________________
૧૪૨
પ્રવચન ક્રમાંક - ૧૩, ગાથા ક્રમાંક - ૧૧ રસ્તો બતાવશો? તેણે હા પાડી. આગળ એ ચાલ્યો અને પાછળ અમે ચાલ્યાં. હવે તે વખતે અમે કહીએ કે અમે સાધુ, મહાન, વ્રતધારી અને તપસ્વી, ક્યાં મોટા ભણેલાં અને મોટા લેક્ટર આપનારા અમે અને ક્યાં આ મેલો ઘેલો આદિવાસી? પણ તે કહે તેમજ ચાલવું પડે, કારણ કે તે માર્ગ બતાવનારો છે એણે અમને રસ્તો બતાવ્યો. અમે બે ગાઉ ચાલ્યાં પછી તેણે કહ્યું સાહેબ ! આ રસ્તે ન આવ્યા હોત તો તમારે બાવીશ માઈલ ચાલવું પડત. બાવીશ માઈલ ચાલવાની મહેનતમાંથી જેમણે બચાવ્યા તેને ધન્યવાદ આપવા જેવા નથી? તીર્થંકરદેવ પાસે જવા માટે રસ્તો બતાવનાર સગુરુને શું ધન્યવાદ આપવા જેવા નથી?
તીર્થકર દેવનો પરમ ઉપકાર છે, અનંત ઉપકાર છે, તેમાં ના નહીં. અનંત જિનેશ્વર થઈ ગયા છે, તેમણે તીર્થની સ્થાપના કરી છે, એમાં ના નહિ. તેમનાં શબ્દો અને વાણીમાંથી શાસ્ત્રો રચાયાં છે, તેમાં ના નહિ, પણ અમારે આજે જો જાણવું હોય અને અમારી આત્મભ્રાંતિ જો દૂર કરવી હોય તો અમારે આ નાનકડા સગુરુ પાસે પહોંચવું પડશે. એ અમારી ભ્રાંતિ દૂર કરશે. “પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર', આમાં જિનેશ્વરનું સ્થાન નીચે નથી જતું અને સદ્ગુરુનું સ્થાન ઊંચે નથી આવતું.
હજુ પણ સમજવા કોશિશ કરો કે પ્રત્યક્ષ સદ્ગુરુના અવલંબનની જરૂર છે. તેઓ પ્રગટપણે અને પ્રત્યક્ષપણે સમજાવશે. કારણ? એ જાણીને આવ્યા છે. એક માણસ મુંબઈમાં રહીને સૌરાષ્ટ્રના પોતાના ગામ શિહોરમાં જાય છે, અને શિહોરમાં રહેનાર તેને પૂછે કે તું મુંબઈ રહીને આવ્યો? તે હા પાડે. કેવું છે મુંબઈ? એ કહેશે ચાલ મારી સાથે, તને મુંબઈ બતાવું. ચોપાટી ઉપર હેંગીંગ ગાર્ડનમાં લઈ જાય ત્યારે ખબર પડે કે મુંબઈ કેવું છે. બતાવનારે મુંબઈ જોયું છે, માટે બતાવે છે. તીર્થંકરનો આશય શો છે? તે સદ્દગુરુએ જાણ્યો છે. શાસ્ત્રોનો આશય શો છે તે સદ્ગુરુએ જાણ્યો છે. કઈ દવા કરવા જેવી છે તે સરુ જાણે છે, કઈ ટ્રીટમેન્ટ કરવી તે સદ્ગુરુને ખબર છે. રોગ કયો છે તે સગુરુએ જાણ્યું છે. આત્મભ્રાંતિ, જે ભ્રમણા છે તે સદ્ગુરુએ જાણી છે તથા તેને કેમ તોડાય તે પણ તેમણે જાણ્યું છે, અને વર્તમાનમાં તેઓ હાજર છે તેથી ઉપાય કરી શકશે.
અનન્ય શ્રદ્ધા પ્રગટ્યા વગર સદ્ગુરુનો ઉપદેશ પરિણમે નહિ.” સાંભળવું એક વાત છે અને ઉપદેશ પરિણમવો તે જુદી ઘટના છે. હજાર રૂપિયાની કિંમતની મોંઘી ભસ્મ ખાવી તે સહેલી છે પણ ફૂટી નીકળે છે કે પચે છે તે પાછળથી નક્કી થાય, અને જો ફૂટી નીકળતી હોય તો ભસ્મ ખાવાનો કોઈ અર્થ નથી. અનંત શ્રદ્ધા પ્રગટ થયા વગર સદ્ગુરુનો ઉપદેશ પરિણમે નહિ, ને તેના વિના તીર્થંકર પરમાત્મા પ્રત્યે ભક્તિ પ્રગટ નહિ થાય, શાસ્ત્ર પ્રત્યે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org