હાથી ઉપરથી હેઠા ઊતર્યાને વંદન કરવા પગ ઉપાડ્યો. “પગ ઉપાડ્યો રે વાંદવા, ઉપવું કેવલજ્ઞાન રે.” એમને એ ડગલે જ કેવળજ્ઞાન થયું. આ બહુ નાનકડી અને આશ્ચર્યકારક ઘટના છે. અહંકારનો પરિણામ વિનય પ્રગટ થવા દેતો નથી. એટલા માટે જ આ ગાથાઓમાં પરમકૃપાળુદેવે વિનયની મહત્તા બતાવવા બહુ પારમાર્થિક વાત કરી છે. પહેલી વાત, ગુરુ અને શિષ્યને જોડનારી જે કડી છે તેનું નામ વિનય. જ્યારે તમે શિષ્ય થઈને ગુરુ પાસે જશો ત્યારે દેહ લઈને જશો, સંપત્તિ લઈને જશો, બીજું કંઈપણ લઈને જશો પણ આધ્યાત્મિક માર્ગમાં તેનું મૂલ્ય નથી. મૂલ્ય હૃદયનું છે કે હૃદયમાં કેવો ભાવ છે, એટલા માટે એક પારમાર્થિક શબ્દ વાપર્યો અને તે છે વિનય. ‘વિનયમૂત્રો ઘો’ ધર્મનું મૂળ વિનય છે. જેમ વૃક્ષ મૂળમાંથી પ્રગટ થાય છે તેમ ધર્મ વિનયમાંથી પ્રગટ થાય છે, તેથી શિષ્યની મૂડી વિનય છે. ભગવદ્ ગીતામાં જુદા શબ્દો વાપર્યા છે. અર્જુને શ્રીકૃષ્ણને પૂછ્યું કે આ તત્ત્વજ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન, આ પરમજ્ઞાન પ્રભુ ! કોને પ્રાપ્ત થાય? કઈ સામગ્રી લઈ ગુરુ પાસે જવું? ભગવાન શ્રીકૃષ્ણ કહું, અર્જુન ! “શ્રદ્ધાવાન મને જ્ઞાન ” આ શ્રદ્ધાનો એક અર્થ છે રુચિ અને બીજો અર્થ છે પ્રેમ. જેની પાસે રુચિ અને પ્રેમની મૂડી છે એ જ્ઞાન પ્રાપ્ત કરશે. અહીં એમ કહ્યું કે શિષ્યની પાસે વિનયની મૂડી જોઈએ અને સદ્ગુરુ પાસે નિરપેક્ષતા જોઈએ. જેમને કોઈપણ જાતની અપેક્ષા નથી તેને કહેવાય છે નિરપેક્ષ. જ્ઞાની પુરુષ તો પ્રવચન આપી આભાર વિધિની રાહ પણ જોતાં નથી. બોલ્યાં કે વાત પૂરી થઈ ગઈ. યાદ પણ નથી રાખતા કે અમે તમને કહ્યું. તેઓ એમ પણ નથી કહેતાં કે અમે તમને ઉપદેશ ન આપ્યો હોત તો તમને સમ્યગદર્શન ન થાત. તેમને સન્માનની પણ અપેક્ષા નથી. નિરપેક્ષતા એક મૂડી અને બીજી મૂડી નિષ્પક્ષતા. તેમને કોઈનો પક્ષ નથી. પક્ષમાં હંમેશા રાગ હોય છે. તમે જેનો પક્ષ લેશો તેના માટે રાગ અને જેનો પક્ષ નથી લેતાં તેનાં માટે અણગમો છે. જો For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૨૭ તમને ગમો, અણગમો હશે તો તમારી સાધનામાં અંતરાય ઊભો થયા વિના નહિ રહે. ચિદાનંદજી કહે છે, અવધૂ, નિરપક્ષ વિરલા કોઈ, દેખા જગ સૌ જોઈ. અમે આખા જગતમાં જોયું તો નિષ્પક્ષ કોઈક જ મળ્યાં. જેમને કોઈ પક્ષ જ નહિ. આ મારું, આ મારું નહિ, આ મને અનુકૂળ નથી, આ મારો ભક્ત એવો જેમને કોઈ પક્ષ જ નથી, અને નિરંતર જેમની ચેતના સ્વરૂપમાં રમણતા કરે છે, તે સ્વરૂપ રમણતા આ ત્રીજી મૂડી. શિષ્ય પાસે વિનયની મૂડી જોઈએ, અને સદ્ગુરુ પાસે નિરપેક્ષતા, નિષ્પક્ષતા અને સ્વરૂપ રમણતા, એમ ત્રણ મૂડી જોઈએ. વિનયની બાબતમાં પણ ત્રણ બાબતો આવે છે. એક બાબત વૈયાવચ્ચ, બીજી શુશ્રષા અને ત્રીજી સેવા. આ ત્રણે ઘણા મહત્ત્વના છે. વૈયાવચ્ચે પારિભાષિક શબ્દ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ઓગણીસમાં અધ્યયનમાં શિષ્ય પૂછે છે કે, वेयावच्चेणं भंते ! जीवे किं जणयइ ? वेयावच्चेणं तित्थयरनामगो कम्मं निबंधइ ॥ ४५ ॥ હે ભગવંત ! વૈયાવચ્ચ કરવાથી જીવને શું લાભ થાય છે? અને ભગવાન કહે છે કે વૈયાવચ્ચ કરવાથી તીર્થકર નામકર્મ નામની પ્રકૃતિનો બંધ થાય છે. એટલી ઊંચી કક્ષાએ તે વૈયાવચ્ચ કરતો કરતો પહોંચે છે. વૈયાવચ્ચનો અર્થ સેવા કરતાં હો તો તે અધૂરો અર્થ છે, ખોટું નથી પણ અધૂરું ભાષાંતર છે. વૈયાવચ્ચમાં કંઈક વિશેષ તત્ત્વ છે, જે કરવાથી તીર્થકર નામકર્મનો બંધ થાય છે. જેમને માટે સદૂભાવ છે, તેમના ચરણમાં પોતાનું સમગ્ર જીવન અર્પણ કરીને, જીવનના છેલ્લા શ્વાસ સુધી તેમની આજ્ઞાએ આજ્ઞાએ જીવવું, સેવા કરવી તેને કહેવાય છે વૈયાવચ્ચ. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. વૈયાવચ્ચ એ વિનયમાંથી વહેતી થયેલ ગંગા છે. બીજી શુશ્રુષા...શુશ્રુષા શબ્દનો અર્થ થાય છે-અત્યંત કાળજીપૂર્વક, અત્યંત કૃતજ્ઞતાપૂર્વક સામાં જીવની પીડા અને દુઃખને દૂર કરવા તમામ પ્રકારની પ્રક્રિયાનો પ્રયત્ન. સેવા એટલે બીજાને સુખ અને શાતા આપવી. શિષ્ય પાસે સૌથી મોટી મૂડી હોય તો વિનયની મૂડી છે. અને ગુરુ પાસે નિરપેક્ષતા, નિષ્પક્ષતા અને સ્વરૂપમાં રમણતાની મૂડી છે. બન્ને મૂડી એકત્રિત થાય, અને તેનો ગુણાકાર થાય તેને કહેવાય છે ગુરુ શિષ્ય. મોક્ષ જેવો લાભ અને કેવળજ્ઞાન જેવો લાભ જોઈતો હોય તો આ મૂડી જોઈશે. For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ પ્રવચન ક્રમાંક - ૨૦, ગાથા ક્રમાંક - ૧૯, ૨૦ અને ૨૧ આ ગાથામાં કૃપાળુદેવને જે વાત કરવી છે તે અતિ ગંભીર છે. આનો ખુલાસો માંગશો તો અમે નહિ આપી શકીએ, અને શાસ્ત્રો પણ નહિ આપી શકે, પરંતુ ઘટના ઘટી છે, અને તે મહત્ત્વની છે. “જે સદ્ગુરુના ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન,ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન.' આ અલૌકિક અને આશ્ચર્યકારક ઘટના છે. ભગવાન ગૌતમ સ્વામીજી અષ્ટાપદજીની યાત્રા કરવા ગયેલા. આ યાત્રા અતિ વિકટ છે, કારણ કે અષ્ટાપદ પર્વત આઠયોજન ઊંચો છે. એકેક યોજનના અંતરે આઠ પગથિયા છે, તેથી ત્યાં ચડવું તે સામાન્ય માણસનું ગજુ નથી. ગૌતમસ્વામીજી પહેલાં પંદરસો તાપસી યાત્રા કરવા ગયેલ છે. ત્યાં ચડી શક્યા નથી એટલે અટકીને બેઠાં છે. ગૌતમસ્વામીજી યાત્રા કરી ઉપરથી આવી રહ્યાં છે અને પંદરસો તાપસો વિચારે છે કે આ કેવી રીતે જઈ શક્યાં હશે? કથા એવી છે કે ગૌતમ સ્વામીજી સૂર્યનાં કિરણો પકડીને ઉપર ચડી ગયેલ. વૈજ્ઞાનિકો જાણશે તો કહેશે કે લાવો લેબોરેટરીમાં અને સાબિત કરી આપો કે કિરણો કેવી રીતે પકડાય ? અત્યારે એટલું જ લક્ષમાં લો કે કિરણો પકડીને ચડી ગયેલ. (એવી લબ્ધિ છે.) પંદરસો તાપસીને ઉપવાસનું પારણું છે. તેઓ ગૌતમ સ્વામીને પૂછે છે કે તમે કેવી રીતે ગયાં? તો કહે કે પરમાત્માની કૃપાથી. તેમણે એમ કહ્યું નથી કે અમે લબ્ધિધારી છીએ અને સૂર્યનાં કિરણો પકડીને ગયા હતા. પંદરસો તાપસોએ ગૌતમસ્વામી પાસે સંયમ ગ્રહણ કર્યું. બીજી આશ્ચર્યની વાત એ છે કે તેમની પાસે અક્ષયપાત્ર હતું અને એ પાત્રમાં ખીર વ્હોરી લાવીને પંદરસોને પારણું કરાવ્યું. પંદરસો જણાં પારણું કરી રહ્યા છે, તેમાંથી પાંચસોને કેવળજ્ઞાન થયું. પંદરસોને સાથે લઈને ગૌતમસ્વામી ભગવાન મહાવીર પાસે આવી રહ્યા છે. ભગવાન મહાવીરનું સમવસરણ જોતાં બીજા પાંચસોને કેવળજ્ઞાન થયું. ને ભગવાનની વાણી સાંભળતા ત્રીજા પાંચસોને કેવળજ્ઞાન થયું. સમવસરણમાં અલગ અલગ બેઠકો હોય છે. કેવળીઓને બેસવાની અલગ બેઠકો, છબસ્થોને બેસવાની અલગ બેઠકો. આ પંદરસો કેવળી પર્ષદા તરફ જવા લાગ્યા છે, ત્યારે ગૌતમ સ્વામીજી કહે છે, “તમે કઈ બાજુ ચાલ્યાં? એ તો કેવળી ભગવાન માટે છે. તે વખતે ભગવાન મહાવીર કહે છે, ગૌતમ, આશાતના ન કરો. તેઓ કેવળજ્ઞાની છે.” “ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન.' ગૌતમ સ્વામીને હજુ કેવળજ્ઞાન થયું નથી, અને પંદરસો તાપસોને કેવળજ્ઞાન થયું. આ તથ્ય છે અને ઐતિહાસિક ઘટના છે. આ વાસ્તવિકતા છે, આવું બન્યું છે. આવી અવસ્થા થઈ છે. પંદરસો તાપસને કેવળજ્ઞાન થયું અને ગૌતમસ્વામીજીને વિષાદ થયો કે આ ગઈકાલના તાપસો, હું તેમની સાથે રહ્યો, એમને કેવળજ્ઞાન થયું અને હું કોરો ઘાકોર For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા રહી ગયો છું. ભગવાન મહાવીર કહે છે, ગોયમ મ કરીશ ખેઉ, છેહ જઈ આપણ સહી, હોશ તુલ્લા બેઉ. ચિંતા કરીશ નહિ. છેલ્લે તમે અને અમે સરખાં થઈ જઈશું. ધીરજ રાખજે. પંદરસોને ગૌતમસ્વામીએ વંદન કર્યા. ગૌતમસ્વામીને ચાર જ્ઞાન છે. ચાર જ્ઞાન એટલે મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યય. એ ચાર જ્ઞાનના ધણીને છબી કહ્યા. છદ્મ એટલે દોષ, આવરણ અને જેનામાં હજુ પણ દોષ છે તે છબ0. સર્વજ્ઞ અને છદ્મસ્થ વચ્ચે ફરક છે. વીતરાગસર્વજ્ઞ એને કહેવાય કે જેનામાં રાગ દ્વેષનો અત્યંત અભાવ છે. ગૌતમસ્વામીમાં મન:પર્યય જ્ઞાનની ઊંચાઈ આવી છે, પણ મંદ મંદ રાગદ્વેષ રહ્યાં છે તેથી તેમને છબસ્થ કહ્યાં. અપ્પડિહયવરનાણદંસણધરાણ, વિઅછઉમાણે. “છબસ્થ અવસ્થા જેમની દૂર થઈ છે, અને જેઓ સર્વજ્ઞ બન્યાં છે, તેમને નમસ્કાર થાઓ.” જેઓ ચાર જ્ઞાનનાં ઘણી છે, આટલો બધો વિકાસ થયો હોવા છતાં અલ્પતમ એવાં રાગદ્વેષ હોવાને કારણે એમને પૂર્ણજ્ઞાની, કેવળજ્ઞાની, સર્વજ્ઞ કહ્યાં નથી. કેવળજ્ઞાનની દૃષ્ટિએ હજુ કચાશ છે. આવી છદ્મસ્થ અવસ્થા રહી હોય, અને તેમણે જેમને ઉપદેશ આપ્યો તે કેવળજ્ઞાની થાય તો તેમની વચ્ચે વ્યવહાર કેવો હોય ? કઈ રીતે વ્યવહાર થાય? તેઓ પોતાના ગુરુ ભલે છમસ્થ છે છતાં વિનય છોડતાં નથી. ચંદનબાળાજી ભગવાન મહાવીરની પ્રથમ શિષ્યા છે. તેઓ બીજા સાધ્વીજીઓ સાથે ભગવાન મહાવીરને વંદન કરવા, દેશના સાંભળવા ગયા છે. આશ્ચર્યકારક ઘટના એવી ઘટી કે સૂર્ય અને ચંદ્ર મૂળ વિમાને પ્રભુને વંદન કરવા આવ્યા છે. સાંજે સંધ્યા સમય થતાં પહેલાં ચંદનબાળાજી તથા બીજા સાધ્વીજી ભગવંતો પોતાના સ્થાને પાછા આવી ગયા. તેમના શિષ્યા સાધ્વીજી મૃગાવતીજીને સમયનો ખ્યાલ ન રહ્યો કે સાંજ પડી ગઈ છે. સૂર્ય અને ચંદ્ર દર્શન કરી ચાલ્યાં જાય છે, અને અંધકાર છવાઈ જાય છે. અંધકારમાં મૃગાવતીજી ચંદનાજી પાસે આવે છે. તે વખતે ચંદનાજી મૃદુભાષામાં ઠપકો આપે છે કે ઉત્તમ કુળમાં જન્મેલી સ્ત્રીએ આવા અંધકારમાં જવું હિતાવહ નથી. આટલી જ વાત ચંદનાજીએ કરી અને મૃગાવતીજીને થયું કે મેં મારા ગુરુ મહારાજને પીડા આપી, દુઃખ આપ્યું. મારા નિમિત્તે તેમણે મને કહેવું પડ્યું ને? સાધારણ સ્ત્રી માટે ઉચિત ન હોય તો સાધ્વી માટે ઉચિત કેમ હોય? તેમને ખૂબ જ પશ્ચાત્તાપ થઈ રહ્યો છે. પશ્ચાત્તાપ કરતાં કરતાં તેઓ શ્રેણીઓ ચડવા માંડ્યાં. છઠ્ઠા ગુણસ્થાનેથી સાતમા ગુણસ્થાને અને સામેથી આઠમા ગુણસ્થાને અને ત્યાંથી શ્રપકશ્રેણી માંડી તેરમા ગુણસ્થાનકે ગયા, અને મૃગાવતીજીને કેવળજ્ઞાન થયું. For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પ્રવચન ક્રમાંક - ૨૦, ગાથા ક્રમાંક - ૧૯, ૨૦ અને ૨૧ ઘટના જુઓ, પ્રસંગ ઘણો નાનો છે. માત્ર ચંદનાજીએ એટલાં જ શબ્દો કહ્યાં કે “ઉત્તમ કુળની સ્ત્રીએ આવી રીતે નીકળવું હિતાવહ નથી.” આમાં કશું જ વધારે કહ્યું નથી. મૃગાવતીજી ચંદનબાળાજી પાસે બેઠા છે. ચંદનબાળાજી સંથારા ઉપર સૂતા છે. તેમનો હાથ બાજુમાં છે, ત્યાંથી એક કાળો ઝેરી સાપ નીકળે છે. તેથી મૃગાવતીજીએ હાથ ઉપાડી બાજુ પર લીધો. ચંદનબાળાજીએ પૂછયું, “મારો હાથ કેમ ઉપાડ્યો?” ત્યારે મૃગાવતીજીએ કહ્યું કે “અહીંથી એક કાળો ઝેરી સર્પ જતાં જોયો, તે આપને પીડા ન આપે તે માટે મેં આપનો હાથ બાજુ પર મૂક્યો.” ચંદબાવાજીએ પૂછ્યું કે આવા ઘનઘોર અંધારામાં તમને ખબર કેમ પડી? ત્યારે મૃગાવતીજી વિનય સાથે કહે છે કે જ્ઞાનથી ખબર પડી. તેમણે ફરી પૂછ્યું, 'કયું જ્ઞાન?' આના માટે શાસ્ત્રોમાં બે શબ્દો આવે છે. (૧) પ્રતિપાતિ (આવીને ચાલ્યુ જાય પણ ખ) (૨) અપ્રતિપાતિ. (આવ્યા પછી ક્યારે પણ જાય નહીં) તેમણે કહ્યું કે મને આપની કૃપાથી અપ્રતિપાતી જ્ઞાન થયું છે. સાંભળતાની સાથે જ ચંદનબાળાજી બેઠાં થયાં અને મૃગાવતીજીને ખમાવ્યાં, વંદન કર્યું ઉપદેશ આપનાર ગુરુ પાછળ રહ્યા અને ઉપદેશ ગ્રહણ કરનાર શિષ્ય સર્વજ્ઞ અવસ્થાની પ્રાપ્તિ કરી છે. આવી ગુપ્ત ઘટના શિષ્યમાં ઘટી છે પણ શિષ્ય અર્થાત કેવળજ્ઞાની પોતાના છદ્મસ્થ ગુરુને સામે ચાલી કહેતાં નથી કે મને કેવળજ્ઞાન થયું છે. તથા પોતાની સેવાવૈયાવચ્ચનો ક્રમ ગુરુ છદ્મસ્થ હોવા છતાં બંધ કરતા નથી. સોમલ અને કાચો પારો પચાવવો સહેલો છે પણ જ્ઞાન પચાવવું બહુ મુશ્કેલ છે. સંપૂર્ણપણે રાગ, દ્વેષ અને મોહ ગયા સિવાય કેવળજ્ઞાન થાય નહિ. આ સંપૂર્ણ આધ્યાત્મિક ઘટના છે. આવી ઘટના ઘટી હોવા છતાં છબસ્થ સદ્ગુરુનો તેઓ વિનય અને વૈયાવચ્ચ છોડતા નથી. બીજી વાત, જ્યારે સદ્ગુરુને ખબર પડે કે શિષ્યને કેવળજ્ઞાન થયું છે, તે જ વખતે ગુરુ તેમને વંદન કરે છે અને એમ કહે છે કે તમારી સેવા અમારાથી લેવાય નહિ. અમે તમારી સેવા કરીશું. એક વખતના શિષ્યની સેવા ગુરુ કરે છે. ગુરુને એમ થતું નથી કે આ એક વખતનો ચેલો છે. અને હું તેની સેવા કેમ કરું? શાસ્ત્રો કહે છે કે “ગુરુ રહ્યા છઘસ્થ પણ વિનય કરે ભગવાન. અહીં ભગવાન શબ્દન મૂક્યો હોત તો ન ચાલત? તો કહે છે ના. ભગવાન એટલે ભગવત્તા જેમને પ્રાપ્ત થઈ, કૈવલ્યજ્ઞાનની અવસ્થા જેમને પ્રાપ્ત થઈ, એવી અવસ્થાવાળા પુરુષ પણ એમના ગુરુ છદ્મસ્થ હોવા છતાં વિનય કરવાનું ચૂકતાં નથી. સર્વજ્ઞ તમામ નિયમોથી પર છે, વિધિ અને મર્યાદાની બહાર છે. એમની કોઈ આચારસંહિતા નથી, છતાં છદ્મસ્થ ગુરુનો વિનય ભગવાન કરે છે. અહીં એમ બતાવવું છે કે વિનય અને સદ્ગુરુ પ્રત્યેના ભાવનું કેટલું મહત્ત્વ For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૩૧ છે. આ વાત ક૨વામાં એટલા માટે જોખમ છે કે આ વાતનો ઉપયોગ સદ્ગુરુ તો કદી કરતાં નથી પણ અસદ્ગુરુઓ ઉપયોગ કર્યા વગર રહેતાં નથી. આગળની ગાથામાં કહેશે, અસદ્ગુરુ એ વિનયનો લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી બૂડે ભવજળ માંહી. (૨૧) અસદ્ગુરુ આવી ભૂમિકાનો ગેરલાભ લઈ લે છે, અને જે કેવળજ્ઞાન પામ્યા છે એવા કેવળી ભગવાન છદ્મસ્થ ગુરુની વૈયાવચ્ચ કે સેવા કર્યા વગર રહેતાં નથી. આ તો કેવળજ્ઞાન અને સર્વજ્ઞ અવસ્થા છે છતાં વિનયનું માહાત્મ્ય છે. એટલાં માટે ભગવાન મહાવીરે અંતિમ દેશમાં જે ઉત્તરાધ્યયનસૂત્રના ૩૬ અધ્યાયો કહ્યાં છે, તેમાં સૌથી પહેલાં અધ્યાયનું નામ વિનય અધ્યયન છે. ભગવાને વિનયની વાત કરી. ભગવાને એમ કહ્યું કે શિષ્યની પાસે બીજી મૂડી નહિ હોય તો ચાલશે, પણ વિનયની મૂડી તો જોઈશે જ. ગઈકાલે એ ચક્રવર્તી હતો, કરોડો રૂપિયાનો માલિક હતો, અને આજે એ શિષ્ય બન્યા પછી એ ચક્રવર્તીના પટાવાળાએ જો પહેલા દીક્ષા ગ્રહણ કરી હોય અને એ ચક્રવર્તીને ગુરુ એમ કહે કે આમની તમે સેવા કરો તો ચક્રવર્તી એમ ન કહે કે ‘તમે મને ઓળખો છો ? હું ચક્રવર્તી હતો.' હવે અવસ્થા બદલાઈ ગઈ છે. ભૂમિકા બદલાઈ ગઈ છે, એટલે એમ નહિ કહે. જ્ઞાની પુરુષો આવો વિચાર કરતાં નથી, કારણ કે જ્ઞાનથી અભિમાન ટળે છે. આ વાત સમજી લેજો. જ્ઞાન જ એક સાધન છે, જે અભિમાન ઓગાળી શકે છે અને જ્ઞાન જ એવું સાધન છે કે એના કારણે અભિમાન ઉત્પન્ન થાય છે. જ્ઞાનથી અભિમાન ટળે પણ ખરું અને જ્ઞાનથી અભિમાન થાય પણ ખરું. પરંતુ જ્ઞાનનું અભિમાન થતું હોય તો આંખો મીંચીને એ જ્ઞાનને અજ્ઞાન કહેજો, જ્ઞાન ન કહેશો. જ્ઞાનની વ્યાખ્યા સમજાઈ ? મનોવૈજ્ઞાનિક એમ કહે છે કે ત્રણ ગ્રંથિઓ બહુ મજબૂત છે. (૧) ભયની ગ્રંથિ, (૨) કામવાસનાની ગ્રંથિ અને (૩) અહંકારની ગ્રંથિ. આ ત્રણ ગ્રંથિઓ કાઢવી ઘણી મુશ્કેલ છે. જગતનાં બધા જીવો અને પ્રાણીમાત્ર જો અટક્યાં હોય તો આ ત્રણ ગ્રંથિઓમાં અટક્યાં છે. કારણ કે ત્રણે ગ્રંથિઓ ભરપૂર તાકાતથી કામ કરે છે. શાસ્ત્રોને એમ કહેવું છે કે ભયની ગ્રંથિ દૂર થાય તે સહેલું છે, પરંતુ કામવાસનાની ગ્રંથિ દૂર કરવી મુશ્કેલ છે. કામવાસનાની ગ્રંથિ પણ હજુ દૂર થઈ શકશે પણ અહંકારની ગ્રંથિ કાઢવી એ ઘણી ઘણી મુશ્કેલ છે. શાસ્ત્રોમાં કામવિજેતા સ્થૂલિભદ્ર મુનિ માટે કહેવાયું છે કે નામ રાખ્યું છે જગમાંહી, ચોરાસી ચોવિસી લગે ત્યાંહી, સાધુ પહોંચ્યા છે દેવલોકમાંહી. આ ધરતી ઉપર એવો પુરુષ થયો છે કે કામવિજેતા તરીકે જેની નામના ચોરાસી For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પ્રવચન ક્રમાંક - ૨૦, ગાથા ક્રમાંક - ૧૯, ૨૦ અને ૨૧ ચોવિશી સુધી જગતમાં રહેશે. આવા સમર્થ પુરુષને પણ અહંકારે પાડ્યા. તેઓએ દશપૂર્વનો અભ્યાસ કર્યો હતો. યક્ષા યક્ષદિન્ના આદિ એમની સંયમી સાત બેનો તેમને વંદન કરવા માટે આવતા હતા, સ્થૂલિભદ્ર મુનિ પોતાની લબ્ધિ શક્તિ બતાવવા ક્ષણ માટે સિંહનું રૂપ લઈને બેઠા. ગુરુ મહારાજને તેનો ખ્યાલ આવ્યો. તેથી આગળના બીજા ચાર પૂર્વના જ્ઞાન માટે તેઓને અયોગ્ય કહ્યાં. Fearless થઈ શકાય, Sexless પણ થઈ શકાય પરંતુ Egoless થવું ઘણું કપરું છે. આપણાં એક વખતનાં ભૂતપૂર્વ વડાપ્રધાને તેમના દરવાજા બહાર પાટિયું રાખ્યું અને લખ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન. હવે સરકારી નિયમ પ્રમાણે માણસો આવ્યાં અને પાટિયું કાઢવા લાગ્યા તો તેમણે એમ કહ્યું કે, “અરે મત નિકાલો, ઈસમેં લિખા હૈ ભૂતપૂર્વ વડાપ્રધાન. પ્રધાન તો નહિ લિખા હૈ, ભૂતપૂર્વ વડાપ્રધાન પઢને સે હમેં શાંતિ મિલતી હૈ.” અહંકાર રહિત થવું-Egoless થવું કઠિન છે. છેલ્લામાં છેલ્લી ગ્રંથિ રહી જતી હોય તો તે અહંકારની છે. સદ્ગુરુના ઉપદેશથી શિષ્યને કેવળજ્ઞાન થાય, તે શિષ્ય કેવળજ્ઞાન પામ્યાનું અભિમાન કરે નહિ. મોહનો ક્ષય થયા વિના કેવળજ્ઞાન થાય નહિ. બંને સાથે નહિ રહે. મોહ ઊભો હોય અને કેવળજ્ઞાન હોય, આ ઘટના અધ્યાત્મિક જગતમાં ઘટતી નથી. મોહ ઓછો થાય, મંદ થાય તેમ પણ નહિ, પૂરેપૂરો ક્ષય થવો જોઈએ. સંપૂર્ણપણે ક્ષય થવો જોઈએ. મોહ ઘટવાની, ઓછો થવાની કે ઉપશમ થવાની વાત નહિ, પણ સંપૂર્ણપણે ક્ષય, અને આવો ક્ષય ન થાય ત્યાંસુધી કેવળજ્ઞાન થાય નહિ. બીજું સૂત્ર – કેવળજ્ઞાન થયા પછી મોહ નથી, રાગદ્વેષ નથી, તેનો આખો પરિવાર ગયો. હુંપણું ગયું, મારાપણું ગયું. કર્તાપણાની બુદ્ધિ ગઈ, ભોક્તાપણાની બુદ્ધિ ગઈ. આ બધો મોહનો પરિવાર છે. આનંદધનજીએ કહ્યું છે, અવધુ વૈરાગ્ય બેટો જાયો, વાને ખોજ કુટુંબ સબ ખાયો. એવી ઘટના ઘટી કે આ દીકરો જનમ્યો અને દીકરાએ જન્મતાની સાથે પહેલું કામ એ કર્યું કે મોહના કુટુંબને ખાઈ ગયો. અલંકારિક ભાષામાં એ વાત છે. મોહ ગયા પછી એમની પ્રવૃત્તિઓ જે રહે છે તે ઉદયાધીન જ હોય છે. જો પ્રવચન આપવાનું હોય, દેશના આપવાની હોય, સંઘ સ્થાપવાનો હોય કે આહાર, વિહાર વિ. જે કંઈ પ્રવૃત્તિ રહે છે તે ઉદયાધીન પ્રવૃત્તિ હોય છે. હવે એ પ્રવૃત્તિઓ વાસના કે રાગદ્વેષને આધીન નથી, મોહને આધીન નથી, કષાયોને આધીન નથી, વિભાવોને આધીન નથી. એ માત્ર ઉદયાધીન છે. ઉદય સિવાય બીજી કોઈ ઘટના ઘટતી નથી. એવી અવસ્થામાં ગુરુ સેવા પણ થઈ શકે અને For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા વિનયમાં પ્રવર્તન પણ થઈ શકે. આવી અવસ્થા કેવળજ્ઞાનીને પ્રાપ્ત થયેલ હોવા છતાં, એ ભગવાન વિનય કરે છે. વિનયનું આવું માહાભ્ય છે. પરંતુ સાથે સાથે બીજી વાત, જે સદ્ગુરુનો કેવળી ભગવાન વિનય કરતાં હોય, તે સદ્ગુરુને ખબર પડે કે શિષ્યને કેવળજ્ઞાન થયું છે, તો તુરત જ શિષ્યને પૂજ્ય ગણીને સદ્ગુરુ તેની સેવા અને વૈયાવચ્ચ કરવા લાગી જાય છે. આ આધ્યાત્મિક જગતની અદ્ભુત વાત છે. માટે ભગવાન કહે છે વિનયથી સ્વને પણ લાભ થાય અને પરને પણ લાભ થાય. આવા વિનયનો માર્ગ કદી છોડતાં નથી. ગાથા શું આવી? જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છપસ્થ પણ, વિનય કરે ભગવાન. આ આધ્યાત્મિક નિયમ છે. શાસ્ત્રથી પર બનતી ઘટના છે. ગુરુ શિષ્ય વચ્ચેની સંધિ છે. કેવળજ્ઞાનીની અવસ્થા કેવી અદ્ભુત છે? વિનયનું કેવું માહામ્ય છે? અને આટલી બધી અદ્ભુત વાત કરતી વખતે કૃપાળુદેવનાં ખ્યાલમાં છે કે આ વાતનો વધારેમાં વધારે ગેરફાયદો પણ થઈ શકે તેમ છે, તેથી તેમણે કડક ચેતવણી આપી છે કે સદ્ગુરુઓ લાભ લેતાં નથી પણ અસગુરુઓ પૂરેપૂરો લાભ લીધા વગર રહેતા નથી. એવો માર્ગ વિનયતણો, ભાખ્યો શ્રી વીતરાગ, મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦ આ વિનયનો માર્ગ વીતરાગે કહ્યો છે. “મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. જે સુલભબોધિ છે, જે નજીકમાં મોક્ષ પામવાનો છે, તે પાત્ર માટે સુભાગ્ય શબ્દ વાપર્યો છે. સુભાગ્ય એટલે જે ભાગ્યશાળી છે, જેનું સારું ભાગ્ય છે. જે સુલભતાથી બોધ પામે છે અને જે નિકટમાં મોક્ષે જવાનો છે. આ ગાથામાંથી એક વાત સ્પષ્ટ સમજી લેજો કે કોઈપણ સગુરુ, સદ્ગુરુ થવા માટે કોશિશ કરતાં નથી, અને અસદૂગુરુ કોશિશ કરવાની બાકી રાખતાં નથી. સદ્ગુરુને કેવળજ્ઞાન થયું ન હોય અને શિષ્યને જો કેવળજ્ઞાન થાય તો તે કેવળજ્ઞાની થઈને પણ સદ્ગુરુની વૈયાવચ્ચ સેવા કરે છે. અને સદ્ગુરુને ખબર પડે કે આ શિષ્યને કેવળજ્ઞાન થયું છે તો તે પોતાની સેવા છોડાવી તે શિષ્યની સેવા કરવા લાગી જાય છે. આવો વિનયનો માર્ગ છે. અહીં સગુરુની યાત્રા હજુ અધૂરી છે, ક્ષપકશ્રેણી માંડવાની બાકી છે. એ માંડશે પછી કેવળજ્ઞાનની અવસ્થા પ્રાપ્ત કરશે. પરંતુ તેઓ પણ પોતાનો વિનય છોડતાં નથી. અને અસગુરુ જેનામાં આ પ્રકારે અવસ્થા નથી અને પોતાને સગુરુ મનાવે, અને આવું મનાવવા કહે કે જુઓ, કેવળજ્ઞાની પણ સદ્ગુરુની સેવા કરે છે, માટે તમે અમારી સેવા કરો. એવું જો કહેતાં હોય તો કૃપાળુદેવે કહ્યું કે, For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ પ્રવચન ક્રમાંક - ૨૦, ગાથા ક્રમાંક - ૧૯, ૨૦ અને ૨૧ અસદ્ગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. ૨૧ આ કઠિન ગાથા છે. કોઈને એકાદ અપશબ્દ બોલવો પણ આપણને સારું ન લાગે, જ્યારે આ તો ‘મહામોહનીય કર્મથી બૂડે ભવજળમાંહી' - આ મોટામાં મોટી ગાળ આપવા જેવું થાય, પરંતુ શ્રીમદ્ભુ તો અહીં ચેતવણી આપવા માટે કહે છે. ઊંધો અર્થ ન લેશો. પોતે અસદ્ગુરુ છે, પોતે જાણતાં હોવા છતાં અમે સદ્ગુરુ છીએ એવું મનાવી તેમને શિષ્ય પાસે સેવા કરાવવી છે. કહે છે કે ‘‘જુઓ, જેને કેવળજ્ઞાન થયું છે તેઓ પણ સદ્ગુરુની સેવા કરે છે. અરે, બેટા ! તું પણ અમારી સેવામાં આવી જા.'' એવું જો કહેતાં હોય તો મહામોહનીય કર્મનો બંધ કરી ભવસાગરમાં પરિભ્રમણ કર્યા કરશે. અદ્ભુત ગાથા છે. વિચાર કરજો. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૩૫ પ્રવચન ક્રમાંક - ૨૧ ગાથા ક્રમાંક - ૨૨ વિનય માર્ગનો સખ્ય નિર્ધાર હોય મુમુક્ષુ જીવતે, સમજે એહ વિચાર, હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. (૨૨) ટીકા જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનયમાર્ગાદિનો વિચાર સમજે, અને જે મતાર્થ હોય તે તેનો અવળો નિર્ધાર લે, એટલે કાંપોતે વિનયશિષ્યાદિ પાસે કરાવે, અથવા અસગુરુને વિષે પોતે સદ્ગુરુની ભ્રાંતિ રાખી આ વિનય માર્ગનો ઉપયોગ કરે. (૨૨) માણસ સદાચારી હોય, નીતિમાન હોય, તપ, ત્યાગ, વ્રત, અનુષ્ઠાન પણ કરતો હોય, એણે મુનિજીવનનો-દ્રવ્યલિંગનો પણ સ્વીકાર કર્યો હોય, અગિયાર અંગનો પાઠી હોય, અને ઘોર તપશ્ચર્યા પણ કરતો હોય, આ બધું કરવું શક્ય છે, પરંતુ પોતાનો મત છોડવો ઘણો મુશ્કેલ છે. જીવ અટક્યો છે, તે પોતાના મતાર્થીપણામાં અટક્યો છે. પોતાનો મત મહત્ત્વનો છે કારણ કે પોતે મહત્ત્વનો છે. મતનો આગ્રહ જેના અંદરમાં છે તે જીવ સાચા અર્થમાં આત્માર્થને પામી શકતો નથી. અનંતકાળ આ બધી સાધનાઓ કરી પણ આ સાધનાઓ કરવા છતાં મતાપણું છોડ્યું નહિ, તેથી સાધના ફલિત થતી નથી. અહીં ત્રણ શબ્દો અત્યંત મહત્ત્વનાં છે. એ શબ્દો છે મતાર્થી, મુમુક્ષુ અને આત્માર્થી. અભુત શબ્દો છે, પાયાના શબ્દો છે. આ સમજી લેવાં જરૂરી છે. આ સમજતા પહેલાં ઓગણીસ, વીસ અને એકવીસ આ ત્રણે ગાથાઓમાં જે ચર્ચા કરી તેને અત્યંત સંક્ષેપમાં ફરી સમજવા પ્રયત્ન કરીએ. મોક્ષનો મૂળ માર્ગ રત્નત્રય છે, સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યફ ચારિત્ર. આ રત્નત્રયને પ્રાપ્ત કરવાનો માર્ગ વિનય છે. વિનય વગર સમ્યગુદર્શન પ્રાપ્ત ન થાય, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર પણ પ્રાપ્ત ન થાય. વિનય એટલે સમર્પણ, વિનય એટલે ભક્તિ અને વિનય એટલે આજ્ઞાની આરાધના. સંબોધ-સત્તરિ સૂત્રમાં કહ્યું છે કે, आणाइ तवो आणाइ संजमो, तह य दाणमाणाओ। आणारहिओ धम्मो, पलालपुल्लूव पडिहाइ ॥ For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પ્રવચન ક્રમાંક - ૨૧, ગાથા ક્રમાંક - ૨૨ આજ્ઞાનું પાલન તો પોલીસખાતું પણ કરે છે અને સૈનિકો પણ કરે છે, અને પરતંત્ર માણસો પણ કરે છે. અહીં પાલન શબ્દ નથી પણ આરાધના શબ્દ છે. આજ્ઞાની આરાધના અહીં કરવાની છે. આજ્ઞાનું પાલન કરવું તેમાં દબાણ છે, ભાર છે, બોજો છે, કરવું પડે તેવો ભાવ છે, જ્યારે આજ્ઞાની આરાધનામાં સમર્પણ અને ભક્તિ છે. જ્ઞાની પુરુષની આજ્ઞાની આરાધના કરવી તે ધર્મ છે, તે તપ છે. બહુ મહત્ત્વની કડી પરમકૃપાળુદેવે મૂકી છે કે, “ગુરુ રહ્યા છઘસ્થ પણ વિનય કરે ભગવાન.” આ કડી મહત્ત્વની એટલાં માટે છે કે આવી અવસ્થા (ભગવત્તા) પ્રાપ્ત થઈ છે, જેમને કોઈપણ જાતની નિયમાવલી રાખવાની જરૂર નથી છતાં તેઓ વિનય કરે છે. આનો કંઈ હેતુ, લક્ષ હોવો જોઈએ, કંઈક ગુપ્તતા હોવી જોઈએ, કંઈક ગંભીરતા હોવી જોઈએ. વિતરાગદેવે વિનયનો માર્ગ એટલા માટે ભાખ્યો કે જે હળુકર્મી છે, જે આરાધક છે, જેનું મન નિર્મળ છે, જેનું અતઃકરણ શુદ્ધ છે, તે જ આ વિનયનો માર્ગસમજી શકશે, હેતુ સમજી શકશે. સમક્તિનાં ૬૭ બોલમાં જ્યારે વિનયની વાત કરી ત્યારે અરિહંતાદિ દેશના પાંચ પ્રકારનાં વિનયની વાત કરી. અરિહંત પરમાત્માનો વિનય, સિદ્ધ પરમાત્માનો વિનય, આચાર્ય ભગવંતોનો વિનય, ઉપાધ્યાય ભગવંતોનો વિજ્ય, સાધુ-સાધ્વીનો વિનય, ધર્મનો વિનય, શાસ્ત્રોનો વિનય, સદગુરુનો વિનય. આ વિનય વિનય શબ્દ જે વારંવાર આવ્યો તેનું એક કારણ છે. વિનય જ્યારે પ્રાપ્ત કરવો હોય ત્યારે સામે કોઈ જીવંત વ્યક્તિ જોઈએ. વિનય એ ભાવ છે, વિનય એ સમર્પણ છે, વિનય પ્રેમની સાધના છે, વિનય એ ભક્તિ છે, વિનય આરાધના છે. કોની આરાધના કરશો ? સામે પાત્ર જીવની કરવી, અને એ પાત્ર છે સપુરુષો. સપુરુષનો યોગ જ્યારે થાય, એમની ઓળખાણ થાય, એમના પ્રત્યે બહુમાન અને પ્રેમ થાય, ત્યારે એ પ્રેમ પ્રગટ કરવાની જે રીત, પદ્ધતિ, તેને કહેવાય છે વિનય, વિનય અભિવ્યક્તિ છે. વિનય પ્રાગટ્ય છે, ભાવની ધારા છે અને વિનય જીવનનો આહલાદ અને આનંદ છે. વિનય કરવો એ પરતંત્રતા નથી, વિનય એ પ્રેમમાંથી ખીલેલું પુષ્પ છે અને એ પુષ્ય જીવનમાં ખીલે છે. વિનય શબ્દ આવે ત્યારે બે વ્યક્તિઓનો સંબંધ આવે છે. એક શિષ્ય અને બીજા સપુરુષ. શિષ્ય અને પુરુષ વચ્ચેનું અનુસંધાન, એમના વચ્ચેની કડી, એમના વચ્ચેનો જેતાલ, એમના વચ્ચેનું ઐક્ય અને આત્મીયતા, તાદાભ્યતા એ વિનય છે. પુરુષ અને શિષ્યનું જોડાણ માત્ર જ્ઞાનથી નહિ થાય, માત્ર વ્રતથી નહિ થાય, એ બંનેનું જોડાણ વિનયથી જ થશે. જેના હૃદયમાં વિનયનો ભાવ છે, તેનામાં નમ્રતા, સરળતા અને સદાચાર તો હોય જ. સદ્ભાવના પણ હોય પરંતુ સૌથી મોટી વાત, તેનામાં અહંકાર ઓગળેલો હોય. જ્યાં સુધી અહંકાર ઓગળેલ ન હોય ત્યાં સુધી વિનયનો ભાવ આવતો નથી. જ્યારે For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૩૭ વિનયભાવ બોલીએ તે વખતે તેનો અહંકાર ઓગળેલો અથવા અતિ મંદ છે, અને અહંકાર મંદ થવાના કારણે એના જીવનમાં પ્રેમના પુષ્પો ખીલવાનો પ્રારંભ થાય છે. | વિનય પ્રાપ્ત થાય ત્યારે કોના પ્રત્યે વિનય કરશે? કોની ભક્તિ અને કોના પ્રત્યે આલ્હાદ વ્યક્ત કરશે? કોના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરશે? એ સપુરુષ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે. સપુરુષ પ્રત્યેનો પ્રેમ અર્થાત્ વિનય એ મૂર્તિમંત થાય સેવામાં અને વૈયાવચ્ચમાં. સપુરુષ પ્રત્યેનો વિનય જેમનામાં પ્રગટ થયો છે એ મનથી, વચનથી, કાયાથી, સર્વભાવથી વૈયાવચ્ચ કરે છે, સેવા કરે છે. સેવા કરવી પડશે તેવું જ્ઞાની પુરુષ કહેતાં નથી, સેવા ફરજિયાત છે તેમ કહેતા નથી, તેમને કોઈપણ જાતની અપેક્ષા નથી, પરંતુ જે શિષ્યમાં વિનયનો ભાવ પ્રગટ્યો છે, તેના કારણે તમામ પ્રકારની સેવા, તમામ પ્રકારની વૈયાવચ્ચ કર્યા વગર તે રહી શકતો નથી. પ્રેમની ધારા, વિનયની ધારા જે પ્રગટ થાય છે, તે ધારા સેવામાં, નમ્રતામાં, સદૂભાવમાં અને વૈયાવચ્ચમાં ઊતરે છે. તેના અંતરમાંથી એક પ્રકારની લાગણીનો પ્રવાહ વહેતો થાય છે, માટે એમ કહ્યું કે જ્યાં વિનય પ્રગટ થાય, ત્યાં સામે સપુરુષ હોય અને સપુરુષની સેવા એ વિનયની અભિવ્યક્તિ છે. એથી શું થાય? સત્પષના હૃદયમાં રહેવાનો યોગ પ્રાપ્ત થાય. તેથી બીજી ઘટના ઘટે છે, “તેને સદ્ધોધની પ્રાપ્તિ થાય છે.” બોધ વાંચીને ન થાય, ચર્ચા કરીને ન થાય. તર્ક કે વાદવિવાદથી ન થાય. અહંકારથી ન થાય, પણ સત્પરુષના હૃદયમાં વહેતી જ્ઞાનધારા જ્યારે શિષ્યના હૃદયમાં અવતરે છે ત્યારે બોધની પ્રાપ્તિ થાય છે. જેમ ગંગા ગંગોત્રીમાંથી જન્મી અને વહેતી વહેતી નીચે આવી, જેમ એરેજમેન્ટ કરવાથી પાઈપ લાઈનમાંથી પાણી સહેજે ખેતરમાં જાય છે, એ રીતે સત્પરુષના હૃદયમાં જે બોધની ધારા, જ્ઞાનની ધારા વહે છે તે શિષ્યના અંતરમાં ઊતરે છે. શિષ્ય અને ગુરુ વચ્ચે એક રસ્તો તૈયાર થાય છે. આ જ્ઞાન પ્રાપ્ત થાય, વિજ્ઞાન પ્રાપ્ત થાય, વિદ્વતા પ્રાપ્ત થાય, શાસ્ત્રજ્ઞાન અને તર્ક પ્રાપ્ત થાય, વાદવિવાદ થાય, પરંતુ બોધ પ્રાપ્ત થતો નથી. બોધ સૂક્ષ્મ ઘટના છે, આંતરિક ઘટના છે. બોધથી જ્યાં સ્પષ્ટપણે અસ્તિત્વ છે, ત્યાં અસ્તિત્વનો રણકાર અને ભણકારા તેને મળી જાય છે. અસ્તિત્વનું સ્પષ્ટ પિક્યર તેની પાસે લાવવાનું કામ બોધ કરે છે. બોધ બે કામ કરે છે. જ્ઞાન તો આપે જ છે પણ સાથે આચરણનું બળ પણ આપે છે. જ્ઞાન સાથે આચરણનું બળ તેને કહેવાય છે બોધ. જે બુદ્ધ છે, જેને બોધ થયો છે તે ઈન્દ્રિયોના વિષયોમાં અટવાતો નથી. કારણ કે તે પરિણામે દુઃખ આપનારા અને અનિત્ય છે. ગામાપાયિનોડનિત્યાજ્ઞાંસ્તિતિક્ષસ્વ મારતા (ભ.ગીતા-૨/૧૪) એમ કહીને ભગવાન મહર્ષિ વ્યાસે એક મહત્ત્વની વાત કરી કે જે બુદ્ધ છે તેને આ For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પ્રવચન ક્રમાંક - ૨૧, ગાથા ક્રમાંક - ૨૨ બોધ પ્રાપ્ત થાય છે, અને આવો બોધ પ્રાપ્ત થવો તે મહત્ત્વની ઘટના છે, અને તેનું માધ્યમ છે સદ્ભુત. યોગ જુઓ, વિનય પ્રાપ્ત થયો, સત્પુરુષ મળ્યાં, સદ્બોધ મળ્યો અને તેનો આધાર સદ્ભુત બન્યું, એમ પણ કહ્યું કે સઘળાં શાસ્ત્રો જ્ઞાની પુરુષ મળ્યાં પછી યથાર્થ થાય છે, સફળ થાય છે. ગૌતમ સ્વામી ચાર વેદના પારગામી તથા સાથે અનેક શાસ્ત્રોના અભ્યાસી છે, આવા મોટા વિદ્વાન પુરુષને ‘આત્મા છે કે નહીં', તે શંકા છે. ભગવાન મહાવીર કહે છે કે ‘ગૌતમ તારી જે શંકા છે તેમાં વેદના વાક્યોનો દોષ નથી પણ તેનો અર્થ તને બેસાડતા નથી આવડતો, તે છે.’ સંગીતકાર શું કરે છે ? એને સ્વર બેસાડતાં આવડે છે માટે સંગીત છે. જ્ઞાની પુરુષ પાસે એવી કળા છે કે શબ્દને અને શબ્દનાં અર્થને સંવાદિતામાં ઢાળે છે. શાસ્ત્રો વાંચવા એક વાત છે અને શાસ્ત્રોમાં રહેલ શબ્દોને યથાર્થરૂપે ગોઠવવા, સમજવા તથા સમજાવવા જુદી વાત છે. સંગીત તો જ પ્રગટ થાય કે એ સ્વરને ગોઠવતાં આવડે અને બોધ તો જ પ્રગટ થાય કે શાસ્ત્રમાં રહેલાં શબ્દોને ગોઠવતાં આવડે. એ શબ્દો અજ્ઞાની પાસે આવે તો અનર્થ થાય, અને જ્ઞાની પાસે આવે તો સાર્થક થાય. જ્ઞાનીની એ કળા છે, જ્ઞાનીનું એ મહત્ત્વ છે. જ્ઞાન સાથેનું જે આચરણ છે તેને કહેવાય છે સદાચાર તેનાથી માણસનું આખું જીવન બદલાઈ જાય છે. આગળ આવશે મુમુક્ષુ કેવો હોય ? આત્માર્થી કેવો હોય ? તેનું આચરણ કેવું હોય ? તેની વિચાર કરવાની પદ્ધતિ અને ષ્ટિકોણ કેવો હોય ? અભિપ્રાય કેવો હોય ? અને એ પોતે વસ્તુને સમજવા માટે કેવી તૈયારી ધરાવતો હોય ? તે લક્ષણો પણ આવશે. પરંતુ આધ્યાત્મિક સાધનામાં એક શબ્દ કહેવો હોય તો ‘સદાચાર’ છે. આધ્યાત્મિક માર્ગમાં જેને પ્રવેશ કરવો છે તેની પાસે શીલ અને સદાચારની મૂડી જોઈશે. ભગવાન બુદ્ધે ચાલીશ વર્ષ ઉપદેશ આપ્યો, તેમને કોઈએ પૂછ્યું કે તમે શું વાત કરી ? ભગવાન બુદ્ધે કહ્યું, ‘મેં એક શબ્દ ઘૂંટ્યો-તણ્ડા.’ તણ્ણા એટલે તૃષ્ણા. તમામ દુઃખોનું મૂળ તૃષ્ણા છે. વિષયોની તૃષ્ણા, ભોગોની તૃષ્ણા છે, તેમાંથી બીજા ઘણાં બધાં દુઃખો ઊભા થાય છે. આ તૃષ્ણાને જીતવાની જે રીત છે તે પ્રજ્ઞા, શીલ અને સમાધિ આ ત્રણ શબ્દોમાં છે. મહાભારતમાં એમ કહ્યું છે કે તમારી જાતિ કેવી છે ? તે અમારે પૂછવું નથી. તમારું ગોત્ર કયું છે, અને તમે કયા માર્ગે ચાલો છો, તે પણ અમારે પૂછવું નથી. અમારે પૂછવું છે કે તમારી પાસે સદાચારની મૂડી છે ? શીલની મૂડી છે ? સમાધિની મૂડી છે ? શીલની મૂડી હોય તો એ બ્રાહ્મણ, એ શીલની મૂડી જો ન હોય તો એ બ્રાહ્મણ કુળમાં જનમેલો હોવા છતાં તે બ્રાહ્મણ નથી. શીલ એ જીવનનું સૌંદર્ય છે, શીલ એ જીવનનો અલંકાર છે. શીલ એ For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા જીવનની શોભા છે. ભર્તૃહરિએ કહ્યું છે કે, સર્વેષામપિ સર્વારળનિવં શીત્યું પરં મૂષળ । (નીતિશતક શ્લોક નં.૮૦) જીવનમાં ઘણાં બધાં અલંકારો છે, ઘણાં બધાં શણગારનાં સાધનો છે, પરંતુ મનુષ્ય માટે શીલ અને સદાચાર જેવો શ્રેષ્ઠ કોઈ અલંકાર નથી. એવો સદાચાર જેના જીવનમાં સ્થિર થાય છે, તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શરૂઆત કરી વિનયથી. વિનયથી સત્પુરુષનો યોગ થયો, અને સત્પુરુષના યોગ પછી તેમની સેવા અને વૈયાવચ્ચનો ભાવ થયો. તેનાથી સદ્બોધની પ્રાપ્તિ થઈ, સશ્રુતનો યોગ થયો, અને સદ્ભુત પ્રાપ્ત થયા પછી તેના જીવનમાં શીલની સુગંધ, સદાચારની સુગંધ પ્રગટ થઈ, અને આ સદાચારથી તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે. કઠોપનિષદમાં નાનકડા નચિકેતાને યમરાજા કહે છે કે, 'नायमात्मा प्रवचनेन लभ्यः, न मेधया न बहुना श्रुतेन ।' ‘સત્યન, બ્રહ્મચર્યેળ, તપતા જમ્ય: ।’ નચિકેતા ! આ આત્મા, આ અતીન્દ્રિય તત્ત્વ, આ પરમ તત્ત્વ એ માત્ર પ્રવચનથી તર્કથી પ્રાપ્ત ન થાય, માત્ર બુદ્ધિથી, માત્ર ચર્ચાથી કે બહુ શ્રુતથી પણ પ્રાપ્ત ન થાય. આપણાં બધા જ શસ્ત્રો આણે ઝૂંટવી લીધાં. હું જાણું છું, હું મેધાવી છું, હું તર્કવાન છું, અને હું વાદવિવાદ કરી શકું છું એ શસ્ત્રો નહિ ચાલે. તો કઈ રીતે પ્રાપ્ત થાય ? ત્યારે કહ્યું કે આત્મા વડે આત્મા પ્રાપ્ત થાય છે, તે માટે પાત્ર થવું પડે. પાત્રતા સત્ય, બ્રહ્મચર્ય અને તપથી આવે. એ ત્રણેયનું મિલન હોય તેને કહેવાય છે સદાચાર. સદાચારની મૂડી જેની પાસે છે તે પાત્ર છે, લાયક છે, યોગ્ય અને ક્ષમતાવાન છે. આવા ક્ષમતાવાન જીવને જ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. જીવાદિ નવ પદાર્થોનું જ્ઞાન અનિવાર્યપણે સાધકે પ્રાપ્ત કરવું જોઈએ. જેની પાસે સદાચારની મૂડી છે તે સદ્ભુત દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકશે. આત્મજ્ઞાન થાય તો આત્મધ્યાન થાય. આત્માને જાણ્યા પહેલાં જેટલી ધ્યાનની પ્રક્રિયા છે, તે પ્રાણ સુધી કે મન સુધી પહોંચે છે, ધારણા સુધી પહોંચે છે, પણ ધ્યાનની ઘટના ઘટતી નથી. આત્મજ્ઞાન વગર ધ્યાન ન થાય. જ્ઞાન અને ધ્યાન એ બન્ને પ્રક્રિયાઓ એક બીજાની પૂરક છે. જ્ઞાની પુરુષો કહે છે કે જે ધ્યાનમાં આત્મા મુખ્ય નથી, એવી ધ્યાનની પ્રક્રિયા શક્તિ આપશે, બાહ્ય ઘટનાઓ ઘટશે પણ આંતરિક શુદ્ધિ નહીં થાય. આત્મજ્ઞાન થયા પછી આત્મધ્યાન થાય અને આત્મધ્યાન થાય તો વીતરાગતા પ્રાપ્ત થાય. આ રીત જુઓ, જીવનમાં વિકાસ કઈ રીતે થાય છે એ પણ જુઓ. રાગ, દ્વેષ અને મોહ એ જબરો કચરો છે, અનંતકાળનો કચરો છે, તેને અગ્નિમાં-દાવાનળમાં જ નાખવો પડે. માટે ધ્યાનને ૨૩૯ For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પ્રવચન ક્રમાંક - ૨૧, ગાથા ક્રમાંક - ૨૨ અગ્નિની ઉપમા આપી છે. “ધ્યાન હુતાશન યોગ, ધ્યાન એ પ્રજ્જવલિત અગ્નિ છે. જેમ અગ્નિ પ્રગટ થાય અને મોટું વન બળીને ખાક થઈ જાય તેમ અનંતકાળનાં રાગ, દ્વેષ અને મોહને બાળવાની શક્તિ ધ્યાનરૂપી અગ્નિમાં છે. તે બળ્યા પછી વીતરાગતા પ્રાપ્ત થાય. વીતરાગતા આવે તો કેવળજ્ઞાન આવે અને કેવળજ્ઞાન થાય પછી મોક્ષની પ્રાપ્તિ થાય. “મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય.” આ માર્ગનો મૂળહેતુ છે, કોઈ લક્ષ છે અને આનું કંઈક ગુપ્ત રહસ્ય છે. હેતુ એ છે કે વિનયથી સત્પરુષની સેવા, તેમાંથી સર્બોધ, સબોધથી સતશ્રુત અને તેનાથી સદાચાર, સદાચારથી આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનથી આત્મધ્યાન, આત્મધ્યાનથી વીતરાગતા, વીતરાગતામાંથી કેવળજ્ઞાન અને કેવળજ્ઞાનથી મોક્ષ. મોક્ષ જોઈતો હોય તો આ મોક્ષનો ઉપાય છે, આ મોક્ષમાર્ગ છે. આ સીધો રસ્તો છે. અહીં પરમકૃપાળુદેવે કડક ચેતવણી આપી છે કે દુનિયામાં હંમેશા સાચી અને યથાર્થ વાતનો દુરુપયોગ પણ થાય છે. માલમાં જ્યારે ભેળસેળ થાય ત્યારે શુદ્ધમાલ હોય તો ભેળસેળ થાય. અશુદ્ધિમાં તમે શું ભેળવશો? થોડું ચોખ્ખું ઘી હોય તો તેમાં વેજીટેબલ ઘી ભેળવાય, પરંતુ નર્યું વેજીટેબલ જ હોય તો શું ભેળવશો? સત્યમાં પણ ભેળસેળ થઈ શકે. સાધકની મુશ્કેલી એ છે કે સત્ય તેને પહેલાં શોધવું પડે અને સત્યમાં જે કચરો ભળી ગયો છે તેને પછી દૂર કરવો પડે. સત્યમાં ભળેલ કચરાને દૂર કરવા માટે જો કોઈ સાધન હોય તો તે છે પ્રજ્ઞા. પ્રજ્ઞા મળને દૂર કરે છે. નિર્ભેળ સત્ય, નવું સત્ય, નિર્દોષ સત્ય આપણને પ્રાપ્ત થતું નથી. તેના માટે પ્રજ્ઞા જોઈએ. એટલા માટે એમ કહ્યું કે આ વિનયનો માર્ગ તો છે, તેનો મૂળ હેતુ પણ છે, પરંતુ જે જીવ સુલભબોધિ, નિકટભવી, હળુકર્મી હશે, આરાધક હશે, જેને ભીતર લગની લાગી હશે, તાલાવેલી લાગી હશે, જે અંદર નમ્ર બન્યો હશે, જે મોક્ષ માટે ઉદ્યમશીલ બન્યો હશે, એ આ માર્ગને સમજશે. બધા આ માર્ગને સમજે નહિ. માટે “મૂળહેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય.” બહુ અભુત શબ્દ વાપર્યો છે “સુભાગ્ય', એટલે કે ભાગ્યશાળી ભાગ્યશાળી તેને કહેવાય જે સંસારમાં લાંબો ટાઈમ રહેવાનો નથી, જેને સરળતાથી બોધ પ્રાપ્ત થઈ શકે છે. સુલભબોધિ અથવા ભાગ્યશાળી હશે તે આ મૂળ હેતુ સમજશે. જગતમાં આ ઉપદેશનો અથવા સિદ્ધાંતોનો દુરુપયોગ કરનાર પણ હશે અને એ પાત્ર છે અસદ્ગુરુ. સદ્ગુરુ એ આધ્યાત્મિકતાનું મુખ્ય દ્વાર છે અને અસદ્ગુરુ એ આધ્યાત્મિક માર્ગમાં ઊંડી ખાઈ છે. એ ખાઈ દૂર કરવી પડે. એ ખાઈમાં જો પડ્યાં તો બહાર આવવું ઘણું મુશ્કેલ છે. અસગુરુ એમ કહેશે કે “જુઓ, શાસ્ત્રમાં વિનયનો માર્ગ કહ્યો છે, ભક્તિનો માર્ગ કહ્યો છે, સમર્પણનો માર્ગ કહ્યો છે, અહંકારના લયનો માર્ગ કહ્યો છે. સદ્દગુરુને આધીન થઈને રહેવાનો માર્ગ કહ્યો છે, માટે તમે અમારી સેવા કરો. શાસ્ત્રમાં કહ્યું છે ને કે For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૪૧ વિનયથી મોક્ષની પ્રાપ્તિ થાય, અને “ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન” ગુરુ છબસ્થ રહ્યાં, અને શિષ્ય કેવળજ્ઞાની થવા છતાં પણ, તેમની સેવા આ ભગવાન કરે છે, માટે તમે અમારી સેવા કરો.” અસદ્ગુરુને શોષણ કરવું છે, લૂંટ ચલાવવી છે, શિષ્યનો દુરુપયોગ કરવો છે. તેઓ આ સિદ્ધાંતોનો દુરુપયોગ કરી શકે છે. આવો લાભ લેનાર જગતમાં ઘણાં છે અને લાભ આપનાર પણ ઘણાં છે. ચેલાઓ પણ એવાં છે કે જેમનામાં ગમ નથી. ગુરુઓ પણ એવાં છે જેમનામાં લાયકાત નથી. વેપારી પાસે માલ નથી અને ઘરાક પાસે પૈસા નથી, આ બેનો મેળ પડે તેમ નથી. અસગુરુ પાસે આત્મજ્ઞાન નથી અને શિષ્યો પાસે સદાચારની મૂડી નથી. માટે આ સિદ્ધાંતોનો વધારેમાં વધારે દુરુપયોગ કોઈએ કર્યો હોય તો અસગુરુએ કર્યો છે. અસર એ વિનયનો લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી બૂડે ભવજળ માંહી.” આ ટીકા નથી, વિરોધ નથી, નિંદા નથી પણ સ્પષ્ટ ચેતવણી છે. એમ કહેવું તે ગુનો નથી કે રસ્તામાં કાંટા પડ્યાં છે, જરા સાચવીને ચાલજો. રસ્તામાં કેળાની છાલ પડી છે, જોઈને ચાલજો. “ખાડો આવે તો આંખ ઉઘાડીને ચાલજો, નહિતર હાડકાં ભાંગી જશે' તેમ કહેવું એ ગુનો નથી. આ તો બચાવવાની વાત છે. અસદ્દગુરુએ આ વિનયનો લાભ ન લેવો જોઈએ, છતાં લે છે. કારણ? અસદ્દગુરુને દુષ્કર્મોનો, પાપનો ભય નથી. તેમને આધ્યાત્મિક સાધના કરવી નથી, મોક્ષ મેળવવો નથી કે વીતરાગતા પ્રાપ્ત કરવી નથી. એમને પોતાનો સ્વાર્થ સાધી માન મેળવવું છે. ગુરુ લોભી, શિષ્ય લાલચુ, દોનો ખેલે દાવ, ' તરે નહિ, તારે નહિ, જૈસી પત્થર નાવ. જેમ પત્થરની નાવતરે નહિ અને તારે પણ નહિ. અખાને આ વાતની સૌથી વધારે પીડા થઈ, તેણે કહ્યું કે ગુરુ કરાવ્યા ગોકુળનાથ, ઘરડાં બળદને નાખી નાથ. ઘરડો બળદિયો તે શિષ્ય, તેને નાથ નાખી અને “ધનહરે પણ ધોકોનહરે', ભવનો ધોકો કે સંસારનો ધોકો હરતો નથી. અસદૂગુરુ ઉપદેશ આપી કહે છે કે જુઓ, જ્ઞાની પુરુષોએ શાસ્ત્રોમાં વિનયનો માર્ગ કહ્યો છે, સમર્પણનો અને ભક્તિનો માર્ગ કહ્યો છે, તો તમે અમારી ભક્તિ સેવા, વૈયાવચ્ચ કરો. પરમકૃપાળુદેવે બહુ ભારેખમ શબ્દ વાપર્યો છે કે સ્ત્રી પ્રત્યે આકર્ષણ થાય તો મોહ, પૈસા અને સત્તા ઉપર આકર્ષણ થાય એ મોહ, માનપાન અને પ્રતિષ્ઠા પ્રત્યે આકર્ષણ થાય તે મોહ, આ મારું, આ તારું એ મોહ, મમત્વભાવ થાય તે મોહ, અહંકાર આવે તે મોહ, પરંતુ અસંગુરુ જ વિનયનો લાભ લે તો તે મહામોહ. શાસ્ત્રોમાં કહ્યું છે કે મહામોહના For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨ પ્રવચન ક્રમાંક - ૨૧, ગાથા ક્રમાંક - ૨૨ પરિણામથી જીવ મિથ્યાત્વ મોહનીય કર્મની સીત્તેર કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરે છે. આ કડક ચેતવણી છે. મોહનો ઉપાય છે, પણ મહામોહનો ઉપાય નથી. કેમકે મોહ દેખાય છે. તમને કોઈ ચેતવણી આપનાર મળશે કે “તમે શા માટે આસક્તિ કરો છો? એક દિવસ તમારે ઘર છોડી જવું પડશે. શા માટે દીકરાને જોઈ મલકાવો છો? એક દિવસ તેને પણ છોડવો પડશે. જ્યારે આ અસરુ તો કહેશે કે “અમારી સેવા અને ભક્તિ કરો, તેમાં તમારું કલ્યાણ છે.” આ કડક ચેતવણી છે કે જો અસદ્દગુરુ આવો લાભ લેશે તો સંસારમાં ડૂબશે. આવો માર્ગ સ્પષ્ટ કરીને, મોક્ષના મૂળમાર્ગની વાત કરીને, નવી જ વાતનો પ્રારંભ ૨૨ મી ગાથાથી કરે છે. અહીં ત્રણ પાત્રો સમજી લેવાં પડશે. એક મુમુક્ષ, બીજો મતાર્થી અને ત્રીજું પાત્ર છે આત્માર્થી. આ તત્ત્વનો વિચાર, આ વિનયનો વિચાર, આધ્યાત્મિક્તાનો વિચાર કોણ સમજી શકશે? એને સમજવા માટે કઈ પાત્રતા જોઈએ? એમ કહ્યું છે કે શાસ્ત્રજ્ઞાની કદાચ નહિ સમજે, મોટો આચાર્ય હશે તોપણ કદાચ નહિ સમજે, બહુ કર્મકાંડ કરતો હશે તે કદાચ નહિ સમજે, એ સમજવાની ક્ષમતા એક જ પાત્રમાં છે અને તે પાત્ર છે મુમુક્ષુ. મુમુક્ષુની અવસ્થા અદ્ભુત છે. આધ્યાત્મિકતાનો પ્રારંભ મુમુક્ષુ અવસ્થા પ્રાપ્ત થયા વગર કદી પણ થતો નથી. શંકરાચાર્યજીએ ત્રણ શબ્દો આપ્યા. એમણે કહ્યું મનુષ્યત્વ પ્રાપ્ત થવું બહુ દુર્લભ છે. મહપુરુષનો યોગ પ્રાપ્ત થવો તેનાથી પણ દુર્લભ છે. એના કરતા એટલે જ્ઞાની પુરુષ, સપુરુષ અને મહિપુરુષ એ બધાથી પણ મુમુક્ષુતા પ્રાપ્ત થવી અત્યંત દુર્લભ છે. વિચાર સાગર વેદાંતનો ગ્રંથ છે. તેમાં અધિકારોનું વર્ણન કર્યું છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસન કોણ કરી શકશે? ઉપનિષદોમાં પણ કહ્યું કે, આત્મા વારે શ્રોતવ્યો, મંતવ્યો વિધ્યાસિતવ્યો”, “આત્મા વારે શ્રોતવ્યો, મંતવ્યો અને નિદિધ્યાસિતવ્યો'', આ અધિકાર કોને છે? આ અધિકાર ચાર સૂત્રોમાં વર્ણવ્યો છે. એનું નામ સાધન ચતુષ્ટય. (૧) નિત્યાનિત્ય વિવેક. નિત્ય અને અનિત્ય એ બંને પદાર્થોનો વિવેક કરવો તે પહેલું સૂત્ર, એ પહેલું સાધન. જગતમાં નિત્ય શું છે? અને અનિત્ય શું છે? નિત્ય અને અનિત્યનો ખ્યાલ આવે. જો નિત્ય તત્ત્વ ન હોય અને માત્ર અનિત્ય તત્ત્વ જ હોય તો અહીં સ્વાધ્યાયમાં આવવાની, શાસ્ત્રો વાંચવાની, ધ્યાન કરવાની કે સાધના કરવાની કોઈ જરૂર નથી. ચાર્વાકો તો એમ કહે છે કે “પુષ્પ છે, પાપ છે, આસ્રવ છે, સંવર છે, નિર્જરા છે, કર્મ છે. આ બધી વાત છોડો, ભસ્મીભૂતસ્થલેહચ પુનરાગમનં સુત: એક વખત આ દેહની રાખ થઈ ગઈ પછી પાછું આવવાનું છે જ ક્યાં?' અને આ વાત બધાને ગમી ગઈ. આખું જગત ભૌતિકવાદી For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૪૩ છે. તમને નવાઈ લાગશે કે આસ્તિક દર્શનોના સ્થાન છે, એમનાં મંદિરો અને આશ્રમો છે, એમની ગોઠવણ અને વ્યવસ્થા છે, સંન્યાસીઓ અને ઉપદેશકો પણ છે, એમની ઓફિસો છે, પરંતુ ચાર્વાકની કોઈ વ્યવસ્થા આ જગતમાં નથી. એમનું કોઈ સંગઠન નથી, જાણે આખું જગત ચાર્વાક જ બની ગયું છે. ચાર્વાક શબ્દનો અર્થ એ થાય કે ચારુ વાક, જેની વાત સાંભળવી આપણને ગમે. ચાર્વાક એમ કહે છે કે – “avi 9ત્વા કૃતં પિતા’ દેવું કરીને ઘી પીવો, ઘી કેળા ખાવ. ચિંતા કરશો નહિ, બેંકમાંથી જેટલી લોન લેવાય તેટલી લો. પાછી કોને આપવાની છે? બેંક ફડચામાં જશે. તમને શું વાંધો છે? કોણ જન્મ લેવાનું છે ? અને કોણ પાછું આવવાનું છે? કોઈએ ઉપર ગયા પછી તમને કહ્યું કે હું આ જગ્યાએ છું? પરદેશી રાજાએ કેશીકુમારને કહ્યું કે, “મહારાજ ! તમે કહો છો ને કે પરલોક છે, મારા દાદા તો બહુ દુરાચારી અને નાસ્તિક હતા, મદિરાપાન કરતાં હતાં, અને તમારા કહેવા પ્રમાણે ચોક્કસ નર્કમાં જ ગયા હશે. એમને મારા પ્રત્યે બહુ હાલ અને પ્રેમ હતો, અને નર્કમાં જો બહુ વેદના ભોગવવાની હોય તો મને યાદ કરીને કહેવા ન આવે કે દીકરા ! તું મારા જેવું કરતો નહિ, નહિ તો બહુ દુઃખ ભોગવવું પડશે. એ કહેવા તો આવ્યા જ નહિ.” અને પછી એમ કહ્યું કે, “મારા દાદીમા બહુ ધાર્મિક હતા. તેઓ તપ, જપ, વ્રત, અનુષ્ઠાન કરતાં હતાં. તો સ્વર્ગમાં ગયેલા તેઓ મને જોતાં તો હશે કે હું મદીરાપાન, હિંસા, જુગાર બધું કરું છું. મારા દાદીમાને મારા ઉપર બહુ વ્હાલ હતું, તો સ્વર્ગમાં ગયેલા તેઓ મને કહેવા ન આવે કે બેટા ! પાપકર્મો બંધ કર ને સત્કર્મો કર, જેથી તું મારી જેમ સદ્ગતિમાં સુખ પામીશ.' તેઓ બન્નેમાંથી કોઈ પણ મને કહેવા આવ્યા નથી, માટે છોડો આ બધી વાત કેશીકુમાર !' મૃત્યુ પછી જન્મ છે અને શાશ્વત કોઈ તત્ત્વ છે તેથી નિત્ય અને અનિત્ય બને પદાર્થને જાણવાં. જો નિત્ય તત્ત્વ ન હોય તો સાધના કોણ કરશે? ધર્મ કોણ કરશે? ધ્યાનની શું જરૂર છે? અને ભક્તિની પણ શું જરૂર છે? તો નિત્યને પણ જાણી અને અનિત્યને પણ જાણો. બીજું સૂત્ર - (૧) શમ (મનનો નિગ્રહ) (૨) દમ (ઈદ્રિય નિગ્રહ) (૩) શ્રદ્ધા (૪) સમાધાન (૫) ઉપરતિ (સંસારના પદાર્થોમાંથી મન વિરમી જાય) () તિતિક્ષા (સુખ દુઃખ આદિ દ્વન્દ્રોને સમભાવે સહન કરવા) આ સાધકની ષડગુણ સંપત્તિ છે. ત્રીજું સૂત્ર - આ લોકનાં અને પરલોકનાં ભોગો પ્રત્યે વૈરાગ્ય. ચોથું સૂત્ર - મુમુક્ષુતા. આ ચાર સાધનો જેની પાસે હશે, તે આત્મજ્ઞાનની પ્રક્રિયા શ્રવણ, મનન અને નિદિધ્યાસનમાં ઢળી શકશે. આ સાધન ચતુષ્ટય છે. એમાં ચોથો નંબર અને મહત્ત્વનો For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પ્રવચન ક્રમાંક - ૨૧, ગાથા ક્રમાંક - ૨૨ નંબર આવે મુમુક્ષુતાનો. મુમુક્ષુ બહુ બુદ્ધિશાળી છે એવું ન સમજતાં, મુમુક્ષુએ ઘણાં શાસ્ત્રો વાંચ્યા છે તેવું ન સમજશો, પરંતુ મુમુક્ષુ એ સરળ છે. તેનું હૃદય તૈયાર છે. તેની જીવન ધરતી તૈયાર છે. સદગુરુ ખેડૂતને જે ધાન વાવવું હોય તે વાવી શકે અને વાવેલું ઊગી શકે તેવી તેની તૈયારી છે. આપણે તો બિયારણ નકામું વેડફીએ છીએ. લોકો વાવ્યા કરે છે પણ ઊગતું નથી. જો ઊગવા દઈએ તો કામ થાય ને ! જે મુમુક્ષુ હશે તે મોક્ષ પ્રાપ્ત કરવા બધી કિંમત ચૂકવવા તૈયાર છે. જન્મ અને મરણનો જેને અત્યંત કંટાળો આવેલ છે, અને સંસારના તમામ બંધનોમાંથી મુક્ત થવાની જેને તાલાવેલી જાગી છે, તે મુમુક્ષુ છે. વાછરડાંને ખીલે બાંધવા જઈએ તો તે તેની તમામ તાકાત વાપરીને પોતાને ખીલે બંધાવા દેતો નથી. તે જાણે છે કે એક વખત જો બંધાણા તો બંધાણા, પછી છૂટકારો નહિ થાય. પરંતુ જબરો રબારી તેને બાંધે તો બધી તાકાત વાપરી ખીલો ઉખેડી નાખશે, કારણ કે તેને બંધન સહન થતું નથી. તેવી જ રીતે સંસારના બંધન જેને ગમતાં નથી તે સંસારથી બંધાતો નથી. તમારે બંધાવાની જરૂર નથી, તમે બંધાઈ ગયેલાં જ છો. એક બીજી વાત પણ એ છે કે એક વખત જ બંધાઈ ગયાં તો બીજી વખત બંધનની ટેવ પડી ગઈ. અને જ્યારે ખેડૂત ખેતરેથી પાછો આવીને કહેશે કે ખીલે જા, તો બળદ ત્યાં જઈ ઊભો રહેશે, તેને ફરી કહેવું નહિ પડે. તમે પણ પ્રવચન સાંભળી પાછાં સંસારમાં, તમને કહેવું નહિ પડે. મોક્ષ માટે તીવ્રતા જેનામાં જાગી છે તે ધન્નાજી એમ કહે છે કે “મા! હવે હું આ સંસારમાં નહીં રહું. કેમ ? હવે આ બંધન સહન થતું નથી. આ જન્મ-મરણ સહન થતાં નથી.” જન્મ મરણનો કંટાળો જેને આવ્યો છે, અને મોક્ષ પ્રાપ્ત કરવાની તાલાવેલી જેનામાં જાગી છે, અને મોક્ષ પ્રાપ્ત કરવા જે કિંમત ચૂકવવી પડે તે કિંમત ચૂકવવા પોતે તૈયાર થયો છે, તેને કહેવાય છે “મુમુક્ષુ'. આ અદ્ભુત પાત્ર છે, આધ્યાત્મિક સાધનામાં આ જ પાત્ર સાધના કરી શકશે, અને એ સાધના કરવા તૈયાર છે. પરમકૃપાળુદેવ એમ કહે છે કે... હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર, હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. જ્ઞાની પુરુષોએ સ્પષ્ટતા કરવામાં કંઈ જ બાકી નથી રાખ્યું. જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનયમાર્ગ આદિનો વિચાર સમજે, અને જે મતાર્થી હોય તે તેનો અવળો નિર્ધાર લે. તે સમજે તો નહિ પણ અવળો નિર્ણય લે, વિપરીત નિશ્ચય કરે. આ મોટી ઉપાધિ. ન સમજે તો એક જ વાત, પણ જે નિર્ણય કરે તે અવળો જ કરે. જે અવળો નિર્ણય કરે છે, તેને સપુરુષનો યોગ થાય તો પણ તેને સમજાવવો મુશ્કેલ પડે છે. ભર્તુહરીએ કહ્યું કે ત્રણ જાતનાં મનુષ્યો છે. એક જ્ઞાની, એક અજ્ઞાની, અને એક દુર્વિદગ્ધ એટલે વચલો. જ્ઞાનીને For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૪૫ સમજાવવો સહેલો છે, બહુ મુશ્કેલ નથી. અજ્ઞાનીને સમજાવવો પણ બહુ મુશ્કેલ નથી, કારણ કે તેની પાટી કોરી છે. પરંતુ જે પૂરો જ્ઞાની પણ નથી અને પૂરો અજ્ઞાની પણ નથી ને હું જાણું છું તેવો જેને અહંકાર છે તેને સમજાવવો બહુ મુશ્કેલ છે. હાહિતં નરં રંગતિ. સાક્ષાત બ્રહ્મા આવે તો પણ આ માણસને સમજાવી ન શકે. “મતાર્થી જીવ હોય તે અવળો નિર્ધાર કરે', એટલે કાં તો પોતે સિદ્ધાંતને જે રીતે સમજવો જોઈએ તે રીતે સમજતો નથી, અથવા અસગુરુને વિષે સદ્દગુરુની ભ્રાંતિ રાખી આ વિનયમાર્ગનો ઉપયોગ કરે છે. અસદ્ગુરુ ક્યારેય પણ પોતાની ઓળખાણ નહિ આપે કે અમે સદ્ગુરુ નથી, જેમ સદગુરુ ક્યારેય કહેતા નથી કે અમે સદ્ગુરુ છીએ. અસદ્દગુરુ એમ જ કહેશે કે અમે સદ્ગ છીએ. કબીરજી કહે છે કે “હીરા મુખસે ના કહે, લાખ હમારા મોલ.” હીરો પોતાના મુખથી ક્યારેય કહેતો નથી કે અમારું મૂલ્ય લાખથી પણ વધારે છે, અથવા અમે મણિ, મોતી, માણેકથી વધારે છીએ. ખરેખર જો સદ્ગુરુ પોતાની ઓળખાણ આપે તો, લોકોને તપાસ ન કરવી પડે કે પ્રત્યક્ષ સદ્ગુરુ કોણ? પરોક્ષ કોણ? એ ક્યાં મળે? કેમ ઓળખવાં? કઈ રીતે જાણવા? સદ્ગુરુ ન હોય તો શું થાય? આવા ઘણાં બધાં પ્રશ્નો ઉકલી જાય. અસદ્ગુરુ અમે સદ્ગુરુ છીએ તેવી ભ્રમણા ઉત્પન્ન કરે છે, અને એ ભ્રાંતિનો લાભ લઈને શાસ્ત્રોમાં જે વિનયનો માર્ગ કહ્યો છે, એ વિનયના માર્ગનો ઉપયોગ કરે છે. મુમુક્ષુ કે વિચારવાન જીવ હોય તે જન્મ-મરણથી ભય પામી સપુરુષોનો વિનય ભક્તિ પોતે કરે, પરંતુ સપુરુષ હોય તે બીજા પોતાની ભક્તિ કરે તેવું ક્યારેય ઈચ્છે નહિ. આ ગંભીર શબ્દો સમજી લેજો કે અસગુરુ પ્રત્યે વિનય કરવો નિરર્થક છે, તે ઉપરાંત મિથ્યામાર્ગને ઉત્તેજન આપવા જેવું છે. એમ સમજીને મુમુક્ષુ હોય તે અસદ્ગુરુને તજી દે છે, પણ મતાર્થી જીવની સમજણ ઊલટી હોવાથી પોતાને લાભ નથી તેવી વિનય આદિની ઈચ્છા રાખી માનાદિ શત્રુઓને પોષે છે. વિનય કોઈ ન કરે તો ઠેષ રાખે છે. માનની ભૂખથી પીડાઈને તમારું કલ્યાણ અમારા પ્રત્યેના વિનયથી થાય છે તેમ પોતે કહ્યા કરે છે. આ રીતે વિનયમાર્ગનો દુરુપયોગ કરે છે. મતાર્થી, મુમુક્ષુ અને આત્માર્થી આ ત્રણ શબ્દોને સમજવા કોશિશ કરજો. મુમુક્ષુને તાલાવેલી હોય છે પણ મતાર્થી પાસે ગમે તે તત્ત્વની વાત મૂકવામાં આવશે તો સમ્યક પ્રકારે, યથાર્થપણે સમજવું જોઈએ તેમ નહિ સમજે. તે અવળો નિર્ણય કરે છે. કલ્પસૂત્રની ટીકામાં એક નાનકડી ઘટનાનું વર્ણન કર્યું છે. એક માતા પિતાએ નાના છોકરાને કહ્યું કે વડિલોની સામે બોલવું નહિ, તેમાં તારી શોભા છે.' છોકરાએ કહ્યું કે “ભલે.” એક દિવસ મા બાપ બહાર ગયા અને છોકરાએ અંદરથી બારણું બંધ કર્યું. મા બાપ પાછા આવ્યાં અને For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પ્રવચન ક્રમાંક - ૨૧, ગાથા ક્રમાંક - ૨૨ બહારથી સાંકળ ખખડાવી. તે અંદર બેઠો હતો. બારણું ન ઉઘાડ્યું. તેથી તેઓ ઘરમાં વંડી ઠેકીને પાછળના રસ્તાથી ઘરમાં આવ્યા. આવીને પૂછ્યું કે, તું કેમ ન બોલ્યો, બારણું કેમ ન ખોલ્યું? તો કહે કે “તમે જ કહ્યું હતું કે સામે બોલવું નહિ.' આ અવળો નિર્ધાર. આવા લોકો સામે સગુરુની શી હાલત થતી હશે તે વિચારો. મતાર્થી વિનય માર્ગનો દુરુપયોગ કરે છે અને અસગુરુને પોતાનું માન પોષવાની મીઠાશ આવે છે. જો કોઈ એમ કહે કે ગુરુ મહારાજ માથે હાથ મૂકે અને રોગ મટી જાય, તેવી લબ્ધિવાળાં છે, ત્યાં ડોકું હલાવે છે. જેટલી શુશ્રુષા, સેવા અને બહુમાન મળે તે બધાને કારણે પોતાનું માન પોષ્યા કરે છે. પોતાનું માન પોષવું તે હલાહલ ઝેર કરતાં પણ કાતિલ ઝેર છે. મતાર્થી જીવને પોતાના કુળધર્મનો પણ આગ્રહ વધારે છે, તેથી તે સત્ય જાણી શકતો નથી, માટે કહ્યું કે, હોય મતાર્થી જીવતે, અવળો લે નિર્ધાર, અને હોય મુમુક્ષુ જીવતે, સમજે એહવિચાર. અમે જે સત્ય કહી રહ્યા છીએ, અમે જે સિદ્ધાંત સ્થાપી રહ્યા છીએ એ કોણ સમજશે? જે મુમુક્ષુ હશે તે સમજશે, અને જે મતાર્થી હશે તે સમજશે તો નહિ, પણ ખોટો અને અવળો નિર્ણય કરશે, અને નિર્ણય કર્યા પછી તેને સમજાવવો મુશ્કેલ છે. હવે આ સૂત્રથી મતાર્થી જીવ કેવો હોય, તેના લક્ષણો કયા કયા હોય? તેનું વિવેચન વિગતવાર કરવાનો પ્રારંભ પરમકૃપાળુદેવ કરશે. નીતિ, સદાચાર, પૂજાપાઠ, ચારિત્ર પાલન આ બધું કરતો હોવા છતાં મતાર્થી જો હોય તો તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. માર્ગમાં સૌથી મોટો અવરોધ હોય તો મતાર્થીપણું છે. માતા એ છે કે “જેને પોતાનો મત સાચો કરવો છે, જેને પોતાના મતનો આગ્રહ છે, જેને પોતાનો મત બીજા ઉપર લાદવો છે, જેને પોતાનો મત સત્ય ઠરાવવો છે, અને જેને પોતાની માન્યતાનો અત્યંત આગ્રહ છે.” જગતમાં મોટા યુદ્ધો પણ મતાર્થીપણાને કારણે થયાં છે. બે પાત્રો ઓળખવાં પડશે. (૧) મતાર્થી અને (૨) આત્માર્થી. મતાર્થીપણાંને તિલાંજલિ આપવાની છે અને આત્માર્થીપણું પ્રાપ્ત કરવું છે. પરમકૃપાળુદેવ કહે છે કે અમે જ્યારે મતાર્થીની વાત કરીએ છીએ ત્યારે તેની ટીકા કે નિંદા નથી કરતાં, પણ મતાર્થીપણું દૂર થાય તેવી ભાવના રાખી, અમે તેનાં સૂત્રોનું વર્ણન કરીએ છીએ. બહુપ્રેમથી, ધીરજથી, સદ્ભાવથી આ સૂત્રો સમજજો, અને આત્મસાત કરવા પ્રચંડ પુરુષાર્થ કરજો. હવે પછીની ગાથાથી મતાર્થીના લક્ષણોનો પ્રારંભ થશે. ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૪૭ પ્રવચન ક્રમાંક - ૨૨ ગાથા ક્રમાંક - ૨૩, ૨૪ મતાર્થીના લક્ષણો - ગુરુતત્ત્વ સંબંધી ભૂલ હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ. (૨૩) બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળ ધર્મના, તે ગુરુમાં જ મમત્વ. (૨૪) ટીકા જે મતાર્થી જીવ હોય, તેને આત્મજ્ઞાનનો લક્ષ થાય નહીં, એવાં મતાર્થી જીવનાં અહીં નિષ્પક્ષપાતે લક્ષણો કહ્યાં છે. (૨૩) જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે, પણ આત્મજ્ઞાન નથી અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી, તેવા ગુરુને સાચા ગુરુ માને, અથવા તો પોતાના કુળધર્મના ગમે તેવા ગુરુ હોય તો પણ તેમાં જ મમત્વ રાખે. (૨૪) હવે આપણે ઘણાં ઊંડાણમાં પ્રવેશ કરીએ છીએ. આ સૂક્ષ્મ ચિંતન છે. “જીવ વ્રત કરે, તપ કરે, જપ, ધ્યાન અને અનુષ્ઠાન કરે. સંન્યાસ લે, એકાંતમાં જાય, જંગલમાં જાય, મૌન રહે, આશ્રમમાં જાય, મંદિરમાં જાય, તીર્થમાં ફરે, ઉપવાસ અને માળા તથા પૂજા કરો, દાન, પુણ્ય કરે.' પરંતુ તેને એ નથી સમજાતું કે આ બધાને નિષ્ફળ કોણ બનાવે છે? આટલી બધી મથામણ કરવાં છતાં પ્રયત્નો નિષ્ફળ જતાં હોય તો જાગૃત માણસે તેનાં કારણો શોધવા જોઈએ. પરમકૃપાળુદેવે બહુ ગંભીરતાથી કહ્યું છે કે, “વહ સાધન બાર અનંતકિયો, તદપિ કછુ હાથ હજુન પર્યો. બહુ નવાઈની વાત એ છે કે યમ નિયમથી શરૂઆત કરી અને પછી કહ્યું કે આ બધા સાધનો છે, તે એક વખત નહિ પણ અનંતવાર કરેલ છે, પણ હજુ કાંઈ હાથમા નથી આવ્યું. આપણે જ્યાં જ્યાં ગયા છીએ, ત્યાં ત્યાં તે ભૂમિકા પ્રમાણે ધર્મ સાધનામાં ભાગ લીધો હશે, શુભકર્મો કર્યા હશે અને શુભકર્મો એટલે પુણ્યનાં ફળ પણ ભોગવ્યા છે. For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પ્રવચન ક્રમાંક - ૨૨, ગાથા ક્રમાંક - ૨૩, ૨૪ પર્યુષણમાં ઉપવાસ કર્યા છે અને જમણવાર કરી ઢોલ નગારાં પણ વગાડ્યાં છે, આવા સાધનો અનંતવાર કર્યા છે, પરંતુ જરા તો વિચારો, કે અનંતવાર સાધનો કરવા છતાં હજુ કંઈ સફળતા મળી નથી. વલોણું બે કલાક કર્યું, હાથ દુખવા આવ્યાં પણ માખણ હાથ ન આવ્યું. જુઓ તો ખરા કે વલોણું દહીનું કર્યું કે પાણીનું કર્યું? અનંતવાર સાધનો કર્યા પણ કંઈ હાથ લાગ્યું નથી. જ્ઞાની પુરુષો કહે છે કે કંઈક એવું બળવાન કારણ હોવું જોઈએ કે જેના કારણે તે બધાં સાધનો નિષ્ફળ ગયાં છે, અને એ કારણોમાં એક જ મુખ્ય કારણ છે મતાર્થીપણું. મતાર્થી અને આત્માર્થી એ બે ધારાઓ જુદી છે. જે મતાર્થી છે તે આત્માર્થી નથી, અને જે આત્માર્થી છે તે માર્થી નથી. હોય મતાર્થી તેહને, થાય ન આતમ લક્ષ, તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યા નિર્પક્ષ. (૨૩) : આ મહત્ત્વની ગાથા છે. જે મતાર્થી હોય તેને આત્માનું લક્ષ થતું નથી. સાધનો તો અનંતવાર કર્યા છે પણ આત્મજ્ઞાનનું લક્ષ ન હતું. બાણ તો ફેંક્યા, પરંતુ નિશાન તાક્યા વગર, લક્ષ નક્કી કર્યા વગર. એવા મતાર્થી જીવનાં અહીં લક્ષણો કહ્યાં છે. તે કહેતાં પહેલાં એક સ્પષ્ટતા કરી લઈએ કે, અમે જે કહેવાના છીએ તેમાં કોઈનો પક્ષ લેતાં નથી. જે સત્ય હશે તે નિષ્પક્ષપણે કહીશું. જેનામાં મતાર્થીનાં લક્ષણો હોય તેવાં જીવને આત્માનો લક્ષ થતો નથી. અને આત્માનો લક્ષ થયા વગર આત્મસાધના થતી નથી. આત્મસાધના વગર આત્મ-અનુભૂતિની, સમ્યગદર્શનની ઘટના ઘટતી નથી. સમ્યમ્ આચરણ થતું નથી. અને સમ્યક ચારિત્ર વગર, સમ્યક તપ વગર રાગદ્વેષનો ક્ષય થતો નથી. રાગદ્વેષના ક્ષય વગર વીતરાગતાની પ્રાપ્તિ થતી નથી, સર્વજ્ઞ અવસ્થા મળતી નથી. મોક્ષની ઘટના તો સૌથી છેલ્લી ઘટના છે. આત્માર્થ અને મતાર્થ એ બંનેને પ્રકાશ તથા અંધકારની જેમ વિરોધ છે. અંધકાર હોય ત્યાં પ્રકાશ ન હોય અને પ્રકાશ હોય ત્યાં અંધકાર ન હોય. એક દિવસ અંધકારે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો અને કહ્યું “સાહેબ ! આ પ્રકાશ મારી પાછળ પડ્યો છે. મને જંપીને રહેવા દેતો નથી. તમે કંઈક ગોઠવણ કરી આપો.' મુખ્ય ન્યાયાધીશે કહ્યું, ‘તમારી વાત સાચી હશે, પણ મારે તમારી હાજરીમાં સૂર્યને બોલાવી જાબાની લેવી પડશે.' સૂર્યને બોલાવ્યો ત્યાં અંધકાર ગાયબ. સૂર્ય હોય ત્યાં અંધકાર ન હોય અને અંધકાર હોય ત્યાં સૂર્ય ન હોય. તેવી રીતે જ્યાં આત્માર્થીપણું હોય, ત્યાં મતાર્થીપણું ન હોય અને મતાર્થીપણું હોય ત્યાં આત્માર્થીપણું ન હોય. “વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૪૯ તેનું કારણ સાધન ખોટાં છે તેમ નહિ, પણ મતાર્થીપણું મટ્યું નથી, અને આત્માર્થીપણું હજુ આવ્યું નથી. આત્મા એ જ એનું પ્રયોજન, આત્મા એ જ એનું લક્ષ, આત્મા એ જ એની ચિંતા, એનો જ વિચાર, આત્મા એ જ પ્રાપ્તવ્ય, એવી ધૂન જેનામાં હોય તેને કહેવાય છે આત્માર્થી. મતાર્થીનાં લક્ષણો છોડવા જેવાં છે-હેય રૂપ છે, પણ તેને સમજવા માટે પક્ષપાત કે નિંદાના ઉદ્દેશ વગર, આત્માર્થીના ઉપકાર અર્થે અમે તે કહેવાનો પ્રારંભ કરીએ છીએ. મતાર્થી શબ્દ સમજી લેજો, અર્થ એટલે પ્રયોજન, હેતુ અથવા લક્ષ. જેના જીવનમાં પોતાનો મત એ જ હેતુ છે, એ જ જેનું લક્ષ છે, અને એ જ જેનું પ્રયોજન છે તે મતાર્થી. મત એટલે શું? વીતરાગદશા અપ્રાપ્ત એવો અસર્વજ્ઞ-એટલે કે જે બધું જાણતો નથી એવો અર્થ જ્ઞાની અથવા ખંડિત જ્ઞાની અથવા અજ્ઞાની, જે શાસ્ત્રો જાણે છે, સિદ્ધાંત જાણે છે. વેદ ઉપનિષદો જાણે છે, પુરાણો જાણે છે, ને તે બીજાને ઉપદેશ આપે છે આવા આ અજ્ઞાનીના અભિપ્રાયે કરેલો તત્ત્વનો ખંડિત અને અપૂર્ણ નિર્ણય, ધર્મનો નિર્ણય એને કહેવાય છે મત. પોતે અજ્ઞાની હોવા છતાં, પોતાનો અભિપ્રાય અને પોતાના મતનો આગ્રહ એ જ સત્ય છે અને તેને વિચારવાની જરૂર નથી, અમને કહેવાની કે સમજાવવાની જરૂર નથી, શાસ્ત્રોના પાઠ આપવાની જરૂર નથી, એ સો ટકા સાચા છે અને તમે સો ટકા ખોટાં છો, આવો જેનો આગ્રહ છે, એ મતનો જ જેને રાગ છે, પોતાના મતનું જ જેને મહત્ત્વ છે તેને કહેવાય છે મતાર્થી. ધનનો રાગ છૂટી શકે, સ્ત્રી, પુત્ર, કુટુંબ, દેહ અને સત્તાનો રાગ છૂટી શકે, પદાર્થોનો રાગ છૂટી શકે, પણ મતનો રાગ છૂટી શકતો નથી. મતનો રાગ બળવાન છે. તેથી સંસારનો પરિત્યાગ કર્યા પછી, મુનિ જીવન સ્વીકાર્યા પછી, બધું જ છોડ્યા પછી, પોતાના મતને છોડી શકતો નથી તેને કહેવાય છે મતાગ્રહી. ત્યાગ કર્યો, પણ મતને પુષ્ટ કર્યો. શ્રી હેમચંદ્રાચાર્યે રાગ ત્રણ પ્રકારનાં ગણાવ્યાં છે. સ્નેહ રાગ, કામરાગ અને દૃષ્ટિરાગ. વાત્સલ્યનો ભાવ એ સ્નેહ રાગ છે જેમ કે મા, દીકરો, ભાઈ, મિત્ર, સાથી, સ્વજનો, સંબંધીઓ, એમનાં પ્રત્યે જે રાગ, આસક્તિ, મમત્વ છે તે નેહરાગ. સ્ત્રી પુરુષ વચ્ચે વિજાતીયતાના કારણે જે રાગ થાય તે કામરાગ. કામરાગ છૂટતો નથી. માએ દીકરાને મોટો કર્યો, કેટલાય સમણાં રાખ્યાં હશે કે દીકરો મોટો થશે, મારી સેવા કરશે, મારી સાથે રહેશે, એને બહુ લાડકોડથી પરણાવે અને છ મહિના પછી દીકરો કહેશે કે મા ! તમે અને અમે જુદા રહીએ, આનંદ આવશે. તમને કે અમને કોઈને તકલીફ નહિ. આ દીકરાને સ્નેહ રાગ ગયો અને કામનો રાગ આવ્યો. સ્નેહ રાગ છૂટી શકે છે પરંતુ કામરાગ છોડવો મુશ્કેલ છે. રાગના કારણે રાવણ ખતમ થઈ ગયો, બરબાદ થઈ ગયો. રાવણને વિભિષણે, For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પ્રવચન ક્રમાંક - ૨૨, ગાથા ક્રમાંક - ૨૩, ૨૪ એના પુત્રોએ અને મંદોદરીએ પણ સમજાવ્યો. ન સમજ્યો, તે ખતમ થઈ ગયો, આ છે કામવાસના-કામનો રાગ. શ્રી હેમચંદ્રાચાર્યજીને કહેવું છે કે સ્નેહરાગ છોડી શકાય પરંતુ કામરાગ છોડવો કઠિન છે. તેને પણ મુશ્કેલીથી છોડી શકાય પરંતુ એ બધા કરતાં દૃષ્ટિરાગ ભયંકર છે. દૃષ્ટિરાગ એટલે પોતે માનેલા અને સ્વીકારેલા મત પ્રત્યે જે રાગ, જે મમત્વ, જે મૂર્છા તેને કહેવાય છે દૃષ્ટિરાગ. આખો સંસાર છોડ્યો, ઉગ્રમાં ઉગ્ર તપ કરે છે, માખીની પાંખ પણ ન દુભાય તેવું ચારિત્ર પણ પાળે છે, પરંતુ મારો જે મત છે તે જ સત્ય છે એવો જે આગ્રહ, એ મતને સાચવવાની ચિંતા, એ મતમાં સમાવાની ચિંતા અને એ મતને સત્ય ઠરાવવાની ચિંતા કરવી અને તે માટે તમામ શાસ્ત્રોને કામે લગાડવા તેને કહેવાય છે મતાર્થીપણું. ક્યાં જીવ અટકીને ઊભો રહ્યો છે? મારો મત સાચો છે તેને સિદ્ધ કરવા તે તમામ બુદ્ધિનો ઉપયોગ કરે છે, તમામ શાસ્ત્રોનો ઉપયોગ કરે છે, એને આત્માની, પરમ તત્ત્વની પડી નથી. ધનાર્થી પણ આવાં જ હોય છે. ધન પાછળ પાગલ છે એ તમે જોયું હશે, એ ખાતો પીતો નથી, શાંતિથી જીવતો નથી, કુટુંબ સાથે મળતો નથી, બાળકો સાથે વાતો કરવાનો ટાઈમ નથી, ઘરવાળી કહે તો પણ તેની સાથે પાંચ મિનિટ બેસતો નથી, તે કહે છે કે મારે ઘણું કામ છે, આવો છે ધનાર્થી. સત્તાની પાછળ જે પડ્યાં છે, તે છે સત્તાર્થી અને કામવાસના પાછળ જે પડ્યા છે તે કામાર્થી. પોતાનાં જ સુખ માટે જે ચિંતા કરે છે તે સ્વાર્થી. પરંતુ ધનાર્થી, કામાર્થી, સત્તાર્થી અને સ્વાર્થી કરતાં પણ મતાર્થી વધારે આગ્રહથી ભરેલો છે. ધનાર્થી કદાચ ધન છોડી દે, સત્તાર્થી કદાચ લોકસભામાંથી રાજીનામું આપી દે, એ શક્ય બનશે પરંતુ મતાર્થી પોતાનો અભિપ્રાય છોડે તે શક્ય નથી. મતાર્થી જીવને અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ મળતો નથી. અનંતકાળથી અનંતવાર આ સાધનોનો ઉપયોગ કરવાં છતાં, જીવનાં હાથમાં કંઈ ન આવ્યું, તેનું કારણ એ છે કે તેનું લક્ષ મત ઉપર છે, આત્મા ઉપર નથી. જેનું લક્ષ મત ઉપર છે તેનાં બધાં બાહ્ય સાધનો નિષ્ફળ જાય છે, તેનામાં કામ કરી શકતાં નથી. આવી વાત પરમકૃપાળુદેવે તો કરી જ છે અને દેવચંદ્રજી મહારાજે પણ કહ્યું કે, આદર્યું આચરણ લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો, શુદ્ધ શ્રદ્ધાન વળી, આત્મ અવલંબન વિનુ, તેહવો કાર્ય તિણે કો ન સીધો. બીજા સંતોએ પણ કહ્યું છે કે અનેક જુગ વીત્યાં રે, એને પંથે ચાલતાં, હજુએ ન આવ્યો મારગડાંનો અંત. For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૫૧ અનેક જાગ વિત્યાં તેને પંથે ચાલતાં; પણ હાથમાં કશું આવ્યું નથી. સત્યનું જ્ઞાન નહિ, સત્યનો સ્વીકાર નહિ, સત્યની અનુભૂતિ નહિ, પરિણામ એ આવ્યું કે બાહ્ય કર્મકાંડો કરવા છતાં, મતાર્થીપણું હોવાના કારણે એ તમામ બાહ્યકર્મકાંડોને નિષ્ફળ બનાવે છે અને આત્માર્થીપણું થઈ શકતું નથી. આત્મકલ્યાણની વાતો કરતાં પહેલાં જરા વિચાર કરજો કે આપણે વાત તો આત્માની કરીએ છીએ પણ આપણે ક્યાં અટકીને ઊભા છીએ? દરેક માણસ એમ જ કહે છે કે તમે ગમે તે કહો પરંતુ મારો અભિપ્રાય, મારો મત તો આ છે. સત્ય કરતાં તેના માટે તેનો મત મહત્ત્વનો બની જાય છે. જેને પોતાનો જ મત મહત્ત્વનો છે, જેને આત્માર્થીપણું નથી, તે ગમે તેટલાં કર્મકાંડો કરે પણ તે સફળ થતાં નથી. આ વાતની ગેરસમજ ન કરશો, જ્ઞાની પુરુષો કર્મકાંડનો નિષેધ કરતાં નથી, ના પાડતાં નથી પરંતુ એમ કહે છે કે કંઈક તો વિચાર કરો, દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવ્યું, હાથમાં શું આવ્યું? ગુજરાતીમાં કહેવત છે કે “આંધળો દળે, અને વાછરડો ચાટે.’ હાથમાં કંઈ ન આવે. અહીં આટલું બધું કરવા છતાં આત્મા પ્રાપ્ત થતો નથી, તેનું કારણ એ છે કે તે જે કંઈ કરે છે, તેનું લક્ષ મતને પોષવાનું જ છે. તેનું લક્ષ આત્મા નથી. આપણે તેને કહીએ કે તારે આ કરવા જેવું છે, તો કહેશે ના, ના, આમાં કંઈ ફેરફાર કરવા જેવો નથી. આ જ સાચું છે. આ મતાર્થીને આત્મલક્ષ ન થાય. શ્રીમદ્જીએ કહ્યું કે, હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ. આતમલક્ષ થયા સિવાય આત્મજ્ઞાન ન થાય અને આત્મજ્ઞાન થયા સિવાય આત્મધ્યાન ન થાય. આત્મધ્યાન ન થાય તો સર્વ કર્મનો ક્ષય ન થાય, અને સર્વ કર્મના ક્ષય વિના મોક્ષ પ્રાપ્તિ ન થાય. મતમાં અટવાઈને આખું જગત ઊભું રહ્યું છે, અને જગતના તમામ ક્ષેત્રોમાં, મોટે ભાગે ધાર્મિક ક્ષેત્રમાં જીવનારાં માણસો હંમેશા પોતાનાં મતને સિદ્ધ કરવા અને સત્ય ઠરાવવા પ્રયત્નો કરે છે. મતાર્થીનાં લક્ષણો જાણવાં ખૂબ જ જરૂરી છે. ઓળખી લેજો કે મતાર્થી કેવો હોય? બીજા સામે જોવાની જરૂર નથી. આપણી જાત સામે જોવાની જરૂર છે કે આપણે તો મતાર્થીના ખાનામાં આવતાં નથી ને? જો આત્માર્થીની વાતો કરીએ અને હોઈએ મતાર્થીના ખાનામાં તો મેળ નહિ પડે. આ મતાર્થીપણું કેવું હોય? તેના શું લક્ષણો હોય? કઈ રીતે તેનો ખ્યાલ આવે? તેની એક એક રીતનું સંક્ષેપમાં વર્ણન કરવાનો કૃપાળુદેવપ્રારંભ કરે છે, અને પ્રારંભ કરતાં પહેલાં સ્પષ્ટતા કરે છે કે અમે જે કહીએ છીએ તે નિષ્પક્ષપણે કહીએ છીએ. અમારો કોઈ પક્ષ નથી અમારો કોઈ મત નથી. જો મત હોય તો અમને કહેવાનો અધિકાર નથી. જગતમાં નિષ્પક્ષ થવું અત્યંત કઠિન છે. માણસ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં પોતાનો પક્ષ ધારણ કરે છે. કાં તો For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ પ્રવચન ક્રમાંક - ૨૨, ગાથા ક્રમાંક - ૨૩, ૨૪ નિશ્ચયનયનો પક્ષ, કાં તો વ્યવહારનયનો પક્ષ, કાં તો નિમિત્તનો પક્ષ, કાં તો ઉપાદાનનો પક્ષ, કાં તો જ્ઞાનનો, કાં તો ક્રિયાનો, કાં તો બાહ્ય કર્મકાંડનો પક્ષ, કાં તો ધ્યાનનો પક્ષ, કાં તો તપનો પક્ષ, પણ પક્ષ તો ખરો જ ખરો. પક્ષ લઈને જ વાત કરે છે. અમારે સંપૂર્ણપણે નિષ્પક્ષ વાત કરવી છે. હોય મતાર્થી તેહને, થાય ન આતમ લક્ષ, તેહમતાર્થી લક્ષણો, અહીં ક્યાંનિપેક્ષ. અહીં પક્ષપાત રહિત કહીશ. અમારી પાસે એક તો પક્ષપાત નથી, અને બીજી વાત એ કે કોઈની નિંદા કરવાનો અમારો હેતુ નથી. ત્રીજી વાત, અમે જે વાત કહીએ છીએ તે અમારી સામે જે એક પાત્ર છે, તે પાત્રનું કલ્યાણ થાય, હિત થાય, ભલું થાય એવું લક્ષ રાખી વાત કરીશું. એ પાત્ર આત્માર્થીનું છે. હવે અમે અમારું ધ્યાન જગતમાંથી પાછું ખેંચી લીધું. મતાર્થી, કામાર્થી, સત્તાર્થી કે ધનાર્થી ઉપર ધ્યાન નથી. અમારું ધ્યાન માત્ર આત્માર્થી ઉપર છે. જેને આત્માનું પ્રયોજન છે, આત્માનું હિત કરવું છે, આત્મકલ્યાણ કરવું તે જ જેની દૃષ્ટિ છે, નિષ્પક્ષપણે મતાર્થનો ત્યાગ કરી, જેને માત્ર સાધના કરવી છે એવા આત્માર્થી પાત્ર માટે અમે વાત કરી રહ્યા છીએ. આ કહેવાથી આગ્રહી, કદાગ્રહી, સંપ્રદાય અને મત માન્યતાવાળા છૂટ્યા. તેના ઉપર કામ કરવું ઘણું મુશ્કેલ છે. એમને બદલવા ઘણાં મુશ્કેલ છે. તેમને આગ્રહમાંથી બહાર લાવવા મુશ્કેલ છે. દરિયામાં ડૂબતો હોય તો બહાર કાઢી શકાય, ઊંડા કૂવામાંથી પણ બહાર કાઢી શકાય પણ મતાર્થીને મતનાં કૂવામાંથી બહાર કાઢવો ઘણો મુશ્કેલ છે. એ કુવામાં રહીને અનંતકાળ સુધી અનંત પ્રકારનાં સાધનો કરે છે તેથી તેમના માટે કહ્યું કે, ‘તદપિ કછુ હાથ હજાન પર્યો', આટલું બધું કરવાં છતાં હજુ કંઈ હાથમાં આવ્યું નથી, કંઈ પાર પડ્યું નથી. હવે મતાર્થીનાં લક્ષણો કહીએ છીએ, અહીં ક્રમ પાડેલાં છે, અને એ ક્રમ હેતુપૂર્વક છે. આધ્યાત્મિક માર્ગમાં સૌથી વધારે મહત્ત્વનું સાધન સતપુરુષ-સગુરુ છે. બીજું સાધનતીર્થંકર પરમાત્મા છે. ત્રીજું સાધન-સશાસ્ત્રો છે અને ચોથું સાધન-બહારની પ્રક્રિયા છે. એ ચારેમાં કેવું મતાર્થીપણું છે તેની વાત કરવી છે તે ક્રમથી કરશે. પહેલી વાત, બાહ્ય ત્યાગ', ત્યાગ ઉત્તમ વસ્તુ છે, શ્રેષ્ઠ વસ્તુ છે, ત્યાગનો નિષેધ કદી પણ જ્ઞાની પુરુષ કરતાં નથી. ત્યાગનો તો ઉપદેશ આપે છે. આ પહેલાં, એક ગાથામાં પરમકૃપાળુદેવે કહ્યું છે કે, For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ત્યાગ વિરાગ નચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. ચિત્તમાં ત્યાગ વૈરાગ્ય ન હોય તો, તેને આત્મજ્ઞાન થાય નહિ, આત્મજ્ઞાનની ઘટના ઘટી શકે નહિ. ત્યાગની વાત તો કરી પરંતુ તેમાં એક વાત ઉમેરવાની છે. બાહ્ય ત્યાગ તો ખરો, પણ જો જ્ઞાન નહિ હોય તો શા માટે, કયા હેતુથી, શું કરવા ત્યાગ? ક્યારે ત્યાગ? ક્યા પદાર્થોનો ત્યાગ? ત્યાગ પાછળ કંઈક હેતુ-બળવાને કારણે જોઈએ. ત્યાગ ઘણાં કરતાં હોય છે, ઘરમાં કંઈ કજીયો થયો હોય તો જાઉં છું આશ્રમમાં, એ આશ્રમમાં જાય પણ ખરો. એ ઉત્તેજના અને આવેશમાં ભાગી છૂટ્યો છે. તેણે સમજણપૂર્વક એકાંત માટે ત્યાગ કર્યો નથી. ભાગી છૂટવું જુદી વસ્તુ છે, અને ત્યાગ કરવો જુદી વસ્તુ છે. ત્યાગમાં બે વસ્તુઓ જરૂરી છે. પહેલી વાત, બાહ્ય પદાર્થો અને બાહ્ય સંયોગો સમજણપૂર્વક છોડવાં જોઈએ, અને બીજી વાત, તેના પ્રત્યે આસક્તિ, મમત્વ કે મૂછ છૂટવા જોઈએ, તે છૂટ્યા ન હોય તો એ ત્યાગ સાર્થક ન ગણાય, તે સફળ થઈ શકતો નથી. ત્યાગ અંતિમ લક્ષ નથી. ત્યાગ વચલી ઘટના છે, કંઈક વિશેષ કામ કરવા માટે ત્યાગ કરવાનો છે. આપણે ઘણી વખત કહીએ છીએ કે એક કલાક મને મારા રૂમમાં એકલો રહેવા દો. મારે એકાંત જોઈએ છે, કારણ કે અગત્યનાં ચોપડાં તૈયાર કરવાનાં છે. આમ ત્યાગ પાછળ કંઈક હેતુ અથવા વિશેષ કામ છે. ત્યાગ એ ભાગેડુ વૃત્તિ કે પલાયનવાદ નથી, ત્યાગ રીસામણાં માટે નથી અને કોઈને સીધા દોર કરવા માટે પણ નથી. ત્યાગ એ કંટાળો પણ નથી. - ત્યાગ એ વિશેષ ઘટના છે, જ્યાં એકાંતનો અવકાશ મળે, જ્યાં ચિંતનનો અવકાશ મળે, અને ખાસ કરીને તો જે આત્મતત્ત્વ છે તેના નિર્ણય માટે શ્રવણ, મનન, ચિંતન કરી શકાય, અર્થઘટન નિદિધ્યાસન થઈ શકે એટલા માટે ત્યાગ કરવાનો છે. પરમકૃપાળુદેવ વારંવાર કહેતાં હતાં કે “ચાલો ઈડર જઈએ, ઉત્તરસંડા જઈએ.” એવા પુરુષને પણ એકાંતમાં જવાનો ભાવ થતો હતો. “એ ધરતી, એ શીલા, એ નદી કિનારો અમને વારે વારે યાદ આવે છે. અમારે આરંભ અને પરિગ્રહ છોડી એકાંતમાં રહેવું છે.' ત્યાગ એ કોઈક હેતુ માટે છે, તે કશાક લક્ષ માટે છે. ત્યાગ આત્મજ્ઞાનની ઘટના જીવનમાં થાય એટલા માટે છે, તમે પૈસા, સ્ત્રી ત્યાગો, તે બાહ્ય ત્યાગ છે પણ તે આત્મજ્ઞાન માટે ન હોય તો મોટે ભાગે ત્યાગ કર્યા પછી સમય વાતોમાં જાય, ગુફામાં પડ્યા રહેવામાં જાય. એમાં જો કાંઈ ચિંતન, મનન, અધ્યયન, અભ્યાસ વિગેરે કશું જ હોય નહિ તો બાહ્ય ત્યાગ ખરો પણ તે આત્મજ્ઞાન માટે નહિ. For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ પ્રવચન ક્રમાંક - ૨૨, ગાથા ક્રમાંક - ૨૩, ૨૪ આત્મજ્ઞાન એમને એમ ન થાય. તેના માટે તો એક પ્રકારનું માળખું અથવા તો અમુક પરિસ્થિતિ જોઈએ. આત્મજ્ઞાન માટે સતુશાસ્ત્રો જોઈએ, સત્પુરુષ જોઈએ, સતુશ્રવણ જોઈએ. આરંભ પરિગ્રહનું અલ્પત્વ જોઈએ, મૌન જોઈએ. મનમાં બોજો, લાગણી કે આવેશ ન જોઈએ. શાંત અવસ્થા કે વિચાર કરી શકે તે પ્રકારની પરિસ્થિતિ જોઈએ, અને તત્ત્વના ઊંડાણમાં જવાની તૈયારી હોવી જોઈએ. આટલું બધું માળખું ગોઠવાય ત્યારે તત્ત્વજ્ઞાનની ઘટના ઘટે. આ કંઈ મુંબઈ સમાચાર વાંચવાની વાત નથી, આ તત્ત્વજ્ઞાનની વાત છે. વર્તમાન પત્રો એ જુદી વસ્તુ છે અને આત્મસિદ્ધિ જુદી વસ્તુ છે. એકાંતમાં રહીને ગહન તત્ત્વચિંતન થાય અને આત્મ પ્રાપ્તિની સાધના નિશ્ચિતપણે કરી શકે તેવી ભૂમિકા પૂરી પડે તે માટે ત્યાગ છે. ફરી સમજી લો, ત્યાગની સાધના જ્ઞાનની ઉપાસના માટે છે. હવે એમ કહે છે કે બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહિ' બાહ્ય ત્યાગ તો છે અને બાહ્ય ત્યાગ જ દેખાય. એ જોવો સહેલો છે, જ્યારે જ્ઞાન દેખાતું નથી. જ્ઞાન અંદરની ઘટના છે અને ત્યાગ બહારની ઘટના છે. કોઈને અંદર આત્મ અનુભૂતિ થઈ છે તે જાણવા બીજું કોઈ જ સાધન નથી. પોતે જાહેરાત કરે તો ખબર પડે. આમ તો એ જાણે અને ઉપરવાળો જાણે. પરંતુ જાહેરાતથી નક્કી ન થાય. આત્મજ્ઞાન એ આંતરિક અતીન્દ્રિય ઘટના છે. હવે જેનામાં આંતરિક ઘટના ઘટી નથી, આત્મ અનુભવ કે આત્મસાક્ષાત્કાર થયો નથી એ પાછા ગુરુ થઈને બેસે, અને બાહ્ય ત્યાગ જોઈને જ એ ગુરુને સત્ય માને તેને કહેવાય છે મતાર્થી. માર્ગદર્શક સાચાં, યોગ્ય અને યથાર્થ મળવાં જોઈએ. માત્ર સવા રૂપિયો અને શ્રીફળ એમનાં ચરણમાં અર્પણ કરી દો, એટલે લીસ્ટમાં નામ લખાઈ જાય અને અમને ગુરુ મળી ગયાં, અમારું કામ થઈ ગયું, નગરા ન રહ્યાં એમ માને. જે સાચાં ગુરુ હોય તે અંદરમાં પરિવર્તન લાવે છે, ક્રાંતિ કરે છે. જેમની હાજરીમાં આ આંતરિક પરિવર્તનની ઘટના ઘટે છે તે સાચા ગુરુ છે, સદ્ગુરુ છે. અસદ્ગુરુને પોતાના વાડામાંથી છાનોમાનો નીકળી ન જાય એટલી જ કાળજી રાખવાની હોય છે. સાચી કાળજી તો સદ્ગુરુ કરે છે, આ નહિ કરે. બીજી વાત, “અથવા નિજકુળ ધર્મનાં તે ગુરુમાં જ મમત્વ', એટલે પરંપરાથી ચાલ્યાં આવતાં જે ગુરુ છે, પોતાના કુળ અને સંપ્રદાયનાં જ ગુરુને માનવાની જેની વૃત્તિ છે, તેને પરમકૃપાળુદેવ મતાર્થી કહે છે. માર્થીપણું હોવાથી સત્યનાં દ્વાર બંધ થયા, અતીન્દ્રિય તત્ત્વને જાણવાનાં દ્વાર બંધ થયાં. અતીન્દ્રિય તત્ત્વ જાણવાનો અણસાર તેને હવે નહિ મળે. કારણ? જેને આત્મજ્ઞાન થયું નથી તેવા બાહ્ય For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ત્યાગી ગુરુ કેવી રીતે આત્મા તરફ આંગળી ચીંધી શકે અને બતાવી શકે ? આનંદઘનજીએ બહુ મુલાયમ અને નમ્ર ભાષામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે, ’નં સમ્મ તિ પાસદ્દા તં મોળું ત્તિ પાસઠા, ખં મોળું તિ પાપ્તહા, તેં સમ્મ તિ પાસહા.’ જેને આત્મજ્ઞાન છે તે મુનિ છે અને મુનિ છે તેને આત્મજ્ઞાન છે. અસદ્ગુરુ શબ્દ પહેલાની ગાથામાં આવ્યો, અને અસદ્ગુરુ કેવાં હોય તે સ્પષ્ટ થયું કે જેને બાહ્ય ત્યાગ છે પણ આત્મજ્ઞાન નથી, અને સદ્ગુરુ અથવા મુનિ તે છે જેને આત્મજ્ઞાન છે. ૨૫૫ બાહ્ય ત્યાગ હોય, ઋદ્ધિ કે સિદ્ધિ હોય, ચમત્કાર હોય, મમત્વ, મોટાઈ, માન, પ્રતિષ્ઠા અને હજારો શિષ્યો હોય, હજારો શાસ્ત્રો કંઠસ્થ કર્યાં હોય, અને હજારોને ઉપદેશ આપતાં ભલે હોય, પણ આત્મજ્ઞાન ન હોય તો તેમને કહ્યાં છે અસદ્ગુરુ. બહુ મહત્ત્વનું લક્ષણ અસદ્ગુરુનું છે કે ‘માંહ્યલાને જાણતાં નથી.' માંહ્યલો અંદર શરીરમાં બેઠો છે પણ શરીરથી જુદો છે, તેને જાણતાં નથી. રિદ્ધિ, સિદ્ધિ, લબ્ધિઓ હોવા છતાં જો આત્મજ્ઞાન નથી તો શાસ્ત્રમાં તેને સદ્ગુરુ કહ્યાં નથી. અસદ્ગુરુથી ચેતવવાની અને સદ્ગુરુને પ્રાપ્ત કરાવવાની આટલી બધી ચિંતા પરમકૃપાળુદેવને શું કામ કરવી પડે ? તે એટલા માટે ક૨વી પડે છે કે પરમાર્થ માર્ગની યાત્રા જેને કરવી છે, આધ્યાત્મિક માર્ગની યાત્રા જેને કરવી છે, આત્મજ્ઞાન, આત્મધ્યાન જેને પ્રાપ્ત કરવું છે, આત્મસાક્ષાત્કાર અથવા અનુભૂતિ જેને કરવી છે, આત્મદર્શન જેને કરવું છે તે અલૌકિક કાર્ય, દિવ્ય અને અદ્ભુત કાર્ય કરવા માટે મહત્ત્વની વ્યક્તિ જો કોઈ હોય તો તે સદ્ગુરુ છે. પરમકૃપાળુદેવ કહે છે કે ‘રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો.’ આત્માને તારો, બચાવો, આત્માનું રક્ષણ કરો. સાચવવા અને મેળવવા જેવો આત્મા છે તો તેને ક્યારે તા૨શો અને ક્યારે ઓળખશો ? ટાઈમ ન બગાડો. પછી કરીશું, મોટી ઉંમરે અને ઘડપણમાં કરીશું, તેમ ન કહો. પગ ચાલતાં નથી, હાથ થથરી રહ્યાં છે, માથું ડોલી રહ્યું છે-એવી હાલતમાં કેવી રીતે શક્ય બનશે ? એટલા માટે ‘યાવશ્ર્વથમિવં શરીરમનમ્’, જ્યાં સુધી સ્વાસ્થ્ય સારું છે, શરીર રોગ વગરનું છે અને ઈન્દ્રિયો સક્ષમ છે એવી અવસ્થામાં આત્માને જાણી લો. શીઘ્ર એને ઓળખી લો. આત્માને ઓળખવાની પ્રક્રિયા, આત્માને જાણવાની પ્રક્રિયા જેની હાજરી વગર ન થાય તેવું તત્ત્વ તે સદ્ગુરુ છે. સદ્ગુરુ વ્યક્તિ નથી પણ સદ્ગુરુ તત્ત્વ છે, સદ્ગુરુ ચેતના છે, સદ્ગુરુ અસ્તિત્વ છે. For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પ્રવચન ક્રમાંક - ૨૨, ગાથા ક્રમાંક - ૨૩, ૨૪ એ પ્રગટ થાય છે દેહ દ્વારા અને વ્યક્તિ દ્વારા. એ પરમ તત્ત્વ છે એટલા માટે મહર્ષિ પતંજલિએ બહુ મઝાનો શબ્દ આપ્યો. “ગુરુ ગુરુ: I’ એ પરમગુરુ. પરમગુરુ જે અસ્તિત્વ છે તે મૂળ તત્ત્વ છે, માટે માત્ર વ્યક્તિ નિષ્ઠા નહિ પણ તત્ત્વ નિષ્ઠા જોઈએ. આત્મબોધમાં નિશ્ચિતપણે જે અસાધારણપણે પરિણામદાયક કાર્ય કરે છે, અને જેની હાજરીમાં થાય છે છતાં જે કશું કરતાં નથી પણ જેની હાજરી વગર કશું જ થતું નથી તેને કહેવાય છે સદ્દગુરુ. જે મતાર્થી છે તે સદ્ગુરુને ન સમજવાની પહેલી ભૂલ કરે છે. જિનેશ્વર પરમાત્માને તો હવે સમજવાનાં છે. તેમને સમજવામાં ક્યાં ને શા માટે ભૂલ થાય છે? શાસ્ત્રોને સમજવામાં ક્યાં ભૂલ થાય છે, અને વ્રતોને સમજવામાં ક્યાં ભૂલ થાય છે? આ ચાર બાબતો તરફ પરમકૃપાળુને ધ્યાન દોરવું છે. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય, અથવા નિજકુળ ધર્મના, તે ગુરુમાં જ મમત્વ. પોતાને જે મત, પોતાનું જે કુળ, પોતાનો જે સંપ્રદાય, જે પરંપરા, તેમાં ચાલ્યાં આવતાં હોય, પછી તેઓ ગમે તેવાં હોય તો પણ બાપાના બાપાના દાદા, ત્યાંથી અમારી પરંપરા ચાલી આવે છે, હવે અમારે સતપુરુષ હાજર હોય તો પણ એ પરંપરા તોડવી નથી. આ ચુંગાલમાંથી છૂટી તેમની પાસે પહોંચવું નથી અને અસદ્ગુરુ છૂટવા દેશે પણ નહિ. બે કામ થશે. આ છૂટવા દેશે નહિ અને ઓલો છૂટવા તૈયાર નથી, એવી જેની અવસ્થા છે તેને કહેવાય મતાર્થી, પહેલું લક્ષણ પૂર્ણ થયું. બીજું લક્ષણ હવે પછી “જે જિનદેહ પ્રમાણ છે,” તે ગાથાથી સમજાવશે. તે ગાથા આના કરતાં પણ ગંભીર છે. જિનેશ્વર ભગવાની સાચી ઓળખાણ શાનાથી? તેમના દેહથી, સમવસરણથી કે બાહ્ય રુદ્ધિથી? આ ઈન્દ્રો આવે છે, દેવો આવે છે. સમવસરણની રચના કરે છે, ચાલે છે ત્યારે કમળ મૂકાય છે. ચોત્રીસ અતિશયો છે. પાંત્રીસ વાણીનાં ગુણો છે, એ બધું છે માટે જિનેશ્વર છે, માટે તીર્થંકર છે કે બીજું કોઈ લક્ષણ છે? તેમના શરીરમાંથી સુગંધ આવે છે આ લક્ષણ મહત્ત્વનું ગણાય? એમના શરીરનું પ્રમાણ આવું છે તેનું મહત્ત્વ ગણવું? સમયસારજીમાં કુંદકુંદાચાર્યજીએ ત્રણ વાતો મૂકી છે કે જેઓ જીતમોહ છે તેઓ તીર્થંકર છે, બીજી વાત એ કે જેઓ જીતેન્દ્રિય છે-જેમણે ઈન્દ્રિયો જીતી છે અને ત્રીજી વાત જીતરાગ, જેઓએ રાગ જીત્યો છે, તે તીર્થકર છે. સમવસરણ છે માટે તીર્થકર નથી, પરંતુ મોહ જીત્યો છે માટે તીર્થંકર છે. આવી અદૂભુત વાત જગતમાં ક્યાંય થઈ નથી. કોઈએ કરી નથી. એ અભુત વાત બીજી ગાથામાં “જે જિનદેહ પ્રમાણ છે ને,” તેમાં લઈશું. For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૫૭ બહુ ધીરજથી, કંટાળ્યા વગર અને વચમાં બુદ્ધિને ડહોળ્યાં વગર આ બધા લક્ષણોને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. ઘણાં તર્કો મનમાં ઊઠશે. અમારા મહારાજ, અમારા બાપદાદાના મહારાજ, એને અમારે છોડી દેવાં? તેને કેમ છોડવાં ? એ તો અમારી પરંપરાના છે. આવા ખ્યાલો મનમાં આવશે. પરંતુ તથ્ય જેમ છે તેમ સમજી લઈએ. પરમકૃપાળુદેવે (૧) પક્ષપાત વગર (૨) કોઈની ટીકા કે નિંદા કર્યા વગર વાત કરી, અને (૩) આત્માર્થીનું કલ્યાણ થાય તે માટે વાત કરી. આટલી બધી વાત તમારી સમજણમાં આવ્યા વગર જાય તો ન ચાલે. પૂરેપૂરી રીતે વાત સમજજો. મતાર્થીના લક્ષણો બરાબર સમજશો તો મતાર્થીપણું જશે. મતાર્થીપણું જશે તો પચાસ નહિ પણ નેવું ટકા કામ પૂરું થશે, અને મતાર્થીપણું જો રહેશે તો નેવું ટકા કામ નિષ્ફળ જશે. બધું જ કરવા છતાં જો મતાર્થ હશો તો કામ નહિ થાય. આવું મતાર્થીપણું ટાળવા તેનાં લક્ષણો જાણવા જરૂરી છે. પણ લક્ષણો જ્યારે જાણવા બેસીએ ત્યારે જે જાણેલું છે, આજ સુધી જે ઘંટેલું છે તેનો ઉભરો આવે છે, આ કેમ છોડાય? આ કેમ મનાય? આ બધાં ઉભરા શમાવી, શાંત બની, સમજવા પૂરેપૂરો પુરુષાર્થ કરજો. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર, For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૨૩, ગાથા ક્રમાંક - ૨૫ પ્રવચન ક્રમાંક - ૨૩ ગાથા ક્રમાંક - ૨૫ દેવતત્ત્વસંબંધી ભૂલ. જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. (૨૫) ટીકા જે જિનના દેહાદિનું વર્ણન છે, તેને જિનનું વર્ણન સમજે છે, અને માત્ર પોતાના કુળધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણાદિ માહાલ્ય કહ્યાં કરે છે, અને તેમાં પોતાની બુદ્ધિને રોકી રહે છે, એટલે પરમાર્થ હેતુ સ્વરૂપ એવું જિનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાનું પ્રયત્ન કરતા નથી, અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે. (૨૫) પરમ ગંભીર આ વાત છે, કારણ કે આપણી જે સમજણ છે, આપણે જે વાંચ્યું છે, આપણે જે સાંભળ્યું છે, અને જે રીતે એનું અર્થઘટન કર્યું છે, તેની સાથે તાલમેળ મળે તેમ નથી. તમે માનતા હો અને સ્વીકારતા હો, તે સરળ લાગે અને તેની સાથે તાલમેળ મળે તો કહેશો કે બરાબર એમ જ છે. આપણે પૂછીએ કે તે બરાબર છે એ કઈ રીતે? તે કહે કે અમે પણ એમ જ માનીએ છીએ, માટે બરાબર છે. આપણે કહીએ છીએ માટે બરાબર નહિ, પણ એ જે માને છે, તેમ છે માટે બરાબર છે. - સત્યની તુલના ન હોય, તે નિરપેક્ષ છે. સત્ય શબ્દાતીત છે. સત્ય નિર્વિકલ્પ છે. અને સત્યનું હોવું એ સ્વયંભૂ છે માટે તેના હોવા માટે કોઈની અપેક્ષા કે કોઈના આધારની જરૂર નથી, માટે આ સૂત્રો અત્યંત મહત્ત્વનાં છે. આત્મસિદ્ધિમાં બે પાત્રોનું વર્ણન કરીને, બન્ને પાત્રોને અલગ અલગ સમજાવવામાં આવ્યા છે. જેને આત્માની સાધના કરવી છે તેણે આત્માર્થી બનવું પડશે અને મતાર્થીપણાનો ત્યાગ કરવો પડશે. આ સ્પષ્ટ વાત કહ્યા પછી પપદની પ્રરૂપણાનો પ્રારંભ કરવાના છે. પર્ષદની પ્રરૂપણાનો પ્રારંભ પહેલાં એટલાં માટે કર્યો નથી કે ષપદમાં પહેલું પદ “આત્મા છે', તે આત્મા વિષે આપણને કંઈ જાણકારી નથી. આપણે આત્માર્થી નથી, આપણને આત્માનું પ્રયોજન નથી, આત્માનું લક્ષ નથી, હેતુ For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા નથી, આત્માને પ્રાપ્ત કરવો નથી, આત્માને જાણવો નથી. આપણી ડીક્ષનેરી અથવા શબ્દ નોંધમાં આત્મા જ નથી. આપણી નોંધમાં પૈસો છે, સત્તા છે, પરિવાર છે, માન-પ્રતિષ્ઠા છે, મોભો છે, ઈન્દ્રિયોના સુખો છે, ભોગવિલાસ છે, રંગરાગ છે પરંતુ આત્મા નથી. એટલા માટે પરમકૃપાળુદેવે કહ્યું છે કે “લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો?” આપણને પૂછે છે કે લક્ષ્મી વધી, અધિકાર વધ્યો, સત્તા વધી, બહોળું કુટુંબ થયું પરંતુ તમારા હાથમાં શું આવ્યું? આ બધા માટે શાસ્ત્રોએ એક જ શબ્દ વાપર્યો છે, આ બધું અનિત્ય છે. “શું રાચીયે? જ્યાં ક્ષણનો પ્રસંગ!” આ ચાર દિવસનું ચાંદરણું છે, એના માટે આટલી બધી મમતા ! તેના માટે જીવન ખોયું ! અનંતવાર દેહની ખાતર તમે આત્માને ભૂલ્યા છો, “અનંતવાર... આ નાનકડાં વાક્યમાં કેટલો મોટો ઠપકો આપ્યો ? અરે જીવ ! નશ્વર દેહની ખાતર આત્માનો કેવો ઉપયોગ કર્યો, દેહ તને કેટલો સાથ આપ્યો? આનંદધનજીએ એક પદમાં કહ્યું છે કે, મૃત્યુનો સમય આવ્યો છે, અંતિમ ક્ષણો છે, સામે બધા ઊભા છે, “અબ જાના હોગા, બુલાવા આયા હૈ.' કાળદેવતા હાજર છે. શરીર મારે તને એક વાત કરવી છે કે આપણે ૬૦ વર્ષ સાથે રહ્યાં. ચોવીસે કલાક સાથે ને સાથે જ. પત્ની કે દીકરો કોઈ ચોવીસ કલાક સાથે રહેતાં નથી. હું હર વખત તારી સાથે જ રહ્યો. તારા માટે મેં હિંસા કરીજાડું બોલ્યો, પરિગ્રહ એકત્રિત કર્યો, પટ આભૂષણ સુંધા ચૂઆ, અશન પાન નિત્ય ન્યારે, ફેર દિને ખટરસ તોયે સુંદર, તે સબ મલકર ડારે. કાયા ! જે વખતે તે જે માગ્યું તે આપ્યું. હોટલમાં જવું છે, તો હોટલમાં લઈ ગયો. પાઉંભાજી, સમોસા ખવડાવ્યાં. તારી કેટલી સેવા કરી! રોજનાં ભોજનો નવાં નવાં આપ્યાં. સવારે, સાંજે અને બપોરે જુદી જુદી વાનગી આપી અને વચમાં ચા વખતે પણ જુદી વાનગી ખવરાવી. કપડાં પણ રોજ નવા નવા પહેરાવ્યાં. આ બધું તારા માટે કર્યું. આપણો નાતો બંધાણો. હવે મારી સાથે તું ચાલ. આપણે સાથે જઈએ. શરીર, કાયા તે વખતે શું જવાબ આપે છે. જીવ સુણો યા રીત અનાદિ, કહા કહત વારંવારે, મેં ન ચલૂંગી તોયે સંગ ચેતન, પાપ પુણ્ય દો લારે. આતમજી ! સાંભળો, હું તને વારે વારે શું કહ્યું? આ રીત તો અનાદિની છે. હું તારી સાથે નહિ આવું. આનંદઘનજીએ છેલ્લી વાત કરી. તું મારી સાથે નહિ આવે ? તને સ્મશાનમાં લઈ જશે. તારા ઉપર લાકડા મૂકી તને બાળીને તારી રાખ કરશે. કાયા કહે છે કે એ મને મંજૂર છે, પણ હું તારી સાથે નહિ આવું. For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬૦ પ્રવચન ક્રમાંક - ૨૩, ગાથા ક્રમાંક - ૨૫ શ્રીમજી કહે છે, “અનંતવાર આ દેહ માટે આત્મા અર્પણ કર્યો, એક વખત માત્ર આત્માને અર્થે દેહ અર્પણ કર તો અનંતભવનું સાટું વળી જશે.” કેટલી વખત આ સાંભળ્યું? આપણે રીઢા થઈ ગયા છીએ. આ શરીરની આ પ્રકારની સ્થિતિ છે, માટે કહ્યું કે લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું? તે તો કહો.” હવે તમારા લીસ્ટમાં પહેલે નંબરે એ લખો કે અમારે આત્માને પ્રાપ્ત કરવો છે. આત્મા માટે અમારે આ જીવન જીવવું છે, આત્મારૂપી ધન પ્રાપ્ત કરવું છે, આત્માની અનુભૂતિ કરવી છે. શરીર સાચવો, સંભાળો પણ તે કાયમ રહેશે નહિ, જીવ નીકળી ગયા પછી બે કે ત્રણ દિવસ કોઈને દર્શન કરાવવા, દવાઓમાં રાખે પરંતુ ચોથા દિવસે નિકાલ કરવો જ પડશે. જે નથી રાખી શકાતું તેની ચિંતા અને જે રાખી શકાય છે તેની બેદરકારી, એમ કેમ? તેનું ધ્યાન જ નહિ? તેનું લક્ષ જ નહિ? જ્ઞાની પુરુષ કહે છે તારે આત્માને પ્રાપ્ત કરવો છે? “રે આત્મ તારો, આત્મ તારો, શીધ્ર એને ઓળખો.” આત્મા પ્રાપ્ત કરવો હોય તો જીવનનું લક્ષ, જીવનનો હેતું આત્મા હોવો જોઈએ. તમને કોઈ પૂછે કે શું પ્રાપ્ત કરવું છે? તો આત્મા. શેનો વિચાર કરો છો? તો આત્માનો. શેનું ધ્યાન કરવું છે? તો આત્માનું. શું જોઈએ છે? શું પ્રાપ્ત કરવું છે? તો આત્મા. કદાચ ધરણેન્દ્ર દેવ અને પદમાવતીજી હાજર થઈ જાય અને તમને પૂછે, શું જોઈએ છે? આત્મા સિવાય અમારે કાંઈ જોઈતું નથી, એમ કહો ને? આત્મા એ જ જેના જીવનનો હેતુ છે, આત્માનુભૂતિ એ જ જેના જીવનનું કર્તવ્ય છે, આત્મા એ જ સાચું ધન અને સંપત્તિ જેને માની છે-એવા આત્માર્થી માટે ષપદનું વર્ણન છે. આત્માર્થી બનતાં પહેલાં એ મતાર્થી જ છે. મતાર્થી બનવાનું નથી પણ મતાર્થી મટવાનું છે. વાક્ય સમજી લો, મતાર્થી છીએ તે મટવાનું છે અને આત્માર્થી થયા નથી, તો આત્માર્થી બનવાનું છે. એક વાત નિશ્ચિત છે કે મતાર્થી મટ્યા સિવાય આત્માર્થી બની શકાશે નહિ, અને આત્માર્થી બન્યા સિવાય આત્માની પ્રાપ્તિ થઈ શકશે નહિ. કેવો છે મતાર્થી? તેની સમજમાં ક્યાં ક્યાં ભૂલ થાય છે અને કેવી રીતે એ ભૂલો કરે છે તેનું વર્ણન પરમકૃપાળુદેવ આ ગાથામાં કરી રહ્યા છે. ગયા પ્રવચનમાં વાત એ હતી કે બાહ્યત્યાગ છે પણ આત્મજ્ઞાન નથી. અભુત બાહ્યત્યાગ હોય, પહેરવાં કપડાં પણ ન હોય, દિગંબર અવસ્થા હોય અને પાંદડા જ ખાઈને રહેતો હોય, આવો બાહ્યત્યાગ હોય પણ આત્મજ્ઞાન ન પણ હોય. એક બહુ મોટા સંત અને જ્ઞાની પુરુષ થયાં છે. એમણે કહ્યું કે “આહારનો સ્વાદ જીતવા મેં એક પ્રયોગ કર્યો. ધીમે ધીમે લીમડો વાટી લીમડાંનાં લાડું બનાવતો હતો. આ લાડુ ખાતો હતો અને ધીમે ધીમે એમાં પણ સ્વાદ આવવા માંડ્યો.” આવો ત્યાગ હોવા છતાં આત્મજ્ઞાન ન પણ હોય. For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૬૧ બીજી વાત, પાંચસો જાનૈયા સ્ટેશન ઉપર ઊતર્યા છે. બેંડવાજાં વાગી રહ્યાં છે. સ્વાગત કરવાની તૈયારી થાય છે, પરંતુ વ૨૨ાજા પાછલા સ્ટેશને રહી ગયા છે. એ તો મૂળ પાત્ર છે. હવે સ્વાગત કોનું કરવું ? આમ જો આત્માને જ ભૂલી જાય તો બાહ્યત્યાગ છે પણ આત્મજ્ઞાન નથી. આત્મજ્ઞાનનો અર્થ આત્મા અવિનાશી છે, આત્મા નિત્ય છે, આત્મા અજર અમર છે. તે ખાતો પીતો નથી એમ બોલતો જાય ને રસપૂર્વક લાડવા ખાતો જાય, આવા બધા ચાળાં તે આત્મજ્ઞાન નથી. જ્ઞાનીપુરુષો કહે છે કે ‘જેણે આત્મા જાણ્યો એણે બધું જ જાણ્યું’ -અહીં જાણવું એટલે અનુભવવું, એ અનુભવની ઘટના ઘટી નથી અને બાહ્યત્યાગ છે, એ બાહ્યત્યાગનો પણ વાંધો નથી, પરંતુ બાહ્યત્યાગથી મારું કામ પરિપૂર્ણ થયું છે, હવે મારે કંઈ કરવા જેવું નથી આવું માનીને જે ચાલે છે તેને કહેવાય છે અસદ્ગુરુ. એવાં અસદ્ગુરુને સદ્ગુરુ તરીકે માનવાં અને તેને દઢ કરવાં તેને કહેવાય છે મતાર્થી. જેમ આ એક ભૂલ છે, તેમ તીર્થંકર પરમાત્માને ઓળખવામાં પણ આ જીવે અનેકવાર ભૂલ કરી છે. જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ, વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજબુદ્ધિ. આ બધું વર્ણન બરાબર છે. તીર્થંકરદેવની વાણીનાં પાંત્રીસ ગુણો, ચોત્રીસ અતિશયો, એમની અદ્ભુત કાયા, તેમના દેહમાં રોગ નથી, દેહ સુંદર છે. યશોવિજયજી મહારાજે કહ્યું, ઈન્દ્ર ચંદ્ર રવિ ગિરિ તણા, ગુણ લહી ઘડીયું અંગ લાલ રે. ઈન્દ્રનાં ગુણ, ચંદ્રના ગુણ, સૂર્યનાં ગુણ, હિમાલય પર્વતનાં ગુણ, આવાં બધાં ગુણો લઈને જેમની કાયા ઘડવામાં આવી છે, અને જેમનાં સૌંદર્યની સામે ઈન્દ્રોનું સૌંદર્ય પણ તુલના કરી શકે તેમ નથી, એવું જેમનું અદ્ભુત સૌંદર્ય છે, જેમનાં મળમૂત્ર દેખાતાં નથી, શરીરમાંથી સુગંધ આવે છે, દુર્ગંધ આવતી નથી, એવાં જેમના અતિશયો છે અને તેમના દેહનું પ્રમાણ આટલું છે. આ બધું સાચું હોવા છતાં આ વર્ણન એક અપેક્ષાએ છે. આ બહારનું વર્ણન છે. જ્યારે સર્વજ્ઞ અવસ્થા પ્રાપ્ત થાય છે, તીર્થંકર નામકર્મનો ઉદય થાય છે ત્યારે દેશના માટે, સમવસરણની રચના થાય છે. તેમાં ચાંદી, સોના અને રત્નના ત્રણ ગઢો હોય, તેમાં અદ્ભુત બેઠક હોય છે. આ ત્રણ ભુવનનો નાથ સમવસરણમાં બેસીને દેશના આપે છે. અશોકવૃક્ષ છે, દુંદુભિના નાદ થઈ રહ્યાં છે. પુષ્પોની વૃષ્ટિ થાય છે, વાંસળિયો વાગે છે, સંગીતમાં તાલ પૂરવામાં આવે છે, કરોડો માણસો અને કરોડો દેવતાઓ આવી સમવસરણમાં બેસે છે, અને પોતપોતાની ભાષામાં સહુ સમજે છે. વાઘ વાઘની ભાષામાં અને ઘેટું ઘેટાની For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ પ્રવચન ક્રમાંક - ૨૩, ગાથા ક્રમાંક - ૨૫ ભાષામાં સમજે છે, તરજુમાની વ્યવસ્થા વગર સમજી જાય એવી જેમની અદ્ભુત વચન સિદ્ધિ છે, વચનાતિશય છે. એ અરિહંત પરમાત્મા જ્યારે દેવછંદામાં જાય છે ત્યારે તેમની સેવામાં ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ રહે છે. આ બધા વર્ણનમાં જિનેશ્વર પરમાત્માનું વર્ણન પૂરું થાય છે એમ જે માની લે છે અને એમાં જ જેની બુદ્ધિ અટકી જાય છે, તે છે મતાર્થી. સંમંતભદ્ર આચાર્ય સિંહ જેવી ગર્જના કરીને કહે છે, ‘હે તીર્થંકર પરમાત્મા ! આ તમારું સમવસરણ છે એટલા માટે અમે તમને માનીએ છીએ તેમ નથી. આવું સમવસરણ અંબડ પરિવ્રાજક કે જાદુગર પણ કરી શકે, આ માયાજાળ હોઈ શકે, ઈન્દ્રજાળ પણ હોઈ શકે. આ મારું મસ્તક એટલા માટે ઝૂકે છે કે આવાં સમવસરણમાં આપ બેઠાં હોવા છતાં, આપના રૂંવાટામાં ક્યાંય રાગ નથી, ક્યાંય મોહ નથી, ક્યાંય મમત્વ નથી. આપ વીતરાગ છો, અમારું મસ્તક વીતરાગતાને ઝૂકે છે.’ પ્રભુ ! અમને તો એ આશ્ચર્ય થાય છે કે, આ બધા વચ્ચે રહીને પણ તમને રાગનો અંશ સ્પર્શતો નથી. આવી બહાદુરી અને આવી શ્રેષ્ઠતા જગતમાં ક્યાં જોવા મળશે ? આ જોઈને અમારું મસ્તક ઝૂકે છે. પહેલાં જે વર્ણન કર્યું હતું તે બહારનું અને હવે પાંચ સૂત્રોથી જે વર્ણન થાય છે તે અંદરનું વર્ણન છે, તે તીર્થંકર દેવની સાચી ઓળખાણ માટે છે. એક શબ્દ છે જિન. આ જિન શબ્દ જૈનદર્શનનો પારિભાષિક શબ્દ છે. તે શબ્દનો અર્થ થાય છે જીતનાર. જેમણે જય કર્યો, વિજય મેળવ્યો, તેને કહેવાય છે જિન, પણ કોના ઉપર જીત મેળવી ? કોના ઉપર વિજય મેળવ્યો ? રાગ, દ્વેષ, મોહ, કષાય અને ઇંદ્રિયો આ પાંચ ઉપર વિજય મેળવ્યો. પહેલો શબ્દ જિતરાગ, જિતરાગ એટલે જેણે રાગને જીત્યો છે. શાસ્ત્રોને એમ કહેવું છે કે જગતમાં ખરેખરો બહાદુ૨ એટલે મહાવીર અથવા યુદ્ધ નિષ્ણાત જો કોઈ હોય તો તે છે કે જેમણે રાગને જીત્યો છે, તે જ ખરેખર શૂરવીર છે. નમિરાજની પરીક્ષા કરવા ઈન્દ્ર મહારાજા આવ્યાં, ત્યારે તેમણે કહ્યું કે, ‘નમિરાજ ! તમે સંસાર ત્યાગીને મુનિ થઈને બેઠાં છો, પણ હું તમને કહેવા આવ્યો છું કે તમે ક્ષત્રિય છો, મિથિલાના મહારાજા છો. હજુ પણ તમારા દુશ્મનો અને શત્રુઓ છે. તો જેઓ તમને નમતા નથી તેમને જીતીને, નમાવીને, પછી આ માર્ગે તમે જાવ.' ત્યારે નમિરાજ ધીરેથી કહે છે, ‘ઈન્દ્ર મહારાજા ! તમારી સૂચના પ્રમાણે જ કરું છું. ફરક એટલો છે કે તમારા શત્રુઓ બહાર છે, અને મારા શત્રુઓ અંદર છે. એકને જેણે જીત્યો તેણે પાંચ જીત્યાં, પાંચને જીત્યાં તેણે ચારને જીત્યાં અને ચારને જીત્યાં તેણે દશને જીત્યાં.’ જીતવા જેવો તો એક જ છે, અને એ છે રાગ. આ રાગની આગ જેણે ઓલવી નાખી For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૬૩ છે તે છે વીતરાગ. જેનામાં રાગ નથી, જેનામાં દ્વેષ નથી, જેનામાં મોહ નથી, જેનામાં કષાયો નથી અને જેણે ઈન્દ્રિયો જીતેલી છે તેને કહેવાય છે જિતરાગ, જિતદ્વેષ, જિતમોહ, જિતકષાય અને જિતેન્દ્રિય. આ ધરતી ઉપર વિજેતાનું સન્માન એમને મળવું જોઈએ કે જેણે રાગને જીત્યો, દ્વેષને અને મોહને જીત્યો, કષાયોને તથા ઈન્દ્રિયોને જીતી. શાસ્ત્રોને એમ કહેવું છે કે સંસા૨નું મૂળ રાગ છે. રાગ એટલે આસક્તિ, રાગ એટલે મૂર્છા, રાગ એટલે એટેચમેન્ટ, રાગ એટલે આકર્ષણ, રાગ એટલે ખેંચાણ, રાગ એટલે ઢળી જવું, ગમી જવું અને રાગ એટલે રુચવું, સારું લાગવું, અને રાગ એટલે અટકી જવું. ક્યાં અટકીને ઊભા છીએ આપણે ? પદાર્થ નડતો નથી પણ પદાર્થ પ્રત્યેનો રાગ આપણને નડે છે. ભતૃહિરએ બહુ અદ્ભુત વાત કરી કે ‘અમે પ્રાપ્ત કરેલાં પદાર્થો એની મેળે, અમને પૂછ્યા વગર, અમને કહ્યા વગર, અમારી સંમતિ લીધા વગર, અમને છોડીને ચાલ્યાં જાય તો અંદરમાં ભયંકર આગ સળગી ઊઠે છે.’ પદાર્થો એની મેળે છોડીને ચાલ્યા જાય એટલે કે તમે બેઠાં છો, અથવા રાત્રે સૂતાં છો, શેર લીધા છે, અને રાત્રે બાર વાગ્યે સમાચાર મળે કે શેરનાં ભાવ ગગડી ગયાં. શું થાય ? બહુ સારું થયું એમ તમે કહો કે અંદ૨માં બળતરાં થાય? તમારી ઈચ્છા નથી પદાર્થો છોડવાની, પણ પદાર્થો તમને છોડીને ચાલ્યાં જાય તો અંદ૨માં આગ સળગે, પણ સ્વતંત્રતાપૂર્વક, ઈચ્છાપૂર્વક પદાર્થોનો ત્યાગ કરો તો પરમસુખનો અનુભવ થાય. ચક્રવર્તી છ ખંડની સાહ્યબી છોડે છે, હસતાં મોઢે. અણગાર બનીને, નિગ્રંથ બનીને, તે ઝાડ નીચે ઊભો રહે છે. તેની મસ્તીનો કોઈ પાર નથી. ઈન્દ્ર પણ તેની પાસે તુચ્છ લાગે છે કારણ કે ચક્રવર્તીએ સ્વતંત્રતાપૂર્વક પદાર્થોનો ત્યાગ કર્યો છે, સાથે તેણે અંદરથી આસક્તિ કાઢી નાખી છે. જે ભીખ માંગી રહ્યો છે તેની પાસે તૂટેલું એક પાત્ર છે પરંતુ તેના પ્રત્યે આસક્તિ છે. જનકવિદેહીની સભામાં અષ્ટાવક્રજી સત્સંગ કરતાં હતાં. હવે પરીક્ષા કરવા કોઈએ કૃત્રિમ આગ લગાડી, અને જેવી આગ લાગી કે જનકવિદેહીનાં માણસો દોડતાં આવ્યાં અને કહ્યું કે ‘મહારાજ ! મહેલને આગ લાગી છે.’ હજારો માણસો બેઠાં હતાં તે ભાગ્યાં, ઊભા રહે ખરાં ? જનકવિદેહી શાંત અવસ્થામાં એમ કહે છે કે, मिहिलाओ डज्झमाणीओ ण मे डज्झइ किंचनं । મિથિલા બળે છે એમાં મારું કંઈ બળતું નથી. જે બળે છે તે મારું નહિ, અને મારું હોય તે બળે નહિ. એટલામાં ભગવાં વસ્ત્રો પહેરેલાં સંન્યાસીઓ દોડ્યાં. તેમને પૂછ્યું કે તમે કેમ દોડો છો ? તેઓ કહે છે કે અમારી તુંબડી અને લંગોટી ત્યાં પડી છે, એ લેવા માટે જઈએ છીએ. આ એમ કહે છે કે મિથિલા બળે છે તેમાં મારું કાંઈ બળતું નથી અને For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬૪ પ્રવચન ક્રમાંક - ૨૩, ગાથા ક્રમાંક - ૨૫ સંન્યાસીઓ કહે છે કે તુંબડીઓ અને લંગોટીઓ બળે નહિ તેથી લેવા જઈએ છીએ. આ રાગનું તોફાન છે. રાગનો વિસ્તાર પદાર્થો સાથે નથી, મમત્વ અને આસક્તિની તીવ્રતા સાથે છે. સંસારનું મૂળ રાગ છે. જગતના ધર્મો એમ કહે છે કે દ્વેષ દૂર કરો, પ્રેમથી રહો, મૈત્રીભાવ કેળવો, એ સારું છે, પણ જૈનદર્શન એથી આગળ વધીને કહે છે કે રાગને દૂર કરો, કેમ? રાગ જો હશે તો દ્વેષ ઉત્પન્ન થશે. દ્વેષની ઉત્પત્તિ રાગના કારણે થાય છે, માટે જૈનદર્શન રાગને દૂર કરવાનું કહે છે. જગતમાં અનંતા જીવો છે, તેમાં રાગ ભાગલાં પાડે છે. આ મારી વ્યક્તિ, આ મારો પદાર્થ, આ મારી વસ્તુઓ, આ મારા સંયોગો, આ મને ગમે છે, આ મને વ્હાલું છે, આ મારું છે. આમ રાગે ભાગ પાડ્યાં એટલા માટે તો કમ્પાઉન્ડ વોલ કરવી પડે છે અને ખેતરમાં વાડ કરવી પડે છે. વાડ ન કરો તો ન ચાલે ? ખેતરમાં વાડ કરવી પડે, નહિ તો કોઈ ઘૂસી જાય. આ કોણ કરાવે છે ? રાગ કરાવે છે, રાગ વહેંચે છે, જુદાં કરે છે, અને ભાગલાં પાડ્યાં પછી આ મારું છે, આ મને ગમે છે, તેથી આસક્તિ વધે છે. આ મને ગમતો નથી, તેને કહેવાય છે ષ. ઘણાં પતિ-પત્ની ઝગડે ત્યારે કહેતાં હોય છે, આ જન્મમાં મળ્યાં તે મળ્યાં, હવે પછી મોઢું જોવું નથી. હું કહું છું કે આવતા જન્મમાં એનું જ મોઢું જોવું પડશે, કારણ કે અણગમો અને દ્વેષ કર્યો. પહેલા રાગ થાય છે અને એ રાગ થયા પછી જે નડે છે, તેના પ્રત્યે દ્વેષ થાય છે. ધૃતરાષ્ટ્રને કૌરવો પ્રત્યે રાગ, તો પાંડવો પ્રત્યે દ્વેષ થયો. ધૃતરાષ્ટ્ર રડે છે. હું પાંડવો માટે કંઈ કરી શકતો નથી. પાંડવો સુખી થાય અને કૌરવો સાથે તેઓએ રહેવું જોઈએ એમ પણ કહે છે, પરંતુ મનમાં ઊંડે ઊંડે છે કે મારો દુર્યોધન મને વ્હાલો છે, અને સત્તા તો તેના હાથમાં જ આવવી જોઈએ, પાંડવોનાં હાથમાં નહિ. આ રાગ છે. રામ અને રાવણને શું લેવા દેવા? કહો, મળ્યાં જ નથી, શેનું વેર? શેનો દ્વેષ? શેનો તિરસ્કાર? શા માટે ? વચમાં કંઈક આવ્યું-એ રાગ આવ્યો. કોના પ્રત્યે? સીતાજી પ્રત્યે. સીતાજીને રાવણ પ્રત્યે રાગ નથી, તે તો રાવણને કહે છે કે તું અહીં આવીશ નહિ. છેટો રહે. અશોકવાટિકામાં તું પગ મૂકીશ નહિ. રાવણની તાકાત નથી કે આ રેખા ભેદીને આગળ આવી શકે. પરદારાનો સંગ કરીને, આખરે ઉગર્યું કોણ?”હે રાવણ ! પરદારાનો સંગ કરીને કોનું ભલું થયું છે? તને મારા દેહ પ્રત્યે રાગ છે, મારા પ્રત્યે નહિ. સીતાજીને રાવણ પ્રત્યે રાગ નથી એટલા માટે તો રાવણને સીતાજીનું અપહરણ કરવું પડ્યું, અને તેથી રામ પ્રત્યે દ્વેષ થયો. રામ તો વચ્ચે બીનજરૂરી આવી ગયા. છૂટકો જ નથી. રાવણ રામને વચ્ચે ખેંચી લાવ્યો. આ કોનો ખેલ થયો? રાગનો ખેલ થયો. શાસ્ત્રો એમ કહે છે કે સંસાર For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પદાર્થમાં નથી, વસ્તુઓમાં નથી, સંસાર વ્યક્તિઓ કે ઘટનાઓમાં નથી. સંસાર અંદરમાં રહેલાં રાગમાં છે. ફરી વાર કહીએ છીએ કે મમત્વના કારણે, મૂછના કારણે, મારાપણાના કારણે રાગ થાય છે. સાગોડિયાની, આપણી ગૌશાળામાં એક રાત્રે ગાય જોર જોરથી ભાંભરતી હતી. અમને થયું કે આને શું થયું અત્યારે ? અમે ભરવાડને બોલાવી પૂછ્યું કે આ ગાય કેમ ભાંભરે છે? તો કહે બીજ વાંધો નથી, પણ તેનું વાછરડું છેટું બાંધ્યું છે એટલે બૂમ પાડે છે. શાસ્ત્રો એમ કહે છે કે આ બધું રાગના કારણે થાય છે. પશુઓમાં પણ રાગ છે. એ વાછરડું મોટું થઈને ગાયની શું સેવા કરશે? પણ મમત્વનો, મારાપણાનો રાગ. આના કરતાં પણ મહત્ત્વની વાત વીરવિજયજી મહારાજે કહી. તિર્યંચ તરુનાં મૂળ, રાખી રહ્યા ધન ઉપરે રે.” આ અભુત વાત છે. વૃક્ષ પોતાનાં મૂળિયા ધન ઉપર ફેલાવે છે. વૃક્ષના જીવે કોઈ ભવમાં ધરતીમાં ધન દાટ્યું હોય અને તે જીવ ત્યાં નજીકમાં જો ઝાડ થયો હોય તો એ ઝાડ પોતાનાં મૂળિયા ધન ઉપર ફેલાવે છે. તેને ક્યાં શેરબજારમાં ધંધો કરવા જવું છે? કે મૂડી રોકાણ કરવું છે? આ કોનું તોફાન છે? બધાંને સંસારમાં જો કોઈ રાખનાર હોય તો રાગ છે. બધી આગ ઓલવાશે. રાગની આગ ઓલવાતી નથી. જેમણે રાગની આગ ઓલવી છે, તેમના ચરણોમાં અનંતવાર નમસ્કાર. ભગવાન મહાવીર રાગરહિત બન્યાં. હે ભગવાન! અમે તમારાં અતિશયો કે તમારા સૌંદર્યને જોઈને મુગ્ધ બનતાં નથી. તમે સમવસરણમાં બેસીને ઉપદેશ આપો છો તે માટે કે તમે ચાલો છો ત્યારે તમારા પગ નીચે સુવર્ણકમળો મૂકાય છે તે માટે અમે મુગ્ધ બનતાં નથી. ભગવાન જ્યારે ચાલે ત્યારે વૃક્ષો ઝૂકે છે અને કાંટાઓ રસ્તામાં વેરાયાં હોય તે સીધામાંથી ઊંધા થઈ જાય છે. પ્રભુ ! આવો તમારો બાહ્ય ઠાઠ, લબ્ધિ અને સિદ્ધિ છે, તે માટે અમે તમને નમસ્કાર કરતા નથી. આ બધું હોવા છતાં, તમારામાં રાગ નથી, એ અમને આશ્ચર્ય થાય છે, અને રાગ ન હોવાને કારણે આપ અરાગી છો, વીતરાગ છો તેથી અમે તમને નમસ્કાર કરીએ છીએ. રાગનાં બે પ્રકાર પડે છે. એક પ્રશસ્ત રાગ, અને બીજો અપ્રશસ્ત રાગ. અપ્રશસ્ત રાગ એટલે ન કરવા જેવો રાગ. ધન પ્રત્યે, સ્ત્રી પ્રત્યે, પુરુષ પ્રત્યે, વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ ઉપરનો રાગ તે અપ્રશસ્ત રાગ છે. દેવ, ગુરુ, શાસ્ત્રો, ધર્મ ઉપરનો રાગ તે પ્રશસ્ત રાગ છે. પાલનપુર પાસે માલણ ગામ છે. અમારી ત્યાં સ્થિરતા હતી. સવારે પ્રવચનમાં એક ભાઈ આવેલાં. તે જ ભાઈ બપોરે ચાર વાગે હાથ ઉપર પાટાપીંડી કરીને આવ્યાં. મેં પૂછ્યું For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬૬ પ્રવચન ક્રમાંક - ૨૩, ગાથા ક્રમાંક - ૨૫ કે, શું થયું? તો કહે ફેક્ટર. કારણ? તો કહે મારો ભાઈ મુંબઈથી લક્સ સાબુ લઈ આવેલો, અને મને કહ્યું કે આ સાબુ મારો છે, તેને નહીં અડવાનું. હું રહી ન શક્યો અને મેં એ લક્સ સાબુ વાપર્યો. તેથી બોલાચાલી અને પછી મારામારી થઈ. મારો હાથ તૂટ્યો અને છ મહિના માટે પ્લાસ્ટર થયું. આ લક્સનો સવાલ નથી પણ આ રાગ કરાવે છે. બહેનોને લગ્નમાં જવાનું હોય ત્યારે કેટલાંય ઘરેણાં પહેરે છે. એક પણ અંગ બાકી નથી રહેતું. કાન, નાક, હાથ, પગ બધે જ ઘરેણાં પહેર્યા હોય. વરઘોડો બજારમાં નીકળે એટલે જુએ કે કેટલાં જણાં મારી સામે જુએ છે? પછી રાજી થાય. ઘરેણાં તો રાજી નથી થતાં કે અમારા મહાભાગ્ય કે શેઠાણીએ મને પહેર્યા. રાજી તો બહેનો થાય છે. આ ઘરેણાં પ્રત્યેનો રાગ. બધું છૂટી શકે છે પણ રાગ છૂટી શકતો નથી. બધા સાગર તરી શકાય, પણ રાગ સાગરને તરી શકાતો નથી. એવા રાગને જેમણે જીત્યો છે, તેવા જ્ઞાનીઓ ધન્યવાદને પાત્ર છે. બંને રાગ છોડવાનાં છે. અપ્રશસ્ત તો છોડવાનો જ છે. પ્રશસ્તને પણ અંતે તો છોડવાનો જ છે. સદ્દગુરુ પ્રત્યે, તીર્થંકર પ્રત્યે અને શાસ્ત્રો પ્રત્યેનો રાગ પ્રશસ્ત છે અને તેનો ઉપયોગ બાહ્ય પદાર્થો પ્રત્યેના રાગને છોડવા માટે કરવાનો છે. બાહ્ય પદાર્થો પ્રત્યેના અપ્રશસ્ત રાગને છોડવા સદ્ગુરુ અને શાસ્ત્રોનો આધાર લેવો પડે છે. પરંતુ છેવટનું લક્ષ પ્રશસ્ત અને અપ્રશસ્ત રાગ બંને છોડવાનાં છે, પછી જે અવસ્થા આવે તેને વીતરાગ અવસ્થા કહેવાય છે. સંપૂર્ણ રાગ જાય તો વીતરાગતા આવે. રાગ જાય તો વેષ પણ જાય, અને દ્વેષ જાય તો મૈત્રી પ્રગટ થાય. મૈત્રી પ્રગટ થાય એટલે દ્વેષ રૂપી અગ્નિ શાંત થાય. મૈત્રીભાવનાનું નિરંતર જે ભાવન કરે છે તેના હૃદયમાં સળગી રહેલ રાગ અને દ્વેષરૂપી અગ્નિ ઓલવાઈ જાય છે, પણ દ્વેષની અગ્નિ રાગમાંથી પ્રગટ થાય છે. લાકડામાંથી ધૂમાડો આવતો નથી, પણ લાકડું પાણીથી ભીનું થયેલ છે તેથી ધૂમાડો આવે છે, તેમષની આગ રાગના કારણે જ આવે છે. આવો રાગ જેમણે જીત્યો છે, તે તીર્થંકર પરમાત્મા છે. આવું જે માને છે, જાણે છે તે આત્માર્થી છે અને બાહ્ય વસ્તુઓ ને સમવસરણની માત્ર સિદ્ધિ અને રિદ્ધિને જ જુએ છે, તે મતાર્થી છે. મતાર્થી છે તે તીર્થંકર દેવોની રિદ્ધિ સિદ્ધિ જોઈને રાજી થાય છે, બહારનાં વર્ણન અને ઠાઠમાઠથી રાજી થાય છે. તીર્થંકરદેવોનું પુણ્ય અલૌકિક છે. ૬૪ ઈન્દ્રોને ભેગા કરો અને એમનું જે સૌંદર્ય છે, તેના કરતાં અનંતગણું સૌંદર્ય તીર્થંકરદેવોનું છે. અરે ! એક આંગળીનો ભાગ હોય તેના જેવું રૂપ જો રચવું હોય તો ૬૪ ઈન્દ્રો ભેગાં થઈને રચી ન શકે એવું અલૌકિક સૌંદર્ય છે. આ બધું તો છે પરંતુ માત્ર આ તીર્થંકરપણું છે અને અંદરની વીતરાગતાને For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨ ૬૭ ન જાણે તો એ મતાર્થી છે, આત્માર્થી નહિ. આપણો સંબંધ વિતરાગતા સાથે છે. કરોડો દેવતાઓ કે ત્રણ ગઢ ઉપરના હીરા માણેકના કાંગરા સાથે નથી. તીર્થંકરદેવને અભુત પુણ્ય હોય પણ એ નવાઈ નથી. આશ્ચર્ય તો એ છે કે આ બધા વચ્ચે તેઓ વીતરાગ રહ્યા છે. તમે કોઈનાં લગ્નમાં ગયા હો, સરસ હોટલમાં ઉતારો હોય અને ઘેર જાવ પછી કોઈ પૂછે કે વ્યવસ્થા કેવી હતી? આગતા સ્વાગતા કેવી થઈ ? તો મોં બગાડી કહેશો કે ઠીક હતું, ખાસ નહિ, આ જે દુઃખ થયું તે કોના કારણે? દુઃખ રાગના કારણે થાય, દ્વેષ રાગનાં કારણે થાય, અશાંતિ અને મૂંઝવણ પણ રાગનાં કારણે થાય. કર્મનો બંધ રાગના કારણે થાય. ટેન્શન રાગના કારણે થાય. રાગ ગયો તો ટેન્શન ગયું, મૂંઝવણ ગઈ, સપ્રેશન, ચિંતા બધું જ ગયું. આ આગ રાગની છે. રાગ ગયા વગર સંસાર નહિ જાય. જેમ સાપનો કણિયો મોટો ભોરીંગ થાય, અગ્નિના કણિયામાંથી દાવાનળ પ્રગટે, તેમ રાગના કણિયામાંથી ચૌદ રાજલોકનો સંસાર ઊભો થાય છે. રાગ રહિત જે બન્યાં તે જિતરાગ, અને જે જિતરાગ તે જિતષ. રાગ ગયો તો ષ પણ ગયો. અલંકારિક ભાષામાં કહેવું હોય તો રાગ પાટવી કુંવર છે અને દ્વેષ ફટાયો કુંવર છે. રાજાઓની આ પરિભાષા છે. રાગ જશે તો દ્વેષ પણ જશે જ. પહેલું સૂત્ર જિતરાગ, વીતરાગ, બીજું સૂત્ર જિત દ્વેષ અને ત્રીજું-જિત મોહ. रागो य दोसोवि य कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयंति। कम्मं च जाईमरणस्स मूलं, दुक्खं च जाईमरणं वयंति ॥ " મોહએ મહારાજા છે. સંસારનો ખરો મહારાજા છે, અને તેનું સામર્થ્યચૌદ રાજલોકમાં છે. એ મોહરાજાની અવિદ્યા નામની નટખટ પત્ની છે. તેનું બીજું નામ છે માયા. એ મોહ માયાના બે સંતાનો, એકનું નામ રાગ અને બીજો દ્વેષ. આ કુટુંબ ઓળખી લીધું? તેમને કોઈ ઓફિસ નથી, ચૂંટણી થતી નથી, મત મેળવવાનાં હોતાં નથી, અને તેમનું રાજ્ય પણ નષ્ટ થતું નથી. અનંતકાળથી તેઓ જગતનાં બધા જીવો ઉપર રાજ્ય કરે છે. એમને ફક્ત અણગમો હોય તો સંતો ઉપર, બાકી બધાં સારાં લાગે. અહંકાર અને મમત્વને કારણે રાગ દ્વેષ પેદા થાય છે. અહંકાર, મમત્વને કાઢવાની વાત કરવી તો સહેલી છે પણ રગ રગમાં એ ઠાંસી ઠાંસીને ભરેલાં છે. કેમ જશે? બહુ જાગૃત રહેવું પડશે. અહંકાર તો ગમે ત્યાં ઊભો થશે. એક ભાઈનું મોટું સહેજ પડેલું હતું. કોઈએ પૂછ્યું “આજે આમ કેમ લાગે છે?' તે ભાઈ જોરથી તાડૂક્યા, “ખબર નથી? આજે ઉપવાસ છે.” બાપ રે ! આટલા જોરથી તાડૂકીને કહેવાનું? એને કોઈ પૂછનાર મળવો જોઈતો હતો અને જાહેરાત કરવી હતી કે મારે આજે ઉપવાસ છે. પૂછનાર મળે તો મઝા For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ - પ્રવચન ક્રમાંક - ૨૩, ગાથા ક્રમાંક - ૨૫ આવે. અહંકાર સૂક્ષ્મ છે. મમત્વ સૂક્ષ્મ છે. અહંકાર અને મમત્વ; અથવા રાગ અને દ્વેષ એમાંથી ચાર કષાયો ઉત્પન્ન થાય છે. શું શું વાત કરી? પહેલો શબ્દ છે જિતરાગ, બીજો શબ્દ જિતષ, ત્રીજો શબ્દ છે જિતમોહ. જ્યારે ભગવાન દીક્ષા લેવા નીકળે છે, ત્યારે ઘરની સ્ત્રીઓ સરસ ગાતી હોય છે. “જીત નિશાન ચઢાવજો રે, મોહને કરી ચકચૂર હો લાલ.” તેઓ એમ કહે છે કે તમે સંસાર છોડીને, અમને બધાને મૂકીને, વૈરાગ્યનાં માર્ગે જઈ રહ્યાં છો. તમારું કલ્યાણ થાવ, તમે હવે મોહને જીતી લેજો, ને વિજયનો ધ્વજ ફરકાવજો, વિજયના ડંકા વગાડજો.” મોહમાંથી રાગ આવે, દ્વેષ આવે, મોહમાંથી અહંકાર અને મમકાર આવે, અને મોહમાંથી ચાર કષાયો પણ આવે. જેમ બાળક માને પજવે છે તેમ ચાર તોફાની કષાયો છે તે આત્માને બહુ પજવે છે. તેઓ બહુ જબરા છે. કોઈનાં કાબુમાં ન રહે તેવાં છે. ઓળખી લો તેમને. ક્રોધ, માન, માયા, લોભ, આ ચાર તપસ્વીને પણ પજવે, જ્ઞાનીઓને અને સંતોને પણ પજવે, ભલભલાને પજવે છે. આ ચારની ફોજ ગમે ત્યાં પહોંચી જાય. માત્ર ઘરમાં આવે તેમ નહિ પણ મંદિરમાં અને આશ્રમોમાં પણ પહોંચી જાય. જંગલમાં જાવ તો ત્યાં પણ આવે. મળી ચાર ચંડાળ ચોકડી, મંત્રી નામ ધરાયા; આ ચાર ચંડાળ ચોકડી ક્રોધ, માન, માયા અને લોભને જીતવાના છે. લોકો કહેશે કે, એક ક્રોધને જીતવો કઠણ પડે છે. તો ચારની શી વાત કરવી? હે પરમાત્મા ! આપે આ ચારે કષાયોને જીત્યાં છે, માટે જિતકષાય છો. આત્માર્થી પરમાત્માની આંતરિક અવસ્થા જોશે, અને મતાર્થી ભગવાનની રિદ્ધિ, સમોવસરણ, શરીરનું સૌંદર્ય, તેનું પ્રમાણ, તેમના નાક, કાન, હોઠ કેવાં છે તે જોશે. પરમાત્મા વીતરાગ વીતષ અને વીતમોહ છે. તેઓ ચાર કષાયથી રહિત છે. કાનમાં ખીલાં ઠોક્યા, તો પણ પ્રભુ ઊભા રહ્યાં. સહેજ પણ ગુસ્સો નહિ, અને ચોસઠ ઈન્દ્રો આવી મસ્તક ઝુકાવે છે તો પણ અહંકાર નહિ, રાગ નહિ. આ પચાવવું મુશ્કેલ છે. રાષ્ટ્રપતિ જો આવે તો તેમની સાથે ફોટો પડાવે અને બતાવે કે જુઓ, મારે ત્યાં રાષ્ટ્રપતિ આવેલાં, મારે ઓળખાણ છે. આ અહંકારનો ખેલ છે. જેને એક પણ કષાય નથી તેવા પરમાત્મા જિતકષાય છે. આવી ઓળખાણ આત્માર્થી કરે. પાંચ ચોર અજહુ તો ય લુટત, તાસ મરમ નહિ જાણા. છેલ્લી વાત, જિતેન્દ્રિય! ચાર કષાય તો નટખટ છે પણ આ પાંચ ઈન્દ્રિયો પણ ઓછી ઊતરે તેમ નથી. બહુ જબરી છે. આખો દિવસ એમાં જ જાય છે, ખાવામાં, સુંઘવામાં, For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૬૯ જોવામાં અને સાંભળવામાં. આખું રસોડું એક જીભ માટે, ડ્રોઈંગરૂમ સ્પર્શ, ચામડી માટે. લાખો રૂપિયાનું ફર્નિચર અમે કરાવ્યું છે. આવું ફર્નિચર કોઈને ત્યાં નથી, મઝા છે આ સ્પર્શની ! પાંચ ઈન્દ્રિયોની! આ પાંચ ચોર રોજ લૂંટ કરે છે. જીભ, આંખ, કાન, નાક, સ્પર્શનેન્દ્રિય આ પાંચ ઈન્દ્રિયો આપે જીતી લીધી છે માટે હે પરમાત્મા! આપ જિતેન્દ્રિય પણ છો. આપનાં ચરણોમાં અનંતવાર વંદન હો. આવી રીતે ઓળખીને જે વંદન કરે છે તે આત્માર્થી છે. જે જિનદેહ પ્રમાણ ને સમવસરણાદિ સિદ્ધિ, વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. બસ, આટલામાં અટકી ગયો? ધક્કો માર, આગળ વધ. આ જિનદેવનું વર્ણન છે. જેઓ સમવસરણમાં બેઠાં છે, જેઓ સુંદર દેહમાં બેઠાં છે પણ તેઓ વીતરાગ છે, વીતષ અને વીતમોહ છે તે તું જો. તેઓ કષાય રહિત છે તે તું જો, અને તેમણે ઈન્દ્રિયો જીતી છે, તે તું જો. જોવા જેવા તો તે છે. સમવસરણ જોવું હોય તો જો, એની ના નથી. એ બાહ્ય દેખાવ છે. કરોડો દેવો તેમના ચરણોમાં બેસે છે, ઝૂકે છે, તે તેમની પુણ્યની સંપત્તિ છે. તારે તો તેમની વીતરાગતા, કષાય રહિત અવસ્થા જોવા જેવી છે, મોહ રહિત અવસ્થા જોવા જેવી છે. આ વાત પરમ ગંભીર છે, તેને જેટલી સમજી શકાય તેટલી સમજવા કોશિશ કરજો. તીર્થંકરદેવ કેવાં અભુત છે અને અપૂર્વ છે, તેટલું તો જાણો. જાણ્યું હશે તો કોક દિવસ ઉલ્લાસ આવશે, પ્રેમ પ્રગટ થશે, ભાવ જાગશે, અને નહિ જાણીને માત્ર બાહ્ય વર્ણન જ જો જાણશો, તો એમાં જ બુદ્ધિ અટકી જશે. ત્યાં ન અટકતા શુ આઉટ તીર્થંકર પરમાત્માની આંતરિક અવસ્થા જેવી છે તેવી તમે જાણો તો કલ્પિત રાગ નહીં થાય અને સાચી અવસ્થા જીવનમાં પ્રાપ્ત થશે. પ્રત્યેક શબ્દને સ્પષ્ટપણે ઊંડા ઊતરી વિગતવાર સમજવાનો પુરુષાર્થ કરજો. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ પ્રવચન ક્રમાંક - ૨૪, ગાથા ક્રમાંક - ૨૬, ૨૭ પ્રવચન ક્રમાંક - ૨૪ ગાથા ક્રમાંક - ૨૬, ૨૦ શાસ્ત્ર સંબંધી ભૂલ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ, અસદ્ગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. (૨૬) ટીકા:પ્રત્યક્ષ સદ્ગુરુનો ક્યારેકયોગ મળે તો દુરાગ્રહાદિછેદક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત્ તે હિતકારી વાણીને ગ્રહણ કરે નહિ, અને પોતે ખરેખરો દઢ મુમુક્ષુ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદ્ગ સમીપે જઈને પોતે તેના પ્રત્યે પોતાનું વિશેષ દૃઢપણું જણાવે. (૨૬) ચાલુ વિષયને ગૌણ કરીને વિશેષ વાત તરફ પરમકૃપાળુદેવને ધ્યાન દોરવું છે. ગુરુની વાત થઈ, તીર્થંકર પરમાત્માની વાત થઈ અને ત્યારપછી શાસ્ત્રોની વાત આવવી જોઈએ, તેની વાત ૨૭મી ગાથામાં મૂકી છે, અને વચ્ચે આ ૨૬મી ગાથા મૂકી છે. કારણ કે વારંવાર આપણને પરમાર્થ સાધના માટે ગુરુનો યોગ થાય છે પણ તે તક-યોગ આપણે ખોઈ બેસીએ છીએ, એનું શું કારણ છે, તેના તરફ ફરી ધ્યાન દોરવું છે. ક્યારેક ઘટના ઘટે છે અને પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્ત થાય છે. સદ્દગુરુનો યોગ પ્રાપ્ત થતો નથી તેવી કોઈ નિરાશા કરવાની જરૂર નથી. આ ધરતી સદ્ગુરુ વગરની નથી. આ ધરતી ઉપર ક્યાંક ને ક્યાંક સદ્ગુરુ છે, સતુશાસ્ત્રો છે. યોગ પ્રાપ્ત થવો જોઈએ અને સૌથી મોટી વાત એ છે કે તેમની ઓળખાણ થવી જોઈએ. એક ખેડૂત ખેતરમાં કામ કરતો હતો. ત્યાંથી એક ઝવેરાતનો વેપારી નીકળ્યો. તૃષા લાગી હશે એટલે ખેતરમાં પાણી પીવા આવ્યો. ખેતરમાં પાક તૈયાર છે અને પાક ઉપર પક્ષીઓ બેસે છે, તેને ઉડાડવા માટે તે ગોફણ હાથમાં લે છે. વેપારી પાણી પીવા બેઠો છે અને તેની નજર ખેડૂત ગોફણ ઉપર પત્થર મૂકે છે તેના ઉપર ગઈ. નજર જેવી ગઈ કે વેપારી તેને એકદમ અટકાવે છે કે આ તું શું કરે છે? ઊભો રહે. ખેડૂત કહે, સાહેબ! આ પક્ષીઓને ઉડાડવા માટે હું ગોફણમાં પત્થર નાખી તૈયાર કરું છું. ભલા માણસ ! આ પત્થર For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૭૧ નથી. મારી બધી સંપત્તિ આપી દઉં તોપણ તેનું મૂલ્યાંકન થાય તેમ નથી, તેવી કિંમતી ચીજ તારી પાસે આવી છે. સાહેબ ! આ તો છેલ્લો પત્થર છે, ૩૫૯ પત્થરો તો મેં નાખી દીધા. ખેડૂતની જેમ આપણે પણ કર્યું છે. હવે તમે કદી પણ એમ ન કહેશો કે મને તક મળી નથી, મને સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થયો નથી. તમે જાગૃત રહ્યા નથી. પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ જીવનમાં ક્યારેક જરૂર પ્રાપ્ત થાય છે પરંતુ આપણે ખોઈ બેસીએ છીએ. ખેડૂત તો એમ કહે છે કે આ કિંમતી રત્ન છે તેની તો મને ખબર જ ન હતી, હવે મને મારી ભૂલ સમજાણી. આ મારું અણજાણપણું છે. પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ એ કિંમતી ચિંતામણિ રત્ન કરતાં પણ ઘણો મૂલ્યવાન છે. આપણે તે યોગ ખોઈ બેસીએ છીએ તેમાં આપણું અણજાણપણું છે, અજ્ઞાનતા છે કે અણસમજ છે તેવું નથી પણ આનું કારણ ઘણું ઊંડું છે અને તેથી જ પરમકૃપાળુદેવને આ ગાથામાં વાત કરવી છે કે જો તમે યોગ, અણસમજ કે અજ્ઞાનતાને લઈને ખોતાં હો તો માફ છે, પણ મારે જે કારણ વર્ણવવું છે તે કારણ લક્ષપૂર્વક, બુદ્ધિપૂર્વક અને હેતુપૂર્વકનું છે, અને જાણતાં હોવા છતાં આપણે આ કારણને પોષીએ છીએ, તેની અહીં વાત કરવી છે. તમને જ્યારે જ્યારે કોઈની વાણીમાં આત્મજ્ઞાનનો સંકેત મળે, વૈરાગ્ય અને સદાચારનો સંકેત મળે, ૫૨માર્થ માર્ગના ભણકાર સાંભળવા મળે, તમારી ચેતના જાગૃત થાય, અંદરમાં ખળભળાટ મટી જાય, અને તમારામાં ઉત્કૃષ્ટભાવ જાગી જાય, તમારી સુષુપ્ત ચેતના જાગૃત થઈ જાય, તમને તેમની વાણીનો ટચ થાય તો સમજી લેજો, એ પ્રત્યક્ષ સદ્ગુરુનો અણસાર છે. આવો પ્રત્યક્ષ સદ્ગુરુનો અણસાર મળવા છતાં, પરમાર્થ તરફ સૃષ્ટિ જાય તેવી સામગ્રી મળવા છતાં, સદ્ગુરુની ઝલક મળી ગઈ, તેમનો યોગ થવા છતાં તમારા દુરાગ્રહ અને મતાગ્રહના કા૨ણે એવું કંઈક બને છે કે તેમની હાજરીમાં ‘વર્તે દૃષ્ટિ વિમુખ.’ યોગ થયો પણ પ્રાપ્તિ ન થઈ. કામ સફળ ન થયું. યાદ રાખજો, કે જો તમે તૈયાર હશો, તો સદ્ગુરુ ગમે ત્યાં આવશે. આ વાત અલંકારિક ભાષામાં કરી છે, જેમ મુમુક્ષુઓ સદ્ગુરુને શોધે છે તેમ સદ્ગુરુ પણ મુમુક્ષુઓને શોધે છે. હીરા માણેક ખરીદવા તમે સારા ઝવેરીને શોધો છો અને ઝવેરી ઘરાક શોધે છે, તેમ સદ્ગુરુ તમને શોધે છે, તમારી પાસે આવે છે, તમારો હાથ પકડે છે, તમને કાનમાં કહે છે. તે વખતે તમે કહો છો કે નહિ સાહેબ ! મારો મત તો આ છે. મારો આગ્રહ અને માન્યતા આ છે. તમારા આગ્રહ અને માન્યતાનો મેળ નહિ પડે. કોઈ કવિએ કહ્યું છે કે, ‘ભગવાન ! અમે તમને બોલાવીએ છીએ અને તમે આવતાં નથી. કેટલીય વખત બોલાવ્યા પણ તમે આવ્યાં નહિ. ભગવાન એમ કહે છે કે ‘હું ઘણી વખત તારા ઝાંપા સુધી આવ્યો, પણ ત્યાં For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ પ્રવચન ક્રમાંક - ૨૪, ગાથા ક્રમાંક - ૨૬, ૨૭ બોર્ડ મારેલું કે પરવાનગી સિવાય અંદર આવવું નહિ. હું પાછો વળી ગયો.” સદ્દગુરુનો યોગ તો થયો, તેઓ પાસે આવ્યા, બરડે હાથ ફેરવ્યો ને કહ્યું કે “ચાલ ! આ પરમાર્થ માર્ગની વાત તે લક્ષમાં લે.” “સાહેબ! એ મારાથી નહિ થાય. કેમકે મારો આ જ મત છે. તમે કયા વેશમાં છો? ક્યા સંપ્રદાયમાં છો? કઈ માન્યતામાં છો? તમારા વાળ કેવાં છે? તમે કેવા કપડાં પહેરો છો ? ધોળા, કાળા કે પીળા ? તમારા કપાળમાં ચાંદલો કેવો છે? મારે પીળા કપડાંવાળા જોઈએ, ધોળા કપડાં ન ચાલે.' તક તો અનેક વખત મળી. એ વાત ભૂલી જાવ કે સદ્ગુરુ મળતાં નથી. સદ્દગુરુનો યોગ પ્રત્યક્ષ થાય છે, પરંતુ તેમની હાજરીમાં એ વિમુખ દૃષ્ટિ રાખી વર્તે છે. વાંક સગુનો નથી. વાંક આ જીવનો છે. તેમની સન્મુખ દૃષ્ટિ પણ ન કરે, સામે નજર પણ ન નાખે. ભગવાન મહાવીર લુહારનાં કારખાનામાં ધ્યાનમાં ઊભાં છે. એ લુહાર છ મહિનાથી માંદો હતો. તેને સારું થયું પછી એક દિવસ ધંધાની શરૂઆત કરવા કારખાનામાં આવ્યો છે, ત્યાં ભગવાન ધ્યાનમાં ઊભા હતાં, અને તેણે જેવા ભગવાનને જોયાં કે હાથમાં હથોડો લીધો અને કહે કે આજે મારો પહેલો મંગળ દિવસ છે, ધંધાની શરૂઆત કરવી છે અને આનાં અપશુકન થયા. ચૌદ ભુવનનો ધણી આંગણે ઊભો છે અને એ માણસને અપશુકન લાગ્યા. એકલો લુહાર આવી ભૂલ કરે છે તેમ નહિ, આપણે પણ આવી ભૂલ કરી રહ્યા છીએ. આને કહેવાય “વર્તે દૃષ્ટિ વિમુખ’, જ્યાં સુધી દૃષ્ટિ વિમુખ હશે, ત્યાં સુધી ટ્યુનીંગ નહિ થાય, સંબંધ નહિ થાય, મિલન નહિ થાય, સંકેત નહિ મળે, તન્મયતા નહિ થાય. સદ્ગુરુ મળવા અને તેમને ઓળખવા બંને કામ અગત્યનાં છે. ગુરુને ઓળખીને તેમના પ્રત્યે બહુમાન જાગવું અગત્યનું છે. બહુમાન થયા પછી પ્રેમ પ્રગટ થવો જોઈએ. પ્રેમ થાય તો ટ્યુનીંગ થાય. ટ્યુનીંગ થાય તો સમર્પણ થાય અને સમર્પણ થાય તો આજ્ઞાપાલન થાય. સમર્પણ વગર આજ્ઞાપાલન ન થાય. પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ થયો પણ શું આડું આવ્યું? પરમકૃપાળુદેવ કહે છે, પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ, અસદ્ગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. “અસગુરુને દઢ કરે” એ પછી વાત કરીએ પણ પોતાના માન, અભિમાન અને અહંકારને આગળ કરે છે. પોતે સંઘમાં આગેવાન છે. પોતે કર્મકાંડ કરે છે, પોતે વિશેષ પ્રકારની આરાધના કરે છે, પોતે સિદ્ધાંતોને જાણે છે, એમ પોતાનું માન, પોતાનો અહંકાર પોષવા માટે આગળ આવવું છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે આ જીવ જ્યાં ગયો ત્યાં તેણે પોતાનું માન પોષવાનું કામ કર્યું છે. માન એટલે અભિમાન, અને માનનો સીધો ને સરળ અર્થ એ For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૭૩ કે તું મને માન, હું તને માનું કે ન માનું. આ જીવ માનનો, પ્રશંસાનો ભૂખ્યો છે. તે એમ કહેશે કે “અમે આ ગુરુમહારાજ પાસે ગયા તો “આવ’ એમ પણ ન કહ્યું, અને બીજા ગુરુમહારાજ પાસે ગયા તો બારણા સુધી મૂકવા આવ્યા, તે કેટલા વ્યવહાર કુશળ છે. અમને પહેલાંએ ન બોલાવ્યાં.” એટલે વાંધો. જીવ તારે શું જોઈએ છે? પ્રેમ, સાક્ષાત્કાર અને અનુભવ જોઈએ છે કે નહિ? જો માન સિવાય કંઈ જોઈતું નથી, માન મળે તો મેળ પડે, અને માન ન મળે ત્યાં મેળ ન પડે એવું હોય તો પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ થવા છતાં તે પોતાનું માન મુખ્ય ગણે છે. આ માનને પોષણ કરવાની વૃત્તિ હલાહલ ઝેર છે. સદ્દગુરુ પાસે માન નહિ મળે પણ પ્રેમ અને કરુણા મળશે. સદ્ગુરુ પાસે બોધ મળશે. અહીં માન નહિ મળે પણ અતીન્દ્રિય સૃષ્ટિનો રણકાર મળશે. અસગુરુ માન આપશે, સગુરુ જ્ઞાન આપશે. અસગુરુ અહમ્ પોષશે, સદ્ગુરુ પ્રેમ આપશે. અસગુરુ પ્રશંસા કરશે, સગુરુ કરુણા કરશે. પસંદ કરી લો. કરુણા અને પ્રેમ જોઈએ છે? જ્ઞાન અને સમજણ જોઈએ છે? શાસ્ત્રનો બોધ જોઈએ છે? અતીન્દ્રિય સૃષ્ટિનો રણકાર જોઈએ છે? સંકેત જોઈએ છે? પરમાર્થનો ઝણકાર જોઈતો હોય તો સદ્ગુરુ પાસે જાવ, ભલે માન ન પોષાય. શું કરવું છે? તે નક્કી કરો. નરસિંહ મહેતાએ તો બહુ સરળ વાત કરી કે, સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. તેમણે આટલી જ વાત કરી. “સકળ લોકમાં સહુને વંદે.' આ હાથ ન જોડે પણ માથું ઊંચું રાખે. માન પોષાવાની વૃત્તિને કારણે આ જીવે પ્રત્યક્ષ સગુનો યોગ ખોયો, મોક્ષ પણ ખોયો અને આત્મા પણ ખોયો, આત્મ અનુભૂતિ અને આત્મદર્શન પણ ખોયું, આત્મ સાક્ષાત્કાર પણ ખોયો. પ્રત્યક્ષ સગુરુનો યોગ ક્યારેક મળે તો દુરાગ્રહ આદિ છેદન કરનારી એમની જે વાણી છે તે અસરકારક છે. તમે છોડવા તૈયાર હો તો, તમારો આગ્રહ છોડાવશે. તમારી માન્યતાઓ, દુરાગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ અને સાંપ્રદાયિક આગ્રહ છોડાવીને કુવામાંથી બહાર લાવશે. સદ્દગુરુ જીવને બહાર લાવવા કુવામાં પ્રેમરૂપી દોરડું નાખે છે, પરંતુ આ કહે છે, ના અમે માનને જ પકડીશું, તમારા પ્રેમને નહિ પકડીએ. સદ્ગુરુની દુરાગ્રહ મતાગ્રહછેદકવાણી સાંભળી અનુકૂળ થઈ ચાલવાને બદલે અવળી રીતે ચાલે છે, અર્થાત્ હિતકારી વાણીને તે ગ્રહણ કરતો નથી. પોતે ખરેખરો દઢ મુમુક્ષુ છે, એવું માન તેને પોષવું છે. આવું માન સદ્ગુરુ પાસે પોષાતું નથી. એ તો કહેશે મારે આત્માની કે પરમાર્થની વાત કરવી નથી, પણ માન પોષો તેની વાત કરવી છે. એ તો અસરુની સમીપ જઈ, પોતાના માનને પોષી, દુરાગ્રહ દઢ કરી, હાથમાં આવેલી For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ પ્રવચન ક્રમાંક - ૨૪, ગાથા ક્રમાંક - ૨૬, ૨૭ અણમોલ તક પોતે ખોઈ બેસે છે. સાચાં સદગુરુ મળ્યાં હોય પણ તેની પ્રત્યે લક્ષ ન આપ્યું. સદ્ગુરુને શોધવા એ સો માઈલ છેટો જાય, પણ પાડોશમાં જ હોય છતાં નજર ન નાખે. કારણ કે ત્યાં તેને માન નથી મળતું. જીવમાં એક માનની ભૂખ છે અને બીજી પ્રેમની ભૂખ છે. સદ્દગુરુ પ્રેમનાં સાગરમાં ડૂબાડી દેશે, અને અસદ્ગુરુ માનનાં હળાહળ ઝેરમાં ડૂબાડી દેશે. શેમાં ડૂબવું છે, તે તમે નક્કી કરજો. “પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ. અહીં એક શબ્દ ખૂટતો હતો, અસદ્ગુરુને માને એમ નહિ, તેને સ્વીકારે તેમ નહિ, પણ અસદ્ગુરુને દઢ કરે. આ જીવની અવળાઈ તો જુઓ. પાછો કહેશે કે મોક્ષ મળવો દુર્લભ છે, સદ્ગુરુ અને જ્ઞાની મળવાં દુર્લભ છે. અરે ! સવળો તું થા. બધું તૈયાર છે. સદૂગુરુને દઢ કરવા જોઈએ, તેમનો સ્વીકાર કરવો જોઈએ. સદ્ગુરુનાં ચરણોમાં નમી જવું જોઈએ. પરંતુ આ તો સમર્પણ કરવાને બદલે અસદ્દગુરુને દઢ કરે છે. શેના માટે? “નિજ માનાર્થે', આત્માર્થે નહિ. તેને કોઈ અસદ્ગુરુ કહેશે કે, ભાઈ ! તારા જેવો ધાર્મિક માણસ બીજો કોઈ નથી.” બસ, તેને એમ લાગે છે કે આ જ ખરા ગુરુ છે. તમે એમ ન કહેશો કે અવસર મળ્યો નથી અથવા તક મળી જ નથી. અનંતકાળનાં સંસારમાં અનેકવાર સદ્ગુરુ મળ્યાં છે, પણ ધક્કો મારી તમે નીકળી ગયા છો. ત્યાં “નિજ માનાર્થે મુખ્ય” એટલે જીવે પોતાનું માન પોષવા પ્રયત્ન કર્યો છે. પરમકૃપાળુદેવને આગળ વાત કરતાં પહેલાં એક સૂચના-ચેતવણી આપવા જેવું લાગ્યું. આ તક વારંવાર ખોઈ નાખો છો, તેના માટે જાગૃતિ આપવા જેવું લાગ્યું તેથી આ ગાથા કહી. ગાથાનું સ્વરૂપ શું બન્યું? પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં', યોગ થયો, પ્રાપ્તિ થઈ, સંયોગ થયો, સંબંધ થયો પણ દૃષ્ટિ વિમુખ થઈ. દૃષ્ટિ બહુ મઝાનો શબ્દ છે. તેના બે અર્થ છે. એક તો તેમની સામે નજર જવી અને બીજો અર્થ છે, તેમનાં હૃદયમાં આપણો પ્રવેશ થવો. મહાભારતમાં મહર્ષિ વ્યાસે કહ્યું કે ધર્મનું તત્ત્વ શાસ્ત્રમાં નથી, સ્મૃતિઓમાં નથી, વાદ વિવાદમાં નથી, શબ્દોમાં નથી. ધર્મચતત્ત્વવિદિત પુછાયા', ધર્મનું તત્ત્વ જ્ઞાની પુરુષના હૃદયમાં છે, અને ત્યાં પહોંચવાનો રસ્તો માન, સત્તા, પૈસો કે બુદ્ધિ નથી પણ ત્યાં પહોંચવાનો રસ્તો પ્રેમ છે. પ્રેમની વાટે સદ્ગુરુનાં હૃદયમાં પહોંચી જવાશે. સદ્ગુરુ પ્રેમને મૂલ્ય આપે છે. બીજાને મૂલ્ય આપતાં નથી. આવું પ્રેમનું મૂલ્ય જેને આપતાં આવડતું નથી તે વિમુખ દષ્ટિ કરીને અસગુરુને દઢ કરે છે. આમ થતું હોવાથી આ જીવે વારંવાર અવસર ખોયો છે. દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિ નિદાન. (૨૭) For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૭૫ ટીકા દેવ-નરકાદિ ગતિના ‘ભાંગા' આદિનાં સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થ હેતુથી કહ્યાં છે, તે હેતુને જાણ્યો નથી, અને તે ભંગજાળને શ્રુતજ્ઞાન જે સમજે છે, તથા પોતાના મતનો, વેષનો આગ્રહ રાખવામાં જ મુક્તિનો હેતુ માને છે. (૨૭) - વારંવાર હું ધ્યાન દોરું છું, તમે ગેરસમજ ન કરશો. તીર્થંકરદેવોના અતિશયો સાચો છે. સમવસરણનું જે વર્ણન કર્યું છે તે સાચું છે, પરંતુ તીર્થંકરદેવો તો વીતરાગદશામાં છે. એમની વીતરાગ દશા તરફ ધ્યાન દોરવું છે. તીર્થંકર દેવની સ્તુતિ, વર્ણન બે પ્રકારથી કરવામાં આવે છે. એક નિશ્ચય સ્તુતિ, અને એક વ્યવહાર સ્તુતિ. તમારું શરીર આવું છે, તમારી ઊંચાઈ આવી છે, પુણ્ય આવું છે, તમારો જન્મ થાય એટલે ૬૪ ઈન્દ્રો આવીને મેરૂ પર્વત ઉપર લઈ જઈ અભિષેક કરે છે, કરોડો દેવતાઓ નૃત્ય કરે છે. એ વર્ણન સાચું છે પણ તે વ્યવહાર વર્ણન છે. નિશ્ચયનય કહે છે કે અમારા તીર્થંકર પરમાત્મા તો જિતમોહ અને જિતરાગ છે, જિતષ છે, જિતકષાય અને જિતેન્દ્રિય છે. અમારું ધ્યાન તે તરફ જાય છે. એમનામાંથી પ્રાપ્ત કરવા જેવું જો કંઈ હોય તો વીતરાગતા છે, એમનું સમવસરણ નહિ, રિદ્ધિ કે સિદ્ધિ નહિ, સોનાના કમળ ઉપર ચાલે છે તે નહિ. દુંદુભિ નાદ થાય છે, અશોકવૃક્ષની રચના થાય છે, પુષ્પવૃષ્ટિ થાય છે, એ ભલે થાય. પરંતુ આપ વીતરાગ છો, તે અમને ગમે છે. તે પ્રભુ ! આપ વીતરાગ છો. એક અંશ પણ આપને રાગ નથી. ચોસઠ ઈન્દ્રો માથું ઝૂકાવે છે, છતાં કોઈને કહેવા ગયાં નથી કે ચોસઠ ઈદ્રો આવ્યાં હતાં. આપણે તો છાપામાં છપાવીએ કે રાષ્ટ્રપતિ આવેલાં, અને અમે હાથમાં હાથ મિલાવ્યો. હે પ્રભુ ! તમારી વીતરાગતા અદ્ભુત છે, તમે મોહ, રાગ અને દ્વેષને જીત્યાં તે અદ્ભુત છે. બાહ્ય વૈભવ તો માયાવી જાદુગરને પણ હોય, પરંતુ વીતરાગતા તમારા પુરુષાર્થ વગર ન હોય. હે પરમાત્મા ! અમે તમારા ચરણોમાં, તમારી વીતરાગ દશા હોવાને કારણે વંદન કરીએ છીએ. આ નિશ્ચય સ્તુતિ થઈ. સમયસારજીમાં તથા અધ્યાત્મસારમાં કહ્યું છે કે નગરાદિનું વર્ણન કરવાથી રાજાનું વર્ણન થતું નથી. નગરનું વર્ણન તે નગરનું વર્ણન છે, અને શૌર્ય, ગાંભીર્ય, ધર્યાદિ ગુણોનું વર્ણન તે રાજાનું વર્ણન છે. બહારના દેખાવથી અંદરના સ્વભાવનું વર્ણન ન થાય. આ વાત જેમ તીર્થંકર પરમાત્મા વિષે છે, તેમ સશાસ્ત્રો વિષે પણ છે. સશાસ્ત્રો અનિવાર્ય છે, સાધક માટે આધાર છે. વીર વિજયજી મહારાજે કહ્યું કે, વિષમકાળ જિનબિંબ જિનાગમ, ભવિણકુ આધારા, જિગંદા તેરી અખિયનમેં અવિકારા. હે પ્રભુ! આ વિષમકાળમાં બે જ આધાર છે એક જિનબિંબ અને બીજું જિન આગમ. For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ પ્રવચન ક્રમાંક - ૨૪, ગાથા ક્રમાંક - ૨૬, ૨૭ તમારું પ્રતીક (તમારી મૂર્તિ) અને તમારા કહેલાં શાસ્ત્રો, સિદ્ધાંતો એ આધાર છે. - સશાસ્ત્ર એ આધાર છે. સતુ શાસ્ત્રોમાં જાતજાતનાં વર્ણનો આવે. ભૂગોળનું વર્ણન, સમુદ્રનું વર્ણન, પર્વતોનું, નારકીઓનું, દેવોનું વર્ણન આવે, જુદા જુદા ભાંગાઓનું વર્ણન આવે. પરંતુ સાધકે તેમાંથી શું લેવા જેવું છે? આવો વિવેક સાધક પાસે જોઈએ. એક ઠેકાણે પરમકૃપાળુદેવે કહ્યું છે, વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસમૂળ, ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ. પરમકૃપાળુદેવની કહેવાની એક ખૂબી છે. વચન એ જ અમૃત, તીર્થકરની વાણી એ જ અમૃત. વચનામૃત-તો કોનું વચન? વીતરાગનું વચન. એ કેવું છે? તો અમૃત જેવું. વચનામૃત વીતરાગનાં-એ કેવા છે? એ પરમશાંતરસનું મૂળ છે. જગતમાં ઘણાં રસ છે. સૌથી ઉત્તમ રસ પરમ શાંત રસ છે. પરમાત્માનાં વચન, વીતરાગનાં વચન પરમ શાંત રસનાં મૂળ છે અને તે ઔષધ પણ છે, તે રોગ મટાડે છે. કયો રોગ? ભવનો રોગ. વારે વારે જનમવું અને વારે વારે મરવું તેને કહેવાય છે ભવરોગ. ભવ એટલે થવું. વારે વારે થવું. શંકરાચાર્યજીએ કહ્યું છે. 'पुनरपि जननं, पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनम्, पुनरपि, पुनरपि।' ફરી જનમવું, ફરી મરવું અને ફરી ફરી માતાના ગર્ભમાં જવું. ભવ એટલે થવું, જનમવું, કર્મ જ્યાં લઈ જાય ત્યાં જન્મ લેવો. વારંવાર જનમવું અને મરવું, આ ભવરોગ મોટામાં મોટો રોગ છે અને તે અનંતકાળથી છે. આ રોગ દૂર કરવાનું ઔષધ તે વીતરાગ પરમાત્માના વચનો છે. વચનામૃત વીતરાગનાંપરમ શાંતરસમૂળ.” શાંતિ, પરમ શાંતિ જોઈએ છેને? વીતરાગ પરમાત્માનું એકાદ વચન તમે લઈને બેસજો. પરમ શાંતિ મળશે. કોઈએ ગુસ્સો કર્યો, કોઈએ ગાળ આપી, કોઈએ અપમાન કર્યું, તો પરમાત્મા એક વચનમાં કહે છે કે તેણે ભલે ગાળ આપી કે ગુસ્સો કર્યો, માન ન આપ્યું, પણ હે જીવ! તું મુંઝાઈશ નહિ, અકળાઈશ નહિ, તેમાં કશું તાજું બગડતું નથી. આ વચનથી તને શાંતિ મળશે. ડૉક્ટર ઈજેકશન આપશે તેમાં શાંતિ નહિ મળે. મેડિકલ સ્ટોરમાં એવી કોઈ ગોળીઓ નથી કે તમે એક ગોળી ગળી જાવ અને તમને શાંતિ મળે. જો આ ભવરોગનું ઔષધ લેશો તો મોટું કામ થઈ જશે. સંસાર તે રોગ, જનમવું અને મરવું તે રોગ, પણ વીતરાગના વચન તે રોગનું ઔષધ છે. પણ સાહેબ! એક વાત કરવા દો, એ ઔષધ ખરું, અમૃત ખરું, પરંતુ કાયર માટે નહિ. કાયરને એ પ્રતિકૂળ છે, કેમકે તે વચનો સ્વીકારવા તૈયાર નથી. For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૭૭ શાસ્ત્રો આધાર છે. વિષમકાળમાં શાસ્ત્રોની અનિવાર્યતા છે, પણ મતાર્થીઓની શાસ્ત્રોને જોવાની દૃષ્ટિ જુદી છે, તે વાત જ્ઞાની પુરુષોને સ્પષ્ટ કરવી છે. એમ કહ્યું કે ચર્મચક્ષુઓ બધાને છે. દેવોને અવધિજ્ઞાન છે તે ચક્ષુ છે. અને સિદ્ધોને કેવળજ્ઞાન ચક્ષુ છે. તેના દ્વારા તેઓ જુએ છે. આપણી પાસે ચામડાની આંખો છે. પરંતુ સિદ્ધાંતોને જોવાં હોય, અતીન્દ્રિય તત્ત્વને જોવું હોય, આત્મા વિષે માહિતી કે અણસાર મેળવવો હોય તો ક્યાંથી મળશે? તો શાસ્ત્રરૂપી ચક્ષુ દ્વારા મળશે. શાસ્ત્રો સાધક માટે ચક્ષુ છે. શાસ્ત્રથી તે પોતાનો વ્યવહાર નિયંત્રિત કરે છે. એટલા માટે કહ્યું કે “આત્માદિ અસ્તિત્વનાં જેહનિરૂપક શાસ્ત્ર.” આ ગાથા વિચારી ગયાં છીએ. આત્માનાં અસ્તિત્વની વાત જેમાં કહી હોય તે શાસ્ત્રો નિરંતર, મતાંતરનો ત્યાગ કરી વિચારવાં. અથવા સદ્ગુરુએ જે કહ્યાં તે શાસ્ત્રોનું અવગાહન કરવું. શાસ્ત્ર સાધક માટે આંખ છે. સદ્ગુરુ અથવા શાસ્ત્રો પાસેથી માહિતી મળશે. શાસ્ત્ર માટે બીજી વાત કરી છે, शासनात् त्राणशक्तेश्च, बुधैः शास्त्रं निरुच्यते । વનં વનર/ચ, તત્ત્વ નાચેચ રુવિત્ II (જ્ઞાનસાર અષ્ટક ૨૪/૩) આ યશોવિજયજી મહારાજની અભુત ગાથા છે. પંડિતો શાસ્ત્ર શબ્દની વ્યુત્પત્તિ કરતાં કહે છે કે શાસ્ એટલે જે હિત શિખવે ને ત્ર એટલે નિર્દોષ રક્ષણ કરવાની શક્તિ ધરાવે તેનું નામ શાસ્ત્ર. તું ક્રોધ કરીશ નહિ, તું અહંકાર કરીશ નહિ, દુરાચાર સેવીશ નહિ, તું પાપ કરીશ નહિ વિગેરે, હિત શિક્ષા આપીને સંસારથી આત્માનું રક્ષણ કરે છે તેથી તેને કહેવાય છે. શાસ્ત્ર. શાસ્ત્ર એટલે પુસ્તક કે ગ્રંથ નહિ, શાસ્ત્ર એટલે લખેલાં પાનાં નહિ. આ કાર્યકારી પરિબળ છે, અને હિતશિક્ષા આપીને સંસારથી આત્માનું રક્ષણ કરે છે, તેથી દશવૈકાલિકમાં કહ્યું છે કે જ્ઞાની પુરુષ પાસે જઈને શાસ્ત્રોનું શ્રવણ કરે છે કે કલ્યાણ-સંયમ શેમાં છે ? દુષ્કર્મી-પાપ-અસંયમ શામાં છે? એ જાણે છે અને કલ્યાણને આચરે છે ને પાપથી બચે છે, તે કાર્ય શાસ્ત્ર કરે છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે પ્રત્યક્ષ સગુનો યોગ પ્રાપ્ત થાય તો અભુત વાત છે, અપૂર્વ વાત છે, પરંતુ શાસ્ત્રોમાં જે આજ્ઞા કરી છે તેનું પણ પાલન જીવે પહેલાં કરવું જોઈએ, કેમ કે એ રીતે જીવની પૂર્વ તૈયારી થાય છે. અહિંસાથી, સત્યથી, સદાચારથી, નીતિથી, પરોપકારથી, સ્વાધ્યાયથી, શાસ્ત્ર વાંચનથી, તત્ત્વ ચિંતનથી, મંત્રજાપ કરવાથી, નવકાર ગણવાથી, આવી અનેક શાસ્ત્રની આજ્ઞા પાળવાથી જીવ તૈયાર થાય છે. જીવની બરાબર તૈયારી થઈ હોય, અને સદ્ગુરુ આવી જાય તો કામ થઈ જાય. ખેતર ખેડી રાખ્યું હોય, વાડ તૈયાર કરી હોય અને પછી અચાનક વરસાદ આવે તો ખેતરમાં ઊગતાં For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પ્રવચન ક્રમાંક - ૨૪, ગાથા ક્રમાંક - ૨૬, ૨૭ વાર ન લાગે. આ જીવ તો એમ કહે છે કે “આકાશમાં વાદળાં ચડે, વરસાદ થાય પછી હું ખેડવા જાઉં, પછી વાડ કરું, પછી બિયારણ લાવું અને વાવણી કરું.' અરે ! પછી તને ટાઈમ ક્યાંથી મળશે. ગંગાસતીએ કહ્યું છે કે “વીજળીનાં ચમકારે મોતી પરોવો, પાનબાઈ !” વીજળીનાં ચમકારે મોતી પરોવવું એમાં કાંઈ સમજાય છે ? વીજળીના ચમકારે મોતી પરોવવું છે, કેટલી તૈયારી જોઈએ? કેટલી એકાગ્રતા જોઈએ? એવો વિચાર કરે કે આકાશમાં ગડગડાટ થાય, વાદળાં આવે, વીજળીનો ચમકાર થાય પછી દોરો શોધવા જાઉં, પછી સોય શોધવા જાઉં. અરે ભલા માણસ ! વીજળી એટલો સમય નહિ રહે. વીજળીના ચમકારે મોતી પરોવો, આમાં જેમ જાગૃતિ રહે છે, તેમ શ્વાસે શ્વાસે પરમાર્થની પ્રાપ્તિ કરવી છે, એવી જાગૃતિ જીવમાં જોઈએ. તૈયારી કરી રાખો, સદ્ગુરુ આવશે. ‘વો જરુર જાયે” તૈયારી કરેલી હશે, તો કામ થશે. જેમ ઘેર તમે આવવાના હો અને રસોઈ તૈયાર હોય અને તુરત જ પીરસી દે તો કેવું લાગે ? અને ભૂખ્યા હો પછી પૂછો કે કેટલી વાર છે? તો કહેશે કે હજુ ચૂલો જ પેટાવ્યો નથી, તો કેવા ભડકી જાવ? - જીવને એમ થવું જોઈએ કે સતપુરુષ આવ્યાં પહેલાં મારા જીવનરૂપી ખેતરને તૈયાર કરી દઉં. સપુરુષ આવીને ગયા, કેમ ગયા? તો કહે કે ખેતર તૈયાર ન હતું. એટલા માટે અમે કહીએ છીએ કે શાસ્ત્ર તમને તૈયાર કરે છે. શાસ્ત્ર એમ કહે છે કે ધર્મ કરજો. સતકર્મ કરજો, પાપ ન કરશો, હિંસા અને ચોરી ન કરશો, અસત્ય ન બોલશો. આ બધી શાસ્ત્રની આજ્ઞા છે. “ન વર્તવ્યમત: પાપ, વર્તવ્યો ઘર્મસંg: I’ તું પાપ કરીશ નહિ, દુષ્કર્મો કરીશ નહિ. શા માટે? જીવને તૈયાર કરવા માટે. બીજી વાત સમજી લેજો. શાસ્ત્રની વાત આવે ત્યારે તમને યાદ આવે કે ન આવે પણ જ્ઞાનીઓની યાદ આવે છે કે આ શાસ્ત્રો કોણે કહ્યાં? એ કહેનાર વીતરાગ પુરુષ. તો વાયા મીડિયા, એટલે શાસ્ત્રો દ્વારા તમે કોની પાસે પહોંચો છો? આ લાઈવ ચેનલ ! આ મીડિયા ખ્યાલમાં આવ્યો? તમે જ્યારે શાસ્ત્રો વાંચો છો ત્યારે પ્રશ્ન થાય છે કે આ કોણે કહેલાં શાસ્ત્રો છે? આનો કહેનાર કોણ છે? શ્રીમદ્જીએ કહ્યું છે કે, તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું. આ સંકેત કર્યો છે કે શાસ્ત્ર દ્વારા તમે કોની પાસે પહોંચો છો? તમે વીતરાગ પુરુષ પાસે પહોંચો છો, માટે ઉપદેશક ક્યારેય એમ ન કહે કે અમે કહીએ છીએ. ઉપદેશક હંમેશા વીતરાગ પુરુષને આગળ કરે, પોતાની જાતને આગળ ન કરે. કહેનાર તો ચૌદ For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૭૯ ભુવનનો ધણી છે, વીતરાગ પરમાત્મા, સર્વજ્ઞ પરમાત્મા, મોહમુક્ત પરમાત્મા છે. એમને આગળ કરજો, એમનો પુરસ્કાર કરજો. પોતાની જાતને આગળ ન કરશો, પોતાની જાતને ગૌણ કરજો, ભૂંસી નાખજો, અને કહેજો કે આ વીતરાગ પરમાત્માએ કહ્યું છે. શાસ્ત્રને જે આગળ કરે છે તેને વીતરાગ પુરુષ સાથે સંબંધ થાય છે, તેમનું જોડાણ થાય છે અને વીતરાગ પુરુષને જે આગળ કરે છે તેને ભક્તિની પ્રાપ્તિ થાય છે. આ ભક્તિને આવવાનો રસ્તો તે શાસ્ત્ર છે. વીતરાગ પુરુષ પ્રત્યે પ્રેમ પ્રગટ થાય અને તે પ્રેમ ભક્તિમાં પરિણમે, તેના માટે શાસ્ત્રો અત્યંત ઉપકારી છે. બીજી મહત્ત્વની વાત શાસ્ત્રોને કહેવી છે કે તમને જે પ્રત્યક્ષ દેખાય છે કે આ ખુરશી છે, ટી.વી. છે, માણસો છે વિગેરે. ઘરમાં જાવતો બધી વસ્તુઓ આંખોથી દેખાય, ઈન્દ્રિયોથી ખબર પડે તે પ્રત્યક્ષ છે. પણ ઈન્દ્રિયોની પેલી પાર જે છે, તે અનુભવ ગોચર છે. અનુભવ ગોચર વસ્તુ , જાણવો એહીરે ઈલાજ, કહન સુનનકો કછુ નહિ પ્યારે, આનંદધન મહારાજ, નિશાની કહા બતાઉં! જે નજરે દેખાય તે તમે આંખો વડે જોઈ શકશો, આંખથી ન દેખાય તેવું ઝીણું લેબોરેટરીમાં જોઈ શકશો. વિજ્ઞાન તમને સામગ્રી આપશે, પરંતુ જે ઈન્દ્રિયોથી પર છે, એવું અતીન્દ્રિય આત્મતત્ત્વ તમે શેનાથી જોશો? તમને શેનાથી સંકેત અને માહિતી મળશે? એ અદષ્ટમાં પ્રવેશ કરવાનું દ્વાર સશાસ્ત્ર છે. માટે કહ્યું કે જે જોયું નથી તેને જોવા જાય, અને તેની પાસે શાસ્ત્રરૂપી દિવો ન હોય તો હાથમાં કંઈ જ ન આવે, અને પરમાર્થ તત્ત્વનો નિશ્ચય થઈ શકે નહિ. ફરી આ વાતને સમજી લઈએ, અદૃષ્ટ એટલે ઈન્દ્રિયોની પેલી પાર રહેલ આત્મા. આપણે આત્મા જોયો છે? કેટલાં વર્ષોથી આત્માની વાત થાય છે. તમે પહેલાં નાનપણમાં ઉપાશ્રયમાં ગયા હશો, અને સાધુ મહારાજે કહ્યું પણ હશે કે ભાઈ ! આત્માનું કલ્યાણ કરો. આત્મા શું? કોનો આત્મા ? કેવો આત્મા? આત્માનું ચિત્ર સ્પષ્ટ થયું નથી, એને જોયો નથી, જાણ્યો નથી. હજુ ગડબડ છે. પરંતુ આત્મા નામનો શબ્દ તમારા કાન ઉપર આવ્યો, તેને લાવવાનો યશ શાસ્ત્રોને મળે છે. “આત્મા છે. કર્મ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે. નિશ્ચય-વ્યવહાર, નિમિત્ત-ઉપાદાન છે. લેગ્યા છે. આઠ કર્મો છે, તેની ૧૪૮ પ્રકૃતિઓ છે.” આ બધું તમને કોણે કહ્યું? શાસ્ત્રો વાંચીને તમે કહેવા લાગ્યાં. આ કાંઈ તમારી મૂડી નથી. આ મૂડી તો શાસ્ત્રોની છે. બેંકમાં કોઈનાં ખાતામાં લાખો રૂપિયા હોય તો તેમાં તમારે શું લેવા દેવા? ખાતું કોઈનું અને પૈસા તમારા કેવી રીતે કહેવાય? આ For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પ્રવચન ક્રમાંક - ૨૪, ગાથા ક્રમાંક - ૨૬, ૨૭ શાસ્ત્રના ખાતામાં ઉપદેશ છે. તું શેનો ડાહ્યો થાય છે ? આ સંકેત શાસ્ત્રોએ આપ્યો છે. આ શાસ્ત્રો પરમ ઉપકારી છે. પ્રત્યક્ષ સદ્ગુરુ ન મળે ત્યાં સુધી આ શાસ્ત્રો પરમ આધાર છે. એટલા માટે શાસ્ત્રની ભક્તિ કરવાનું કહ્યું છે. પ્રત્યક્ષ સદ્ગુરુ મળે તેની તો વાત જ ન થાય, પણ નથી મળ્યાં ત્યાં સુધીમાં શાસ્ત્રોનો મોટો આધાર છે. આપણે ત્યાં નિયમ છે કે પુસ્તકને નીચે ન મૂકાય, પગ ન લગાડાય, દોષ લાગે. પુસ્તકને તો માથે મૂકી નચાય. ભગવાન મહાવીર ન હોત, ગણધર ગૌતમ ન હોત અને ૪૫ આગમો ન હોત, જો કુંદકુંદાચાર્યજી ન હોત અને સમયસાર ન હોત, પરમકૃપાળુદેવ ન હોત, અને આત્મસિદ્ધિ ન હોત તો તમે શું કરત ? તમે જાણકારી અને જ્ઞાન ક્યાંથી મેળવત ? આ બધું તેમની પાસેથી મળ્યું. આ સમજ અને જાણકારીનો આધાર શાસ્ત્ર છે. અદૃષ્ટ એટલે ઈન્દ્રિયો અને મનની પેલી પાર રહેલું જે પરમ તત્ત્વ છે, તેને શોધવા જવું હોય તો શાસ્ત્ર રૂપી દિવા સિવાય જડે તેમ નથી. છેલ્લી વાત, ગમે તેટલું શુભ આચરણ કરે, તપ કરે, જપ કરે, ભક્તિ કરે પણ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે જો ન કરે તો એ માથું કાપી પાઘડી બાંધવા જેવું કહેવાય. પોતે બધું કરે પણ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ન કરે તો ફાયદો નથી. શાસ્ત્ર તો પરમ ઉપકારી છે પણ શાસ્ત્રને સમજવામાં ઘણી ભૂલો કરે છે. શું ભૂલ કરે છે ? ન દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિ નિદાન. શાસ્ત્ર ખજાનો છે, શાસ્ત્ર આધાર છે પણ શાસ્ત્રને સમજવામાં જીવ કેવી ભૂલ કરે છે તે હવે સમજીશું. પહેલાં ભૂલ સુધારો પછી સરવાળો કરો, નહિ તો મેળ નહિ મળે. ક્યાંક ભૂલ આવશે. રોજમેળ જોયા જ કરો અને માથું ખંજવાળ્યા કરો. તમારો મેળ નહિ પડે. પહેલાં ભૂલ સુધારવી પડશે. શાસ્ત્રોમાંથી શું સમજવાનું ? શાસ્ત્રો શેના માટે છે ? ‘આ શાસ્ત્ર સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવાં નિર્મળો.' એક વાતમાં બધી વાત આવી ગઈ. દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિ નિદાન. આ અદ્ભુત ગાથા બીજા પ્રવચનમાં ફરી વિચારીશું. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૮૧ પ્રવચન ક્રમાંક - ૨૫ ગાથા ક્રમાંક - ૨૦ શાસ્ત્ર સંબંધી ભૂલ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માનેનિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન. (૨૭) અત્યંત ગંભીર, મહત્ત્વની, મૂલ્યવાન અપૂર્વ અને સાંભળવા ન મળે તેવી દુર્લભ વાત છે, આવો ભાવ રાખી, વચમાં કંઈ પણ વિકલ્પ કર્યા વગર શાંત બનીને, જાગૃત રહીને આ જે ગાથા છે, તેને સમજવા પૂરો પ્રયત્ન કરીએ. સમગ્ર ચર્ચા એકી સાથે પૂરી થશે. ટુકડે ટુકડે નહિ થાય. સમગ્રતામાં વસ્તુને સમજી લેવામાં જાગૃત રહેજો. સાધક માટે સશાસ્ત્રો પરમ આધાર છે. “આત્માદિ અસ્તિત્વનાં જેહનિરૂપકશાસ્ત્ર', એટલે જે શાસ્ત્રોમાં આત્માદિ તત્ત્વો જે શરીરથી, મનથી કે બુદ્ધિથી પકડાતા નથી, વિચારથી પકડાતાં નથી, જે બધાથી પેલે પાર છે, એવા અતીન્દ્રિય તત્ત્વનું નિરૂપણ જેમાં કરવામાં આવ્યું હોય તેને અધ્યાત્મ શાસ્ત્ર કહેવાય. શાસ્ત્ર ઘણાં પ્રકારનાં છે. વૈદક શાસ્ત્ર, શૃંગાર શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, વિજ્ઞાન શાસ્ત્ર, ગણિત શાસ્ત્ર, પરંતુ આ અધ્યાત્મનું શાસ્ત્ર છે. અધિ+આત્મા એટલે જેમાં આત્મતત્ત્વ મુખ્ય છે, જેમાં ચેતના મુખ્ય છે, અને કેન્દ્રમાં રાખીને આજુબાજુમાં જે શબ્દની ગૂંથણી થઈ છે અને અતીન્દ્રિય સૃષ્ટિમાં પ્રવેશ કરવાનું જે દ્વાર છે, તે અધ્યાત્મ શાસ્ત્ર છે. પ્રત્યક્ષ સદ્ગુરુ એ જીવંત શાસ્ત્ર છે, તેઓ હાજર હોય તો કોઈ પણ શાસ્ત્રની જરૂર નથી. જો પ્રત્યક્ષ સદ્ગુરુ હાજર ન હોય તો આ શાસ્ત્રોનો નંબર બીજો છે. પ્રત્યક્ષ સદ્ગુરુની ગેરહાજરીમાં આ શાસ્ત્રો સાધક માટે આધારરૂપ બને છે. આ એક વાત થઈ. બીજી વાત, ગમે તે શાસ્ત્રો તમે ન લો. જો તમારી વ્યવહારનયની ભૂમિકા હોય અને તમે નિશ્ચયનયનાં શાસ્ત્રો વાંચો તો વિપરીત પરિણામ આવશે. દ્રવ્યાનુયોગની યોગ્યતા હોય અને ગણિતાનુયોગનું વાંચન કરો તો વિપરીત પરિણામ આવશે. જે ભૂમિકા ઉપર વ્યક્તિ છે ત્યાં તેણે યોગ્ય શાસ્ત્રની જરૂર છે. જે શાસ્ત્ર અને જે ઉપાય સાધકને બતાવવામાં આવે તે પ્રમાણે તેણે કરવું. મેડીકલ સ્ટોરમાં કોઈ દર્દી જઈને કહે કે “આ ગોળીનું પેકીંગ બહુ સારું છે, અને તે આપો.” મેડીકલ સ્ટોરવાળો નહિ આપે. એ પહેલાં પૂછશે કે પ્રીસ્ક્રીપ્શન For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પ્રવચન ક્રમાંક - ૨૫, ગાથા ક્રમાંક - ૨૭ છે? ડૉક્ટરે શું લખી આપ્યું છે તે બતાવો. જે તમારું દર્દ હોય, તેને શામક દવા હોવી જોઈએ. જ્ઞાની પુરુષ કહે છે, તમે પોતાની જાતે નક્કી ન કરશો, હજુ નક્કી કરવાની વાર છે, કારણ કે હજુ આંતરિક શુદ્ધિ નથી, તટસ્થતા નથી, આંતરિક બળ પણ નથી, ચેતનાની અને મનની શુદ્ધિ નથી, પૂર્વગ્રહો છે, મતો અને માન્યતાઓ છે, તેથી જરા ધીરજ રાખી વિચારો, અને સદ્ગુરુએ જે અવગાહન કરવાનું કહ્યું છે તે કરો. સાધક માટે બે આધાર. (૧) સદ્ભુત અને (૨) સત્પુરુષ. શાસ્ત્રમાં કહ્યું છે કે ઉપ૨ના ગુણસ્થાનકે જેને આરોહણ કરવું છે તે સાધક માટે સદ્ભુત અને સત્પુરુષ આધારરૂપ છે. આ અદ્ભુત વાત છે. આપણને થોડું વાંચ્યા પછી એમ થાય છે કે બધું જાણી લીધું પણ એ આપણો ભ્રમ છે. સાધકની અને મુમુક્ષુની મહામૂલી મૂડી જો કોઈ હોય તો સત્શાસ્ત્રો છે. મહાપુરુષોએ કહ્યું છે કે, તમે તમારા ઘરમાં ઘરેણાં વસાવી ન શકો તો ચાલશે, મોંઘુ ફર્નિચર વસાવી ન શકો તો ચાલશે, પરંતુ તમને જાગૃતિ આપે તેવા શાસ્ત્રો અચૂક તમારાં ઘરમાં રાખજો. એ તમારો દીવો છે, એ તમારો પ્રકાશ છે. એ તમારો બોધ અને એ તમારી ચેતવણી છે, અને તમને જાગૃતિ આપનાર છે, એટલા માટે એમ કહ્યું કે એકાદ વખત ખાવા ન મળે તો ચલાવી લેજો, ઊંઘ ન થાય તો ચલાવી લેજો, પણ સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરશો, કારણ કે સાધકની સૌથી મોટી મૂડી સ્વાધ્યાય છે. પ્રાચીનકાળમાં ગુરુકુળમાં ૨૫ વર્ષ સુધી છોકરાઓ રહેતાં હતાં અને ૨૫ વર્ષે અધ્યયન પૂરું થાય પછી ઘેર જતાં હતાં. જનારનાં આંખમાં પણ આંસુ હોય અને વિદાય આપનારનાં આંખમાં પણ આંસુ હોય. ઋષિઓ ગુરુ હતાં અને તેઓ અધ્યયન કરાવતાં હતાં. હવે તેઓ જઈ રહ્યા છે ત્યારે તેમના આચાર્યો-સદ્ગુરુ કહે છે કે અમારામાં જે કંઈ સારું જોયું હોય તેનું આચરણ કરજો, નબળું જોયું હોય તે અહીં મૂકી જજો. તમે જ્યાં જાઓ છો ત્યાં ગૃહસ્થ બનશો, માતા, પિતા અને આચાર્યોને પૂજ્ય માનજો, પણ સાથે એક વાત ખ્યાલમાં રાખજો કે કદાચ ખોરાક ન મળે તો ચલાવી લેજો; ઊંઘવા ન મળે તો ન ઊંધજો પણ સ્વાધ્યાય કરવામાં પ્રમાદ કરશો નહિ. સાધનાનો બગીચો ખીલવવા સ્વાધ્યાય એ પાણી છે, અને તેના દ્વારા બગીચો ખીલે તે આપણી મૂડી છે. સત્શાસ્ત્રનો શ્રેષ્ઠતમ ઉપયોગ સમ્યક્ પ્રકારે સાધના કરવી, સમ્યક્ પ્રકારે ઉપાસના કરવી તે છે. ધ્યાન કરવું છે, રાગદ્વેષ જીતવા છે, કર્મો ક્ષય કરવા છે, મોક્ષને પ્રાપ્ત કરવો છે, આ સંબંધી તમામ વિગતોની માહિતી તમને શાસ્ત્રોમાંથી મળશે. માર્ગાનુસારીથી પ્રારંભ થાય છે, સમ્યગ્દર્શન પહેલાંની ભૂમિકા માર્ગાનુસારીની છે, તેમાં પ્રથમ ગુણ ન્યાયસંપન્ન વૈભવ છે. ઈન્દ્રિયો ઉપર કાબૂ, કૃતજ્ઞતા અને ઉદારતા, આવા સદ્ગુણો પ્રાપ્ત For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૮૩ કરીને જે માર્ગે ચડ્યો છે-રસ્તે ચડ્યો છે, જે માર્ગને અનુસરે છે અને અસંગ્રહનો વિજય કરીને તત્ત્વને અનુસરનારી બુદ્ધિ જેણે પ્રાપ્ત કરી છે તેને કહેવાય છે. માર્ગાનુસારી. આ માર્ગાનુસારીથી માંડીને ક્ષીણમોહ સુધીની યાત્રા સાધકે કરવાની છે. તેનો નકશો શાસ્ત્રમાં આજે પણ સ્પષ્ટ છે. અપુનબંધક, સમ્યગદૃષ્ટિ, ગૃહસ્થ જીવન, મુનિનું જીવન, સાતમું ગુણસ્થાન, આઠમું ગુણસ્થાન અને ક્ષપક શ્રેણી, ઉપશમ શ્રેણી વિગેરેનું શાસ્ત્રમાં જે વર્ણન છે તે તમે જુઓ. તેમાં કહ્યું છે કે મુનિ ! તમે આ રીતે જીવો, શ્રાવક ! તમે આ રીતે જીવો, તમારા વ્રતો આ છે. તમારું કર્તવ્ય આ પ્રમાણે છે. સવારે વહેલા ઊઠીને આ રીતે ધ્યાન અને સામાયિક કરજો, પ્રતિક્રમણ કરજો, પ્રાર્થના કરજો, તત્ત્વચિંતન અને ગુણાનુવાદ કરજો, અને “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો, આવી ભાવના કરજો. તમારી ભૂમિકા કેવી છે તે તમારે જાણવું હોય તો શાસ્ત્રોમાં યોગની આઠ દૃષ્ટિઓ, ચૌદગુણસ્થાનો થર્મોમીટર છે. આ પંચમકાળમાં પણ તમારી પાસે અણમોલ ખજાનો છે. શાસ્ત્રો ઉઘાડીને વાંચો તો ખબર પડે. પહેલું ગુણસ્થાનક કેવું હોય? ચોથે કે પાંચમે શું થાય? છ વર્તન કેવું હોય? અપ્રમત્ત અવસ્થા કેવી હોય? કૃપક શ્રેણી કેવી હોય? કર્મ નિર્જરા કેવી રીતે થાય? ચારિત્ર મોહનો પરાજય કેમ થાય? ક્ષણમોહ ગુણસ્થાનકે કેમ પહોંચાય? આ બધી ઘટનાઓ જીવનમાં જે ઘટે છે, તેનું તૈયાર સ્પષ્ટ ચિત્ર આજે પણ શાસ્ત્રમાં તમારી સમક્ષ છે. અમને કહેવાનું મન થઈ જાય છે કે તમારા ઘરમાં તમારા ફોટા નહિ ચોટાડો તો ચાલશે, પણ સરસ ગાથાઓ સોનાના અક્ષરે મઢીને ઘરમાં રાખો. ઘરમાં આવતાં જતાં વાંચી શકાય. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અગણિત.” તમને હેમરીંગ થાય, બોધ મળે, તમને જાગૃતિ મળે. પૂ.યશોવિજયજી મહારાજે જ્ઞાનસારમાં એક બહુ મહત્ત્વની વાત કરી. अज्ञानाहिमहामन्त्रं, स्वाच्छन्द्यज्वरलवनम् । ઘર્મારામસુઘાવુંન્યાં, શાસ્ત્રમાકુર્મર્ષય: II (૨૪/૭) અજ્ઞાન ઝેર ઉતારે, ટાળે સ્વચ્છંદતા જવર; ધર્મબાગે સુધા સિંચે, મહર્ષિ શાસ્ત્ર તેને કહે. ઋષિઓ, જ્ઞાનીઓ, સંતો અને શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર શું કામ કરે છે? પહેલું કામ અજ્ઞાનરૂપી નાગનું ઝેર ઉતારે છે. બીજો સાપ જો કરડે તો શરીરમાં ઝેર ફેલાય છે, પણ આ અજ્ઞાનરૂપી સાપ આખા આત્મામાં ઝેર ફેલાવે છે. અજ્ઞાન છે, તો વિષયો, વિભાવો, કષાય, મોહ, આસક્તિ અને દુષ્કર્મો છે. આ બધી અજ્ઞાનની પેદાશ છે. સાહેબ ! મહા For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પ્રવચન ક્રમાંક - ૨૫, ગાથા ક્રમાંક - ૨૭ મહિનાની કડકડતી ઠંડીમાં તમે ગરમ શાલ ઓઢીને પલંગમાં સૂતા હો અને અચાનક ખખડાટ થાય, આંખ ઊઘડે અને લાઈટ કરો ત્યાં મોટો ભોરીંગ લટકતો દેખાય તો શું કરો? ૐ શાંતિ કહો કે આખા ઘરને અને પાડોશીને પણ બૂમાબૂમ કરી, જગાડીને કહો કે સાપ ઘરમાં ઘૂસ્યો છે, તેને બહાર કાઢો. સાપને જોતાં જો આટલો ભય લાગે છે તો એ સાપ કરતાં, અજ્ઞાનરૂપી સાપ ઘણો ભયંકર છે. તેની બીક લાગવી જોઈએ. આ સાપ તો ઘરમાં રહે છે પણ અજ્ઞાનરૂપી સાપ આત્મામાં રહે છે. એ અજ્ઞાનરૂપી વિષઘરનું વિષ ઉતારવા શાસ્ત્ર મંત્ર છે. શાસ્ત્રરૂપી મંત્રથી અજ્ઞાનરૂપી ઝેર ઊતરી જશે. બીજું પરિણામ, સ્વછંદ એટલે પોતાના છંદે ચાલવાની વૃત્તિ. “તમારે શું કામ છે? અમે ગમે તેવું કરીએ, આ વીસમી સદી છે. અમે બોઘા જેવા નથી. બહુ ડાહ્યા છીએ. અમને ઠીક લાગશે તેમ કરીશું.” આ પોતાના જ છંદે ચાલવાની ટેવથી જે અહિત થયું છે તે તમારા સ્વછંદને શાસ્ત્ર રોકે છે. ઉપમા એવી આપી છે કે સ્વછંદ તાવ છે, મેલેરિયા, ટાઈફોઈડ, ડબલ ન્યુમોનિયા અને ડેબ્યુ કરતાં પણ સ્વચ્છંદ રૂપી તાવ ભયંકર છે. સ્વચ્છેદ રૂપી તાવને દૂર કરવા શાસ્ત્રો લાંઘણ સમાન છે. ત્રીજી વાત, ધર્મરૂપી બગીચો બનાવવો હોય તો પહેલાં પાણીની ગોઠવણ કરવી પડે. બગીચો બનાવી હાથ જોડી ઊભા રહો કે પાણી ક્યાંથી લાવવું? તો મુશ્કેલી થાય. પાણી બગીચાને નવપલ્લવિત અને લીલોછમ રાખે છે. જેમ બગીચામાં માળી છોડને પાણી પાય અને છોડ ખીલે, તેમ ઘર્મરૂપી બગીચાને ખીલવવા માટે શાસ્ત્રો પાણીની ગરજ સારે છે. તમારી પાસે ઘર્મરૂપી બગીચો છે કે નહિ? તે મને ખબર નથી. જેમાં અહિંસાનો છોડ, સત્યનો છોડ, સમતાનો છોડ, અને પ્રેમનો છોડ તથા કરુણાની વેલ હોય, એવો બગીચો સિંચવો હોય તો શાસ્ત્રરૂપી પાણી નિરંતર સિંચવું પડશે, એટલા માટે તો પરમકૃપાળુદેવ કહે છે કે આ સશાસ્ત્રો પરમ ઉપકારી છે. તેનો ઉપકાર ભૂલાય તેવો નથી. અપૂર્વ છે. તેનાથી સાધકે પોતાની યાત્રા નિરંતરપણે કરવાની છે. આ ચાર બાબતો મહત્ત્વની છે. (૧) જ્ઞાન સમ્યગુ મળવું જોઈએ. (૨) આચારસદાચાર હોવો જોઈએ. (૩) વાણી કોઈને પીડાકારી ન જોઈએ. (૪) દૃષ્ટિ પરમાર્થ માર્ગ તરફ રહેવી જોઈએ. આ ચાર મુદ્દાઓ ખ્યાલમાં આવ્યાં? જ્ઞાન, આચાર, વાણી અને દૃષ્ટિ, આમાં બદલવાં જેવું શું છે ? આ ચાર ચાર બદલવા જેવાં છે. જ્ઞાન બદલાય તેનું નામ સમ્યગૂજ્ઞાન. આચાર બદલાય તેનું નામ સદાચાર, વાણી બદલાય તેનું નામ સત્ય, પ્રિય અને મધુર વાણી, અને દૃષ્ટિબદલાય તેનું નામ સમ્યગૃષ્ટિ. આ ચારેને બદલનાર પરિબળ સશાસ્ત્ર છે. શાસ્ત્રો કહેશે, કંદમૂળ ન ખાશો, પર્યુષણ પર્વ છે તો વનસ્પતિનો ત્યાગ કરજો, આટલો ટાઈમ ભક્તિ કરજો. આટલો ટાઈમ ધ્યાન અને શાસ્ત્ર વાંચન કરજો. For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા શાસ્ત્રોને જાણનાર જે હોય, તેણે પોતે પોતાનું જ્ઞાન ડહોળ્યા સિવાય શાસ્ત્રમાં જેમ કહ્યું છે તેમ આચાર પાળવાં, અને શાસ્ત્રો પર દૃષ્ટિ રાખવી એટલે પરમાર્થ માર્ગ ભણી દૃષ્ટિ રાખવી. આમ કરનારને પરમપદની પ્રાપ્તિ થાય છે. આમ કરવું મહત્ત્વનું છે, પણ કમનસીબે આ શાસ્ત્ર મતાર્થીના હાથમાં આવે તો હિતના બદલે તેનાથી તે પોતાનું અહિત કરે છે. હવે મૂળ વાત પર આવીએ છીએ. દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન. (૨૭) શાસ્ત્રોનું વિભાજન ચાર ભાગમાં કર્યું છે. દ્રવ્યાનુયોગ, કથાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ. પહેલી વાત :- શાસ્ત્રમાં તમામ પ્રકારની વાતો હોય. ભૂગોળનું અને લોકનું વર્ણન હોય, સંસારનું વર્ણન હોય, અલગ અલગ જીવોનું વર્ણન હોય, જીવની યોનિનું વર્ણન હોય, દેવગતિ, નરકગતિ, પશુગતિ અને મનુષ્યની ગતિનું વર્ણન હોય, જન્મ લેવાનાં કેટલાં સ્થળ છે, તેનું વર્ણન હોય. વર્ણન તો ઘણાં છે, પરંતુ એમાં અગત્યનું અને મૌલિક શું છે? તે સાધકોને શોધતા આવડવું જોઈએ. નહિ તો શાસ્ત્ર ઉપયોગી ન થાય. ક્યાં ભૂલ થાય છે? આ ચારે ચાર ગતિઓ, દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, નરકગતિ તેમાં જીવોનું કેટલું આયુષ્ય? કેવી સ્થિતિ? આ વૈમાનિક દેવો, જ્યોતિષી અને વ્યંતરદેવો. આ અનુત્તર વિમાન, તેની વિશાળતા આટલી અને આયુષ્ય આટલું, તે વર્ણન હોય છે. દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન’, આ બધી ગતિ તથા તેના ભાંગા તે શ્રુતજ્ઞાન છે, એમ સમજે છે. આ બધું શાસ્ત્ર જ્ઞાન સાચું છે, પરંતુ તેમાંથી બોધ શું લેવો? તે જાણતા નથી. શાસ્ત્રો કહે છે, આ જંબુદ્વીપ છે, તે થાળી જેવો ગોળ છે. તેનો વ્યાસ એક લાખ જોજનનો છે. તેની ફરતે બે લાખ યોજનાનો બંગડી જેવા આકારવાળો લવણસમુદ્ર છે. તેની ફરતે ચાર લાખ યોજનનો ઘાતકી ખંડ છે. આ રીતે એક દ્વીપ, એક સમુદ્ર એમ બમણા વિસ્તારવાળા દ્વીપ સમુદ્રો છે. છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્ય યોજનનો (અર્ધા રાજ પ્રમાણનો) છે. ઘણાં લોકો તો આમાં અટવાય છે. આ બધું વાંચે છે અને પછી કહે છે કે મગજમાં નથી બેસતું. કૃપાળુદેવને કોઈએ પૂછ્યું કે લવણ સમુદ્ર આટલો મોટો છે તે વાત સાચી છે? એમણે એમ કહ્યું કે તારે શું કામ છે? શાસ્ત્રોમાં ભૂગોળનું વર્ણન છે પરંતુ શાસ્ત્રો માત્ર આટલા માટે નથી. શાસ્ત્રો ખોટાં નથી. જમણવાર હોય ત્યાં બે-ત્રણ શાક, કચુંબર, પુરી બધું હોય પણ મૂળ માલ મીઠાઈ એટલે લાડવા કે શીરો ન હોય તો કેવું લાગે? શાસ્ત્રોમાં બધાં જ વર્ણનો છે. પરંતુ મૂળ માલ આત્મા છે. આ આત્મારૂપી મૂળ માલને For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ પ્રવચન ક્રમાંક - ૨૫, ગાથા ક્રમાંક - ૨૭ મેળવવા માટે, તેનો અનુભવ કરવા માટે શાસ્ત્રો છે. શાસ્ત્રો સ્વરૂપને જાણવા માટે, આત્માને જાણી, પ્રાપ્ત કરવાં માટે છે. તેનો અનુભવ કેમ કરવો તે રીત બતાવવા માટે છે. આનંદધનજીએ તેમની શૈલીમાં કહ્યું, ગગનમંડળમેં ગૌઆ વિયાણી, ધરતી દૂધ જમાયા, માખણ થા સો વિરલા પાયા, છાશે જગત ભરમાયા. ગગન મંડળ એટલે આકાશરૂપી સંસાર, તેમાં ગૌઆ વિયાણી. તીર્થંકરદેવની વાણી એ દૂધ-અમૃત પ્રગટ થયું. સંતોએ તે જમાવ્યું અને માખણ થયું તે સંતો લઈ ગયા અને શબ્દોરૂપી છાશ જે થઈ તે આપણાં માટે રહી અને આપણે તેમાં અટવાયાં. આ શબ્દોરૂપી છાશનાં કારણે વાદવિવાદ થયાં. માખણ થા સો વિરલા પાયા.' આ માખણમાં વાદવિવાદ નથી. કોઈક જ વિરલા માખણ પ્રાપ્ત કરે એટલે આત્માને પરમાત્માને પ્રાપ્ત કરે, અતીન્દ્રિય તત્ત્વને પ્રાપ્ત કરે. બાકી બધા અટવાઈને ઊભા રહે કે લવણ સમુદ્ર આટલો મોટો ? સ્વયંભૂરમણ સમુદ્ર આટલો બધો મોટો ? તે કેટલો દૂર છે ? એમાં અટવાઈને ઊભા રહે. અરે ભલા માણસ ! શાસ્ત્ર તો અટવાવવા માટે નથી. શાસ્ત્રમાં વર્ણન છે કે આત્મા છે, કર્મ છે, કર્મનો સંયોગ છે, બંધ છે, બંધના કારણો છે, મુક્ત થઈ શકાય છે. મોક્ષનો ઉપાય છે, પુણ્ય અને પાપ છે, આસ્રવ, સંવર અને નિર્જરા છે. આ બધું જાણવાં માટે શાસ્ત્રો છે. આત્મદ્રવ્ય આવું છે. તેનાં અસંખ્યાત પ્રદેશો છે. દ્રવ્ય, ગુણ અને પર્યાયવાળું છે. તેની અનંત પર્યાયો છે. જગતમાં જુદાં જુદાં દ્રવ્યો છે, જીવ દ્રવ્ય, પુદ્ગલ દ્રવ્ય (જડ પદાર્થ), ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ દ્રવ્ય. આત્માને વર્ણવનારો નિશ્ચયનય, વ્યવહારનય, દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય, તેનાં સામાન્ય ગુણો, વિશેષ ગુણો. આત્મા આવો આવો છે તેનું વર્ણન જાણીને, આત્માને પ્રાપ્ત કરવા માટેનું સાધન શાસ્ત્ર છે. પરમકૃપાળુદેવે કહ્યું કે ‘હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારા વચનો, સ્વરૂપ અનુસંધાન વિષે અમને પરમ ઉપકારી થયાં છે તે માટે તમોને અતિશય ભક્તિથી નમસ્કાર.’ ‘સ્વરૂપનું અનુસંધાન’, આ શબ્દ સમજાયો ? સ્વરૂપના અનુસંધાન કરવાં માટે તમારા વચનો ઉપકારી બન્યાં છે. કોઈ જંગલમાં, કોઈ એકાંતમાં, કોઈ વૃક્ષ નીચે નગ્ન અવસ્થામાં તાડપત્ર લઈને ચિંતન કરતાં કરતાં ગાથા લખાતી જાય અને તે વખતે આચાર્યશ્રી એમ કહે કે ‘સાંભળો ! અમે તમારાં વૈભવની વાત કરવાં બેઠાં છીએ. તમારા વૈભવની વાત પ્રેમથી સાંભળજો, સ્વીકારજો. તમે કામભોગની વાત તો અનેક વખત સાંભળી છે પણ દેહથી ભિન્ન આત્માની વાત સાંભળી નથી, તે કહેવા આવ્યો છું.' કલાકોનાં કલાકો સુધી તેઓને આહારની ચિંતા નહિ, વસ્ત્રોની ચિંતા નહિ, ઠંડી કે ગરમીની ચિંતા નહિ પણ અંદરમાં ધારા વહી રહી છે For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૮૭ તેમાં કલમ બોળીને ૪૧૫ ગાથાઓ સમયસારની લખી છે. અમૃતચંદ્રાચાર્યજીએ તેના ઉપર ટીકા લખી છે અને કહ્યું છે કે અમે તમારા વૈભવની વાતો કરીએ છીએ. આવાં છે શાસ્ત્રો! હરિભદ્રસૂરિજીએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી. બધાં ગ્રંથો હાજર નથી પણ જેટલાં હાજર છે તેને આખી જિંદગી વાંચશો તો પણ નહિ વંચાય. એક દિવસ હરિભદ્રસૂરિજીનાં મોં પર ગમગીની દેખાણી. સાધુના મોં ઉપર ગમગીની ન હોય, બેચેની હતાશા કે નિરાશા ન હોય. હરિભદ્રસૂરિજી ગમગીન છે એટલે લલ્લિગ નામનો ભક્ત પૂછે છે કે “ગુરુદેવ! આપ આજે કેમ ગમગીન જણાઓ છો ?” મહારાજ કહે છે કે “દિવસે આકાશમાં સૂર્ય હોય છે, તેથી ગ્રંથ રચનાનું કામ દિવસભર ચાલે છે. રાત એમ ને એમ પસાર થાય છે, એના કારણે ગ્રંથ રચનાનું કામ થઈ શકતું નથી. તેણે હરિભદ્રસૂરિ માટે કિંમતી રત્નો ઉપાશ્રયની ભીંત પર ચોંટાડ્યા, તેથી સૂર્ય જેવો પ્રકાશ રાત્રે પણ મળે. દિવસે પણ શાસ્ત્ર રચના અને રાત્રે પણ શાસ્ત્ર રચના. આમ આખા જીવનભર તેમણે શાસ્ત્રોની રચના કરી. બોલો! તેઓએ આપણા ઉપર કેટલો મોટો ઉપકાર કર્યો છે! પરમકૃપાળુદેવ કહેતાં હતાં કે યોગની આઠ દૃષ્ટિનું વારંવાર વાંચન કરજો. સમયસાર આદિ ગ્રંથોનું વારંવાર વાંચન કરજો. મહર્ષિ વ્યાસે અઢાર પુરાણ-ગ્રંથો લખ્યાં છે. લખતાં જ રહ્યા, લખતાં જ રહ્યા. કથા એવી છે કે કોઈ સ્ટેનો મળે તો ઝડપી લખાય, અને કોઈ એવું લખનાર ન મળ્યું તો ગણપતિ સ્ટેનો બન્યાં. મહર્ષિ વ્યાસે લખ્યું અને ગણપતિજીએ અવતરણ કર્યું. ઘણાં શાસ્ત્રો આ ધરતી ઉપર લખાયાં છે, તેમાં હેમચંદ્રાચાર્યજીએ સાડા ત્રણ કરોડ શ્લોકો લખ્યાં છે. યશોવિજયજી મહારાજે અઢી લાખ શ્લોકો લખ્યાં છે. ભદ્રબાહુ સ્વામી, અમૃતચંદ્ર આચાર્ય, પૂજ્યપાદ સ્વામી, અકલંકમુનિ, વશિષ્ઠજી, શંકરાચાર્ય, વાલ્મીકી, બીજા સંતો, ગણધરો, જ્ઞાનીઓ, આ બધાએ આપણાં ઉપર કૃપા કરી, આપણાં ભલા માટે કેટકેટલાં શાસ્ત્રોની રચના કરી છે! હું શું કહી રહ્યો છું તમને સમજાય છે? આ આપણો વારસો અને વૈભવ છે. તમે ડોકિયું કરો કે તમે ક્યાં ઊભાં છો? હું ક્યાં ઊભો છું? શાસ્ત્ર એ તો દર્પણ છે, એ અરીસો છે. દર્પણ સામે ઊભા રહો એટલે વાળ બરાબર નથી. આ મોઢા ઉપર લાગડ્યું છે તે બરાબર નથી, તેમ ખબર પડે છે. તેવી રીતે શાસ્ત્રો તમને તુરત જ કહેશે કે તમે તમારી જાતને જ્ઞાની માનો છો, દેહાધ્યાસ દૂર થઈ ગયો, તમે પાર પામી ગયા તેમ માનો છો પરંતુ દિલ્હી દૂર છે. જે તમારી ભૂમિકા નથી તે તમે મનાવશો નહિ. અટકી જશો. લોકો તો સરળતાથી કહે છે કે મને બ્રહ્મજ્ઞાન થઈ ગયું. જંગલમાં સાધુઓ મળે છે, તેમને ન થયું અને આને ઘરમાં બેસીને હીંચકા ખાતાં ખાતાં, વાડીલાલનો આઈસ્ક્રીમ ખાતાં ખાતાં થઈ ગયું. For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૨૫, ગાથા ક્રમાંક - ૨૭ શાસ્ત્રો ના પાડે છે. જ્ઞાન થયું છે તો ક્રોધ ગયો ? ઈન્દ્રિયો જીતી ? અહંકાર ગયો ? દયા આવી ? ક્ષમા આવી ? ઉદારતા આવી ? મૃત્યુનો ભય ગયો ? નથી ગયો ને ? તો કહેશો નહિ કે અમને બ્રહ્મજ્ઞાન થયું. ૨૮૮ अक्रोधवैराग्यजितेन्द्रियत्वं क्षमादयासर्वजनप्रियत्वम् । निर्लोभदाता, भयशोकहर्ता, ज्ञानं प्रतिलाभ च दश लक्षणानि ॥ જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેનામાં ક્રોધ ન હોય, લોભ ન હોય, વૈરાગ્ય હોય. ક્ષમા અને કરુણા હોય, જિતેન્દ્રિયત્વ અને જનપ્રિયત્વ હોય, ભાષાનું માધુર્ય હોય, તૃષ્ણા ન હોય, ઉદાર હોય, દાતા હોય, એને મોતનો ભય ન હોય. ઉપરના શ્લોકમાં જણાવેલ દશ લક્ષણો જેનામાં હોય તેને કહેવાય છે જ્ઞાની. શાસ્ત્રો કહે છે કે આ લક્ષણો તારામાં ઘટે છે ? અને જો ન ઘટતા હોય તો મહોરું કાઢી નાખ અને સરળ થઈને કહી દે કે હું જ્ઞાની નથી. હું જ્ઞાની છું તેમ કહેવું સરળ છે, પરંતુ હું જ્ઞાની નથી તેમ કહેવું બહુ મુશ્કેલ છે. મહર્ષિ વ્યાસે કહ્યું કે શાસ્ત્ર દ્વારા જુઓ કે પોતાનું વર્તન અને આચરણ બરાબર છે ? શાસ્ત્રનો સદુપયોગ પણ થઈ શકે છે અને દુરુપયોગ પણ થઈ શકે છે. આત્માર્થી સત્શાસ્ત્રનો સદુપયોગ કરે છે અને મતાર્થી સત્શાસ્ત્રોનો દુરુપયોગ કરે છે. આ તમામ સંપ્રદાયો, આ તમામ ગચ્છો, આ તમામ મતો, માન્યતાઓ, તમામ જુદા જુદા દર્શનો, વાદવિવાદો, આ તમામ ઝગડા તથા ચર્ચા જે કંઈ કરતો હોય તે મતાર્થી શાસ્ત્રને આધાર બનાવી કરે છે, અને પછી કહે છે કે અમે જે કહીએ છીએ તે શાસ્ત્રને આધારે કહીએ છીએ. તેથી બહુ મોટી મુશ્કેલી ઊભી થાય છે, માટે શાસ્ત્ર કોના હાથમાં છે તે મહત્ત્વનું છે. જુઓ, આતંકવાદીના હાથમાં બંદૂક હોય તો શું પરિણામ આવે ? અને સારા પોલીસનાં હાથમાં આવે તો શું પરિણામ આવે ? તે વિચારી લેજો. બંદૂકનું કાર્ય તો એક જ. એક આતંકવાદીનાં હાથમાં છે અને એક D.S.P ના હાથમાં છે. એનો ઉપયોગ બદલાઈ જશે. શાસ્ત્રો જો આત્માર્થીના હાથમાં હશે તો સદુપયોગ કરશે અને મતાર્થીનાં હાથમાં હશે તો દુરુપયોગ ક૨શે. મૂળ ગાથા ઉપર જઈએ. દેવાદિ ગતિભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિ નિદાન. ઝીણામાં ઝીણી વાતની પરમકૃપાળુદેવે નોંધ લઈ ઉલ્લેખ કર્યો છે. ક્યાં ક્યાં અટકાયત થાય છે અને કોણ આપણને રોકનાર છે ? કેટલી નાની નાની વાતમાં આ જીવ અટવાઈ જાય છે, તેનો ખ્યાલ આપે છે. દા.ત. કોઈ કહે છે કે વસ્ત્રો હશે તો મોક્ષ નહિ મળે. કોઈ કહે છે કે ધોળા પહેરશો તો જ મોક્ષ મળશે, પીળા પહેરશો તો નહિ મળે. કોઈ કહે છે કે For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આટલા નીચાં વસ્ત્ર પહેરશો તો મોક્ષ મળશે. કોઈ કહે છે કે ચાર આંગળની મુહપત્તિ હશે તો મોક્ષ મળશે અને કોઈ કહે છે કે ત્રણ આંગળની હશે તો મોક્ષ મળશે. આ ત્રણ આંગળ અને ચાર આંગળ, કાળું, પીળું અને ધોળું, એમાં અટવાઈ જવાનું થાય છે. આ કામ મતાર્થીનું છે. દેવ નરક આદિ ગતિનાં ભાંગા (પ્રકાર) તે બધા જુદા જુદા છે. વૈમાનિક દેવો, જ્યોતિષી દેવો, વ્યંતર દેવો, અનુત્તર વિમાન, સર્વાર્થ સિદ્ધનાં દેવો છે. સર્વાર્થસિદ્ધના દેવો સિદ્ધ શીલાથી બાર ગાઉ છેટાં છે. દેવોના વિમાનો રત્નોથી મઢેલાં છે. દેવો છે, દેવીઓ છે. સ્વર્ગમાં મોટાં મોટાં ઉદ્યાનો અને સ્વીમીંગ પુલો છે. દેવ દેવીઓનાં શરીર આવાં સુંદર છે, આ બધું વર્ણન શાસ્ત્રોમાં છે, તેમ નરકગતિનું વર્ણન પણ શાસ્ત્રોમાં છે. પરંતુ આ વર્ણન તે જ શાસ્ત્રો છે તેમ માને છે તે મતાર્થી છે. મૂળ મુદ્દો ભૂલાઈ ગયો. શાસ્ત્રો આત્મજ્ઞાન માટે છે તે ભૂલાઈ ગયું અને આજુબાજુનાં વર્ણનને તેણે વધારે મહત્ત્વ આપ્યું. વિશેષ પરમાર્થ હેતુથી શાસ્ત્રમાં વર્ણન કર્યું છે કે દુષ્કર્મો કરશો, અત્યંત પાપો કરશો, તીવ્ર અશુભ કર્મો કરશો તો નરકગતિમાં જવું પડશે. પશુગતિ-તિર્યંચગતિ અને નરકગતિ બને દુર્ગતિ છે. જો નરકમાં જવું પડે તો ત્યાં ઘણી વેદનાઓ છે. નરકમાં આટલા બધા પરમાધામીઓ છે, આવું સ્થળ છે, તેનાં આટલાં પ્રકારો છે, આ બધું જ વર્ણન શાસ્ત્રમાં છે. બહુ પુણ્ય જો ભેગું કરશો અથવા સતકર્મો કે શુભકર્મો કરશો તો દેવલોકમાં જશો. દેવલોકમાં વિમાનો આવાં હોય, આવું સુખ હોય, આવી આરામદાયક જિંદગી હોય એનું વર્ણન પણ શાસ્ત્રોએ કર્યું છે. તિર્યંચગતિમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય તિર્યંચ સુધીમાં જીવના અનેક પ્રકારો છે. પૃથ્વી, પાણી, વનસ્પતિ આદિ એકેન્દ્રિય, અળસીયા આદિ બેઈન્દ્રિય, કીડી, માંકણ વગેરે તેઈન્દ્રિય, વિંછી, માખી આદિ ચઉરિન્દ્રિય; માછલા, ગાય, કબૂતર, સાપ, ગરોળી આદિ પંચેન્દ્રિય જીવો ને તે તે ગતિમાં પાપનું ફળ આ રીતે ભોગવવું પડે છે અને સદ્ગતિઓમાં પુણ્યનું ફળ આ રીતે ભોગવાય છે, પરંતુ આ મૂળભૂત હેતુ ન કહેવાય. મૂળભૂત હેતુ તો એ છે કે આત્માનો કર્મમાંથી છૂટકારો કેવી રીતે થાય? તે પરમાત્મા કઈ રીતે બને? તમારે કોની સાથે લેવા દેવા છે? તે કહો. કબીરજી એ કહ્યું કે, “દુલ્હા દુલ્હન કી શાદી હો ગઈ ઔર ફીક્કી પડ ગઈ બરાત”, વહુ વર પરણી ગયા પછી જાનને કોણ જુએ છે? પછી કહે કે તમે પધારો, કામ પૂરું થઈ ગયું. જેને આત્મા અનુભવ્યો, આત્મજ્ઞાન થયું, આત્મબોધ થયો, રાગ દ્વેષથી મુક્ત થઈ ગયો તેનું કામ થઈ ગયું. દહીંમાંથી વલોણું કરી માખણ કાઢ્યું. તો માખણ એ દહીંનો સાર અને અત્તર એ For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ પ્રવચન ક્રમાંક - ૨૫, ગાથા ક્રમાંક - ૨૭ ફૂલોનો સાર, તેમ આત્મા તે સર્વ શાસ્ત્રોનો સાર છે. જેણે આત્મા જાણ્યો તેણે, સર્વ જાણ્યું. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે “નો એi ના, સો સળં ગાબડું ” જે એકને જાણે છે તે સર્વને જાણે છે. જ્યાં લગી આતમદ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું, ત્યાં લગી ગુણઠાણું ભલુ, કેમ આવે તાણું, આત્મતત્ત્વ વિચારીએ. શાસ્ત્રો શેના માટે છે? શાસ્ત્રો લડવા માટે નથી, ચર્ચા માટે નથી, તર્ક માટે નથી, વાદ વિવાદ માટે નથી. પરમાર્થની ગવેષણા કરવા માટે શાસ્ત્રો છે. આત્માનું શોધન કરવા માટે શાસ્ત્રો છે. કેવી રીતે આત્મા બંધાય છે? શું ભૂલ થાય છે? ભ્રાંતિ કેમ થાય છે? કેમ ટળે ? શું કરવું? તે ટાળવા કોની પાસે જવું? કોના આશરે જવું? કર્મો કેમ તૂટે? બંધનો કેમ તૂટે? આત્મા શુદ્ધ કેવી રીતે થાય? વિભાવ ટાળી, સ્વભાવમાં કેમ રહેવાય? સાહેબ! આ બધું જાણવા માટે શાસ્ત્રો છે. શાસ્ત્રોમાં આ વર્ણન છે. પરમકૃપાળુદેવની નાનકડી કડી વારંવાર યાદ કરીએ છીએ કે, “આ શાસ્ત્ર સર્વ કહ્યા વિશેષે, જીવ કરવાં નિર્મળો.” આત્માને નિર્મળ કરવાં માટે શાસ્ત્રો કહ્યાં છે, તો નિર્મળ કરવાની તે ચિંતા કરતો નથી, પણ દિગંબર સાચા કે શ્વેતાંબર સાચાં, તેની ચિંતા કરે છે. આ બધું તું છોડી દે ને ભાઈ ! શા માટે નવું ટેન્શન ઉમેરે છે? કુંદકુંદાચાર્ય સાચાં કે હરિભદ્રસૂરિ સાચાં? તારી પાસે તોલમાપ કયું? આ શાસ્ત્રનો ઉપયોગ આત્મશુદ્ધિ માટે કર. રામકૃષ્ણ પરમહંસ કહેતાં હતાં કે, બે માણસો આંબાના ઝાડ નીચે ગયા. તેમાં એક ડાહ્યો માણસ હતો, તેણે નીચે પાકી કેરી પડી હતી તે ખવાય તેટલી ખાઈ લીધી. કામ પૂરું થયું. પરંતુ બીજાએ તો માળીને બોલાવ્યો અને પૂછ્યું કે આનું બીજ-ગોટલો ક્યાંથી લાવ્યા? કઈ રીતે વાવ્યો? શું ખાતર નાખ્યું? ક્યારથી આ છે? કોણ ધ્યાન રાખે છે? ટાઈમ પૂરો થઈ ગયો. પહેલાંએ કેરી ખાધી, અને આ ચર્ચામાં રહ્યો.” “માખણ થા સો વિરલા પાયા, છાશે જગત ભરમાયા. મોટા ભાગનાં લોકો ચર્ચામાં જ રહી જાય છે અને માખણ કોઈક જ ખાઈ શકે છે. જિનહી પાયા, તિનહી છિપાયા, ન કહે કોઉ કાનમેં, તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કોઉ સાનમેં. હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં. જેને ખજાનો મળ્યો તે કહેવા રહેતા નથી. મન મસ્ત થઈ ગયું. ખજાનો હાથમાં આવી ગયો, હીરો મળ્યો, પછી બોલવા જેવું છે શું? આપણને કંઈ મળતું નથી અને ઘણું બોલીએ For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૯૧ છીએ. હાથમાં કંઈ છે નહિ અને વાત ઘણી કરીએ છીએ. આત્માને અનુભવ્યો નથી અને આત્મા ઉપર બે કલાક લેક્ટર કરીએ છીએ. બે કલાક પછી પૂછો, આત્મા કેવો છે? અનુભવ થયો છે? ખબર નથી. પાણિની વ્યાકરણના એક પ્રયોગની પંડિતો ચર્ચા કરતાં હતાં, આ પ્રયોગ બરાબર નથી, આ ઉચ્ચાર બરાબર નથી, વ્યાધ્ર ઉચ્ચાર બરાબર છે. આ ચર્ચા ચાલતી હતી. એટલામાં વાઘ આવ્યો અને વાઘે પોતાનું કામ પૂરું કરી લીધું. ચર્ચા ચર્ચાને ઠેકાણે રહી ગઈ. પંડિતો ચર્ચામાં રહી જાય છે. આપણી પણ હાલત આ છે. ચર્ચા કરીએ છીએ કે સમયસાર આમ કહે છે, પ્રવચનસાર આમ કહે છે, ફલાણા મહારાજ આમ કહે છે. તું શું કહે છે, એ કહે ને? તને શું સમજાયું છે? તે શું સાર લીધો? શંકરાચાર્યજીનાં જીવનની એક મહત્ત્વની ઘટના છે. મોટી ઉંમરે એક ભાઈ સંન્યાસી થયો. પછી તેને થયું કે હું પણ વ્યાકરણ, ન્યાય, કાવ્ય ભણું. તેણે વ્યાકરણથી શરૂઆત કરી. વ્યાકરણમાં એક સૂત્ર આવે છે. ડુક કરણે”—તે કંઠસ્થ કરતો હતો, પણ કંઠસ્થ થાય નહિ અને યાદ ન રહે. શંકરાચાર્યજી ત્યાંથી નીકળ્યાં, તેમણે કહ્યું “હે મુનિ! નહિ નહિ તારે કૂડુ કરણે, ભજ ગોવિન્દ, ભજ ગોવિન્દ, ભજ ગોવિન્દ મૂઢમતે ! આ ઉંમરે તું ભગવાનનું ભજન કર. આ ‘ડુકૂડુ કરણે તને નહિ તારે.” શાસ્ત્રો માત્ર આટલું શીખવા માટે નથી કે ગોખવા માટે નથી. શાસ્ત્રો આત્માને નિર્મળ કરવા માટે છે. મતાર્થી આ શાસ્ત્રોનો ઉપયોગ આત્માને નિર્મળ કરવા માટે કરતો નથી. દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુતજ્ઞાન', આ આટલી જ કડી તમામ શાસ્ત્રો માટેનો આપણો અભિગમ બિલકુલ સ્પષ્ટ કરે છે. બિનજરૂરી ચર્ચામાં રોકાશો નહિ. લોકો પૂછે છે કે શાસ્ત્રોમાં લખેલ મેરૂ પર્વત સાવ સોનાનો છે? તે ક્યાં આવ્યો? મેરૂ પર્વત ખરેખર છે? સ્વયંભૂરમણ સમુદ્ર છે કે નહિ? અરે ! તું પોતે કોણ છે તે નક્કી કરી લે ને? નહિ તો શાસ્ત્રો વાંચવાનો પરિશ્રમ નિષ્ફળ જશે. અને બીજી મુશ્કેલી એ કે “માને નિજ મત વેષનો આગ્રહ મુક્તિ નિદાન.” પોતાના મતનો અને વેષનો જ આગ્રહ રાખે છે. મુક્તિ માટે ક્યો વેષ હોય તે નક્કી કરી, તેનો જ આગ્રહ રાખે છે. ખરેખર તો સિદ્ધશીલા પર જઈ તપાસ કરવી જોઈએ કે ત્યાં બહાર કંઈ લખી રાખ્યું છે કે કાળા કપડાં કે પીળાં કપડાંવાળા માટે અથવા કપડાં વગરનાં માટે અહીં એડમીશન છે. કયા કપડાંવાળાં ત્યાં પહોંચી શક્યા, તેની તપાસ કરવી જોઈએ. અરે ! વીતરાગ થયા વગર મોક્ષ નથી મળતો. મોક્ષ માટે મોહ જવો જોઈએ. રાગ, વેષ, કષાયો જવા જોઈએ. શું તમને લાગે છે કે રાગ, દ્વેષ, મોહ ઠાંસી ઠાંસીને ભરેલાં હોય અને છતાં ધોળાં કપડાંથી મોક્ષ મળે? યશોવિજયજી મહારાજ એમ કહે છે કે, For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પ્રવચન ક્રમાંક - ૨૫, ગાથા ક્રમાંક - ૨૭ કોઈ કહે મુક્તિ છે, વિણતાં ચિંથરા, કોઈ કહે મુક્તિ છે, જીમતાં દહીંથરા. કોઈ એમ કહે છે કે કપડાંનું પડિલેહણ કરવાથી, માત્ર ક્રિયા કરવાથી મોક્ષ મળશે અને કોઈ એમ કહે છે કે દહીંથરા જમતાં જમતાં, આત્માની વાત કરતાં કરતાં મોક્ષ મળશે. શાસ્ત્રો એટલાં માટે નથી. મતાર્થીનું માનવું છે કે પોતાના મતનો, વેષનો આગ્રહ મોક્ષનું કારણ છે. તે એમ નથી કહેતો કે “કષાયો નહિ હોય, રાગ દ્વેષ અને મોહ નહિ હોય, ક્રોધ નહિ હોય તો જ મોક્ષ મળશે. પરંતુ તે એમ કહે છે “પીળું પહેર્યું હશે અને ધોળું નહિ પહેર્યું હોય તો મોક્ષ નહિ મળે.” આને કહેવાય છે મતાર્થી. તો આવો મતાર્થી પરમ તત્ત્વને પ્રાપ્ત કરી શકતો નથી. ૨૭મી ગાથા સમાપ્ત થઈ. એક એક વાત સમજવા પૂરો પ્રયત્ન કરજો. કદાચ ન સમજાય તેમ બની શકે, આટલી સ્પષ્ટ વાત હોવા છતાં ગોટાળો થાય, વિપરીત વાત અને ચર્ચા કરી શકાય. કૃપા કરી ભલા થજો, સરળ થજો, ગાંઠો કાઢી નાખજો. જેમ છે તેમ સમજે. શાસ્ત્રો તો અમૃત છે. આ શાસ્ત્રો મિથ્યાજ્ઞાન રૂપ સર્પનું ઝેર ઉતારવા પરમ મંત્ર રૂપ છે. શાસ્ત્રો તો પરમ ઉપકારી છે. આનો ઉપયોગ લડવા માટે ન કરતાં. કદાગ્રહ માટે, મત માન્યતા માટે અને સંપ્રદાયના આગ્રહો માટે ન કરશો, અને પોતાનો આગ્રહ પોષવા માટે પણ ન કરશો. ફરીથી કહું છું કે ધરતી ઉપર જે સંપ્રદાયો ઊભાં થયાં છે તે શાસ્ત્રોને કારણે થયાં છે. શાસ્ત્રોને આગળ ધરી સંપ્રદાયના આગ્રહો ઊભા કરનાર મતાર્થી છે. આત્માર્થી તો આત્માને પ્રાપ્ત કરીને પોતાનું કામ કરી લે છે. પહેલાંના વખતમાં વલોણું થતું હતું. માખણ કાઢી, તારવીને એક બાજુ મૂકી દે અને પછી શેરીમાં કહેવા જાય કે છાશ લેવા આવજો. કોઈ એમ નથી કહેતાં કે માખણ લેવાં આવજો. માખણ તો આત્મા છે, અને તે સંતોએ પ્રાપ્ત કરી લીધો અને શબ્દોરૂપી છાશ બાકી રહી છે, જગત તેમાં ભરમાય છે. શબ્દોમાં અટવાયા વગર શાસ્ત્રોનો ઉપયોગ કરજો. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૯૩ પ્રવચન ક્રમાંક - ૨૬ ગાથા ક્રમાંક - ૨૬ સદ્ગુરુયોગમાં વિમુખતા પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ, અસગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. (૨૬) ગાથા ક્રમાંક ૨ નું ફરી વિહંગાવલોકન કરી લઈએ. અનેક જન્મોમાં આત્માએ વિવિધ પ્રકારની સાધના કરી છે. શાસ્ત્રોએ એમ કહ્યું કે સંસારમાં ચાર ચાર ગતિઓમાં આપણે જઈને આવ્યા છીએ. દેવગતિ અને મનુષ્યગતિ એ શુભનું પરિણામ છે, અને નરકગતિ તથા તિર્યંચગતિ એ અશુભનું પરિણામ છે. તેમાં પાપ અને પુણ્ય બંને પરિબળો કામ કરે છે. પાપના પરિણામે દુર્ગતિ પ્રાપ્ત થાય અને પુણ્યના પરિણામથી સદ્ગતિ પ્રાપ્ત થાય. જે પુણ્યનો બંધ થાય છે તે શુભભાવ અને સત્કર્મથી થાય છે, શુભ આચરણથી થાય છે અને દુર્ગતિનો બંધ અશુભભાવથી, અશુભ કર્મથી, અશુભ આચરણથી થાય છે. આનો અર્થ એવો થયો કે સંસારમાં આપણે અનંતકાળથી છીએ. અનંતકાળનાં પરિભ્રમણમાં અનંતવાર ચારે ગતિઓમાં જઈ આવ્યા છીએ. અશુભ પ્રવૃત્તિઓ પણ કરી છે અને શુભ પ્રવૃત્તિઓ પણ કરી છે. અશુભ પ્રવૃત્તિનું પરિણામ તો નરકગતિ અને તિર્યંચગતિ છે. ત્યાંથી આગળ વધીએ તો શુભ પ્રવૃત્તિનું પરિણામ મનુષ્યગતિ અને દેવગતિ છે. ત્યાંથી આગળ વધતાં નથી. શુભ પ્રવૃત્તિનું પરિણામ જે આવવું જોઈએ તે આવતું નથી. આપણે શુભમાં અટકી જઈએ છીએ. ત્રણ અવસ્થાઓ છે, અશુભ અવસ્થા, શુભ અવસ્થા અને શુદ્ધ અવસ્થા. મોટે ભાગે વિશ્વનાં બીજા કોઈ સાહિત્યમાં આ ત્રણ વિભાજન નથી. જગતનાં ધર્મો બહુ બહુ વાત કરતાં હશે તો પરોપકારની વાતો કરતાં હશે. મહર્ષિ વ્યાસે એમ કહ્યું કે અમે અઢાર પુરાણો બનાવ્યાં. એ અઢારે અઢાર પુરાણોનો સાર, નિચોડ અને નિષ્કર્ષ તો આ છે કે પરોપર: પુષ્યાય, પાપાય પરપીડનમ્ I’ પરોપકારથી પુણ્ય થાય છે અને બીજાને પીડાં આપવાથી પાપ થાય છે. પુણ્યથી સદ્ગતિ થાય છે અને પાપથી દુર્ગતિ થાય છે. સદ્ગતિ અને દુર્ગતિ વચ્ચે, પાપ અને પુણ્ય વચ્ચે આપણે ફરતાં રહ્યા છીએ. આનંદધનજીએ કહ્યું છે કે, For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પ્રવચન ક્રમાંક - ૨૬, ગાથા ક્રમાંક - ૨૬ નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તે અધ્યાતમ લહીએ રે, જે કિરિયા કરી ચઉ ગતિ સાધે તે ન અધ્યાતમ કહીએ રે, શ્રી શ્રેયાંસજિન અંતરજામી, આતમરામી નામી રે. જે ક્રિયા કરવાનાં પરિણામે, જે પ્રવૃત્તિ કરવાનાં પરિણામે સંસારમાં જ રહેવાનું થાય, સંસારમાં જ પરિભ્રમણ થાય, તે યથાર્થ પરિણામ નથી. અહીં એટલા માટે કહેવું છે કે શુભ અને અશુભ બંને વચ્ચે એ ઝોલાં ખાય છે, પરંતુ કુદકો મારી એ શુદ્ધમાં ગયો નથી, ઢળ્યો નથી. ભૂલ આપણી ક્યાં થાય છે? તે આપણે સમજવાનું છે, આપણે કેટલી બધી સાધનાઓ કરીએ છીએ ! વ્રત અને તપ કરીએ છીએ, શાસ્ત્ર વાંચન, સ્વાધ્યાય કરીએ છીએ, ઘણું બધું કરીએ છીએ પરંતુ ઘણું બધું કરવા છતાં પરિણામ શું આવ્યું? “નિજ સ્વરૂપ જે કિરિયા સાધે', એ પરિણામ લાવવું છે. અશુભમાં ગયા, શુભમાં પણ ગયા, પણ એક વાત બાકી રહી ગઈ. પોતાનું જે નિજ સ્વરૂપ, અસલ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, વાસ્તવિક સ્વરૂપ છે તેનો ટચ થયો નથી. નિજ સ્વરૂપના અનુભવને, સ્પર્શને શાસ્ત્રીય પરિભાષામાં સમ્યગદર્શન કહેછે. સમ્યગદર્શન એટલે આત્માનો સ્પર્શ, આત્માનો અનુભવ અથવા આત્માની-સ્વરૂપની અનુભૂતિ. સ્વસ્વરૂપનો રણકાર અંદરથી આવે એ સમ્યગ્દર્શન છે. સમ્યગ્રદર્શનની અનુભૂતિ થઈ નથી એટલે આપણે શુભ અશુભમાં જ રહ્યા છીએ, એટલે એ પલટો જે ખાધો નથી, જે પરિવર્તન આવ્યું નથી, જે કુદકો મારી શક્યાં નથી, જે પરિવર્તન લાવી, શુભને વટાવી શુદ્ધમાં જવું જોઈએ એ ઘટના ઘટી નથી, તેનું એક કારણ સદગુરુનો યોગ પ્રાપ્ત થયો નથી. બહુ મઝાની વાત છે. ઘટના તમારામાં ઘટશે, પરિવર્તન તમારામાં આવશે, આત્મદર્શન તમને થશે, આત્મસાક્ષાત્કાર તમને થશે પણ જ્યારે થશે ત્યારે બહારમાં પ્રત્યક્ષ સદ્ગુરુની હાજરી અનિવાર્ય હશે, અને શાસ્ત્રો તો એમ કહે છે કે સદ્ગુરુ કંઈ કરતાં નથી, માત્ર હાજર હોય છે. અનુભૂતિ વખતે એક પરમતત્ત્વની હાજરી અનિવાર્ય છે, માટે તમામ ધર્મો, તમામ શાસ્ત્રો અને તમામ સિદ્ધાંતોમાં સૌથી મહત્ત્વ જો કોઈનું હોય તો પુરુષનું છે, જ્ઞાની પુરુષનું છે. જ્ઞાની પુરુષ તે સદ્ગુરુ. ઈન્દ્રિયો દ્વારા જે દેખાય છે તેને વિજ્ઞાન સ્પષ્ટ કરી આપે છે. વિજ્ઞાનની ક્ષમતા છે, વિજ્ઞાને કેટલું બધું પૃથક્કરણ કર્યું છે ! છેક અણુઓનું પણ વિભાજન કર્યું. ઈલોક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, એની પ્રદક્ષિણા, વિદ્યુત શક્તિ, ઉર્જા અને તેનું સામર્થ્ય, આમાં વિજ્ઞાને કંઈ ઓછું પૃથક્કરણ કર્યું નથી. વિજ્ઞાન સમગ્રપણે પુગલ ઉપર કામ કરે છે. (વિજ્ઞાન આત્મા ઉપર કામ કરી શકતું નથી.) એટમબોમ્બ હોય કે અણુબોમ્બ કે પછી હાઈડ્રોજન બોમ્બ જે કંઈપણ હોય, એનર્જી કે વિદ્યુત હોય, બધું જ કામ પુદ્ગલ ઉપર છે. પુદ્ગલને For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૯૫ વટાવી પેલી પાર રહેલું આત્મતત્ત્વ એ વિજ્ઞાનની પકડમાં આવતું નથી. તે એમ કહે છે કે અમારી લેબોરેટરીના ટેસ્ટમાં જે ન આવે, તેને અમે માનવા તૈયાર નથી. અમે ના કહેતાં નથી, પણ તમારો આત્મા લેબોરેટરીમાં આવવો જોઈએ, ત્યાં પ્રત્યક્ષ પૃથક્કરણ અને વિશ્લેષણ થવું જોઈએ. પુદ્ગલની પેલી પાર જે તત્ત્વ રહ્યું છે ત્યાં વિજ્ઞાન જઈ શકતું નથી. વિજ્ઞાન છે અને તેનું મહત્ત્વ પણ છે. આ એ.સી. લાઈટો, પ્લેનમાં ઊડવું, ગાડીઓમાં ફરવું તે બધી સિદ્ધિ વિજ્ઞાનની છે. વિજ્ઞાને આટલું બધું આપ્યું છે. વિજ્ઞાન તમારા સ્થૂળ દુઃખો દૂર કરી શકે, સ્થૂળ પ્રતિકૂળતાઓ દૂર કરી શકે પણ અમૃતની અનુભૂતિ વિજ્ઞાન ન કરાવી શકે. અવિદ્યા એટલે વિજ્ઞાન દ્વારા બાહ્ય દુઃખો દૂર થશે પણ ‘વિદ્યયામૃતમનુતે ।’ પરમ તત્ત્વની અનુભૂતિ, વિદ્યા એટલે કે સમ્યગ્દર્શન દ્વારા જ થશે. અનંતકાળનાં પરિભ્રમણમાં અશુભ અને શુભ વચ્ચે જીવે ઝોલાં ખાધાં છે. એક અવસ્થા એ છે કે શુભ અને અશુભથી પર થઈને શુદ્ધમાં ડૂબકી મારવી. સમજવા કોશિશ કરજો. શુભમાં પણ રહ્યા અને અશુભમાં પણ રહ્યાં, પરંતુ સમગ્રતા શુભાશુભમાં જ રહી. એક પળ કે એક ક્ષણ એવી નથી આવી કે જે ક્ષણે શુભ અને અશુભ બન્ને ચક્રોમાંથી કૂદકો મારી શુદ્ધમાં ડૂબકી મારી હોય. એ ઘટના જીવનમાં નથી ઘટી. એનું કારણ પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્ત થયાં નથી, પણ માત્ર એટલું જ કારણ નથી. આ જગતમાં કોઈ કાળ એવો નથી કે : સદ્ગુરુ ન મળે. ‘‘સદ્ગુરુ થયા તે થયા, હવે થવાના નથી, અત્યારે છે જ નહિ', આવી બિનજરૂરી ચર્ચામાં પડવા જેવું નથી. ‘આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં’ પરમકૃપાળુદેવે આ વાક્ય કહ્યું છે. રસ્તો બંધ થયો નથી. તમે કેમ કહી શકો કે ‘જ્ઞાની થવાનાં જ નથી.’ બસ પરમાર્થનો, સાધનાનો, ભક્તિનો, અંત આવી ગયો ? અરે ! જ્ઞાની છે અને જ્ઞાની થશે. સદ્ગુરુનો યોગ પ્રાપ્ત તો થયો છે, પણ જીવ પોતાની અવળચંડાઈને લીધે દૃષ્ટિથી વિમુખ રહ્યો છે. આ સૃષ્ટિ શબ્દ બહુ મઝાનો છે. દૃષ્ટિ એટલે સદ્ગુરુની નજર. બીજાની નજરે તમે ચડવા કોશિશ કરો છો. કોઈ ગવર્નર, કોઈ વડાપ્રધાન આવવાના હોય, રાષ્ટ્રપતિ આવવાના હોય તો તેની નજરે ચડવા તમે કોશિશ કરો છો. કારણ કે એ મોટો માણસ છે. બસ, તેની નજર પડી જાય અને પાસે આવીને પૂછે કેમ છો ? તો તો અધધધ....થઈ ગયું. રાષ્ટ્રપતિએ પૂછ્યું, કેમ છો ? વાહ ! અને ફોટો પડાવ્યો હોય તો બધાને બતાવે, મઢાવીને રાખે અને દીકરાને કહેતો જાય કે રાષ્ટ્રપતિ મને મળ્યાં હતાં. પરંતુ તેમની પાછળ ખુશામત કેટલી કરેલી તે કહેતો નથી. અહીં સદ્ગુરુની નજર આપણાં ઉપર પડે પણ તે શેનાથી પડશે ? શું જોઈને સદ્ગુરુની નજર આપણા ઉપર પડશે ? તમારું રૂપ ? તમારી સત્તા ? For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ પ્રવચન ક્રમાંક - ૨૬, ગાથા ક્રમાંક - ૨૬ તમારી સંપત્તિ કે તમારો વૈભવ? તમારી આવડત અને કૌશલ્ય કે તમારી બુદ્ધિ ? આ બધામાંથી શું જોઈને તમારા ઉપર નજર પડશે? હજારો માણસો બેઠાં હોય તેમાં સદ્ગુરુની નજર કોના ઉપર પડશે? બહુ પૈસાવાળા ઉપર? બહુ રૂપાળા ઉપર? બહુ શાસ્ત્રો વાંચ્યાં હશે તો નજર પડશે? ઘણું તપ કરતાં હશો તો નજર પડશે? સંસારનો ત્યાગ કર્યો હશે તો નજર પડશે ? બહુ સિદ્ધાંતો કંઠસ્થ કર્યા હશે તો નજર પડશે ? નહિ પડે. સદ્દગુરુના મૂલ્યાંકનમાં આ નથી આવતું. સદ્ગુરુના મૂલ્યાંકનમાં તો એ આવે છે કે જેને અંતરમાં પરમ તત્ત્વની અનુભૂતિ કરવાની તીવ્ર વેદના જાગી છે, એ વેદન જેના હૃદયમાં છે, એના ઉપર નજર પડશે. ફરી સમજી લો, તેઓ શોધી કાઢશે. “જેને લાગી તેને લાગી' “રામબાણ વાગ્યાં હોય તે જાણે, બીજા તો વાતું તાણે.” અંદરમાં જેને ઘા લાગ્યાં હશે, અંતરની વેદના જેને થતી હશે, તીવ્ર તાલાવેલી જેને થઈ હશે, ભલે તે કંગાલ અવસ્થામાં હોય, પહેરવાં પૂરતાં કપડાં ન હોય, એ મુફલીસ જેવો દેખાતો હોય તોપણ સગુરુની નજર તેના ઉપર પડશે, સદ્ગુરુ તેને ઓળખી લેશે, પણ આ જીવ એવો અળવીતરો છે કે સદ્દગુરુની નજર પોતાના ઉપર ન પડે તેમ પોતાની જાતને બચાવી લે છે. કાંઈ સમજાય છે? આપણે શું પરાક્રમ કર્યું? સદ્ગુરુ હાજર હોવા છતાં એમની નજર, એમની દૃષ્ટિ આપણા ઉપર પડે તેવી આપણી કોશિશ નથી. ‘તેઓ આપણાં વખાણ કરે, પ્રશંસા કરે, શેઠ પધારો એમ કહે તો ગમે. તમારા ગામમાં તમારા જેવું કોઈ નથી, તેમ કહે તો ગમે. તમે છો તો વહિવટ થાય છે, તમે છો તો ઉપાશ્રય ચાલે છે, તમે છો તો દુનિયા ચાલે છે.” આવું બધું કહે તો ગમે છે. સરુને તો એ જોવું છે કે અંતરમાં વ્યથા કોને જાગી છે? શાસ્ત્રોએ તો કહ્યું છે કે છ ખંડનો ચક્રવર્તી હોય પણ તેને જો આત્મસ્પર્શ નથી, તો તે જ્ઞાનીની દૃષ્ટિએ ભિખારી છે. વર્તમાનકાળના અબજોપતિ પૂરતી આ વાત નથી. છ ખંડનો માલિક પણ જો સમ્યગદર્શન રહિત હોય તો એને દરિદ્ર જ કહ્યો છે. દરિદ્રમાં દરિદ્ર જો કોઈ હોય અને તેની પાસે આત્મ અનુભવ એટલે સમ્યગદર્શન જો હોય તો જગતનો તે સૌથી મોટો ધનવાન છે. ભગવાન મહાવીરના સમવસરણમાં જે સ્થાન પૂણીયા શ્રાવકનું હતું તેવું સ્થાન સમ્યગ્દષ્ટિ જીવનું પણ છે. શ્રેણિક મહારાજા પૂણીયાની તોલે ન આવે. શ્રેણિક મહારાજા પૂછે છે કે પ્રભુ ! મેં મારા જીવનમાં ઘણી ભૂલો કરી છે, એટલા માટે મારે નરકમાં જવું પડશે. નરકમાં ન જવું પડે તે માટે કોઈ ઉપાય ખરો ? ભગવાન મહાવીર કહે છે કે “એક રસ્તો છે. પૂણીયા શ્રાવકની એક સામાયિક જો વેચાતી લઈ લે તો તારે નરકમાં ન જવું પડે. પુણીયાને કહ્યું કે મારે એક સામાયિક વેચાતી લેવી છે.' પૂણીયાએ પૂછ્યું કે “તમને કોણે મોકલ્યા?” તેણે For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કહ્યું કે, “ભગવાન મહાવીરે. પૂણીયાએ કહ્યું કે “એક સામાયિકની કિંમત શું થાય? તે પ્રભુને પૂછો, મને પૂછવાની જરૂર નથી.” શ્રેણિકે ભગવાનને પૂછ્યું, ભગવાને કહ્યું કે “તારું મગધ દેશનું રાજ્ય, બધી ઋદ્ધિ તું આપી દે, તે ઘોડાની ખરીદી આગળ માત્ર લગામ જેટલી કિંમતની છે.” પૂણીયાની એક સામાયિક આ ઊંચાઈ ધરાવે છે. કારણ? દરિદ્ર હોવા છતાં તેની પાસે અંદરની સમૃદ્ધિ હતી, અંદરની ચેતના અને અંદરનું બળ હતું, અંદરનું સામર્થ્ય હતું, અને એ બંધ તાળા ઉઘાડવાની ચાવી સદ્ગુરુ જાણે છે. સદ્ગુરુ બીજું કશું જ કરતાં નથી. ચાવી આપે છે. ધારો કે તમારો ચાવીનો ઝૂડો ખોવાઈ ગયો હોય, રમતાં રમતાં નાના બાબાનાં હાથમાં આવ્યો. તમે ચાવી શોધતાં હો અને બાબો કહે કે આ ઝૂડો તમારો છે? તમને જોતાં ખ્યાલ આવે કે એ તો મારો જ છે, તો પછી બાબો કેટલો વ્હાલો લાગે! બાબાએ કર્યું શું? ઝૂડો તમારો, ખોયો તમે, બાબાએ માત્ર બતાવ્યો. એ બતાવનાર આનંદ આપે છે. તમારા દરવાજા બંધ છે, ઉપર ખંભાતી તાળાં છે દર્શનમોહનાં અને ચારિત્ર મોહનાં; મિથ્યાત્વ, અવિરતિ કષાય અને પ્રમાદના; ક્રોધ, અહંકાર અને ઈષ્યનાં મજબૂત તાળાં છે. એ તાળાંની ચાવી સદ્ગુરુ આપે છે, પણ આ મોઢું ફેરવે છે, પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ થયો હોવા છતાં તે લાભ લેતો નથી. ફરી પુનરાવર્તન કરીને-પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ જીવને અવશ્ય થયો છે. પણ તે કેવી રીતે ખોવે છે? એક ફકીરે એક માણસને કહ્યું કે મારી પાસે જે આવે તેને હું બહુ સંપત્તિ આપું છું. તે માણસે કહ્યું કે મને પણ આપો. ફકીરે કહ્યું કે તું ચોથા દિવસે આવજે. હું પુલ ઉપર બેઠો હોઈશ, ત્યાં તને સંપત્તિ મળી જશે. ત્યાં સોનામહોરનાં બે ચરૂઓ મૂકેલાં છે. રસ્તામાં આવતાં પેલા માણસને વિચાર આવ્યો કે હું તો બરાબર ચાલું છું, મારી આંખો તો સારી છે, પરંતુ આંધળા કેવી રીતે ચાલતાં હશે? અને તેણે પ્રેક્ટીશ શરૂ કરી. રસ્તામાં મૂકેલા ચરૂ ચૂકી ગયો. ફકીરની પાસે જઈ પૂછયું કે મને તમે આપવાનાં હતાં ને? અરે, “મૈને તો રખા થા, આપને દેખા નહિ?” જોવા માટે આંખ ખુલ્લી રાખવી પડે. નયનાની આળસે રે, મેં તો હરિને નિરખ્યા નહિ રે.” હરિ સર્વત્ર છે પણ નયનની આળસ છે. આંખ ઉઘાડવાની આળસ તેને કહેવાય છે પ્રમાદ. આંખ ઉઘાડવાની આળસ તેને કહેવાય છે દર્શનમોહ-મિથ્યાત્વ. એના કારણે હરિને ઓળખ્યાં નહિ. પ્રત્યક્ષ સદગુરુનો યોગ થયો હોય, મળ્યાં હોય, ખભો ઘસીને ચાલ્યા હો પણ વર્તે દૃષ્ટિવિમુખ.” એમની નજર પોતાના ઉપર ન પડવા દે. આ જીવ મોક્ષની વાત તો કરે છે, “આપો આપો ને મહારાજ ! મોક્ષ સુખ આપોને.' હાથ લાંબો કરીને ગાય તો છે For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ પ્રવચન ક્રમાંક - ૨૬, ગાથા ક્રમાંક - ૨૬ પરંતુ મોક્ષ મળે તેવું આયોજન-પ્લાનીંગ કરતો નથી. “વર્તે દષ્ટિવિમુખ', કેમ એમ? ત્રીજું કારણ, સદ્ગુરુ જ્યારે મળે છે ત્યારે સદ્ગુરુની વાણી મતાગ્રહ, કદાગ્રહ અને દુરાગ્રહને દૂર કરે છે, મત, માન્યતા અને વિકારોને દૂર કરે છે, પરંતુ દુરાગ્રહ છેદક તેમની વાણી સાંભળવા આની તૈયારી નથી. એને તો પોતાનો મત પોષવો છે. લોકો કહે કે જ્ઞાની પુરુષ પાસે જાવ, તે જાય. જ્ઞાનીને કહે કે અમે સાંભળવા આવ્યા છીએ અને તેનું પ્રવચન ચાલુ થાય, બે કલાક પૂરા થાય પછી કહે કે મારે તમને પૂછવું છે કે હું બરાબર છું? I am Absolutely right તમે સીક્કો (સ્ટેમ્પ) મારી આપો. રાષ્ટ્રપતિ સીક્કો મારી આપે, સગુરુ નહીં. જીવને શિયાળની વાણી સાંભળવી ગમે છે પણ જીવનો આગ્રહ મટે, અજ્ઞાન માટે, મિથ્યાત્વ મટે, મત અને માન્યતા મટે એવી સિંહની ગર્જના જેવી, દુરાગ્રહછેદક જ્ઞાનીની વાણી સાંભળી નહીં ગમે. આ જીવની કમનસીબી એવી છે કે પોતે જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં પોતાના આગ્રહો અને દુરાગ્રહો લઈને ગયો. સત્યનો આગ્રહ હોય તો તો ઠીક છે, તેનું સમાધાન થઈ શકે પણ તે દુરાગ્રહ લઈને ગયો. સદ્ગુરુની વાણી સાંભળી, તેનાથી અવળો ચાલે તેને કહેવાય છે વર્તે દૃષ્ટિ વિમુખ.” સદ્ગુરુ મળ્યાં, તેમણે પરમાર્થની વાત પણ કરી, સત્ય તરફ આંગળી પણ ચીંધી, અતીન્દ્રિય સૃષ્ટિનો અણસાર પણ આપ્યો, આટલું બધું કર્યું પરંતુ એ દુરાગ્રહ છેડવા તૈયાર ન થયો. જેનાથી પોતાનું હિત થાય તેવા પ્રકારની વાણી તે ગ્રહણ કરવા તૈયાર થઈ ન શક્યો. ભૂલ સમજાઈ? તમે મરસિયા ગાશો નહિ કે આ પંચમકાળ છે, જ્ઞાની પુરુષો ક્યાં છે? સદ્ગુરુ ક્યાં છે? શાસ્ત્રો ક્યાં છે? આજુબાજુમાં ગમે તે થતું હશે પણ ધરતી સદ્દગુરુ વગરની હોતી નથી, સતી વગરની હોતી નથી. જ્ઞાની પુરુષ કે સંતપુરુષ વગરની ધરતી ક્યારેય હોતી નથી. પુરાણની કથા છે કે આ ધરતીનો ભાર શેષનાગ ઉપર છે. એ શેષનાગને કોઈએ પૂછ્યું કે “અહીં જુગારી લોકો છે, દારૂડિયા છે, ચોરી, દુરાચાર અને હિંસા કરનારા છે. છેતરનારા અને હજારોને પીડા આપનારા પણ છે, તો તમે શા માટે આવા ખરાબ લોકો માટે ધરતીનો ભાર વેંઢારો છો? શેષનાગે કહ્યું કે એ બધા માટે વેંઢારતો નથી. આ બધા વચ્ચે ધરતી ઉપર કોઈ કોઈ જ્ઞાની પુરુષો, સંત પુરુષો પણ છે, કોઈ સતી છે અને કોઈ દિવ્ય પુરુષો પણ છે, એમના માટે આ બધાનો ભાર વેંઢારું છું. - સદ્ગુરુ પ્રત્યક્ષ હાજર હોય, એમની વાણીનો યોગ મળે, પરંતુ જો તમે તમારા આગ્રહને મહત્ત્વ આપશો તો તમને સદ્ગુરુ કરતાં આગ્રહનું મહત્ત્વ વધારે છે. તમે કોને મહત્ત્વ આપ્યું? સગુરુને કે તમારા આગ્રહને? સદ્ગુરુ તમારો આગ્રહ છેદે છે, તે વખતે તમે For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા હિતકારી વાણી ગ્રહણ કરતાં નથી. પોતે મુમુક્ષુ છે, જીજ્ઞાસુ છે, ધાર્મિક છે એવું માન મેળવવા માટે સદ્ગુરુને છોડી અસદ્ગુરુ પાસે જાય છે. પુનરાવૃત્તિ કરીએ, સદ્ગુરુ મળ્યાં, યોગ પણ થયો અને વાણી પણ સાંભળી પણ અવળી રીતે ગ્રહણ કર્યું અને પોતાનું હિત થાય તેવાં શબ્દો લીધાં નહિ અને પોતે મુમુક્ષુ છે, જિજ્ઞાસુ છે, ધાર્મિક છે, એવું માન મેળવવા માટે અસદ્ગુરુને દૃઢ કરે છે. બહુ સ્પષ્ટ વાત છે. ગાથાના ચાર ભાગ કરી જોઈએ. ‘પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં’, ભૂલ કંઈ કરે છે ? (૧) વર્તે દૃષ્ટિ વિમુખ (૨) વળી તે શું કરે છે ? તો અસદ્ગુરુને દૃઢ કરે છે. (૩) શેના માટે કરે છે ? શું મેળવવું છે ? તો એને મોક્ષ મેળવવો નથી; પરમાર્થ, ધર્મ કે આત્મા મેળવવો નથી. પણ ‘નિજ માનાર્થે મુખ્ય', આ જીવ જ્યાં ગયો ત્યાં પોતાનું માન અથવા અભિમાન પોષવાની વાત કરે છે. અભિમાનના ઘણાં પ્રકાર છે. કોઈએ કહ્યું કે ઈશ્વરનાં જેમ અનંત સ્વરૂપ છે તેમ અહંકારનાં પણ અનંત સ્વરૂપ છે, અહંકારને ઓળખવો ઘણો મુશ્કેલ છે. બે હાથ જોડીને ચાલતો હોય, અને કહેશે કે અમે તો બહુ નમ્ર છીએ, સૌને નમીએ છીએ, આ પણ અહંકારનો પ્રકાર છે. જીવ પોતાનો અહંકાર મજબૂત કરવા માંગે છે. જીવ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં મુમુક્ષુ બન્યો નહિ, વિચારક કે ચિંતક બન્યો નહિ. સાધક કે ઉપાસક બન્યો નહિ, ભક્ત બન્યો નહિ, જ્યાં ગયો ત્યાં પોતાનું માન જ પોપ્યું. આ બધાનો ઉપયોગ નિજ માનાર્થે કર્યો. સદ્ગુરુ તેનું માન ન પોષે તેથી ત્યાં ન જાય, પરંતુ પોતાનો અહંકાર પુષ્ટ થાય તેવું પાત્ર આ જીવ શોધી કાઢે છે, અને એ પાત્ર છે અસદ્ગુરુ. જ્યાં જાય ત્યાં પોતાનું માન મુખ્યપણે મેળવવા પ્રયત્ન કરે છે. અસદ્ગુરુ પ્રત્યે પોતાને શ્રદ્ધા અને ભક્તિ છે, તેવું બતાવી, ત્યાં સ્થાન મેળવે છે અને પોતાના માટે મોક્ષના દરવાજા પોતે જ બંધ કરી દે છે. પંચમકાળમાં મોક્ષ ન મળે તે ચર્ચા બંધ કરો. આગળ વર્ણન આવશે. શાસ્ત્રમાં કહ્યું છે કે આ કળિકાળમાં જીવાત્મા જો પુરુષાર્થ કરે તો સાતમા ગુણસ્થાનક સુધી જઈ શકે છે. આટલી વાત તો જ્ઞાનીએ કહી છે. તમે પણ યાત્રા કરી શકો. ચોથે, પાંચમે, છટ્ટે અને સાતમે સુધી જઈ શકો. આ કાળમાં ધ્યાન ન થાય, આત્મ અનુભૂતિ ન થાય તેવી વાતો બંધ કરી તું પહેલે તો આવ. પહેલાં ગુણસ્થાનકે ચાર દૃષ્ટિ ખૂલે છે. મિત્રા, તારા, બલા અને દીપ્રા. યોગની આઠ દૃષ્ટિ છે. પરમકૃપાળુદેવે ભલામણ કરી છે કે યોગની આઠ દૃષ્ટિઓનો અભ્યાસ વારંવા૨ ક૨વા જેવો છે, એ થર્મોમીટર છે. તમે કઈ ભૂમિકા ઉપર છો, તે બતાવી શકશે. જીવને વ્હાલામાં વ્હાલું માન છે. તમે આ નાનકડું વાક્ય વાંચ્યું જ હશે. ‘જગતમાં જો માન ન હોત તો, અહીં જ મોક્ષ હોત.' બધું મૂકાશે પણ માન નહિ મૂકાય. તમે જો માન For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ પ્રવચન ક્રમાંક - ૨૬, ગાથા ક્રમાંક - ૨૬ આપશો તો તમારે અને અમારે મેળ પડશે, નહિ તો મેળ નહિ પડે. સદ્ગુરુ સાથે અહીં મુશ્કેલી પડે છે અને અસદ્ગુરુ સાથે સોદો સહેલાઈથી થઈ શકે છે. અસદ્દગુરુ કહશે કે “ઓહોહો...ગયા જનમમાં તમે કેટલી સાધના કરીને આવ્યા છો, હવે આ જનમમાં મોક્ષ મળશે.” આમ કહેવામાં શું જાય? મર્યા પછી જ્યાં જવાનો હશે ત્યાં જશે. કોણ જોવા જવાનું છે? પ્રત્યક્ષ સગુરુયોગમાં, વર્તે દષ્ટિવિમુખ.” પરસ્પર સાપેક્ષ વસ્તુ છે. સદ્ગુરુની નજર પોતાના ઉપર ન પડવા દે અને પોતે ધરાઈને સદ્ગુરુને ન જુએ. સંત દાદુનું મૃત્યુ થયું. તેનો શિષ્ય રજબ હતો. જેવું દાદુનું મૃત્યુ થયું કે રજબે પોતાની આંખો બંધ કરી દીધી. લોકોને થયું કે મૃત્યુનું દુ:ખ લાગ્યું છે. પરંતુ ૨૪-૪૮ કલાક ગયા, રજબે આંખો ન ખોલી. લોકોએ કહ્યું કે “રજબ ! ગુરુદેવ તો ચલે ગયે, અબ આંખ તો ખોલીએ.” રજબે કહ્યું કે જેને જોવા માટે આ આંખો હતી તે તો ધરતી ઉપર રહ્યાં નહિ, હવે કોને જોવાં આંખો ખોલું?' સગુરુ મળ્યાં હોત અને આવી શ્રદ્ધા થઈ હોત તો તમારું કામ થઈ જાત. આવી શ્રદ્ધા અસદ્દગુરુ પ્રત્યે કરી હશે પણ ગુરુ પ્રત્યે દઢ શ્રદ્ધા કરી નહિ હોય. સદ્દગુરુ પાસે નુકસાન એક જ છે કે માન ખોવું પડે. તમે આશ્રમમાં આવ્યા હો અને અઠવાડિયું તમારી સાથે વાત ન કરું તો તમને થશે કે અહીં રહીને શું કરવું છે? બીજા ગુરુ શોધી લઈશું. અહીં જ થોડી છાપ મારી છે? આ ભૂલ સમજી લો. જીવે ક્યાં ભૂલ કરી છે? મોક્ષ નથી. પંચમકાળ કઠિન છે, જ્ઞાની પુરુષ નથી, સાધના થઈ શકતી નથી, આવો નેગેટીવ એપ્રોચ મૂકી દો. તમે બીજી સાઈડ તો જુઓ. સાતમા ગુણસ્થાન સુધીની યાત્રા થઈ શકે છે, પણ તમે બળ વાપરો તો ને? દર્શનમોહને તો હટાવો, અનંતાનુબંધીનો ક્ષયોપશમ તો કરો. ગ્રંથિભેદ અને અપૂર્વકરણ તો કરો? એક વખત નિર્વિકલ્પ થઈને અંતર્મુહૂર્ત આત્માનો અનુભવ તો કરો. વૃત્તિઓ ઉપર કાબૂ તો મેળવો. તમારે આટલું પણ કરવું નથી, નકારાત્મક અભિગમ જ રાખવો છે. શ્રી પદ્માનંદજી આચાર્ય એમ કહે છે કે “અમે જે આત્માની વાત કરીએ છીએ, તે તમારી વાત છે. બીજાની વાત કરતાં નથી. આત્માનું વર્ણન કર્યું તે તમારું વર્ણન છે. હે જીવ! એક વખત આનંદમાં આવીને, ઉલ્લાસમાં આવીને હું આત્મા છું' એમ તો કહે.” શેરબજારમાં ભાવ વધ્યાં હશે તો નાચ્યાં હશો જ, પરંતુ ગુરુ એમ કહે કે “અમે તારા વૈભવની વાત કરીએ છીએ, આત્માની વાતો કરીએ છીએ. તું સાંભળીને ઉલ્લાસમાં, આનંદમાં તો આવ. તું પ્રસન્ન તો થા. અને એક વખત કહે કે હું આત્મા છું, આત્મા મારો નિજવૈભવ છે.” આ નાનકી કડી યાદ રાખજો. अई कथमपि मृत्वा, आत्मकौतवं हलिसम् । For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૦૧ અરે મૃત્યુની કિંમત ચૂકવીને પણ તું આત્માને પ્રાપ્ત કરવા તૈયાર થા. આવી તૈયારી જે કરે તેને આત્મા મળ્યા વગર રહે નહિ. જીવે ભૂલ કરી છે, ક્યાં? મંદિરમાં જાય તો પણ ટ્રસ્ટી તરીકે, એમાં બહુ મઝા આવે. હું ટ્રસ્ટી છું, ખબર છે? પૂજારીને ખખડાવી નાખે. અભિષેક માટે પાણી તૈયાર નથી? ફૂલ તૈયાર નથી? તને ખબર નથી કે હું પૂજા માટે રોજ નવ વાગે આવું છું? એ ભગવાનના મંદિરમાં ભક્ત તરીકે નહિ પણ ટ્રસ્ટી તરીકે ગયો. આ જીવ જ્યાં ગયો ત્યાં પોતાનું માન લઈને ગયો. એક વખત આ માન મૂકો તો બધું મુકાશે. તમે કહેશો કે અમે ઝેર પીવા તૈયાર છીએ પણ માન મૂકવું ઘણું કઠિન છે. ગોપીઓએ માન મૂક્યું તો કૃષ્ણ મળ્યાં. પૂણીયાએ માન મૂક્યું અને ભગવાન મહાવીર મળ્યાં. જેણે માન મૂક્યું, તે સદ્દગુરુનાં ચરણોમાં ગયા. સંગુરુનાં ચરણોમાં માન મૂકશો તો જીવનમાં આત્માના અનુભવની ઘટના ઘટશે. સાચાં સંગુરુ મળ્યો હોય, છતાં તેના તરફ લક્ષ ન આપે, એટલે ટાળે, ને બીજે વિશેષ લક્ષ આપે, એટલે જ્યાં માન પોષાતું હોય ત્યાં જાય. લોકશાહી, સમાજશાહી, રાજાશાહી તે કરતાં મોટી ટોળાશાહી. ટોળું તમને ક્યાંય ન જવા દે. આ ટોળાશાહી માટે પરમકૃપાળુદેવે બહુ મઝાનો શબ્દ વાપર્યો છે, એ શબ્દ છે લોકસંજ્ઞા, આને ઉપનિષમાં લોકેષણા, અને જૈન પરંપરામાં લોકસંજ્ઞા કહે છે. ટોળામાં જવું આપણને ગમે છે. કોઈ જ્ઞાની પુરુષ હોય કે અષ્ટાવક્ર હોય ત્યાં કોક જનકવિદેહી હોય. વશિષ્ઠ બેઠાં હોય ત્યાં એક રામ અને એક જ માણસ હોય, ત્યાં આપણને જવું ન ગમે. ટોળું હોય તો બરાબર. આટલાં બધાં લોકો કંઈ ખોટાં હોય? એકલા છે તે બરાબર નથી. તમે સત્યને જોવા તૈયાર નથી. ટોળાંને જોવા તૈયાર છો. કોને મહત્ત્વ આપો છો? તેના ઉપર આધાર છે. લોકો શું કહેશે તેનો પણ ડર હોય ને? માન પોષાય ત્યાં જાય અને ત્યાં પોતાની શ્રદ્ધા વધારે દઢ કરે. શ્રદ્ધા કિંમતી ચીજ છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે આ મનુષ્યત્વ મળવું દુર્લભ છે, અને શ્રદ્ધા પ્રાપ્ત થવી તેથી પણ દુર્લભ છે. શ્રદ્ધા તો મુખ્ય દ્વાર છે. એ શ્રદ્ધાની મૂડી જેના ચરણોમાં અર્પણ થવી જોઈએ, તેના ચરણોમાં અર્પણ ન કરતાં, જ્યાં ન કરવી જોઈએ ત્યાં અર્પણ કરી છે. અસગુરુમાં શ્રદ્ધા રાખી તેને મજબૂત કરે છે અને અસદ્ગુરુ શિષ્યને મજબૂત કરે છે. ગુરુ લોભી શિષ્ય લાલચુ, દોનો ખેલે દાવ, તેરે નહિ તારે નહિ, જૈસી પત્થર નાવ. આ મોટો ખેલ દુનિયામાં ચાલે છે. આ ખેલમાંથી બહાર નીકળવું અને કોઈ જ્ઞાનીનાં For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ પ્રવચન ક્રમાંક - ૨૬, ગાથા ક્રમાંક - ૨૬ ચરણ પકડવાં, તેમનાં ચરણે શ્રદ્ધાનું ફૂલ અર્પણ કરવું, તે કઠિનમાં કઠિન વાત છે. એક વખત આવું શ્રદ્ધાનું ફૂલ સદ્ગુરુનાં ચરણે અર્પણ કરશો તો મોક્ષ માગવાની જરૂર નહિ રહે. મોક્ષ હથેળીમાં હશે. આ થોડી થોડી ભૂલ જીવ ક્યાં કરે છે તેનું વર્ણન થાય છે. તમે તો આખી આત્મસિદ્ધિ મોઢે કરી છે. ક્યાં ક્યાં જીવની ભૂલ થઈ ? એણે સદ્ગુરુ અને અસદ્ગુરુમાં કેવી ભૂલ કરી ? તીર્થંકરનું સ્વરૂપ સમજવામાં કેવી ભૂલ કરી ? તે વાત થઈ, હવે શાસ્ત્ર સમજવામાં કેવી ભૂલ કરો છો તેની વાત છે. તમે અમુક શાસ્ત્ર અથવા આત્મસિદ્ધિ વાંચતાં ખોટો અર્થ કરો તો શાસ્ત્ર કહેશે નહિ કે ભાઈ ! તું ખોટો અર્થ કરે છે . શાસ્ત્ર બોલતું હોત તો ઘણું સારું થાત, પણ શાસ્ત્ર બોલતું નથી અને જે બોલે છે તેની વાત આપણે સાંભળવી નથી. ક્યાંથી મેળ પડે ? સત્શાસ્ત્રો શેનાં માટે છે ? શાસ્ત્રોમાં તમામ પ્રકારનું વર્ણન આવે, પરંતુ શાસ્ત્રોનો હેતુ તો ‘જીવને નિર્મળ કરવા માટે છે.’ પરમકૃપાળદેવે કહ્યું છે કે ‘શાસ્ત્ર સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવાં નિર્મળો.’ બધા જ શાસ્ત્રો જીવને નિર્મળ કરવાં માટે છે. આ શાસ્ત્રોમાં દેવગતિ, નરકગતિની વાતો આવે, લવણ સમુદ્ર અને મેરૂ પર્વતની વાત આવે. દેવગતિનાં ભાંગા અને નરકનાં પ્રતરની વાત પણ આવે. આપણે આ બહારમાં જ અટવાઈ રહ્યાં છીએ. ફક્ત એટલાં માટે જ શાસ્ત્રો નથી, એ તો આનુસંગિક વર્ણન છે. શાસ્ત્રો તો પોતાની જાતને ઓળખવાં માટેછે. ૨૭મી ગાથામાં તેનું વર્ણન છે. ૨૮મી ગાથામાં આપણી આખી સાધનાની પાયામાંથી ક્યાં ભૂલ થાય છે તેની વાત આવશે. ૨૯મી ગાથામાં આ જીવ નયદૃષ્ટિનો કેવો ઉપયોગ કરે છે, તેની વાત આવશે. અને ૩૦મી ગાથામાં આ જીવ જ્ઞાનદશા પામતો નથી, સાધનો છૂટી જાય છે, અને બધેથી રખડે છે તેની વાત આવશે અને પછી મુમુક્ષુની વાતનો પ્રારંભ થશે. દર્શનમોહનો પ્રબળ વેગ જેનામાં છે તે મતાર્થી. જેનો દર્શનમોહ મંદ અને મોળો પડ્યો છે, તેનું જોર ઘટ્યું છે તે મુમુક્ષુ, અને દર્શનમોહનો ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષય થાય તે સમ્યગ્દષ્ટિ. આત્મસિદ્ધિમાં મુમુક્ષુ શબ્દે પ્રવેશ કર્યો છે. આપણી વર્તમાનમાં હાલત કેવી છે તે બતાવવા માટે પહેલા મતાર્થીની વાત કરી. પછી આપણે કેવા થવું જોઈએ તે સમજાવવા મુમુક્ષુની વાત કરી. અને પછી આત્માના ષટ્પદ એટલે સમ્યગ્દર્શનની વાત કરી. સમ્યગ્દષ્ટિ, મુમુક્ષુતા અને મતાર્થી ત્રણેને સમજી લઈએ. મતાર્થી મટવું છે, મુમુક્ષુ થવું છે અને સમ્યગ્દષ્ટિ થઈને મરવું છે તે નક્કી છે ને ? એવી હામ કેળવો કે દોસ્ત મૃત્યુ ! તું ઊભો રહેજે, મારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે જીવવું છે. આ સાહસ જીવનમાં જોઈએ. બહુ ધ્યાનથી અને For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૦૩ પ્રેમથી વિચાર કરીને સાંભળજો. તમારો જાણેલો ખજાનો વચમાં લાવશો નહિ. કેટલાંય શાસ્ત્રો ફટફટ બોલી જાઓ છો? શાસ્ત્રમાં એક શબ્દ છે શુકપાઠી. શુક એટલે પોપટ. પોપટ રામ રામ બોલે છે, પણ પોપટને પૂછ્યું કે “રામ કોણ છે? તેની તને ખબર છે?” તેની તેને ખબર નથી. આવાને શુકપાઠી કહેવાય. સમ્યગ્રદર્શન શાસ્ત્રો વાંચવાથી નહિ થાય. શાસ્ત્રો જેને ઓળખવા માટે છે તેને ઓળખો. છાશમાંથી માખણ કાઢી પોતાની પાસે રાખવાનું અને બધાને છાશ આપવાની, એમ શબ્દો છાશ છે અને તત્ત્વજ્ઞાન તે માખણ છે. એવું અમૃત જીવનમાં પ્રાપ્ત કરવું છે. આ ચારે ચાર ગાથાઓમાં અને બત્રીસ ગાથાઓ સુધીમાં અત્યંત મહત્ત્વનાં સૂત્રો છે. જીવની સૂક્ષ્મ ભૂલો જેવી કે માન્યતાની ભૂલ, સમજણની, શ્રદ્ધાની અને સ્વીકારની ભૂલ, એનું વિશેષ વર્ણન કર્યા પછી કહે છે કે આ અમે મતાર્થીના લક્ષણો કહ્યાં અને તેત્રીસમી ગાથામાં ઉપસંહાર કરતી વખતે કહેશે કે અમે આ લક્ષણો “મતાર્થ જાવા કાજ', એટલે મતાર્થમાંથી મુક્ત થવા માટે કહ્યા. અને હવે અમે આત્માર્થીનાં લક્ષણો કહીશું. બે જ પાત્રો છે મતાર્થી અને આત્માર્થી. આખું જગત બે ખાનામાં છે, તમે કયા ખાનામાં છો તે તમે જાણો. મતાર્થીના ખાનામાંથી નીકળી, આત્માર્થીનાં ખાનામાં આવી જાવ, તો પછી પદનો બોધ થશે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ શબ્દો કે સૂત્રો નથી પરંતુ સમ્યગ્દર્શનનાં છ સ્થાનકો છે. સમક્તિને રહેવાનાં સ્થાનકો છે. સમક્તિને તપાસવું હોય, શોધવું હોય તો આ છ સ્થાનકોમાં શોધવું. કોણ શોધશે ? આત્માર્થી શોધશે. ક્યારે ? તો મતાર્થી મટશે ત્યારે. ક્યારે મટશે? તો મતાર્થી કેવો હોય તે જાણીને મતાર્થીપણું ટાળી, આત્માર્થી બને ત્યારે. જસ્થાનકમાં આત્માર્થ શોધીએ અને એક વખત આત્માનું અમૃતપાન જીવનમાં કરી લઈએ. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પ્રવચન ક્રમાંક - ૨૭, ગાથા ક્રમાંક - ૨૭ પ્રવચન ક્રમાંક - ૨૦ ગાથા ક્રમાંક - ૨૦ શાસ્ત્ર સંબંધી ભૂલા પરમકૃપાળુદેવ પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્રની મતાર્થીના લક્ષણો જણાવતી ગાથાઓને નજર સમક્ષ રાખી, સાધકે “જગતમાં જેટલાં સત્ સાધનો છે, સત્ માર્ગ માટે સાધનો છે, એ સાધનોનો સાધક પોતાની ભૂલના કારણે કેવી રીતે દુરુપયોગ કરે છે, તેનું ચિંતન કરવાનું છે. ભૂલ સાધનની નથી, ભૂલ વ્યક્તિની છે. સાધનો તટસ્થ છે, આપણી સામે હાજર છે. સ્વીકાર કરનાર વ્યક્તિની ભૂમિકા કઈ છે? અવસ્થા કઈ છે? અને એની આંતરિક સ્થિતિ કેવી છે, તેના પ્રમાણે તે સાધનનો ઉપયોગ કરશે. મતાર્થી હશે તો સાધન તેનું તે, પણ ઉપયોગ જુદો કરશે. મુમુક્ષુ પણ સાધન તેનું તે, પણ એનો ઉપયોગ જુદો કરશે, આત્માર્થી પણ ઉપયોગ જુદી રીતે કરશે અને સમ્યગ્દષ્ટિ પણ સાધનનો ઉપયોગ જુદી રીતે કરશે. સાધનનો વાંક નથી, પણ સાધનને સમજવું પડશે, જાણવું પડશે કે ક્યાં વિવાદ થાય છે? ક્યાં ભૂલ થાય છે? અને તે ભૂલ કેવી રીતે ટાળવી, તે વિચારવું પડશે. બને છે એવું કે અનંતકાળમાં જે ભૂલ થઈ છે તેની પુનરાવૃત્તિ થાય છે. એની એ ભૂલ વારંવાર કરીએ છીએ. ભૂલ વારંવાર કરવાના પરિણામે તે સ્વભાવગત થઈ ગઈ છે. | પહેલી વાત તો એ કરવી છે કે આ સતુશાસ્ત્રો સાધક માટે અત્યંત અનિવાર્ય છે. શાસ્ત્ર એ અરીસો છે, શાસ્ત્ર એ સાગર છે, સમુદ્ર છે. ઈન્દ્રિયોની પેલી પાર અતીન્દ્રિય સૃષ્ટિનાં જે તત્ત્વો છે, તેનો અણસાર, સંકેત-ખ્યાલ, સૌથી પ્રથમ સન્શાસ્ત્રો આપે છે. સદ્ગુરુ મળ્યાં તેની પહેલાં શાસ્ત્રો મળ્યાં છે. એ ધ્યાન દોરે છે. શાસ્ત્રોનું કામ ઈશારો કરવાનું છે, પણ ઈશારો સમજવો તો જોઈએ ને? ખોટું સમજે તો તેનો દુરુપયોગ પણ થાય. માટે પહેલી વાત એ કરી કે શાસ્ત્રો ત્રણ હેતુ માટે છે. (૧) અતીન્દ્રિય સૃષ્ટિની અને તત્ત્વ વિષેની વિગત સાધકને પ્રાપ્ત કરવી છે. પરમાત્મા તત્ત્વ, દ્રવ્ય, ગુણ, પર્યાય, કર્મ અને કર્મના પ્રકારો, માર્ગણા, ગુણસ્થાનક, વેશ્યા, વ્રતો, અનુષ્ઠાન, કર્મનાં બંધની માહિતી તે ક્યાંથી મેળવશે? એ કંઈ સ્કુલ કે કોલેજમાં નથી આવતું. આ જે બધી વિગત મળે છે તે સશાસ્ત્રોમાંથી મળે છે. સશાસ્ત્રો આપણને એક For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૦૫ બીજી સૃષ્ટિમાં લઈ જાય છે. આપણી સૃષ્ટિ એક ભૌતિક સૃષ્ટિ છે અને શાસ્ત્ર અતીન્દ્રિય, અભૌતિક સૃષ્ટિમાં લઈ જવાનું કામ કરે છે. શાસ્ત્રોની મર્યાદા છે, એ અનુભવ નહિ કરાવી શકે. પણ અનુભવ જેનો કરવો છે તેનો અણસાર આપે છે. અનુભવ તમારે કરવો પડશે, પરંતુ જે એક પાત્ર સગુરુ છે, તેમની હાજરીમાં અનુભવ થશે. પણ અનુભવ કરતાં પહેલાં તેનો અણસાર તેનું ચિત્ર આપણને પ્રાપ્ત થવું જોઈએ, અને એ શાસ્ત્રમાંથી પ્રાપ્ત થાય છે. (૨) બીજી વાત, વ્યક્તિએ પોતાના જીવનમાં કેવું કેવું રૂપાંતર કરવાનું છે. કેવું પરિવર્તન અને કેવી ક્રાંતિ જીવનમાં કરવાની છે, કેવું જીવન જીવવાનું છે, તેનો ખ્યાલ શાસ્ત્રમાંથી મળશે. શાસ્ત્ર વિના તમે તેવું જીવન જીવવાની અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરશો? (૩) ત્રીજી વાત, પોતે ખરેખર અંદરથી કેવો છે? પોતાની ભૂમિકા કેવી છે? તે જોવા માટે શાસ્ત્ર દર્પણની ગરજ સારે છે. શાસ્ત્ર આપણને બતાવે છે કે તમારી અવસ્થા આવી છે. તમે પોતે તમને ગમે તે માનતાં હો અને કહેનારા પણ તમને ગમે તે કહેતાં હોય પણ શાસ્ત્રો તમે જેવા છો તેવા બતાવશે કે તમારી વર્તમાન અવસ્થા આવી છે. ગુણસ્થાનક અને દૃષ્ટિઓ ઉપરથી પણ ખ્યાલ આવે, માર્ગણાસ્થાન ઉપરથી ખ્યાલ આવે. અંદર જે ભાવો ઊઠે છે તેના ઉપરથી ખ્યાલ આવે કે આ શુભભાવ છે, આ અશુભ ભાવ છે કે શુદ્ધ ભાવ છે. આ વ્રતો છે, આ વૃત્તિઓ છે. આ બધો ખ્યાલ શાસ્ત્રો આપણને આપે છે. મોટો આધાર તો ખ્યાલ લેનાર કેવી રીતે ખ્યાલ લે છે, તેના ઉપર છે. શાસ્ત્રોની એવી કોઈ અવસ્થા નથી કે તમે ખોટો ખ્યાલ કરતાં હો તો તમને રોકે. શાસ્ત્રો તો તમારી બહિરંગ અવસ્થા, અંતરંગ અવસ્થા, પરમાત્મ અવસ્થા, ભવાભિનંદી, પુદ્ગલાનંદી, આત્માનંદી અને બ્રહ્માનંદી જે અવસ્થા હોય તેનું સ્પષ્ટ ચિત્ર આપે છે. તમે તમને પુદ્ગલાનંદી હોવા છતાં બ્રહ્માનંદી માની બેસો તો શાસ્ત્રો ઠપકો નહિ આપી શકે. શાસ્ત્રોને જે કહેવું છે, સમજાવવું છે તે એક જીવંત વ્યક્તિ જ તમને હાજર રહીનેકહી શકશે, અને તે નમ્રતાપૂર્વક સાંભળવાની તમારી તૈયારી પણ જોઈએ. માન જાય તો તમારી તૈયારી થઈ શકે. માન જાય, સદ્ગુરુ મળે પછી અનુભવની પ્રક્રિયામાં ઢળી શકાય. ગુરુ દરવાજા સુધી મૂકવા આવે છે, પછી તો તમારે એકલાએ જવાનું છે. શાસ્ત્રને સમજવામાં ઘણી ભૂલો થાય છે. જગતમાં જેટલાં ધર્મો છે તે બધાંને પોતપોતાનાં શાસ્ત્રો છે. અનેક શાસ્ત્રો છે. મુસ્લીમ પરંપરામાં કુરાન, ક્રિશ્ચયનનું બાઈબલ, હિંદુની પરંપરામાં વેદ, શીખોને ગ્રંથ સાહેબ, જૈનોની પરંપરામાં આગમ શાસ્ત્રો છે. દરેક ધર્મોનાં For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ પ્રવચન ક્રમાંક - ૨૭, ગાથા ક્રમાંક - ૨૭ શાસ્ત્રો છે, પરંતુ ખૂબી એ છે કે મૂળ પુરુષોએ શાસ્ત્રો લખ્યાં નથી, પણ તેઓ બોલ્યાં છે. તેમણે માત્ર કહ્યું છે. તેમને શાસ્ત્રો લખવાનો વિચાર ન હતો, તેઓ બોલ્યાં પછી તેમની પાસે રહીને તેમનાં શબ્દોને ગુંથવાનું કામ પાછળની વ્યક્તિઓએ કર્યું છે. એ ગૂંથનાર જો ભૂલ કરે તો સમજવામાં ભૂલ થાય. તીર્થકરોએ શાસ્ત્રો લખ્યાં નથી. આ અજીતનાથનું શાસ્ત્ર કે આ શાંતિનાથનું શાસ્ત્ર કે આ મહાવીર સ્વામીનું શાસ્ત્ર, એવું નથી. તેઓ ફક્ત બોલ્યાં જ છે, પરંતુ તે રચવાનું કામ સાક્ષરો, પંડિતો અને વિદ્વાનોએ કર્યું. તેમાં ભૂલ ક્યાં થાય? શાસ્ત્ર લખનાર વ્યક્તિ એટલી બુદ્ધિમાન હોય પણ અંતરમાં આંતરિક શુદ્ધિ ન હોય તો શાસ્ત્રોનાં શબ્દો ગૂંથવામાં ભૂલ થાય. આંતરિક શુદ્ધિ સાથે પરમ બુદ્ધિ જોઈએ. - પરમ બુદ્ધિ અને આંતરિક શુદ્ધિ જેનામાં હોય તેને કહેવાય છે ગણધર. ગણધર એક અવસ્થા છે તેઓને તીવ્ર બુદ્ધિ પણ છે અને સાથે પરમ શુદ્ધિ પણ છે. તેમને ત્રણ શબ્દો મળ્યાં છે. '૩૫ર્નવા, વિમેવા અને ગુરુવા.” આ ત્રણ જ શબ્દો ઉપરથી ચૌદપૂર્વની રચના કરવી એ અપ્રતિમ બુદ્ધિમત્તાનું કામ છે. સામાન્ય વ્યક્તિથી શક્ય નથી. (૧) ઉત્પન્ન થાય છે, (૨) નાશ થાય છે અને (૩) કાયમ રહે છે, આ ત્રણે શબ્દો ઉપરથી ગણધરો માત્ર ૪૮ મિનિટમાં ચૌદ પૂર્વની રચના કરે છે. સાંભળતાં આપણને શ્વાસ ચડે. માત્ર અડતાલીશ મિનિટમાં જ આટલી રચના કઈ રીતે થાય? તેઓને પરમ બુદ્ધિ છે, તેઓ બીજબુદ્ધિનાં ધણી છે. પરમ બુદ્ધિ અને પરમ શુદ્ધિનો સુમેળ તેમનામાં થયો છે. શુદ્ધ બુદ્ધિને ઋતંભરા પ્રજ્ઞા કહે છે. શ્વત એટલે સત્ય. ઋતને એટલે સત્યને ધારણ કરનારી પ્રજ્ઞા તે ઋતંભરા પ્રજ્ઞા. જેમ મા ગર્ભને ધારણ કરી શકે તેમ જે સત્યને, પરમ સત્યને ધારણ કરી શકે તેવી બુદ્ધિ-તે પ્રજ્ઞા. બુદ્ધિમાં સત્ય ધારણ નહિ થાય પણ તે માટે પ્રજ્ઞા જ જોઈશે, અને એ પ્રજ્ઞા સિવાય સત્ય ધારણ નહિ થાય. એવું પણ બને કે ઋતંભરા પ્રજ્ઞા જેમને પ્રાપ્ત થઈ હોય તે તમારી દૃષ્ટિએ નિરક્ષર પણ હોય અને કદાચ પ્રાથમિક શાળામાં ગયા પણ ન હોય, અક્ષર લખતાં કે વાંચતાં પણ ન આવડતો હોય. કબીરે કહ્યું કે, “કાગળ મસિ છુઓ નાહિ', એટલે હું તો કાગળ કે શાહીને અડ્યો પણ નથી. કબીરજી કહે છે કે “હું બોલ્યો તે કોઈનું સાંભળીને બોલ્યો નથી, પરંતુ અંદરથી અને આંખેથી જે જોયું તે કહ્યું, અનુભવમાં જે આવ્યું તે કહ્યું. પ્રગટ જે થયું અને સાક્ષાત્કાર જેનો થયો તે કહ્યું. આમાં મારું કંઈ નથી.” , અનુભવ થવો કઠિન છે, પણ પોતાના અનુભવને તટસ્થપણે કહેવો અતિ કઠિન છે. આંતરિક અનુભવ કઠિન છે પણ બીજાને કહેવા અને નિર્ભેળ-કંઈપણ ઉમેર્યા સિવાય કહેવું તે અતિ કઠિન છે, અને તેવો અનુભવ જેમને થયો છે તે બોલ્યાં છે અને શાસ્ત્રો રચાયાં છે. For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૦૭ કેટલાક શાસ્ત્રો તેમની પરંપરામાં આવેલા પુરુષોએ રચ્યાં છે, બહુ જાગૃતિ રાખી છે. બહુ વિવેક રાખ્યો છે. બહુ ચિંતન અને મંથન કર્યું છે, એક પણ શબ્દ આડો અવળો ન જાય, સૂત્ર, અર્થ, વ્યંજન, સ્વર, અનુસ્વાર વગેરેની ક્યાંય ભૂલ ન થાય તેની કાળજી રાખી છે. એ શાસ્ત્રોમાં માત્ર અધ્યાત્મની જ વાત આવે તેવું નહિ બને. વ્યવહારની વાત જ્યારે આવશે ત્યારે જગતનું વર્ણન પણ આવે, ગતિઓનું વર્ણન આવે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચ અને નરકગતિની વાત આવે, ભૂગોળની વાત આવે, દ્વીપ સમુદ્રની પણ વાત આવે, વિશાળ આકાશની અને અલોકાકાશની વાત આવે, અને દ્રવ્યની, ગુણપર્યાયની પણ વાત આવે. આ બધી વાતો શાસ્ત્રોમાં આવે પણ વાંચનાર વ્યક્તિ કેવી છે ? જેના હાથમાં શાસ્ત્રો આવ્યાં તેની આંતરિક અવસ્થા કેવી છે? જો એ મતાર્થી, મતના આગ્રહવાળો હશે તો એમ કહેશે કે શાસ્ત્રોમાં નરકગતિનું વર્ણન આવે છે તથા દેવગતિમાં વૈમાનિક દેવો માટે બાર દેવલોક, નવ રૈવેયક તથા પાંચ અનુત્તરદેવના વિમાનો છે, ત્યાં બાગબગીચાઓ આવાં છે, આ બધા વર્ણનને જ જે શ્રુતજ્ઞાન સમજે તેને કહેવાય છે મતાર્થી. તમારે ઘેર કોઈ આવે અને તમને મળે જ નહિ અને ઘર જુએ, કોઈગરૂમ, કિચન, ઓસરી બધું જોવે, નોંધ કરે, બહુ પરફેક્ટ, સરસ છે તેમ કહે અને તેમના ગામ જઈ તમારા ઘરના જ વખાણ કરે અને તમારી કંઈ વાત જ ન કરે, તેવી રીતે મૂળ આત્માને બાદ કરી, બીજું બધું વર્ણન કર્યા કરે, તે છે મતાર્થી. મૂળ મુદ્દો જ રહી જાય. દેવોનાં આટલાં પ્રકાર અને સ્વર્ગમાં આવો વૈભવ છે, આ બધું વર્ણન જે કર્યું છે તે વર્ણન શાસ્ત્રમાં વિશેષ હેતુપૂર્વક કર્યું છે. જો તમે શુભભાવ કરશો, શુભ પ્રવૃત્તિ કરશો તો પુણ્ય બંધાશે અને પુણ્ય ભોગવવાં માટે જગતમાં જુદા જુદા સ્થાનો છે. જગતમાં બધી વ્યવસ્થા સંપૂર્ણ અને કાયમ માટે છે. જીવ સત્કર્મો અને શુભભાવ કરે છે, તેથી પુણ્ય બંધાય છે અને પુણ્ય ભોગવવાનાં ઘણા સ્થળો છે. અમુક પ્રકારનું પુણ્ય મનુષ્યગતિમાં ભોગવી શકાય, જ્યારે અમુક શ્રેષ્ઠ પુણ્ય ભોગવવાની વ્યવસ્થા દેવલોકમાં છે, તેથી શાસ્ત્રોમાં દેવલોકનું વર્ણન આવે છે. જેણે પોતાના જીવનમાં દુષ્કર્મો કર્યા છે, પાપ અને અશુભભાવો કર્યા છે, તેને ભોગવવાની વ્યવસ્થા પણ જગતમાં છે. અમુક દુઃખો મનુષ્યગતિમાં ભોગવી શકાય છે, અમુક દુઃખો ભોગવવાં નરકગતિમાં પણ જવું પડે છે. મનુષ્યગતિમાં કેટલાંક દુઃખ ભોગવી શકાતાં નથી, પરંતુ દુઃખો ભોગવવા પડે તેવાં પાપો થઈ શકે છે. પશુઓને પણ દુઃખ ઓછું નથી. તેઓ માંદા પડે તો કોણ પાસે બેસનાર છે? કોણ પૂછનાર છે કે તમને કેમ છે? ખાવું હોય કે તરસ લાગી હોય તો કોણ દેનાર છે? આ પાપના પરિણામને ભોગવે છે. મનુષ્ય અને તિર્યંચને પણ પાપ ભોગવવાની અમુક લીમીટ For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ પ્રવચન ક્રમાંક - ૨૭, ગાથા ક્રમાંક - ૨૭ હદ છે. જે મનુષ્ય કે પશુગતિમાં ભોગવી ન શકાય તેવા તીવ્ર પાપો ભોગવવા માટે જે સ્થળ છે તે નરક. આવી બધી વ્યવસ્થા જગતમાં છે અને તેનું વર્ણન શાસ્ત્રમાં આવે છે. નરકના વર્ણનમાં પહેલી નારકી, બીજી નારકી તેમ સાત નારકીઓ અને તેનો વિસ્તાર, તેનો અંધકાર, ત્યાં પરમાધામી દેવો કેવું દુઃખ આપે છે, તેનું પણ વર્ણન છે. પરંતુ આ બધા વર્ણન પૂરતો જે શાસ્ત્રનો અર્થ સમજતો હોય તો તે મતાર્થી છે. આ બધું વર્ણન તો આજુબાજુનું છે, પરંતુ મુખ્ય વર્ણન જે કરવું છે, તે સ્વરૂપનું વર્ણન છે. ધારોકે, તમે જમવા બેઠાં હો અને એક પછી એક વાનગી થાળીમાં પીરસાતી જાય. તમે જોયા કરો, આ શાક, આ દાળ, આ પાપડ, આ ફરસાણ અને જો મૂળ મુદ્દો મીઠાઈ પીરસવામાં ન આવે તો ભોજન અધૂરું છે, તેમ લાગે. શાસ્ત્રોમાં જે વિવિધ વર્ણનો કરવામાં આવ્યાં છે તે મૂળ આત્માની આજુબાજુનાં છે. મૂળ આત્માને જ મહત્ત્વ ન આપે અને આટલો જ શાસ્ત્રોનો અર્થ કરતો હોય તો આવો અર્થ કરનાર જીવ મતાર્થી છે. મોટા ભાગના વિવાદો આમાંથી થાય છે. આ પૃથ્વી થાળી જેવી ગોળ છે કે દડા જેવી ગોળ છે ? આપણે કહીએ કે થાળી જેવી છે તો તુરત જ કહેશે કે વૈજ્ઞાનિકો ના પાડે છે, અને વર્ષો પછી પણ એમ જ કહેશે કે હજુ નક્કી થયું નથી. ક્યારે નક્કી થશે ? શાસ્ત્રો આટલા માટે નથી. બીજી વાત, શાસ્ત્રો માત્ર પાઠ કરવા માટે પણ નથી. કોઈ પૂછે કે કેટલાં ગુણસ્થાનકો છે ? તો તે મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપરાય, ઉપશાંત મોહ, ક્ષીણમોહ, આમ ફટાફટ બોલી જાય. આ બધા વર્ણનો માત્ર કંઠસ્થ કે પાઠ કરવાં માટે નથી. શાસ્ત્રોમાંથી તો એક આત્માને શોધવાનો છે. આત્માની શોધ સિવાય બાકી બધું માને અને સ્વીકારે અને તેને જ શાસ્ત્રજ્ઞાન-શ્રુતજ્ઞાન માને એવા જીવોને કૃપાળુદેવ મતાર્થી કહે છે. દેવગતિ, નારકી આદિ ગતિનાં ભાંગા અને તેનું સ્વરૂપ કોઈ વિશેષ પ્રકારનાં હેતુથી કહ્યું છે, આ હેતુને જાણ્યો નથી. કયો હેતુ ? આ એટલા માટે વર્ણન કર્યું છે કે જો તું અશુભપાપ કરીશ તો તારે ભોગવવું પડશે, માટે તું રોકાઈ જા, તું અટકી જા, આવાં આવાં પરિણામ તારે ભોગવવાં પડશે. આ વર્ણન સાંભળી તને મૂંઝવણ થતી હોય, ભય લાગતો હોય તો ભાઈ ! ભલો થઈને આ જીવનમાં તું અશુભ કર્મો નહિ કરતો, તેમ સમજાવવા માટે શાસ્ત્રોમાં આ બધું વર્ણન છે. શાસ્ત્રોને એમ કહેવું છે કે સત્કર્મો કરશો તો પુણ્ય બંધાશે અને કરોડો વર્ષ ભૌતિક સુખ ભોગવશો પણ જો આત્મસાધના નહિ થાય, ધ્યાન કે તપ નહિ થાય, તો અનુભૂતિ નહિ થાય. ગુણસ્થાનકે ચડી નહિ શકાય. ઉપશમ શ્રેણી નહિ મંડાય. ક્ષપક શ્રેણી નહિ મંડાય. તને પુણ્ય મળશે, દેવલોક મળશે પણ ‘ક્ષીને પુણ્યે મર્ત્યો For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૦૯ વિશક્તિા’ પુણ્ય ક્ષીણ થયા પછી દેવલોકથી તારે પાછું નીચે આવવું પડશે. ‘પાછા હતા ત્યાં ને ત્યાં આવું સમજાવવા માટે શાસ્ત્રમાં દેવગતિનું વર્ણન છે. ફરી પુણ્ય-પાપ અને ફરી પાછા ગતિઓનાં ચક્કરમાં પડાશે. દેવાદિ ગતિના ભાંગામાં શ્રુતજ્ઞાન સમજે છે, શ્રુતજ્ઞાનનો આટલો જ અર્થ સમજતો હોવાના કારણે, વર્ષો સુધીમાં શાસ્ત્રો વાંચેલ હોવા છતાં, શાસ્ત્રનો નિચોડ, શાસ્ત્રનો અર્થ, શાસ્ત્રનું અમૃત કે માખણ તેના હાથમાં આવતું નથી. “માખણ થા સો વિરલા પાયા, છાશ જગત ભરમાયા.” શાસ્ત્રોમાંથી શું લેવા જેવું છે? શેના માટે શાસ્ત્રો છે? તેનો વિવેક અને બોધ જો હોય તો આ જગતમાં સંપ્રદાયો અને જુદા જુદા મતો માટે લડે છે, તે બધું ન હોત. જે લડાઈ થાય છે તે લડાઈનું મુખ્ય કારણ શાસ્ત્ર જાણવાની અણસમજ, ગેરસમજ છે. શાસ્ત્રો લડવા માટે નથી, લડતાં હો તો શાંત થવા માટે છે. કૃપાળુદેવના ઘણાં બધાં વચનો છે, તે ખરા અર્થમાં નહિ સમજે તો તેમાં પણ ઘણાં મતભેદ થશે. સ્વાધ્યાય કરાવનારા જુદાં જુદાં, તેઓની સમજણ જુદી જુદી, તેમનો આગ્રહ જુદો જુદો, અને કૃપાળુદેવે શું કહ્યું? તેમ કોઈ પૂછશે તો કહેશે કે હું કહું છું તે જ કહ્યું છે. તેમના કહેવાનો અર્થ હું કરું છું તે થાય છે, એટલે નવી પરંપરા, નવા સંપ્રદાયો અને નવું જુથ, નવો વાડો, નવો ગચ્છ અને ગચ્છના ભેદો આ બધું ઊભું થશે. ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકા, મોહ નડિયા કલિકાલ રાજે. (આનંદઘનજી) આ પંચમકાળમાં મોહ નડ્યો છે, એ મોહના કારણે આવો આગ્રહ થાય છે તે એક વાત. બીજી વાત મહત્ત્વની એ કે “માને નિજ મત વેષનો આગ્રહ મુક્તિ નિદાન.” પહેલાં તો એ સમજી લો કે મોક્ષમાં, સિદ્ધ અવસ્થામાં શરીર નથી. તમે હશો પણ શરીર નહિ હોય. મુંઝાશો નહિ, સિદ્ધોને દેહ હોતો નથી. દેહ જ નથી તો કપડાં પહેરવાના નથી. કપડાં પહેરવાનાં જ નથી તો ઝગડા શાના? અહીં ઝગડા થાય છે કે કયા કપડાં પહેરનારને મોક્ષ મળે, અને કેવા રંગના પહેરનારને મોક્ષ મળે, તે નક્કી કરો. દરેક સંપ્રદાયના લોકોનાં કપડાનાં રંગ જુદા જુદા હોય છે. કોઈનો પીળો તો કોઈનો ધોળો અને કોઈનો કાળો. પીળાંવાળાં એમ કહેશે કે ધોળાં પહેરશો તો મોક્ષ નહિ મળે, અને ધોળાં પહેરે છે તેઓ એમ કહેશે કે ધોળાં પહેરશો તો જ મોક્ષ મળશે. આટલો સસ્તો મોક્ષ નથી. લાલ કાઢીને ધોળાં પહેર્યા તો કામ થઈ ગયું તેમ નથી. જુદા જુદા સંપ્રદાયના લોકો એમ કહે છે કે આ પ્રમાણે કપડાં પહેરશો તો મોક્ષ મળશે. જો આવાં કપડાં પહેરો તો મોક્ષ ન મળે આમ વેશના આગ્રહને મોક્ષનું કારણ માને છે પણ તેઓ એમ નથી કહેતાં કે કષાયો કરશો કે For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ રાગદ્વેષ કરશો તો મોક્ષ નહિ મળે, દુષ્કર્મો કરશો તો મોક્ષ નહિ મળે. ‘એકાકી વળી વિચરતો સ્મશાનમાં', એવી મસ્તી અને ખુમારી ક્યાં છે? એવો આનંદ ક્યાં છે ? અરે, કડકડતી ઠંડી હોય તો પણ એક વિકલ્પ ન ઊઠે એવી અદ્ભુત અવસ્થા છે, પોતાનો મત મૂકે તો આવી અદ્ભુત અવસ્થા પ્રાપ્ત થાય. આપણે જન્મ્યાં ત્યારે આપણાં મા-બાપ તો હોય જ, આપણાથી વીશ કે પચીશ વર્ષ પહેલાં તેઓ આવ્યાં, તેમણે આપણા માટે ઘણી તૈયારી કરી રાખી. એમનો મત, એમની માન્યતા, એમનો સંપ્રદાય, એમનાં માનેલાં શાસ્ત્રો, સિદ્ધાંતો આ બધું તૈયાર કરી મા-બાપ બેઠાં છે. બાળક આવ્યું, હજુ તેની પાસે કપડાં નથી કે મત માન્યતા નથી, હવે આ ફેક્ટરીમાં ઢાળવાનું કામ મા-બાપ કરશે. આપણે સ્થાનકવાસી છીએ, મુહપત્તિ બાંધવી પડશે. કોઈ કહેશે આપણે દેરાવાસી, સ્થાનકમાં ન જવાય, આ આપણો વારસો. મા-બાપ જો આટલો નિર્ણય કરે કે જે સત્ય છે તે જ બાળક પાસે ૨જુ ક૨વું, પોતાની માન્યતા રજુ ન કરવી. આટલું જો મા-બાપ કરે તો ઘણાં સંપ્રદાયો ઓછાં થઈ જાય. પરંતુ સત્ય તેને સમજાવું જોઈએ. આનંદધનજીએ બહુ મઝાની વાત કરી કે, પ્રવચન ક્રમાંક - ૨૭, ગાથા ક્રમાંક - ૨૭ बम्हनके घर नाती धोती, योगी के घर चेली, कलमा पढ पढ भइ रे तुरकडी, आप ही आप अकेली, अवधू ऐसा ग्यान विचारो. બ્રાહ્મણને ઘેર જન્મ લીધો, પૂછો, શું ધર્મ ? તો ન્હાવું, ધોવું એ ધર્મ અને કડકડતી ઠંડીમાં સવારે કોઈ અડી જાય તો ફરી ન્હાવા જવું પડે. શરદી થાય કે ન્યુમોનિયા થાય તો ભલે થાય, ફરી ન્હાવા તો જવું જ પડે, કેમ ? તો કહેશે કે કોઈ અડી ન જાય તે ધર્મ છે. એક ભૈયાજી રંગુન ગયા, ત્યાં લોટો લઈને ગયેલા. લોટાને બહુ સાચવે, સાફ કરી નાખે, ચોખ્ખો કરે અને પાણી ભરે. એક પણ ડાઘ લોટા પર પડવા ન દે. પછી રંગૂનથી લખનૌ આવ્યાં. કુટુંબીઓ મળ્યાં. પૂછ્યું કે શું કર્યું ? દારૂ પીધો, માંસાહાર કર્યો, આ બધું કર્યું પણ લોટાને બરાબર સાફ રાખ્યો. આપણે પણ લોટા રૂપી શરીરને સાફ રાખીએ છીએ અને અંદર હૃદય જે સાફ રાખવું જોઈએ, તે રાખતાં નથી. તમે બાળકોને તમારા મતમાં અને તમારા ઢાંચામાં ઢાળો છો. તમને થશે કે અમારે કંઈ કહેવું જ નહિ એમને ? સંસ્કાર ન આપવા ? ઘડતર ન કરવું ? એવો પ્રશ્ન થશે. તો મારે એમ જ કહેવું છે કે સત્યની ભૂમિકા ઉપર જે છે તે બાળક પાસે મૂકો. જે વાસ્તવિક નથી તે ન મૂકો. આપણને સૌથી વધારે જો રાગ હોય તો મતનો છે. આમ તો તબક્કા પડે છે. સૌથી વધુ રાગ ધન ઉપર, ધન કરતાં પ્રગાઢ રાગ સ્ત્રી ઉપર હોય અને સ્ત્રીને પુરુષ પ્રત્યે હોય, For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અને ત્રીજો દેહ પ્રત્યે રાગ. તમે ધન છોડશો, સ્ત્રી છોડશો, કદાચ કંઈ ઈમરજન્સી ઊભી થશે તો દેહ પણ છોડશો, પણ મતનો રાગ નહીં છોડો. તમે દસ લાખ રૂપિયા ખીસ્સામાં લઈ જઈ રહ્યા છો. કોઈ આતંકવાદી બુકાની પહેરી મળે અને પૈસા માગે તો તમે ના નહિ પાડો, તમે ભયથી તુરત જ આપી દેશો. આ તમે દાન આપ્યું? ના, દાન નહિ પણ શરીર પર પ્રેમ હતો એટલે ધન આપી દીધું. તમને સ્ત્રી ઉપર પણ રાગ છે, પરંતુ તે સ્ત્રીને અન્યના ઉપર પ્રેમ છે તેમ ખબર પડે તો પછી એ સ્ત્રી ગમે? એનો રાગ પણ છૂટી જાય. પરમકૃપાળુ દેવ કહે છે કે આ ત્રણે ઉપરનો રાગ, જીવે ઘણીવાર છોડ્યો છે પણ મતનો રાગ છોડી શકતો નથી, આને કહેવાય છે મતાગ્રહ, મતનો રાગ, સત્યને બાજુ પર મૂકી દીધું. અરે ! આ ધરતી ઉપર અવતારી પુરુષો આવ્યાં, અનંત તીર્થકરો આવ્યા, અનંત ચોવીસી થઈ અને તે વખતે આપણે બધા હાજર હતાં, તીર્થકરો પાસે પણ આપણે ગયા છીએ પણ જ્યાં જ્યાં આપણે ગયા છીએ, ત્યાં ત્યાં મત અને આગ્રહ લઈને ગયા છીએ ને કહીએ છીએ કે અમે તો આ પ્રમાણે માનીએ છીએ પછી કામ કઈ રીતે થાય? સત્યની પડી નથી પણ મતની પડી છે. જેને મતની પડી છે તે મતાર્થી, અને જેને સત્યની પડી છે તે આત્માર્થી. આત્માર્થીને પચાસ વર્ષથી પોતાનો મત હોય પણ જે ક્ષણે તેને ખબર પડે કે મારો મત ખોટો છે, એ ક્ષણે એ મતનો ત્યાગ કરી દે છે. શાસ્ત્રમાં એક વર્ણન આવે છે કે કોઈ મોટા મુનિ હોય, અનેક શિષ્યોનાં ગુરુ હોય, મોટા આગમધર હોય, સારા પ્રવચનકાર અને વકતા હોય આખી સભા ડોલતી હોય અને લોકો કહે વાહ! અભુત પ્રવચન છે, અને તે વખતે એમનાથી સૂત્ર વિરુદ્ધ કે શાસ્ત્ર વિરુદ્ધ કંઈ પ્રરૂપણા થઈ ગઈ હોય, અને પછી પોતાના ગુરુદેવ પાસે આવે અને ગુરુદેવને સમાચાર મળી ગયા હોય કે ખોટી પ્રરૂપણા થઈ ગઈ છે. ગુરુદેવ તેને પૂછે કે આ પ્રમાણે પ્રરૂપણા કરી હતી? હા, ગુરુદેવ! મારી ભૂલ થઈ ગઈ છે પરંતુ હવે શું થાય? ગુરુદેવ કહે કે ત્યાં પાછા જાવ અને કહો કે મેં સની પ્રરૂપણા કરી નથી, મારી ભૂલ થઈ ગઈ છે, એમ કહેતાં આવો. તો એ કહેશે કે “તમે જે શિક્ષા આપશો તે કરવા હું તૈયાર છું. તમે કહેશો તો ઠંડીમાં ઠરીશ, તાપમાં તપવા તૈયાર છું, મા ખમણને પારણે માસખમણ કરવા તૈયાર છું, મારા રાઈ રાઈ જેવડાં ટુકડાં થાય તો પણ હું ખોટો છું તેમ કહેવા તૈયાર નથી.' કોનો આગ્રહ આવ્યો? આ વાત મારા, તમારા અને સૌના માટે છે. આપણે બધા મત લઈને બેઠા છીએ. તમે બોલતાં નથી પણ રજૂઆત કરો એટલે ખબર પડે કે તમારું જોર ક્યાં છે? તમારું વલણ ક્યાં છે? પરમકૃપાળુદેવે કહ્યું છે કે નિરાગ્રહી બનો, કોઈ જાતનો આગ્રહ નહિ. માને નિજમત', બધાં કરતાં તેને પોતાનું મહત્ત્વ વધારે ગમે છે. એક વખત અહીં For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ પ્રવચન ક્રમાંક - ૨૭, ગાથા ક્રમાંક - ૨૭ પ્રવચનમાં કહ્યું કે પ્રિયદર્શના ભગવાન મહાવીરની એકની એક દીકરી. જમાલી સાથે તેના લગ્ન થયા. ઉપદેશ સાંભળી જમાલી મુનિ બન્યા અને પ્રિયદર્શના સાધ્વી બની. જમાલીના ૫૦૦ શિષ્ય થયાં અને પ્રિયદર્શનાને હજાર શિષ્યા થઈ. જમાલીને એક આગ્રહ થયો. વાત સાદી હતી, બિમાર હતા, તાવ આવ્યો હતો. તેમણે શિષ્યને કહ્યું કે સંથારો કરો, અને શિષ્ય સંથારો કરી રહ્યા છે. તેમણે શિષ્યને પૂછ્યું, સંથારો થયો ? શિષ્યે કહ્યું કે થયો. હવે જમાલી ત્યાં ગયા. સંથારો થતો હતો, એક કપડું પાથરવાનું બાકી હતું. જમાલીએ કહ્યું કે હજુ તમે પૂરું કર્યું નથી તો કેમ કહ્યું કે થયું ? શિષ્યે કહ્યું કે ‘કરવા માંડ્યું એટલે કર્યું કહેવાય’ જમાલી કહે ‘જ્યારે પૂરું થાય ત્યારે કર્યું એમ કહેવાય. કરવા શરૂ કર્યું એટલે કર્યું તેમ ન કહેવાય.’ આ દર્શનમોહે માથું કાઢ્યું. ભગવાન મહાવીરના મતે વ્યવહારનયથી એ વાત સાચી છે. અને જમાલી કહે કે મારી વાત સાચી છે. જમાલીના કેટલાક શિષ્યો તેમના પક્ષમાં, અને નવાઈની વાત તો એ છે કે સાધ્વી પ્રિયદર્શનાશ્રીજી પણ તેમના પક્ષમાં. ‘પતિદેવો ભવ.’ પ્રિયદર્શના કહે છે કે જમાલી સાચાં છે. જમાઈરાજ અને દીકરી ભગવાન સામે પડ્યા. ભગવાન વીતરાગ હતાં. જમાલી અને પ્રિયદર્શનાને ભગવાન મહાવીર કરતાં પોતાનો મત વ્હાલો હતો. મતના આગ્રહનાં કારણે આપણે ઘણું ખોયું છે, વારંવાર ખોયું છે. આને કહેવાય મતનો રાગ. ‘નિજમતનો આગ્રહ અને વેશનો આગ્રહ.' શરીર અને આત્મા બન્નેને લેવાદેવા નહિ. શરીર જુદું અને આત્મા જુદો, તો શરીર પરનું કપડું આત્માથી જુદું નહિ ? છે જુદું, પણ આના વગર મોક્ષ નહિ મળે એમ માને. બુદ્ધની પરંપરામાં જાવ તો તુરત જ કહેશે કે બધી વાત રહેવા દો, પીળા કપડાં વગર નહિ ચાલે. બુદ્ધે કહ્યું કે ન કહ્યું તે ખબર નથી, અને સંન્યાસીને પૂછો તો કહેશે ભગવા કપડાં વગર નહિ ચાલે. શ્વેતાંબર કહશે કે ધોળા કપડાં વગર નહિ ચાલે. દિગંબર કહેશે, કપડાં જ માથાફોડ છે, એ ઉપાધિને કાઢી નાખો. આ જે અટવાયા તે ધોળાં, પીળાં, ભગવા વચ્ચે અટવાયા. આ વેશનો આગ્રહ, અને આ આગ્રહ, ‘મુક્તિ નિદાન’ એટલે આ જ મુક્તિનું કારણ છે, એમ જે માને તેને પરમકૃપાળુદેવ મતાર્થી કહે છે. ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Ra For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક ૨૮ ગાથા ક્રમાંક - ૨૮, ૨૯ ધર્મસંબંધી ભૂલ તથા શુષ્કજ્ઞાનીનું વર્ણન - લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહિ પરમાર્થને, લેવા લૌકિક માન. (૨૮) ટીકા :વૃત્તિનું સ્વરૂપ શું છે ? તે પણ તે જાણતો નથી, અને ‘હું વ્રતધારી છું’ એવું અભિમાન ધારણ કર્યું છે. કવિચત્ પરમાર્થના ઉપદેશનો યોગ બને તો પણ લોકોમાં પોતાનું માન અને પૂજા સત્કારાદિ જતાં રહેશે, અથવા તે માનાદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરે નહીં. (૨૮) ૩૧૩ સૌ પ્રથમ અહીં બે શબ્દો સમજી લેવા છે, એક છે વ્રત અને બીજો શબ્દ છે વૃત્તિ. જૈન શાસ્ત્રોમાં ગૃહસ્થ-શ્રાવકના વ્રતો, સ્થવીર કલ્પી, જિનકલ્પી મુનિઓના વ્રતો વગેરેનું વર્ણન આવે છે, તેને ચરણકરણાનુયોગ કહે છે. શ્રાવકકુળમાં જન્મ્યો એટલા માત્રથી શ્રાવક એમ નહીં પણ શ્રાવકના ૨૧ ગુણો જોઈએ. (૧) પ્રાણાતિપાત (હિંસા) વિમરણ, (૨) મૃષાવાદ (અસત્ય) વિરમણ, (૩) અદત્તાદાન (ચોરી) વિરમણ, (૪) મૈથુન (અબ્રહ્મ) વિરમણ, (૫) પરિગ્રહ (સંગ્રહ) વિરમણ આદિ બાર વ્રતો તથા શ્રાવકની અગિયાર પ્રતિમાઓ વગેરેનું યથાશક્તિ પાલન પણ કરવાનું હોય છે. આ બધું વિગતવાર સાંભળીને વ્રતો ગ્રહણ કરે, હું વ્રતી છું તેમ માને પણ અંદરમાં જે વૃત્તિઓ ઊઠે છે તે તરફ ધ્યાન જતું ન હોય તો વ્રત વૃત્તિઓના નિરોધ માટે છે તે ધ્યેય સ્પષ્ટ ન થવાથી, યથાર્થ પરિણામ પ્રાપ્ત થતું નથી. વ્રત વૃત્તિઓને જીતવા માટે છે. હિંસા એક વૃત્તિ છે, એને જીતવા અહિંસાવ્રતની સાધના છે. વિષયભોગ એક વૃત્તિ છે, તેને જીતવા વિષયત્યાગની, બ્રહ્મચર્ય વ્રતની સાધના છે. સંગ્રહ કરવાની વૃત્તિ છે માટે પરિગ્રહ પરિમાણ વ્રતની (અપરિગ્રહ વ્રતની) સાધના છે. ૨૫ લાખ રૂા.થી વધારે ન રાખવા આમ પરિગ્રહ પરિમાણ વ્રત લે. પુણ્યે જોર કર્યું ને બીજા દશ લાખ રૂા. વધી ગયા. ગુરુ મહારાજને પૂછે કે આનું શું કરું ? ગુરુ મહારાજ કહે કે For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પ્રવચન ક્રમાંક - ૨૮, ગાથા ક્રમાંક - ૨૮, ૨૯ સન્માર્ગે વાપરી નાખ, પણ તે ફરી પૂછે કે ગુરુ મહારાજ મારી ઘરવાળીના નામે કરું તો? આને વ્રત લીધું પણ સંગ્રહ વૃત્તિ ન ગઈ. વ્રતોનું પાલન કરે છે પણ વૃત્તિઓનું નિરાકરણ થતું નથી. સંવત્સરી પ્રતિક્રમણ કરે, બીજા બધાને મિચ્છામિ દુક્કડ દે પણ જેની સાથે વૈરભાવ થયો છે તે નજીકમાં બેઠેલા પાડોશીને મિચ્છામિ દુક્કડ ન દે. પાપથી પાછા ફરવાની ક્રિયા રૂપ પ્રતિક્રમણ કર્યું પણ મનમાંથી વૈરની વૃત્તિ ન ગઈ. ધર્મક્રિયાઓ અને વ્રતો વૃત્તિઓના નિરાકરણ માટે છે, તે વાત ક્રિયાજડ સમજી શકતો નથી. બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ, જ્ઞાનમાર્ગનિષેધતા, તે ક્રિયાજડ આઈ. (૪) આ ગાથામાં ટૂંકમાં ક્રિયાજડની પાયાની વાત કરી, પણ ક્રિયાજડ કેવો હોય તેનું વિગતવાર વર્ણન બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય.” ગાથા ૨૪થી શરૂ કરી ૨૮મી ગાથામાં પૂર્ણ કર્યું. શાસ્ત્રોમાં ઠેર ઠેર વ્રતો વિષે વર્ણન છે. મોટા ભાગે જે ઉપદેશ અપાય છે તે વ્રતો માટે અપાય છે. એમ પણ કહેવામાં આવે છે કે આવા વ્રતનું પાલન કરવાથી, આવા ફળની પ્રાપ્તિ થશે, અને એ ફળની પ્રાપ્તિ સાંભળીને વ્રત કરવાનું મન થાય, ભાવ થાય અને વ્રતનો પ્રારંભ પણ કરે. વ્રતના પ્રકાર પણ અસંખ્ય છે. આ ધરતી ઉપર જેટલાં સંપ્રદાયો અને ધર્મો છે તે બધાએ અલગ અલગ રીતે પોતાનાં વ્રતો નક્કી કર્યા છે. મુસલમાનો એમ કહે છે કે પાંચ વખત નમાઝ પઢવાની, એમાં કાંઈ બાંધછોડ ચાલે નહિ. ક્રિશ્ચનો કહે છે કે રવિવારે પ્રાર્થના કરવી, એમાં કંઈ ચાલે નહિ. જૈનો કહે છે કે સામાયિક અને પ્રતિક્રમણ કરવા જોઈએ. આ વ્રતોનું પાલન કરવું એ શાસ્ત્રોનો આદેશ છે, પણ શાસ્ત્રોએ એક બીજી મહત્ત્વની વાત કરી છે. વ્રત પાલન તરફ ધ્યાન જાય છે, પરંતુ વ્રતો પાલન કરતી વખતે એક બીજી બાજુ પણ સ્પષ્ટ કરી છે તે તરફ ધ્યાન જતું નથી. જ્યાં સુધી આપણી વૃત્તિઓનું નિરાકરણ ન થાય, વૃત્તિઓનો ક્ષય ન થાય ત્યાં સુધી વ્રતોનું યથાર્થ પાલન કર્યું તેમ ન કહેવાય. આ વૃત્તિ શબ્દ મહત્ત્વનો છે. આખા જગતમાં માનવો, દેવો, પ્રાણીઓ બધાં જ વૃત્તિને આધીન છે. વૃત્તિ શબ્દ સમજી લઈએ. આત્મા અને કર્મ એ બન્નેના સંયોગમાં આત્મા અનાદિનો છે તેમ આત્માને કર્મનો સંયોગ પણ અનાદિનો છે. આજે જ કર્મો ઊભા થયાં તેવું નથી, જ્યારથી આત્મા છે ત્યારથી કર્મો પણ છે. આત્મા અને કર્મ એ બન્નેના સંયોગમાં આત્મામાંથી ઊઠતા તરંગો એનું નામ વૃત્તિ. નદી પણ છે અને નદીમાં પાણી પણ For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૧૫ છે. પવન આવે એટલે મોજું ઊઠે. પવન ન હોય તો મોળું ન ઊઠે, નદી ન હોય તો અને પાણી ન હોય તો મોજાં ન ઊઠે. મોજું ઊઠે છે તો નદી પણ જોઈએ, પાણી પણ જોઈએ અને પવનનો સ્પર્શ પણ જોઈએ. અંદર જે વૃત્તિઓ ઊઠે છે તે ઊઠવામાં બે પરિબળો કામ કરે છે. એક પરિબળ આત્મા અને બીજું પરિબળ કર્મનો સંયોગ છે. કર્મના ઉદયના કારણે અંદર કંપન થાય છે. સિતારને આંગળી અડે એટલે મધુર સંગીત પેદા થાય છે, એ સંગીત સિતા૨માં પણ નથી અને આંગળીમાં પણ નથી. પરંતુ સિતાર વગર સંગીત થશે નહિ, સિતારના તાર ઉપર જ્યારે વાદકની આંગળી જાય છે ત્યારે એમાંથી તરંગ પેદા થાય છે, તેને આપણે સંગીત કહીએ છીએ. આત્મા અને કર્મ એ બેના સંબંધમાં કર્મનો ઉદય થવાથી અંદર જે કંપન થાય છે તેને આપણે વૃત્તિ કહીએ છીએ. માયા રાગ એ એક વૃત્તિ છે. રાગ એટલે મમત્વ, મારાપણું, મૂર્છા. દ્વેષ પણ વૃત્તિ છે, તિરસ્કાર, ધિક્કાર, નફરત, અણગમો, બીજા પ્રત્યે દુર્ભાવ, એ દુઃખી થાય, તેનું અહિત થાય તેવો વિચાર. બદલો લેવો તે પણ વૃત્તિ છે. અહંકાર અને ક્રોધ પણ વૃત્તિ છે, અને લોભ પણ વૃત્તિ છે. કર્મના ઉદયના કારણે અંદર વૃત્તિ જ્યારે ઊઠે છે ત્યારે તે વૃત્તિના સંસ્કાર પડે છે. આપણે જ્યારે ક્રોધમાં હોઈએ ત્યારે પા કલાક, અર્ધો કલાક કે એથી વધારે સતત ક્રોધ કરી શકતાં નથી. પ્રયત્ન કરી જોજો. ક્રોધ આવશે પણ તે મિનિટ, બે મિનિટ કે પાંચ મિનિટ ચાલશે. ક્રોધ શાંત પણ થશે. તમે શાંત ન થાવ તો બીજાઓ તમને શાંત કરવાં આવશે. અરે ! જંપો ને, શાંત પડો, શા માટે લડો છો ? પરંતુ એક વાત એ કે જે ક્રોધ કર્યો તે ક્રોધનાં સંસ્કાર પડે છે તેથી જ્યારે જ્યારે તેને અનુકૂળ નિમિત્ત આવશે તે તે વખતે આપણે જાગૃત ન હોઈએ તો ક્રોધની વૃત્તિ ઊઠે. મતલબ કે ક્રોધ કરવા આપણે નિષ્ણાત બની જઈએ છીએ. નાના બાળકોને બોલતાં નથી આવડતું પણ આપણને તેના હાવભાવ પરથી ખબર પડે છે કે તે રિસાયો છે કે ચિડાયો છે. બાબો બોલી શકતો નથી પણ તેને ક્રોધ કરવાની ખબર પડે છે, કારણ કે ક્રોધની વૃત્તિ અનંતકાળથી તેણે પોષી છે. આવી વૃત્તિઓ અનંતકાળથી આપણે પોષતાં, પોષતાં આવ્યા છીએ. જ્યાં જ્યાં ગયા ત્યાં આપણે શું કર્યું ? વૃત્તિઓને પોષવાનું કામ કર્યું. આ વૃત્તિ શબ્દ માટે શાસ્ત્રમાં સંજ્ઞા શબ્દ છે. સંજ્ઞા એટલે ચિન્હ, ઓળખાણ. વૃત્તિને ઓળખવાનું લક્ષણ એને કહેવાય છે સંજ્ઞા. શાસ્ત્રમાં એમ કહ્યું કે આહાર સંજ્ઞા એટલે ખાવાની પ્રબળ વૃત્તિ. પ્રબળ વૃત્તિ એટલે વિશેષ પ્રકારનો સ્વાદ પોષવાની વૃત્તિ. અત્યારે તો લીસ્ટ બનાવવામાં આવે છે અને તે લીસ્ટ કેટલું લાંબુ છે તે For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ પ્રવચન ક્રમાંક - ૨૮, ગાથા ક્રમાંક - ૨૮, ૨૯ મહત્ત્વનું છે. તમને ડાયાબીટીઝ છે અને તમે ખાઈ શકતા નથી તો શું શું ખાઈ શકાય છે તેનું લીસ્ટ હોય છે અને તેમાં હરિફાઈ થાય. આહારની પ્રબળ વૃત્તિ તે આહાર સંજ્ઞા, ભયની વૃત્તિ તે ભય સંજ્ઞા, પરિગ્રહ સંગ્રહ) કરવાની વૃત્તિ તે પરિગ્રહ સંજ્ઞા, કામવાસનાની વૃત્તિ તે મૈથુન સંજ્ઞા, અભિમાન કરવાની વૃત્તિ તે અભિમાન સંજ્ઞા, છેતરપીંડી કરવાની વૃત્તિ તે માયા સંજ્ઞા, અત્યંત સંગ્રહ કરવાની વૃત્તિ તે લોભ સંજ્ઞા, વગર વિચારે પ્રવૃત્તિ કરવાની વૃત્તિ તે ઓધ સંજ્ઞા, અને લોકો રાજી કેમ રહે, તે રાજી રાખવાની વૃત્તિ એટલે લોક સંજ્ઞા. ક્રોધ કરવાની વૃત્તિ તે ક્રોધ સંજ્ઞા. આ દશ સંજ્ઞાઓ છે. આ સંજ્ઞાઓ આપણે નહિ જીતીએ અને તેના ઉપર નિયમન નહિ આવે ત્યાં સુધી આત્માનો આસ્વાદ આપણે માણી શકીશું નહિ, અથવા આત્માનો અનુભવ થઈ શકશે નહિ. પતંજલીએ યોગશાસ્ત્ર જ્યારે લખ્યું, ત્યારે પહેલું સૂત્ર લખ્યું ‘મથ યોગાનુશાસનHI’ હવે અમે યોગ વિષેની ચર્ચાનો પ્રારંભ કરીએ છીએ. કોઈએ પૂછ્યું કે આટલા બધા શાસ્ત્રો અને ગ્રંથો છે તેમાં નવો ઉમેરો શા માટે? શા માટે યોગની વાત કરવી છે? પતંજલીએ કહ્યું કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ કરવા માટે છે, તેથી ચિત્તમાં ઊઠતી વૃત્તિઓનો નિરોધ કરવા માટે અમે વાત કરવાના છીએ. નિરોધ કરવો એટલે રોકવું, અભાવ કરવો, પુનરાવૃત્તિ ન કરવી, ખાલી કરવું, તેનું ખરી પડવું. યોગની પ્રક્રિયા, ચિત્ત વૃત્તિઓના નિરોધ કરવા માટે છે. એક બાજુ શરીર છે, એક બાજુ આત્મા છે અને એ બે વચ્ચે કડી બનતું તત્ત્વ છે તે મન. મન પુલ છે, મન સંદેશ વાહક છે. શરીરના સંદેશા આત્માને પહોંચાડવા અને આત્માના સંદેશા શરીર પાસે પહોંચાડવાનું કામ મન કરે છે. મન બન્ને પક્ષે કામ કરે છે. શરીરમાં જે થાય છે, તે આત્મા પાસે પહોંચાડે છે. શરીર પર મચ્છર બેઠો તો મન સમાચાર આપે છે કે આ જગ્યાએ મચ્છર બેઠો છે. હાથને ઓર્ડર મળે છે. ત્યાં ઈમરજન્સી છે, પહોંચી જાવ અને હાથ મચ્છર ઉડાડે છે. આત્મામાં જે કંઈ થાય તેની મનમાં અસર થાય છે. એકશન તો પછી લેવાય. અંદર ક્રોધની વૃત્તિ ઊઠે એ પહેલું કામ અને વૃત્તિઓ ઊભી થાય પછી હોઠ દબાય, દાંત પિસાય, મુઠ્ઠીઓ વળાય, આંખ લાલઘૂમ થઈ જાય, હોઠ ફફડવા લાગે અને પછી ઘણું સાહિત્ય વાંચ્યું હોય, કાલિદાસ, ભવભૂતિ કે સુરેશ દલાલને વાંચ્યા હોય, પણ બધા શબ્દો ત્યારે ભૂલી જાય અને જૂનાં શબ્દો યાદ આવે. આપણે તેને કહીએ કે તું તો સાક્ષર છે, સાહિત્યકાર છો. તો તે કહેશે કે સાહેબ ! ક્રોધ આવ્યો એટલે કશું યાદ ન રહે. (જૂના સંસ્કારો ઊભાં For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૧૭ થાય) આવા ૨૪ કલાક ખેલ અંદર ચાલે છે. આપણે ૨૪ કલાક વૃત્તિઓમાં જીવીએ છીએ. પતંજલીએ એમ કહ્યું કે ચિત્તવૃત્તિઓનો વિરોધ કરવા માટે અમે યોગની વાત કરીએ છીએ. તમે કોઈપણ સાધન કરતાં હો, યોગ કરતાં હો, પૂજા, ભક્તિ, સ્વાધ્યાય કે પ્રાણાયામ કરતાં હો પરંતુ એટલું સમજી લેજો કે આ બધું વૃત્તિઓનો વિરોધ કરવા માટે છે. મઝાની વાત તો એ છે કે આપણને આ ખબર નથી કે શું કામ કરીએ છીએ? અને કર્યો જઈએ છીએ? પરિણામ એ આવે છે કે વૃત્તિઓ અકબંધ રહે છે. વૃત્તિઓ બદલાતી નથી કે ઘટતી નથી, છૂટતી નથી. દશ વર્ષની ઉંમરે કોઈએ મંદિર જવાની શરૂઆત કરી હોય અને ૮૦ વર્ષ સુધી મંદિરે જવા છતાં તેનામાં કોઈ પરિવર્તન ન થયું હોય, એનો એ ક્રોધ, એનો એ અહંકાર, એની એ છેરતપીંડી, એની એ માયા, એનો એ લોભ અને એની એ ઈર્ષા. ભાઈ ! તું સીત્તેર વર્ષથી મંદિરે જાય છે પણ તેં શું કર્યું? અનેક જુગ વીત્યાંરે, એને પંથે ચાલતાં, હજુએ ન આવ્યો, મારગડાનો અંત. આ પંથે અનંતકાળ ચાલ્યાં, પણ હજુ અંત આવ્યો નથી. હરિભદ્રસૂરિજી મહારાજે યોગના પાંચ પ્રકાર વર્ણવ્યાં છે, અધ્યાત્મયોગ, ભાવનાયોગ, ધ્યાનયોગ, સમતાયોગ અને વૃત્તિસંક્ષય યોગ.યોગનાં પાંચ પ્રકાર પાડીને કહ્યું કે પહેલાંના ચાર યોગ પાંચમા યોગ માટે છે. પાંચમો યોગ કયો? વૃત્તિ સંક્ષય યોગ. વૃત્તિઓનો સંક્ષય એટલે વૃત્તિઓનો સર્વથા ક્ષય. વૃત્તિ જેને છે તે સંસારી. વૃત્તિ રહિત થયો તે વીતરાગ. વિતરાગ તેને કહેવાય જેનામાં વૃત્તિ ઊઠતી નથી. આપણે વ્યવહારમાં નિવૃત્તિ શબ્દ બોલીએ છીએ. સરકારે નક્કી કર્યું છે કે ૫૮ વર્ષ થાય એટલે તમે નોકરીમાંથી નિવૃત્ત. એ નિવૃત્તિ નથી પણ ઊલટાની ઉપાધિ છે. ઘણાં લોકોને ફફડાટ થાય છે, હવે આ નિવૃત્ત થશે તો આખો દિવસ ઘરમાં રહેશે અને પંચાત કરશે. નિવૃત્તિ એટલે અંદરમાંથી તમામ વૃત્તિઓ ખરી પડે. જ્યાં વૃત્તિ જ નથી અને આત્મા જ છે એ વીતરાગ છે. આપણી પાસે આત્મા છે અને સંસાર પણ છે, તો કરવાનું શું? જેમ કેરીમાંથી રસ અને છોતરા ગોટલાં જુદા પાડીએ તેમ વૃત્તિઓને જુદી પાડવાની છે, વૃત્તિનો વિરોધ કરવાનો છે. શેના દ્વારા નિરોધ થાય? યોગ દ્વારા થાય. યોગ વૃત્તિ નિરોધ કરવાની પ્રક્રિયા છે. મહર્ષિ પતંજલીએ એમ કહ્યું કે તા : સ્વરુપે અવસ્થાનમ' આ મઝાનું સૂત્ર છે. તદા એટલે ત્યારે, જ્યારે વૃત્તિઓનો નિરોધ થાય છે ત્યારે દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં સ્થિર For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ પ્રવચન ક્રમાંક - ૨૮, ગાથા ક્રમાંક - ૨૮, ૨૯ થાય છે. દ્રષ્ટા એટલે જોનારો આત્મા, ત્યારે પોતાનાં સ્વરૂપમાં રમણતા કરે છે. શું કરવું છે આપણે? ઠરવું છે, ચૈતન્યમાં ઠરવું છે. માટે આનંદધનજીએ કહ્યું કે, નિજ ઘરમેં હૈ પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાવો, પ્રત્યક્ષ રીતે લખી તુમ ઐસી, ગહીએ આપ સ્વભાવો. ચેતન શુદ્ધાતમકુ ધ્યાઓ. આ પદમાં શુદ્ધ આત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે. કૃપાળુદેવે પણ કહ્યું કે “વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમક્તિ.” વૃત્તિ જે બહાર જાય છે તે પોતાના સ્વભાવમાં પાછી ફરે તે સમક્તિ છે. કોઈ બાઈ રિસાઈને ઘર બહાર જતી રહે ત્યારે પાંચ દસ માણસો તેને સમજાવે છે કે આવું તે ચાલે? આપણે જીવવું છે, સંસાર ચલાવવો છે, ચાલો હવે પાછા વળો. એમ સમજાવીને બાઈને પાછી લાવે, તેમ સંતો કહે છે કે આ વૃત્તિ બહાર ગઈ છે, માયામાં ગઈ છે, વાસનાઓ કે વિકારમાં ગઈ છે, ક્રોધ અને માનમાં ગઈ છે, તે વૃત્તિઓને સમજાવીને ઘેર લઈ જવાની છે. તમે પૂછો કે સાધના શું કરવાની? સાધના એ કરવાની કે બહાર જતી વૃત્તિઓને સમજાવી, પાછી વાળીને, પોતાના ઘરમાં ઠેરવવાની. તમારા ઘરની તમને ખબર હોવી જોઈએ. આત્મા એ પોતાનું ઘર, એટલે આત્મામાં વૃત્તિ ઠેરવવાની. વૃત્તિ રહિત અવસ્થા એ આપણું લક્ષ, એ આપણું ધ્યેય. ભક્તિ અને સ્વાધ્યાય કરીને શું કરવાનું છે? વૃત્તિઓને દૂર કરવાની છે. જ્યાં વૃત્તિઓ છે ત્યાં સંસાર છે, અને જ્યાં વૃત્તિઓ નથી ત્યાં મોક્ષ છે, ત્યાં આનંદ છે. આપણને મોક્ષ જોઈતો હોય તો આ ક્રમથી યાત્રા કરવી પડશે. એ વૃત્તિઓને ઓળખવાની, પારખવાની, જાણવાની, સમજવાની અને ક્યારે ઊઠે છે? શું કરવાથી ઊઠે છે? તેનો અભ્યાસ કરવો. બહારમાં ગમે તેવું જીવન જીવતાં હોઈએ, લોકો આપણને ધાર્મિક કહેતાં હોય, પરંતુ આપણને બરાબર આપણી ખબર છે કે આપણી અંદર શું છે? બહારથી તો પ્રેમથી વાતો કરીએ છીએ પણ અંદર બીજા પ્રત્યે દ્વેષ હોય. આ બન્ને ખેલ કરતાં આપણને આવડે છે. બહાર પ્રેમ બતાવવો અને અંદર દ્વેષ રાખવામાં આપણે નિષ્ણાત છીએ. અંદર અને બહારનાં જીવનમાં તાલમેલ તેને કહેવાય છે સંવાદિતતા. અંદરમાં ક્રોધ હોય અને બહારથી મધુર ભાષામાં વાત કરીએ તે વિસંવાદિતતા છે, એ માયા છે, છલ છે, એ પ્રપંચ છે. - પરમકૃપાળુદેવને અહીં એક વાત કરવી છે કે વ્રતોનું પાલન કરવાનું છે, સાધના કરવાની છે, પણ જ્યારે તમે સાધના કરો ત્યારે વિચાર કરજો કે આ વ્રતો ફક્ત વ્રત કરવા માટે નથી, આ વ્રતો જાહેરાત કે દેખાવ કરવા માટે નથી. વ્રતો જ્યારે કરીએ છીએ ત્યારે For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૧૯ સન્માન થાય, મોટા વરઘોડા નીકળે, અભિનંદન અપાય, માન અપાય તે ઠીક, પણ અંતરમાં એમ થાય કે “હમને કુછ કિયા હૈ.' વ્રત તો કર્યું પણ સાથે અહંકારને પોષવાની તક પણ મળી. શાસ્ત્રોનું કહેવું છે કે જે વ્રતો કરીએ છીએ તે વૃત્તિઓનો નિરોધ કરવા માટે કરીએ છીએ. શાસ્ત્રોએ નક્કી કરી આપ્યું કે આહાર સંજ્ઞા બળવાન છે, ખાવું ખાવું અને ખાવું અને જુદા જુદા સ્વાદ લેવાની વૃત્તિ જો થતી હોય તો શું ઉપાય? તો તપ તેનું સાધન છે. તપ આહાર સંજ્ઞા જીતવા માટે છે. આઠ દિવસ તપ કર્યું હોય અને નવમે દિવસે ફાઈવસ્ટાર હોટલમાં હોય તો ક્યાંક ગરબડ થઈ છે. આઠ દિવસનાં ઉપવાસ અને નવમે દિવસે ફાઈવસ્ટાર હોટલમાં ! મેળ નથી પડતો. એણે તપ અને વ્રત જરૂર કર્યું છે પણ વૃત્તિઓને જીતી નથી. સન્માન અને મહત્ત્વ મળ્યું છે. ધર્મસાધના જરૂર કરી છે, પણ વૃત્તિ અંદર અકબંધ રહી. વૃત્તિ અંદર ઢીલી પડે, તો વૃત્તિ નષ્ટ કરી શકાય. આહાર સંજ્ઞાની વૃત્તિ નષ્ટ કરવા માટે તપ સાધના છે. ભય આપણને પીડે છે. આપણે તેની વચ્ચે જીવીએ છીએ. કેટલાંક ભય વાસ્તવિક છે તો કેટલાંક ભયો કાલ્પનિક છે. ભયનું આપણને કંપન થાય છે. ભયથી મૂંઝવણ થાય છે અને ભયનાં કારણે આપણે વ્યાકુળ રહીએ છીએ. ટેન્શન શબ્દ ભય પછી આવે. જેટલો ભય વધારે તેટલું ટેન્શન વધારે. આ ટેન્શન કોઈ ચીજ કે વસ્તુ નથી. તે એક્સ-રે કાર્ડયોગ્રામમાં આવતો નથી. થર્મોમીટરમાં આવતી નથી અને કોઈને દેખાતો પણ નથી. એ બિનજરૂરી છે પણ થાય છે. તે ભયના કારણે થાય છે. ભયને જીતવા જ્ઞાની પુરુષો ભાવનાની સાધના કરવાનું કહે છે. શાસ્ત્રમાં બાર વૈરાગ્યની અને ચાર કલ્યાણની એમ કુલ સોળ ભાવનાઓ છે. બાર વૈરાગ્યની ભાવના (૧) અનિત્ય (૨) અશરણ (૩) સંસાર (૪) એકત્વ (૫) અન્યત્વ (૬) અશુચિ (૭) આશ્રવ (૮) સંવર (૯) નિર્જરા (૧૦) લોકસ્વરૂપ ભાવના (૧૧) બોધિ દુર્લભ (૧૨) ધર્મ દુર્લભ (ધર્મ ઉપદેશક અહંદાદિ દુર્લભ) ચાર કલ્યાણની ભાવના (૧) મૈત્રી (૨) પ્રમોદ (૩) કરુણા (૪) મધ્યસ્થતા. આ સોળ ભાવનાઓનું ભાવન એટલા માટે કરવું કે તેનાથી ભયની વૃત્તિ જીતાય. ભાવનાઓનું ભાવન કરવા છતાં જો વૃત્તિઓ ન જીતાય તો સમજી લેજો કે તમે સફળ થયા નથી. For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૨) પ્રવચન ક્રમાંક - ૨૮, ગાથા ક્રમાંક - ૨૮, ૨૯ અંદર કામવાસનાની વૃત્તિ ઊઠે છે, તો શીલ, સદાચાર, સંયમ તથા બ્રહ્મચર્ય વ્રતથી કામવાસના જીતાય. બ્રહ્મચર્ય એ માત્ર વ્રત નથી પણ અંદર જે કામવાસનાની વૃત્તિ ઊઠે છે, પીડા આપે છે, મૂંઝવણ આપે છે, જેના કારણે જીવનમાં અસંતોષ ઊભો થાય છે, એ વૃત્તિને જીતવા માટેની સાધના છે, આ વૃત્તિને જીતવા શીલ અને સંયમની સાધના કરવાની છે. આ વ્રતનું પાલન થતું હોય અને કામવાસનાની વૃત્તિ જીતાતી ન હોય તો, લઘું વ્રત અભિમાન', પણ વૃત્તિનું સ્વરૂપ તેણે જાણ્યું નહિ. પરિગ્રહ સંજ્ઞા એ સંગ્રહ કરવાની વૃત્તિ છે. તમને કોઈ પૂછે કે તમને કેટલું મળે તો સંતોષ થાય. મને એમ લાગે છે કે તમે બીજા માટે બાકી નહિ રાખો. બધું મને એકલાને જ જોઈએ છે. ભગવાન મહાવીર કહેતાં હતાં કે મનુષ્યની ઈચ્છાઓ અનંત છે. જેમ જેમ વધારે મળે છે તેમ તેમ ઈચ્છાઓ પણ વધે છે. આ લોભની વૃત્તિ જીતવા દાન દેવું જરૂરી છે. તપ, ભાવના, શીલ અને દાન આ ચારે ધર્મો તે ચાર સંજ્ઞાઓ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાને જીતવા માટે છે. હિંસાવૃત્તિ, ચોરીની વૃત્તિ, પરિગ્રહની વૃત્તિ, અસત્યની વૃત્તિ આમ અસંખ્ય વૃત્તિઓ છે. જીવદયાનું પાલન કરીએ છીએ, પાણી ગાળીને પીએ છીએ, રાત્રિભોજન કરતાં નથી, આનંદની વાત છે. કોઈ જીવને દુભવતા નથી તે પણ આનંદની વાત, પણ અંદરમાં બીજાનું બૂર કરવાની ભાવના ઊઠતી હોય તો વ્રત થયું પણ વૃત્તિ ગઈ નથી. જીવનમાં વ્રતો થાય છે પણ વૃત્તિઓ જતી નથી. “લઘું સ્વરૂપ ન વૃત્તિનું પહેલું સૂત્ર જે વ્રત કરે છે તે વૃત્તિઓનું સ્વરૂપ સમજ્યો નથી. અશુભ વૃત્તિઓ અને શુભ વૃત્તિઓ એમ બે ભાગમાં બધી વૃત્તિઓનો સમાવેશ થાય છે. રાગ અને દ્વેષ આ બેમાં પણ બધી વૃત્તિઓ સમાઈ જાય છે. તમામ ધર્મશાસ્ત્રો એમ કહે છે કે રાગ દ્વેષથી મુક્ત બનો. રાગદ્વેષથી મુક્ત બનો તેમ કેટલી વાર વાંચ્યું અને સાંભળ્યું પરંતુ એક ટકો પણ રાગ તેષ ગયા નહિ. રાગ દ્વેષથી મુક્ત થવું તે ધર્મ છે. કેશીકુમાર અને ગૌતમ સ્વામીજી બન્ને મળ્યાં છે. કેશીકુમાર ભગવાન પાર્શ્વનાથનાં ગણધર અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં ગણધર છે. આ બન્ને મહાપુરુષો એક નગરમાં બહુ સરળતાથી મળ્યાં છે. મોટે ભાગે આ ઘટના ઘટવી ઘણી મુશ્કેલ છે, પણ જ્ઞાનીઓમાં ઘટે. જ્ઞાનીઓ મળે પણ જે જ્ઞાની નથી અને વિદ્વાન છે તેને મળવું ઘણું મુશ્કેલ છે, કેશીકુમાર કહે છે કે હું જોઉં છું કે તમે મુક્ત વિહાર કરો છો, તમને બંધન નથી, તમે આનંદમય છો. વસંતઋતુ ખીલે તેમ તમારી ચેતના ખીલેલી છે. શરદપૂનમ અને કમળનું ફૂલ જેમ ખીલે તેમ તમે ખીલ્યાં છો. ઘસમસતી નદી વહે તેમ તમે વહી રહ્યા છો. તમારા મુખ પર કોઈ For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૨ ૧ ભય, વ્યગ્રતા, વ્યાકુળતા નથી. બંધન લાગતું નથી. શું એવું કર્યું કે જેનાથી તમે આનંદથી વિહરી શકો છો? તે વખતે ગૌતમ સ્વામી કહે છે, _ रागद्दोसादओ तिव्वा नेहपासा भयंकरा। ते छिंदित्तु जहानायं विहरामि जहक्कम्मं ॥ હે મુનિરાજ, રાગના, દ્વેષના, ગમાના, અણગમાના, સ્નેહ આસક્તિ તથા ધૃણાના, અહં અને મમત્વના મજબૂત બંધનોને જ્ઞાનરૂપી અસ્ત્ર દ્વારા અમે કાપી નાખ્યાં છે, અમે સ્વતંત્ર બન્યા છીએ અને આનંદથી વિહરી રહ્યા છીએ. જેણે વૃત્તિ જીતી તેઓ સ્વતંત્ર થયા છે. જેણે વૃત્તિ જીતી તે જ્ઞાની પણ છે અને વીતરાગ પણ છે. વાતો ગમે તેટલી કરે, પ્રવચનો ગમે તેટલાં આપે, શાસ્ત્રો ગમે તેટલાં વાંચે પણ જ્ઞાની પૂછે છે વૃત્તિઓને જીતી? વૃત્તિઓનો ક્ષય અને નિરાકરણ થયું? નિરોધ થયો? અને જવાબ ના હોય તો ફક્ત ભાર વેંઢાર્યો, જીવનમાં જે કરવાનું હતું તે કરી ન શક્યા. તો “લઘું સ્વરૂપ ન વૃત્તિનું', વૃત્તિનું સ્વરૂપ જાણવું પડશે. અંદર જોજો કે વૃત્તિ કેવી રીતે કામ કરે છે? આપણે એમ કહીએ છીએ કે ના, ના, મારા વખાણ ન કરશો. પણ વખાણ થતાં હોય તો સાંભળવાં ગમે છે. અમે તો તમારા ચરણની ધૂળ છીએ, પામર છીએ, પરંતુ વખાણ ગમે છે તે અંદરની મિઠાશ છે, તે વૃત્તિ છે. ગમે છે, તે ગમવાપણું વૃત્તિની આધીનતા અને સામ્રાજ્ય છે. બહાર જુદી અવસ્થા અને અંદર જુદી અવસ્થા, એ બન્ને વચ્ચે વિષમ અવસ્થા થાય તો જીવનનો આનંદ નહિ આવે, માટે વૃત્તિને જાણી લેવી. વૃત્તિના સ્વરૂપને જે જાણતો નથી, તેનો ખ્યાલ નથી, વૃત્તિઓને જોઈ નથી અને હું વ્રતધારી છું, એવું અભિમાન કરે છે. મારે ચાર મહિનાના ઉપવાસ કરવા છે, બહુ આનંદની વાત છે, પણ પાછું તે એમ કહે કે “અમે જ કરી શકીએ, એમાં તમારું ગજુ નહિ.” તમે કરો, તેમાં ના નહિ, ત્યાં સુધી બરાબર, પણ અમે વ્રતધારી, અમે સંન્યાસી, અમે વિરક્ત છીએ, અમે જંગલમાં રહીએ છીએ. કપડાં પણ પહેરતાં નથી. નગ્ન દિગંબર અવસ્થા છે પણ અંદર વૃત્તિ પડી છે તેનું શું? એ વૃત્તિઓનો નિરોધ કેમ કરવો તે જાણતા નથી અને કદાચ જ્ઞાની પુરુષનો યોગ બને, પરમાર્થ ઉપદેશનો યોગ બને તો પણ પોતાનાં અભિમાનનાં કારણે તે પરમાર્થને ગ્રહણ કરતો નથી. ત્રણ વાતો થઈ, પરમાર્થનું સ્વરૂપ જાણ્યું નથી તે ૧. જાણ્યા વગર વ્રતો ગ્રહણ કર્યા છે અને પાછું તેનું અભિમાન કર્યું છે તે ૨, અને લૌકિકમાન લેવા પરમાર્થને ગ્રહણ કરે નહિ તે ૩. પરમકૃપાળુદેવ માન શબ્દને બહુ યાદ કરે છે. માન, માન. તેનો સીધો અર્થ, તમે For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૨ પ્રવચન ક્રમાંક - ૨૮, ગાથા ક્રમાંક - ૨૮, ૨૯ અમને માનો. બીજાઓ પૂજે, મહત્ત્વ આપે, સ્વીકારે, મૂલ્ય આપે, વખાણ કરે તે આપણને બહુ ગમે. કહે કે તમારા જેવો સાધક અમે જોયો નથી, તો ઊંચો થઈને કુદવા લાગે. તેને હર્ષ અને ઉલ્લાસ થાય. કેમ? “તો લેવા લૌકિક માન.” જ્ઞાની પુરુષો કહે છે કે વ્રત કરો પણ વૃત્તિઓને તો સમજો. તો આ શિખામણ નહિ ગમે, પણ એમ જો કહે કે ધન્યવાદ ! તમે વ્રત ગ્રહણ કર્યું છે, સ્વીકાર્યું છે, સન્માન આપે, આદર આપે, તે ગમશે, પણ જો એમ પૂછે કે વ્રત તો ગ્રહણ કર્યું પણ વૃત્તિઓ મોળી પડી? તો તે ન ગમે. વૃત્તિઓની ખબર જ નથી, તો ઘા ક્યાં મારે? વ્રત, તપ, જપ, સાધના કરે છે પણ વૃત્તિ રોકાતી નથી. કારણ કે આત્માર્થે કરવાનો લક્ષ નથી. આ બધું જ કરે છે. તે સમગ્ર સાધના પછી વ્રત, તપ, જપ કે સંયમની હોય, ધ્યાનની હોય કે યોગની હોય પણ આ સમગ્ર આત્માર્થે કરવાની છે. આત્માના લક્ષે કરવાની છે. ધર્મિષ્ઠ કહેવરાવા માટે કરવાની નથી, લોકો જાણે અને પોતાનું માન પોષાય તે અર્થે કરવાની નથી. વૃત્તિનું સ્વરૂપ જાણી, વ્રતની સાધના કરે તેને કહેવાય છે સાધક. વૃત્તિનું સ્વરૂપ જાણતો નથી અને કહે છે કે અમે વ્રતધારી છીએ, તેને કહેવાય છે મતાર્થી. અહીં કૃપાળુદેવે ક્રિયાજડનું વર્ણન પૂરું કર્યું. હવે આ ૨૯મી ગાથાથી શુષ્કજ્ઞાનીના વર્ણનનો પ્રારંભ થાય છે. અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય, લોએ સવ્યવહારને, સાધન રહિત થાય. (૨૯). ટીકા અથવા સમયસાર કે યોગવાસિષ્ઠ જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે, કેવી રીતે ગ્રહણ કરે? માત્ર કહેવારૂપે ગ્રહણ કરે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સગુરુ, સતુશાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લોપે, તેમ જ પોતાને જ્ઞાની માની સાધન રહિત વર્તે. (૨૯) શાસ્ત્રોમાં જે પ્રતિપાદન થયું છે, તે આ જીવ માત્ર વાંચી જાય છે. પરંતુ તેનો મૂળભૂત આશય સમજતો નથી. એક વખત એવું થયું કે એક ભાઈયોગવશિષ્ઠ વાંચતા હતાં. જગત થયું નથી, જગત છે જ નહિ, બન્યું જ નથી, વિગેરે. તે વખતે તેણે ઉઘરાણી લેવા મુનિમને મોકલ્યો હતો, તે ઉઘરાણી ન પતવાથી પાછો આવ્યો. શેઠે કહ્યું, “તું ઉઘરાણી લીધા વગર જીવતો પાછો કેમ આવ્યો?' મુનીમે કહ્યું, “શેઠજી ! જગત છે જ નહિ તો ઉઘરાણી ક્યાંથી હોય?' જગત છે જ નહિ આવું જે શેઠ બોલે છે તે શુષ્કજ્ઞાન છે. જ્ઞાન આંતરિક અવસ્થા છે. અંદરમાં થતી ઘટના છે. સમયસાર યોગવાસિષ્ઠ વગેરે ગ્રંથો વાંચીને નિશ્ચયને ગ્રહણ કરે. પરંતુ કેવી રીતે? તો સ્પષ્ટતા કરી કે માત્ર શબ્દોમાં, વાણીમાં, પરંતુ વર્તનથી નહિ. For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૨૩ શબ્દોમાં બોલે છે કે આત્મા અજર, અમર, અવિનાશી છે, જનમતો નથી, મરતો નથી. પરંતુ રસ્તામાં સામે કૂતરું દેખાય તો ભાગે. કેમ ભાગ્યો? તો કહેશે કે કરડી જાય તો? પણ અલ્યા! તું કહે છે કે આત્મા અજર છે, અમર છે, જન્મતો નથી, મરતો નથી, અને પાછો ડરે છે? તો કહે કે એ તો બોલાય. કોઈનું મરણ થયું હોય અને બેસણામાં જાય તો કેવી ડાહી ડાહી વાતો કરે કે ભાઈ ! જગતમાં કોણ કાયમ રહ્યું છે? શરીર મરે છે, પરંતુ આત્મા તો અવિનાશી છે, સાંભળનારને એમ લાગે કે આ તો ઘણો જ્ઞાની લાગે છે. પરંતુ તેને ઘેર કંઈ થાય તો ખબર પડે. લોકો તેને છાનો રાખે તો કહેશે “મને ખબર છે.” “તું બીજાને બોધ આપતો હતો, પરંતુ તારે ઘેર થયું ત્યારે સમજણ ક્યાં ગઈ? તારો નિશ્ચયનય ક્યાં ગયો ?' શાસ્ત્રો કહે છે કે આ સમજણ માત્ર શબ્દની માંય.' સંત જ્ઞાનેશ્વરજીએ એક ઠેકાણે કહ્યું છે, “બોલાયચી ભાત અને બોલાયાચી કઢી, કોણ તૃપ્ત ઝાલા.” અહીં એમ કહેવું છે કે મહેમાન ઘેર આવ્યા, તમે જમવા થાળી આપી, પછી એમ કહો કે લો લાડુ, લો મોહનથાળ, લો દાળ, લો ભાત. પરંતુ ભાણામાં પીરસો નહિ તો ખાય શું? આવું જમીને કોણ તૃપ્ત થયું? આમ માત્ર નિશ્ચયનયથી વાતો કરીને કોણ પોતામાં ઠર્યો ? અને કોણ સ્વરૂપમાં ગયો? કોણ સ્થિર થયો? કોણ નિર્વિકલ્પ અને જ્ઞાતા દ્રષ્ટા થયો? કોણ સાક્ષી થયો? અને કોનો અહંકાર અને કોના વિકારો ગયા? “કુછ નહિ હુઆ.” જગત આખું શબ્દોમાં રમે છે. નિશ્ચયનય સાવ સાચો છે, પરંતુ પારમાર્થિક રીતે તેને સ્વીકારી, જીવનમાં ઉતારવો પડે, જીવનમાં પ્રગટ કરવો પડે. ભગવાન બુદ્ધ ભિક્ષુકને કહેતાં કે પહેલાં તમે મશાનમાં જઈને છ મહિના ધ્યાન કરો. પહેલાં દિવસે જાવ પછી રાત્રે પણ જાવ. તમને કોઈ કહે કે આત્મા અજર છે, અમર છે, સ્મશાનમાં જઈ ધ્યાન કરો, તો શું જવાબ આપો? પરમકૃપાળુદેવે ગાયું કે, એકાકી વિચરતો વળી શ્મશાનમાં, વળી પવર્તમાં વાઘ સિંહ સંયોગ જો. આવી અવસ્થા આવી હોય, સાક્ષાત્કાર થયો હોય તો તત્ત્વ અંદરમાં પ્રગટ થયું કહેવાય. શાસ્ત્રોમાં નિશ્ચયનય-વ્યવહારનય વગેરે નયોથી વર્ણન આવે છે, ભાઈ ! આત્મા અજર અમર અવિનાશી છે. કર્મ રહિત છે, રાગ દ્વેષ રહિત છે, કષાય અને ભાવકર્મોથી રહિત છે, ખરી વાત, પરંતુ એ વર્ણન છે અને એવી અવસ્થા જીવનમાં અનુભવવી તે જુદી વાત છે. શબ્દો જુદી વસ્તુ છે. માત્ર શબ્દથી અનુભવ ન થાય, શાબ્દિક પ્રતીતિ થાય. અનુભવ તેને કહેવાય કે જ્યારે તેનો નિશ્ચય કરે, તેને અંદર ઉતારે. અંતરંગમાં તથારૂપ For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ગુણની સ્પર્શના હોય. ‘અથવા નિશ્ચયનય ગ્રહે માત્ર શબ્દની માંય’ અંબાલાલભાઈનું વાક્ય છે કે ‘સમયસાર જેવા ગ્રંથો વાંચીને નિશ્ચયનયને કહેવારૂપે ગ્રહણ કરે પણ અંતરમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નથી', ટચ નથી, અનુભવ નથી, એવી અવસ્થા આવી નથી. સાક્ષીભાવની વાત કરે પણ સાક્ષીભાવ નથી. જ્ઞાતા દ્રષ્ટા ભાવની વાત કરે પણ જ્ઞાતા દ્રષ્ટા થયો નથી. વસ્તુ મિથ્યા છે, નાશવંત છે એ વાત કરે, વાત કરીને ઊભો થાય અને સ્લીપર ખોવાઈ જાય તો મઝા જુઓ ! મારા સ્લીપર ક્યાં ગયા ? હમણાં તો કહેતો હતો ને કે આ બધુ નાશવંત છે અને મૂકીને જવાનું છે ? આ તો સ્લીપર ગયા છે, પરંતુ તું તો છો ને ? પરંતુ તેને અંદરમાં કલેશ થાય છે, કારણ કે એને માત્ર શબ્દો ભેગાં કર્યા છે, અનુભવ નથી, તેવી અંતરંગ દશા પ્રાપ્ત થઈ નથી. શબ્દ જ્ઞાન અને દશા એ બેનો તાલમેલ જોઈએ. પ્રેમની વાત કરતાં હોય તો અંદર પ્રેમની અવસ્થા અને બહારમાં પ્રેમની અભિવ્યક્તિ, એ બંનેનો તાલમેલ જોઈએ. વાત ઘણી ઊંચી પણ તાલમેલ નહિ, તેને કહેવાય છે વિસંવાદિતા. વાત કરે નિશ્ચયની, માત્ર શબ્દોમાં પણ અંતરંગમાં તથાપ્રકારની અવસ્થા નથી. પ્રવચન ક્રમાંક - ૨૮, ગાથા ક્રમાંક - ૨૮, ૨૯ ત્રીજી વાત સાથે સાથે...એ શાસ્ત્રો વાંચ્યા પછી મોટું જોખમ ખેડે છે. સમયસાર આદિ શાસ્ત્રો વાંચ્યા પછી શબ્દોમાં નિશ્ચયનયનું વર્ણન કરે છે. જ્યારે વર્ણન કરતો હોય ત્યારે મોઢું એટલું બધું ગંભીર હોય, આંખો ગંભીર હોય, હાથ પગ સ્થિર હોય-એમ લાગે કે આ અંદર ગયો કે શું ? પણ એ અંદર ગયો નથી. આ તો ખરું, પણ તે સર્વ્યવહારનો લોપ કરે છે. સદ્ગુરુ, સત્ત્શાસ્ત્ર, વૈરાગ્ય, સ્વાધ્યાય, ભક્તિ, મંત્રજાપ, પરમાત્માની પૂજા, સાધુ સંતોની સેવા, તીર્થોની યાત્રા આ સવ્યવહાર છે તેનો નિષેધ કરે છે. નિશ્ચયનયની અવસ્થા પ્રાપ્ત થયા પહેલાં, એવી અવસ્થા આવ્યાં પહેલાં, જો વ્યવહાર છોડે તો નિશ્ચયનય પ્રાપ્ત થતો નથી. અને વ્યવહાર પણ રહ્યો નથી. તે અવસ્થા પ્રાપ્ત થતાં વ્યવહાર છૂટી જશે, એને છોડવાની જરૂર નથી. આ તો બંને ખોયું. ‘ન ઈધર કે, ન ઉધર કે !' અને આવું ખોવાનું કામ આ નિશ્ચયનયની વાત કરનારાં કરતાં હોય છે. આ શુષ્ક વાતો જ છે. છેલ્લી વાત, પોતાના જ્ઞાનના કારણે પોતાને જ્ઞાની માન્યા પછી એમ કહે કે હવે અમારે સાધના કરવાની કોઈ જરૂર નથી. કારણ ? અમે જ્ઞાની. અમારે કંઈ રાત્રિ ભોજનનો ત્યાગ કરવો પડે કે કંઈ વિવેક રાખવો પડે નહિ. કોણ ખાય છે ? અમે તો જ્ઞાની છીએ ! કોણ ખાય છે શું? તું ખાય છે. ભોજનમાં માટીનો લોંદો હોય અને બીજી બાજુ બુંદીનો લાડુ હોય તો તું For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૨૫ શું ખાઈશ? માટી અને બુંદી તારે તો બંને સરખાં, બંને પુદ્ગલ છે, બંને જુદા નથી, છતાં તું માટી નહિ ખાય પણ બુંદી જ ખાઈશ. આ જ્ઞાની નથી, આ દંભ છે, આ મિથ્યાચાર છે. પોતાની જાતને જ્ઞાની મનાવવાની ટેવ છે. નિશ્ચયનય શબ્દોમાં ગ્રહણ કર્યો અને સવ્યવહારનો લોપ કર્યો. પોતે સાધન રહિત થયો. આ નિશ્ચયનયની અવસ્થા પ્રાપ્ત થઈ નથી, તેને કારણે તેણે બધું જ ખોયું. આવી અવસ્થામાં જે જીવે છે તેને કહેવાય છે શુષ્કજ્ઞાની. શાસ્ત્રો વાંચજો, ના નથી. આત્મસિદ્ધિ કંઠસ્થ કરજો, ના નથી. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત', ગાજો તેની ના નથી. આત્મા અસંગ છે, સંગ રહિત છે તેમ બોલજો, તેની ના નથી, પણ સાથે અનુભવ પણ કરજો. એકલા બોલવાથી કામ નહિ થાય, અને અનુભવ નહિ થાય તો, બોલેલું માત્ર વાણીમાં રહેશે. માત્ર વાણી તમને નહિ બચાવે. આવી અવસ્થા આવતાં પહેલાં સવ્યવહાર કે સગુરુને છોડશો નહિ. સ્વાધ્યાય ભક્તિને છોડશો નહિ. ભગવાનની મૂર્તિ છોડશો નહિ. તપ, ત્યાગ, વૈરાગ્ય આ બધું છોડશો નહિ. આ બધું છોડશો અને અંદરની અવસ્થા આવી નથી તો ભીતર ગયે નહિ ઔર બહારકા સબ છોડ દિયા. અબ ક્યા હોગા ?' આવી અવસ્થામાં તમે ન મૂકાવ માટે પરમકૃપાળુદેવે આ રેડ સીગ્નલ, લાલબત્તી ધરી છે કે આને જ્ઞાની કહેવાય નહિ. “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે, (આનંદધનજી) કેટલા પ્રકારથી જ્ઞાની પુરુષોએ વાત કરી છે. આવતી કાલે ૩૦મી ગાથામાં થોડું રીપીટેશન છે, પરંતુ જુદી ભૂમિકામાં આ ૩૦મી ગાથામાં વાત કરી છે. ત્યાર પછીની બે ગાથામાં મતાર્થીના લક્ષણો પૂરા થશે ને આત્માર્થીના લક્ષણનો પ્રારંભ થશે. ધન્યવાદ ! ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૬ પ્રવચન ક્રમાંક - ૨૯, ગાથા ક્રમાંક - ૩૦, ૩૧ પ્રવચન ક્રમાંક - ૨૯ ગાથા ક્રમાંક - ૩૦, ૩૧ શુષ્કજ્ઞાની-જૈસી પત્થરકી નાવા જ્ઞાનદશા પામે નહિ, સાધન-દશા ન કાંઈ, પામે તેનો સંગ છે, તે બૂડે ભવમાંહી. (૩૦) એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ, પામે નહિ પરમાર્થને, અનુ-અધિકારીમાં જ. (૩૧) ટિીકા તે જ્ઞાનદશા પામે નહીં. તેમ વૈરાગ્યાદિ સાધનદશા પણ તેને નથી, તેથી તેવા જીવનો સંગ બીજા જે જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે. (૩૦) એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે, કેમકે ઉપર કહ્યા જીવ, તેને જેમ કુળધર્માદિથી મતાર્થતા છે, તેમ આને જ્ઞાની ગણાવવાના માનની ઈચ્છાથી પોતાના શુષ્કમતનો આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહિ, અને અન્ અધિકારી એટલે જેને વિષે જ્ઞાન પરિણામ પામવા યોગ્ય નહિ, એવા જીવોમાં તે પણ ગણાય. (૩૧) આ ગાથામાં સંગ કોનો ન કરવો? કોની સાથે ન બેસવું? કોની સાથે વાત ન કરવી અને કોનો ઉપદેશ ન લેવો? તે વાત કરી છે, આ જગત, આ સંસાર, આ કાળ અને તેમાં વિચિત્રતા પણ એવી જ છે, તેમાં શંકા નથી, પરંતુ તેમાં પણ જો કોઈ વ્યક્તિ ક્રિયાજડ વ્યક્તિનો સંગ કરે તો તેને ઘણું નુકસાન છે. આવી વ્યક્તિઓથી બચવા માટે કૃપાળુદેવે ચેતવણી આપી છે. પહેલું સૂત્ર - “જ્ઞાનદશા પામે નહિ', આ નાનકડી કડીમાં પણ મહત્ત્વની વાત કરી છે. જ્ઞાનદશા પામે નહિ, આનું પૃથક્કરણ, જ્ઞાન પામે પણ દશા નહિ. આ જીવ જ્ઞાન પ્રાપ્ત કરે છે, પણ દશા એટલે અંતરંગ અવસ્થા પ્રાપ્ત કરી શકતો નથી. દશા એટલે ટ્રાન્સફરમેશન, દશા એટલે આંતરિક ભૂમિકા, દશા એટલે આંતરિક ફેર. જે નવ પૂર્વ ભણેલો હોય, તેને તમે અજ્ઞાની તો ન જ કહી શકો. નવપૂર્વભણ્યો હોય તે નિશ્ચયનય, વ્યવહારનય, ઉપાદાન, For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૨૭ નિમિત્ત, જ્ઞાન, ક્રિયા, ગુણસ્થાન, વેશ્યા, બંધ, મોક્ષ, ન જાણે તેવું તો ન જ બને. બધું જાણે, કારણ કે તે નવપૂર્વ ભણ્યો છે. પરમકૃપાળુદેવના વચનામૃતો બે, ચાર, પાંચ વખત વાંચ્યા હોય તો તેને અધધ થઈ જાય છે. બધા શાસ્ત્રો અમે પી ગયા છીએ. અમને ઘણો અભ્યાસ છે. નવપૂર્વ ભણ્યો હોય, તેને તમે અજ્ઞાની કઈ રીતે કહી શકો? પરંતુ જ્ઞાની તેને અજ્ઞાની કહે છે. આપણે તેને અજ્ઞાની ન કહી શકીએ, પણ છે તો અજ્ઞાની જ. નવ પૂર્વમાં આ ગુણ, આ પર્યાય, આ અસ્તિત્વ, આ નાસ્તિત્વ, આ પ્રમેયત્વ, પ્રદેશત્વ, અગુરુલઘુત્વ, બાહ્યદશા, અંતરંગ દશા, ચારિત્ર આ બધા શબ્દો નહિ આવ્યા હોય ? બધા જ શબ્દો આવ્યા છે. તે ઢગલાબંધ જ્ઞાન પામ્યો છે. નવ પૂર્વ ઓછાં નથી. કલ્પસૂત્રમાં આવે છે કે ઈન્દ્ર મહારાજના ઐરાવણ હાથીનાં પ્રમાણમાં શાહીનો ઢગલો કરો, અને એટલી શાહીથી જે લખાય તે એક પૂર્વ કહેવાય. બે હાથી પ્રમાણ શાહીથી જે લખાય તે બે પૂર્વ કહેવાય. એમ નવપૂર્વ ગણવા. જ્ઞાન પામવું તેમાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમનો સંબંધ છે. જ્ઞાનાવરણીય કર્મનો જો ક્ષયોપશમ હોય તો મોટો વૈજ્ઞાનિક થાય, મોટો કળાકાર થાય, પંડિત થાય, વક્તા થાય, શાસ્ત્રોને કંઠસ્થ કરે, શાસ્ત્રો ધારણ કરે, “સબ શાસ્ત્ર કે નય ધારી લીયે”, આવું જ્ઞાન તે પ્રાપ્ત કરે છે, પરંતુ અપૂર્વ જ્ઞાન પામતો નથી. હાઈ આઈ. ક્યુ. લેવલવાળા મોટા મોટા એજીનિયરો હોય, વકીલો કોર્ટમાં કાળો ડગલો પહેરી ઊભા હોય, અને દલીલો કરતાં હોય તો ભલભલાનાં છક્કા છૂટી જાય છે કે તેને શું ન્યાય આપવો? ન્યાયાધીશ પણ મૂંઝાઈ જાય છે, આવાં જબરાં વકીલો હોય. ડૉક્ટરો, કવિઓ, સાહિત્યકારો, વક્તાઓ, આર્કીટેક્ટ તમે તેમને ઓછા ગણો છો? આવાનું પણ જ્ઞાન તીવ્ર હોય છે. આવી જ રીતે શાસ્ત્રોનું જ્ઞાન હોય, મોટો વિદ્વાન હોય, મોટો મહંત હોય, હજારો શિષ્યોનો ગુરુ પણ હોય, અને હજારોની સભામાં ઉપદેશ પણ આપતો હોય, એ જ્ઞાન પામ્યો છે પણ દશા નહિ. જ્ઞાન જુદી વસ્તુ છે અને દશા જુદી વસ્તુ છે. જ્ઞાનનો સંબંધ જ્ઞાનાવરણીય કર્મના લયોપશમ સાથે અને દશાનો સંબંધ મોહનીય કર્મના ઉપશમ આદિ સાથે છે. મોહનીય કર્મમાં ક્ષય કે ઉપશમન થાય ત્યાં સુધી જ્ઞાનની માત્રા તમારામાં નવ પૂર્વ જેટલી હોય તોપણ દશા ન બદલાય. દશા બદલવાનું કામ જ્ઞાનનું નથી પણ દશા બદલવાનું કામ મોહના ક્ષય, ઉપશમ ઉપર આધાર રાખે છે. ઝાડના મૂળને પાણી પાશો. એ પાણી ડાળીઓને મળશે, પાંદડાઓ, ફૂલો અને પચાસ ફૂટ ઉપર નાની કૂંપળ હોય તો તેને પણ પાણી મળશે. મૂળને પાણી પાશો તો આખું વૃક્ષ લીલુંછમ. મૂળને ખોદી બહાર કાઢશો તો આખું વૃક્ષ પડી For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ પ્રવચન ક્રમાંક - ૨૯, ગાથા ક્રમાંક - ૩૦, ૩૧ જવાનું. મોહ સંસારનું મૂળ છે. મોહને પાણી પાશો તો સંસાર લીલોછમ, મોહને ઉખેડી નાખશો તો મોક્ષ મળશે. કામ ડાળીઓ અને પાંદડા ઉપર કરવાનું નથી પરંતુ કામ મૂળ ઉપર કરવાનું છે. મોહ તે જ મૂળ છે. સંસારનું મૂળ મોહ છે. અનંતકાળમાં તમે ઘણું બધું કર્યું છે, પરંતુ મોહ અકબંધ અને અકબંધ જ રહ્યો છે. ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં સિદ્ધર્ષિગણિએ અલંકારિક ભાષામાં કહ્યું છે કે તમે મંદિરમાં જાવ, તીર્થયાત્રા કરવા જાવ, પૂજા કરો, પાઠ કરો, દાન કરો, અનુષ્ઠાન કરો, શીલ પાળો, બ્રહ્મચર્ય પાળો, સામાયિક અને પ્રતિક્રમણ કરો, છૂટ છે, ના નથી પણ એક બાબત છે કે, કોઈ જીવંત જ્ઞાની પુરુષ પાસે જશો ત્યારે જ મોહ ખતમ થશે. મોહ કહે છે, તમારાં વ્રત, તપ, જપ મને ખતમ નહિ કરે પણ આ જીવતો જ્ઞાની પુરુષ મને ખતમ કરશે. સદ્દગુરુ આવ્યા કે અમારું ઉઠમણું, જવું જ પડશે. નથી આવ્યાં ત્યાં સુધી અમારા બેસણાં રહેશે. માટે કહ્યું કે જ્ઞાન પામશે પણ દશા નહિ. દશાનો સંબંધ આંતરિક અવસ્થા, આંતરિક વિકાસ, આંતરિક પરિવર્તન અને અંદરમાં રૂપાંતરણ એ બધાં સાથે છે, અને એ કામ ચૈતન્યમાં થાય છે. એ ક્યારે થાય? જ્યારે મોહનો ક્ષય અથવા ઉપશમ થાય ત્યારે. જો મોહ એમને એમ રહ્યો તો આંતરિક પરિવર્તન નહિ થાય. એક વાત સમજી લેજો, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મની સ્થિતિ ઘણી મોટી છે. શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે ક્ષપકશ્રેણીમાં દશમાં ગુણસ્થાને મોહનીયકર્મનો ક્ષય થયા પછી અંતર્મુહૂર્તમાં, અડતાલીસ મિનિટની અંદર જ આનો ફેંસલો થાય છે. આ શાસ્ત્રની વાત સમજવા કોશિશ કરજો. જેવો મોહ ગયો કે આ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય જે બળવાન કર્મો છે, શક્તિશાળી અને સમર્થ છે, છતાં ૪૮ મિનિટથી વધારે રહી શકતાં નથી. કારણ? મોહ ગયો, તેનો ક્ષય થયો. હવે કોઈ ડીસ્ટર્બ કે મુશ્કેલી કરનાર નથી, અને નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય આ ચાર કર્મો તમે જ્ઞાની હો કે અજ્ઞાની. બધાને ભોગવવાં જ પડે છે, ભોગવ્યે જ છૂટકો થાય! બાકીના ત્રણ ઘાતી કર્મો મોહ જાય તો જ જાય. તો આધાર કોના ઉપર રહ્યો? મોહ ઉપર, એ રીંગ લીડર, ગેંગનો આગેવાન, આતંકવાદીઓના નેતા જેવો છે. જ્યાં સુધી એ મજબૂત છે, ત્યાં સુધી કોઈને ઊની આંચ આવતી નથી. અઘાતી કર્મોનો સંબંધ ભૌતિક અવસ્થા સાથે છે. કર્મોને ભોગવવા શરીર જોઈએ. શરીર તે નામકર્મની રચના. શરીર નિરોગી જોઈએ અને દુઃખ ન જોઈએ તે શાતાવેદનીય કર્મનું કામ. તબિયત તંદુરસ્ત રહે, સારી રીતે ખાઈ શકાય, ચાલી શકાય, તે પણ શાતા For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા વેદનીય કર્મનું કામ છે. આમ અઘાતી કર્મોનો સંબંધ ભૌતિક અવસ્થા સાથે છે. સકલ પદારથ હૈ જગમાંહી, ભાગ્ય વિના એ પાવત નાહીં. તુલસીદાસજીએ કહ્યું, જગતમાં બધાં પદાર્થો મેળવવાનું સાધન જોઈએ. એ સાધન માટે તુલસીદાસજીએ ભાગ્ય શબ્દ આપ્યો, અને જૈનદર્શનમાં તેને માટે કર્મ શબ્દ આપ્યો. બહારમાં તમને જે કંઈપણ મળે છે તે કર્મની વ્યવસ્થા છે. બીલ ગેઈટ્સ પાસે કરોડોની સંપત્તિ છે, તે પુણ્ય કર્મની વ્યવસ્થા છે. પચાસ અબજમાંથી પચીસ અબજ દાનમાં આપ્યાં, થોડો મોહ ઘટ્યો. દાન આપ્યા પછી મેં દાન આપ્યું એમ અહંકાર થાય તો ફરી મોહ મજબૂત થાય છે. આ મોહનીય કર્મનો ખેલ ! આવો ખેલ અંદર નિરંતર ચાલ્યા કરે છે અને ફરી કર્મ અને ફરી સંસાર ઊભો થાય છે. પરમકૃપાળુદેવે સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે, મોહભાવ ક્ષીણ હોય જો, અથવા હોય પ્રશાંત, તે કહીએ, જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. જો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય અને મોહનીય કર્મ અકબંધ છે તો જ્ઞાન પામે પણ દશા નહિ, અને જો મોહનીય કર્મનો ક્ષય કે ઉપશમ થાય તો દશા પામે. આ જો ન બન્યું તો બાકી બધું ભ્રાંત એટલે ભ્રમણા છે, ભ્રાંતિ છે. અમે જ્ઞાની છીએ, અમે બધા જ્ઞાની છીએ. હવે નાચો, કૂદો, આનંદ કરો. કોણ તમને ના પાડે છે ? પણ તે અવસ્થા નથી. એક કસોટી છે. મોહ પ્રશાંત અથવા ક્ષય થયો હોય તો જ્ઞાની દશા, નહિ તો ભ્રમણા છે. કોઈ તમને એમ કહે કે મારા હજાર શિષ્યો છે, મારો મોટો આશ્રમ છે, સોનાનાં પતરાંથી મઢ્યો છે, મેં આટલાં આટલાં કામો કર્યા છે, ભલે રહ્યું બધું, પરંતુ પહેલાં એ કહો કે તમારો મોહ ઓછો થયો ? વૃત્તિઓ નાબૂદ થઈ ? મોહ શાંત કે ઉપશમ થયો ? એની માત્રા ઘટી ? એ નબળો પડ્યો, તેનું બળ ઓછું થયું ? એની શક્તિ અને તાકાત ઓછી થઈ? ઘણાને સીત્તેર વર્ષે પણ એમ થાય છે કે બીજા કરોડ કમાઈ લઉં, બીજી વાર લગ્ન કરું. ભાઈ, હવે તું જપી જા. તને સીત્તેર વર્ષે પણ આ વિચાર આવે છે ? તારામાં મોહનું જોર છે. મોહ તને ખેંચી જશે. જ્યાં સુધી મોહમાં કંઈ ફેર નહિ પડે, ત્યાં સુધી બાજી સુધરશે નહિ. કોઈની કીડની બગડી હોય અને શરદીની દવા લે તો કંઈ કામ ન થાય. કીડની વધારે બગડશે. દવા કીડની માટે લેવી જોઈએ, તેમ અહીં સાધકને જે કામ કરવાનું છે તે બીજા કર્મો ઉપ૨ ક૨વાનું નથી પણ મોહનીય કર્મ ઉપર કરવાનું છે. મોહ ઉપર જો તમારો કાબૂ ન હોય તો તેનો ક્ષય ન થાય. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે, મોહનીય કંર્મ ઉપર તરવાર પડવી જોઈએ. કામ મોહ ઉપર થવું જોઈએ. કામ માત્ર For Personal & Private Use Only ૩૨૯ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ પ્રવચન ક્રમાંક - ૨૯, ગાથા ક્રમાંક - ૩૦, ૩૧ જ્ઞાનથી નહિ થાય પણ અનુભવથી થશે. માત્ર શ્રુતજ્ઞાન કે શાસ્ત્રજ્ઞાનથી નહિ થાય. તમે એવો અર્થ ન કરશો કે અમે શાસ્ત્રો વાંચવાની ના પાડીએ છીએ. આપણે આત્મસિદ્ધિ શાસ્ત્ર જ વાંચી રહ્યા છીએ. એ શ્રુતજ્ઞાન છે, એનું વાંચન થઈ રહ્યું છે. એ શ્રુતજ્ઞાનને અનુભવ જ્ઞાનમાં બદલવું જોઈશે. બાસુંદી બનાવવી હોય તો મૂળ તત્ત્વ જે દૂધ છે, તેને કઢવું પડે છે, તેમ જ્ઞાન દૂધ છે અને અનુભવ જ્ઞાન બાસુંદી છે. જ્ઞાનને લૂંટવું પડે. જ્ઞાનને ઘૂંટવાની પ્રક્રિયા શ્રવણ, મનન અને નિદિધ્યાસન. ચોથી પ્રક્રિયા ધ્યાન અને પાંચમી પ્રક્રિયા જીવનનાં હર કામમાં, હર ક્ષણમાં, હર પ્રવૃત્તિમાં સંપૂર્ણ જાગૃતિ. જાગીને જીવો. જ્ઞાન અનુભવમાં પરિવર્તિત થઈ જશે. અનુભવ જ્ઞાનને શ્રુતજ્ઞાન (કાચો માલ-રો મટીરીયલ) જોઈશે. ઈરાન અને અરબસ્તાનના કૂવામાંથી, જમીનમાંથી રગડો નીકળે છે. તેમાંથી પેટ્રોલ, ડીઝલ, ઘાસલેટ છૂટું પડે છે. આ બધું છૂટું પાડવું પડે, પરંતુ નીકળે રગડો. તેમ શાસ્ત્રજ્ઞાન જોઈએ પણ તેમાંથી તત્ત્વો જુદા પાડવા પડે. એ જુદા પાડવાનું કામ સાધનાથી થાય, અને તેમાંથી જે પ્રગટ થાય તે અનુભવ જ્ઞાન. અનુભવ જ્ઞાન મોહ ઉપર અસર કરે અને મોહ શાંત થાય. અંતરદશા પ્રગટ થાય. આ સાચા રસ્તે જવું પડશે. તેથી જ્ઞાની પુરુષોએ કહ્યું કે, “જ્ઞાન પમાય દશાથી.” દશા કેવી રીતે પ્રાપ્ત થશે ? અનુભવ જ્ઞાનથી, અનુભવ જ્ઞાન શું કરશે? મોહ ઉપર અસર કરશે. તેથી મોહ શાંત થશે, મોહનો ઉપશમ થશે. સૂર્યને જોઈને જેમ કમળ ખીલે છે, તેમ ચૈતન્યકમળ ખીલશે. ચૈતન્યકમળને ખીલવવાની આ પ્રક્રિયા છે. અને સાથે સાથે બીજા બધા જ કર્મો અંતર્મુહૂર્તમાં (૪૮ મિનિટની અંદરનો સમય) ખતમ થઈ જશે. ફક્ત ચાર અઘાતિ કર્મો બાકી રહી જશે. જ્ઞાની પુરુષોને કેવળજ્ઞાન થયા પછી પણ તે ભોગવવાં પડે છે. કોઈ આત્માર્થીએ આઠ વર્ષની ઉંમરે સંયમ ગ્રહણ કર્યું, નવ વર્ષની ઉંમરે કેવળજ્ઞાન થયું અને જ્ઞાન થયા પછી તેઓને કરોડો વર્ષનું આયુષ્ય હોય અને તે જીવન દરમ્યાન, જવું-આવવું વિગેરે ગમનાદિ તથા ઉપદેશ આદિ ક્રિયાઓ તેઓ કરે છતાં તેમને કર્મબંધ થતો નથી. તેમના ઉપર પણ અઘાતિ કર્મોની સત્તા છે. તેમને જીવવું તો પડશે પણ તેમને જીવનનો કંટાળો કે અણગમો નથી. જીવનનું સ્વાગત છે. જીવન તો બક્ષિસ છે. શરીર, બાહ્ય પદાર્થો, બાહ્ય પરિસ્થિતિ, બાહ્ય સંયોગો એ બધું તમે ગમે તેટલું મથશો પણ બદલાવી નહિ શકાય. આ તમારાથી નહીં મટે, કર્મતંત્ર ઉપર તેનો આધાર છે, સામ્રાજ્ય કર્યતંત્રનું છે. શાતાવેદનીય હશે તો શરીર સારું રહેશે. અને શાતાવેદનીય નહિ હોય તો હજાર રૂપિયાની ભસ્મ ખાશો તો પણ શરીર સારું નહિ થાય. આ ચારે ચાર For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૩૧ અઘાતી કર્મો દરેક જીવને ભોગવવાં જ પડે છે, પરંતુ જ્ઞાની ધૈર્યથી વેદે છે, અને અજ્ઞાની રડીને વેદે છે. જ્ઞાનીને મોહ નથી. જ્યાં સુધી મોહ હશે ત્યાં સુધી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ ત્રણે રહેશે. જેવો મોહ છૂટ્યો કે ત્રણેને ઉચાળા ભરતાં વાર નહીં લાગે. આવું મોહનું સામર્થ્ય છે. શાસ્ત્રોનું ગમે તેટલું જ્ઞાન થયું હોય પણ જો આંતરિક અવસ્થા પ્રાપ્ત ન કરી હોય, દશા પામ્યા વગર પોતાને જ્ઞાની માને અને પાંચ પંદર જણાં ઢોલ વગાડનારાં મળી આવે કે તમે જ્ઞાની છો, તાળીઓ પાડે, ફૂલહાર પહેરાવે, અને જો તે વૈરાગ્ય આદિ સાધન છોડી દે, અને કહે કે હવે અમારે ત્યાગની જરૂર નથી, તો તે અજ્ઞાની છે. વેદાંતની પ્રણાલિકામાં એક દૃષ્ટાંત આપવામાં આવે છે. એક વેદાંતી સંન્યાસી હતા. હંમેશા વાત કર્યા કરે કે જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે. શરીર છે જ નહિ, અને કોણ ખાય છે ? કોણ પીવે છે ? હવે એક સાધકે તેમને જમવાનું આમંત્રણ આપ્યું અને ભોજનમાં બધી વસ્તુઓ સરસ બનાવી. દૂધપાક, પૂરી, ભજીયા વિગેરે. તેણે બહુ આનંદથી ખાધું, દૂધપાકના કટોરા પીવાય તેટલાં પીધાં. (બોલે ખરો કે આત્મા ખાતો પીતો નથી.) ભોજન કર્યા પછી સાધકે કહ્યું, આપ બાજુના રૂમમાં વિશ્રાંતિ કરો. સાધક બહુ ડાહ્યો, તેણે ભોજન પછી પાણી ન આપ્યું. આ સંન્યાસી ઊઠ્યા, મરચાંના તીખા ભજીયા ખાધેલાં, એટલે તરસ લાગી. તેણે કહ્યું, ‘ચેલાજી ! પાણી લઈ આવો.' ચેલાજીએ કહ્યું કે ‘જ્ઞાન ગંગામાંથી થોડું પાણી પી લો.' આ જીવ દશા પામ્યો નથી. જ્ઞાનીને જોખમ છે, અજ્ઞાનીને જોખમ નથી, તેને કંઈ લૂંટાવા જેવું નથી. પરંતુ જ્ઞાન હોય અને દશા આવી ન હોય તો મોટું જોખમ. એક અહંકારનું જોખમ, એક લોકસંજ્ઞાનું જોખમ, એક ભક્તોનું અને એક ચેલાઓનું જોખમ. મોટી ઉપાધિ થાય. પોતે તો ડૂબે પણ બીજાઓને પણ ડૂબાડે. અમારી સાથે ખાડામાં પડો તો જ કામ થાય. અવસ્થા બદલવાનું કામ જ્ઞાન નહિ કરે. મોહનો ઉપશમ થાય તો કામ થશે. કૃપાળુદેવને કહેવું છે કે તમે બાકીના કર્મોની ચિંતા નહિ કરતાં. બાકીનાં કર્મો સાત, ત્રણ થાતી અને ચાર અઘાતી, તેમાં અઘાતી કર્મોનો સબંધ ભૌતિક જગત સાથે છે. તમને બહારની જે વ્યવસ્થા મળે છે, તમારું ઘ૨, તમારો પતિ, તમારું બાળક, તમારું સૌંદર્ય, તમારું ધન, તમારો મોભો, વૈભવ, અધિકાર, તમારી પ્રશંસા આ બધું જે કંઈ તમે મેળવો છો તેનો સંબંધ કર્મો સાથે છે. તમારો બાબો સાતમા ધોરણમાં નેવું ટકા માર્ક્સ લાવ્યો. સારી વાત. તેનું આઈ.ક્યુ. લેવલ સારું, એને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે, પણ તેનો અર્થ એવો For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ પ્રવચન ક્રમાંક - ૨૯, ગાથા ક્રમાંક - ૩૦, ૩૧ નથી કે બાબો જુઠું નહિ બોલે, પાન તમાકુ નહિ ખાય. એ ખાતો હશે, મોહ આવ્યો ને? મોહને કાઢવાની તાકાત આ જ્ઞાનમાં નથી પરંતુ અનુભવ જ્ઞાનમાં છે. જ્ઞાનકળા ઘટ ભાસી, જાકું જ્ઞાનકળા ઘટ ભાસી, તન ધન નેહ નહીં રહ્યો તાકું, છિનમે ભયો ઉદાસી..જાકું.. હું અવિનાશી ભાવ જગત કે, નિર્ચે સકલ વિનાશી, એહવી ધાર ધારણા ગુરુગમ, અનુભવ મારગ પાસી..જાઉં. અંદરમાં જ્ઞાન થાય ત્યારે શું થાય? આકાશમાં સૂર્ય ઊગ્યો નથી પણ તેની પહેલાં અરુણોદય થાય અને અંધકાર ચાલી જાય. સૂર્ય આવ્યા પછી અંધકાર ન રહે તે નક્કી, તેમ જ્ઞાન થાય અને અંદર ક્રાંતિ થાય, “જ્ઞાનકળા ઘટ ભાસી શું થયું? ‘તન ધન સ્નેહ નહીં રહ્યો તાકું.” તન, ધન એટલે શરીર સંપત્તિ, તેમાં તેની મૂછ, તેમાં મારાપણું રહ્યું નહિ. અને ક્ષણભરમાં એ જગતના બધા પદાર્થોથી ઉદાસીન થઈ ગયો. ચક્રવર્તી તેની સંપત્તિ ત્યાગીને જંગલમાં વૃક્ષ નીચે દિગંબર અવસ્થામાં મુનિ તરીકે પ્રસન્નતાથી ઊભા રહે છે. સાહેબ! પાંચ પૈસા ફાળામાં આપવા હોય તો, સો વખત ખીસામાં હાથ નાખે, પાંચિયું ક્યાં ગયું? નોટો તો હોય પણ પાંચિયું જ આપવું છે, અને જ્ઞાનીને આ છ ખંડની સાહ્યબી એક ક્ષણમાં છૂટી જાય છે. અનંતકાળની આસક્તિ, અનંતકાળની મૂછ, અનંતકાળનો સ્નેહ ક્ષણભરમાં છૂટી જાય છે. એ તાકાત જ્ઞાનની છે. જ્ઞાનનો હથોડો પડ્યો નથી કે આસક્તિ તૂટી નથી. ગમે તેટલી મજબૂત આસક્તિ હશે, તે ક્ષણભરમાં છૂટી જશે. જ્ઞાનકળા ઘટ ભાસી! આસક્તિ છૂટી ન હોય તો જાતે નિર્ણય કરી લેજો કે હજુ જ્ઞાન થયું નથી. બહુ સરસ બોલતાં ન આવડતું હોય, તત્ત્વજ્ઞાન ન હોય, તો કંઈ વાંધો નહિ, પણ આસક્તિ છૂટી ગઈ તો સમજવું કે જ્ઞાન થયું. જ્ઞાનનો સંબંધ આસક્તિ છૂટી જવા સાથે છે. પછી અંદર ઘોલન થાય કે હું અવિનાશી છું, અંદર રહેલ જ્ઞાતા દ્રષ્ટા અવિનાશી છે. અને જગતના બધા ભાવો નિશ્ચિત વિનાશી છે, નાશવંત છે, ક્ષણભંગુર છે, આવી ફાટ પડી જાય. હવે તેને સમજાય છે કે માંહ્યલો અવિનાશી અને જેને હું જોઈ રહ્યો છું તે વિનાશી, જોનારો કાયમી અને જેને જોઈ રહ્યો છું તે કાયમી (પરમેનન્ટ) નહિ. તમારો દસ બેડરૂમનો ફલેટ તે કાયમી નહિ, પણ જોનાર કાયમી. આવી અનુભૂતિ જીવનમાં થાય કે હું અવિનાશી છું અને જગતનાં પદાર્થો વિનાશી છે, વિનશ્વર છે, તેનો નાશ થાય તેમાં નવાઈ શી? તમે પેરીસથી ચાના કપરકાબી લાવ્યા હો અને લોકોને કહો કે આ એક હજાર રૂપિયાના ડઝન છે, જુઓ તો ખરા ! આ કંઈ જેવી તેવી વસ્તુ નથી. પછી તેમાં ચા ભરી જમાઈને For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૩૩ આપવા જતાં હો તો હાથમાંથી છટકી જાય તો ચા તો જાય પણ હાથમાંથી કપ રકાબી પડે તેના ટુકડે ટુકડા થઈ જાય, તો શું થાય? હૈયાના ટુકડા થાય કે નહિ? તે વખતે તમે બોલશો કે હું અવિનાશી, જગતની બધી વસ્તુ વિનાશી છે. જ્ઞાની પુરુષ જો હાજર હોય તો કહેશે કે ઐસા હી હોનેવાલા થા.” નાશવંત છે, ક્ષણભંગુર છે. કપરકાબી તૂટે પણ પોતે ન તૂટે. આપણને તો હૈયામાં તરાડ પડે કે મારાં કપરકાબી તૂટ્યા. તમારા કપરકાબી તૂટ્યા પણ તમે રહ્યા કે નહિ? જ્ઞાન જ્યારે થશે ત્યારે તમારું જીવન સહેલું થઈ જશે. તમે સુખી થઈ જશો. હસતાં હસતાં જીવી શકશો. જ્ઞાન થાય એટલે આંતરિક અવસ્થા બદલાય છે, ન ભય, ન ચિંતા, ન ક્રોધ, ન અહંકાર, ન માયા, ન આસક્તિ, ન મૂર્છા, ન મમત્વ, ન મારાપણું, ન લેના કે દેના. હસતાં હસતાં બોજા વગર તમને જીવવું ગમે કે નહિ? પરંતુ સાહેબ ! એ બીજા કશાથી ન થાય. અનુભવ જ્ઞાનથી મોહનો ઉપશમ થશે ત્યારે આવી અવસ્થા પ્રાપ્ત થાય. જ્યાં સુધી આવી અવસ્થા ન આવે ત્યાં સુધી સાધન છોડવાના નથી. નદીના કિનારે આવો, પછી નીચે ઊતરો અને નૌકા છોડો. અધ વચ્ચે ઊતરશો તો ડૂબી જશો. જ્ઞાનદશા એટલે આંતરિક દશા પ્રાપ્ત થયા પછી સાધન છોડવાં નહિ પડે, એની મેળે છૂટી જશે. શું કહે છે જ્ઞાની પુરુષો? જ્ઞાનદશા પામે નહિ, સાધનદશા ન કોઈ, પામે તેનો સંગ છે, તે બૂડે ભવમાંહી. જ્ઞાની ન હોવા છતાં એ સ્વછંદી બની ગયો, પોતાના છંદે ચાલ્યો. ખરેખર તો એ મોહના હાથનું રમકડું છે, અને મોહરાજાને આવા પાત્રો સાથે કામ કરવું બહુ ગમે. તમે ચૂંટણીમાં ઊભા હો અને સામેના ઉમેદવારને હરાવવો હોય તો મહેનત તો કરવી પડે. તમે બહુમતિથી ચૂંટાઈ આવો અને બજારમાં ચાલો તો છાતી કેવી ફૂલે? મારા સામે એ જેવો તેવો તો ન હતો, છતાં હારી ગયો. મોહરાજાને લાગે કે રેંગીયેંગીને હરાવવામાં શું વળે? કોઈ જ્ઞાની, કોઈ સંન્યાસી કે સાધુ મળી જાય, મોટો તપસ્વી મળી જાય અને તેને હરાવીએ તો રંગ રહી જાય. મારો ઝંડો ઊંચો રહે. આ મોહથી બચવા જેવું છે. જાગૃત રહેજો. આ મોહનું રાજકારણ છે. બચવાની તાકાત અંદર જોઈએ. અહીં એમ કહે છે કે જ્ઞાનદશા પામ્યો નથી અને સાધનો છોડી દીધાં, આવાનો જે સંગ પામે તે ભવસાગરમાં ડૂબી જાય. પોતે તો ડૂબશે પણ તેનો જે સંગ પામશે તેને પણ ડુબાડશે. જ્ઞાની પુરુષ કહે છે કે એકલાં રહેજો, પરંતુ આવાનો સંગ ન કરતાં. જે અનુભવી પુરુષ છે તેનો સંગ કરજો. જેની આંતરિક દશા બદલાણી છે, ટ્રાન્સફરમેશન થયું છે તેનો સંગ કરજો. અજ્ઞાની-જેની દશા For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ પ્રવચન ક્રમાંક - ૨૯, ગાથા ક્રમાંક - ૩૦, ૩૧ બદલાણી નથી તેનો સંગ કરશો તો ભવસાગરમાં ડૂબશો. આથી વધારે સ્પષ્ટ ચેવતણી કયા શબ્દોમાં હોય? પરમકૃપાળુદેવે પંચમકાળમાં જગાડ્યા છે. આ પંચમકાળમાં ઘણા જ્ઞાનીઓ થયાં છે અને થશે. જેમ ફાગણ મહિનામાં ઘેરૈયા હોય, તેમ જ્ઞાનીઓનો રાફડો ફાટવાનો છે. ખટારાં ભરાય તેટલા જ્ઞાનીઓ થવાનાં છે. તેમાંથી જ્ઞાનદશા પામેલાને ઓળખવા અને પામવા, મુશ્કેલ થઈ પડશે. તમને એવો કોઈ જ્ઞાની મળી જાય કે તેને ભલેને બોલતાં ન ફાવતું હોય, શાસ્ત્રો વાંચતાં ન આવડતાં હોય તો કશો વાંધો નહિ. તેના શબ્દોમાં શાસ્ત્રો છે, તેની નજરમાં કૃપા છે, તેની દૃષ્ટિમાં કરુણા છે. તેવાનો સંગ કરજો. અંબાલાલભાઈએ તેમની ટીકામાં કહ્યું છે, “જેને જ્ઞાનદશા થઈ નથી, અને જે આત્માર્થે સત્ સાધન કરતાં નથી, એવાં કહેવાતાં ગુરુનો સંગ કરવાથી સાધકને સંસારમાં રખડી મરવાનું થાય છે.” આ અંબાલાલભાઈની ટીકા ઓથેન્ટીક છે. પરમકૃપાળુદેવ તે વાંચી ગયા છે અને તેમાં તેમણે કંઈ ફેરફાર કર્યો નથી. આથી સરળ ગુજરાતીમાં વધારે શું કહી શકાય ? તો એક વાત નક્કી થઈ ગઈ કે “ભીતર દેખો. મૂળ મોહમાં ક્યાંય તડ પડી છે?' મોટા લોખંડના દરવાજા હાથીનાં ધક્કાથી પણ ખૂલતાં નથી તે સાઠીકડાના ઘા કરવાથી ખૂલે ખરાં? આમાં તો ઘણનાં ઘા કરવાં પડે. તેમ બીજા બધાથી મોહ ન જાય. તેના ઉપર તો ઘણના ઘા કરવાં પડે. હવે બંને ગાથાઓનું સમીંગ અપ કરીએ. ક્રિયાજડ અને શુષ્કજ્ઞાનીનું પહેલાં વર્ણન કરેલ. અહીં એમ કહે છે કે ક્રિયાજડ તો ઓળખાશે, કારણ કે ક્રિયાજડ છે એટલે ક્રિયા કર્યા જ કરશે. શુષ્કજ્ઞાનીને અજ્ઞાની તો ન જ કહેવાય. તેણે તો શાસ્ત્રો વાંચ્યા છે. તમે તેને સાંભળો તો પાણી પાણી થઈ જશો. પરંતુ એ શુષ્કજ્ઞાની, સ્વછંદી અને મતાર્થી છે. “જ્ઞાની થયો માટે મતાર્થી નહિ અને ક્રિયાજડતે એકલો મતાર્થી.' આ વ્યાખ્યા અધૂરી છે. ક્રિયાજડ પણ મતાર્થી અને શુષ્કજ્ઞાની પણ મતાર્થી. ઉપર કહેલાં ક્રિયાપડ તેને કુળધર્મ આદિમાં આગ્રહ છે અને આ શુષ્કજ્ઞાનીને માનની ઈચ્છાથી પોતે જ્ઞાની છે તેમ ઠસાવવાનો આગ્રહ છે, અને એ વાત બહુ મીઠી લાગે છે. આવાથી ભય રાખવા જેવું છે, આ જનમ તો બગાડશે પણ બીજો પણ બગાડશે. શુષ્કજ્ઞાનીને પણ જ્ઞાની મનાવવું છે અને પોતાનો મત ઊભો કરવો છે અને તેનો આગ્રહ છે. પરમકૃપાળુદેવે સાફ સાફ શબ્દોમાં કહ્યું છે કે આવો જીવ પરમાર્થને પામી શકે નહિ, અને છેલ્લી વાત આ જીવ અનઅધિકારી ગણાય. આ સર્ટીફીકેટ આપ્યું. સ્વછંદી અને શુષ્કજ્ઞાનીને જ્ઞાન પ્રાપ્ત ન થાય. એ અધિકારી નથી પણ અનઅધિકારી For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૩૫ છે. જેના વિષે જ્ઞાન પરિણામ પામે નહિ એવાં જીવોમાં તેની ગણતરી થાય. જ્ઞાન પામવાની યોગ્યતાવાળા જીવમાં એની ગણતરી ન થાય. તેણે પોતાનો અધિકાર ખોયો. એ અઅધિકારી છે, તેને જ્ઞાન પ્રાપ્ત ન થાય. ૩૧મી ગાથા પૂરી થઈ. ૩૨ મી ગાથામાં પરમકૃપાળુદેવને એક નાનકડો નકશો આપવો છે. જો તમારે સાધના કરવી હોય અને મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો એક ચિત્ર દોરેલ છે. આટલું આટલું જો તમારામાં ન હોય તો તમે સાધના કરી શકશો, અને આટલું આટલું જો હોય તો તમે મતાર્થી ગણાશો. મતાર્થીનું દુર્ભાગ્ય એ છે કે તેને મોક્ષ પ્રાપ્ત ન થાય. જ્ઞાની આવા કઠોર શબ્દો વાપરવાં ઇચ્છતાં નથી. તે હંમેશા મધુર અને મીઠું બોલે છે. દુર્ભાગી શબ્દ બહુ પીડા અને વેદના પછી વાપર્યો છે. આ જે શબ્દો અને વર્ણવવાના છીએ તે નેગેટીવ સાઈડ. આ ન હોય, આ ન હોય તેવો નેગેટીવ જીવ, જેનું અમે વર્ણન કરવાનાં છીએ, આવા લક્ષણવાળો જીવતે મતાર્થી છે અને આવોમતાર્થી જીવ કમનસીબ અને દુર્ભાગી છે. મતાર્થી જીવ સાધના કરી શકતો નથી અને તેને મોક્ષ પ્રાપ્ત થતો નથી. આવી છેલ્લી ઓળખાણ આપીને પરમકૃપાળુદેવ આત્માર્થીના લક્ષણો ઓળખાવશે, તે ક્રમે ક્રમે જોઈશું. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ પ્રવચન ક્રમાંક - ૩૦, ગાથા ક્રમાંક - ૩૨, ૩૩ પ્રવચન ક્રમાંક - ૩૦ ગાથા ક્રમાંક - ૩૨, ૩૩ મતાર્થી દુર્ભાગ્ય નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. (૩૨) લક્ષણ કહ્યાં મતાર્થીના, મતાર્થ જાવા કાજ, હવે કહું આત્માર્થના, આત્મ-અર્થ સુખસાજ. (૩૩) , ટીકા જેને ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય પાતળા પડ્યા નથી, તેમ જેને અંતર-વૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, તેમ સત્યાસત્ય તુલના કરવાને જેને અપક્ષપાત દૃષ્ટિ નથી, તે મતાર્થી જીવદુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા મોક્ષમાર્ગને પામવા યોગ્ય એવું તેનું ભાગ્ય ન સમજવું. (૩૨) એમ મતાર્થી જીવનાં લક્ષણ કહ્યાં, તે કહેવાનો હેતુ એ છે કે કોઈપણ જીવનો તે જાણીને મતાર્થ જાય. હવે આત્માર્થી જીવનાં લક્ષણ કહીએ છીએ. તે લક્ષણ કેવા છે? તો કે આત્માને અવ્યાબાધ સુખની સામગ્રીના હેતુ છે. (૩૩) પરમકૃપાળુદેવે એકથી એકત્રીસ ગાથાઓમાં જે કહ્યું તેનો તેમને ૩૨મી ગાથામાં નિષ્કર્ષ આપવો છે, અને ૩૩મી ગાથામાં આગળ જે વાત કરવાની છે, તેની પ્રસ્તાવના કરવાની છે. ૩રમી ગાથામાં નિષ્કર્ષ આપીને એક વાત સ્પષ્ટ કરવાની છે કે જેને આત્માનું હિત અને ભલું કરવું હોય, જેને પરમાર્થ સાધના કરવાની હોય, જેને આત્માની સાધના કરીને પરમાર્થ પામવો હોય તેણે નીચેની બાબતો જીવનમાંથી દૂર કરવી પડશે. અશુભ પ્રવૃત્તિઓ દૂર કરે તે નવાઈની વાત નથી. ક્રિયાજડ ક્રિયાઓ તો કરે છે. આવશ્યક અનુષ્ઠાનો, તપ, વ્રત પણ કરે છે. તીર્થયાત્રા, સ્વાધ્યાય ધ્યાન આદિ પણ કરે છે, છતાં ક્રિયાજડ છે. તેણે ક્રિયાજડ મટવું પડશે. તેને વ્રત, અનુષ્ઠાન છોડવાનાં નથી, પરંતુ જે હેતુપૂર્વક, જે લક્ષપૂર્વક થવા જોઈએ, જે વિવેક સાથે કરવાં જોઈએ તે નથી કરતો. તેઓએ બીજી વાત એ કહી કે જ્ઞાન તો અનિવાર્ય છે જ, જ્ઞાન તો પ્રકાશ છે. અંધકારમાં For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૩૭ જીવી ન શકાય તેમ જ્ઞાન પ્રકાશ વગર જીવી ન શકાય. જ્ઞાન શબ્દ બોલતાંની સાથે જ આપણી સમજમાં વાચા જ્ઞાન, વાણી જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન, બોલી શકીએ તેવું જ્ઞાન આવે છે. ત્યાં પરમકૃપાળુદેવને એમ કહેવું છે કે આ જ્ઞાન નહિ, પરંતુ અંદરથી રૂપાંતરણ થઈને આવે એ જ્ઞાનની વાત અમે કરીએ છીએ. આ જ્ઞાનની વાત કર્યા પછી તેમણે એક મહત્ત્વની વાત કરવી છે. આ વાત નિષેધાત્મક ભૂમિકા ઉપર કરી છે. પરમકૃપાળુદેવની પ્રરૂપણા પ્રાયે નિષેધાત્મક નથી. પરંતુ આ ૩૨મી ગાથામાં એમનો એપ્રોચ નેગેટીવ છે. એમણે નકારથી શરૂઆત કરી. આ ચાર બાબતો તમારામાં હોય તો તમે સાધના કરી શકશો નહિ. જેમને સાધના કરવી છે તેને આ તથ્ય સમજી લેવું પડશે. આ શરત છે, આ આચારસંહિતા છે. આ સાધનાની નિયમાવલી છે. સાધકને પોતાના જીવનમાં આટલું તો છોડવું જ પડશે, અને આટલું તો કરવું જ પડશે. આ પ્રાઈમરી સ્ટેજની વાત છે. આ બાલમંદિરની વાત છે, કોલેજની નથી. બાલમંદિરમાં પ્રાથમિક કે માધ્યમિક શાળામાં ગયા સિવાય સીધું કોલેજમાં જવાતું નથી અને બાલમંદિરમાં કાયમ રહેવાનું પણ નથી. કોલેજમાં જવાની તૈયારી કરવાની છે, તેમ આ બધી જ ઘટના જીવનમાં સિદ્ધ કરવાની છે. તમારા જીવનમાં કષાય ઉપશાંત થયા નહિ હોય, અંતર વૈરાગ્ય નહીં હોય, મધ્યસ્થતા, સરળતા નહિ હોય તો તમે સાધના કરી શકશો નહિ, અને સાધના કરવી જ હશે તો મતાર્થીપણું દૂર કરવું પડશે. અને પછી સાધના કરવા માટે પરમકૃપાળુદેવ એક શબ્દ આપે છે, અને એ શબ્દ છે આત્માર્થી. ત્રણ શબ્દોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. પહેલો શબ્દ છે મતાર્થી, બીજો શબ્દ છે મુમુક્ષ અને ત્રીજો શબ્દ છે આત્માર્થી. આત્માર્થી એટલે આત્મા એ જ જેનો હેતુ છે, આત્મા એ જ જેનું આયોજન છે અને આત્મા એ જ જેનું લક્ષ અને પ્રયોજન છે. આવા સાધકની વાત પરમકૃપાળુદેવને કરવી છે. કેવો હોય આત્માર્થી? આત્માનું હિત જેને સાધવું છે તે કેવો હોય ? એની દૃષ્ટિ કેવી હોય? એના વિચારો કેવો હોય ? એનું અવલોકન કેવું હોય? એનો અભિગમ અને સમજણ કેવી હોય? એની મૂલવણી અને પ્રક્રિયા કેવી હોય? એ જીવન કેવું જીવતો હોય? તમે એટલું જ કહેશો કે “અમારે અમારું ભલું કરવું છે, મોક્ષમાં જવું છે.” આ ગાણું નવું નથી. આપણે આ ગાણું ગાતા જ આવ્યા છીએ, પરંતુ જેને આ અવસ્થા પ્રાપ્ત કરવી હોય તેને સમજવું પડશે અને પોતાના જીવનની શૈલી બદલવી પડશે. નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થ દુર્ભાગ્ય. કેટલી વેદના હશે હૃદયમાં? આ વેદના રાગની કે આસક્તિની નથી. આ વેદના For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ પ્રવચન ક્રમાંક - ૩૦, ગાથા ક્રમાંક - ૩૨, ૩૩ કરુણામાંથી આવી છે. તીર્થંકરદેવોને એમ થાય છે કે અમારું જગતમાં શાસન છે, અમારા સમવસરણમાં તમે આવો છો અને પામ્યા વગર જાઓ છો ? એક ઘટના ઘટી હતી. દેવલોકમાં ઈન્દ્ર મહારાજાએ પ્રશંસા કરી કે ભગવાન મહાવીર એ પરમ ધૈર્યનાં સાગર છે, એમને ધ્યાનમાંથી, કાઉસ્સગ્ગમાંથી કોઈ ચલાયમાન ન કરી શકે. સંગમ નામના એક દેવને એમ લાગ્યું કે આ ઈન્દ્ર ગમે તેટલા વખાણ કરે પરંતુ માનવની હેસિયત શું ? એ જરાપણ હલે ચલે નહિ એવું બને ખરું ? હું જઈને પરીક્ષા કરું. એ દેવ ધરતી ઉપર આવ્યો. કથા એવી છે કે તેણે લાગલાગટ છ મહિના સુધી જેટલાં અપાય તેટલાં દુઃખો, કષ્ટો ભગવાન મહાવીરને આપ્યા. સંગમે રાત દિવસ હેરાન કરવામાં બાકી રાખ્યાં નથી. આપણી પરિભાષામાં કહીએ તો રાતદિવસ સુખેથી શ્વાસ લેવા દીધો નથી. સુખેથી બેસવાં, ઊંઘવા કે આહાર લેવા દીધો નથી. કારણ વિના એક રાત્રિમાં ૨૦ ઉપસર્ગો કર્યા. તેનું વર્ણન શાસ્ત્રમાં છે. ધૂળનો વરસાદ વસાવ્યો અને નાક સુધી ધૂળ આવી ગઈ, અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. કીડીઓ એવી તૈયા૨ કરી કે એક બાજુથી પેસે તો બીજી બાજુ નીકળે. ચામડી ચારણી જેવી થઈ ગઈ. મેરૂપર્વતના મજબૂત શિખર ઉપર પડ્યું હોય તો તેના ચૂરેચૂરા કરી નાખે તેવું એક હજાર ભાર વજનવાળું કાલચક્ર પ્રભુના શરીર ઉપર નાખ્યું. તે શરીર ઉપર પડવાથી પ્રભુ ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયા. આવા અનેક ભયંકર કષ્ટો આપ્યા. છ મહિના સુધી તે દેવે કરેલા ઉપસર્ગોને પ્રભુએ સમભાવે સહન કર્યા. પ્રભુને છ મહિના સુધી આહાર ન મળવા દીધો. પ્રભુને છ મહિનાના ઉપવાસ થયા, પણ ભગવાન મહાવીરે વિરોધ કર્યો નહિં. અંતે સંગમ હાર્યો અને થાક્યો. તેણે કબૂલ કર્યું કે જે હેતુ માટે આવ્યો હતો, તેમાં સફળતા ન મળી. ભગવાન મહાવીર તો સાગર જેવાં ગંભીર છે અને મેરૂ પર્વત જેવા અડોલ છે, હિમાલય જેવાં ધૈર્યવાન છે, એમને ધ્યાનમાંથી હું દેવ હોવા છતાં ચલાયમાન કરી શક્યો નહિ, કે ડગાવી શક્યો નહિ. અંતે નિરાશ થઈ પાછો ગયો. સંગમ જ્યારે પાછો વળ્યો ત્યારે ભગવાનની આંખમાં આંસુ આવ્યા. ટીકાકારો કહે છે કે ભગવાન મહાવીરે સંસારનો પરિત્યાગ કર્યો ત્યારે મોટાભાઈ નંદિવર્ધન હાજર હતાં, તેઓ ધ્રુસકે ધ્રુસકે રડે છે કે હે વી૨ ! અમે તારા વગર ક્યાં જઈશું ? કોની સાથે વાત કરીશું ? તારા વગર મહેલો સૂના લાગશે. તું અમને મૂકીને જાય છે ? તે વખતે મિત્રો, સ્વજનો રડે છે, છતાં આશ્ચર્યની વાત છે કે ભગવાનની આંખમાં આંસુ નથી. મોટાભાઈ રડે અને આંખમાં આંસુ ન આવે ? સંગમ નામનો દેવ છ છ મહિના રહ્યો, આટલાં કષ્ટો આપ્યાં, આટલો ત્રાસ ગુજાર્યો છતાં આંસુ ન આવ્યા. પણ જ્યારે સંગમ હારીને જાય છે ત્યારે આંસુ આવ્યાં. For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૩૯ कृतापराधेऽपि जने, कृपामंथरतारयोः । ફષબાષ્પાર્તયોર્મવ્ર, શ્રીવીરબિનનેત્રયો: II (શ્રી હેમચંદ્રાચાર્યજી) ભગવાન મહાવીરની આંખ અશ્રુભીની થઈ ગઈ. એમને એવો ભાવ આવ્યો કે આ સંગમ મારી પાસે છ છ મહિના રહ્યો, ન સમ્યગ્દર્શન પામ્યો, ન બોધિ બીજ પામ્યો કે ન માર્ગાનુસારી બન્યો, ન આત્માર્થી થયો. મારી પાસે રહીને પોતાનો અનંત સંસાર વધારીને ગયો. આવા કરુણાભાવથી ભગવાનની આખમાં આંસુ આવ્યા. તીર્થંકરદેવને જ્ઞાની પુરુષોને ઓળખો. હાથ તો જોડીએ છીએ પણ તેમની કરુણા કેવી હશે તે વિચારો. અમે હાજર છીએ અને માર્ગ હાજર છે, છતાં આ જીવો પામતાં નથી, મોહમાંથી મુક્ત થતાં નથી, એવી કરુણા જ્ઞાની પુરુષના હૃદયમાં થાય છે. અહીં એક શબ્દ વાપર્યો છે. એ શબ્દ ખેદમાંથી આવ્યો છે. માણસ ભાગ્યહીન છે. એ દુર્ભાગ્ય છે. અંબાલાલભાઈ તેમની ટીકામાં કહે છે જેને ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાય પાતાળા પડ્યાં નથી તે મોક્ષ મેળવવા દુર્ભાગી છે. કષાયોનો સંપૂર્ણ ક્ષય તો ક્ષપક શ્રેણીમાં દશમા ગુણસ્થાનના અંતે થાય છે. બારમા ગુણસ્થાને એક કષાય રહ્યો નથી. કોઈને આંગણે એક કૂતરું આવ્યું, તેને ભાઈએ રોટલાનો ટુકડો નાખ્યો. બસ પછી તેની બેઠક ચાલુ થઈ ગઈ. બીજે દિવસે અને ત્રીજે દિવસે પણ આપો, એમ પંદર દિવસ આપો તો કૂતરું એમ માનશે કે મને સીક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી મળી ગઈ છે. અને કૂતરાને માલિક હટ કહેશે તો માનશે કે મને પ્રેમમાં કહે છે. ઓલો માણસ વધારે ગુસ્સે થાય તો ઊભો થાય, થોડું ચાલે, અને પછી પાછું વળી જુએ કે માલિક આવે છે ? થોડી વાર દૂર જઈ અને કલાક પછી પાછો આવી આંગણે બેસી જાય. પંદર દિવસમાં પરમેનન્ટ થઈ જાય. તે આંગણું છોડવા તૈયાર નથી, તો અનંતકાળના કષાયો આપણને કેમ છોડે ? કષાયો આપણાં વગર રહી શકતાં નથી, અને આપણે કષાયો વગર રહી શકતાં નથી. સંપૂર્ણ ક્ષય તો ક્ષપક શ્રેણીમાં થાય, પરંતુ પહેલાં કષાયો પાતળાં પડે તો અંદરમાં એક પ્રકારની શાંતિ થાય, વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થાય. તમે અંદર જોશો તો ખ્યાલ આવશે કે તમે જ્યારે ક્રોધમાં હશો ત્યારે તમારી અવસ્થા જુદી હશે અને પછી તમારી અવસ્થા જુદી હશે. મને લાગે છે તમારાથી ક્રોધ થઈ જતો હશે અને પછી થાય કે આ ક્રોધ કર્યો ન હોત તો સારું હતું. ખોટી ઉતાવળ કરી, પરંતુ આ પછીનું ડહાપણ શું કામનું ? શાસ્ત્રોને એમ કહેવું છે, કષાયો ઓછાં થયા હોય, ક્રોધ પાતળો પડ્યો હોય, અહંકાર, માયા અને લોભ પાતળાં પડ્યાં હોય તેવી અવસ્થા જોઈએ. પાતળા એટલે જોર વગરનાં, શક્તિ વગરનાં, સામર્થ્ય વગરનાં અને તમને બેભાન ન કરી મૂકે તેવાં. પાતળાં For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ પ્રવચન ક્રમાંક - ૩૦, ગાથા ક્રમાંક - ૩૨, ૩૩ એટલે તમને સ્ટેબીલીટી આપે એવાં, તમે વિચાર કરી શકો, તમે ચિંતન, મનન અને અવલોકન કરી શકો તેવાં. તમે ઘેરથી ઝગડો કરીને પ્રવચનમાં જાવ પછી ત્યાં પ્રવચન સાંભળવાનો અવકાશ મળે ? મનમાં શાંતિ ન હોય તો પ્રવચન કેવું જાય ? એક વાત સમજી લો. તમે જ્યારે ક્રોધ કરો છો, અહંકાર કરો છો, માયા-કપટ કે લોભ કષાય કરો છો ત્યારે તમે તમારી શક્તિ ખોઈ બેસો છો. પરમકૃપાળુદેવે એક સિદ્ધાંત આપ્યો છે, ‘એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. આ શાંતભાવ મહત્ત્વનો શબ્દ છે. કષાયો પાતળાં પડે તો શાંત અવસ્થા આવે અને ક્ષય થાય તો વીતરાગતા આવે. વીતરાગતા આવતાં પહેલાં સાધકને ઘણી બધી અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે. કારખાનામાં પણ માલ તૈયાર થતાં પહેલાં માલને ઘણી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. સાધક ઘણી અવસ્થાઓ પાર કરે પછી જ વીતરાગ બને છે. જેને ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયો પાતળાં પડ્યા નથી, તેને ઘણી જાગૃતિપૂર્વક કામ કરવું પડે છે. જેને દૂધ ન પચતું હોય તેને ડૉક્ટર સલાહ આપે છે કે દૂધમાં પાણી નાખી, ગરમ કરી પછી પીવો, તો તમને દૂધ પચશે, તેમ જો તમે કષાયોને પાતળા કરો તો ધર્મ પચશે. કષાય પાતળાં થાય તો તેમાં જોર, સામર્થ્ય અને શક્તિ નહિ રહે. તમને ભાન ભૂલાવી દે તેવી અવસ્થા નહિ થાય, અને સૌથી મોટો લાભ એ કે જો તમારું મન અશાંત ન બને તો તમારા મનને અવકાશ મળશે. તેને માનસિક નિવૃત્તિ કહે છે. અહંકાર હોય તો તમને શાંતિ ન મળે. કોઈને ત્યાં લગ્ન હોય અને તમને કંકોત્રી ન મોકલી તો તરત જ અહંકાર-માન સળવળશે. કાંઈ વાંધો નહિ, બતાવી દઈશું એમને, આ અશાંતિ. અંદર કષાયો હોય તો શાંતિ કેમ રહે ? ક્રોધ, માન-અહંકાર થાય ત્યારે તે આપણાં મનને ડહોળી નાખે છે. ચિત્તને વ્યગ્ર અને વ્યાકુળ કરે છે. આપણને અંદરથી અશાંત બનાવે છે. અશાંત હશો ત્યાં સુધી શાસ્ત્રોનું વિધિપૂર્વક શ્રવણ નહીં કરી શકો, અને તત્ત્વ શ્રવણ પછી મનન નહિ કરી શકો. અને તત્ત્વનું મનન કર્યા વગર તત્ત્વને જીવનમાં વણી નહીં શકો. (૧) જેના કષાયો પાતળા પડ્યા નથી (૨) જેને અંતરમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, અહીં અંતર શબ્દ મૂક્યો છે. અંતરવૈરાગ્ય કોને કહેવાય ? માબાપ કહેતાં હોય છે કે આ છોકરાને ભણાવી ગણાવી મોટો કર્યો, અમેરિકા મોકલ્યો અને લગ્ન કર્યા એટલે ઊડી ગયો, બળ્યો આ સંસાર ! આને વૈરાગ્ય ન કહેશો, આ બળાપો અને અજંપો છે. આ મૂંઝવણ અને નિરાશા છે, પણ વૈરાગ્ય નથી. વૈરાગ્ય જુદી વસ્તુ છે. ઘરમાં માન સન્માન જળવાતું ન For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૪૧ ન હોય તો ઘણાં લોકો આશ્રમમાં રહેવા જાય છે. આવતી કાલે આશ્રમમાં પણ બળાપો થશે તો ક્યાં જશે? વૈરાગ્ય આંતરિક અવસ્થા છે. આંતરિક વૈરાગ્ય એટલે અંતરમાંથી આસક્તિ છૂટી જવી. એ ઘટના જ્યારે ઘટે ત્યારે જગતના પદાર્થો, જગતના બનાવો, જગતની પરિસ્થિતિ એના ઉપર છાપ ન પાડે. એનું મન વ્યગ્ર અને વ્યાકુળ ન બને. જગત છે, જગતમાં સંયોગો જુદાં જુદાં હોય, અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, ઠીક અઠીક હોય, માન, અપમાન પણ એમાં હોય, તે વખતે તેના મન ઉપર અસર ન થાય, મન ડહોળાઈ ન જાય, એનું મન વલોવાઈ ન જાય કારણકે તેને અંતર વૈરાગ્ય છે, આસક્તિ નથી. ત્રીજી વાત :- ‘આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી.’ સરળપણું કોને કહેવાય ? આપણે ઘણી વખત કહીએ છીએ કે આ માણસ બિચારો બહુ સરળ છેએટલે તેનો ઉપલો માળ ખાલી છે, તેને ગમ પડતી નથી, આવી સરળતા નહિ. પરંતુ તીવ્ર બુદ્ધિશાળી હોય, હોંશિયાર, જાણકા૨, તમામ પ્રકારનો બુદ્ધિનો વૈભવ જેનામાં હોય, અને આવો હોવા છતાં બીજામાં રહેલા સદ્ગુણોને નમ્રતાપૂર્વક ગ્રહણ કરવાની જેની તૈયારી છે તેને કહેવાય છે સરળતા. બીજાને ન છેતરવા, કપટ ન કરવું, માયા ન કરવી, દંભ અને આડંબર ન કરવો, દેખાવ ન કરવો, હોય તેથી વધારે ગાવું નહિ-આ બધા સાધનો તો કરવાનાં જ, પણ ખરી વાત તો એ કે બીજામાં સદ્ગુણો હોય તે સદ્ગુણોને ગ્રહણ કરવાની પોતામાં તૈયારી હોય. બીજાને જાણે, સમજે, બીજાને ધન્યવાદ આપે, તેને હાથ જોડે, તેના ગુણાનુવાદ કરે, તેની પ્રશંસા કરે, તેનો સંગ કરે, તેના આશીર્વાદ મેળવવા તૈયાર હોય તેને કહેવાય છે સરળતા. ગમે તેટલો લાભ થતો હોય પરંતુ જો તેમાં કપટ કરવું પડતું હોય તો લાભ છોડવા માટે જેની તૈયારી છે, તેને કહેવાય છે સરળતા. લાખો રૂપિયા મળતાં હોય તો કહેશે કે થોડું ખોટું તો કરવું પડે, થોડું જુઠું તો બોલવું પડે એ સરળતા નથી. માંદો ન હોય અને સીક લીવ મૂકે. રજા મંજૂર થઈ, રજા ભોગવી લીધી પણ યાદ રાખજો, ભવિષ્યમાં કમ્પલસરી ૨જા ભોગવવી પડશે. કપટ કર્યું ને ? આવું કપટ જે જીવનમાં કરતો નથી, માયા કરતો નથી અને બીજામાં રહેલાં સદ્ગુણોને ગ્રહણ કરવા જે તૈયાર છે, આવી અવસ્થા જેના જીવનમાં છે તેને કહેવાય છે સરળ. આવી સરળતા જેના જીવનમાં નથી તે સાધના કરી શકશે નહિ. શાસ્ત્રને એમ કહેવું છે કે સરળતા જીવનમાં નહીં હોય તો મોક્ષ નહીં મળે. કેટલાક લોકો તો એવા હોય છે કે આખા દિવસમાં કોઈને ન છેતરે તો ચેન ન પડે કે આજ કોઈને છેતર્યા નહિ. આજનો દિવસ નકામો ગયો. એ વિચારતો નથી કે જીવનમાં સરળતા આવશે અને માયા કંપટ જશે તો ધર્મ થશે. નરસિંહ મહેતાએ પણ ગાયું છે કે -મોહ માયા વ્યાપે For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ પ્રવચન ક્રમાંક - ૩૦, ગાથા ક્રમાંક - ૩૨, ૩૩ નહિ જેને, દઢ વૈરાગ્ય જેના મનમાં રે. ચોથી વાત - સત્ય અને અસત્ય, પારમાર્થિક અને વ્યવહારિક, આ બન્નેની તુલના કરીને અપક્ષપાતપણે સમજવાની દૃષ્ટિ જેની નથી, તે આત્મસાધના કરી શકશે નહિ. જ્ઞાની પુરુષો અનુષ્ઠાન કરવાની ના પાડતા નથી, પણ તેમને એમ કહેવું છે કે અનુષ્ઠાનો સાથે અંતરની તૈયારી પણ જોઈશે. ગાડી ચાલે તો બે પાટા પર ચાલે. એક પાટાથી ગાડી ન ચાલે. જ્ઞાની પુરુષોએ બહારમાં અનુષ્ઠાન કરવાનું કહ્યું, અને અંદરમાં આ બધા કષાયો ન હોય તો અનુષ્ઠાન તમારા સાર્થક થાય એમ કહ્યું. તમે અનાજ ઘરમાં લાવો છો, તે સાફ કરો છો, વીણો છો. વિણામણમાં કાંકરા ફેંકવાના અને અનાજ રાખવાનું. તેમાં ભૂલ કરો છો? એમ તમે જે વખતે સાધનામાં ઢળો, આવશ્યક અનુષ્ઠાનો કરો તે વખતે ઘઉં તમારી પાસે આવ્યાં પણ માયા, કપટ રૂપી કાંકરા અંદરથી કાઢવા પડશે. સત્ય અને અસત્ય, પારમાર્થિક અને વ્યવહારિક આ બંને સત્તાઓ જગતમાં છે, એ સત્ય અને અસત્યને તુલનાત્મક રીતથી સમ્યક પ્રકારે સમજવા અપક્ષપાત દૃષ્ટિ જોઈએ,. પક્ષપાતવાળી દૃષ્ટિ હશે તો તમે અસત્ય-સત્યનો નિર્ણય નહીં કરી શકો. એક હબસી હતો. કોલસો પણ શરમાય એવો કાળો. રાજાનો તે સેવક હતો. રાજાએ તેને કહ્યું કે દીકરી મોટી થઈ છે, તેના માટે સારો મૂરતિયો શોધી લાવો. હબસી બધે મોટા મોટા મહેલોમાં જોવા ગયો પણ તેને ગમે તેવો કોઈ રાજકુમાર ન મળ્યો. એ બધે ફર્યો અને છેવટે રાજા પાસે જઈને કહ્યું કે મહારાજા, બધે ફરી આવ્યો પણ કોઈ સારો ન દેખાયો. પરંતુ મારો દીકરો રાજકુમારી માટે યોગ્ય છે. શું થયું આ? પોતાના દીકરાનો પક્ષપાત. જ્યાં પક્ષપાત હશે ત્યાં સત્ય-અસત્યનો નિર્ણય તમે કરી નહીં શકો. સત્યની ખોજ કરવી પડશે, તલાશ કરવી પડશે, એ માટે સાહસ કરવું પડશે. એના માટે પક્ષપાત અને આગ્રહ છોડવા પડશે. નિષ્પક્ષપાતપણે, સર્વાગીણપણે વિચાર કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવી પડશે. ચારે બાજુથી તત્ત્વની વિચારણા કરવી પડશે-આને જૈન દર્શને અનેકાંતવાદ કહ્યો. તે બંને બાજુથી વિચારણા, પક્ષપાત વગર (એકાંત વગર) કરવી પડશે. હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે પક્ષપાતો ન કે વીરે, ન ટ્રેષ: પિછાવિષા અમને ભગવાન મહાવીર પ્રત્યે પક્ષપાત નથી અને કપિલાદિ પ્રત્યે દ્વેષ નથી, પણ યુતિમ વનં યસ્ય એટલે જેનું વચન યુક્તિયુક્ત એટલે ન્યાયયુક્ત છે, ન્યાય સંગત છે, તે વચન અમારે ગ્રહણ કરવાનું છે. આવી સમજણ જેનામાં નથી તે સાધના કરી શકશે નહિ. શું સરવાળો આવ્યો? પહેલી વાત - જેના ક્રોધ, માન, માયા, લોભ વિગેરે કષાયો પાતળાં પડ્યાં નથી, એ આત્માર્થની સાધના કરી શકશે નહિ. એ પોતાના જીવનનું કલ્યાણ For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કરી શકશે નહિ. બીજી વાત - જેને અંતર વૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, અંદરથી વૈરાગ્ય આવ્યો નથી તે પણ આત્માર્થની સાધના કરી શકશે નહિ. જેને વૈરાગ્ય હોય તેના જીવનમાં આનંદ હોય, આસ્વાદ હોય, આહૂલાદ હોય, એક પ્રકારની મસ્તી તેના જીવનમાં હોય, કારણ? તેને સમજાઈ ગયું છે જગતનાં પદાર્થો અનિત્ય અને નાશવંત છે. જીસ ઘર અંદર આઈ ચડા હૈ, સો ઘર નાહિ તેરા, ઐસે ઐસે ઘર બહોત બનાયે, રાહ ચલણ જયું ડેરા. જે ઘરમાં આવીને ચડ્યાં છો, તે ઝૂપડું હોય કે દસ બેડરૂમનો ફલેટ હોય, તું ખુશ ખુશ થતો હોય તો પણ ભલે, જે ઘરમાં તું આવી ચડ્યો છે તે ઘર તારું નથી, કારણ કે સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં આવાં ઘર ઘણાં મળ્યાં. વ્હાલાં રે વ્હાલાં શું કરો રે, વ્હાલાં વળાવીને વળશે, હાલાં તે વનનાં લાકડાં, તે તો સાથે જ બળશે. એક રે દિવસ એવો આવશે. (ઉદયરત્ન મ.) આ કંઈ નિરાશાની વાત નથી, આ વાત સત્ય છે. તે સમજીને જેના અંદરથી આસક્તિ ચાલી ગઈ છે, તેને કહેવાય છે અંતર વૈરાગ્ય. ત્રીજી વાત - આત્મામાં ગુણ ગ્રહણ કરવાની સરળતા જેમનામાં નથી તે આત્માર્થની સાધના કરી શકશે નહિ. ચોથી વાત - સત્ય અને અસત્ય સમજવા અપક્ષપાત દૃષ્ટિ જેની નથી, તે મતાર્થી છે. ક્રિયાજડની વાત કરી તે મતાર્થી, શુષ્કજ્ઞાનીની વાત કરી તે પણ મતાર્થી અને છેલ્લે સમીંગ અપમાં નિષ્કર્ષમાં આ ચાર બાબતો બતાવી એ જેનામાં છે તે મતાર્થી, આવો જીવ દુર્ભાગી એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા મોક્ષમાર્ગને પામવા ભાગ્યશાળી નથી. એવો આ દુર્ભાગી જીવ છે, કમનસીબ જીવ છે. અને છેલ્લે છેલ્લે શાસ્ત્રોનું એમ કહેવું છે કે ધાર્મિક ક્રિયા કરતો હોય, પણ ધાર્મિક ક્રિયા કરતાં પોતાની જે પ્રકૃતિ છે તે બદલાઈ છે કે નથી બદલાતી એ જોતો ન હોય તો તે આત્માર્થી જીવ કહેવાય નહિ. ધાર્મિક ક્રિયા કરતો હોય, ભગવાનની કે પરમકૃપાળુદેવની મૂર્તિ સામે જોતો હોય, પૂજા પાઠ કરતો હોય, આત્મસિદ્ધિ પારાયણ કરતો હોય, શાસ્ત્રો વાંચતો હોય, બહુ આનંદી વાત.પરંતુ આવી ધાર્મિક ક્રિયા કરતો હોવા છતાં પોતાની ટેવો, પોતાની આદત, પોતાના સંસ્કાર બદલતો ન હોય તો પરિણામ મીંડુ! મેં ઘણી વખત કહ્યું છે કે “કાશીએ જાય તો પણ કાગડાં કાળાં.” મુંબઈથી અનેક કાગડાઓનો સંઘ કાશીએ જતો હોય, કે ચાલો આપણે હરદ્વાર ગંગામાં સ્નાન કરી For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ ३४४ પ્રવચન ક્રમાંક - ૩૦, ગાથા ક્રમાંક - ૩૨, ૩૩ આવીએ, કાગડાઓ આકાશમાં ઊડતાં ઊડતાં જાય, હરદ્વારમાં ગંગા સ્નાન કરી પાછા આવે ત્યારે બગલાં થઈને પાછા આવે છે? સ્નાન કરીને મેલ નીકળી ગયો? કાશીએ જાય તોપણ કાગડા તો કાળાં જ રહેવાના. જેના જેવાં ઢળ્યાં હોય ઢાળાં, તે કોઈ દિ બદલે નહિ રે લોલ. ઢાળા બદલાવવાં પડશે. ટેવ અને આદત બદલવી પડશે. વર્તન, અભિગમ, એપ્રોચ અને બીજા સાથેનો વ્યવહાર પણ બદલવો પડશે. બીજા તમને કહેશે કે સાંભળવા જાવ છો પણ શું સાંભળી આવ્યા? સાસુમા સાંભળવા આવતાં હોય અને ઘેર જઈ છનછન છનછન કરતાં હોય તો વહુ કહેશે, સાસુજી! તમે શા માટે જાઓ છો? અમે નથી જતાં તે શું ખોટાં? આવી હદે ન પહોંચશો. પ્રકૃતિ બદલવી પડશે. પ્રકૃતિનું આંતર નિરીક્ષણ કરવું તે ખરું નિરીક્ષણ છે. બારીકાઈથી જુઓ, કષાય પાતળા પડ્યાં? મેલ ઓછો થયો? પોતાના દોષો જોવા જોઈએ. તમે ડૉક્ટર પાસે જાવ. દર્દનું નિદાન કરાવી, ચાર દિવસની દવા લઈ આવો. ચાર દિવસ દવા લઈને જોવો છો ને કે દર્દ ઓછું થયું? તેમાં સુધારો થયો? સુધારો ન થાય તો બીજા ડૉક્ટર પાસે જાવ. સાધના કરો ત્યારે પણ જોવું જોઈએ કે કંઈ દોષો ઓછાં થયાં ? સાધના કરો તો પોતાના દોષો ઘટવા જ જોઈએ. પાંચમી વાત – પોતે સ્વછંદે વર્તે છે - હું બહુ ધીરે ધીરે કહી રહ્યો છું. હું તમારી અંદર ઊતરે તેમ ઈચ્છું છું. બહુ જોરદાર વરસાદ પડે તો ખેડૂતો કહેશે, આ પાણી નહિ ટકે. વરસાદ ધીરે ધીરે વરસે તો પાણી જમીનમાં ઊતરે. મારે જોરથી વરસાદ વરસાવવો નથી. મારે જમીનને એટલે તમને પલાળવા છે, હૈયું પલાળવું છે, ભીતર પલાળવું છે. સ્વછંદે વર્તે તો ગાઢ કર્મનો બંધ કરી સંસારમાં રઝળે. વળી જો તેને સંસારમાં ભોગોની આસક્તિ હોય તો તે મોક્ષાર્થી થઈ શકે નહિ. તમારે બેમાંથી એકને તો પસંદ કરવું જ પડશે. કાં તો ભોગને પસંદ કરો અથવા વૈરાગ્ય પસંદ કરો, પરમાર્થને પસંદ કરો અથવા માયાને પસંદ કરો, જ્ઞાનને અથવા મોહને પસંદ કરો, સદ્ગુરુને અથવા સંસારને પસંદ કરો, અને જે પસંદગી કરી હોય તેવો વ્યવહાર જીવનમાં જોડવો પડશે. જે સંસારમાં રાજી રહે, જેને સંસાર દુઃખરૂપ લાગે નહીં, તે જીવ મોક્ષાર્થી થઈ શકે નહિ. તમને સંસાર મીઠો મધ જેવો લાગે છે. મીરાંબાઈએ તો કહ્યું છે કે, “સાકર શેરડીનો સ્વાદ તજીને, કડવો લીમડો ઘોળ મારે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા રે.” મહત્ત્વની વાત તો એ છે કે ધર્મ ક્રિયા કરે, જ્ઞાનની વાતો કરે, વૈરાગ્યનો ઉપદેશ સાંભળે, અને છતાં તેના હૃદયમાં આસક્તિ હોય, મમત્વ હોય, અહંકાર હોય, સ્વછંદ હોય એવો જીવ આત્મસાધના કરી શકે નહિ. For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૪૫ છ8ી વાત - “જ્યાં સુધી સત્ય મળ્યું નથી ત્યાં સુધી મનને ખુલ્લું રાખવું પડશે, એટલે કોઈ કદાગ્રહ, દુરાગ્રહ, મતાગ્રહ નહિ. કોઈપણ જાતનો અંદરમાં પોતાની વાત ઠસાવવાનો આગ્રહ નહિ, પ્રયત્ન નહિ. “ખુલ્લું મન.” તમે વ્યવહારમાં પણ બોલતાં હો છો કે જો ભાઈ ! ખુલ્લું મન રાખી, મનથી લેજે. ખુલ્લું મન એટલે કદાગ્રહ કે દુરાગ્રહ વગરનું, પોતાની વાત બીજા ઉપર ઠસાવવી છે તેવી વૃત્તિ વગરનું અને સત્યની વાત સ્વીકારવા જે તૈયાર છે તેવું. અધ્યાત્મની સાધના કરવી હોય તો જીવને પોતાને તૈયારી કરવી પડે. સત્ય ન મળે ત્યાં સુધી કશાથી બંધાશો નહિ. વ્યક્તિથી, શાસ્ત્રથી, મત કે સંપ્રદાયથી, વાડાથી કશાથી બંધાશો નહિ. જો બંધાયા તો તમારો આગળનો રસ્તો બંધ થઈ જશે. ઘણાં લોકો કહે છે કે હવે અમે વિચાર કરવાનું બંધ કરી દીધું છે.' કેમ? “કહેશે કે અમે કોઈક ખીલે બંધાણા છીએ. જેમ બળદ ખીલે બંધાય પછી છૂટી જ ન શકે તેમ.’ ખીલે બંધાવવાની જરૂર નથી. મન ખુલ્લું રાખો. તમે જાતે વિચારો, ચિંતન કરો, તે પણ ખુલ્લાં મનથી. નિશ્ચલદાસે એક ગ્રંથ લખ્યો છે, અને હેડીંગ રાખ્યું કે “પક્ષપાત રહિત અનુભવ પ્રકાશ.” અનુભવ પ્રકાશ લેવો હોય તો પહેલાં પક્ષપાત રહિત થવું પડશે. પક્ષ એટલે રાગ. તમારો દીકરો જબરો હોય અને બીજાને તમાચો મારી આવે ત્યારે તમે તેનો ખોટો પક્ષ લઈ કહેશો કે મારો દીકરો કોઈને મારે જ નહિ. આમ તમે તેનો પક્ષ લેશો તો છોકરો સાચું શીખશે નહિ અને તેનું અહિત થશે. તત્ત્વની બાબતમાં પક્ષપાત જરાપણ ન ચાલે. સત્યનો નિર્ણય કરવો હોય તો પક્ષપાત ન ચાલે. પક્ષપાત રહિત જેની દૃષ્ટિ છે તે મતાર્થી નથી, દુર્ભાગી નથી. છેલ્લી વાત - સાચાને સાચાં કહેવાની બુદ્ધિ હોવી જોઈએ, હિંમત રાખવી જોઈએ. અમે તમને લડવાની સલાહ નથી આપતાં. પરંતુ જે સત્ય છે, તે સત્ય છે, તમને જે લાગે તે ખરું. અમારે સાચું જ કહેવું છે. શાસ્ત્રોને એમ કહેવું છે કે સાચાં ને સાચું પ્રેમપૂર્વક, નમ્રતાપૂર્વક, કરુણાપૂર્વક કહેવું. શાંતિ અને ધીરજપૂર્વક કહેવું. એમાં પણ તત્ત્વની વાત સમજાવવી હોય તો પરમ ધીરજપૂર્વક કહેવી. વિનોબાજીનું પ્રવચન પંજાબના ગામમાં રાત્રે હતું. તેમાં સરદારજીને સભાના પ્રમુખ બનાવેલા. સરદારજીએ શરૂઆત કરી. ‘દેખો, સબ લોગ આ ગયે હૈ, વિનોબાજી પધારે હૈ, અહિંસા કે બારેમેં પ્રવચન દેનેવાલે હૈ. અગર બીચમેં કોઈ બોલેગા તો ડંડાસે શિર તોડ દેંગે.” વિનોબાજીએ કહ્યું કે મારા પ્રવચનનો પહેલેથી જ દાટ વાળી દીધો. વાત અહિંસાની કરવાની તે પ્રેમથી. સત્ય કહો પણ પ્રેમથી. એમાં પણ પારમાર્થિક સત્ય. બહુ કહેવા જશો નહીં, કેમકે સત્ય તમને પૂરું મળ્યું નથી. અરે ! પૂરું સત્ય મળ્યાં પહેલાં તમે કહેવા જશો તો તેને અધકચરું સત્ય આપશો. એની For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ પ્રવચન ક્રમાંક - ૩૦, ગાથા ક્રમાંક - ૩૨, ૩૩ પાસે ઘણી માન્યતાઓ મગજમાં ભરી છે અને તેમાં નવી માન્યતા ઉમેરવાનું કામ તમે કરશો. ધારો કે તમને સત્યની અનુભૂતિ થઈ અને કહેવા જાઓ તો પ્રેમથી, આનંદથી અને શાંતિથી કહો. મહાવીર ભગવાન સાધકોને દેવાનુપ્રિય' કહી બોલાવતાં, તેનો અર્થ એ કે તમે દેવોને પણ પ્રિય છો. હિંદુ પરંપરામાં શિષ્યને ‘તાત’ કહી બોલાવતાં હતાં. ઘણાં કહે છે કે “એ ડોબા ઊભો થા”, એના કરતાં એમ કહો કે “દીકરા અહીં આવ, મારે તને એક વાત કરવી છે.' આમ સત્ય કહેવા માટે તમારે સમજણ રાખવી પડશે. મન મલિન હોય-મેલું હોય તો આત્માર્થીપણું આવશે નહિ. આવા લક્ષણવાળો જે જીવ હોય તેને મતાર્થી માનવો. તે આત્માર્થ સાધવા અસમર્થ છે. એ મોક્ષ પ્રાપ્ત કરી ન શકે તેવો દુર્ભાગી જીવ છે. આજે નિર્ણય કરો કે દુર્ભાગીના લીસ્ટમાંથી નીકળી જ જવું છે. આ નહીં જોઈએ. તો ગાથા શું આવી? નહીં કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. આખી ભૂમિકા તૈયાર થઈ ગઈ. જેમ મકાન બનાવવું હોય તો જમીન સ્વચ્છ કરવી પડે. શુદ્ધ કરવી પડે. લોકો જમીન ખરીદ્યા પછી શુદ્ધ કરતાં હોય છે. કોઈ ભૂત, પ્રેત, વ્યંતર, પલિત કોઈ રહેતું નથી ને? જમીન શુદ્ધ છે, પાયો મજબૂત છે, પછી જ મકાન ચણાવે. પરમકૃપાળુદેવ એમ કહે છે, આ ભૂમિકા બત્રીસ ગાથા સુધીમાં પૂર્ણ થઈ. અમે હાથમાં સાવરણો લઈ તમારી ભૂમિ સ્વચ્છ બનાવી. તમે સ્વચ્છ બનશો તો આત્માર્થી થવામાં અને તેની વાત સાંભળવામાં આનંદ આવશે. તેત્રીસમી ગાથામાં શું કહ્યું? લક્ષણ કહ્યાં મતાર્થીના, મતાર્થ જાવા કાજ, હવે કહું આત્માર્થીના, આત્મ-અર્થ સુખસાજ. મતાર્થીના લક્ષણ શું કરવા કહ્યા? લખવા? નોંધવા? બીજાને કહેવા ? ભાષણ કે પ્રવચન આપવા? ડહાપણ ડોળવાં? તો કહે ના, માર્થીપણું મટી જાય તે માટે. આવતીકાલથી આત્માર્થીનાં લક્ષણનો પ્રારંભ કરીશું. આત્મ અર્થ, આત્માનાં લક્ષ માટે કહેવાના છીએ. શા માટે? તો સુખકાજ. તમને સુખની પ્રાપ્તિ થાય તે માટે. સુખ શેમાં છે? સુખ આત્માર્થીપણામાં છે. જો આત્માર્થી બનવું હોય તો આત્માર્થીનાં લક્ષણ જાણવા જોઈએ. એવાં આત્માર્થીના લક્ષણ તમારા સુખ માટે કહેવાનો પ્રારંભ આવતી કાલથી થશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ३४७ પ્રવચન ક્રમાંક - ૩૧ ગાથા ક્રમાંક - ૩૪ આત્માર્થીના લક્ષણો આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. (૩૪) ટીકા જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. ‘i સંમંતિ પાસદતં મોળતિ પાસ૬’ - જ્યાં સમક્તિ એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો, એમ આચારાંગસૂત્રમાં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચાં ગુરુ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાન રહિત હોય તોપણ પોતાનાં કુળનાં ગુરુને સદ્ગુરુ માનવા એ માત્ર કલ્પના છે; તેથી કાંઈ ભવચ્છેદન થાય એમ આત્માર્થી જુએ છે. (૩૪) ૩૪ થી ૪૨ ગાથા સુધી એક વિશેષ પ્રકારની આંતરિક સાધનાની વાત છે. આ સાધના અનિવાર્ય છે. અને આ સાધના થશે તો જ સમ્યગુદર્શનથી માંડી વીતરાગતા સુધીની ઘટના ઘટી શકશે. આવી મહત્ત્વની સાધના છે, તેના તરફ આપણું ધ્યાન જતું નથી. જ્યાં જ્યાં ધર્મ શબ્દ આવે છે, અધ્યાત્મ શબ્દ આવે છે, યોગ શબ્દ આવે છે ત્યાં ખરેખર તો એવું થવું જોઈએ કે બહારમાંથી અંદર જવાનું હોય, એના બદલે આજે અંદરમાંથી બહાર આવવાનું થાય છે. આજે ધર્મ થાય છે, અનુષ્ઠાનો થાય છે, અને વ્રતાદિ પણ થાય છે, પણ એવી કઈ અવસ્થા છે જેમાં સાચા અર્થમાં અધ્યાત્મિક સત્યોની અનુભૂતિ આજે આપણને થાય. સાંસારિક ઘટનાઓ, કૌટુંબિક ઘટનાઓ, સામાજીક ઘટનાઓ અને ભૌતિક ઘટનાઓ કરતાં, અધ્યાત્મિક ઘટનાઓ સંપૂર્ણપણે જુદી છે, તે આંતરિક ઘટના છે. બહાર તમને દેખાશે નહિ, પણ જ્યારે અંદર ઘટના ઘટે ત્યારે જીવનમાં તેની અસર દેખાશે, એના જીવનનો વ્યવહાર અને ભૂમિકા બદલાશે. એનું શરીર, વાણી, મન, એની ઈન્દ્રિયો પહેલાં જે રીતે કામ કરતા હતાં, તે રીતે કામ નહિ કરે. તેનું આખું વ્યક્તિત્વ અને આખું માનસ For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ ३४८ પ્રવચન ક્રમાંક - ૩૧, ગાથા ક્રમાંક - ૩૪ બદલાઈ જાય છે. તમે એ વ્યક્તિને પહેલાં જોઈ હોય અને ઘટના ઘટ્યા પછી જુઓ તો બન્નેમાં ફેર પડી જાય. શું થયું આ વ્યક્તિમાં? પહેલાં વાતો કરતાં હતાં ત્યારે આંખો લાલ થતી હતી, અને હવે જે અમે કહીએ છીએ તે હસતે મોઢે સાંભળી લે છે. આટલું બધું પરિવર્તન? કંઈક અંદરમાં બન્યું છે. અંદર બનશે તો બહાર દેખાયા વગર રહેશે નહિ. અને અંદર બન્યું નહિ હોય અને બહાર બતાવશો તો લાંબો ટાઈમ ટકશે નહિ. અહીં એક મહત્ત્વની વાત કૃપાળુદેવને કરવી છે. એક શબ્દ છે આત્માર્થી અને બીજો શબ્દ છે આત્મજ્ઞાન. એ બે ઉપર ધ્યાન અને યોગની ઈમારત ઊભી છે. આત્માર્થીપણું એ લાયકાતની વાત છે, એ યોગ્યતાની, કંડીશનની અને શરતની વાત છે. જેને કોલેજમાં જવું હોય તે દશમું અથવા બારમું ધોરણ પાસ થયેલ હોવો જોઈએ. તે સિવાય પ્રવેશ ન મળે. સમગ્ર અધ્યાત્મ સાધના જો કરવાની હોય તો કઈ લાયકાત અને કઈ યોગ્યતા હોય તો થઈ શકે? તે છે આત્માર્થીપણું. અત્યાર સુધી સંપત્તિ, ધન, ભોગો, શરીર, સ્ત્રી, સત્તા તરફ દૃષ્ટિ હતી. વિષયો અને બાહ્યસુખો તરફ દૃષ્ટિ હતી, કુટુંબ તરફ દૃષ્ટિ હતી. હવે બધેથી દષ્ટિ ઊઠી આત્મા તરફ વળી, એ મોટી ક્રાંતિ છે. આ જીવ જ્યાં ગયો ત્યાં તેણે આ જ કામ કર્યું છે. એટલા માટે પરમકૃપાળુ દેવે કહ્યું છે કે “લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો, કહો?” આ વાક્ય તમે સામાન્ય ન ગણશો. આની પાછળ તો વેદના છે. લક્ષ્મી મળે તો તમે ફલાઈ જાઓ છો, સત્તા મળે તો તમે રાજી થઈ જાઓ છો, અધિકાર હાથમાં આવે તો કેટલાં ખુશ થઈ જાઓ છો ! દીકરો પરણે અને વહુ ઘરમાં આવે એટલે સાસુજીનો અધિકાર મળ્યો. એ ફોજદાર અને કલેક્ટર કરતાં પણ મોટો અધિકાર છે, અમે પૂછીએ છીએ કે “લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું ?' સત્તા વધે, ભૌતિક ભોગો વધે, પરિવાર વધે, તો સંસાર વધે છે. બહારમાં વધે છે. અંદર કંઈ વધતું નથી. જીવની નજર બહાર તરફ જ છે. એટલા માટે ભગવાને કહ્યું છે કે તમે નિયાણુ ન કરશો. નિયાણું એટલે જે ધર્મ સાધન કરીએ તેનું પૌગલિક ફળ નક્કી રૂપમાં મળે એ પ્રકારનાં સંકલ્પ સાથે સાધના કરવી. ચિત્ર અને સંભૂતિ બન્ને સગા ભાઈઓએ અનશન કર્યું છે, અને એમાં એક દુઃખદ ઘટના ઘટી સંભૂતિ માટે. સનતકુમાર ચક્રવર્તી પોતાની સંપત્તિ સાથે દર્શન કરવા આવ્યાં છે. સંભૂતિ મુનિ છે, ત્યાગી છે, સંસારથી વિરક્ત છે, તેમણે અનશન કરેલ છે. તમામ પ્રકારના આહારનો ત્યાગ કર્યો છે. શરીર નિશ્રેષ્ટ મડદાંની જેમ પડ્યું છે. માખીઓ બેસતી હશે, મચ્છરો કરડતાં હશે, પરંતુ તેને ઉડાડવા માટે પોતાના તરફથી કોઈ પ્રયત્નો કરતાં For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા નથી. આવી અવસ્થા છે. હજારો માણસો દર્શન કરવા આવ્યાં છે, પણ આંખ ઊંચી કરી કોઈની સામે જોતાં નથી. ત્યાં સનતકુમાર ચક્રવર્તી અને એમની પટરાણી સુનંદા વિધિપૂર્વક વંદન કરે છે અને કહે છે, “હે સંભૂતિ મુનિ ! હું પખંડનો સ્વામી, ચક્રવર્તી છું. તમે અનશન કર્યું છે, માટે આપને કરોડો વાર અમારા વંદન છે. આ શબ્દો સનતકુમારનાં છે. ભક્તિભાવથી એમને વંદન કરે છે. ચક્રવર્તીનું સ્ત્રીરત્ન સુનંદા તેમને વંદન કરે છે, તે વખતે તેના માથાના વાળની લટનો મુલાયમ સ્પર્શ સંભૂતિ મુનિને થાય છે ને તેઓ ગાડી ચૂકી જાય છે. અસાધારણ ઘટના છે. વર્ષો સુધી તપ કર્યું, સાધના કરી, અને છેલ્લે એમ થાય છે કે અરેરે ! અમે અમારા જીવનમાં માત્ર દુઃખો, તકલીફો, યાતનાઓ, સહન કરી, માત્ર કષ્ટો જ સહન કર્યા. સાધુ જીવનમાં તો દુઃખો અને કષ્ટો, માન અપમાન પણ આવે, પરંતુ અમને આવું સુખ, આવો વૈભવ જોવા કે માણવા નથી મળ્યો. અંદરમાંથી બહાર આવ્યાં. તમે એટલા માટે ધ્યાનથી સાંભળજો. તમને એમ ન થાય કે આ તો સંભૂતિને થાય, અમને ન થાય. ફાંકો ન રાખશો. ચિત્ર મુનિ કહે છે કે તમને કેમ આ સંકલ્પ ઊઠ્યો? આ છ ખંડનો માલિક સનતકુમાર તો વંદન કરી પુણ્યના ઢગલા બાંધી ગયો, એણે તો ધર્મ કર્યો પણ તમને આવો વિકલ્પ કેમ ઊઠ્યો? તે વખતે સંભૂતિ મુનિ કહે છે કે મારા જીવનમાં મેં જે વ્રતો કરી પુણ્ય બાંધ્યું છે, તેનું ફળ મળે તો મારે પણ આવતાં જનમમાં ચક્રવર્તી થવું છે. મને પણ આવો વૈભવ મળે. “ક્યાંરે જવું હતું અને ક્યાં જઈ ચડ્યાં, અમે ભવનાં મુસાફર ભૂલાં પડ્યાં.” આ ઘટના કોમન છે, સામાન્ય છે, આપણાં જીવનમાં પણ આમ જ થાય છે. જે લોકો ધર્મ કરે છે, જે યોગની અને ધ્યાનની સાધના કરે છે, તેમની નજર માત્ર આત્મા ઉપર નથી. ધન ઉપર જાય છે અને સત્તા અને સંપત્તિ ઉપર પણ જાય છે. ગુરુ મહારાજના આશીર્વાદ મળે તો શેરના ભાવ વધે. જો ગુરુ મહારાજ આશીર્વાદ આપી ધન વધારી શકે તો પોતે જ શેર ન રાખે? આ ભૌતિક પ્રેમ છે. ગુરુ મહારાજને હાથ જોડી કહે કે અમારો રોગ મટી જાય. રોગ કદાચ મટતો હશે પરંતુ એટલા માટે ગુરુ મહારાજ નહિ. એમ કહો કે “મહારાજ! રોગ થયો તેમાં મારી ભૂલ છે. અશાતા વેદનીય કર્મ કારણ છે. મારા ઉપર એવી કૃપા કરજો કે હું સમાધિપૂર્વક, સમતાપૂર્વક, ભોગવી મારા બાંધેલા કર્મોની નિર્જરા કરી શકું. તમારા આશીર્વાદથી અને તમારી કૃપાથી મારા જીવનમાં આનંદ આવે.” પણ નજર અને દૃષ્ટિ બદલાય તો આમ કહો ને! હજુ દષ્ટિ બદલાણી નથી. જાતને પૂછો, દષ્ટિ બદલાણી? દૃષ્ટિ સત્તા ઉપર, વૈભવ ઉપર, સંપત્તિ અને ભોગ ઉપર છે. દેહ અને સ્ત્રી ઉપર, પુરુષ ઉપર, For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ પ્રવચન ક્રમાંક - ૩૧, ગાથા ક્રમાંક - ૩૪ સ્વજનો અને કુટુંબ ઉપર છે. કેટલાં રાજી થાઓ છો? ચાર વેવાઈઓ છે, ચાર જણાં ચાર બાજુથી કામમાં આવશે. એક ભાઈ કહેતાં હતાં કે હું મરું ત્યારે ગામમાંથી કોઈ ન આવે તોપણ મારો પોતાનો વેલો એટલો મોટો છે કે પૂરું થઈ જાય. આ ઘેલછાનો પાર નથી. આ ભોગો, વૈભવ, માન ઉપરથી દૃષ્ટિ હટે, સમજણ પૂર્વક દૃષ્ટિ હટાવે તેને જ્ઞાનીઓ વૈરાગ્ય કહે છે. નિત્યાનંદ સ્વામી ધ્યાન કરતાં હતાં. મહાદેવજી તેમના ઉપર પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. સ્વામીજીએ કહ્યું “મારી પાસે બધું છે, માટે કંઈ જોઈતું નથી. જ્યારે મહાદેવજીએ કહ્યું કે “તમને આપવા માટે ચિંતામણી રત્ન લાવ્યો છું અને તમે ના કહાં છો?' ત્યારે તેમણે જવાબ આપ્યો કે “સામે આ ઝાડ છે તેની બખોલમાં મૂકી દો. જેને ખપ હશે જેના ભાગ્યમાં હશે તે લઈ જશે.” આવી નિરપેક્ષ વૃત્તિ અને આવી અવસ્થાને જ્ઞાની પુરુષ વૈરાગ્ય કહે છે. સમગ્ર દૃષ્ટિ ભૌતિક સૃષ્ટિમાંથી હટીને જ્યારે આત્મા ઉપર આવે ત્યારે કામ થશે. એ આત્મા હજુ જોયો નથી, એ આત્મા જાણ્યો નથી, આત્માને તો જ્ઞાની પુરુષે જાણ્યો છે, અનુભવ્યો છે. તેને શ્રી કુંદકુંદાચાર્યજીએ ગાયો, શ્રીઅમૃતચંદ્રાચાર્યજીએ ગાયો, શ્રી હરિભદ્રસૂરિજી, શ્રી યશોવિજયજી, શ્રીઆનંદધનજી, શ્રીદેવચંદ્રજી, અને પરમકૃપાળુદેવ આદિ જ્ઞાનીઓ, સપુરુષો અને સંતોએ ગાયો. એ વર્ણન ઉપરથી એમ લાગે છે કે તેઓ જે આત્માનું વર્ણન કરે છે, તે કોઈ અદ્ભુત, અલૌકિક અણમોલ તત્ત્વ હોવું જોઈએ. ઝવેરી મોલ કરે મેરા લાલકા, મારા લાલ અમોલા, જાકુ પટંતર કો નહીં, ઉસકા ક્યા મોલા. સાહેબ! આ ઝવેરીઓ રત્નોની કિંમત કરે છે, પણ મારું જે રત્ન છે તે અણમોલ છે. તેનું મૂલ્ય જ ન થઈ શકે. જેનાથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી તેનું શું મૂલ્ય હોય? એવો અણમોલ આત્મા હાથમાં આવ્યો અને અંદરમાં એમ થયું કે મારે તેને જાણવો છે, અનુભવવો છે, પ્રાપ્ત કરવો છે અને તેની અનુભૂતિ કરવા માટે જે કંઈ કિંમત ચૂકવવી પડે, તે ચૂકવવા હું તૈયાર છું. એવી આંતરિક અવસ્થા જેને આવી તેને કહેવાય છે આત્માર્થી. આ શબ્દ સમજાયો? અર્થ એટલે પ્રયોજન. જીવનમાં આત્મા સિવાય બીજો કોઈ હેતુ કે પ્રયોજન નથી, પ્રત્યેક ક્ષણ આત્મા માટે જીવવી છે. આ નક્કી થઈ ગયું છે. એમાં કંઈ ફેરફાર થઈ શકે તેમ નથી, કારણ જગત અને જગતનાં પદાર્થો ઉપરથી, સમગ્ર પુદ્ગલ દ્રવ્ય ઉપરથી આસક્તિ છૂટી ગઈ છે. અડધી કડીમાં પરમકૃપાળુદેવે અદ્ભુત વાત કરી છે કે “રજકણ For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૫૧ તારા રખડશે, જેમ રખડતી રેત’, બીજું રજકણ એટલે માટીનું ઢેકું અને વૈમાનિક દેવની રિદ્ધિ, ‘બન્ને માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો.’ સમગ્ર જગત પુદ્ગલ છે. જગતમાં જે કંઈ છે તે પુદ્ગલ છે, અને તેનાં પ્રકારો અનંત છે. એનું રૂપ અલગ અલગ છે, તેની વિશેષતાઓ છે, તેની ઘટના, રૂપ, રંગ, આકૃતિ બધું જ અલગ છે, પરંતુ ફન્ડામેન્ટલ તત્ત્વ જે છે તે પુદ્ગલ. આવા પુદ્ગલ ઉપર આજ સુધી જેની નજર હતી તેને કહેવાય છે પુદ્ગલાનંદી. હવે નજર ઊઠી અને આ નજર ક્યાં ગઈ? તો આત્મા ઉપર. આત્માને જોયો નથી, જાણ્યો નથી, અનુભવ્યો નથી, પ્રાપ્ત થયો નથી, પરંતુ આત્માને હવે જાણવો છે, અનુભવવો છે. અને પ્રાપ્ત પણ કરવો છે, તો જેમ પુદ્ગલ માટે અનંતકાળ આપ્યો તેમ આત્મા માટે જો એક જન્મ આપશો તો અનંત જન્મોનું સાટું વળી જશે. પરંતુ આ ક્યારે થશે ? જ્યારે તમે પુદ્ગલ પરથી તમારું લક્ષ હટાવી આત્મા ઉપર લક્ષ આપશો ત્યારે થશે. આજ સુધી જે પણ કંઈ થયું તે બાહ્ય કર્મકાંડ હતું. તે કરતાં રહેજો, ના નથી, પણ આ વાત લક્ષમાં લેજો. આ એક અલૌકિક ઘટના છે. લૌકિક ઘટનામાં તો સંબંધો પુનઃ પુનઃ સ્થાપિત થાય છે, પરંતુ આત્મજ્ઞાનની ઘટના એક એવી અલૌકિક ઘટના છે કે સમગ્ર જગતમાંથી જીવ કાયમ માટે મુક્ત થાય છે. તમારા કુટુંબમાં ૨૦, ૩૦ કે ૪૦ વર્ષ કોઈ વ્યક્તિ સાથે રહી હોય, સાથે જમ્યા હોય, રમ્યા હોય, સાથે સુખ દુઃખ સહન કર્યા હોય, સાથે લડ્યા હોય અને મોજ પણ કરી હોય અને ૪૦ વર્ષ પછી કોઈ હાથ જોડીને એમ કહે કે હવે આ કુટુંબમાંથી જાઓ, મારે મુક્ત થવું છે. તમને નહિ ગમે. પરંતુ જેઓ આત્મજ્ઞાન તરફ જાય છે ને સર્વ કર્મોનો ક્ષય કરે છે, તેઓ સમગ્ર કુટુંબમાંથી અને વિશ્વમાંથી મુક્ત થાય છે. તેઓ આપણા વચ્ચેથી ચાલ્યા જાય છે. નમ્રુત્યુમાંં સૂત્રમાં આવે છે, સિવમયતમરુ-મળંત-મન્વય-મ ંત-મવ્વાવાદ-મપુખરાવિત્તિ । હવે પુનરાવૃત્તિ થવાની નથી, આપણા વચ્ચે એ પાછા આવવાના નથી. સમગ્ર સંસારમાંથી કાયમ માટે મુક્ત થઈ, અનંત આનંદના સાગરમાં ડૂબી જ જવાના છે. આવી ઘટના જીવનમાં ઘટે છે, તે ધરતી ઉપરની અલૌકિક ઘટના છે. તમને શું આશ્ચર્યકારક લાગે છે? એક પોસ્ટમેન, જેનો પગાર મહીને બસો, અઢીસો હશે, તેને વીસ લાખની લોટરી લાગી. એટલો બધો લહેરમાં આવી ગયો કે હાથમાં લોટરીનો કાગળ લીધો અને ધાબાં ઉપર ચડી, ડીસ્કો ડાન્સ કરવા લાગ્યો, નાચતાં નાચતાં કિનારે આવ્યો, ખબર ન રહી અને પડ્યો નીચે. હાથમાં વીસ લાખનો કાગળ રહી ગયો, આ ઘેલછા. આવી ઘેલછા જીવનમાં, For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ પ્રવચન ક્રમાંક - ૩૧, ગાથા ક્રમાંક - ૩૪ સંસારમાં અનંતવાર માણી છે. સંસારમાંથી મુક્ત થઈ, હવે આત્માનો અનુભવ કરો. આત્માનો અનુભવ કરવો હોય તો એ ઘટના કેવી રીતે ઘટશે? શું કરવાથી ઘટશે? તે વિચાર કરો. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચાં ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. આત્માનુભવની અદ્ભુત ઘટના છે. આત્મજ્ઞાન શબ્દ બોલીએ ત્યારે બે અર્થ કરવાં. એક વાચા જ્ઞાન અને એક અનુભવ જ્ઞાન. અધ્યાત્મના શાસ્ત્રો વાંચીને આત્મા આવો છે, નિશ્ચયનયથી આવો છે, દ્રવ્યાર્થિકનયથી આવો છે, પર્યાયાર્થિકનયથી અને વ્યવહારનયથી આત્મા આવી છે. આત્મા અજર, અમર, અવિનાશી, અજન્મા, અનાદિ અનંત છે. અનંત ચારિત્રમય, જ્ઞાનમય, દર્શનમય છે. નિત્ય છે-અનિત્ય છે. એક છે, અનેક છે. અસ્તિત્વ, વસ્તુત્વ અને પ્રમેયત્વ એના ધર્મો છે. આ બધી જ વાતો શાસ્ત્રોમાંથી મળશે અને તમે વાંચી શકશો, જાણી શકશો, એ જાણવું તેને જ્ઞાન કહે છે પણ તે વાચા જ્ઞાન. આ શબ્દ જ્ઞાન એ કામ કરે કે આવી પણ વસ્તુઓ જગતમાં છે. પરંતુ તમારામાં કોઈ ફેરફાર થાય નહિ. અંદરમાં કંઈ ઘટે નહિ. તમને કકડીને ભૂખ લાગી હોય અને કોઈ માણસ બોલે આ મોહનથાળ, આસુરતની ઘારી, આ ખંભાતનું હલવાસન, આમ પચાશ કે સો મીઠાઈના નામ બોલી જાય, તો તમને ગુસ્સો આવે કે નહિ? ફક્ત બોલવાથી શું વળે? તેમ આત્માને જાણવો જરૂરી છે, પણ માત્ર જાણવાથી કામ નહિ ચાલે, અનુભવ જોઈશે. અનુભવ અભ્યાસ વગર નહિ થાય, પ્રક્રિયા વગર નહિ થાય, અને ધ્યાન વગર પણ નહિ થાય. હું ફરી વખત તમને કહું છું કે વચનથી આત્મા જણાશે નહિ. જાણ ચારિત્ર તે આત્મા, નિજ સ્વભાવમાં રમતો રે, લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહ વને નહિ ભમતો રે. અપ્રમત જે નિત રહે, નવિ હરખે નવિ શોચે રે, સાધુ સુધા તે આત્મા, શું મૂંડે શું લોચે રે. આવી આત્માની દિવ્ય અને અલૌકિક, અદ્ભુત વાત સાંભળ્યા પછી થાય છે કે હું એવો અનુભવ ક્યારે કરું? પ્રેમીઓને વર્ષોના વિરહ પછી પ્રિય પાત્રને ક્યારે મળું? ક્યારે મળું? એવું થાય છે તેમ આત્મા માટે વિરહ લાગવો જોઈએ. એક વખત અકબર બાદશાહ નમાઝ પઢતા હતા તે જગ્યા સ્પેશીયલ હતી, ત્યાંથી જવાનો ટૂંકો રસ્તો હતો. લાંબા સમય પછી આવતા તાનસેનને મળવા તેની પત્ની તાની, બાદશાહ નમાઝ પઢતો હતો તે ટૂંક For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૫૩ રસ્તેથી જવા દોડી. અકબર બાદશાહે સૈનિકને કહ્યું કે તેને ઊભી રાખો, ખબર નથી પડતી કે આ રસ્તેથી ન જવાય. તાની કહે, અત્યારે મને જવા દો. પછી જે શિક્ષા કરવી હોય તે કરજો. મારા પ્રિયતમ-પતિ આવ્યા છે, મારે તેને મળવું છે. એ મળીને પાછી આવી અને બાદશાહને કહે કે હવે જે શિક્ષા કરવી હોય તે કરો. બાદશાહ કહે, “તને ખબર નથી કે દિલ્હીનો બાદશાહ અહીં નમાઝ પઢે છે. તાનીએ જવાબ આપ્યો કે મને પ્રેમ એવો ઉભરાયો કે હું તેમને મળવા દોડી, એમાં વચ્ચે મને આપ ન દેખાયા, પરંતુ ખુદાની બંદગી કરતાં કરતાં હું તમને દેખાણી?” કેવી તાલાવેલી ? કેવી ધગશ તાનીને હતી ! આવી ધગશ આપણે આત્માની પ્રાપ્તિ માટે કરવાની છે. જ્ઞાન બે શબ્દોમાં વર્ણવીશું, વાચાજ્ઞાન અને અનુભવજ્ઞાન. અનુભવજ્ઞાન એટલે સ્પર્શ, અનુભૂતિ. તમે મોહનથાળનો ટુકડો મોંમાં મૂક્યો છે, સ્વાદ માણી રહ્યા છો, કોઈ દોસ્ત પૂછે કે કેવો છે? તો કહો છો કે “હમણાં બોલો નહિ, સ્વાદ માણવા દો', તેવી રીતે જેણે આત્માનો સ્વાદ ધ્યાનમાં માણ્યો, તેને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોનું સુખ પણ ફિક્કુ લાગશે. દેવલોકનાં ઘણા પ્રકાર છે, તેમાં ઊંચામાં ઊંચો દેવલોક અનુત્તર વિમાનનો છે. ત્યાંથી સિદ્ધશિલા ૧ર જોજન છેટી છે, પણ ડાઈરેક્ટ જવાનો રસ્તો નથી, નીચે આવવું પડે. ૩૩ સાગરોપમનાં આયુષ્યમાં સાડા સોળ સાગરોપમ પસાર થાય પછી જ પડખું ફેરવવાનું થાય. કેવું સુખ હશે ! તમે કેટલાં પડખાં ફેરવો છો? દેવોને કેટલો આનંદ, કેટલું સુખ, કેટલી શાંતિ? છતાં દેવો કહે છે કે આ સુખ છે ખરું પણ વિનાશી છે, આત્માના સુખ જેવું નથી. જે સમ્યગૃષ્ટિ છે તે જાણે છે કે આ સુખ ખરું પણ આત્માનું સુખ તો અલૌકિક સુખ છે. જેણે આ સુખ માણ્યું તેને અનુત્તર વિમાનનું સુખ પણ ફિક્કુ લાગે. આપણે તો પાઉંભાજીના સુખમાં કૂદાકૂદ કરી મૂકીએ છીએ, પાણીપુરી રસ્તા ઉપર ખાઈએ છીએ ત્યારે એ પાણીમાં કેટલી વખત હાથ બોળાય, અને કેટલી માખીઓ બેઠી હોય, છતાં ભણેલા ગણેલાં અને શિક્ષિત લોકો ત્યાં ખાતા હોય છે, આવું સુખ પણ તેઓને મીઠું લાગે છે, તેમને ક્યાં ખબર છે કે આત્માનું સુખ કેવું છે? એ સુખ અનુભવ વગર નહિ મળે. અનુભવ રસમેં રોગ ન શોકા, લોકવાદ સબ મેટા, કેવલ અચલ અનાદિ અબાધિત, શિવશંકરકા ભેટા. આવી અનુભવની ઘટના ક્ષણભર માટે ઘટે, તો કાયમ માટે એ જૂના સંસ્કારની પકડમાંથી બહાર નીકળી જાય, અને પછી પ્રચંડ પુરુષાર્થ કરી, સર્વ કર્મોનો ક્ષય કરી, મુક્ત થઈ જાય. એક જ વખત ક્ષણભર માટે અંતર્મુહૂર્ત ટચ થાય ને કામ થઈ જાય. આવો આત્મ અનુભવ For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પ્રવચન ક્રમાંક - ૩૧, ગાથા ક્રમાંક - ૩૪ એક વખત પણ જેને થયો તેના ઉપર છાપ પડી ગઈ. સિક્કો લાગી ગયો. આવો આત્માનુભવ કેવી રીતે થશે ? શું કરવું જોઈએ ? કઈ સામગ્રી જોઈએ ? કોના થકી થશે? શું કરવાથી થશે ? કેમ થશે ? તો સદ્ગુરુ થકી થશે. જેમ મા વાત્સલ્યમૂર્તિ છે, તેમ સદ્ગુરુ પણ વાત્સલ્યમૂર્તિ છે. તમે સદ્ગુરુને શોધવાની કોશિશ ન કરશો. તમે સદ્ગુરુને અસદ્ગુરુ કહેશો અને અસદ્ગુરુને સદ્ગુરુ કહેશો. તમારા બધા માપદંડ ફેંકી દો. સદ્ગુરુ જ તમને શોધી લેશે. જાગતાં કે ઊંઘતા કોઈ પૂછે કે તમારે શું જોઈએ છે ? તો આત્મા. રોમેરોમમાં આત્મા, આત્મા, આવી લગન જેને લાગી છે, તેના ભણકાર સદ્ગુરુ જ્યાં બેઠા છે ત્યાં તેને આવે, અને તેઓ તમને શોધી કાઢે. રજબ કાબુલમાં હતો અને દાદુ ત્યાં ગયા. રજબના લગ્ન છે. તે મોટો સરદારનો દીકરો અને અબજોપતિની કન્યા સાથે લગ્ન છે. રજબ હાથી ઉપર બેઠો છે. શણગાર પહેર્યા છે. હજારો માણસો છે. નૃત્યો થઈ રહ્યાં છે. વાજીંત્રો વાગી રહ્યાં છે. ઠાઠ ઓર છે. સ્ત્રીઓ ગરબા ગાઈ રહી છે. સેનાપતિઓ આજુબાજુ તલવાર લઈ ફરી રહ્યા છે. તેના વચ્ચે દાદુ જઈ પહોંચ્યા, અને કહ્યું, રજબ ! કહાં ચલા તું ? તું સુંદર હો, અસુંદર બનને ચલા ? બસ, ખલાસ, ૨જબ હાથી ઉપરથી ઊતરી ગયો, અને દાદુ તેને લઈ ચાલ્યા, હજારો માણસો જોતા રહ્યા. રજબની ઉંમર ૨૦ વર્ષની હતી. કેવી અદ્ભુત તાલાવેલી ! રજબ ગયો તે ગયો. પરમાર્થની તાલાવેલી, આત્માને મેળવવાની તાલાવેલી જાગશે, ત્યારે રોમેરોમમાંથી અવાજ આવશે, ‘આત્મા, આત્મા.’ એ અવાજ બીજા કોઈને નહિ સંભળાય, પણ લાખો માઈલ દૂર રહેલાં સદ્ગુરુને સંભળાશે, ત્યાં ટ્યુનીંગ થશે, સદ્ગુરુ આવશે, અને તમારો હાથ પકડશે. સદ્ગુરુ ચર્ચાથી ન મળે. પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે ? આજનાં છે કે કાલનાં છે ? શું કામ આ ખોટી ચર્ચાઓ અને કલબલ કરો છો ? આત્માર્થી બનો ને. અંદરમાં દાવાનળ સળગવો જોઈએ. મીરાંએ કહ્યું છે કે – ‘વિરહ અગ્નિએ હું દાજી, સરસ સુધારસ સીચો.' વિરહનો અગ્નિ ભયંકર પ્રગટ્યો છે. હે પ્રભુ ! તમારા વિરહનો, તમારા પ્રેમનો અગ્નિ અંદર પ્રગટ્યો છે, તમે આવીને તેને શાંત કરો. આ આત્માનો વિરહ, આત્મા, આત્મા અને આત્મા ! એવો વિરહ જેને અનુભવવો છે, તેણે એક કામ સૌથી પહેલાં કરવું પડશે કે આત્માનો અનુભવ જેણે કર્યો છે તેના ચરણોામં જવું પડશે. સદ્ગુરુને તમારી પાસેથી કંઈ લેવું નથી. ન લેના, ન દેના, પણ સદ્ગુરુ વચ્ચે આવવાનાં જ-કા૨ણ જેણે આત્મા પ્રાપ્ત કર્યો હશે તે તમને બતાવશે કે આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય, અને બતાવ્યા સિવાય આત્મા નહિ મળે. તમારો આત્મા તમારી પાસે છે, સદગુરુ પાસે નથી પણ સદ્ગુરુ એ તમને બતાવશે કે લો આ For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા તમારો આત્મા. આટલું કામ કરવા સદ્ગુરુની હાજરી જરૂરી છે, અનિવાર્ય છે. માટે એમ કહ્યું કે કોને સદ્ગુરુ કહેવા? બીજા બધાં લક્ષણો જવા દો. આત્માનો પ્રગટ અનુભવ જેમણે જીવનમાં કર્યો છે અને એ અનુભવમાં જે નિમગ્ન છે, આત્મજ્ઞાન જેમને છે તે જ ખરેખર સદ્ગુરુ, તે જ ખરેખર પુરુષ, તે જ્ઞાની પુરુષ. તેમની જરૂર પડશે. તમે માંદા પડશો તો કોને બતાવશો? ડૉક્ટરને. જેને ખબર છે, જેને જાણ્યું છે, જેને રોગ પારખવાનો અનુભવ છે તેને. તો આત્મા પણ જેણે જાણ્યો છે તેની પાસેથી મળશે. આત્મા તમારો છે, તમે ખોયો નથી, પણ તમે ભૂલ્યાં છો. ભૂલી જવાય પણ ખોવાય નહિ. તમે આત્મા મટી જાય તેવું બને જ નહિ. આત્મા જેમણે પ્રાપ્ત કર્યો છે તેને કહેવાય છે આત્મજ્ઞાની અને આવું આત્મજ્ઞાન જ્યાં હોય ત્યાં છે મુનિપણું. મુનિ એટલે સાધુ, અણગાર, શ્રમણ, અને તેઓ તપ જપ કરે છે, અનુષ્ઠાન કરે છે, પાંચ મહાવ્રતોનું પાલન કરે છે, રાત્રિભોજન કરતાં નથી. ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ પાળે છે, અનશન કરે છે, વ્રત કરે છે, માસખમણ કરે છે. બહારથી મુનિપણાંનાં બધા લક્ષણ હોય, પણ ત્યાં મુનિપણું હોય તે નક્કી નહિ. કેમ એમ? આત્મ અનુભવ ન હોય તો મુનિપણું ન હોય. એ અનુભવ વગર જે હોય તે દ્રવ્યલિંગી કહેવાય, અને આત્મજ્ઞાન હોય તે ખરેખર મુનિ. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે. (આનંદઘનજી મ.સા.) આત્મજ્ઞાની હોય તે શ્રમણ, તે સાધુ, એ મુનિ. આવા મુનિ ભગવંત છે. નવકાર મંત્રમાં પાંચે પાંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. પરંતુ પાંચે પાંચ પરમેષ્ઠીમાં કોમન મુનિપણું છે. અરિહંત પણ મુનિ, સિદ્ધ પણ તે પદ પામ્યા પહેલાં મુનિ, આચાર્યો અને ઉપાધ્યાયો પણ મુનિ, અને નમો લોએ સવ્વસાહૂણં એ પદમાં પણ મુનિ. મુનિપણું ક્યાં હોય? જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, અજર-અમર છે એમ બોલવું તે વાચાજ્ઞાન, પણ આત્મજ્ઞાન નથી. પરંતુ આત્મા જેવો છે તેવો જેણે અનુભવ્યો છે, ત્યાં મુનિપણું અને આવું જ્યાં મુનિપણું હોય તે સાચાં ગુરુ હોય, તે જ સાચાં સદ્ગુરુ છે. આત્માર્થીનું પહેલું કામ સદ્ગુરુને પ્રાપ્ત કરવાનું છે. ખેડૂતને ખેતી કરવી છે તો પહેલાં જમીન શોધશે, વેપારીને વેપાર કરવો છે તો મૂડી શોધશે, દીકરાને પરણાવવો છે, તો પહેલાં કન્યા શોધશે. તેમ આત્માને મેળવવો હોય તો પહેલાં સદ્ગુરુ શોધવા પડશે, પ્રાપ્ત કરવા પડશે. તમારે આત્મા જોઈએ છે? તો સદ્ગુરુ હાજર થશે જ. પણ સદ્ગુરુ હાજર થાય ત્યારે બારણા બંધ ન કરશો, તેમનું સ્વાગત કરજો, તેમને પ્રેમથી વધાવજો. સોનાના ફૂલે અને રત્નોથી For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ પ્રવચન ક્રમાંક - ૩૧, ગાથા ક્રમાંક - ૩૪ વધાવજો. કારણ કે એ તમારો અણમોલ ખજાનો દેવા આવ્યાં છે. તેમનો ઉપકાર ભૂલાય નહિ. અહો! અહો! શ્રી સદગુરુ, કરુણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. તે વખતે આ કાવ્ય અંદરથી સ્ફરશે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચાં ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. કુળગુરુ ગુરુ ખરાં પણ તેઓ મોટા હક્કદાર અને દાવેદાર હોય છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં મોટા બારોટ વહીવંચો આવે છે. તેમની ગાદલા, ગોદડા, ચા-પાણીથી આગતા સ્વાગતા કરવી પડે. પછી તેમનો ચોપડો ખોલે, તેમાં તમારા બાપદાદાનાં નામ હોય, તેમાં નીચે તમારું નામ લખાવવું પડે. તેમ આ તમારા કુળગુરુ છે. બાકી તો કુળગુરુની કલ્પના છે. આત્માર્થી તેનાથી રાજી થતો નથી પણ જેને ભવનો છેદ કરવો છે, જન્મ મરણ ટાળવા છે, તે કુળગુરુથી નહિ ટળે, એ આત્મ અનુભવી સદ્ગથી જ જન્મમરણ ટળશે, એવા સદ્ગુરુની શોધ જેણે ચાલુ કરી છે તે આત્મર્થીનું પહેલું લક્ષણ. આગળ ક્રમે ક્રમે લક્ષણો આવશે. ૩૪ થી ૪૨ ગાથા સુધીમાં એક સાધના આપી છે. આ પાયાની રીત, પ્રક્રિયા છે. આ થશે તો સમ્યગ્ગદર્શન અને પછીની ઘટના થશે. પહેલાં સમ્યગ્ગદર્શન અને પછી વીતરાગતા પ્રાપ્ત થાય. આવા ક્રમથી સાધના થશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૫૭ પ્રવચન ક્રમાંક - ૩૨ ગાથા ક્રમાંક - ૩૫ સદ્ગુરુ પ્રાપ્તિનો ઉપકાર પ્રત્યક્ષ સગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. (૩૫) ટીકા પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો મોટો ઉપકાર જાણે, અર્થાત્ શાસ્ત્રાદિથી જે સમાધાન થઈ શકવા યોગ્ય નથી, અને જે દોષો સદ્ગુરુની આજ્ઞા ધારણ કર્યા વગર જતા નથી તે સદ્દગુરુ યોગથી સમાધાન થાય, અને તે દોષો ટળે, માટે પ્રત્યક્ષ સરુનો મોટો ઉપકાર જાણે, અને તે સદ્ગુરુ પ્રત્યે મન, વચન, કાયાની એકતાથી આજ્ઞાંકિતપણે વર્તે. (૩૫) આ ગાથામાં ઘણી બધી સ્પષ્ટતાઓ છે, અને તેની સાથે ઘણાં પ્રકારની સાધનાઓ આ ગાથામાં કહેલ છે. પ્રાથમિક અવસ્થામાં સાધકને અનિવાર્યપણે જે સાધના કરવી પડે છે તેની પ્રક્રિયા ૩૪ થી ૪૨ સુધીની ગાથામાં આપેલ છે. કોઈપણ સાધક આ પ્રક્રિયામાં ઊતર્યા વિના આગળની કોઈ સાધના કરી શકશે નહિ. ખરેખર સાધનાનો પ્રારંભ સમ્યગ્દર્શનથી થાય અને સમ્યગ્દર્શન થયા પછી વીતરાગદશા પામે ત્યાં સુધી સાધના ચાલે. વીતરાગદશામાં એ સાધનાની સમાપ્તિ થાય. સમ્યગદર્શનની પ્રાપ્તિ કરવા માટે સમગ્ર જીવનની તૈયારી કેવી હોય અથવા શું કરવું પડે, તેનું આ ગાથામાં વર્ણન છે. બહુ ધીરજથી, શાંતિથી, સ્વસ્થતાથી એક એક શબ્દ સમજવાનો પ્રયત્ન કરજો, અને આ વાત ઘણી શાંતિથી લક્ષમાં લેજો. કદાચ તમારે ગળે ન ઊતરે તો અમારી પાસે બીજો ઉપાય નથી, પરંતુ ધીરજ રાખી જેમ છે તેમ સમજવાનો પ્રયત્ન કરજો. ભૌતિક ક્ષેત્રમાં કર્યતંત્રનો પ્રભાવ છે. જન્મ થાય ત્યારથી માંડીને મૃત્યુની છેલ્લી ક્ષણ સુધી જીવનમાં જે કંઈ ઘટનાઓ ઘટે છે, વસ્તુઓ, વ્યક્તિઓ, પદાર્થો એ બધાનો આપણને મેળાપ-સંયોગ થાય છે, વિયોગ પણ થાય છે તથા જે પ્રસંગો બને છે, એ બધા ઉપર સત્તા કર્યતંત્રની છે. જો એટલું સમજાય કે ભૌતિક ક્ષેત્ર ઉપર કર્યતંત્રનો કાબૂ છે, મારો નહીં, તો સાધક ભૌતિક For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ પ્રવચન ક્રમાંક - ૩૨, ગાથા ક્રમાંક - ૩૫ ક્ષેત્રમાં વલખાં ન મારે, મુંઝાય નહિ, અસ્વસ્થ ન બને, તેને આર્તધ્યાન ન થાય. ભૌતિક ક્ષેત્રમાં, જ્યારે તમને અનુકૂળતા ન મળે ત્યારે અંદરમાં આર્તધ્યાન થાય છે, તે આર્તધ્યાનથી બચવા માટે આ સમજણ તે જ સૌથી મોટો ઉપાય છે, “મને જે સંયોગો પ્રાપ્ત થાય છે તે પૂર્વે કરેલાં કર્મોના ફળરૂપે છે.” આટલી સમજણ જરૂરી છે. આર્તધ્યાનથી જો બચશો તો મનને તત્ત્વચિંતન કરવાનો અવકાશ મળશે. મન તો આપણું ચોવીસ કલાક કામ કરે છે અને ચોવીસ કલાક મન આર્તધ્યાન જ કરે છે. જેનું શરીર ઘસાઈ ગયું હોય તેને તમે કહો કે ચોપાટી ઉપર બે માઈલ ફરી આવે તો તે જઈ ન શકે, તેમ જેનું મન થાકેલું છે, ઘસાઈ ગયું છે, તે તત્ત્વચિંતન કરી શકતો નથી. અત્યાર સુધી આપણે આર્તધ્યાન-દુર્બાન કરી આપણા મનને ઘસી નાખ્યું છે, આમ આપણો માનસિક સમય અને આપણી માનસિક શક્તિ ઘટી હોવાના કારણે તત્ત્વચિંતન કરવાનો આપણને અવસર રહેતો નથી. ભૌતિકક્ષેત્ર ઉપર કર્યતંત્રનો કાબૂછે, એ વાત હજુ આપણા હૈયે ઊતરી નથી તેથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય છે. આપણે કર્મગ્રંથોનો અભ્યાસ કરીએ છીએ, કર્મની ફીલોસોફી જાણીએ છીએ, કર્મની વાત કરીએ છીએ, પણ ભૌતિક ક્ષેત્રે કર્યતંત્રનો કાબૂ છે, તે વાત માનવા હજુ પણ આપણે તૈયાર નથી. તમે ઈચ્છા કરી શકો, મહત્ત્વાકાંક્ષા કરી શકો, તમને છૂટ છે, પણ યાદ રાખજો કે તમારી ઈચ્છા અને અપેક્ષા પ્રમાણે થાય જ તેવું ન પણ બને. ભૌતિક ક્ષેત્રમાં જે કંઈ સિદ્ધિઓ જોઈએ છે, તે તમારી મહેનત, તમારી બુદ્ધિ, તમારી કામ કરવાની કુશળતા, તમારી આયોજન શક્તિ, લોકો પાસે કામ લેવાની ક્ષમતા, અને કયા વખતે કયું કામ લેવું તે તમારી નિર્ણય શક્તિ ઉપર આધાર રાખે છે, તે બરાબર છે, પણ એક અજ્ઞાત પરિબળને આપણે ભૂલી જઈએ છીએ. આ નથી જાણતા તે પરિબળ કર્યતંત્ર છે, તેમ જ્ઞાની કહે છે. જો કર્મનો સહયોગ ન હોય તો બધી હોંશિયારી હોવા છતાં કામ થતું નથી, તે તમે જાણો. તમારે રાષ્ટ્રપતિ થવું હોય અને કોઈના આશીર્વાદ લેવા જાવ અને એ આશીર્વાદ આપે પણ તમે રાષ્ટ્રપતિ થશો તે નક્કી નથી. બીજી મુશ્કેલી એ છે કે રાષ્ટ્રપતિ પદના તમે એકલા ઉમેદવાર નથી, બીજા ૨૦૦ થી ૫૦૦ ઉમેદવાર છે. તેઓ પણ સ્વપ્ના સેવી રહ્યાં છે. તમારે અબજોપતિ થવું છે પણ તમે થશો એ પણ નક્કી નથી. તમે ઈચ્છો કે આ પ્રકારની વ્યક્તિ મળવી જોઈએ તો પણ તે મળે તે નક્કી નથી. કારણ શું છે? કારણ કે તેમાં તમારી સાથે કામ કરતાં પરિબળમાં એક પરિબળ જે તમારા જાણવામાં નથી આવતું, તે છે કર્યતંત્ર. તો ભૌતિક ક્ષેત્રે વાત સ્પષ્ટ થઈ ગઈ? For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૫૯ જે સંયોગો કે વિયોગો આવે તેમાં ચિંતા ન કરશો, અસ્વસ્થ ન બનશો. આર્તધ્યાન ન કરશો, વ્યાકુળ ન બનશો, ટેન્શન તળે ન જશો. તમે જો વિક્ષિપ્ત નહીં બનો તો તમારા મનને મોટો અવકાશ મળશે અને એ મન તત્ત્વ ચિંતન કરી શકશે. વાત કંઈ બેસે છે ? આપણું મન સતત ગતિ કરે છે. ઘણા કહે છે કે માળા લઈને બેસીએ અને ‘નમો અરિહંતાણં’ બોલ્યાં પછી ‘નમો સિદ્ધાણં' બોલતાં મનમાં હજાર વિકલ્પ આવી જાય છે, મોટાભાગનાં વિકલ્પો બિનજરૂરી હોય છે. આ વિકલ્પો તમારી શક્તિ ચૂસી લે છે. ખેડૂત ખેતરમાં અનાજ વાવે અને પછી અનાજ ઊગે છે, ત્યારે ખેડૂતને એક બીજું કામ કરવું પડે છે. અનાજ તો ઊગે છે પરંતુ સાથે નીંદામણ બહુ ઊગે છે. નીંદામણ એટલે બિનજરૂરી ઘાસ. જો અનાજને ઊગવા દેવું હોય તો બિનજરૂરી ઘાસને કાઢી નાખવું જોઈએ. જેમ ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન નીંદામણનો છે તેમ આપણા જીવનમાં સૌથી મોટો પ્રશ્ન વિકલ્પોનો છે. ધર્મનું બીજ અને ધ્યાનનું બીજ વાવવું છે પણ ઢગલાબંધ વિકલ્પો છે. એ વિકલ્પની જાળમાં આપણું મન અટવાયેલું છે. ક્યારેક ક્યારેક જ આપણું મન તત્ત્વચિંતનમાં જાય છે. પણ જૂની ઘરેડ પ્રમાણે પાછા વિકલ્પો આપણી સાથે આવી જાય છે, અચાનક વિકલ્પો ઊઠે છે. બગીચામાં ફૂલોના છોડમાં ઈયળો થઈ જાય, તે ઈયળો પાંદડાને કોરી ખાય છે અને આખાં છોડને વિકૃત કરી મૂકે છે તેમ વિકલ્પો આત્માને કોરી ખાય છે. વિકલ્પો મન અને આત્માને ચૂસી જાય છે. તમારો ટાઈમ વિકલ્પો અને બિનજરૂરી પ્રક્રિયામાં જાય છે. એ ટાઈમ બચાવવો હોય તો અને વિકલ્પોથી, દુ:ખથી, પ્રતિકૂળતાથી જો બચવું હોય તો પહેલું સૂત્ર સ્વીકારી લો કે ભૌતિકક્ષેત્રમાં કર્મતંત્રનો કાબૂ છે. ત્યાં તમારું જોર ચાલશે નહિ. તમે ઘણાં જ બુદ્ધિશાળી છો, તમે શક્તિશાળી છો, તમારી કાર્ય કરવાની શક્તિ શ્રેષ્ઠ છે, આ બધા સાથે અજ્ઞાત પરિબળ (કર્મતંત્ર) અનુકૂળ ન થાય તો તમારા પરિબળો કામ નહિ લાગે, માટે કહ્યું કે ભૌતિકક્ષેત્ર ઉપર કર્યતંત્રનો કાબૂ છે. આધ્યાત્મિક ક્ષેત્ર ઉપર તમારો પોતાનો કાબૂ છે, આત્માનો કાબૂ છે, સંકલ્પનો કાબૂ, પુરુષાર્થનો કાબૂ, અનુગ્રહ અને કૃપાનો કાબૂ છે. ભગવાન મહાવીર કહેતાં હતાં કે... अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो । અપ્પા વંતો સુદી હોદ્દ, અસ્તિં ોએ પત્થ ય ॥ (ઉત્તરાધ્યયન સૂત્ર) તું તારા આત્મા ઉપર કાબૂ મેળવ. આપણા આત્મા ઉપર આપણે કાબૂ મેળવી શકતાં ન હોત તો ભગવાન મહાવીર આમ કહેત નહિ. તેમણે જ કહ્યું છે તેમ નથી, પણ For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ પ્રવચન ક્રમાંક - ૩૨, ગાથા ક્રમાંક - ૩૫ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહ્યું છે કે આત્મા જ આત્માનો મિત્ર છે, અને આત્મા જ આત્માનો શત્રુ છે, માટે તારા ઉપર તું કાબૂ મેળવ અને તું તારી સ્વતંત્રતાને પ્રાપ્ત કર. અધ્યાત્મમાં પોતાની કૃપાનો, પોતાના અનુગ્રહનો અને પોતાના પુરુષાર્થનો કાબૂછે, પણ જીવ ઊંધું કરે છે. કોઈને પૂછીએ કે “તમે ધ્યાન કેમ નથી કરતા?' તો કહેશે કે “ભાગ્યમાં લખ્યું હોય તો થાય ને.” “તમે માળા કેમ નથી કરતાં?” –“એવાં પુણ્ય પ્રાપ્ત કર્યા હોય તો થાય ને.” “ભગવાનનાં મંદિરમાં કેમ નથી જતાં?' -“એવાં નસીબ હોય તો જવાય ને.' સીનેમામાં જવાનું તમારું પુણ્ય છે, ટીકીટ ન મળે તો બે કલાક લાઈનમાં ઊભા રહેવાનો તમારો પુરુષાર્થ છે. બે કલાક બગાડે ત્યાં પુણ્ય છે, અને મંદિર જવામાં શું નસીબ આડું આવે છે? અધ્યાત્મ ક્ષેત્રમાં તમારા પુરુષાર્થનું નિયંત્રણ છે અને ભૌતિક ક્ષેત્રમાં કર્યતંત્રનો કાબૂછે. આ એટલા માટે વાત કરીએ છીએ કે આ ગાથામાં જે સાધના કરવાની છે તે પુરુષાર્થની છે. પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. આ એક અખંડ, દિવ્ય, અલૌકિક અને સર્વશ્રેષ્ઠ સાધના છે, અને માટે જ અમે સ્પષ્ટીકરણ કરીએ છીએ કે આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો પોતાનો અધિકાર છે અને ભૌતિક ક્ષેત્રમાં કર્યતંત્રનો અધિકાર છે. કદાચ આ વાત તમારે ગળે ન પણ ઊતરે, પણ મને આ કહેતાં મૂંઝવણ થતી નથી, કારણ કે શાસ્ત્રનું આ પ્રમાણ છે. તમે પણ એમ વિચારજો, મનન કરજો અને મનને બિનજરૂરી વિકલ્પોમાં અટવાવવા ન દેશો. બીજું સૂત્ર - આધ્યાત્મિક સાધનાને અનુકૂળ તમામ ભૌતિક સાધનો એટલે મનુષ્યનું શરીર, પાંચ ઈન્દ્રિયો, આર્યદેશ, ઉત્તમ, પવિત્ર કુળમાં જન્મ, સંસ્કારી માતા પિતા, સુખેથી જીવી શકાય તેવી સામગ્રી અને સદ્ધર્મનો યોગ આ બધું જ મેળવી આપવાનું કામ પુણ્ય કરે છે, એમાં ના નહિ, પણ આધ્યાત્મિકતામાં તમારા પુરુષાર્થનું કામ છે. સંકલ્પ અને સમાજનું કામ છે, વિવેકનું કામ છે. જેઓને ભોગો જ ભોગવવાં છે, સંસારમાં ગળાડૂબ ડૂબવું છે, તેવાં લોકોને આવી સામગ્રી મળવા છતાં પણ તેનો ઉપયોગ તેઓ ભોગો માટે કરે છે, કારણ કે આધ્યાત્મિક સમજ તેમની પાસે નથી. આના ઉપરથી એક સિદ્ધાંત નક્કી થાય છે કે આધ્યાત્મિક સાધનામાં પ્રાપ્ત થતી સિદ્ધિ એ સંકલ્પથી મળે, એ પુરુષાર્થ અને અનુગ્રહથી મળે. ત્રીજી વાત - સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પુણ્યથી થતી નથી. સમ્યગદર્શનની પ્રાપ્તિ દર્શનમોહનો ઉપશમ થવાથી થાય છે. દર્શનમોહનો ઉપશમ થાય તો સમ્યગ્દર્શન થાય. તમે પુરુષાર્થ એટલે સાહસ કરો તો સમ્યગદર્શન થાય. ગ્રંથિભેદ થાય તો સમ્યગદર્શન For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા થાય. તમે રાગદ્વેષની ગાંઠ છોડો તો સમ્યગદર્શન થાય. એ પુણ્યનું પરિણામ નથી. એ અનિવાર્યપણે આધ્યાત્મિક સાહસનું પરિણામ છે. મોક્ષ પણ પુણ્યથી મળતો નથી. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં એક સૂત્ર આપ્યું છે. “સર્વર્મક્ષયાન્મોક્ષ: ‘ સર્વ કર્મોનો ક્ષય થાય ત્યારે મોક્ષ મળે. સર્વ કર્મોમાં પુણ્ય, પાપ, ઘાતિ કર્મો, અઘાતિ કર્મો બધું જ આવ્યું. તો મોક્ષ પુણ્યથી ન મળે. પુણ્ય હોય ત્યાં સુધી મોક્ષ ન મળે. પુણ્ય કર્મ હોય તેને પણ ભોગવવું જ પડે છે. પાપ પણ ભોગવવું જ પડે છે. પુણ્ય હોય તો દેવલોક અથવા મનુષ્યગતિ મળે. દેવલોકમાં ગયા પણ ત્યાં નાનું આયુષ્ય નથી. ઓછામાં ઓછા દસ હજાર વર્ષ અને વધારેમાં વધારે ૩૩ સાગરોપમ. દસ હજાર વર્ષ પૂરા કરવાં જ પડે. ત્યાં આત્મહત્યા થઈ શકતી નથી. એ પુણ્ય ભોગવાઈ જાય અને નીચે આવી, આધ્યાત્મિક સાધના કરે ત્યારે સર્વ કર્મોનો ક્ષય થાય તો મોક્ષ મળે. માટે એમ કહ્યું છે કે મોહનો ક્ષય પણ પુણ્યથી ન થાય. મોહનો ક્ષય સમ્યકુ ચારિત્રની આરાધનાથી થાય, મોહનો ઉપશમ, ઉપશમ શ્રેણીથી થાય. મોહનો ક્ષય ક્ષપક શ્રેણીથી થાય, અને તે માટે પુરુષાર્થ કરવો જ પડે. હવે વાત એ કરવી છે કે પ્રત્યક્ષ સગુરુનો યોગ પુણ્યથી ન થાય. પ્રત્યક્ષ સગુરુનો યોગ પુકારથી થાય. સદ્ગુરુ માટે રોમરોમમાંથી પુકાર ઊઠે, રોમરોમમાંથી ઝણકાર ઊઠે, વેદના ઊઠે, વ્યથા ઊઠે, આંખો રોઈ રોઈ લાલ થઈ જાય, હૈયું વલોવાઈ જાય, એવી અસહ્ય પીડા જ્યારે થાય ત્યારે ગુરુ પ્રાપ્ત થાય અને સમગ્ર ચેતના તેમના માટે પુકાર કરે ત્યારે સદ્ગુરુનો યોગ થાય. સગુનો યોગ ઝંખનાથી થાય, અભિપ્સાથી થાય, વિરહની વેદનાથી થાય, પુકાર કરવાથી થાય. તમે ઘરમાં એકલાં હો અને ચોર આવી ચડે તો બચાવો, બચાવો, આખું કોમ્પલેક્ષ જાગી જાય તેટલી જોરથી પોકાર કરો છો, તેનાં કરતાં કઈ ગણો પુકાર અંદરમાંથી સદ્ગુરુ માટે થાય, ત્યારે તમને આશ્ચર્ય થશે કે સદ્ગુરુ તે વખતે હાજર હશે, ત્યાં પુણ્યનું મહત્ત્વ નથી. સદ્ગુરુ પ્રાપ્ત થાય ત્યારે તેમને ઓળખવાં પડે. તેમને ઓળખવાં હશે તો તમારે તમારાં મત અને માન્યતાનાં ચશમા બદલવા પડશે. બંને જ્યારે બદલશો ત્યારે સદૂગુરુની પ્રાપ્તિ થશે. એક ભક્ત શિરડીના સાંઈબાબાને કહ્યું, “અમે આપને રોજ ભોજન લાવી આપીએ છીએ, એક વખત આપ ભોજનનો અમને લાભ આપો, અમારે ત્યાં પધારો.” સાંઈબાબાએ કહ્યું, “ભલે”. એ માણસ ઘેર ગયો, ભોજનની તૈયારી કરી અને રાહ જોઈને બેઠો, ત્યાં એક ભિખારી આવ્યો, તેને લાકડી બતાવી કાઢી મૂક્યો. સાંજ પડતાં કોઈ ન આવ્યું ત્યારે તે સાંઈબાબા પાસે આવીને કહે કે “મેં તમારી ઘણી રાહ જોઈ, પણ તમે ન For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૨ પ્રવચન ક્રમાંક - ૩૨, ગાથા ક્રમાંક - ૩૫ આવ્યાં?' બાબાએ કહ્યું, “હું તો આવેલ પણ તેં મને લાકડી મારી કાઢી મૂક્યો.” સદ્ગુરુ આવે છે પણ તમે ઓળખતાં નથી. બૂમો પાડશો જ નહિ કે “તેઓ નથી મળતા.” પોકાર, ઝંખના, તાલાવેલી, તીવ્રતા હશે તો જરૂર આવશે. એમને બોલાવવા નહિ પડે. આ જગતમાં એક જ પાત્ર એવું છે કે જે તમારી આમંત્રણ પત્રિકાની રાહ જોતું નથી, અને આવીને હાજર થાય છે. ક્યારે ? તમારા સાડા ત્રણ કરોડ રોમમાંથી સગુરુ, પુરુષ એવો ધ્વનિ ઊઠશે ત્યારે. મીરાં, કબીર, નરસિંહ અને ચંદનબાળાને એવો ધ્વનિ ઊઠ્યો હતો, ચંદનબાળાને આંગણે ભગવાન મહાવીર જાતે આવ્યા હતા, ચંદનબાળા ભગવાન મહાવીર પાસે ગઈ નથી. એક મઝાની વાત એ છે કે અંબડ નામનો રાજવી રાજગૃહી જઈ રહ્યો છે, તેણે ભગવાન મહાવીરને પૂછ્યું કે “આપને રાજગૃહી કંઈ કામ છે?' ભગવાન મહાવીરે કહ્યું, “સુલતાને ધર્મલાભ કહેજો, એટલું કામ કરજો.” રાજગૃહીમાં ભગવાન મહાવીરનાં ઘણાં ભક્તો હતાં, શ્રેણિક મહારાજા, શાલિભદ્રજી, ધન્નાજી વિ. ઘણાં કરોડપતિ તેમનાં ભક્તો હતાં, છતાં સુલતાને ધર્મલાભ કહ્યો. સુલતાનાં અંતરમાં પોકાર ઊઠ્યો અને જ્યારે અંબડ સુલસા પાસે ગયો અને કહ્યું કે, “બહેન ! ભગવાન મહાવીરે ધર્મલાભ કીધાં છે.' સાંભળતાની સાથે જ તેની બંગડીઓ તૂટી જાય છે, કંચુકી છૂટી જાય છે, રોમરોમમાં આનંદ પ્રગટે છે. એને એમ થયું કે “આ ચૌદ બ્રહ્માંડના ધણી, જેમનાં ચરણોમાં ચોસઠ ઈન્દ્રો અને કરોડો દેવો ઝૂકે છે, વળી આ રાજગૃહીમાં હજારો ભક્તો છે, તેમને નહીં પણ શ્રેણિક મહારાજાના સારથીની હું સામાન્ય પત્ની, એવી મને તેઓએ-ભગવાને ધર્મલાભ કહેવડાવ્યાં.” જે દિવસે રોમરોમમાંથી પોકાર ઊઠશે, તે દિવસે સદ્ગુરુ સામે આવીને ઊભા રહેશે. એટલે કહ્યું કે, “પ્રત્યક્ષ સરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર.” આ ઘટના ઘટી છે અને તેનું વર્ણન કરેલ છે. સદ્ગ પ્રાપ્ત થશે? નહિ થાય? મુશ્કેલ છે, દુર્લભ છે, કાળ એવો છે, કોને ખબર કોણ હશે? કેમ ઓળખાણ કરવી? અરે ! આ બધી ચર્ચા છોડો. આમ કરવાથી નહિ મળે. પ્રાપ્તિ થઈ શકે છે, મળી શકે છે, પ્રત્યક્ષ સદ્ગની પ્રાપ્તિ અનુગ્રહથી થાય છે. કોનો અનુગ્રહ? પરમાત્માનો અનુગ્રહ. પરમાત્મા જ્યારે કૃપા કરે, પરમાત્માનો જ્યારે અનુગ્રહ થાય ત્યારે સદગુરુને મોકલી આપે. તમે એમ માનો છો ને કે “પરમાત્માનો અનુગ્રહ થાય ત્યારે દીકરો મળે, પૈસા મળે.” આમાં ક્યાંથી મેળ પડે? ભગવાનને આવું કામ સોંપશો નહિ. ભગવાનનો અનુગ્રહ થાય ત્યારે સદ્ગુરુમળે. પરમાત્માએ એમ કહ્યું કે મને મળવાની ડાયરેક્ટ, હોટ લાઈન નથી. મને મળવું જ હોય તો સદ્ગુરુ દ્વારા મળી શકાય. સદ્ગુરુ For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૬૩ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે તમારા સમગ્ર જીવનનો ઘાટ ઘડાવવાનો પ્રારંભ થાય છે. અત્યાર સુધી આરસની ખાણમાં આરસનો પત્થર હતો, આજે આરસપહાણનો પત્થર બહાર આવ્યો અને કુશળ શિલ્પીના હાથમાં એ પત્થર મૂકાઈ ગયો. સગુરુની પ્રાપ્તિ થશે ત્યારે એ તમને ઘડવાનું કામ શરૂ કરશે, તમે ઘડાવા દેજો, અને ટાંકણું મારે તો ખમજો, હથોડાનો ઘા કરે તો પણ ખમજો. ખમવાની આપણી તૈયારી જ નથી. સમ્યગદર્શન એવી ચીજ છે કે પરમાત્માનો અનુગ્રહ હોય તો જ થાય. નયસાર ભગવાન મહાવીરનો પહેલો જન્મ, ત્યાર પછી ૨૭ભવ થયા. નયસાર જંગલમાં ગયેલ છે, બપોરનાં બાર વાગ્યાં છે. સેંકડો મજૂરો કામ કરે છે. જમવા માટે ભોજન આવ્યું છે, ખૂબ કામ કરેલ છે. કકડીને ભૂખ લાગી છે. તે વખતે નયસારને વિચાર આવે છે, આવા વખતે કોઈ જ્ઞાની સપુરુષ જો આવે તો એમને હું ભોજન આપું અને પછી હું ભોજન કરું તો મારો દિવસ સાર્થક થાય. આપણને આવો વિચાર આવે ખરો? નયસારે બહુ પ્રતીક્ષા કરી, ત્યારે માર્ગ ભૂલેલા મુનિ ભગવંતો ત્યાં આવીને ઊભાં રહ્યાં. આ ટ્યુનીંગ છે જગતમાં. નયસાર યાદ કરી રહ્યો છે અને મુનિઓ આવ્યાં. જોતાંની સાથે નયસાર આશ્ચર્યમુગ્ધ થઈ ગયો, એ ઉલ્લાસમાં ઘેલો અને પાગલ જેવો બની ગયો. મુનિ મારે આંગણે આવ્યાં ! એને ખબર નથી કે આ જૈન પરંપરાના મુનિઓ છે. ભગવાનની કૃપા થઈ. જેમ સાતખોટના દીકરાને જોઈને મને આનંદ થાય તેવો આનંદિત થયો છે કે મારે આંગણે સંત પધાર્યા ભાવથી વહોરાવ્યું. મુનિઓ તેના મુખ સામે જુએ છે, એની આંખો અને વર્તન સામે જુએ છે, હાથ જોડીને ઊભો છે, તેની પદ્ધતિ સામે જુએ છે. તેમને લાગ્યું કે, આને ઉપદેશ આપવા જેવો છે, આ જીવને સમ્યગદર્શન થશે. મહારાજે આહાર લીધો, વિશ્રામ કર્યો પછી નયસારને બોલાવે છે, નયસાર હાથ જોડી સામે બેસે છે અને કહે છે, “પ્રભુ, આપ આપના શિષ્યને ઉપદેશ આપો છો તેમ મને પણ કંઈક કહો.” મુનિના હૃદયમાં ઉલ્લાસ થાય છે, તેને ઉપદેશ આપે છે, જેમ જેમ ઉપદેશ સાંભળતો ગયો તેમ તેમ ઠરતો ગયો. તેના કાને “નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં', આ સૂત્રો ગયાં અને તે અંદર ઠરતો ગયો અને શાસ્ત્રમાં વર્ણન છે કે તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. નયસારે માર્ગ ભૂલેલા મુનિઓને દ્રવ્ય માર્ગ બતાવ્યો. નયસાર કહે છે, “ગુરુદેવ! આપે જે માર્ગ-રસ્તો બતાવ્યો છે તેનો ઉપકાર કઈ રીતે ભૂલું !” પ્રત્યક્ષ સગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. બીજી કડીમાં સાધનાની શરૂઆત થઈ, શું સાધના? શું પ્રક્રિયા? ત્રણે યોગ એકત્વથી For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ પ્રવચન ક્રમાંક - ૩૨, ગાથા ક્રમાંક - ૩૫ વર્તે આજ્ઞાધાર. ત્રણે યોગ એટલે મન, વચન અને શરીર; વિચાર, વાણી અને વર્તન, આ ત્રણેની એકતાથી આજ્ઞાંકિતપણે વર્તે. સૌથી પહેલું કામ એને મન ઉપર કરવાનું છે. વૃત્તિઓ મનમાં ઊઠે છે, તે મારાથી રોકી શકાય તેમ નથી. આ બધી વૃત્તિઓ સગુરુના હાથમાં સોંપી દેવી. ઊઠેલ વૃત્તિને મારે હવે પોષવી નથી. આ મોટી સાધના છે. તમે કપડાં, આહાર, શ્રીફળ, ધન બધું આપી શકો, ચરણોમાં નમસ્કાર કરો, પરંતુ અહીં એમ કહે છે કે ઊઠતી વૃત્તિઓને મેં મારી રીતે પોષી હતી, હવે મારી રીતે પોષવી નથી. જે વૃત્તિઓ જીતવી કાઠી પડતી હતી, તે વૃત્તિઓને જીતવાનો ઉપાય મળી ગયો. વૃત્તિઓનો દોર સદ્ગુરુના હાથમાં સોંપવો છે. સરુના હાથમાં જો તમે વૃત્તિઓ સોંપશો તો વૃત્તિઓ તમને હેરાન કરશે નહિ. બીજામાં જતું મન રોકી સદ્ગુરુનું જ સ્મરણ કરવું, સદ્ગુરુના ભાવ પ્રમાણે કરવું, સપુરુષનું જ અવલોકન કરવું, તેમનું ચિંતવન કરવું. હજુ આત્મા જોયો નથી, જાણ્યો નથી, હજુ આત્માનું ચિત્ર બરાબર તૈયાર થયું નથી, પણ એક ચિત્ર તમારી સમક્ષ આવ્યું છે, તે પુરુષ સાકાર છે, તે સજીવન મૂર્તિનો આકાર જોવા મળ્યો, તેમનું ધ્યાન કરીએ, મનન મંથન કરીએ, તેમનો વિચાર કરીએ. બીજું ધ્યાન નહિ થાય, નિર્વિકલ્પ ધ્યાન કરવું એટલું સહેલું નથી. ઘણાં કહેતા હોય છે કે અમે નિર્વિકલ્પ થઈ ગયા, એને એ ખબર પડવી જોઈએ કે તે જડ થયો કે નિર્વિકલ્પ થયો? નિર્વિકલ્પ અવસ્થા એક અદ્ભુત અવસ્થા છે, પહેલાં આત્માનું ધ્યાન નહિ થાય. તમે આત્માને જોયો નથી, જાણ્યો નથી તો કેવી રીતે ધ્યાન કરશો? (૧) તમને એક કડી મળી ગઈ કે સૌ પ્રથમ સદ્ગુરુનું ધ્યાન, સદ્ગુરુનો વિચાર, સદ્દગુરુનું મનન કરવું. એમના પ્રત્યે પ્રેમ, એમના પ્રત્યે આદર. આપણો પ્રેમ જે દુનિયાભરમાં ફેલાયેલો છે તે બધો જ ભેગો કરી સદ્ગુરુના ચરણમાં ઢગલો કરી દઈએ અને તેમને પ્રેમથી પૂજીએ. ટાગોરજી કહેતાં હતાં કે “હે ભગવાન! આ ફૂલો તમારાં બનાવેલાં છે, આ પાણી, આ મૂર્તિ તમારી બનાવેલી, તમારું તમને આપીએ તેમાં શું નવાઈની વાત ! એના કરતાં અમે અમારી જાતને સહજ રીતે તૈયાર કરી, તમારા ચરણોમાં અર્પણ કરીએ, સોંપીએ એ અમારી પૂજા છે.' આનું નામ સાધના. આ સાધના ચાલુ થઈ, હવે પૂછશો નહિ કે અમારે શું કરવું? તમે સત્તર જણને પૂછો છો, અને કરવું જ હોય તો પૂછવા પણ રહેતાં નથી. સપુરુષનું મનથી ધ્યાન કરો, તેમના આકારનું ધ્યાન કરો, આત્માને રૂપ, રંગ, આકાર, કદ નથી. તેથી હમણાં આત્માનું ધ્યાન થઈ શકશે નહિ. (૨) વાણીથી સપુરુષના ગુણાનુવાદઃ- એમની સ્તુતિ કરીએ. પ્રણિપાતપૂર્વક સ્તુતિ For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા બોલીએ છીએ, એ તેમનાં ગુણાનુવાદ. કેટલા પ્રેમપૂર્વક બન્ને હાથ જોડી મીઠા મીઠા શબ્દો બોલીએ છીએ, તેમનાં ચરણોમાં નમસ્કાર કરીએ છીએ, આ વાણીની સ્તુતિ, અને પ્રેમપૂર્વક તેને ભાષામાં ઉતારો. પરમાત્માના ગુણાનુવાદ કરવા અને સત્પુરુષના ગુણાનુવાદ કરવા એ જીવનનો લ્હાવો છે. “ભલું થયુમેં પ્રભુ ગુણ ગાયા, રસનાનો રસ લીધો રે.” (૩) શરીરથી સદ્ગુરુની ભક્તિ, સેવા, વૈયાવચ્ચ...રામકૃષ્ણ કહેતાં હતાં કે મારા ગુરુદેવનાં પગ હું કપડાંથી લૂછતો નથી, પરંતુ મારા માથાના વાળથી લૂછવા જેવાં છે, મારા માથાના વાળ ધન્ય બને. તમામ પ્રકારની તેમની સેવા, ભક્તિ, વૈયાવચ્ચ, “ત્રણે યોગ એકત્વથી.'' આ મન વચન અને કાયાને, ત્રણેને એક કર્યા. તેનો અર્થ એ થયો કે હવે આ ત્રણે યોગ સ્વછંદે વર્તી શકશે નહિ. સ્વછંદે વર્તે તો કર્મબંધ થાય. મન, વચન, કાયા ત્રણે સદ્ગસને સોંપ્યા. મન એમની સેવામાં, વાણી એમની સેવામાં, કાયા એમની સેવામાં. મનથી સદ્ગુરુનું ધ્યાન, મનન, વિચાર. વાણીથી સગુરુનાં ગુણાનુવાદ. કાયાથી સગુરુની ભક્તિ, સેવા, વૈયાવચ્ચ. એક વખત ઓધવજીએ ગોપીઓને કહ્યું, તમે મનથી સ્મરણ કરો. તો ગોપીઓએ જવાબ આપ્યો, “ઓઘા મન દશ વીશ ન ભયો.” મન કંઈ દસ, વીસ હોતાં નથી. મન એક જ હોય, અને એ અમે શ્રીકૃષ્ણને સોંપી દીધું છે. કયા મનથી જાપ કરીએ અને કયા મનથી ધ્યાન કરીએ? એવી (નિર્વિચાર) અવસ્થા તે સાધના છે. પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. છેલ્લી વાત...વર્તે આજ્ઞાધાર. સદ્ગુરુની આજ્ઞા ધારણ કરી જીવનમાં વર્લે-આવા સર્વોચ્ચ ભાવથી સાધના કરે તો જીવનમાં ઉત્તમ કોટિની અવસ્થા પ્રાપ્ત થાય. અંબાલાલભાઈની ટીકા વાંચી આ ગાથા પૂરી કરીશું. પ્રત્યક્ષ સદ્ગની પ્રાપ્તિનો મોટો ઉપકાર છે, કારણ શાસ્ત્ર આદિથી, શાસ્ત્રો વાંચવાથી, ઊંડાણથી વાંચવાથી, તીવ્ર બુદ્ધિમત્તાપૂર્વક વાંચવાથી, તમામ પ્રકારે મનનું સમાધાન થઈ શકતું નથી. અને એ સમાધાન સદગુરુ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તેમની હાજરીમાં થાય. ઈંદ્રભૂતિ ગૌતમ સ્વામીનાં મનમાં વર્ષો સુધી પ્રશ્નો હતાં – અગિયાર બ્રાહ્મણો મળતાં, બેસતાં, વાતો કરતાં, પણ સૌને પોતાના મનમાં પ્રશ્નો ઘોળાતાં હતાં, તેઓ એકમેકને ગુરુતાગ્રંથિ હોવાના કારણે પૂછી શકતાં ન હતાં. ઈન્દ્રભૂતિ પોતે જ્ઞાની છે તેવો ગર્વ લઈને, For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ પ્રવચન ક્રમાંક - ૩૨, ગાથા ક્રમાંક - ૩૫ પોતાનો પ્રશ્ન મનમાં રાખીને જ ફર્યા. જ્યારે ભગવાન મહાવીરસ્વામીના સમવસરણમાં ગયા ત્યારે તેમનો ગર્વ ઓગળી ગયો. ભગવાન મહાવીર કહે છે, “ઈન્દ્રભૂતિ ! તમને આત્મા છે કે નહિ તે શંકા છે ને ? આત્મા વિષયક તમારા મનમાં પ્રશ્ન છે ને? વેદના આ વાક્યનો અર્થ તમને બેસાડતાં આવડ્યો નથી માટે આ શંકા ઊભી થઈ છે. ભગવાને વેદના વાક્યોનો સંગતિપૂર્વક અર્થ સમજાવ્યો અને તેમની શંકાનું તુરત જ સમાધાન થયું, ઈન્દ્રભૂતિ મટ્યાં અને ભગવાનના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી બન્યા. કામવાસના, ક્રોધ, પરિગ્રહની આસક્તિ, અતિ આહાર, અભક્ષ આહાર, આ બધા જે દોષો છે તે પોતે મહેનત કરવાથી મટતાં નથી પણ સદ્દગુરુના યોગથી, તેમની આજ્ઞા ધારણ કરવાથી, મનનું સમાધાન થવાથી, દૂર થાય છે. સદ્ગનો યોગ જો થાય તો માર્ગ મળે. આટલો મોટો લાભ સગુરુથી થાય. પ્રત્યક્ષ સગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. આવી અભુત સાધના આ ૩૫ મી ગાથામાં વર્ણવી છે. આના સંદર્ભમાં એક બે વાતો કરવાની છે તે ૩ મી ગાથામાં થશે. અત્યારે આનંદ માનો, ઉલ્લાસ રાખો, જ્ઞાની પુરુષે આ કાળમાં કેવી કેવી ગંભીરતા ભરેલી વાતો કરી છે, તેની આવતીકાલે ચર્ચા કરીશું. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૬૭ પ્રવચન ક્રમાંક - ૩૩ ગાથા ક્રમાંક - ૩૬ ત્રણે કાળમાં પરમાર્થનો માર્ગ એક છે એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત. (૩૬) ટીકા ત્રણે કાળને વિષે પરમાર્થનો પંથ એટલે મોક્ષનો માર્ગ એક હોવો જોઈએ, અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઈએ; બીજો નહીં. (૩૫) “ત્રણે યોગ એકત્વથી, આ ૩૫ મી ગાથાના થોડા અંશોને ફરી જોઈ લઈએ. મન, વાણી અને શરીર આ ત્રણ સાધનો બંને પક્ષે કામ કરે છે. સંસાર વધારવો હોય તો પણ ત્રણ સાધનો જોઈએ, અને સંસાર ઘટાડવો હોય તો પણ ત્રણ સાધનો જોઈએ, અને સંસારથી મુક્ત થવું હોય તો પણ ત્રણ સાધનો જોઈએ. જગતમાં જેટલાં સાધનો છે તે તટસ્થ છે. તે જેના હાથમાં છે તેનો વિવેક કેવો છે? જાગૃતિ અને સમજણ કેવાં છે? એનો આશય શું છે? એનો હેતુ શું છે? ભાવના શું છે? એની ઝંખના શું છે? તે પ્રમાણે તે સાધનનો ઉપયોગ કરે છે. સાધન હ પણ નહિ પાડે અને ના પણ નહિ પાડે. આટલી વાત સ્પષ્ટપણે સમજાઈ જવી જોઈએ. જે સાધનો (મન, વચન અને શરીર) છે તે કર્યતંત્રની વ્યવસ્થા ઉપર મળ્યાં છે. મળ્યાં છે કર્યતંત્રની વ્યવસ્થા ઉપર, પરંતુ તેનો ઉપયોગ અધ્યાત્મની અવસ્થા માટે કરી શકાય. ભૌતિક ક્ષેત્રમાં ત્રણ સાધનો જોઈશે અને આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ ત્રણ સાધનો જોઈશે. આ વાત બરાબર લક્ષમાં લેજો, આના વગર નહિ ચાલે. વ્યવહારમાં પણ મન, વાણી અને શરીર વગર નહિ ચાલે અને અધ્યાત્મમાં પણ મન, વાણી, શરીર વગર નહિ ચાલે. આ સાધનો પ્રાપ્ત થાય છે તે પુણ્યથી પ્રાપ્ત થાય છે, અને તે કર્યતંત્રની વ્યવસ્થા છે. પરંતુ સાધનો મળ્યાં પછી આધ્યાત્મિક ક્ષેત્રમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે તમારી સ્વતંત્રતા છે. તમને પૂરેપૂરો અધિકાર છે, તમે વચ્ચે પુણ્ય કે ભાગ્યને લાવશો નહિ. ભાગ્યનું ક્ષેત્ર નક્કી છે. હાનિ લાભ, જીવન મરણ, યશ અપયશ, સુખદુઃખ', આ બધું For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ પ્રવચન ક્રમાંક - ૩૩, ગાથા ક્રમાંક - ૩૬ વિધિના હાથમાં છે, કર્મતંત્રના ફળ રૂપે છે. તેમાંથી તમે પસાર થાઓ છો. કેવી રીતે પસાર થવું એ તમારા અધિકારની વાત છે. એટલા માટે શાસ્ત્રોએ એક શબ્દ આપ્યો, સમતા', તમે જ્યારે પસાર થાવ ત્યારે સમતાભાવથી પસાર થાવ. (સમતાથી કર્મફળ ભોગવો) ઉપશમ ભાવથી પસાર થાવ, નિગ્રંથભાવથી પસાર થાવ. આ સારું છે, આ નરસું છે તે લેબલ માર્યા વગર પસાર થઈ શકો છો, આમાં કર્મની કૃપાની જરૂર નથી, આમાં તમારી સાવચેતીની જરૂર છે, અને આવો પુરુષાર્થ તમે કરી શકો છો. શાસ્ત્રોને અહીં કહેવું છે કે આવો પુરુષાર્થ કરવાની ક્ષમતા આત્મામાં છે, તે પોતાનું સામર્થ્ય વાપરે. કેવી રીતે પ્રારંભ કરશો? - કૃપાળુદેવે કહ્યું કે “ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર.” જીવનની ધન્યપળે ગુરુની પ્રાપ્તિ થઈ જાય તો જીવનું કામ થઈ જાય. પ્રાપ્તિ એટલે મળવું, યોગ થવો, સંબંધ થવો, સમાગમ થવો, પરિચયમાં આવવું. પ્રાપ્તિ એટલે ચેતના સાથે ટ્યુનીંગ થવું. પ્રાપ્તિ થયા પછી સાધકને એક ભાવ એ આવવો જોઈએ કે મને મારા જીવનમાં સદ્દગુરુની પ્રાપ્તિ થઈ છે, તેમનો મારા પર મોટામાં મોટો ઉપકાર છે. કારણ અનાદિકાળથી સંસારમાં જે પરિભ્રમણ થયું છે તે સદૂગુરુનો યોગ પ્રાપ્ત ન થવાથી થયું છે. તેમનો યોગ થયો નથી, તેમનું બહુમાન થયું નથી, એમની સાથે જીવનો તાલમેલ થયો નથી તેથી પરિભ્રમણ થયું છે. સંસારમાં પણ પતિ-પત્નીને સાથે રહેવું હોય તો તાલમેલ બેસાડવો પડે છે, તેવી રીતે સદ્ગુરુ અને શિષ્યનો તાલમેલ જરૂરી છે. મરજી, નામરજીનો સવાલ જ નથી. - સદ્ગુરુ પ્રાપ્ત થયા પછી શિષ્ય તેમનો પરમ ઉપકાર માને છે. હવે તેને થાય છે કે જે કર્મક્ષયની પ્રતીક્ષા હતી, સંસારમાંથી મુક્ત થવાની જે ધૂન લાગી હતી, ગ્રંથિભેદ કરવો હતો, આત્મ સાક્ષાત્કાર કરવો હતો, વીતરાગતા પ્રાપ્ત કરવી હતી, આત્માનો આવિર્ભાવ કરવો હતો, ચેતનાને ખીલવવી હતી, આત્મ દ્રવ્યના ગુણ અને પર્યાયને ખીલવવાં હતાં, વિકસિત કરવાં હતાં, અને આત્મદ્રવ્યરૂપી કમળ જેનાં અસંખ્યાત પ્રદેશો છે, પ્રદેશ પ્રદેશે અનંતગુણો છે, એ ગુણોની પણ અનંત પર્યાયો છે, તે આખા દ્રવ્યને મારે ખીલવવું છે, એ મારી ભાવના સાર્થક થવાનો અવસર આવી ગયો છે, અને અવસર એટલા માટે આવ્યો, કે મને સદ્દગુરુની પ્રાપ્તિ થઈ. મુખ્ય દરવાજો ખોલ્યા સિવાય અંદર ન જવાય. સદૂગુરુનો યોગ મુખ્ય દરવાજો છે. એ દરવાજાથી જવાશે, અને એ દરવાજો મોક્ષ સુધી જોડાયેલો છે. શાસ્ત્રમાં એક શબ્દ છે. “ગુરુજીંતાણુવત્તળું ‘એટલે એક પણ સાધના એવી નથી કે જ્યાં તમારું ગીત, સંગીત, તમારો અવાજ, તમારી પસંદગી ચાલે. તમારા ઉપર એક શ્રેષ્ઠ તત્ત્વ છે અને તે છે સદ્ગુરુ. તેઓ મળે તો શું કરવું? For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૬૯ ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર' ત્રણે યોગથી એટલે “મન, વચન, અને શરીરથી” આ ત્રણે યોગ સમજી લેવાં જેવાં છે. શરીરથી કંઈ નુકસાન થયું હોય તો વાણીથી ભરપાઈ થાય. વાણીથી કંઈ નુકસાન થયું હોય તો મનથી ભરપાઈ થાય. શરીરથી કોઈને દુઃખ આપ્યું, કોઈને પીડા આપી, કોઈની આંખમાં આંસુ આવ્યા, કોઈને મુશ્કેલીમાં મૂક્યો, કોઈને સ્વાર્થને કારણે પરેશાન કર્યો, અને ભાન થાય ત્યારે વાણીથી કહી શકો કે “ભાઈ ! આ મારે નહોતું કરવું જોઈતું, મારી ભૂલ થઈ ગઈ.' વાણીથી ભૂલ થાય તો કેવી રીતે મટે? વાણીની ભૂલ થઈ હોય તો મનથી ભાવ કરજો કે નહોતું બોલવું જોઈતું અને હું બોલી ગયો, પણ મનની ભૂલ થાય તો ક્યાં જશો? શરીરની ખામી વાણીથી અને વાણીની ખામી મનથી દૂર કરી શકશો. જ્યારે મનનું કામ છે ભાવ કરવાનું. મનને ભાવ કરવાની ક્ષમતા છે. શરીર અને વાણી અભિવ્યક્તિ કરી શકે, ભાવ ન કરી શકે, મનમાં ભાવ થાય છે, ભાવથી મનની ભૂલ દૂર કરી શકાય છે. શાસ્ત્રોએ કહ્યું કે, ‘ભાવે ભાવના ભાવીયે, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળજ્ઞાન. આ બોલો છો પણ ભાવની કેટલી ક્ષમતા છે તે જાણો છો? શાસ્ત્રમાં કહ્યું છે કે કર્મબંધનું કારણ માત્ર ક્રિયા નથી પણ કર્મબંધનું મુખ્ય કારણ ભાવ છે. ભાવકર્મનિજ કલ્પના, માટે ચેતનરૂપ.” ભાવકર્મ એ અંદરમાં ઊઠતાં કંપનો છે. મનમાં ભાવ ઊઠે છે, ક્રોધનો, અહંકારનો, માયાનો, વાસનાનો, લોભનો, ઈર્ષાનો, હિંસાનો, અસત્ય અને સ્વાર્થનો, ચોરીનો. પરિગ્રહનો, સંકુચિતતાનો, રાગનો, દ્વેષનો, ગમા-અણગમાનો. આ બધા ભાવો મનમાં ઊઠે છે, અને જેવાં એ ભાવો ઊઠે કે વિલંબ થયા વગર એ જ ક્ષણે કર્યતંત્રની રચના થઈ જાય છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ, ચાર ચાર એ જ સમયે નક્કી થઈ જાય છે. આ કર્મ ક્યારે ઉદયમાં આવશે ? કેટલો ટાઈમ ભોગવવાનું થશે ? કેવું ફળ મળશે? ક્યા ક્ષેત્રમાં અને ક્યા સંજોગોમાં મળશે ? કેટલાં વર્ષ પછી મળશે તે આખી વ્યવસ્થા એક ક્ષણમાં નક્કી થઈ જાય છે. અનાદિકાળથી આ બધી પ્રક્રિયા અંદર ચાલુ જ છે. આપણને ભાવ થાય ને કર્યતંત્ર એની રચના કરી લે છે. અંદર ભાવો ઊઠે છે, તેમાં આપણું અજ્ઞાન અને સ્વછંદ ભળે છે, એમાં આપણો રાગ, દ્વેષ ભળે છે. ક્રોધ કરવો હોય તો પણ મન જોઈશે, શરીર અને વાણી જોઈશે, અને ક્ષમા માંગવી હશે તો પણ મન, શરીર અને વાણી જોઈશે. મનમાં મૈત્રીભાવ આવે, મનમાં ક્ષમાનો ભાવ આવે, મનમાં પ્રેમ પ્રગટે પછી એ ભાવ વાણીમાં વ્યક્ત થાય અને શરીરમાં તેની અભિવ્યક્તિ થાય. સામી વ્યક્તિ પાસે જઈ, અત્યંત નમ્રપણે માથું મૂકીને, બે હાથ જોડીને તમે ક્ષમાપના For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ પ્રવચન ક્રમાંક - ૩૩, ગાથા ક્રમાંક - ૩૬ માગો છો. આટલી લાંબી યાત્રા કરવા મન સતત સાથે જોઈએ. ક્ષમાપના આપવા માટે ઊભા તો થયા, પરંતુ મન તુરત જ કહેશે કે ખબર નથી? આણે ખૂબ પજવણી કરી હતી. આટલી હેરાનગતિ કરે, તેને ક્ષમા અપાતી હશે? અને તમારા ભાવો ત્યાં બદલાઈ ગયા. આ મન, વાણી અને શરીર આ ત્રણે ત્રણ સાધનો સ્વછંદમાં વપરાય છે. મોહના હથિયાર બને છે. રાગદ્વેષના હથિયાર બને છે. એમાંથી સાધનને બચાવવા હોય તો શ્રેષ્ઠ ઉપાય તે સાધનો સદ્ગુરુના હાથમાં સોંપી દેવા. હું કહું છું, તે પ્રમાણે કરવું તેટલું સરળ નથી. પૈસા આપી શકાય પણ મન, વાણી અને શરીર આપી દેવું તે સરળ નથી. જે કોઈ કાર્ય કરો તે પોતાની ઈચ્છા કે છંદે ન કરો, તે એટલા માટે કહ્યું કે આ ત્રણે ત્રણ સાધનો કર્યતંત્રના બંધનમાં નિમિત્ત ન બને. આ ત્રણે ત્રણ સાધનોને તમે મુક્ત થવાના ઉપાયમાં પણ વાપરી શકો છો. તો શરૂઆત ક્યાંથી કરવી? આ ત્રણે ત્રણ સાધનો સપુરુષનાં ચરણોમાં, હાથમાં સોંપી દેવાં. આ મારી વૃત્તિઓ, ભાષા, તમારી આજ્ઞાએ અને મારું સમગ્ર આચરણ પણ તમારી આજ્ઞાએ વર્તે. સમગ્રપણે પ્રત્યક્ષ સગુરુની આજ્ઞાએ તમારે જીવવાનું છે. જૈન પરંપરામાં નવદીક્ષિત મુનિને દશવૈકાલિક સૂત્રનો અભ્યાસ કરવાનો હોય છે. દશવૈકાલિક સૂત્રમાં આચારસંહિતા છે. હે મુનિ ! તમે “દીક્ષા ગ્રહણ કરી, સંસારથી મુક્ત બન્યા, હવે તમારી ભૂમિકા પ્રમાણે શ્રેષ્ઠ જીવન વિતાવવું હોય તો આ ઉપાયો છે. ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ અને એષણા સમિતિ, આ મનની, વચનની અને કાયાની ગુપ્તિ. આહાર આવી રીતે લેવો. ઊઠવું બેસવું, બોલવું બધું યતના-જયણા પૂર્વક કરવું, જેથી કર્મબંધ ન થાય.” શિષ્ય ગુરુદેવને પૂછે છે, “પ્રભુ ! ધર્મનું સ્વરૂપ શું છે? અને ગુરુદેવ કહે છે, “શાળા, સ્થ.” ટૂંકી વાત કે જ્ઞાની પુરુષની, સપુરુષની, વીતરાગ પુરુષની આજ્ઞાનું પાલન કરવું તે ધર્મ છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ વીતરાગ સ્તોત્રમાં કહ્યું કે “આગ્નવો સર્વથા હેય, ‘મારવો સર્વથા દેય પાયશ્ચ સંવર: આગ્નવ સર્વથા ત્યાગ કરવા જેવો છે અને સંવર હંમેશા ઉપાદેય એટલે ગ્રહણ કરવા જેવો છે. એ જિનેશ્વર પરમાત્માની આજ્ઞા છે. આ ધરતી ઉપર ઘણા તીર્થંકરો થયા અને હજુ પણ થશે. અનંત ચોવીશીઓ થઈ અને બીજી પણ થશે. આજે પણ તીર્થકરો છે, પણ તમામ તીર્થકરોની આજ્ઞા એક જ છે કે આગ્નવો સદા હેય-છોડવા યોગ્ય છે. અને સંવર હંમેશા ઉપાદેય છે-આચરવા યોગ્ય છે. (આસ્રવ એટલે કર્મનું આવવું અને સંવર એટલે આવતાં કર્મોને રોકવાં) ગુરુદેવ કહે છે, શાળાએ ઇમો | આજ્ઞાનું પાલન એ ધર્મ છે. આજ્ઞાની આરાધના એ ધર્મ અને આજ્ઞાની વિરાધના એ અધર્મ. For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૭૧ ‘આજ્ઞારાટ્ટા વિરાટ્વા ૪, શિવાય ચ મવાય ચ ।′ (વીતરાગ સ્તોત્ર ૧૯૮૪) આજ્ઞાની આરાધના કરવી એ મોક્ષ માટે થાય છે અને આજ્ઞાની વિરાધના સંસારનું કારણ છે. શિષ્યને એમ થાય કે આજ્ઞા પાલન કરવાનું દબાણ કેમ કરતાં હશે ? દબાણ કરતાં નથી પરંતુ શિષ્યને કહે છે કે તારા ઉપર મોહનું દબાણ છે, આસક્તિ અને માનનું દબાણ છે, તે અમારે હટાવવું છે. એ દબાણ હટાવવા એક સરળ રસ્તો છે કે સત્પુરુષનાં ચરણોમાં આ ત્રણે સાધનો આપી દો. ‘ત્રણે યોગથી' આજ્ઞાને ધારણ કરવી, એટલે પળે પળે, ક્ષણે ક્ષણે આજ્ઞા પ્રમાણે જીવવું. આ સાધનાની શરૂઆત છે પણ આટલાથી સમાપ્તિ થતી નથી. સાધકની આગળની યાત્રા ઘણી લાંબી છે, એને સંપૂર્ણપણે રાગ દ્વેષનો અને કર્મનો ક્ષય કરવો છે. આ પ્રારંભ ચોથા ગુણસ્થાનથી થાય, અને બારમા ગુણસ્થાન સુધી અવિરતપણે તેને સાધના કરવાની છે. ચોથા ગુણસ્થાનથી શરૂઆત કરી બારમા ગુણસ્થાન સુધી તે જંપીને ન બેસે; એવો અપ્રમાદ, એવી જાગૃતિ, એવી તમન્ના, એવું સાહસ અને એવો પ્રચંડ પુરુષાર્થ પોતાના જીવનમાં સાધક કરે છે. ક્ષણે ક્ષણે તેની જાગૃતિ વધતી જાય છે. ચોથા ગુણસ્થાનથી સાધનાની શરૂઆત થઈ. પાંચમે ગુણસ્થાને સાધના વધી, છà વધી, એથી સાતમે આઠમે વધારે વધી. શાસ્ત્રો એમ કહે છે કે આઠમે ગુણસ્થાને ગયા પછી અમારું માર્ગદર્શન બંધ. સાતમા ગુણસ્થાન સુધી જ માગદર્શન આપી શકીએ. સાતમા ગુણસ્થાનક પછી માર્ગદર્શન નહિ આપી શકીએ. ત્યાં સામર્થ્ય યોગ છે. સાધના કરતાં અંદર આત્મશક્તિનું પ્રાગટ્ય થાય છે. એક અંતમુહૂતમાં તમામ કર્મનો ફેંસલો આ આત્મા બોલાવે છે. ક્ષપકશ્રેણી હોય કે ઉપશમ શ્રેણી હોય, એ બન્નેનો પ્રારંભ આઠમા ગુણસ્થાનથી થાય, અને પ્રારંભ કર્યા પછી ઉપશમ શ્રેણી હોય તો સીધો અગિયારમે ગુણસ્થાને જાય, અને ક્ષપક શ્રેણી હોય તો સીધો બારમા ગુણસ્થાને જાય. બારમા ગુણસ્થાને પહોંચે ત્યારે મોહનીય કર્મ તો નથી જ, પરંતુ બાકીના જે ત્રણ ઘાતીકર્મો છે તેનો ત્યાં ક્ષય થાય. તેરમે ગુણસ્થાને પગ મૂકે ત્યારે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર, અને અનંત વીર્યનો ખજાનો પોતાના હાથમાં આવી જાય. એ કૃતકૃત્ય થઈ જાય. આ તળેટીથી દાદાના દરબારમાં પહોંચતા શ્વાસ ચડી જાય અને હાંફી જવાય. સમ્યગ્દર્શન તળેટી છે અને તેરમું ગુણસ્થાન દાદાનો દરબાર છે, ત્યાં પહોંચવું છે. ત્યાં પહોંચવા માટે બે મજબૂત પરિબળો સત્શાસ્ત્ર, અને સદ્ગુરુ. સાસ્ત્રો વચમાં છૂટી જશે તો સદ્ગુરુ એક સહાયક પરિબળ છે. એક તબક્કો એવો આવે છે કે શાસ્ત્રો કહે છે હવે અમારી પાસે વધારે પ્લાનીંગ નથી. તમારે For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ પ્રવચન ક્રમાંક - ૩૩, ગાથા ક્રમાંક - ૩૬ આમ કરવું જોઈએ તે અમે કહી શકીએ નહીં. તથા પરમતત્ત્વને સંપૂર્ણપણે જ્ઞાની પણ કહી ન શકે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. અમે એમાં ડૂબેલાં છીએ, અમે અનુભવી રહ્યાં છીએ, અને કિનારે ઊભેલાં તમે પૂછશો કે તમને કેવો અનુભવ થાય છે? તો અમે તે કહી ન શકીએ, વર્ણન ન કરી શકીએ. તમને જ્યારે અનુભવ થશે ત્યારે તમે પણ કહી શકશો નહીં. જિનહી પાયા, તિનહી છિપાયા, ન કહે કોઉકે કાનમેં; તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કોઉ સાનમેં. હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં. (ઉપા. યોશિવિજયજી મ.સા) કબીરજી કહે છે કે મને હીરાનો ઢગલો મળી ગયો. સાંભળનાર કહેશે કે કપડામાં તો ઠેકાણું નથી, તો ઢગલો કેવી રીતે મળ્યો? કબીરજી કહે છે કે તમે જે જુઓ છો તે પણ જુદું છે અને અમે જે જોઈએ છીએ તે પણ જુદું છે. ઢગલો મળ્યો છે તે કહેવાય કે બતાવાય તેવો નથી, અને તે અનુભવી રહ્યા છીએ.” આવો અનુભવ દરેક સાધકને થાય છે. આપણી વાત એ હતી કે ચતુર્થ ગુણસ્થાનથી પ્રારંભ થાય અને યાત્રાની સમાપ્તિ બારમા ગુણસ્થાનના અંતિમ સમયમાં થાય. તેરમે પહોંચ્યા એટલે કૃતકૃત્ય થઈ ગયા, અને તમારો આત્મા સંપૂર્ણપણે ખીલી ગયો. આત્મા એક દ્રવ્ય છે, એના અસંખ્યાત પ્રદેશો છે, પ્રદેશ પ્રદેશે અનંતા ગુણો છે, અને પ્રત્યેક ગુણની અનંત પર્યાય છે. શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે કે આ આપણો ખજાનો છે પણ તે અવરાયેલો છે, ઢંકાયેલો છે, બંધ છે. તેના ઉપર ખંભાતી તાળાં લાગેલાં છે. કોઈ ધન્ય પળે તાળાં ખૂલી જાય તો આખે આખો આત્મા પૂરો ખીલે. સમ્યગ્દષ્ટિ આત્માને એક ક્ષણ માટે પણ આત્માનો સ્પર્શ થાય છે, તે વખતે જે આનંદ અનુભવાય છે, તે આનંદનો અનુભવ જગતમાં વર્ણવી શકાય તેમ નથી. પૂછો કે પાંચ પકવાન ખાઈએ અને જે આનંદ આવે તેવો આનંદ થાય? કરોડો રૂપિયા ગણવા બેસીએ ત્યારે જે આનંદ આવે તેવો આનંદ થાય? શાસ્ત્રો કહે છે આ આનંદને ઉપમા આપી શકાય તેમ નથી. છ ખંડનો માલિક ચક્રવર્તી જે કિંઈ સુખ અનુભવે છે તે સુખ કરતાં અનંતગણું સુખ સમ્યગ્દષ્ટિ જીવ અનુભવ વખતે અનુભવે છે. એક વાત સમજી લો કે દુનિયાના સુખો ભોગવવાં હોય તો તમે એકલાં એ સુખો અનુભવી નહિ શકો. વ્યક્તિ કે વસ્તુઓ જોઈશે, પદાર્થો જોઈશે, સંયોગો જોઈશે. આ એક જ આનંદ એવો છે કે જેનો અનુભવ તમે એકલાં જ કરી શકો. ત્યાં કોઈની For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૭૩ હાજરીની જરૂર નથી કે વસ્તુઓની જરૂર નથી. એ છે આત્માનો અનુભવ. એક વખત જો આત્માનો અનુભવ મળી ગયો, તે દિવસથી તમને જગતનાં બધાં સુખો ફિક્કા લાગશે. જેણે આત્માનો આનંદ અનુભવ્યો, તેને સમજવા જગતમાંથી કોઈપણ ઉપમા એવી નહિ મળે કે આ આનંદ આવો છે. એ નિર્વિકલ્પતાનો આનંદ છે, એ ઐક્યનો આનંદ છે, અભેદનો આનંદ છે. ખરેખર તો તેણે આનંદના દરિયામાં ડૂબકી મારી છે. ટી.વી. જોવા તમે બેસો અને ખૂબ રસ પડતો હોય ત્યારે તમને કોઈ બોલાવે તો તમારા આનંદમાં ભંગ પડે છે ને ? તો આત્માનાં આનંદમાં જે ડૂબી જતાં હશે તેનું શું થતું હશે ? ‘ઈતને દિન તૂ નાહિ પિછાન્યો, મેરો જનમ ગમાયો અજાનમેં.’ ‘પ્રભુ ! આટલો અનંતકાળ ગયો છતાં અમે તને જાણ્યો નહીં. મારો જન્મ અજ્ઞાનદશામાં ગુમાવ્યો.’ સમ્યગ્દષ્ટિ આત્મા એમ વિચારે છે કે આવો આનંદનો ખજાનો મારી પાસે હોવા છતાં આ પુદ્ગલ દ્રવ્યો કે જેની પાસે આનંદ નથી, તે પુદ્ગલ દ્રવ્યોની પાસે હું આનંદની ભીખ માગું છું. ચ્હા બનાવવી છે, સાકર જેવું બહુ જ ઉજળું સફેદ સરસ મીઠું છે, તે ચ્હામાં નાખો તો ચ્હા કેવી થાય ? મીઠું સાકર જેવું સફેદ છે ખરું, તે ખારાશ આપશે પણ ગળપણ નહીં આપી શકે. જેની પાસે ગળપણ હોય, તે જ ગળપણ આપી શકે. જેની પાસે તીખાશ હોય તે જ તીખાશ આપી શકે, તેમ જેની પાસે આનંદ હશે તે જ તમને આનંદ આપી શકશે. આત્મા પાસે આનંદ છે, તે જ તમને આનંદ આપશે. પુદ્ગલ કહે છે, ‘સાહેબ ! તમે સાંભળતાં નથી. અમારી પાસે આનંદ નથી. આનંદ જોઈતો હોય તો તમે તમારી પાસે જાવ.' જડ ચલ જગની એઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત. આ જડ એ તો જગતનો એંઠવાડો છે. એ તમને કેમ ખપે ? આનંદ તો ચોથા ગુણસ્થાને છે. પછી તો એ આનંદનો અનુભવ કરતાં કરતાં સાધના ચાલુ થાય છે. હવે આનંદ જ એમ કહે છે કે આગળ વધો, આગળ વધો. જ્યાં આનંદના અનુભવ સાથે સાધના, ત્યાં આત્માનાં ગુણોનો આવિર્ભાવ, શક્તિનો આવિર્ભાવ. ચોથે ગુણસ્થાને જે શક્તિ મળી છે તેને લઈને પાંચમે જવાનું છે, પાંચમે જે શક્તિ મળી છે, તેનો ઉપયોગ કરી છઢે જવાનું છે. શક્તિ જોઈશે, એમને એમ તમે સાધના કેમ કરી શકશો ? એ આનંદ મળ્યો છે આત્મામાંથી. આત્માનો અંશે અનુભવ થવાથી આટલો આનંદ મળે તો આત્મા પૂરેપૂરો ખીલશે ત્યારે કેવો આનંદ મળશે ? અંદરથી સાધના કરવાનું જોર આવે છે ત્યારે એ સાધના જુદી જ થશે. આજે તમે બગાસાં ખાતાં ખાતાં સામાયિક કરો છો, તેનાથી એ જુદી જ હશે. જાગૃતિ હોય તો બગાસાં ન આવે. સાધના તીવ્ર બને તેમ આત્મશક્તિ ખીલે. છઠ્ઠ ગયો, આત્મશક્તિ ખીલી, આનંદ વધ્યો, સાતમે આત્મશક્તિ ઓર ખીલી અને આનંદ ઓર વધ્યો. For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૩૩, ગાથા ક્રમાંક - ૩૬ ભગવતી સૂત્રમાં એમ કહ્યું છે કે ‘હે પ્રભુ ! જે સાધુ અથવા મુનિ હોય, તેને કેવું સુખ હશે ? કોઈની સાથે તુલના કરી શકાય ખરી ?' ભગવાન સંક્ષેપમાં એમ કહે છે કે અનુત્તર વિમાનના દેવોનું સુખ શ્રેષ્ઠ છે, સર્વોત્તમ છે, પરંતુ સંસારનો પરિત્યાગ કરી જે મુનિ બાર મહિના સાધના કરે, તેને અનુત્તર વિમાનના સુખ કરતાં પણ અનેકગણું સુખ મળે છે. ‘સાધુપણામાં સુખ ઘણા રે માતા, નહીં દુખનો લવલેશ.' ધન્નાજી માતાને કહેતાં હતાં કે મુનિપણામાં ઘણું સુખ છે, ત્યાં દુઃખ છે જ નહિ. કારણ ? સુખનો ખજાનો ખૂલી ગયો છે. બહાર લેવા જવાની જરૂર નથી, અને એ ખજાનો લઈ મુનિ તેરમે પહોંચે છે. આત્મ દ્રવ્ય, અસંખ્યાત પ્રદેશો, અનંત ગુણો અને તેની અનંત પર્યાયો પૂરેપૂરી ખીલી જાય છે. જેમ ચંદ્રમા અમાસે ન દેખાયો, એકમને દિવસે થોડો દેખાયો, બીજને દિવસે થોડો વધારે દેખાય, વધતાં વધતાં પૂર્ણિમા આવી ત્યારે ચંદ્ર પૂરેપૂરો દેખાયો, તેવી રીતે તેરમા ગુણસ્થાને આત્મા પૂરેપૂરો ખીલ્યો. આવી પ્રક્રિયાનો પ્રારંભ-ચોથા ગુણસ્થાનથી, સદ્ગુરુ પ્રાપ્ત થયા પછી થાય છે. સદ્ગુરુ પ્રાપ્ત થયા પછી સાધનાની શરૂઆત થાય છે, એ સાધનામાં એક વાતની સ્પષ્ટતા અહીં ૩૬ મી ગાથામાં કરી છે. ૩૭૪ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. જો સમજતાં આવડે તો દુનિયાભરનાં ઝગડાઓ અને વિવાદોનું આ ગાથામાંથી સમાધાન મળી જાય. ધર્મના નામે, સંપ્રદાયના નામે કોઈ ઝગડો રહે જ નહીં. સમાધાનનો ઉપાય આ ગાથામાં છે. સર્વ ધર્મ સમન્વયની વાત પણ નથી, ધર્મ એ વિખવાદ ઉત્પન્ન કરે છે તેની પણ વાત નથી. આ એક ગાથા એવી છે કે તમામ આધ્યાત્મિક અને ધાર્મિક પ્રશ્નોનો ઉકેલ આ ગાથામાંથી મળે છે. જેણે પરમાર્થની પ્રાપ્તિ કરવી છે, જે મોક્ષમાર્ગના મુસાફર છે તેણે પંથ ઉપર ચાલવું પડશે. પંથ એટલે માર્ગ, તેના વગર યાત્રા નહિ થાય. એટલા માટે તો આ રસ્તાઓ સારામાં સારા બનાવાય છે, માર્ગ જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે મોક્ષ તો મળશે પણ માર્ગ પહેલાં જોઈએ. મોક્ષ છેલ્લે છે. સાધકને મૂંઝવણ થાય છે કે આ ધરતી ઉપર અનેક ધર્મો છે, અનેક શાસ્ત્રો છે, સંપ્રદાયો અનેક છે, મત મતાંતરો પણ અનેક છે, સ્મૃતિઓ અનેક, કહેનારાંઓ અનેક, પ્રતિપાદન કરનારાં પણ અનેક છે. જ્યારે અમે કોઈને કહીએ કે અમારે માર્ગ ગ્રહણ કરવો છે, પંથ ઉપર ચાલવું છે, મોક્ષ મેળવવો છે તો આટલાં બધાં શાસ્ત્રો, આટલા બધાં સિદ્ધાંતો છે, અમારે કરવું શું ? તો એ કહેશે કે ‘તમે કોઈને પૂછશો નહીં, અમે કહીએ તે જ સાચું.’ ‘મત મતભેદે રે જો જઈ પૂછીએ, સૌ સ્થાપે અહમેવ.' આ દુકાનો જબરજસ્ત ખૂલી ગઈ For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૭૫ છે અને હરિફાઈ પણ ચાલે છે. જેટલો માલ સસ્તો તેટલા ઘરાક વધારે. તમે એમ કહો કે તમારે ગ્રંથિભેદ કરવો પડશે, અપૂર્વકરણ કરવું પડશે, અનંતવાર તું ગ્રંથી સુધી આવ્યો પણ તું પાછો ફર્યો. ગ્રંથભેદ કરી ન શક્યો. તને સમ્યગદર્શન કેવી રીતે થાય? તો એ કહે છે “આટલી બધી કઠિન વાત?' એટલે કે આટલો બધો માલનો ભાવ-અમારે માલ નથી લેવો. તેને કોઈક કહેનાર મળે કે “બેટા ! તારા ઉપર હાથ મૂકીએ અને તેને ગ્રંથિભેદ થઈ જશે', તો એ કહેશે કે “આ માલ સારો.' આ દુકાનો મંડાણી છે ધર્મના નામે, અને ધર્મનાં નામે માલ વેચાય છે. પરમકૃપાળુદેવે સિંહગર્જના કરી છે, ધર્મ અનેક ન હોય, માર્ગ અનેક ન હોય, પંથ અનેક ન હોય. આ ૩૬મી ગાથામાં કહ્યું કે “એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ' એક જ પંથ હોય. આજે તો કેટલાય ધર્મો અને કેટલાય સંપ્રદાયો છે. મહાભારતમાં મહર્ષિ વ્યાસે અઢાર પુરાણ લખ્યાં, એક લાખ શ્લોકો લખ્યાં. ત્યારપછી તેમણે એક શ્લોકમાં કહ્યું કે “શ્રુતિઓ પણ ભિન્ન છે, સ્મૃતિઓ પણ ભિન્ન છે', કૃતિઓ જુદું જુદું કહે છે અને સ્મૃતિઓ પણ જુદું જુદું કહે છે, આ ધરતી ઉપર રહેલાં વિદ્વાનો, સાધુઓ અને સંન્યાસીઓ પણ જુદું જુદું કહે છે. અમે મુંઝાઈ ઊભા રહ્યા છીએ, કાં તો આ બધું જ ખોટું છે અને કાં તો એમ થાય છે કે આપણું ઠેકાણું પડે તેમ નથી. પરંતુ મહર્ષિ વ્યાસ કહે છે કે મુંઝાવાની જરૂર નથી. જો તમારે ધર્મનું રહસ્ય પ્રાપ્ત કરવું હોય તો શાસ્ત્રોમાંથી નહીં મળે, અને સ્મૃતિઓમાંથી પણ નહીં મળે, એ મળશે તો જ્ઞાની પુરુષોના હૃદયમાંથી જ મળશે. અને ત્યાં પહોંચવા માટે એક જ રસ્તો છે અને તે છે પ્રેમનો રસ્તો. સદ્ગુરુ પાસે પ્રેમની મૂડી લઈને જાવ. “પ્રેમના પંથ ગ્રંથ ન્યારા ઓધવજી, પ્રેમના પંથ ગ્રંથ ન્યારા.” પ્રેમ જ્ઞાની પુરુષના હૃદય સુધી પહોંચાડશે. ધર્મનું તત્ત્વ એ સંત પુરુષના હૃદયમાં છે, ત્યાં તમને જાણવા મળશે કે પરમારથનો પંથ એક જ હોય, અનેક ન હોય. કારણ? કારણ સમજતા પહેલાં જે વ્યવસ્થા છે તેને સમજી લ્યો. ત્રણે કાળમાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળમાં માર્ગ એક જ હોય. પરમકૃપાળુદેવ કહે છે જો વિખવાદોને શાંત કરવા હોય તો આ ગાથા રત્ન મઢાવી રાખો. “પ્રેમથી ભેગા મળો અને પ્રેમથી રહો. બધા ધર્મો એક છે. ચાલો આપણે એક છીએ તેમ મુઠીઓ વાળવાથી અને બાંગો પોકારવાથી નહીં થાય.” માર્ગ એક જ છે. “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ.” પરમાર્થ એટલે મોક્ષ. મોક્ષ કોનો? આત્માનો. મોક્ષ થવો એટલે મુક્ત થવું, તો બંધન જરૂર હોવું જોઈએ. મુક્ત કોને થવાનું? જેને બંધન નથી તેને મુક્ત થવાની વાત જ ક્યાં કરવાની? કોઈ તેરમે ગુણસ્થાને કેવળીઓને, સિદ્ધોને કહેવા જતું નથી. જે બંધાયો છે તેને કહેવામાં આવે છે. જે બંધાયો હોય તેને બાંધનાર કોઈક જોઈએ. પોતાથી પોતે ન બંધાય. For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ પ્રવચન ક્રમાંક - ૩૩, ગાથા ક્રમાંક - ૩૬ જે બાંધનાર તત્ત્વ છે તેને કહેવાય છે કર્મ. આત્મા છે એક વાત, કર્મ છે બીજી વાત અને આત્મા કર્મથી બંધાયેલો છે ત્રીજી વાત, આત્મા ક્યારથી બંધાયેલો છે? કયા ચોઘડિયામાં? અને કઈ સાલથી બંધાયો? અરે ! તમે જ્યારથી છો ત્યારથી કર્મ છે. તમે ક્યારથી છો? તો અનાદિકાળથી. તમે પણ અનાદિકાળથી અને કર્મ પણ અનાદિકાળથી, કર્મનો સંયોગ પણ અનાદિકાળથી છે. હવે ખબર પડી ને કે આત્મા છે, કર્મ છે, સંયોગ છે અને કર્મના સંયોગને કારણે બંધાયેલો છે. પહેલાં તો ઘણાંને ખબર જ નથી કે આત્મા છે. કહીએ કે તું આત્મા છો, તો કહેશે કે સાહેબ ! આ ખોળિયું દેખાય છે તે જ આત્મા? અમે સમજ પાડીએ કે આ ખોળિયામાં આત્મા આવે છે અને મૃત્યુ થાય ત્યારે ખોળિયામાંથી ચાલ્યો જાય છે અને ખોળિયું પડ્યું રહે છે. આત્મા અને કર્મનો સંયોગ અનાદિનો છે. એ સંયોગથી સંસાર ઉત્પન્ન થાય છે. દૂધ એકલું હોય તો એ ફાટી જાય પણ દહીં ન બને. દહીં બનાવવું હોય તો દૂધમાં મેળવણ નાખવું પડે. એમાં મેળવણ નાખો તો દૂધનું દહીં થાય. એકલા આત્માથી સંસાર ઉત્પન્ન ન થાય. સંસાર ઉત્પન્ન કરવો હોય તો ત્રણ મેળવણ જોઈએ; રાગ, દ્વેષ અને અજ્ઞાન આ અકસીર મેળવણ છે. દૂધમાં મેળવણ પડ્યું કે દહીમાં રૂપાંતરણ, તેમ રાગ, દ્વેષ અને અજ્ઞાન કર્યા કે સંસાર ઊભો થયો. સાધક પૂછે છે કે, ગુરુદેવ ! આ સંસારમાંથી મુક્ત થવું છે, રસ્તો બતાવશો? પંથ બતાવશો? ગુરુદેવ કહે છે કે આ કર્મનો સંયોગ છૂટી જવો જોઈએ. પરમકૃપાળુદેવે કહ્યું છે કે રાગ, દ્વેષ અને અજ્ઞાન એ જ કર્મની મુખ્ય ગ્રંથી છે. એ જ સંસારમાં રોકી રાખે છે. એ જ સંસારનું મૂળ છે. સંસાર અનાદિ કાળથી છે. કર્મ સાથે સંયોગ પણ અનાદિ કાળથી છે, તમને ક્યારેય પણ થયું નથી કે આ કર્મના સંયોગને કારણે રખડવું પડે છે ! આપણે બધાં એક નંબરના રખડેલ છીએ તે આપણને ક્યાં ખબર છે? ચોરાસી લાખ યોનિમાંથી આપણે રખડતાં રખડતાં આવ્યા છીએ. લાખ ચોરાસી પહેર્યા ચોલના, નવ નવ રૂપ બનાયો, બિન સમક્તિ સુધારસ ચાખ્યા, ગિણતી કોઉન ગિણાયો, મૂરખ! વિરથા જન્મ ગમાયો. (ચિદાનંદજી મ.). આત્મા અને કર્મનો સંયોગ થયો, એટલે સંસાર ઊભો થયો. જે દિવસે તમને ખટકે કે હવે આ સંસાર નથી જોઈતો, તે દિવસે તમે કર્મને હટાવ્યા વગર રહેશો નહિ. જેમ પગમાં કાંટો ખટકે, જેમ આંખમાં કણું ખટકે, તમને તમારો પાડોશી ખટકે તેમ કર્મ પણ ખટકવાં જોઈએ. કાંટાને કાઢો છો, તેમ કર્મને પણ કાઢો. સંસાર ખટકતો હોય તો કર્મના સંયોગો For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ ७७ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પણ ખટકવાં જોઈએ, અને ત્યારે અંદરથી નિર્ણય આવે કે હવે આ સંયોગો અને સંસાર નથી જોઈતાં, પણ મોક્ષ જોઈએ છે. ફરીથી એ જ વાત દઢ કરવી પડશે. સંયોગ થયો કોના કારણે ? રાગ, દ્વેષ અને અજ્ઞાનના કારણે. સરળ વાત છે કે આ સંયોગને છોડવો હોય તો રાગ, દ્વેષ અને અજ્ઞાનથી મુક્ત બનો, તો જ સંયોગો છૂટશે. અને સંયોગો છૂટ્યાં તો કર્મો ગયાં, અને કર્મો ગયાં તો સંસાર કે જે ચૌદ રાજલોકમાં ફેલાયેલો છે તેમાંથી તમે મુક્ત. તમે શું કર્યું? રાગ, દ્વેષ અને અજ્ઞાનને દૂર કર્યા. રાગને દૂર કરવો વીતરાગતાથી, વૈષને દૂર કરવા પ્રેમ અને મૈત્રીથી, અને અજ્ઞાન એટલે મોહને દૂર કરવો સગુરુએ આપેલા આત્મબોધથી. જ્યારે મોક્ષ મેળવવો હશે ત્યારે કર્મનો સંયોગ છોડવો પડશે. જ્યારે કર્મનો સંયોગ છોડવો હશે ત્યારે રાગ, દ્વેષ અને અજ્ઞાન છોડવાં પડશે. અને એ દૂર કરવા વીતરાગતા, સમ્યગુદર્શનઆત્મબોધ અને મૈત્રી એ સાધના છે. પરમકૃપાળુદેવ કહે છે કે “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ', હવે પૂછો કે ગઈ કાલે, આજે અને આવતી કાલે મોક્ષમાર્ગ શું? આજે, આવતી કાલે કે પાંચ, પચ્ચીસ વર્ષ પછી એક જ પંથ, અને જો રખડવું બંધ કરવું હશે તો આ ત્રણને દૂર કરવાં જ પડશે. ક્યાંય અટકવાની જરૂર નથી, એક જ સીધો માર્ગ. વચમાં અવરોધ કે અંતરાય નહિ. એટલું નક્કી રાખવાનું કે રાગ અને દ્વેષ રહિત થવું છે, એ થવા માટે વીતરાગતા એ સાધન, પ્રેમ અને મૈત્રી એ સાધન, સમ્યગદર્શન, સમ્યજ્ઞાન એ સાધન. આ ત્રણે સાધનો લઈ ચાલો એટલે સીધાં મોક્ષના દરવાજે જઈ ઊભા રહેશો. આપણે શું માખણ કાઢ્યું? સાર શું લીધો? “એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ.” આ થીયરી નક્કી કરી આપી, પરંતુ આ કહ્યા પછી બીજી વાત રહી જાય છે, તે કહે છે. “પ્રેરે તે પરમાર્થને એ વ્યવહાર મંત.” થીયરીને પ્રેક્ટીકલ એટલે વ્યવહારમાં ઉતારવી પડશે. શાસ્ત્રો એમ કહે છે પરમાર્થને લક્ષમાં રાખી તમારે વ્યવહારનું આયોજન કરવું પડશે. પરમાર્થ માર્ગ ત્રણે કાળમાં એક જ છે પરંતુ તેને વ્યવહારમાં કેમ ઉતારશો? તમારું કોઈપણ સાધન - સામાયિક, પ્રતિક્રમણ, પૂજા કે સ્વાધ્યાય હોય કે જેનાથી રાગદ્વેષ ઘટે, અજ્ઞાન દૂર થાય એવો વ્યવહાર, એવી પ્રક્રિયા, એવું સાધન-એ માર્ગની સાધના છે. બંને નય મળી ગયા. નિશ્ચયનય અને વ્યવહાર નય, બંને નયની સંધિ થઈ ગઈ. નિશ્ચયે લીટી દોરી આપી. “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ.” પચાસ માણસોને તમે જમવાનું આમંત્રણ આપો. નક્કી થઈ ગયું કે જમાડવા છે એ નિશ્ચય, પછી તમારે નક્કી તો કરવું પડે ને કે શું જમાડવા છે? જમણવાર કરવો હોય તો રસોઈઓ જોઈએ. રસોઈની સામગ્રી, બધા સાધનો એકત્રિત કરવા પડે. વ્યવહાર પણ નક્કી કરવો જ પડે. પરમારથનો પંથ For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ પ્રવચન ક્રમાંક - ૩૩, ગાથા ક્રમાંક - ૩૬ એક જ હોય તો આવા પંથ ઉપર ચાલવા માટે વ્યવહાર આ ત્રણ સિદ્ધાંતોને અનુકૂળ આવે તેવો જોઈએ. કોઈ કહે મારવું, ગુસ્સો કરવો, ચોરી કરવી અને આનાથી મોક્ષ મળે તો વાત ખોટી, કોઈ કહે કે યજ્ઞમાં પશુનું બલિદાન આપવાથી મોક્ષ મળે, તો તે વાત ખોટી, કોઈ કહે કે ખાતાં પીતાં મોક્ષ મળે તો એ વાત ખોટી; પરંતુ સામાયિક કરો તો સમતા પ્રાપ્ત થાય, પ્રતિક્રમણ કરો તો પાપનું પ્રાયશ્ચિત થાય, અરિહંતની પૂજા કરો તો ભક્તિભાવ જાગે. સદ્ગુરુને વંદન કરો તો ઉપદેશ બોધની પ્રાપ્તિ થાય. તપ કરો તો વૃત્તિઓ જીતાય. આ વ્યવહાર સમંત કહેવાય. હવે કોઈ કહે કે “જ્યારે ઈચ્છા થાય ત્યારે ખાઈ લેવું, રાત્રે બાર વાગે પણ ઈચ્છા થાય તો ખાઈ લેવું.” આવો વ્યવહાર ન ચાલે. તીર્થંકરદેવે વ્યવહારનો પણ બાંધો આપ્યો છે, અને પરમકૃપાળુદેવે કહ્યું છે કે જ્ઞાની પુરુષોએ બાંધેલા બાંધાને તમે કદી પણ તોડશો નહીં. તમારી વ્યવહારિક ભૂમિકા ઉપર જે ક્રિયાઓ છે તે રાગ દ્વેષ અને અજ્ઞાનને દૂર કરે તેવી હોવી જોઈએ. “પ્રેરે તે પરમાર્થને એટલે કે પરમાર્થમાં તમને લઈ જાય, તમને એમાં સ્થિર કરે, ઉલ્લાસ અપાવે તેવી હોવી જોઈએ. એ જ વ્યવહાર અમને માન્ય છે. નિશ્ચયની વાત પહેલાં કરી અને ત્યારબાદ ધ્વહારની વાત કરી, તે બંનેમાંથી કોઈનો વિચ્છેદ ન કરશો, તોડશો નહિ. એકલાં નિશ્ચયને કે એકલાં વ્યવહારને પકડશો નહિ. આગળ એ ગાથા આવી ગઈ છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. તમામ પ્રશ્નોનો ઉકેલ આ ગાથામાં છે. કોઈ બંધારણ વિવાદ માટે નથી. આખા જગતમાં ધર્મ જ એવું એક સ્ટેજ છે કે જેના ઉપર તમામ ધર્મના આચાર્યો હસતાં હસતાં સાથે બેસી શકે, પણ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે ધર્માચાર્યોને ભેગા કરવાં એટલે દુઃખ વધી જાય. મોક્ષ એટલે રાગ, દ્વેષ અને મોહનો ક્ષય. જેનાથી રાગ દ્વેષ અને મોહ અથવા અજ્ઞાન જાય તે જ વ્યવહારમાર્ગ અને આવા માર્ગે જે ચાલે તેને મોક્ષની પ્રાપ્તિ થાય. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત. ટીકામાં કહ્યું છે કે ત્રણે કાળને વિષે, પરમાર્થનો પંથ એટલે મોક્ષનો માર્ગ એક જ હોવો જોઈએ, તો માર્ગ ભેદ ન કરો, જુદા વાડા ન બનાવો, જુદી પ્રણાલિકા ન બનાવો, એટલું જ જુઓ કે મૂળભૂત દોષો રાગ, દ્વેષ, અજ્ઞાન જાય છે? ભલે તમારો વ્યવહાર ઊંચામાં ઊંચો હોય તો પણ આ વાત ભૂલો નહિ. આ તો થવું જ જોઈએ. પરમાર્થ સિદ્ધ થાય તેવો વ્યવહાર આ જીવે પ્રેમપૂર્વક, ભક્તિપૂર્વક સ્વીકારવો જ જોઈએ. મોક્ષનો માર્ગ એક જ છે. For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૭૯ ફરીને, નિશ્ચયનયથી મોક્ષનો માર્ગ, “આત્મા અને તેના ત્રણ લક્ષણો જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની એકતા થાય તે છે”, “મૂળ મારગ સાંભળો જિનનો રે', તેમાં છેલ્લે આવ્યું કે ત્રણેની એકતા થાય. જેમ લાડવો બનાવવો હોય તો ઘી, ગોળ, આટો ત્રણે એક થવા જોઈએ, તેમાં ઘી તો રહે જ છે, ગોળ પણ રહે છે અને આટો પણ છે પરંતુ એક થાય એટલે લાડવો કહેવાય, તેમ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ ત્રણે એક થાય તો સમાધિ પ્રાપ્ત થાય. આ મોક્ષનો માર્ગ છે. આત્માની શુદ્ધતા કરવા શું કરવું પડે? આત્માની શુદ્ધતા કરવા, શુદ્ધ આત્માને લશે આત્મામાં જ સ્થિર થવું પડે. આત્મા પોતે શુદ્ધ આત્માના લશે, શુદ્ધ આત્મામાં સ્થિર થાય, આ જ યથાર્થ માર્ગ છે, પરમાર્થનો માર્ગ છે. વ્યવહારમાં અનેક વિધાનો, અનુષ્ઠાનો છે, પણ તેનાથી નિશ્ચયમાર્ગ સિદ્ધ કરવો છે. શુદ્ધાત્માની સિદ્ધિ થાય તેટલા પ્રમાણમાં વ્યવહાર સફળ. ચોથા ગુણસ્થાને અનંતાનુબંધી કષાયો ગયા તો વ્યવહાર સફળ. પાંચમા ગુણસ્થાને અપ્રત્યાખ્યાન કષાયો ગયા તો વ્યવહાર સફળ. છ પ્રત્યાખ્યાન કષાયો ગયા અને આગળ સંજ્વલન કષાયો ગયા તો વ્યવહાર સફળ. કષાય ઘટતા જાય, વૃત્તિઓ તૂટતી જાય, વિચાર શાંત થાય, રાગ દ્વેષ મોળાં પડતાં પડતાં ક્ષીણ થઈ જાય, તે વ્યવહાર સફળ અને સમંત, આવો વ્યવહાર રાખવો. છેલ્લી વાત, નિશ્ચય મોક્ષમાર્ગ નિર્વિકલ્પ દશામાં આત્મામાં સ્થિર થવું તે છે. કોનામાં સ્થિર થવું? આત્મામાં. કેવાં આત્મામાં? શુદ્ધાત્મામાં. કેવી રીતે? તો નિર્વિકલ્પ દશામાં. કોઈ પણ વિકલ્પ ન હોય તેવી દશા. સામાયિક લઈને બેઠા હો અને સામે ગેસ ઉપર મૂકેલું દૂધ ઊભરાઈ જાય તો બૂમ પાડે, “અલ્યા, કોઈ છે કે નહિ? આ મલાઈ ગઈ.' આ વિકલ્પ, તે મોક્ષમાર્ગમાં અંતરાય કરે છે. માર્ગ નિર્વિકલ્પ છે. તમામ અંતરાયોથી અને વિકલ્પની પેલી પાર જાવ ત્યારે તમે તમારા પ્રદેશમાં પગ મૂકી શકશો. એ સિવાય પગ નહીં મૂકી શકો. એ માટે કરવામાં આવતો મન-વચન-કાયાનો, સદ્ગુની આજ્ઞાપૂર્વકનો પુરુષાર્થ આને કહેવાય છે વ્યવહારમાર્ગ. આ બંનેની સંધિથી મોક્ષની પ્રાપ્તિ થશે. આ વાત હૈયામાં જો ઠારશો, તો અપૂર્વ આનંદ પ્રાપ્ત થશે. આજનું મુખ્ય સૂત્ર-ધર્મના નામે કોઈ વિખવાદ કરવાની જરૂર નથી. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૩૪, ગાથા ક્રમાંક - ૩૭ પ્રવચન ક્રમાંક - ૩૪ ગાથા ક્રમાંક - ૩૦ આત્માર્થીની એક જ ઝંખના એમ વિચારી અંતરે, શોધે સરયોગ, કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. (૩૭) ટીકા એમ અંતરમાં વિચારીને જે સદ્ગુરુના યોગની શોધ કરે, માત્ર એક આત્માર્થની ઈચ્છા રાખે પણ માનપૂજાદિક, સિદ્ધિરિદ્ધિની કશી ઈચ્છા રાખે નહિ, અને આત્માર્થ સિવાય બીજો કોઈ રોગ જેનાં મનમાં નથી. (૩૭) અહીં એક વિશેષ પ્રકારની સાધનાનું વર્ણન કરેલ છે. જ્યારે સાધના શબ્દ બોલીએ છીએ ત્યારે આપણી નજર બહાર જોવા ટેવાયેલી છે. માણસ મંદિરમાં જાય, પૂજા કરે, સ્વાધ્યાય કરે, તપ જપ કરે, તીર્થયાત્રા કરે, આ બધી સ્થૂળ ભૂમિકા ઉપરની સાધના છે. એક મહત્ત્વની સાધના, વૈચારિક સાધના છે અને તે સાધના બહારની વ્યક્તિ જોઈ શકતી નથી. વિચાર એ સાધનાનું બીજ છે. તે મહત્ત્વનું કામ કરે છે, વિચાર જાગૃત ન થાય ત્યાં સુધી જે પણ વ્રત કે અનુષ્ઠાન થાય છે, તે સાર્થક, સફળ, સમ્યક કે યથાર્થ નહિ થાય. આ ગ્રંથમાં તત્ત્વજ્ઞાન સાથે આધ્યાત્મિક સાધનાના સૂત્રો પણ છે. એ સાધનાઓનો પ્રારંભ પરમકૃપાળુદેવે આ સૂત્રથી કરેલ છે. પહેલી વાત એ કે આત્મા વિષે જાણ્યું, સાંભળ્યું, નિર્ણય કર્યો, આત્મામાં શ્રદ્ધા થઈ, આત્માનો સ્વીકાર કર્યો; આત્માને નિશ્ચયનય અને વ્યવહારનયની અપેક્ષાથી જાણ્યો, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નથી પણ જાણ્યો, તેમજ પારમાર્થિક અને વ્યવહારિક રીતે પણ જાણ્યો, તેનું ત્રિકાળ સ્વરૂપ પણ જાણ્યું અને વર્તમાન સ્વરૂપ પણ જાણ્યું, તથા એ પણ જાણ્યું કે આત્મતત્ત્વમાં જે પરિપૂર્ણ જ્ઞાન છે, પરિપૂર્ણ આનંદ છે, પરિપૂર્ણ દર્શન છે એનો અનુભવ પર્યાયમાં થાય છે; દ્રવ્ય આખું તૈયાર, દ્રવ્ય આપ્યું અખંડ, પણ અનુભવ જે થશે તે વર્તમાનની શુદ્ધ પર્યાયમાં થશે, માટે સમગ્ર સાધના પર્યાય શુદ્ધિની કરવાની છે. એવી એક સાધના જીવનમાં થવી જોઈએ કે પર્યાયમાં અખંડ આત્માનો સ્વાનુભવ થાય. પર્યાય તો For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૮૧ પર્યાય છે જ, પણ એ પર્યાયની ક્ષમતા એવી છે કે આખા દ્રવ્યને ઝીલી શકે. દર્પણ નાનું છે, પણ હિમાલયનું પ્રતિબિંબ દર્પણમાં પડી શકે છે. છ ફૂટ ઊંચા માણસનું પ્રતિબિંબ દર્પણ ઝીલી શકે છે. દર્પણ છ ફૂટ લાંબુ નથી પણ તેને જોવાની ક્ષમતા દર્પણમાં છે. પર્યાયની ક્ષમતા એવી છે કે ત્રિકાળી અખંડ દ્રવ્યને વર્તમાનમાં પી જાય, એટલે તેનો અનુભવ થાય. સમગ્ર સાધના એ પર્યાય શુદ્ધિની સાધના છે. દ્રવ્ય શુદ્ધ જ છે. જેમ અગ્નિને ઉધેઈ ન લાગે તેમ દ્રવ્ય ક્યારેય અશુદ્ધ ન થાય, સાથે તેનાં અનંતગુણો પણ શુદ્ધ છે, તો વિકૃતિ ક્યાં આવી? પર્યાયમાં. સમગ્ર સાધના એ પર્યાય શુદ્ધિની જ સાધના છે, અને એ પર્યાય શુદ્ધિની સાધના એટલા માટે છે કે શુદ્ધ દ્રવ્યનો, પરમ દ્રવ્યનો અને પરિપૂર્ણ દ્રવ્યનો અનુભવ તે નિર્વિકલ્પ તો છે પરંતુ તે અનુભવ શુદ્ધ પર્યાયમાં થાય. એવો અનુભવ સાધકને કરવો છે. સાધકને એમ થાય છે કે મેં આત્માને સદ્ગુરુના મુખેથી અથવા શાસ્ત્રના શ્રવણથી જાણ્યો. વિચાર્યો, આત્મતત્ત્વ છે તેવો નિર્ણય કર્યો અને શ્રદ્ધા પણ કરી, પરંતુ હજુ એક કામ બાકી છે. એ આત્માની પરિપૂર્ણ અનુભૂતિ પર્યાયમાં કરવી છે, તેથી એવી અનુભૂતિ કરવા માટે પોતે પોતાની તમામ શક્તિનો ઉપયોગ કરે એવો ભાવ, એવી સંવેદના, એવી તાલાવેલી, એવી ધગશ, એવી અભિપ્યા અને એવી ઝંખના જેનામાં જાગી છે તે બને છે આત્માર્થી. બહુ નવો શબ્દ છે આત્માર્થી. આત્મસિદ્ધિમાં બે પક્ષો મહત્ત્વનાં છે. એક પક્ષ મતાર્થી અને બીજો પક્ષ આત્માર્થી. આત્માર્થી બન્યા વગર સાધનાની શરૂઆત નહિ થાય. જેણે આત્મહિત કરવું છે, આત્માનું ભલું કરવું છે તેણે આત્મા નિરાવરણ થાય તેવા પ્રયત્નો કરવાં પડે. આત્મા શુદ્ધ, ગુણો શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ થવી જોઈએ, તો જ શુદ્ધ આત્માની અનુભૂતિ થાય. ત્રણ અંગો શુદ્ધ થવાં જોઈએ. ત્રણે અંગો કહીએ ત્યારે ત્રણ અંગો જુદા છે તેવો અર્થ ન કરશો. દ્રવ્યમાંથી ગુણો છૂટા ન પડે અને ગુણોથી પર્યાય છૂટી નહિ પડે. ત્રણે વસ્તુ ત્રણે કાળ સાથે જ છે, પરંતુ વાત કહેતી વખતે કહેવું પડે કે દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણે શુદ્ધ જોઈએ. આ ધરતી ઉપર આ શરીરમાં તે અવસ્થા પ્રાપ્ત થાય છે, પછી દેહ છૂટે છે, અને મોક્ષમાં જાય છે. મોક્ષ એ સ્થળનું વર્ણન છે, ક્ષેત્રનું વર્ણન છે પરંતુ ઘટના તો અહીં ઘટે છે. અહીં પૂરેપૂરા મુક્ત થાય છે. દ્રવ્ય પણ શુદ્ધ, ગુણો પણ શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ થયા, એ ત્રણે શુદ્ધ હોય તેવી અવસ્થા તે મોક્ષ છે, અને તેને સિદ્ધ અવસ્થા પણ કહેવાય છે. નિયમ પ્રમાણે એ દેહ છૂટ્યા પછી મોક્ષમાં જાય છે. એવી સાધના કરવાની તીવ્રતા જેના અંતરમાં જાગી છે તેને કહેવાય છે આત્માર્થી. આવો આત્માર્થી વિચાર કરે છે. For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ પ્રવચન ક્રમાંક - ૩૪, ગાથા ક્રમાંક - ૩૭. ગાથાની શરૂઆત “એમ વિચારી અંતરે', એમ અંતરમાં વિચાર કરીને, કયો વિચાર? પહેલો વિચાર “આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું છે અને જ્યાં આત્મજ્ઞાન અને મુનિપણું બને સાથે છે તે સદ્ગુરુ હોઈ શકે. જૈનદર્શનનું આ બંધારણ વિશેષ રીતે વાત કરે છે. એકલું આત્મજ્ઞાન નહિ, સાથે મુનિપણું પણ ખરું. મુનિપણું તો જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં હોય. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે.” “શ્રમણ', આ જૈન દર્શનનો પ્રિય શબ્દ છે. શ્રમણ એટલે મુનિ, શ્રમણ એટલે અણગાર, નિગ્રંથ, અને શ્રમણ એટલે પુરુષાર્થ અને મથામણ કરનારો. તમે મહેનત કરો છો અને મુનિ પણ મહેનત કરે છે. તમે સત્તા માટે, ધન-સંપત્તિ અને ભોગો માટે, બાહ્ય પદાર્થો માટે મહેનત કરો છો, જ્યારે આ મુનિ છે તે જ્ઞાન માટે, શ્રદ્ધા અને ધ્યાન માટે, ચારિત્ર અને મુક્તિ માટે મહેનત કરે છે. તેઓ આળસુ નથી, સતત મહેનત કરે છે. તેમનો પુરુષાર્થ સમ્યગ્ગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર માટે છે. એવા શ્રમણનો પાયો શું? તે એક સૂત્રમાં કહેવું છે કે બાકી બધા લક્ષણો ઓછા વધતાં ચાલશે, પરંતુ એક કોમન લક્ષણ જોઈએ. તે લક્ષણ છે આત્મજ્ઞાન. દર વખતે સ્પષ્ટતા કરી કહીએ છીએ કે આ આત્મજ્ઞાન સહેલી વસ્તુ નથી. આપણને થાય કે આપણે આત્માને જાણીએ છીએ, અને બીજાને પણ કહીએ છીએ, શાસ્ત્રો જેણે વાંચ્યા હોય તેને આત્માનું જ્ઞાન તો હોય જ ને? આત્મા છે, તે નિત્ય છે, અજન્મા છે, અજર છે, અમર છે, એ ખાતો પીતો નથી, એ દેહમાં છે, તે દ્રષ્ટા છે. પરંતુ આ આત્મજ્ઞાન ન કહેવાય. બે શબ્દો જુદા છે..એક છે શ્રુતજ્ઞાન અને બીજું છે અનુભવજ્ઞાન. સાંભળેલું કે વાંચેલું તે શ્રુતજ્ઞાન કહેવાય અને અનુભવેલું જ્ઞાન તે આત્મજ્ઞાન. પરમકૃપાળુદેવના શબ્દમાં વાચાજ્ઞાન એટલે વાણીમાં જ્ઞાન છે, એને શબ્દોનું જ્ઞાન છે, પરંતુ અનુભવેલું જ્ઞાન નથી. અનુભવની ઘટના ત્યારે ઘટે છે કે અંદરથી એક બાધક તત્ત્વ ખસી જાય છે. અનુભવમાં બાધક તત્ત્વ એક જ છે અને તે છે દર્શન મોહનીયકર્મ. દર્શનમોહનીયને ચાર મિત્રો છે, અને તેમનું કામ એક જ કે મિથ્યાત્વ એટલે અજ્ઞાનને પ્રગાઢ કરવું. જ્યારે પૂછો ત્યારે તેમનો મિથ્યાત્વને સો ટકા ટેકો છે. ‘તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ.” આ ચાર મિત્રો એટલે ચાર કષાયો (અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ) અને દર્શનમોહનીય પાંચમું. આ પાંચનો ઉદય ન હોય ત્યારે અંદરમાં જે અનુભવ થાય તે આત્મજ્ઞાન. જૈન દર્શને બહુ જ સ્પષ્ટતા કરી છે. તમે કહેશો કે અમને આત્મજ્ઞાન થયું, અનુભવ થયો. પરંતુ તમારે જોવું પડે કે અંદરથી દર્શનમોહ ગયો? શાંત થયો? ઉપશમ થયો? અને જો દર્શનમોહ ન ગયો હોય તો જ્ઞાન ખરું પણ અનુભવ કે સાક્ષાત્કાર નહિ. For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અનુભવ રસમેં રોગ ન શોકા, લોકવાદ સબ મેટા, કેવલ અચલ, અનાદિ, અબાધિત, શિવશંકરકા ભેટા. અનુભવ જ્યારે થશે ત્યારે રોગ હોય કે ન હોય તે અમે નિશ્ચિત કહી શકતાં નથી, દેહમાં વ્યાધિઓ થાય છે, તેની અમે ના પાડી શકતાં નથી. પરંતુ એક વાત જરૂર છે કે જ્ઞાની પુરુષોને મનનાં રોગો નથી. ઈર્ષા, વાસના, અહંકાર, માયા, લોભ, દ્વેષ, આસક્તિ, હિંસા, અનાચાર એ બધાં મનનાં રોગો છે. અનુભવ થયા પછી આ મનનાં રોગો ન હોય. બીજું લક્ષણ - ગમે તે પ્રસંગ હોય, કે ગમે તે ઘટના હોય, ગમે તેવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય, સંયોગ કે વિયોગ થાય, તે પ્રતિકૂળ કે અનુકૂળ હોય પણ એ અંદરથી હલે નહિ. અંદર શોક નથી. ત્રીજું લક્ષણ લોકવાદઃ અત્યારસુધી જે કુળ અને પરંપરામાં જનમ્યો, જે મત, માન્યતા અને સંપ્રદાયમાં જનમ્યો, એનો જ તેણે સ્વીકાર કર્યો હોય, અને વર્ષો સુધી આગ્રહ સેવ્યો હોય તે આગ્રહ હિંમત કરી તેને છોડવો પડે. આમ તો ઘણી હિંમત છે પણ આ મોટી હિંમત છે. આ અભિનિવેશ-મિથ્યાત્વ છોડવું, તેમાં હિંમત અને પુરુષાર્થ ઘણો જોઈએ. અનંતકાળથી વિપરીત માનતો આવ્યો છે, તે છોડવું પડે, એવો વિચાર તે કરે છે અને બીજો વિચાર એ પણ કરે છે કે મને પ્રત્યક્ષ સગુની પ્રાપ્તિ થાય. આત્માર્થી કેવો હોય? આત્માર્થી અવસ્થા એક એવી અવસ્થા છે કે તેમાં તેને આત્માનું હિત કરવું છે. આત્માનું હિત કરવું એટલે એની પર્યાય શુદ્ધ કરીને એ પર્યાયમાં સમગ્ર આત્માનો સ્વાનુભવ કરવો. આ સમજવામાં કંટાળો ન કરશો. આ તમારે જાણવું પડશે. આ તમારો પાયો છે, આ તમારી મૂડી છે, ખજાનો છે. જૈનદર્શન દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણ શબ્દો ઉપર ઊભું છે. જૈનદર્શનમાં ચાર અનુયોગ છે. (૧) દ્રવ્યાનુયોગ (૨) ચરણકરણાનુયોગ (૩) ગણિતાનુયોગ (૪) ધર્મકથાનુયોગ. બાકીના ત્રણ અનુયોગ દ્રવ્યાનુયોગ સ્પષ્ટ કરવા માટે છે. આત્માર્થીને એમ થાય છે કે મારી અવસ્થા એવી આવે કે મારું દ્રવ્ય પણ શુદ્ધ હોય, ગુણ પણ શુદ્ધ હોય અને સાથે મારી પર્યાય પણ શુદ્ધ હોય. એ પણ સમજાયું કે દ્રવ્ય શુદ્ધ જ છે, ગુણો પણ શુદ્ધ છે અને જે કંઈ વિકૃતિ છે તે પર્યાયમાં છે. પર્યાય અશુદ્ધ છે. તે પર્યાયની અશુદ્ધિ દૂર કરવી છે. અને શુદ્ધ પર્યાય પ્રગટ કરવી છે, એવી શુદ્ધ પર્યાયમાં વિરાટ આત્મદ્રવ્યનો સ્વાનુભવ થાય છે, એવો સ્વાનુભવ મારે કરવો છે. એવી ઝંખના જેનામાં જાગી છે અને એ ઝંખના જાગ્યા પછી, તેના માટે જે કંઈ કિંમત ચૂકવવી પડે તે ચૂકવવા જે તૈયાર થયો છે તેને કહેવાય છે આત્માર્થી. આ લક્ષણો આત્માર્થીના છે. આત્માર્થીને આત્માર્થ સાધવો હોય તો પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ જોઈએ. આ અધ્યાત્મની For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ પ્રવચન ક્રમાંક - ૩૪, ગાથા ક્રમાંક - ૩૭ પ્રાથમિક સાધના માટેનો મુખ્ય દરવાજો છે. ખેતી કરવી હોય તો જમીન જોઈએ અને ધંધો કરવો હોય તો મૂડી જોઈએ, અને આત્મા જો સિદ્ધ કરવો હોય તો પ્રત્યક્ષ સદ્દગુરુનો યોગ જોઈએ, અને એ પ્રાપ્ત થયો હોય તો પ્રકૃતિનો, પરમાત્માનો, અસ્તિત્વનો પરમ ઉપકાર માને, જીવન ધન્ય બની ગયું એમ માને. ચક્રવર્તીની સંપત્તિ અનેકવાર મળી પણ અવતાર એળે ગયો સરુ મળ્યા, જીવન ધન્ય બન્યું. મોટો ઉપકાર થયો. પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર.” તેઓ પ્રાપ્ત થયાં, મળ્યાં, ભેટ્યાં, બહુમાન થયું; તેમની સાથે પોતાની ચેતના જોડી દીધી, ટ્યુનીંગ થયું, તેમની ચેતના સાથે આપણી ચેતના મળી, મિલન થયું. એ થાય ત્યારે એવી સ્થિતિને ભક્તિયોગની પરિભાષામાં સમર્પણ કહે છે. ત્રણે યોગ મન, વચન, કાયા: એમના વચ્ચે સંવાદ સ્થપાય. અખંડ વ્યક્તિત્વ એને કહેવાય કે જેમાં મન, વચન અને શરીર એક બન્યાં છે. એ ત્રણેમાં સંવાદ પ્રાપ્ત કરીને વર્તે આજ્ઞાધાર', સદ્ગુરુની આજ્ઞાને જીવનમાં સ્વીકારીને એ જીવે. ‘એમ વિચારી અંતરે', એ પ્રમાણે વિચાર કરતાં કરતાં એ નક્કી કરે છે કે પરમાર્થનો માર્ગ અલગ અલગ ન હોઈ શકે. ત્રણે કાળમાં પરમાર્થનો માર્ગ એક જ હોય. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં દશ અધ્યાયો છે. તેમાં સમગ્ર જૈન દર્શન અત્યંત સંક્ષેપમાં વર્ણવ્યું છે, અને તેનું સૌથી પહેલું સૂત્ર-સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યક્ ચારિત્ર એ મોક્ષમાર્ગ છે.” આ હજારો વર્ષો પહેલાંની વાત છે. બીજા આરાઓમાં પણ આ જ વાત છે, અને સીમંધર સ્વામી અને ભગવાન મહાવીરની પણ આ જ વાત છે. ત્રણકાળમાં પરમાર્થનો માર્ગ એક જ હોય. આનંદધનજી મહારાજે પણ અજીતનાથ પ્રભુનાં સ્તવનમાં એવો સંદેશો કહ્યો છે કે, પંથડો નિહાળું રે બીજા જિન તણો, અજિત અજિત ગુણધામ, જે તે જિત્યારે તેણે હું જિતિયો રે, પુરુષ કિશ્ય મુજ નામ. હું આ પંથડો જોઈ રહ્યો છું. પંથડો બહુ પ્યારો છે. મારે માર્ગ ઉપર ચાલવું છે. રસ્તો જોઈએ છીએ, આ પંથ છે. ત્રણે કાળમાં પરમાર્થનો પંથ એક જ હોય. પરમાર્થના પંથને જીવનમાં ઉતારવો હોય, પ્રાપ્ત કરવો હોય, તેવો પરમાર્થ અંદર પ્રાપ્ત થાય અને તેને પ્રેરે, એટલે “સમ્યગદર્શન, જ્ઞાન અને સમ્યક્રચારિત્ર તરફ પ્રેરે, પર્યાયની શુદ્ધિ તરફ પ્રેરે, વીતરાગતા તરફ પ્રેરે.” આવો વ્યવહાર એ જ આત્માર્થીને માન્ય હોય. બહુ જ ચોખ્ખી વાત છે, ક્યાંય અસ્પષ્ટતા નથી. કેવો વ્યવહાર કરવો? શું વ્યવહાર કરવો? તમે જે કરો તે એવી રીતે કરો કે જે તમને સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર તરફ દોરે, વીતરાગતા તરફ પ્રેરે, શુદ્ધ ભૂમિકા તરફ પ્રેરે, અહિંસા અને સત્ય તરફ પ્રેરે; સદાચાર, For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૮૫ નીતિ અને ન્યાય તરફ પ્રેરે, માણસાઈ તરફ અને શાંતિ તરફ, પ્રેમ અને સદ્ભાવ તરફ પ્રેરે. એવો વ્યવહાર તેને માન્ય હોય, આવો વિચાર અંતરમાં કરે. હવે આપણે એ લીટી ઉપર આવ્યા, ‘શોધે સદ્ગુરુ યોગ', એકાંતમાં આ પ્રમાણે વિચારીને આત્માર્થી સાધક સદ્ગુરુના યોગને શોધે છે. અહીંથી સાધનાની શરૂઆત થાય છે. તે પહેલા કઈ માળા કરવી, ક્યા મંદિરમાં જવું ? દિગમ્બરના કે શ્વેતાંબરના ? એને આવી મુશ્કેલીઓ ઓછી નથી. આ જીવ ક્યાં ક્યાં અટક્યો છે ? જેને આત્મહિત કરવું છે તે આત્માર્થી શોધ કરે છે-એ યોગ શોધે છે. યોગ એટલે પ્રાપ્તિ, યોગ એટલે મિલન, યોગ એટલે સંયોગ, સંબંધ, તન્મયતા. કોનો યોગ ? તો સદ્ગુરુનો યોગ. જ્યાં જ્યાં ઘટના ઘટી છે, ત્યાં પ્રથમ સદ્ગુરુનો યોગ થયો છે, અને આત્માર્થીએ સદ્ગુરુનો યોગ શોધ્યો છે. ‘એમવિચારી અંતરે’, –અંતરમાં આ પ્રમાણે વિચાર કરીને, સર્વ પ્રકારે વિચાર કરીને, યથાર્થપણે વિચારીને એ સદ્ગુરુનો યોગ શોધે છે. શું લઈને શોધ કરવી ? કયા ધારાધોરણ અને કયું માપ નક્કી કરવું ? તમે જોઈ જોઈને શું જોશો ? બહારમાં ભાષા તરફ ? કપડાં તરફ ? માન્યતા તરફ ? પણ એ આ બધી વસ્તુઓથી જુદો છે. માટે પરમકૃપાળુદેવ વારંવાર કહેતાં હતાં કે ‘અંદરની અવસ્થા તે નિગ્રંથ અવસ્થા અને બહા૨ની અવસ્થા એ વૈશ્યની અવસ્થા. વૈશ્ય વેશમાં આ નિગ્રંથ અવસ્થાની ઓળખાણ થવી બહુ મુશ્કેલ છે, જાણ થવી અને પરખ થવી મુશ્કેલ છે’ આત્માર્થી અંદરથી તટસ્થ, નિષ્પક્ષ અને મતાગ્રહથી રહિત થયો છે. ‘કામ એક આત્માર્થનું’ હવે તેને કોઈ બીજું કામ, ઈચ્છા, અભિલાષા, આકાંક્ષા કે તૃષ્ણા નથી. કદાચ તમારા ઉપર ધરણેન્દ્રદેવ કે પદ્માવતીજી પ્રસન્ન થાય અને તમને કંઈ માંગવાનું કહે કે તમે દર પુનમે શંખેશ્વર આવો છો, તો અમે બહુ પ્રસન્ન છીએ, તમે જે માગશો તે આપીશું, તો તે વખતે રોમરોમમાંથી એક જ માગવું, માત્ર પર્યાય શુદ્ધ થાય તે કરો. સીતાજીને સગર્ભાવસ્થામાં વનમાં મૂકવામાં આવ્યા, જંગલમાં પશુ હોય ત્યાં છોડી દેવામાં આવ્યા, તે વખતે સીતાજી રામજીને સમાચાર કહેવરાવે છે કે ‘તમે રાજા છો, રાજા તરીકે તમે જે નિર્ણય લીધો તેની સામે મને વાંધો નથી પરંતુ એક મારી વિનંતી છે કે લોકના કહેવાથી મને ભલે જંગલમાં છોડી, પરંતુ લોકોના કહેવાથી વીતરાગ માર્ગને છોડશો નહિ.’ એક માત્ર આત્માર્થ થાય તે સિવાય બીજું કોઈ કામ જ નથી. અને માટે જ સ્પષ્ટતા કરી કે ‘બીજો નહીં મન રોગ’ હજુ સાધના ચાલુ નથી કરી, એટલું જ કહ્યું છે કે તેણે વિચાર કર્યો છે અને વિચાર કરી સદ્ગુરુની શોધનો તેણે પ્રારંભ કર્યો છે. આત્માર્થનું એક જ કામ For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ પ્રવચન ક્રમાંક - ૩૪, ગાથા ક્રમાંક - ૩૭ છે પણ તેમાંથી બહુ મોટું કામ એ થયું કે મનમાં કોઈ જાતનો રોગ, એટલે ઈચ્છા, તૃષ્ણા, બહારથી કંઈ જોઈએ છીએ એવું રહ્યું નહીં. મન રોગ એટલે લોભ :- લૌકિકમાં, સંસારમાં કોઈ જાતની આસક્તિ નથી. અંબાલાલભાઈની ટીકામાં કહે છે, “અંતરમાં વિચારીને જે સદ્ગુરુના યોગની શોધ કરે છે, માત્ર એક આત્માર્થની ઈચ્છા રાખે પણ માન, પૂજા, રિદ્ધિ સિદ્ધિની કશી ઈચ્છા રાખે નહિ.” ઈચ્છારૂપ રોગ જેના મનમાં નથી તેને અમે આત્માર્થી કહીએ છીએ. બહુ જ સ્પષ્ટ ચિત્ર છે. ક્યાંય અસ્પષ્ટતા નથી. સાંસારિક ઈચ્છાનો ત્યાગ કરે છે. આગળ વધીને ઉપરની અવસ્થામાં જ્ઞાનીઓએ એમ પણ કહ્યું કે તેને સંસારની ઈચ્છા તો નથી રહી, પણ હવે મોક્ષની ઈચ્છા પણ નથી રહી. ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. સર્વ દુઃખનું મૂળ ઈચ્છા છે. આજની આધુનિક પરિભાષામાં મોટો પ્રશ્ન કોઈ હોય તો ટેન્શન, ટેન્શન, ટેન્શન ચારે તરફ વરસી જ રહ્યું છે, અને ઈચ્છા છે ત્યાં ટેન્શન છે. જ્યારે બીજી ઈચ્છા ન રહી હોય ત્યારે જ્ઞાનીનો મેળ થાય અને સંબંધ બંધાશે. પરંતુ જ્ઞાની મળ્યાં હોય અને તમને મનમાં ઘણી ઈચ્છાઓ બાકી હોય તો મેળ નહીં પડે. પરમકૃપાળુદેવ સૌભાગ્યભાઈને વારંવાર લખતાં હતાં કે તમારી મુશ્કેલીઓ, તકલીફો અમે જાણીએ છીએ, પણ “તે તકલીફો દૂર થાય તેમ કરો' એવું કહેવું તમને શોભતું નથી. સૌભાગ્યભાઈને ઘણી આર્થિક મુશ્કેલીઓ હતી. આવી મૂંઝવણ કહેવી કોને? પરમકૃપાળુદેવ કહેતાં કે હાથથી કે પાવડાથી રેતી ઉપાડવી ઠીક છે, પરંતુ આંખની પાંપણથી રેતી ઉઠાવવાનું જેટલું કઠિન છે એટલું સંસારિક કામની યાચનાની મદદ કરવી જ્ઞાનીને કઠિન છે.” અન્ય યાચનાઓથી તમારો યોગ નિષ્ફળ જશે, સફળતા પ્રાપ્ત નહિ થાય, મેળ નહિ પડે. સંકલ્પ વિકલ્પ પદાર્થની ઈચ્છાને કારણે થાય છે અને તે ટાળ્યાં સિવાય ધ્યાન અવસ્થા પ્રાપ્ત થતી નથી. અને ધ્યાન અવસ્થામાં ગયા સિવાય શુદ્ધ આત્માની અનુભૂતિ થઈ શકતી નથી. તો ક્રમશું આવ્યો? શુદ્ધ આત્માની અનુભૂતિ ધ્યાનમાં થાય. ધ્યાન તો જ થાય કે જો સંકલ્પ વિકલ્પ ટળે. અને સંકલ્પ વિકલ્પ પદાર્થની ઈચ્છાને કારણે થાય છે. તો સંકલ્પ વિકલ્પ એટલે ઈચ્છાઓ ટાળ્યા સિવાય ધ્યાન અવસ્થા પ્રાપ્ત થઈ શકતી નથી. અને ધ્યાન સિવાય શુદ્ધાત્માની અનુભૂતિ થઈ શકતી નથી, માટે જ્ઞાની પુરુષોએ “જગતનાં પદાર્થો અનિત્ય છે, ક્ષણભંગુર છે, તેમ ભારપૂર્વક કહ્યું છે. જગતનાં પદાર્થો જો અનિત્ય લાગશે તો જ પર પદાર્થ પ્રત્યે ઈચ્છા અને મારાપણું નહિ રહે. આત્માર્થી સાધનાનો પુરુષાર્થ કરે, પ્રારંભ કરે ત્યારે તેની એક અવસ્થા જોઈએ, એક For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા બેકગ્રાઉન્ડ, એક પૂર્વ ભૂમિકા જોઈએ, અને એવી પૂર્વ ભૂમિકા પ્રાપ્ત કરવા માટે પરમકૃપાળુદેવે ચાર સૂત્રો આપ્યાં છે. આ ચાર સૂત્રો દ્વારા તેની પૂર્વ ભૂમિકા તૈયાર થાય તે માટે બહુ સરળતાથી આ ગાથા આપણને મળી છે અને એ જ્યારે વાંચીશું ત્યારે આપણને થશે કે ઓહો ! આ તો અમે જાણીએ છીએ. પરંતુ આ ગાથા જ્ઞાન નથી, આ ગાથા અવસ્થા છે. જ્ઞાન અને અવસ્થા જુદા પાડો. જાણવું જુદી વસ્તુ છે અને અવસ્થા જુદી વસ્તુ છે. પ્રચંડ પુરુષાર્થ વગર અવસ્થા પ્રાપ્ત નહિ થાય. ચાર ઘટનાઓ જીવનમાં થવી જોઈએ, અને આ તમામ પ્રકારની પૂર્વ તૈયારી છે. જેમ વ્યવહારમાં વાવવું હોય તો ખેતર ખેડવું પડે, મકાન તૈયાર કરવું હોય તો પાયો ખોદવો પડે. તેમ આધ્યાત્મિકતાનો પાયો નાખવો હોય તો ચાર અવસ્થા જીવનમાં પ્રાપ્ત કરવી પડે. એ ચારેચાર અવસ્થાઓ અત્યંત મહત્ત્વની ઘટનાઓ છે. અને તેનાથી જીવનમાં સાધનાનો પ્રારંભ થાય છે. વૈચારિક ભૂમિકા ઉપર સાધના કરવાની હોય તો અંદરમાં કેવી અવસ્થા હોવી જોઈએ તેની વાત ૩૮ મી ગાથામાં કરેલ છે. કષાયની ઉપશાંતતા,માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થનિવાસ. મનમાં કંઈપણ ભ્રમણા ન રહે, કોઈપણ માણસ હું આવો છું તેમ મનાવવાની કોશિશ ન કરે, ખોટાં ગાણાં ન ગાય તેના માટે આ ચાર સૂત્રો છે. જો તમને લાગે કે હું આત્માર્થી છું, તો આત્માર્થીનાં આ ચાર લક્ષણો તમારામાં હોવા જોઈએ. આ વૈચારિક પ્રક્રિયા છે, અને આ પ્રક્રિયામાં સૌથી ઉપયોગી સાધન મન છે. બહારમાં એકાંત, અસંગ હોય પરંતુ અંદરમાં મન તે મુખ્ય સાધન છે. અંદરમાં આવેશ હોય, મનમાં ઉકળાટ હોય, મન વ્યથિત હોય, વ્યાકુળ અને વિક્ષિપ્ત હોય, મન મૂઢ હોય, અજાગૃત હોય, અસ્તવ્યસ્ત હોય, તૂટેલું અને ભાંગેલું હોય, મનમાં નિરાશા હોય તો તત્ત્વચિંતન નહિ થાય. તત્ત્વચિંતન માટે અખંડ મન જોઈએ. મનનો ઉપયોગ સાધના માટે ક૨વાનો છે. મનમાં જે પણ ઉકળાટ હોય તે પહેલાં શાંત કરવો પડે. જૈન પરંપરાએ, શાંત શબ્દને બદલે ઉપશાંત શબ્દ વાપર્યો. તે એટલા માટે વાપર્યો કે અશાંત બનાવનાર બીજા જે પરિબળો છે તે અંદર સક્રિય નથી. પ્રારંભ જ્યારે થશે ત્યારે ઉપશમથી જ થશે, ક્ષાયિકથી નહિ થાય. જ્યારે પહેલું સમ્યગ્દર્શન થશે ત્યારે ઉપશમ સમ્યગ્દર્શન જ થશે. સીધું ક્ષાયિક સમ્યગ્દર્શન નહિ થાય. ચારિત્ર મોહનો ઉપશમ થાય અથવા સીધો ક્ષય પણ થાય. ઉપશમ થવો જોઈએ એટલે ઠરવું જોઈએ. પ્રગાઢ શાંત અવસ્થા હોવી જોઈએ. કમ સે કમ ઊંડાણથી તત્ત્વચિંતન કરી શકાય તેવી મનની ક્ષમતા રહેવી જોઈએ. આ દ્રવ્ય, ગુણ, For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ પ્રવચન ક્રમાંક - ૩૪, ગાથા ક્રમાંક - ૩૭ પર્યાયનું અને આત્મસ્વરૂપનું ચિંતન ખંડિત મનથી નહિ થાય, અખંડ મન જોઈએ. એટલા માટે કુંદકુંદાચાર્યજીએ અને હરિભદ્રસૂરિજીએ એક શબ્દ વાપર્યો પ્રજ્ઞા. તત્ત્વને જાણવા માટે માત્ર બુદ્ધિ નહીં, આઈ.ક્યુ. લેવલવાળી બુદ્ધિ નહીં પણ પ્રજ્ઞા જોઈએ. બુદ્ધિ શુદ્ધ ન થાય ત્યાં સુધી તત્ત્વચિંતન ન થાય. દ્રવ્યનું, ગુણનું, પર્યાયનું અને દ્રવ્યાનુયોગનું ચિંતન પ્રજ્ઞાથી જ થશે. આઠમા ગુણસ્થાનક પછી એક જ સાધન. ક્યું? અનન્ય ચિંતન. અનન્ય ચિંતન, અતિશય શુદ્ધ સ્વભાવ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ત્યાં ધારા તૂટતી નથી. આ ચિંતન શુભનું નહિ, બહારનું નહિ. આ ચિંતન શુદ્ધ દ્રવ્યનું, તે પણ સ્થૂળ નહિ, અતિ સૂક્ષ્મ. માત્ર ઉપરછલ્લી વાતો કરવાથી આપણું કામ પતી જતું નથી. ઘણાં લોકો સંતો પાસે જઈને કહે છે કે “અમને આશીર્વાદ આપો, માથે હાથ મૂકો, એટલે અમારું કામ થઈ જાય.” આશીર્વાદ તો વરસતાં જ હોય છે, પરંતુ અનન્ય ચિંતન તમારે કરવું પડશે, અને બારમા ગુણસ્થાન સુધી કરવું પડશે. મુખ્ય સાધના કરવામાં અનન્ય ચિંતન જોઈએ અને અનન્ય ચિંતન કરવા આવું ખંડિત થયેલ, વ્યગ્ર બનેલ, અસ્વસ્થ મન, ભાંગેલું અને નિરાશ મન, હતાશ અને વિક્ષિપ્ત મન ન ચાલે, મન તાજગીભર્યું અને ગુલાબનાં ફૂલ જેવું ખીલેલું જોઈએ. આ મનમાં આટલી બાબત હોવી જોઈએ. પહેલી બાબત – કષાયની ઉપશાંતતા – ત્રણ શબ્દો છે. (૧) અકષાય, (૨) તીવ્ર કષાય અને (૩) મંદ કષાય, અકષાય તે અસલ અવસ્થા, વીતરાગ દશા, પરિપૂર્ણ દશા. ક્ષપકશ્રેણીમાં દશમાં ગુણઠાણાના અંતે મોહનો સંપૂર્ણ ક્ષય થાય એટલે બારમા “ક્ષીણમોહ વીતરાગ' ગુણઠાણે વીતરાગ દશા છે. મોહનીય કર્મના ૨૮ ભેદ છે પણ મુખ્ય બે ભેદ (૧) દર્શન મોહ (મિથ્યાત્વ મોહ આદિ ૩ ભેદ) (૨) ચારિત્ર મોહ, ચારિત્ર મોહના બે ભેદ. (૧) કષાય મોહનીય ૧૬ ભેદ (૨) નોકષાય મોહનીય ૯ ભેદ. બધામાં મિથ્યાત્વ મોહ મુખ્ય છે, દર્શનમોહનો પહેલા નિકાલ થાય પછી ચારિત્ર મોહનો નિકાલ થાય. કષાયો અંદર વ્યગ્રતા ઉત્પન્ન કરે છે. તે તેનો સ્વભાવ છે. જેટલી અશુભ પ્રવૃત્તિઓ થાય છે, તે તીવ્રકષાયની હાજરીમાં થાય છે. તીવ્ર કષાય જો. હોય તો શુભ પ્રવૃત્તિઓ નહિ થાય. શુભ વિચારો અને શુભ કર્મો પણ નહીં થાય. ત્યાં અશુભ પ્રવૃત્તિ હોય અને અશુદ્ધ પ્રવૃત્તિ પણ હોય. (૩) મંદ કષાય - જ્યાં કષાય મંદ થાય છે ત્યાં શુભ પ્રવૃત્તિઓ થાય છે. ત્રણ અવસ્થા ૧. અશુદ્ધ, ૨. શુભ અને ૩. શુદ્ધ. અશુદ્ધ અવસ્થા તે તીવ્ર કષાયની અવસ્થા, અથવા અશુભ અવસ્થા. અને મંદ કષાય એટલે શુભ અવસ્થા. મંદ કષાય હોય તો ધર્મ થાય, ત્યાં સદૂગુરુનો યોગ થાય. મંદ કષાય હોય ત્યાં For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૮૯ ધ્યાન થાય. મંદ કષાય હોય ત્યાં અનુષ્ઠાન-શુભની સાધના થાય. પરંતુ એમ કહેવું છે કે મંદ કષાય વખતે થતી શુભ સાધનામાં અટકવું નથી, પણ કૂદકો મારવો છે શુદ્ધ અવસ્થામાં. આ શુદ્ધ અવસ્થામાં તીવ્ર કષાય પણ જાય, મંદ કષાય પણ જાય અને અકષાય અવસ્થા પ્રાપ્ત થાય, તે ધ્રુવનો તારો. તે આપણું લક્ષ છે. તીવ્ર કષાયના ઉદયમાં અશુદ્ધ પ્રવૃત્તિ અને અશુભ વિચાર થાય, તો પહેલાં શું કરવું પડે? કષાય મંદ કરવા પડે, જેમ ગરમાગરમ ખીચડી ન ખવાય, પહેલાં તેને ઠારવી પડે, નહિ તો જીભ દાઝે અને ફોલ્લા પણ પડે, તેમ કષાય જ્યાં સુધી શમતાં નથી, શાંત થતાં નથી ત્યાં સુધી શુભ પ્રવૃત્તિ, શાંત વિચાર અને શુભ કર્મ નહીં થાય. પરમકૃપાળુદેવે કહ્યું, પહેલાં કષાયો ઉપશાંત કરવાં પડે.' ઉપશાંત શબ્દનો અર્થ-તે પાતળાં પડવાં જોઈએ, તે મોળાં પડવાં જોઈએ. જેમ પ્લાસ્ટર તોડવું હોય તો પહેલાં હથોડો લઈને ખોખરું કરવું પડે, પછી પ્લાસ્ટર તૂટે, તેમ આ કષાયોને ખોખરા કરે એટલે પાતળાં પાડે, તેનું જોર ઓછું થાય. આજે તો આપણા કષાયોની તાકાત જોરદાર છે. આપણી તાકાત નથી. ક્રોધ જીતે છે અને ક્ષમા હારે છે. પર્યુષણમાં તમે ક્ષમાપના કરી, ધન્યવાદ. સારું કર્યું પણ ક્ષમાપનાનો અર્થ એ છે કે હવે પછી તમને કોઈના પ્રત્યે વિરોધ, વૈમનસ્ય, અણગમો કે નાકનું ટેરવું ચડે તેવું રહ્યું નથી, તો સમજવું કે કષાય શાંત થયા છે, પાતળાં પડ્યાં છે. કષાયો છે તો ખરા પણ જોર નથી. જેમ સાપનાં મોઢામાંથી ઝેરની દાઢ કાઢી લીધી હોય તો સાપનો ફૂંફાડો રહેશે પણ ઝેર નહિ. તેમ કષાયનું જોર હવે તેના ઉપર ચાલતું નથી. એવી પૂર્વભૂમિકા તેણે પ્રાપ્ત કરી લીધી છે. અત્યારે આટલી વાત થઈ, આ ચાર અવસ્થાઓનું વર્ણન શાસ્ત્રોને વિગતવાર કરવું છે. ફરી મળીશું ત્યારે આગળનો ક્રમ ચાલુ થશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૩૫, ગાથા ક્રમાંક - ૩૮, ૩૯, ૪૦ પ્રવચન ક્રમાંક - ૩૫ ગાથા ક્રમાંક - ૩૮, ૩૦, ૪૦ મોક્ષમાર્ગની સાધના કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. (૩૮) દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ, મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. (૩૯) આવે જ્યાં એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય, તે બોઘે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. (૪૦) ટીકા જ્યાં કષાયપાતાળાં પડ્યાં છે, માત્ર એક મોક્ષપદસિવાય બીજા કોઈ પદની અભિલાષા નથી. સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણી માત્ર પર જેને દયા છે, એવા જીવને વિષે આત્માર્થનો નિવાસ થાય. (૩૮). જ્યાં સુધી એવી જોગદશા જીવ પામે નહીં, ત્યાં સુધી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિન થાય. અને આત્મભ્રાંતિરૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતર રોગ ન મટે. (૩૯) એવી દશા જ્યાં આવે ત્યાં સદ્ગુરુનો બોધ શોભે, અર્થાત્ પરિણામ પામે, અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચારદશા પ્રગટે. (૪૦) પરસ્પર આંતરિક સંબંધ આ ત્રણ ગાથાઓમાં છે. મોક્ષમાર્ગના પ્રારંભથી માંડીને મોક્ષ માટેની અનેક સાધનાઓનું વર્ણન આ ગાથાઓમાં છે. થોડા શબ્દો અહીં વિશેષ પ્રકારે મૂક્યાં છે. એક શબ્દ “ત્યાં આત્માર્થ નિવાસ' છે. આવી જેની અવસ્થા છે, આવી જેની ભૂમિકા છે, ત્યાં આત્માર્થીપણું હોઈ શકે. બીજે ક્યાંય હોઈ ન શકે. એક બીજો શબ્દ વાપર્યો છે. “જોગ.” જોગ એટલે મિલન, જોગ એટલે પ્રાપ્તિ. આવી દશા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી સદૂગુરુનો જોગ પ્રાપ્ત ન થાય. સદ્દગુરુ મળતાં નથી એમ નથી. દશા એવી હોય તો સદ્ગુરુનો જોગ થાય. સદ્દગુરુ હાજર હોય, પ્રત્યક્ષ હોય, પ્રગટ હોય તો પણ જોગ ન થાય. For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૯૧ નિકટમાં અને તમારા ઘરમાં હોય તો પણ જોગ ન થાય. દશા એવી જોઈએ, અવસ્થા જોઈએ, ભીતરની ભૂમિકા જોઈએ, અને એવી દશા ન થાય ત્યાં સુધી મોક્ષમાર્ગને પામી શકતો નથી. અને ત્રીજો શબ્દ છે પરિણમન. ૪૦મી ગાથામાં તેનું વિવેચન થશે પણ અત્યારે તે શબ્દ સમજી લો. જેમ વૈદ્ય કિંમતી દવા આપે, મોંઘી દવા આપે પણ તે દવા જે લે છે તે પરિણમવી જોઈએ ને? નહિ તો લાભ ન થાય. સદ્ગુરુ જો મળે, તો સદ્ગુરુના બોધની પ્રાપ્તિ પછી તે બોધ પરિણમવો જોઈએ. બોધ પરિણમે તો અંદર ઘટના ઘટે. શું ઘટના ઘટે ? ત્યાં સુવિચાર દશા પ્રગટ થાય, અને જ્યાં સુવિચાર દશા પ્રગટ થાય ત્યાં અનંતકાળમાં નહિ થયેલ અભુત ઘટના ઘટે, અને એ ઘટના છે નિજજ્ઞાન ! નિજજ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું, પોતાના અસ્તિત્વનું જ્ઞાન. આ ક્રમ સમજી લો. એ જ્ઞાન આપણને થાય તો એ જ્ઞાન શું કામ કરે ? એ મોહનો ક્ષય કરે, અને જ્ઞાનથી મોહનો ક્ષય થાય તો પરમપદ એટલે નિર્વાણની પ્રાપ્તિ થાય. આ પંચમકાળમાં, આવા કલિકાળમાં, આવા વિકરાળ કાળમાં અને આવા સંજોગોમાં પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિ દ્વારા મોક્ષમાર્ગ આપેલ છે. તેમાં કંઈ શંકા કરવાની જરૂર નથી, અને એ વિચારણા જે પ્રગટ થવાની છે તે સુવિચારણા હોય. એ કહેવાનો પ્રારંભ ૪૩મી ગાથાથી થાય છે, અને તે પહેલાં ૪૨ ગાથા સુધી તેની પૂર્વભૂમિકા કહેલ છે. ૪૩મી ગાથાથી ષપદના વર્ણનનો પ્રારંભ થશે. આગળના પ્રવચનની વાત ફરી યાદ કરી લઈએ. જૈન દર્શનમાં પાયાના ત્રણ શબ્દો છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય. દ્રવ્ય એટલે વસ્તુ, પદાર્થ. વસ્તુ બે પ્રકારની છે, જડ પણ છે અને ચેતન પણ છે. ઈન્દ્રિયોથી ગમ્ય પણ છે, અને અતીન્દ્રિય પણ છે. આત્મદ્રવ્ય અતીન્દ્રિય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ અતીન્દ્રિય છે, પરંતુ પુદ્ગલ ઈન્દ્રિયગમ્ય છે. ઈન્દ્રિયોથી દેખાય તે પુદ્ગલ, જડ અને જેનામાં જ્ઞાન છે, જે ઈન્દ્રિયો વડે જાણી શકતો નથી, પણ છે, તેનું હોવાપણું છે, એ જીવ અથવા ચેતન અથવા આત્મા અતીન્દ્રિય તત્ત્વ છે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ.” જડ જડ રૂપે પરિણમે છે અને ચેતન ચેતન રૂપે પરિણમે છે. આ વસ્તુ છે, જૈનદર્શનમાં તેને માટે શબ્દ વાપર્યો છે દ્રવ્ય. દ્રવ્ય શબ્દ સાથે બીજો પણ શબ્દ આવે છે. ગુણ અથવા શક્તિ. શક્તિ એટલે તાકાત, તેનું સામર્થ્ય. શક્તિને શાસ્ત્રીય પરિભાષામાં “ગુણ' શબ્દથી જણાવે છે. ગુણ એટલે માત્ર સગુણો નહીં પણ શક્તિ-સ્વભાવ, તે અર્થમાં છે. આત્મામાં જ્ઞાનગુણ, દર્શનગુણ અને ચારિત્ર ગુણ છે. પુદગલ (જડ) માં વર્ણ (રપ) રસ, ગંધ, સ્પર્શ ગુણો છે. ગુણ એટલે શક્તિએટમબોમ્બનો ખ્યાલ કરો તો સ્પષ્ટતા કરવી નહિ પડે કે એક પરમાણુમાં કેટલી બધી તાકાત અથવા For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ પ્રવચન ક્રમાંક - ૩૫, ગાથા ક્રમાંક - ૩૮, ૩૯, ૪૦ શક્તિ છે. જેમ અણુમાં અનંત શક્તિ છે, તેમ પુદ્ગલ પરમાણુમાં પણ અનંત શક્તિ છે, તેમ આત્માની પણ અનંત શક્તિ છે. બન્ને દ્રવ્યો સક્ષમ છે, સમર્થ છે અને પોતપોતાની ભવ્ય શક્તિથી પૂર્ણ છે. ગુણ જે કામ કરે છે તેને કહેવાય છે પર્યાય. પર્યાય એટલે અવસ્થા. સોનું તે મૂળભુત વસ્તુ છે, (દ્રવ્ય છે.) તેમાં પીળાશ છે, નક્કરતા છે, તે ગુણ. સોનાનો ગઠ્ઠો પહેરી ન શકાય પણ ઘરેણું બને તો પહેરી શકાય. સોનામાંથી ઘરેણું બને તે સોનાની પર્યાય. મૂળ સોનું પણ પીળાશ, નક્કરતા એ તેનાં ગુણો અને તેમાંથી જુદા જુદા આકારો બને તે તેની પર્યાયો. ઘઉંના લોટમાંથી રોટલી બને છે તો લોટ મૂળભૂત વસ્તુ અને રોટલી તેની પર્યાય છે. પર્યાય એટલે અવસ્થા, હાલત, આકાર, પરિણામ અને પરિણમવું તે. હર સમયે, હર ક્ષણે વસ્તુ પરિણમે છે. જડ જડ રૂપે પરિણમે અને ચેતન ચેતન રૂપે પરિણમે છે, બન્નેના પરિણમન પોતપોતામાં સ્વતંત્ર રીતે થાય છે. જેમ રેલ્વેના બે પાટા છે તે ક્યારેય ભેગા ન થાય, તેવી રીતે બે દ્રવ્યો પણ ક્યારેય ભેગાં ન થાય. પરંતુ જે પર્યાય છે તે દ્રવ્યમાંથી આવે છે. સોનું પિતા પાસે હતું, તેણે દીકરાઓને આપ્યું, તેમણે તેમના દીકરાઓને આપ્યું. જેમ ફેશન બદલાય તેમ ઘાટ બદલાય પણ સોનું એ જ રહે છે અને આકાર જે આવે તે સોનામાંથી જ આવે, તેમ આત્મ દ્રવ્યમાંથી જ આત્મ દ્રવ્યની પર્યાયો આવે છે. આનંદધનજીએ કહ્યું છે કે ખાણમાંથી સોનું બહાર આવે તે એકલું બહાર નથી આવતું, પણ એ સોના સાથે માટી ભળેલી છે. માટી ભળેલી છે માટે સોનાને શુદ્ધ કરવું પડે છે. તેજાબ છાંટવો પડે, ગરમ કરવું પડે, જે કંઈ પણ પ્રક્રિયા કરવી પડે તે સોનાની મલિનતા દૂર કરવા કરવી પડે છે. કનકોપલવત્ પડે પુરુષ તણી રે, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. (આનંદધનજી મ.) આ વાત આટલી સરળ છે તે તમને કઠિન કેમ લાગે છે ? આ તો શીરો ગળે ઊતરી જાય તેવી વાત છે, પણ તમે વિચાર ઓછો કર્યો હશે. અન્યનો સંયોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી તેને સંસારી કહેવાય. અને અન્યનો સંયોગ મટી જાય તો સંસાર પણ મટી જાય. સાધના શું કરવાની છે ? જે સંયોગ થયો છે, તે સંયોગથી મુક્ત થવાનો પુરુષાર્થ તે સાધના છે. પાણી સ્વભાવે મીઠું છે, દરિયાના પાણીનો તેને સંયોગ થયો તો પાણી ખારું થયું. પાણી ફીલ્ટર કરવાથી ખારાશ દૂર થાય. પાણી શીતલ છે, તેને અગ્નિનો સંયોગ થયો તો ગરમ થયું. તો શું કરવું પડે ? પાણીને ઠારવું પડે અથવા તો અગ્નિથી દૂર રાખો તો ફરી ઠંડુ થઈ જશે. પ્રત્યેક પદાર્થની ગતિ પોતાના મૂળ સ્વભાવ તરફ છે, પરંતુ તેમાં અન્ય દ્રવ્ય ભળે એટલે ડીસ્ટરબન્સ થાય છે. સાદી ભાષામાં એકડે એક અને બગડે બે. બે ભેગા થાય એટલે For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૯૩ બગડે. પુદ્ગલ દ્રવ્યનો સંયોગ આત્માને થયો. સોનું અને માટી ખાણમાંથી નીકળે છે અને સુવર્ણકાર એ બંનેને જુદા પાડે છે, તેમ કર્મ અને આત્માનો અનાદિથી સંયોગ છે અને સાધક તેને જુદા પાડે છે. સાધકનું કામ, થયેલાં કર્મના સંયોગને દૂર કરવો તે છે, અને કર્મના સંયોગની પેદાશ એટલે કે તેનું ફળ તે આ સંસાર. આત્મા છે એ અનાદિનો, કર્મ છે અનાદિના, આત્મા અને કર્મનો સંયોગ પણ અનાદિનો, એટલે બન્નેનો સંયોગ છે ત્યાં સુધી સંસાર ઊભો થયા કરશે. ગમે તેટલા કંટાળા સાથે હાથ જોડીને કહો કે અમારે સંસારમાંથી મુક્ત થવું છે, પરંતુ બેટા ! તું તારા કર્મના સંયોગને દૂર કર. કર્મ સંયોગ દૂર થાય તો કર્મમાંથી ઉત્પન્ન થતો સંસાર પણ દૂર થઈ જાય. એ બાય પ્રોડક્ટ છે. સંસારમાં કષાય હોય, રાગ દ્વેષ હોય, મોહ હોય, વાણી, શરીર, અશુભ કર્મો, અશુભ પ્રવૃત્તિ હોય, કર્મનો બંધ હોય, ફરી કર્મનો સંયોગ થાય અને ફરી ચક્ર ચાલુ. આવા સંસારના ચક્રમાં આપણે છીએ. બન્ને વસ્તુઓ જુદી જુદી છે, સોનું અને માટી બન્ને સાથે મળ્યાં છે, તો તેમાંથી માટીને દૂર કરવી તેમ આત્મા તથા કર્મો સાથે મળ્યાં છે તો કર્મને આત્માથી દૂર કરવાનાં રહ્યાં. એ કર્મને દૂર કરવાની સાધના તેને કહેવાય છે. પર્યાય શુદ્ધિની સાધના. જૈન દર્શન સ્પષ્ટ વાત કરે છે-“ભાવ કર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ.” ભાવકર્મ જ્યારે અંદર થાય ત્યારે બહાર કર્મની રચના થાય. કર્મો તો કહે છે કે “અમે તટસ્થ છીએ. અમે તમને વળગવા આવતાં નથી. તમારે અને અમારે શું લેવા દેવા છે? પણ એક વાત છે. તમે જો કંઈ કરશો તો અમારે આવવાની ફરજ થઈ પડશે.' લોહચુંબકના એરિયામાં જો લોઢું જશે તો સ્વાભાવિક રીતે લોહચુંબક લોઢાને ખેંચશે. સોનું કે હીરાકણી આવે તો કંઈ નહિ કરે, પણ લોખંડનો કટકો આવે તો જ લોખંડને ખેંચે. લોહને પોતા તરફ આકર્ષિત કરવું તે લોહચુંબકનું કામ છે, તેવી જ રીતે જીવ અંદરમાં રાગ દ્વેષ કરે એટલે કે અંદરમાં ભાવકર્મ કરે, કષાયો કરે, વિકારો કરે, વાસનાઓ કરે, ઈચ્છાઓ અને તૃષ્ણાઓ કરે, અભિલાષા કરે, મનથી, વચનથી અને કાયાથી અશુભ પ્રવૃત્તિઓ કરે તો કર્મો આવીને વળગે. આ જે કર્મો અંદર આવે છે, વળગે છે, એના કારણે અશુદ્ધિ થાય છે. આપણે વિક્ષિપ્ત થઈએ છીએ. એ અશુદ્ધિ દૂર કરવાની સાધના તેને પર્યાય શુદ્ધિની સાધના કહે છે. સમજી લો, તમારી પાસે આત્મદ્રવ્ય આજે પણ અકબંધ છે અને અખંડ છે. આત્મા તો પ્રાપ્ત જ છે, પણ તમારી નજર ત્યાં જતી નથી. એક કવિએ કહ્યું છે કે “નયનાની આળસે રે, મેં હરિને નિરખ્યા નહિ.” હરિ તો સાક્ષાત્ છે, પ્રગટ છે. જ્ઞાનશક્તિથી જગતમાં વ્યાપ્ત છે પણ આપણે તેને જોઈ શકતાં નથી, કારણ કે તે નિરાકાર છે. એ દુર્લભ છે માટે જોઈ શકતાં For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ પ્રવચન ક્રમાંક - ૩૫, ગાથા ક્રમાંક - ૩૮, ૩૯, ૪૦ નથી? ના, એ વાત નથી પણ “નયણાની આળસ', આંખ ઉઘાડો તો દેખાય. પ્રાપ્ત છે તેને પ્રાપ્ત કરવાનો છે. અપ્રાપ્તની પ્રાપ્તિ કરવાની નથી. માટીને જેમ દૂર કરવાની છે તેમ કર્મોને પણ દૂર કરવાનાં છે. કર્મોને દૂર કરવા, પાવડો હાથમાં લેવાની જરૂર નથી. એનો ઉપાય આપણી પાસે જ છે. સ્વીચ બંધ કરો એટલે લાઈટ બંધ. બલ્બ ફોડવાની જરૂર નથી. જે પણ કંઈ થાય છે તે ભાવકર્મના કારણે થાય છે, અને ભાવકર્મ તમે દૂર કરી શકો. ભાવકર્મ દૂર કરવાની સાધનાને કહેવાય છે. પર્યાયશુદ્ધિની સાધના. પર્યાય શુદ્ધ થાય ત્યારે વ્યવહારનયથી આત્મા, ગુણ અને પર્યાય ત્રણે શુદ્ધ થયા કહેવાય. આ ત્રણે શુદ્ધ બન્યાં અને જે અનુભવ થાય તેને વીતરાગતાનો અનુભવ કહે છે અથવા તેને મોક્ષનો ઉપાય કહે છે. આનો ખરો ઉપાય છે “અનન્ય ચિંતન.” અનન્ય ચિંતન ચોથા ગુણસ્થાને ક્ષણભર, પાંચમા ગુણસ્થાને થોડો ટાઈમ વધારે, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને અંતર્મુહૂર્ત. અને આઠમા ગુણસ્થાનકથી ટાઈમ લંબાય છે. અનન્ય ચિંતન કરવાની અવસ્થા અંદરથી આવે. તેઓ શેનું ચિંતન કરતાં હશે? દ્રવ્ય, ગુણ અને પર્યાયનું ચિંતન. આને શુકલ ધ્યાનની પ્રક્રિયા પણ કહે છે. આજે શુકલ ધ્યાનની પ્રક્રિયા સંભવિત નથી, કારણ કે એટલી બધી લાયકાત આપણા જીવનમાં આજે નથી. આ લાયકાતની અત્યારે જરૂર નથી. તમે ક્યાં સુધી જઈ શકો છો તે સમજાવવા વાત કરી. તમે ધર્મધ્યાન કરી શકો છો, તેના ચાર ભેદ છે. (૧) આજ્ઞા વિચય, (૨) અપાય વિચય, (૩) વિપાક વિચય અને (૪) સંસ્થાન વિચય, અંતર્મુહૂર્ત સુધી તમે ધ્યાન કરી શકો છો, એકાગ્ર અને તન્મય થઈ શકો છો, એટલું તો તમે કરો. ત્યાં ગયા પછી કદાચ દરવાજો ઊઘડી જાય તો, અંદર પ્રવેશ થઈ જાય. પહેલેથી જ “અમારાથી અનન્ય ચિંતન ન થાય', એમ કહી નાહી નાખો તો કામ ન થાય. અનન્ય ચિંતન એટલે વચમાં ધારા ન તૂટે. આનો આસ્વાદ ચોથાગુણસ્થાનકે મળે. ચોથા ગુણસ્થાનકે એક મોટી ઘટના ઘટે, મોટો અવરોધ દૂર થાય, તે છે દર્શનમોહ એટલે કે મિથ્યાત્વ. એ અવરોધ દૂર થવાના પરિણામે પોતાનો અનુભવ કર્યો, પોતાને નિહાળ્યો, પોતાનું દર્શન થયું, પોતાને જોયો, તેમાંથી એક સ્વાદ આવ્યો, તેથી એમ લાગ્યું કે અત્યારસુધી સુખ માટે બહાર ફાંફા મારતો હતો, પરંતુ હવે ખજાનો હાથ લાગી ગયો, અધિકાર મળી ગયો, પરંતુ ખજાનો ખોલવાનો બાકી છે. ચેક બેંકમાં ભર્યો પણ પૈસા મેળવવાના બાકી છે, તેમ અધિકાર પ્રાપ્ત થયો, હવે સ્વરૂપમાં રમણતા પ્રાપ્ત કરવાની છે, તે ક્ષણભર આવે તે સ્વરૂપમણ ચારિત્ર, અને એ સ્વરૂપ રમણતા વધતી જાય, વધતી જાય-પાંચમે, છટ્ટ અને સાતમે. પછી સઘન અવસ્થા પ્રાપ્ત થાય. એવી સઘન અવસ્થા આવે છે ત્યારે શ્રપક શ્રેણી કે ઉપશમશ્રેણી મંડાય છે. For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા જેમ ખેતી અને ધંધા માટે વાતાવરણ જોઈએ, એ જ પ્રમાણે સાધના માટે પણ વાતાવરણ જોઈએ. તે ન મળતું હોવાથી સાધના થઈ શકતી નથી. સાધના માટે ગૂઢ વાતાવરણ જોઈએ. એ વાતાવરણ કેવું હોવું જોઈએ તે માટે ચાર સૂત્રો... (૧) સૂત્ર – સમ્રગપણે મનમાં આકુળતા વ્યાકુળતા ન હોય. શાંત મન એકાગ્ર થઈ શકે, અને શાંત મન ગહેરાઈથી તત્ત્વચિંતન કરી શકે. ઘણીવાર લોકો એમ કહે છે કે બહુ મૂંઝવણ થઈ છે, તેનો રસ્તો શોધવો છે, ઉકેલ લાવવો છે, મને એકલો રહેવા દો. મને કોઈ ડિસ્ટર્બ કરશો નહીં. હું નદી કિનારે જઈ આવું, બહાર જવા દો, ત્યાં જઈ શાંતિથી બેસું. આનો અર્થ એ થયો કે જો ગંભીર વિચારણા કરવી હોય તો વાતાવરણ શાંત જોઈએ. આ તો સંસારની વિચારણા છે, પણ કોઈપણ વિચારણા માટે અનુકૂળ વાતાવરણ જોઈએ. વિદ્યાર્થીને વાંચવા માટે વાતાવરણ જોઈએ. મંદિરમાં મંદિરનું, આશ્રમમાં આશ્રમનું અને સાધનામાં સાધના થાય તેવું વાતાવરણ જોઈએ. વાતાવરણમાં પહેલી બાબત એ કે મુખ્ય કામ મન દ્વારા લેવાનું છે. મનનું કામ મનનનું છે, ચિંતનનું અને મંથનનું છે. સુવિચારનું કામ મન કરશે અને બોધ પ્રાપ્તિનું કામ પણ મન કરશે. મન બહુ Co-operative પરિબળ છે, અને એ મનને કામમાં લેવાનું છે. તમે આજે પણ મનને બહુ સારી રીતે કામમાં લો છો. લોકો કહે છે કે “મેં બહુ ઊંડાણથી વિચાર કરી આ સંસાર ગોઠવ્યો છે.” પછી એક દિવસ તેઓ કહેશે કે “બહુ વિચાર કરી બધું ગોઠવેલું પણ ઊંઘુ પડી ગયું છે.' આ વિચાર તો બહારના વિચારો છે. મન બંને પક્ષે કામ કરે છે. સાધનાના પક્ષે પણ કામ કરે છે અને સંસારના પક્ષે પણ કામ કરે છે. મન કહેશે, “સાહેબ ! મારા જેવું વફાદાર તત્ત્વ બીજું કોઈ નથી. તમે મને જે કામ સોંપો તે નિષ્ઠાપૂર્વક પાર પાડીશ. આ મારો સ્વભાવ છે. તમે મને સાધનાનું કામ સોંપશો તો હું મોક્ષ સુધી પહોંચાડીશ, અને સંસારના કામ કરવાનું કહેશો તો તે પણ કરીશ. મારો વાંક ન કાઢશો. માલિક તમે છો, તમે જે કામ સોંપશો તે કરી આપીશ. સત્તા તમારા હાથમાં છે. તમારે રાગ કરવો છે? હું તૈયાર છું, તમારે પ્રેમ કરવો છે, દ્વેષ કરવો છે, ક્રોધ કરવો છે તો હું તૈયાર છું.' કઈ અવસ્થામાં સાધના થશે? કઈ અવસ્થામાં આત્માર્થ થશે? પહેલી અવસ્થા કષાયની ઉપશાંતતા. કષ + આય= કષાય. કષ એટલે સંસાર અને આય એટલે લાભ. જે કરવાથી સંસારનો લાભ થાય તે કષાય. કષાય મનને વ્યાકુળ અને વ્યગ્ર બનાવે છે, તેથી મન શાંત બની શકતું નથી, સ્થિર બની શકતું નથી, એકાગ્ર બની શકતું નથી. તત્ત્વચિંતન માટે સ્થિર મન જોઈએ. મનને અસ્થિર કરનારાં પરિબળો ચાર છે, ક્રોધ, માન, માયા અને For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ લોભ. બહુ સંક્ષેપમાં આ વાત સમજી લઈએ. પ્રવચન ક્રમાંક - ૩૫, ગાથા ક્રમાંક - ૩૮, ૩૯, ૪૦ तत्रोपतापकः क्रोधः क्रोधो वैरस्य कारणम् । વ્રુતિર્વર્તની ઋોધ:, ોધ: શમસુવાર્તાના। (યોગશાસ્ત્ર ૪/૯) ક્રોધ કરવાથી ક્રોધ કરનારનાં મનમાં સંતાપ થાય છે, અને જેને સંતાપ થયો હોય તે તત્ત્વ વિચાર કરી શકે નહિ. સંતાપમાં ઉત્તેજના-આવેશ હોય. ક્રોધમાંથી વેરની જ્વાળા પણ પ્રગટ થાય. પહેલાં ક્રોધ આવે પછી વેરભાવ થાય. તમારે વેરભાવ શાંત કરવો હશે તો પહેલાં ક્રોધને શાંત કરવો પડશે. ક્રોધમાંથી વેરની પેદાશ થાય છે, અને દુર્ગતિમાં લઈ જનાર પણ ક્રોધ છે. સૌથી મહત્ત્વની વાત શાંતિ કે સમતાનું સુખ ઝૂંટવી લેનાર આ જ ક્રોધ છે. ક્રોધ તમારું સુખ લઈ લે છે. તમે જોજો, તમે બિલકુલ શાંત મનવાળાં છો, સાંભળી શકો છો, વિચાર કરી શકો છો, પરંતુ બહાર ગયા પછી કોઈ કારણસર ક્રોધ આવી જાય અને પછી તમને કોઈ કંઈ વાત કરવા આવશે તો ગુસ્સે થઈ કહેશો કે હમણાં નહિ, પછી. આ ક્રોધ દૂર થાય તો મનમાં એક ભૂમિકા તૈયાર થશે. ‘ક્રોધ આવે છે તે મનને વ્યગ્ર કરે છે.’ જગતનાં પદાર્થોને કારણે, પોતાની મોટાઈ માને અને મનાવે એને કહેવાય છે અહંકાર. મોટાભાગનાં અવરોધો અહંકારમાંથી થાય છે, સંસારમાં તો નડશે, પરંતુ દીક્ષા લઈને ગુરુ મહા૨ાજ પાસે જશો તો ત્યાં પણ નડશે. ત્યાં જઈને પણ કહેશો કે ‘કંઈ નહીં ત્યારે, તમે તમારા માર્ગે અને અમે અમારા માર્ગે, અમે છુટ્ટાં છીએ.' અહંકાર જોડાવા નહીં દે, પ્રેમ કરવા નહિ દે, નમ્ર રહેવા નહિ દે અને સમર્પણ કરવા પણ નહીં દે. અહંકાર ત્રણ વસ્તુને ખતમ કરે છે. ‘વિનયશ્રુતશીનાનાં ત્રિવર્ગાસ્ય હૈં ઘાત∞: ।′ (યોગશાસ્ત્ર ૪/૧૨) વિનય ધર્મનું મૂળ છે, એ વિનયને ખતમ કરે છે. અહંકારી માણસ નમ્ર રહી શકતો નથી. બીજી વાત, તે જ્ઞાનને પણ ખતમ કરે છે. જ્ઞાનનો દુશ્મન અહંકાર છે. જ્ઞાન પ્રાપ્તિમાં પણ અહંકાર આડો આવે છે. સ્ફુલિભદ્રજીને અહંકાર આવ્યો તો ભદ્રબાહુ સ્વામીજીને કહેવું પડ્યું કે હવે તમને આગળનો અભ્યાસ કરાવવામાં આવશે નહીં, કારણ કે તમારામાં અહંકાર છે તેથી પચાવી નહીં શકો. આ વાતને ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ ગ્રંથમાં કહી છે, ‘શ્રુતશીજીવિનયજ્ઞન્દૂષળચ.′ (ગાથા ૨૭) શ્રુતજ્ઞાન, શીલ (સદાચાર) અને વિનયને અહંકાર દૂષિત કરે છે. તેમજ અહંકાર ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ આ ત્રણને નુકશાન કરે છે. માયા જેટલી તીવ્ર તેટલી સરળતાને ખોવી પડે છે. પરમાર્થ માર્ગમાં ઓટકોટ કરવાવાળો માણસ, જેને ખાઈ બધેલો કહેવાય તે ન ચાલે. કાઠિયાવાડની ભાષામાં કહેવું હોય તો જેટલા પાઘડીમાં આંટા તેટલાં પેટમાં આંટા, તેટલા મનમાં આંટા. એવાં આંટાં જો હોય તો સરળતા ન For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા હોય અને સરળતા વગર શુદ્ધિ ન થાય અને શુદ્ધિ વિના પરમાર્થ માર્ગની સાધના ન થાય. कोहो पीइं पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेइ, लोभो सव्व-विणासणो ॥ (८/३८) દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે “ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. માન વિનયનો નાશક છે. માયા મિત્રતાનો નાશ કરે છે અને છેલ્લો સૌથી મોટો દાદો લોભ તે સર્વનો નાશ કરે છે. ન્યાય નીતિ, સદાચાર, પ્રેમ, સંભાવના આ સર્વનો લોભ નાશ કરે છે. એક સુભૂમ નામનો ચક્રવર્તી થયેલ. તેણે છ ખંડ જીત્યાં, પૂરતું હતું. તેને થયું કે છ ખંડ તો બધા જીતે છે, હું સાતમો ખંડ જીતી લઉં, અને સાહેબ! તે જીતવા ચાલ્યો, પણ સમુદ્રમાં બધું જ ગયું. કંઈ રહ્યું નહીં. લોભ વ્યાકુળ બનાવે છે. લોભનાં કારણે સંતોષ રહેતો નથી. લોભનાં કારણે દોડધામ અને મૂંઝવણ વધે છે. લોભનાં કારણે ચિંતા વધે છે અને મન દુષિત થાય છે. આવી કષાયવાળી અવસ્થા જો હોય તો તત્ત્વનો વિચાર થઈ ન શકે. તત્ત્વ વિચાર વિના મોક્ષની સાધના પણ ન થઈ શકે. શું કહેવું છે આ ગાથામાં? કષાયો ચારે તરફથી શાંત થયેલાં હોવા જોઈએ. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ આવી ભરપૂર મૂડી સાધક પાસે હોવી જોઈએ. ક્રોધનાં પ્રસંગો આવશે તો ક્ષમારૂપી નીરથી ક્રોધને શાંત કરી શકાય. હમણાં પર્યુષણ ગયા પછી મિચ્છામિ દુક્કડનો ઉદ્ઘોષ થયો હશે. મિચ્છામિ દુક્કડે તો કહ્યું પણ અંદરમાં કંઈ થયું? જો ન થયું હોય તો કંઈ અર્થ સરતો નથી. આપણો સ્વભાવ તો અકષાય છે. અને કષાય તો વિકાર છે, ખામી છે. કષાય હોવાં તે દોષ છે, આપણા કષાયો ગયા નથી પણ જંપીને બેઠાં છે. ગઈકાલે ગણેશ ચતુર્થી હતી, આંતકવાદીઓએ ધમકી આપેલી પણ પોલીસ ખાતું બરાબર હતું એટલે કંઈ વળ્યું નહીં. આ કષાયો આતંકવાદીથી પણ ભૂંડા છે, જંપીને બેસતાં નથી. એ ગમે ત્યારે તોફાન કર્યા વગર રહેતાં નથી, આપણી સાધના લૂંટ્યા વગર રહેતાં નથી. કષાયની ઉપશાંતતા” એક, “માત્ર મોક્ષ અભિલાષ'' બે. કેમ એમ કહેવું પડ્યું? સાધનામાં બીજા રસ્તાઓ ફંટાઈ જાય તેવી શક્યતાઓ છે. અંદરમાં હજુ જગતનાં બીજા પદાર્થો પ્રત્યે આકર્ષણ રહ્યું છે. શાસ્ત્રો દેવલોકનું વર્ણન કરે અને પછી મોક્ષનું વર્ણન પણ કરે તો ક્યારેક વિકલ્પ થાય કે એક વખત દેવલોકમાં પણ જઈ આવીએ, પછી મોક્ષમાં જઈએ, કારણ કે મોક્ષમાં ગયા પછી પાછા નહીં આવી શકાય. જેમ આવતીકાલથી ઉપવાસ કરવાનાં છે, તો આજે અત્તરવાયણામાં થોડું વધારે લો ને. આમ માર્ગ ફંટાઈ જાય છે અને તેનું કારણ ઈચ્છા છે. જ્યાં સુધી ભોગ અને પરિગ્રહની ઈચ્છા છે ત્યાં સુધી સાધકને અનેક દિશામાં ગતિ કરવાની શક્યતા છે, અને તેનો વખત આવે ત્યારે તે પોતાની આખી સાધના For Personal & Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ પ્રવચન ક્રમાંક - ૩૫, ગાથા ક્રમાંક - ૩૮, ૩૯, ૪૦ વેચવા તૈયાર થઈ જાય છે, તેને કહેવાય છે નિયાણ. એટલા માટે કહ્યું કે, “માત્ર મોક્ષ અભિલાષ”, આ મોક્ષ સિવાય બીજી કોઈ અભિલાષા નહિ. ત્રીજી વાત, ભવખેદ. આ ખેદ શબ્દ સમજી લો. ખેદ એટલે કંટાળો કે નિરાશા નહીં. વ્યવહારમાં આપણે કહીએ છીએ કે મને બહુ ખેદ થાય છે, એટલે દુઃખ થાય છે. સંસારનો ખેદ કરવાનો નથી, પણ સંસારમાં જે જન્મમરણ અનેક વાર કરવા પડે છે તે જન્મમરણ હવે ટાળવાં છે. તે ટાળવા માટે શબ્દ વાપર્યો ખેદ. ચિદાનંદજી મહારાજે તો કહ્યું કે... લાખ ચોર્યાશી પહેર્યા ચોલના, નવ નવ રૂપ બનાયો, બિન સમકિત સુધારસ ચાખ્યો, ગિણતી કોઉ ન ગિણાયો, મૂરખ! વિરથા જન્મ ગમાયો. આવો સંસાર, આવા જન્મ મરણ હવે ટાળવાં છે. નવાં નવાં જન્મો લેવાં પડે તો તેનું દુઃખ થાય છે કે અમે ક્યાં સુધી આ ભવોમાં અટવાયેલાં રહીશું?. ક્યારે આ બંધનથી છૂટકારો થશે? ચોથી મહત્ત્વની વાત પ્રાણી દયા. તમે ધરતી ઉપર રહેવાનાં છો, અનેક પ્રાણીઓ સાથે રહેવાનાં છો. તો કઈ રીતે રહેવું? જ્ઞાની પુરુષો કહે છે કે પ્રેમ, કરુણા, દયા, વાત્સલ્ય અને સ્નેહ ભાવપૂર્વક જીવવું. આ ભાવોથી હૃદય મુલાયમ અને કોમળ બને છે. આવી મુલાયમતા જો જીવનમાં પ્રસરી જાય તો જગતનાં પ્રાણીઓ સાથે કલેશ ન થાય. વેર, વિરોધ વૈમનસ્ય ન થાય. મોં ચડે નહીં, કોઈની સાથે તિરસ્કાર ન થાય, અણગમાના ભાવો ઊભા ન થાય. પ્રેમ, કરુણા, શાંતિ, મુલાયમતા અને કોમળતાથી જીવન જીવવું છે. આ પ્રયોગ ઘરથી ચાલુ કરવો. પહેલો સગો પાડોશી. તમે તુરત જ કહેશો કે “બીજી બધી વાત કરો, પણ પાડોશીની વાત ન કરશો”, તો પ્રાણી માત્ર પ્રત્યે દયાનો ભાવ, કરુણા, સદ્ભાવ કઈ રીતે રહેશે? જાતજાતની પ્રકૃતિવાળા માણસો સાથે આપણે રહેવાનું છે. જાતજાતની વૃત્તિઓ, જાતજાતનાં ઢાંચાં અને નમૂનાઓ છે. આ બધાની વચ્ચે આપણે રહેવાનું થાય તો, એ વખતે આપણા તરફથી આપણો જે અભિગમ છે અને આપણાં જે રીલેશન, સંબંધો છે, એ પ્રેમમય, શાંત, મધુર, સ્વસ્થ, સ્નેહમય હોવા જોઈએ, પણ અંદરમાં અકળામણ, અણગમો અને તિરસ્કાર ન જોઈએ. આ ચોથું પરિબળ સાધક માટે અત્યંત જરૂરી છે. કષાયની ઉપશાંતતા એક પરિબળ, માત્ર મોક્ષ અભિલાષા બીજું પરિબળ, ભવે ખેદ ત્રીજું અને પ્રાણી દયા આ ચાર પરિબળો છે. પહેલાં ત્રણ વ્યક્તિગત છે, ચોથું પરિબળ તે પ્રાણી માત્ર સાથે છે. કેવી રીતે પ્રાણી માત્ર સાથે રહેવું તે ફોર્મ્યુલા, સાધક તરીકે તમારે For Personal & Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૯૯ પસંદ કરવાની છે. તમને થશે કે સાધક તરીકે અમે તો બહુ સારો વ્યવહાર કરવા ઈચ્છીએ છીએ, પણ સામા લોકો વિચિત્ર છે એટલે અમારાથી આવું થઈ જાય છે. સામેનાં લોકો ભલે વિચિત્ર રહ્યા, પણ તમારે સાધના કરવી છે, તમે સાધક છો. સાધક એક જવાબદાર વ્યક્તિ છે. જેમ મેનેજર જવાબદાર વ્યક્તિ છે, ઘરનો વડીલ જવાબદાર વ્યક્તિ છે, પતિ જવાબદાર વ્યક્તિ છે, તેમ સાધક પણ જવાબદાર વ્યક્તિ છે. તેણે જવાબદારીપૂર્વક જીવવું પડશે. સાધના જગતમાં જ કરશો ને? આશ્રમમાં જાવ તો પણ જગત અને વનમાં જાવ તો પણ જગત તો હશે જ ને? ત્યાં પણ નદી, વૃક્ષો, પક્ષીઓનો કલરવ હશે. કાગડો ઝાડ ઉપર કા કા કરતો હશે. ચકલીઓ ચીં ચીં કરતી હશે. તેના વચ્ચે રહીને જીવવાનું થશે. તમારી મૂડી કોમળતા, તમારી મૂડી પ્રેમ, સ્નેહ,મૈત્રી, સૌજન્ય; તમારી મૂડી મધુરતા અને તમારી મૂડી ઉદારતા, વિશાળતા અને સભાવ, આ બધી મૂડી લઈને સાધકે સાધનાની યાત્રા કરવાની છે. આવું વાતાવરણ જેની અંદરમાં હોય ત્યાં “આત્માર્થ નિવાસ.” આ આત્માર્થી શબ્દ ત્યાં શોભે છે. આ આત્માર્થી અને ત્યાં આત્માર્થનો નિવાસ થાય. પોતાનાં સરખાં સર્વ જીવોને ગણે તો તેનું અંતઃકરણ કોમળ થાય. આવી કોમળતા જો આવે તો આત્માર્થી બની શકે. આવો આત્માર્થી બને તો અનુભવની ઘટના ઘટે. દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહીં જોગ, મોક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર રોગ. (૩૯) જેમ હાઈકોર્ટનું સુપ્રીમકોર્ટ બધું રદ કરી નાખે છે તેમ આ ૩૯મી ગાથા બધા વાંધા રદ કરી નાખે છે. સદ્ગુરુ છે તો કેમ મળતાં નથી? ક્યાં શોધવા? હવે છે નહીં અને થવાનાં પણ નથી: થયા એ થયા, હવે નવા નહિ થાય, આવા કેટલા બધા વાંધા? તે બધા જ આ ગાથામાં રદ થાય છે. “દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહીં જોગ.” જ્યાં સુધી ૩૮ મી ગાથામાં બતાવેલી દશા જ આત્મા પ્રાપ્ત ન કરે તો તેને સદૂગુરુનો જોગ ન થાય. ભાર કોના ઉપર આવ્યો? તમારા પોતાના ઉપર. હવે કોઈ વાંધા કાઢી નહીં શકો. “દશા ન લહે જ્યાં સુધીમાં, કેવી દશા? “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા.” એવી દશા અંતરમાં નહીં આવે ત્યાં સુધી તેને સદગુરુનો જોગ નૃહીં થાય. શુરુ હોવા એક વાત અને સદ્ગુરુનો જોગ થવો બીજી વાત. જોગમાં મિલન છે, આત્મીયતા છે, અને જોગમાં ઘટના છે. છોકરો છોકરી બન્ને આવતાં જતાં હોય, મળતાં હોય, વાતચીત કરતાં હોય પરંતુ એક દિવસ સગપણ થાય છે, પછી ખબર પડે કે આજે છોકરીનું માથું દુઃખે છે, તો હવે છોકરાને શું થાય? સગપણ સંબંધ થયો એટલે સહાનુભૂતિ થાય છે, ચિંતા થાય For Personal & Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ પ્રવચન ક્રમાંક - ૩૫, ગાથા ક્રમાંક - ૩૮, ૩૯, ૪૦ છે, આને કહેવાય જોગ. સદ્ગુરુ સાથે જોગ થવો જોઈએ. માત્ર સદ્ગુરુ મળે તેમ નહિ, પણ જોગ થવો જોઈએ, અને જોગ એટલે આંતરિક ચેતનાનો સંબંધ, અને સાધકને એવો જોગ મળે તો શું થાય? મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય. જે દિવસે તમને સાચો મોક્ષમાર્ગ મળશે, તે દિવસે ભટકવાનું બંધ થશે. મત મત ભેદ રે, જો જઈ પૂછીએ, સૌ સ્થાપે અહમેવ, અભિનંદન જિન દરશન તરસીયે, દરશન દુર્લભ દેવ. (આનંદધનજી મ.) જ્યાં જ્યાં જઈને અમે જુદા જુદાને પૂછીએ, “સૌ અપની અપની ગાવે, સાચા મારગ કોઉ ન બતાવે.” અને એક વસ્તુ અપવાદરૂપ છે. ગુરુ જો હોય તો એક જ માર્ગ બતાવે, સદ્ગુરુ કહે તે જ માર્ગ તેના બે કારણો છે. એક તો તે અતીન્દ્રિય સૃષ્ટિમાં ડૂબકી મારીને આવેલ છે. એમણે અનુભવ કર્યો છે. અને બીજી વાત, સદ્ગુરુએ પૂર્વે ભાવ કરુણા કરી છે, જો ભાવ કરુણા કરી ન હોત તો પાછા ન આવત. અંદરમાં ડૂબકી મારવાનો આનંદ એવો છે, સમાધિ અને ધ્યાનનો આનંદ એવો છે કે આંખ ઉઘાડીને જોવાનું મન ન થાય, અને બોલવાનું તો મન થાય જ નહિ, છતાં તે આવ્યાં. આ સદ્ગુરુની વિશેષતા છે. અનુભવ તો એમણે કર્યો પણ કરુણા હોવાને કારણે એ અમૃત લઈને તેઓ આપણી પાસે પાછા આવ્યાં. “ચાલો, તમે પણ મારી સાથે ચાલો. આ અમૃતનાં કુંભ તમે પણ લો અને આસ્વાદ માણો.” એમ કહેવાં આવ્યાં. અને તે વખતે જે માર્ગ મળશે તે મોક્ષનો સાચો માર્ગ હશે. એ સત્ય અને પરમાર્થ માર્ગ હશે. આવી અવસ્થા ન હોય તો મોક્ષમાર્ગ પામે નહિ. મોક્ષમાર્ગ પામે નહિ તો નુકસાન શું? “મટે ન અંતર રોગ.” અંદરનો રોગ મટે નહિ. આ અંદરના રોગનાં ઘણાં નામો છે. એક જ નામ આપવું હોય તો તે છે મોહ અથવા અજ્ઞાન. બે નામ આપવા હોય તો રાગ અને દ્વેષ. ચાર નામ આપવા હોય તો ક્રોધ, માન, માયા, લોભ અને છ નામ આપવા હોય તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. અને અઢાર નામ આપવા હોય તો પ્રાણાતિપાત (હિંસા), મૃષાવાદ, (અસત્ય), અદત્તાદાન (ચોરી), મૈથુન (અબ્રહ્મ) વગેરે ૧૮ પાપસ્થાનક... આ બધા રોગ છે. ક્રોધ, અહંકાર, આસક્તિ, કામવાસના પણ રોગ. બહુ સ્પષ્ટ શબ્દોમાં પરમકૃપાળુદેવે કહ્યું કે મોક્ષનો માર્ગ પામે નહિ, અને અંદરનો રોગ મટે નહીં. ઘટના ઘટવી જોઈએ ને, એને આધ્યાત્મિક સ્વરૂપ મળવું જોઈએ ને. પછી એમ કહે છે કે આવે જ્યાં એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય” ૩૮ અને ૩૯ ગાથામાં વર્ણવ્યું કે એવી દશા જીવને સદ્દગુરુના બોધથી પ્રાપ્ત થાય. ડૉક્ટર એમ કહેતાં હોય કે અત્યારે ૧૦૪ ડીગ્રી તાવ છે, તેમાં ખોરાક ન અપાય. તાવ ઊતરે પછી હળવો ખોરાક ખવાય. આપણે પૂછીએ કે For Personal & Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કેમ? તો કહે રોગ મટશે નહિ, સનેપાત થશે અને રોગ વધશે. રોગ મટવા માટે એક અવસ્થા જોઈએ કે જે અવસ્થામાં રોગ મટી શકે. તો સાધકની પણ એવી દશા જોઈએ કે જે અવસ્થામાં સદ્ગુરુ બોધ આપે તે બોધ પરિણમે. તમે અનેકવાર ઉપદેશ સાંભળ્યો છે. સમવસરણમાં પણ બેઠા હશો. તીર્થંકર દેશના આપે તે આપણે સાંભળી છે. જરા કડક ભાષામાં અખાએ કહ્યું, “કથા સુણી સુણી ફૂટ્યાં કાન, તોયે ન આવ્યું બ્રહ્મ જ્ઞાન.” અનેકવાર જિનવાણી સાંભળી, કાન ઉપર શબ્દો આવ્યાં. તોયે પરિણમન ન થયું. દૂધપાક તો ખાધો પણ પચ્યો નહિ, દૂધપાક ખરાબ નથી, પણ પચે નહિ તો શું થાય? સદ્ગુરુ મળ્યાં, પણ તેમનો બોધ આપણામાં પરિણમન ન પામે તો આનંદ ક્યાંથી થાય? “આવે જ્યાં એવી દશા', જાણે ઘટના ઘટતી હોય, અને કૃપાળુદેવ જોતાં જોતાં કહેતાં હોય, જો આ કષાયની ઉપશાંતતા થઈ, મોક્ષ અભિલાષ થયો, આ ભવે ખેદ થયો, અને પ્રાણી દયા થઈ, તો જીવ તૈયાર થયો. દશા એવી આવી કે તેને સગુનો જોગ થયો, તેમની ઓળખાણ થઈ, એમની પાસેથી બોધ મળ્યો, અંદરમાં પરિણમન થયું, અને અંતરરોગ મટ્યો. તમે દવા કે ભસ્મ લો, અને ભસ્મ અંદર અસર કરે તેને પરિણમવું કહેવાય. તમે તમારા દીકરાને શિખામણ આપો અને દીકરો એ પ્રમાણે કરે તો તમારી શિખામણ પરિણમી કહેવાય. સદૂગુરુનો બોધ પરિણમવો જોઈએ. સાંભળો અને શ્રવણ કરો તે આનંદની વાત, પણ તે બોધ પરિણમવો જોઈએ એટલે કે બોધની અસર થવી જોઈએ. કોઈ ખેડૂતને પૂછો કેટલા વીઘામાં જીરું વાવ્યું? તે કહે દશ વીઘામાં. ઉત્પાદન કેટલું થયું? તે કહે પાંચ કિલો, તો ખોટનો ધંધો થયો. સગુનો બોધ ન પરિણમ્યો કારણ? દશા જોઈએ તે પ્રમાણે ન હતી. સદ્ગુરુની ચિંતા ન કરશો. જીવનમાં ચાર ફેક્ટર તૈયાર જોઈએ. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષની અભિલાષા, ભવનો ખેદ અને પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ.” આ પ્રેક્ટીકલ તમે કરશો, અને જીવનમાં સિદ્ધ જો કરશો તો સદ્ગુરુ બારણે આવી ટકોરા મારશે. અને તે પહેલાં સદ્ગુરુ આવશે તો તમે જ કહેશો, “અમને ટાઈમ નથી” આગળ વર્ણવી તેવી દશા જો આવે, તો સદ્ગુરુનો બોધ પરિણામ પામે. આના માટે શબ્દ વાપર્યો છે “સુહાય.’! સુહાય એટલે શોભે. અને એ બોધ જ્યારે પરિણામ પામે ત્યારે શું થાય? તે બોધથી સુવિચારણા પ્રગટે, પ્રાપ્ત થાય. સગુરુનો જોગ થયો, મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ, એવી દશા આવી ત્યારે સદ્ગુરુનો બોધ પરિણમ્યો. “તે બોધ સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય.” ફરી, એવી દશા જ્યાં આવે ત્યાં સદગુરુનો બોધ પરિણામ પામે, અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચારણા પ્રાપ્ત થાય. જ્યારે એવી સુવિચારણા આવે, For Personal & Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ પ્રવચન ક્રમાંક - ૩૫, ગાથા ક્રમાંક - ૩૮, ૩૯, ૪૦ ત્યારે તેને તેની મૂળ અવસ્થા યાદ આવે અને મૂળ અવસ્થા યાદ કરવાથી તે પ્રાપ્ત કરવાનું મન થાય. બહાર ગમે ત્યાં ગયા હો પણ ઘર યાદ આવે એટલે એમ થાય કે હવે ઘરે જ જવું છે. મિત્રો કહેશે આગળ જઈએ, પણ તે કહેશે કે ના, હવે ઘેર જ જવું છે; તેમ સ્વરૂપ યાદ આવે એટલે માયામાંથી પાછો વળે. હવે આ સંસારમાં નહીં રહેવાય, અમને અમારું ઘર યાદ આવ્યું, સ્વરૂપ યાદ આવ્યું. આ ઘર યાદ આવી જાય એટલે મોક્ષની કામના જાગે, અને ત્યારે ખરા વિચારો થાય. મન સંસારના વિચારોમાં પરિભ્રમણ કરતું હતું, તે મન સૂક્ષ્મપણે તત્ત્વ વિચાર કરવાના કામમાં લાગી જાય. તે દિવસે મન મળ્યું તે સાચું. મન મોટું સાધન છે અને તે જ્યારે તત્ત્વ વિચારની સાધના સૂક્ષ્મપણે કરતું થાય ત્યારે તેનાથી આત્મસુખની ઝાંખી થાય. હવે પછી ૪૧મી ગાથામાં આ સુવિચારણા શું પરિણામ લાવે છે ? તે કહેશે. સુવિચારણાથી સ્વજ્ઞાન અને સ્વજ્ઞાનથી મોહનો જય અને મોહના જયથી મોક્ષના માર્ગે સડસડાટ ગાડી ચાલે ને સીધા મોક્ષમાં. અત્યારે તો કલ્પના કરીને મઝા માણીએ. આ માર્ગ છે, આ રસ્તો છે અને સાધક આ માર્ગે જાય તેવી શુભેચ્છા. હવે પછી આ માર્ગની વધુ વિચારણા થશે. વાત કઠિન લાગે તો પણ આ વાત સમજવા કોશિશ કરજો. આ વાતને સમજ્યા વગર આગળ વધાશે નહીં.અનિવાર્યપણે સમજવું જ પડશે, અને સમજી શકો તેવો અવસ૨ મળ્યો છે, તેનો લાભ લઈ લેજો. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૦૩ પ્રવચન ક્રમાંક - ૩૬ ગાથા ક્રમાંક - ૪૧, ૪૨ સાધનાની પ્રક્રિયા જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. (૪૧) ઉપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય, ગુરુ શિષ્ય સંવાદથી, ભાખું વર્ષદ આહી. (૪૨) ટીકા જ્યાં સુવિચાર દશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન થાય, અને તે જ્ઞાનથી મોહનો ક્ષય કરી નિર્વાણપદને પામે. (૪૧) જેથી તે સુવિચારદશા ઉત્પન થાય, અને મોક્ષમાર્ગ સમજવામાં આવે તે છ પદરૂપે ગુરુશિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું. (૪૨) - બી જમીનમાં જાય છે, અને વૃક્ષ જ્યારે થાય છે, ત્યારે ખ્યાલમાં આવે છે કે આ ફળ્યું. પરંતુ બીજ એમને એમ ફળતું નથી. ક્રમિક વિકાસ થાય છે. નાનકડાં રાઈના દાણા જેટલા બીજમાંથી ઘેઘૂર વડલો થવો, તે બીજા માટે અસાધારણ ઘટના છે. આ ઘટના જે ઘટશે તે બીજમાં ઘટશે, બીજ વડે ઘટશે. બીજ વગર નહિ થાય. જેમ બીજ ઘેઘૂર વડલો થવામાં અનિવાર્ય છે તેમ સાધનામાં જીવની યોગ્યતા તે બીજ છે. જીવને યોગ્યતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેને સદ્ગુરુનો જોગ પ્રાપ્ત ન થાય, અને જોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બોધ પ્રાપ્ત ન થાય, અને બોધ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સુવિચારણા પ્રાપ્ત ન થાય, અને સુવિચાર ન થાય ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય. અને જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોહ ન જાય, મોહ ન જાય તો મોક્ષ પ્રાપ્ત ન થાય. આ એક ક્રમ છે, આ એક સાધનાની પ્રક્રિયા છે, વ્યવસ્થા છે. તેના વિના મોક્ષનો માર્ગ હાથમાં આવતો નથી. એ માર્ગ હાથમાં ન આવે ત્યાં સુધી જીવનમાં જે કષાયો અને For Personal & Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ ४०४ પ્રવચન ક્રમાંક - ૩૬, ગાથા ક્રમાંક - ૪૧, ૪૨ રાગ દ્વેષ છે, વિભાવ ભાવો છે, તેનો પ્રવાહ નિરંતર ચાલે છે. એક બાજુ રાગદ્વેષનો પ્રવાહ-વિભાવનો પ્રવાહ અને બીજી બાજુ કર્મબંધની પરંપરા, આ બે ઘટનાઓ નિયત ક્રમે સાથે ચાલે છે. જો કર્મબંધની પરંપરા આપણે દૂર કરવી છે તો વિભાવની જે પરંપરા છે, તે બંધ કરવી પડશે. તે બંધ ન થાય, ત્યાં સુધી આપણું કામ થશે નહિ. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષની જ અભિલાષા, જન્મ અને મરણ પ્રત્યે અણગમો અને જગતના સર્વ પ્રાણી પ્રત્યે આંતરિક દયા, ભાવ, કરુણા, પ્રેમ આવી દશા-અવસ્થા જ્યારે આવે ત્યારે યોગ્યતા પ્રાપ્ત થાય. જેને યોગ્યતા પ્રાપ્ત થાય તેને સગુરુનો જોગ પ્રાપ્ત થાય. માટે પારમાર્થિક સાધનામાં અત્યંત મહત્ત્વનું પરિબળ એ સદ્ગુરુનો જોગ છે. પ્રારંભ પણ અહીંથી થશે અને ટર્નીંગ પોઈન્ટ પણ અહીંથી આવશે. સગુરુ જો પ્રાપ્ત થાય અને એમણે જો હાથ પકડ્યો તો છેક મોક્ષ સુધી તમને મૂકીને તેઓ પાછા ફરશે. તમારી સાથે નહીં આવે. એ તેમની સ્વાભાવિક અવસ્થા છે. પરમ કરુણા એમના જીવનમાં સતત કામ કરતી હોય છે. સંસારના વિચારોમાં જે મન ફરતું હતું તે હવે પાછું ફરે છે. આ મોટી ઘટના છે. જીવમાં બે ધારા કામ કરે છે. એક સંસારના જાતજાતનાં વિચારો, અને બીજી ધારા આત્મહિતની વિચારણા. વિચાર તો બને ઠેકાણે છે. સંસારનો પણ વિચાર અને આત્મહિતનો પણ વિચાર. આત્મહિતના વિચારની અવસ્થા જો પ્રાપ્ત થઈ તો પછી એ મન સંસારનાં વિચારોમાં જતું નથી, પરંતુ એ મન સંસારના વિચારમાંથી ખસીને આત્મહિતના વિચારમાં સહજ આવે છે. જ્યારે આત્મવિચાર પ્રાપ્ત થાય ત્યારે અંદરમાં ત્રણ કામો થાય. મન શાંત થાય, સ્થિર થાય, અને સૂક્ષ્મપણે તત્ત્વ વિચારની ક્ષમતા એને પ્રાપ્ત થાય. હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે, सूक्ष्मबुद्धया सदा ज्ञेयो, धर्मो धर्मार्थिभिर्नरैः । ધર્મ જેને પામવો છે અને ધર્મને જીવનમાં જીવવો છે એને ધર્મને જાણવો કઈ રીતે? તો કહે છે કે સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા. વેપાર કરવા સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ, કરોડોની સંપત્તિ મેળવવા સૂમ બુદ્ધિ જોઈએ, પણ મોક્ષમાર્ગમાં મગજ નબળું હોય, બુદ્ધ હોય તો પણ ચાલે, એ ભ્રમણામાંથી ધીરે ધીરે બહાર આવવા જેવું છે. પરમાર્થ માર્ગમાં પણ સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ, કારણ કે તેણે અતીન્દ્રિય ક્ષેત્રમાં ડૂબકી મારવાની છે. ભૌતિક ક્ષેત્રમાં બધા સાકાર સાધનો છે, ઈન્દ્રિયોની પકડ અને મર્યાદામાં આવે તેવાં છે. આત્મા સહેલાઈથી પકડમાં આવે તેવો નથી. આત્માને આકાર નથી, રૂપ-રંગ નથી. રસ, ગંધ, સ્પર્શ કે વજન નથી. એના વિશે For Personal & Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૦૫ આપણે જાણવું છે તો ત્યાં સ્થૂળબુદ્ધિ કામમાં આવતી નથી. જેમ ચપ્પની ધાર કાઢવામાં આવે છે તેમ બુદ્ધિની પણ ધાર કાઢવી પડે. બુદ્ધિની ધાર એવી તીક્ષ્ણ કરે કે બુદ્ધિ પ્રજ્ઞા બની જાય. એ બુદ્ધિની ધાર કાઢવાના, “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષા, જન્મ મરણનો ખેદ અને જગતનાં સર્વ પ્રાણીઓ પ્રત્યે અંતરદયા-પ્રેમ કરુણા', આ ચાર ઉપાયો છે. પ્રેમ અને કરુણા વગેરેથી બુદ્ધિ ધારદાર બને છે, સૂક્ષ્મ બને છે, અને સૂક્ષ્મ બુદ્ધિ જ પરમાર્થ માર્ગનું ચિંતન અને વિચાર કરી શકે છે. बुद्धेः फलं तत्त्वविचारणं च, देहस्य सारं व्रतधारणं च। સંજ્ઞી પંચેન્દ્રિય અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ સંજ્ઞી પંચેન્દ્રિયપણું ભૌતિક અવસ્થા છે. એ બહારની અવસ્થા છે. સમ્યગુદર્શન આધ્યાત્મિક અવસ્થા છે, આંતરિક ઘટના છે માત્ર પાંચ ઈદ્રિયો મળે તો પણ કામ ન થાય, પાંચ ઈન્દ્રિયો સાથે મન હોય તો જ કામ થાય. મન જેને મળ્યું તેને કહેવાય છે સંજ્ઞી. ચાલુ મન નહીં, વિચાર કરતું મન નહીં, વાસનાગ્રસ્ત મન નહીં, પરંતુ જે મનને બુદ્ધિમાં પરિવર્તિત કરેલ છે અને જે બુદ્ધિને તીવ્ર બનાવવામાં આવી છે, એવી બુદ્ધિમાંથી બનતી પ્રજ્ઞા જોઈએ. सद्धाओ मेहाओ धिई, धारणाओ, अणुप्पेहाओ, वड्डमाणीओ ठामि काउस्सगं । કાઉસ્સગ્ન કરતાં પહેલાં સાધકો ઉપરના શબ્દો બોલતાં હોય છે. શ્રદ્ધા પછી પ્રજ્ઞા, આ અદ્ભુત તત્ત્વ છે. પતંજલિએ યોગ સૂત્રમાં કહ્યું કે પ્રજ્ઞાના પ્રસાદ ઉપર આરૂઢ થયા પછી, એને પરમ તત્ત્વના દર્શન થશે, તે પહેલાં નહીં થાય. પ્રજ્ઞા એટલે સૂક્ષ્મ બુદ્ધિ અને સૂક્ષ્મ બુદ્ધિ એટલે આંતરિક અતીન્દ્રિય જે તત્ત્વ તેનો અણસાર પકડવાની શક્તિ, તેનું ચિંતન કરવાની શક્તિ, એનો વિચાર કરવાની શક્તિ. શેનો વિચાર કરશો? વિચાર કરવાની સામગ્રી આપણને મળવી જોઈએ. સદ્ગનો બોધ વિચાર કરવાની સામગ્રી પૂરી પાડે છે. મન મળ્યું, સંજ્ઞી પંચેન્દ્રિય બન્યો. મનમાંથી બુદ્ધિ તૈયાર થઈ. બુદ્ધિમાંથી પ્રજ્ઞા તૈયાર થઈ અને એ પ્રજ્ઞા સૂક્ષ્મ ચિંતન કરવા સક્ષમ બની. સૂક્ષ્મ ચિંતન એટલે અતીન્દ્રિય તત્ત્વમાં ડૂબકી મારી શકાય તેવું ચિંતન. ઈશ્વર કે આત્મા વિષે ચર્ચા કરશો તો એ હાથમાં નહીં આવે, કારણ કે તેને આકાર જ નથી. આપણે આકારથી ટેવાયેલા છીએ. આપણી ઈન્દ્રિયો અને મન આકારને જોનારું છે. નિરાકારમાં મન જઈ શકતું નથી, પરંતુ નિરાકાર તરફ મન જ્યાં સુધી જાય ત્યાં સુધી તેને લઈ જવું છે, અને નિરાકારનો સંકેત લઈને એ મને આવે તો આપણી સાધનાની શરૂઆત થાય, તત્ત્વનો અણસાર મળે, ઈશારો મળે, આ તત્ત્વ છે તેને ગ્રહણ કરનારી પ્રજ્ઞા આપણી પાસે જોઈએ. જો કે પ્રજ્ઞા આત્માનું દર્શન કરી For Personal & Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ પ્રવચન ક્રમાંક - ૩૬, ગાથા ક્રમાંક - ૪૧, ૪૨ શકે નહિ, આત્માનો અનુભવ જે વખતે થશે તે વખતે અનુભવ કરનાર પોતે હશે. આત્મા દ્વારા અનુભવ થશે અને આત્મા જ અનુભવ કરશે. માત્મચેવાત્મના તુ: સ્થિતપ્રજ્ઞસ્તોવ્યતા (ભ.ગીતા ૨/૫૫) આત્મા, આત્મા વડે આત્માનો અનુભવ કરે છે. એ અનુભવ વખતે કોઈની જરૂર નથી. કબીરજી સાદી ભાષામાં કહે છે કે “કુન્દા કુન્દન મિત્ર તો ફિક્કી પર ચર્ફ રીત.” લગ્ન થઈ ગયા પછી જાનૈયાનું શું કામ છે? શાસ્ત્રો, સિદ્ધાંતો, સૂત્રો, અનુષ્ઠાનો, આ બધા જાનૈયા છે. આત્માનો સ્વાનુભવ થઈ ગયો, આત્મા આત્માને મળી ગયો પછી આ કશાની જરૂર નથી. અંદરમાં પ્રક્રિયા અથવા બીના શું બને છે? તેની આપણને ખબર પડતી નથી. ગાય ચારો ખાય છે, દૂધ બનવાની પ્રક્રિયા કેમ થાય છે તે આપણને ખબર પડતી નથી. દૂધના પ્રોસેસમાંથી દહીં થાય. દૂધ મીઠું અને દહીં ખાટું. આ દૂધમાંથી દહીં થયું અને દહીંના કણકણમાં માખણના કણ ભળેલાં છે, અને એ પણ ખબર નથી કે માખણનાં કણમાં ઘી છૂપાયેલું છે. આ દૂધનો ક્રમિક વિકાસ થયો. જેમ આ વિકાસ થાય તેમ ચેતનાનો અંતરંગ વિકાસ થાય છે. પ્રજ્ઞા સૂક્ષ્મપણે તત્ત્વનો વિચાર કરે છે. આવો તત્ત્વ વિચાર કરવો હોય તો જીવાત્મા પાસે સામગ્રી આવવી જોઈએ. વિચાર કરવા માટેની જે સામગ્રી છે તેને કહેવાય છે બોધ. એક મોટી મુશ્કેલી એ છે કે વિચાર કરવાની ક્ષમતા હોય અને સામગ્રી જો ખોટી હોય તો આખી વિચાર કરવાની પ્રક્રિયા ખોટી થાય. જગતમાં ઘણાં દર્શનો અને ધર્મો છે, સંપ્રદાયો, મતો અને માન્યતાઓ છે. આ લોકોએ વિચાર તો ઘણો કર્યો, પણ સામગ્રી હતી તે યથાર્થ નથી, સમ્યફ નથી, સાચી નથી. તો એવી સામગ્રી ક્યાંથી મળે? જગતમાં એક જ વ્યક્તિ છે અને તે છે સદ્દગુરુ. સદ્દગુરુ પાસે સામગ્રી છે, એ માત્ર શાસ્ત્રના આધારથી વાત નથી કરતાં પરંતુ તેઓ અનુભવના બળથી વાત કરે છે. સદ્ગુરુ તર્કથી વાત નથી કરતાં પરંતુ શ્રદ્ધાથી વાત કરે છે. સદૂગુરુ એ છે કે જેનાં જીવનમાં અજ્ઞાન નથી, અસત્ય નથી, મોહ નથી અને જૂઠું કહેવાનું જેમને કોઈપણ કારણ નથી. એવા સદ્દગુરુ પાસેથી બોધ પ્રાપ્ત થાય, અને બોધ પ્રાપ્ત તો થાય જો જોગ બને તો. જોગ તો થાય જો યોગ્યતા આવે, અને યોગ્યતા તો પ્રાપ્ત થાય જો આ ચાર સાધનો જીવનમાં પ્રાપ્ત કરે. પુનરાવૃત્તિ કરીને, કષાયની ઉપશાંતતા આદિ ચાર કારણોથી આત્માર્થી બને, તે યોગ્યતાથી સદૂગુરુનો જોગ પ્રાપ્ત થાય. અને જોગ પ્રાપ્ત થાય તો એને બોધની સામગ્રી મળે. For Personal & Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ ४०७ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા બોધની સામગ્રી મળે અને પ્રજ્ઞા હોય તો તત્ત્વવિચાર થાય, ગંભીર અને પારમાર્થિક વિચાર થાય અને પારમાર્થિક વિચાર જો થાય તો તેમાંથી માર્ગ મળે, અને ત્યારે એમ કહેવાય કે સદ્ગુરુનો બોધ તેમાં પરિણમ્યો. પરિણમે એટલે કાર્યકારી બને, તેનું પરિણામ અથવા ફળ મળે. શાસ્ત્રો એમ કહે છે કે તારી યોગ્યતા નહિ હોય તો વસ્તુની પ્રાપ્તિ નહિ થાય. સાધકમાં જ્યારે યોગ્યતા આવે છે ત્યારે ક્રમિક વિકાસ થતાં વસ્તુ પ્રાપ્ત થાય છે. આ બધી ૩૮-૩૯-૪૦ગાથાઓ અંદર અંદર સંકળાયેલી છે. સ્પષ્ટપણે કહ્યું કે ૩૦મી ગાથામાં જે વર્ણન કર્યું છે તે દશા છે, અવસ્થા છે, અને તે ભૂમિકા છે. શનિની દશા, રાહુની દશા, કેતુની દશા કરતાં આપણામાં મોહ જે બેઠો છે તેની મોટી દશા છે. તેના કારણે સંસાર ઊભો છે. જ્યાં સુધી એવી અવસ્થા પ્રાપ્ત ન થાય, યોગ્યતા ન આવે, લાયકાત ન આવે, અંદરની ભૂમિકા તૈયાર ન થાય તો આ આત્મા સદ્દગુરુનો જોગ પ્રાપ્ત કરી શકતો નથી. ૩૯મી ગાથામાં કૃપાળુદેવે બધા જ વાંધા નકારી કાઢ્યાં છે. સદ્ગુરુ હરકાળ અને હરક્ષેત્રમાં છે. જોગ નથી થતો એટલે જોડાણ થતું નથી. જોડાણ ન થવાનું કારણ તમારી પોતાની યોગ્યતા કે પાત્રતા નથી. સદ્ગુરુ કેવાં છે તે જોવાના બદલે તમારે તમારામાં કામ કિરવાનું છે. આ ઠીક છે, આ ઠીક નથી, તે બધું જોવાં કરતાં પોતાની અંદર કાર્ય થવું જોઈએ. “તારામાં કામ જો તું કરીશ તો સદ્ગુરુ અવશ્ય પ્રાપ્ત થશે. પરમકૃપાળુદેવે કહ્યું કે જીવ લહે નહીં જોગ” એટલે કે તમે ગમે તેટલી તપાસ કે તલાશ કરો પરંતુ જો તમારી લાયકાત નહીં હોય તો જોગ નહીં થાય. લાયકાત હશે તો સદ્ગુરુ સામે ચાલીને આવશે. જગતમાં હંમેશા સક્ષમતાની, યોગ્યતાની, સામર્થ્યની તપાસ થાય છે. તમે તમારા ઉપર મહેનત કરો, તમારું ઘડતર કરો. પત્થરને ઘડાવું છે પણ તે આરસપહાણનો જોઈએ. ભૂખરો પત્થર ભાંગી જશે. ટાંકણા ખમી શકે તેવો પત્થર આરસપહાણનો છે, તેમ સદ્ગનો બોધ પચાવી શકે તેવો યોગ્ય જીવ જોઈએ, કારણ કે આ તો આંતરિક ઘટનાની વાત છે. જોગ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તેને બોધ પ્રાપ્ત થાય, અને બોધ એ આધ્યાત્મિક ક્ષેત્રમાં કાચી સામગ્રી છે. શાસ્ત્રની આગળ એક શબ્દ લગાડવામાં આવે છે તે “સતુ' “સન્શાસ્ત્ર' જ્ઞાનની આગળ એક શબ્દ લગાડવામાં આવે છે, “સમ્ય”. સમ્યજ્ઞાન, યથાર્થ જ્ઞાન, સાચું જ્ઞાન. સામગ્રી પણ યોગ્ય જોઈએ. શીરો બનાવવો હોય તો શીરા માટે કાચી વસ્તુ તેને અનુકૂળ હોવી જોઈએ. ગોળ, ઘી, લોટ, એ શીરા માટેની કાચી સામગ્રી છે. બોધ સદ્ગુરુ મળે તો પ્રાપ્ત થાય અને એ બોધ પરિણમવો જોઈએ એટલે બોધે અંદરમાં કામ કરવું જોઈએ. પ્રાપ્ત થયેલા બોધને અંદરમાં કામ કરવા દેવો તે સાધકની સૌથી મોટી સાધના For Personal & Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ ४०८ પ્રવચન ક્રમાંક - ૩૬, ગાથા ક્રમાંક - ૪૧, ૪૨ છે. એ સાધનામાં સાધક શું કરે? એ બોધ પ્રાપ્ત થયા પછી એ શાંત બની, સ્થિર બની, એકાંતમાં બેસીને, સૂક્ષ્મપણે, ઊંડાણમાં જઈને ગંભીરતાથી પોતાના આત્માનો કલાકો સુધી વિચાર કરે. આ સાધના ચાલુ થઈ. ધારો કે તમે એક કલાક પ્રવચનમાં ગયા, તો બે કલાક બોલવાનું બંધ કરવું જોઈએ. આ માત્ર સાંભળવાની ચીજ નથી, આ કથા વાર્તા નથી, વિચાર કરી અંદર ઘૂંટવાનું છે. અંદર પરિણમનની વ્યવસ્થા કરવાની છે. પહેલાં શાંત થઈ, બીજું સ્થિર થઈ, ત્રીજું કોઈ પણ જાતના હેતુ વગર, ચોથું આત્માર્થે વિચાર કરે, સૂક્ષ્મપણે વિચાર કરે. આ ચારે પરિબળોને સાથે રાખીને જે વિચાર થાય તેને કહેવાય છે સુવિચાર. “તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય” અને ૪૧મી ગાથામાં જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન.” આની લીંક છે. આ અવસ્થા અંદર ઘટી, પ્રાપ્ત થઈ. આવી સુવિચારણા જ્યારે વારંવાર થતી જાય ત્યારે અવરોધો દૂર થતાં જાય છે. જેમ કરવતથી વારંવાર લાકડું કાપવામાં આવે છે, કૂવાનાં પત્થર ઉપર દોરીનો વારંવાર ઘસારો પડે છે, તેમ એકાંતમાં બેસીને વારંવાર, વારંવાર અને વારંવાર આ સબોધનો વિચાર કરે છે. જેમ કૂવો ખોદવા ડ્રીલીંગનું કામ કરવું પડે છે તેમ વિચાર ડ્રીલીંગનું કામ કરે છે. જેમ જેમ ડ્રીલીંગ થાય, તેમ વચમાં આવતાં અવરોધો દૂર થતાં જાય છે, તેવી જ રીતે વારંવાર વિચાર કરવાથી, પોતાના દોષો દૂર કરતાં જવાથી, આત્મા ઉપરના અવરોધો દૂર થતાં જાય છે, એટલે તેને ઝાંખી થાય છે કે “આ આત્મા છે. આ ઝાંખી શબ્દ વાપર્યો, સંપૂર્ણ દર્શન નહીં પણ ઝાંખી, એ અણસાર મળ્યો. જેમ ઘરમાં તમે દાખલ થાવ અને સુગંધ આવે એટલે ખબર પડી જાય કે શીરો બની રહ્યો છે. સુગંધથી ખબર પડી, અણસાર મળ્યો, તેવી જ રીતે અહીં પણ સંદેશ મળે કે આવું એક અતીન્દ્રિય તત્ત્વ છે, જેને શાસ્ત્રોએ આત્મા કહી વર્ણવ્યો છે. આ ઘટના અંદર ઘટે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે ખરેખરું સુખ અંદર છે. એ સુખની અનુભૂતિ થાય એટલે બહારના સુખની આસક્તિ ટળી જાય. એ જે આસકિત આપોઆપ ટળી, તે સાહજિક ટળી, ઓલું કહેવું પડે કે “અલ્યા ! સંસારમાં સુખ નથી, સંસાર ક્ષણિક છે, ક્ષણ ભંગુર છે, પરાધીન છે, પરતંત્ર છે, કંઈ રહેવાનું નથી, એને છોડવું જ પડશે.” તમે આ વાત કબૂલ કરશો, છતાં આસક્તિ નહીં જાય, રસ નહીં તૂટે, તીવ્રતા નહીં જાય. જેવી આત્માની ઝાંખી થશે, આત્માના સુખની ઝાંખી થશે કે તરત રસ છૂટી જશે. આ રસ છૂટી જાય, તે વખતે જે અવસ્થા હોય તેને કહે છે વૈરાગ્ય. મોટું ચડે તેને વૈરાગ્ય ન માનશો. આ તો અંદરનો રસ છૂટી જવાથી સુખ મળ્યું, હાથમાં હીરો આવ્યો. હવે પરખ થઈ ગઈ. For Personal & Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ ४०८ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આત્મસુખની અનુભૂતિ થઈ. સુવિચાર દ્વારા એને આત્માનો સંકેત મળ્યો, અને સંકેત મળે એટલે શું થાય? બીના શું બને? પરિણામ શું આવે? ઘટના શું ઘટે ? “ત્યાં પ્રગટે નિજજ્ઞાન. અદ્ભુત શબ્દ આવ્યો. પોતાનું જ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન, અસ્તિત્વનું જ્ઞાન, પોતાના હોવાપણાનું જ્ઞાન. જેને માટે જ્ઞાનીઓએ આત્મા શબ્દ આપ્યો તેનું જ્ઞાન. જે આત્મા તમે છો તેનું જ્ઞાન, તે નિજ જ્ઞાન. ભેદજ્ઞાન ત્યાં પ્રગટ્યું. આ જ્ઞાન અંદરથી આવ્યું. વાંચીને, સાંભળીને કે શબ્દથી નહીં, બહારથી નહીં પણ અંદરથી પ્રવાહ આવ્યો. કૂવો ખોદતાં ખોદતાં છેલ્લો પત્થર તૂટે અને ૪૦ હજાર ગેલન પાણીનો ધોધ આવે તે પાણી પોતાનું, અને ટાંકામાં પાણી હોય છે તે બહારથી નાખેલું છે. વાંચેલું જ્ઞાન તે બહારનું, ટાંકામાં બહારથી ભરેલું હોય તેવું જ્ઞાન અને કૂવાની જેમ અંદરથી પ્રગટ થયેલું તે અંદરથી અનુભવેલું જ્ઞાન છે, એ આપણી પોતાની મિલકત છે, એ આપણી સામગ્રી છે, એ આપણો વૈભવ છે. એ વૈભવમાં તમને જણાશે કે ચૈતન્યતત્ત્વ આવું હોય. અમે ગમે તેટલી વાત કરીશું તો અણસાર નહીં આવે, પરંતુ નિજ જ્ઞાન થશે તો અણસાર આવશે. પહેલી ગાથામાં જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત,’ એ સ્વરૂપ. સ્વ એટલે પોતાનું રૂપ. ત્યાં સ્વરૂપ શબ્દ વાપર્યો, અહીં શબ્દ વાપર્યો નિજજ્ઞાન, પોતાનું જ્ઞાન. આ બન્ને શબ્દો એક જ વાતને સ્પષ્ટ કરનારા છે. એક તો છે રૂપ, જે આ દેખાય છે ને? એ જોવામાં મોટે ભાગે જીવો રોકાયેલા છે. એ રૂપને જોવામાં તમે ગુંથાયેલા છો માટે આ સ્વરૂપને જોઈ શકતાં નથી. જ્ઞાની કહે છે કે એક વખત રૂપ ઉપરથી તારી દષ્ટિ હટાવી લે, તો એ દષ્ટિ અંદર જઈ શકે, અંતર્મુખ થઈ શકે. અંદરમાં દૃષ્ટિ જાય તો તેનો અનુભવ થશે. બીજું છે અરૂપ. આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અરૂપ છે, એ અરૂપ પણ તું નહિ. એક રૂપ, બીજું અરૂપ અને ત્રીજું છે સ્વરૂપ. સ્વરૂપ એટલે પોતે, ચૈતન્ય તત્ત્વ તેનું રૂપ. “સ્વરૂપને સમજ્યા વિના અનંત દુઃખ પામ્યો.” ૪૧મી ગાથામાં પરમકૃપાળુદેવે કહ્યું, હવે તમારું દુઃખ ગયું. કેમ ગયું? કારણ નિજ જ્ઞાન એટલે પોતાનું જ્ઞાન પ્રગટ થયું. એ જ્ઞાન અંદરથી આવે છે. બહારથી આવતું નથી. જે જ્ઞાન બહારથી આવે છે તેને શ્રુતજ્ઞાન કહે છે, તેને શાસ્ત્રજ્ઞાન કહે છે. શાસ્ત્રજ્ઞાન પૂજ્ય છે, ઉપયોગી છે, જરૂરી છે, પરંતુ બોધ તો સદ્ગુરુના મુખેથી જ પ્રાપ્ત થશે. બોધ વાંચીને પ્રાપ્ત ન થાય. વાંચીને જ્ઞાન થશે પરંતુ બોધ માટે સદ્ગુરુનું મુખ અને તમારા કાન તથા હૈયું જોઈશે. શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું કે વિદ્ધ યો યોગ, ફત્યક્ષરશીયા (યોગશાસ્ત્ર ૧/૧૭) “યોગ' એવા અક્ષરોરૂપ For Personal & Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પ્રવચન ક્રમાંક - ૩૬, ગાથા ક્રમાંક - ૪૧, ૪૨ સળી વડે જેના કાન વિંધાએલા નથી તે મનુષ્ય, મનુષ્ય નામ ધરાવવા લાયક જ નથી. તેનો જન્મનિરર્થક છે. જ્યાં સુધી કાન મળતાં નથી, ત્યાં સુધી મોક્ષ નહિ મળે.' આ કેવી વાત તમે કરો છો? પરંતુ એ વાત એક રીતે સાચી છે. મોક્ષ મેળવવા માટે મોહ જવો જોઈએ અને મોહ જવા માટે જ્ઞાન થવું જોઈએ. જ્ઞાન થવા સુવિચારણા થવી જોઈએ. સુવિચારણા માટે બોધ પ્રાપ્ત થવો જોઈએ. બોધ પ્રાપ્ત થવા માટે ગુરુ જોઈએ. સદ્દગુરુ પાસેથી શ્રવણ કરવું જોઈએ. કાન વગર શ્રવણ શેનાથી કરશો? આ કાનનું મહત્ત્વ હવે સમજાયું? “ત્યાં પ્રગટ નિજજ્ઞાન.” નિજજ્ઞાન પોતાનું જ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, ચૈતન્યનું જ્ઞાન, પોતે જે છે તેનું જ્ઞાન. એ જ્ઞાનથી તેને ખબર પડી કે હું કોણ છું? સાચી ખબર પડી. વાસ્તવિક, સનાતન સત્ય એની પાસે આવ્યું કે હું આ છું. નિજજ્ઞાન શું કામ કરે? તે બીજાને પ્રવચન આપે? કહેવા જાય? કરે શું? જે જ્ઞાન પ્રાપ્ત થયું તે કાર્યકારી છે. જ્ઞાનમાં ક્ષમતા છે, જ્ઞાન પરિણામ લાવશે. તમે સાકર ખાવ તો શું થાય? મોટું ગળ્યું થાય. મરચાં ખાવ તો મોમાં તીખાશ લાગે. લીમડો ખાવ તો કડવાશ અને લીંબુ ખાવ તો ખટાશ લાગે. કંઈક થાય તો ખરું ને? તેમ જ્ઞાન થાય તો શું થાય? જ્ઞાન કોને કહેવાય તેની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે “જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદનિર્વાણ.' એ જ્ઞાન મોહનો ક્ષય કરે છે. મોહનો ક્ષય કર્યા વગર જ્ઞાન રહેતું નથી. જ્ઞાન આવે એટલે મોહ એમ કહે છે કે અનંતકાળથી રહ્યો, તમે મને રાખ્યો, ધન્યવાદ. હવે જ્ઞાન આવ્યું છે, એટલે હું નહિ રહી શકું. જ્ઞાનને ટાળો તો રહું. તે વખતે તમારે હિંમત કરીને કહી દેવું પડશે કે હવે તમે જઈ શકો છો. જે જ્ઞાને ક્ષય મોહ થઈ, મોહ રહેશે નહીં. આનંદઘનજીએ એક મઝાનું પદ કીધું છે... અવધૂ, વૈરાગ્ય બેટા જાયા, વાને ખોજ કુટુંબ સબ ખાયા, દુર્મતિ દાદી, મત્સર દાદા, મુખ દેખત હી મૂઆ. અમારે ત્યાં વૈરાગ્ય નામનો દીકરો જનમ્યો છે, અને જન્મતાની સાથે જ એ આખા મોહના કુટુંબને શોધીને ખાઈ ગયો. વૈરાગ્ય કરતાં જ્ઞાનની ક્ષમતા વધારે છે. વૈરાગ્ય એ જ્ઞાનનું ફળ છે. જ્ઞાન થકી વૈરાગ્ય આવે છે. વૈરાગ્ય એવું કામ કરે છે કે મોહરૂપી કુટુંબ ખવાઈ જાય છે, નાશ પામે છે. આ દુર્મતિ દાદી અને મત્સર દાદા એમણે વૈરાગ્યનું મોટું જોયું કે ખતમ થઈ ગયા. વૈરાગ્ય થાય ત્યારે મોહનું કુટુંબ નાશ પામે, માટે જ કહ્યું કે જ્ઞાન મોહનો ક્ષય કર્યા વગર રહે નહીં. For Personal & Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા સકલ જગત છે એંઠવત, અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. આ જ્ઞાન અને બાકી બધું ભ્રાંત. આવી ઘટના ઘટે અને મોહનો ક્ષય થાય તો જીવ નિર્વાણપદની પ્રાપ્તિ કરે છે. ૪૧૧ આ ક્રમથી સાધકની યાત્રા ચાલુ થાય છે. અમારે એ કહેવું છે કે ‘ઉપજે જે સુવિચારણા’, જે સુવિચારણા અંદર ઉત્પન્ન થાય છે અને જેનાથી મોક્ષમાર્ગ સમજાય છે તે વાતનો અમે ગુરુ શિષ્યના સંવાદથી પ્રારંભ કરીશું. એ વાત ષપદમાં અમે જે કહેવાના છીએ તે ૪૩મી ગાથાથી શરૂ થશે. જે સુવિચારણા પ્રગટ થઈ, જેનાથી મોક્ષમાર્ગ સમજાયો એ ગુરુ શિષ્યના સંવાદથી પ્રગટ કરેલ છે. મધુર શૈલીમાં શિષ્ય પૂછતો જાય અને સદગુરુ સમાધાન કરતાં જાય. જ્ઞાની પુરુષ એમને એમ નહીં બોલે. તમે કંઈ પૂછશો તો એ બોલશે. જેટલાં શાસ્ત્રો થયાં છે, તે પ્રશ્નોમાંથી ઊભા થયાં છે. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા । (ભ. ગીતા) પૂછો એટલે માથું ખાવા માટે નહિ પરંતુ સમજવા માટે પૂછો. એવા પ્રશ્નોમાંથી સંવાદ રચાય છે. ગુરુ શિષ્યના સંવાદથી છ પદો કહેવાનો પ્રારંભ હવે કરીશું. અહીંથી, સાચા અર્થમાં આત્મસિદ્ધિની શરૂઆત થાય છે. અત્યાર સુધી જે વાત થઈ તે પૂર્વભૂમિકા માટે થઈ. હવે ષટ્કદનું વર્ણન અદ્ભુત રીતે પરમકૃપાળુદેવ કરશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ આઈ પરિશિષ્ટ સૂચિ સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા............ સર્વમંગલમ્ આશ્રમ પરિવાર આશ્રમ, પાટણ............ જ્ઞાનયજ્ઞ મહારાજશ્રીએ પાટણમાં આપેલી ચાતુર્માસ પ્રવચનમાળા..........IN ૪. મહારાજશ્રીએ પાટણ આશ્રમમાં દર રવિવારે આપેલા પ્રવચનો. .... VI મહારાજશ્રીએ સર્વમંલગમ્ આશ્રમ - સાગોડીયામાં આપેલ પ્રવચનો.......VI મહારાજશ્રીએ મહેસાણા જ્ઞાન શિબિરમાં આપેલી પ્રવચનમાળાઓ.VI ૭. મહારાજશ્રીએ પાલનપુર જ્ઞાન શિબિરમાં આપેલી પ્રવચનમાળાઓ.......VII ૮. મહારાજશ્રીએ ડીસા જ્ઞાન શિબિરમાં આપેલી પ્રવચનમાળાઓ ... VIII ૯. મહારાજશ્રીએ અમદાવાદ જ્ઞાન શિબિરમાં આપેલી પ્રવચનમાળાઓ..... VII ૧૦. મહારાજશ્રીએ અન્ય શહેરોમાં આપેલાં પ્રવચનો.. ... ૧૧. આશ્રમ દ્વારા પ્રકાશિત થયેલા પુસ્તકો... ... ....... ૧૨. શબ્દાર્થ .... ...... XI For Personal & Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ સર્વમંગલમ આશ્રમ, સાગોડીયા * ભગવાન પાર્શ્વનાથજી નું દેરાસર. આત્મ આરાધના કેન્દ્ર એકાંત, અસંગ, મૌન સાથે સતશાસ્ત્ર અધ્યયન, સ્વાધ્યાય ને ધ્યાન સાધના દ્વારા આત્મ આરાધના અર્થે સાધુ-સાધ્વીઓ, સંતો અને મુમુક્ષુઓને સાધનામાં સાનુકૂળ સુવિધાઓ પૂરી પાડતું આદર્શ સ્થળ. સાત્ત્વિક ભોજનાલય. ત્ર શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ધ્યાન કેન્દ્ર સ્વાધ્યાય અને સમૂહ ધ્યાન માટે. શ્રી કેશર ધ્યાનકક્ષ : ધ્યાન માટે સ્વતંત્ર કુટિરો. શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવન દર્શન, વીતરાગ વિજ્ઞાન અને ભારતીય તત્ત્વજ્ઞાનની વિસ્તૃત સમજણ આપતું કેન્દ્ર. ઓડિટોરીયમ સાધકોના આધ્યાત્મિક વિકાસ માટે ઓડિયો વિઝયુઅલ થિએટર. જ સમ્યગ્રજ્ઞાન પ્રસારણ યોજના : આધ્યાત્મિક પુસ્તક પ્રકાશન. સહ આશ્રમ મુખપત્ર “પરમ તત્ત્વ” પ્રકાશન # સદ્ભુત અભ્યાસ વર્તુળ પૂ.ગુરુજીની વાણીનું પુસ્તક દ્વારા પ્રકાશન, ધ્યાન શિબિરોનું આયોજન. ત્ર બુનિયાદી માધ્યમિક તાલિમ શાળા, કોમ્યુટર શિક્ષણ કેન્દ્ર, છાત્રાલય, પુસ્તકાલય, પાઠ્ય પુસ્તક ભંડાર, સ્વનિર્ભર પ્રાથમિક શાળા. મોબાઈલ મેડિકલ વાન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. નૂતન કુમુદ ગૌશાળા. વાનપ્રસ્થ આરાધના કેન્દ્ર વૃદ્ધોને રહેવાની સગવડ. For Personal & Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ III 'સર્વમંગલમ આશ્રમ પરિવાર આશ્રમ, પાટણ દિલ BI[[[ BILITY & દર રવિવારે ૫.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજના તથા ડૉ. મહેન્દ્રભાઈ સી. શાહના આધ્યાત્મિક પ્રવચનો. * દર બુધવારે ડૉ. મહેન્દ્રભાઈ સી. શાહના પ્રવચનો. * દર શુક્રવારે આધ્યાત્મિક પુસ્તક વાંચન, વિવેચન અને સ્વાધ્યાય. Rટ અષાઢ સુદ-૧૧ થી શરૂ થતી પૂ.ગુરુજીની તથા ડૉ. મહેન્દ્રભાઈ સી. શાહની ચાતુર્માસ આધ્યાત્મિક પ્રવચનમાળા ત્રક વિવિધ ઉત્સવોનું આયોજન. આજીવન સભ્યોને ભેટ પુસ્તકોનું આયોજન. * સંતો અને વિદ્વાનોનાં પ્રવચનોનું અને રેકોર્ડીંગનું આયોજન. આધ્યાત્મિક પુસ્તક પ્રકાશન, વિતરણ અને વેચાણ આયોજન. શટ સાધકોને રહેવાની સગવડ અને પ.પૂ. ગુરુજીનું માર્ગદર્શન. For Personal & Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ IV જ્ઞાનયજ્ઞ 'મહારાજશ્રીએ પાટણમાં આપેલી ચાતુર્માસ પ્રવચનમાળા દર વર્ષે અષાઢ સુદ-૧૧ થી ભાદરવા સુદ-૧૫ સુધી ચાલતી ધાર્મિક વ્યાખ્યાનમાળા ૧ ૧૯૬૯ સ્થિતપ્રજ્ઞા ૨ ૧૯૭૦ કઠોપનિષદ ૩ ૧૯૭૧ ઈશાવાસ્યોપનિષદ ૪ ૧૯૭૨ અષ્ટાવક્ર ગીતા ૧૯૭૩ વેદમંત્રો ૧૯૭૪ યોગવાશિષ્ટ મહારામાયણ ૭ ૧૯૭૫ શિવસૂત્ર ૮ ૧૯૭૬ તાઓ ઉપનિષદ – તાઓ તેહ કિંગ ક ૧૯૭૭- ૧૯૭૯ ૫.પૂ. મુનિશ્રી સાધનામાં ૯ ૧૯૮૦ શાંડિલ્ય ભક્તિસૂત્ર જ ૧૯૮૧ બંધ ૧૦ ૧૯૮૨ ભગવદ્ગીતાનો કર્મયોગ ૧૧ ૧૯૮૩ ભાગવત-૧૧ મો સ્કંધ ૧૨ ૧૯૮૪ ભક્તામર - સ્તોત્ર ૧૩ ૧૯૮૫ ઉત્તરાધ્યયન સૂત્ર ૧૪ ૧૯૮૬ મહાભારત - શાંતિપર્વ ૧૫ ૧૯૮૭ ઉપદેશમાળા ૧૬ ૧૯૮૮ ષોડશગ્રંથો ૧૭ ૧૯૮૯ કબીરવાણી ૧૮ ૧૯૯૦ ગોરખવાણી ૧૯ ૧૯૯૧ ભક્તમાળ ૨૦ ૧૯૯૨ કીર્તન ઘોષા ૨૧ ૧૯૯૩ ભર્તુહરિ શતક For Personal & Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૧૯૯૪ સુંદ૨વાણી ૨૩ ૧૯૯૫ ૨૪ ૧૯૯૬ સંતશ્રી જ્ઞાનેશ્વરજીના અભંગો રામાયણમાં ભારતીય સંસ્કૃતિ દર્શન પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો ૨૫ ૧૯૯૭ ૨૬ ૧૯૯૮ ૨૭ ૨૦૦૧ ૧૯૯૯ – ૨૦૦૦ મહારાજશ્રીની નાદુસ્ત તબિયતના કારણે બંધ પુરુષોત્તમ યોગ-ભ. ગીતાનો ૧૫ મો અધ્યાય મહારાજશ્રીની નાદુરસ્ત તબિયતના કારણે બંધ સંત રહીમની વાણી ૨૦૦૨ ૨૮ ૨૦૦૩ ૨૯ ૨૦૦૪ ૩૦ ૨૦૦૫ ૩૧ ૨૦૦ ૩૨ ૨૦૦૭ ૩૩ ૨૦૦૮ ૩૪ ૨૦૦૯ ૩૫ ૨૦૧૧ સંત ચિદાનંદજી ને સંત દાદૂની વાણી ગંગાસતીનું અધ્યાત્મદર્શન ભાગવતનો સંદેશ માખણ થા સો વીરલા પાયા જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે સંત સુરદાસનાં પદો ગુરુનાનકની વાણી For Personal & Private Use Only V Page #468 -------------------------------------------------------------------------- ________________ VI ૧ શ્રીમદ્ ભગવદ્ ગીતા ૨ પાતંજલ યોગસૂત્રો ૩ નારદભક્તિ સૂત્ર ૪ જ્ઞાનેશ્વરી ગીતા ૫ ષોડશગ્રંથો ભર્તૃહરના નીતિ અને વૈરાગ્યશતક યોગશાસ્ત્ર – શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત શ્રી હરિભદ્રસૂરીજી કૃત ८ ષોડશક પ્રકરણ ૯ યોગ બિંદુ ૧૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૧ ધર્મબિંદુ S ૭ મહારાજશ્રીએ પાટણ આશ્રમમાં દર રવિવારે આપેલા પ્રવચનો ૧૨ ૧૩ ઉપા. શ્રી યશોવિજયજી કૃત જ્ઞાનસાર અધ્યાત્મસાર કવિ બનારસીદાસ કૃત ૧૪ સમયસાર પંડિત રામ શર્માકૃત ૧૫ ગાયત્રી મહાવિજ્ઞાન યોગેન્દ્ર દેવ કૃત ૧૬ પરમાત્મ પ્રકાશ શ્રીમદ્ રાજચંદ્રજી કૃત ૧૭ આત્મસિદ્ધિ શાસ્ત્ર જગદ્ગુરુ શંકરાચાર્યજી કૃત ૧૮ અષ્ટાદશરત્નો ૧૯ ઉમાસ્વાતિઃ પ્રશમરતિ પ્રકરણ ૨૦ શ્રમણસૂત્ર (જૈનદર્શન) ૨૧ ધમ્મપદ (બૌદ્ધ દર્શન) અખેગીતા ઉપનિષદો ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ યોગવાશિષ્ટ મહારામાયણ સંત ભજનો આનંદઘનજીનાં પદો ૨૭ વિષ્ણુ સહસ્રનામ ૨૮ જ્ઞાનાર્ણવ (જૈન દર્શન) ૨૯ અષ્ટ પ્રાકૃત (જૈન દર્શન) ૩૦ પ્રાર્થના અને ધ્યાન (શ્રીમાતાજી) ૩૧. અંતરગોષ્ટિ ૩૨ ભગવાન મહાવીરના ૨૭ જન્મો દત્ત મંદિર.- પાટણમાં પ્રવચનો ૩૩ ગુરુ લીલામૃત – રંગ અવધૂત કૃત ભટ્ટારક જ્ઞાનભૂષણ આચાર્ય કૃત * ૩૪ તત્ત્વજ્ઞાન તરંગિણી ૩૫ ચાણક્ય નીતિ ૩૬ ગંગાસતીનું અધ્યાત્મદર્શન ૩૭ સંતવાણી-યશોવિજયજી મ. ના પદો-આનંદઘનજી મ.ના પદો For Personal & Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ VII ૦ = મહારાજશ્રીએ સર્વમંલગમ આશ્રમ - સાગોડીયામાં આપેલ પ્રવચનો ૧ સમતાશતક-યશોવિજયજી મહારાજ ૧૧ શ્રમણ સૂત્ર સમયસાર નાટક - બનારસીદાસ ૧૨ ધર્મ સંગ્રહ ભાગ-૧ ૩ તત્ત્વ વિચારમાળા – અનાથ ૧૩ સમયસાર -કુંદકુંદાચાર્ય કૃત પ્રશમરતિ પ્રકરણ – પૂ.ઉમાસ્વાતિ મ. ૧૪ પ્રવચનસાર - કુંદકુંદાચાર્ય કૃત આત્મસિદ્ધિ શાસ્ત્ર - શ્રીમદ્ રાજચંદ્રજી ૧૫ યોગશાસ્ત્ર યોગદૃષ્ટિસમુચ્ચય-આ. હરિભદ્રસૂરીજી ૧૬ યોગસાર ૭ મણિરત્ન પ્રશ્નોત્તરમાળા ૧૭ યોગ શતક શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો ૧૮ અષ્ટ પ્રવચન માતા ૯ ગંગાસતીનાં ભજનો ૧૯ દુર્ગાનનું સ્વરૂપ ૧૦ અધ્યાત્મસાર 2 0 5 મહારાજશ્રીએ મહેસાણા જ્ઞાન શિબિરમાં આપેલી પ્રવચનમાળાઓ ૧ ગીતાનો ભક્તિ યોગ ૨ ઈશાવાસ્ય ઉપનિષદ (બે વર્ષ) ૩ નારદ ભક્તિસૂત્ર યક્ષ યુધિષ્ઠિર સંવાદ ભક્તિવર્ધિની અને ચતુઃશ્લોકી (શ્રીમદ્ વલ્લભાચાર્યજી કૃત) ૬ મીરાંની વાણી ભર્તુહરિ શતક ૮ કબીરની વાણી વેનીસીયનનાં ત્રીસ ધર્મસૂત્રો ૧૦ ભક્તમાળ ૧૧ ભગવાન મહાવીર અને ગૌતમ સ્વામીનો સંવાદ ૧૨ ઉપદેશ સાર રમણ મહર્ષિકૃત ૧૩ જીવન જીવતાં આવડે તો જિંદગી મહેફીલ છે ૧૪ હસતાં હસતાં હરિ મળે ૧૫ આંખમાંથી અમૃત વરસે ત્યારે પૃથ્વી ઉપર સ્વર્ગ વરસે ૧૬ સુખનું સાચું સરનામું ૧૭ હરિના હોય તેને હરિ મળે ૧૮ આરસ તો મળ્યો મૂર્તિ કેવી ઘડશું? ૧૯ ચાલો સર્જન કરીએ સુખ શાંતિનું ૨૦ ગંગાસતીનું અધ્યાત્મદર્શન ૨૧ ધરતીનો શણગાર ૨૨ સો હિ સાહિબકુ પ્યારા ૨૩ સંત રૈદાસની વાણી For Personal & Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ VIII ન જ ... , 'મહારાજશ્રીએ પાલનપુર જ્ઞાન શિબિરમાં આપેલી પ્રવચન માળાઓ પાંતજલ યોગદર્શન ૬ મહાભારતનો મર્મ ઈશાવાસ્ય ઉપનિષદ ૭ યક્ષ-યુધિષ્ઠિર સંવાદ ૩ ધર્મતત્ત્વ દર્શન (વૈદિક, જૈન, બૌદ્ધ) ૮ પ્રશ્નોત્તરમાળા - વિવેક ચૂડામણિ શંકરાચાર્યજી કૃત ૯ દેવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિ ૫ નારદભક્તિ સૂત્ર 'મહારાજશ્રીએ ડીસા જ્ઞાન શિબિરમાં આપેલી પ્રવચન માળાઓ ભગવદ્ગીતાનો જ્ઞાનયોગ ૧૧ જીવન જીવતાં આવડે તો ભક્તિયોગ -કર્મયોગ-૧૯૮૯ જિંદગી મહેફિલ છે અધ્યાત્મ અને ધર્મ-૧૯૯૦ ૧૨ ઉઘડે છે દ્વાર અંતરના-૧૯૯૯ અધ્યાત્મ દર્શન-૧૯૯૧ ૧૩ હસિબા ધરિબા ખેલિબા ૪ અધ્યાત્મ દર્શન-૧૯૯૨ ધ્યાનમ્-૨૦૦૩ અધ્યાત્મ દર્શન-૧૯૯૩ ૧૪ પાંચ કલ્પવૃક્ષો-૨૦૦૪ શ્રીમદ્ રાજચંદ્રજી વાણી-૧૯૯૪ ૧૫ જીવન જીવવાના છ સિદ્ધાંતો-૨૦૦૫ ૭ યક્ષ – યુધિષ્ઠિર સંવાદ-૧૯૯૫ ૧૬ યશોવાણી-યશોવિજયજી મ.ના ૮ મનની શાંતિના ઉપાયો-૧૯૯૬ પદો-૨૦૦૬ ૯ ઈશાવાસ્ય ઉપનિષદ-૧૯૯૭ ૧૭ આઠે પહોર આનંદમાં રહીએ-૨૦૦૭ ૧૦ ગૌતમ કુલક સંવાદ-૧૯૯૮ ૧૮ ભજગોવિંદમ્ મૂઢમતે-૨૦૦૮ હ બ ૨ ક. મહારાજશ્રીએ અમદાવાદ જ્ઞાન શિબિરમાં આપેલી પ્રવચન માળાઓ ૧ જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો ૨ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ૧ થી ૬ ગાથા ૩ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ૭ થી ૧૩ ગાથા ૪ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ૧૪ થી ૨૧ ગાથા ૫ બીના નયન પામે નહિ (પાલડીમાં આપેલા પ્રવચનો) ૬ આત્મસિદ્ધિ ૭ મૂળ મારગ સાંભળો જિનનો રે - ૧ થી ૬ ગાથા (પાલડી) For Personal & Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ IX 'મહારાજશ્રીએ અન્ય શહેરોમાં આપેલાં પ્રવચનો ૧ મુંબઈ (૧) ઈશ્વર પરાયણા (૨) જીવનમાં ઘર્મની જરૂર (૩) અપૂર્વ અવસર (૪) મૂળ મારગ (૫) ભક્તિના ૨૦ દોહરા (૬) અંતિમ સંદેશ (૭) આત્મસિદ્ધિ ૨ ઈન્દોર (૧) જીવનકા સ્વરૂપ (૨) ધ્યાન સાધના ૩ ભોપાલ (૧) ધર્મકા સ્વરૂપ ૪ ઉજ્જૈન (૧) અચિંત્યકા ચિંતન (૨) હૃદય પ્રદીપ પ શિવપુર (૧) યોગ કે દ્વાર શાજાપુર (૧) ધ્યાન સાધના (૨) મનની શાંતિ (૩) પાંચ યોગ (૪) અધ્યાત્મ યોગ ખેરવા (૧) મણિરત્નમાળા - પ્રશ્નોત્તરમાળા (૨) ભજગોવિંદમ્ ૮ જોટાણા (૧) નારદ ભક્તિસૂત્ર (૨) શિવસૂત્ર (૩) રામાયણ (૪) ભગવર્નામકર્તન (૫) પરમાત્મ-પ્રાપ્તિના ઉપાયો (રામાયણ અંતર્ગત) (૬) ભજગોવિન્દમ્ - આદિશંકરાચાર્યકૃત ૯ મોરબી (૧) ભક્તિ માર્ગની સર્વોપરિતા (૨) અપૂર્વ અવસર (૩) અત્યંતર પરિણામ અવલોકન (૪) વૈરાગ્ય અને ઉપશમ (૫) શ્રીમદ્જીનો અંતિમ સંદેશ-ઉપદેશ (૬) શ્રીમદ્જીનાં વચનામૃતો (૭) સમ્યગ્દર્શન અને શ્રાવકનાં કર્તવ્યો | ૧૦ વવાણીયા પ્રાથમિક સાધના | ૧૧ કોબા (૧) જૈન દર્શન (૨) સમાધિ કે સપ્તદ્વાર (૩) ગૌતમકુલક સંવાદ (૪) સાચા સુખની પ્રાપ્તિનો માર્ગ (૫) સમ્યગ્દષ્ટિની અવસ્થા (૬) જ્ઞાનીના લક્ષણો ૧૨ રાજકોટ (૧) મૂળમાર્ગ (૨) સમ્યગદર્શન (૩) વૈરાગ્ય ઉપશમ (૪) સમાધિમરણ (૫) ધ્યાન કોને કહેવાય (૬) શ્રીમદ્જીનો જગત ઉપર ઉપકાર (૭) શ્રીમદ્જીનાં વચનામૃતો (૮) ભક્તિ માર્ગ ૧૩ ધરમપુર (૧) શ્રીમદ્જીનાં વચનામૃતો (૨) જ્ઞાનસાર (૩) શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃતો તથા આનંદઘનજી મહારાજનું શાંતિનાથ ભગવાનનું સ્તવન (૪) હૃદય પ્રદીપ (૫) ગંગાસતીના ભજનો ૧૪ બેંગ્લોર શ્રીમદ્જીનો અંતિમ સંદેશ For Personal & Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ X આશ્રમ દ્વારા ‘પૂ.ગુરુજીના પ્રવચનોના પ્રકાશિત થયેલા પુસ્તકો પાતંજલ યોગસૂત્રો ૧૯ ધન્યો ગૃહસ્થાશ્રમ - બે આવૃત્તિઓ સ્થિતપ્રજ્ઞ – ત્રણ આવૃત્તિઓ ૨૦ ઈશાવાસ્ય ઉપનિષદ પ્રાર્થના પુસ્તક - પાંચ આવૃત્તિઓ | ૨૧ શ્રી કૃષ્ણ: શરણં મમ ૨૨ જીવન એક સંગ્રામ ૧ ૨ ૩ ૪ નારદભક્તિ સૂત્ર – નાનું ૫ મૌનનો મહિમા S ભગવદ્ગીતાનો ભક્તિયોગ ૭ તત્ત્વ ચિંતન ८ ઈશાવાસ્ય ઉપનિષદ ૯ નારદભક્તિ સૂત્ર – મોટું ૧૦ ભગવાન શ્રી કૃષ્ણ ૧૧ ધર્મબિંદુ – બે આવૃત્તિઓ ૧૨ જીવન અને જિંદગી ૧૩ શ્રી ગુરુચરણે ૧૪ સાધનાનાં સૂત્રો ૧૫ મહારાજશ્રીની સાથે ૨૧ વર્ષ ૧૬ મીરાંની વાણી ૧૭ સાચો માનવ ૧૮ પ્રેમલક્ષણા ભક્તિ ૨૩ ૨૪ રામાયણમાં ભારતીય સંસ્કૃતિનું દર્શન ઉત્તરાધ્યયન સૂત્ર ભા.૧ ૨૫ ધ્યાન ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ધ્યાન પથ ૩૪ ભાગવતનો સંદેશ ૩૫ ભગવદ્ ગીતાનો કર્મયોગ ૩૬ આત્મસિદ્ધિશાસ્ત્ર ભા.૧ નારદભક્તિ સૂત્ર મોટું-બીજી આવૃત્તિ ચૈતન્ય યાત્રા ભાગ-૧ ચૈતન્ય યાત્રા ભાગ-૨ ચૈતન્ય યાત્રા ભાગ - ૩ આતમનું ઝરણું તત્ત્વજ્ઞાન તરંગિણી માખન થા સો વિરલા પાયા For Personal & Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ XI શબ્દાર્થ સંકલનકર્તા શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા ગાથા - ૧ સ્વરૂપ - સ્વ એટલે પોતાનું રૂપ એટલે ઓળખાણ, પરિચય. આધ્યાત્મિક દૃષ્ટિએ સ્વરૂપ એટલે હું શુદ્ધ છું, હું એક છું. હું જ્ઞાનદર્શનમય છું, હું અરૂપી છું અને જ્ઞાન ગમ્ય છું. દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વ છું. અનંતઃ-જેનો અંત નથી, અને અનાદિકાળથી ચાલ્યું આવે છે તે. અનાદિકાળથી ચાલ્યા કરે છે તેવું. પદ-આત્મપદ. સદ્ગુરુ - સ્વરૂપને સમજાવનાર આધ્યાત્મિક સત્તા, તેમને કહેવાય છે સત્પુરુષ અથવા સદ્ગુરુ. જેમની પાસે જ્ઞાનની લક્ષ્મી છે, પ્રેમની, સમતાની, કરુણાની, બોધની, વીતરાગતાની, નિસ્પૃહતાની લક્ષ્મી છે, અને જે તમારા સુખ અને આનંદનો ખજાનો તમને ઓળખાવી તમારા હાથમાં સોપે, છતાં કશી અપેક્ષા રાખે નહિ તેને કહેવાય છે સગુરુ. સદ્દગુરુને આત્માનુભવ નિત્ય આચરણમાં વર્તે છે. સમજણ - જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણવું તે સમજણ. ઉપયોગ અન્ય વિકલ્પોથી રહિત થાય તે સમજણ. ભગવંતઃ- એટલે વીતરાગ પુરુષ. ગાથા - ૨ મોક્ષમાર્ગ:- આત્મ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. અને જ્ઞાન, દર્શન તથા ચારિત્રની એકતા કરી તેમાં સ્થિર થવું, તે મોક્ષમાર્ગ છે. લોપ -અદશ્ય. આત્માર્થી:- “આત્મા રાગ દ્વેષ અને કષાયોમાંથી કેમ મુક્ત બને ?' એવું જેના ચિત્તમાં સતત ચિંતવન ચાલી રહ્યું છે અને આત્મહિત અને આત્મકલ્યાણ સિવાય જેના અંતરમાં બીજું કોઈ પ્રયોજન જ નથી તેને કહેવાય આત્માર્થી. For Personal & Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ XII શબ્દાર્થ વિચાર:- વિચાર ધર્મનું પહેલું પગથિયું છે. ધર્મનો પ્રારંભ વિચારથી થાય. તત્ત્વ વિચારથી ધર્મ આવશે, ધ્યાન થશે, વિચારથી જ સાધના અને વિચારમાંથી જ ઉપાસના થશે. તત્ત્વ વિચારથી સમજણ પ્રાપ્ત થાય અને ત્યાર પછી જ આચરણ થાય. અગોપ્યઃ- છૂપાવ્યા વિના. ગાથા - ૩ ક્રિયાજડ:- આત્મ શુદ્ધિનું લક્ષ ન હોવાથી ચિત્તશોધન કરતો નથી અને વગર વિચાર્યું ક્રિયાઓ કર્યે જાય છે તેને કહેવાય છે ક્રિયાજડ. આ ક્રિયા કરવાથી મારી કેટલી આંતરિક શુદ્ધિ થઈ? મારો ક્રોધ કેટલો ઓછો થયો? મારામાં આત્મજાગૃતિ આવી? આમ વિચાર વગરની ક્રિયા કરે તે ક્રિયાજડ. આમ અંતર તપાસ વગર ઢગલાબંધ ક્રિયાઓ કરે, જે બાહ્યમાર્ગમાં રાચે અને જ્ઞાનમાર્ગનો નિષેધ કરે, જેનું અંતર ભેદાયું નથી તેને જ્ઞાની ક્રિયાનડ કહે છે. શુષ્કજ્ઞાની - જે ધ્રુવના પડખેથી જ આત્માને જોવે છે, અને વાત કરે છે. આત્મા નિત્ય છે, મુક્ત છે, બંધાયેલો નથી, આત્મા દુઃખી થતો નથી, ખાતો પીતો નથી, વિકાર કરતો નથી. તે પર્યાયનું (અવસ્થાનું) પડખું ભૂલી જાય છે. જોવા જેવી તો વર્તમાન અવસ્થા છે. વર્તમાન અવસ્થા અશુદ્ધ હશે તો દ્રવ્ય ભલે જ્ઞાન આનંદથી ભરેલું. હોય પણ અનુભવ નહિ થાય. ત્રિકાળી દ્રવ્ય તરફ, નિશ્ચય તરફ નજર ગઈ પણ વ્યવહારમાં વર્તમાન તરફ નજર જતી નથી. પોતાની અશુદ્ધિ લક્ષમાં લેતો નથી અને તેની શુદ્ધિ માટે સાધના કરતો નથી. સ્વચ્છંદમાં જીવે છે, મોહના આવેશમાં વર્તે છે અને પોતાને જ્ઞાની કહેવડાવે છે. પરમકૃપાળુદેવ તેને શુષ્કજ્ઞાની કહે છે. સૌથી વધારે જોખમ શુષ્કજ્ઞાનીનું છે. તે પોતાને નુકસાન કરે છે અને હજારો લોકોને જોખમ પહોંચાડે છે. શાસ્ત્રો વાંચે છે, ઉપદેશ આપે છે પણ મોહાવેશમાં રહે છે, માન પ્રતિષ્ઠા જોઈએ છે. જ્ઞાનાવરણીય કર્મનો પ્રચંડ ક્ષયોપશમ છે પણ મોહનીયકર્મમાં રાચે છે. આ શુષ્કજ્ઞાનીનું કામ છે. આચરણ વગરનું લુખ્ખ અને કોરું જ્ઞાન જેની પાસે છે તે શુષ્કજ્ઞાની છે. ક્રિયાજડ ઓળખી શકાય પણ શુષ્કજ્ઞાનીને ઓળખવો મુશ્કેલ છે. ત્યાગ વૈરાગ્ય રહિત છે. વાણીથી બોલે પણ તથારૂપ દશા નથી. આ શુષ્કજ્ઞાનીનાં લક્ષણ છે. For Personal & Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ XIII ગાથા - ૪ અંતરભેદઃ- અંતર ભેદાવું, મર્મ સમજવો, અંતઃકરણની શુદ્ધિ થવી. જ્ઞાનમાર્ગ - સતુ શાસ્ત્રથી માંડી સતપુરુષના ચરણમાં સમર્પણ થાય તે તમામ જ્ઞાન માર્ગ છે. ગાથા - ૫ બંધ મોક્ષ છે કલ્પના - આત્મા કર્મથી બંધાયેલો છે તે બંધદશા છે, અને આત્મા કર્મથી મુક્ત છે તે મોક્ષદશા છે. આ પ્રકારની આત્માની કોઈ દશા જ નથી, આમ આત્માને બંધ મોક્ષ રહિત માનવો. બંધ મોક્ષ રહિત કલ્પના કરવી. મોહાવેશઃ- મોહના પ્રભાવમાં, અજ્ઞાનના પ્રભાવમાં વર્તવું. ગાથા - ૬ વૈરાગ્ય :- જગતનાં પદાર્થો પ્રત્યે આસક્તિ છૂટી જવી. વૈરાગ્ય એટલે રાગની મંદતા. જેનાથી અંત:કરણ નિર્મળ થાય તેને વૈરાગ્ય કહે છે. વૈરાગ્ય અને ત્યાગ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. આત્મજ્ઞાન - આત્મા મુખ્યપણે આત્મસ્વભાવે વર્તે તે આત્મજ્ઞાન. જ્ઞાન એટલે જાણવું. આત્માને જ જ્ઞેય બનાવે તેવું જ્ઞાન. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનાં પરિબળો વૈરાગ્ય, ત્યાગ અને અંતરંગ અવસ્થા. આત્મજ્ઞાન થયા સિવાય ભવનું મૂળ છેદી શકાતું નથી. આત્મજ્ઞાન એટલે સ્વરૂપનું જ્ઞાન, અસ્તિત્વનું જ્ઞાન, સ્વનું અને નિજનું જ્ઞાન. ગાથા - ૭ ત્યાગ:- બાહ્ય પદાર્થો છોડવા તેનું નામ ત્યાગ કહેવાય, પણ વિશેષ અર્થ એ છે કે વસ્તુ તો છોડવી પણ તે વસ્તુ તરફની આસક્તિ છોડવી તે ખરો ત્યાગ છે. પરમાર્થિક દૃષ્ટિએ બાહ્ય પદાર્થોની સાથે અધ્યાસ હોવાથી પોતે પોતાને ભૂલી ગયો છે. તે તાદાભ્ય અધ્યાસથી નિવૃત્ત થવું તેને કહેવાય છે ત્યાગ. બાહ્ય ત્યાગ એટલે પદાર્થનો અને વસ્તુઓનો ત્યાગ અને અત્યંતર ત્યાગ એટલે અધ્યાસનો ત્યાગ. એ બંને મળી જે ઘટના ઘટે છે તેને વીતરાગ પરમાત્મા ત્યાગ કહે છે. આસક્તિનો ત્યાગ કરવો તે પરમ For Personal & Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ XIV શબ્દાર્થ | પુરુષાર્થનું કામ છે. ત્યાગથી અંતઃકરણ શુદ્ધ થાય છે. વૈરાગ્ય :- વૈરાગ્ય એટલે જગતનાં પદાર્થો પ્રત્યેની આસક્તિ છૂટી જવી. વૈરાગ્ય એટલે રાગની મંદતા. વૈરાગ્યનું બીજ છે સમ્યક્ વિચાર. સમ્યવિચારથી જ્યારે અધ્યાસ છૂટે ત્યારે રાગ મંદ પડી જાય છે અને અંદર જે અવસ્થા પ્રાપ્ત થાય છે તેને કહેવાય છે વૈરાગ્ય. અંતઃકરણની શુદ્ધિ ત્યાગ અને વૈરાગ્યથી થાય છે. પરંતુ ત્યાગ વૈરાગ્ય જો માનાર્થે જ થાય તો સંસારનો અંત ન આવે. ત્યાગ-વૈરાગ્યમાં અટકવાનું જો થાય તો આત્મજ્ઞાન પ્રાપ્ત થાય નહિ. ત્યાગ વૈરાગ્ય વગર સદાચાર ન આવે. સદાચાર વગર અંતઃકરણ શુદ્ધ થાય નહિ. અને જો અંત:કરણ શુદ્ધ ન થાય તો આત્માનું પ્રતિબિંબ ન પડે. ગાથા - ૮ આત્માર્થી - મોક્ષ સિવાય બીજું કોઈ પ્રયોજન જેને રહ્યું નથી તેને કહેવાય છે આત્માર્થી. આત્માનું ભલુ થાય, મંગળ થાય, કલ્યાણ થાય, આત્મા રાગદ્વેષમાંથી મુક્ત બને, દેહ, વિકારો અને બંધનમાંથી મુક્ત બને, આત્મા આસક્તિ અને મમત્વમાંથી મુક્ત બને એવું જેના ચિત્તમાં ચિંતવન ચાલે છે તેને કહેવાય છે આત્માર્થી. આત્મ કલ્યાણ અને આત્મહિત સિવાય જેના અંતરમાં બીજું કોઈ પ્રયોજન નથી તે આત્માર્થી છે. ગાથા - ૯ પરમાર્થ - મોક્ષ નિજપદ - આત્મસ્વરૂપ. આત્માનું પદ. ગાથા - ૧૦ આત્મજ્ઞાન - એટલે આત્માનો અનુભવ. શાસ્ત્રો અને શબ્દોથી પરોક્ષ અનુભવ થાય. પણ અંદરમાં જે આત્માનો અનુભવ થવો તે આત્મજ્ઞાન. જેવો આત્માનો અનુભવ થાય કે અંદર ઘટના ઘટે. અંદરની અવસ્થા બદલાઈ જાય. પછી તેને મનના રોગ એટલે અહંકાર, ક્રોધ, માન, માયા, લોભ, કામવાસના બધું ખરી પડે. સમદર્શિતા - ઉદયમાં આવેલાં પૂર્વકર્મનાં પરિણામને અનુસરી જે કંઈપણ સુખદુઃખ For Personal & Private Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ XV થાય તેને સમભાવથી વેદવું તે સમદર્શિતા છે. સમદર્શિપણું સદ્ગુરુનું એક લક્ષણ છે. તેમને જગતમાં કોઈ જીવ પ્રત્યે તિરસ્કાર ન હોય, ધૃણા ન હોય. તેમની આંખમાંથી પ્રેમ અને કરુણા ટપકતી હોય. આ મારો અને આ પારકો છે તેવી ગણતરી જેને મટી ગઈ છે. હૃદયમાં ખુમારી અને મસ્તી આવી જાય, દીનતા, લાચારી, દ્વન્દ્ર, મૂંઝવણ બધું ચાલી જાય છે. પરભાવની ઈચ્છાથી જેઓ રહિત થયા છે તે આત્મજ્ઞાની પુરુષ છે. જેઓને શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કાર, નિંદા, સ્તુતિમાં સમતા છે. માન અપમાનને સમ ગણે છે. આવી સમતા જેણે જીવનમાં પ્રાપ્ત કરી છે તે સમદર્શી છે. વિચરે ઉદય પ્રયોગ:- કર્મના ઉદય પ્રમાણે જે પ્રવર્તન થાય તેને સમભાવ રાખી આચરે. જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ કે જે બીજું કંઈપણ કાર્ય થાય તે પૂર્વપ્રારબ્ધના ધક્કાથી થાય છે. તેમાં કર્તાભાવ નથી, કરવાની ઈચ્છા નથી, માનપાનની અપેક્ષા નથી, કંઈ મેળવવું કે પ્રાપ્ત કરવું નથી, હરિફાઈમાં ઉતરવું નથી, બસ સ્વરૂપમાં ઠરવું છે. બહારમાં જે કંઈપણ થાય છે તે પૂર્વના ધક્કાથી થાય છે. પૂર્વ પ્રારબ્ધના વેગથી જ્ઞાનીનું કાર્ય થાય છે, પરંતુ તેમાં કર્તબુદ્ધિ કરતો નથી, તેને વિચરે ઉદયપ્રયોગ કહેવાય. અપૂર્વવાણી - અપૂર્વ એટલે અનુભવેલી, અસરકારક અને દિલ જીતી ત્યે તેવી વાણી. જે વાણીમાં આત્માનો ઝંકાર છે, જે શબ્દો સાંભળતાં પરમતત્ત્વ યાદ આવી જાય, અસ્તિત્વ યાદ આવી જાય, પોતાનું સ્વરૂપ યાદ આવી જાય, અજ્ઞાની કરતાં જેમની વાણી જુદી પડે છે. પરમશ્રુત - ષદર્શનના તાત્પર્યને જાણે. પ્રત્યક્ષ સદ્ગુરુ :- પરમાર્થ માર્ગને જાણવા માટે અવલંબન હોય તો તે પ્રત્યક્ષ સદગુરુ છે. એક સદ્ગુરુ હાજર હોય તો કેટલાં કામ કરશે? તે તીર્થંકરદેવને ઓળખાવશે, ભૂતકાળમાં થઈ ગયેલ જિનેશ્વરદેવને ઓળખાવશે. શાસ્ત્રમાં રહેલ શબ્દોનો મર્મ શું છે તે કહેશે. માર્ગ કેવો છે અને કયા માર્ગે જવાય તે સમજાવશે. તેઓ સ્પષ્ટ કરી કહેશે અને જરૂર પડ્યે હાથ પકડીને તમને દોરી પણ જશે. આવો ઉપકાર જીવતો સપુરુષ કરે છે. માટે કહ્યું છે કે “પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ પરોક્ષ જિન ઉપકાર.” જિન - જિન એ જૈન પરંપરાનો શબ્દ છે. જિન એટલે જીતનાર. જિન એટલે For Personal & Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ XVI શબ્દાર્થ Oબમ હંમેશ માટે જેણે રાગદ્વેષ જીતી લીધાં છે, તેને કહેવાય છે જિન. અરિહંત કહો, વીતરાગ કહો કે જિન કહો-એકાર્થી છે. સદ્ગુરુનું કામ વીતરાગ પુરુષ જિનેશ્વરને સમજાવવાનું છે. જિન સામે જોઈ આપણી ઓળખાણ થાય. ગાથા - ૧૨ જિનરૂપ:- સદ્ગુરુના ઉપદેશથી જિન સ્વરૂપ સમજાય છે. જિન સ્વરૂપ એટલે જિન ભગવંતની ઓળખાણ, પરિચય. આપણી ઓળખાણ જો કરવી હોય તો જિનેશ્વરને ઓળખવા પડશે. વીતરાગ સામે જોઈને આપણા આત્માની ઓળખાણ થાય. જ્ઞાની પુરુષ, સદ્ગુરુ કહે છે કે તું ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છો. તું અમારા જેવો અને વીતરાગ જેવો છો. આવો ઉપદેશ સદ્ગુરુ પાસેથી મળે છે, ત્યારે જિનેશ્વરનું સ્વરૂપ યથાર્થપણે સમજાય છે. અને જિનનું સ્વરૂપ સમજે તો પોતાનો આત્મા પરિણામે જિનદશાને પામે. ગાથા - ૧૩ નિરૂપક:- નિરૂપણ કરનારાં. શાસ્ત્ર - આપ્ત પુરુષોના વચનનો સંગ્રહ જેમાં થયેલ છે તેને કહેવાય છે. શાસ્ત્ર. હિત શિક્ષા સમજાવી, સંસારથી આત્માનું જે રક્ષણ કરે છે તેને કહેવાય છે. શાસ્ત્ર. આત્માનું શોધન કરવા માટે શાસ્ત્રો છે. ગાથા - ૧૪ અવગાહન - વારંવાર વિચારણા કરવી, ચિંતન કરવું. મતાંતર:-મતાંતર એટલે મતભેદ. જીવ મતભેદોને કારણે આગળ વધી શકતો નથી. માન અને મતભેદ એ માર્ગ પામવામાં આડાં સ્તંભરૂપ છે. ગચ્છનાં મતમતાંતર, ઘણી જ નજીવી બાબતોમાં આગ્રહ કરાવી જુદી જુદી રીતે દર્શનમોહનીયના હેતુ થાય છે. જે આ દોષમાંથી મુક્ત ન થાય તે જીવ સંસારમાંથી છૂટી શકતો નથી. ગાથા - ૧૫ સ્વછંદ - જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઈચ્છાએ ચાલ્યો છે For Personal & Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ XVII તેનું નામ સ્વછંદ છે. સ્વ અને છંદ મળીને શબ્દ થયો છે સ્વછંદ. સ્વના બે અર્થ થાય. એક સ્વરૂપ અને બીજો અર્થ અહમ્. અને છંદ એટલે નાદ અથવા ટેવ, વૃત્તિ, આદત એનું એ કરવાની ટેવ તેને કહેવાય છે છંદ. અહમૂનો છંદ, વૃત્તિઓને ગમે, મનને ગમે, અહમના કહેવા પ્રમાણે ગમે તેવી પોતાની ઈચ્છાઓનું ડહાપણ ડોળવું. અજ્ઞાનની સત્તા, વૃત્તિઓ અને વાસનાની સત્તા, મોહ અને કષાયોની સત્તા, અહંકારની સત્તા અને ઈચ્છા પ્રમાણે ડહાપણ ડોળવાની સત્તા, આ પાંચ સત્તા તળે જે જીવ કામ કરે છે તેને જ્ઞાનીઓ સ્વછંદ કહે છે. સ્વચ્છંદનો રોગ અનાદિકાળનો છે. જીવે વિવિધ પ્રકારની સાધનાઓ પોતાના સ્વછંદે કરેલ છે તેમાં સફળતા મળી નથી. સ્વછંદને રોકવો ઘણો મુશ્કેલ છે. મને ગમશે તે જ કરીશ, પણ વાસ્તવિક શું છે તેનો વિચાર કરતો નથી, માટે સ્વછંદી છે. પરિભ્રમણનું કારણ સ્વછંદ જ છે. સ્વછંદે ક્રિયાઓ કરવી, સ્વછંદ શાસ્ત્રો વાંચવા, વાંચીને શુષ્કજ્ઞાની બની બેસવું, આ મોક્ષનું સાધન નથી પણ સંસારનું કારણ છે, સ્વચ્છેદ હેય છે, છોડવા લાયક છે. સ્વચ્છંદ રોકયા પછી જ સમ્યક પ્રકારે સાધનાની શરૂઆત થાય. પરમકૃપાળુ દેવ કહે છે પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી સ્વછંદ રોકાય છે. બીજા ઉપાયો કરવા જતાં તે બમણો થશે. ગાથા - ૧૬ સગુરુ યોગ યોગ એટલે પ્રાપ્તિ. મળવું એક વાત અને યોગ થવો બીજી વાત. પ્રાપ્તિ અથવા યોગ એટલે સદ્ગુરુની ચેતના સાથે પોતાની ચેતનાનું અનુસંધાન, ટ્યુનીંગ થઈ જવું. સદ્ગુરુની ચેતનામાંથી જે કંપનો, જે ભાવો, જે ઉલ્લાસ આવે છે તે તમામ ભાવો શિષ્યમાં દાખલ થાય, આવું ટ્યુનીંગ તેને કહેવાય છે યોગ. આવો યોગ પ્રાપ્ત થાય તો જસ્વછંદ રોકાય. સ્વછંદ રોકનાર પરિબળ માત્ર સદ્ગુરુ સાથે ટ્યુનીંગ થવું, યોગ થવો. ગાથા - ૧૦ સમકિત - સમ્યગદર્શન. દર્શનમોહનો ઉપશમ અથવા ક્ષયોપશમ થતાં જેનિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યતત્ત્વ, પરમતત્ત્વ અથવા શુદ્ધાત્માની અનુભૂતિ થાય તેને જ્ઞાની પુરુષો For Personal & Private Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ XVIII શબ્દાર્થ નિશ્ચય સમકિત કહે છે. આ અનુભવની ઘટના છે. નિશ્ચયનયની અપેક્ષાથી, શુદ્ધ ચૈતન્ય સાથે વળગેલ કર્મની, વિકારની, વિભાવની, રાગદ્વેષની, ગતિ, માર્ગણા, લેગ્યા, ગુણસ્થાનક, આઠકર્મો, કર્મબંધના કારણો, તે બધી ઉપાધિઓને બાદ કરતાં જે શુદ્ધ આત્મતત્ત્વ બાકી રહે છે તેની અનુભૂતિ થાય, સ્વયનો પ્રગટ અનુભવ થાય તેને સમકિત કહે છે. આ ઘટના પોતામાં નિર્વિકલ્પ અવસ્થામાં ઘટે છે. શુદ્ધ ચૈતન્ય પોતે, પોતા દ્વારા, પોતાની, પોતા માટે, પોતામાં જ અનુભવ કરે છે. જ્ઞાતા, શેય અને જ્ઞાનમાં ભેદ રહેતો નથી. દ્રષ્ટા, દૃશ્ય અને દૃષ્ટિ આ ત્રિપુટીમાં પણ ભેદ રહેતો નથી. અનંતાનુબંધી કષાયો તથા દર્શનમોહનો દાવાનળ સંપૂર્ણ રીતે શાંત થઈ જાય, બહારમાં ફરતી વૃત્તિ જે બહાર દોડતી હતી, તે પાછી વળી સ્વરૂપમાં ઠરી જાય, પછી શુદ્ધઆત્માની અનુભૂતિ, નિર્વિકલ્પ અનુભૂતિ જે થાય તેને જ્ઞાનીઓ નિશ્ચય સમકિત કહે છે. આ ઘટના આંતરિક અનુભવની છે, જેનું વર્ણન કોઈ કરી શકતું નથી. જે મુમુક્ષુ પોતાનો સ્વછંદ, મતનો આગ્રહ ત્યજી, સદ્ગુરુના લક્ષે વર્ત, સદ્ગુરુના ઉપદેશ પ્રમાણે જીવે, અને તે પ્રમાણે જ વર્તન કરે તેને આવું સમકિત પ્રાપ્ત થાય છે. મોક્ષમાર્ગની નિશાની સમ્યગદર્શન છે. આ મોક્ષ પ્રાપ્ત કરવાનું ચિન્હ છે. સમ્યગુદર્શન એટલે આત્માનો અનુભવ, આત્માનો સ્પર્શ, અને સમ્યગ્રદર્શન એટલે સ્વરૂપની અનુભૂતિ. સ્વસ્વરૂપનો રણકાર અંદરથી આવે એ સમ્યગદર્શન છે. ગાથા - ૧૮ નિજ છંદ - હું કહું છું તે જ સાચું છે, હું જે જાણું છું તે જ સાચું છે. ખોટું હોય તો પણ મેં જે માન્યું છે તે જ સાચું છે, તેવું માનીને જીવવું, સ્વીકારવું તેને શાસ્ત્રો માન, અભિમાન, અહંકાર અથવા નિજછંદ કહે છે. ૧) હું કહું છું તે જ સત્ય છે, ૨) પોતાની બુદ્ધિએ ધર્મ સંબંધની, કર્મવાદની કલ્પના કરવી, ૩) પોતાની બુદ્ધિ અને કર્તુત્વ ખાતર આધ્યાત્મિક માર્ગ બદલવો, ૪) ઉપરથી સારા દેખાવું પરંતુ સારા થવાના પ્રયત્નો ન કરતાં તેવી માયાજાળ પાથરવી, ૫) ઓધ દૃષ્ટિએટલે લૌકિક દૃષ્ટિથી ચાલવું, ગાડરિયા પ્રવાહમાં વિચાર વગર જોડાઈ જવું. આ બધા નિજછંદના લક્ષણો છે. આ નિજછંદમાંથી મુક્ત થવાનો રસ્તો છે. જે અતીન્દ્રિય સૃષ્ટિમાં પ્રવેશ કરાવવાનું For Personal & Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ XIX કામ કરે છે, જે ચેતનાનું ઉદ્દઘાટન કરનાર છે, જે સત્ય માર્ગે દોરી જનાર છે, જે માર્ગ તો આપે છે પરંતુ શરણું આપી, હાથ પકડી, અતીન્દ્રિય સૃષ્ટિ તરફ દોરી જાય છે અને જેને જગતનાં સૌ જીવોનું કલ્યાણ થાય તેવી ભાવના છે તેવા સદ્ગુરુનાં શરણમાં જવાથી અલ્પ પ્રયાસે જાય છે. ગાથા - ૧૯ કેવળજ્ઞાન - માત્ર જ્ઞાન. જ્ઞાન સિવાય બીજું કંઈ જ નહિ. શુદ્ધ અને પરિપૂર્ણ જ્ઞાન. જે જ્ઞાનમાંથી રાગ દ્વેષ મોહ અને વિકારોનો ક્ષય થયેલ છે. જે જ્ઞાન પરિપૂર્ણ વિશુદ્ધ થઈ પ્રગટ થયેલ છે, અજ્ઞાનના આવરણમાંથી સંપૂર્ણપણે મુક્ત થયેલ છે તેવું જ્ઞાન તે કેવળજ્ઞાન. ત્રણે લોકના બધા જીવોનું તથા સમસ્ત પદાર્થના અણુએ અણુનું ત્રિકાળ પરિણમન એક સાથે જાણનાર જ્ઞાન તે કેવળજ્ઞાન. માત્ર જાણપણું છે, પરંતુ કોઈ પ્રતિભાવ નથી. છદ્મસ્થ:- છત્ એટલે દોષ. જેનામાં મન:પર્યાય જ્ઞાનની ઊંચાઈ આવી છે, છતાં હજુ મંદ મંદ રાગ છે, મંદ મંદ દ્વેષ રહ્યો છે તેવાં જીવને છબસ્થ કહેવાય. સંપૂર્ણ વીતરાગ અવસ્થા પામ્યાં નથી તેવાં જીવો. - વિનય - ગુરુ શિષ્યને જોડનાર કડી. વિનય એટલે પ્રેમ. શિષ્યની મૂડી વિનય છે. શિષ્ય થઈને ગુરુ પાસે જવું હોય તો ધનસંપત્તિ નહિ પરંતુ પ્રેમ અને શ્રદ્ધાની મૂડી જોઈએ. શ્રદ્ધાનો એક અર્થ છે રુચિ અને બીજો અર્થ છે પ્રેમ. આ વિનયમાં ત્રણ બાબતો આવે છે. વૈયાવચ્ચ, શુશ્રુષા અને સેવા. શિષ્ય સદ્ગુરુ પાસે આવો વિનયી થઈને જાય તો તેનું કલ્યાણ થઈ જાય છે. ધર્મનું મૂળ વિનય છે તો શિષ્યની મૂડી છે વિનય, વિનય એ ભાવ છે, વિનય એ સમર્પણ અને પ્રેમની સાધના છે. વિનય એ ભક્તિ છે, વિનય એ આરાધના છે. પુરુષનો યોગ જ્યારે થાય, એમના પ્રત્યે બહુમાન થાય ત્યારે એ પ્રેમને પ્રગટ કરવાની પદ્ધતિ તેને કહેવાય વિનય. વિનય એ જીવનનો આલ્હાદ અને જીવનનો આનંદ છે. ગાથા - ૨૦ સુભાગ્ય:- જેનું સારું ભાગ્ય એટલે નસીબ છે, ભાગ્યશાળી છે. ભાગ્યશાળી એ છે કે જે સુલભતાથી બોધ પામે છે અને નિકટમાં મોક્ષમાં જવાનો છે. For Personal & Private Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ XX શબ્દાર્થ ગાથા - ૨૧ મોહનીય કર્મ-કર્મનાં આઠ પ્રકાર છે. તેમાં સૌથી પ્રગાઢ કર્મ મોહનીયકર્મ છે. મોહનીય કર્મ જીવને સંસારમાં રખડાવે છે અને સાચા ખોટાનાં વિવેકથી રહિત કરે છે. મોહનીયકર્મના બે પ્રકાર છે. દર્શન મોહનીય અને ચારિત્ર્ય મોહનીય. | દર્શનમોહનીય - પરમાર્થને વિષે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થ બુદ્ધિ કરાવે તેવું કર્મ. જીવને સ્વરૂપનું ભાન થવા ન દે. તત્ત્વની રુચિ અટકાવે તેવું કર્મ. મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા કરાવે તેવું કર્મ. દેહ છે તે જીવ છે અને જીવ છે તે દેહછે તેવી ઊંધી માન્યતા કરાવી અનંતકર્મોનો બંધ કરાવનાર કર્મ. ચારિત્ર મોહનીય કર્મ જીવને સુઆચરણ કરતાં રોકે છે, અટકાવે છે. દર્શનમોહ એટલે મિથ્યાત્વનો પ્રબળ વેગ જેનામાં છે તે મતાર્થી, દર્શનમોહ જેનો મોળો પડ્યો છે, મંદ થયો છે અને મુક્ત થવાની તાલાવેલી જેને લાગી છે તે મુમુક્ષુ, અને જેના દર્શનમોહનો ક્ષય ક્ષયોપશમ અથવા ઉપશમ થયો છે તે સમ્યગ્દષ્ટિ. અસગુરુ - જેને આત્માનો અનુભવ નથી, અને પોતાને આત્મજ્ઞાની મનાવે છે તે અસદ્ગુરુ છે. જે મંત્ર, તંત્ર અને ચમત્કારની વાતો કરી લોકોને ભરમાવે છે તે અસદ્દગુરુ છે. જે શાસ્ત્રોના અર્થ પોતાની મતિ કલ્પનાએ કરી પોતે સાચો છે તેમ બીજાને ભરમાવે છે તે અસદ્ગુરુ છે. જે પોતાના માન મેળવવા અને કીર્તિ ખાતર સત્ય માર્ગને સમજાવવાને બદલે લોકોને રસ પડે તેવી, બીજાને ઉતારી પાડે તેવી, રસપોષક વાતો કરી લોકોને પોતાના તરફ આકર્ષે તે અસગુરુ છે. જેને પૈસાની લાલચ છે, પોતાનો જુદો સંપ્રદાય સ્થાપવાની વૃત્તિ જે સેવે છે તે અસદ્દગુરુ છે. જે શિષ્યના વિનયનો લાભ લઈ પોતા પ્રત્યે વિનયની ફરજ પાડી પોતાનું માન વધારવા પ્રયત્ન કરે તે અસદ્દગુરુ . આ અસરનો મહામોહ છે. અસદૂગુરુ એ અધ્યાત્મ માર્ગમાં ઊંડી ખાઈ છે. પોતે ડૂબે અને બીજાને પણ ડૂબાડે છે. અસદ્દગુરુને બાહ્યત્યાગ હોઈ શકે પણ આત્માનો અનુભવ નથી, તેથી પોતે For Personal & Private Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ XXI પામતાં નથી અને બીજાને પમાડી શકતાં નથી. ગાથા - ૨૨ મુમુક્ષુ - મોક્ષ મેળવવાની જેને તીવ્ર ઈચ્છા છે તેને મુમુક્ષુ કહેવાય. સંસારના તમામ બંધનોમાંથી મુક્ત થવાની જેને તાલાવેલી લાગી છે તે મુમુક્ષુ છે. આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું લક્ષણ છે. મતાર્થી:- જે પોતાના જ મતનો અર્થી છે. જે સત્યને યથાર્થ સમજવાને બદલે અવળું સમજે છે, અવળો નિશ્ચય કરે છે. તેની ભૂલ અવળું સમજવાની છે. મતાર્થી અધાર્મિક કે નાસ્તિક નથી. તે ધાર્મિક હોઈ શકે છે. કર્મકાંડ કરી શકે છે. તે શાસ્ત્રજ્ઞ હોઈ શકે, સાધુ હોઈ શકે, આચાર્ય હોઈ શકે અને અનેક શાસ્ત્રોનો જ્ઞાતા પણ હોઈ શકે. હજારો શિષ્યોનો ગુરુ પણ હોઈ શકે. આવો હોવા છતાં તે મતાર્થી હોઈ શકે. તે સત્યને અવળું સમજે છે અને અવળો નિશ્ચય કરે છે. તેને બુદ્ધિ ઓછી છે તેવું નથી પરંતુ તે પોતાના જ મતનો ઉપાસક છે, પોતાની જ માન્યતામાં અટવાયેલો છે. તેનો જ આગ્રહી છે. તે સત્યને સમજતો નથી. ઘણી વખત સત્ય તેની સામે સ્પષ્ટ થાય છે, પણ મતાર્થી અવસ્થા હોવાના કારણે સત્યનો સ્વીકાર કરી શકતો નથી. મતાર્થી સાધના કરે છે, ગુરુને માને છે. ધર્મને અને શાસ્ત્રને માને છે, ધ્યાનનો સ્વીકાર કરે છે. પરંતુ જ્યારે જ્યારે જ્ઞાની પુરુષ મળ્યાં ત્યારે ત્યારે તેનો નિર્ધાર અવળો જ છે. મતાર્થીને સત્યની બહુ ચિંતા નથી, મોક્ષની ચિંતા નથી, પરંતુ સૌથી વધારે પોતાના મતની ચિંતા છે. તેને સત્યને પણ ગૌણ કરી, પોતાનો મત સિદ્ધ કરવો છે. મતાર્થી એટલે પોતાના જ મતનું લક્ષ, અને આત્માર્થી એટલે આત્માનું લક્ષ. તમે વીતરાગ પરમાત્માના માર્ગમાં હોવા છતાં મતાર્થી હોઈ શકો છો. મતાર્થીનો સીધો અર્થ કરવો હોય તો જેનામાં મિથ્યાત્વ જીવંત છે તે મતાર્થી. જેનામાં દર્શનમોહનું સામ્રાજ્ય છે તે મતાર્થી છે. જેનામાં મિથ્યાત્વની સત્તા છે તે મતાર્થી છે. જેમ મદિરાપાન કર્યું હોય અને જે તેના ઘેનમાં હોય તેને તમે ગમે તેમ સમજાવશો તો સમજશે નહિ, તેમ મિથ્યાત્વના ધેનમાં આધ્યાત્મિક વાત, સત્યની વાત સમજશે નહિ અને અવળો નિર્ણય For Personal & Private Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ XXII શબ્દાર્થ કરશે. તે મતાર્થી છે, માટે ટર્નીંગ પોઈન્ટ તેને મળતો નથી અને પરિવર્તનની ઘટના તેનામાં ઘટતી નથી. મતાર્થી પોતાનો મત, આગ્રહ છોડ્યા સિવાય આત્માર્થી થઈ શકે જ નહિ. જે ગુરુમાં બાહ્ય ત્યાગ છે પણ આત્મજ્ઞાન નથી તેવા ગુરુને સાચાં ગુરુ માને અથવા કુળધર્મના ગુરુ અજ્ઞાની હોય છતાં તેમાં જ મમત્વ રાખે તે મતાર્થી છે, જે અરિહંત દેવના શરીરનું વર્ણન કરીને જ તેનું માહાભ્ય કરે છે, સમવસરણની શોભાનું જ જેને માહાભ્ય છે અને જે બહારના રૂપ જોવામાં જ રોકાયેલ છે, જેને અંતરંગ સ્વરૂપનું માહાભ્ય જ નથી, પરમાર્થ સ્વરૂપ જાણવાની જીજ્ઞાસા જ જેનામાં નથી તેને મતાર્થીપણું છે. દેવ-નરક ગતિના ભાંગા કોઈ વિશેષ પરમાર્થ હેતુથી કહેલ છે. તે હેત જાણ્યા વગર તે વર્ણન માત્ર જ શ્રુતજ્ઞાન છે, અને પોતાનો મત અને પોતાનો વેશ છે તેને જ મુક્તિનો હેતુ માને છે. કોઈક વખત પરમાર્થના ઉપદેશનો યોગ બને તોય પોતાનું માન લોકોમાં જાળવવાં, પૂજનીય અને વ્રતધારી છું તેવું મનાવવા, તે બધું જતું રહેશે તેવા લોભમાં પરમાર્થને ગ્રહણ કરતો નથી. જે નિશ્ચયનયને કહેવા રૂપે ગ્રહણ કરે છે પરંતુ તેનામાં તથારૂપ દશા થઈ નથી તેવો જીવ મતાર્થી છે. જેને ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયો મંદ થયા નથી, જેને અંતરંગ વૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, સત્ય અસત્ય જાણવાનો વિવેક નથી, તે મતાથ જીવ મોક્ષમાર્ગ પામવા યોગ્ય નથી એટલે તે મોક્ષ પ્રાપ્ત કરવા દુર્ભાગી છે. આ મતાર્થી જીવનાં લક્ષણો જાણવાં જરૂરી છે. આવા લક્ષણો જાણી તેને દૂર કરવાનો ઉપાય કરે તો મુમુક્ષુ બની શકાય. ગાથા - ૨૫ સમવસરણ - ઈન્દ્રો આદિ, અરિહંત ભગવાનની દેશના બધા લોકો સાંભળી શકે તે માટે સમવસરણની (સભામંડપની) રચના કરે છે. તેનો વૈભવ અને ઠાઠ અનેરો હોય છે. For Personal & Private Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ XXIII જિન - જિન એ જૈન પરંપરાનો શબ્દ છે. જિન એટલે જીતનાર. હંમેશ માટે જેણે રાગદ્વેષ જીતી લીધાં છે તેને કહેવાય છે જિન. અરિહંત કહો કે વીતરાગ કહો કે જિન કહો – બધા શબ્દો એકાર્થી છે. સદૂગુરુના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશા પામવા લાયક બને છે. જિન શુદ્ધ આત્મદશારૂપ છે, શાંત છે, તેની પ્રતીતિ જિન પ્રતિમા સૂચવે છે. ગાથા - ૨૬ સદ્દગુરુ, યોગ અને અસદ્દગુરુ વિષે આગળની ગાથામાં આપેલ છે. ગાથા - ર૦ શ્રુતજ્ઞાન :- શ્રવણ કરવાથી જે જ્ઞાનનો ઉઘાડ થાય તેને કહેવાય છે શ્રુતજ્ઞાન. જ્ઞાન એ જ આત્મા છે પરંતુ વ્યવહારથી જ્ઞાન અવરાયેલું છે, તેનો ઉઘાડ કરવાનો છે. એ ઉઘાડ થવા માટે ઉપદેશ, શ્રવણ, શાસ્ત્ર વાંચન વિ. સાધન છે. શ્રુતજ્ઞાનમાં ઉપદેશ શ્રવણ અને શાસ્ત્રવાંચન સમ્યક્દષ્ટિથી થવા જોઈએ. સંપૂર્ણ આવરણ ખસી જાય ત્યાં સુધી શ્રુતજ્ઞાનના અવલંબનની જરૂર છે. મુક્તિ નિદાનઃ-મુક્તિનો હેતુ. ગાથા - ૨૮ વૃત્તિ - આત્મા અને કર્મનો સંયોગ - એ બંનેના સંયોગમાં આત્મામાં તરંગો ઊઠે છે એ તરંગોનું નામ વૃત્તિ. આત્મા અને કર્મના સંબંધથી અંદર જે કંપન થાય છે તેને આપણે વૃત્તિ કહીએ છીએ. રાગ, દ્વેષ, તિરસ્કાર, મૂછ, મમત્વ, અહંકાર, ધિક્કાર, બીજાનું અહિત થાય, તે દુઃખી થાય, બદલો લેવો તે બધા વૃત્તિઓના પ્રકાર છે. આ વૃત્તિઓનો નિરોધ કરવા માટે વ્રતો કરવા ઉપયોગી છે. વ્રતો, વૃત્તિઓને જીતવાની દવા છે. આ વૃત્તિઓનો નિરોધ એટલે વૃત્તિઓથી ખાલી થવું, વૃત્તિઓની પુનરાવૃત્તિ ન થવા દેવી, વૃત્તિઓનો અભાવ કરવો. હિંસા એક વૃત્તિ છે માટે અહિંસાની સાધના કરવી. સંગ્રહ કરવાની વૃત્તિ છે માટે અપરિગ્રહની સાધના કરવી. ક્રોધની વૃત્તિ જ્યારે ઊઠે છે ત્યારે અંદર વૃત્તિના સંસ્કાર પડે છે અને જ્યારે જ્યારે અનુકૂળ For Personal & Private Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ XXIV શબ્દાર્થ નિમિત્ત આવે તે તે વખતે આપણે જાગૃત ન હોઈએ તો ક્રોધ થઈ જાય છે. નાના બાળકને પણ ક્રોધ કરવાની ખબર પડે છે કેમકે વૃત્તિ તેણે અનંતકાળથી પોષી છે. આપણે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં વૃત્તિઓને પોષવાનું જ કાર્ય કર્યું છે. વૃત્તિઓને ઓળખવાનું લક્ષણ સંજ્ઞા છે. જેમકે આહારની પ્રબળ વૃત્તિ ઊઠે તો આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા વિગેરે. મનમાં ઊઠતી વૃત્તિઓને સદ્ગુરુના હાથમાં સોંપવાથી સાધના થાય છે. આ વૃત્તિઓ જીતાય નહિ ત્યાં સુધી આત્માનો આસ્વાદ આપણને મળી શકશે નહિ. વૃત્તિ જે પોષે છે તે સંસારી અને વૃત્તિ રહિત થયો તે વીતરાગ. વૃત્તિનો નિરોધ થાય ત્યારે આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. ગાથા - ૨૯ નિશ્ચયનયઃ- શુદ્ધ વસ્તુનું પ્રતિપાદન કરનાર. નિશ્ચય અવસ્થા છે. નિશ્ચય અંદરમાં થાય છે. નય પક્ષ છે અને યમાં શબ્દોથી વર્ણન છે. દા.ત. આત્મા અજર, અમર, અવિનાશી છે, કર્મથી રહિત છે. કષાય અને ભાવકર્મથી રહિત છે. આ વર્ણન છે. પરંતુ આવી અવસ્થા જીવનમાં અનુભવવી તે નિશ્ચય છે. શબ્દથી પ્રતિતી થાય પણ અનુભવ ન થાય. અંતરંગદશા અને જ્ઞાનદશા બેનો તાલમેલ જોઈએ. અંતરંગમાં સાક્ષીભાવ, જ્ઞાતાદ્રષ્ટાપણું આવ્યું નથી. તથારૂપ ગુણની સ્પર્શના થઈ નથી અને માત્ર શબ્દોમાં રમે તેને નિશ્ચયાભાસી કહેવાય છે. સદ્ વ્યવહાર :- સદ્ગુરુ, સશાસ્ત્ર, વૈરાગ્ય, સ્વાધ્યાય, ભક્તિ, મંત્ર, જાપ, પરમાત્માની પૂજા, તીર્થોની યાત્રા, વ્રત, તપ, નિયમ, સાધુસંતોની સેવા આ સવ્યવહાર છે. નિશ્ચયનયની અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો વ્યવહાર છોડવાની જરૂર નથી. વ્યવહાર એની મેળે છૂટી જશે. આવી અવસ્થા આવ્યા પહેલાં વ્યવહાર જો છોડો તો નિશ્ચયનય પ્રાપ્ત થયો નથી અને સદ્વ્યવહાર પણ રહ્યો નથી. સદ્વ્યવહાર જરૂરી છે પરંતુ નિશ્ચયનયને લક્ષમાં રાખી વ્યવહાર થાય તો જ સાધના જીવનમાં થઈ શકે. ગાથા - ૩૦-૩૧ જ્ઞાનદશા :- જ્ઞાન અને દશા બે જુદા શબ્દો છે. જીવ જ્ઞાન પ્રાપ્ત કરે પણ દશા નહિ. જીવ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે પણ દશા પામવી તે કઠિન કામ છે. દશા એટલે For Personal & Private Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ XXV અંતરંગ અવસ્થા, આંતરિક ભૂમિકા, આંતરિક ફેર. - જ્ઞાન પામવું તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની સાથે સંબંધમાં છે, અને દશાનો સંબંધ મોહનીય કર્મના ઉપશમ સાથે છે. દશા બદલવાનું કામ જ્ઞાન નહિ પણ દશા બદલવાનું કામ મોહનો ઉપશમ કરે છે. જ્ઞાન માત્ર તમારી નવપૂર્વ જેટલી હોય પણ મોહનીય કર્મનો ઉપશમ કે ક્ષય ન થાય ત્યાં સુધી દશા બદલાશે નહિ. આ મોહને કાઢવાની તાકાત અનુભવ જ્ઞાનમાં છે, માત્ર જ્ઞાનમાં નહિ. જેવું જ્ઞાન થાય કે જ્ઞાન અંદરમાં ક્રાંતિ કરે અને દશા બદલાઈ જાય. અન્ અધિકારીઃ-સ્વછંદી અને શુષ્કજ્ઞાનીને જ્ઞાન પ્રાપ્ત ન થાય. એ અનઅધિકારી છે. જ્ઞાન પામવાની યોગ્યતા હોય તેવા જીવમાં તેની ગણતરી ન થાય. જે પોતાનો અધિકાર ખોવે છે તે અનઅધિકારી છે. ગાથા - ૩૨-૩૩ કષાય:- કષ + આય. કષ એટલે સંસાર, આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય તેવા દોષને કષાય કહેવાય. કષાય પચીશ પ્રકારનાં છે. ૪ અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, ૪ અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા, લોભ, ૪ પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા, લોભ, ૪ સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ, કુલ ૧૬ પ્રકાર અને ૯ નોકષાય તેમ મળીને ૨૫ કષાયના પ્રકાર થાય. રતિ, અરતિ, હાસ્ય, ભય, જુગુપ્સા, શોક, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, આ નવ નોકષાય છે. કષાયની ઉપશાંતતા - કષાયોનું પાતળા પડવું. ઉપશાંત એટલે ઉપર ઉપરથી શાંત અને ક્ષય એટલે સંપૂર્ણ શાંત. કષાયનું પાતળાં પડવું એટલે શક્તિ ઓછી થવી, જોર અથવા સામર્થ્ય ઓછું થવું. કષાયો થોડાં ધીરા અને તાકાત વગરનાં હોય તો તમે ચિંતન મનન કરવાની અવસ્થા પ્રાપ્ત કરી શકો. કષાયો પાતાળાં પડે તો શાંત અવસ્થા આવે અને કષાયો એટલે દોષોનો ક્ષય થાય (સંપૂર્ણ નાશ થાય) તો વીતરાગતા આવે. મન અશાંત હશે, મન કષાયો અને દોષયુક્ત હશે તો મનને ચિંતવન મનનનો અવકાશ નહિ મળે, તત્ત્વ શ્રવણ અને મનન કરી શકશો નહિ. માટે પહેલાં કષાયો ઉપશાંત કરી પછી ધીમે ધીમે ક્ષય કરો તેમ કહ્યું છે. For Personal & Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ XXVI શબ્દાર્થ વિરજી વૈરાગ્યઃ- એક એવી આંતરિક અવસ્થા છે કે બહાર ગમે તે જાતનો સંયોગ હોય, પણ અંતરમાંથી જેની આસક્તિ છૂટી ગઈ છે તે વૈરાગ્યવંત છે. અંદરથી જેને આસક્તિ છૂટી જાય તેને જગતના પદાર્થો, વસ્તુઓ કે જગતનાં સંયોગો, જગતની પરિસ્થિતિ, વિ. ની તેના મન ઉપર છાપ પડતી નથી. મન ઉપર અસર ન થાય તો તે વ્યગ્ર કે વ્યાકુળ ન બને. આવો વૈરાગ્યનો પ્રભાવ છે. સરળતા:-ઋજુતા. બીજામાં રહેલાં સદ્ગુણોને નમ્રતાપૂર્વક ગ્રહણ કરવાની જેની તૈયારી છે તેને કહેવાય છે સરળતા. બીજાને છેતરવા નહિ, માયાચાર, કપટ, દંભ અને આડંબરથી જે દૂર છે તે સરળ છે. તે ઉપરાંત બીજાનાં સદ્દગુણોને ગ્રહણ કરવાની તૈયારી હોય, બીજાને ધન્યવાદ આપે, હાથ જોડે, ગુણાનુવાદ અને પ્રશંસા કરે, તેનો સંગ કરે, તેના આશીર્વાદ મેળવવા તૈયાર હોય તેને કહેવાય છે સરળતા. મધ્યસ્થતા - પરમાર્થિક અને વ્યવહારિક બને સત્તાઓ જગતમાં છે. એ સત્ય અને અસત્ય બંનેને તુલનાત્મક દૃષ્ટિથી સમ્યપ્રકારે સમજવા જેની અપક્ષપાત દષ્ટિ છે તે મધ્યસ્થ છે. જ્યાં પક્ષપાત હશે ત્યાં સત્ય અને અસત્યનો યથાર્થ નિર્ણય થઈ શકશે નહિ. ટૂંકમાં સર્વાગીપણે અને નિષ્પક્ષપાતપણે વિચાર કરવાની ક્ષમતા ધરાવે તે મધ્યસ્થ છે. અંતર વૈરાગ્ય - જગતનાં પદાર્થો ક્ષણિક અને નાશવંત છે, એવું સમજીને જેના અંતરમાંથી આસક્તિ ચાલી ગઈ છે તેને કહેવાય છે અંતર વૈરાગ્ય. દુર્ભાગી - મતાર્થી જીવ દુર્ભાગી છે. તે જન્મ, મરણને છેદવાવાળાં મોક્ષમાર્ગને પામવાં ભાગ્યશાળી નથી. આવો જીવ કમનસીબ, દુર્ભાગી છે. જેનામાં કષાયની ઉપશાંતતા નથી, અંતર વૈરાગ્ય નથી, સરળપણું નથી અને મધ્યસ્થતા નથી તે જીવ મતાર્થી છે, તેથી દુર્ભાગી છે. ગાથા - ૩૩ આત્માર્થી:- આધ્યાત્મની સાધના કરવી હોય તો આત્માર્થીપણું જોઈએ. આત્મા મેળવવા સિવાય બીજું કોઈ પ્રયોજન જેને નથી, આત્મા એ જ મુખ્ય લક્ષ છે અને આત્મા મેળવવા જ જેનો પુરુષાર્થ રહ્યા કરે છે તે આત્માર્થી છે. આત્મા મેળવવો તે જ જેનો મનરોગ છે. અરજી For Personal & Private Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ XXVII ગાથા - ૩૫ પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિ - પ્રત્યક્ષ સરુનો યોગ પુણ્યથી ન થાય પણ પુકારથી થાય છે. રોમરોમમાંથી ઝણકાર ઊઠે, વેદના ઊઠે, વ્યથા થાય, અભિસા થાય ત્યારે સદ્ગની પ્રાપ્તિ થાય છે, ઓળખાણ પડે છે. ત્રણે યોગનું એકત્વ - યોગ એટલે મન, વચન અને કાયાનો વ્યાપાર, વિચાર, વાણી અને વર્તન એ ત્રણેનું એત્વ કરવું. મનથીઃ- (વિચારથી) બીજામાં મનને જતું રોકી, સદ્ગુરુનું સ્મરણ કરવું, ચિંતવન કરવું, સપુરુષનું અવલોકન કરવું, સદ્ગુરુનો ભાવ કરવો. હજુ આત્માનું ચિત્ર સાકાર થયું નથી પણ પુરુષ સાકાર છે, સજીવન મૂર્તિ અને કલ્યાણમૂર્તિ છે. સદ્ગુરુનો આકાર જોવા મળ્યો તેનું ધ્યાન કરીએ. સદૂગુરુ પ્રત્યે આદર કરવો. - વાણીથીઃ- વાણીથી સદ્દગુરુના ગુણાનુવાદ કરવાં, બંને હાથ જોડી, મીઠાં વચનો બોલવાં, ઉપકાર માનવો, આ ગુણાનુવાદ કરવાં તે જીવનનો લ્હાવો છે. શરીરથી :- સદૂગુરુની ભક્તિ, નમસ્કાર, વૈયાવચ્ચ અને સેવા કરવી. મનથી સદ્ગુરુનું ધ્યાન, તેનો વિચાર, વાણીથી સદ્ગુરુનાં ગુણાનુવાદ અને કાયાથી ભક્તિભાવ અને વૈયાવચ્ચ, સેવા. આ ત્રણેને એક કર્યા એટલે ત્રણે યોગ સ્વછંદે વર્તી શકશે નહિ. વર્તે આજ્ઞાધાર:- સદ્ગુરુની આજ્ઞા ધારણ કરી જીવનમાં વર્તવું. આ સર્વોચ્ચ ભાવથી સાધના કરે તો જીવનમાં ઉત્તમ કોટિની સાધના થાય. બધાં દોષો પોતાની મહેનતથી મટતાં નથી, માટે જો સદ્દગુરુનો યોગ થાય તો મનનું સમાધાન થાય. અને તે કહે તે પ્રમાણે વર્તવાનું થાય તો બધા દોષ ટળી જાય. મનમાં ઊઠતી તમામ વૃત્તિઓને સદ્ગુરુના હાથમાં સોંપી દેવી. આ મોટી સાધના છે. વૃત્તિઓ સરુને સોંપવી એટલે સદ્ગુરુ પાસે પોતાનાં દોષોની કબૂલાત કરી માર્ગદર્શન મેળવવું. અને તે માર્ગદર્શન પ્રમાણે ચાલવું તેને કહેવાય છે વર્તે આજ્ઞાધાર. ગાથા - ૩૬ પરમાર્થ:- મોક્ષ. પરમાર્થનો પંથ - મોક્ષનો પંથ, મોક્ષનો માર્ગ. પરમકૃપાળુ દેવ કહે છે ત્રણે કાળમાં મોક્ષ મેળવવાનો પંથ એક જ છે. મોક્ષ For Personal & Private Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ XXVIII શબ્દાર્થ મેળવવાનું લક્ષ રાખી જીવનમાં થતાં દોષો દૂર કરવાની સાધના કરવી. રાગ, દ્વેષ અને અજ્ઞાનથી મુક્ત બનવું. આમ કરવાથી કર્મનો સંયોગ છૂટી જશે. રાગને દૂર કરવો વીતરાગતાથી, દ્વેષને દૂર કરવા પ્રેમ અને મૈત્રીથી અને અજ્ઞાનને દૂર કરવું સદ્ગુરુએ આપેલાં બોધથી. રાગદ્વેષ અને અજ્ઞાનને દૂર કરવા વીતરાગતા, પ્રેમ અથવા મંત્રી અને સમ્યદર્શન, આ ત્રણ સાધનો લઈને તમે પંથ ઉપર ચાલો એટલે સીધા મોક્ષના દરવાજે પહોંચી જશો. પરમાર્થ માત્ર ત્રણ કાળમાં એક જ છે. પરંતુ પરમાર્થને લક્ષમાં રાખી તમારે તમારા વ્યવહારને આયોજિત કરવો પડશે. સામાયિક, પ્રતિક્રમણ, પ્રભુની પૂજા, સ્વાધ્યાય કોઈપણ સાધનથી રાગ, દ્વેષ, અજ્ઞાન ઘટે છે. જેનાથી રાગ દ્વેષ ઘટે એવો વ્યવહાર, એવી પ્રક્રિયા, એવું સાધન એ વ્યવહારમાર્ગની સાધના છે. આમ કરવાથી બને નય મળી જાય. લક્ષ અને સાધનાની સંધિ થઈ. નિશ્ચયે લીટી દોરી આપી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. અને એ માર્ગે સાધના કરી ચાલ્યાં તે વ્યવહાર થયો. સદ્ગુરુની આજ્ઞા મુજબ મન, વચન અને કાયાની એકતાનો પુરુષાર્થ તે વ્યવહાર. જ્ઞાન, દર્શન ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે. ગાથા - ૩૭-૩૮ આત્માર્થ:- આત્મકલ્યાણની ઈચ્છા. ભવેખેદ - ભવનો ખેદ થવો. પરિભ્રમણનો થાક લાગવો અને તેમાંથી છૂટવાની ઈચ્છા રહ્યા કરવી. ગાથા - ૩૯ અંતર રોગ - દુઃખદાયક અંતરદશા. અંતરમાં ઉકળાટ, અશાંતિ, ચિંતા, ભય, વાસના, કષાયોનું ઉત્પન્ન થવું આ બધા મનનાં રોગો તે અંતર રોગ છે. સદ્ગુરુના બોધથી અંતર રોગ મટે છે. જોગ - જોગ એટલે મિલન, જોગ એટલે પ્રાપ્તિ. સદ્દગુરુનો જોગ થવો એટલે સદ્ગુરુનું મિલન થવું. જોગમાં આત્મીયતા છે અને જોગમાં ઘટના ઘટે છે. જ્યાં ઘટના ઘટે ત્યાં આંતરિક ચેતનાનો સંબંધ થાય છે. અને એવા જોગથી મોક્ષપ્રાપ્તિ થાય છે. For Personal & Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ XXIX ગાથા - ૪૦ દશા:- અવસ્થા, હાલત. પ્રજ્ઞા :- વિચાર કરવાની સૂક્ષ્મ બુદ્ધિ. સૂક્ષ્મ બુદ્ધિ એટલે આંતરિક અતીન્દ્રિય એવું જે તત્ત્વ, પરમતત્ત્વનો અણસાર પકડવાની શક્તિ, અને તે સદ્ગુરુનો બોધ મળે તેમાંથી પ્રાપ્ત થાય છે. સુવિચારણા - શાંતપણે, સ્થિર રહીને કોઈપણ જાતના હેતુ વગર આત્માર્થે વિચાર કરવો. સુવિચાર તે આત્માને જોવાની આંખ છે. સુવિચાર એટલે સંસારના કે ભોગોના વિચાર નહિ પણ મન સંસારના વિચારોમાં પરિભ્રમણ કરતું હતું તે મન સૂક્ષ્મપણે તત્ત્વ વિચાર કરવાના કામમાં લાગી જાય. તે દિવસે મન મળ્યું તે સાર્થક થયું. મન મોટું સાધન છે. તત્ત્વનો વિચાર આત્મસુખની ઝાંખી કરવામાં મદદરૂપ થાય છે. જીવને યોગ્યતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેને સગુરુનો જોગ પ્રાપ્ત ન થાય. જોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બોધ પ્રાપ્ત ન થાય. બોધ પ્રાપ્ત ન થાય તો સુવિચારણા ન થાય. સુવિચારણા ન થાય તો જ્ઞાન પ્રાપ્ત ન થાય. અને જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોહ (અંધકાર) ન જાય. મોહ ન જાય તો ત્યાં સુધી મોક્ષ ન થાય. આ એક સાધનાની વ્યવસ્થા અને પ્રક્રિયા છે. ગાથા - ૪૧ નિજજ્ઞાન -પોતાનું જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન, અસ્તિત્વનું જ્ઞાન, પોતાના હોવાપણાનું જ્ઞાન, ચૈતન્યનું જ્ઞાન તે નિજજ્ઞાન. નિર્વાણ - મોક્ષપદ, મુક્તિનું પદ. ગાથા - ૪૨ ષપદ - છ પદ, અથવા છ સ્થાનક. પરમાર્થ સમજવા જ્ઞાનીઓએ છ પદ કહ્યાં છે. આત્મા છે', “તે આત્મા નિત્ય છે', “તે આત્મા પોતાના કર્મનો કર્તા છે', “તે કર્મનો ભોક્તા છે', કર્મથી મુક્ત થઈ શકાય છે, મોક્ષનો ઉપાય છે, તે સત્ ધર્મ છે. For Personal & Private Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય મુનિશ્રી ભાનુવિજયજી મહારાજસાહેબ ‘આત્મસિદ્ધિશાસ્ત્ર'માં માત્ર તત્ત્વજ્ઞાનની વાત ‘નથી, પણ સાધના, ધ્યાન, ગુરુભક્તિ, સમર્પણ, નિજ 'વૃત્તિના રૂપાંતરણ, મતાર્થી, આત્માર્થી, સાધક, મુમુક્ષુ, જ્ઞાની ન હોય છતાં દેખાવ કરે, આત્મજ્ઞાની સપુરુષના 'લક્ષણો, અને દેહાધ્યાસ તથા દેહાધ્યાસમાંથી પૂર્ણ મુક્તિ 'અર્થાત્ વીતરાગતાની પ્રાપ્તિની પણ વાત છે. આત્મસિદ્ધિશાસ્ત્રને માત્ર તત્ત્વજ્ઞાનનું શાસ્ત્ર 'કહેવા કરતાં તે સાધનાની પૂર્ણ સંહિતાનું શાસ્ત્ર કહેવાય. આ વાત પ્રત્યક્ષ રીતે જોવા નહીં મળે પણ “વૃત્તિ વહી 'નિજ ભાવમાં પરમાર્થે સમકિત’ સ્વરૂપે જોવા મળશે. આ 'વૃત્તિનિજ ભાવમાં અર્થાત્ સ્વરૂપમાં કેવી રીતે જાય, કેવી 'રીતે ગઈ તથા કઈ રીતે જોઈ શકાય તેનું સૂક્ષ્મતમવિવરણ આ શાસ્ત્રમાં છે. સ્વાનુભવ, દેહાતિત અવસ્થા અને પૂર્ણ 'વીતરાગતા પ્રાપ્ત કરવાનું આ સાધના શાસ્ત્ર છે. 'ખ' માન ન ખ ચ ની ના દમ ઋા મ For Personal & Private Use Only