________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૯૩
બે વાતો આવે છે. કર્મ ઈત્યાદિનું પણ વર્ણન આવે અને અંદર જે વૃત્તિઓ ઊઠે છે તે વૃત્તિઓ કેવી રીતે સાધકને પજવે છે અને વૃત્તિ નિરાકારણ માટે કયા કયા ઉપાયો છે તે વર્ણવ્યા છે. ગુપ્તિનો ઉપયોગ, સમિતિનો ઉપયોગ, દસ પ્રકારના ધર્મનો વિચાર, પરિષહજયનો વિચાર, છ લેશ્યાનો વિચાર, જુદા જુદા જે વિકારો છે તેનો વિચાર, શરીરથી કઈ રીતે વૃત્તિઓ જીતવી તેનો વિચાર સાધકે કરવો.
બહુ કષાયો થતા હોય, બહુ રાગ-દ્વેષ થતાં હોય, બહુ વૈરભાવ થતો હોય, બહુ દ્વેષભાવ થતો હોય તો ધર્મકથાનુયોગનો વિચાર કરજો. ભગવાન પાર્શ્વનાથને પૂછી જોજો. કમઠ સાથે એમણે વેર બાંધ્યું ન હતું, પણ કમઠે વેર બાંધ્યું હતું. દસ દસ ભવ સુધી એ વેરની પરંપરા જાળવી. અગ્નિશર્મા ને ગુણસેનને પૂછો, તેની એક ભૂલ થઈ ગઈ તો એનું પરિણામ નવ નવ ભવ સુધી એમને ભોગવવું પડ્યું. ચંડકૌશિકને પૂછો. જરા કષાય કર્યો તેના પરિણામે ચંડકૌશિકને નાગ થવું પડ્યું. બાહુબલીજીને પૂછો કે બાર બાર મહિના ધ્યાનમાં રહ્યા, કેવળજ્ઞાન આજુબાજુ આંટા મારતું રહ્યું. અંદર ન ગયું, કારણ કે અહંકાર નડતો હતો. કષાયો નડતા હોય તો ધર્મકથાનુયોગનો વિચાર કરવા યોગ્ય છે. જડતા હોય, ચેન પડે નહિ, ક્યાંય ગમે નહિ, કંઈ કરવું ગમે નહિ તો પરમકૃપાળુ દેવે કહ્યું કે તું ગણિતાનુયોગનો વિચાર કર.
સંક્ષેપમાં જોઈએ તો મન શંકાશીલ થઈ ગયું હોય તેને દ્રવ્યાનુયોગ વિચારવો. વૃત્તિઓ, વાસના, વિકારો પજવતા હોય તેણે ચણાનુયોગ વિચારવો. કષાયોના ભાવ થાય તેણે તો ધર્મકથાનુયોગ વિચા૨વો અને જેને જડતા આવી ગઈ હોય તેણે ગણિતાનુયોગનો વિચાર કરવો. આમ ચાર પ્રકારના અનુયોગ સાધકને આપેલ છે.
સાધક માટે આ મહત્ત્વની વાત છે. એમણે કહ્યું કે ચરણાનુયોગના માટે જે પાત્ર હોય તેને દ્રવ્યાનુયોગની ભલામણ કરતાં નથી, દ્રવ્યાનુયોગની જેનામાં યોગ્યતા હોય તેને ચરણાનુયોગની વાત અમે કરતા નથી, તેમને આગળ વધારવા છે. દ્રવ્યાનુયોગની વિચારણા એ શ્રેષ્ઠતમ કોટિની વિચારણા છે. એ શુકલ ધ્યાનનું કારણ છે. દ્રવ્ય, ગુણ, પર્યાયનું ચિંતન શુકલ ધ્યાનની અવસ્થામાં લઈ જાય છે, માટે તેનું મહત્ત્વ છે. ‘જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ’, માત્ર સમજવું તેમ નહિ, પણ ‘ત્યાં ત્યાં તે તે આચરે.’ સમજવાનું કાર્ય કદાચ સહેલું છે, સમજાઈ જાય, પણ આચરવાનું કામ કઠિન છે. મહાભારતમાં એક નાનકડી વાર્તા આવે છે. દ્રોણાચાર્યે પહેલા દિવસે એમના વિદ્યાર્થીઓ પાંડવો અને કૌરવો શાળામાં આવ્યા ત્યારે પહેલો પાઠ આપ્યો. ‘ગુસ્સો ન કરવો અને જુઠ્ઠું ન બોલવું' અને પૂછ્યું કે પાઠ બેસી ગયો તો કહે ‘હા સાહેબ, બેસી ગયો.’ ‘જાવ આવતી કાલે આવજો. આજે રજા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org