SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૩૭ વિનયભાવ બોલીએ તે વખતે તેનો અહંકાર ઓગળેલો અથવા અતિ મંદ છે, અને અહંકાર મંદ થવાના કારણે એના જીવનમાં પ્રેમના પુષ્પો ખીલવાનો પ્રારંભ થાય છે. | વિનય પ્રાપ્ત થાય ત્યારે કોના પ્રત્યે વિનય કરશે? કોની ભક્તિ અને કોના પ્રત્યે આલ્હાદ વ્યક્ત કરશે? કોના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરશે? એ સપુરુષ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે. સપુરુષ પ્રત્યેનો પ્રેમ અર્થાત્ વિનય એ મૂર્તિમંત થાય સેવામાં અને વૈયાવચ્ચમાં. સપુરુષ પ્રત્યેનો વિનય જેમનામાં પ્રગટ થયો છે એ મનથી, વચનથી, કાયાથી, સર્વભાવથી વૈયાવચ્ચ કરે છે, સેવા કરે છે. સેવા કરવી પડશે તેવું જ્ઞાની પુરુષ કહેતાં નથી, સેવા ફરજિયાત છે તેમ કહેતા નથી, તેમને કોઈપણ જાતની અપેક્ષા નથી, પરંતુ જે શિષ્યમાં વિનયનો ભાવ પ્રગટ્યો છે, તેના કારણે તમામ પ્રકારની સેવા, તમામ પ્રકારની વૈયાવચ્ચ કર્યા વગર તે રહી શકતો નથી. પ્રેમની ધારા, વિનયની ધારા જે પ્રગટ થાય છે, તે ધારા સેવામાં, નમ્રતામાં, સદૂભાવમાં અને વૈયાવચ્ચમાં ઊતરે છે. તેના અંતરમાંથી એક પ્રકારની લાગણીનો પ્રવાહ વહેતો થાય છે, માટે એમ કહ્યું કે જ્યાં વિનય પ્રગટ થાય, ત્યાં સામે સપુરુષ હોય અને સપુરુષની સેવા એ વિનયની અભિવ્યક્તિ છે. એથી શું થાય? સત્પષના હૃદયમાં રહેવાનો યોગ પ્રાપ્ત થાય. તેથી બીજી ઘટના ઘટે છે, “તેને સદ્ધોધની પ્રાપ્તિ થાય છે.” બોધ વાંચીને ન થાય, ચર્ચા કરીને ન થાય. તર્ક કે વાદવિવાદથી ન થાય. અહંકારથી ન થાય, પણ સત્પરુષના હૃદયમાં વહેતી જ્ઞાનધારા જ્યારે શિષ્યના હૃદયમાં અવતરે છે ત્યારે બોધની પ્રાપ્તિ થાય છે. જેમ ગંગા ગંગોત્રીમાંથી જન્મી અને વહેતી વહેતી નીચે આવી, જેમ એરેજમેન્ટ કરવાથી પાઈપ લાઈનમાંથી પાણી સહેજે ખેતરમાં જાય છે, એ રીતે સત્પરુષના હૃદયમાં જે બોધની ધારા, જ્ઞાનની ધારા વહે છે તે શિષ્યના અંતરમાં ઊતરે છે. શિષ્ય અને ગુરુ વચ્ચે એક રસ્તો તૈયાર થાય છે. આ જ્ઞાન પ્રાપ્ત થાય, વિજ્ઞાન પ્રાપ્ત થાય, વિદ્વતા પ્રાપ્ત થાય, શાસ્ત્રજ્ઞાન અને તર્ક પ્રાપ્ત થાય, વાદવિવાદ થાય, પરંતુ બોધ પ્રાપ્ત થતો નથી. બોધ સૂક્ષ્મ ઘટના છે, આંતરિક ઘટના છે. બોધથી જ્યાં સ્પષ્ટપણે અસ્તિત્વ છે, ત્યાં અસ્તિત્વનો રણકાર અને ભણકારા તેને મળી જાય છે. અસ્તિત્વનું સ્પષ્ટ પિક્યર તેની પાસે લાવવાનું કામ બોધ કરે છે. બોધ બે કામ કરે છે. જ્ઞાન તો આપે જ છે પણ સાથે આચરણનું બળ પણ આપે છે. જ્ઞાન સાથે આચરણનું બળ તેને કહેવાય છે બોધ. જે બુદ્ધ છે, જેને બોધ થયો છે તે ઈન્દ્રિયોના વિષયોમાં અટવાતો નથી. કારણ કે તે પરિણામે દુઃખ આપનારા અને અનિત્ય છે. ગામાપાયિનોડનિત્યાજ્ઞાંસ્તિતિક્ષસ્વ મારતા (ભ.ગીતા-૨/૧૪) એમ કહીને ભગવાન મહર્ષિ વ્યાસે એક મહત્ત્વની વાત કરી કે જે બુદ્ધ છે તેને આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy